Saturday, June 6, 2020

ગુજરાતમાં પક્ષપલ્ટોઅંદર અને કોરોના ૧૯ બહાર !!!!

ગુજરાતમાં પક્ષપલ્ટો અંદર અને કોરોના ૧૯ બહાર !!!!

૧૯મી જુનના રોજ ગુજરાતમાં રાજ્યસભાના ચાર સભ્યોને ચુંટવા માટેની ચુંટણી છે. કોરાના વાયરસના ફેલાવાની અસર ગુજરાતમાં કાબુ બહાર જઇ રહી છે એમ સ્પષ્ટ દેખાય છે. રાજ્ય સરકારને કોરાનાની અસરો જેટલી દેખાય છે તેના કરતાં સામાન્ય નાગરીકને તેની ગંભીરતા વધારે દેખાય છે.

આયોજનબધ્ધ રીતે ગુજરાતની રાજ્યસભાની ચુંટણીના ગણીતના આધારે પ્યાદાઓ ગોઠવવા જે સત્તાપક્ષ અને વીરોધપક્ષના મોરચા મંડાઇ રહ્યા છે તે ખુબજ દુ;ખદ છે.અતી નીરાશાજનક છે. આ બધા ચુંટાયેલા ધારાસભ્યો કોના પ્રતીનીધીઓ છે? પ્રજાના, પક્ષના, હાઇકમાન્ડના(!) કોઇ એક માત્ર નેતાના! કોના? બોલો? પક્ષપલ્ટો કરવા કે પક્ષમાંથી રાજીનામું આપવા માટેનું પ્રેરક બળ શું? પ્રધાન મંડળની નાની મોટી ખુરશી, અઢળક પૈસાની લાલચ! શું.? પ્રશ્નનો જવાબ કોની પાસે છે? બીજો સવાલ આપણને મતદારો તરીકે છે. મેં કે તમે મત, ઉમેદવારની લાયકાત, તેનો લોકપ્રતીનીધી તરીકે તેનો ભુતકાળ વી, નક્કી કરીને મત આપ્યો હતો ખરો?  ઉમેદવારની જ્ઞાતી, ધર્મ, સંપ્રદાય, પૈસા, કે પછી ચુંટણીની આગલી રાત્રે છુટથી મળતી પેલીપોટલી(!) અથવા અને બીજા કોઇ પ્રલોભનોને આધારે તો મત આપ્યો ન હતો ને? ઉમેદવારના પક્ષને જોઇને મત આપ્યો હતો? કે પછી બીજા તમામ પરીબળોને બાજુ પર મુકીને માત્ર ચુંબકીય આકર્ષણ ધરાવતા જે તે પક્ષના હવાઇ જહાજમાં આવતા–જતા નેતાને ધ્યાનમાં રાખીને મત આપ્યો હતો!  હવે આપણા પેલા ધારાસભ્ય, સંસદ સભ્ય, જીલ્લા પંચાયત કે નગરપાલીકાના સભ્યની વફાદારી કોની છે તે તમને કોઇની ભક્તી ભજ્યા સીવાય કે કંઠી બાંધ્યા વીના સમજી શકાય છે ખરી? મતદાર તરીકે ચુંટણીના મંડપમાં પાંચ વર્ષે એક વાર મત આપવા માટે  ભેગા થયા પછી તમારી પાસે મતદાર તરીકે તમારા ચુંટાયેલા પ્રતીનીધી પર કોઇપણ પ્રકારનું નીયંત્રણ રાખવાનું  કોઇ સક્રીય માળખું છે? અધીકાર છે ખરો? તો પછી તમારા મતથી જ ચુંટાયેલા પેલા જ્ઞાતી, ધર્મ, પક્ષ કે નેતાના પ્રતીનીધીની વફાદારી કોની હોય? મને એટલી બરાબર ખબર છે કે આવા પ્રતીનીધીઓની વફાદારી તેના મતદારોની તો બીલકુલ હોતી જ નથી. સંસદીય લોકશાહી પ્રતીનીધી પસંદગી કરવાની પ્રથા હવે એ તબક્કે આવીને ઉભી રહી છે કે જેમાંથી જે નેતા, પક્ષ અને તેનું સત્તા ટકાવી રાખનારૂ માળખું નાગરીકોને યેનકેન પ્રકારે જાતભાતના બાનમાં મુકીને પાંચ વર્ષમાં જે રમત રમાડે તે રમત રમ્યા સીવાય બીજો માર્ગ જ ક્યાં છે. પાંચ વર્ષ પછી પણ માલીકો બદલવાથી પક્ષશાહી, નેતાશાહીની ગુલામી ક્યાં બદલાય છે. ફરી પાંચ વર્ષે કોઇ મદારી, રંગલો, નવી જુમલેબાજીની ડુગડુગી કે વાંસળી વગાડે એટલે બસ મતદારો તરીકે આપણે આપણા બીસ્રા પોટલા લઇને નવા તારણહાર ના શરણે! છેલ્લાં પાંચહજાર વર્ષોથી ભારતીય પ્રજા પોતાના તારણહારો પેલા સંભવામી યુગે યુગેપ્રમાણે બદલતી રહીને ૨૧માં સદીમાં ક્યાં આવીને ઉભી છે તે કોને દેખાતું નથી !

--

Wednesday, June 3, 2020

૨૦મી સદીના સરમુખત્યારો –એડોલ્ફ હીટલર –( ૧૮૮૯–૧૯૪૫)

 ૨૦મી સદીના સરમુખત્યારો –એડોલ્ફ હીટલર –( ૧૮૮૯– ૧૯૪૫)

ફ્રેક દીકોત્તરે તેના પુસ્તક ૨૦મી સદીના સરમુખત્યારમાં બીજું પ્રકરણ જર્મનીના એડોલ્ફ હીટલર પર લખેલ છે. લેખકે હીટલર પર આશરે ૩૫ પાનાનો નીબંધ તૈયાર કરેલ છે. તેના માટે લગભગ ૧૦૦ જેટલા સંદર્ભ ગ્રંથોનો લેખકે ઉપયોગ કરેલ છે. હીટલરે સને ૧૯૨૩માં ૮મી નવેંબરે જર્મનીના મ્યુનીચ શહેરમાં લશ્કરી બળવો કર્યો હતો. જે નીષ્ફળ ગયો હતો. જે ઇતીહાસમાં " The Beer Hall Putsch"   'બીયર હોલ પુચ' એટલે ક્રાંતી અથવા વીદ્રોહ તરીકે ઓળખાય છે. જેવી રીતે જીસસ ક્રાઇસ જેરૂસલેમના  ચર્ચમાં અને મુસોલીનીએ માર્ચ ટુ રોમ  દ્રારા જે વીજય પ્રાપ્ત કર્યો હતો તેવી સફળતા મેળવવાનું હીટલરનું સ્વપ્નું હતું. જે દુસ્વપ્નમાં ફેરવાઇ ગયું. તેને  પ્રથમ પાંચ વર્ષની સજા થઇ પણ ત્યારબાદ ઘટાડીને ૧૩માસની કરવામાં આવી. જેલવાસ દરમ્યાન હીટલરે એક પુસ્તક લખ્યું. જેનું નામ Mein Kampf હતું.  આ જર્મન શબ્દ છે. તેનું અંગ્રેજી છે,  My Struggle, મારો સંઘર્ષ. આ પુસ્તક જે હીટલરની આત્મકથા છે . તેની મદદથી હીટલરના વીચારો અને તે આધારીત તેના કાર્યોને સમજવાની અનુકુળતા રહે છે.

હીટલરના પીતા સરકારી નોકરીમાં સર્વીસ કરતા હતા. તે પ્રોફેશન હીટલરને બીલકુલ પસંદ ન હતો. તેણે બે વાર એકેડેમી ઓફ ફાઇન આર્ટસ– વીયેનામાં પ્રવેશ મેળવવા પ્રયત્ન કર્યો પણ પ્રવેશ મલ્યો નહી. તે રૂઢીભંજક, અકરાંતીયો વાંચનારો, ઓપેરા સંગીત અને કલા સાહીત્યનો જીવ હતો. તેની જીવન પધ્ધતીને આપણે અંગ્રેજીમાં જેને ' Bohemian life style' કહેવાય તેવી જીંદગીનો માશુક હતો . હીટલરે પ્રથમ વીશ્વ યુધ્ધમાં જર્મની તરફથી ભાગ લીધો હતો, અને ઘવાયો પણ હતો.  

