Monday, November 27, 2023

જ્યોતિષ વિદ્યા એક બેવકૂફ બનાવવાનો અને બેવકૂફ બનવાનો સંગઠિત ધંધો છે?કેવી રીતે?

તમને ખબર છે  જ્યોતિષ વિદ્યા એક બેવકૂફ બનાવવાનો અને બેવકૂફ બનવાનો સંગઠિત ધંધો છે?કેવી રીતે?
 આ વીડિયો ધૃવ રાઠીએ તૈયાર કરેલ છે.(એ) જ્યોતિષ શાસ્ત્ર અથવા ફલજ્યોતિષ (Astrology not astronomy)લોકોને છેતરવા સિવાયનો બીજો કોઈ ધંધો નથી. (બ) જ્યોતિષઓની 100 ભવિષ્યવાણી  ખોટી પડે  પણ એક સાચી પડે તો તેને ગાઈવગાડીને જ્યોતિષ સાચું  છે તેવો દાવો કરવામાં આવે છે.(ક) ઇન્ડિયન એબીપી ન્યુઝ ચેનલે 10મી નવેમ્બર 2022નારોજ  ઈગ્લેંડ વિ ઇન્ડિયા ટવેન્ટી 20 સેમિફાઇનલમાં કોણ જીતશે? 11 જ્યોતિષ વિદોના અભિપ્રાય ટેપરેકોર્ડ કરેલ છે.(ડ) ક્વોવિદ 19 સમયે  બેજન દારૂવાલા જેવા જ્યોતિષથી માંડીને અન્ય જ્યોતિષીઓએ કેટલા સમયમાં આ ચેપી વાયરસ નાબૂદ થઈ જશે તેની ભવિષ્ણ વાણી આપણી સમક્ષ રજૂ કરી છે.(ઈ)પશ્ચિમી જગતના ભવિષ્યવેત્તાઓએ ક્યારે, કયા  દિવસે  આ વિશ્વનો નાશ  થઈ જશે તેવી આગાહી ખોટી પડવાના પુરાવા આપ્યા છે.(ફ) કેવા હકારાત્મક ને દ્વીર્રથી વાક્યો બોલીને તમને સંતોષ આપે છે તેના પુરાવા પણ આપ્યા છે.(જી) ભારતીય વૈજ્ઞાનિક અને નોબેલ વિજેતા ડૉ વેંકટરામન આર કૃષ્ણને  જ્યોતિષ વિદ્યા અંગે એક  તારણ કાઢેલ છે કે " અવકાશી તારાઓ અને ગ્રહો ની ગતિથી માનવના નસીબને અસર કરે છે તેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો મળતો નથી."
ધૃવ રાઠીની તર્કબદ્ધ દલીલોને માણવી અને સમજવાનો આનંદ અનેરો છે. મારી એકજ વિનંતી છે કે " હું તમને બધાને  જે વીડિયોની લિંક આ સાથે મોકલું છું  તેને સાંભળતી વેળા બેઠેલી ખુરશી પરથી ગબડી ન પડાય  તેવી વ્યવસ્થા પેદા કર્યા પછી વિડીયો સાંભળવાનું ચાલુ કરજો.
https://www.youtube.com/watch?v=9F1SooqB6zs





--

Tuesday, November 21, 2023

નૈતિકતા -ધાર્મિક નૈતિકતા - બંધારણીય નૈતિકતા -

નૈતિકતા -ધાર્મિક નૈતિકતા - બંધારણીય નૈતિકતા -


નાગરિક તરીકે શું પસંદ કરશો? કેમ? શાથી?

સૌ પ્રથમ ધર્મનિરપેક્ષ માનવવાદી તરીકે મારા ત્રણ પાયાના મૂલ્યો છે.સ્વતંત્રતા,રેશનાલિટી(તર્કવિવેકબુદ્ધિ)અને ધર્મનિરપેક્ષ નૈતિકતા.

  1.  સ્વતંત્રતા એક પાયાના માનવ મૂલ્ય તરીકે તે સજીવ ઉત્ક્રાતિની દેન છે.જીજીવિષા ટકાવી રાખવાના જૈવિક સંઘર્ષમાંથી તે વિકસી છે.આમ આ મુલ્ય બધા મૂલ્યોનું મૂલ્ય છે.બાકીના તમામ મૂલ્યો તેમાંથી વિકસ્યાં છે. સ્વતંત્રતા કોઈ પણ પ્રકારના સામાજિક, રાજકીય કે ધાર્મિક એકમની ભેટ કે દેન કે ઉપકાર નથી જ. તમામ સામુહિક એકમોની તે જનેતા છે. તે બધા સામુહિક એકમો માનવ કલ્યાણ માટે છે. માનવી તેમના કલ્યાણ કે હિતો માટેનું સાધન હરગિજ નથી.  

  2. જૈવિક સંઘર્ષમાં કુદરતી નિયમબધ્ધતાએ માનવીને રેશનલ બનાવ્યો છે. જીજીવિષા ટકાવી રાખવા તે સત્યશોધક બન્યો.જીવવા માટે સારું શું છે અને ખોટું શું છે તેવી તર્કવિવેકબુદ્ધિ તેણે કુદરતી પરિબળોના નિયમોને સમજીને વિકસાવી છે.

  3. " The man is moral because he is a rational being." માનવીય નૈતિકતા એટલે (સમૂહ જીવન જીવવા માટેના વ્યવહારો) માનવી તરીકે રેશનાલિટીને આધારે સારું અને સમૃદ્ધ જીવન જીવવું.

  4.  હવે આપણે ધાર્મિક નૈતિકતાના ખ્યાલને સમજીએ. માનવવાદી નૈતિકતાના ખ્યાલને કોઈ સ્નાનસૂતકનો સંબંધ ધાર્મિક નૈતિકતાના ખ્યાલ સાથે  હોઈ શકે નહીં. માનવીય નૈતિકતા ઐહિક છે.તેમાં  માનવ માનવ વચ્ચે સહકાર, સુમેળભર્યા અને સમૃદ્ધ સંબંધો કેળવાય તેવું અપેક્ષિત છે. તેને ક્યારેય ધાર્મિક નૈતિકતાના બીબામાં ગોઠવી શકાય નહીં. માટે તાર્કિક રીતે માનવ માનવ વચ્ચેના સંબંધો ક્યારેય ધાર્મિક હોઈ જ ન શકે ! 

  5. ધાર્મિક નૈતિકતા માનવીના મૃત્યુ પછીના વ્યવહારો માટે છે. કોઈપણ સમાજ,દેશ અને દુનિયામાં વસતા નાગરિકો માટે ધાર્મિક નૈતિકતાના સંબધો એક માનવીને બીજા માનવી સાથેના વ્યવહારમાં હિંસક અને  અસહિષ્ણુ બનાવે છે. એકબીજા સાથેના  નફરતભર્યા વ્યવહારોને પેદા કરે છે,પોષે છે અને પોતાના વારસોને તેના ઝેરી બીજ મિલ્કત તરીકે આપીને જાય છે. 

  6. દેશના સંક્રાંતિકાળમાં આજે સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયાધીશ શ્રી ચંદ્રચુડ સાહેબ બંધારણીય નૈતિકતાના(Constitutional Morality) ખ્યાલના સૌથી મોટા ટેકેદાર છે. આપણા દેશમાં જે ધર્મોના ટેકાવાળા નૈતિકતાના વ્યવહારો છે તે બંધારણીય નૈતિકતાના મૂલ્યોથી વિરોધી છે.ધાર્મિક,જ્ઞાતિય,જાતીય,અને વંશિય ઓળખો,ચિન્હો, નિશાનીઓ બંધારણીય આમુખના  મૂલ્યો જેવા કે સામાજિક ન્યાય,સમાનતા, બંધુત્વ અને સ્વતંત્રતાના અમલની વચ્ચે આવે છે. બંધારણીય નૈતિકતા આધારિત સમાજ સુધારાની રચના કરવામાં આ બધા ધાર્મિક નૈતિકતાની ઓળખો મોટા પાયે અડચણ રૂપ બની જાય છે.વૈજ્ઞાનિક અભિગમ, તાર્કિકવિચારપઘ્ધતિ અને માનવવાદી જીવનપદ્ધતિ આધારિત નાગરિકોની ફરજો વિકસાવવામાં બાધારૂપ બને છે. અસ્પૃશ્યતા નિવારણ,સમાન નાગરિકધારો,શિક્ષણ અને આરોગ્ય સેવાઓને મૂળભૂત અધિકારોનો દરજ્જો આપવો,વગેરે બાબતોમાં પેલી બધી ધાર્મિક ઓળખોના સામાજિક દબાણો લોકસભા અને રાજ્યસભાઓના કામકાજોને અવરોધે છે. રોકે છે.  

