Thursday, February 27, 2020

રાષ્ટ્રીય વસ્તી ગણતરી નોંધણી અને રાષ્ટ્રીય નાગરીકોની નોંધણી

રાષ્ટ્રીય વસ્તી ગણતરી નોંધણી અને રાષ્ટ્રીય નાગરીકોની નોંધણી ( National Population  Registration NPR and National citizens Registration NCR.)

આપણે સમજવાની અનુકુળતા માટે બંને મુદ્દાઓના ટુંકા સ્વરૂપનો ઉપયોગ કરીશું. એન પી આર અને એન સી આર.

એન પી આર– લગભગ બ્રીટીશરોના સમયથી સને ૧૮૬૧ની સાલથી દર દસવર્ષે દેશની વસ્તીની ગણતરી કરવામાં આવે છે. તેમાં એકત્ર કરવામાં આવેલા આંકડાઓ ખુબજ મહત્વના હોય છે. દા.ત સ્રી– પુરૂષની વસ્તી, જન્મ મરણનો દર, વસ્તીનું ગામડાઓમાંથી શહેર તરફ સ્થળાંતર, શિક્ષણનું પ્રમાણ, બાળજન્મ અને મૃત્યુ દર અને બીજુ ઘણું બધું. સને ૨૦૧૧ની વસ્તી ગણતરી સને ૨૦૧૦માંથી શરૂ થઇ હતી. તે પ્રમાણે હાલ સને ૨૦૨૦માં સને ૨૦૨૧ના વર્ષ માટે દેશમાં વસ્તી ગણતરી કરવામાં આવે તેમાં કશું ખોટું નથી.

પરંતુ સને ૨૦૧૦ની સાલમાં આવી રાષ્ટ્રીય વસ્તી ગણતરી માટેના ફોર્મમાં કુલ ૧૪ માહિતીઓ એકત્ર કરવામાં આવેલી હતી. જેના સામે દેશના નાગરિકોનો માહિતીઓ આપવામાં કોઇ વાંધો ન હતો. પરંતુ મોદી સરકારે આ નવા વસ્તી ગણતરીના ફોર્મમાં બીજી સાત વિગતો ઉમેરી છે. જેવી કે મા– બાપ ની જન્મ તારીખ, તેમનું જે તે સમયનું સરનામું, જન્મ સ્થળ, માહિતી પુરી પાડનારનો મોબાઇલ નંબર, ડ્રાઇવીંગ લાયસન્સ, વોટર આઇ ડી, માતૃભાષા વિગેરે. આપણા ઘરે વસ્તીગણતરી કરનાર સરકારી અધિકારીને આ બધી માહિતી લખાવવાની છે. કોઇ દસ્તાવેજી પુરાવા નોંધણી સમયે આપવાના નથી. મોદી સરકારે માંગેલી નવી સાત–આઠ માહિતીઓને આધારે સરકારને એન સી આર તૈયાર કરવા માટે અને ત્યારબાદ દેશના કાયદેસરના નાગરિકને રહેઠાણનું નવું ઓળખનું કાર્ડ નવા નંબર સાથે(Resident Identity Card ) આપવામાં આવશે.

હવે તૈયાર કરેલ એન પી આર(વસ્તી ગણતરી નોંધણી)માંથી એન આર સી બનાવાશે. કોઇ એવું સમજે કે બંનેને એક બીજા સાથે કોઇ સંબંધ હોઇ શકે નહિ, તો તે સફેદ જુઠ સિવાય બીજું કશું હોઇ શકે નહી. ઉપરની ચર્ચાને આધારે સત્યને સરળતાથી સમજી શકાય તેમ છે.

  આ સમગ્ર પ્રશ્નની ગંભીરતા હવે શરૂ થાય છે.એન આર સીનું ગઠબંધન અને સંચાલન કોણ કરશે? સરકારે આ માટેની એક સ્થાનીક સ્થળ પર એક ફોરેન ટ્રીબ્યુનલ કોર્ટ ની રચના કરશે. સદર કોર્ટ ફક્ત નામમાં જ કોર્ટ છે. કોઇ અર્થમાં તે કોર્ટ જ નથી, ક્વોસી જુડીશ્અલ કોર્ટ પણ નથી. તે ખરેખર કાંગારૂ કોર્ટ છે. તે કઇ બલાનું નામ છે. તેની વ્યાખ્યાને આપણે સમજીએ. kangaroo court

·         1.an unofficial court held by a group of people in order to try someone regarded, especially without good evidence, as guilty of a crime or misdemeanour: કાયદાની પરિભાષામાં પુરતા પુરાવા વિના કોઇને ગુનેગાર સાબિત કરવો.

 (તેનું સંચાલન કોઇ નિવૃત જ્જ, કે દસ કે પાંચ વર્ષનો ન્યાયતંત્રનો અનુભવી અધિકારી( Judicial Bend of mind) નહી કરતો હોય! નાગરિકતા નક્કી કરવા માટેની ફોરેન ટ્રીબ્યુનલ રચના કોઇ કાયદાને આધારે નહી થાય. તેની આખરી સત્તા કોઇ ન્યાયધીશ, વકીલ કે સીવીલ સરવંટ (આઇ એ એસ) પાસે નહી હોય. આ ટ્રીબ્યુનલ અધિકારીને એક કે બે વર્ષના કોન્ટ્રાક્ટ પર રાજ્યની સરકારો નિયુક્ત કરશે. જે આસમમાં બન્યું છે. તેની નિમણુકની રીન્યુનો આધાર તે એન પી આર માંથી કેટલા બિનનાગરીક શોધી શક્યો તેના પર રહેશે. તેના નિર્ણયોની માર્ગદર્શીકા તરીકે ઇન્ડીયન એવીડન્સ એક્ટના પ્રોવીઝન સેક્શન ૧૫ની કે સીવીલ પ્રિસીજર કોડ ની મદદ લેવાનું બિલકુલ જરૂરી નથી. જે તે સ્થાનીક વિસ્તારમાં જે રાજકીય પક્ષ અને તેના કાર્યકરોની દાદાગીરી તે પ્રમાણે આવા ટ્રીબ્યુનલ અધિકારીઓએ નાગરિકોને પરદેશી જાહેર કર્યા છે. દા.ત આસમની હાઇકોર્ટ પાસે એક ટ્રીબ્યુનલે એવો નિર્ણય કરેલો કેસ આવ્યો છે કે ' તમે તમારી સ્કુલનું જન્મનું પ્રમાણપત્ર આપ્યું છે જે ૨૦ વર્ષો કરતાં વધારે જુનુ છે તો તે પ્રમાણપત્રમાં સહીકરનાર હેડમાસ્તરની જુબાની રજુ કરી નથી. લગ્નની કાયદેસરતા નક્કી કરવા રજુ કરેલ નિકાહનામામાં સહી કરેલ કાઝીની જુબાની લીધી નથી.'  તાજેતરમાં આસમ હાઇકોર્ટની ડીવીઝન બેન્ચ પાસે નીચે મુજબનો કેસ આવેલો હતો. જેમાં ફોરેન ટ્રીબ્યુનલ કોર્ટે અરજદારે રજુ કરેલા આઠ પુરાવાને નજર અંદાજ કરીને તેણીને ડીટેન્શન સેન્ટરમાં મોકલી દેવાનો નિર્ણય કર્યો છે.  અરજદારે સ્કુલ બર્થ સર્ટીફીકેટ, લગ્નનું નિકાહનામા, ગ્રામ પંચાયતનો દાખલો, સને ૧૯૬૬ના અરજદારના દાદાના નામનો સરકારી વોટર્સ લીસ્ટનો પુરાવો, સને ૧૯૯૭ના વોટર્સ લીસ્ટમાં પોતાની માતાના નામનો પુરાવો, માતાની વોટર્સ આઇ ડી કાર્ડના ફોટાને અધિકૃત સહીસીકકા વાળી કોપી વિગેરે. તેણીનો ગુનો શું? તેના મા–બાપે તેની શાદી ૧૫વર્ષની ઉંમરે કરેલી હોવાથી સ્થાનિક મતદાર યાદીમાં તેનું નામ ન હતું. તેના પતિ, બાળકો, મા– બાપ અને અન્ય બધા જ ભારતના જ નાગરીક હતા અને છે. કોઇ બંગાલાદેશી બિલકુલ નથી જ. રાજ્યની હાઇકોર્ટની ડીવીઝન બેંચ માનનીય બે હાઇકોર્ટ જજ્જે સાહેબોની બનેલી હતી. નામદાર કોર્ટનું કાર્યક્ષેત્ર (એપેલેટ કોર્ટ)નું હોવાથી અમે અરજદારની નાગરિકતા નક્કી કરીશું નહી. તેમ કરીને પેલી અપીલ કાઢી નાખવામાં આવી છે. શાબાશ! એન આર સી વધુ જીવો!

ફોરેન ટ્રીબ્યુનલ અધિકારીઓને કોણ સમજાવે કે સાહેબ! તમારે અમારા માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબના પ્રિય શબ્દ " ઘુસ પેઠીયા" શોધવાના છે. નહિ કે દેશના નાગરીકોને બિનભારતીય સાબિત કરીને પેલી ડીટેસન્સ છાવણીમાં મોકલવાના છે. 


--

Monday, February 24, 2020

નાગરિક સુધારા ધારો ( સિટિઝન્સ એમેન્ડમેન્ટ એક્ટ, સી એ એ)

નાગરિક સુધારા ધારો ( સિટિઝન્સ એમેન્ડમેન્ટ એક્ટ, સી એ એ)

 ચર્ચા તથા અનુકુળતા માટે આપણે સી એ એ ના નામનો ઉપયોગ કરીશું. આપણને સૌ ને માહિતી છે કે હવે તેણે કાયદાનું સ્વરૂપ લઇ લીધું છે. સમગ્ર દેશમાં તેનો અમલ સહેલાઇથી થઇ શકે તેમ છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલા દેશમાંથી આવેલા સને ૨૦૧૪ પહેલાંના મુસ્લીમ ધર્મ સિવાયના  હિંદુ, શીખ, પારસી, બૌધ્ધ, જૈન અને ઇસાઇ ધર્મોના નિર્વાસીતોને દેશના નાગરિક બનાવવામાં આવશે.

 વડાપ્રધાન સહિત સત્તા પક્ષના દરેકની આ કાયદાની તરફેણમાં દલીલ એવી કરે છે કે ભાઇ! અમે તો આ બધાને નાગરિકતા આપવાની વાત કરીએ છીએ. કોઇની નાગરિકતા છિનવી લેવાની વાત કરતા નથી. તો પછી તેનો વિરોધ કેમ કરો છો?

 દા.ત નેપાલ, ભુતાન કે તિબેટથી આવેલા  બૌધ્ધ ધર્મીઓને, સામ્યવાદી ચીનના ધાર્મીક ઉત્પિડનને કારણે ભારતમાં નિર્વાસીત તરીકે આવીને નાગરિકતા માટે અરજી કરે તો તેને નાગરિકતા આ કાયદા મુજબ ન મળે! પણ પેલા ત્રણ દેશોમાંથી આવેલા બૌધ્ધોને મળે! કેમ ભાઇ! તેવીજ રીતે તામિલનાડુ, કેરલા વિ. આપણા દેશના રાજ્યોમાં જ ધાર્મીક ઉત્પિડન ને કારણે પડોશી દેશ શ્રીલંકાથી હિંદુ ધર્મના શરણાર્થીઓ (તમિલો) નાગરિકતા માટેની અરજી કરે તો તેમને સદર સી એ એ કાયદા મુજબ નાગરિકતા ન મળે! કેમ ભાઇ! પણ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલા દેશમાંથી આવેલા હિંદુઓને મળે!  આવો સદર કાયદાના અમલમાં ભેદભાવ કેમ? આસમમાં એન આર સીની તપાસને કારણે બિનભારતીય બનેલા આશરે ૧૫ લાખ હિંદુ ધર્મ પાળનારા પણ બંગલા દેશથી નહી પણ ભારત દેશના જ પડોશી રાજ્યો જેવાકે પશ્રીમ બંગાળ, આરિસ્સા ને બિહાર આવેલા દેશવાસીઓને શું સી એ એ ના કાયદાની મદદથી ભારતીય બનાવી શકાશે? જો ના તો તેમને ક્યાં મોકલવામાં આવશે? પેલા ૩ દેશોના  ૬ ધર્મોના શરણાર્થીઓ માટે લાલ કારપેટ પાથરીને ભારતીયતા બક્ષવાની અને પોતાના જ દેશના ૧૫ લાખ પરપ્રાંતના પરદેશના  બીલકુલ નહિ તેવા હિંદુઓને ડીટેન્સન સેન્ટરમાં મોકલવાના ! વાહ સી એ એ તારી બલીહારી !

ઇન્ટરનેશનલ રીલીજીયસ ફ્રીડમ એક્ટ ૧૯૯૮મુજબ ધાર્મીક ઉત્પિડન ની વ્યાખ્યા આપવમાં આવી છે. તેમાં ચાર શરતો મુકવામાં આવી છે જેને આધારે સાબિતી આપીને ધાર્મીક ઉત્પિડન સાબિત કરી શકાય છે. એક–માનવીય શારિરીક ઘાતકી સતમણી અથવા શિક્ષા, બે– ગેરકાયદેસર અટકાયત ( કાયદાકિય પુરાવા કે આક્ષેપો સિવાય અટકાયત ) ત્રણ– ચોરીછુપીથી અટકાયત અને અપહરણ, ચાર– જીંદગી જીવવાની સ્વતંત્રતા અને સલામતીનું  હડડતું નફ્ફટ અને નિર્લજ્જ ઉલ્લઘંન.