     તેણે વકૃત્વકળા પર પ્રભુત્વ મેળવી લીધું હતું. સારા વકતા તરીકે તે સહેલાઇથી ટોળા ભેગા કરી શકતો હતો. જેવી રીતે મુસોલીનીએ પોતાનું લાડકુ નામ ઇટાલીયન ભાષામાં 'ડયુસ' એટલે કે નેતા રાખ્યું હતું, તેવીજ રીતે હીટલરે જર્મન શબ્દ 'ફ્યુરર' (H= Fuhrer) એટલે નેતા શબ્દ શોધી કાઢયો હતો. હીટલરે જર્મન પ્રજાને માનસીક રીતે પોતાના નેતૃત્વની આભાથી એવું ચુંબકીય આકર્ષણ પેદા કર્યું હતું કે તે દેશનો નાગરીક દીવસમાં કેટલીય વાર બોલતો હતો કે "Heil, mein Führer!" (Hail, my leader!) ફુયરર' હિટલરનો વીજય હો!. જે કુટુંબના વડીલો હેલ હીટલર ન બોલતા હોય તે કુટુંબના બાળકો સ્થાનીક નાઝી ઓફીસમાં જઇને પોતાના વડીલોના વર્તન વીરૂધ્ધ ફરીયાદ કરતા. અને પછી પોતાના વડીલોને ' દેશદ્રોહી, હીટલર દ્રોહી ' સાબીત કરવાનો આનંદ આવતો હતો. તે બધા જેલમાં જાય તેમને ત્રાસ આપવામાં આવે તેને પેલા બાળકો પોતે દેશ પ્રેમનું કાર્ય કરી દેશની ફરજ બજાવી ગણતા હતા. તેવું બાળકોના કુમળા માનસને હુકમના આદેશને પાળનારૂ ( Conditional reflex Catch them young)બનાવી દેવામાં આવ્યું હતું. દરેક ઘર પર સ્વસ્તીકના પ્રતીકવાળો નાઝી પાર્ટીનો ધ્વજ લટકાવેલો હોવો જોઇએ તેવું હીટલરના અગત્યના સાથી જોસેફ ગોબેલ્સે નક્કી કરાવી દીધું. કારણકે તેનાથી દેશ પ્રેમી,તેથી હીટલર પ્રેમીની ઓળખ નક્કી થઇ જાય. (School Prayer.. ' Dear God, I beg u, Let me become a pious child.. Protect H everday.. That no accident be fall on H.   U sent him in our distress.. O God protect him)

પેપરમાં આવેલા સમાચાર નું સત્ય તપાસો તો પાંચ માસ ની સજા.. રાજ્ય સત્તાની સક્ષમતા માટે ખાનગીમાં પણ શંકા વ્યક્ત કરો તો  એક વર્ષની સજા.

મુસોલીનીએ પોતાની પાર્ટીને ફાસીસ્ટ પાર્ટી તરીકે પ્રચલીત કરી હતી. હીટલરે પોતાની પાર્ટીને નાઝી પાર્ટી( નેશનલસોસીયાલીસ્ટ જર્મન વર્કર્સ પાર્ટી) તરીકે પ્રચલીત કરી હતી. બંને પાર્ટીઓના માનવતા વીરોધી કાર્યો કરવા અને કરાવવામાં લેશ માત્ર ફેર નહતો.

હીટલર પોતાની જાતને જર્મન રાષ્ટ્રનો એક માત્ર ઉધ્ધારક માનતો હતો. તેણે યેનકેન પ્રકારે નાઝી પાર્ટીનો કબજો મેળવી લીધો. તેણે પક્ષની અંદર અને પક્ષની બહારના રાજકીય વીરોધીઓ પર સંગઠીત રીતે હુમલા કરવા અને હીટલર સામેના કોઇપણ પ્રકારના વીરોધને ડામી દેવા એક ખાનગી સંગઠન ઉભું  કર્યું. જેનું ટુંકુ નામ એસ એ (S A) હતું. તે મ્યુનીચ શહેરની અંદર શેરીઓમાં ફરી ફરીને હીટલરના પક્ષની અંદરના વીરોધીઓ પર સંગઠીત હુમલા કરતું હતું. તેમજ બહારના રાજકીય વીરોધીઓની સભાઓ રફેતફે કરવાનું કામ પણ કરતું હતું.

હીટલરના ઘણા બધા પ્રશંસકોને લાગતું હતું કે તેના નેતૃત્વની ચુંબકીય વ્યક્તીત્વને વીકસાવવા માટે તેની મુછોની સ્ટાઇલ યોગ્ય નથી. સાથીઓ તરફથી એવું સુચન કરવામાં આવ્યું કે તે આખી મુછો રાખે અથવા ક્લીન શેવ દાઢી રાખે! હીટલરે કહ્યું કે મારી આ પ્રમાણેની બંને બાજુઓની અડધી કાપેલી મુછો રહેશે. અને તે પછી એક નમુનેદાર મારા નામની સ્ટાઇલ બની જશે!. (H unmoved by the suggestion to have a full moustache or clean shave—but H preferred his own style—sooner became style copied by many. I am setting a fashion.….p..35.).

હીટલરની ચોપડી ' મેઇન કામ્ફ' માં તેણે ભવીષ્યમાંપોતાના દેશને કઇ દીશામાં લઇ જવો તેની ચર્ચા કરી હતી. તેના અગત્યના મુદ્દા આ પ્રમાણે હતા. (૧) ભ્રષ્ટ સંસદીય લોકશાહી પ્રથાને નાબુદ કરવા માંગતો હતો. (૨) દેશની સ્થાનીક સ્તરથી માંડીને કેન્દ્ર સુધીની તમામ સત્તાઓ એક જ માણસ અને તે પણ એડોલ્ફ હીટલરના હાથમાં જ કેન્દ્રીત રહેવી જોઇએ.(૩) જર્મનીને પ્રથમ વીશ્વયુધ્ધમાં જે બુરી રીતે હાર સહન કરવી પડી અને તેની માન હાની અને રાષ્ટ્રીય ગૌરવને સતત હલકી પાડતી ' વેરસેલ સંધી' ને એક તરફી નાબુદ કરી દેવી.(૪)  વેરસેલ સંધી કરારના અગત્યના મેમ્બર ફ્રાન્સ પર લશ્કરી હુમલો કરવો. (૫) સોવીયેત રશીયા પર લશ્કરી આક્રમણ કરીને સામ્યવાદનો નાશ કરવો (૬) યુહુદીઓને જર્મનીના દુશ્મન નંબર એક ગણાવી તેમનું એક જાતી તરીકે નીકંદન કરી દેવું. (૭) જર્મનીને આજુબાજુના નાના પડોશી દેશો ભેળવીને મહાન રાજ્ય બનાવવું. આવા કાર્યો કરવા માટે દેવે તેના સંદેશાવાહક તરીકે એક માણસને પસંદ કર્યો છે અને તે માણસ હું જ છું. હીટલરના વીરોધીઓએ ' મેઇન કામ્ફ' પુસ્તકની ઠેકડી ઉડાવી જ્યારે  નાઝી પાર્ટીના સભ્યો અને ટેકેદારે મન તે બાયબલ જેટલું પવીત્ર હતું. સને ૧૯૩૩માં હીટલરનું આ પુસ્તક બેસ્ટ સેલર પુસ્તક બની ગયું.તેની ૧૯૩૭માં ચાલીસ લાખ કોપીઓ વેચાઇ ગઇ.

હીટલર કેટલાક કારણોસર જે પોતાના મનની વાત ન તો કહી શક્યો તે તેના સાથીદાર જોસેફ ગોબેલ્લસ દ્રારા બોલાવી. "  જે ઝડપથી ઉંટ સોયના કાંણામાંથી નીકળી શકે પણ આ ચુંટણી પ્રથામાંથી મહાન માણસ ચુંટાઇને બહાર આવી શકે નહી. માટે આ સંસદીય ચુંટણી પ્રથા જ નકામી છે. મહાન નેતાને ક્યારેય ટોળું પસંદ કરી શકે નહી. પરંતુ મહાન નેતા તો ટોળાનો મુક્તી દાતા હોય છે. આવા નેતાના ચારીત્રયમાં મુખ્ય લક્ષણોમાં દ્રઢ નીર્ણય શક્તી, કુનેહતા અને નસીબ તેની સાથે જોઇએ."

સને ૧૯૩૦ની વીશ્વવ્યાપી મહામંદીની અસર જર્મનીમાં સને ૧૯૩૨માં ખુબજ વ્યાપક સ્તર પર નાગરીકોએ અનુભવવા માંડી. સાઇઠ લાખ લોકો બેકાર થઇ ગયા. રાષ્ટ્ર વ્યાપી બેકારીએ દેશના યુવાનોમાં મોટા પાયે અજંપો પેદા કર્યો . હીટલરે આવી પરીસ્થીતીનો ઉપયોગ ભરપેટ પોતાની રાજકીય કારકીર્દી પેદા કરવા આંચકી લીધો. ઠેર ઠેર તેણે રેલીયો, સભાઓનું આયોજન કરીને પ્રજા મત પોતાની તરફેણમાં પેદા કરવા મોટા પાયે આયોજન કરવા માંડયું. દેશ વ્યાપી પત્રીકાઓ વહેંચી દીધી અને પોસ્ટર્સ  ઠેરઠેર લગાવી દીધા. રસ્તાઓની બાયલેન્સને સ્વસ્તીકના પ્રતીકોથી રંગી નાંખવામાં આવી. પોતાના નેતાના સદ્ગુણોની યાદી લોકોમાં આયોજનબધ્ધ રીતે પત્રીકાઓ દ્રારા મોકલવામાં આવી. ' હીટલરને કોઇ વ્યસનો નથી. તે માદક દ્રવ્યો તથા કેફી પદાર્થોથી દુર રહેનારો માણસ છે. તે સીગરેટ પીતો નથી. શાકાહારી છે. ( સરમુખત્યારશાહી અને એકહથ્થુ સત્તાના બંધાણીવાળા નેતાના લક્ષણો.) તેને અત્યાર સુધીમાં ૬૦૦૦ પુસ્તકો વાંચી લીધા છે.  આટલા બધા પુસ્તકો વાંચનાર આખરે એક જમાનાનો વીશ્વ વીખ્યાત સરમુખત્યાર નેતા બની શક્યો! સને ૧૯૩૨ના રાષ્ટ્રવ્યાપી ચુંટણીમાં તેના પક્ષને ફક્ત ૩૭ ટકા મત મળયા. પણ પાછલાબારણાની રાજકારણની કળા અજમાવીને તે જર્મનીનો ચાન્સેલર બની ગયો.

