Friday, June 28, 2024

ભાગ -1. સ્ટીવન પિંકર ના પુસ્તકને આધારે. સંકલન


 ભાગ -1. સ્ટીવન પિંકર ના પુસ્તકને આધારે. સંકલન
 જ્ઞાન પ્રકાશ યુગ(The Age of Enlightenment From 1650 to 1800)ના વિચારકોના " નાસ્તિકવાદ " અંગેના તારણો.
 લોકો ઈસાઈ ધર્મને સાચો ધર્મ માનતા હતા.દાર્શનિકો તેને ખોટો ધર્મ માનતા હતા.જયારે જે તે રાજ્યના શાસકો તેને પોતાના હિતો સાચવવા "ઉપયોગી ધર્મ માનતા હતા.
 શ્રધ્ધાનો અભાવ એ રેશનલ બનવાની પૂર્વશરત  હતી.
 ચર્ચ, યુરોપમાં સૌથી ધનાઢ્ય કોર્પોરેશનથી વિશેષ કશુંજ નથી.
 નાસ્તિકવાદ, તે કોઈપણ સામાજિક વ્યવસ્થાના અસ્તિત્વ માટે ખતરારૂપ છે તેવું તમામ ધર્મના ઠેકેદારો માને છે અને તેનો પ્રચાર  કરે છે ને કરાવે છે.
ઈશ્વર શ્રધ્ધાથી વધુ ભયંકર અને ખતરનાક બીજો કોઈ ખ્યાલ તે સમયમાં ન હતો.ઈશ્વર શ્રધ્ધા થી વધુ ભ્રામક બાબત ન હતી.મનુષ્યની અતૃપ્ત ઈચ્છાઓ જ તેના મૂળમાં હતી. માનવીય અસલામતી પછી તે કોઈપણ પ્રકારની હોય,તેનો સ્ત્રોત્ર કોઈપણ હોય પણ તે ધર્મના નવા નવા સ્વરૂપોને જન્મ આપે છે.
જ્યાંસુધી વિશ્વ નાસ્તિકવાદી નહીં બને ત્યાં સુધી સુખી નહીં થાય.અને ત્યાંસુધી ધર્મ સંબંધી સંઘર્ષો નો પણ અંત નહીં આવે.જો નાસ્તિકવાદ પ્રસ્થાપિત થાય તો જ મનુષ્યમાં પડેલી સર્જનાત્મક શક્તિને બહાર આવવા માટે મોકળાશ અને અવકાશ ઉભા થાય અને તો જ સાચા સુખનો અનુભવ કરી શકાય.
ધર્મ એ દમનનો ભોગ બનેલાઓનો નિશ્વાશ છે.હૃદ્યહીન વિશ્વની લાગણી છે.આત્માવિહીન સંજોગોનો આત્મા છે.ધર્મએ લોકોને પીવડાવવામાં આવતું કેફી પીણું છે….કાર્લ માર્ક્સ.
લોકોની માનસિક જરૂરિયાતોને સંતોષવાની તેની ક્ષમતા જ ધર્મના અસ્તિત્વને વ્યાજબી ઠેરવે છે.ધર્મના સમર્થનમાં આ સિવાયની બીજી કોઈપણ દલીલ દાર્શનિક કે અન્ય પ્રકારના આધારની કાયદેસરતા ન હોઈ શકે.---ફોયરબાખ -જર્મન ફિલોસોફર.