 કોઇપણ દેશના નાગરિકે બીજા દેશમાં ધાર્મિક શરણાગતિના આધારે જો નાગરિકતા પ્રાપ્ત કરવી હોય તો ઉપર મુજબની ચાર શરતોમાંથી ઓછામાં ઓછી એક શરતનું ઉલ્લઘંન થયું છે તેવા પુરાવા આપવા પડે. આ અંગેના પોલીસ રેકર્ડના પુરાવાની આધારભુત કોપી આપવા પડે. ભારતે વૈશ્વિક સ્તર પર આ કાયદો પાળવાની બાંહેધરી માટે સહીસિક્કા કરેલ નથી. માટે આવા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલાદેશના પેલા છ ધર્મોના શરણાર્થીઓ માટે કયા માપદંડો  નક્કી કરે છે તે સમય નક્કી કરશે. આજને તબક્કે સી એ એ ના કાયદાના ત્રણ દેશોના તાત્કાલિક લાભાર્થી ધાર્મીક શરણાર્થીઓની સંખ્યા આ પ્રમાણે છે. કુલ ૩૧૩૧૩ છે.  તેમાં ૨૫૪૪૭ હિંદુ, ૫૮૦૭ શીખ, ૫૫ ઇસાઇ, ૨ બુધ્ધધર્મી અને ૨ પારસી છે. આ બધા જ માટે  કાયદેસરનો પાસપોર્ટ વીસા હોય કે નહિ, તેની મુદત પુરી થઇ ગઇ હોય કે નહિ તે બધાને નાગરિકતા આપવી જોઇએ તેવી માહિતી દેશના ઇન્ટેલીજન્સ બ્યુરોઓ રજુ કરી છે.

સી એ એની બંધારણીય કાયદેસરતા નકકી કરવા દેશની સર્વોચ્ચ અદાલત પાસે ૧૦૦ ઉપરાંત પીટીશન આવેલી છે. થોભો ને રાહ જુઓ! આ મુદ્દે આ અદાલતની કાયદાકીય તટસ્થતા અને ગુણવત્તા પણ દાવપર છે.


--

Friday, February 21, 2020

ભારતે અમારી સારી આગતાસ્વગતા કરી નથી.‘ ડોનાલ્ડ ટ્રમ્પ

' ભારતે અમારી સારી આગતાસ્વગતા કરી નથી.' ડોનાલ્ડ ટ્રમ્પ

( US not treated well by India, but I like Modi a lot; Trump) સૌ. ટાઇમ્સ ઓફ ઇંડીયા, પ્રથમ પાનાનું મથાળું તા. ૨૦ ફેબ્રુ–૨૦૨૦.

હજુ આ માણસ આપણા દેશમાં આવ્યો નથી, હજુ તેણે પગ મુક્યો નથી, તો પછી તેના પેટમાં શું દુ;ખે છે. અમારી બિચારી ગુજરાતની રૂપાણી સરકારની તો નિંદર જ હરામ કરી નાખી છે. તેની દશા તો રામાયણના પાત્ર આદિવાસી શબરીબાઇ કરતાં પણ ખરાબ કરી નાંખી છે. કયુ બોર રામને ભાવશે ( ટ્રમ્પ સાહેબને) તેના સતત ભણકારા રૂપાણી સરકારને દિવસ રાત જંપવા દેતા નથી! એક દિવસ ઝબકીને જાગ્યા તો નજરમાં એરોડ્રામ નજીકની ઝુંપડપટ્ટી દેખાઇ તો બીજે દિવસે તેને ઢાંકવા માટે ચણતર કરેલી દિવાલ તો બોડી બોડી ઉજ્જડ દેખાઇ! બસ પછી દિવાલની આગળ વૃક્ષો રાતોરાત મોટા મસ ગોઠવી દેવામાં આવ્યા. આવુ તો ઘણું બધું– ગાંધી આશ્રમની ચોખ્ખી જમીન ન દેખાય માટેના બીજા અનેક તાયફા. આ બધું પણ ટ્રમ્પ સાહેબથી પ્રજાની સલામતી માટે નહિ પણ પ્રજાથી ટ્રમ્પ સાહેબની સલામતી માટે!

ખરી હકિકત આવી છે. મોદી સરકારે ચોપર હેલીકોપ્ટરનો સોદો દેશના સંરક્ષણ માટે તો અમેરીકા સાથે કરી દીધો છે. પરંતુ છેલ્લા દોઢ માસથી અમેરીકન સરકારનું વિદેશ મંત્રાલય આપણા વિદેશ મંત્રાલયને રીતસર જાણે પ્રેમ કરવા પાછળ પડી ગયું હતું. તેને ભારત સરકારના વિદેશ મંત્રાલય પાસે પોતાના દેશના પોર્ક મિટ( ડુક્કરનું માંસ) અને ડેરી પ્રોડકસ ( અમુલ ડેરી જે દુધની બનાવટો પેદા કરે છે દા;ત બટર, ચીઝ,  મીલ્ક પાવડર,કેડબરીઝ ઇત્યાદી)ને આયાત કરવાની પરવાનગી જોઇતી હતી. કેટલી કિંમતનો આ સોદો હતો! ફક્ત ૭૨૦૦૦ કરોડ રૂપિયાનો. જેમાં ભારત સરકારના વિદેશ મંત્રાલયને સંમત કરવામાં સફળ ન થયા. જે પ્રયત્ન ટ્રમ્પના વિદેશ મંત્રાલયે ૧૯મી ફેબ્રુઆરી સુધી કર્યા કર્યો હતો.

અંતે ટ્રમ્પ સાહેબે પેલું મહાન વાક્ય ઉચ્ચાર્યું– US not treated well by India. અમેરીકા સાથે ભારતે સારો વ્યવહાર રાખ્યો નથી. ટા ઓ ઇંડીયા તેના આજ દિવસના પાન નં ૧૦ પર વધુમાં લખે છે કે અમદાવાદના ટ્રમ્પના ભવ્ય નહી ભવ્યાતિત સ્વાગતથી સંતોષ થશે કે નહી તે ખબર નથી. કારણ કે તેઓને તો પોતાના દેશના હિત માટે બીજા દેશોનો બલી ચઢાવવાની નીતિ સફળ થઇ નથી.  " He will mollify his intense desire to advance US interest at the expense of all else."

તો પછી ટ્રમ્પ સાહેબને પુછો તો ખરા કે શું તેઓ પોતાની પત્નીને તાજમહાલ બતાવવા આવે છે? ના.

 તેઓને પોતાના મિત્ર મોદી પર ભરોસો છે. કે મોદીજી અમદાવાદના સ્વાગતમાં ૭૦ લાખ!( 7 million people ) લોકોને રોડ પર એકત્ર કરી શકશે. અને બીજું પેલા ' હાઉડી મોદી' ના અમેરીકાના કાર્યક્રમની માફક પોતાના દેશની નવેંબર ૨૦૨૦માં આવી રહેલી રાષ્ટ્રપ્રમુખની ચુંટણી માટે ' અબકી બાર ટ્રમ્પ સરકાર' માટે પેલા ગુજરાતી એન આર આઇની વોટબેંક માટેનું અનુકુળ વાતવરણ પેદા કરવાની પુર્વભુમિકા  અમદાવાદની યાત્રા કરી આપશે.

અંગ્રેજીમાં એક સરસ વાક્ય છે "  Some time the man proposes but God disposes."  ટ્રમ્પ સાહેબે પોતાના દેશમાં છેલ્લા ચાર વર્ષના વહીવટમાં જેવું વાવ્યું હશે તેવું જ લણશે!

 


--

Wednesday, February 19, 2020

સાવધાન! નેશનલ રજીસ્ટ્રર ઓફસીટીઝનશીપ(એન આર સી) –આસમ

સાવધાન! નેશનલ રજીસ્ટ્રર ઓફ સીટીઝનશીપ(એન આર સી) –આસમ

ખોદ્યો ડુંગર– કાઢયો ઉંદર––––એક સમયના દેશની સર્વોચ્ચ અદાલતે માન્ય કરેલા આસમ એન આર સીના વડા શ્રી પ્રતિક હાજેલા પર પાંચ ક્રીમીનલ કેસ દાખલ– બીજા આશરે વીસ કરતાં પણ વધારે ક્રીમીનલ કેસ માટેની એફ આઇ આર ની તૈયારી– પ્રતિક હાજેલા પર જાનનું જોખમ પેદા થતાં માજી ચીફ જસ્ટીસ ઓફ ઇંડીયા રંજન ગોંગાઇની સહમતી સાથે મધ્યપ્રદેશમાં ટ્રાન્સફર.

ફરીયાદમાં મુખ્ય અગત્યના આક્ષેપો– નાણાંકીય ગેરરીતીઓ, એન આરસીમાં આંકડા–ઉમેરવા– બાદ કરવા – ચેડાં કરવાં (ટેમ્પરીંગ).

 ચાર લાખ મુસ્લીમો અને ૧૫ લાખ હિંદુઓને બિનનાગરિક સાબિત કર્યા.

આસમની વર્તમાન બીજેપી સરકાર પી હાજેલાની સંપુર્ણ કાર્યવાહીથી સખત નારાજ છે.

એન આર સી આસમ એટલે પ્રતિક હાજેલા. માણસે કેટલું જબ્બરજસ્ત કામ ફક્ત પાંચ વર્ષમાં સુપ્રીમ કોર્ટની નિગરાની નીચે કર્યું છે તેની હકીકત જાણીએ. આ કમીટી પાસે કુલ ૩.૨૯ લાખ અરજીઓ આવી હતી, ૬.૬ કરોડ દસ્તાવેજી પુરાવા આવ્યા હતા, આ બધુ કામ કરવા ૫૦,૦૦૦ હજાર માણસોને રોકવામાં આવ્યા હતા. ૩ કરોડની આસમની વસ્તીની એન આર સી કરવા માટે ફક્ત ૧૬૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. દેશની ૧૩૦ કરોડની વસ્તી માટે એન આર સીના ખર્ચની રકમના આંકડા કેટલા થાય તે આ લેખ વાંચનાર નક્કી કરે!

આસમ પબ્લીક વર્કસ નામની સંસ્થા જેણે એન આર સી કોઇપણ હિસાબે પોતાના રાજ્યમાં શરૂ થવી જ જોઇએ તેવી ચળવળ ચલાવી હતી, તેણે જ કુલ ૨૨ એફ આઇ આર પ્રર્તિક હાજેલા સામે દાખલ કરવાનું નક્કી કર્યું છે.

એન આર સી જેવા મહાઅભિયાન માટે જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી તેની સામે તે સંસ્થાના અધિકારીઓ જણાવે છે કે સાહેબને 'બલીનો બકરો' (વીચ હંટ) બનાવવાનું કાવતરૂ કરવામાં આવી રહ્યું છે.( But sources close to the NRC office in Assam said whatever is happening with Hajela amounts to "a witch-hunt". "There is absolutely no reason to be harassing him like this now," the sources said.)

 

 ફેબ્રુઆરી માસની ૭મી તારીખે આસમ પબ્લીક વર્કસ નામની સંસ્થાએ નાગરિક ગણતરીના લીસ્ટના છેલ્લા તબક્ક્માં ખુબજ ગોટાળા કર્યા છે તેવી ફરીયાદને આધારે આસમની રાજ્યની બીજેપી સરકારની સીઆઇડી બ્રાન્ચે પ્રતિક હાજેલા સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરવાનું નક્કી કર્યું છે. ૧૨મી ફેબ્રુઆરીના રોજ પ્રતિક હાજેલાનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. પાંચવર્ષની મહેનતથી સંપુર્ણ તૈયાર કરેલા એન આર સીના તમામ આંકડાઓ એન આરસીની વેબ સાઇટ પરથી જ ગુમ થઇ ગયા છે.( On February 12, Hajela's name surfaced again, this time with regard to the disappearance of data on the official NRC website.) તેનું કારણ બતાવવામાં આવ્યું છે કે તમામ ડેટાની નોંધ કરતી સંસ્થા ' વીપ્રો' સાથે આ કામનો કરાર સમયસર રીન્યુ કરવામાં નિષ્ફળ ગયા છે. આસમ એન આર સી સંસ્થાના કોર્ડીનેટર શ્રી હિતેશ દેવ શર્મા એ પોતાની જ સંસ્થાના એક કર્મચારી બહેન સંસ્થાની બે ઇ મેઇલ આઇ ડી સંસ્થાનો પાસવર્ડ આપતા નથી. તેની સામે પણ ફોજદારી ફરીયાદ દાખલ કરી છે. વર્તમાન બીજેપી સરકારે પ્રતિક હાજેલા વિરૂધ્ધ એવી માહિતી જાહેર કરી છે કે ' કેટલાક બિનભારતીયો અથવા પરદેશીઓ તરીકે નક્કી થયેલા માણસોના નામો એન આર સીમાં દાખલ કરી તેમને દેશના કાયદેસરના નાગરીક બનાવી દેવામાં આવ્યા છે. આસમ પબ્લીક વર્કસ સંસ્થા જણાવે છે કે હજુ અમે અમારા કેસોને મજબુત બનાવવા નવા પુરાવા એકત્ર કરવામાં ખુબજ રોકાયેલા છે. (Moreover, we are still in the process of gathering evidence to make our case stronger," he said.)

આસમના કાચર જીલ્લામાં જ્યાં પશ્ચીમબંગાળથી આવેલા નિર્વાસીતો બહુમતી સંખ્યામાં સ્થાઇ થયા છે. જે બધાને  બિનભારતીય નાગરીક જાહેર થવાનો ભય છે તે બધાએ દુર્ગાપુજામાં મા દુર્ગા ' પ્રતિક હાજેલાને રાક્ષસ બનાવી દેવી' તેનું માથું ધડથી જુદુ કરી દે છે તે રીતે  રજુ કરવામાં આવ્યા હતા.