હીટલર ચાન્સેલર બન્યા પછી થોડાક જ સમયમાં જે સ્થળે દેશની સંસદ કામ કરતી હતી તે સ્થળને આગ લગાડવામાં આવી. તેને માટે સામ્યવાદીઓને નાઝીનેતાઓએ જવાબદાર ઠેરવ્યા. તેથી સામ્યવાદીઓને ક્રુર, નીર્દય અને બુરી રીતે શીક્ષા કરી. બીજા વીશ્વના યુધ્ધના અંત પછી એવો પુરાવો મળ્યો  જેણે સાબીત કર્યું કે હીટલરે જર્મન સરકારનો વહીવટ સંભાળે હજુ એક માસ પણ  થયો ન હતો તે પહેલાં પાર્લામેંટ હાઉસ Reichstag ને આયોજનપુર્વક સળગાવી દેવામાં હીટલરના સાથીદાર જોસેફ ગોબેલ્લસ અને હરમન ગોયરરીંગ નો જ પ્લાન હતો.( The evidence discovered after the Second World War showed that the fire that burned down the Reichstag only 28 days after the appointment of Hitler as head of the German government, was planned and executed by Herman Goering and Joseph Goebbels, his Nazi cronies.)

 ત્યારપછી તરતજ હીટલર રાષ્ટ્રપ્રમુખ પોલ વી હીન્દબર્ગને સમજાવવામાં સફળ થયો કે જર્મનીના નાગરીકો અને રાજ્યના સંરક્ષણ માટે બંધારણે બક્ષેલા તમામ નાગરીક અધીકારોનો અમલ અચોક્કસ સમય સુધી મુલતવી રાખવો.નાઝી પાર્ટીના હજારો બ્રાઉનશર્ટવાળા કાર્યકરોએ પોતાના રાજકીય વીરોધીઓને રાષ્ટ્રના વીરોધીઓ સાબીત કરીને તેમના પર લોહીયાળ રીતે તુટી પડયા. ટ્રેડ યુનીયનની તમામ પ્રવૃત્તીઓ પર બાન મુકી દેવામાં આવ્યો. નાઝીપક્ષ સીવાયના તમામ રાજકીય પક્ષોને વીખેરી નાંખવામાં આવ્યા. સને ૧૯૩૩માં ૧,૦૦,૦૦૦ (એક લાખ) લોકોને કોઇ જાતના પુરાવા, ક્રીમીનલ કેસની સાબીતી વીના વીધાઉટ ટ્રાયલ્સ જેલની કોટડીમાં પુરી દીધા. સેંકડો નીર્દોષોએ જેલમાંજ પોતાના જાન ગુમાવ્યા. હીટલરે પોતાના દેશવાસીઓને સંદેશો મોકલી દીધો છે કે દેશમાં રાજ્ય પ્રેરીત ભયના વાતવારણ હવે સામાન્ય ઘટના તરીકે સ્વીકારી લેવું. નાનામાં નાના ગામડામાંથી માંડીને મ્યુનીસીપાલીટી વી. તમામ સ્થાનીક સરકારની સંસ્થાઓમાં શેરીઓ, સ્કુલો, સક્વેર્સ, એવન્યુઝ, સ્ટેડીયમ, બ્રીજીસ તમામના જુના નામો બદલી નાંખીને તે બધા પર હીટલરના નામો લખાવી દીધા. નાઝી પાર્ટીના આંતરીક સંગઠન ગ્રુપ એસ એ માંગણી કરી કે અમે પક્ષના હીત માટે લશ્કર જેવું કામ કરીએ છીએ. લશ્કર દેશની બહારના દુશ્મનોનો સફાયો કરે છે તેમ અમે દેશની અંદર રહીને પાર્ટીના દુશ્મનોનો સફાયો કરીએ છીએ. અમારા બંનેના કામમાં તફાવત નથી. માટે અમારા એસ એ ગ્રુપને રેગ્યુલર લશ્કરનો એક ભાગ બનાવી દેવો જોઇએ. પણ લશ્કરની રૂઢીચુસ્ત પાંખના વડા હીટલરને સમજાવવામાં સફળ થયા કે તમારા પક્ષની એસ એ પાંખ લુંટારાઓની ટોળકી જેવા કામ કરે છે.(But conservative  generals viewed them as thugs) હીટલરને આ તબક્કે લાગ્યું કે લશ્કરના મતને નજરઅંદાજ કરવામાં ભયંકર જોખમ છે. તેથી પક્ષની આ પાંખના વડા વધારે મજબુત થઇ જાય તે પહેલાંજ તરતજ હીટલરે પોતાની પક્ષની એસ એ પાંખના વડાની ધરપકડ કરાવીને પછી ગોળી મારીને પતાવી દીધો. તેના એકહજાર કરતાં પણ વધારે ટેકેદારોને જેલમાં પુરી દીધા. લશ્કરી તમામ પાંખોના વડાઓએ હીટલરના આવા સરસ કૃત્ય (!)માટે ખાસ અભીનંદન પાઠવ્યા.પક્ષની અંદરના પક્ષ અને હીટલર વીરૂધ્ધ કામ કરનારાઓની સાફ સફાઇ કરવાનું કામ(Liquidate)વીશ્વાસપાત્ર સાથીદાર ગોબેલ્સને સોંપવામાં આવ્યું.

હીટલરના જન્મ દીવસને રાષ્ટ્રીય તહેવાર ગણીને રંગેચંગે ઉજવવાનું સાથીદાર ગોબેલ્સે નક્કી કર્યું.રાષ્ટ્ર અને સમાજના દરેક અંગો જેવા કે શીક્ષણ, આરોગ્ય, ન્યાયતંત્ર,વહીવટ વી, નામે સામાજીક ને સામુહીક જીવનના દરેક ક્ષેત્રો નાઝીપાર્ટીના રોજબરોજના સુપરવીઝન તળીયે લાવી દેવામાં આવ્યા. બધામાં તમને એક જ પ્રતીબીંબ દેખાય 'નાઝી દ્રષ્ટીબીંદુ.' કોઇપણ અખબાર અને તમામ પ્રેસ મીડીયા દેશમાં એક સરખો સંદેશો દેશના ખુણે ખુણે પહોંચવો જોઇએ. તેના ભાષણોમાંથી અગત્યના વાક્યો કે ફકરા લઇને પત્રીકાઓ બનાવીને લાખોની સંખ્યામાં દેશમાં વહેંચી. સીનેમામાં પ્રચાર કરવા ખાસ ડોક્યુમેન્ટરી ફીલ્મ બનાવી.પડતર કીંમતથી ઓછા ભાવે રેડીયો સેટ દેશભરમાં વહેંચ્યા.

સને ૧૯૩૭માં હીટલરે યુધ્ધની તૈયારીઓ કરવા માંડી હતી. સૌ પ્રથમ તેણે નાના સરખા પડોશી દેશ ઓસ્ટ્રીયા પર હુમલો કરીને પોતાના દેશનો એક પ્રાંત બનાવી દીધો. સોવીયેત રશીયા સાથે લશ્કરી સંધી કરીને પોલેંડનો પશ્ચીમભાગ પોતાની પાસે અને પુર્વભાગ રશીયાએ આંચકી લીધો. પહેલા યુધ્ધ પછીના સમયે બ્રીટન, ફ્રાંસ વી સાથે કરેલા તમામ સંધી કરારો એક તરફી હીટલરે રદબાતલ કરી દીધા. તેથી બ્રીટન અને ફ્રાંસે જર્મની સામે યુધ્ધ જાહેર કરી દીધું. બંને દેશોએ જર્મની સામે સમુદ્ર અને જમીન પર સખત આર્થીક નાકાબંધી દાખલ કરી દીધી. હીટલરે દેશમાં સખત જીવન જરૂરીયાતની વસ્તઓ પર રેશનીંગ દાખલ કરી દીધુ;.

હીટલર માટે યુધ્ધના પરીણામો કાયમ માટે ઇચ્છા મુજબના ન આવ્યા. સોવીયેટ રશીયા સાથે લશ્કરી કરાર હતો તેમ છતાં કોઇ અગ્મય કારણોસર ઇંગ્લેંડ પર શરૂ કરેલ યુધ્ધ બંધ કરીને રશીયા સામે યુધ્ધ શરૂ કર્યું. તેમાં હીટલરનો સખત પરાજય થયો. હીટલરના લશ્કરને રશીયન લશ્કર કરતાં રશીયાના સાઇબીરીયાના બર્ફીલા શીયાળાએ હંફાવી અને હરાવી દીધો. તેમ છતાં માનવજાતના ઇતીહાસનું સૌથી ક્રુર, ઘાતકી અને ન ભુલાય તેવું કામ હીટલરે પોતાના સાથીદાર  ઇકમેન દ્રારા ગેસ ચેમ્બરનું કરાવ્યું. લાખો નીર્દોષ યહુદીઓને તેમના બાલબચ્ચા ને કુટુંબ સહીત બધાને ગેસ ચેમ્બરમાં મારી નખાવ્યા.

