Friday, July 8, 2022

શું દેશ અરાજકતા ( Lawlessness) તરફ ઢસડાઇ રહ્યો છે? પ્રો.અમર્તય સેન

શું આપણા દેશની વર્તમાન રાજ્યવ્યવસ્થા દેશને અરાજકતા ('possible collapse )તરફ ઢસડી રહી છે?

અમર્તય સેન–(જન્મ. ૧૯૩૩.૮૯ વર્ષ) નોબેલ વિજેતા (૧૯૯૮)– ભારત રત્ન (૧૯૯૯ વડાપ્રધાન બાજપાઇજીના હસ્તે) નીવૃત્ત–પ્રો. કેમબ્રીજ,અને ઓક્ષફર્ડ, વર્તમાન પ્રો. ઇકોનોમીક્સ. હાર્વર્ડ યુની. યુએસ એ. કલ્યાણ અર્થશાસ્રમાં(Welfare Economics & Social Equality) સંશોધન માટે નોબેલ વીજેતા બન્યા હતા.)

 

 

તા.૧લી જુલાઇના રોજ કોલકત્તામાં ' અમર્તય સેન રીસર્ચ સેન્ટર ' ના ઉદ્ઘાટન સમારંભમાં આટલી મોટી જૈફ વયે દેશની ચીંતા કરતાં બોલ્યા હતા કે " મને  ભય છે કે મારો દેશ ઝડપથી અરાજકતાની ગર્તામાં ઝડપથી જઇ રહ્યો છે." હું જોઇ રહ્યો છું કે દેશનું સામાજીક અને ધાર્મીક ધ્રુવીકરણ થઇ ગયું છે. સદીઓથી  દેશમાં અનેક જુદા જુદા ધર્મોમાં પોતાની આસ્થા ધરાવનારી પ્રજા શાંતી, અમન, ચમન થી એકી સાથે જીવી રહી હતી અને છે. દેશનું નજરાણું વિવિધતામાં એકતા છે. ભારતીયોની ભાષાઓ, ખાનીપીની, સામાજીક રૂઢી રિવાજો, પહેરવેશ અને ભીન્ન ભીન્ન પ્રાદેશીક– ભૌગોલીક  વિવિધતા સાથે પણ ' અમે ભારતના લોકો છે' ( WE, the people Of India). ભુતકાળમાં અનેક રાજકીય સત્તાઓ આવીને ગઇ પણ મારો દેશ અનેક વિવિધતાઓ સાથે પણ એક રહ્યો છે. ક્યારેય સામાજીક અને ધાર્મીક રીતે ઉભો અને આડો ધાર્મીક નફરતોને આધારે વહેંચાઇ ગયો નથી. દેશની અંદરના જ દુશ્મનો દેશને વાજતે ગાજતે તેને અરાજકતા તરફ ધકેલી રહ્યા છે.  પ્રવર્તમાન ધાર્મીક વિભાજનની માનસીકતા દેશની એકતા અને અખંડતાને મુળમાં ઘા કરનારી જ હોય છે. સદર રાષ્ટ્રીય અરાજકતાએ નાગરીક અને અંગત જીવનના કોઈપણ પાસાને છીન્નભીન્ન કરવાની પુરી તાકાત પ્રાપ્ત કરી લીધી છે. દેશએ તેના પરિણામો ભોગવવાનું શરૂ કરી દીધું છે.

 કોઇ મને પુછે કે સાહેબ! તમે કેમ તાજેતરના નફરતભર્યા સામાજીક –ધાર્મીક ધ્રુવીકરણથી  ગભરાઇ ગયા છો, ભયભીત થઇ ગયા છો ? હા! હું ખરેખર આ ભયાનક વિનાશકારી ક્રમશ દેશના નાગરીકોના તમામ જીવનને ભરડામાં લઇ લેતી અરાજકતાના તર્કબધ્ધ પેદા થતા પરિણામોથી ધ્રુજી ગયો છું. ( "I think if someone asks me if I'm scared of something, I would say 'yes'. There is a reason to be afraid now. The current situation in the country has become a cause for fear," the celebrated economist said.

 મને મારા દેશની એકતા અને અખંડતામાં રસ છે. મારા દેશનો ઇતીહાસ તો વિવિધતા(Diversity) સાથે, ઉદારતા( Liberal)અને સહીષ્ણુતા( Tolerance)જેવા માનવમુલ્યોથી બનેલો છે. તેમાં ક્યારેય એકબીજા સામે નફરત કે ધિકકારનું અસ્તીત્વ ન હતું.

વીશ્વ, હિંદુ ઉપનીષદોને એટલા માટે જાણતું થયું હતું કે શાહજહાંના પુત્ર દારાકોષે સંસ્કૃત ભાષામાં નિપુણાતા મેળવીને તે સંસ્કૃત પુસ્તકોનું પર્શીયન ભાષામાં ભાષાંતર કર્યું હતું. અને પછી પર્શીયનમાંથી અંગ્રેજીમાં ભાષાંતર થયું. આપણો દેશ ક્યારેય ફક્ત હિંદુઓ કે એકલા મુસલમાનોનો દેશ બની શકે નહી. ખરેખર તો આપણી સદીઓથી વિકસેલી સહજીવનની પરંપરાઓ– પ્રણાલીઓએ બનાવેલી વિરાસતને અમુલ્ય નજરાણું સમજીને તેને આધારે એકતા વિકસાવવાની હોય! (Asserting that India cannot belong only to the Hindus or to the Muslims, Sen stressed on the need to stay united in line with the country's traditions.)

 મારા નમ્ર મત મુજબ દેશનું ન્યાયતંત્ર  દેશની એકતા અને અખંડતાને તોડી રહેલા પરિબળોની દેશને અરાજકતાની ખાઇ તરફ લઇ જનારી વૃત્તી–પ્રવૃત્તીઓને ગંભીરતા લેતું નથી. ન્યાયતંત્રની આ માનસીકતાએ મને ખરેખર ભયભીત બનાવી દિધો છે. ( "The Indian judiciary often overlooks the dangers of fragmentation, which is scary.) દેશના ભવીષ્યની સલામતી માટે બંધારણના ત્રણ અંગો, કારોબારી, લોકસભા અને ન્યાયતંત્ર વચ્ચે સમતોલન ફક્ત હોવું જોઇએ નહી પણ પ્રજાને તેનો અહેસાસ થવો જોઇએ. આ તો કેવી અસાધારણ સ્થિતી દેશમાં કહેવાય, કે ગોરી સરકારે દોઢસો વર્ષ પહેલાં જે કાયદાઓ પ્રજાના અવાજને( Voice of People's Dissent) કચડી નાંખવા બનાવેલા તે કાયદાઓની મદદ લઇને વર્તમાન સરકારો પોતાના વિરોધીઓને જેલમાં પુરી દે છે. પોતાની વાત કરતાં કરતાં પ્રો. સેન સાહેબે પરોક્ષ ઉલ્લેખ એ પણ કર્યો હતો કે વર્તમાન રાજ્યકર્તાઓ એતીહાસીક સત્યો ને હકીકતો સાથે ખિલવાડ કરી રહ્યા છે. ખરેખર તો આપણે નાગરીકો તરીકે સંઘર્ષ કરીને, જોખમ લઇને પણ દેશના એતીહાસીક હકીકતો અને સત્યોના સંરક્ષણ માટે બચાવવા પ્રયત્નો કરવા જોઇએ.( "We, as citizens, have to take the risk and fight to safeguard our nation's shared history and truths,") he added.

 

 

 


--

Thursday, July 7, 2022

હેલો ગોડ હાઉ આર યુ? મને ના ઓળખ્યો?

હેલો ગોડ હાઉ આર યુ? મને ના ઓળખ્યો?– લે. નીકોલસ એસ મોરી.

 જો કે એ વાત સાચી છે કે મેં તને કેટલાક સમયથી તારા કામમાં ડીસ્ટર્બ કર્યો નથી. એક તરફ મને લાગે છે કે તારી અપેક્ષા રાખવી જ અર્થહીન છે. બીજી બાજુ સમગ્ર વિશ્વભરમાં તારા ગ્રાહકો છે તો પછી એ નક્કી છે કે તારા હોવા પણે શંકા સેવવી તે બરાબર નથી. હું તને થોડી ક્ષુલ્લક ને નાચીજ  વસ્તુઓ વિષે માહીતી માંગું છું. તું આપશે ને?