  લોકોની ભૌતિક આવશ્યકતાઓ  જ સામાજિક અને રાજકીય વિચારોનો પાયો હોઈ શકે.વ્યક્તિ અને તેનું દિમાગ તેના આજુબાજુના પર્યાવરણની નીપજ છે. તેની શરીરી ચેતના તેના પાંચ  ઇન્દ્રિય અંગો અને બાહ્ય જગત વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે.---ફોયરબાખ.
માણસે ઈશ્વર વિશે વાસ્તવમાં જે કહ્યું છે  તે એક ગુહ્ય ભાષામાં તેની પોતાની જ વાત છે.અને તેને તે લાગુ પડે છે.આથી ઈશ્વરને માણસે જે ગુણો થી નવાજ્યો હોય  તે સિવાયના ગુણો ઈશ્વરમાં  કદાપિ હોઈ શકે નહીં.ખરેખરમાં આમ જે માનવીનું પોતાનું છે, તેને ઈશ્વરનું નામ આપીને,અર્પિત કરીને, જે કેવળ માનવીય અને નક્કર છે તેને માનવી કરતાં  ઘણું ઉચૂં સ્થાન આપે છે.
ધર્મ જેટલે અંશે દૈવી તત્વને સમૃદ્ધ બનાવે છે તેટલે અંશે માનવીને સત્વહીન બનાવે છે. ધર્મને નામે લોહિયાળ બલિદાન તેનો ઉત્તમ નમૂનો છે.માનવી જે પોતાનામાં નથી તે ઈશ્વરમાં છે તેવું દ્રઢ પણે માને છે. તે ઉપરાંત ધર્મ એક માનવીની બીજા માનવીઓ સાથે સંવાદિતા - સહકાર સાથે રહેવાની શક્તિ જ કુંઠિત કરી નાખે છે.    
  ટૂંકમાં ધર્મેને ઉથલાવવો એ સાચાં માનવમૂલ્યોનો સાક્ષાત્કાર કરવા બરાબર છે.જે ક્ષણે લોકો સમજશે કે ધર્મ પ્રત્યેની આસક્તિ  માનવીઓની બાળબુદ્ધિની નીપજ છે. ત્યારે તેઓ સાચા અર્થમાં માનવીય સમાજનું નિર્માણ કરી શકશે.
માનવી પોતે જ માનવીનો દેવ છે.જો માણસનું તત્વ એ જ માનવીનું પરમતત્વ  હોય તો માનવીનો માનવી પ્રત્યે પ્રેમ એ પ્રથમ અને સર્વોચ્ચ નિયમ અને કાર્ય છે.
ધર્મનું સ્થાન હવે "માનવવાદ" લેવું પડશે.જે પ્રેમ અત્યાર સુધી ઈશ્વર તરફ વહેતો હતો  તે હવે માનવકેન્દ્રી બનાવવો પડશે.તે રીતે માનવજાતની એકતા પુન:પ્રાપ્તિ થશે." આથી માનવજાતનો અભ્યાસ વાસ્તવિક,ભૌતિક વિશ્વમાં રહેતા વાસ્તવિક માનવીથી થવો જોઈએ.
****************************************************            