હીટલરના ૫૬માં જન્મ દીવસ ૨૦મી એપ્રીલ ૧૯૪૫ના દીવસે બ્રીટન અને તેના સાથી મીત્ર રાજ્યોએ ખુબજ મોટાપાયા પર બર્લીન પર બોમ્બબાર્ડમેંટ કર્યું. હીટલર કે તેના ઇટાલી જેવા કોઇ સાથી તેને મદદ કરવાની સ્થીતીમાંજ નહતા. બરાબર દસ દીવસ પછી તા. ૩૦મી એપ્રીલના રોજ હીટલરે પોતેજ ગોળી મારીને આત્મહત્યા કરી દીધી. સાથે આત્મહત્યા કરનારમાં તેની મીત્ર ઇવા બારૂન હતી. જેની સાથે આગલે દીવસે હીટલરે લગ્ન કર્યા હતા. તે બંને મૃત શરીરોને બંકરમાંથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા અને પેટ્રોલ છાંટીને સળગાવી દેવામાં આવ્યા. ગોબેલ્સ અને હીટલરના તમામ સાથીદારોએ બ્રીટન અને મીત્ર રાજ્યોની લશ્કરી કોર્ટના ન્યાયથી બચવા પોતાના કુંટુંબો સાથે સામુહીક આપઘાત કરી દીધા. પેલો ગેસ ચેમ્બરનો સર્જક આઇકમેન પોતાનો જીબ બચાવવા દક્ષીણ અમેરીકાના કોઇ દેશના શહેરમાં છુપી રીતે દીવસો પસાર કરતો હતો તેને યહુદી દેશ ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોશેદે જીવતો પકડી લાવીને પોતાના દેશમાં મૃત્યુ દંડની સજા કરાવી.

સ્ટોપ પ્રેસ સમાચાર–(૧) દીવ્ય ભાસ્કરના તા. ૨૯મી મેના પહેલા પાનાના સમાચાર છે કે વડાપ્રધાન મોદીના પત્રો પુસ્તક રૂપે છપાશે. " પી એમ મોદીએ યુવા અવસ્થામાં ' જગત જનની' ને લખેલા પત્રો પુસ્તક રૂપે આવશે. પબ્લીશર હાર્પરકોલીન્સ  ઇન્ડીયાએ કહ્યું કે ભાવના સોમૈયા દ્રારા ગુજરાતીમાંથી અનુવાદીત ' લેટર્સ ટુ મધર'ને  અંગ્રેજીમાં ઇ– બુકમાં  તથા  પુસ્તક રૂપે આવતા મહીને પ્રકાશીત કરાશે.  આ પત્રો મોદીએ ૧૯૮૬માં લખેલી ડાયરીમાંથી લેવામાં આવ્યા છે.

(૨) વડાપ્રધાન મોદી ૨૦,૦૦૦ કરોડ ના ખર્ચે નવું સંસદભવન બનાવે છે. તેમાં બંકર્સની વ્યવસ્થા છે.

(૩)અમેરીકના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના અંગત સંરક્ષકોની સલાહ માનીને વ્યાઇટ હાઉસની કચેરીના બંકરમાં કટોકટીમાં સંતાઇ ગયા હતા.એક કલાક સુધી બંકરમાં રહેલા.  વ્યાઇટહાઉસ સામે સેંકડોની સંખ્યામાં ભેગા થયેલા વંશીય ટોળાને કારણે પ્રમુખ ટ્રમ્પ એટલા ગભરાઇ ગયા હતા કે પોતાનો જીવ બચાવવા પોતાની પત્ની અને ૧૮વર્ષના દીકરાની ચીંતા કર્યા વીના પહેલા બંકરમાં જતા રહ્યા હતા. ( સૌ ન્યુયોર્ક ટાઇમ્સ.)

--

Sunday, May 31, 2020

· એડોલ્ફ હીટલર–(૧૮૮૯– ૧૯૪૫).

·         એડોલ્ફ હીટલર–( ૧૮૮૯– ૧૯૪૫).

·          

(1)    The Duce's March on Rome h earlier, Nazi party was still in its infancy with less than 10000 members. It had been galvanised by the March on Rome. It hailed Hitler as Germany's M. M=Duce H= Fuhrer the German word for the leader.

(2)    H wanted to become artist –applied in Academy of Fine arts in Vienna- but twice rejected..  He enjoyed Bohemian life style.. voracious reader & pursuing his passion for Opera & architecture… H took part in1st w w. injured also.. He thrived, discovering that he had talent; what I had always assumed to be true without knowing it now happened; I could speak…Oratorical skilled—People flocked to listen H.

(3)    Nazi party renamed & formed in1920. H considered himself the saviour of Germny..Next great man of G.--- capturing power of the party- then H immediately created paramilitary organisation within the party known as  S. A. to control dissenting voices against H. The S A also roamed the streets of Munich, beating up their enemies & disrupting events organised by the political opposition. Nazi party means Fuhrer's party—H was meticulous choreographer-H unmoved by the suggestion to have a full moustache or clean shave—but H preferred his own style—sooner became style copied by many. I am setting a fashion.….p..35.

(4)    20-04-1923 H turned 34 years- cult of leader was launched..  " I must enter Berlin like a Christ in the temple of Jerusalem & scourge money lenders. The Beer Hall putsch had failed. H was arrested. Sentenced for 13 months..wrote his political biography  "  Mein Kampf".in 1925.  It became best seller in 1933.

(5)    H programme in M  K—Abolish corrupt parliamentary system— Abrogate Versailles Treaty. Destroy communism..lay Jewis people—punish France – invade soviet Union.. build a greater Germany—M K  contained of H legend—A genius child.. a voracious reader.. a born orator..an unrecognised artist driven by destiny to change the fate of Germany.. a man chosen by heaven as a messenger of its will.. 

(6)   H firend photographer Heinrich Hoffmann'.. published 3 photo books of H.

" Germany's Awakening in Word & Image." H said I will start again from the beginning.. New office name Brown House.. Photo of Martyrs to the movement. His rhetorical skills  were intact, but his message no longer held the  same appeal. The movement was in the doldrums.

(7)   Role of Joseph Goebbels in making H. Faith in Fuhrer. Heil Hitler greeting became compulsory, symbol of a personal connection with the leader. H was an astute judge of character. He could size up a person at first glance..sorting out  those who had boundless trust and quasi- religious faith. From those who retained a critical distance. The former were pitted against each other. The latter discarded as soon as they were no longer of use.

(8)   M K was mocked by enemies but treated like the Bible by followers. " A camel can pass through the eye of  a needle sooner than a great man can be discovered by an election.

(9)    Goebbels spoke—" The great leader cannot be elected. He is there when he must be there. A great leader was not chosen by the masses. But a leader liberated the masses. Character traits of leader- willpower, ability and luck.

(10)                       Opportunity created for H because of Great Depression---Unemployment went to six millions in 1932. Now H was the man of the hour. Rallies organised, meetings held, posters & flyers distributed, Swastikas painted on sidewalks…p 40.

(11)                       H capacity for work is extraordinary.. He had no vices.. H is a teetotaller (  માદક અને કેફીપદાર્થો થી દુર રહેનારો.. a non smoker..& a vegetarian.. H boasting library of 6000 books which he had read.. 100 of photographs of H. chatting, hiking,  H like.. H as baby, artist, at home, work, at leisure, reading. H by nature a good man. Other good traits  missing by H added by Goebbels. Got 37.3 votes in 1932 election. H became Chancellor of Germany by a backstage manipulation..

(12)                       Within weeks after H becoming Chancellor—Parliamentary building named '  Reichstag'  was set on fire. Communists were made responsible for it & punished them brutally. Proved hands of H. Terror & propaganda now advanced in hand in hand. Hundreds of thousands brownshirts hunted down their opponents.. Trade union banned..All other political parties disbanded. Violence did not target just political opponents or social outcasts but was directed at all opponents of Nazis. An estimated  1,00,000 people were detained without trials in 1933 alone. Hundreds died in custody. H sent a message to the people of Germany making a fear aroutine part of everyday  life.

(13)                       Municipality renaming streets, squares, avenues, schools, stadiums bridge in the name of H. that is seen in the smallest village of Germany..

(14)                       By 1934 the brown shirts who had done dirty works, became increasingly vocal & demanded to be incorporated into the regular army. But conservative  generals viewed them as thugs. Hitler had no wish to antagonize the military establishments. He also feared that Ernst Rohm chief of the staff of the SA, had become too powerful. On 30 June, in the night of long Kinves, he ordered his elite guards to purge the SA. Rohm was arrested & shot, along with dozens of other leaders, while thousands more  were thrown into prison. Army chief congratulated Hitler. Goebbels tightly controlled the news paper. So this news did not appear in any news paper. But the purge in party demonstrated that conflicting  forces were at work  inside the Nazi movement. H only one who could hold together very diverse & sometimes  antagonistic internal party factions.

(15)                       Goebbels said-  The longer one knows him  the  more one admires him. & so more is one ready to give oneself fully to his cause. H birthday now celebrated as the national holiday .  

