Tuesday, October 25, 2016

ટ્રીપલ તલ્લાક– મુસ્લીમ ધર્મ આધારીત જીવન પધ્ધતીનું સર્જન.

ટ્રીપલ તલ્લાક– મુસ્લીમ ધર્મ આધારીત જીવન પધ્ધતીનું સર્જન.

તાજેતરમાં દેશની સર્વૌચ્ચ અદાલત સમક્ષ મુસ્લીમ તલ્લાક પામેલ સ્રીઓએ ભરણપોષણ અને અન્ય બંધારણીય હક્કોની માંગણી કરેલ છે. તેની સામે મુસ્લીમ પર્સનલ લો બોર્ડે સર્વૌચ્ચ અદાલત સમક્ષ રજુઆત કરી છે કે તલ્લાકનો મુદ્દો અમારો ધાર્મીક છે. જે કુર્આન અને શરીયતના નીયમોથી સંચાલીત હોવાથી તેમાં દેશની અદાલતોને ચુંચુપાત કરવાનો અધીકાર નથી. દેશના કાયદાના માળખાથી અમારા ધાર્મીક નીતી નીયમો પર છે, સ્વતંત્ર છે. ભલે અમે આ દેશના કાયદેસરના નાગરીકો ભારતીય બંધારણના નીયમો મુજબ બન્યા હોય. અને બંધારણે બક્ષેલા બધાજ મુળભુત અધીકારો બીનદાસ ભોગવતા હોય! પણ અમારા ધાર્મીક નીયમો કે કાયદા ઘડનારા પરવરદીગાર અલ્લાહ છે. અલ્લાહે પૃથ્વીપર તેમના પયગંબર મારફતે પોતાના અનુયાઇઓના ઐહીક, દુન્યવી કે આ જગતને લગતા તમામ અરસપરસના માનવીય અને અન્ય વ્યવહારો કેવા હોવા જોઇએ તે ' સુરજ અને ચાંદ' રહે ત્યાં સુધી નક્કી કરેલા છે. તે બધા કાયદાઓ કે નીતી નીયમોનું ઉલ્લંઘન એટલે અલ્લાહના હુકમોનું ઉલ્લંઘન. તેમાં કોઇપણ પ્રકારનો હસ્તક્ષેપ એટલે આપણા દેશના બંધારણે બક્ષેલા ધાર્મીક સ્વતંત્રતાના અમારા નાગરીક અધીકારોનું ઉલ્લંઘન. હવે તલ્લાકના મુદ્દે 'મુસ્લીમ પર્સનલ લો બોર્ડ'ના નીયમો શું છે તે જોઇએ.

(૧) આ કાયદા હેઠળ તલ્લાક પામેલ મુસ્લીમ સ્રીને તેને તલ્લાક આપનાર પતી પાસેથી વ્યાજબી, ન્યાયી ભરણપોષણની વ્યવસ્થા ' ઇદ્દત' ના સમય પુરતી જ મેળવવાનો હક્ક છે. ઇદ્દતનો સમય સાડાચાર માસનો હોય છે.

(૨) તલ્લાક પામેલ સ્રી, જો તેના પુર્વપતી પાસેથી થયેલ તલ્લાક પહેલાં કે પછી પેદા થયેલ બાળકોની જન્મ તારીખથી ફક્ત બે વર્ષ સુધી જ વ્યાજબી અને પોતાની લગ્નગાળા દરમ્યાનની સામાજીક આર્થીક સ્થીતી પ્રમાણેનું ભરણપોષણ લેવા હક્ક્દાર છે.

(૩) લગ્ન સમયે મળેલ મેહર કે ડાઉરીની રકમ તે પતી પાસેથી મેળવવા આ કાયદા પ્રમાણે હક્ક્દાર છે. ઉપરાંત લગ્ન પહેલાં કે પછી સ્રીને તેના સગાવહાલાં, મીત્રો અને પતી તરફથી મળેલ બધીજ રોકડ અને સ્થાવર મીલકત પર તેણીનો હક્ક છે.

(૪) વધારામાં આ કાયદામાં એવી જોગવાઇ છે કે આ સ્રીની 'ઇદ્દત' ના સમય સુધીની અને ઉપર જણાવેલ સવલતોથી પણ પોતાનું ભરણપોષણ થઇ શકે તેમ ન હોય તો ( હવે આ પુરૂષ પ્રધાન કાયદો જે માર્ગ બતાવે છે તે શાંતીથી સમજો) તલ્લાક લીધેલ સ્રીના મૃત્યુ બાદ જે નજીકના સગાવહાલા તેણીની હાલની મીલકતના આ કાયદા પ્રમાણે કાયદેસરના ભવીસ્યના વારસદારો બનવાના હોય અને તે બધાને જે હીસ્સો મળવાનો હોય તે હીસ્સાપ્રમાણે તે બધાની પાસેથી ભરણપોષણ વસુલ કરવાનો ન્યાયાધીશ હુકમ કરે! કારણકે આ કાયદો તલ્લાક આપેલ પતીને તેની નવી બીજી સ્રીના ભરણપોષણની ચીંતા હોવાથી અગાઉની સ્રીના ભરણપોષણમાંથી મુક્તી અપાવે છે.

(૫) હજુ આ કાયદો તલ્લાક લીધેલ મુસ્લીમ સ્રીના ભરણપોષણ માટે કેટલી બધી ચીંતા કરે છે તે વીગતે જોઇએ! તેણીના પુખ્ત ઉંમરના દીકરા– દીકરીઓને ભરણપોષણ માટે ન્યાયાધીશ હુકમ કરી શકે છે. જો આ તેના દીકરા– દીકરીઓ તેના ભરણપોષણની જવાબદારી ન લઇ શકે તેમ હોય તો ન્યાયાધીશ તલ્લાક સ્રીના હયાત મા–બાપોને તેણીના ભરણપોષણ માટેનો હુકમ કરી શકે છે.

(૬) ઉપરના બધા જ માર્ગ અને સાધનો દ્રારા પણ તેણીના ભરણપોષણનો પ્રશ્ન ન ઉકેલી શકાય તેમ હોય તો સને ૧૯૯૫થી અસ્તીત્વમાં આવેલા વક્ફ એક્ટ ની કલમ ૧૩ હેઠળ ન્યાયાધીશ જે તે વીસ્તારમાં અસ્તીત્વ ધરાવતી વક્ફ બોર્ડને ન્યાયાધીશ નક્કી કરે તે પ્રમાણેનું ભરણપોષણ તલ્લાક પામેલ સ્રીને આપવાનો હુકમ કરી શકે છે.

 આ મુદ્દે આપણો પહેલો સવાલ છે કે કોઇપણ ધર્મનું કાર્યક્ષેત્ર શું છે? બધાજ ધર્મોનું જો કોઇ કાર્યક્ષેત્ર હોય તો તે એક જ છે. " પોતાના દરેક ધાર્મીક અનુયાઇઓના મૃત્યુ પછીના જીવન( જો હોય તો)નું સંચાલન કરવાનાના નીતી નીયમો બનાવી, તે પરલોકના જીવન અંગે જાતભાતના ભય દેખાડી તેના આ જીવતા જીવનપર આધીપત્ય ભોગવવું."  મુસ્લીમ ધર્મ તેમાંથી બાકત કેવી રીતે હોઇ શકે?  બધાજ ધર્મોનું બીજું એક અગત્યનું પાસુ એ છે કે  તમામ ધર્મોનું સર્જન જે તે સમાજની કૃષી સંસ્કૃતીના પ્રાથમીક તબક્કાઓમાં અને શીકારયુગની સંસ્કૃતીના અંતીમ તબક્કામાં વીકસેલા નૈતીક કે સામાજીક મુલ્યોને આધારે થયેલું છે.  જે તે સમાજને પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવા સ્થાયી સામાજીક, રાજકીય,અને આર્થીક સત્તાકીય વ્યવસ્થા–સંચાલન વગેરે માટે જરૂરી હતું.  આ બધા ધર્મોએ જે તે ભૌગોલીક વીસ્તારોમાં પુરું પાડયું હતું. કોઇપણ કબીલા, ટોળી કે સમુહે પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવા ધર્મ અને ઇશ્વરના નામે નીતી નીયમો તૈયાર કરીને પોતાના આવા સામાજીક સમુહોનું નીયંત્રણ સદીઓથી કરતા આવ્યા છે. માનવ સંસ્કૃતીના ઇતીહાસમાં જે સમાજોએ નવા જ્ઞાન, માહીતી વગેરેને આધારે પોતાની પ્રજાને પૃથ્વીપર જ સુખ સમૃધ્ધી, અમન અને  પોતાની શાંતી મળે તે માટે પોતાના ધાર્મીક રીતી રીવાજોમાં અને માન્યતાઓમાં ફેરફારો કર્યા; તે બધા જીવન ટકાવી રાખવાના સંઘર્ષમાં અન્ય ધાર્મીકસમાજો કે પ્રજા કરતાં ઘણા આગળ નીકળી ગયા છે. જે સમાજોએ પોતાના ધાર્મીક રીતી રીવાજો સંપર્ણ અપરીર્વતનશીલ છે તેમ સમજીને નવા જ્ઞાન–વીજ્ઞાનના પ્રવાહોને યેનકેન પ્રકારે ફગાવી દીધા તે બધાજ સમાજો અને રાષ્ટ્રો સર્વ માનવીય માપદંડો પ્રમાણે ( હ્યુમન ઇન્ડેક્ષ બેસીસ) ૨૧મી સદીમાં પછાત રહીને સમગ્ર માનવ વૈશ્વીક શાંતીને ખલેલ પહોંચાડે છે. ભારતીય રાજય સત્તા આર એસ એસ સંચાલીત ભારતીય જનતા પાર્ટી દ્રારા તે જ દીશામાં દેશને ઝડપથી હંકારી રહી છે.

વીશ્વમાં, આમ બધાજ ધર્મોનું સર્જન પંદરમી સદીના જ્ઞાન–વીજ્ઞાન અને ઔધ્યોગીક ક્રાંતીના યુગ પહેલાંનું છે. હીંદુ ધર્મ આશરે ચાર, પાંચ હજાર વર્ષ,  ખ્રીસ્તી ધર્મ આશરે એકવીસો વર્ષ અને ઇસ્લામ ધર્મ આશરે ચૌદસો વર્ષ પહેલાં વાસ્તવીક રીતે પોતાના ભૌગોલીક વીસ્તારમાં અસ્તીત્વમાં આવ્યા છે. તેથી તાર્કીક રીતે એમપણ  સાબીત થાય છે કે આ બધા ધર્મોનું અને તેમના સર્જકો જેવા કે રામ,કૃષ્ણ, જીસસ, અને પયગંબર મહંમદ વગેરેનું આ સમય પહેલાં કોઇ અસ્તીત્વ ન હતું. પણ તેમના પહેલાં હીંદુસ્તાન, જેરૂસલામ કે મક્કા મદીનામાં માનવ સમાજોમાં લોકો પોતાના અરસપરસના નીયમોના બંધનોથી જીવતા તો હતા જ. બીજી એક અગત્યની વાત છે કે પંદરમી સદી પછી ઝડપથી વીકસતા જતા જ્ઞાન–વીજ્ઞાન યુગમાં નવા ઇશ્વરી ધર્મો અને તેના પયગંબરો જન્મ લેતા બંધ થઇ ગયા! જ્ઞાન–વીજ્ઞાને બધાજ ધર્મોના દૈવી ચમત્કારો અને ધાર્મીક સત્યોને વૈજ્ઞાનીક પુરાવોને આધારે પડકારીને બીલકુલ વાહીયાત સાબીત કરી દીધા છે. તે બધા બુઝાતા દીપકો છે. જે પોતાની વાટમાંથી તેલ બીલકુલ સુકાઇ જતા ડચકા ડચકા ખાતા અંતીમ ઝબકારા મારી રહ્યા છે. તે બધા ધર્મોને ટકી રહેવા માટેનો પ્રાણવાયુ તો જ્ઞાન–વીજ્ઞાને ક્યારનોય કાઢી લીધો છે. કદાચ આવતી ૨૨મી સદી પહેલાં જ બધા ધર્મોના એકબીજા સાથેના ધાર્મીક સંઘર્ષો  કેવા હતા તેવો પૌરાણીક વારસો સાચવવા મસ મોટા તેમના સંગ્રહસ્થાનો (મ્યુઝીયમ) ન બનાવવા પડે તો જ નવાઇની વાત ગણાશે!

છેલ્લે આપણે ઓલ ઇંડીયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડ, તલ્લાક માટે નીમાયેલ કાઝી– મોલવીની પંચાયત વગેરેને અથવા પોતાના ધર્મ સામે સુપ્રીમ કોર્ટમાં મુસ્લીમ સ્રીઓએ કરેલ પીટીશનને આધારે પોતાની ધાર્મીક ઓળખ(આઇડેનટીટી) ભયમાં મુકાઇ ગઇ છે તેવા ઉહાપોહ કરતા સૌ ને પુછી શકીએ ખરા કે ભારત જેવા ધર્મનીરપેક્ષ લોકશાહી દેશમાં , જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા જેવા મુલ્યો સાથે પોતાના નાગરીકોના સર્વાંગી વીકાસ માટે સંઘર્ષ કરતા દેશમાં મુસ્લીમ સ્રીઓના સ્થાન અંગે અમને ફક્ત દસ લીટીઓમાં જણાવો.

 

 

 

 

 

 


--

તે રાષ્ટ્રીય વફાદારી પોકળ છે.


તે રાષ્ટ્રીય વફાદારી પોકળ છે.

સર્જીકલ સ્ટ્રાઇક પછી જાણે દેશમાં રાષ્ટ્રપ્રેમ તપાસવા માટે દેશભક્તો(!) સ્ટેથોસ્કોપ લઇને નીકળી પડયા છે. તેઓ મોટા પાયે રાજકીય સત્તા ટકાવી રાખવાની  સાપ–સીડી કે શતરંજના પ્યાદા ફેંકવાની રમત રમતા હોય તે રીતે દાવ પેચ રમવા માંડયા છે. સને ૨૦૧૪ના મે માસ પછી દેશનું રાજકીય સત્તાસુકાન જે હીંદુધાર્મીક ઉગ્રવાદીઓ પાસે આવેલ છે તે બધાને કેન્દ્ર અને જે તે રાજ્યોમાં સત્તા ટકાવવા પ્રજાના પાયા મુદ્દાઓ જેવાકે મોંઘવારી, બેરોજગારી, ગુણવત્તાવાળુ સારુ અને સસ્તુ શીક્ષણ, કૃષી ક્ષેત્રે પોષણક્ષમ ભાવ અને કીસાનોના આત્મહત્યાના સવાલો, ભ્રષ્ટાચાર મુક્ત સરકારી શાસન વગરે પ્રશ્નો ઉકેલવા નથી.

તે બધાને પોતાની સત્તા ટકાવી રાખવા અને જે રાજ્યોમાં રાજકીય સત્તા નથી ત્યાં મેળવવા માટે બે હથીયારો હાથ વગા છે. એક લઘુમતીઓ સામે યેનકેન પ્રકારે ધીક્કારનું વાતાવરણ ઉભું કરવાનું સતત ચાલુ રાખવું અને પછી હીંદુ મતોનું ધ્રુવીકરણ કરવું.એક આધારભુત માહીતી પ્રમાણે ફક્ત ઉત્તરપ્રદેશમાં સને ૨૦૧૪ પછી બીનશહેરી ક્ષેત્રોમાં કોમીદંગાની સંખ્યા આશરે ૧૦૦૦૦ થી વધારે હતી. બે, દેશમાં પાકીસ્તાન વીરોધી એવો મોહોલ ઉભો કરવો કે જેનો ચુંટણીમાં મતો મેળવવા ઉપયોગ થઇ શકે.

આ માટે તેમની પાસે એક નવું સાધન ' ફીલ્મ જગત' હાથમાં આવી ગયું છે. ભારતના ફીલ્મ ઉધ્યોગમાં કેટલીક ફીલ્મોના પ્રોડયુસરોએ નવીફીલ્મ શરૂ કરતાં કરેલ કરાર મુજબ જે તે ફીલ્મમાં પાકીસ્તાની ફીલ્મી કલાકારોની સેવા લેવાનું નક્કી કરેલું. તે મુજબ હવે ફીલ્મો પ્રોડયુસ થઇને રીલીઝ થવાનો સમય આવ્યો છે. બંને દેશના ફીલ્મી કલાકારોનો જે તે દેશની ફીલ્મ પ્રોડયુસ કરતી કુંપનીઓ પોતાની ફીલ્મોમાં વર્ષોથી ઉપયોગ કરતા આવ્યા છે. દેશની સરહદો પર થતી તંગદલી સાથે સાહીત્ય, કલા,અન્ય બૌધ્ધ્ક વીષય તજજ્ઞો,ફીલ્મી જગત અને વેપાર ધંધાનું આવું આદાનપ્રદાન વર્ષોથી નીયમીત ચાલુ છે. જેમાં બંને દેશના નાગરીકો તથા સરકારોને ગેરવ્યાજબી ક્યારેય લાગેલું નહી.