પ્રતિક હાજેલા સામે આસમની બીજેપી સરકારે સુપ્રીમ કોર્ટમાં કેટલાક વિસ્તારમાં નવેસરથી એન આર સી ગણતરી કરવામાં આવે તેવી પિટીશન જુલાઇ–૨૦૧૯માં દાખલ કરલી હતી. જો કે સુપ્રીમ કોર્ટે તેને કાઢી નાંખી હતી. કારણકે જે તે વિસ્તારનું ૨૭ ટકા કામ સંપુર્ણ થઇ ગયું હતું.

સુપ્રીમ કોર્ટ સંચાલિત એન આર સી સામે બીજેપની આસમ સરકારે રાજ્યભરમાં ફેલાયેલી પોતાની પક્ષીય પાંખના કાર્યકરોની મદદથી એવા આસમીઓની યાદી તૈયાર કરીને પ્રજા સમક્ષ મુકવા માંડી છે કે જેને પ્રતિક હાજેલાની એન આર સીએ બિનભારતીયનો નાગરીક બનાવી દીધા છે અને ભારતીય નાગરિકોને બિનનાગરીક બનાવી દીધા છે. બિનનાગરીકોને નાગરીક બનાવવાની કાર્યવાહી બંગલાદેશની સરહદ સાથે જોડાયેલા જીલ્લાઓમાં વધારે થઇ છે તેવો આક્ષેપ છે. શ્રી હાજેલાએ આ મુદ્દે આસમ સરકાર( બીજેપી પાર્ટી) અને દેશના ગૃહમંત્રાલયની ફરીયાદ પણ સાંભળી નથી.

આસમ પબ્લીક વર્કસ સંસ્થાના વડા શ્રી શર્માજીના મત મુજબ આસમ રાજ્યમાં આશરે ૮૦ લાખથી વધારે બંગલાદેશી ગેરકાયદેસર નિવાસીઓ રહે છે. એન આર સીએ તો ફક્ત ચાર લાખ જ સાબિત કર્યા છે. હવે અમારી સંસ્થા સંપુર્ણ નવેસરથી એન આર સી તપાસ થાય માટે ચળવળ ચલાવશે ! ઉપરની હકીકતો પરથી એમ સાબિત થઇ શકે કે આસમના એન આર સીના તારણોથી વર્તમાન બીજેપી સરકાર, આસમ પબ્લીક વર્કસ અને આસમ વિધ્યાર્થી પરિષદ ને તેની પ્રજા કોઇને સંતોષ નથી. એક યા બીજા કારણોસર બધાજ ચળવળ ચલાવતા પરીબળો નારાજ છે. એન આર સી પછી પણ આ મુદ્દે રાજ્યમાં ઉકળતો ચરૂ એટલો બધો મજબુત છે કે જે દિવસે સંસદના બંને ગૃહોમાં સી એ એ પસાર થયું  કે તરતજ આસમમાં સખત વિરોધ થયો હતો.......ભાવાનુવાદ– બીપીન શ્રોફ. સૌ. ઇન્ડીયન એક્સપ્રેસ. Written by Tora Agarwala | Guwahati | Updated: February 17, 2020 10:00:15 am

 

 

 


--

Tuesday, February 18, 2020

ધર્મ માટે માણસ કેમાણસ માટે ધર્મ?

ધર્મ માટે માણસ કે માણસ માટે ધર્મ?

કચ્છ ભુજમાં સ્વામિનારાયણ મંદિર સંચાલિત કેળવણી મંડળની શાળાના આચાર્યે વિગેરેએ એક અમાનવીય કૃત્ય કર્યું છે. પોતાની શાળાની વીધ્યાર્થીઓને(બહેનોને) પોતે રજસ્વાલા છે કે નહી તેની પોતાની હાજરીમાં તપાસ કરાવી! આ શિક્ષણ સંસ્થા સ્વામીનારાયણ મંદિર સંચાલિત છે. તે સંપ્રદાયને પોતાના ધાર્મિકતા અને નૈતિકતાના નિયમો છે. તે નિયમો પ્રમાણે જે તે સંપ્રદાય પોતાના અનુયાઇઓને તે પળાવવા દેશના બંધારણે બક્ષેલા મુળભૂત અધિકારોની મર્યાદાઓમાં રહીને  જે પ્રચાર–પ્રસાર કરવો હોય તે કરે. પણ તેના દ્રારા સંચાલિત શિક્ષણ સંસ્થામાં શિક્ષણ માટે અભ્યાસ કરતા બાળકો પર અને ખાસ કરીને બહેનો પર પોતાના સંપ્રદાય પ્રેરિત નૈતિકતા લાદવવાની કોષિશ કરે, બળજબરી કરે, તેને રાજ્યનું શિક્ષણ ખાતું અને પોલીસ તંત્ર, જે તે સંસ્થાના બાળકોના વાલીઓ આ બધુ કેવી રીતે ચલાવી લે? વાલીઓએ પોતાના બાળકોને ભણવા માટે મોકલ્યા છે નહિ કે તમારા ધર્મ– સંપ્રદાયના પ્રચારના એજંટ બનવા મોકલ્યા છે. શિક્ષણ સિવાયના ક્ષેત્રમાં આવી દરમ્યાનગીરી અસહ્ય અને અક્ષમ્ય છે.

 કયા સમાજના નાગરિકોના કલ્યાણ માટે આવી અસામાજીક, ગેરબંધારણીય અને સ્વતંત્રતા વિરોધી નૈતિકતાની જરૂર છે? હજુ તો આજ સંપ્રદાયના વડા કેવી ધમકી શાસ્રોના ઓથા નીચે આપે છે તે જોઇએ. " રજસ્વાલાના હાથે રોટલા ખાનાર પુરૂષને આવતા જન્મે બળદનો અવતાર" એક સંત તથા કૃષ્ણ સ્વરૂપ સ્વામી( કેવું ભવ્ય નામ છે) શું ઉવાચે છે તે જોઇએ! "  રજસ્વાલામાં હોય અને તે સ્રી પોતાના હાથે જો પતિને ખવડાવે તો તે બીજા જન્મમાં શ્વાન બની જાય છે. બીજી તરફ જે તે પતિ આવી સ્રીના હાથનું ખાય તે બીજા જન્મે બળદ બની જાય! જેમને જે  જે લાગવું હોય તે  તે લાગે. આ શાસ્રની વાત છે. રસોઇ બનાવતાં હે પુરૂષો ! શીખી જાવ નહીં તો નરકમાં જવા તૈયાર રહો." સૌ. દિ.ભાસ્કર તા–૧૮મી ફેબ્રુઆરિ ૨૦૨૦.

મૃત્યુ પછી માણસનું શું થાય છે તેના જ્ઞાનની અદ્ર્ભુત અને ત્રિકાળ જ્ઞાન જેવી માહિતી આ મહાપુરૂષો પાસે કેવી રીતે આવી હશે? તેના કોઇ પુરાવા, સાબિતી ,હકીકત, વૈજ્ઞાનિક જ્ઞાન આધારિત અધિકૃત તપાસ જેવા માપદંડોથી ખાતરી મેળવી શકાય ખરી?

કેરાલા રાજ્યમાં આવેલ શબરીમાળાના મંદિરમાં હજુ દેશની સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદપણ  રજસ્વાલા સ્રીઓને મંદિરમાં દર્શન–પુજા–અર્ચના કરવા જવા દેવામાં આવતી નથી. વડાપ્રધાન મોદીજી જેવા વિકાસ પુરૂષ !નો પક્ષ જ મંદિરના વહિવટ કર્તાઓના આવા સર્વોચ્ચ અદાલતના ચુકાદાની વિરૂધ્ધના કૃત્યને આજે પણ ટેકો આપે છે.

જે દેશમાં ધર્મ અને રાજકીય સત્તાનું ગઠબંધન સાથે હોય તે રાજ્યનું ભવિષ્ય ખુબજ જોખમકારક હોય તે કોણ કોને સમજાવે! પાકિસ્તાન ઇસ્લામી રાજ્ય છે કારણકે તે રાજ્યનો ઘોષિત ધર્મ ઇસ્લામ છે. આપણા દેશમાં ઝડપથી ઘોડપુરની માફક આવી રહેલા હિંદુત્વના પ્રવાહો દેશને કયા ધાર્મીક રાજ્ય બનાવવાની તરફેણમાં ખુલ્લેઆમ પ્રસરી રહ્યા છે. તે પ્રવાહોને નાથી શકાશે ખરા?

અમેરીકન બંધારણના ઘડવૈયાએ પોતાના બંધારણમાં પહેલો સુધારો સને ૧૭૭૬ની સાલ પછી કરેલો છે કે દેશમાં ધર્મ અને રાજ્ય વચ્ચે સંપુર્ણ વિયોજન ( સેપરશન) રહેશે. " There will be complete separation between the state and religion "  The first American Amendment.


--

Sunday, February 9, 2020

દિલ્હીના શાહિનબાગ આંદોલનનાં લેખાજોખા–

દિલ્હીના શાહિનબાગ આંદોલનનાં લેખાજોખા–

આશરે ૫૫ દિવસથી આ આંદોલન ચાલે છે. શરૂઆતને તબક્કે મુસ્લીમ મહિલાઓ દ્રારા આંદોલનની શરૂઆત થઇ એમ ગણાય. સદર આંદોલન સંસદના બંને ગૃહોમાંથી બહુમતીથી પસાર થયેલા નાગરિક સંશોધન બીલ જે પછી તરતજ રાષ્ટ્રપતિના સહી સિક્કાથી કાયદો બન્યો– ' નાગરિક સંશોધન કાયદો' બન્યો. તેની સામે બિલકુલ અહીંસક રીતે ચાલે છે. આપ સૌ તેના અંગે ઘણું બધું જાણો છો તેથી સીધો ટુંકમાં મુળવાત પર આવી જઉ છું.

(૧) આ આંદોલને દેશની ખાસ ત્રણ વીશ્વવિધ્યાલયો, જેએનયુ, જામિયા મિલિયા અને અલીગઢ મુસ્લીમ વિશ્વવિધ્યાલયોના વિધ્યાર્થીઓના સીએએ, એનપીઆર અને એનસીઆર વિરૂધ્ધ શાંત અને અહીંસક વિરોધ સામે રાજ્યના પોલિસ વર્તનમાંથી પ્રેરણા લઇને અસ્તિત્વમાં આવેલ છે.

(૨) આસમ રાજ્યમાં આશરે ૧૫લાખ હિંદુ અને ૪લાખ મુસ્લીમને એન આર સી આધારિત ગણતરીને આધારે બિનનાગરિક ગણ્યા તેના તથા ત્યારબાદ ત્યાં ઉભા થયેલા બિનનાગરિકોને ડીટેન્શન સેન્ટરોમાં મુકવા માંડયા છે. તેનાથી દેશવ્યાપી જબ્બરજસ્ત અસંતોષ પેદા થયો છે. તેનું પરિણામ પણ છે.

(૩) શાહિનબાગની બહેનોના સંગઠિત પ્રતીકારે દેશવ્યાપી તમામ ધર્મ અને કોમની બહેનો–ભાઇઓને પોતાના વિસ્તારમાં સદર કાળા કાયદાના વિરોધમાં શાહિનબાગનું મોડેલ બનાવી આંદોલન કરવા માંડયા છે.

 (૪) દેશ વ્યાપી વિશ્વવિધ્યાલયો તથા આઇ આઇ ટી, આઇ આઇ એમ  વિગેરે શૈક્ષણિક સંસ્થાઓ પણ સીએએ સામેના વિદ્રોહના પ્રતીકો બની ગયા છે.

(૫) હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલોએ આ કાયદાની અસરોની વાસ્તવીકતાઓ સમજતાં તે બધા પણ વિરોધમાં ઘણા બધા સ્થળોએ રસ્તા ઉપર આવી ગયા છે.

(૬) વિશ્વભરના ખાસ કરીને અમેરિકા, કેનેડા, ઇગ્લેંડ, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેંડ, યુરોપીયન યુનીયન જેવા લોકશાહી દેશોના જુદા જુદા શહેરોમાં આ કાયદા વિરૂધ્ધ શાંત વિરોધો પણ થયા છે.

(૭) દેશમાં કેરલા, પશ્ચિમબંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, ઓરિસ્સા, પંજાબ જેવા આશરે ૧૦ રાજ્યોએ આ કાયદાના બહિષ્કારની અને તેનો અમલ નહિ કરવાની જાહેરાત કરી દીધી છે.

(૮) શાહિન બાગમાં આંદોલન કરતી બહેનો તમામ કોમ,ધર્મ અને ઉંમરની હતી. તેમના આંદોલનના પ્રતીકોમાં રાષ્ટ્રધ્વજ, બંધારણ અને રાષ્ટ્રગીત છવાઇ ગયેલા હતા.

(૯) આ આંદોલનની ખાસ વિશિષ્ટતા એ હતી કે તેણે પાકિસ્તાની ગઝલકાર ફૈઝ અહેમદ ફૈઝની " હમ દેખે ગેં, હમ દેખે ગેં" ની નઝમોને આઝાદીના પ્રતીક તરીકે ગાઇ, ગવડાવીને દેશ વ્યાપિ બનાવી દીધી.

(૧૦) આંદોલનની સૌથી મોટી સફળતા એ છે કે તે સ્વયંભુ, અને નેતા વિહિન અને રાજકીય પક્ષોના સીધા કે આડકતરા ટેકા સિવાય હજુ પણ સ્પષ્ટ દિશા (વિઝન સાથે) શાંતી અને અહિંસક રીતે ચાલે છે.

