Monday, January 14, 2019

આર્થીક પછાતપણા માટે ૧૦ ટકા અનામત– સને ૨૦૧૯ની ચુંટણી જીતવા માટેનો મોદીજીનો જુગાર–

આર્થીક પછાતપણા માટે ૧૦ ટકા અનામત– સને ૨૦૧૯ની ચુંટણી જીતવા માટેનો મોદીજીનો જુગાર–

દેશની લોકશાહીપ્રથાના બંને ગૃહો લોકસભા અને રાજય સભાએ આઠલાખથી (!) નીચે વાર્ષીક આવક ધરાવનાર આર્થીક પછાત નાગરીકો માટે સરકારી નોકરીઓ તથા શીક્ષણની અંદર ૧૦ટકા  અનામત માટેનું બીલ પસાર કરી દીધું છે.મોદી સરકારની આર્થીક રીતે લોકકલ્યાણકારી બીજી ઘણી યોજનાઓની માફક તેમાં કશું નવું કે ક્રાંતીકારી બીલકુલ નથી. સને ૧૯૯૨માં નરસીંહરાવની સરકારે આવા જ  બીલની કાર્બનકોપી જેવું પાસ કર્યું હતું. જેને સુપ્રીમકોર્ટની નવ ન્યાયાધીશની બેંચે ગેરબંધારણીય ઠરાવીને રદ બાતલ કરી દીધું હતું. શું મોદીજી અને તેમના કાયદા મંત્રી સદર હકીકતોથી વાકેફ નહી હોય?

 રાષ્ટ્રપતીએ તે બીલને કાયદો બનાવી અમલ કરવા માટેની જરૂરી મહોર પણ મારી દીધી છે.આ બધી પ્રક્રીયાઓ એટલી ઝડપથી પુરી કરવામાં આવી છે કે જાણે દેશ માટે તે મોદી સરકારના પાંચવર્ષના શાસનની સર્વોત્તમ સીધ્ધી હોય!

 સદર કાયદાના તાત્કાલીક અમલની શરૂઆત ગુજરાત રાજ્યની  રૂપાણી કમ મોદી કે મોદી કમ રૂપાણી સરકારે જાહેરાત પણ કરી દીધી છે.

 હવે આપણા જેવા વીચારવંત લોકો માટે પ્રશ્ન એ ઉભો થયો છે કે  બંધારણ મુજબ અનામત ફક્ત સામાજીક પછતપણા માટે જ હોઇ શકે તો પછી આર્થીક પછાતપણા માટેની અનામત પણ બંધારણીય કહેવાય? આ માટે દેશની સર્વૌચ્ચ અદાલતે  ઘણા ચુકાદા આપી દીધા છે. ભુતકાળમાં દેશની જુદી જુદી રાજ્ય સરકારોએ પોતાની વીધાનસભાઓમાં આર્થીક પછાતપણા માટે અનામત ક્વોટા બીલ પાસ કરેલાં હતાં. જેને સર્વૌચ્ચ અદાલતે ખારીજ કરી નાંખ્યાં છે.

શું દેશની સર્વૌચ્ચ અદાલત આર્થીક પછાતપણા આધારીત અનામતને બંધારણના મુળભુત માળખા સાથે સુસંગત ગણીને માન્ય ઠેરવશે?


--

Saturday, January 12, 2019

અમારે ત્યાં પુષ્પક વીમાન હતાં.

અમારે ત્યાં પુષ્પક વીમાન હતાં.

 રાજા દશરથના સમયે અયોધ્યામાં વીમાનોને માટે એરોડ્રામ હતા. આ બધા વીમાનોની અવરજવર શ્રીલંકા અને અયોધ્યા વચ્ચે નીયમીત ચાલતી હતી.સદર વીમાનો આગળ અને પાછળ બંને દીશામાં ગતી કરી શકતા હતા. રામના પત્ની સીતાદેવી હળ ખેડતાં જમીનમાં રહેલા એક ચરૂ અથવા ઘડામાંથી નીકળ્યા હતા. તે ખરેખર સ્ટેમસેલ–ટેસ્ટ ટયુબ ટેકનોલોજીની પરીણામ હતું. તેવીજ રીતે એક સો કૌરવોનો જન્મ પણ સ્ટેમસેલ ટેકનોલોજીનું જ પરીણામ હતું. હાથીના શરીર પર ગણેશજીનું માથું બેસાડવાની અદ્ભુતપ્લાસ્ટીક સર્જરી આપણા પૌરાણીક વારસાની દેન હતી. જીવવૈજ્ઞાનીક ડાર્વીનની શોધમુજબ જો માનવીની ઉત્ક્રાંતી વાંદરામાંથી થઇ હોય તો હવે કેમ વાંદરામાંથી કોઇ માનવી બનતો નથી.

 જીવ માત્રનું સર્જન ઇશ્વરી સર્જન જ છે.આ વીશ્વના બીજા ધર્મો સીવાય, માત્ર દરેક હીંદુ જ કર્મના સીધ્ધાંત પ્રમાણે પુર્વજન્મ, વર્તમાન જન્મ અને પુન;જન્મ ને આધારે અવીનાશી આત્માને લઇને ભારત દેશમાં જડબેસલાક એવી વર્ણવ્યવસ્થામાં પોતાના પાછલા જન્મના કર્મો પ્રમાણે જન્મે છે.પોતાના જન્મોનું ઉપર જણાવ્યું તે પ્રમાણેના ચક્ર કે વર્તળ પ્રમાણે  હસ્તાંતર કરતો રહે છે.

 આ બધી દલીલો વડાપ્રધાન મોદીજી સહીત ઘણા બધા ટોચના રાજકારણીઓએ સને ૨૦૧૪માં બીજેપીની સરકાર સત્તાપર આવી ત્યાર બાદ વારંવાર કરી આવી છે.તેમાંય ખુબજ આઘાતજનક અને દેશનું વીશ્વકક્ષાના વૈજ્ઞાનીક જગતના તજજ્ઞોની હાજરીમાં લાંછન લાગે તેવી હકીકત ત્યારે બની જયારે એકસો વર્ષ કરતાં વધારે જુની ' ઇન્ડીયન સાયન્સ કોંગ્રેસ' ના મંચ પરથી દેશ વીદેશના હાજર રહેલા વૈજ્ઞાનીકો સમક્ષ સંસ્થાના ૧૦૬વર્ષના વાર્ષીક અધીવેશનમાં તાજેતરમાં ઉપર મુજબની રજુઆતો કરવામાં આવી.

 જે ઇન્ડીયન સાયન્સ કોગ્રેંસના ૧૦૬માં અધીવેશન વીશ્વભરના વૈજ્ઞાનીકો પોતાના સંશોધન નીબંધો ( રીસર્ચ પેપરો) અધીકૃત પુરાવા સાથે રજુ કરતા હતા; તે બધાની સમક્ષ દક્ષીણભારતની એક યુનીર્વસીટીના વાઇસ ચાન્સેલરે પોતાના સંશોધન પેપરમાં રજુ કર્યુ કે મહાભારતના એકસો કૌરવો સ્ટમસેલ રીસર્ચથી તૈયાર થયેલી ટેસ્ટટયુબ બેબીનું પરીણામ હતા. આવાજ એક બંડલબાજ ભારતીય વૈજ્ઞાનીકે છેલ્લા પાંચસો છસો સાલની વૈજ્ઞાનીક શોધોને બાજુપર મુકીને આ મંચપરથી જણાવ્યું કે " સર આઇઝેક ન્યુટનનો ગુરૂત્વાકર્ષનો નીયમ અસ્વીકાર્ય છે. ( જાણેકે! ભારતમાં આંબાના વૃક્ષપરથી કેરી કે નારંગીના વૃક્ષપરથી નારંગી નીચે પડવાને બદલે આકાશમાં જાય છે.!) ઉપરાંત ભારતમાતાના સપુતે કોઇપણ જાતના પુરાવા રજુ કર્યા સીવાય બહાદુરીથી જણાવી દીધું કે આલબર્ટ આઇનસ્ટાઇનનો રીલેટીવીટીનો સીધ્ધાંત અને સ્ટીફન હોકગીંસની બ્લેકહોલની થીયરી હમબંગ છે.(Another speaker confidently rejected Newton's gravity, Einstein's relativity, and Hawking's black holes without offering any proof thereof.)

 ભારત સરકારના વૈજ્ઞાનીક ક્ષેત્રના મુખ્ય સલાહકાર કે.વીજયરાઘવને પોતાનો અસહ્ય ગુસ્સો ઠાલવતાં આક્રમકરીતે જણાવ્યું હતું કે " આ બધા દંભી કે કૃતક વૈજ્ઞાનીકો જે માથાભારે ગોરીલા બની ગયા છે તે બધાને કચરાટોપલીમાં ફેંકીદેવાની જરૂર છે. તે બધા દેશમાં અસંખ્યની સંખ્યામાં ફુટી નીકળ્યા છે,જેથી બેકાબુ બનીને રખડતા અટકે! ("The gorillas that really deserve to be in the #pseudoscience bin are huge, numerous and freely roaming the landscape,") VijayRaghavan wrote. આ દંભી વૈજ્ઞાનીકોએ તો સરકારની વીજ્ઞાનની નીતીના અમલને અને વીકાસને અમાપ નુકશાન છેલ્લા ચારેક વર્ષોમાં કર્યું છે.

    કમનસીબે આ બધા પરીબળો ધાર્મીક અને અવૈજ્ઞાનીક પુન;ઉધ્ધારના વાહકો બની ગયા છે. યુનાઇટેડ નેશનલ સાયન્સ ફાઉન્ડેશના સંશોધન મુજબ આપણા પડોશી ચીને સને ૨૦૧૬ની સાલમાં વીજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં, તેઓના વૈજ્ઞાનીકોએ આપણા દેશના વૈજ્ઞાનીકો કરતાં ચાર ઘણા સંશોધન પેપરો વૈશ્વીક કક્ષાએ રજુ કર્યા હતા. મોદી સરકારના રાજયમાં તે બધા રાષ્ટ્રભક્તીના પ્રેમ માટે નવા સુત્રો અને પ્રતીકોના સંશોધનમાં ખુબજ ગળા ડુબ ખુંપી ગયા હતા! કારણકે આ દંભી વૈજ્ઞાનીકોને મે–માસ ૨૦૧૯ પહેલાં કામ પુરુ કરવાની અંતીમ તારીખ આપવામાં આવેલ છે.