દેશના ફીલ્મ પ્રોડયુસરોએ  તાજેતરમાં ત્રણ ફીલ્મો જેવીકે એક ' એ દીલ હૈ મુશ્કીલ, બે, ડિયર જીંદગી, અને ત્રણ, રઇસ, પાકિસ્તાની ફીલ્મી કલાકારોના સહકારથી પ્રોડયુસ કરી છે. તેની સામે રાજ ઠાકરે અને મહારાષ્ટ નવનીર્માણ સેનાએ મુંબઇમાં પેલા ધર્માંધ લોકોના ફતવાની માફક હુકમ બહાર પાડયો કે અમારા 'રાષ્ટ્રવાદ' ના ખ્યાલ મુજબ અમે આ ફીલ્મો દેશમાં રીલીઝ નહી થવા દઇએ. કારણકે તેમાં પાકીસ્તાની કલાકારોએ રોલ ભજવ્યો છે. મહારાષ્ટ્ર રાજ્યની દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રીની ભાજપ સરકાર પણ જેની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી છે તે ફીલ્મ પ્રોડયુસર્સોને રક્ષણ આપવાને બદલે આ કહેવાતી ક્ષુલ્લક દાદાગીરી બતાવતા 'બનાવટી રાષ્ટ્રવાદ'( ફેક નેશનાલીઝમ) સામે ઝુકી પડી.મુખ્યમંત્રીએ પેલા ફીલ્મના ઉત્પાદકોને રાજઠાકરેની ત્રણ શરતો માનવા મજબુર કર્યા. ત્રણ શરતો આ પ્રમાણેની હતી. એક,આર્મીના રીલીફ ફંડમાં રૂપીયા પાંચ કરોડ જમા કરાવવા. બે તેમની ફીલ્મ થીયેટરમાં શરૂ થાય તે પહેલાં શહીદોને શ્રધ્ધાંજલી આપવી પડશે.અને ત્રણ ભવીષ્યમાં કોઇ ફીલ્મ નીર્માતા કોઇ પાકીસ્તાની કલાકારને કામ નહીં આપે.

' એ દીલ હૈ મુશ્કીલ' ફીલ્મના પ્રોડયુસર કરણ જોહેર પોતાનીફીલ્મ પાછળ થયેલ ખર્ચને બચાવવા અને તાત્કાલીક રીલીઝ થવાની હોવાને કારણે ઉપર મુજબની શર્તો સ્વીકારવા મજબુર બન્યા. આવી રાષ્ટ્રપ્રેમના નામે દાદાગીરી કરનારા રાજ ઠાકરે અને એમ એન એસે તેમાં પોતાનો બહાદુર વીજય ગણ્યો.  ' આર્મી રીલીફ ફંડ'ના આયોજકોએ આવી રીતે બળજબરી અને કાયદો હાથમાં લઇને  દેશપ્રેમના નામે ઉઘરાવેલા નાણાં લેવાની ના પાડી દીધી.

વધુમાં જમીની હકીકત એ છે કે તમે જવાનોના નામે દેશના ફીલ્મ ઉધ્યોગને બાનમાં લઇને શીક્ષા કરી શકો નહી. દાદાગીરીથી આર્મી રીલીફ ફંડમાં નાણાં ભેગા કરી શકો નહી. આવી રીતે નાણાં વસુલ કરાવનાર, આપનાર, લેનાર ત્રણમાંથી કોઇની આબરૂ વધતી નથી. આ ફાલતું રાજકારણના ખેલાડીઓ ભારતની પ્રજાને મનમાં એવું ઠસાવવા માંગે છે કે જાણે દેશ પાકીસ્તાનના ત્રાસવાદના સામે નહી પણ તે પાકીસ્તાનના ફીલ્મ ઉધ્યોગ અને કલાકારો સામે યુધ્ધે ચડેલો હોય! આ તો ત્રાસવાદ સામેની લડાઇનું બેહુદુ અને બીલકુલ વીકૃત સ્વરૂપ છે. જેવી રીતે લશ્કરને કારણ વીનાનું 'સર્જીકલ સ્ટ્રાઇક'ના મુદ્દે 'સસ્તુ રાજકારણ' ગમતું નથી જે ખેલવામાં દેશના ખુદ વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી ભાગીદાર છે. તેવી જ રીતે તેજ કારણસર દેશના હજારો લોકોને રોજીરોટી આપતા અને વૈશ્વીક કક્ષાએ નામાંકીત બનેલા બોલીવુડ ફીલ્મ ઉધ્યોગને રાષ્ટ્રવાદના નામે બાનમાં લેવાનું યોગ્ય દેખાતું નથી. આમાં તો દેશના નાગરીકોને લશ્કરનો રાષ્ટ્રવાદ( નેશનાલીઝમ)અને તેની ધર્મનીરપેક્ષતામાં નીષ્ઠા( સેક્યુલીરીઝમ) ટોચના રાજકીય નેતાઓના તકવાદી રાજકીય ઉચ્ચારણો કરતાં વધારે પરીપક્વ, આત્મવીશ્વાસી અને વાસ્તવીક સ્પષ્ટ અનુભવાય છે.

પાકીસ્તાની ફીલ્મી કલાકારોના ભારતીય ફીલ્મ ઉધ્યોગના રોલ માટે આટલો બધો બીનજરૂરી ઉહાપોહ થાય છે. તેની સામે પાકીસ્તાન સાથેના આપણો આયાત–નીકાસનો વેપાર, સરહદપરના આંતકી ચીંતાજનક પરીસ્થીતી સાથે પણ છેલ્લા એક દાયકામાં સતત બીનરોકટોક કેટલો વધ્યો છે તે જોઇએ. છેલ્લા બાર વર્ષોમાં આઠ ગણો વધ્યો છે, ૩૪૫૦ કરોડ થી વધીને ૨૭૬૦૦ કરોડ તે પણ ડોલરમાં રૂપીયાના ચલણમાં નહી. તેમાં ભારતની નીકાસ પાકીસ્તાની આયાત કરાતાં પાંચ ગણી વધારે છે. ભારત પાકીસ્તાન પાસેથી અબજો ડોલર કમાય છે જેમાંથી દેશના ઉધ્યોગો લાખો લોકોને રોજગારી તે પણ નીયમીત પુરી પાડે છે.

રાજઠાકરે, મહારાષ્ટ્ર નવનીર્માણ સમીતી, વડાપ્રધાન અને પારીકર વગેરે અને સંયુક્ત આર એસએસની રેન્ક એન્ડ ફાઇલને પુછો તો ખરા કે ભારતની તરફેણના પાકીસ્તાની વેપાર ઉધ્યોગને બંધ કરાવીને ક્યારે તેમાંથી રોટલો કમાતા કર્મચારીઓને બેકાર બનાવીને  દેશની તમારા જેવી રાષ્ટ્રીય વફાદારીના બ્યુગલ બજાવવાના નવા ઉધ્યોગમાં રોજી આપવા સામેલ કરો છો? આ રાજકારણીઓએ પોતાનો ધંધો ખરેખર  દેશના યુવાનો પાસેથી વીકસેલા ધંધાઓ અને નોકરીઓ તેમના તઘલઘી તુક્કાથી છોડાવીને બેકાર બનાવાનો તો નથી ને? તદ્ઉપરાંત ફીલ્મ ઉધ્યોગ સામેના ગતકડાં ટોચના રાજકારણીઓને શોભતા નથી. દેશના ફીલ્મ ઉધ્યોગ અને પાકીસ્તાની કલાકારોને શીક્ષા કરવાનું બંધ કરો. તે બધાના ઉધ્યોગોને નુકશાન કરવાનું બંધ કરીને મદદ કરો. તમારી આર્થીક નીતીઓને કારણે વધતા દેશના 'જીડીપી'ના વીકાસના ગુણગાન ન ગાશો. કારણકે તેનાથી કોઇ નવી રોજગારીની તકો( ઇટ ઇઝ એ જોબલેસ ગ્રોથ) દેશમાં પેદા થતીજ નથી. તમારા બેફામ ઉચ્ચારણોથી તમે આ દેશને કઇ દીશામાં લઇ જવા માંગો છો? આ બધા માંથી સમય હોય તો શાંતીથી વીચારજો! તે અંગે અમારી નવા વર્ષની શુભેચ્છા છે.

--

Thursday, October 20, 2016

દેશના આ વીકાસ મોડલમાં મહામંદી ક્યારે આવશે?

દેશના આ વીકાસ મોડલમાં મહામંદી ક્યારે આવશે?

ધાર્મિક સર્વિસ આપતી ઈ-કોમર્સ કંપનીઓ માટે દિવાળી ધમાકેદાર રહેશે

શિલ્પા એલિઝાબેથ
ચેન્નાઈ:તહેવારની સિઝનમાં પૂજારીઓ, પ્રસાદ અને બીજી ધાર્મિક-આધ્યાત્મિક ચીજોની ભારે માંગ જોવા મળી છે. પરંપરા અને ટેકનોલોજી પર આધારિત શહેરી તહેવારોમાં હવે ઘણી બધી કામગીરી ઓનલાઇન થવા લાગી છે અને તેના કારણે ધાર્મિક તથા આધ્યાત્મિક જરૂરિયાતો સંતોષતી ઇકોમર્સ કંપનીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.
ભારતમાં ધાર્મિકતા અને આધ્યાત્મિકતાનું બજાર લગભગ બે લાખ કરોડ રૂપિયા (30 અબજ ડોલર)નું હોવાનું માનવામાં આવે છે. બે મહિનાની તહેવારોની સિઝનમાં જે માંગ જોવા મળે છે તે દર્શાવે છે કે જે ઉદ્યોગ સાહસિકો લોકોની નાડને પારખી શકે તે ધારી કમાણી કરી શકે છે.
ઓનલાઇન ધાર્મિક સર્વિસ પ્રોવાઈડર ઓનલાઇન પ્રસાદના સ્થાપક ગુંજન મોલે જણાવ્યું કે, નવરાત્રી અને દિવાળીના બે મહિના અમારા કુલ વેચાણમાં લગભગ 35થી 40 ટકા હિસ્સો ધરાવે છે. માસિક ધોરણે જોવામાં આવે તો વેચાણમાં આ બે મહિનામાં 100 ટકા સુધી ઉછાળો આવે છે.
તેમણે કહ્યું કે તેમની કંપનીની એવરેજ કાર્ટ સાઇઝ (ગ્રાહક દ્વારા સરેરાશ ખરીદી) 1500 રૂપિયાની હોય છે પરંતુ તહેવારોના દિવસોમાં તે વધીને રૂ.2500 સુધી પહોંચી જાય છે. સ્ટાર્ટઅપ એક ફ્લાઇંગ ટીમ તૈયાર રાખે છે જે મહત્ત્વના સ્થળો પર આવેલા મંદિરોની મુલાકાત લઇને પૂજામાં મદદ કરે છે તથા સ્થાનિક સ્તરે પણ જરૂરી સંસાધનો ભાડે રાખે છે.
તેઓ કહે છે કે એક દિવસમાં 30થી વધારે પૂજા કરવાની હોય તો અમારા રોલ પરના બે પૂજારીઓ આ કામ નહીં કરી શકે. તેથી અમારે આ મહિનાઓમાં થયેલા કોન્ટ્રાક્ટના આધારે વધારે સ્થાનિક મદદ મેળવવી પડે છે.
ઓનલાઇન પૂજા બુકિંગ સર્વિસ મુહુર્ત મઝા પર ભારતના આઠ શહેરોમાં 300 પૂજારીઓ નોંધાયેલા છે. વધતી માંગને પહોંચી વળવા માટે તે પંડિતોની સંખ્યા વધારીને બમણી કરવા માંગે છે. તેઓ કહે છે. અમે જ્યારે શરૂઆત કરી ત્યારે મહિનામાં 30થી 40 બુકિંગ મળતા હતા. હવે આ સંખ્યા વધીને બમણી થઈ ગઈ છે.
મુહુર્ત મઝાના સીઇઓ સુઘોષ સોવાલેએ જણાવ્યું કે, તહેવારની સિઝનમાં મહિને 300 થઈ 400 બુકિંગ થાય છે. બુકિંગ ઓનલાઇન થાય છે પરંતુ પંડિતો પૂજા કરીને ડાયરેક્ટ દક્ષિણા મેળવે છે જેથી પૂજાની મૂળ પ્રથા જળવાઈ રહે. તહેવારનો ટ્રેન્ડ દર્શાવે છે કે પરંપરાગત અને ધાર્મિક પ્રથામાં ઇનોવેશન અને ટેકનોલોજીનો ઝડપથી સ્વીકાર થઈ રહ્યો છે.
વાસ્તુ સર્વિસ પ્રોવાઈડર મહાવાસ્તુ ડોટ કોમના સ્થાપક ખુશદીપ બંસલે વધુ ૬૦ વાસ્તુ નિષ્ણાતોને ઉમેરવાનો નિર્ણય લીધો છે. તેઓ કહે છે કે લોકો હવે વાસ્તુ સેવાઓ માટે પાંચથી દશ લાખ સુધીની ચુકવણી કરે છે.

( સૌ. ઇકોનોમીક્સ ટાઇમ્સ ગુજરાતી પાનનં ૧૦ તા.૨૦ ઓકટોબર૨૦૧૬.)


--

Monday, October 10, 2016

ગુજરાતના માનવવાદી રેશનાલીસ્ટ ભામાશા અંબુભાઇ

લેખ નં ૧–ગુજરાતના માનવવાદી રેશનાલીસ્ટ ભામાશા અંબુભાઇ અને જ્યોત્સાનાબેન પટેલ.– નલીનકાન્ત ઝવેરી.(વડોદરા)

( તંત્રી નોંધ– સને ૧૯૬૧થી ૧૯૬૬ સુધી મારો કોલેજનો અભ્યાસ એમ .એસ. યુનીર્વસીટી બરોડાની ફેકલ્ટી ઓફ આર્ટસમાં થયો. પરંતુ મારો વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત તર્કબધ્ધ અભ્યાસ પ્રો. રાવજીભાઇ પટેલ( પ્રો. ગણીત, સાયંસ ફેકલ્ટી)ના ઘરે દર શુક્રવારે ચાલતી રેનેશાં કલ્બની ' રાવજી મોટા' યુની. માં થયો હતો. તેમાંથી તૈયાર થયેલા ટોચના વ્યક્તીઓ કહી શકાય તેવા પ્રોફેસર, લોર્ડ ભીખુ પારેખ,( યુકે) દીલ્હી સ્થીત સેન્ટર ઓફ ડેવલપીંગ સોસાયટીના (સીએફડી) આધ્યસ્થાપક પ્રો રજની કોઠારી, ડૉ. ધીરૂભાઇ શેઠ,અમદાવાદના પ્રો ધવલ મહેતા નરહરી પરીખ, કુંતલ મહેતા, વડોદરાના અંબુભાઇ પટેલ, નીતીન ત્રીવેદી, અંગેદ મહેતા( ત્રણેય સારાભાઇ કેમીકલ્સના), નલીન – કુન્દનબેન ઝવેરી, ડૉ જયશ્રીબેન મહેતા અને ડૉ.માધવીબેન મજમુંદાર અને બીપીન પરીખ(શ્રોફ). તેમાં એમ એસ ડબલ્યુ ફેકલ્ટીના માસ્ટર ડીગ્રી ધરાવતા અંબુભાઇ પટેલ નીયમીત આવતા પણ તેમનું નક્કી કરેલું સ્થાન સોફા પર એક બાજુથી ગણોતો પહેલું અને બીજી બાજુ થી ગણો તો છેલ્લું. પણ ચર્ચાના તારણો આધારીત મુલ્યવાન જીવન જીવવામાં અને તે પ્રમાણે અમલ કરવામાં બીલકુલ અગ્રેસર. સામાન્યરીતે માનવવાદી રેશનાલીસ્ટોની વ્યવસાયીક પ્રવૃત્તીઓ બૌધ્ધીક હોય છે. તેથી તે બધાનું સામાજીક પ્રદાન વૈચારીક હોય છે. ઇચ્છા હોય તો પણ આર્થીક પ્રદાન માટે આંગળી ચીંધી શકે પણ મોટો ફાળો આપી શકે નહી. તે સંદર્ભમાં અંબુભાઇ પટેલની પ્રવૃત્તીઓ જોઇએ.)

·         અંબુભાઇ અને જ્યોત્સનાબેન અમેરીકા સ્થીત થઇને તે દેશના નાગરીક બન્યા.અમેરીકા દેશના પેન્સીવેનીયા સ્ટેટના  હેરીસબર્ગ શહેરના સચીવાલયમાં વર્ષો સુધી બંને પતી–પત્નીએ સારા હોદ્દાપર રહીને સર્વીસ કરી. પણ ' રાવજી મોટાની પેલી યુની. માંથી પચાવેલા માનવ મુલ્યોએ તેમને અમેરીકામાં જંપીને ઠરીઠામ થવા દીધા નહી. ૪૮વર્ષની ઉંમરથી આ બંને પતી–પત્નીએ દર વર્ષે છ માસ માટે વડોદરાને પોતાના વીચારો આધારીત કાર્યો કરવાની માટેની કર્મભુમી બનાવી દીધી. રોનક ચેરીટી ટ્રસ્ટ બનાવી પોતાની પ્રવૃત્તીઓ શરૂ કરી.