(૧૧) આશરે આંદોલનનો બે માસના સમય પસાર થવામાં છે.તેમાં ખાસ કરીને મુસ્લીમ બહેનો જે હજુ પણ મોટા પ્રમાણમાં બુરખામાં દેખાય છે, તે ડ્રેસની મર્યાદા સાથે પણ આંદોલનમાં ભાગ લેનારી અનેક બહેનો સાથે એક ભાતૃભાવ( કોમરેડશીપ)  બંધુત્વની ભાવના પેદા કરી શકી છે.  જે પોતાની જીંદગીમાં ક્યારેય લગભગ ચોક્કસ કહી શકાય કે ઘરની બહાર નીકળી ન હતી તે બધાએ શાહીન બાગનું આંદોલન શરૂ કરતાં પહેલાં આંદોલનની સફળતા માટેનું ગૃહકાર્ય બરાબર કરેલું છે.  આ ત્રણેય કાયદાકીય મુદ્દાઓની ગંભીરતા સમજાવવા માટે પોતાના રહેણાક સિવાયના મહોલ્લાઓ અને રહેઠાણ વિસ્તારોમાં કેન્ડલ માર્ચ અને રાત્રી સભાઓ કરીને તે બધી બહેનોને જાગૃત કરી છે. તેનું જ આ પરિણામ બોલે છે જેમાં સેંકડો, હજારોની નહી પણ અમાપ સંખ્યામાં, નાંખી નજર ન પહોંચે તેટલી મોટી સંખ્યામાં બહેનોને ભેગી કરી શક્યા છે.

(૧૨) આટલી બધી મોટી સંખ્યામાં રાત ને દિવસ તે પણ લગભગ બે માસ સુધી ઘરબાર,બાળકોનું શિક્ષણ અને અન્ય પાયાની કૌટુંબિક જવાબદારીઓને બાજુપર મુકીને શાહિન બાગની બહેનોએ વ્યવસ્થિત રીતે આંદોલન ચલાવવું તે કોઇ નાની સુની વાત નથી જ. ભાજપ પક્ષના ટોચના નેતાની બે લગામ દલીલો જેવી કે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ વિ. તે બધાને બિરયાની જમાડે છે  અને ૫૦૦ રૂપિયા આપીને એકત્ર કરેલા છે, ' દેશ કે ગદ્દારો કો ગોલી મારો ....,,,કો, તેવી દલિલો વાંઝણી અને બે બુનિયાદ સાબિત થાય છે. સત્તા પક્ષ માટે આવો પડકાર તેમની પણ કલ્પના વિનાનો સાબિત થયો છે. જેથી તેની સામે કેવા બંધારણીય માનવીય મુલ્યોને આધારે પ્રતીકાર કરવો તે આ બધાની સુઝબુઝની બહારની વાત છે. આ શાહિન બાગના પ્રતિકારનો સામનો કરવા તેમની પાસે બૌધ્ધીક પરિપક્વતાનો સંપુર્ણ અભાવ ઠેઠ ટોચના નેતૃત્વમાંથી માંડીને પ્રાથમિક નેતાગિરીમાં દેખાઇ આવે છે.

(૧૩) શાહિન બાગ જેવા ભારતભરમાં ફેલાયેલા આંદોલને ભાજપ– આર એસ એસ જેવાના તમામ રાષ્ટ્રવાદી પ્રતીકો સદર આંદોલનની સફળતા માટે હાઇજેક કરી લીધા છે. જેવાં કે રાષ્ટ્રધ્વજ ત્રિરંગો, ધાર્મીક નૈતીકતાના બદલે બંધારણીય નૈતીકતા, ધર્મ કે જન્મભુમી આધારિત રાષ્ટ્રવાદને બદલે બંધારણીય રાષ્ટ્રવાદ, રાષ્ટ્રીય ગીત, બંધારણના આમુખનો ઉપયોગ, ૭૧મા પ્રજાસત્તાક દિવસે સદર આંદોલનની ભુમિ પર જ વ્યવસ્થિત ધ્વજ વંદનનો કાર્યક્રમ. આંદોલનકારી મહિલાઓએ પોતાની રાષ્ટ્રીય વફાદારી સાબિત કરવા અને દેશના વડાપ્રધાન મોદીના પેલા વાક્ય " આંદોલનકારોને તે બધાએ પહેરેલા ડ્રેસથી પહેચાનો" નો જવાબ આપ્યો છે. પ્રજાસત્તાક દિને આંદોલનકારી બહેનોએ પોતાના પોષાકમાં દેશના સન્માનીય ત્રિરંગાના ત્રણે રંગો સફેદ, લીલો અને કેસરી રંગોથી બનાવેલી સાડીઓ પહેરી હતી. જાણે કે તે બધી બહેનો રાષ્ટ્રધ્વજ પહેરીને આવી હોય તેવો જબ્બરજસ્ત મોહોલ પેદા કરી દીધો છે. મોદીજી, આ બધા વણકલ્પેલા આંદોલનના હથિયારો સામે તમારા ચીલાચાલુ સાધનો દ્રારા પ્રતીકારે સંપુર્ણ રીતે, તમારા સૌની રહી સહી આબરૂને વૈશ્વીક રાજકીય જગતમાં ખલાસ કરી દીધી છે.

(૧૪) આ આંદોલન તેના મિજાજથી જ પુરેપુરૂ સફળ થઇ જ ગયું છે. વાસ્તવિક પરિણામ જે આવે તે ખરૂ. મારા મત મુજબ આ આંદોલનની સૌથી મોટી સિધ્ધી હોય તો તે નીચે મુજબની હશે. આ બહેનોએ આઝાદીના સુત્રો બોલાવીને જે સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વ અને સર્વધર્મ સમભાવમા જેવા બંધારણીય મુલ્યોને આત્મસાત કર્યા છે તે છે. ભવિષ્યમાં પોતાની કૌટુબિક પરિસ્થિતિઓના પ્રશ્નો ઉકેલવા તે મુલ્યોની સમજ અને તે મુલ્યોને કારણે પેદા થયેલો પેલો ' શાહિન બાગ નો મિજાજ ' ચોકકસ મદદરૂપ થશે. એવી આશા રાખવી બિલકુલ અસ્થાને નથી જ કે સદર આંદોલનનો બોધપાઠ ભારતીય મહિલા જાગુતિ માટેની રેનેશાં ( બૌધ્ધીક રેશનલ) ચળવળ બની જાય........


--

સરકાર પાસેઇમાનદારીથી વિચારનારા જ નથી


સરકાર પાસે ઇમાનદારીથી વિચારનારા જ નથી.– સરકારી સત્તા ક્યાં સુધી પોતાના જ નાગરિકો  સાથે લડતી રહેશે. દેશનું અર્થતંત્ર તો વિખરાઇ ગયું છે.

તાજેતરના અઠવાડિયામાં આપણે જોયું કે  દેશની સડકો પર વિરોધનો અવાજ તેજ થઇ રહ્યો છે. તમામ શહેરો અને નાના કસબાઓમાં ચાલી રહેલા ધરણામાં મહિલાઓ અને બાળકો જોડાઇ રહ્યા છે. આ બધા લોકો સરકારને પડકાર ફેંકી રહ્યા છે, જે એક એવો નાગરિક સંશોધન કાયદો (સીએએ) લાગુ કરવા પર ભાર મુકી રહી છે. જેની દેશના કોઇ મતદારોએ ક્યારેય માંગ કરી નથી. આપણે જાહેર ચર્ચામાં સરકારની વિનંતી સાંભળી શકીએ. જો કે તેની સાથે જ તેઓ ઇચ્છે છે કે , ગદ્દારો ( સીએએ વિરૂધ્ધ પ્રદર્શન કરનારા વાંચવું) ને ગોળી મારી દેવામાં આવે. તેઓ કેવી ચર્ચા ઇચ્છે છે?

હકીકતમાં ભાજપના નેતાઓ ગર્વ સાથે એવો દાવો કરી રહ્યા છે કે, જે રાજ્યોમાં ભાજપનું શાસન છે ત્યાં સીએએ વિરોધી પ્રદર્શનકર્તાઓને ' ગોળી મારવામાં' આવી રહી છે. આવી માનસીકતા ધરાવનારા નેતાઓ સાથે શું ચર્ચા થઇ શકે?  જ્યારે એક સરકાર તમામ અપીલો પર બહેરી થઇ ગઇ હોય? સીએએ ને દુનિયાનું સૌથી મોટું બંધારણીય સંકટ જણાવીને તેના પર ચિંતા વ્યક્ત કરનારા ૭૫૧માંથી ૬૦૦થી વધુ યુરોપીયન યુનીયનના સાંસદોને આપણા દેશની સરકારે કહી દીધું કે, તેમને આ બાબત સાથે કોઇ લેવા–દેવા નથી. પ્રાર્થના કરો કે સરકાર ચર્ચા માટે કોને મોકલશે? એક વિક્ષિપ્ત રાજનેતાને જેનો હીરો મહાત્મા ગાંધીનો હત્યારો છે? કે પછી એક વેપારીને જે ઝડપથી અહેસાનનો બદલો માંગે છે? કે એક સાધુને, જેણે એક ધાર્મીક વેશ ધારણ કરેલો છે? કે પછી એક ઉન્માદી ટીવી પત્રકાર જે પ્રદર્શન સ્થળે ગરબડ પેદા કરવા માંગે છે? આપણી દક્ષીણપંથી ભારતસરકાર સાથે મુશ્કેલી એ છે કે , તેની પાસે આજે ઇમાનદારીથી વિચારનારા લોકો જ નથી. નથી કોઇ સાંસ્કૃતીક, નથી કોઇ કલાકાર, નથી કોઇ જાણીતો અર્થશાસ્રી કે નથી કોઇ એવી વ્યક્તી જેની પાસે થોડી પણ બુધ્ધીશક્તી હોય, જે તેને તેની ભાગલાવાદી રાજનીતિ અંગે સમજાવવાનો પ્રયાસ કરી શકે.

 બદલાની રાજનીતિવાળા બોદા વિચારોથી ઘેરાયેલી અને પોતાના જ નાગરિકો પ્રત્યે ઉપેક્ષાનો ભાવ ધરાવતી સરકારની તરફેણમાં દલીલ કરીને તેઓ ખુદને શરમમાં મુકી રહ્યા છે. તમે તેમને ભક્ત, ટ્રોલ્સ કે કંઇપણ કહી શકો છો. પરંતુ તેમની ભુમિકા સ્પષ્ટ છે. તેઓ કોઇ ગંભીર ચર્ચાને ગાળાગાળી, જુઠ, ઇર્ષ્યા, ઘૃણા પર લઇ જાય છે.

એટલાજ માટે આજે આપણી પાસે ધર્મનારક્ષકોના સ્વરૂપમાં ભીડને ઉશ્કેરનારા, ચમચાઓ અને હીસ્ટ્રીશીટર છે, જે સરકાર સાથે સારા સંબંધોના બદલામાં અહેસાન ઇચ્છે છે. અને તેઓ એ વાતનો બચાવ કરે છે, જેનો કોઇ બચાવ કરવા માગતું નથી. આ લોકોએ બીજેપી પાર્ટીના એ સમજદાર લોકોને હાંકી કાઢયા છે, જે બધા સરકારને સમજાવવા ઇચ્છતા હતા કે દ્વેષ અને ઘૃણા વિના, પોતાના નાગરિકોને ડરાવ્યા, ધમકાવ્યા વગર પણ નવા ભારતનું નિર્માણ શક્ય છે. આજની બહુમતિવાદી રાજનીતિની ભાષા જ ધમકીની છે. એવી ખતરનાક અફવા ફેલાઇ રહી છે કે, એક વખત રામમંદિર બની જાય તો હિન્દુરાષ્ટ્ર શક્તીપુર્વક પોતાના ઝંડાને લહેરાવશે. તેને સાચું ઠેરવવા માટે દેશના ભાગલાનો ઉલ્લેખ કરાઇ રહ્યો છે. ને લઘુમતિઓ, ખાસ કરીને મુસ્લિમોને ચિંતિત બનાવાઇ રહ્યા છે. અન્ય લઘુમતિઓને વિશ્વાસ અપાય છે કે  તેઓ જ્યાં સુધી પોતાની નજર નીચે રાખશે અને સરકારની રાજનીતિ સામે સવાલ નહીં ઉઠાવે ત્યાં સુધી તે બધા સલામત રીતે રહી શકશે. આવું જ વિદેશી રોકાણકારો સાથે થઇ રહ્યું છે. તે બધાને ભારત આવવા માટે લચાવવામાં આવ્યા હતા. એક વખત આવી ગયા અને થોડી સફળતા મેળવી લીધી પછી, તે બધાના હાથ પેલી ધાર્મીક લઘુમતીઓની માફક આમળવાના શરૂ થઇ જાય છે. વ્યંગ સાથે આર્થિક રાષ્ટ્રવાદની રાજનીતિ અને વ્યાપારિક પ્રતીક્રિયાઓ પર વિદેશી રોકાણકારો સાથે નિયમિત પુછપરછ શરૂ થઇ જાય છે.

મુશ્કેલી એ છે કે, સરકાર પોતે જ દુવિધામાં છે. તે સુધારાની વાત કરે છે, પરંતુ સાથે સાથે સંપુર્ણ પોતાનું નિયંત્રણ પણ ચાલુ રાખવા ઇચ્છે છે. નિયમન સાથે જોડાયેલા મુદ્દાઓ વધુ ને વધુ જટિલ થઇ રહ્યા છે. નીતિઓમાં થઇ રહેલા સતત ફેરફારો એ લોકોને મજબુરીમાં સ્વીકારવા પડી રહ્યા છે. જે ભારતમાં રોકાણ માટે આવ્યા છે, વેપારમાં સરળતાના તમામ વચનો બાદ પણ સરકારે તે બધાની જિંદગી અનંત મુશ્કેલીઓથી ભરેલી બનાવી દીધી છે. એક વિદેશી રોકાણકારથી માંડીને સામાન્ય કરદાતા કક્ષાની કોઇપણ વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદ સિવાય જાતે રીટર્ન ભરી શકે એમ નથી.