(1)       હે પરમકૃપાળુ પરમાત્મા, તું મને આજે તો કહી જ દે કે ઉપર બેઠા બેઠા તારે કયા કયા કામો સવારથી સાંજ સુધી કરવાના હોય છે? (Can you … would you … please write up your job description?) તું પરમાત્મા(The supreme being) તરીકે મને આજે તારી ફરજો તો કહી જ દે! તે જે બધાનું સર્જન કર્યું છે તેના પ્રત્યેની જવાબદારીઓ તો આજે તારે જણાવવી જ પડશે? તારા તમામ સર્જનો અને ખાસ કરીને મનુષ્યો પ્રત્યેની તારી આતુર પ્રતીબધ્ધતા છે તેના ખરાપણાની સાબિતી બતાવવી પડશે, તારા અસ્તિત્વનું જાહેર પ્રદર્શન કરવું પડશે.આ મુદ્દે તારી,અમારી સંમતી વીનાની રજા  અમાન્ય છે.

(2)     પૃથ્વી પરના તમામ પવિત્ર(?) પુસ્તકોમાં લખવામાં આવ્યું છે અહીંયા જે અસ્તીત્વ ધરાવે છે તે તમામનું તારા સામાન્ય માથું ધુણાવવાથી કે તારા મુખમાંથી સાદા સીધા બે ત્રણ શબ્દો બોલવાથી સર્જન થઇ ગયું છે. મારા સમગ્ર આટલા મોટા લાંબા જીવન દરમ્યાન મારે જે આઘાત– પ્રત્યાઘાતના અસહ્ય ચાબખા સહન કરવા પડયા છે તે તારા દિકરા જીસસના વચનો પ્રમાણે ' ઇશ્વરી કૃપા' નું સીધું પરિણામ છે. પણ આખરે કોઇક ચમત્કારીક રીતે ' પરોપકારી પ્રક્રીયા'થી પરિણામ સારૂ આવશે!. આવા સાહિત્યમાં જીસસ તારા વખાણ કરે છે કે આ મારા પિતા દરેક ફળફુલને પેદા કરવાનું અને દરકે પક્ષીઓની ઉડ્ડાનને કાળજીભરી રીતે જુએ છે, સંચાલન કરે છે.

(3)     મારી તર્કબધ્ધ વિવેકબુધ્ધીથી શોધી કાઢયું છે કે આ બધા પવિત્ર પુસ્તકોમાં લખેલી આવી બધા વાતો ટાઢાપાણીના ગપ્પા સિવાય કાંઇ નથી.ફક્ત' નોનસેન્સ' કે સેન્સલેસ છે. મેં મારી જીંદગીમાં આવી ઇશુ એ વર્ણન કરેલી ' પરોપકારી પ્રક્રીયા' ને રોજબરોજના જીવનમાં ક્યારેય જોઇ નથી. તારા સંદેશાવાહક, પયગંબર કે પછી તારા ધર્મગુરુઓ, તારા સર્વસત્તાધીશ, વાસ્તવીક અને સર્વશક્તીશાળી હોવાનો દાવો કરે છે. તેનો તેવો નાનો સરખો કોઇ પુરાવો આજદિન સુધી મળ્યો નથી.ખરેખર તો તારા સર્જન કરેલ ફરજંદોના માથે(જેની સંખ્યા હજારો નહી લાખોમાં હોય છે)જ્યારે મોત ભમતું હોય ત્યારે કાંતો અજાણ્યો થઇને અથવા અશક્ત બનીને તે બધાને બચાવતો નથી જ. જો કોઇ પોતાની જાતને સર્વજ્ઞ,સર્વશક્તીમાન અને ત્રીકાળજ્ઞાની તરીકે ઓળખાવતો હોય અને પોતાના સર્જનનો જાન જોખમમાં હોય અને તેને પેલી દૈવીશક્તી બચાવી ન શકે તેને કેવી રીતે માફ થઇ શકે? તેઓને પોતાની જાતને માફ કરવાનો અધિકાર છે. ઓ! ઇશ્વર ! તારી વર્તણુક કઢંગી,તરંગી(Capricious) અને ક્યારેય તર્કવિવેક વિહીન (Irrationally) હંમેશાં હોય છે. મેં તારૂ 'નીકનેમ' સર્વોચ્ચ ઉદાસીન("The Supreme Indifference.") રાખ્યુ છે. આ જગત તારા સર્જનોએ જ તારા 'પવિત્ર પુસ્તકો'માં નર્કાગાર( નર્ક, દોજખ)નું જે વર્ણન કરેલ છે તેવું નર્કાગાર બનાવી દીધું છે. અને પેલા વીશ્વ વિજેતા મહંમદીઅલી મુક્કાબાજ (Boxer) સામે જેના બંને હાથ પાછળથી બાંધી દઇને કોઇ નવા નિશાળીયાને બોક્ષીંગ રીંગમાં લડવા ફેંકી દીધો હોય તેવો તું લાગે છે. મને સમજણ નથી પડતી કે તારી નિ;સહાયતા સામેની મારી હતાશાને કેવી રીતે સમજાવું?

(4)     આજની મારી ધર્મનીરપેક્ષ જીંદગી પહેલાનું સમગ્ર જીવન તારા કાયદો પાળવામાં અને તારા સક્રીય અને નિષ્કીર્ય કાર્યોને ન્યાયી ઠેરવવામાં જ પસાર થઇ ગઇ.(My earlier life was wasted trying to uphold your law and justify your actions or inactions.)

(5)      પેલો કુંવારી માતાને ખોળેથી જન્મેલો તારો પ્રથમ પુત્ર જીસસ માટે એવું લખવામાં આવ્યું છે કે જ્યારે તે વજસ્તંભ પર સખત યાતના– રિબામણી ભોગવતો હતો ત્યારે ખુબજ ચીસો પાડતો હતો, તે સમયે પોતાને બચાવવા તને ખુબજ યાદ કરતો હતો. (Remember his anguished complaint: "My God, my God, why have you forsaken me?" ) પણ તેને તે યાતનોમાંથી બચાવ્યો નહી. અને તો પણ જીસસે તારી સાથેનો સંબંધ કાપી નાંખ્યો નહી. 

(6)     તને સર્જક તરીકે માતૃત્વ, પિતૃત્વ ને વાલીપણું કોને કહેવાય તે ખબર છે ખરી?

(7)     હે ઇશ્વર, આ બધી ઉપરની હકીકતો હોવા છતાં જે લોકો તને વફાદાર છે તેની હાંસી ઉડાવતો નથી. તેઓની ટીકા પણ કરતો નથી.માનાહાની પણ કરતો નથી. કારણ કે હું પણ તેમના જેવી તારી કંઠી વર્ષો સુધી બાંધીને જીવ્યો હતો. હું તારી પાસે મારી  ખુબજ નજીવી ને થોડી માંગણી કરુ છું. જે મહેરબાની કરીને  તું સ્વીકારજે.

(8)     તારા પૃથ્વીપરના તમામ ઇશ્વરી એજંટો જેવાકે પાદરી, નન્સ ( ચર્ચમાં રહેનારી બિચારી કુંવારી સ્રીઓ), તમામ ઇમામ,ધર્મગુરૂ, સંતો, મહંતો, મહારાજો( રાજકીય મહારાજો નહી.) વિ.ના દરરોજના બીઝનેસના વર્ણનો, જે તારા બીઝનેસ જેવા છે કે તેનાથી જુદા તે હવે 'ઓનલાઇન' પ્રકાશીત કરજે. તેમના ધંધાઓમાં તે બધા કેટલા નીષ્ફળ ગયા તે અમારે તપાસવું છે.

(9)     મારા તમારા જીવનમાં બનતી દુ;ખદ કે શોકજનક ઘટનાઓના સરળ કારણો તે બધા તારા દુન્યવી નોકરો પાસેથી જાણવામાં કોઇ રસ નથી. કારણકે તે બધાને વાસ્તવીકતા સાથે કોઇ સંબંધ નથી.

(10)   મને તો એવી લાલચ માનવા માટે થાય છે કે  તે માનવજાતનું સર્જન કરીને હાથ ધોઇ નાંખ્યા છે. તું તેને કારણે સંપુર્ણ ને સદંતર નિર્ણયવીહીન થઇ ગયો છું. તને તારા સર્જનની વર્તણુકો ઘૃણાસ્પદ સતત લાગે છે.