·         સૌ પ્રથમ પોતાની જન્મભુમી વડોદરા નજીક આવેલ શીનોર ગામમાં માત્ર પંદર વર્ષના ગાળામાં વોટરવર્કસ, પ્રાથમીકશાળા, કન્યાશાળા, આદીવાસી વીધ્યાર્થીઓ માટે છાત્રાલય, પોતાના પીતાજીના નામે જે.સી. પટેલ હાઇસ્કુલ, ભુલકાઓ માટે બાલમંદીર, ગામની બહેનો માટે પુસ્તકાલય, અને ગામના નાગરીકોની સામાજીક જરૂરીયાત માટે ' કોમ્યુનીટી હોલ' વગેરે સુવીધાઓ પુરી પાડી છે. ગામના દવાખાનામાં જાહેર સ્વાસ્થયના ટેકામાં આધુનીક તબીબી રોગ તપાસ માટે સાત લાખ રૂપીયા સાધનોપુરા પાડયા છે.

·         ભરૂચ જીલ્લાના ડેડીયાપાડાથી પણ ઘણા દુર આદીવાસી વીસ્તારોમાં આદીવીસી વીધ્યાર્થી–ભાઇ– બહેનો માટે છાત્રાલય શાળાઓ બનાવી છે. ખાસ કરીને બહેનોના છાત્રાલયો( હોસ્ટેલસ) બનાવ્યા છે. તેમનો સ્કુલ યુનીફાર્મ, ચોપડીઓ અન્ય પ્રાથમીક જરૂરીયાતો ઉપરાંત તે સ્કુલની પસંદકરાયેલી વીશીષ્ટ સંજોગો વાળી બહેનોને લગ્ન સમયે પાનેતર અને મંગળસુત્રનું દાન પણ વીધ્યાદાન સાથે આપે છે. આદીવાસી વીધ્યાર્થીઓના મા–બાપો માટે અનાજ ઉપરાંત–રસોઇ માટેના વાસણો, શીયાળા માટેના ધાબડા વગેરે પણ આપે છે. આદીવાસો બહેનોને ઉચ્ચઅભ્યાસ જેવા કે ચાર્ટડ એકાઉન્ટન્ટ, એમ બી એ અને અન્ય વ્યાવસાયીક કૌશલ્ય પ્રાપ્ત કરી સ્વનીર્ભર બને માટે નીયમીત આર્થીક મદદ કરે છે.

·         અંબુભાઇ કહે છે કે , મારા દ્રારા કરાયેલા દાનથી એક હજારથી વધુ આદીવાસી અને હરીજન યુવતીઓને ધોરણ ૧૦–૧૨ પાસ કર્યા પછી ઉચ્ચ કોલેજ અભ્યાસ માટે તે બધાના ભણતર સાથેનો બધોજ ખર્ચ મેં ઉપાડી લીધો હતો. તેમાંથી કેટલીક બહેનો સી. એ અને તબીબી વ્યવસાય કરે છે. અમુક બહેનો તો પરદેશમાં પણ જઇને સ્થાઇ થઇ છે. તેઓના મુખ્ય આર્થીકસહકારથી દેશની સૌ પ્રથમ મુક– બધીર કોલેજ વડોદરાના કારેલીબાગ વીસ્તારમાં શરૂ થઇ છે. જેને હજુ નીભાવ ખર્ચ પણ નીયમીત પુરો પાડે છે.ગામડાના સેંકડો ની;સહાય વૃધ્ધો માટે મોતીયાના ઓપરેશન બાદ નેત્રમણીની નીશુલ્ક સેવા પુરી પાડે છે.

·         આ દંપતીના પુત્ર અને પુત્રવધુ બંને અમેરીકામાં વ્યવસાયે તબીબીક્ષેત્રમાં છે. અંબુભાઇ  તેમના પત્ની જયોત્સનાબેન સાથે છેલ્લા ત્રીસ કરતાં વધુ વર્ષોથી નીયમીત રીતે નવેંબર માસમાં વડોદરા આવે છે. અને માર્ચ માસ સુધી પોતાની આ બધી પ્રવૃત્તીઓનું આધુનીક ઢબે સંચાલન કર્યા કરે છે.

·         અંબુભાઇ કહે છે કે " મારી પાસે  સ્વૈચ્છીક સંસ્થાઓ કે વ્યક્તીઓ દાન લેવા આવે છે ત્યારે હું તેઓની ખરાઇ કરૂ છું. તે બધા પાસેથી ચોકકસાઇ કરીને ભેગી કરેલી ઝીણામાં ઝીણી વીગત બીજા કોઇ ઇન્કમટેક્ષ જેવા હેતુ માટે નહી મારી માહીતી માટે સંઘરી રાખું છું. મારા અંદાજ પ્રમાણે મારા દાનની કુલ રકમ આશરે સાત કરોડ ઉપર થાય છે.

·         મારા કૌટુબીક પરીવારનો આ પ્રવૃત્તીમાં સંપુર્ણ સહકાર અને સહયોગ છે. દર છ મહીને મારી પુત્રવધુ નીતા ઇંડીયા આવતાં પહેલાં રૂપીયા ૩૦ લાખનો ડ્રાફ્ટ અમારા પતી–પત્નીના જોઇન્ટ ખાતાનો  અમારા હાથમાં આપી દે છે.

––––––––––––––––––––––––––––––––––––The End-----------------------------------------

લેખ નં–૨

બરોડા રેનેશાં કલ્બના બીજા એક સાથી નલીનકાન્ત અને કુન્દનબેન ઝવેરી નીજી વાત .

" નલીન સાથે મારાં લગ્ન થયા. પણ તે અગાઉ મારા બાળપણમાં એક કરૂણ ઘટના બની ગયેલી. હજી આજેય તેને યાદ કરતા કંપી ઉઠાય છે. મારા પીતાજી ડૉ રતીલાલ ઝવેરીનું અમદાવાદમાં રાયપુર બહાર દવાખાનું અને કાળુપુરમાં મકાન હતું. સને ૧૯૪૬માં જે ભયાનક કોમી રમખાણો થયા તે અમારા કુટુંબ માટે દુ:સ્વપ્ન બની રહ્યાં. ડૉકટર હોવાને કારણે પીતાજીને કોઇક વીઝીટે બોલાવવા આવેલું. આવા સ્ફોટક વાતાવરણમાં ઘરની બહાર ન નીકળવા માટે મારા પીતાજીને સૌ એ સમજાવ્યા. પણ પીતાજી ડૉકટર ધર્મ બજાવવામાંથી ચલીત ન થયા. અને પોતાના એક સગાને સાથે રાખીને વીઝીટે ઉપડયા. બસ તે ગયા તે ગયા. ઘેર કદી પાછા જ ન આવ્યા. તેમની આયોજનપુર્વક ક્રુર હત્યા કરવામાં આવી હતી.અને તેમનાં( બંનેના) શબ પણ લેવા માટે જઇ શકાય તેમ નહોતું. મારી ઉંમર ત્યારે માંડ એક વરસની હતી.અને મારો મોટો ભાઇ ગૌતમ ચાર વર્ષનો હતો. મારી માના માથે કેવું આભ તુટી પડયું હશે તેની કલ્પના કરી જુઓ.

    અમે સમજણા થયા એટલે આ ઘટનાની ખબર પડેલી. અને તેમાંથી મુસ્લીમ કોમ માટે અપ્રગટ એવો અણગમાનો ભાવ પણ સમાંતરે ઉછરતો ગયેલો. પણ સમયનું ચક્ર કેવું ફરતું હોય છે!

વર્ષો પછી મારો દીકરો તુષાર એક મુસ્લીમ છોકરીના પ્રેમમાં પડ્યો. અને બંને લગ્ન માટે જીદ લઇને બેઠાં.તેઓ અમને નારાજ કરવા માંગતા નહોતા.મારા મનમાં અમદાવાદનો એ ભુતકાળ તાજો થઇ ગયો. મને થતું કે પીતાજીની ક્રુર હત્યા કરીને અમને બાળપણમાં પીતાજીની છત્રછાયાથી વંચીત રાખનાર કોમની દીકરી મારા જ ઘરમાં વહુ બનીને શી રીતે આવી શકે? જો કે મારા દીકરાને મેં કશી વાત કરી નહોતી. પણ મનમાં હું સતત અવઢવ અનુભવતી હતી. મેં નલીનને કહ્યું કે  મારૂ મન આમાં માનતું નથી. હું આ હકીકત સ્વીકારી શકું તેમ નથી.

મારી વાત સાંભળી મારા પતીએ કશી બળજબરી મારા પર ન કરી. મારી લાગણીને તેઓ સમજ્યા. પણ પછી મને સમજાવતાં કહ્યું, " કોઇ મનુષ્ય જન્મે હીન્દુ કે મુસલમાન હોતો નથી. જન્મથી મનુષ્ય જ હોય છે. તારા પીતાજીની હત્યા કરનાર લોકો બીજા હતા. આ છોકરીને તેની સાથે શો સંબંધ?  જે થયું તે હકીકત છે. પણ તેને ભુલવી રહી. તેને કારણે બીજી વ્યક્તીને અન્યાય ન થઇ જાય તે જોવું રહ્યું."

ત્રણ ચાર દીવસ સુધી સમજાવટ કર્યા પછી છેવટે મને સત્ય સમજાયું કે મારા પતી નલીનની વાત ખરી છે. એક વ્યક્તીને કારણે અન્ય વ્યક્તીને શી રીતે અન્યાય કરી શકાય?

હું રાજી થઇ અને તુષારને મેં મુંજુરી આપી ત્યારે તે ખુબ જ રોમાંચીત થઇ ગયો. પછી તો મારા મનમાં કોઇ ખચખચાટ રહ્યો નહતો. પછી તુષારની પ્રેયસી મને મળવા આવી. અને તેણી મને પગે લાગી. તો મને તેના માટે દીકરી પ્રત્યે જાગે તેવો જ ઉમળકો જાગ્યો.અને હું તેણીને ભેટી પડી. બંનેના લગ્ન થયાં ત્યારથી તે મારી પુત્ર વધુ નહી પણ પુત્રી જ બનીને રહી છે. તેનું લગ્ન પછીનું નામ 'આશીતા' છે. અને અમે મા–દીકરીની જેમ જ પ્રેમથી એક બીજાને ચાહીએ છીએ.

મને આ સમજણ આપનાર મારા પતી નલીન હતા. પણ નલીનને આ સમજણ ઉગી  'મોટાની રેનેશાં કલ્બ ' વાળી યુનીર્વસીટી માંથી. ' રાવજી મોટા' સાથેના સંગને કારણે! મોટાની સાથે સંપર્કમાં આવેલા માણસમાં અવશ્ય કંઇક હકારાત્મક પરીવર્તન આવે જ!

(સૌ. ક્રાતીકારી વીચારક પ્રો. રાવજીભાઇ પટેલ (મોટા)ના પુસ્તકમાંથી સાભાર.)

"ઇશ્ક કો કોઇ મજહબ નહી". –––ડૉ સુજાત અલી. ગોધરા.

 


--

૧૩મી નવેંબરના અધીવેશન અંગે જાહેરાત


રેશનલ સમાજ ગાંધીનગર અને ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટના સંયુક્ત ઉપક્રમે અધીવેશન.

સ્થળ–શ્રી બ્રહ્માણી કૃપા હોલ,  ફાર્મસી કોલેજ કમ્પાઉંડ, ગેટ નંબર–૧, સેકટર– ૨૩, ગાંધીનગર.

તારીખ– ૧૩મી નવેંબર સને ૨૦૧૬, રવીવાર,સમય સવારના ૧૦થી સાંજના ૫ સુધી.

બંને સંસ્થાના અધીકૃત સભ્યોને જ આમંત્રણ છે. નોંધણી માટેની સહકાર ધન રાશી રુ-૧૦૦/.

સંપર્ક વ્યક્તીઓ–(૧) ભાનુભાઇ પુરાણી, પ્રમુખ, રેશનલ સમાજ ગાંધીનગર.બ્લોક નં–૧૦૩–૨,સરકારી                નર્સરી પાછળ, ગાંધીનગર. ફોનનં– ૦૭૯– ૨૩૨૨૫૦૨૬. મો. ૯૯૦૪૨ ૫૬૧૧૪.

(૨) પંકજભાઇ પટેલ, મંત્રી, રેશનલ સમાજ ગાંધીનગર, બ્લોક નં– ૩૫–૨, ચ ટાઇપ, સેક્ટર ૩૦, ગાંધીનગર. મો. ૯૪૨૭૦ ૧૪૨૫૨.

કાર્યક્રમની વીગતો–

ઉદ્દઘાટન બેઠક–  સવારે ૧૦–૩૦થી ૧૧–૩૦.

આવકાર પ્રવચન તથા રેશનલ સમાજ ગાંધીનગર વીષે– ભાનુભાઇ પુરાણી પ્રમુખ રે. સ. ગાંધીનગર.

ગુજરાતમાં રેશનનાલીઝમની પ્રવૃત્તીઓ અને તેના વૈચારીક પડકારો. બીપીન શ્રોફ, પ્રમુખ, ગુ મુ રે એસો,

અધીવેશનની પ્રથમ બેઠક– સવારે ૧૧–૩૦ થી ૧૨–૩૦.

વીષય–ભારતીય ભૌતીકવાદના સુત્રધારો ચાર્વાક અને ગૌતમ બુધ્ધ.

વક્તા– પ્રવીણભાઇ ગઢવી, નીવૃત આઇ એ એસ અધીકારી, (ગાંધીનગર.)

બેઠક અધ્યક્ષ– મનીષી જાની કર્મનીષ્ઠ, પ્રમુખ, પ્રગતીશીલ લેખક મંડળ (અમદાવાદ)

બીજી બેઠક– ૧૨–૩૦ થી ૧–૩૦.

વીષય– રેશનલ સમાજ સામેનો પડકાર– ભારતીય વર્ણવ્યવસ્થા.

વક્તા કીરણ ત્રીવેદી, ભુતપુર્વ પ્રમુખ ગુ મુ રે એસો (અમદાવાદ.)

બેઠક અધ્યક્ષ– હર્ષાબેન બાડકર તંત્રી વીવેક પંથી (મુંબઇ).

 ભોજન માટે  ૧–૩૦થી ૨– ૩૦ નો સમય.

ત્રીજી બેઠક– ૨–૩૦ થી ૩–૩૦.

વીષય–ભારતીય બંધારણમાં વૈજ્ઞાનીક  અભીગમ, માનવવાદ અને  સંશયવાદી તપાસ વલણ જેવી નાગરીક ફરજો વીષે.

વક્તા– પીયુષ જાદુગર, એડવોકેટ અને જનરલ સેક્રેટરી ગુ મુ રે એસો. ( ચાંદખેડા, અમદાવાદ).

બેઠક અધ્યક્ષ– પ્રતીભાબેન ઠક્કર , એડવોકેટ, ( ભાવનગર.)

ચોથી અને સમાપન બેઠક– ૩–૩૦ થી ૫– ૦૦.

વક્તાઓ. (૧) ડૉ, સુજાત વલી (ગોધરા) –ગુજરાતમાં રેશનાલીઝમના પ્રચાર પ્રસાર માટેનો એકશ્ન પ્લાન.

          (૨)  અશ્વીન કારીઆ, (પાલનપુર)– સમગ્ર પરીસંવાદની ચર્ચાઓનું મુલ્યાંકન

           બેઠક અધ્યક્ષ– ડૉ સુષ્માબેન ઐયર ( સુરત)  ઉપપ્રમુખ સુરત સત્યશોધક સભા.

            આભારવીધી– અનીલભાઇ પટેલ ઉપપ્રમુખ રેશનલ સમાજ ગાંધીનગર.

        નોંધ– આ સુચીત કાર્યક્રમ છે. તેમાં જરૂરી અને સંજોગો પ્રમાણેના ફેરફારોને અવકાશ છે.  દરેક         બેઠકમાં વક્તાનું પ્રવચન ૩૫ મીનીટનું રહેશે અને બાકીની ૨૫ મીનીટમાં ઉપસ્થીત ડેલીગેટોમાંથી મુદ્દાસરની ચર્ચા તથા અધ્યક્ષશ્રીનું પ્રવચન રહેશે.

                                         લી.

      ભાનુભાઇ પુરાણી, પ્રમુખ, રેશનલ સમાજ ગાંધીનગર અને બીપીન શ્રોફ, પ્રમુખ ગુ મું રે એસો.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

--

Sunday, October 9, 2016

ઇશ્કકો કોઇ મજહબ નહીં.


ઇશ્કકો કોઇ મજહબ નહીં. ડૉ સુજાત વલી ( ગોધરા)

 સંપુર્ણ સત્ય ઘટના.

 " નલીન સાથે મારાં લગ્ન થયા. પણ તે અગાઉ મારા બાળપણમાં એક કરૂણ ઘટના બની ગયેલી. હજી આજેય તેને યાદ કરતા કંપી ઉઠાય છે. મારા પીતાજી ડૉ રતીલાલ ઝવેરીનું અમદાવાદમાં રાયપુર બહાર દવાખાનું અને કાળુપુરમાં મકાન હતું. સને ૧૯૪૬માં જે ભયાનક કોમી રમખાણો થયા તે અમારા કુટુંબ માટે દુ:સ્વપ્ન બની રહ્યાં. ડૉકટર હોવાને કારણે પીતાજીને કોઇક વીઝીટે બોલાવવા આવેલું. આવા સ્ફોટક વાતાવરણમાં ઘરની બહાર ન નીકળવા માટે મારા પીતાજીને સૌ એ સમજાવ્યા. પણ પીતાજી ડૉકટર ધર્મ બજાવવામાંથી ચલીત ન થયા. અને પોતાના એક સગાને સાથે રાખીને વીઝીટે ઉપડયા. બસ તે ગયા તે ગયા. ઘેર કદી પાછા જ ન આવ્યા. તેમની આયોજનપુર્વક ક્રુર હત્યા કરવામાં આવી હતી.અને તેમનાં( બંનેના) શબ પણ લેવા માટે જઇ શકાય તેમ નહોતું. મારી ઉંમર ત્યારે માંડ એક વરસની હતી.અને મારો મોટો ભાઇ ગૌતમ ચાર વર્ષનો હતો. મારી માના માથે કેવું આભ તુટી પડયું હશે તેની કલ્પના કરી જુઓ.