 ચાલો, આપણે ફરી એક વખત ભાગલા તરફ જઇએ, કેમ કે દરેક બાબત અહીંથી જ શરૂ થાય છે. આ સમગ્ર ઘૃણા, સમગ્ર ગુસ્સાના મુળીયા એક દેશમાંથી બે દેશ બનાવવામાં છે. ત્યાર પછી એક ત્રીજો દેશ બાંગ્લાદેશ પણ અસ્તિત્વમાં આવ્યો. રોચક એ છે કે ભાગલા સમયે જ્યાં સૌથી વધુ લોહી વહ્યું હતું એ પંજાબ અને બંગાળ રાજયો સાહસ અને હિંમતથી સીએએ, એનપીઆર વિરૂધ્ધ ઉભા છે. એ રાજ્યોમાંની વિધાનસભાઓએ આ કાળા કાયદાઓ વિરૂધ્ધ પ્રસ્તાવ પસાર કર્યા છે. તેમાં બીજા રાજ્યો પણ સામેલ થશે. જ્યારે કેરળ રાજ્ય તો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયું છે. આ લોકો સફળ થાય કે નહી, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે  સડકના આદમીએ ભાજપના ધર્મઆધારીત ભાગલાવાદી એજન્ડાને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. આ બધા આંદોલનકારીઓની પત્નીઓ ધરણાં પર બેઠી છે. તે બધાના બાળકો સ્કુલે જઇ શકતા નથી. કોલેજમાં ભણનારી તેમની દિકરીઓ લાઠી ગોળીનો સામનો કરી રહી છે. અને અહીં જ સરકાર સામે પડકાર છે, ક્યાં સુધી આ સરકાર પોતાના જ નાગરિકો પર લાઠી ગોળી વાપરીને લડતી રહેશે, જ્યારે દુનિયા આખી જોઇ રહી છે કે ભારતનું સમગ્ર અર્થતંત્ર સંપુર્ણ વેરવિખેર ઠઇ ગયું છે?

લે– પ્રીતીશ નંદી, સૌ દિ ભાસ્કર તા.૦૭–૦૨–૨૦.

--

દીલ્હીની ચૂંટણીપ્રચારમાં જોવા મળતું ઝેર લોકશાહીના હિતમાં નથી.

દીલ્હીની ચૂંટણી પ્રચારમાં જોવા મળતું ઝેર લોકશાહીના હિતમાં નથી. સૌ. આજનો તંત્રી લેખ દિ.ભાસ્કર.

....' આ ચૂંટણી પ્રચાર કેન્દ્ર–રાજ્ય સંબંધોમાં એક મોટી તિરાડ છોડી ગયો છે....એક કેન્દ્રીય મંત્રીએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને આતંકવાદી ઠેરવી દીધા છે. બીજા એક કેન્દ્રીય મંત્રીએ પોતાના ચુંટણી પ્રચારના નારામાં બોલ્યા'  દેશના ગદ્દારોને.... અને પછી શ્રોતાઓ પાસેથી બોલાવ્યું કે ગોલી મારો...કો' ત્રીજા મંત્રીએ ટિવટ કરીકે ' તુમ્હારે લિએ પાકિસ્તાન બના દિયા, અબ તો ચૈન સે જીને દો'

જો સરકારની કોઇ નીતિ કે કાયદા વિરૂધ્ધ આંદોલન અરાજકતા છે તો ફક્ત કેજરીવાલ જ કેમ? જે બધા રાજ્યોના મુખ્ય મંત્રીઓ અને તેમની વિધાનસભાઓ સીએએ, એન પીઆર, એનસીઆર વિરૂધ્ધ પ્રસ્તાવ કર્યા છે તે બધા આ શ્રેણીમાં આવે છે, જેમણે  કેન્દ્રના નાગરિકતા સુધારા કાયદાને ન સ્વીકારવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. આંદોલન ખોટું હતું તો રામ મંદિર આંદોલન અને બાબરી મસ્જીદનું માળખું તોડી નાંખવાને સમર્થન કઇ શ્રેણીમાં આવશે? અને પછી સંસદમાં વિરોધપક્ષ તરીકે ભાજપના હોબાળાને શું કહેવાશે? કોંગ્રેસ અધ્યક્ષે પોતાની અમર્યાદિત પ્રતિક્રિયામાં કહ્યું '......આ વડાપ્રધાનને છ મહિના પછી દેશની સતત વણસતી જતી આર્થીક સ્થિતિને કારણે યુવાનો દંડા મારશે.

રાજકીય વર્ગ અને ખાસ કરીને જે સત્તામાં બેઠા છે, તેમણે ઓછામાં ઓછા આરોપો તો તર્કસંમત લગાવવા જોઇએ. જે મંત્રીએ ' ગોળી મારો' નો સુત્રોચ્ચાર કરાવ્યો હતો અને જે સુત્રોચ્ચારે બીજા ત્રણ દિવસમાં ત્રણ યુવાનોએ ખરેખર આંદોલનકર્તાઓ પર ગોળી ચલાવી, એ મંત્રીની ક્ષમતાને કઇ કસોટી પર આંકવામાં આવશે? લોકશાહીમાં ચુંટણી એટલી કડવી ન બનાવવી જોઇએ કે લોકો રાજનીતિનો અર્થ જ અરાજકતા સમજવા લાગે. કેમ કે, ત્યારે પ્રજા તંત્રના આ ચહેરા પરથી વિશ્વાસ સમાપ્ત થઇ જશે. આ વિશ્વાસ સમાપ્ત થઇ જવાનો અર્થ છે માનવીનું પાછું આદિમ સભ્યતા તરફ ( જંગલના કાયદાનું રાજય)  જવું. જો કે, વડાપ્રધાને જાહેર મંચ પર કહ્યું કે ' શાહીન બાગ પ્રદર્શન સંયોગ નથી પણ ભાઇચારો નાબુદ કરવાનો પ્રયોગ છે'. જો આ પ્રયોગ ભાઇચારો નાબુદ કરવાનો છે તો મંત્રીઓનું નિવેદન શું છે? આવાવાતાવરણમાં વિકાસ ક્યાંથી થશે? વિકાસની યોજનઓનો આખરે અમલ તો દેશના રાજ્યો એ જ કરવાનો છે ને?


--

૨૧મી સદીમાં અભણકોણ?

૨૧મી સદીમાં અભણ કોણ? તેની ઓળખ શું હોઇ?

The illiterate of the 21st century will not be those who cannot read and write but those who cannot learn , unlearn and relearn. Alvin Toffler.

૨૧મી સદીમાં અભણ હોવાની વ્યાખ્યા કે ઓળખ જુદી હશે. અભણ એટલે અહીયાં ફક્ત લખી વાંચી શકે તે નહી. પણ જે  ભણે છે, પછી  નવું જ્ઞાન પ્રાપ્ત થતાં તે જુનું ભણેલું ભુલી જાય છે અને ફરી નવું શીખે છે. તે પ્રમાણે આ ૨૧મી સદીનો માનવી જીવન જીવી જાણે છે.

 આપણા દેશમાં તો જ્ઞાન એટલે મા–બાપ, વડીલો, ગુરૂઓ અને તેમના પરદાદાઓએ વારસામાં આપેલી માહિતી.અને બિલકુલ કાના માત્ર અને રસ્વઇના ફેરફાર વિના પેલી વારસાઇની મિલકતની માફક ટકાવી રાખવું અને નવી પેઢીને હોંશ હોંશે ટ્રાન્સફર કરવામાં ગૌરવ લેવું.


--

અમેરિકનોએ પોતાનો વધુ સમય લાઇબ્રરિને આપ્યો. સૌ. દીવ્યભાસ્કર

અમેરિકનોએ પોતાનો વધુ સમય લાઇબ્રરિને આપ્યો.

સૌ. દીવ્યભાસ્કર ૪ફેબ્રુઆરી ૨૦૨૦.

મારા અમેરિકાના રહેઠાણ દરમ્યાન મને ત્રણેક રાજ્યોની આશરે દસ હજારથી ઓછી વસ્તી ધરાવતી  કાઉન્ટિ/ટાઉનના પુસ્તકાલયોને ખુબજ નજીકથી જોવાની તક મળી હતી. ન્યુજર્સીમાં રાન્ડોલ્ફ, ઓહાયો સ્ટેટમાં ગ્રીનવીલે અને જ્યોર્જીઆ સ્ટેટમાં બ્યુફોર્ડ જેવી કાઉન્ટિઓના પુસ્તકાલયોની મેં વારંવાર મુલાકાતો લીધી હતી.

આ બધાજ પુસ્તકાલયો દરેક કાઉન્ટિની ભૌગોલિક દ્રષ્ટીએ લગભગ ઉંચી જગ્યા પર વસાવામાં આવ્યા હતા. જેથી ક્યારેય વરસાદી પાણીના પુરના ભયથી નુકશાન ન થાય. પોતાની વસ્તીની જરૂરીયાત ને ધ્યાનમાં રાખીને પ્રમાણમાં તેનું બાંધકામ વિશાળ અને પુરતી પાર્કીંગની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું છે. પુસ્તકાલયમાં પુસ્તકોનો વિશાળ ખજાનો વિષયવાર જુદા જુદા સ્ટીલના સ્ટેક્સમાં ખુલ્લો જ હોય છે. તમારે જેટલા પુસ્તકો જોવા હોય તે જોઇને પસંદ કરીને બધાને એક નાની ગરગડીવાળી લાકડાની ગાડીમાં ભેગા કરતા જાવ, પછી ત્યાં જે વાંચવાનાં આધુનીક ટેબલો હોય તેમાંથી એકાદ પસંદ કરી બેસી જાવ. દરેક ટેબલ પર આધુનિક વાયફાય, ઇંટરનેટ, મોબાઇલ ફોન ચાર્જર, ઝેરોક્ષ અને પ્રિન્ટીર્સ, જેવી તમામ સગવડ બિલકુલ સરળતાથી ઉપલબ્ધ અને તે પણ નિશુલ્ક. મારા જેવા ટિફીન લઇને આવેલા માટે સ્પેશીઅલ નોઇઝ પ્રુફ કેબીનો જ્યાં સવારથી સાંજ સુધી બેસવાની, આરામ ખુરશી સાથેની તમામ સગવડો! તમારે કોઇ પુસ્તક કે મેગેઝીન સ્પેશીઅલ રેફરન્સ માટે મંગાવવું હોય અને આ પુસ્તકાલયમાં ન હોય તો તમે લાયબ્રેરીયનને વિનંતી કરો તો જે તે રાજ્યની આવી કાઉન્ટીઓના કે રાજ્ય કક્ષાના પુસ્તકાલયોમાંથી  ઇમરજ્નસીમાં ઇન્કાવાયરી કરીને તે ક્યારે આવશે તેની વિગતો તમને જણાવીને તમારો મોબાઇલ નંબર નોંધીને કેટલા સમયમાં આવશે તેના પર જણાવે!

આ ઉપરાંત દૈનિક પેપરો, સામાયિકો, બાળકો માટે વિડિયો ગેમ્સની સીડી વિગેરે તો પુરતી સંખ્યામાં. દરેક કાઉન્ટિની ચુંટાયેલી સ્થાનિક સરકાર( નગરપાલિકા, ગ્રામ પંચાયત કે કોર્પોરેશન)ના પસંદ કરાયેલા સભ્યો સાથે કાઉન્ટિની વસ્તીમાંથી પસંદ કરાયેલા જુદા જુદા શૈક્ષણિક ક્ષેત્રોના સભ્યોની ટીમની " પુસ્તકાલય સમિતિ" બને. તેમની પાસે પુસ્તકાલય ચલાવવાનું– નિભાવ ખર્ચ સાથેનું બજેટ હોય. કયા મેગેઝિનો, પુસ્તકો અન્ય વાંચન સામગ્રી મંગાવવાની સત્તાસદર કમિટિ પાસે હોય. જે પુસ્તકાલયના વહિવટી વડા સાથે પરામર્શ કરી નક્કી કરે. નજીક્માં જ કેફેટેરિયા હોય જ્યાં ચાય, કોફી નાસ્તા વિ. સગવડ હોય.

સામ્યવાદી વિચારસરણીના આધ્યસ્થાપક કાર્લ માર્કસ માટે એમ કહેવાતું હતું કે જ્યારે તેઓ, પોતાના દેશ જર્મની અને ત્યાર પછી ફ્રાંસમાંથી પોતાના ક્રાંતીકારી  વિચારોને  કારણે દેશનિકાલ થયા ત્યારે તેઓ ઇગ્લેંડ દેશના પાટનગર લંડનમાં સ્થાયી થયા હતા. તેઓ લંડનમાં નહી પણ લંડનની લાયબ્રરિમાં સ્થાયી થયા હતા.

વિશ્વભરના દેશોના તમામ સરમુખ્તયારો કે આપખુદ સત્તાધારીઓને સૌથી પ્રથમ રસ પોતાના દેશના પુસ્તકાલયો અને બૌધ્ધીકોને ખલાસ કરવામાં હોય છે. કારણકે રાજકિય વિદ્રોહ અને સત્તા પલટા માટેના ક્રાંતીકારી ધરૂવાડિયાનાં બિયારણો ત્યાં સચવાયેલાં હોય છે.

ફ્રાંસના સમ્રાટ નેપોલીયન બોનાપાર્ટે પોતાની જીવન કથામાં લખ્યું હતું કે તેને જેટલો ભય ઇગ્લેંડ અને જર્મની જેવા દુશ્મનો લશ્કરોનો ન હતો તેટલો ભય ફ્રાંન્સની રાજધાની પેરીસના અખબારો અને તેના તંત્રીઓનો હતો.

આજથી આશરે ૨૨૦૦ વર્ષ પહેલાં રોમન સમ્રાટ જુલીયસ સીઝરે એલેકઝ્નેડ્રીયાની વિશ્વ વિખ્યાત પુસ્તકાલયના ૪૦,૦૦૦થી વધારે પુસ્તકો જેમાંથી મોટાભાગની હસ્પ્રતો હતી તે મકાન સાથે વ્યવસ્થિત રીતે પોતાના સમયકાળમાં બાળી નાંખવામાં આવી હતી. કારણકે તેમાં ગ્રીક સંસ્કુતિનો તમામ બૌધ્ધિક વારસો જળવાયેલો હતો.–––––––––––––––.