(11)   અમને એવો સતત અહેસાસ થાય છે કે તેં અમારૂ આ બ્રહ્માંડ, પૃથ્વી બધું છોડી દીધું છે. ને તારા સર્જનનો ધંધો કોઇ બીજી જગ્યાએ શરૂ કર્યો છે. ઓ! ઇશ્વર તું ક્યાં જતો રહ્યો છું? અમે પૃથ્વીપરના તારા બનાવેલા પામર જીવો તારા વિના અમે હવે શું કરીશું? ("Where are you, God?" You:) તું અમારી અગાઉથી મંજુરી લીધા વીના ક્યાં જતો રહ્યો? Absent With Out Leave AWOL)

(12)   મેં મારા નજીકના ચાર ખુબજ પ્રેમાળ કુટુંબીજનોને અંગત રીતે જણાવ્યું હતું કે તમે મૃત્યુ પામ્યાપછી ખાસ જણાવજો કે તમે કેટલા સુખી છો ને ક્યાં છો?  તે ચારેય જણાએ ગંભીરતા પુર્વક જણાવ્યું કે અમે ચોકકસ તને જણાવીશુ. વિચારજો! આવો ઉમદા હેતું પણ મૃત્યુબાદ પાળી ન શકાતો હોય પેલા પૃથ્વી પરના ગોડ એજંટોની કોના માટે જરૂરત છે?

 ભાવાનુવાદ. સૌ. ફ્રી ઇન્કાવયરી– જુન–જુલાઇ ૨૦૨૨ અંક યુએસએ.


--

Wednesday, July 6, 2022

“ હવે સત્તાધી હવે સત્તાધીશો ! દેશના સર્વોચ્ચ ન્યાયતંત્રને, પણ પોતાની એડી નીચે લાવવા પ્રયત્નશીલ છે.”

 

" હવે સત્તાધીશો ! દેશના સર્વોચ્ચ ન્યાયતંત્રને, પણ પોતાની એડી નીચે લાવવા પ્રયત્નશીલ છે."

 માનનીય ચીફ જસ્ટીસ ઓફ ઇંડીયા. શ્રી એન. વી રમના.

 લોકશાહી રાજ્ય વ્યવસ્થાના પાયાના ચાર સ્તંભ ગણાય છે. જેના પર લોકશાહીની ઇમારત ઉભી હોય છે. કારોબારી, સંસદીય પ્રથા, અખબારી સ્વાતંત્રતા અને ન્યાયતંત્ર. સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયાધીશ શ્રી એન.વી. રમના સાહેબે અત્રે અમેરીકાના પશ્ચીમ કીનારે આવેલા શહેર સાન ફ્રાન્સીસકોમાં પ્રવચન આપતાં ગંભીર ને ચીંતાજનક ટીકા કરી હતી કે  ભારત દેશમાં લોકશાહીના આધાર સ્તંભમાંનો એક અગત્યનો સ્તંભ ન્યાયતંત્ર છે. તેની સ્વતંત્રતા પણ હવે ક્રમશ; જોખમમાં મુકાઇ ગઇ છે.( Forces whose only aim is to run down the only independent organ in the country. )  શ્રી રમના સાહેબે વધુમાં જણાવ્યું હતું કે દેશનું ન્યાયતંત્ર દેશના બંધારણને જવાબદાર કે વફાદાર છે. અન્ય કોઇ સત્તા કે સંસ્થાને નહી. દેશનો સત્તા પક્ષ એવી અપેક્ષા રાખે છે કે ન્યાયતંત્ર તેના દરેક કાર્યને મંજુર કરે. અને વિરોધ પક્ષ બિલકુલ તેનાથી તદ્દન વિપરીત અપેક્ષા રાખે છે. ઉપરના શબ્દો શ્રી રમના સાહેબે ' એસોસીયેશન ઓફ ઇન્ડીયન અમેરીકન' તરફથી સાન ફ્રાન્સીસકોમાં આયોજીત તેમના અભિવાદન સમારંભમાં બોલ્યા હતા.

ચાલુ વર્ષે આપણે એક રાષ્ટ્ર તરીક આઝાદીનું ૭૫મું વર્ષ અને પ્રજાસત્તાક તરીકે ૭૨મું વર્ષ ઉજવી રહ્યા છે. ત્યારે મારે ખુબજ દુ;ખ સાથે જણાવવું પડે છે કે આપણને પ્રજા તરીકે, જે બંધારણ તરફથી દેશના લોકશાહીના પેલા ચાર આધાર સ્તંભોની સંસ્થાઓને જે કાર્યો ને ફરજો એનાયત( સોંપી છે) કરી છે તેને સાચા અર્થમાં મુલ્યાંકન કરતા શીખ્યા નથી.

સામાન્ય પ્રજામાં ખુબજ આયોજનપુર્વક અને શક્તીશાળી અજ્ઞાન ફેલાવવામાં આવે છે. જે ન્યાયતંત્ર ને તેના જેવા બીજા લોકશાહીના આધારસ્તંભોની લોકઆભા કે નૈતીક્તાનું અધ;પતન કરી નાંખે. આ મુદ્દે હું સ્પષ્ટતા કરી દેવા માગું છું. " અમે ન્યાયતંત્ર તરીકે ફક્ત અને ફક્ત બંધારણને જવાબકર્તા છે. બંધારણે જે કારોબારી, સંસદ અને ન્યાયતંત્રને પરસ્પર અંકુશ(checks and balances)માં રાખવા માટે સત્તાની વહેંચણી કરી છે તેનો અમલ કરવા અમે બંધાયેલા( Duty bound) છીએ."

 લોકશાહીનો અર્થ જ લોકભાગીદારી છે. રાજકીય પક્ષો ને તેના નેતાઓમાં નીજી સત્તાને બટવારો બિલકુલ નહી. લોકભાગીદારીની ઉપેક્ષા અમેરીકા,ભારત અને તમામ લોકશાહી દેશોને અરાજકતાની ગર્તામાં નાખી દેવાની પુરી ક્ષમતા દર્શાવે છે. જે લોકશાહી રાજ્યવ્યવસ્થામાં રાજકીય સત્તા સમાવેશક(Inclusive) નીતીઓનું પાલન કરતી નથી તે લોકશાહી પ્રથાને વીનાશતરફ દોરી જાય છે. ભારતનો અત્યારસુધીનો તેનો વિકાસ આવી સમાવેશક ' અનેકતામાં એકતા'(Diversity in Unity not vice a versa)ને આભારી છે. અમેરીકાના લોકોએ એક પ્રજા તરીકે સહિષ્ણુતાના ગુણને વિકસાવી, વિશ્વભરના સર્વોચ્ચ બૌધ્ધીકોને પોતાની તરફ આકર્ષવામાં સફળતા મેળવી છે. જેને કારણે અમેરીકાએ આજે વિશ્વના નંબર એક દેશ તરીકે સર્વશ્રૈષ્ઠતા પ્રાપ્ત કરી છે. જ્ઞાન– વિજ્ઞાનના જુદા જુદા ક્ષેત્રોના વિષય નિષ્ણાતોને ભલે તેમની પાછળની ભુમીકા ભીન્ન ભીન્ન જુદી જુદી કેમ ન હોય( જ્ઞાતી, જાતી, રંગ, વંશ, ધાર્મીકતા ને રાષ્ટ્રીયતા)પણ પોતાના દેશમાં લોહચુંબકની માફક આકર્ષવામાં સંપુર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. અમેરીકાનો એક દેશ તરીકે સર્વાંગી અને શ્રૈષ્ઠ વિકાસ તેની સદર નીતીનું પરિણામ છે.

સમાવેશીપણાનો સિધ્ધાંત વૈશ્વીક છે.( This principle of inclusivity is universal.) ભારત સહિત વિશ્વના તમામ દેશોએ પોતાની રાજનીતીમાં તેને સમાવેશ કરવાની તાતી જરૂરીયાત છે. સમાવેશીપણુ એક સદ્ગુણ તરીકે અનેકતામાં એકતા પેદા કરે છે. કોઇપણ દેશ અને તમામ પ્રજાની સમૃધ્ધી માટે એક ચાવીરૂપ સાધન છે. ૨૧મી સદીમાં આપણે માનવજાત તરીકે નજીવા, ગૌણ, તુચ્છ, સંકુચીત અને વિભાજીત કરનારા પરિબળોથી જોજન દુર રહેવાની માનસીકતા કેળવવી પડશે. આપણે ખાસ ધ્યાન રાખવું પડશે કે આવા બધા અમાનવીય અને  સામાજીક રીતે વિભાજનકારી પરિબળો આપણને એક પ્રજા તરીકે આપસ– આપસના સંબંધો આધારીત જીવવા મજબુર ન કરે. આપણો માર્ગદર્શક કે ધ્રુવતારક સમાવેશી માનવ વિકાસ હકીકતમાં હોવો જોઇએ.(સુત્રો પુરતો નહી.)અમેરીકાએ એક દેશ તરીકે ખુલ્લા હાથ અને મને પોતાના દેશમાં આવેલ ભીન્ન દેશોની પ્રજાઓની સંસ્કૃતીઓ, ભાષાઓને સન્માનપુર્વક પોતાનામાં સહર્ષ સ્વીકારી લીધી છે. પચાવી દિધી છે. માટે જ આ દેશ સતત પ્રગતીશીલ, શાંતીમય અને ચારેતરફ જીવનના તમામ ક્ષેત્રોમાં કાયમી નવા શિખરો પ્રાપ્ત કરતો દેખાય છે.