    અમે સમજણા થયા એટલે આ ઘટનાની ખબર પડેલી. અને તેમાંથી મુસ્લીમ કોમ માટે અપ્રગટ એવો અણગમાનો ભાવ પણ સમાંતરે ઉછરતો ગયેલો. પણ સમયનું ચક્ર કેવું ફરતું હોય છે!

વર્ષો પછી મારો દીકરો તુષાર એક મુસ્લીમ છોકરીના પ્રેમમાં પડ્યો. અને બંને લગ્ન માટે જીદ લઇને બેઠાં.તેઓ અમને નારાજ કરવા માંગતા નહોતા.મારા મનમાં અમદાવાદનો એ ભુતકાળ તાજો થઇ ગયો. મને થતું કે પીતાજીની ક્રુર હત્યા કરીને અમને બાળપણમાં પીતાજીની છત્રછાયાથી વંચીત રાખનાર કોમની દીકરી મારા જ ઘરમાં વહુ બનીને શી રીતે આવી શકે? જો કે મારા દીકરાને મેં કશી વાત કરી નહોતી. પણ મનમાં હું સતત અવઢવ અનુભવતી હતી. મેં નલીનને કહ્યું કે  મારૂ મન આમાં માનતું નથી. હું આ હકીકત સ્વીકારી શકું તેમ નથી.

મારી વાત સાંભળી મારા પતીએ કશી બળજબરી મારા પર ન કરી. મારી લાગણીને તેઓ સમજ્યા. પણ પછી મને સમજાવતાં કહ્યું, " કોઇ મનુષ્ય જન્મે હીન્દુ કે મુસલમાન હોતો નથી. જન્મથી મનુષ્ય જ હોય છે. તારા પીતાજીની હત્યા કરનાર લોકો બીજા હતા. આ છોકરીને તેની સાથે શો સંબંધ?  જે થયું તે હકીકત છે. પણ તેને ભુલવી રહી. તેને કારણે બીજી વ્યક્તીને અન્યાય ન થઇ જાય તે જોવું રહ્યું."

ત્રણ ચાર દીવસ સુધી સમજાવટ કર્યા પછી છેવટે મને સત્ય સમજાયું કે મારા પતી નલીનની વાત ખરી છે. એક વ્યક્તીને કારણે અન્ય વ્યક્તીને શી રીતે અન્યાય કરી શકાય?

હું રાજી થઇ અને તુષારને મેં મુંજુરી આપી ત્યારે તે ખુબ જ રોમાંચીત થઇ ગયો. પછી તો મારા મનમાં કોઇ ખચખચાટ રહ્યો નહતો. પછી તુષારની પ્રેયસી મને મળવા આવી. અને તેણી મને પગે લાગી. તો મને તેના માટે દીકરી પ્રત્યે જાગે તેવો જ ઉમળકો જાગ્યો.અને હું તેણીને ભેટી પડી. બંનેના લગ્ન થયાં ત્યારથી તે મારી પુત્ર વધુ નહી પણ પુત્રી જ બનીને રહી છે. તેનું લગ્ન પછીનું નામ 'આશીતા' છે. અને અમે મા–દીકરીની જેમ જ પ્રેમથી એક બીજાને ચાહીએ છીએ.

મને આ સમજણ આપનાર મારા પતી નલીન હતા. પણ નલીનને આ સમજણ ઉગી  'મોટાની રેનેશાં કલ્બ ' વાળી યુનીર્વસીટી માંથી. ' રાવજી મોટા' સાથેના સંગને કારણે! મોટાની સાથે સંપર્કમાં આવેલા માણસમાં અવશ્ય કંઇક હકારાત્મક પરીવર્તન આવે જ!

(સૌ. ક્રાતીકારી વીચારક પ્રો. રાવજીભાઇ પટેલ (મોટા)ના પુસ્તકમાંથી સંપાદક બીરેન કોઠારી. સાભાર.)

નોંધ– લેખના અંતે કુન્દનબેન અને આશીતાનો ફોટો છે.

--

Friday, October 7, 2016

ચાલો,માનવવાદી ક્રાંતીના સર્જન માટે કેન્દ્રો સ્થાપીએ.


ચાલો,માનવવાદી ક્રાંતીના સર્જન માટે કેન્દ્રો સ્થાપીએ.

કોઇપણ વ્યક્તી કે સમાજ પરીવર્તન માટેની ચળવળ વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત હોવી જોઇએ. કારણકે આ જ્ઞાનમાં ખાસ વીશીષ્ટતા હોય છે કે તે સહેલાઇથી બધાને ઉપલબ્ધ હોય છે. તેમજ નવા સંશોધનથી તેમાં ચોક્કસાઇ અને ખરાપણું સતત વધતું જાય છે. તેના સત્યનો આધાર કોઇ વ્યક્તી વીશેષની સત્તા કે પદ પર ક્યારે અવલંબીત નથી. પણ હકીકત આધારીત માહીતીનો વધારો આવા સત્યોને સ્વીકૃત બનાવે છે.

 માનવવાદી વીચારસરણીના પાયાના ત્રણ મુલ્યો છે,(૧) સ્વતંત્રતા(૨) રેશનાલીટી અને (૩) ધર્મનીરપેક્ષ નૈતીક્તા.આ ત્રણ મુલ્યો આધારીત સતત ચર્ચા, સંવાદ અને પ્રકાશનો નીયમીત થવા હોઇએ. વાસ્તવીક જીવનમાં રોજબરોજની સમસ્યાઓ અને જાહેરહીતના પ્રશ્નોનું નીષ્પક્ષ મુલ્યાંકન આ બધા મુલ્યો આધારીત સ્થાનીક તાલુકા અને જીલ્લા કક્ષાના માનવવાદી કેન્દ્રોમાં થવું જોઇએ. આ બધા કેન્દ્રો આપણી વીચારસરણી આધારીત પ્રવૃત્તી પેદા કરવા માટેના વાહકો બનાવવાના છે. દરેક ચળવળોની સફળતાનો આધાર તેના વીચારોને અમલમાં મુકનારા વીકેન્દ્રીત સ્થાનીક સેન્ટરોના નેતૃત્વની બૌધ્ધીક પરીપક્વતાપર અવલંબીત હોય છે.

આપણા દેશમાં છેલ્લા ૬૫ વર્ષોથી લોક પ્રતીનીધીત્વ સ્વરૂપની લોકશાહી રાજ્યવ્યવસ્થા અમલમાં છે. દેશમાં રાજકીય પક્ષો આધારીત પ્રતીનીધી લોકશાહી સ્વરૂપની રાજ્યવ્યવસ્થાથી રાજ્યનું સંચાલન થાય છે. આ ઉપરાંત મુક્ત પ્રેસ,મીડીયા અને ન્યાયતંત્ર પણ છે. તો પછી આવા દેશમાં 'માનવવાદી મુલ્યો ' આધારીત ચળવળની શા માટે જરૂર છે? પરંતુ આ લોકશાહી માળખાને ટકાવી રાખે, તેનું સંવર્ધન કરે, તેમાં નાગરીકોની વીવેકશક્તી આધારીત શાંતીમય સહીયારા પ્રયત્નોથી  બહુજનસમાજ માટે હીતકારી ફેરફારો લાવે તેવું વાયુમંડળ પેદા કરવાની જવાબદારી આ કેન્દ્રોએ લેવાની છે. આપણા સમાજની તેના વ્યક્તીગત અને સામુહીક પ્રશ્નો  ઉકેલવાની પધ્ધતી ધાર્મીક છે. દેશમાં નાગરીક સમાજ ને બદલે  ધાર્મીક સમાજ અસ્તીત્વ ધરાવે છે. પ્રજાના દરેક પ્રકારના નીર્ણયોમાં ધર્મ આધારીત જીવન પ્રણાલીનું સતત આધીપત્ય દેખાય છે.

વીશ્વ ફલકપર લોકશાહીનો ઉદય ધર્મની વેદી પર જ થયો છે. લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં ધર્મનું વીયોજન ( સેપરેશન) અંતર્ગત (ઇનબીલ્ટ) છે. પ્રજાની વીચારપધ્ધતી ધાર્મીક અને રાજ્ય વ્યવસ્થા ધર્મનીરપેક્ષ એ બે વચ્ચે સુમેળ કેવી રીતે સધાય ! સ્થાનીક માનવવાદી ક્રાંતીકારી વીકેન્દ્રીત કેન્દ્રોનું મુખ્ય કાર્ય ઉપર જણાવેલ વીસંવાદીતાને દુર કરવાનું છે. પ્રજાને મૃત્યુ પછીના પ્રશ્નો ઉકેલાવામાંધી બહાર કાઢી આ ઐહીક દુનીયાના( ધીઝ વર્લડલી) પ્રશ્નો જેવાકે ગરીબી, અસમાનતા, કુપોષણ, આરોગ્ય, રોજગારી, શીક્ષણ વગેરેને

 સહીયારા માનવ પ્રયત્નોથી ઉકેલી શકાય તે માટેની બૌધ્ધીક અને વૈચારીક ભુમીકા તૈયાર કરવાનું છે. તેવો આત્મવીશ્વાસ પેદા કરવાનું ભગીરથ કાર્ય આ કેન્દ્રોનું રહેશે. ' આ દેશનો દરેક નાગરીક પોતાના ભાગ્યનો વીધાતા પોતે જ છે અને તેનું ભાગ્ય પહેલીથી પુર્વ નીર્ણીત નથી' તે વીચારસરણી આ કેન્દ્રોએ પ્રસાર કરવાની છે. પ્રારબધ્ધવાદી માનસીકતામાંથી પ્રજાને પુરૂષાર્થવાદી આધુનીક માનસીકતા પ્રાપ્ત કરે તેવું વલણ કેળવવાનું કામ આ માનવવાદી ક્રાંતીના વાહકોએ કરવાનું છે.

આપણી લોકશાહી રાજ્યપ્રણાલી પક્ષીયરાજકારણના સત્તાકીય કાવાદાવાની ભોગ બની ગઇ છે. બધાજ રાજકીય પક્ષોએ આ શતરંજવાળી સત્તાકીય દોડમાં વીચાર અને વર્તનમાં માનવ મુલ્યોનો સંપુર્ણ ત્યાગ કરેલ છે.પ્રજાના જુનવાણી વર્તનો અને વીચારોને થાબડી થાબડીને આધુનીક સંસ્થાઓનો પોતાના ધાર્મીક અને રૂઢીચુસ્ત હીતોને ટકાવવા ઉપયોગ કરે છે. બ્રીર્ટીશરો પાસેના રાજકીય સત્તાના ફક્ત હસ્તાંતરથી દેશ આધુનીક બની શકે નહી. રૂઢીચુસ્ત સમાજમાં આધુનીકતાનો છોડ વીકસી શકે જ નહી. માનવવાદી  કેન્દ્રોની સ્થાપના પાછળનો મુખ્ય ધ્યેય વૈજ્ઞાનીક જ્ઞાનઆધારીત સમાજમાં પેદા થતા આધુનીક પરીબળોના પ્રવાહોનું સીંચન અને પોષણ કરવાનું છે. આધુનીકતાના પાયાના ત્રણ લક્ષણો હોય છે. એક, તે  ઓધ્યોગીક સમાજનું સર્જન છે. બે,તેનો વીકાસ માનવ જીવનના શહેરીકરણમાં થાય છે. તેનું સમગ્ર દર્શન ધાર્મીક વીચરસરણીની વીરૂધ્ધનનું હોય છે. પણ તે માનવીની ભૌતીક, ઐહીક સુખાકરી કેન્દ્રીત હોય છે.

  માનવ મુલ્યો આધારીત ક્રાંતીકારી નેતૃત્વ એક અમુલ્ય ચીજ છે. તે કોઇ ઓધ્યોગીક કારખાનામાંથી જથ્થાબંધ ઉત્પન થતી ચીજ નથી. આવા નેતૃત્વ પાસે બોધ્ધીક સજજજતા હોય છે. જ્ઞાન આધારીત નીર્ણય લઇને તે નીર્ણય પ્રમાણે સમર્પણ કરવાની તેનામાં સહજ પ્રતીબધ્ધતા વીકસેલી હોય છે. ભારતીય રૂઢીચુસ્ત સમાજને તેના સ્વરચીત કોચલામાંથી બહાર કાઢવાનો બીજો કોઇ જ માર્ગ નથી.

 

--

Thursday, October 6, 2016

રૂપાલની પલ્લીનો પડકાર.

" રૂપાલની પલ્લીનો પડકાર"

ગુજરાતના પાટનગર ગાંધીનગર નજીક આવેલા કલોલ તાલુકાના ગામ રૂપાલ મુકામે વર્ષોથી આસોમાસના છેલ્લા નોરતે રાત્રે બાર વાગ્યા પછી વરદાયી માતાના મંદીરમાંથી એક પલ્લી(પાલખી) નીકળે છે. આ મંદીરનો વહીવટ સરકાર શ્રી હસ્તક હોવાથી તેના કાયદાકીય સંચાલક માનનીય શ્રીકલેકટર સાહેબ હોદ્દાની રૂએ છે. આ રૂપાલ ગામમાં માતાજીની પલ્લીની યાત્રા જુદા જુદા ૨૭ ચોકમાં ફેરવવામાં આવે છે.

 આજુબાજુના ગામોમાંથી હજારોની સંખ્યામાં લોકો નવમા નોરતે આ પલ્લીમાં  શુધ્ધ ઘી ચઢાવવાની બાધા રાખે છે. આ મોંઘવારીના જમાનામાં આ લોકો બે પાંચ કીલોમાંથી માંડીને દસ વીસ કીલો ઘી માતાજીના પલ્લીના રથ પર રીતસર પાણીના ધધુડાની માફક છાલકે છાલકે ઘી ભરેલી ડોલોથી રેડાય તેવી બાધા રાખે છે. આ ઉપરાંત પોતાના આશરે નાના પાંચ વર્ષથી નીચેના બાળકોને પલ્લીની સળગતી મોટી જ્વાળા પાસે લઇ જઇને તેની જ્યોત બાળક દાઝે નહી તે રીતે અડકાડીને મા–બાપને પાછું આપવામાં આવે છે. ઘીને પલ્લી પર ચઢાવવાનું કામ અને બાળકોને પલ્લી જ્વાળાઓમાં અડકાડીને લઇને લેવાનું કામ પલ્લી નજીક ટ્રેકટરોમાં ઉભેલા સ્વયંસેવકો રાતના બાર વાગ્યાથી શરૂ કરીને વહેલી સવાર સુધી પેલા ૨૭ ચોકોમાં કર્યાજ કરે છે. સૌ પ્રથમ બાધારૂપે લોકોએ આપેલ ઘી પેલા ૨૭ ચોકમાં મંદીર તરફથી મુકેલા મોટા વાસણોમાં ભેગું કરવામાં આવે છે. દેશમાંપ્રાચીન કાળમાં ઘી દુધની નદીઓ વહેતી હતી કે નહી તે તો ખબર નથી. પણ અહીંયા રૂપાલ ગામે નવમા નોરતાની રાત્રે આખા ગામના રસ્તાઓ પર ખરેખર ઘીની નદીઓ જ વહે છે. (તમે આ ઘટનાને ફેસબુક પર સર્ચમાં જઇને Palli Parivartan Abhiyan અંગ્રેજીમાં લખીને જોઇ શકો છો.) આવી ભયંકર અંધશ્રધ્ધા સામે છેલ્લા ૨૫ વર્ષોથી ભાઇશ્રી લંકેશ ચક્રવર્તી "પલ્લી પરીવર્તન અભીયાન" મુખ્ય સંચાલક તરીકે ચલાવતા આવ્યા છે.

એટલો બધો ઘીનો જથ્થો, વરદાયી માતાની પલ્લી પર ચઢાવવામાં આવે છે,કે તે પ્રવાહી બનીને  ઘી ની નદીઓ પેલા ૨૭ ચોકમાં વહેતી થઇ જાય છે.વરદાયી માતાને હજારો લોકોએ બાધા રૂપે ચઢાવેલા હજારો કીલો શુધ્ધ ઘીને જે રૂપાલ ગામના પેલા૨૭ ચોકોમાં મોટા નદીના રેલા માફક રસ્તાઓની માટી, કાદવ – કીંચડ( ઘીને પલ્લી ઉપર ચઢાવીને સીધુ ઢોળી દેવામાં આવે છે) ઉપરથી ચગદાઇને તે વહે છે. ગયાવર્ષે સને ૨૦૧૫માં નવમા નોરતે અહીંયા ચાર લાખ કીલો ઘી આશરે ૨૦ કરોડ રૂપીયાનું આ રીતે રસ્તાપર ઢોળી દેવામાં આવ્યું હતું.