ટાઇમ્સ ઓફ ઇંડીયા એ તેના ૮મી જાન્યુઆરીના તંત્રી લેખમાં લખ્યું છે કે પુરાણવીધ્યાને વીજ્ઞાન નું સ્વરૂપ આપીને  અંધશ્રધ્ધાઓ જાણે વીજ્ઞાન હોય તે મુજબ વીજ્ઞાનની વાર્તાઓને (ISC puts even science fiction to shame.) ઝંખવણી બનાવી દીધી છે.

 

Bipin Shroff


http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com

 


--

Sunday, January 6, 2019

“ ઇંડીયા અનમેઇડ, કેવી રીતે મોદી સરકારે દેશના અર્થતંત્રને તોડી નાંખ્યું છે? ”

ઇંડીયા અનમેઇડ. "India Unmade" 

અટલવીહારી વાજપાઇના પ્રધાનમંડળમાં નાણાંમંત્રી તરીકે રહી ચુકેલા યશવંત સીંહાએ તાજેતરમાં એક ચોપડી લખી છે. તેનું અંગ્રેજીમાં નામ છે  "India Unmade"  How the Modi Government Broke the Economy?

" ઇંડીયા અનમેઇડ, કેવી રીતે મોદી સરકારે દેશના અર્થતંત્રને તોડી નાંખ્યું છે? "

યશવંત સીંહાએ પોતાના આ ચોપડીમાં શું લખ્યું છે તે વાંચીએ અને સમજીએ તે પહેલાં આપણે એ સમજવું જરૂરી છે કે યશવંત સીંહા કોણ છે? શ્રી સીંહા, બાજપાઇના પ્રધાનમંડળમાં બે વાર નાણાંમંત્રી તેમજ વીદેશમંત્રી તરીકે રહી ચુક્યા છે. સને ૨૦૧૪માં જ્યારે ભાજપના ટોચના મોવડીમંડળમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કોઇ નામ નક્કી કરવાની ચર્ચા ચાલતી હતી,ત્યારે સૌ પ્રથમ નરેન્દ્ર મોદીનું નામ કોઇએ પસંદ કર્યું હોય તો તે યશવંત સીંહાએપસંદ કર્યું હતું.કારણકે આ પસંદગીમાં પોતાનો જવાબ હતો કે અન્ય ઉમેદવારોની પસંદગીની સરખામણીમાં મોદીનો સ્વભાવ અને વ્યક્તીત્વ વડાપ્રધાનપદના ઉમેદવારને લાયક હતું. પરંતુ શ્રી સીંહાએ તે ચુંટણીમાં સંસદસભ્ય તરીકે ઉભા જ રહ્યા નહતા. સને ૨૦૧૮ના એપ્રીલ માસમાં ભાજપના સભ્યપદેથી રાજીનામું પણ આપી દીધેલું છે. તેમનો પુત્ર હાલમાં નરેન્દ્ર મોદીના પ્રધાન મંડળમાં કેબીનેટ કક્ષાનો મંત્રી છે.

'વાયર' નામની યુ ટયુબ ચેનલમાં તાજેતરમાં યશવંત સીંહાએ આપેલ ઇન્ટરવ્યુમાં જાણીતા પત્રકાર શેખર ગુપ્તા(માજીતંત્રી, ઇન્ડીયન એકપ્રેસ)એ એક વેધક પ્રશ્ન પુછયો હતો કે તમારો પુત્રતો મોદીના પ્રધાન મંડળમાં મંત્રી છે, અને તમે મોદીની આર્થીક નીતીઓ વીરૂધ્ધ ચોપડી બહાર પાડી છે તો તમારા બાપ–દીકરાના સંબંધો કેવા છે? તમે બંને ભેગા મળો છો ત્યારે કયા કયા મુદ્દા તમારી ચર્ચાઓમાં હોય છે? શ્રી સીંહાનો જવાબ હતો કે મોદી સરકાર સીવાયના જ વીશ્વભરના બધાજ મુદ્દાઓની અમે ચર્ચા કરીએ છીએ.શેખર ગુપ્તાનો બીજો અગત્યનો સવાલ હતો કે બીજેપી પ્રમુખ અમીત શાહ એમ કહે છે કે શ્રી સીંહાના આક્ષેપો ' પેલી દ્રાક્ષ ખાટી છે' તેવા છે. શ્રીસીંહાનું કહેવું હતું કે જે બીજેપીના મોવડી મંડળમાં મોદીનું નામ વડાપ્રધાનના ઉમેદવાર તરીકેની મહોર મારવામાં પોતાનું નામ અગ્રેસર હતું અને ત્યારબાદ મેં સંસદ સભ્યના ઉમેદવાર તરીકે સને ૨૦૧૪ની ચુંટણી લડવાનું યોગ્ય નહી માન્યું હતું; તેને હોદ્દાનો કયો મોહ બાકી રહ્યો હતો? મારા વ્યક્તીત્વનું મુલ્યાંકન કરવામાં અમીત શાહનો પનો ટુંકો પડે છે!

' ઇંડીયા અનમેઇડ' ચોપડીમાં યશવંત સીંહાએ લખેલી કેટલીક વાતો નીચે મુજબ છે.

·       જીડીપી ( દેશનું ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્શન) માપવાના માપદંડોમાં મોદી સરકારે સમજપુર્વકની ગેરમાહીતી મળે તેવી વ્યવસ્થા કરી છે.

·       રીઝર્વેબેંક ઇંડીયાની દેશના અર્થતંત્રના હીતમાં સ્વાયત્ત નીર્ણય(ઓટોનોમી) લેવાની સત્તા પર મોદી સરકારે ભયંકર ખતરો પેદા કરી દીધોછે.

·       આઝાદી પછી પહેલીવાર બેંકીંગ ક્ષેત્રનો સોથૌ મોટો કોઇ ગોટાળો ( SCAM ) હોય તો તે નોટબંધીનો હતો.

·       વડાપ્રધાન મોદીનો સ્વરોજગારીનો ' પકોડા તળવાનો અને સાયકલનું પંચર વાળો ખ્યાલ' બીલકુલ બેરોજગારી અને અર્ધબેરોજગારીના ગંભીર પ્રશ્નને ઇરાદાપુર્વક વીક્ષેપ કે ખલેલ (distraction)પહોંચાડનારો હતો.

·       શ્રીસીંહાના મત પ્રમાણે ભુતકાળના કોઇપણ વડાપ્રધાનોને જે તકો મળી નહતી તેવી તકો મોદીને અર્થતંત્રને ઝડપથી ગતીમાન કરવાની મળી હતી. જે તેઓએ વેડફી નાંખી.

·       સંસદમાં અર્થતંત્રને લગતા કોઇપણ સુધારા કરવા હોય તો તેનીપાસે સ્પષ્ટ અને સહીસલામત બહુમતી હતી અને છે.

·       સને ૨૦૧૪માં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડઓઇલનો ભાવ પ્રતી બેરલે ફક્ત ૩૦ ડોલર થઇ ગયો હતો. મનમોહનસીંગની સરકારના સમયે તે ભાવ પ્રતી બેરલે ૧૦૦ ડોલર હતો. તેમ છતાં મોદી સરકારે અને તેના નાણાંમંત્રાલયે પેટ્રોલ અને તેના જેવી અન્ય ક્રુડની પેદાશો પર એકસાઇઝ ડયુટી લેશ માત્ર ઘટાડી નહી. તે તફાવતના કરોડો રૂપીયાના નાણાંનું શું કર્યું તે જવાબ મોદી સરકારે આજે નહી તો કાલે પણ આપવો પડશે!

·       પોતાની ચોપડીમાં શ્રી સીંહા લખે છે કે 'હું કંઇ કાયમ માટે મોદીનો ટીકાકાર ન હતો.અથવા તો મને મોદીએ તેમની સરકારમાં કોઇ પોર્ટફોલીયો ન આપ્યો તેની દુશ્મનાવટથી બદલો લેવા હું તેઓની ટીકા કરૂ છું. તે બધા તો ઠંડા પાણીના ગપગોળાથી વધારે કાંઇ નથી. મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે સને ૨૦૧૪માં મોદીના વડાપ્રધાન પદના નામનું સુચન કરનાર હું તે મોવડીમંડળમાં પ્રથમ માણસ હતો. ( Sinha says he has not always been a critic of Modi. Nor do I have a personal vendetta against him for not appointing me minister or giving me some other post, as some people incorrectly speculate....... In fact, the truth is that I recognised his mettle early on and was one of the first senior Bharatiya Janata Party leaders to say he should be made the party's prime ministerial candidate in the 2014 elections,")

·        આવતીકાલના ઇતીહાસકારો દેશના માથે નોટબંધી જેવી ભયાનક આફત કરનારી પ્રથા મોદી સરકારે મારી તેને કદાપી ભુલશે નહી. સદર તરંગી નીર્ણયે કોઇલક્ષ્ય સીધ્ધ કર્યોજ નથી.(But as far as the constantly shifting governance objectives of demonetisation went, it was a big zero," he says.)

·       મેકીંગ ઇન્ડીયાથી ગુજરાતનું સરદાર સાહેબનું ' યુનીટી ઓફ ઇંડીયાનું સ્ટેટ્યુ' કેટલું બન્યું એ કોને ખબર નથી.

·       મોદી સરકારની પોતાના શાસનકાળમાં સર્વશ્રૈષ્ઠ સીધ્ધીઓ હોય તો તે ભપકાદાર સમારંભોનું આયોજન કરવાનું. ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા સને ૨૦૦૧થી અત્યારસુધી સારામાં સારી બીજાને સહેજપણ ખ્યાલ ન આવે તેવી બનાવટી 'ઇમેજ' ઉભી કરવામાં મોદીજીએ માસ્ટરી મેળવી છે.( " In summation, the Modi government is just about event management. He is the best in creating false impressions." પોતાની આવી બનાવટી આભા દેશ અને વીશ્વમાં ઉભી કરવામાં તેણે દેશના પાંચ વર્ષો વેડફી નાંખ્યા છે. દેશના મતદારોને આખરી ચેતવણી આપતાં પોતાની ચોપડીમાં લખે છે કે સને ૨૦૧૯માં તેને વડાપ્રધાનપદે ચુંટીને ફરી સને ૨૦૨૪ સુધીના આખા દસકાને વેડફી નાંખવા દેશો નહી..(  In the process, Modi has given India its 'lost half-decade'. Elect him again and by 2024 it will be a lost decade," he warns.) મેં આ પુસ્તક કોઇ આનંદકે રાજકીય ખેવાનાથી લખ્યું નથી પણ મારા બૌધ્ધીક શાણપણે, સદ્રવીવેક શક્તી કે અંતરઆત્માના અવાજે (CONSCIENCE) મને ચેન ન પડવા દીધું માટે મેં લખ્યું છે.  મારી ચોપડી મોદીના કારનામા સામેનો સત્યો છે.( this book be a statement of fact.)