--

Wednesday, June 26, 2024

વિશ્વના તમામ ધર્મોના અસ્તિત્વ પર આવી રહેલી અપરિવર્તનશીલ સુનામી.”

" વિશ્વના તમામ ધર્મોના અસ્તિત્વ પર આવી રહેલી અપરિવર્તનશીલ સુનામી."
દુનિયાનો કોઈ ધર્મ બાકી નથી જેના ધાર્મિકો પોતાનો ધર્મ છોડીને બીજો કોઈ ધર્મ અંગીકાર કરતા નથી.ધર્મ પરિવર્તન કરતા નથી.પરંતુ પોતાનો ધર્મ ત્યજીને નિરીશ્વરવાદી,નાસ્તિક( Non Believers)બની જાય છે. અમને અમારા ધાર્મિક સત્યોમાં વિશ્વાસ નથી.ધર્મની ટેકણલાકડી સિવાય પણ માનવી તરીકે અમે અમારી જિંદગી શિક્ષિત,સમૃદ્ધ આરોગ્યમય, દીર્ઘાયુષ, શાંતિમય એકબીજાના સહકારથી વૈજ્ઞાનિક સત્યો અને શોધોને આધારે જીવી શકીયે તેમ છે.
આજે વિશ્વની કુલ વસ્તી આશરે આઠ અબજની છે.તેમાં 31%ઈસાઈ,23% મુસ્લિમ,15% હિન્દૂ,7% બૌદ્ધ,2% યહૂદી  ,6%નાના બીજા ધર્મો અને16 ટકા નિરીશ્વરવાદીઓ છે.
પુર્વ એશિયાના દેશોમાં અનુક્રમે કોરિઆના 53%,હોંગકોંગ 53%,તાઇવાન 42% જાપાનના20%,અમેરિકા 28%,નોર્વે 30% નાગરિકોએ પોતાની ધાર્મિક ઓળખને બદલે કાયદેસરની નિરીશ્વરવાદી ઓળખ સ્વીકારી લીધી છે.
ભારતમાં સને 2001ના વર્ષમાં પહેલીવાર વસ્તીગણતરીમાં"અધાર્મિક " ઓળખનું ખાનું વસ્તીગણતરીની યાદીમાં  ઉમેરવામાં આવ્યું છે. તેમાં દેશની વસ્તીમાં કુલ 7લાખ "અધાર્મિક"છે તેવું નોંધવામાં આવ્યું છે. 2011માં સદર વધીને 29લાખ નોંધવામાં આવી છે.2021ના આધારભૂત સર્વે પ્રમાણે 4કરોડ બતાવવામાં આવી છે.
વિશ્વ કક્ષાએ તમામ ધર્મોના સત્યો પરથી માનવીઓને અવિશ્વાસ આશરે 16મીસદીથી શરૂ થયેલ નવજાગૃતિની ચળવળ(Renaissence)  અને જ્ઞાનપ્રબોધન( Enlighternment age)યુગથી શરૂ થયેલ જ્ઞાન વિજ્ઞાનની અવિરત સંશોધનોને આધારે શરૂ થયો છે. છેલ્લા આશરે 500- 600વર્ષ માં  માનવજાતે રેશનલીટી(કારણની સર્વોપરિતા)વૈજ્ઞાનિક અભિગમ,માનવવાદ અને માનવજીવનના તમામ ક્ષેત્રોમાં પ્રાપ્ત કરેલ વિકાસની દેન છે.તેમાં વિશ્વના કોઈ એક દેશ કે ફક્ત પશ્ચિમી જગતની ફક્ત દેન નથી.
આશરે10000વર્ષોથી ચાલુ રહેલી કૃષિ સંસ્કૃતિને સર્જેલી જે તે ધર્મોની બેડીઓ કાયમમાં માટે ફગાવી દઈને જ્ઞાન-વિજ્ઞાન આધારિત ઔદ્યોગિક સંસ્કૃતિના વિકાસે માનવીને  માનવવાદી બનાવ્યો છે.સદર વિકાસે  માનવીને નાસ્તિક કે નિરીશ્વરવાદી બનાવનારા કુદરતી પરિબળોના નિયમોના સંચાલનની સમજ,તે બધાનો પોતાની ભૌતિક સલામતી માટે ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવાડ્યું છે.
 21મી સદીમાં વૈશ્વિક સ્તર પર તમામ દેશોમાં નિરીશ્વરવાદી વિચારસરણીની નાગરિકોની પસંદગી મક્કમ,જ્ઞાન-વિજ્ઞાન આધારિત હોવાથી આવતા બે કે ચાર દસકાઓમાં તે તમામ ધર્મો પર સુનામીની માફક ફેલાઈ જઈને તે બધા ધર્મોના ધંધાઓની દુકાનો કાયમ માટે બંધ કરાવી દેવાની છે.
આધુનિક જ્ઞાન-વિજ્ઞાન આધારિત જે પરિબળો છેલ્લા પાંચ કે છ સૈકાઓમાં માનવજીવનના જુદાજુદા પણ તમામ ક્ષેત્રોમાં કેવી રીતે વિકસ્યા છે તેની વાતો હવે પછીના લેખોમાં પણ નીચે જણાવેલ પુસ્તકને આધારે.
 " Enlightenment Now"સદર પુસ્તકના લેખક Pro . Steven Pinker અમેરિકાની સર્વોત્તમ વિશ્વવિદ્યાલય હાર્ડવર્ડ યુનિ માં Pro.of Pshchology & Cognitive Scientist & Public intellectual છે. અમેરિકાના વિશ્વ વિખ્યાત દૈનિક ન્યુયોર્ક ટાઇમ્સએ " Pro સ્ટીવન પિન્કરને જગતના 100 બેસ્ટ બૌધિકોમાંના એક ગણ્યા  છે."
 સદર પુસ્તકને બિલ ગેટ્સે પોતાની જિંદગીના બેસ્ટ પુસ્તક તરીકે પસંદ કરેલ છે.550પાનાં અને આશરે 1200રેફરન્સ બુક્સની નોંધ સાથે તૈયાર કરેલ આ પુસ્તક છે .
—-------------------------------------------------------            



--

Sunday, June 23, 2024

Subject: Proposal for Collaboration with District-Level Newspapers and Intellectuals