 

 હવે જુઓ, આ ધાર્મીક શ્રધ્ધા–અંધશ્રધ્ધાથી પેદા થતાં પરીણામોમાંથી ચાલાકી પુર્વક બહાર નીકળવાનો હીંદુ વર્ણવ્યસ્થાએ શોધી કાઢેલો ઉપાય.

વરદાયી માતાને ચઢાવેલ ઘી પલ્લી ગામના રસ્તાઓ પર હજારો લોકોના પગતળે કચડાઇ, દબાઇને ચગદાઇને કાદવ–કીંચડ અને માટીવાળુ બની જાયછે. આવી રસ્તાપરની ગંદકી કોણ ઉપાડી ગામના રસ્તાઓને ચોખ્ખા અને વાહનવ્યવહારને અનુકુળ કે ચાલવા માટે યોગ્ય યથાસ્થીતીમાં પાછો લાવી દે? વર્ષોથી આવા ઢોળાયેલા ઘી થી કાદવ કીચડ વાળા ગંદા બનેલા રસ્તોઓને સાફ કરવાનું કામ પરંપરાથી ગામનો દલીત અને વાલ્મીકી સમાજ કરતો આવ્યો છે.

હીંદુ દલીતની કોઇ ઓળખ હોયતો તે એક જ છે. હીંદુ દલીત એટલે હીંદુ ધર્મે પોતાના સ્થાપીત હીતોને ટકાવી રાખવા પેદા કરેલ જન્મ આધારીત વર્ણવ્યવસ્થાનું ચોથું અંગ .જેના જન્મની સાથેજ બાકીની બ્રાહ્મણ, ક્ષત્રીય અને વૈશ્યોના સમાજો માટે " નીષ્કામ કર્મ અને તે પણ સ્થીતપ્રજ્ઞ સ્થીતીમાં કર્યા કરવાનું હોય તેવી સામાજીક વ્યવસ્થાનું છેલ્લું અંગ.

        આ દલીત સમાજ કેવા કામ કરે છે? દા.ત આવું ઢોળાયેલું ઘી ભેગુ કરાવાનું, વહેલી સવારથી દલીતકર્મચારી ભાઇ– બહેનોએ(પોતાના બાળકોને ભગવાન ભરોસે મુકીને! ) ગામની સફાઇ કરવાની, મરેલા ઢોરને જે તે સ્થળેથી ખસેડીને અવ્વલ મંજીલે ગો રક્ષકોની મહેરબાની નીચે પહોંચાડવાનું, પોતાનું અને કુટુંબનું શરીર ટકાવવા બીજા વૈકલ્પીક સાધનો જીવવા માટે હીંદુ વ્યવસ્થાએ બાકી નહી રાખેલ હોવાથી તે મૃતઢોરનું માંસનો ખોરાક તરીકે ઉપયોગ કરવાનો, જાનના જોખમે શહેરની ઉભરાતી ગટરોમાં ઉતરીને સાફ કરવાની જેથી શહેરના સમૃધ્ધ સમાજનો સમૃધ્ધ કચરો (એફલ્યુઅન્ટ વેસ્ટ) સરળતાથી ગટરમાં વહેતો જ રહે!

હવે રૂપાલની પલ્લીના પ્રશ્નના અનેક પાસા છે.

(૧) એક  હકીકત આપણે સ્વીકારીને ચાલવી પડશે કે દેશના બંધારણે મુળભુત અધીકારોની કલમ ૨૫ મુજબ દેશના દરેક નાગરીક ને ધાર્મીક સ્વતંત્રતા આપી છે. જેમાં તેને યોગ્ય લાગે તે ધર્મ પાળવાની અને તેનો પ્રચાર કરવાની અબાધીત સ્વતંત્રતા બક્ષેલી છે.(Article 25. Freedom of conscience and free profession, practice and propagation of religion.)  ગામ રૂપાલ અને તેની આજુબાજુના ગામોમાં રહેતા નાગરીકોની વરદાયી માતાની પલ્લી પર ઘી ચઢાવવાની માન્યતા કે બાધાને ભલે આપણે તેને શ્રધ્ધા કે અંધશ્રધ્ધા કહીએ પણતેમ કરવાના અધીકારને આપણે કાયદાકીય મદદકે સવીનય આંદોલનથી પણ રોકી શકીએ નહી.

(૨) સામાજીક સુધારણાના ભાગરૂપે  શીક્ષણ આપીને તે બધાને પ્રતીક તરીકે  થોડુંક ઘી માતાજીને ધરાવવું. બાકીનું ઘી અથવા તેની બચતના નાણાં રૂપાલ ગામ કે  તેના પડોશી અન્ય ગામોની સામાજીક પ્રાથમીક જરૂરીયાતો જેવીકે નીશાળ, દવાખાના, પાણીની ટાંકી બનાવવા કે સારા બારમાસી રસ્તાઓ તૈયાર કરવા વાપરવાનું આયોજન કરવા સમજાવી શકાય તેમ નથી. કારણકે જે વ્યક્તી બાધા માટે માતાજીની પલ્લી પર પોતાની શક્તી પ્રમાણે કે મજબુરીથી ઘી ચઢાવે છે તે એમ માને છે કે તેનાથી માતાજી આધી, વ્યાધી અને ઉપાધીમાં તેના કુટુંબ કે બાળકોનું રક્ષણ કરશે.માતાજી અથવા પોતાનો ઇષ્ટ દેવ તે કરવા સંપુર્ણ શક્તીમાન છે તેવો આ બધાને અખુટ વીશ્વાસ છે. ધાર્મીક શ્રધ્ધા,ત્યાગ,કે શારીરીક દમનનો લાભ હંમેશાં વ્યક્તીગત જ મળે છે. આ પુન્યનું હસ્તાંતર સામાજીક હીતો માટે થઇ શકે તે તર્ક ક્યારેય કોઇ શ્રધ્ધાળુ સ્વીકારતો નથી. તેવું શીક્ષણ બાળકોને  ગળથુથીમાંથી વીશ્વનો કોઇ ધર્મ કે સંપ્રદાય આપતો નથી. જે દીવસે આ ધર્મો, તેના ફીરકાઓ અને પ્રતીનીધો આવું સામાજીક ઉત્તરદાયીત્વ પેલા વ્યક્તીગત પુન્ય કે મોક્ષ કરતાં વધારે મહત્વનું છે તેવું પોતાના અનુયાઇઓને શીખવાડશે ત્યારે વીશ્વના બધા જ ધર્મોની આવી દુકાનો ચોક્ક્સ બંધ થઇ જશે.

(૩) રૂપાલની વરદાયી માતાના મંદીરના મુખ્ય કાયદાકીય સંચાલક શ્રી જીલ્લા કલેકટર સાહેબ પાસેથી આ બાબતે કેવી અપેક્ષા રાખી શકાય!

 તેઓશ્રીને " પલ્લી પરીવર્તન અભીયાન"ના સંચાલક ભાઇ લંકેશ ચક્રવર્તી, ગુજરાત દલીત આંદોલનના સુત્રધાર યુવાન નેતા જીજ્ઞેશ મેવાણી, ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસો ના જનરલ સેક્રેટરી એડવોકેટ પીયુષભાઇ જાદુગર, મુ. ઇન્દુકુમાર જાની, મનીષી જાની વી.ની હાજરીમાં તા. ૫મી ઓકટોબરના રોજ આવેદન પત્ર આપેલ છે. તે મુજબ સરકાર  પોતે જ સદર મંદીરના સંચાલક હોઇ જરૂરી કાયદાકીય પગલાં ચોકકસ લઇ શકે તેમ છે.  આ ગંદી, બીનઆરોગ્યદાયક રસ્તાપર ઘી ઢોળી દેવાની પ્રથાને અટકાવી શકે તેમ છે.

(૪) આ બધામાં પાયાનો કોઇ પ્રશ્ન હોય તો તે છે " આવી ધાર્મીક માન્યતાઓ કે રીતી રીવાજોને મળેલી બહુજન સમાજ કે દરેક દેશની બહુમતી પ્રજાની વાસ્તવીક ને નૈતીક સ્વીકૃતી." ભલે આપણા દેશની પ્રજા આજે ૨૧મી સદીના બીજા દાયકામાં જીવી રહી છે. પરંતુ મોટાભાગની પ્રજાની માન્યતાઓ ૧૬ અને ૧૭ મી સદીના લોકોની માન્યતા જેવી છે. સમગ્ર વીશ્વમા તે સમયે કૃષીયુગ આધારીત ધાર્મીક વીચાર પધ્ધતીમાં  પ્રજા જીવતી હતી. સમગ્ર પ્રજા જીવન પર ધર્મગુરૂઓ, જમીનદારો અને રાજાશાહીનું વર્ચસ્વ હતું. આ ત્રણેય પરીબળોએ સમાજના દરેક નાગરીક માટે સારૂ શું કે ખોટું શું તે પ્રવર્તમાન ધર્મોના ટેકાથી નક્કી કરેલું હતું. ધાર્મીક સત્યોનો ઉપયોગ સમાજના આ અગ્રવર્ગના હીતો સાચવવામાંજ કરવામાં આવતો હતો.

       દરેક સમાજમાં બને છે તેમ આપણે ત્યાંપણ આ ત્રણેય અગ્રવર્ગોની ધાર્મીક માન્યતાઓ ( જે તેમના હીતો ટકાવવા ધર્મપુસ્તકોની મદદથી પેદા કરવામાં આવી હતી) એ દેશની સમગ્ર પ્રજાની ધાર્મીક વીચાર પધ્ધતી બની ગઇ. સમગ્ર પ્રજાને હજુ પણ એ હકીકત પર વીશ્વાસ નથી કે કુદરતી પરીબળો જેવાકે વરસાદ, સુર્ય,પવન, પર્વતો, સમુદ્ર, નદીઓ કે માનવ શરીરનું સંચાલન, તેનો જન્મ કે મૃત્યુ એ ભજવા, પુજવા કે અર્ચના કરવાનો વીષય નથી. પણ તે બધા કુદરતી નીયમોના સંચાલન આધારીત છે. તે બધાના સંચાલનના નીયમો જ્ઞાન આધારીત માનવીય પ્રયત્નોથી સમજીને આ જીવનમાં જ સુખ બધા જ માટે પ્રાપ્ત

કરી શકાય છે. કોઇ દૈવી કે ઇશ્વરી તત્વોના સંચાલનથી તે બધાનું સંચાલન ક્યારેય થતું નહતું અને આજે પણ થતું નથી. યુરોપીય સમાજમાં જે ૧૬મી સદીથી લઇને ૧૯મી સદી સુધી વીજ્ઞાનની શોધોને આધારે

 ધાર્મીક સત્યોને પડકારવામાં આવ્યા તે હજુ આપણે ત્યાં મોટાપાયે એક આંદોલન સ્વરૂપે હીંદુ, મુસ્લીમ અને ખ્રીસ્તી વી.ના ધર્મપુસ્તકો આધારીત સત્યોને  જાહેરમાં પડકારવામાં આવતા નથી. તે બધા ઉપર મુક્ત જ્ઞાન– વીજ્ઞાન આધારીત પ્રમાણીક બૌધ્ધીક સંવાદ શક્ય બને તેવું શાંત અને  ગૌરવમય વાતવરણનો દેશમાં સંપુર્ણ શુન્યાવકાશ છે. નજીકના ભવીષ્યમાં આવો જીવંત બૌધ્ધીક સંવાદ શક્ય બને તેવું વાતાવરણ દેશની ક્ષીતીજોમાં દેખાતું નથી.

માનવ જાતના વૈજ્ઞાનીક વારસાએ શોધી કાઢયું છે કે " માનવ ઉત્પત્તી દૈવી નથી. તે સમગ્ર જીવસૃષ્ટીની ઉત્ક્રાંતીનું પરીણામ છે. જેની પાછળ લાખો વર્ષોનો જૈવીક સંઘર્ષનો જ્ઞાન આધારીત ઇતીહાસ સમજી શકાય તેમ છે. શરીરમાં આત્મા જેવી કોઇ વસ્તુ અસ્તીત્વ ધરાવતી નથી જે જન્મ સાથે શરીરમાં ચમત્કારીક રીતે દાખલ થાય અને મૃત્યુ સમયે  તેજ રીતે બહાર નીકળી જાય. ખગોળ વીજ્ઞાને સાબીત કર્યુકે ઉપર આકાશ નહી પણ અવકાશ છે. તે અવકાશ કે ખાલી જગ્યામાં આપણા સુર્ય કરતા પણ હજારો ગણા મોટા અને એક બીજાથી હજારો પ્રકાશવર્ષ દુર લાખો કે અબજોની સંખ્યામાં તારાઓ અને આકાશગંગાઓ આવેલી છે. જેમાં નથી સ્વર્ગ, જન્નત, કે મુક્તી માટેની કાયમી વ્યવ્સથાઓ. પુર્વ જન્મ અને પુન;જન્મના ખ્યાલનો કોઇ હકીકત આધારીત પુરાવો જ નથી."

કુટુંબથી માંડીને દરેક સામાજીક, રાજકીય અને આર્થીક વ્યવસ્થાઓમાં કશું દૈવીકે ઇશ્વરી નથી. તે  માનવ સર્જીત છે. માનવી તેને બનાવતો આવ્યો છે. તેમાં પોતાની જ્ઞાન આધારીત જરૂરીયાતો બદલાતાં તેમાં સતત પરીવર્તનો કરતો આવ્યો છે. આ બધી સંસ્થાઓ માનવીની સુખાકારી માટે છે. પણ  માનવીનો ઉપયોગ આ બધી સંસ્થઓના કલ્યાણ માટે થઇ રહ્યો છે. આપણે માનવવાદી રેશનાલીસ્ટ તરીકે માનવીને કેન્દ્રમાં રાખીને નવી કૌટુબીક,સામાજીક, આર્થીક અને રાજકીય સંસ્થાઓનું સર્જન ૨૧મી સદીના માહીતી, ટેકનોલોજી અને ડીજીટલ સાધનોની મદદથી કેવી રીતે થાય તેની મથામણમાં છે.  જે આપણી પ્રવૃત્તીઓનો મુખ્ય એજંડા છે.

 


--

Wednesday, September 21, 2016

ભુતપુર્વ રાષ્ટ્રપતી અબ્દુલ કલામની ગૌરવશાળી વાતો–

આપણા ભુતપુર્વ રાષ્ટ્રપતી એપીજે અબ્દુલ કલામ કેવા ગૌરવશાળી માનવ હતા?

તેઓના સેક્રેટરી શ્રી પી.એમ નાયરે ' કલામ ઇફેક્ટ' (Kalam Effect) નામની પ્રકાશીત કરેલ ચોપડીમાં નીચે જણાવેલ માહીતીઓ અમે રજુ કરી છે.
(1)
સામાન્ય રીતે જ્યારે કોઇપણ દેશના સર્વોચ્ચ વડા બીજા દેશની મુલાકાતે જાય ત્યારે તેઓને હોદ્દાની રૂએ ઘણી કીંમતી ભેટો યજમાન દેશ તરફથી આપવામાં આવતી હોય છે. તે એક રીવાજ કે શીષ્ટાચાર છે.શ્રી કલામ સાહેબ માટે તે ભેટ– સોગાદો લેવી અને લેવી તો તે બધાનું શું કરવું તે પ્રશ્ન સતત સતાવવો હતો. જો તે ભેટોનો અસ્વીકાર કરવામાં આવે તો તે રાષ્ટ્ર માટે અવીવેક ગણાય. યજમાન દેશને શરમીંદુ બનવું પડે. આ બાબત કલામ સાહેબ માટે ખુબજ અગવડ ભરી સ્થીતી હતી.

 તેઓએ નક્કી કર્યું કે આવી ભેટ– સોગાદો સ્વીકારવી. પણ  દેશ પરત આવતાં જ  તે  ભેટોના ફોટા પાડી, તેની વ્યવસ્થીત યાદી બનાવી અને પછી રાષ્ટ્રીય દફતર ભંડાર ( નેશનલ આર્કાઇવ્ઝ)ને સોંપી દેવી. ત્યારબાદ તેઓએ ક્યારેય તે ભેટ–સોગાદો તરફ જોયું જ નથી. જ્યારે તેઓએ રાષ્ટ્રપતીભવન છોડી દીધું ત્યારે પોતાને મળેલ ભેટોમાંથી એક પેનસીલ સરખી પણ તેઓએ લીધી ન હતી.

(2) સને ૨૦૦૨માં તેઓ રાષ્ટ્રપતી બન્યા ત્યારે જુલાઇ–ઓગસ્ટ માસમાં રમઝાન મહીનો આવતો હતો. દરેક રાષ્ટ્રપતી ઇફતાર પાર્ટી રાખતા હતા. તે એક રીવાજ બની ગયો હતો. શ્રી કલામે પુસ્તકના લેખક નાયરને પુછયું કે જે લોકો ખાધેપીધે સંપન્ન છે તે બધા માટે ઇફતાર પાર્ટી શા માટે રાખવી જોઇએ? તે પાર્ટીનો અંદાજી ખર્ચ કેટલો થશે તે મને જણાવો? નાયરે જણાવ્યું કે આશરે ૨૨ લાખ રૂપીયા. શ્રી કલામે નાયરને જણાવ્યું કે કેટલાક અનાથ અને જરૂરમંત લોકોને શોધી કાઢી તે બધાને તેટલી રકમનાં અનાજ, કપડાં અને ધાબડા વી. દાનમાં મોકલી આપો. આ રીતે ઇફતાર પાર્ટીનો વીકલ્પ શોધાઇ ગયા પછી તેઓએ નાયરને પોતાની રૂમમાં બોલાવી પોતાના અંગત ખાતામાંથી રૂપીયા એક લાખનો ચેક આપ્યો. અને ખાસ સુચના આપી આ વાત કોઇને કહેવાની નથી. પણ નાયરને એકદમ માનસીક ઝાટકો લાગ્યો. ને કહ્યું કે " સાહેબ! હું રૂમમાંથી બહાર નીકળીને બધાને કહીશ." લોકોને જાણવા દો કે આ એ માણસ છે જેને પોતાના હોદ્દાની રૂએ જે ખર્ચ કરવાનો છે તે તો કરતો નથી પણ પોતાના પૈસા પણ મદદમાં આપે છે. શ્રી કલામ પાક મુસ્લીમ હોવા છતાં પોતાના રાષ્ટ્રપતી પદના સમયગાળામાં કોઇ ઇફતાર પાર્ટી રાખી નહી.