The book, published by Juggernaut, is co-authored by journalist Aditya Sinha.


--

Friday, January 4, 2019

મોદીજી બધા માણસોને બધા સમય માટે મુર્ખ બનાવી શકાતા નથી.

મોદીજી, બધા માણસોને બધા સમય માટે મુર્ખ બનાવી શકાતા

નથી. 

બીજુ, દરેક નવી ક્રાંતી( સને ૨૦૧૯ની લોકસભાની ચુંટણીના સંદર્ભમાં) માટે જુના સાધનો( દા;ત રામમંદીર કે ઉગ્રહીંદુત્વ) કામમાં લાગતાં નથી.

સને ૨૦૧૪માં મોદીજી, તમે જે વચનોની લાહ્ણી કરીને તથા જાણે દેશમાં અમેરીકાના રાષ્ટ્રપ્રમુખની ચુંટણી હોય તેમ તે ચુંટણી લડયા અને જીત્યા પણ હતા. દરેક નાગરીકાના ખાતામાં ૧૫ લાખ રૂપીયા જમા થશે, ભષ્ટ્રાચાર નાબુદ થશે, પરદેશની બેંકોમાં જે ભારતીયોના કરચોરીના નાણાં છે તે તમામ કાળાનાણાં પરત લાવવામાં આવશે. સબકા સાથ સબકા વીકાસ તેવી બધી મમળાવામાં સારી લાગે તેવી લોલીપપો આપી હતી.

તમારા તે સમયના ચુંટણી વચનોમાં, લવ જેહાદ, ગૌ માંસ  ગૌ–રક્ષા, 'અમે(વી) અને પેલા( ધે), નોટબંધી, જીએસ ટી, દેશના સર્વપ્રકારના દુ;ખો માટે જવાબદાર ૭૦ વર્ષોથી ચાલુ રહેલી દેશનાપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની નીતીઓ વી. ની વાતો તમારા પ્રવચનોમાં કરી ન હતી. 'કોગ્રેસમુક્ત' ભારત પણ તમારા તે સમયના એજન્ડામાં નજરે પડયુ ન હતું.

તે સમયે અને ભવ્ય સમારંભ રચીને સત્તા ગ્રહણ કર્યા પછી નજીકના સમયમાં જે બૌધ્ધીકોને નહેરૂજીના સમાજવાદી મોડેલના વીકલ્પે મુક્ત અર્થતંત્ર, અને પરમીટ ક્વોટા–લાયસન્સવાળા રાજયતંત્રનો અંત ઇચ્છતા હતા તે બધા નરસીંહરાવના વડાપ્રધાન પદે જે આર્થીક સુધારાનો પવન હતો તેને ફરીથી આગળ લઇ જવા માંગતા હતા તે બધા આપના ભરપેટ વખાણ કરનારા અને સમર્થકો બની ગયા.        કેટલાક તો વળી આપની ફતેહને અંગત ફતેહ ગણીને "અમેરીકાની સીવીલ વોર ના વીજેતા અને અમેરીકન આફ્રીકનો (નીગ્રો)ના મુક્તીદાતા અબ્રેહામ લીંકન માટે જે કહેવાય છે કે From Log Cabin to White House તેમ તમારા માટે From Chaywala  to Prime minister office" ને મુલવવા માંડી.

આ ધ્યેય સાથે હાર્વડ અને અન્ય વૈશ્વીક ટોચની યુનીર્વસીટીઓમાં જે ભારતીય આર્થીક નીષ્ણાતો હતાતેમજ મુક્ત અર્થ્તંત્રની વીચાસરણીમાં માનનારા હતા, તે બધાને તમે પણ એક પછી એક ટોચની દેશની આર્થીક,  નાણાંકીય,(આર બી આઇ) તથા નીતીઆયોગ (પ્લાનીંગ કમીશન)જેવી સંસ્થાઓની વહીવટી સેવાઓ આપવા તૈયાર થઇ ગયા. સાથે સાથે વૈશ્વીક કક્ષાના અન્ય બૌધ્ધીકો જેવા કે અર્થશાસ્રમાં નોબેલ પ્રાઇઝ વીજેતા અને નાલંદા યુનીર્વસીટીના વાઇસ ચાન્સેલર અર્મતસેન વી. આપના લોલેલોલમાં હા નાપુરાવી શકે તેવા હતા તે બધાને ક્રમશ પણ ચતુરાઇપુર્વક ફગાવી દેવામાં આવ્યા. કેટલાક સમજપુર્વક પોતાની માનહાની થાય તે પહેલાં બહાર નીકળી ગયા.દેશમાં જુદા જુદા બૌધ્ધીક વીષયોના નીષ્ણાતોને પોતાની સીધ્ધીઓ માટે,જેવાકે સાહીત્યકારો, વૈજ્ઞાનીકો વી, જેને દેશ અને પ્રાદેશીક રાજયોએ બહુમાન કરીને જુદા જુદા એવોર્ડથી નવાજયા હતા તે બધાએ  (જે રીતે મોદીસરકારની રોજબરોજની નીતીઓ સામે અવાજ ઉઠાવ્યો) પોતાના એવોર્ડ પરત આપી દીધા. દેશની બધાજ પ્રકારની સ્વાયત્ત સંસ્થાઓ છેલ્લા સાત દાયકાઓથી સત્તાના રાજકારણથી અલગ રહીને કામ કરતી હતી, તે બધી જ સંસ્થાઓ ઉપર આર એસ એસના માણસોને થોપી દીધા. તમારી આપખુદનીતીઓની પરાકાષ્ઠા તો ત્યારે આવી કે જયારે દેશની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સીવાય અન્ય ચાર ન્યાયાધીશોએ જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ' કયો કેસ કોને આપવો' તે અંગે આપની સરકાર દ્રારા થતી દખલગીરીનો  વીરોધ કર્યો.   

પેલા આર્થીક અને નાણાંકીય વૈશ્વીક કક્ષાની નીપુણતા ધરાવતા હતા જેવાકે રઘુરાજન, અરવીંદ સુબ્રમનીયમ, છેલ્લે ઉર્જીત પટેલ વી. ક્રમશ તમારા વહીવટ અને નીર્ણયો લેવાની પ્રક્રીયાને સમજતાં દેશમાંથી વીદાય લઇ લીધી. કારણકે તમને પણ ' હાર્વડ કરતાં હાર્ડવર્ક' ( સમજીયા વીના હાજી હા કરનારા હજુરીયા તરીકે વૈતરુ કરનારા)'માં દીલચશ્પી વધારે હતી.

શરૂઆતને તબક્કે મોદી મેજીકથી મુગ્ધ બનેલાઓની યાદી આમ તો ઘણી લાંબી છે. પણ અરૂણ શૌરી, સુબ્રમનીયમ સ્વામી, રામજેઠમલાણી, ઇનડીયન એકસપ્રેસ દૈનીકના કાયમી પત્રકાર તવલિન સીંઘ,અને યશવંત સીંહા મુખ્ય હતા. તેમાં છેલ્લા તવલીન સીંધ વીચારોને જાણીએ.

" મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વીધાનસભાના પરીણામો સુચવે છે કે મોદી વેવ હવે બીલકુલ બીનઅસરકારક થઇ ગયું છે. મારા મત પ્રમાણે મોદી એક રાજકીય નેતા ને બદલે જાણે લોકોનો તારણહાર(Messiah)હોય તે પ્રમાણે નીર્ણયો કરે છે.તેઓના નીર્ણયોમાં ક્યારેય પોતાના મંત્રીમંડળ સાથે ચર્ચા,સંવાદ,સાથીઓના મતને સમજવો તેવો કોઇ પ્રતીભાવ આજદીન સુધીમાં દેખાતો નથી. દા;ત નોટબંધીનો નીર્ણય લેતી સમયે તેમનામંત્રીમંડળને જાણે એકાંતવાસમાં પુરી દીધા હોય(સોલીટરી કનફાઇનમેન્ટ) તે રીતે મુકી દીધા હતા.( Modi acted alone. His ministers were kept in solitary confinement till he made his announcement.)કોઇ રાજકીય નેતા હોય જે દસવાર નોટબંધી જેવો નીર્ણય લેવા માટે વીચાર કરે તે નીર્ણય નવેંબરની સાંજે તેઓએ લઇ લીધો. જેને લીધે દેશના ૯૦ ટકા નાણાંકીય ચલણને ગેરકાયદેસર જાહેર કરી દીધું. આવા નીર્ણયોમાં મને જાણે પયગંબર કે તારણહાર ક્યારેય ખોટો નીર્ણય ન કરે તેવો ઘમંડ (અરોગન્સ) તેમના સ્વભાવમાં દેખાયો! તેઓએ નોટબંધીના નીર્ણયથી ઘણું બધુ કાળું નાણાં બહાર આવશે તે ધારણા બીલકુલ ખોટી પડી. નોટબંધીથી નવી હજારો કે લાખોની સંખ્યામાં રોજગારી વધશે તેવી આશા પણ બીલકુલ ઠગારી નીવડી. ખરેખર તેનાથી મોટાઉધ્યોગોનો વીકાસ ઠપ થઇ ગયો. મધ્યમ, નાના ઉધ્યોગો અને અસંગઠીત 'ઇનફોરમલ બીઝનેસીસ' ની કમર જ તોડી નાંખી..... આ ઘમંડી તારણહારના બીજા નીર્ણયને સમજીએ! ગુડસ અને સર્વીસીસ ટેક્ષ. વીશ્વમાં કોઇ રાજકીય પક્ષનો નેતાએવો હોય જે પાર્લામેંન્ટના હોલમાં રાત્રીના બારવાગે  કોઇ નવો ટેક્ષ નાંખતો હોય તેની ઉજવણી કરે! જેમાં સામાન્ય માણસની પ્રાથમીક જરૂરીયાત હોય તેવી એક સીમેંટની થેલી પર ૨૮ ટકા ટેક્ષ નાંખ્યો. રૂપીયા ૩૦૦ની કીંમતની એક સીમેંટની બેગ પર ૮૪ રૂપીયા જીએસટી.ટેક્ષ. નોટબંધી અને જીએસટીની ટેક્ષ ટકાવારીને કારણે ઘણા બધા રક્ષીત ધંધાઓ કાયમ માટે બંધ થઇ ગયા.(The manner in which the Prime Minister announced the arrival of his new tax is another sign of  messianic behaviour. Nobody celebrates taxes. But, messiah Modi decided he was doing something so special that a dramatic ceremony was organised in Parliament in July last year to announce the tax.)