  7. સદર બંધારણીય નૈતિક મૂલ્યો વૈશ્વિક છે, માનવ સહજ છે. જયારે ધાર્મિક નૈતિકતાના મૂલ્યો પારલોકિક છે. તેથી આપણી દિશા અને ધ્યેય બંધારણીય મૂલ્યો આધારિત સમાજ સુધારાની તરફેણની જ હોઈ શકે.

—------------------------------------------------------------------------------         





--

Monday, November 20, 2023

એક રાષ્ટ્ર ,એક ભાષા અને એક ધર્મ= મજબુત રાષ્ટ્રીય એકતા

એક રાષ્ટ્ર ,એક ભાષા અને એક ધર્મ= મજબુત રાષ્ટ્રીય એકતા 

                                વિરુદ્ધ 

 વિવિધતા (Diversity) અને અનેકત્વ  (Plurality)= મજબુત રાષ્ટ્રીય એકતા  

રાષ્ટ્રીય એકતા નો આધાર શું? કેવી રીતે નક્કી કરીશું? તે નક્કી કરવા માટે ના પરિબળો ક્યાં ક્યાં?

ખરેખર આપણો દેશ એક રાષ્ટ્ર છે કે (મહા) ખંડ( Continent) છે? કાશ્મીરી ભારતીય અને કેરલા-તામિલનાડુના ભારતીય વચ્ચે  કેટલી સામ્યતા અને કેટલી વિવિધતા?કાશ્મીરી ભાષા અને કેરળ-તામિલનાડુ ની ભાષા તેલુગૂ -મલયાલમ કઇ  કઇ  સામ્યતા છે? તેમની શરીર ની ચામડી નો રંગ, ઉંચાઈ ,ખોરાક ,પહેરવેશ, રહેણીકરણીમાં, કેટલી સામ્યતા છે ? આપણા દેશના પશ્ચિમ કિનારે રહેતો ગુજરાતી અને પૂર્વ દિશા નિવાસી આસામી,નાગાલેન્ડ અને બંગાલીબાબુ  વચ્ચે  કેટલી સામ્યતા? દેશના નાભિકેન્દ્ર માં વસતા હિંદીભાષી( Cow Belt) નાગરિકોને પેલા ઉત્તર- દક્ષિણ,પૂર્વ-પશ્ચિમ નાગરિકો સાથે  કેટલી સામ્યતા? તે બધાના લોક ગીતો,રૂઢિ-રિવાજો,રહેણીકરણી કેટલી વિવિધતા અને કેટલી સામ્યતાઓ? દેશના 28 રાજ્યોમાં થી ક્યાં બે રાજ્યોનો રાજકીય કે ભૌગોલિક નકશો  ચોરસ કે સમચોરસ છે?

 એક બાજુ ઉત્તરે હિમાલય-નાગાધિરાજ અને દક્ષિણમાં ત્રણ સમુદ્રધૂનીથી બનેલું સેતબંધુ રામેશ્વર, એકબાજુ પૂર્વમાં આવેલ 500 ઇંચ સરેરાશ વરસાદવાળું ચેરાપૂંજી અને 5 ઇંચ વરસાદ પડે તો સંતુષ્ટ એવું કચ્છ અને રાજસ્થાનનું રણ.

ભારતમાં એક અમેરિકન સવારના નાસ્તા માટેની  ફ્રેન્ચાઈઝ કુંપનીએ પોતાની સંશોધન ટીમ  મોકલી કે આ દેશના નાગરિકો સવારે નાસ્તામાં સામાન્ય શું લે છે? પોતાની ફ્રેન્ચાઈઝનું માર્કેટ મળે કે કેમ? સંશોધનમાં તારણ નીક્ળ્યું કે દરેક ઘરનો નાસ્તો પડોશીના ઘરના નાસ્તા  કરતાં  જુદો હોય છે !

 આ દેશના બગીચાનો માલિક દિલ્હીમાં બેઠા  બેઠા  નક્કી  કરે કે " મારી હકૂમતમના બગીચામાં "ફક્ત આવતી કાલથી એક જ પ્રકારના  છોડ ઉગશે. અને તેમાં "ભગવા" સિવાયના બીજા કોઈ રંગના ફૂલો ઉગશે જ નહીં." તો શું થાય! 

આપણા પડોશી દેશમાં જઈને જુઓ તો ખરા કે જ્યાં આવા એક રંગવાળા છોડવા પોતાના બગીચામાં ઉગાડવા પ્રયત્નો છેલ્લા 70-75 વર્ષોથી કરે છે  ત્યાં બગીચાને બદલે ફક્ત બાવળીયા જ  ઉગે છે! 

તેની સામે વિશ્વ ઓલ્મિકના 100 મીટરના ટ્રેક પર દોડનારા " ભારતનો  ઉડતો  શીખ " મિલખાસિંગ " કે પી.ટી ઉષા કે પછી ક્રિકેટના મેદાન  પર સચિન ,સૌરભ , બેદી કે સિદ્ધુ ની સફળતા જોઈને આનંદ વિભોર બનનારા કાશ્મીરી, કેરાલિયન,અમદાવાદી કે મુંબઈગરા અને કલકત્તાના બાબુમાં એકજ સમાન આંનદની લહેરો વહે છે.આજની અમદાવાદની ક્રિકેટ ફાઇનલમાં ઓસ્ટ્રલિયા સામેની હારમાં  દેશ ના ક્યાં ખૂણામાં  દુઃખ નથી! આ ભારતીય વિવિધતામાં એકતા ના પ્રવાહો વહે છે.

હા! સમય સંજોગો અનુસાર " પેલી વિવિધતામાં એકતાના પ્રવાહોને  રોકવાના પ્રયાસો થાય છે. કોઈવાર ધર્મને નામે, કોઇવાર પ્રદેશના નામે તો કોઈવાર  ભાષા નામે. "નદીના વહેતા પાણીમાં લાકડી મારીને વિભાજન  કરવાના પ્રયત્નો  થતા રહ્યા છે. જે સમય ની દોડ માં અલ્પજીવી જ  રહે છે." 

પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે જ્યારે કોઈ સંગઠિત જૂથ અતિદ્વેષ પૂર્વક 

 "Malignancy" ધર્મ,જાતિ, પ્રદેશ કે ભાષા આધારિત  સમાજના "અંખંડ પોત" ને વિભાજીત કરવા નફરત ફેલાવી  કટિબદ્ધ થઈને મેદાને પડે છે  ત્યારે  સમાજના વિકાસ ની દોડ ફક્ત સ્થગિત જ નહીં પાછળ પણ જઈ  શકે છે.


     " पंछी, नदियां या पवन के झोके  कोई सरहद इसे न रोक पायेगा "   

मेरा भारत महान मगर वो  भी विश्व के हर भारत जैसे देशों का एक भाग ही है | चलो सब मिलकर  देश के भीतर और बाहर के अंधेरे मे  भी चिराग की रौशनी नया वर्ष में  फैलाओ | साल मुबारक |     

                



--

જે દેશની નસીબવાદી ,કુદરતી પરિબળોને ભજનારી,

 જે દેશની નસીબવાદી ,કુદરતી પરિબળોને ભજનારી,અને જગત મિથ્યા બ્રહ્મ સત્ય ને  આધારે 5000 વર્ષોથી ગુલામીમાં સબડનારી સંસ્કૃતિમાંથી કેવું નેત્તૃત્વ  જીવન ના દરેક ક્ષેત્ર માં ભારતમાં પેદા થાય.! જે દેશની યુવા મહિલા વિશ્વ વિજેતા  કુસ્તીબાજોનું જાતીય શોષણ કરનારાઓને  " मोदी है तो मुमकिन है |"  દિલ્હીના સત્તાધીશોના ચાર  હાથ હોય ,તે દેશમાં " જીવનના સંઘર્ષોમાં જ્ઞાન -વૈજ્ઞાનિક અભિગમ અને-કુનેહપૂર્વકનો શ્રમ કેળવી" વિજય પ્રાપ્ત કરવા બીજી એકાદ સદી રાહ જોવી પડશે !