(16)                        Every aspect of daily life, fell under the control of the one-party state. The party replaced completely every organization from the education system down to local sport clubs. All adopted a uniform Nazi outlook. Goebbels oversaw the press, with every newspaper spreading the same message, always dominated by fulsome praise of H.

(17)                       Every tram, every window, in every train wagon, every car window, H looks every window. Flags, portraits, swastika flags distributed.. 90% electorate approved merger via plebiscite. 1/3 said yes out of fear,1/3 out of intoxication,. The party is H, & H is Germany just as  Germany is H…P.45. H became all important. H wrote in MK that when people adored a genius they released their inner strength. Only Jews opposed H propaganda. All people og Germany adored one man.

(18)                       His word was everywhere.. important speeches .. published.. distributed in millions- pamphlets published from party weekly news bulletin.. H book Mein Kamph- wholly book for members of Nazi party. In 1933- millions copies sold of  M K. 1937 40 lakhs copies sold.. " A book conquered a nation.. gift of choice for new- wed & free copies bistributed to soldiers… selected quotations in small booklet forms also published…. Cheap radio sets sold below production costs… G exploitated new technology for H propaganda..film news reel cinema..4 lacs copies sold of a book H nobody knows…

(19)                       Children indoctrinated into the cult of a leader from the very first day of school.. H salute introduced in 1933… slogans love the leader. Obey party.. Recite poems of H than those of Goethe… School Prayer.. ' Dear God, I beg u, Let me become a pious child.. Protect H everday.. That no accident be fall on H.   U sent him in our distress.. O God protect him… young & old all r told H is always right… Great architect of H cult… was H himself…lead actor, stage manager, orator, & publicist.. all rolled into one.. a great statesman player on the world stage…

(20)                        A temple of democracy was turn down & a new reception was erected.. ceiling covered with Swastika Mosaics.. bronze lamps on wall.. a new chancellery building built.. blank cheque given to Engineer.. office in 400 sq-mts. H feed on  deer on terrace..playing with his dog, greeting children..Thousands of tourists arrived to have a glimpse of H.. gradually everything banned after 1936 gradully..H was a master of disguise hiding  his personality behind a carefully constructed image  of a modest, kind & simple man..

(21)                       Preparing for war… guide line  according to M K but following his intuition than intellect.. sezing opportunities.. (a) withdrawing from League of Nations..(b) violate treaty of Versailles.. In March 1935.. Armed forces expanding six times.. made promises of peace to foreign dignitaries & internally preparing for war..H played a gamble , invaded some forbidden part of France without any oppose.. H believe in his infallibility…

(22)                        A wave of terror had already thinned .. people were sent to prison for slightest infraction.. પેપરમાં આવેલા સમાચાર નું સત્ય તપાસો તો પાંચ માસ ની સજા.. રાજ્ય સત્તાની સક્ષમતા માટે ખાનગીમાં પણ શંકા વ્યક્ત કરો તો  એક વર્ષની સજા. પાનું ૫૩. Germany is silent, nervous, suppressed..no public opinion, no opposition.. no discussion on anything..Propaganda comined with terror convinced others to vote yes.. Shopkeepers who refuse to display posters threatened a day in concentration camp..

(23)                       In 1940.. Rationing of foods introduced.. saw long queues in Berlin for getting daily necessities.. shortages of meat, butter, fruit, fats etc.. People became conscious of H spending on his advertisement costs.. show piece of Parade & Rallies at what costs..People lost faith in magic power of H.. The cult provided protection against disillusionment with the system but not with the leader…. H sleepwalker guide by the hand of destiny..

(24)                       Ausria seized by military might of H & made a province of Large Germany..betrayed P M of U K namely Chamberlin..

(25)                       20- April 50th birthday advanced plan of celebration by Goebbels. Pomps, special issue in daily newpapers..Heaps of Birthday gifts..plus tanks, artiliary, armoured cars, 10000 soldiers,162 war planes flying..H demanded the biggest of everything to glorify his work, and magnify his prides.. Cheering crowds were entirely stage managed.. made extravagance expenditure made.. Even churches were informed by the ministry of propaganda on how to ring their bells on the great day..

(26)                       Germany invaded western Poland on 1st Sept & soviet union on eastern Poland.. Same day Britain & France declared war against Germany.. German people response on war—no excitements,  no hurrahs, no cheering, no throwing of flowers, no war fever, no war hysteria,.. There was no any hate for the French and British.. Income tax up by 50% to support war efforts..scarcity of all essential goods on large scale for common German people… H realized that H could not break the economic- cum – military blockade of France & Britain..  ફ્રાંસ પરની જીતે હીટલરને વધારે ગુમાની બનાવી દીધો, વોર હીરો બની ગયો.. Againthe hands of Providence had guided the victory of H. Invasion on Soviet Union betrayl to friend. Send 30 lacks army men in Russia… H was badly defeated in S Union….

(27)                       H disappeared from the view.. dull performance on Radio..p..62.. brain tumour attack. Unable to move his hand..Many find that invasion on Stalingard was the turning point that Germany was losing war

(28)                        The moment  Poland invaded killing of Jews began.. Extermination of Jews camp began.. trains were brought from all parts of Europe.- Gas chambers created..large scale killing of Jews in Gas  Chambers began..20thjuly 1944 bid attempt to kill H but failed..Ordinary people began taking down Swastikas from public buildings, angry at the filure of the leadership to surrender.. many removed H pictures from their Living  Rooms.. People say we have cremated H.

(29)                       20th April 1945 56th B. Day of H. First enemy cell fell on Berlin. Heavy Bombardment on Berlin by Allied forces jointly.. old & trusted  associates began deserting sinking ship.. H shot himself on 30th April 1945. Committed Suicide. His body, together with that of Eva Braun his long term mistress whom he married just yesterday. Their bodies were dragged  out of the bunker, doused in petrol & set alight..  ગોબેલ્સથી માંડીને તમામ વીશ્વાસપાત્ર સાથીદારોએ પોતાના કુટુંબના તમામ સભ્યો સાથે આપઘાત કર્યા હતા. H death prompted no spontaneous displays of public grief., no outpouring of sorrow  by distraught belivers. Strange one woman reported no body cried, even no body looked sad.. Monumental yawning indifference H  was  gone  overnight… almost as good as forgotten.

(30)                       All resistance collapsed the moment Hitler died. People  produced Communist Flags to welcome Russina Army  chanting Hail Stalin.

(31)                        

--

Saturday, May 30, 2020

Re: ૨૦મી સદીનાસરમુખ્તયારો

On Sat, 30 May 2020, 15:34 Bipin Shroff, <shroffbipin@gmail.com> wrote:

૨૦મી સદીના સરમુખ્તયારો–તેમાં પહેલું મુલ્યાંકન બેનીટો મુસોલીની– ( 1883- 1945) ઇટાલી.

પુસ્તકનું નામ-  How to be a Dictator ( The cult of personality in 20th century.) by Frank Dikotter.

પુસ્તકના લેખક ફ્રેંક દીકોત્તર મુળ નેંધરલેંડ દેશના નીવાસી છે. તે દેશની પ્રજાને ડચ પ્રજા તરીકે ઓળખવામાં આવે છે. લેખક પોતે હાલમાં હોંગકોંગ યુની માં ગેસ્ટ પ્રોફેસર ઓફ હ્યુમેનીટીઝ સને ૨૦૦૬થી તથા લંડન યુનીર્વસીટીમાં કાયમી પ્રોફેસર ઓફ મોર્ડન હીસ્ટ્રી ઓફ ચાઇના વીષયના છે.વીશ્વના બૌધ્ધીક જગતમાં લેખક ફ્રેંક દીકોત્તર વર્તમાન ચીન ઉપર આધારભુત અભ્યાસુ તરીકે જાણીતા છે. તેઓને સને ૨૦૧૧માં સેમ્યુએલ જ્હોનસન પ્રાઇઝ મળેલ છે. (He won the 2011 Samuel Johnson Prize for Non-Fiction, Britain's most prestigious book award for non-fiction )  સદર પુસ્તક ઉપરાંત લગભગ ૧૦ પુસ્તકો વર્તમાન ચીન પર લખેલા છે. ચીન પર લખેલાં તેમનાં ત્રણ પુસ્તકો (1) Mao's Great Famine,(2) The tragedy of liberation (3) The cultural Revolution  ' Triology' ત્રણ પુસ્તકોનું ત્રેખડ ખુબજ પ્રશંસાને પાત્ર બનેલાં છે. ' હાઉ ટુ બી એ ડીક્ટેટર' પુસ્તક અંગે પણ વીશ્વના બેસ્ટ દૈનીકો જેવા ' ઇકોનોમીસ્ટ, સન્ડે ટાઇમ્સ, અને ગાર્ડીયને ત્રણેય લંડન યુકે ના એ અંગ્રેજીમાં અનુક્રમે A heroic piece of research, Ground breaking & unsparing in details & Brilliant & powerful તરીકે સદર પુસ્તકને નવાજ્યું છે.