મોદી જેવા મસીહા કે પેગંબરના વહેમમાં રહેતા નેતાઓનો ઘમંડ એવો હોય છે કે અમે ચર્ચા કે સંવાદથી હંમેશાં પર છે. પ્રજાતો મારા મનનીવાત સાંભળવા માટે જ સર્જયેલી છે. પ્રજાના મનની વાત મારે જાણવાની કે ધ્યાનમાં રાખવાની શી જરૂર છે? લોકશાહીમાં તો પ્રજા તો એક કઠપુતલી વધારે કશું જ નથી. મારા જેવા એ તો પેલી કઠપુતલીઓને આંગળીથી નચાવનાર મદારીથી વીશેષ કોઇ રોલ ભજવવાનો હોતો જ નથી. અને તે પણ પાંચ વષે એક જ વાર ચુંટણીના મંડપમાં બસ ભેગાજ કરી દેવાના હોય ને! પછી બાકીના પાંચ વર્ષ તો આખી દુનીયામાં તેમના કરવેરાના પૈસે લટારો જ માર્યા કરવાની ને!  Who cares? For Whom? For why?

તવલીન સીંઘ વધુમાં પોતાનો બળાપો(ચાર વર્ષ સુધી રહેલા મોદી ભક્ત) મોદી સામે કાઢતાં સદર લેખમાં લખે છે કે  છે કે જે કોગ્રેંસ મુક્ત અને નહેરૂ કુટુંબ મુક્ત દેશની વાતો કરે છે તેને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના ચુંટણીના પરીણામોએ મોદી મેજીકની કઠપુતલી બનવાનો કાયમ માટે ઇન્કાર કરી દીધો. પણ મસીહાના કે તારણહારના વહેમમાં રહેનારો આ ઘમંડી મોદીએ ૨૦૧૯ની ચુંટણી ગુમાવી દીધી છે. આ દેશના વડાપ્રધાન બીજી બનવાનાં સ્વપ્નાં જોવવાનાં કાયમ માટે બંધ કરી દે!.( If he continues to remain in messianic mode it can be safely said that winning another term will be next to impossible........ To lose in vital Hindi heartland states comes as a loud warning that Uttar Pradesh could go too. And, then for Modi, the chance of a second term is over. સૌ. ૧૬ ડીસેમ્બર ૨૦૧૮ ઇન્ડીયન એકપ્રેસ ના અંગ્રેજી લેખનો ભાવનુવાદ.)


--

Friday, December 28, 2018

આ અમારૂ ઘર (દેશ) છે. અમને કોણ તે ઘરમાંથી કાઢી શકે તેમ છે? નસરૂદ્દીન શાહ.

આ અમારૂ ઘર (દેશ) છે. અમને કોણ તે ઘરમાંથી કાઢી શકે તેમ છે?
નસરૂદ્દીન શાહ.
એક લોક વાયકા છે " એક વાર જીન બાટલીમાંથી બહાર નીકળી ગયા પછી તેને ફરીથી તે બોટલમાં પાછો પુરી શકાતો નથી."
આ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ઇરાદાપુર્વક દેશના સામાજીક પોતમાં ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે. સમાજના કહેવાતા બહુમતી ધર્મપરસ્ત પરીબળોને કાયદો હાથમાં લઇને જાણે હીંસા ફેલાવવાનું લાયસન્સ કે પરવાનો મલી ગયો છે; કાંતો લવ–જેહાદ નામે, તો પછી તમારા ઘરના ફ્રીજમાં ગૌ માંસ છે અથવા તો પછી તમે ગાય અને તેના વંશનો વેચવાનો કે હેરેફેરીનો ધંધો કરો છો. તાજેતરમાંજ ઉત્તરપ્રદેશના બુંલંદશહેરમાં ગાયની બાબતે એક બાહોશ, પ્રમાણીક અને કાયદા મુજબ સોંપાયેલ ફરજ પ્રમાણે કામ કરનાર અધીકારીને ગેરકાયદેસર ટોળઆએ એકત્ર થઇને ગોળીથી મારી નાંખવાનું અમાનવીય કૃત્ય કર્યું છે. જાણે આ દેશમાં ગાયની સરખામણીમાં પોલીસ અધીકારીના જાન ની કોઇ જ કીંમત નથી.
ભારત દેશના નાગરીકને નાગરીક તરીકે કૌટુંબીક, સામાજીક, આર્થીક ને રાજકીય જીવન શાંતી અને સુખ ચેનથી પસાર કરવાને બદલે તેને તેની ધાર્મીક ઓળખને આધારે ઓળખાવાનું મોટું રાજકારણ ખેલાઇ રહ્યું છે. " એક જ દેશના નાગરીકોને અમે( WE) અને પેલા( THEY),તેવા રાજકીય ખાનામાં ગોઠવીને એક બીજા પ્રત્યે ધીક્કાર, અસહીષ્ણુતા, સામસામી હીંસાના વેરઝેરનો એક મોટો મોહોલ ઇરાદાપુર્વક પેદા કરી દેવામાં આવ્યો છે. તેને સતત ધાર્મીક નફરતનું ઇંધન સીંચીને બેકાબુ બનાવી દેવામાં આવેલ છે. આ એક જ થીયરી પર સને ૨૦૧૯ ની લોકસભાની ચુંટણી જીતવાની વૈતરણી નદી પાર થઇ જશે તેવા ખ્વાબોમાં જીવવા માંડયું છે.
ધાર્મીક ઓળખના રાજકારણમાં જે 'અમારી સાથે નથી તે પેલા લોકોની સાથે છે માટે અમારી સામે છે ' તેવું સરળ સમીકરણ મુકીને ભયનું વાતાવરણ પેદા કરી દીધું છે.અમે એટલે રાષ્ટ્રપ્રેમી, પેલા અને બીજા જે અમારી સામે અવાજ ઉઠાવનારા છે તે બધા 'દેશદ્રોહીઓ' પાકીસ્તાની એજંટો, આખરે આતંકવાદીઓના ટેકેદારો. તે બધાને પાકીસ્તાનમાં મોકલી દેવા જોઇએ! અમારી રાષ્ટ્ર,રાષ્ટ્રપ્રેમની અને રાષ્ટ્રની વફાદારીની વ્યાખ્યામાં વીધર્મીઓનું કોઇ સ્થાન જ હોતું નથી. સદર વ્યાખ્યાની બહાર અરે! જન્મે હીંદુઓ કે ધર્મનીરપેક્ષવાદીઓ, નીરઇશ્વરવાદીઓ કે પછી સામ્યવાદીઓ કોઇની ભારત દેશની વફાદારી અમને માન્ય નથી. દેશના બંધારણના આમુખમાં જણાવેલ પાયાના મુલ્યો સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, ધર્મનીરપેક્ષતા અને વૈજ્ઞાનીક અભીગમને આધારે પોતાનું જીવન જીવતા, વીચારો ફેલાવતા દા;ત મહારાષ્ટ્રના અંધશ્રધ્ધા નાબુદીની ચળવળ ચલાવવા માટે શહીદ થયેલા નરેન્દ્ર દાભોલકર, ગોવીંદ પાનસરે, કર્ણાટકના પ્રો કલબુર્ગી, પત્રકાર ગૌરી લંકેશ અને બીજા નસરુદ્દીનશાહ, આમીરખાન જેવા હજારો નાગરીકોનું તેમાં કોઇજ સ્થાન હોઇ શકે નહી.
નસરૂદ્દીન શાહના નીરીક્ષણ પ્રમાણે તમે તમારા બાળકોને માનવ માનવ વચ્ચે કોઇપણ જાતના મતભેદ રાખ્યા સીવાય ફક્ત સારા મનુષ્યો બનવાનો પાઠ શીખવાડો તે પણ આ હીદુંત્વવાદીઓને અમાન્ય છે.જાણે કે વીશ્વમાં કોઇ બીનધાર્મીક નાગરીક હોઇ શકે જ નહી. વીશ્વના દેશો સમક્ષ ધાર્મીક પ્રશ્નો સીવાય જાણે કે કોઇ દુન્યવી પ્રશ્નો જેવાકે 'રોટી કપડાં ઓર મકાન' હોઇ શકે જ નહી.ખરેખરતો ભારતને એક દેશ તરીકે તેને સર્વાંગી રીતે સમજે તે ભારતીય. બીજુ જે ભારતીય બંધારણીય મુલ્યો પ્રમાણે જીવન જીવે અને તેવો સંદેશો આપ તે જ ભારતીય હોઇ શકે!


--

Saturday, December 1, 2018

ધર્મ, એક ફક્ત નાણાં કમાવવા માટે સારામાં સારો ધંધો છે

ધર્મ, એક ફક્ત નાણાં કમાવવા માટે સારામાં સારો ધંધો છે એટલું જ નહી . કારણકે તેમાં શરૂઆતનું મુડી રોકાણ ઓછામાં ઓછુ હોય છે. તેમાં ક્યારેય તૈયાર માલનો પુરવઠો વધી ગયો હોય તેવો પ્રશ્ન થતો જ નથી. આ ધંધો કરનાર પાસે કેટલો પુરવઠો વપરાઇ ગયો અને કેટલો પુરવઠો વપરાવાનો બાકી છે તેની કોઇ સુચી– યાદી( સ્ટોક–ઇનવેન્ટરી રજીસ્ટર) પણ બનાવવી પડતી નથી. આધ્યાત્મીક વાતો કરવાની અને ભૌતીક ચીજ વસ્તુઓ બદલા કે અવેજમાં હોંશે હોંશે લઇ જવાની. માલની ગુણવત્તા જાળવવાની કે જીએસટી ક્યારેય ભરવાનો ઉજાગરો નહી. આ માલની માંગ સ્થાનીક,પ્રાદેશીક, રાષ્ટ્રીય અને વૈશ્વીક હંમેશાં હોય છે. તેના ગ્રાહકો કોણ નથી એ મુળભુત સવાલ છે. રાષ્ટ્રના નાણાંમંત્રી કે અર્થશાસ્રીઓ રાષ્ટ્રીય આવકમાં અને જીડીપી બીડીપીમાં ગણે છે કે નહી તેની અમને માહીતી નથી.–સૌ. The God Market ( In India) by Meera Nanda  પાન નં ૧૦૮ના પ્રથમ ફકરાનો મુક્ત ભાવાનુવાદ.


--

Wednesday, November 28, 2018

આપણા બાળકમાં ગ્રેડ કે માર્કસ ......આમીરખાન

આપણા બાળકમાં ગ્રેડ કે માર્કસ કરતાં મનુષ્યત્વ વીકસે એ વધારે મહત્વનું છે.

આમીરખાન. સુપ્રસીધ્ધ સીનેમા એક્ટર.