મોદીજી ! અમને આશા હતી કે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ  જીવેત જીવ ઝૂંટવી લઈને " નરેન્દ્ર મોદી સ્ટેડિયમ" નામ રાખવાથી અને "અદાણીના પૈસા" થી ઓસ્ટેલિયાની ટીમને ખરીદી લેવાથી  તમારો ફોટો વર્લ્ડકપ સાથે આવશે!

સાલું! કેમ! તમારી અયોધ્યાના રામજી અને હિમાલયના શિવજીની કૈલાશ ગુફાનીકૃપા આ મેચ માં' ફળી નહીં.

આ તો પેલી ગોરી વસાહતી,ઉપનિવેશક પ્રજા ના વંશજોએ " વર્લ્ડ કપ જીતી લીધો! 

સાહેબ! સદર એતિહાસિક સત્યને વિદ્યાર્થીઓના અભ્યાસ ક્રમમાંથી  ભૂંસી નાખવાનું સને 2024 પહેલાં ભૂલતા નહીં.      



--

Wednesday, October 25, 2023

સજાતીય લગ્નના મુદ્દે -

સજાતીય લગ્નના મુદ્દે -


બહુસંખ્યવાદવાળી  નૈતિકતા બંધારણીય નૈતિકતાને હાવી થઈ ગઈ!

SC ends up privileging majoritarian morality over constitutional morality.

ગયા અઠવાડિયે દેશની સર્વોચ્ચ અદાલતે બહુમતીથી (3વિરુધ્ધ 2)ચુકાદો આપ્યો કે સમલિંગ જાતીય લગ્નને કાયદેસરના લગ્નનો દરજ્જો આપવામાં નહીં આવે!.સદર ચુકાદામાં એક બલિહારી છે કે ચીફજસ્ટિસ શ્રી ચંદ્રચુડ સાહેબ નો મત લઘુમતી  હતો. તે રીતે હવે તે ચુકાદો અમલમાં પણ આવ્યો. 

  

અંગ્રેજીમાં  સજાતીય સંબંધો ને સમજાવવા માટે એક સંયુક્ત શબ્દ છે.

    "LGBTQIA+"-

(1) Lesbian- સમલંગીક સ્ત્રી-એક બીજી સ્ત્રીને એકબીજા સાથે  જાતીય આકર્ષણ અને જાતીય સંબંધ .

(2)  Gay -સમલંગીક પુરુષ-એક બીજા પુરુષ સાથે જાતીય આકર્ષણ અને જાતીય સંબંધ પણ.

(3) Bisexual- સ્ત્રી અને પુરુષ બંને જાતિઓ  માટે કુદરતી જાતીય આકર્ષણ અને જાતીય સંબધો હોય.. સ્ત્રી તરીકે બીજી સ્ત્રી સાથે ઉપરાંત પુરુષ સાથે તો વિજાતીય સંબંધ હોય જ. તેવું જ બાયસેક્સુલ પુરુષનું વર્તન હોય.   

(4) Transgender-જન્મ સાથે મળેલ જાતિમાંથી ઉંમર વધતાં વિરુધ્ધ જાતિમાં પરિવર્તન સ્ત્રી હોય તો પુરુષ અને પુરુષ હોય તો સ્ત્રીમાં પરિવર્તન,

(5)  Queer-સમલંગીક લેસ્બિયન અને ગે બંને માટે વપરાય છે.

(6) Intersex individuals -જન્મ પહેલાંના  જનીન તત્વોના અનિયમિત  સંયોજન ને કારણે અથવા અને જન્મ સાથે સ્ત્રી- પુરુષના બંને અંગો સાથે જન્મ થવો.આ બાળકને લેસ્બિયન કે ગે તથા અન્ય કોઈ પોતાના જૂથમાં તેમને સ્વીકારતા નથી. 

(7)  Asexual -અજાતીય,અલંગિક,જાતીયસુખની ઈચ્છા વિનાનું,તે વૃતિની  કુદરતી ગેરહાજરી પણ  તે પુરુષ કે સ્ત્રી બે માંથી ગમે તેને  હોઈ શકે.


 દેશની સર્વોચ્ચ અદાલત સમક્ષ  સજાતીય બંને લેસ્બિયન અને ગે જુથોમાંથી કુલ 21  પિટિશન કરવામાં' આવેલી હતી.  


  1. આપણા દેશમાં તમામ ધર્મો અને કોમો માટે લગ્નની કાયદેસરતા માટે સ્પેસીઅલ મેરેજ એક્ટની જોગવાઈ મુજબ લગ્ન એટલે પુખ્ત ઉંમરના એક પુરુષનું,પુખ્ત ઉંમરની સ્ત્રી સાથે લગ્ન. કાયદેસરના  લગ્ન માટેની પૂર્વશરત લગ્ન ફક્ત  પુરુષ અને સ્ત્રી વચ્ચેજ  થઇ શકે . કાયદેસરનું લગ્ન બે સ્ત્રીઓ  વચ્ચે  કે  બે પુરુષો વચ્ચે ન થઈ શકે. સદર કાયદો સંસદ પસાર કરેલો છે. કોર્ટનું કાર્ય લગ્નની કાયદેસરતા નક્કી  કરવાનું છે. બીજુ સ્પેસીઅલ મેરેજ એકટમાં કોઈપણ જાતનો સુધારો વધારો કે રદબાતલ કરી  નવો કાયદો બનાવવાની સત્તા દેશની સંસદને છે. સદર લગ્નનો કરાર એ કાયદાકીય અધિકાર  છે. તે દેશના બંધારણે  બક્ષેલો  મૂળભૂત અધિકાર નથી. કોર્ટ લગ્ન કરવા કોઈને ફરજ પાડી  ન શકે.(Marriage is a statutory right but not a fundamental right.) 

  2. લેસ્બિયન અને ગે પિટિશનરના વકીલોની  દલીલ હતી કે  બે લેસ્બિયન કે બે ગે ના તમામ સંબંધોને  " સિવિલ યુનિયન" (The civil Union) બે પુખ્ત નાગરિકોના જોડાણ ગણીને  કાયદેસરતા આપો.

  3.  સામે પક્ષે  પક્ષકાર તરીકે  નરેન્દ્ર  મોદીજીની કેન્દ્ર સરકાર હતી. સરકારે સર્વોચ્ચ અદાલતમાં પોતાની  લેખિત  નીચે મુજબની દલીલો રજૂ કરી હતી.પ્રથમ  દલીલ  મોદી સરકારની હતી કે  તે સજાતીય લગ્નને ક્યારે કાયદેસર લગ્ન ગણશે નહીં.અને તે માટે નો કાયદો સંસદમાં પસાર કરાવશે નહીં.સરકારી વકીલે ખુલ્લી કોર્ટમાં સરકાર વતી  ભારપૂર્વક  જણાવ્યું હતું લગ્ન ફક્ત સ્ત્રી અને પુરૂષ સાથે જ થઈ શકે. વધારામાં બીજી  બે દલીલ કરી.સજાતીય લગ્નો ધાર્મિક મૂલ્યોની  વિરુદ્ધ છે.એટલું જ નહીં પણ આતો શહેરી ઉચ્ચવર્ગીય ફેસેનબલ વિચાર છે.( During the hearings, the government argued that a marriage is only between a biological male and a biological woman, adding that same-sex marriages went against religious values and that the petitions reflected only "urban elitist views." ઉપરાંત હિન્દુ ધાર્મિક જૂથોએ  તેનો સખ્ત વિરોધ એટલા માટે કર્યો કે તે ભારતીય સંસ્ક્ર્તિની વિરુધ્ધ છે.

  4. સજાતીય પુરુષ અને સજાતીય સ્ત્રીજૂથોને ખુબજ આશા હતી કે હાશ! હવે દેશના  બીજા સામાન્ય ગૃહસ્થીઓની માફક અમારું પણ કટુંબ બનશે.અમે બાળકો દત્તક પણ લઈ શકીશું. હાલમાં અમારે અંબા અને બહુચર માના ભક્ત  બનીને  જે પરોપજીવી જિંદગી  જીવવી પડે છે તેને બદલે ગૌરવભેર શૈક્ષણિક લાયકાત મેળવી  દેશના નાગરિક તરીકે  જીવન  જીવી શકીશું. હાલમાં તો અમને કોઈ નોકરીએ રાખતું  કે નથી કોઈ  ભાડે ઘર આપતું. નથી અમારું કોઈ બેંક માં ખાતું! પી ઈ ડબ્લ્યુ સર્વે  પ્રમાણે દેશમાં અમારી  વસ્તી કુલ વસ્તીના દસ ટકા છે. ઇન્ડિયન પીનલ કોડમાં સજાતીય પુરુષ સંબંધ ને  ગુનો  ગણીને ખૂની  જેટલી દસવર્ષની સજા હતી. જેને સને  2018માં તે કાયદો રદબાતલ કરવામાં આવ્યો છે.