' હાઉ ટુ બી એ ડીક્ટેટર' પુસ્તકમાં લેખકે ૨૦મીસદીના કુલ આઠ સરમુખ્તયારો જેવાકે મુસોલીની, હીટલર, સ્ટાલીન, માઓત્સેતુંગ, કીમ સીંગ બીજો ઉત્તર કોરીયાના, રોમાનીયાના કોસેક્યુ (Ceausescu) ઇથોપીયાના મેનગીસ્તુ(Mengistu) અને હૈતીનો દુવાલીયર (Duvalier) વીષે આધારભુત અને વાસ્તવીક પુરાવા સાથે માહીતી એકત્ર કરીને લખ્યું છે. તેમાંથી મેં ચાર સરમુખ્તાયારો, મુસોલીની, હીટલર, સ્ટાલીન અને માઓત્સેતુંગ ઉપર જે તૈયાર કરેલ છે તે ક્રમશ ફેસબુકમાં મુકીશ.

 પ્રથમ બેનીટો મુસોલીની. ઇટાલી.–(૧૮૮૩–૧૯૪૫).

લેખક ફ્રેંક દીકોત્તરે બેનીટો મુસોલીનીનું ચરીત્ર ચીત્રણ ૩૧પાનામાં તૈયાર કર્યું છે. તે તૈયાર કરવા માટે લેખકે આશરે ૭૦ ઉપરાંત ચોપડીઓનો સંદર્ભ લીધો છે. આ બધી ચોપડીઓમાં મુસોલીની કેવી રીતે ફાસીસ્ટ બન્યો, મીડીયા,પત્રકારો, પ્રેસને પોતાને પક્ષે લાવવા કયા કયા પેંતરા જમાવ્યા હતા,ટોળાની લાગણીઓ ઉશ્કેરવા કેવા પ્રોપેગંડા કર્યા હતા,એક બાજુ સેન્સરશીપ અને બીજી બાજુએ ગોદી મીડીયાને પ્રોત્સાહન કેવી રીતે આપ્યું તેની વીગતો પણ આ પુસ્તકમાં આમેજ કરેલ છે. મુસોલીનીના જમાઇ ગેલેઝો સીઆનો અને હીટલરના સાથી ગોબેલ્સ સાથેની લેખીત માહીતીઓ વી. ઉપરાંત અઢળક માહિતીઓ એકત્ર કરીને આ નાનો સરખો નીંબંધ તૈયાર કરવામાં આવ્યો છે.

મુસોલીની અને વ્યક્તી પુજા ( Personality Cult)– લેખક ફ્રેંક દીકોત્તરના તારણ મુજબ મુસોલીનીએ ઇટાલીનો સર્વસત્તાધીશ બનવા માટે સૌ પ્રથમ લોકોના દીલોદીમાગમાં પોતાનું નામ અંકે કેવી રીતે કરી લીધુ તેનો અભ્યાસ કરીએ.

મુસોલીનીએ દેશવ્યાપી પોતાનું એકલાનું નેતૃત્વ દેશના એકમાત્ર તારણહાર તરીકે ઉપસી આવે માટે વ્યવસ્થીત આયોજન અને કાવતરાં બંને કર્યા હતાં. " હું તો લોકોનો જ માણસ છું. તમારા બધાના જેવાના સામાન્ય કુટુંબોમાંથી જ મોટો થઇને હું આવું છું. મારા પીતાજી લુહાર ને માતા એક કેથોલીક સ્કુલમાં શીક્ષીકા છે. તેથી તમે બધા લોકો મને ઇચ્છો ત્યારે જરૂરથી મળી શકો છો.( Accessible to all). તેણે ખુબજ સીફતપુર્વક પોતાની રાજકીય કારકીર્દીનો અડધો સમય લોકોમાં પોતાની છાપ પેદા થાય માટે જાણે તે કોઇ એકટર, સ્ટેજમેનેજર, સારો ભાષણકર્તા,અને સ્વજાહેરાતમાં કાયમ રચ્યોપચ્યો રહ્યો. જાહેર જનતામાં પોતાની છબી એક લોકનેતા તરીકે ઉપસાવવાની કળા મુસોલીનીએ હસ્તગત કરી લીધી હતી.(He was the master of the art of projecting his own image.) મુસોલીની પોતાની જાતને ઇટાલીનો સર્વશ્રૈષ્ઠ અને મહાન એકટર સમજતો હતો. તેનો કોઇ હરીફ રાષ્ટ્રીય કક્ષાએ પેદા થાય જેને લોકો તેના વીકલ્પ તરીકે માન આપે તેવી સ્થીતી તેણે બીલકુલ પેદા થવા જ દીધી ન હતી. તેણે પોતાની જાતને ઇટાલી માટે જાણે બીજો દેવ(M projected as the demi god of Italy)કે ગોડ હોય તેમ આયોજનપુર્વક પોતાના વ્યક્તીત્વને ઉપસાવવા માંડયું. તેને સીંહના બચ્ચા સાથે રમતો, મોટરકાર રેસીંગનો હીરો, નીપુણ તરવૈયો, કાબેલ ઘોડાસ્વાર વી. તરીકે બતાવવા માંડયા.ઇટાલીની વીઝીટે આવેલા ફ્રાંસના જર્નાલીસ્ટે મુસોલીની અંગે અભીપ્રાય આપ્યો કે તમે કશું પણ જુઓ, ગમે ત્યાં જાવ તમને 'ડયુસ' (મુસોલીનીનું ટુંકુંનામ) જ દેખાશે. તેના ફોટા, છબી, મેડલો બાર સોપ્સ, દીવાલો તથા વરંડાઓ પર,તથા સ્કુલોમાં ચોપડીઓ પર બધેજ ' ડયુસ'. ડયુસ ગોડની માફક સર્વત્ર નજર પડશે. લોકોને એમ શીખ આપવામાં આવી કે ડયુસ આપણને દરેક ખુણેથી જુએ છે. માટે તેની વીરૂધ્ધ કાંઇ પણ બોલતાં કે કરતાં પહેલાં સૌ વાર વીચાર કરવો જોઇએ.( M is omnipresent, like a god, M observes u & in all from every angle and u see him in every spot M). મુસોલીની જાણી ગયો હતો કે દૈનીક પેપરમાં લેખો કે તંત્રી લેખો લખવાને બદલે ઇટાલીયન પ્રજાને પોતાના ભભકા, દેખાવો અને ખાલી ઠાઠમઠાઠથી આંજી નાંખવાથી રાજકીય સત્તા મેળવી શકાય છે.અને ટકાવી પણ રખાય છે. મુક્ત ચુંટણીઓથી ક્યારેય કોઇ રાજકીય નેતાને સત્તા મળી નથી.

બેનીટો મુસોલીનીની જીવન કથા સને ૧૯૨૫માં પ્રકાશીત કરવામાં આવી હતી. ટુંક સમયમાંજ તેની ૧૭ વાર પ્રકાશીત નકલો (ઇડીશન) અને યુરોપની ૧૮ ભાષાઓમાં તેનું ભાષાંતર કરવામાં આવ્યું હતું. તેમાં લખવામાં આવ્યું હતું કે " તે બાળપણથી ખુબજ તોફાની અને બીજાને માટે સતત મુશ્કેલી પેદા કરે તેવો બાળક હતો. તેના ચુંબકીય અને અન્યપર છાયીજનારા મજબુત વ્યક્તીત્વને કારણે તે ચાલતાં શીખ્યો ન હતો તે પહેલાં બીજાઓ પર પ્રભુત્વ જમાવતો થઇ ગયો હતો." સને ૧૯૩૯માં પ્રકાશીત થયેલી બીજી વારની જન્મકથામાંથી તો સ્કુલના બાળકોએ કેટલાક ફકરા ગોખી નાંખીને દરરોજ ગોડ જીસસને પ્રાર્થના કરતા હોય તેમ બોલતા હતા. બાળકોની સ્કુલનોટબુક પર પહેલા પાને ડયુસના ફોટા સાથે લખવામાં આવ્યું હતું. " From Mussolini to the children of Italy".

દેશના સ્કુલવીધ્યાર્થીઓએ દર શનીવારે બ્લેક યુનીફાર્મમાં સ્કુલમાં આવીને ' ફાસીસ્ટ સેટરડે Fascist Saturday' તરીકે ઉજવવા માંડયો. તેમાં વીધ્યાર્થીઓ લશ્કરી માર્ચપાસ્ટ ખભાપર રમકડાંની રાયફલ મુકીને કરતા હતા. જેને દેશના'ગ્રાંડ કાઉન્સીલ ' (રાષ્ટ્રીય પ્રધાન મંડળે) સ્વીકૃતી આપી દીધી હતી.