(3)  ડૉ કલામ ને ક્યારેય ' યસ સર કહેનાર' ટાઇપના માણસો બીલકુલ ગમતા ન હતા. એક વાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ આવ્યા હતા.  કોઇ મુદ્દા પર શ્રી કલામે પોતાનો અભીપ્રાય આપ્યો અને પછી નાયરને પુછયું કે '' તમે સંમત છો?' નાયરે જવાબ 'ના, સાહેબ, હું તમારા મત સાથે સંમત થતો નથી.'

ચીફ જસ્ટીસ ઓફ ઇંડીયાને મારી રજુઆતથી એકદમ 'સોક' આઘાત લાગ્યો. અને તેમને લાગ્યું કે તેઓના કાને બરાબર સાંભળ્યું તો છે ને! કોઇ સીવીલ સર્વંટ જે રાજ્યનો કર્મચારી છે તે આવી અસંમતી રાષ્ટ્રપ્રમુખના મતની વીરૂધ્ધ અને જાહેરમાં આપી શકે તે માન્યામાં આવે તેવી વાત ન હતી. પછી શ્રીકલામ શા માટે મારો મત તેમના મતની વીરૂધ્ધનો હતો તે સમજવા મને પુછે. જો  તેમાં મારી હકીકત તર્કબધ્ધ ૯૯ ટકા લાગે તો તે પોતાનો મત ચોક્કસ બદલતા.

(4) શ્રી કલામે પોતાના ૫૦ સબંધીઓને દીલ્હી બોલાવ્યા. જે બધા રાષ્ટ્રપતી ભવનમાં રહ્યા. તેઓએ તે બધા માટે ભાડે બસ કરીને દીલ્હી બતાવ્યું. જેના ભાડાના પૈસા પોતે આપ્યા હતા. આ બધા દીવસો દરમ્યાન કોઇ વાહન રાષ્ટ્રપતી ભવનનું વાપરવામાં આવ્યું ન હતું. અમને બધાને તેમની પાછળ જમવાના વી.ના થતા ખર્ચની ગણતરી બરાબર રાખવાનું કહ્યું હતું. તે બીલ રૂપીયા બે લાખનું આવ્યું જે શ્રી કલામે આપ્યું હતું. આ દેશના ઇતીહાસમાં આવું કોઇએ કર્યું નથી.

(5) શ્રી કલામસાહેબની પ્રમાણીકતાની હવે ચરમસીમા જુઓ.

એક અઠવાડીયાસુધી શ્રીકલામ સાહેબના મોટાભાઇ તેમની પોતાની રૂમમાં જ સાથે રહ્યા. તેઓની ઇચ્છા હતી કે અમે બંને ભાઇઓ સાથે જ રહીએ. પછી તે બંને છુટા પડયા. શ્રીકલામ તે રૂમનું ભાડુ પણ આપવા માંગતા હતા. આપણે કલ્પના પણ કરી શકીએ છીએ ખરા કે  જે  દેશનો રાષ્ટ્રપતી પોતાના રૂમમાં રહેતો હોય તેનું પણ ભાડુ આપવા તૈયાર થાય! રાષ્ટ્રપતી ભવનના સ્ટાફે તે વાત સ્વીકારી નહી કારણકે આવી પ્રમાણીકતાનું સંચાલન કરવું તે બધા માટે શક્ય નહતું.

(6) જયારે કલામ સાહેબની રાષ્ટ્રપતી તરીકે મુદત પુરી થઇ અને તે વીદાય લેવાના હતા ત્યારે દરેક સ્ટાફ મેમ્બર તેઓને મળ્યા અને તેઓને બધાએ ભાવભીનું માન આપ્યું. આ પુસ્તકના લેખક નાયર, પોતાની પત્ની જેને પગે ફેક્ચર થયું હતું અને પથારી વશ હતી, તેથી તેણીને લીધા સીવાય એકલા શુભેચ્છા પાઠવવા આવ્યા. તેઓએ પુછયું કે કેમ તમારી પત્ની આવી નથી? મેં તેણીના અકસ્માતની વાત કહી. બીજે દીવસે સવારે નાયરે જોયુ કે તેમના ઘરની આસપાસ ઘણી પોલીસ હતી. મેં પોલીસને પુછયું કે શું છે? તેમનો જવાબ હતો કે શ્રી કલામ સાહેબ, રાષ્ટ્રપતી તમારા ઘરે મુલાકાતે આવે છે. તેઓ મારે ઘરે આવ્યા ને મારી પત્નીની તબીયતની પૃચ્છા કરી. થોડોક સમય રોકાઇ ને તે ગયા. નાયરે લખ્યું છે કે  વીશ્વના કોઇ દેશનો વડો પોતાના સીવીલ સર્વંટના ઘરે આવા બહાના હેઠળ મળવા આવે તે સંભવ છે ખરૂ ?

(7) શ્રી કલામ સાહેબનો નાનો ભાઇ છત્રીઓ રીપેર કરવાની દુકાન ચલાવતો હતો. નાયર શ્રી કલામ સાહેબના અંતીમ વીધી સમયે તે નાનાભાઇને મળ્યા. તેણે લાગણીસભર બનીને નાયરના પગને સ્પર્શ કર્યો  અને કહ્યુંકે તેણે " હું મારા ભાઇ અને તમારા પ્રત્યેના આદરભાવમાં આ કર્યા સીવાય રહી શકતો નથી.--

મારા દેશપ્રેમની સાબીતી માટે મારે મારી દેશભક્તી બતાવવાની ન હોય!–મોહંમદ સરતાજ.

જ્યારે આપણે રાષ્ટ્રના સંદર્ભમાં સ્વતંત્રતાની ચર્ચા કરતા હોઇએ છીએ ત્યારે આપણી લાગણીને આપણે શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી. આપણી તે લાગણીનો સંબંધ અતુટ (ઇનવીઝીબલ બોન્ડ) છે. રાષ્ટ્રીય સ્વતંત્રતા એ આપણી આઝાદીની ચળવળના રાષ્ટ્રીય નામાંકીત નેતાઓએ આપેલી તે એક  (સ્વતંત્રતા)અમુલ્ય ભેટ છે. તે સન્માનીય આઝાદીના નેતાઓનો બ્રીટીશ સલ્તનત સામેનો સંઘર્ષ પોતાના નીજી સ્વાર્થો માટે કર્યો ન હતો. તે બધાને  ભારતને એક આઝાદ દેશ બનાવવો હતો જેમાં દેશના નાગરીકોનું જ્ઞાતી, વંશ, જાતી, ધર્મ કે લીંગના આધારે કોઇપણ પ્રકારનો ભેદભાવ (ડીસક્રીમીનેશન) ન હોય.

તેઓની સ્વાધીનતાની લડત કોઇ ખાસ ભારતીય નાગરીક કે દેશના કોઇ ધાર્મીક કે વંશીય જુથ માટેની ક્યારેય ન હતી. તે દેશના દરેક નાગરીક માટેની હતી. મારે માટે આઝાદી એટલે ભુલો કરવાની અને કરેલ ભુલોમાંથી શીખવાની આઝાદી. તેનો સાદો સીધો અર્થ છે કે તમે મારા વીચારવાના અને તે રજુકરવાની સ્વતંત્રતાના મોંઢે ડુચો મારી શકો નહી જયાંસુધી મારા વીચારો અને કાર્યો બીજાને હાની પહોંચડાતા ન હોય. સ્વતંત્રતાનો અર્થ પણ જેમ જેમ આપણે પુખ્ત અને બૌધ્ધીક રીતે પરીવર્તન પામીએ છીએ તેમ બદલાતો પણ જાય છે.

હું જ્યારે પ્રાથમીક શાળામાં એક બાળક તરીકે ભણતો હતો ત્યારે મને બે રજાઓની ખાસ ઇંતેજારી રહેતી હતી. એક ૧૫મી ઓગસ્ટ આપણો સ્વાતંત્ર દીવસ અને બીજો દીવસ ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દીવસ. કારણકે તે બે દીવસોએ કાર્યક્રમ પુરો થયા પછી મીઠાઇ વહેંચવામાં આવતી હતી. આ રાષ્ટ્રીયપર્વના કાર્યક્રમોમાં હું હંમેશાં ' યે દેશ હે વીર જવાનોકા અલબેલોકા મસ્તાનોકા' ગાતો હતો. અને શાળાના સાંસ્કૃતીક કાર્યક્રમમાં જ્યારે હું ' એ મેરે વતન કે લોગો, જરા આંખમે ભરલો પાની, જો શહીદ હુંએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની'  ગીત સાંભળીને  રડી પડતો હતો. આ કાર્યક્રમોમાંથી મને દેશને માટે કંઇક મહાન કરી છુટવાની સતત પ્રેરણા મળતી હતી. હું ચંદ્રશેખર આઝાદ, ભગતસીંહ અને  સુભાષચંદ્ર બોઝ જેવો બનવા માંગતો હતો. તે બધા મારા અતીપ્રીય પ્રેરણા મુર્તીઓ હતા.

બાળપણમાં મારા આઝાદીના ખ્યાલમાં બે વસ્તુઓ  હતી. એક સ્કુલમાંથી આપેલું હોમવર્ક ન કરવું અને બીજું જેટલું મન થાય તેટલું રમવાની આઝાદી.પણ હું જ્યારે ૧૦મી શ્રેણીમાં આવ્યો ત્યારે  સમજણ પડી કે દેશ માટે પણ કંઇ કરવું હશે તો ભણવું પડશે. હું ધોરણ દસ અને બારમામાં મારી સ્કુલમાં સૌથી વધારે માર્કસ મેળવી પહેલે નંબરે પાસ થયો.

 હું જ્યારે કોલેજમાં ભણતો થયો ત્યારે ફરી મારી આઝાદીનો ખ્યાલ બદલાઇ ગયો. તે સમયે મારા મનમાં કોઇપણ રીતે મારા કુટુંબને આર્થીકરીતે મદદરૂપ કેવી રીતે થવાય તે મુદ્દો સૌથી મહત્વનો બની ગયો. કોલેજના પ્રથમ વર્ષે હું 'એરફોર્સ ટેકનીકલ ટ્રેડ એક્ઝામીનેશ' માં બેઠો. તેમાં હું પસંદ થયો અને ટ્રેંઇનીંગમાં બેલગામ (કર્ણાટક) ગયો.

ટ્રેઇનીંગ દરમ્યાન હું ખુબજ ખુશ હતો, કારણકે મને મારા બાળપણનું સ્વપ્ન ખરૂ પડતું લાગ્યું. હું સીધોજ 'એર ફોર્સ'નામની દેશની લશ્કરની શાખામાં રાષ્ટ્રની સેવા કરવા માંડયો. મારી આ લશ્કરી સર્વીસથી મારા કુટુંબે ગૌરવ અનુભવ્યું. હું જ્યારે ઘરેથી સર્વીસ માટે જતો હોઉ ત્યારે મારા પીતાજી પોતાની હેટ ઉતારી મને સલામ કરતા હતા.

જ્યારે આપણે રાષ્ટ્રના સંદર્ભમાં સ્વતંત્રતાની ચર્ચા કરતા હોઇએ છીએ ત્યારે આપણી તે લાગણીને આપણે શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી. આપણી તે લાગણીનો સંબંધ અતુટ(ઇનવીઝીબલ બોન્ડ) છે. જેમ જેમ તમને દેશ પ્રત્યે વધુ ને વધુ પ્રેમ થાય અથવા તો તમે તમારી જાતને દેશ માટે વધુ ને વધુ સમર્પીત થઇ જાવ ત્યારે દેશમાટેની લાગણી વધુ ને વધુ મજબુત થતી હોય છે.

 આજના આ વાતવરણમાં કેટલાક કહેવાતા દેશભક્તો (સો કોલ્ડ દેશભક્તો) ખાસ એક કોમ કે સમાજની 'દેશભક્તી'ને તપાસવા મેદાને પડયા છે. તમારે તેમની હાજરીમાં તમારી દેશભક્તીની સાબીતી આપવાની હોય છે. મઝાની વાત એ છે કે તમારી દેશભક્તી માપવાનો કોઇ માપદંડ તેમની પાસે નથી. તે બધા તમારી દેશભક્તીને તમારા નામ, ધર્મ કે જ્ઞાતીથી ઓળખે છે. જ્યારે આવા પરીબળો તમારો દેશપ્રેમ માપવાની કોષીશ કરે છે ત્યારે તમારી આઝાદીનો ખ્યાલ જે બચપણથી વીકસાવેલો હતો તે જ મૃતપાય થઇ જાય છે. આ કહેવાતા દેશભક્તોના કાર્યોથી હું ગુગળાઇ જવા બેઠો છું. મને સતત એમ જ અનુભવાય છે કે હું અને મારો દેશ ફરીથી ગુલામ બનવા તરફ જઇ રહ્યા છે. વધુમાં હું ભારતીય તરીકે મારી ઓળખ ગુમાવતો હોઉ તેવો મને ડગલે ને પગલે અહેસાસ થવા માંડયો છે. જયારે રાજકારણીઓ એવા સુત્રો પોકારે છે કે અમારે ' કોંગ્રેસ મુક્ત ભારત –અને મુસ્લીમ મુક્ત ભારત' બનાવવું છે ત્યારે મને એમ લાગે છે કે હું મારી મહામુલી મેળવેલી સ્વતંત્રતા ખોઇ રહ્યો છું. મને વીચાર આવે છે કે તમે કેવી રીતે સમાજના એક ભાગ માટે આવા સુત્રો ઉચ્ચારી શકો? જયારે દેશમાં કહેવાતા દેશભક્તો તરફથી આવી વાતો વ્યવસ્થીત ફેલાવવામાં આવે છે ત્યારે મને અનુભવાય છે કે ફરીથી ગુલામીનો યુગ શરૂ થયો છે. શું આવા પરીબળોએ સ્વતંત્રતા અને રાષ્ટ્રપ્રેમ કોને કહેવાય તેનો ' કોપીરાઇટ'  દેશના નાગરીકો પાસેથી ખુંચવી લીધો છે? ખરેખરતો તે અધીકાર દેશના દરેક નાગરીકોનો મુળભુત અધીકાર છે. તે કોઇની દેન નથી કે જેથી ખુંચવી શકાય!.

લોકશાહી, સ્વતંત્રતા અને દેશભક્તી એકબીજા ઉપર અવલંબીત છે. તમારૂ લોકશાહી ભર્યું વલણ તમને વધુ દેશભક્ત બનાવે છે. જેનાથી તમે વધુ આઝાદ બનો છો કે સ્વતંત્ર બનો છો. પણ આઝાદી સાથે કાર્ય કે વર્તનની જવાબદારી પણ આમેજ હોય છે. 'સબકા સાથ સબકા વીકાસ' નો પાયો સામાજીક સહીષ્ણુતાપર આધારીત છે. રાષ્ટ્રીય સ્વતંત્રતાનો ઉદય ,અસ્તીત્વ અને વીકાસ આઝાદીના લડવૈયાના સંઘર્ષ અને બલીદાનનું પરીણામ છે. આપણા લશ્કરી બળો તે આઝાદીનું સંરક્ષણ કરે છે અને સાચવી પણ રાખે છે. આવી આઝાદીનો ઉપયોગ ખુબજ સાચવીને સમજ– પુર્વક કરવી જોઇએ.

( લેખના લેખક ઇન્ડીયન એરફોર્સમાં સાર્જન્ટ છે.અને તે મહંમદ અખલક નો પુત્ર છે. જેને ઉત્તરપ્રદેશના દાદરી ગામમાંતારીખ ૨૮મી સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ તેમના ફીજમાં ગૌ માંસ છે તેવો આક્ષેપ મુકીને મારી નાંખવામાં આવ્યા હતા.) સૌ. ઇન્ડીયન એકસપ્રેસ,

 અંગ્રેજી લેખનો ભાવાનુવાદ. ૧૨–૯– ૨૦૧૬.