  5. ચીફ જસ્ટિસ ચંદ્રચુડ સાહેબે  સરકારની એ દલીલની સખ્ત ટીકા કરતાં  જણાવ્યું હતું કે તમામ  "LGBTQIA+"-નાગરિકોના  લક્ષણો  કોઈ શહેરી ઉચ્ચ એલિટ  વર્ગનું સર્જન છે  તે સરાસર જુઠ છે. તમને ગામડામાં ખેતરમાં કામ કરતી બાઇમાં પણ દેખાશે. તે એક જીવશાસ્રીય ખોટા કુદરતી સંયોજનનું પરિણામ છે. સમાજ ,સરકાર અને ન્યાયતંત્રનું કામ તે બધાને મદદ કરીને દેશના સમકક્ષ નાગરિક બનાવવાનું છે. 

  6.  બંધારણના મૂળભૂત અધિકારોની જોગવાઇમાં કાયદા મજુબ સંબંધો બાંધી જુદા જુદા હિતો માટે એસોસિયેશન, મંડળી, જૂથોની રચના દેશના નાગરિકો  કરી શકતા હોય તો સજાતીય સંબંધોને " સિવિલ યુનિયન" ગણીને  તમામ કાયદાકીય જોગવી નો લાભ કેમ ન મળે? શું આ બંધારણીય અસમાનતા  અને ભેદભાવ નથી  બીજુ શું છે?  

  7. વિશ્વના લોકશાહી  દેશોમાં લેસ્બિયન અને ગે  મેરેજ અંગે કાયદાકીય અને સમાજનું વલણ  તે બધા અંગે  કેવું છે  તે હવે પછી ના લેખમાં.          


 






.



--

Monday, October 23, 2023

જાવેદ અખ્તર ના નિરીશ્વરવાદી વિચારો -



  જાવેદ અખ્તર ના  નિરીશ્વરવાદી વિચારો -

તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્યમાં " સાંગલી " મુકામે એક " નેશનલ એથિસ્ટ  કોન્ફ્રન્સ " તા-16-17 સપ્ટેમ્બર સંપન્ન  થઈ . તેમાં મુખ્ય વક્તા  તરીકે " રિચાર્ડ ડોકિન્સ એથિયેસ્ટ એવોર્ડ  વિજેતા"  જાવેદ અખ્તર  હતા.નાસ્તિક પરિષદ  સમક્ષ રજૂ કરેલા વિચારોની  પ્રથમ ઝલક અને પછી તેની વિગતો  નીચે મુજબ છે.

  1. મારા જન્મ  પછી સૌ પ્રથમ મેં કોઈ અવાજ  મારા કાનમાં સાંભળ્યો હોય તો  કાર્લ માર્ક્સ ના " કોમ્યુનિસ્ટ  મેનીફેસ્ટો "ના સુપ્રસિધ્ધ વાક્ય નો " વિશ્વના મજૂરો  એક થાવ તમારે ફક્ત  તમારા હાથ ની બેડીઓ કે  સાંકળો સિવાય  કાંઈ  ગુમાવવાનું' નથી."

મારા પિતાજી ગ્વાલિયરની કોલેજમાં પ્રોફેસર હતા.તે સામ્યવાદી વિચારસરણી પ્રેરિત "પ્રગતિશીલ લેખકોનાં ગ્રુપના  અગ્રણી હતા.મારી મમ્મીની પ્રસુતિ ગ્વાલિયરની હોસ્પિટલમાં કરવામાં' આવી હતી.મારા જન્મ સમયે મારી નાનીના કેટલાક સગા તથા મારા પપ્પા ના ગ્રુપના મિત્રો પણ હતા.નાનીના સગાઓએ  મારા કાનમાં મુસ્લિમ બાળક તરીકે અઝાન તથા કુરાનની આયાત સંભળાવવાનું કહ્યું. મારા પિતાજીના સાથીદાર પાસે  કાર્લમાર્ક્સનો કોમ્યુનિસ્ટ મેનીફેસ્ટો હાથમાં હતો.પિતાજીએતે પુસ્તક  લઈને તેમાંથી ઉપરનું વાક્ય મારા કાન માં સંભળાયું!    

  1. મને આ હોલમાં આટલી મોટી સંખ્યામાં  ડેલીગેટ્સ ની હાજરી જોઈને સમગ્ર દેશમાં ફેલાયેલા અંધવિશ્વાસના અભેદ્ય અંધકારમાં આશાનું કિરણ દેખાય છે. 

  2. મારા મત મુજબ 21મી સદીમાં તો જેટલી સહજતાથી આપણે શ્વાસમાં પ્રાણવાયુ લઈએ છીએ તેટલીજ સહજતાથી નિરીશ્વરવાદી જીવન પદ્ધતિ પણ સ્વીકારેલી  હોવી જોઈએ. 22 મી સદીમાં ક્લાસના રૂમના વિદ્યાર્થીઓ એ હકિકત જાણીને પોતાની બેન્ચ પરથી ગબડી પડશે કે 21મી સદીમાં લોકો ધાર્મિક  હતા.અને સામસામી ધાર્મિક ગાંડપણમાં એકબીજા ના ગળા કાપતા હતા. 

  3.  આપણી અંધશ્રધ્ધાઓ આપણા તમામ વાસ્તવિક  જ્ઞાનની એક નંબરની દુશ્મન બની બેઠી છે. વિચાર અને વર્તનમાં વિસંવાદિતા સ્કીઝૉફ્રીનીયા(Schizophrenia)નો ભોગ બની બેઠી છે.આ એક માનસિક બીમારી છે.આપણો સમાજ જે પેલી વિસંવાદિતા છે,  માનસિક બીમારીનો ભોગ બનેલો છે. તે બધાની સંખ્યા 99 ટકા છે.અને જે એક ટકો મારા તમારા જેવા નિરીશ્વરવાદીઓ છે તેને  માનસિક બીમાર ગણે છે જેના જ્ઞાન અને વર્તનમાં કોઈ વિસંવાદિતા લેશ માત્ર નથી.પેલા બહુમતી માનસિક  પાગલોને તેનાથી સુખ, ચેન અને શાંતિ  મળતી હોય તો તમને નાસ્તિકોને  શા માટે પેટમાં દુ:ખે  છે? પણ તેમની રોગિષ્ટ શાંતિ  બીજાને સુખથી જીવવા  દેતી ન હોય તેનું શું ? તેમની વિસંવિદતા ભરેલી વર્તણુક સમાજને સદીઓથી ઉધઈની માફક  કોરી ખાતી આવી છે.   

  4. જ્યાં સુધી તમારા દીકરા-દીકરીઓ 18 વર્ષ સુધીની ઉંમરના  ન થાય  ત્યાં સુધી ધર્મ અને ઈશ્વર અંગેનું કોઈ બ્રેઈન  વોશ ન કરશો.તારે સારામાં હિંદુ બનવાનું છે કે સારા મુસલમાન બનવાનું છે તેવું તો સ્વપ્નમાં પણ ન શીખવાડશો.મારી સલાહ છે કે તે બધા 18 વર્ષની ઉંમરના થાય પછી વિશ્વના અગ્રેણી 10 ધર્મોના પુસ્તકો તેમને અભ્યાસ કરવા આપી દો અને જણાવો કે બેટા - બેટી ને  જણાવો કે હવે તેને જે ધર્મ યોગ્ય લાગે તે સ્વીકાર! બોલો? શું  જવાબ હશે તેમનો? મારા મત મુજબ તે કોઈ ધર્મ જ નહીં સ્વીકારે ! 

All religious parents should be punished under Child abuse Act for the irrational behaviour for  their children's  brain washing.     

  1. વિશ્વાસઅને શ્રધ્ધા બન્ને વચ્ચે શું તફાવત છે? મારે મન અંધશ્રદ્ધા અને શ્રધ્ધા જુદા  નથી.એક જ છે.વિશ્વાસનો આધાર પુરાવો, તર્ક અને અનુભવ છે.જયારે શ્રધ્ધા નો આધાર તમામ પુરાવા, તર્ક અને અનુભવના માપદંડોથી  પર છે.  