એક સ્કુલમાં આપેલા આમીરખાનના પ્રવચનને ટુંકાવીને–

હું શીક્ષણ જગતનો માણસ નથી. હું એક કલાકાર છું. એક ક્રીએટીવ ઇન્સાન છું...... મેં શીક્ષણ ઉપર કેટલીક ફીલ્મ બનાવી છે. ' તારે જમી પર અને થ્રી ઇડીય્ટસ' આ બંને ફીલ્મો શીક્ષણના વીષય પર છે. તેમાં જણાવેલ વીચારો કેટલા તમને બધાને સાચાકે ખોટ લાગ્યા તે મને ખબર નથી. પરંતુ આજે હું તમારી સમક્ષ શીક્ષણ અંગેના મારા વીચારો રજુ કરવા માગું છું.

મારા સંશોધનથી જાણ્યું છે કે દરેક બાળક ખાસ અદ્રીતીય હોય છે. દરેક બાળકની કઇંક કાબેલીયત,કમજોરી, અલગપણું અને વીશીષ્ટતા સાથે જ આ પૃથ્વી પર આવે છે.આપણી એક મા–બાપ, વડીલ અને શીક્ષણવીદ્ તરીકે આપણે બાળકને મદદ કરવાની છે. શું મદદ કરવાની છે? આપણા સહકારથી તેનામાં શું કાબેલીયત અને શું કમજોરી છે તે શોધવામાં મદદ કરવાની છે.

 બધીજ શીક્ષણ સંસ્થાઓ અને વાલીઓ એમ જ રટ્યા કરે છે અમારે ત્યાં તો બધાજ બાળકો પ્રથમ શ્રેણીમાં જ આવે છે. મારે આપ સૌ ને એક પ્રશ્ન પુછવાનો છે કે ' આપણા બાળકો કેટલા ખુશ કે હેપી હોય છે?' હાઉ મેની ચીલ્ડ્રન આર હેપી? મારા મત મુજબ 'હેપીનેસ' એજ બાળકોના વીકાસને માપવાની સાચી પારાશીશી છે. લખવા વાંચવાનું તો ક્રમશ; તે બધા શીખી લેશે.

 મારી " થ્રી ઇડીય્ટસ' ફીલ્મ રીલીઝ થવાની હતી તે પહેલાં સમાજના જુદા જુદા વર્ગોના તે  ફીલ્મ અંગે શું અભીપ્રાયો છે તે જાણવા છે તે સમજવા માટે અમે જુદા જુદા સમાજના સામાજીક સ્તરોમાં ફીલ્મ બતાવી. તેમાં મુંબઇની એક ફેકટરીના કારીગરોને ફીલ્મ બતાવી. ફીલ્મ જોયા પછી એક કારીગરે મને સવાલ પુછયો કે  સાહેબ! આ ફીલ્મનું સર્ટીફીકેટ તો જાવેદ જાફરી સાહેબને મળ્યું છે: તમને તો મળ્યું નથી.

પેલા કારીગરનો પ્રશ્ન ઘણો વીચારવા લાયક છે. જયારે હું ગોખણપટ્ટી કરૂ છું, પછી પુછેલા સવાલોના જવાબ લખી નાંખું છું, પાસ થઇ જઉ છું, પછી મારા હાથમાં સર્ટીફીકેટ આવી જાય છે. તેના આધારે મને અને મારી આજુબાજુની દુનીયાને ખબર પડે છે કે હું કેટલું ભણેલો છું.પરંતુ તમે જયારે એમ ઇચ્છો છો કે મને જ્ઞાન મળે , વીધ્યા મળે ત્યારે પેલા કાગળના સર્ટીફીકેટની કોઇ કીંમત હોતી નથી.

પેલા કારીગરને મેં બે પ્રશ્ચો પુછયા. ભાઇ! તું મને સારો એકટર ગણું છું? તેણે જવાબ આપ્યો કે હા,' તમે દેશભરમાં સારા એકટર તરીકે જાણીતા છો. તેને મેં જવાબ આપ્યો કે ભાઇ!, હું સારો એકટર છું તેનું કોઇ સર્ટીફીકેટ મારી પાસે નથી. તેમ છતાં બધા લોકો મને સારા એકટર તરીકે સ્વીકારે છે.

મારો બીજો પ્રશ્ન હતો કે ભાઇ!, મેં તારા બોસ પાસેથી જાણયું છે કે તું આ કારખાનામાં બધા કરતાં સારામાં સારો કટર છું. તારી પાસે તે અંગે સાબીતી બતાવતું કોઇ સર્ટીફીકેટ છે? નહી 'સર' મારી પાસે આવું કોઇ સર્ટીફીકેટ નથી. જો ભાઇ! મારા પ્રશ્નનો જવાબ તને મળી ગયો ને!

' ધી એજયુકેશન ઇઝ બીયોન્ડ માર્કસ, બીયોન્ડ ગ્રેડસ એન્ડ બીયોન્ડ સર્ટીફીકેટસ. ઇટ ઇઝ વોટ યુ લર્ન.' મારી ઇચ્છા છે કે આપણા દેશમાં આપણે બધા શીક્ષણને આ રીતે જોઇએ. આપણે આપણા બાળકોને ખરેખરૂ શીક્ષણ આપીએ. કારણકે શીક્ષણ એ કેવળ જ્ઞાન હોતું નથી. આપણાં બાળકો એક મનુષ્ય તરીકે વીકસીત થાય એવું કરીએ. શીક્ષણને પરીણામે વીધ્યાર્થી આગળ જતાં એક ઉત્તમ મનુષ્ય બને તે જોઇએ કે જેથી આગળ જતાં પોતાના પગ પર ઉભો રહી શકે. આગળ જતાં તે કોઇના ચહેરા પર ખુશી લાવી શકે, બીજાઓને મદદ કરી શકે. આ મારી શીક્ષણની ભાવના છે.  

મારી સાથે પણ બાળપણમાં ઉલટું થયું છે. બધાં બાળકો સાથે જાય છે. તેઓ ઘેર આવે એટલે માબાપ પુછે છે કે તને કેટલા માર્ક્સ મળ્યા? પહેલો નંબર આવ્યો કે બીજો? જો બીજો નંબર આવ્યો હોય તો ઠપકો મળે.અને જો દસમો નંબર આવ્યો હોય તો  હાલત જ ખરાબ થઇ જાય.એનાથી બાળકને લાગે છે કે ફર્સ્ટ આવવું બહુ જરૂરી છે. જેમ રેસમાં પહેલો આવ્યો કે બીજો તેમ લોઅર કે જી માંથી આ રેસ શરૂ થઇ જાય છે.લોઅર કે જી માં મોંમાં ચમચી લઇને લીંબુ લઇને  બાળક દોડે ત્યારથી પુછવાનું શરૂ થઇ જાય છે કે તું પહેલો આવ્યો કે બીજો? બાળક મોંમાં ચમચી લઇને દોડતો હોય ત્યારે માબાપ રાડો પાડીને  ને કહે છે કે બેટા ભાગો હજુ તેજ, પહેલો નંબર લાવ. આમાંથી બાળકને લાગે છે કે મારે ફર્સ્ર્ટ નંબરે આવવું જરૂરી છે.બીજા કરતાં મારે આગળ નીકળવાનું છે. શીક્ષકો પણ આવું જ પુછે છે.

આને કારણે જયારે બાળક ૨૧ વર્ષનું થાય છે ત્યારે ખુબજ સ્વાર્થી બની જાય છે. તેને એવો સ્વાર્થી બનાવ્યો કોણે? મેં અને તમે તેને આવો સ્વાર્થ્ બનાવ્યો છે. આપણી શીક્ષણ પધ્ધતીએ તેને આવો સ્વાર્થ્ બનાવ્યો છે. આપણે સૌ એ તેને પહેલેથી જ શીખવ્યું છે કે તું પહેલે નંબરે જ આવવો જોઇએ. બાકીનાને ભુલી જા. પછી જયારે તે યુવાન થાય છે ત્યારે તેને લાગે છેકે મારે બીજાની ચીંતા કરવાની જરૂર જ નથી. મારે તો માત્ર આ જગતની ફરીફાઇમાં સફળ થવાનું છે.

મારી તો અહીંયા હાજર રહેલા વીધ્યાર્થીઓ, શીક્ષકો અને વાલીઓને વીનંતી છે કે  આવતી કાલે તમે બધા માબાપ બનો ત્યારે  પોતાના બાળકોને ક્યારે ન પુછશો કે બેટા! તું કેટલા માર્કસ લાવ્યો? કયે નંબરે પાસ થયો? પરંતુ ચોક્ક્સ પુછજો કે બેટા! આજે તેં કોઇને મદદ કરી છે કે નહી? તે બીજાના ચહેરા પર ખુશી લાવે તેવું કોઇ કામ કર્યું છે કે કેમ? તો બાળકને લાગશે કે મારા માબાપને  મારા માર્કસ કરતાં હું બીજાને મદદ કરૂ બીજાને ખુશી આપું તે વધારે ગમે છે.તો હું એવું કરૂ.બાળક આવી માનસીક્તા સાથે સ્કુલે જશે, મોટું થશે તો તે બાળક ભણશે પણ ખરૂ. સાથે સાથે તેનો જીવન પ્રત્યેનો અભીગમ પણ બદલાઇ જશે.

આવાં બાળકો જયારે નવજુવાન થશે ત્યારે આપણો આખો સમાજ બદલાઇ જશે. ત્યારે આપણા સમાજમાં એવી વ્યક્તીઓ હશે  જે પોતાને માટે નહી પણ બીજાને માટે વીચારતા હશે. જો આવો ફેરફાર થશે તો આપણો દેશ ખુબજ બદલાશે, મોટું પરીવર્તન વી શકશે. સૌ. ગોરસ ત્રી માસીક.   

 


--

Friday, November 23, 2018

કલાનો રંગ ભગવો નથી, નથી લીલો.પણ તેનો રંગ છે સોનેરી.


કલાનો રંગ ભગવો નથી, નથી લીલો.પણ તેનો રંગ છે સોનેરી.

 ટી.એમ.ક્રીશ્ના (કાર્નેટીક મ્યુઝીશયન)

(The Colour of ART is not  SAFFRON. nor GREEN but  GOLD.)

કાર્નેટીક મ્યુઝીક તે દક્ષીણ ભારતમાં કર્ણાટકી સંગીત તરીકે ઓળખાય છે. કર્ણાટકમાં તેની શરૂઆત આશરે ૬૦૦ વર્ષ પહેલાં થઇ હતી. ટી. એન ક્રીશ્ના (રહેવાસી કર્ણાટક ઉંમર વર્ષ ૪૨) આ સંગીતના ખુબજ ઉંચીકક્ષાના ગાયક તરીકે જાણીતા છે. ક્રીશ્નાને કાર્નેટીક સંગીતમાં મેળવેલી અસાધ્ય નીપુણતાને કારણે તેઓને મેગ્નસાસ એવોર્ડથી સન્માનીત પણ કરવામાં આવ્યા છે.