 

--

Saturday, September 3, 2016

જૈન દીગંબર મુની તરૂણ સાગરે હરીયાણા વીધાનસભામાં રજુ કરેલ વીચારો–

જૈન દીગંબર મુની તરૂણ સાગરે હરીયાણા વીધાનસભામાં રજુ કરેલ વીચારો–

આપણે  અહીંયા હરીયાણા વીધાનસભામાં મુળ આર એસ એસમાંથી તૈયાર થયેલા અને  હરીયાણા રાજ્યના   મુખ્યમંત્રી બનેલા શ્રી ખટ્ટરે કોઇ ધાર્મીક નેતાને પોતાની વીધાનસભામાં શ્રી રાજ્યપાલના કરતાં પણ ઉંચે આસને બેસાડી " ધર્મ અને રાજ્ય" ના સંબંધો જેવા મુદ્દે કેમ પ્રવચન આપવા બોલાવ્યા તેની ચર્ચા કરવા માંગતા નથી. અમે તેનો ચોક્ક્સ અને ગંભીર રીતે વીરોધ તો કરીએ જ છીએ. કારણકે દેશના લોકશાહી બંધારણ મુજબ રાજ્ય અને ધર્મના કાર્યો સ્પષ્ટ રીતે સ્વતંત્ર છે તેવું જણાવવામાં આવેલું છે. બંધારણે બક્ષેલા મુળભુત અધીકારોની કલમ ૧૯ અને ૨૫ મુજબ ધાર્મીક સ્વતંત્રતા એ દરેક નાગરીકનો અધીકાર છે. બંધારણ મુજબ રાજ્યની પ્રવૃત્તીઓમાં ધર્મએ દખલગીરી ન કરવી જોઇએ. અને તેવીજ રીતે ધર્મના ક્ષેત્રોમાં રાજ્યે દખલગીરી ન કરવી જોઇએ.

હવે શ્રી તરૂણસાગરે પોતાના આ પ્રવચનમાં  ' પ્રેસ રીપોર્ટ'  પ્રમાણે બે અગત્યની વાતો કરી છે. એક રાજ્ય અને ધર્મના સંબંધોમાં ધર્મની સર્વોપરીતાની તરફેણ કરી છે. રાજ્યશાસન ધર્મ પ્રેરીત અને સંચાલીત હોવું જોઇએ. આ સંબંધોની વધુ ચોખવટ કરતાં તેઓએ જણાવ્યું હતું કે ' જેમ પતીનું આધીપત્ય પોતાની પત્ની ઉપર છે તેવું ધર્મનું આધીપત્ય રાજ્ય પર હોવું જોઇએ.'  એટલે કે રાજ્યશાસન તેના જન્મદાતા અને  કર્તા ધર્મના દાસ, અને ગુલામ હોવા જોઇએ.  આ મુનીના ક્રાંતીકારી કડવા વીચારોમાં ' સ્રી–પુરૂષ' સમાનતા હજુ જોજનો દુર છે. તે જેમ પુરૂષના સ્રી પરના આધીપત્યને ધાર્મીક ગણે છે તેમ તેમને ધર્મનું આધીપત્ય રાજ્ય પર જોઇએ છીએ. હજુ તેમને માહીતી નથી અથવા આ સત્ય સ્વીકાર્ય નહી હોય કે ભારતના રાજ્યનું સર્જન દેશમાં પ્રવર્તમાન કોઇ ધર્મોએ કરેલું જ નથી. પણ ' વી ધી પીપલ ઓફ ઇંડીયા' એ બંધારણ મુજબ રાજ્યનું સર્જન કરેલ છે. ભારત દેશમાં રહેતા લોકો બંધારણ મુજબ પ્રથમ ભારતીય નાગરીક છે પછી હીંદુ કે મુસલમાન વગેરે. આ બધા ધર્મના ઠેકેદારોને દેશના નાગરીકો( સીટીઝન્સ)ને નાગરીકમાંથી હીંદુ, મુસલમાન, ખ્રીસ્તી અને જૈન બનાવવા છે. તમને ઘડીયાળના કાંટાને સને ૧૯૪૭ સાલ પહેલાંની તરફ લઇ જવા છે. પછી આ બધા ધાર્મીક ઠેકેદારોને પોતાના ધર્મના અનુયાયીઓ પર પોતાના ધર્મોની દુકાનો ચલાવવી છે. તે બધાના હીતો ધાર્મીકને બદલે ધંધાકીય થઇ ગયા છે. તેમના અનુયાયીઓ ધાર્મીકને બદલે ધાર્મીક ગ્રાહકો છે. તેમના સંબંધો મુડીવાદી સમાજ વ્યવસ્થામાં જે સંબંધો  ઉત્પાદક અને ગ્રાહકના છે  તેનાથી લેશ માત્ર જુદા હોતા નથી.

આ બંને વીચારોનું પૃથ્થકરણ કરતાં આ જૈનગુરૂની માનસીકતા અને વીચારપધ્ધ્તી શું છે તે સ્પ્ષ્ટ રીતે ખબર પડે છે.

એક, તેઓને રાજ્યવ્યવસ્થાની સામે ધર્મવ્યવસ્થાનું પ્રભુત્વ જોઇએ છીએ. આવો ખ્યાલ ફક્ત તેઓનો છે એવું બીલકુલ નથી. તેવો ખ્યાલ કોઇપણ ધર્મના વડાનો સામાન્ય રીતે હોય છે. અરે! આવો ખ્યાલ આર એસ એસના વડા મોહન ભાગવત અને તેમની ઉપરથી નીચે સુધી પ્રસરેલી ફોજનો પણ છે. તે બધાને દેશમાં હીંદુ ધર્મ પાળતી બહુમતી હીંદુઓની હોવાથી તે બધાને દેશને કાયદા મુજબના અસ્તીત્વમાં આવેલ બંધારણીય રાજ્યમાંથી  હીંદુ રાજ્યમાં રૂપાંતર કરવું છે. દેશને લોકો માટેનું કલ્યાણ રાજ્ય બનાવવાને બદલે હીંદુ ધર્મના મનુસ્મૃતીના નીયમો પ્રમાણેનું હીંદુ રાજ્ય બનાવવું છે. દેશ અને દુનીયાના દરેક ધર્મોના ધર્મગુરૂઓને, ખ્રીસ્તીઓને બાયબલ, મુસલમાનોને  કુરાન અને શરીઅત, હીંદુઓ માટે મનુસ્મૃતી અને ભગવત ગીતા પુરસ્કૃત વર્ણવ્યવસ્થાના ટેકાવાળું અને જૈનોને મહાવીર સ્વામી અને અન્ય તીર્થંકરોએ સુચવેલ પ્રમાણેનું જૈનોનું રાજ્ય શાસન જોઇએ છીએ. ૨૧મી સદીની, ખાસ કરીને નાગરીક લોકશાહી પ્રથા તે બધાને આંખના કણાની માફક સતત ખુંચે છે. લોકશાહી રાજ્યપ્રથામાં રાજ્ય પોતાના કોઇપણ નાગરીકનો ધર્મ જોવાને બદલે નાગરીક તરીકે ગણીને તેના કલ્યાણ માટેનો અધાર્મીક નહી પણ ઐહીક (સેક્યુલર) વ્યવહાર કરે છે.

જૈન દીગંબર મુની તરૂણ સાગરના વીચારો અને કાર્યો એ કોઇપણ ધર્મના વડાઓના વીચારોથી બીલકુલ જુદા નથી. તેથી આપણા પડકારો તે બધા જ સામે જ હોય. તેમાં કોઇ વધારે વીરોધી કે ઓછા વીરોધી હોઇ  શકે નહી. તે રીતે જ આપણે તે બધાના, જાગૃત અને અજાગૃત મનમાંથી વ્યક્ત થતા અમાનવીય મુલ્યો જેવાકે લોકોની ધાર્મીક ગુલામી, સ્રી–પુરૂષ અને માનવ માનવ વચ્ચે ધર્મ પ્રેરીત અસમાનતા અને સંપન્ન માણસોનો વંચીતો સામેનો અન્યાયી વ્યવહાર, વર્તન વીગેરે સામેના પડકારો ઝીલવા બહુજ ઝડપથી તૈયાર થવાનો સમય આવી ગયો છે.સ્વતંત્રતા,સમાનતા અને બંધુત્વ માનવ મુલ્યો છે.આવા મુલ્યોને બચાવવા માટેનો સંઘર્ષ લાંબા ગાળાનો છે. જેમાં આપણા પક્ષે જ્ઞાન–વીજ્ઞાન અને આધુનીક ટેકનોલોજીનો સાથ છે. પણ તે બધા તેનો યેનકેન પ્રકારે જ્ઞાન–વીજ્ઞાનનો વીનાશ કરવામાં સફળ ન થાય તો! આવા સ્થાપીત હીતો ધરાવતા ધાર્મીકોને તેમના સાચા પ્રકટ અને અપ્રકટ વર્તનો સામે આપણે આપણા નાગરીક જોખમોએ જ નજરઅંદાજ કરી શકીએ.

હરીયાણાની ખટ્ટર સરકાર તરુણ સાગરને બોલાવવામાં પહેલી નથી. શીવરાજ પાટીલની મધ્યપ્રદેશની સરકારે આ જૈન સ્વામીને વીધાનસભામાં જ પ્રવચન આપવા બોલાયા હતા. તરુણસાગર અને આર એસ એસ–બીજેપી સંચાલીત આ બધાના વૈચારીક એજન્ડા બીલકુલ જુદા નથી.બીજી એક અગત્યની હકીકત છે કે લોકસભા અને રાજ્યસભા ગૃહનો 'લેક્ચર હોલ' તરીકે બીલકુલ ઉપયોગ ન થઇ શકે તેવી કાયદાકીય જોગવાઇ છે. તો કયા કારણોસર દેશના રાજ્યોની વીધાનસભા ગૃહોને આવા કાયદામાંથી બાકાત રાખવામાં આવી છે. વધારામાં આ મુનીને હરીયાણાની વીધાનસભામાં પ્રવચન આપવા બધાજ રાજકીય પક્ષોએ અનુમતી આપી હતી.  

 હરીયાણા સરકાર દેશના બંધારણ વીરૂધ્ધ કેવીરીતે બીન્દાસ વર્તી રહી છે તે જોઇએ.એક તેણે વીધાનસભામાં બીલ પસાર કરીને રાજ્યના અશીક્ષીત અને અભણ પુખ્ત ઉંમરના નાગરીકોનો મત આપવાનો અધીકાર છીનવી લીધો છે. બે થી વધુ બાળકો હોય તે મતદાર ઉમેદવાર તરીકે કોઇપણ સ્થાનીક, કે રાજ્યની ચુંટણી ન લડી શકે તેવું પણ બીલ પસાર કર્ય્રુ છે. દેશના બધા રાજ્યોમાં જે રાજકીય અને માનવ અધીકારો નાગરીકો ભોગવતા હોય તેને હરીયાણા સરકાર પોતાના માની લીધેલા સામાજીક આદર્શો રાજ્યના દરેક નાગરીક પર થોપી દીધા છે.

 આપણે તરુણ સાગર મુનીને પ્રશ્ન પુછી શકીએ ખરા કે જૈનોના દીગંબર સંપ્રદાયમાં પુરૂષો જ કેમ દીંગંબર અને સ્રીઓ કેમ નહી? પુરૂષ દીગંબર બને તો મોક્ષ મળે પણ સ્રી દીગંબર મહીલા મુની બને તો શું ઉપર આભમાંથી સ્વર્ગ ફાટીને નીચે આવી જાય? જૈનધર્મના બીજા ફીરકા શ્વેતાંબરમાંતો સ્રીઓને બાળદીક્ષા અપાવી દુન્યવી પ્રલોભનોમાંથી મુક્ત બનાવી મોક્ષને લાયક બનાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે.    દીગંબરો એ સમાજ બીલકુલ ત્યજી દીધો છે. તો પછી તમારી દીગંબર શારીરીક અવસ્થા જાહેરમાં શું કામ પ્રદર્શીત કરીને બીજા બધાને મુશ્કેલીમાં મુકો છો?

 

 

 

 

 


--

Friday, August 26, 2016

આપણી રેશનાલીઝમ અંગેની સુઝ કે સમજશક્તી(પર્સેપ્શન) કેવી છે?

What's your perception of rationalism?

        આપણી રેશનાલીઝમ અંગેની સુઝ કે સમજશક્તી(પર્સેપ્શન) કેવી  છે?

        રેશનાલીઝમ એક વીચારસરણી છે. તે એક જીવન પધ્ધતી છે. સાથે સાથે તે એક દુન્યવી સત્ય(આધ્યાત્મીક     સત્ય નહી.)શોધવાનું સાધન છે. તેના પાયા ત્રણ છે. એક વૈજ્ઞાનીક અભીગમ, બે, ધર્મનીરપેક્ષ માનવવાદ( સેક્યુલર હ્યુમેનીઝમ) અને ત્રણ,માનવકેન્દ્રીત, (ઇશ્વર કેન્દ્રીત નહી) જગતનો દ્રષ્ટીબીંદુ. રાજ્ય, રાષ્ટ્ર, સમાજ કે ધર્મ, જાતી, જ્ઞાતી જેવા કોઇપણ કાલ્પનીક સમુહમાટે વ્યક્તીનું બલીદાન કે ભોગ લેવાય નહી તેવી વીચારસરણી.વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત માનવીનું સશક્તીકરણ થાય તેવી વીચાર પધ્ધતી. હવે રેશનાલીઝમના ત્રણ પાયાઓને વીગતે સમજીએ.

     વૈજ્ઞાનીક અભીગમ એટલે શું?

(૧) રેશનાલીસ્ટ કોઇપણ બનાવ કે પ્રસંગને કોઇપણ જાતના પુર્વગ્રણ સીવાય ખુલ્લામનથી ( એન ઓપન માઇન્ડડેડ)પૃથ્થકરણ કરે છે. ધર્મ પુસ્તકમાં લખ્યું છે, નેતા, વડીલ કે મા–બાપ, શીક્ષક, કહેવાતા ગુરૂઓએ ઉપદેશ આપ્યો છે, માટે તે સત્ય તેવું રેશનાલીસ્ટ કયારેય સ્વીકારતો નથી. પરંપરાથી ચાલુ આવે છે, સમાજના બહુમતી લોકોએ રોજબરોજના જીવનમાં સ્વીકારી લીધું છે માટે સત્ય તેવું રેશનાલીસ્ટ ક્યારેય સ્વીકારતો નથી. તે પોતાની તર્કવીવેકબુધ્ધી આધારીત કારણની સર્વોપરીતાને સ્વીકારે છે. સત્ય શોધવાની તેની પધ્ધતી તટસ્થ, હકીકત કે પુરાવા આધારીત વૈશ્વીક હોય છે. આ રીતે રેશનાલીસ્ટે શોધી કાઢેલા સત્યો વૈજ્ઞાનીક પધ્ધતી આધારીત  હોવાથી જગતના કોઇપણ ખુણે વૈજ્ઞાનીક ઢબે પૃથ્થકરણ કરતા કોઇપણ માનવીના તારણોથી ક્યારેય જુદા હોઇ શકે નહી. જગતમાં બનતી કોઇપણ ઘટનાને વૈજ્ઞાનીક પધ્ધતી પ્રમાણે પૃથ્થકરણ કરવાથી તારણ જુદુ આવી શકે નહી. વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત શોધી કાઢેલા સત્યો શાશ્વત હોય છે.  આ સત્યોનો આધાર તેના શોધકોથી પણ સંપુર્ણ સ્વતંત્ર અને નીરપેક્ષ હોય છે.  વૈજ્ઞાનીક સત્યો શોધનારના મૃત્યુ સાથે તેણે શોધેલા સત્યો ક્યારેય મૃત્યુ પામાતા નથી. જયારે ધાર્મીક ધર્મગુરૂઓના સત્યો કે ઉપદેશો તેમના મૃત્યુ સાથેજ મૃત્યુપામે છે. કારણકે તે બધાનો આધાર વૈજ્ઞાનીક અભીગમ હોતો નથી. તેમના તારણો સાબીત ન થઇ શકે તેવા અંગત તારણો પર આધારીત હોય છે. ધર્મગુરૂઓના સત્યોનો આધાર તેમની ધાર્મીક અંગત સત્તા હોય છે જેને વૈજ્ઞાનીક પધ્ધતીને આધારે તપાસી શકાતા નથી.આવા સત્યનો આધાર કુદરતી પરીબળોની સમજણને બદલે અલૌકીક (સુપરનેચરલ) પરીબળોમાં શ્રધ્ધા હોય છે.

વૈજ્ઞાનીક અભીગમનું પ્રેરકબળ અલૌકીક પરીબળોમાં સંપુર્ણ અવીશ્વાસ છે. રેશનાલીસ્ટને દ્રઢ વીશ્વાસ હોય છે કે આ વીશ્વમાં બનતી કોઇપણ કુદરતી ઘટનાને વૈજ્ઞાનીક નીયમોને આધારે સમજાવી શકાય છે. કદાચ જે કોઇ કુદરતી રહસ્યો આજે સમજાતા નથી તે વૈજ્ઞાનીક પધ્ધતી આધારીત માનવીય પ્રયત્નોથી આવતી કાલે ચોક્ક્સ સમજાશે. દરેક ઘટના કાર્યકારણના નીયમનું જ પરીણામ હોય છે. ભલે વ્યક્તીગત ધોરેણે તે સમજાય કે નહી. તેમાં કશું અલૌકીક કે દૈવી હોતું જ નથી. ખરેખર વૈજ્ઞાનીક જ્ઞાનને જાણવા માટે પધ્ધતી છે, તે મુક્ત અને ખુલ્લી હોય છે, તે જુનવાણી કે પ્રત્યાઘાતી ને બદલે પ્રગતીશીલ હોય છે. તે વૈશ્વીક અને સ્વસુધારાવાદી ક્ષમતા( સેલ્ફકરેક્ટીંગ) ધરાવતી હોય છે. તે ધારણાઓકે કલ્પનાઓ કરતાં પુરાવા આધારીત હોય છે.