Bipin Shroff shroffbipin@gmail.com

1:08 PM (7 hours ago)
to Sam
My Dear Satubhai & friends,
We had very meaningful deliberations last Thursday, which was on 20th June24.
I would like to bring the attention of all your members regarding the suggestion by Kashikbhai from Canada. He suggested that we should try to have sincere & intellectual context with district level newspapers publishers in regional languages.
Can we prepare a blue print of publications matter on regular basis in relations to cultivate Rahuljee views on Our National problems related to human values ( नफरत के बजारमे म्होब्तकी दुकान), economic -industrial- agricultural policies for inclusive growth etc? We can also invite views on establishing decentralized-participatory political party structure from bottom-up. Creation, independent & nourishing of modern institutions in all walks of life. We can prepare long lists for the same.
But the real task will be to prepare a workable project for reaching to decentralize district publications- cum their owners etc on one side. & secondly, a group of people from our groups & others like minded  intellectuals  who can be pursued to cooperate in this project.
My humble request to you is  to forward this letter to all our group members  & request all of them to come with some positive suggestions on coming thursday.
With regards,
Bipin Shroff.

--

--

Saturday, June 8, 2024

तू न हिंदू बनेगा , न मुसलमान बनेगा, इंसान की औलाद है इंसान बनेगा |


तू न हिंदू  बनेगा , न मुसलमान बनेगा,
इंसान की औलाद है इंसान बनेगा |
ઇન્સાન(માનવ)બનવું એટલે શું?
कोई हिन्दू ,कोई मुस्लिम, कोई ईसाई  सब ने इंसान  नहीं बनने की  कसम  खाई है|
निदा फाज़ली
(1)ઇન્સાન તેને કહેવાય જેનો ધર્મ ઈન્સાનસિયત સિવાય બીજો કોઈ ધર્મ ન હોય! માટે બે ઇન્સાન વચ્ચે ક્યારેય ખાસ કરીને ધર્મને આધારે નફરત બિલકુલ ન હોઈ શકે.એક ઇન્સાને બીજા ઇન્સાન સાથે સદીઓથી મહોબ્બ્ત,ત્યાગ,સહકાર જેવા માનવીય સદ્ગુણો કેળવીને આ વિશ્વને સમૃદ્ધ બનાવ્યું  છે.વિશ્વના તમામ ધર્મોએ પોતાના નિજી હિતો માટે એક ઇન્સાનને બીજા ઇન્સાન સાથે લડાવીને, ખૂના-મરકી કરીને ફક્ત માનવ બંધુઓનું લોહી લઈને સદર પૃથ્વીને લોહિયાળ બનાવી છે.ધાર્મિક  યુધ્ધો,જેહાદ,ધાર્મિક સત્યોને પડકાનારાઓને,સ્ત્રીઓને ડાકણ જાહેર કરીને જીવતી સળગાવી દેવાના વિ અમાનવીય કૃત્યો સંગઠિત રીતે સમૂહમાં કરનારા બીજા કોઇનહિ પણ બાયબલ,કુરાન અને ગીતાના ટેકેદારો,ભક્તો અને ભજનારા સિવાય બીજા કોઈ ન હતા, આજે પણ નથી અને ભવિષ્યમાં પણ નહીં હોય!        
(2) ઇન્સાન ની વફાદારી ફક્ત ઇન્સાન પ્રત્યે હોય. કોઈ પણ સમૂહ જેવાકે કુટુંબ,જ્ઞાતિ,જાતિ (સ્ત્રી કે પુરુષ)પંથ સંપ્રદાય,પ્રદેશ,રાષ્ટ્ર વી. સાથે ક્યારેય હોઈ શકે નહીં.
(3) વિશ્વના કોઈપણ ખૂણે નિવાસ કરતા માનવનો મૂળભૂત ધ્યેય જીજીવિષા ટકાવી રાખવાનો  (Biological urge to exist)ઐહિક(દુન્યવી) છે. ધર્મોના ઉપદેશો મુજબ કપોળકલ્પિત મોક્ષ,સ્વર્ગ,મુક્તિ.પાપ -પુણ્ય બિલકુલ નથી.
(4) એક ઇન્સાને બીજા ઇન્સાન સાથે આ પૃથ્વી પર કેવી રીતે જીવન જીવવા કેવા ધર્મના આધાર સિવાયના નૈતિક સંબંધો વિકસાવવા તે જરૂરી છે.મૃત્યુ પછીના જીવન માટે વર્તમાન જીવનમાં ધર્મ આધારિત નૈતિક વ્યવહારો કરવાની જરૂર બિલકુલ નથી.
(5) કોઈપણ સુખ કે દુઃખની અસર ફક્ત માનવી જ વ્યક્તિગત ધોરણે અનુભવી શકે છે. બાકી ટોળા તો નફરત અને હિંસા જ ફેલાવી શકે.
(6) માનવી સ્વયં એક ધ્યેય છે. The Human Being is itself the value.) માનવીનો જયારે ધર્મ,રાજકીય સત્તા, રાજકીય પક્ષ કે તેનો નેતા,કે બીજો અન્ય સમૂહ સાધન તરીકે ઉપયોગ કરે છે ત્યારે માનવજાતની બર્બાદી થાય છે.
(7) દરેક માનવી માટે વર્તમાન જીવન જ પ્રથમ અને આખરી જીવન છે.માટે માનવી તરીકે અન્ય માનવનો સદર જીવનને ટકાવવા અને સમૃદ્ધ કરવા શાણપણ કેળવીને શાંતિભર્યા માર્ગે વિકસાવવા સિવાય અન્ય માર્ગ નથી.          