  2.  ધાર્મિકતા અને કોમવાદી હોવું બે વચ્ચે  શું તફાવત છે? ગાંધીજી ધાર્મિક હતા.પણ કોમવાદી ન હતા. તેઓને સર્વ ધર્મ સમભાવ માં વિશ્વાસ હતો.પણ નાસ્તિક( સેક્યુલર)ન હતા. મહંમદઅલી ઝીણા નાસ્તિક અને કોમવાદી બંને  હતા.પણ ધાર્મિક ન હતા. આરઆરએસ ના મૂળ સ્થાપકો નાસ્તિક અને કોમવાદી બંને હતા.પણ ધાર્મિક ન હતા. કોમવાદી નેતાઓ પછી  તે ગમે તે ધર્મના કેમ ન હોય તેઓ પોતાના ધાર્મિકોનો રાજકીય સત્તા માટે ઉપયોગ કરતા આવ્યા છે. 

  3.  ઈશ્વરમાં શ્રદ્ધા એટલે "પોસ્ટડેટેડ " ચેકના નાણાં મલશે પણ તમારા મૃત્યુ બાદ તેવો વિશ્વાસ.દરેક ધર્મ તેના અનુયાયીઓને ઉપદેશ આપે છે કે  તારા મૃત્યુ બાદ તારે સ્વર્ગના સુખો ભોગવવા હોય તો આ જીવનમાં તારી કમાયેલી બચત મારી અને મારા ઈશ્વરી એજન્ટો એ  નક્કી કરેલા ચોકઠાં અને માળખામાં વાપરી નાંખ!

  4. આ ઈશ્વર ક્યાં રહે છે એ તમને ખબર છે? મારા તમારા ઉપર જે આકાશ  દેખાય છે  તે તો તેનો ગ્રાઉન્ડ ફ્લોર છે.ઉપર બીજા સાત મજલા છે. સાતમા મજલે ઉપર એક પેન્ટ હાઉસ છે તેમાં તે રહે છે. તેમાં તેની ઓફિસમાંપૃથ્વી પરના  મારા તમારા નાનામાં કાર્યોની નોંધના ચોપડા છે. હિંદુ મૃત્યુ પામનાર માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું નામ છે " ચિત્રગુપ્ત" તેની પાસે ફક્ત ભારતના હિંદુઓ, એનઆરઆઈ સહિતની નોંધ રાખવામાં આવે છે. પેલા કયામત અને મુક્તિની ઇંતેજાર  કરનારાઓ  માટે પંદરસો અને બે હજાર વર્ષ થી રાહ જોનારા માટે અનોખી  વ્યવસ્થા  કરવામાં આવી છે. इसको  इधर  ले आओ मगर उसको  यही मत लाना  उधर ले जाना।             

  5.  જે  નેતા પોતાના કાર્યો,નીતિ અને વર્તન સામે પ્રશ્ન કરવાની મનાઈ  કરે  તેના પર કોઈ ભરોસો રાખશો નહીં. કારણકે માનવી ઝાડ અને ગુફામાંથી નીકળીને 21મી સદી સુધી આવ્યો છે  તેનું કારણ  તે પ્રશ્ન પૂછતો આવ્યો છે. નહીં કે નેતામાં આંધળો વિશ્વાસ!  

જાવેદ અખ્તર ની સ્પીચ નો  ભાવાનુવાદ .તેમની સ્પીચ માટેની લીન્ક - https://mail.google.com/mail/u/0/?tab=rm&ogbl#inbox/KtbxLrjGSXvBTnpSvPrJZjpkDrKMVkLfdB?projector=1



--

Thursday, October 19, 2023

નિરીશ્વરવાદીઓને નિજી આર્થિક વિકાસ સાથે કેવો સંબંધ છે?


નિરીશ્વરવાદીઓને નિજી આર્થિક વિકાસ  સાથે  કેવો  સંબંધ  છે?


વૈશ્વિક કક્ષાએ ભૌતિક સુખાકારીના માપદંડોને આધારે જે તારણો ઉપલબ્ધ છે તે સાબિત કરે છે કે માથાદીઠ ઉંચી આવક ધરાવતા દેશોમાં નિરીશ્વરવાદી  નાગરિકોની વસ્તી સંખ્યા ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશો કરતાં ઘણી વધારે છે.

  •  વૈશ્વિક સ્તરપર સને1910માં 4ટકા વસ્તી નિરીશ્વરવાદી હતી.સને1990 તે વધીને 40 ટકા આશરે દસગણી વધારે થઈ ગઈ.કારણકે  વિશ્વનો સરેરાશ આર્થિક વિકાસ છેલ્લા આઠ -નવ દાયકાઓમાં ઘણો  વધ્યો છે. નિરીશ્વરવાદી ખ્યાલમાં નાસ્તિકો (Atheist)સંશયવાદીઓ (agnostic)અને જે ઈશ્વરનું અસ્તિત્વ છે અથવા નથી  બે માંથી કોઈમાં પણ શ્રધ્ધા ધરાવતા  નથી(nontheism) તેવાઓનો સમાવેશ છે.  

  •  અમેરિકામાં નિરીશ્વરવાદના માપદંડને નક્કી કરવા માટે એક " ઉત્પાદકીય ઓધોગિક સાહસિક " A metric called 'productive entrepreneurship" નો  ખ્યાલ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં 500 ઉપર રોજગારી આપતા નવા ઔધોગીક સાહસો તથા વ્યક્તિગત  ધોરણે ઔધોગિક સાહસ કરનારને આમેજ કરવામાં આવ્યા છે.

  • આશ્રર્ય  સાથે એવું તારણ  આવ્યું કે તે બધા મોટે ભાગે નિરીશ્વરવાદીઓ નીકળ્યા. તેની પાછળનું કારણ આ બધા ઔધોગિક સાહસિકો  પોતાની સાધન સંપત્તિ અને સમય ધાર્મિકતાને બદલે  પોતાના  નવા વ્યવસાયની સફળતા અને પડકારો પાછળ વાપરતા હતા. ઉપરાંત ધાર્મિકતાનો ખ્યાલ જે માનસિકતા સતત મનપર હાવી  જવાની તેમાંથી મુક્તિ મળવાથી આર્થિક સફળતા પ્રાપ્ત કરવી સરળ બની ગઈ.( religion "may create psychic costs to pursuing worldly gains.") સરળ  ભાષામાં  કહીએ તો આબધા નવા ઔધોગીક સાહસિકો  ભજન કરવાને બદલે  ધંધે લાગી ગયા.

  •   જે દેશોની પ્રજા પોતાનો સમય શક્તિ અને સાધન સંપત્તિ આર્થિક વિકાસમાં રોકે છે તે બધાની સરેરાશ માથાદીઠ આવક વાર્ષિક 30000 યુએસ ડોલર થી વધારે છે.

  • જયારે જે દેશોની પ્રજા પોતાનો સમય ,શક્તિ અને સાધન સંપત્તિ  સવારથી સાંજ સુધી પ્રાર્થના, ભજન, નમાઝ ,બંદગી વી, માનસિકતાની પાછળ ખર્ચે છે તેમની માથાદીઠ આવક 21મી સદીમાં પણ હજુ  5000 યુએસ ડોલરે પણ પહોંચી  નથી. 

  • તે દેશોની યાદીમાં ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન  સૌથી  મોખરે છે. અમારા આ પિતરાઈ ભાઈઓના દેશોના નેતાઓને પોતાની  પ્રજાને ધર્મની ચુંગલમાં કે ધર્મનું અફીણ પીવડાવીને પોતાની સત્તાના અફીણમાં કેમ પડી  રહેવું તેમાં નિપુણતા  મેળવી દીધી છે. સામુહિકતાની ઓળખની લોલિપ્પ મોઢામાં 24x 7 દિવસ મમળાવ્યાં કરવાનો આનંદ પેલા આધ્યાત્મિક સુખ કરતાં વધુ આપે છે.

  •    આ લેખમાં વૈશ્વિક સ્તર પર જે  દેશોમાં લોકશાહી રાજ્યવ્યવસ્થા છે તે દેશોની માથાદીઠ આવકને નિરીશ્વરવાદી નાગરિકોની સંખ્યાની માહિતી પુરી પડી છે. સામ્યવાદી દેશો જેવા કે રુશિયા,ચીન અને ઉત્તર કોરિયા કે લશ્કરી દેશોના આંકડાઓ લીધા નથી.કારણકે સામ્યવાદી  દેશોમાં નિરીશ્વરવાદ રાજ્ય પ્રેરિત  હોય છે.