મુદ્દા નંબર બે, ધર્મનીરપેક્ષ માનવવાદ અને ત્રણ માનવકેન્દ્રીત જગતનું દ્રષ્ટીબીંદુ હવે પછીની ચર્ચામાં.


--

Thursday, August 25, 2016

હવે ઓલવીન ટોફલર આપણી વચ્ચે નથી.(જન્મ. ૪–૮–૧૯૨૮– મૃત્યુ. ૨૭–૬– ૨૦૧૬)


        હવે ઓલવીન ટોફલર આપણી વચ્ચે નથી.(જન્મ. ૪–૮–૧૯૨૮ મૃત્યુ. ૨૭–૬– ૨૦૧૬)

આ પૃથ્વી પર લાખો નહી પણ કરોડો માનવીઓ આવીને જતા રહ્યા. પણ કેટલાક પોતાના કાર્યો અને ખાસ કરીને વીચારોની એવી અસર મુકીને જાય છે કે જે સમયાતીત હોય છે.ઓલવીન ટોફલર તેમાંના એક હતા. તેઓએ માનવ જાતને પોતાના ત્રણ પુસ્તકો, ફ્યુચર શોક(૧૯૭૦), થર્ડ વેવ(૧૯૮૦) અને પાવર શીફ્ટ (૧૯૯૦) લખી, પ્રકાશીત કરીને જબ્બરજસ્ત સમૃધ્ધ બનાવી દીધી છે. સદર પુસ્તકોની નકલો લાખો નહી પણ કરોડોમાં પ્રકાશીત થઇ છે. જે હજુ વેચાય અને વંચાય પણ છે. વીશ્વની ઘણી બધી ભાષાઓમાં તે પુસ્તકોનું ભાષાંતર થયું છે. આ ત્રણ ચોપડીઓમાં ( Trilogy of Best-seller books) ટોફલરે ખાસ કરીને વૈશ્વીક ઔધ્યોગીક સમાજ કેટલી બધી ઝડપથી બદલાઇ રહ્યો છે તેનાં પૃથ્થકરણો બતાવીને, વાંચકના મનને સતત સત્ય આધારીત અસહ્ય આઘાતો આપીને વૈચારીક રીતે ભવીષ્યમાં આવતા પરીવર્તનોને સમજવા દીશાહીન બનાવી દીધો છે.

તે ભવીષ્યવેત્તા(futurist) તો હતો જ. પણ સાથે સાથે તેઓએ ભવીષ્યના સમાજ અને માનવ જીવનના દરેક ક્ષેત્રોમાં આવી રહેલા ઘોડાપુર પરીવર્તનોની નાડીના ધબકારા,(તેણે વર્તમાન પ્રવાહો અને ઘટનાઓનું વીગતે વાસ્તવીક, પુર્વગ્રહ વીનાનો, માહીતીનો ભંડાર એકત્ર કરીને,) ઓળખી કાઢયા હતા. આ બધા પ્રવાહોની દીશા કઇ છે તે પણ તેઓએ સ્પષ્ટ જણાવ્યું છે. ઉભરી રહેલા સુપર ઔધ્યોગીક સમાજને અનુકુળ  જુની કૌટુંબીક, સામાજીક,શૈક્ષણીક, ધાર્મીક, આર્થીક, રાષ્ટ્રીય અને રાજકીય સંસ્થાઓ પોતાના અપરીવર્તનશીલ ( Resistance to change attitude & actions) લક્ષણોને કારણે ઝડપથી મૃતપાય થઇ રહી છે તેની વીગતે નોંધ પણ તૈયાર કરી છે. નવા સમાજને અનુકુળ નવી સંસ્થાઓના માળખાઓ, મુલ્યો અને અરસપરસના વહેવારો કેવા હશે, તેના પ્રવાહોનો સ્પષ્ટરીતે ટોફલરે નીર્દેશ કરેલો છે. વધુ ચર્ચા નહી કરતાં તેના ત્રણ પુસ્તકોના અગત્યના તારણોને સમજીએ અને માણીએ.

() ફ્યુચર શોક (૧૯૭૦)– આ પુસ્તકમાં ટોફલરે ઔધ્યોગીક સમાજમાં કયા કયા પરીવર્તનો આવી રહ્યા છે અને તેમાંથી સર્જાતા આઘાતોપ્રત્યાઘાતો સાથે માનવ જાત કેવી રીતે અનુકુલન સાધી રહી છે તે વીગતે સમજાવ્યું છે. ૨૧મી સદીમાં વીશ્વમાં રાષ્ટ્રો વચ્ચેની સીમાઓ કેવી રીતે આવી રહેલા પરીવર્તનોને આધારે તુટતી જશે તે સમજાવ્યું છે. કૃષી સંસ્કૃતી અને ઔધ્યીગીક સમાજે પેદા કરેલા તમામ મુલ્યોને ફગાવી વૈશ્વીક સમાજ અને સંસ્કૃતી ની રચના કરવા કયા કયા નવા નવા પરીવર્તનોનું સર્જન  થઇ રહ્યું છે તેની વીગતે માહીતી આપી છે. આ બધા તારણોની અધીકૃતતા અને સત્ય સાબીત કરવા ટોફલરે વાંચનાર પાસે માહીતીઓનો વીશાળ ગંજ ખડકી દીધો છે.

      તેની દલીલ છે કે માનવજાતને શીકાર યુગે પેદા કરેલ સંસ્કૃતીમાંથી કૃષીસંસ્કૃતી તરફ આવતાં હજારો વર્ષ નીકળી ગયાં. ત્યારબાદ માનવજાતને કૃષીસંસ્કૃતીના પ્રથમ મોજામાંથી બહાર નીકળતાં દસ હજાર વર્ષ લાગ્યા. પણ તેનું બીજું મોજું જેને ટોફલર 'ઔધ્યોગીક મોજા' તરીકે ઓળખાવે છે તે તો ફ્કત ત્રણસો વર્ષ સત્તરમી સદીથી શરૂ કરીને વીસમી સદીની ૧૯૫૦ની સાલ સુધી જ ચાલ્યું હતું. હવે ત્યાર પછી શરૂ થયેલું ત્રીજુ મોજુ (થર્ડ વેવ) જે માહીતી. કમ્પ્યુટર, અને ડીજીટલ યુગ તરીકે ઓળખાય છે તેણે તો પોતાના પરીવર્તનોની ઝડપ એટલી બધી વધારી દીધી છે કે તેનો સમગ્ર અંદાજ કાઢવો જ માનવીય સ્તરપર અસંભવ બની ગયું છે. ટોફલરે તેને ' ખુબજ ટુંકા સમયમાં અમાપ પરીવર્તનો' ના મોજા( Too much change in too short time ) તરીકે ઓળખાવ્યું છે.

તેનું બીજું તારણ છે કે આ પરીવર્તનોમાંથી પેદા થયેલ સમાજ કોઇ કાળે પાછો કૃષી કે ઓધ્યોગીક સમાજની સંસ્કૃતી તરફ જઇ શકે તેમ નથી. એટલે કે આ પરીવર્તનોની અસરો કાયમી છે. જે લોકો પરીવર્તનના આઘાતોને( ફ્યુચર શોકસ) સમજીને અનુકુળ થશે તે જ પોતાનું અસ્તીત્વ ટકાવી શકશે. સમાજ પરીવર્તનનું એન્જીન, ટેકનોલોજી બની ગઇ છે. જ્યારે તેનું બળતણ કે ઇંધન( ફ્યઅલ) જ્ઞાન બની ગયું છે.( The Engine is technology and knowledge is not power but fuel of it) ફયુચર શોક પુસ્તકના તારણો આપણને ડરામણા લાગે તેવા છે પણ સાથે સાથે આપણને તેનો અભ્યાસ આવી રહેલા પડકારો સામે સભાન અને સજ્જ પણ બનાવે છે.

() થર્ડ વેવ (૧૯૮૦) ત્રીજુ મોજુંમાનવ સંસ્કૃતીના વીકાસને ટોફલરે સરળ રીતે સમજાવવા માટે ત્રણ સમય કાળમાં વહેંચી નાંખ્યો છે. કૃષી મોજું, ઔધ્યોગીક મોજું અને માહીતી  મોજું. દરેક મોજાનો સમય ગાળો, તેમાં પેદા થયેલી તમામ પ્રકારની સંસ્થાઓ, તેમાં વીકસેલા માનવ મુલ્યો અને સંબંધો વગેરે સરળતાથી સમજાવ્યું છે.. દરેકના સમય ગાળાને સમજાવવા માટે વાપરવામાં આવતા, બળદ કે ઘોડાકે માનવ શ્રમની મદદથી શોધાયેલા ઓજારો, બળતણના સ્રોત્રો દા.ત કૃષી સમયમાં લાકડું અને કોલસો, ઓધ્યોગીક યુગમાં બળતણનું સાધન કોલસો, ખનીજ તેલ,વીજળી અને માહીતી યુગમાં સુર્ય પ્રકાશ, પવનની ઝડપ, દરીયાઇ મોજા અને અણુશક્તી. વાહનની ઝડપમાં વધુમાં વધુ ઘોડાના ઉપયોગ દ્રારા કલાકના ૨૦ માઇલ અને હવે હવાઇ જહાજ, રોકેટ વી.. ની ઝડપ સેંકડમાં મપાય છે. ત્રીજા મોજામાં માનવ સંસ્કૃતી વધારે શાણી, અન્ય માનવો પ્રત્યે વધુ સંવેદનશીલ અને સહીષ્ણુતો ખરીજ, વધુ સુઘડ,અને માનવ મુલ્યોને જીવનના દરેક ક્ષેત્રમાં ઉજાગર કરતો માનવ સમુદાય  (Emerging characters of third wave civilization- more sane, sensible, sustainable, descent and democratic) હશે. ત્રીજા મોજામાં પરીવર્તનના પરીબળો એટલા બધા શક્તીશાળી હશે કે સમાજના બધા અંગોમાં ઉપરછલ્લા નહી(not cosmetic changes but revolutionary changes) પણ મુળભુત ફેરફારોનું સર્જન કરશે. ત્રીજા મોજાની સુચીત સંસ્થાઓમાં ટોફલરે આધુનીક સર્વસાધનોથી સંપન્ન 'ગ્લોબલ વીલેજ અને ઇલક્ટ્રોનીક કોટેજ 'ના ખ્યાલને વીકસાવ્યો છે. ત્રીજા મોજાના પરીવર્તનના વાહક તરીકે  ટોફલરે વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત યાંત્રીક ક્રાંતી( સાયન્ટીફીક ટેકનોલીજીકલ રેવોલ્યુશન)ને ગણયુ છે. લેખકના મત મુજબ આ ત્રીજુ મોજું આધુનીક સમાજમાં થોડાક જ દાયકામાં પુરુ થઇ જવાનું છે.આજે આપણે બધા મૃતપ્રાય થતી સામાજીક સંસ્કૃતીની છેલ્લા પેઢી છીએ. સાથે સાથે થર્ડવેવે પેદા કરેલી નવી પેઢીના મશાલચીઓ પણ છીએ.

()પાવર શીફ્ટ (૧૯૯૦)– ટોફલરે પોતાના આ પુસ્તકમાં સત્તાના ખ્યાલની નવી વીભાવનાનું( He defined the new revolutionary concept of power) સર્જન કર્યુ છે. સામાન્ય રીતે સત્તા કે પાવર એટલે નાણાંકીય સત્તા, રાજકીય સત્તા, સામાજીક કે ધાર્મીક વડા તરીકેની સત્તા. આ માહીતી, કમ્પ્યુટર અને ઇન્ટરનેટના યુગે સત્તાને જ્ઞાનની સત્તા તરીકે મુકી દીધી છે. જે વ્યક્તી કે સમાજની પાસે આધુનીક જ્ઞાન મોટાપાયે સરળતાથી ઉપલબ્ધ હશે તેની પાસે ૨૧મી સદીનું સુકાન હશે. સમાજના દરેક અંગોનો વ્યવહાર આધુનીક જ્ઞાન આધારીત બની ગયો છે.

ટોફલરની ' ફ્યુચર શોક'થી શરૂ થયેલી આ ત્રીવેણી પુસ્તક શ્રેણી થર્ડવેવ પછી પાવર શીફ્ટ નામના પુસ્તકે આવીને પોરો ખાધો છે. તે લગભગ છેલ્લા પચ્ચીસ વર્ષના અથાગ પ્રયત્નોનું પરીણામ છે.આ ત્રણેય પુસ્તકોને કોઇ સતત જોડતી સાંકળ હોય તો તે લેખકે વીકસાવેલો 'પરીવર્તન કે ચેંજ' નો ખ્યાલ છે. તેની પાછળ કામ કરતા પરીબળોની આખી સાંકળના એકે એક અંકોડામાં જ્ઞાનવીજ્ઞાન અને માહીતીના ઢગલાબંધ પુરાવા આપણી સમક્ષ ખડકી દીધા છે. મારૂ તારણ છે કે કદાચ આટલી સરળ રીતે આધુનીક પરીબળોએ પેદા કરેલ પરીવર્તનોને હકારાત્મક અને સંપુર્ણ આશાવાદ સાથે સમજાવવાનું કામ તો ઓલવીન ટોફલર જ કરી શકે.

ઓલવીન ટોફલરના વીચારોની અસરો

 વીશ્વભરમાં ટોફલરના વીચારોથી ખુબજ પ્રભાવીત થયેલા લોકોની સંખ્યા હજારોમાં નહી પણ કરોડોમાં છે. સને ૨૦૦૦ની સાલમાં વીશ્વ મેનેજમેંટ કનસ્લટન્ટ સંસ્થાએ ટોફલરને વીશ્વના બીઝનેસ જગતને વૈચારીક રીતે અસર કરેલ ૫૦ મહાન વ્યક્તીઓમાંથી તેનું સ્થાન ૮મું મુક્યું હતુ. ટોફલરનું ભવ્ય સન્માન જપાન. દક્ષીણ કોરીયા, ચીન અને સીંગાપુરમાં થયુ હતું. સામ્યવાદી ચીન જેણે એક સમયે ટોફલરના પુસ્તકો પર પ્રતીબંધ મુક્યો હતો તે ચીનમાં માઓત્સે તુંગના પુસ્તકો પછી ટોફલરના પુસ્તકો વંચાય છે. અને કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ચાઇના એ જાહેરે કર્યુ છે , પોતાના દેશના વીકાસ માટે કાર્લ માર્કસના 'દાસ કેપીટલ ' સાથે ઓલવીન ટોફલરના આ ત્રીવેણી પુસ્તક સમુહની અસરો લેશ માત્ર ઓછી નથી. રાજકીય રીતે વીશ્વના અસરકારક નેતાઓમાં જેમની ગણના થાય છે તેવા રશીયાના મીખાઇલ ગોર્બેચોવ, ભારતના શ્રીમતી ઇંદીરા ગાંધી, હ્યુગો ચેવાઝ, એઓલ કું ના સ્ટીવ કેસ અને મેક્સીકન અબજોપતી કાર્લોસ સ્લીમ ટોફલરના વ્યક્તીત્વ અને વીચારોના ચાહકો (ફેન) હતા. તેણે ઘણીવાર જણાવ્યું હતું કે તે આ સદીનો પયગંબર કે ભવીષ્યવેત્તા નથી. પણ તેણે આ ક્ષેત્રમાં સંશો!ધન કરીને એટલી માહીતી એકત્ર કરી હતી કે જેને કારણે તે આવતીકાલના પ્રવાહો અને તેની દીશાઓને સમજવામાં સફળ થયો છે.

ઓલવીન ટોફલરના કેટલાક સદાબહાર અવતરણો

() ૨૧મી સદીમાં અભણ (ઇલલીટેરેટ) એને કહેવાશે જે જુનું ભણેલું ભુલતો નથી અને નવું શીખતો નથી.

() ટેકનોલોજીનો હેતુ ફક્ત પૈસા પેદા કરવાનો નથી પણ તેનાથી વીશ્વને બદલવાનો છે. આવી માન્યતા કેલીફોર્નીયા રાજ્યની સીલીકોન વેલીના સંચાલકો જેવાકે બીલ ગેટસ અને માર્ક ઝુકરબર્ગમાં પેદા કરી શક્યો.

અગત્યની નોંધ– ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસોશીયેશનના ઉપક્રમે તારીખ ૨૨મી નવેંબરના ૨૦૧૪ રોજ આશરે ૨૦ માસ પહેલાં 'ઓલવીન ટોફલરના ત્રણ પુસ્તકો ફ્યુચર શોક, ધી થર્ડ વેવ અને પાવર શીફ્ટ' પર એક પરીસંવાદનું આયોજન અમદાવાદમાં ગુજરાત વીધ્યાપીઠના અહીંસા શોધ ભવનમાં કરવામાં આવેલું હતું. મુખ્ય વક્તાઓ હતા (૧) ડૉ અનીલ પટેલ આર્કવાહીની માંગરોલ, (૨) પ્રો. હેમંત શાહ અમદાવાદ, (૩) પ્રો. ધવલ મહેતા, અમદાવાદ, (૪) રજની દવે, તંત્રી, ભુમીપુત્ર, વડોદરા. સમગ્ર પરીસંવાદનું સંકલન બીપીન શ્રોફે કરલું હતું.

 


 

 

 

 

--