      ડયુસ માટે રાજકારણ એ હંમેશાં યેનકેન પ્રકારે લોકોના ટોળાંભેગા કરીને પોતાના નેતૃત્વને બળવત્તર બનાવવાનું સાધન બની ગયું હતું. રેનેશાં આર્કીટેક્ચરથી તૈયાર કરેલ પંદરમીસદીના મહેલ ' પ્લાઝો વેનીઝીઆ' (The Palazzo Venezia) ને મુસોલીનીએ વડાપ્રધાન તરીકે અઢળક નાણાં ખર્ચીને રીનોવેટ કરાવી દીધો. ચાર લેન વાળો ભરચક વૃક્ષોથી ભરેલો રસ્તો (બુલવાર્ડ Boulevard) જે વીશ્વ વીખ્યાત ઐતીહાસીક સ્થળ' કોલોસ્યુમ અને ' પ્લાઝો વેનીઝીઆ'ની વચ્ચે બે કીલોમીટરનો હતો તેનાપર બુલડોઝર ફરેવીને સપાટ મેદાન 'ઓપોન એર સ્પેસ' બનાવી દીધું. જેમાં એકત્ર થયેલી વીશાળ જનમેદનીને ડયુસ પોતાના નવા મહેલ કમ વડાપ્રધાન ઓફીસના( PMO OFFICE) ઝરૂખા પરથી (સંખ્યાચેક કરીને પછી) સંબોધી શકે. ઇટાલીયન પ્રજા માટે રોમ શહેરના પેલા વીશાળ મેદાનમાં જઇને તેના ઝરૂખામાં ડયુસના દર્શન કરવા અને ડયુસ ને સાંભળવો તે એક પરંપરાગત રૂઢી (Legend) બની ગઇ. એક ઇટાલીયન નામે બોરટોલો પેલાન્ડા તેના ગામ બેલુનો વેરોનીઝીથી ૭૧ વર્ષનો ઘરડો ખેડુત, પોતાના ઘરેથી ૫૦૦ કીલો મીટર ચાલીને આવે ડયુસને સાંભળવાની પોતાની બાધા, મંનત (!) પુરી કરી. આ સમાચાર ડયુસના દૈનીક પેપર' ધી પીપલ ઓફ ઇટાલી' માં પહેલે પાને બોલ્ડલેટરમાં પ્રકાશીત કરવામાં આવ્યા.

  મુસોલીની હંમેશાં સાચો જ હોય. તે તેની રાજ્યસત્તાનું પ્રતીક બની ગયું. ડયુસને ઇશ્વરે પોતાની ઇચ્છાથી ઇટાલી પર રાજ્ય કરવા મોકલેલો છે. ખરેખરતો ડયુસ પોતે જ ઇશ્વરનો અવતાર છે. (M was not only sent by Providence but the very incarnation of providence.) હવે દરેક ઇટાલીયન નાગરીકે ડયુસના હુકમનો વીચારાર્યા વીના આંધળો, આજ્ઞાંકીતપણે ફક્ત અમલ જ કરવાનો હોય. રાષ્ટ્રના ખુણે ખુણે દરેક મકાનો પર કાળા અક્ષરોથી ચીતરી દેવામાં આવ્યું છે કે " ડયુસમાં બીનશરતી શ્રધ્ધા રાખો. તેના હુકમોનું પાલન કરો અને દેશ માટે યુધ્ધ કરવા તૈયાર રહો." (The words " Believe, obey and fight were painted in long Black Letters on buildings stencillied on walls, embolazoned across the Nation.)

સને ૧૯૩૩થી ૧૯૪૩ સુધીમાં મુસોલીનીએ પોતાની સત્તા અને તેના નેતૃત્વ પ્રચાર પ્રસાર માટે ૨૦લાખ અમેરીકન ડોલર્સનો ખર્ચ કર્યો. પોતાની તરફેણના દૈનીક પેપરો, સ્થાનીક અઠવાડીકો, માસીકો અને પરદેશી ન્યુઝએજન્સીને  ભરપેટ સબસીડી આપીને જાહેરાતો છપાવી. દેશના મુસોલીની ભક્ત કલાકારો, સ્કોલોર્સ, લેખકોને ખાનગી રીતે નાણાં આપીને  પોતાની ખુશામત ખરીદી. રાજ્યની સ્કુલોમાં ૪૦,૦૦૦ રેડીયો પોતાના પ્રવચનો સંભળાવવા મફત વહેંચ્યા હતા. ૮,૦૦,૦૦૦ (આઠ લાખ) પીપલ્સ રેડીયો દરેક શહેરોની( સ્ટ્રીટ સ્કેવર્સ) શેરીઓના ચોકઠામાં ઉભા કરવામાં આવ્યા.

મુસોલીની અને તેની ફાસીસ્ટપાર્ટી–

(1)    ઇટાલીમાં ફાસીસ્ટ પાર્ટી મુસોલીનીના ઇશારે નીર્ણયો કર્યા કરે માટે ડયુસે સૌ પ્રથમ પક્ષમાંથી પોતાના વીરોધી અને આંધળા ભક્તો થઇ શકે તેવા ન હતા તે બધાને યેનકેન પ્રકારે ફગાવી દીધા. સને ૧૯૩૧માં તેની પાર્ટીની સમગ્ર દેશમાં થઇને કુલ સભ્ય સંખ્યા ૮,૨૫,૦૦૦ હતી તેને ડયુસે સને ૧૯૩૫ ૨૦,૦૦૦,૦૦(વીસલાખ)ની બનાવી દીધી. નવા બારલાખ ઉપરાંતના સભ્યોમાંથી મોટાભાગના સભ્યો તકવાદી હતા. તે બધાને ફાસીવાદી પક્ષની વીચારસરણી કે સીધ્ધાંતો સાથે કોઇ સ્નાનસુતકનો સંબંધ જ નહતો. તે બધાની વફાદારી પોતાના નેતા ડયુસને હતી. તેણે પાર્ટીને પોતાને ઇશારે નાચતી કરી દીધી. ફાસીસ્ટ પાર્ટીનું અસ્તીત્વ મુસોલીનીને લીધે છે. રખે કોઇ માનતું કે મુસોલીનીનું અસ્તીત્વ પાર્ટીને લીધે છે. તેણે સમગ્ર પક્ષની ઉપરથી નીચે સુધીની સંપુર્ણ કેડરને બીનરાજકીય, હેતુ વીહીન પણ પોતાને સમર્પીત બનાવી દીધી. આમ મુસોલીનીના ખાસ વ્યક્તીલક્ષી ફાસીવાદે ફાસીવાદ વીરોધી પરીબળો તથા પક્ષના વૈચારીક રીતે સમર્પીત ફાસીવાદી પરીબળોને પણ ચાલાકી પુર્વક હોંશીયામાં ધકેલી દીધા. મોટાભાગના તેના રાજકીય વીરોધીઓ તથા પક્ષા પ્રતીસ્પર્ધીઓની ધરપકડ કરીને જેલ ભેગા કરી દેવામાં આવ્યા. પ્રેસને મોંઢે તાળું મારી દેવામાં આવ્યું.(The press was muzzled.) જાહેર જનતા માટે પણ ત્રણ થી ચાર લોકોના સમુહમાં મળવાપર પ્રતીબંધ મુકવામાં આવ્યો. બધી જ સત્તા રાજ્યને સમર્પીત (મુસોલીનીને સમર્પીત), રાજ્યની સત્તા કે હકુમત બહાર કશું ન હોઇ શકે. રાજ્ય સીવાય કે તેના સહકાર વીના કોઇનું અસ્તીત્વ જ ન હોઇ શકે.( As M proclaimed  " All within the state, nothing outside the state, nothing without the state."p-8.)

(2)    સને ૧૯૨૫ સુધીમાંતો ઇટાલી દેશની તમામ કારોબારી સત્તાઓ મુસોલીનીએ પોતાની પાસે કબ્જે કરી લીધી. એક પરદેશી પત્રકારે જણાવયું હતું કે " મુસોલીની પાસે જાણે જેલના જેલર તરીકે બધીજ ચાવીઓ તેના પેન્ટના બેલ્ટ પર લટકે છે, હાથમાં રીવોલ્વર છે.અને તે જેલની કોટડીઓની વચ્ચેની લોબી કે કોરીડોરમાં બેલગામ આંટા ફેરા માર્યા કરે છે. તેવી સ્થીતી દેશની બનાવી દીધી છે.  મુસોલીનીએ પક્ષના હોદ્દેદારો અને રાજ્યની નોકરશાહી સાથે ભાગલા પાડો અને રાજ્ય કરો ની નીતી અપનાવી હતી. તેણે જાહેર કર્યું કે પક્ષના દરેક સભ્યે મુસોલીનીના જન્મ સ્થળની ધાર્મીક યાત્રાધામની માફક મુલાકત લેવી. મુસોલીની દેવ હોય તેમ તેના સોગંદ લેવાના કે હું ઇટાલીના એક માત્ર નેતા મુસોલીનીને વફાદાર રહીશ અને એ પણ સ્વીકારૂ છું કે તેના હાથમાંથી તેમજ તેની ઇચ્છાઓથી જ તમામ સત્તા નીચે સુધી દેશમાં ઝમણ થઇને વહે છે.

(3)    ઘણા રાષ્ટ્રના વડાઓએ મુસોલીનીની મુલાકત પછી કેવા અભીપ્રાય આપ્યા છે જોઇએ. મોટાભાગનાને મહાનુભાવોને મુલાકત પછી એવો અહેસાસ થયો કે અમે કોઇ પયંગબર કે ઇશ્વરી સંદેશા વાહકને મલીને આવ્યા છીએ. આપણા દેશના મોહનલાલ કરમચંદ ગાંધી( મહાત્મા ગાંધી) મુસોલીનીને બે વાર મલ્યા હતા. મુસોલીની આપણા સમયના મહાન મુત્સદ્દી રાજપુરૂષ છે.(one of the greatest statesman of the time.)તેવું ગાંધીજીએ કહ્યું હતું. સને ૧૯૩૩માં વીસ્ટન ચર્ચીલે મુસોલીનીને સમકાલીન મહાન રોમન કાયદા સ્થાપક તરીકે બીરદાવ્યો હતો. (" The roman genius as the greatest law-giver among living men.") અમેરીકાના થોમસ એડીસને પણ મુસોલીનીને આધુનીક સમયના મહાન કુશાગ્ર બુધ્ધીશાળી માણસ તરીકે બીરદાવ્યા હતા.