--

Thursday, January 30, 2020

સંવિધાનશબ્દનું સ્થાન સને ૨૦૧૯માં ઓકસફર્ડ ડિક્શનરીમાં.


સંવિધાન શબ્દનું સ્થાન સને ૨૦૧૯માં ઓકસફર્ડ ડિક્શનરીમાં.

 વર્ષના શ્રૈષ્ઠ શબ્દ તરીકે પસંદગી.

 અંગ્રેજી ઓકસફર્ડ ડિક્શનરીમાં samvidhaan શબ્દ શોધીએ તો તેનો અર્થ અંગ્રેજીમાં સમજાવવામાં આવે–' it has come to mean the rules a society chooses to live by, those basic principles under which politics, society and individuals find themselves.' તેનો ભાવાનુવાદ– જે તે સમાજે પોતાના વ્યક્તીગત ને સામાજીક, રાજકીય અને અન્ય વ્યવહારો માટે પસંદ કરેલા નિયમો–

 સંવિધાન કે બંધારણ હવે આ શબ્દ કાયદો અને તેના નિષ્ણાતો પાસેથી આંદોલન કરનાર હજારો લોકોના મોઢેંથી ગૌરવભેર નીકળતો શબ્દ બની ગયો છે.  નાગરિક સુધારા કાનુન, પછી એન પી આર અને એન સી આરના વિરોધમાં તાજેતરમાં શરૂ થયેલી ચળવળે આ શબ્દને કાયદાના ક્ષેત્રમાંથી એક લોકચળવળને પ્રેરણા આપતો શબ્દ બનાવી દીધો છે.

    જેમ શરીરના અન્ય અંગોને તેનું હાડપિંજર દેખાવ, સુંદરતા (હાડપિંજર) અને અન્ય ગુણો બક્ષે છે. તેવીજ રીતે દેશનું સંવિધાન પણ જે તે રાષ્ટ્ર,દેશ કે તેના સમાજના સંચાલનનું મુળભુત(હાડપિંજર) માળખું આપે છે. આપણું રાષ્ટ્રીય પક્ષી મોર જેમ તેના પીંછાથી રળિયામણો છે તેવીજ રીતે ભારતીય રાષ્ટ્ર અને સમાજ, તેના સંવિધાનમાં આમેજ કરેલા માનવીય મુલ્યોનો કેટલો અમલ કરીને જીવે છે તેના પર જ તે ધબકતો રહે છે. સુશોભિત રહે છે.

    જે દિવસે માનવ શરીરના હાડપિંજરને નુકશાન થતાં જ તેની અનિવાર્યતા જીવન ટકાવી રાખવા માટે સમજાય છે. તેવું જ દેશના સંવિધાન બાબતે છે. જે તે દેશમાં તેના માનવ મુલ્યો આધારિત બંધારણને, તેના મુળભુત માળખામાં કુઠારાઘાત મારવાના શરૂ થાય છે ત્યારે આપણે સમજી લેવાનું કે તે દેશ માટે અને સમાજ તરીકે જીવવું ક્રમશ; અસહ્ય બની જવાનું છે. આવો સમાજ ખુબજ ઝડપથી નાગરીક સમાજમાંથી(સિવિલ સોસાયટી) જંગલી સમાજ(મારે તેની તલવાર અને જીસકી લાઠી ઉસકી ભેંસ) તરફ જઇ રહ્યો છે એમ સ્પષ્ટ જ સમજવું.

છેલ્લા થોડા વર્ષોથી આપણે સૌ નાગરિકો તરીકે અહેસાસ કરી રહ્યા છે કે દેશના સંવિધાનના મુળભુત માળખા( બેઝીક સ્ટ્રક્ચર ઓફ ધી કૉન્સ્ટિટયૂશન) ઉપર ખુબજ આયોજન પુર્વક હુમલા થઇ રહ્યા છે.પરંતુ તેનો અર્થ એ નથી કે આવા હુમલા કરનારા સાચા છે.

આજના સંદર્ભમાં મુખ્ય ચર્ચા ધાર્મીક શ્રધ્ધા અને બંધારણે બક્ષેલી સમાનતા વચ્ચે શું સંબંધ છે? સમનાતાના હિતોના સંરક્ષણ માટે રાજ્ય પેલી શ્રધ્ધાને ક્યાં સુધી નિયંત્રણમાં રાખી શકે છે? રાજ્ય અને કેન્દ્રના સંબંધો એકતરફી રદબાતલ થઇ શકે ખરા? શું અરજદારના ધર્મને ધ્યાન માં રાખીને તેની નાગરિકતા નક્કી કરી શકાય ખરી?

 ઓક્ષફર્ડ ડીક્ષેનરીમાં સંવિધાન(samvidhaan) શબ્દના અર્થમાં આ બધું આવી જાય છે. તેની સાથે એક બીજો પણ શબ્દ ઉમેરવાની જરૂર છે. તે શબ્દ છે સંવાદ(samvaad). કારણકે બંધારણ સભાના સભ્યોએ સને ૧૯૫૦ સુધીમાં ઘણા સંવાદો પછી આપણા સંવિધાનને આખરી વર્તમાન સ્વરૂપ આપ્યું હતું. આજે, આપણા દેશના સી એ એ વિરૂધ્ધ આંદોલન કરતા નાગરિકોએ, બંધારણના મુલ્યોની ચર્ચાને, તેને કાયદાની પુસ્તકાલયની અટારીયેથી ઉતારીને શેરીના આંદોલનોમાં લાવી દીધી છે. તે આંદોલન કરતી નવી પેઢીએ પોતાની રીતે બંધારણના મુલ્યોનું અર્થઘટન કરીને આંદોલન જારી રાખ્યું છે. સૌ.ઇન્ડીયન એક્ષપ્રેસ તા. ૩૦મી જાન્યુઆરીના તંત્રી લેખનો ભાવાનુવાદ. બિપીન શ્રોફ.
http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com

 


--

Monday, January 20, 2020

ચાલો, સીએએ, એનપીઆરઅને એનસીઆર અંગે ગંભીરતાથી વિચારીએ.

ચાલો, સીએએ, એનપીઆર અને એનસીઆર અંગે ગંભીરતાથી વિચારીએ.

(૧) સીએએ એટલે શું? સીટીઝન્સ એમેન્ડમેંટ્સ એકટ. નાગરીકતા સંશોધન સુધારેલો કાયદો.

(૨) એનપીઆર એટલે શું ? રાષ્ટ્રીય વસ્તી નોંધણી ( રજીસ્ટ્રેશન).

(૩) એનસીઆર એટલે શું ? રાષ્ટ્રીય નાગરીક નોંધણી( રજીસ્ટ્રેશન).

આ બધા કાયદાઓને સમજીએ તે પહેલાં ટુંકમાં તેના ઇતીહાસ તરફ નજર કરી લઇએ.

 ભારતના આસામ રાજ્યમાં છેલ્લા ત્રણ દાયકા કરતાં પણ વધારે સમયથી આસામ વિધ્યાર્થી ગણ પરીષદ તરફથી ખુબજ મોટા પાયે વિધ્યાર્થી આંદોલન ચાલતું હતું. તેની માંગ હતી કે આસામ રાજ્યની આંતરરાષ્ટ્રીય સીમા બંગલા દેશ સાથે જોડાયેલી છે. તેથી સરળતાથી આસામમાં સતત ઘણા બધા બંગલાદેશી નિર્વાસીતો ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી આવી જાય છે. આ ઉપરાંત આસામના ચા ના બગીચાઓમાં અને જંગલોમાંથી ઇમારતી લાકડાંના વેપારમાં મજુરોની જરૂરત હોવાથી નજીકના રાજ્યો પશ્ચિમબંગાળ, ઓરિસ્સા, અને બિહારમાંથી નાગરિકો– અકુશળ મજુરો ( અનસ્કીલ્ડ લેબરર્સ) તરીકે સતત બેરોકટોક રોજગારીની શોધમાં અવિરત પ્રવાહની માફક આવ્યા જ કરે છે. આવું મજુરોનું રોજગારી માટેનું સ્થળાંતર બ્રિટીશ હકુમતના દિવસોથી વ્યવસ્થિત આર્થિક પ્રવૃતિ તરીકે સ્વીકારીને ચલાવી લેવામાં આવ્યું હતું.

આ મજુરોના સ્થળાંતરથી આસામની વસ્તીમાં ' આસામ બાહિરે' નું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે તે રાજ્યની સ્થાનીક મુલનિવાસી પ્રજા એક દિવસે લઘુમતીમાં આવી જશે. તેવી લાગણી પેદા થઇ અથવા કેળવવામાં આંદોલનકારો સફળ થયા. એટલું જ નહી પણ સ્થાનીકપ્રજાના, બધાના ધંધારોજગાર પણ જોખમમાં પુરેપરા મુકાઇ ગયા છે. રાજ્યની તમામ સ્થાનીક આર્થિક પ્રવૃતિનો કબજો ક્રમશ; બિનનિવાસી આસામીઓના હાથમાં લગભગ જતો રહ્યો છે.

આ સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર સરકાર, દેશની સર્વૌચ્ચ અદાલત અને આસામની પ્રાદેશિક સરકાર, ત્રણેય કાયદેસર રીતે ભેગા મળીને એક સંમતિ કરાર(આસામ એકોર્ડ) કરવામાં આવ્યો હતો. જેમાં નવેસરથી આ સંમતિ કરારની તપાસના આધારે સને ૧૯૭૧ના વર્ષ પછી જે આસામમાં શરણાર્થીઓ(રેફ્યુજીસ–દેશના ગૃહમંત્રીની ભાષામાં ઘુસપેઠીયા અને સીએએના પ્રમાણપત્ર પછી ધાર્મીક શરણાર્થીઓ) સાબિત થાય તે બધાને ડીટેન્સન કેમ્પમાં, સૌ પ્રથમ પોતાના હાલના નીવાસસ્થાનેથી કાઢી મુકવા.

આ સંમતિ કરાર મજુબ આશરે ૧૬૦૦ કરોડના ખર્ચે આસામની ત્રણ કરોડની વસ્તીની સદર કારણસર જે તપાસ કરવામાં આવી. તે તપાસ આશરે સાડા ચાર વર્ષ ચાલી. તે તપાસના આધારે તેમાં આશરે ૧૯ લાખ લોકો પોતાની ભારતિય નાગરિકતા સાબિત કરવામાં અસમર્થ નીકળ્યા. કુલ ૧૯ લાખમાંથી આશરે ૧૫ લાખ હિંદુ ધર્મી અને ૪ લાખ મુસ્લીમ ધર્મી નીકળ્યા છે. બંગલાદેશના વિદેશ મંત્રીએ ભારત સરકારને લેખિત જણાવ્યું છે કે તમે અમને અમારા નાગરીકોની કાયદેસરની પ્રમાણિત યાદી મોકલી આપો. અમે તેમને પાછા કે પરત સ્વીકારવા તૈયાર છીએ.

આ તપાસ પછી સંસદ અને રાજ્ય સભામાં નાગરીક સંશોધન બીલને( સીએએ) બહુમતીથી પસાર કરીને કાયદો બનાવવામાં આવ્યો છે. તરતજ આ કાયદાની વિરોધમાં ફરી આસામમાં તેની સામે વિદ્રોહ અને અશાંતીની આગ એટલી બધી પ્રસરી ગઇ કે આસામની ભાજપ સરકારના મુખ્યમંત્રીને ગૌહત્તીના વિમાની મથકેથી સચિવાલય સુધી પહોંચવામાં કલાકો નીકળી ગયા. ત્યાંની પરિસ્થતિને રાજ્ય અને કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયોએ કાયદો અને વ્યવસ્થાની દ્ર્ષ્ટિ એટલી ગંભીર ગણી કે તેમની સુચના મુજબ વડા પ્રધાન મોદીને બે વાર આસામની પોતાની મુલાકતો રદ કરવી પડી છે.

હવે આપણે ઉપરની હકિકતોના આધારે નાગરિક સંશોધન કાનુન( C A A)નું મુલ્યાંકન કરીએ.

(૧) આસામની નાગરિકતાની તપાસના અહેવાલ મુજબ ૧૯ લાખ બિનભારતીયોમાંથી ૧૫ લાખની વસ્તી હિંદુ ધર્મી હોવાને કારણે તેમને સીએએ કાયદા મુજબ નાગરિકતા આપવાની ગોઠવણ થશે. કેવી રીતે? જોઇએ !

ઇન્ટરનેશનલ રિલીજીયસ ફ્રીડમ એક્ટ ૧૯૯૮ મુજબ–(In 1998 the International Religious Freedom Act (IRFA) )નીચેની ચાર શરતોએ ધાર્મીક ઉત્પીડન ગણીને અન્યદેશના લોકોને ધાર્મીકશરણ માંગતા હોય તો આપી શકાય.

 

 (A)પરાકાષ્ઠાની શારિરીક અને માનસીક પીડા, અમાનવીય સતામણી. torture or cruel, inhuman, or degrading treatment or punishment;

(B) કોઇપણ જાતના કાયદાકીય પુરાવા અને આક્ષેપો સિવાય અટકાયત–prolonged detention without charges;

(C) ગેરકાયદેસર અપહરણ– ચોરીછુપીથી અટકાયત causing the disappearance of persons by the abduction or clandestine detention of those persons; or

(D)હડહડતી,નફ્ફટઅને નિર્લજ્જતાપુર્વક જીંદગી જીવવાની સ્વતંત્રતા અને સલામતીનું ઉલ્લંઘન.  other flagrant denial of the right to life, liberty, or the security of persons.