—------------------------------------------------------------------------------


       (a) ઝેક રિપબ્લિક -78ટકા નિરીશ્વરવાદી -માથાદીઠ આવક $(યુએસ ડોલરની     નિશાની છે) 475247.

       (b)રિપબ્લિક ઓફ ઈસ્ટોનિયા -ઉત્તર યુરોપમાં' બાલ્ટીક સમુદ્ર પાસે આવેલ દેશ છે.વિશ્વ માં તેનું અર્થતંત્ર બધા દેશોની સરખામણીમાં સૌથી નાનું છે. પણ તેની 60%વસ્તી નિરીશ્વરવાદી  છે.જયારે ઈસાઈઓની વસ્તી 40% છે.માથાદીઠ આવક $31207 છે.

      (c ) જપાન -વિશ્વનો સૌથી ટેક્નોલોજી અને ઔધોગિક માપદંડોથી વિકસેલો દેશ છે.તેની કુલ વસ્તીના 60% લોકો નિરીશ્વરવાદી છે.માથાદીઠ આવક $33822 છે.પ્રજાનો ધર્મ બૌદ્ધ છે.  

      (d) હોંકોંગ (Hong Kong) 54% વસ્તી નિરીશ્વરવાદી-માથાદીઠ આવક- $74,598.


     (e)નેધરલેન્ડ 58% નિરીશ્વરવાદી - માથાદીઠ આવક- $63370.ઈસાઈ 40% વસ્તી.


     (f) રીપબ્લિક ઉરુગ્વે-દ- અમેરિકા -41% નિરીશ્વરવાદી-માથાદીઠ આવક-$ 22950.


    (g) ન્યુઝીલેન્ડ - 50% વસ્તી નિરીશ્વરવાદી છે.માથાદીઠ આવક-$ 48781 છે.


    (h) ફ્રાંસ -57% નિરીશ્વરવાદી- માથાદીઠ આવક $51660.

   

    (I) બ્રિટન -53% નિરીશ્વરવાદી.માથાદીઠ આવક-$ 49000.


    


(J) યુએસએ -23% નિરીશ્વરવાદી . માથાદીઠ -$70480.


(K) સ્વીડન -85% નિરીશ્વરવાદી- માથાદીઠ આવક - $65,842.

—-------------------------------------------------------------------------------------


****** માથાદીઠ આવક નીચેના દેશોની- જેના નિરીશ્વરવાદના આંકડા  મળતા નથી.

  પાકિસ્તાન -$1505, અફઘાનિસ્તાન -$368, ઈરાન- $4091, ઇરાક-4775, તુર્કી-9661, બાંગલાદેશ -$2475,ઇન્ડિયા -$2256, ઇન્ડોનેશિયા-$4277.

—--------------------------------THE END—---------------------------------------


--

Monday, October 16, 2023

નાસ્તિકવાદ અથવા નિરીશ્વર વાદ એટલે શું?

નાસ્તિકવાદ અથવા નિરીશ્વર વાદ  એટલે  શું?


    તેનો સીધો સાદો અર્થ  ઈશ્વરના અસ્તિત્વનો ઇન્કાર. આ સાદા વાક્યની પાછળ ખુબજ ગંભીર અને મૂળભુત અર્થ  રહેલો છે. ઈશ્વરના અસ્તિત્વનો ઇન્કાર એટલે આ પૃથ્વી,બ્રહ્માંડ અને માનવ સહિત તમામ સજીવનો સર્જનકર્તા  ઈશ્વર નથી.તે સત્ય હકીકતને અબાધિત રીતે સ્વીકારવી! તેમાં કોઈપણ પ્રકારનો સંશય કે  શંકા ક્યારેય રાખવી નહીં. તેથી તમામ પદાર્થો  ભૌતિક છે. તેના સંચાલનના નિયમો છે. પણ તેના સંચાલનમાં કોઈ ઈશ્વર કે દેવ જેવા બાહ્ય પરિબળની સ્હેજપણ દખલગીરી ક્યારેય હતી નહીં અને આજે પણ નથી અને તેથી ભવિષ્યમાં પણ થવાની નથી.

  તેથી તમામ  કુદરતી પરિબળો ભૌતિક છે.તે બધાજ  નિયમબધ્ધ છે. તેના સંચાલનના નિયમો માનવીય પ્રયત્નોથી સમજી  શકાય છે. તે જ્ઞાન આધારિત છે .જે વ્યક્તિ કે માનવસમૂહ જેટલા પ્રમાણમાં કુદરતના નિયમો સમજી શકે છે  તેટલા પ્રમાણમાં પોતાના વતર્માન ભૌતિક  જીવન ટકાવવા અને તેને એકબીજાના સહકારથી વધુ સમૃધ્ધ બનાવવામાં સફળ થાય છે. સામે પક્ષે જે વ્યક્તિ અને માનવસમૂહ કુદરતી નિયમબધ્ધતા આધારિત પોતાના વતર્માન   જીવન  સંઘર્ષને ઉકેલવાને બદલે " ભગવાન ભરોસે" પોતાનું નાવ હંકારવા પ્રયત્ન કરે છે તેની નાવની  અને તેના નાવિકની શું' દશા થાય  છે તે કમસેકમ 21મીસદીમાં  હજુ  સમજાવવાની જરૂર છે?

આજથી આશરે 2500 વર્ષ પહેલાં  ગ્રીક ભૌતિકવાદી પણ તત્ત્વજ્ઞાની ચિંતક એપિક્યુરસે ઈશ્વરના ખ્યાલને નીચે મુજબ તર્કથી પડકાર્યો હતો.

" ઈશ્વર  જો સર્વસત્તાધીશ હોયતો પૃથ્વી પરના માનવ દુઃખો કેમ દૂર કરી શકતો નથી? માટે તે સર્વસત્તાધીશ નથી. જો તે માનવ દુઃખો દૂર કરવાને શક્તિમાન  હોય તેમ છતાં ન કરે તો  તેનો અર્થ એ થાય કે તે દયાળુ અને પરોપકારી પણ નથી. ગ્રીક ચિંતકનું તર્કબધ્ધ તારણ હતું કે માનવી તરીકે ક્યારેય આપણે ઈશ્વર જેવા અદ્રશ્ય પરિબળોની  મદદ પર ભરોસો  રાખવો ન જોઈએ .વધારામાં ઈસાઈ, ઇસ્લામ અને હિંદુ જેવા અનેક ધર્મો અને  સંપ્રદાયો વિ, ઇશ્વરોના,કે  સર્વસત્તાધીશોના સંચાલનો ઉપર ક્યાં હશે? વળી તે એક જ સ્થળે હશે કે જુદા જુદા? 

ચલો! આપણે આપણી વાતજ કરીએ. મારી નિરીશ્વરવાદી પ્રતિબધ્ધતા અંગે.

મારે, આ પૃથ્વી પર, મારી જીવન જીવવાની સમસ્યાઓ મારા પ્રયત્નો થી જ ઉકેલવાની હોય તો, મારો પહેલો પ્રશ્ન મારી  જાતને, મારા સ્વને,પુછુ છું કે ભાઈ ! 'હું' જો પેલા દૈવી સર્જનની કઠપુતલીનું' પરિણામ  ન હોઉં, ન મારો  જન્મ કોઈ મારા  ભૂતકાળના  કર્મોનું' પરિણામ હોય,ઉપરાંત મારુ  વર્તમાન જીવન હું મારા મોક્ષ કે સારો પુનર્જન્મ મળે તે માટે પણ જીવતો ન હોઉં તો મારા વર્તમાન જીવનનો હેતું  શું  હોઈ શકે?  અથવા  હું મારુ જીવન કેવી રીતે જીવું'? કારણ કે  વર્તમાન જીવન એ જ મારુ સર્વસ્વ છે.તેના  પહેલાં કોઈ  મારુ  જીવન હતું નહીં અને વર્તમાન જીવનના અંત પછીની કોઈ કપોળ કલ્પનામાં મને લેશમાત્ર  રસ નથી.

 

   મારે  સારું જીવન જીવવું છે. ખરાબ કે દુઃખી જીવન  જીવવું નથી. પણ નિરીશ્વરવાદી માટે કયું જીવન સારું અને કયું જીવન સારું  નહીં?  તે કેવી રીતે નક્કી  કરીશું ? તેના કોઈ  માપ  દંડો હશે ખરા? મારે ધોરણસરનું કે આદર્શ અને કુદરતી નિયમબધ્ધતા ને સમજીને જીવન જીવવું હોય તો કેવી રીતે જીવવું?      