તારીખ ૧૭ અને ૧૮નવેંબરના રોજ દીલ્હીના નહેરૂ પાર્કમાં એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇંડીયા અને સ્પીક મેકે નામની સાંસ્કૃતીક સંસ્થાના સંયુક્ત ઉપક્રમે અન્ય સંગીતના કાર્યક્રમો સાથે સંગીતકાર ક્રીશ્નાનો 'કાર્નેટીક સંગીત' નો કાર્યક્રમ અગાઉથી નક્કી કરી આયોજીત કરવામાં આવ્યો હતો. મોદી સરકારના બે મંત્રીઓ અને ઇન્ટર નેટ પર ધમકીઓ આપનાર ઉગ્રહીંદુવાદીઓ જેને અંગ્રેજીમાં ટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે તેમની સંયુક્ત દખલગીરીઓથી એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇંડીયાએ ૧૩મી નવેંબરની રાત્રે જાહેર કરી દીધું કે અમે સદર કાર્યક્રમ મુલતવી રાખેલ છે.

Airports authority scraps T M Krishna concert after trolls call him anti-India સૌ. ઇન્ડીયન એકપ્રેસ.

                

સંગીતકાર ક્રીશ્નાને પોતાનો કાર્યક્મ મુલતવી રહ્યો છે તેવી માહીતી મળતાં તેઓનો પ્રથમ પ્રત્યઘાત હતો કે  દીલ્હીમાં મને કોઇપણ સંસ્થા કાર્યક્રમ કરવા માટે આમંત્રણ આપે તો હું કાર્યક્રમ કરવા તૈયાર છું. હું આવીશ અને ગાઇશ. આવી ધમકીઓથી આપણે ક્યારેય ગભરાવું નહી અને ડરપોક બનવું નહી.

 ક્રીશ્નાનો કાર્યક્રમ મુલતવી રહ્યો છે તેવા સમાચાર મળતાં જ દીલ્હીમાં સત્તાધીશ આમ આદમી પાર્ટીના અગ્રણી મનીષભાઇ સીસોદીયાએ  પોતાની પ્રવૃત્તીના " અવામ કી આવાઝ" ભાગ રૂપે ' ગાર્ડન ઓફ ફાઇવ સેન્સીસ' દક્ષીણ દીલ્હીમાં આવેલા સ્થળે ક્રીષ્નાનો કાર્યક્રમ ગોઠવી દીધો. મુખ્યમંત્રી કેજરીવાલે પોતાના સાથી સીસોદીયાને ચીંતાતુર માનસીકતાથી પુછી લીધું કે શું આ બધું આટલા ટુંકા ગાળામાં ગોઠવાઇ જશે?

" અવામ કી આવાઝ"નો કાર્યક્રમ આમ આદમી પાર્ટી તરફથી પોતાની પ્રવૃત્તીના ભાગરૂપે સને ૨૦૧૭ના ઓકટોબર માસથી શરૂ કરવામાં આવેલ છે. અત્યાર સુધી તેના નેજા હેઠળ ચાર કાર્યક્રમો તો થઇ ગયા હતા. આવા કાર્યક્રમોમાં ખાસ કરીને વીદ્રોહ અને વીરોધના (Protest & Dissent) ગીતો ગાવામાં આવે છે.

મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલે  સદર કાર્યક્રમમાં હાજર રહીને જણાવ્યું કે ' જે લોકો દેશમાં ભાગલા પાડીને દેશનો વીનાશ કરવા મેદાને પડેલા છે તેને ભાઇ ક્રીષ્નાનો કાર્યક્રમ જબ્બર જવાબ આપે છે.' સંગીતકાર ક્રીશ્નાએ ઇન્ડીયન એકપ્રેસમાં આ મુદ્દે મુલાકાત આપતાં જણાવ્યું કે ' આ કાર્યક્રમમાં ઉપસ્થીત થયેલા સૌ દીલ્હીવાસીઓ માટે આજનો દીવસ ખુબજ મહત્વનો દીવસ બની ગયો છે. મારી આપ સૌને નમ્ર અપીલ છે કે  આપણે બધા ભેગા મળીને ધીક્કાર, હીંસા અને ગુસ્સાનું વાતવરણ દેશમાં જે રીતે પેદા કરવામાં આવ્યું છે તેનો મુકાબલો કરીએ.

ટી.એન. ક્રીશ્નાના નક્કી કરલા કાર્યક્રમો સામે હીંદુત્વવાદી  ટેકેદારો તરફથી તેઓના કાર્યક્રમોને બંધ કરાવવા અને ધમકી આપવાનો આ પ્રથમ પ્રસંગ નથી. કારણકે ક્રીશ્નાની દેશના બંધારણીય મુલ્યો, જેવાકે ધર્મનીરપેક્ષતા, સામાજીક ન્યાય અને સમાનતાની તરફેણમાં અને વર્ણવ્યવસ્થાની વીરૂધ્ધના વીચારોથી સામાવાળા પુરેપુરા પરીચીત છે. સને ૨૦૧૮ના ઓગષ્ટ માસમાં અમેરીકાના મેરીલેંડ મંદીરમાં એન આર આઇ, હીંદુત્વવાદી કર્મનીષ્ઠોએ! ભાઇ ક્રીશ્નાનો કાર્યક્રમ એટલા માટે રદ કરાવ્યો હતો કે તે હીંદુ ભજન સાથે ખ્રીસ્તી અને ઇસ્લામના પણ ભજનો ગાય છે. પરંતુ તે જ દીવસે મેરીલેંડની નજીક આવેલા વોશીંગટન સ્ટેટના જયોર્જીયાટાઉનમાં તે કાર્યક્રમ ક્રીશ્નાના સંગીતપ્રેમીઓએ સરસ રીતે સંપન્ન કરેલ હતો.

આ વર્ષે તામીલનાડુના ત્રીચી શહેરમાં હીંદુત્વની જમણેરી પાંખે ક્રીશ્નાના કાર્યક્રમને બંધ રખાવવાના ખુબજ પ્રયત્નો કર્યા હતા. પરંતુ રાજય તરફથી કાયદો અને વ્યવસ્થાનો સખત બંદોબસ્ત પુરો પડાતાં પેલા પરીબળોની મેલી મુરાદો બળ આવી નહી. આ કાર્યક્રમમાં ક્રીશ્નાએ જીસસ, અલ્લાહ અને તમીલ લેખક પેરૂમલ મુગૃન જેના પર જમણેરી હીંદુત્વવાદી પરીબળોએ સખ્ત હુમલો કરીને હવે પછી કશું પણ નહી લખવાની પુરેપરી બાંહેધરી લઇ લીધી હતી તેના ગીતો પણ ગાયા હતા.

" અવામ કી આવાઝ"ની કાર્યક્રમની સફળતા માટે  મુખ્યમંત્રી કેજરીવાલે દૈનીક પેપરમાં જાહેરાતો, ઉપરાંત સોશીઅલ માડીયા અને વોટ્ટસઅપ ગૃપ્સમાં નીચે મુજબનો સંદશો ફરતો કર્યો.

 

 

" આપ સૌને આ કાર્યક્રમમાં પધારવાનું અમારૂ આમંત્રણ છે. જો તમે દેશની અખંડતા અને સર્માવેશક ' એન ઇન્કલુઝીવ ઇંડીયા' માં માનતા હોય તો, તેમજ  ભારતદેશ બધાજ ધર્મો, શ્રધ્ધાઓ, જાતીઓ અને જ્ઞાતીઓનો દેશ છે,તો આપ સૌ ની હાજરીથી જે લોકો આ દેશને ધર્મ અને જાતીના નામે ભાગલા પાડી તોડી નાંખવા માંગે છે તેને યોગ્ય જવાબ મળશે."

" Krishna sings, Krishna is heard"  Curiosity, coincidence and love of Carnatic music draw over 1000 to T.M. Krishna"s consort.

સૌ પ્રથમ તેઓએ ગાંધીજીની સર્વધર્મ સમભાવની ભજનાવલીમાંથી ગીત ગાયું. આ ઉપરાંત મરાઠી સંત તુકારામના ભજનો મરાઠીમાં અને કન્નડના તત્વજ્ઞાની, કવી અને વીચારક બસાવાના ભજનો ગાયા હતા. આ ઉપરાંત સંત કબીર, જીસસ અને નાગુર સીદ્દીકી જેવા મુસ્લીમ સુફી લીખીત ને નાગુર હનીફાએ સ્વરબધ્ધ કરેલ પવીત્ર ઇસ્લામીક ગીત પણ ગાયું.

 

 સાંભળનારાઓથી સ્થળ એટલું બધું ખીચોખીચ ભરાઇ ગેયલું હતું કે ઘણા બધા આમંત્રીતો બે કલાક સુધી ઉભા જ રહ્યા. મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું હતું કે આ દેશ હીંદુ,મુસ્લીમ,ખ્રીસ્તી, શીખ, તમીલો,મલાયાલીઝ, હરીયાણીવીઝ, પંજાબી વી નો છે. વીશ્વમાં મને ખબર નથી કે આટલા બધા વૈવીધ્યવાળો બીજો કોઇ દેશ હશે. આ સામાજીક વૈવીધ્યતા આપણો ભવ્ય વારસો છે તેને સહેજ પણ ઉની આંચ આવે તે જાળવવાની આપણા સૌ ની જવાબદારી છે.

મુખ્યમંત્રી શ્રી અરવીંદ કેજરીવાલાની બાજુમાં સીતારામ કેસરી ( જનરલ સેક્રેટરી સી પીએમ માર્કસવાદી) બેઠા હતા. દીલ્હીમાં છેલ્લા આઠવર્ષોથી રહેતા ફ્રેન્ચ આર્ટીસ્ટ જુલીઇન સીગાર્ડ સહીત ક્રીશ્નાના કાર્યક્રમો હાજર રહેનાર મહાનુભાવોમાં નીવૃત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એ.પી.શાહ, આર ટી આઇ પાયોનીયર અરૂણા રોય, પર્યાવરણસંરક્ષક સુનીલ નરેઇન,સુપ્રીમ કોર્ટના સીનીયર વકીલ ઇંદીરા જેસીંગ, પ્રો ઝોયા હુસેન અને વૈજ્ઞાનીક ગોહર રઝા જેવા ઘણા બધા વીઆઇપી હતા. અને સૌ એ  કર્ણાટકી કાઇનેટીક મ્યુઝીક બે કલાક કરતાં વધારે સમય સુધી માણ્યુ હતું. હાજર રહેલા સંગીત માણવા આવેલા ટોળાના વડીલોનો મત હતો કે " We are here for a quiet evening of pure, divine music."  સવર્ણલાય નામનું સાંસ્કૃતીક કેન્દ્ર ચલાવતા ભાઇ અશોકનનું નીરીક્ષણ હતું કે ' હું ક્રીશ્નને આપણા સમયના શ્રૈષ્ઠ સંગીતકાર તરીકે ગણું છું. તે પોતા 'કાર્નેટીક મ્યુઝીક' માટે આપણા દેશની મહમુલ્યવાન મુડી છે. આપણે ભલે ક્રીશ્નના રાજકીય વીચારો સાથ સહમત ન થઇએ પણ  તેનું સંગીત તો આપણા સૌમાં એકતા પેદા કરનારૂ છે.'