આસામના પેલા ૧૫ લાખ બિનભારતિય નાગરિક હિંદુ ધર્મીઓએ સાબિતી આપવી પડે કે કઇ રીતે, ક્યારે ને કયા કારણોસર(પુરાવાઆપો) નવા નાગરિક સંશોધિત કાનુન પ્રમાણે તે બધાને ધાર્મિક રીતે અત્યાચાર  થયો હતો. જેને કારણે તે સને ૧૯૭૧ પહેલાં બંગલાદેશ છોડી ભારતમાં આવ્યા. પણ જો તેમાંથી ઘણા બધા બંગલાદેશ સિવાયના પણ ભારત દેશના જ નજીકના રાજ્યોના કાયદેસરના નાગરિકો હોય તો આ કાયદો તે બધાને કેવી રીતે મદદ કરશે? આસામની પ્રજા તો તેમને કોઇપણ રીતે આસામમાં રાખવા જ તૈયાર જ નથી.

ઉપરાંત પેલા ચાર લાખ મુસ્લીમ કહેવાતા બંગલા દેશીઓને કેવી રીતે આંતર– રાષ્ટ્રીય માનવ અધિકાર કાનુનનું ઉલ્લંઘન કરીને ક્યાં મોકલશો? આ બધા મુસ્લીમ હશે પણ તે બધા શું બંગલાદેશી જ છે તેની શું ખાતરી?

ભારત સરકારે આસામના ૧૫લાખ હિંદુ બિનનાગરિક(મુસ્લીમ સિવાય તમામ ધર્મી જેનો ઉલ્લેખ સીએએમાં કરેલો તે બધા જ ધર્મીઓ આવી જાય) સાબિત થયેલાઓને સીએએ મુજબ, એક સાદુ સોંગદનામું કરાવીને ભારતીય નાગરિક બનવવામાં આવશે.( તેજ રીતે દેશના તમામ રાજ્યોમાં સીએએ પ્રમાણે દરેક હિંદુધર્મી બિનનાગરીક સાબિત થયેલા માટે પણ લાગુ પાડવામાં આવશે.) આજ નિયમનો લાભ સીએએ પ્રમાણે મુસ્લીમ બિનનાગરીકને સદર કાયદા મુજબ ન મળે!

આસામમાં આ કસરત કરવાનો ખર્ચ ૩ કરોડની વસ્તી માટે આશરે ૧૬૦૦ કરોડ થયા. દેશના ૨૮ રાજ્યો અન્ય યુનીયન ટેરીટરી સાથે આશરે ૧૩૦ કરોડની વસ્તીની સીએએ પ્રમાણેનો તપાસ ખર્ચ રૂપિયા ૬૪૦૦૦ કરોડ અંદાજી ટાઇમ્સઓફ ઇંડીયાના કોલમનીસ્ટ રમેશ ઠાકરે પોતાના ૧૮મી જાન્યુઆરીના લેખમાં જણાવ્યો છે."

આજ દિવસના ટાઇમ્સ ઓફ ઇંડીયામાં પત્રકાર ચેતન ભગત એક સમયના મોદી ભક્ત તે જ તારીખના તંત્રી પાનાનં ૧૪માં પોતાના લેખ "  કયા કારણોસર એનઆરસીને અભરાઇ કે છાજલીપર મુકી દેવો જોઇએ" ( WHY NRC MUST BE SHELVED )માં જણાવેછે કે તેનો અમલ ખુબજ ખર્ચાળ હશે; તેનું કદ કે વ્યાપ રાક્ષસી હશે; મારા મત મુજબ આ કાર્ય કરવાનો કોઇ હેતુ દેખાતો નથી; આ નાનું દેખાતું કાર્ય દેશને આંતરીક યુધ્ધ ( સીવીલ વોર)માં ઢસડી જવાની પુરી ક્ષમતા ધરાવે છે. પોતાના લેખના અંતમાં લખે છે કે વર્તમાન સરકારની નંબર એક પ્રાયોરીટી દેશને મંદીમાંથી બહાર કાઢવા સિવાય બીજી કોઇ ન હોઇ શકે. બાકી એન આર સી વી. ને હમણાં આરામ કરવા દો!

આઇ આઇ એમ અમદાવાદની માહિતી અનુસાર ગુજરાત અને દેશમાં આર્થીક મંદીની અસરો ક્રમશ વિકરાળ બનતી જાય છે. મંદીને કારણે ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની આવકોમાં જબ્બરજસ્ત સતત ઘટાડો થઇ રહ્યો છે. આપણા રાજ્યે સને ૨૦૧૯ના વર્ષમાં પોતાની વહીવટ નાણાંકીય જવાબદારી પુરી કરવા, વિકાસની વાત તો હમણાં રહેવાદો, સને૨૦૧૯માં પ્રતીમાસે આશરે ૩૦૦૦ કરોડનો સરેરાશ ઓવરડ્રાફ્ટ લીધો છે. પણ ઓકટોબર ૨૦૧૯માં ૧૦૦૦૦ કરોડ રૂપિયાનો ઓવરડ્રાફ્ટ લીધો છે. કેન્દ્ર સરકારને આશરે ૭૦૦૦૦ કરોડ રૂપિયા રાજ્યોને જીએસટીના ફાળા પેટે ચુકવવાના બાકી ઘણા મહીનાઓથી બાકી છે.

દેશમાં દસથી અગીયાર નોન બિજેપી રાજ્યોએ સીએએ વી. કાયદાનો અમલ કોઇપણ હિસાબે નહી કરવાની સખત જાહેરાતો કરી દીધી છે.

સીએએ, એન આર સી અને એનપીઆર સામે દેશવ્યાપી ચાલી રહેલા અહિંસક આંદોલનને મોદી સરકાર પોતાના કાયમી રાજકીય અસ્તીત્વના જોખમે જ નજર અંદાજ કરી શકશે!  


--

Saturday, January 18, 2020

વીધ્યાર્થીઓના(છાત્રાઓના)નારાની તાકાતને ઓછી ન આંકવી જોઇએ. પ્રીતેશ નંદી–

વીધ્યાર્થીઓના (છાત્રાઓના)નારાની તાકાતને ઓછી ન આંકવી જોઇએ. પ્રીતેશ નંદી–

(લેખકે શરૂઆતમાં ફૈઝ અહેમદ ફૈઝ સાહેબની ક્રાંતીકારી નઝમ " હમ દેખેંગે" ની વીગતે વાત કરી છે. જે નઝમ અંગે મેં ફેસબુક પર આખો લેખ લખ્યો છે. તેથી તે હકીકતોનું પુનરાવર્તન ન થાય તે ધ્યાનમાં રાખીને, પ્રીતેશભાઇ નંદીના લેખમાં જે  લેખના મથાળાને સંબંધીત છે તે અત્રે ટુંકમાં રજુ કર્યું છે.)

" મેં ઢાકામાં સને ૧૯૭૧ના સ્વતંત્રતાના સંગ્રામ દરમિયાન પણ જ્યારે પાકિસ્તાની સૈન્યએ જ્યારે યુવાન વીધ્યાર્થીઓના અવાજને દબાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે વીધ્યાથીઓએ પોતાના બંગલા દેશના ક્રાંતીકારી પ્રીય કવિ શમસુ રહેમાનની કવિતાઓને કેમ્પસમાં ગાવાનું શરૂ કર્યું હતું. પાકિસ્તાન દેશના વડા જનરલ યાહ્યાખાનના લશ્કરના સૈનીકોના બંદુકોની એકપણ ગોળી પેલા બંગલાદેશના વિધ્યાર્થીઓના બંગાળી ભાષાના શબ્દ સ્વતંત્રતા અને ઉર્દુ ભાષાના શબ્દ ' આઝાદી' ના નારાને બંધ કરવામાં સફળ થઇ નહતી."

આ એક શબ્દ છે, જેને દુનિયાભરના કવીઓએ અનેક અર્થો આપ્યા છે. આથી, મને તેના પર જરા પણ આશ્ચર્ય થયું નથી, જ્યારે ગયા મહિને દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાંથી અનેક વિધ્યાર્થીઓ પર પોલીસના હુમલાના વીરોધમાં વિધ્યાર્થીઓને 'હમ દેખેંગે' ગીતને ગાતા જોયા હતા.

ફૈઝની આ કવિતા આજે લલકાર ગીત છે. એવું ગીત, જેને અધિનાયકવાદી શાસન સામે  લડી રહેલા બધા જ લોકો ઠેર ઠેર ગાઇ રહ્યા છે. દુનિયાભરના યુવા વિધ્યાર્થીઓ માટે પોતાનાદેશના જુલ્મી શાસન સામે પોતાની અભિવ્યક્તિ રજુ કરવા માટેનું આ લલકાર ગીત છે. જ્યારે કેટલાક મૂર્ખલોકો (જે આજે ઘણા બધા છે) તે આ કવીતાને હિન્દુ વિરોધી કે દેશ વિરોધી સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ કવિતા સત્તા વિરોધી, ક્રૂરતા વિરોધી અને ફાસીસ્ટ વિરોધી છે. વિદ્રોહના બીજ તો દમનની રાજનીતિની ફળદ્રુપ જમીન પર જ અંકુરિત થાય છે. અને આજ કારણે  દુનિયાની સર્વશ્રૈષ્ઠ કવિતાઓ એ દેશમાં જ બની છે જે મુશ્કેલીમાંથી પસાર થયા છે. ચિલીના પાબ્લો નરૂદા તેનું ઉદાહરણ છે. જોકે, વિરોધ કરનારા બધા જ કવિ ડાબેરીઓ હોતા નથી. સાહિત્યમાં નોબેલ પ્રાઇઝ મેળવનારા મેક્સિકોના ઓક્ટોવિયા પાલે કમ્યુનિસ્ટ શાસનના દમન સામે એટલો જ મજબુત અવાજ ઉઠાવ્યો હતો.  બંગાળના શ્રૈષ્ઠ કવિઓમાંના એક સુભાષ મુખોપધ્યાયે યુવાનોને લગતું કવિતાઓનું એક પુસ્તક લખ્યું હતું. આ કવિ પોતે પોતાનો અભ્યાસ છોડીને નકસલબાડી આંદોલનમાં જોડાયા હતા. મુખોપાધ્યાય યુવાનોના આદર્શ કવિ બની ગયા હતા.

 આજે ખેડુતોની આત્મહત્યામાં અનેક ઘણો વધારો થયો છે. ત્યારે આપણે નક્સલબાડી જનારા યુવાનોને યાદ કરવા જોઇએ. જેમણે પ્રથમ વખત બતાવ્યું હતું કે કૃષિની હાલત કેટલી ખરાબ છે. મેં વર્ષોથી વિદ્રોહી વિધ્યાર્થીઓને પ્રેરણા આપનારા આંદોલનો જોયા છે. આજ તે આઝાદી છે, જે તેઓ માંગી રહ્યા છે. પાખંડથી આઝાદી, જુઠથી આઝાદી, રાજકીય ખોટી દલીલોથી અને બે મોંઢાની વાતોથી આઝાદી. તે આઝાદી. રાષ્ટ્રવાદ પરના પોકળ ભાષણોમાંથી આઝાદી, તેઓ આ બાબતને જ આઝાદી કહે છે.

જે એનયુના યુવાનો આ આઝાદી માટે જ નારા લગાવે છે. તેની તાકાતને ઓછી ન આંકવી જોઇએ.તેણે જ એક સમયે  આપણાં આઝાદીના આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આજ તાકાત આજે આપણાં એ શાસન વિરૂધ્ધ સંઘર્ષને પરિભાષિત કરે છે, જે એ સમજાતું નથી કે દેશના લોકો શું ઇચ્છી રહ્યા છે.

સૌ. દીવ્ય ભાસ્કર તા.૧૭–૦૧–૨૦૨૦. પાન નં –૮ લેં પ્રિતેશ નંદી.


--

Monday, January 13, 2020

હમ દેખેગેં , લાજીમ હૈ કી હમ દેખેંગે

            હમ દેખેગેં , લાજીમ હૈ કી હમ દેખેંગે ( A protest Anthem ) ફૈઝ અહેમદ ફૈઝ (૧૯૧૧– ૧૯૮૪)

         આ ગઝલે દેશમાં આપણી સંસદના બંને ગૃહોમાં પસાર કરેલ નાગરીક સંશોધન બીલ(કાયદો) ના વીરોધમાં બૌધ્ધીક જગતમાં ઘણું મહત્વ પેદા કર્યુ છે. સત્તાપક્ષ અને તેના ટેકેદારોને આ ગઝલમાં હીંદુ વીરોધી તેથી દેશ વીરોધી છે તેવી ગંધ આવે છે. ફૈઝ સાહેબની આ ગઝલ દેશમાં શાસનકર્તાઓના વીરોધમાં પ્રથમવાર જ ગાઇને પ્રજામત કેળવવા ઉપયોગ થતો હોય તેવું પણ નથી.

        ગાંધીજીની આઝાદીની ચળવળથી શરૂઆત કરીને, સને ૧૯૭૪થી–૧૯૭૭ સુધી નવનીર્માણ આંદોલન અને કટોકટી સામે જયપ્રકાશ નારાયણના નેતૃત્વ નીચે પ્રજામત કેળવવા માટે તેઓના સાથીદારોએ ફૈઝ સાહેબના જેવી ગુજરાતી, હીંદી ને ઉર્દું ગઝલો અને કવીતાઓ અને પ્રસંગને અનુરૂપ શૌર્ય ગીતોનો ભરપેટ ઉપયોગ કરેલો હતો. તાજેતરના અન્ના હજારેના ' India against Corruption movement ' આંદોલનમાં પણ આ ગઝલનો ખુબજ ઉપયોગ કરવામાં આવેલો હતો. જયપ્રકાશજી તથા અન્ના હજારેના આંદોલનમાં જે લોકો હાલને તબક્કે સત્તામાં છે તે બધાએ પણ આ ગઝલ અને તેની નગમોનો ઉપયોગ કરતાં તેમાં હીંદુ ધર્મ કે દેશવીરોધી કોઇને જે તે સમયે દેખાયું ન હતું.