દરેક સજીવ પોતાના ઇન્દ્રિયજન્ય અનુભવોને આધારે સદ્વિવેકબુદ્ધીનો ઉપયોગ કરીને પોતાને માટે સારું શું કે ખોટું શું તે નક્કી  કરે છે. આમ ઇન્દ્રિયોને આનંદ આપે,પણ તેના આધારિત નિર્ણયોથી સમગ્ર જીવન સુખી, સમૃધ્ધ અને દીર્ઘવાન બને તે  જ સારું  જીવન કહેવાય!  આવું સુખ જ તમામ સુખોની સરખામણીમાં સર્વોત્તમ સુખ કહેવાય.( Pleasure is the greatest good of all goods.) તે સિવાય જે ઇન્દ્રિયજન્ય સ્પર્શોથી  દુઃખ પ્રાપ્ત થાય તેને  સુખ ક્યારેય કહેવાય નહીં! બીજું સુખના અતિરેકમાં (Hedonism) એટલે કે ભોગવીલાસમાં ખરેખર સુખને બદલે ભારોભાર અત્યંત દુઃખના પહાડ જ ઉભેલા હોય છે. જો આપણે આપણી ઇન્દ્રિયજન્ય અનુભવો અને તેના આધારિત સદ્વિવેકબુદ્ધિ નો ઉપયોગ કરીએ તો ખબર પડે ?  

ઉપરની ચર્ચાને આધારે એકવાત સત્ય છે કે સુખ ફક્ત ભૌતિક અને શારીરિક જ હોઈ શકે.(The most intense pleasure is the bodily pleasures.)

આપણને માનવી તરીકે ભૌતિક સુખ, તંદુરસ્ત ખોરાક,મદ્ય અને જાતીય સુખથી મળે છે.(We get those pleasure from food, wine & sexual pleasure.)પણ ત્રણેયના ઉપયોગનો અતિરેક સુખને બદલે  તમામ દુઃખો ના સર્જક હોય છે.કારણકે તે અતિરેકથી પ્રાપ્ત થયેલા સુખો અલ્પ જીવી  હોય છે.સદ્વિવેકબુદ્ધિ આધારિત કેળવાયેલી નૈતિક શિસ્ત તેના માટેની પૂર્વશરત છે. તે સમજાવવા  વધારે  ચર્ચાની  જરૂર નથી.

નિરીશ્વરવાદી તરીકે અને સાથે  સાથે ઉત્ક્રાંતિના શ્રેષ્ઠ સર્જન(પરિણામ) તરીકે આપણે આપણી જૈવિક વૃત્તિઓ (desire)ને સમજી લેવાની પણ જરૂર છે.

(અ) કેટલીક જૈવિક વૃત્તિઓ કુદરતી અને જીવન ટકાવી રાખવા અનિવાર્ય હોય છે.દા:ત રોટી કપડાં મકાન. જાતીય વૃત્તિઓ કુદરતીસહજ  છે,તેને કાયમ માટે નેસ્તનાબૂદ ન કરી શકીયે.

(બ) જાતીયવૃત્તિ કુદરતી સહજ છે.તેનું નિયમન શક્ય છે પણ તેની નેસ્તનાબૂદીના પ્રયત્નો સમસ્યાઓના ઉકેલ ને બદલે વધુ સમસ્યાઓનું સર્જન કરે છે.

(ક) કેટલીક વૃત્તિઓ બિનજરૂરી છે અને કુદરતી નથી. નાણાંની પાછળનો અતિરેક,તમામ પ્રકારની સત્તાઓ અને કહેવાતી સામાજિક પ્રતિષ્ઠાઓ પાછળની દોડ. સદર તમામ ક્ષેત્રોની  નિરીશ્વરવાદીઓના લિસ્ટમાંથી કાયમી બાદબાકી થયેલી હોય છે.

આમ સારૂ જીવન એટલે સાદું જીવન. જ્યાં સ્વશિસ્તને આધારે એકત્ર થયેલા નિરીશ્વરવાદીઓની મંડળી નીયમિત અર્થપૂર્ણ  માનવસમૃધ્ધ જીવનની અવિરત ખોજની ચર્ચામાં સતત રોકાયેલી હોય! તેજ તેમના  માટે શાશ્વત આનંદ છે  જે ભૌતિક ઓછો છે પરંતુ માનસિક અને  બૌદ્ધિક  વધારે હોય છે.        

  

 

   


              

 


  



--

Wednesday, October 11, 2023

“ અંધશ્રધ્ધા નાબૂદીનું” કર્ણાટક રાજ્ય કોંગ્રેસ પક્ષ મોડલ-


  "  અંધશ્રધ્ધા  નાબૂદીનું"  કર્ણાટક રાજ્ય  કોંગ્રેસ પક્ષ  મોડલ-


 મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, રાજ્યમાં બંધારણીય દેશભક્તિનો વિકાસ કરી રહ્યા છે.


  1.  વાસ્તુશાસ્ત્રની અંધશ્રધ્ધાને  નાબૂદી-   આપણા સમયમાં, મહાન મહત્વ ધરાવતા નાના પગલાં લેવા માટે થોડી રાજકીય હિંમતની જરૂર પડે છે. તેથી જ્યારે કર્ણાટકના નવા ચૂંટાયેલા મુખ્યપ્રધાન, સિદ્ધારમૈયાએ  વિધાનસભા  ખાતે તેમની ઓફિસમાં દક્ષિણ દિશાનો  દરવાજો ખોલ્યો, ત્યારે તે પાંચ વર્ષની લાંબી રાજકીય અંધશ્રદ્ધાને ટાળી રહ્યા હતા. તેણે કહ્યું, તેના બદલે, ઓરડામાં સારી વેન્ટિલેશન અને પ્રકાશ, અને "શુદ્ધ માનસિકતા" કરતાં વધુ સારી કોઈ વાસ્તુ નથી. સામા પ્રવાહે  તરવા આવા સરળ નિવેદન  કરવા પણ કેટલા મુશ્કેલ છે.

  2.  અંધશ્રધ્ધા  નાબૂદી માટે  કાયદો-   તત્કાલીન વિપક્ષ ભાજપ, JDS અને વિવિધ ધાર્મિક વડાઓના ઉગ્ર વિરોધને પગલે, કર્ણાટક પ્રિવેન્શન એન્ડ ઈરેડીકેશન ઓફ અમાનવીય દુષ્ટ પ્રથાઓ અને કાળો જાદુ અધિનિયમ, 2017 આખરે 2020 માં કાયદો બનાવવામાં આવ્યો છે. 

  3.    પ્રદક્ષિણા પવિત્ર સ્થાનો, યાત્રાઓ અને ધાર્મિક સ્થળોએ કરવામાં આવતી પરિક્રમા, તેમજ "મડેસ્નાન" ની પ્રચંડ પ્રથા-  જેમાં દલિતો બાકીના વધેલા  ખોરાક એકઠો કરવા પર આળોટે  છે  ભલે તે પ્રથાને  આમ  જો તે "સ્વૈચ્છિક"છે  તેમ  બતાવવામાં આવે છે તે બધાને  હવે ગેરકાયદેસરની યાદીમાં' મૂકી દીધા.

  4.    પરંતુ જ્યારે કર્ણાટક પ્રિવેન્શન ઓફ સ્લોટર એન્ડ પ્રિઝર્વેશન ઓફ કેટલ એક્ટ 2020 માં પસાર થયો ત્યારે એક હિંદુ " ધાર્મિક શુકન પ્રથા" ભાજપ સરકારએ     '' તેઓ એક ગાયને વિધાનસભા  પરિસરમાં લાવ્યા હતા.પરંતુ  મે 2023 માં આ બધી "શુભતા" તેમને બચાવી શકી ન હતી. 

  5.   ભાજપ સરકાર દ્વારા રાજ્યની ફેબ્રિકને થયેલા નુકસાનને પાછું લાવવા કોંગ્રેસ ઘણું બધું કરે છે. તેની "પાંચ ગેરંટી" પૂરી કરવા ઉપરાંત, અમારી પાસે હવે એક સરકાર છે જે તેની પોલીસને ધિક્કારવાળું ભાષણ, ધિક્કાર અપરાધ અથવા કોઈપણ જાહેર કૃત્યોમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવા સૂચના આપે છે જેને બસવરાજ બોમાઈ સરકાર દ્વારા "ન્યાયી પ્રતિક્રિયા" તરીકે નિયમિતપણે સ્વીકારવામાં આવી હતી.