સ્વામીનાથ એ. ઐયર ' સ્વામીનોમીક્સ' નામની દર રવીવારે પ્રકાશીત થતી ટાઇમ્સ ઓફ ઇંડીયાની ૧૮મી નવેંબરની કોલમમાં લખે છે કે ક્યારેય હીંદુ માર્શલ મ્યુઝીકની દાદાગીરીના અવાજ પ્રમાણે નાચશો નહી. મારે દુ;ખ સાથે જણાવવું પડે છે કે બીજેપી પક્ષ અને સરકારમાં એટલા બધા ધાર્મીક ઝનુની વીદુષકો છે કે (so much clout) જેને કારણે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇંડીયાને ક્રીશ્નનો કાર્યક્રમને કેન્સલ કરવો પડયો છે.  આ તો બીલકુલ સાંસ્કૃતીક જંગલીયાત જ છે.( This was cultural barbarism.) આપણો દેશ તો બહુવીધ ભાષાઓ અને વીવીધ ધર્મોનો બનેલો દેશ છે. આ સામાજીક અને સંસ્કૃતીક વીવીધતતા જ આ પણા દેશનું મહામુલ્ય નજરાણું છે. જેને કોઇપણ ભોગે આપણે પ્રજાતરીકે સુરક્ષીત રાખવું પડે અને વીકસાવું પડે!

સ્વામીનાથન વધુમાં લખે છે કે  ભારતીય સંગીતનાં મુળ ઘણાં ભવ્ય છે.તેજ આપણા માટેનું પ્રેરણાસ્રોત છે. દા.ત. આધુનીક સીતારએ મુળ ત્રણ તારવાળી પર્શીયન સીતારનું જ વીકસેલું સ્વરૂપ છે. તે જ રીતે આપણું સંગીત વાજીંત્ર સરોદના જન્મદાતા અફઘાનીસ્તાનનું વાજીંત્ર રૂઆબ છે. હાર્મોનીયમ તે યુરોપીયન એકોર્ડમાંથી વીકસેલું છે. તેથી આ બધા વાજીંત્રો મુસ્લીમ, ક્રીશ્ચન કે પરદેશી બની જતા નથી. તે હીદુસ્તાની સંગીતનો બીલકુલ અંતર્ગત અને અનીવાર્ય ભાગ છે. બીસમીલ્લાખાન, અમજદ અલી ખાન જેટલા ભારતીય સંગીત માટે અનીવાર્ય છે તેટલાજ અનીવાર્ય પંડીત રવીશંકર અને હરીપ્રસાદ ચોરસીયા છે. તે બધાના ધર્મો આ મુદ્દે બીલકુલ અપ્રસતુત છે.  

રામચંદ્ર ગુહા ( જાણીતા ઇતીહાસવીદ્ જેઓને તાજેતરમાં ગુજ.યુનીના એબીવીપીના નેતાઓએ ફોન પર ધમકીઓ આપીને યુનીર્વસીટીમાં જોબ સ્વીકારતા અટકાવ્યા હતા.) ક્રીષ્ના વીષે લખે છે કે તેને મળેલ સંગીત એક કુદરતી દેન છે. સંગીતના ક્ષેત્રમાં તે ખુબજ જાણીતા છે તે ઉપરાંત પણ તે એક જાહેર પ્રજાલક્ષી નીસ્બત ધરાવતા મોટાગજાના બૌધ્ધીક છે. દીલ્હીમાં જે જમણેરી પરીબળોએ ક્રીષ્નાને સંગીતને કારણે નહી પણ વીચારોને કારણે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇંડીયા અને સ્પીક મેકે સંસ્થાના સંયુક્ત ઉપક્રમે તેનો સંગીતનો પોગ્રામ બંધ કરવા મજબુર કરી છે તે બીના દેશના પાટનગરમાં બની છે તે બીલકુલ અસંસ્કૃત, જંગલી ( અનસીવીલાઇઝડ વર્લડ) દુનીયામાં બનેલી ઘટના છે. ગુહા વધુમાં લખે છે કે " હું તો ફક્ત ચોપડીઓ લખું છું જયારે ક્રીષ્નાએતો પોતાના સંગીતમાં ભારતીય સંસ્કૃતીની મહાનતા, વીવીધતા અને સમૃધ્ધીને આમેજ કરેલી છે. તેઓનું સમગ્ર વ્યક્તીત્વ અને કલામાં તો સતત ભારતીય સંસ્કૃતીનો ધબકાર જ સંભળાય છે." Unlike Hindutva barbarians, these musicians know that music and musical instruments have no borders."

 મારા એક સાથી મીત્ર જે હીંદી ફીલ્મ સંગીતના સારા એવા જાણકાર છે તેઓ જણાવે છે કે ભજનને આપણે હીંદુ ધાર્મીક સંગીત ગણવું જોઇએ. તે રીતે જોઇએ તો મુસ્લીમ સંગીત ગાયકોએ આપણા સર્વ શ્રૈષ્ઠ ભજનો ગાયા છે. તેમાં મહંમદ રફી સાહેબ સૌથી મોટાગજના ભજનના ગાયક હતા. દા. તરીકે બૈજુ બાવરા ફીલ્મનું અતી પ્રચલીત અને સદા બહાર ગીત ' દુનીયા કે રખવાલે સુન દર્દ ભરે મોરે...ને લખનાર શકીલ બદાયુની, સંગીતકાર નૌષાદ અને ગાનાર રફી સાહેબ હતા.  ભજન ત્રણે મોટા ગજાના મુસ્લીમ બીરાદરોનું સર્જન છે. જે આપણે સૌ હીંદુઓ તે ભજનને ચાહીએ છીએ. કારણકે સંગીતને કોઇ સીમાઓમાં બાંધી શકાતું નથી.

તેવીજ રીતે 'અમર' ( સને ૧૯૫૦) ફીલ્મનું ભજન ' ઇન્સાફ કા મંદીર હૈ યે ભગવાન કા ઘર હૈ' ઉપર જણાવેલે મુસ્લીમ ત્રીપુટીએ જગવીખ્યાત બનાવ્યું છે. પણ આ ફીલ્મની વીશેષતા એ હતી કે તેના પ્રોડયુસર મહેબુબખાન હતા. અને અભીનેતા અને અભીનેત્રીઓમાં 'દીલીપકુમાર (યુસુફખાન) મધુબાલા( મુમતાઝ જેહન દેહલ્વી) અને નીમ્મી ( નવાબ બાનુ). શું આ બધા ફીલ્મ પ્રોડ્યુસરમાંથી અન્ય કલાકારો અને સંગીતકારો મુસ્લીમ હોવાને કારણે શું આ ભજનમાં કોઇ લેશ માત્ર ફેર પડયો હતો? તે તો એક વીજયી અદભુત નીર્દશન હતું જે સંદેશો મુકતું ગયું છે કે સંગીત માનવ સર્જીત બધીજ સીમાઓ ને જીતી શકે છે. ' સારે જહાંસે અચ્છા હીંદુસ્તાં હમારા'ના રચનાર કવી મોહમંદ ઇકબાલ હતા. ટુંકમાં રાષ્ટ્રપ્રેમ અને સંગીત બંનેને ધર્મ સાથે કોઇલેવા દેવા નથી.

 

 

--

Thursday, November 15, 2018

ઇસ્લામના આદર્શો અને વ્યવહાર–

ઇસ્લામના આદર્શો અને વ્યવહાર

( પાકીસ્તાનની સુપ્રીમ કોર્ટે ધાર્મીક નીંદાના(બ્લેસ્ફમી) ગુના હેઠળ મોતની સજા ભોગવતી એક ખ્રીસ્તી ખેતમજુર નામે " આશીયા બીબીને" ૩૧મી ઓક્ટોબરના રોજ સંપુર્ણ નીર્દોષ જાહેર કરી છે.)

 

 દરેક ધર્મોના આદર્શો (ઉપદેશો) કાંઇક હોય છે અને તેજ ધર્મોનો ખાસ કરીને ધાર્મીક લઘુમતીઓ સામે પોતાનો વ્યવહાર અને વર્તન બીલકુલ કેટલું બધું અમાનવીય. ગેરબંધારણીય, કાયદા વીરૂધ્ધનું  અને ઘાતકી હોય છે તેનાથી આપણે બધા પુરેપરા પરીચીત છીએ. થોડા દીવસ પહેલાં મારી પાસે પોસ્ટથી એક નાનકડી પુસ્તીકા મળી છે. જે મુસ્લીમ તહેવાર ' મહોરમનું મહત્વ' સમજાવે છે. પુસ્તીકાના લેખક છે ફાધર વાલેસ અને બીજા છે મોહમદ યાસર.

 માનનીય ફાધર વાલેસ સાહેબ લખે છે કે મને ઇન્ટરનેટમાં હુસેનની ઘણી પ્રેરણાત્મક ઉક્તીઓ વાંચવા મળી. અહીં તેમાંથી એક ઉક્તી નીચે મુજબ છે.

() બીજાની સતામણી કરવામાં આવે ત્યારે ચુપ રહેનાર માણસો પોતેજ  સતામણીના ગુનેગારો છે.

પુસ્તીકાના બીજા લેખક ' મોહમદ યાસર ખલીફાના નીચે મુજબના વાક્યો છે.

() માનવીય ઇતીહાસમાં ઇસ્લામ ધર્મના પયગંબર હજરત મુહમ્મદ (સલ્લે.) સાહેબને  અંતીમ પયગંબર ગણે છે. તેમણે એક ઉદાત્ત અને આદર્શ સમાજની સ્થાપના કરી છે. સમાજના અનુયાયીઓ અલ્લાહની આજ્ઞાઓને સમર્પીત હોય. તે સમાજ આર્થીક ન્યાય, સામાજીક સમાનતા અને રાજકીય સ્વતંત્રતાના સીધ્ધાંતો પર રચાયો હોય. તે માનવીના મુળભુત અધીકારોના સંરક્ષણની સંપુર્ણ ખાતરી આપતો હોય.