(4)    આ પુસ્તકના લેખકના સંશોધન પ્રમાણે મુસોલીનીએ પોતાની આસપાસ સામાન્ય કે મધ્યમકક્ષાની બુધ્ધી ધરાવતા માણસોના ટોળા (M was always surrounded by mediocre followers) ભેગા કરેલા હતા.જેમાંથી ઘણા બધાને વારંવાર બદલી નાંખતો હતો. મુસોલીનીને ખરેખર બુધ્ધીહીન મુર્ખમાણસ અને પણ સાથે સાથે આજ્ઞાંકીત માણસની જરૂર હતી.(M wanted an obedient cretin.) તે રાજકીય સત્તાની શતરંજમાં હંમેશાં પોતાની કહેવાતી અંતસ્ફુરણા, જન્મજાત વર્તનની અકડાઇ અને સ્પષ્ટ ઇચ્છા શક્તી પર આધાર રાખતો હતો. જમીની હકીકતા અને વાસ્તવીકતાને ક્યારે ધ્યાનમાં લીધા ન હતા.( M relied on intitution. Instinct & pure willpower rather than on mere intellect.) મુસોલીનીને જરૂર પડે પોતાની સ્થીતી સમયની માંગ પ્રમાણે બદલતાં વાર લાગતી નહતી.--- તેણે કદાપી પોતાની રાજકીય વીચારસરણી વીકસાવી નહતી. તેને રાજકારણમાં સીધ્ધાંતોનું માર્ગદર્શન અને માનવ મુલ્યો આધારીત નૈતીકતા ક્યારેય અનુકુળ આવતાં ન હતા. ડયુસ તો હંમેશાં પોતાની જાતને એમ કહીને બચાવી લેતો કે હું તો ભાઇ ફક્ત અને ફક્ત કાર્ય માં જ માનું છું. (M  summed up his  whole creed by ' Action, action, action.)

મુસોલીની અને બીજુ વીશ્વયુધ્ધ–

સને ૧૯૩૧માં મુસોલીનીએ પોતાના સાથીદારોને જણાવી દીધુ હતું કે આપણે સને ૧૯૩૫માં યુધ્ધ કરવાનું છે. માટે આજથી તૈયારીમાં લાગી જાવ. લોકોને પોતાના કહ્યાગીરી પ્રેસ ને મીડીયાની મદદથી જુદી જુદી દેશની સરહદો પર શું ચાલી રહ્યું છે તેનાથી બીલકુલ અજાણ રાખી.ફ્રાંસ અને ઇંગ્લેંડ સાથે મુસોલીના સંબંધો બીલકુલ બગડી ગયા હતા. તેનું લશ્કર યુધ્ધ માટે કહેવા પુરતું સજ્જ હતું. લશ્કર પાસે શસ્રસરંજામ પણ  કહેવા પુરતો હતો. તેમ છતાં મુસોલીનીએ તેના સંકટસમયના એકમાત્ર સાથીદાર જર્મનીના હીટલરને ગપ્પુમારીને જણાવ્યું કે તેની પાસે ૧૫૦ લશ્કરી ડીવીઝન છે તથા એક કરોડ વીસ લાખ સૈનીકો અનામતમાં છે.( M boasted to Hitler that he had 150 divisions by reserves of 12 millions soldiers. But in reality Italy had only 10 divisions with outdated war equipments.) યુધ્ધની તૈયારી અંગે વાસ્તવીકતાનો નજરઅંદાજ કરીને મુસોલીનીએ તા–૧૦મી જુન ૧૯૪૦ના રોજ મીત્ર રાજ્યો એટલે ઇંગ્લેંડ, ફ્રાન્સ રશીયા ને અમેરીકા સામે યુધ્ધ જાહેર કરી દીધું. તેના ખુશામતીઆઓએ મુસોલીનીને સાચી હકીકતને બદલે ડયુસને જે ગમે તે પ્રમાણે માહીતી આપવા માંડી. ( They lied  to M. much he lied to them.. But most of all M lied to himself ) સમય જતાં તેને સાચી માહીતી આપનાર કોઇ તેની પાસે રહ્યો જ નહી. તે પોતે તેથી બધાને શંકાની નજરે જોવા માંડયો. એકલો પડી ગયો. ઠેકાણું ન હતું.પોતાના આવા જુઠ્ઠા અને લબાડ વ્યક્તીત્વનો તે પોતે જ ગુલામ બની ગયો.

મુસોલીની પાસે કેટલા યુધ્ધ–વીમાન બીનઉપયોગી ( obsolete) છે તેની જ ખબર નહતી. લશ્કરી બજેટ તથા તેનું જુદા જુદા વીભાગોમાં નાણાંકીય તથા સાધનોની વહેંચણીનું કોઇ જ ઠેકાણું ન હતું. વ્યક્તી પુજા માંગે છે પોતાના નેતામાં વફાદારી તેને રાજકીય કાર્યક્રમ સાથે કોઇ સંબંધ કે પ્રતીબધ્ધતા હોતી નથી.  પ્રજાને તો બીચારીને તો એવું માનવા અને અંધશ્રધ્ધામાં મુકી દીધી હતી કે તેમનો ડયુસ તો ગોડનો અવતાર છે. તે કદાપી ખોટો ન હોઇ શકે. ઘણા લોકોને હવે ખબર પડવા માંડી હતી કે ' M means misery '.

બ્રીટને ગ્રીસ સાથેના યુધ્ધમાં ઇટાલીનો કુલ નૌકા કાફલામાંથી અડધા નૌકા કાફલાનો સંપુર્ણ નાશ કરી નાંખ્યો.ઇટાલીની પ્રજાએ મુસોલીની બ્રોડકાસ્ટીંગ ને બદલે બીબીસી રેડીયો સાંભળવા માંડયો.મુસોલીનીએ હીટલરની સાથે રહીને જ્યાં લશ્કર મોકલ્યું તે હારીને આવ્યું. હીટલરે ઇટાલીયન લશ્કર સાથે ગુલામોની માફક વ્યવહાર કરવા માંડયો હતો. સને જુલાઇ ૧૯૪૨માં મુસોલીની ચારેય દીશાઓ તરફથી એક ભાંગી પડેલો માંદો, એકલોઅટુલો અને ભ્રમવીહીન માણસ બની ગયો.તેના મોંઢાપર કડવાશ, કઠોરતા અને રોષ ઉભરી આવતો હતો.

સને ૧૯મી જુલાઇની ૧૯૪૩ની રોજ ઇંગ્લેંડ સહીત મીત્ર રાજ્યોએ ઇટાલીની રાજધાની રોમ પર ખુબજ ભારે બોમ્બ વર્ષા કરી. ઇટાલીની પ્રજાને લાગ્યું કે આ દેવના માણસે અમારૂ સત્યાનાશ વાળી દીધુ છે. ડયુસે ઇટાલીયન પ્રજા સાથે વીશ્વાસઘાત કર્યો છે. ડયુસ તો પ્રજાનો ગુનેગાર,ખુની, લોહી તરસ્યો જુલ્મી છે. ૨૫મી જુલાઇના રોજ પેલી ' ગ્રાંડ કાઉન્સીલે' ડયુસની ધરપકડ કરી. સમગ્ર દેશમાંથી પક્ષના કોઇ કાર્યકરે ડયુસની ધરપકડનો વીરોધ ન કર્યો. પ્રજાએ ડયુસની સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા દેશમાં ઠેર ઠેર ફાસીસ્ટ પાર્ટીની ઓફીસોમાં તોડફોડ કરીને સળગાવી દીધી. ડયુસની નનામી બાળવામાં આવી. તેના પ્રતીકો વી. બધુજ પ્રજાએ જમીન દોસ્ત કરી નાંખ્યું.

મુસોલીનીની આવી ગર્વહીન અને હીણપતભરેલી સ્થીતીમાંથી બચાવવા માટે તેના એક માત્ર હીટલરે મદદ કરી. હીટલરે આવા સંજોગોમાં જબ્બરજસ્ત હીંમત કરીને મુસોલીનીને બચાવવા પોતાના લશ્કરના ચુનંદા કમાન્ડોઝ મોકલ્યા અને મુસોલીનીને મુક્ત કરીને જર્મનીના ખંડીયા રાજા તરીકે કેટલીક શર્તોએ સત્તારૂઢ કર્યો. સૌ પ્રથમ તેની વીરૂધ્ધ રાજાને ટેકોઆપનાર' ગ્રાંડ કાઉન્સીલના તમામ સભ્યોને મુસોલીનીના જમાઇ સહીત બધાને ગોળીઓથી મારી નંખાવ્યા.

થોડા મહીનાઓ બાદ ફાસીસ્ટ વીરોધી પરીબળોએ મુસોલીનીને તેની પત્ની સાથે ધરપકડ કરવામાં આવી. તે બંનેને બંદુકની ગોળીઓથી મારી નાંખવામાં આવ્યા. તેમના બંનેના મૃતશરીરોને બાંધીને એક વેનમાં તેમના વતન મીલન માં મોકલી આપવામાં આવ્યા.

--

૨૦મી સદીનાસરમુખ્તયારો