 ભારતના બે દસકા પહેલાના રાજ્યકર્તાઓની સુધારવાદી નીતીઓને કારણે અભ્યાસ અને એચવન વીઝા દ્રારા કામ માટે અમેરીકામાં આવવાનું આર્થીક રીતે સામાન્ય કુટુંબોના યુવાનો માટે શક્ય બન્યું છે. આવી પ્રગતીશીલ નીતીમાં કોઇ ફેરફાર કરવો તે રાજ્યકર્તા માટે શાણપણ ભરેલો નિર્ણય નથી. કમનસીબે આવી પરિપક્વાતા અને દેશના લાંબાગાળાના હીતોને ધ્યાનમાં રાખીને જે સંવેદનશીલતા જોઇએ તે સરકારો બદલાતાં મોટેભાગે દેખાતી નથી.

અમેરીકન નીવાસી ભારતીય પ્રજાને વિનંતી કરી છે તમે બધા આ દેશમાં આવીને માલીકો બનો શ્રમજીવીઓ નહી.  જેથી આપણા દેશને તેની સ્થળાંતર થયેલી વસ્તીનું ડીવીડન્ડ મલે.( The CJI urged the Indian community to start thinking like employers and not just employees so as to help India reap the demographic dividend.) સૌ. ઇ. એક્ષ. તા.૩–૦૭–૨૨. પ્રસીધ્ધ થયેલ લેખનો ભાવાનુવાદ.

 


--

Monday, July 4, 2022

શીક્ષણ નીતીના નામે ફેરફારો ભાગ–૩ અને –૪.

શીક્ષણ નીતીના નામે ફેરફારો ભાગ–૩ અને –૪.

 ભાગ–૩માં આપણા દેશમાં મુસ્લીમ સલ્તનતનો સમય લગભલ ૭મી સદીથી શરૂ કરીને ૧૯મીસદીના મધ્યભાગ(૧૮૫૭) સુધીનો સમય ગણાય છે.  તેનો અર્થએ નથી કે આ સમય દરમ્યાન  કાશ્મીરથી કન્યાકુમારી ને દ્રારકાથી આસામ સુધીના ભૌગોલીક પ્રદેશમાં મુસ્લીમ સલ્તનતનું રાજ્ય હતું. પરંતુ આ સમય ગાળા દરમ્યાન જે ઐતીહાસીક નોંધપાત્ર  ઘટનો ઘટી હતી તેનો ઉલ્લેખ નવી શીક્ષણનીતીમાં સુધારાના નામે કાઢી નાંખવામાં આવ્યો છે. જે વર્ષોથી ચાલુ હતો તેને ડીલીટ કરી નાંખવામાં આવ્યો છે.

(૧) On Islamic Rulers Of India– વર્તમાન બીજેપી સત્તાધીશોનો સ્પષ્ટ મત છે કે  ભારતીય ઇતીહાસના શાળાઓના પાઠયપુસ્તકોમાં આક્રમણખોરો અને મોગલ રાજાઓના સમયકાળને જરૂર કરતાં વધારે ભવ્ય બતાવવામાં આવ્યો છે. નવી શીક્ષણ નીતીમાં તેમાં ધરખમ ફેરફારો કાપકુપી કરીને કરવામાં આવ્યા છે. તઘલઘ, ખીલજી, લોદી ને મોગલ વંશના રાજાઓના મોટાભાગની  ઐતીહાસીક નોંધો પર કાતર ચલાવી દેવામાં આવે છે. આવી ઇરાદાપુર્વક ને આયોજનપુર્વકની સેન્સરશીપ નવી શીક્ષણ નીતીના તથા કોવીડ–૧૯ રોગચાળાના નામે વીધ્યાર્થીઓના બાકી રહી ગયેલા શીક્ષણને કવર કરવા નામે કરવામાં આવી છે.

(૨) મોદી સરકારના ગૃહમંત્રી અમીતશાહે એક ઇતીહાસની ચોપડીના વિમોચનમાં જણાવ્યું હતું કે ' દેશના ઇતીહાસમાં મોગલયુગની સરખામણીમાં તે જ સદીઓ પહેલાના સમયના અનેક હીંદુ રાજાઓના વંશને જેવા કે ચોલા, મૌર્ય, ગુપ્તા વિ.ને મહત્વ આપવામાં આવ્યું નથી. આવા ઇતીહાસનું પુન;લેખન કરતાં અમને કોણ રોકી શકે?.( Now "no one can stop us from rewriting it".)

( ૩)  મોગલકાળના અગત્યના રાજાઓ જેવા કે બાબર, હુમાયુ, શાહજહાં, અકબર ને ઓરંગઝેબ વી. ની .નોંધ, નકશા ને સીધ્ધીઓ દર્શાવતી તમામ હકીકતો અનેક પાઠયપુસ્તકોમાંથી કાઢી નાંખવામાં આવી છે. મુગલયુગની અગત્યની નોંધ 'અકબરનામા' પણ ડીલીટ કરી નાંખવામાં આવી છે. કલા, સ્થાપત્ય, ને ન્યાયાલયના પેઇન્ટીંગસ વિ. નોંધ પણ કાઢી નાંખવામાં આવી છે.

(૪) સુલતાન મહેમુદ ગઝની નામમાંથી આગળનો શબ્દ સુલતાન કાઢી નાંખવામાં આવ્યો છે. બીજુ વાક્ય ગઝનીએ સોમનાથના મંદિર પર દરવર્ષે હુમલો કર્યો હતો તે વાક્યને ડીલીટ કરીને, તેને મારી મચેડીને એવું પુર્નમુદ્ર્ણ કરી દીધું કે તેણે ભારતીય ઉપખંડ પર સને ૧૦૦૦– ૧૦૨૫ના સમયકાળ દરમ્યાન ૧૭ વાર ધાર્મીક હેતુથી લશ્કરી છાપા માર્યા હતા.( "He raided the subcontinent 17 times (1000-1025 CE) with a religious motive") મહંમુદ ગઝનીએ આરબ વિધ્વાન અલ– બીરુની પાસેથી 'કીતાબે હીંદ'(સદર પુસ્તક તે સમયના સંસ્કૃત તજજ્ઞોની મદદ લઇને તૈયાર કરવામાં આવ્યું હતું.) જેમાં તે સમયના ભારતીય જીવનની તાસીરનું વર્ણન છે તે ઉલ્લેખ પણ કાઢી નંખાવ્યો છે.

(૫)  પ્રકરણના મથાળાનું નામ 'મુગુલ સલ્તનત' ડીલીટ કરીને  ' ધી મોગલ કાળ– સને ૧૬મી સદીથી ૧૭મી સદી.' લખ્યુ છે. અકબરની નીતીઓના વિભાગમાં જે વિશાળ વહીવટ, ધર્મ, સામાજીક રૂઢીરીવાજો ને અકબરે ખાસ રસ લઇને કેટલાક સંસ્કૃત ગ્રંથોનું પર્શીયન ભાષામાં ભાષાંતર કરાવ્યું હતું તેવી હકીકતોને પણ શિક્ષણના સુધારા નામે ડીલીટ કરી નાંખવામાં આવી છે. પ્રકરણના મથાળાનું નામ  જે ' દીલ્હી સલ્તનત' હતું તે બદલીને   'દીલ્હી– સને ૧૨મી સદીથી ૧૫મી સદી' તેમાં વીધ્યાર્થીએ જે સમજવું હોય તે સમજે. ૧૮મી સદીમાં ભારતના નકશામાં જે મોગલ પ્રાંતોનો ઉલ્લેખ કરેલો હતો તેમાંથી અવધ, બંગાળ અને હૈદ્રાબાદ રાજ્યોના નામો ડીલીટ કરી નાંખવામાં આવ્યા છે. તે જ નકશામાં રાજપુત, મરાઠા , શીખ ને જાટ રાજ્યોનો ઉલ્લેખ ચાલુ રાખવામાં આવ્યો છે.