        સૌ પ્રથમ આ ગઝલના સર્જક ફૈઝ અહેમદ ફૈઝના જીવન અને તેમની વીચારસરણીનો થોડો પરીચય કેળવીએ. જેથી આ સર્જક અને તેના સંઘર્ષનો પરીચય થાય. ત્યારબાદ આપણે તે ગઝલને શબ્શ; રજુ કરીને તેના અર્થ સાથે સમજવાની કોશીષ કરીશું. ફૈઝ અહેમદ ફૈઝના જીવનની આપણા માટે જરૂરી માહીતી ટુંકમાં નીચે મુજબની મેં પસંદ કરી છે.

         સને ૧૯૪૨માં, બીજા વીશ્વયુધ્ધમાં હીટલર અને મુસોલીનીના લશ્કર સામે ફૈઝ સાહેબે બ્રીર્ટીશ લશ્કરમાં સ્વતંત્રતા પહેલાંના હીંદુસ્તાન તરફથી ભાગ લીધો હતો. હીંદુસ્તાનની સ્વતંત્રતા પહેલાંની પ્રોગ્રેસીવ રાયટર્સ મુવમેંટનાતે અગ્રણી હતા. સને ૧૯૪૭ પછી તેઓ પાકીસ્તાની  નાગરીક બનીને ડાબેરી (સામ્યવાદી), નીરીઇશ્વરવાદી અને ઇસ્લામ વીરોધી સક્રીય રાજકારણી પણ બન્યા હતા. તે સમયથી પાકીસ્તાન દેશતો ચુસ્ત ઇસ્લામી દેશ હતો. ૧૯૫૨–૫૩માં ' રાવલપીંડી બળવા 'તરીકે જાણીતા નીષ્ફળ બળવામાં ભાગ લેવા બદલ ઘણા વર્ષો સુધી જેલમાં રહ્યા હતા. સને ૧૯૪૭થી માંડીને ૧૯૮૪ સુધીના તેમના દેહાંત સુધીના જીવનમાંથી પચાસ ટકા ઉપર જીવન ફૈઝ સાફેબે પોતાના વીચારોને કારણે જેલમાં વીતાવ્યું હતું. ફેઝ સાહેબને પાકીસ્તાનમાં અમેરીકન પીઠુ સરકારો સામે ડાબેરી રશીયા તરફી લશ્કરી શાસનની રચના કરવી હતી. તે માટે તેઓને જેલમાં પુરી દેવામાં આવ્યા હતા. ફૈઝ સાહેબને કાયમ માટે પાકીસ્તાન છોડી દેવાની શરતે મુક્ત કરવામાં આવ્યા હતા. તે સમયે સામ્યવાદી રશીયાએ તેઓને આશ્રય આપ્યો હતો. સોવીયત રશીયાએ તેમને મુડીવાદી દેશો સંચાલીત નોબેલ પ્રાઇઝ જેટલું સમકક્ષ સામ્યવાદી દેશોમાં પ્રતીષ્ઠા ધરાવતું લેનીન પીસ પ્રાઇઝ પણ આપ્યું હતું.

         ત્યારબાદ ઝુલ્ફઅલી ભુટ્ટો સાથેની મીત્રતાના કારણે તે ફરી પોતાના દેશમાં આવી શક્યા.પણ સને ૧૯૭૯માં ઝીઆઉલ હક્કની સરમુખ્ત્યારી રાજ્ય સત્તા, જે ફન્ડામેન્ટલીસ્ટ, માનવીય મુલ્યો વીરોધી અને પ્રત્યાઘાતી  હતી. તેની સામે ફરીથી તેઓએ વીદ્રોહ પોકાર્યો હતો. પાકીસ્તાની પ્રજા પણ ઝીઆના જુલ્મી શાસનથી ત્રાહીમ પોકારી ગઇ હતી. તેની સામે " હમે દેખેગેં " ગઝલની રચના સને ૧૯૭૯માં કરી હતી. જે ગઝલ પર ઝીઆ ઉલ હક્ક સરકારે પ્રતીબંધ મુક્યો હતો. તેના વીરોધમાં લાહોરના સ્ટેડીયમમાં ઇકબાલ બાનુ કવીયત્રીએ આ ગઝલના પ્રથમ વાર્ષીક દીવસે  ઝીઆ ઉલ્લ હક્ક સરકારના હુકમોનો અનાદર કરીને  ૫૦,૦૦૦ લોકો ભેગા કરીને આ ગઝલને લલકારી હતી. આમ આ ગઝલનો જન્મ ઝીઆ ઉલ હક્કની જુલ્મી સરકાર સામે, અને પ્રજા વીરોધી શાસન સામેના પ્રતીકાર તરીકે થયો હતો. તેના સંદર્ભમાં હવે આ ગઝલને સમજીશું.

 હમ દેખેંગે, લાજીમ હૈ કી હમ દેખેં ગે;

 જો દિન જીસ કા વાદા હૈ, જો લોહે અજલ મેં લીખા હૈ ;

જબ જુલ્મ–ઓ–સીતમ કે કોહે–એ ગરાં, રૂઇ કી તરહ ઉડ જાયેગેં;

હમ મહેકુમો કે પાંવ તલે, એ ધરતી ધડ ધડ ધડકેગી;

ઔર અહલ–એ –હકમ કે સર પર, જબ બીજલી કડકડ કડકેગી ;

જબ અર્જે ખુદા કે કાબે સે,  સબ બુત ઉડાયે જાયેગેં;

હમ અહલ–એ–સફા– મરદુદે– એ –હરમ મસનદ પે બીઠાએ જાયેગે ;

સબ તાજ ઉછાલે જાયેગેં, સબ તખ્ત ગીરાએ જાયેગેં ; 

બસ નામ રહેંગા અલ્લાહ કા,જો ગાયબ ભી હૈ, હાજીર ભી, જો મંજરભી હૈ, નાજીર ભી;

ઉઠેગા અન–અલ–હક કા નારા, મેં ભી હું ઔર તુમ ભી હૈ;

રાજ કરેગી ખુલ્ક– એ ખુદા, જો મૈ ભી હું ઔર તુમ ભી હો.

હમ દેખેં ગે– લાજીમ હૈ કી હમ દેખેં ગે....

આ ગઝલમાં ઘણા શબ્દો ઉર્દુ છે. આ ગઝલમાં વપરાયેલ રૂપકો, અલંકારો (Metaphor) તે બધાને એક યા બીજા સ્વરૂપે ઇસ્લામી તત્વજ્ઞાનની લાક્ષણીકતા (Ethos)માંથી લઇને ઉપયોગ કર્યો છે. ફક્ત ને ફક્ત પાકીસ્તાની તાનાશાહ ઝીયા ઉલ હક્કના જુલ્મી શાસનને સમજાવવા તે રૂપકો વીગેરે વાપર્યા છે. તેમજ તખ્તને ઉથલાવીને પ્રજાલક્ષી રાજ્ય વ્યવસ્થાના સર્જન માટેના સ્વપ્નાઓ ફૈઝ સાહેબે આ ગઝલમાં સેવ્યા છે.

(૧) સૌ પ્રથમ ફૈઝ સાહેબે, પોતાના માનવજાતના ઇતીહાસના અભ્યાસને આધારે તારણ કાઢયું કે જુલ્મી શાસનોનો બુરો અંત નક્કી જ છે. તે પ્રમાણેનું તે બધાનું ભાવી તેમના જુલ્મી કાર્યોને કારણે નક્કી જ નીર્માણ થયેલું છે.( જો લોહે આજમ મેં લીખા હૈ) પણ હા, એ હકીકત છે કે સવારની પહોરના પહેલાની રાત્રી વધુ અંધકારમય હોય છે.

(૨) દેશમાં જુલ્મી શાસનના જે મોટા મોટા પહાડ( કોહ–એ– ગરાં) બની ગયા છે, તે બધા એક રૂ ના ઢગલાની માફક ક્યાંય ઉડી જશે. ત્યારબાદ જુલ્મી શાસનથી આઝાદ થયેલા નાગરીકોના( મહેકુમો) પગતળે પેલું મૃતપ્રાય થયેલું શાસન થરથર કાંપતું (યે ધરતી ધડધડ ધડકેગી) હશે.

(૩) શાસનકર્તાની માથા ઉપર( અહલ– એ– હકમ) પ્રજાના બળવાની વીદ્રોહ રૂપી વીજળીના કડાકા સતત પડતા હશે. જે શાસનકર્તા લોકો પોતાની જાતને પૃથ્વીપરના ખુદા માની બેઠા છે ( અર્જે–એ–ખુદા કે કાબે સે) તે બધાઓને ફગાવી દેવામાં આવશે.( સબ બુત ઉઠવાએ જાએગેં) મક્કા શરીફમાં જે કાબા છે તેનો ઉલ્લેખ બીલકુલ નથી.

(૪) પછી શું થશે? જે લોકો જુલ્મી શાસનથી સર્વહારા બન્યા છે (અહલ–એ–સફા), ની;સહાય બન્યા છે ( મરદુદે હરમ) પ્રજા, મુસ્લીમ બાદશાહો જે ગોળ તકીયા ( મસનદ્) પર બેસે છે તેના પર બેસીને પ્રજા રાજ્ય કરશે.

(૫) તેમની બધા સત્તાઓને જળમુળથી ફગાવી દેવામાં આવશે. ફક્ત પ્રજા જ રહેશે.( બસ નામ રહેગા અલ્લાહ કા.) જે નીરકાર છે,અને જેનો આકાર પણ છે. જેનાથી હકુમત ચાલેશે.

(૬)  જે દીવસે પ્રજાને અહેસાસ થશે કે ' તે જ સર્વસત્તાધીશ છે ( ઉઠેગા અન–અલ–હક્ક કા નારા),  તે પોતેજ પોતાના ભાગ્યનો વીધાતા છે, તેની પાસે જ પ્રજા તરીકે સત્ય શોધવાની શક્તી છે. માટે આપણે બંને માનવી તરીકે પોતે જ અલ્લાહ, ઇશ્વર,કે ગોડ છે.( મેં ભી હું ઓર તુમ ભી હૈ) તે રીતે સાચા અર્થમાં પ્રજાસત્તાક સરકારનું રાજ્ય આવશે. (ઔર રાજ કરેગી ખુલ્ક– એ–ખુદા). ભાવનુવાદ– બીપીન શ્રોફ.

જાવીદ અખ્તરના નીરીક્ષણની વાત કરવાની.

આ સમગ્ર ગઝલમાં જાવીદ સાહેબને કોઇ શબ્દો સૌથી વિવાદાસ્પદ હોય તો નીચે મુજબના શબ્દો છે.

" ઉઠેગા અન–અલ–હક્ક કા નારા" કેમ?

આ અન–અલ–હક્ક નારા નો અર્થ છે ' અહમ બ્રહ્માસ્મી ' માનવી પોતે જ સર્જનહાર છે. માનવીની સર્જન શક્તી કાલ્પનીક ઇશ્વરની સર્જનશક્તી કરતાં લેશ માત્ર ઓછી નથી. આ તત્વજ્ઞાન વૈદીક, અદ્વૈત તથા સુફી વીચારસરણીમાંથી ઉત્પન્ન થયેલ છે. તેમાં માનવીને ઇશ્વરનો ગુલામ કે તારણહાર છે તેમ સર્વસત્તાધીશ  તરીકે સ્વીકારવામાં આવતો નથી. તેમાં ઇશ્વરી સત્તાને પડકાર છે. તેની સામે ઇસ્લામ, ખ્રીસ્તી અને યહુદી ( સેમેટીક ધર્મો) માં એક જ ઇશ્વરના ખ્યાલને વીકસાવ્યો છે. અને તે ધાર્મીક સત્યને કદાપી પડકારાય નહી. આ આખી ગઝલમાં ફૈઝ અહેમદ ફૈઝ સાહેબે જુલ્મી સરમુખ્તયાર સામે પ્રજાકીય બળવાની જ વાત કરી છે.

 બીજી અગત્યની દલીલ જાવીદ અખ્તરે ' અન–અલ–હક્ક ' શબ્દસમુહને ઇસ્લામી સત્તાધીશોમાં એટલુ બધું મહત્વ છે કે તેને ઉગતું જ ડામીદેવામાં, નીકંદન કાઢી નાંખવામાં અગ્રીમતા આપવામાં આવે છે. જાવીદ અખ્તરે વધુ માહતી આપતાં કહ્યુ હતું કે સને ૯૨૨માં મનસુર અલ હલ્લાજ(Mansur al-Hallaj) નામના સુફી સંતને અન અલ હક્કના પ્રચાર માટે શીરચ્છેદ કરી દીધો હતો.( Mansur al-Hallaj, a Sufi mystic put to death in 922 AD during the reign of the Abbasid caliph Al-Muqtadir bi-llāh.) હીદુસ્તાનમાં મોગલ બાદશાહ ઔરંગઝેબે પણ પોતાની જાતને અન અલ હક્ક કે અહ્મ બ્રહ્માસ્મી કહેવા માટે પણ એક સુફી સંતનો શીરચ્છેદ કરી નાંખ્યો હતો. અંતમા પોતાની દલીલ રજુ કરતાં જાવેદ અખ્તરે ભારપુર્વક જણાવ્યું હતું કે ભારતમાં જે લોકો ' હમ દેખેગેં' ગઝલનો વીરોધ કરે છે તે બધા જાણે અજાણે શું ઔરંગઝેબની માનસીકતાના ટેકેદારો નથી?    સૌ. ગુગલ સર્ચ.   

 

 

                                                                            

 


--