() ઇસ્લામમાં માનવીને સૌ પ્રથમ માનવી ગણવામાં આવે છે. ત્યાં ધર્મજાતી, કે વર્ણ આધારીત ઉંચનીચના ભેદભાવ ના હોય, સ્રી કે પુરૂષ પણ એક માનવી તરીકે  સમાન નજરે  જોવાતા હોય, ત્યાં અનાથો, વીધવાઓ, વૃધ્ધો અને લાચારોની સંભાળ અને દરકાર લેવાતી હોય, ત્યાં કાયદાની સમક્ષ સૌ સમાન હોય, દરેક વ્યક્તીને કોઇપણ જાતના ભેદભાવ વગર યોગ્ય અને સાચો ન્યાય મળી રહેતો હોય, અને જ્યાં એક સામાન્ય માનવી પછી ભલે તે મુસ્લીમ ના હોય  તો પણ એક સલામત જીવન  સ્વામાનભેર જીવી શકતો હોય તેવો સમાજ હોય.

 હવે આપણે પાકીસ્તાન નીવાસી આશીયા બીબીના ધાર્મીક નીંદાના ગુના સમજીએ.

આપણો પડોશી દેશ પાકીસ્તાન એક મુસ્લીમ દેશ છે. ઇસ્લામ તેનો બંધારણીય ધર્મ છે.ઉપરના બોધ વચનોનો અમલ વાસ્તીક સમાજજીવન અને રાજય વહીવટમાં કેવો થાય છે તે જાણીએ.

આશીયા બીબી મુળે ધર્મે ખ્રીસ્તી,એવી એક ખેતમજુર હતી. તેણીએ ખેતરમાં કામ કરતાં તરસ લાગી હોવાથી એક જગમાંથી પાણી પીધું. ત્યારબાદ તેની સાથે ખેતરમાં કામ કરતી પણતેની પડોશી મુસ્લીમ ખેતમજુર બહેનોએ તેજ જગમાંથી પછી પાણી પીવા માટે આપ્યું. તેની સામે ધાર્મીક નીંદાની  ફરીયાદ કરવામાં આવી કે તેણીએ ઇરાદપુર્વક પોતાના પાણી પીધેલા જગમાંથી મુસ્લીમ બહેનોને પાણી પીવડાવીને વટલાવી છે. સને ૨૦૧૦માં સદર ધાર્મીક નીંદાના ગુના માટે ફાંસીની સજા જીલ્લા કોર્ટે ફરમાવી હતી. હાઇકોર્ટે તેના કૃત્યને ખુબજ નીંદનીય કૃત્ય ગણીને નીચલી કોર્ટની ફાંસીની સજા માન્ય રાખી. જેને પાકીસ્તાનની સર્વોચ્ચ અદાલતે  તેણીના ગુનાને બેબુનીયાદ ગણીને તેણીને ગુના મુક્ત કરીને પાકીસ્તાનને એક દેશ તરીકે અને વીશ્વને એક આંચકો આપ્યો છે.

On October 31, the Supreme Court of Pakistan took a monumental decision, against the grain of recent history in that country. By acquitting Asia Bibi, a Christian woman convicted of blasphemy on the flimsiest of grounds by a sessions court — a decision that was upheld by the Lahore High Court — the country's apex court showed great courage.

સૌ , ઇન્ડીયન એકપ્રેસ તંત્રી લેખ તા. ૧૨મી નવેંબર ૨૦૧૮.

 આશીયાની તરફેણમાં અને જીલ્લા કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાની વીરૂધ્ધમાં પોતાના અભીપ્રાયો જાહેરમાં જણાવ્યા હતા, તેવા પંજાબના ગવર્નર સલમાન તાસીર અને ભુતપુર્વ માઇનોરીટી એફર્સના પાકીસ્તાન સરકારના મીનીસ્ટર શાહબાઝ ભટટી બંનેના ખુન કરી નાંખવામાં આવ્યા છે.દેશની સર્વોચ્ચ અદાલતના જે ન્યાયધીશોએ (ડીવીઝન બેન્ચ) ચુકાદો આપ્યો છે, તેને મોત ની ધમકીઓ મળી ગઇ છે. સર્વોચ્ચ અદાલતમાં જે એડવોકેટે આશીયા બીબીનો કેસ લડયો તેને પોતાનો જીવ બચાવવા દેશ છોડીને ભાગી જવું પડયું છે.

તા૩૧મી ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે ચુકાદા આપ્યો જેને પાકીસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને તેને ટેકો આપ્યો. ત્યારબાદ દેશમાં મુદ્દા પર  જે ધાર્મીકઉગ્રવાદી રાજકીય પાર્ટી(તેહરીકે લબબીક પાકીસ્તાન) TLP ને  ઇમરાનખાનની પાર્ટી સામે તાજેતરના ઇલેક્શનમાં એક પણ સીટ મળી નહતી તેણે ધાર્મીક કટરવાદીઓની મદદ લઇને સુપ્રીમ કોર્ટના ચુકાદાની સામે દેશ વ્યાપી આંદોલન શરૂ કર્યું. દેશના લશ્કરના વડાઓને ઇમરાનખાન સામે બળવો કરવા હુકમ કર્યો. આશીયાબીબી દેશ છોડીને જઇ શકે તેવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાન ઇમરાન ખાનને આશીયાબીબીની તરફેણમાં અને સદર  ચુકાદા માટે સુપ્રીમ કોર્ટને બીરદાવી ત્રણ દીવસ પહેલાં હતી, તે બધા ઉચ્ચારણો પાછા ખેંચવા માટે મજબુર કરવામાં આવ્યા છે.

વધારામાં આ ટી એલ પી પાર્ટીએ ઇમરાન ખાનની સરકાર પાસેથી બાંહેધરી લઇ લીધી છે કે ટીલીપી આશીયા બીબીના સુપ્રીમ કોર્ટના ચુકાદા વીરૂધ્ધ રીવ્યુ પીટીશન દાખલ કરે તો તેનો વીરોધ નહી કરે.આ ઉપરાંત સખત બહુમતીથી ચુંટાયેલી ઇમરાન સરકારે લેખીત બાંહેધરી આપી છે કે જે લોકો દેશ છોડીને ભાગી જવા માંગતા હોય તેમાં આશીયા બીબીનું નામ ઉમેરવામાં વાંધો નથી.

 

દેશના વડાપ્રધાન બન્યા પછીના ત્રણ માસમાં ઇમરાન ખાન માટે દેશના હીતમા યોગ્ય નીર્ણય લીધા પછી ઇસ્લામીક ધાર્મીક  કટરવાદીઓના દબાણને વશ થઇને પોતાનો નીર્ણય બદલવાનો પ્રથમ નીર્ણય નથી.

In his three months in office, this is Imran Khan's second visible cave-in. Earlier, he asked Princeton professor Atif Mian to resign from his Economic Advisory Council when hardline elements, notably the TLP, objected to the latter's Ahmadi heritage.( સૌ.તંત્રી લેખ. ઇ એકપ્રેસ તા.૧૨–૧૧–૧૮.) વડાપ્રધાન ઇમરાન ખાનને સારી રીતે ખબર છે કે આર્થીક રીતે દેશની શું સ્થીતી છે. પાકીસ્તાની નાગરીક અમેરીકાની વીશ્વવીખ્યાત પ્રીન્સટોન યુની.માં અર્થશાસ્રના પ્રોફેસર આતીફ મીયાન  તરીકે કામ કરતા વીદ્ધવાનને  નાણાંકીય સલાહકાર તરીકે આમંત્રણ આપ્યુતે પણ ઉગ્રધાર્મીક પરીબળોના વીરોધને કારણે  કેન્સલ કરવું પડયું. કારણકે પેલો અર્થશાસ્રનો પ્રોફેસર પાકીસ્તાની નાગરીક હતો પણ તે મુસ્લીમ નહતો. દેશની લઘુમતી કોમ અહેમદીયા તેનો વારસો હતો.

ઇટાલીના નાયબ વડાપ્રધાન એમ સલવીનીએ આશીયાબીબીના કેસની તરફેણમાં મજબુત લાગણી પ્રદર્શીત કરતાં જણાવ્યું છે કે સને૨૦૧૮માં અને તે પણ ૨૧મી સદીમાં " We cannot allow a situation like this in 2018,, women and children should not be in danger." ( T O I page 9 8th Nov 2018.) આશીયા બીબીના પતિ આશીક મસિહે ખુબજ દુ;ખ સાથે જણાવ્યું છે કે તેની પત્નિ અને તેના બે બાળકો ગમે ત્યારે ધાર્મીક ઉગ્રવાદીઓના હુમલાનો ભોગ બની શકે તેમ છે. તે બધાને રાજકીય આશ્રય આપવા યુકે, યુએસએ અને કેનેડાની સરકારોને વીનંતી કરી છે. યુરોપીયન પાર્લામેંટના પ્રમુખ એનટોનીયોએ આશીયા બીબીના કુટુંબને રાજકીય આશ્રય આપવાની તૈયારી બતાવી છે.વીશ્વગુરૂ અને વારંવાર ' વસુધૈવ કુટુંબની દુહાઇ જુદા જુદા દેશો સમક્ષ પોતાના વીદેશ પ્રવાસોમાં પુકારનાર ભારતના વડાપ્રધાન મોદીજીએ બીજા ઘણા બધા મુદ્દાઓની માફક આ મુદ્દે પણ મૌન સેવવાનું યોગ્ય માન્યું છે.

For Pakistan, and even beyond its borders, the dangers of relying on religion for political ends are becoming starkly clear from the Asia Bibi episode: Sooner or later, such a politics undermines state sovereignty, constitutional morality and the rule of law. સૌ. ઇ એકપ્રેસ ના તંત્રી લેખની છેલ્લી લીટોઓનો ભાવાનુવાદ.

ફક્ત પાકીસ્તાન માટેજ નહી પણ તેની સરહદોની પેલેપાર પણ ' રાજકીય હેતુઓ માટે ધર્મ અને ધાર્મીક લાગણોનો ઉપયોગ આશીયાબીબીના કેસ પરથી કેવાં ગંભીર પરીણામો લાવી શકે છે તેવો બોધ પાઠ આપે છે. આવું રાજકારણ આજે નહીતો કાલે  રાજયના સાર્વભૌમત્વ,બંધારણીય નૈતીકતા અને કાયદાના શાસનને અપ્રસતુત બનાવી દે છે. 


--