(૬) ' ડીલીટ કરવાની પસંદગી અમારી પુર્વગ્રહયુક્ત અને ઇરાદાપુર્વક નથી.– ડીરેક્ટર શ્રી દીનેશ સકલાનીએ ઇન્ડીયન એક્ષપ્રેસના પ્રતીનીધીને આપેલો જવાબ.'This is not a selective exercise. અમે તો વીધ્યાર્થોઓના શીક્ષણનો બોજ ઘટાડવા અભ્યાસક્રમમાં ઘટાડો કરવા જ આ કામ કરેલ છે. તેવું અમે ગણીત ને વિજ્ઞાનના વિષયોના અભ્યાસક્રમોમાં પણ ઘટાડો કરેલ છે. ડીરેક્ટર સકલાની સાહેબે વધુ માહીતી આપતાં જણાવ્યું હતું કે ' અમે જે પાઠયપુસ્તકોમાં જે ફેરફારો કર્યા છે તે દરેક વીષયોના વીષય નીષ્ણાતો પાસેથી અભીપ્રાય લઇને આ બધા ફેરફારો કર્યા છે. વીષય નીષ્ણાતોના આપેલા અભીપ્રાયમાં અમે સંસ્થા તરીકે કોઇ ફેરફારો બીલકુલ કર્યા જ નથી.

શીક્ષણનીતીના ફેરફારોનો ભાગ– ૪ આખરી ભાગ–

 રાષ્ટ્રીય શીક્ષણ સંસ્થાએ(NCERT) જે વીષય નીષ્ણાતોની સમાજશાસ્ર, ઇતીહાસ અને રાજ્યશાસ્ર તેમજ અન્ય અભ્યાસક્રમોમાં ફેરફાર કરવા માટેની સલાહ લીધી તેમના નામો અને લાયકાતો નીચે મુજબ છે. કુલ ૨૫ વીષય નીષ્ણાતોમાંથી ૨૪ મહાનુભાવોની લીંક રાષ્ટ્રીય સેવક સંઘ (24 With RSS Links) સાથે હતી. આ બધાના મુખ્ય સંચાલક તરીકે સ્વદેશી જાગરણ મંચના રાષ્ટીય વીધ્યા ભારતી સંસ્થાના કો– કન્વીનર હતા. જેની યાદી નીચે જણાવી છે. ઉપરાંત કેન્દ્રીય શીક્ષણ મંત્રાલયે ૧૨ સભ્યોની ટીમ ભુતપુર્વ ઇસરોના વડા કસ્તુરી રંગરાજનના અધ્યક્ષપણે બનાવી હતી.

(1)     ડૉ. ભગવતી પ્રકાશ શર્મા– ભુતપુર્વ વી સી. ગૌતમબુધ્ધ યુની. નોઇડા, વર્તમાનમાં આર એસ એસ સંલગ્ન સંસ્થા સ્વદેશી જાગરણમંચના રાષ્ટીય કો– કન્વીનર.

(2)     દત્તા ભીકાજી નાયક– ગોવાની આર એસ એસ સાથે જોડાયેલી 'વનવાસી કલ્યાણ' આશ્રમ સંસ્થાના સભ્ય.

(3)     નીવૃત પ્રો. સી. આઇ. આઇઝેક કોટયમ,કેરલા– આર એસ એસ સંલગ્ન સંસ્થા ભારતીય વીચાર કેન્દ્ર અને એબીવીપીના સને ૧૯૭૫થી સભ્ય.

(4)     નીવૃત–પ્રો વંદના મીસ્રા– જે એન યુ. ભુતપુર્વ રાષ્ટ્રીય સેક્રેટરી એબીવીપી.

(5)      મમતા યાદવ– હરીયાણા રાજ્ય સરકારની સ્કુલના શીક્ષક– નીવૃત વી પી એબીવીપી. અને તેના વર્તમાન સભ્ય.

(6)     ડૉ. રામક્રીષ્ના રાવ, (ગ્રુપચેરમેન) આર એસ એસ ની શૈક્ષણીક પાંખ વીધ્યાભારતીના રાષ્ટ્રીય પ્રમુખ.

(7)     નીવૃત પ્રો. મીલાંદ સુધાકર– સૌમૈયા કોલેજ મુંબઇ– ભુતપુર્વ રાષ્ટ્રીય પ્રમખ–એબીવીપી–

(8)     કીશોરચંદ્ર મોહંતી– ઓડીસા એબીવીપી.

(9)     પ્રો. પાયલબેન – પ્રી. શહીદ રાજગુરૂ કોલેજ દીલ્હી, ભુતપુર્વ સભ્ય એબીવીપી.

(10)  નીવૃત પ્રો. શ્રી રામ મુરલીધરન સી. વૈદીક ગણીત કાઉન્સીલના રાષ્ટ્રીય સભ્ય.

        ખાસ નોંધ–ઉપરના તમામ સભ્યોની માફક બાકીના સભ્યો પણ મોટાભાગે આર એસ એસ સંચાલીત અખીલ ભારતીય વીધ્યાર્થી પરીષદના જુદા જુદા રાજ્યોના સભ્યો જ છે. વાંચકોની અનુકુળતાને ધ્યાનમાં રાખીને લીસ્ટ લંબાવ્યુ નથી. અત્રે ચાર લેખોની ઇન્ડીયન એક્ષપ્રેસ 'ઇન્વેસ્ટીગેટીંગ જર્નાલીઝમની તા. ૨૧થી ૨૪ જુન સુધીની ચાર લેખોની સીરીઝ અહીયાં પુરી થાય છે.

 


--

Saturday, July 2, 2022

About God Virus


 હૈ ! દેશના નાગરીકો ! દેશમાં ફેલાઇ રહેલ  'ગોડ વાયરસ'( GOD VIRUS)થી સાવધાન.

આપણા દેશના ન્યાયીક કાર્યક્ષેત્રમાંથી રાજ્યદ્રોહ( Sedition)અને ઇશ્વરનિંદા( Blasphemy)ની ફોજદારી દંડસંહીતા કલમોને ગેરકાયદેસર અથવા રદબાતલ કરી નાંખો!.

આ બે કાયદાકીય જોગાવઇઓને કારણે જે રાજકીય સત્તાધીશો સત્તા પર આવે છે તેને પોતાના રાજકીય વિરોધીઓ સામે બદલો લેવાનું મોકળું મેદાન મલી જાય છે. સત્તાપક્ષની નીતીઓ સામે વિરોધ કરવો, જ્ઞાન અને માહિતી આધારીત સત્તાપક્ષના નીર્ણયો અને નીતીઓ સામે બીજી બાજુ રજુ કરવી તે જાણે રાજ્યદ્રોહનો( રાષ્ટ્રદ્રોહ નહી) ગુનો બની ગયો જાય. તે રીતે રાજ્ય સત્તાધીશો પોતાના દમનનો કોરડો વાપરીને લોકશાહીમાં વિરોધી અવાજને સતત દબાવી દે છે. લોકશાહીનો સાદો અર્થ છે પ્રજાનો અવાજ, અથવા પ્રજાની અભીવ્યક્તી. તે કોઇ પક્ષ કે તેના નેતાના અવાજ( મન કી બાત) કે અભિવ્યક્તી ક્યારેય હોય શકે નહી. પ્રજાની અભિવ્યક્તી લોકશાહીમાં અબાધીત ને કુદરતી ન્યાયના સિધ્ધાંત પ્રમાણે સદીઓના સંઘર્ષ બાદ રાજાશાહી ને તાનાશાહો પાસેથી અનેક લોહીયાળ સંઘર્ષ ને માનવ બલીદાનો બાદ મળેલ છે. જે આજે આપણા દેશમાં ખુબજ જોખમમાં મુકાઇ ગઇ છે. ભારતીય સમાજ જીવનનું કોઇ અંગ બાકી નથી જેને વર્તમાન સત્તાધીશોએ પોતાની એડી નીચે કચડી નાંખીને ગુલામ બનાવી દીધું ન હોય કે બનાવવાના જાત જાતના પેંતરા રચી એડી નીચે લાવવાના પ્રયત્નો કરતા ન હોય.