  6.   આ કોઈ સરળ કાર્ય નથી, કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ દળમાં ઘણા લોકો તેમના હિંદુત્વ ઓળખપત્રોને સ્લીવમાં પહેરવા ટેવાયેલા હતા, તદ્દન શાબ્દિક રીતે - કેટલાક વિજયાદશમીના દિવસે, 2021ના દિવસે ફરજ પર કેસરી "મુફ્તી" પહેરીને આવ્યા હતા.  હિજાબ પહેરેલી મહિલાઓને વ્યંગાત્મક રીતે તેમની રાજકીય નિષ્ઠા જાહેર કરવી. આજે,સદર પોલીસતંત્રને  તેઓને તેમની બંધારણીય જવાબદારીની સતત યાદ અપાવવામાં આવે છે. 

  7.   ભાજપે તેમને બધાને  બતાવ્યું છે કે ભારતીય લોકો અને તેના પાલતુ ધ્યેયો વચ્ચે અસરકારક બંધન બનાવવા માટે પ્રતીકો મહત્ત્વપૂર્ણ છે. તેથી જ્યારે નવી  કર્ણાટક સરકારે જૂનની શરૂઆતમાં નિર્ણય લીધો કે બંધારણની પ્રસ્તાવના શાળાઓ અને કોલેજોમાં દરરોજ વાંચવામાં આવશે.અમારો પ્રયત્ન પ્રજાના દરેક વર્ગમાં "કાયદાઓ, મૂલ્યો અને વિચારોના સમૂહ પ્રત્યે શાંત, તર્કસંગત વફાદારી"  કેવી   રીતે વિકસે તેના  પર છે. આમ તો આ  અભિગમનું મુળ પેલા રાજકીય ચીંતક હેબર્મસએ કરેલી  દેશભક્તિની વ્યાખ્યા જ  છે.  

  8.  15 સપ્ટેમ્બર, 2023, વિશ્વ લોકશાહી દિવસ - ભગવદ ગીતાના પઠાનને  બદલે  રાજ્યના સમાજ કલ્યાણ પ્રધાન એચસી મહાદેવપ્પાએ 15 સપ્ટેમ્બર, 2023, વિશ્વ લોકશાહી દિવસની  ઊજવણીના સંદર્ભમાં લાખો વિદ્યાર્થીઓ અને નાગરિકોને શેરીના ખૂણા, શાળાઓ અને બજારોમાં ઉભા રહેવા, દેશના પવિત્ર પુસ્તક બંધારણ  પ્રત્યેની તેમની પ્રતિજ્ઞાને નવીકરણ કરવા વિનંતી કરી. અન્ય ધાર્મિક વિધિઓને બદલવા માટે આ કોઈ પોકળ વિધિ નથી. બંધારણીય દેશભક્તિની દિશામાં સરકારના પગલાના વધુ સંકેતો હતા.

  9.  કાવેરી જળ વહેંચણી વિવાદ પર તમામ પક્ષકારોની સલાહ લેવા માટે, નવી શિક્ષણ નીતિને બિનજરૂરી રીતે ઉતાવળમાં અને અવિચારી રીતે અપનાવવા પર રોક લગાવવા અને શાળાના પાઠ્યપુસ્તકોમાં વધુ ગંભીર ફેરફારોને દૂર કરવા માટે, સરકાર સાવચેતીપૂર્વક  તબક્કાવાર આગળ  વધી રહી છે .

  10. ગુલાબની પાંખડીઓની પુષ્પવર્ષા , બુકે , શાલ, હાર વિ થી મુખ્યપ્રધાનથી શરુ કરીને કોઈ પ્રધાનનું સ્વાગત નહીં. ફક્ત પુસ્તકોથી સ્વાગત માન્ય.પરંતુ આવા સંકેતો ક્રાંતિ નથી કરતા. જૂની આદતો સામે  સખત રીતે એક રચનાત્મક વિચાર  રજૂ કરે છે.

  11.  સર્જનાત્મક રીતે "કર્ણાટક મોડલ" પર પુનર્વિચાર કરવાની ઘણી તક છે. પરંતુ હાલ રાજ્યના લોકો ઘણા સમય બાદ અલગ હવામાં શ્વાસ લે છે.


લેખક -જાનકી નૈયર  બેંગ્લુરુ સ્થિત ઈતિહાસકાર છે. ( સૌ ઇન્ડિયન એક્સપ્રેસ)

 તા. 7મી ઓક્ટોબર ભાવનુવાદ .

 આગામી  લેખો - નિરીશ્વરવાદ  બીજો  લેખ - નિરીશ્વરવાદનો  વૈશ્વિક ઇતિહાસ .---------------------------------------------------------------------------------------------


"  અંધશ્રધ્ધા  નાબૂદીનું"  કર્ણાટક રાજ્ય  કોંગ્રેસ પક્ષ  મોડલ- સામે 


મોદી સાહેબના   મુખ્યમંત્રીશ્રી  ભુપેન્દ્ર  પટેલ ની ગુજરાત સરકારનું  અંધશ્રદ્ધા સંવર્ધન મોડેલ -

શનિવારે એક સરકારી રીલીઝમાં જણાવાયું છે કે વિવિધ સંસ્થાઓ અને ટ્રસ્ટો તરફથી તીર્થસ્થળોના વિકાસ માટે મળેલી દરખાસ્તોને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા "સાવધાનીપૂર્વક વિચારણા કર્યા પછી" આ નિર્ણય લેવામાં આવ્યો છે.કારણ કે મંદિરમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે અને સુવિધાઓને અપગ્રેડ કરવાની જરૂર છે.





  1.  ગુજરાતપવિત્રયાત્રાધામ ડેવલપમેન્ટ બોર્ડ (GPYDB), ધાર્મિક મંદિરોની જાળવણી અને વિકાસ માટે કામ કરતી સરકારી સંસ્થાએ "નાના મંદિરો અને ગામ સ્તર" ના વિકાસ માટે રૂ.37.8 કરોડ ફાળવવા માટે "સૈદ્ધાંતિક મંજૂરી" આપી છે.

  2. કુલ ફાળવણીમાં સૌથી મોટો શેર મહેસાણા જિલ્લાના મંદિરોનો રૂ. 15.66 કરોડનો છે. મહેસાણામાંથી છ મંદિરો યાદીમાં છે - શ્રી ઠાકોરજી મંદિર ઉપેરા, શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ઉનાવા, શ્રી હનુમાન મંદિર, શ્રી શનિદેવ મંદિર, શ્રી દશામા મંદિર કડિયા અને શ્રીકૃષ્ણ મંદિર વલમ. 

  3.   વડોદરા જિલ્લા માટે, શ્રી વ્યાસેશ્વર મહાદેવીન બરકાલ સિનોર; ડભોઇમાં શ્રી ગઢ ભવાની માતાજી મંદિરના "ઉન્નતીકરણ" માટે રૂ. 7.45 કરોડ ફાળવવામાં આવ્યા છે; રાયપુરમાં શ્રીભાથીજી મંદિર અને પાદરા તાલુકામાં શ્રી મહીસાગર માતા મંદિર ડબકા. વધુમાં, અમદાવાદના ધોળકાના મોતીબોરુ ખાતે શ્રી ભટેડિયા ભાન મંદિર ના વિકાસ માટે રૂ. 4.09 કરોડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે રૂ. 4.48 કરોડ શ્રી ખોડિયાર માતા મંદિરના બ્યુટીફિકેશન માટે ફાળવવામાં આવ્યા છે અને 1 કરોડ, સમી આ વલ્લી જિલ્લાના 1 કરોડ વરુણાના પાટણ જિલ્લાના પાટણમાં વરૂણામાં. શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર મોડાસા ના વિકાસ માટે ચિહ્નિત. 47.57 લાખની ફાળવણી "રાજ્ય હસ્તકના મંદિરો" માટે કરવામાં આવી છે, જેમાં ચંદ્રાસણ મહેસાણા ખાતેના શ્રી ચંદ્રેશ્વર મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે. ઉપરાંત, પાટણ જિલ્લાના ભુતિયાવાસણા ખાતેના શ્રી ભુતેશ્વર મહાદેવ મંદિર માટે રૂ. 2.7 કરોડ ફાળવવામાં આવ્યા છે. ( સૌ. ઈ.એક્ષ ન્યુઝ તા.8-10-23.) 

ભાવાનુવાદ.

Sam
--