 તેવું જ ધાર્મીકનિંદા કે ઇશનિંદાની બાબતમાં છે. આપણા દેશમાં કોરાના–૧૯ના વાઇરસ પહેલાં સદીઓથી મોટા પાયે ફેલાયેલું કોઇ વાઇરસ હોય તો તે ' મારી ધાર્મીક લાગણી દુભાઇ છે.' નું વાઇરસ છે. કોરાનાનું વાઇરસ કહેવાય છે કે ચીનથી આવ્યું હતું ને વિશ્વભરમાં ફેલાઇને લાખો માણસોનો ભોગ લઇ શક્યું છે. પણ આ ' ધાર્મીક લાગણી દુભાઇ નું વાઇરસ ' ભગવદ્ – ગીતાએ વ્યાખ્યાતીત કરેલા આત્માના ખ્યાલની માફક, અજરામર, અમર, અવીનાશી છે. આ ધાર્મીક વાઇરસ( GOD VIRUS) દરેક ધર્મોએ પોતાના ધાર્મીક લોકોને કેવી રીતે ફરજંદ કે વારસદારને જન્મ સાથે જ ગળથુથીમાં જ વાજતે ગાજતે ગૌરવભેર એવું પીવડાવી દેવામાં આવે છે કે  તેના મૃત્યુ પહેલાં આ વાઇરસથી પેદા થયેલ ચેપી રોગને મા– બાપો પોતાની નવી પેઢીને વીરાસત તરીકે વારસામાં આપી ને જ જાય! ગોડ વાઇરસના ચેપીરોગને કારણે કોઇપણ ધર્મની સ્થાપનાથી માંડીને અત્યાર સુધી કરેલા એક બીજા ધર્મોએ સામસામી કરેલા ' પવિત્ર ધાર્મીક યુધ્ધો' માં( Holy Wars) માનવસંહારની સંખ્યા બંને વિશ્વયુધ્ધના માનવીય સંહાર કરતાં અનેક ગણી છે. અને હજુ ધાર્મીક નફરત ને ધીકકારનું વાતવરણ પેદા કરીને  વિશ્વભરના રાજકારણીઓ પોતાની સત્તાનો રોટલો શેકવા તે હુતાશન પર રાખ બાઝી ન જાય તેની ખાસ કાળજી આધુનીક મીડિયા તંત્રોની મદદથી રાખીને તેનો ચરૂ ઉકળતો રાખે છે.

--

Friday, July 1, 2022

હીંદુધર્મના ટેકાવાળા વર્તમાન ફાસીવાદી રાજ્ય–


હીંદુ ધર્મના ટેકાવાળા વર્તમાન ફાસીવાદી રાજ્યની આપણા દેશપરની સર્વાંગી પકડનો ભરડો અજગરે કરેલા પોતાના શિકાર ભરડા કરતાં પણ સમય જતાં ખતરનાક સાબીત થવાનો છે.

નમુનો– દેશની શિક્ષણનીતીમાં કરેલા ફેરફારો ભાગ–૨

 (સૌ. ઇ. એક્ષપ્રેસ. તા. ૨૧થી ૨૪ જુનમાસના લેખોનું ટુંકમાં સંકલન અને ભાવાનુવાદ.)

ભાગ–૧માં આપણે વિગતે દરેક ધોરણમાં કરેલા ફેરફારોની માહીતી જણાવી હતી. તેનું પુનરાર્વતન ન થાય અને ટુંકમા હકીકત રજુ થાય તે રીતે સદર લેખ તૈયાર કરવામાં આવ્યો છે.

જ્ઞાતી– વર્ણવ્યવસ્થા– દલીત–સ્રી, આધારીત જુની માહીતોને કાઢી નાંખવામાં આવી છે. કેમ? બીજેપી સાંસદ વીનય સહસ્રબુધ્ધે લોકસભામાં માહીતી આપી હતી કે જ્ઞાતી, વર્ણવ્યવસ્થા ને સ્રીઓ ના મુદ્દે જરૂર કરતાં વધારે માહીતી આપી દીધી હતી. કઇ કઇ માહીતો રદ બાતલ કરી નાંખી છે તે વિગતે જોઇએ.

(અ) દલિતોના ભાગે તમામ પ્રકારનું સફાઇ કામ, (Scavenging), જમીન વિહોણા ખેડુત તરીકે  ખેતમજુર તરીકે દાડીયે જવાનું, અને મરેલા ઢોરના ચામડાને લગતું કામ જન્મ–વર્ણ– પરંપરાથી આવતું કરવું પડતું હતું.

(બ્)  દેશની તમામ લઘુમતીઓએ, જ્યારે બહુમતી કોમના હાથમાં રાજકીય સત્તા સુકાન આવશે ત્યારે તે બધાની ધાર્મીક અને સાંસ્કૃતીક સંસ્થાઓ અને તે આધારીત પ્રવૃતીઓને પેલી રાજ્યસત્તાનું વહીવટી તંત્ર દબાવી દેશે. ઉપરના બંને ફકરાઓ સને ૨૦૦૭ વડાપ્રધાન મનમોહનસીંગના સરકારે દલીતો અને અન્ય લઘુમતી દ્રારા જે ભેદભાવ સહન કરવો પડતો હતો તેને દુર કરી ન્યાયીક સમાજવ્યવસ્થા માટેની ઝંખના પેદા કરવાની માનસીકતા પેદા થાય માટે મુકવામાં આવ્યા હતા તે  મોદી સરકારની નવી શિક્ષણ નીતીમાંથી બાદબાકી કરી નાંખવામાં આવી છે.( Which were introduced in 2007 to "build a sense of a just society".)

(ક) ધર્મગુરૂઓ અને બ્રાહ્મણો ઉપદેશ આપતા હતા કે વર્ણ આધારીત કર્મ જન્મગત છે. જેનો જન્મ  જે તે વર્ણમાં થાય તે પ્રમાણે કર્મ કરવા તે હિંદુ બંધાયેલો છે. તે જ દરેક હિંદુનો સાચો ધર્મ છે. હિંદુ ધર્મમાં અછુતો જન્મથી છે માટે તે પ્રમાણે કર્મ કરવા તે બંધાયેલા છે. (The priests said that contact with these groups was polluting.) જો કે કેટલાક લોકો આ વર્ણવ્યવસ્થાનો વીરોધ પણ કરતા હતા.

(ડ) હીંદુ ધર્મ આધારીત જીવન પધ્ધ્તીમાં દરેક હીંદુના જીવનને ચાર આશ્રમનો જીવન પધ્ધતીમાં વહેંચી નાંખવામાં આવ્યા છે. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ. દરેક આશ્રમમાં દરેક હિંદુએ તે પ્રમાણે કામ કરવાનું હોય છે. પણ દરેક આશ્રમવાળી સ્થીતીમાં પણ દરેક હિંદુએ ધાર્મીક ચિંતન તો કરવાનું જ હોય! પણ દરેક સ્રી થી વેદ અને ધર્મ પુસ્તકો ભણાય નહી. તે બધા એ પોતાના પતીનો જે આશ્રમ ધર્મ હોય તે પ્રમાણે આવતી ફરજો નીભાવવાની, તેમાં પોતાની પસંદગીનો સવાલ હોય જ નહી.( "Generally, women were not allowed to study the Vedas, and they had to follow the ashramas chosen by their husbands."––  "The Puranas were written in simple Sanskrit verse, and were meant to be heard by everybody, including women and shudras, who were not allowed to study the Vedas." )

(ઇ)  અછુતોએ વર્ણ નિર્મીત કર્મ  ઉપરાંત  ગામનો તમામ કચરો, ઉપરાંત મરેલા ઢોરોનો નીકાલ પણ ફરજીયાત કરવાનો હોય છે. પરંતુ અછુતોને ઉપલા વર્ણોના ઘરમાં પ્રવેશ નિષેધ હોય છે. તથા ગામના સાર્વજનીક કુવા પરથી પાણી ભરવાની અને મંદીર પ્રવેશ પર પણ પાબંધી હોય છે. બીજી જ્ઞાતીના બાળકો સાથે અછુત જ્ઞાતીના બાળકોને બેસવાની પણ મનાઇ  હોય છે.( But they were not allowed to enter the homes of the upper castes or take water from the village well, or even enter temples. Their children could not sit next to children of other castes in school).

(ફ) દલીતો માટે નક્કી કરેલા વ્યવસાયો સિવાય અન્ય વ્યવસાયો કરાવાની પાબંધી હોય છે. ઉચ્ચપગારવાળી ટેબલખુરશીવાળી નોકરી કે  વ્યવસાયી નીપુણતા આધારીત નોકરીઓ દલીતો માટે તો દિવાસ્વપ્ન જ હોય છે. તે ઉપરાંત તેમના પ્રત્યે માનવીય ગૌરવ અને આદરભાવ,સદ્ભાવ પણ પેલી ઉપલી જ્ઞાતીઓ તરફથી બીજા તરફ સહજ રીતે જે બતાવાય છે તેવી વર્તણુકોનો સંપુર્ણ અભાવ હોય છે.

(જી) તમે જન્મે અછુત છો તેવો સામાજીક માનહાની(self) humiliation and subordination) ભર્યું વર્તન જાહેરમાં બતાવવું પડે છે. દા;ત  માથુ નમેલું રાખી ચાલવું, ઉજળીયાત જેવાં કપડાં ન પહેરવાં, સામાજીક કર્મનીષ્ઠ હર્ષ મંદરના પુસ્તક ''Unheard Voices: Stories of Forgotten Lives' ની વિગતો કાઢી નાંખવામાં આવી છે. હિંદુ ઉપલા વર્ગને લાગે છે કે તમામ સરકારો, કેન્દ્ર્ અને રાજ્યોની, આઝાદી પછી તમામ લઘુમતીઓનું તુષ્ટીકરણ તેમના ભોગે કરતી આવી છે. કારણ કે તે વર્ગની સંખ્યા ઓછી છે. ભાગ–૩ આવતા અંકમાં.



 

 

 

 

--

Wednesday, June 29, 2022

Re: You are from the land of Gandhi.

😊😊😊

On Wed, 29 Jun 2022 at 1:19 AM, Bipin Shroff <shroffbipin@gmail.com> wrote:

 Dada ,

 Namste,

  You are from the land of Gandhi.

સવારે હું અને જ્યોતી, અમારા સબડીવિઝનના વોક–વે પર મોર્નીંગ વોક કરતા હતા. સામે થી એક આફ્રીકન અમેરીકન નારી પણ ચાલતા ચાલતા મારી નજીક આવ્યા.

 દાદા, પ્રથમ તેણે બે હાથ જોડીને નમસ્તે કર્યુ. હું એક ક્ષણ માટે વિચારમાં પડી ગયો.

 મેં ઇશારો કર્યો કે ગુડ મોર્નીંગ ને બદલે નમસ્તે કેમ?

હું જાણું છું કે તું ગાંધીના દેશનો છે. તારો ગાંધી, અમારા એમ એલ કીંગ જુ (Dr. Martin Luther King Jr.) અને નેલ્સન મંડેલાનો ગુરૂ હતો.સમગ્ર વીશ્વના રાજકારણમાં અહીંસા અને હક્કો માટે શાંત સત્યાગ્રહ (Two Valuable Human Weapons namely non-violence & peaceful resistance )કરવાનું તારા ગાંધીએ Learn કરવાનું અમને શીખવાડયું હતું.

 દાદા, તને ખબર છે , "અમારા એમ એલ કે જે" ને પણ અમને નાગરીક હક્કો મળે તે માટેની અહીંસક ચળવળ  ચલાવતાં જ ગાંધીની માફક જ ગોળીઓથી મારી નાંખવામાં આવ્યો હતો.તેને શાંતી માટેનું નોબલપ્રાઇઝ પણ મળેલું હતું.

 દાદા,  Why u r crying? ( દાદા, તું કેમ રડે છે?

Madam, Now in India, political heirs of Gandhi's Killer & his associates rule the nation presently. ( મેડમ, આજે મારા દેશમાં ગાંધીના ખુનીના રાજકીય વારસદારો અને તેના સાથીદારો રાજ કરે છે.

Dada, Are they merchants of death? દાદા. શું તે બધા મોતના સોદાગરો છે?

દાદા, હું સમજી ગઇ કે તારી આંખોમાં કેમ આંસુઓ છે. સોરી દાદા,

અમેરીકાની સર્વોચ્ચ અદાલતનો ચુકાદો– ગર્ભપાતગેરકાયદેસર છે.

અમેરીકાની સર્વોચ્ચ અદાલતનો ચુકાદો– ગર્ભપાત ગેરકાયદેસર છે.

ભુતપુર્વ પ્રમુખ ટ્રમ્પે પસંદ કરેલા ન્યાયાધીશોએ ૫૦વર્ષથી માન્ય પામેલા ' ગર્ભપાત સ્રીનો હક્ક છે' જે  'રોએ વીરૂધ્ધ વાડે'( Roe v. Wade.) ના કેસમાં નક્કી થયું હતું તેને ૨૪મી જુને અમેરીકાને સર્વોચ્ચ અદાલતે ગેરકાયદેસર જાહેર કર્યો છે. ગર્ભપાત કરનાર સ્રીને ફક્ત ૧૦ વર્ષની સજા અને એક લાખ ડોલર દંડ પણ નક્કી કર્યો છે. છેલ્લા ૪૮ કલાકમાં અમેરીકાને આ ચુકાદાને તમામ રીતે ઉપરથી નીચે ઉંધુ– છતું કરી નાંખ્યું છે.

        અમેરીકા વર્તમાન રાષ્ટ્રપ્રમુખ બીડેને(Remarks by President Biden) પોતાના દેશની સુપ્રીમકોર્ટના ચુકાદા સામે નીચે મુજબનો પ્રત્યાઘાત આપ્યો છે.–

(1)      મારા દેશની સુપ્રીમ કોર્ટે તેના નાગરીકોના બંધારણીય હક્કો આ ચુકાદાથી લઇ લીધા છેજે સને ૧૭૭૬થી સંરક્ષીત હતા. કોર્ટે મર્યાદીત કર્યા નથી પણ ઝુંટવી લીધા છે.( They didn't limit it.  They simply took it away.)

(2)     દેશના ન્યાયતંત્ર માટે અને સમગ્ર દેશ માટે આજનો દિવસ ખુબજ દુ;ખી દિવસ છે.(And it's a sad for the court & for the country.)

(3)       આ અધીકારથી મારા દેશની તમામ સ્રીઓને પોતાના માટે સારુ શું છે કે તે નક્કી કરવાનો જે અન્ય નાગરીકોની માફક સમાન અધિકાર હતો, એક નીજી અધિકાર હતો. જે આ ચુકાદાથી છીનવાઇ ગયો છે.

(4)     દેશના રાષ્ટ્રપતી તરીકે હું જણાવું છું કે આ ચુકાદાના પરીણામોથી મારા દેશની સ્રીઓનું આરોગ્ય અને જીંદગી હવે જોખમમાં મુકાઇ ગઇ છે.

    અમેરીકાના તમામ મિત્ર દેશોના વડાઓ  જેવા કે બ્રીટન, ફ્રાંસ, કેનેડા વી, એ જબ્બરજસ્ત ટીકા સદર ચુકાદાની કરી છે.

(5)     ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેકરોને ચુકાદા વિરૂધ્ધ ટીકા કરતાં ટ્વીટર પર લખ્યું છે કે "  ગર્ભપાત એ દરેક સ્રીનો મુળભુત અધીકાર છે. આપણે સત્તાધીશો તરીકે તે અધીકારનું સંરક્ષણ કરવાની ફરજ છે. હું અમેરીકાની સુપ્રીમ કોર્ટ દ્રારા જે તમામ સ્રીઓનો આ હક્ક છીનવાઇ ગયો છે તેમની સાથે છું." 

(6)      પડોશી દેશ કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો (Justin Trudeau) કહે છે કે " અમેરીકામાંથી આવતા સમાચાર અત્યંત ગભરામણ પેદા કરનારા છે. મારી તમામ ભલી લાગણીઓ અમેરીકાની એ સ્રીઓ સાથે છે કે જેમને હવે પછી ગર્ભપાતની જરૂરત હશે તે બધાનું શું થશે,? કોઇપણ સરકાર, રાજકારણી કે પછી પુરૂષને એ કહેવાનો અધીકાર લેશ માત્ર નથી કે સ્રી એ તેના શરીર સાથે શું કરવું અને શું ન કરવુ?"

(7)       બ્રીટનના વડાપ્રધાન બોરીસ જ્હોનસન જેઓ અમેરીકાના સૌથી ગાઢ મીત્રોમાંના એક છે તેણે સદર ચુકાદાની ટીકા કરતાં લખ્યું છે કે " મારા મત પ્રમાણે આ ચુકાદાથી અમેરીકાના સર્વાંગી વિકાસની ઘડીયાળના કાંટા પાછા ફરવા માંડશે. હું જીંદગીભર સ્રીએ શું કરવું કે ન કરવું તે અધીકારની તરફેણ કરનારો રહ્યો છું. માટે જ બ્રીટનમાં તમામ કાયદા સ્રી ના તમામ અધીકારોની તરફેણ કરનારા છે.

(8)       યુનાઇટેડ નેશન્સના માનવ અધિકારના કમીશ્નર મીશેલ બચેટનું કહેવું છે અમેરીકાની કોર્ટનો સદર ચુકાદો ખુબજ ઘાતક, જાન લેનારો, (more deadly) ખાસ કરીને વંશીય જાતીભેદવાળી લઘુમતીઓ (in particular those with low incomes and belonging to racial and ethnic minorities)અને નીચલી આવક ધરાવનારાઓ માટે નીવડવાનો છે. વીશ્વ આરોગ્ય સંસ્થાનો રીપોર્ટ છે કે પ્રતિ વર્ષે અઢી કરોડ સ્રીઓ પોતાની જાતને જોખમી હોય તેવા બધા પાસે ગર્ભપાત કરાવે છે. તેના પરિણામ સ્વરૂપે ૩૭૦૦૦ સ્રીઓ મૃત્યુ પામે છે. આ કમીશ્નર ચેતવણી આપતાં જણાવે છે કે તમે ગર્ભપાતની સગવડ કે સેવા પર નિયંત્રણ મુકશો તેનાથી ગર્ભપાત કરાવનારી સ્રીઓની સંખ્યામાં કોઇ ઘટાડો થવાનો નથી. ગર્ભપાતના કાયદાકીય નિયંત્રણો સ્રીઓ અને કુંવારી છોકરીઓ માટે શરીર માટે જોખમી, બિનઆરોગ્ય ને તબીબી રસ્તાઓનો ભોગ બનશે. ખરેખર તો અમેરીકાની સર્વોચ્ચ કોર્ટના ચુકાદાએ સ્રીઓના શરીર પર આત્યંતીક અતીક્રમણ કરેલ છે.

(9)     અમેરીકન સંસદ( કોંગ્રસ)ની સ્પીકર નાન્સી પલોસીની એક સ્રી, માતા અને દાદીમા તરીકે રીમાર્ક હતી કે તેને આ ચુકાદાથી ખુબજ આઘાત લાગ્યો છે. મારે મારી હયાતીમાં એ જોવાના દિવસો અમેરીકમાં આવ્યા છે કે જેના પરિણામ સ્વરૂપે મારા દેશની યુવાન સ્રીઓને મારા જીવનમાં  મેં જે સ્વતંત્રતા માણી,ભોગવી તેટલી સ્વતંત્રતા હવે નહી મલે! ( She described the ruling as "cruel," "outrageous" and "heart-wrenching.")

(10) રિપબ્લિકન સેનેટર સુસાન કોલિન્સ જેણે ગર્ભપાતના હક્કની વીરૂધ્ધ સેનેટમાં મત આપ્યો હતો તેનું ચુકાદા પછી કહેવું છે કે આ ચુકાદાથી દેશમાં એકાએક તેના લોકશાહીના પાયાને મુળમાંથી ઉખાડી નાંખે તેવો આંચકો આવવાનો છે.રાજકીય અંધાધુધી, અરાજકતા અને પ્રજાના ગુસ્સાને તમે રોકી શકવાના નથી. સરકાર પ્રેરીત ન્યાયતંત્ર આવો ચુકાદો પણ આપી શકે તે ખ્યાલ જ નાગરીકોનો સરકાર પોતાનામાંથી વીશ્વાસ જ ગુમાવવા બરાબર થઇ જશે.

(11)  ઓહાયો રાજ્યના રિપબ્લિકન સેનેટર જીમ જોર્ડને સંસદભવનમાંથી ચુકાદાની તરફેણમાં ખુબજ આનંદ વ્યક્ત કરતાં જણાવયું હતું કે મારા દેશની સુપ્રીમ કોર્ટને ખુજ સરસ કામ કર્યા બદલ  ભગવાન આશીર્વાદ આપે ને આવા ન્યાયાધીશો પસંદ કરવા માટે ભગવાન ભુતપુર્વ પ્રમુખ ટ્રમ્પને પણ આશીર્વાદ આપે!

(12) અમેરીકાની મલ્ટીનેશનલ કુંપનીઓ જેમાં હજારો કર્મચારી કામ કરે છે તેવી ઘણી બધી કુંપનોએ પોતાના મહીલા કર્મચારીઓને જરૂર પડે ગર્ભપાત કરાવવો અનીવાર્ય લાગેતો જે રાજ્યમાં ગર્ભપાત કરાવવાની કાયદેસર સગવડ છે તેવા રાજ્યોમાં જવા–આવવાની તમામ વિમાની સગવડો અને આરોગ્યને લગતી સેવાઓનો તમામ ખર્ચ આપશે તેવી જાહેરાતો સદર ચુકાદા આવવાની સાથે જ કરવા માંડી છે.

(13) એલજીબીટી ના અધીકારો માટે લડત લડીને જીતનાર એટર્ની જીમ ઓબેરગેફેલનું તારણ છે કે આ ચુકાદાની અસરોને લેશ માત્ર ઓછી ગંભીરતાથી લેશો નહી. ભવીષ્યમાં જો ન્યાયતંત્રની આજ માનસીક્તા ચાલું રહેશે તો આપણા નાગરીક અધીકારો ચોક્કસ જોખમમાં મુકાશે.

(14)    તા. ૨૪મી જુનની ઢળતી સાંજે કોર્ટનો ચુકાદો આવતાં જ દેશમાંથી 'ધી નેશનલ નેટ વર્ક ઓફ એબોર્શન ફંડ' નામની સંસ્થાને આશરે ૩૩૦૦૦ લોકોએ ત્રણલાખ મીલીયન ડોલર્સ વધુ કામ કરવા અને દેશ વ્યાપી ગર્ભપાત માટેની જરૂરમંત સ્રીઓને મદદ કરવા મોકલી આપ્યા છે.

(15)   અમેરીકાના બાવન રાજ્યોમાં એક શહેર કે એક કાઉન્ટિ બાકી નહી હોય જ્યાં નાગરીકોએ  આ ચુકાદાની વિરૂધ્ધ ભેગા થઇને વીરોધ નહી કર્યો હોય. દા.ત પેનસીવેનીયા રાજ્યની રાજધાની ફીલાડેલ્ફીયામાં ન્યુયોર્ક ટાઇમ્સના પત્રકાર લખે છે કે  સદર શહેરના મ્યુનીસીપલ બીલ્ડીંગ પાસે જાણે માનવ મહેરાણમણની નદી ઉભરાતી હોય તેવો નજારો દેખાતો હતો.

(16)   આખરમાં આવા ન્યાયાધીશોની નીમણુકો કરનાર ટ્રમ્પને સ્પષ્ટ અહેસાસ થઇ ગયો છે કે તેના અને રિપબ્લીકન પક્ષ માટે સને ૨૦૨૪ ના વોશીંગટન ડીસીમાં સત્તાના સુકાન સંભાળવાના સ્વપ્નાં પર કાયમ માટે પાણી ફરી વળ્યું છે. 

 

 


--

You are from the land of Gandhi.

 Dada ,

 Namste,

  You are from the land of Gandhi.

સવારે હું અને જ્યોતી, અમારા સબડીવિઝનના વોક–વે પર મોર્નીંગ વોક કરતા હતા. સામે થી એક આફ્રીકન અમેરીકન નારી પણ ચાલતા ચાલતા મારી નજીક આવ્યા.

 દાદા, પ્રથમ તેણે બે હાથ જોડીને નમસ્તે કર્યુ. હું એક ક્ષણ માટે વિચારમાં પડી ગયો.

 મેં ઇશારો કર્યો કે ગુડ મોર્નીંગ ને બદલે નમસ્તે કેમ?

હું જાણું છું કે તું ગાંધીના દેશનો છે. તારો ગાંધી, અમારા એમ એલ કીંગ જુ (Dr. Martin Luther King Jr.) અને નેલ્સન મંડેલાનો ગુરૂ હતો.સમગ્ર વીશ્વના રાજકારણમાં અહીંસા અને હક્કો માટે શાંત સત્યાગ્રહ (Two Valuable Human Weapons namely non-violence & peaceful resistance )કરવાનું તારા ગાંધીએ Learn કરવાનું અમને શીખવાડયું હતું.

 દાદા, તને ખબર છે , "અમારા એમ એલ કે જે" ને પણ અમને નાગરીક હક્કો મળે તે માટેની અહીંસક ચળવળ  ચલાવતાં જ ગાંધીની માફક જ ગોળીઓથી મારી નાંખવામાં આવ્યો હતો.તેને શાંતી માટેનું નોબલપ્રાઇઝ પણ મળેલું હતું.

 દાદા,  Why u r crying? ( દાદા, તું કેમ રડે છે?

Madam, Now in India, political heirs of Gandhi's Killer & his associates rule the nation presently. ( મેડમ, આજે મારા દેશમાં ગાંધીના ખુનીના રાજકીય વારસદારો અને તેના સાથીદારો રાજ કરે છે.

Dada, Are they merchants of death? દાદા. શું તે બધા મોતના સોદાગરો છે?

દાદા, હું સમજી ગઇ કે તારી આંખોમાં કેમ આંસુઓ છે. સોરી દાદા,


--