--

Sunday, May 26, 2024

હરખ! હવે ઓ હિન્દુસ્તાન!

હરખ! હવે ઓ હિન્દુસ્તાન! વિશ્વની દસમી અજયબી " ફક્ત નરેન્દ્ર ". વિશ્વના આશરે 200 દેશોમાં ભારત દેશનો ઈશ્વરી પયગ્મ્બર તારીખ 4થી જૂને ઈશ્વરી ઈચ્છા હશે તો પ્રથમવાર દેશનો વડોપ્રધાન બનશે. સને 2014થી 2024સુધી આપણા દેશને લલાટે ભારતીય જનતા પાર્ટીએ સર્વાનુમતે પસંદ કરેલા એક નાગરિક નામે "નરેન્દ્ર દામોદરદાસ મોદી" મૂળ વડનગર(ગુજરાત)ના, બનારસમાંથી ચૂંટાયેલા  સંસદસભ્યને માનનીય વડાપ્રધાન બનાવ્યા હતા.    

" મારા માતુશ્રી હીરાબા જીવતા હતા ત્યાં સુધી હું વિચારતો હતો કે હું તેમની કુખે જન્મેલો છું. તેમના મૃત્યુ બાદ મને એવા અનુભવો થવા માંડ્યા 

કે " મને પ્રતીતિ થઈ ગઇ છે કે હું ઇશ્વરે મોકલેલ પયગમ્બર છું".હું કોઈપણ માતાના પેટેથી કુખે જન્મેલો જૈવીક એકમ બિલકુલ નથી.  મારામાં જે શક્તિ છે તે મને ઈશ્વરે આપેલી છે. મારામાં જે કાબેલિયત,શારીરિક ઉર્જા ,હ્ર્દયમાં નિખાલસતા અને તે માટેની કામ કરવાની પ્રેણા તે ઈશ્વરી દેન છે. હું તો ઈશ્વરે તેનો ઉદ્દેશ પાર પાડવા મોકલેલું એક માત્ર સાધન છું ." 


In an interview to News 18, PM Modi said, "Until my mother was alive, I used to think I was born biologically. After her demise, when I look at my experiences, I am convinced that I was sent by god. This strength is not from my body. It has been given to me by god. That's why God also gave me the ability, strength, pure heartedness, and also the inspiration to do this. I'm nothing but an instrument that god has sent." ( સૌજન્ય ગુગલસર્ચમાંથી ભાવાનુવાદ) 



--

Wednesday, May 22, 2024

ગાંધીજીનો સનાતન ધર્મ અને નમોના સનાતન ધર્મ વચ્ચે શું તફાવત છે?


ગાંધીજીના  સનાતની હિંદુધર્મના ખ્યાલ અને મોહન ભાગવત -આર એસએસ અને નરેન્દ્ર મોદીના સનાતની હિંદુ ધર્મના ખ્યાલ વચ્ચે  ખરેખર કોઈ તાત્વિક તફાવત છે ખરો? સનાતની હિંદુ ધાર્મિક માન્યતા અને તેના વિધર્મી સાથેના તમામ વ્યવહારોમાં " નફરતની દુકાન હોય કે મહોબત્ત ની દુકાન "? લોકશાહી ભારત દેશના તમામ નાગરિકો માટે શું જરુર્રી છે? " સનાતની હિંદુ કે દેશના બંધારણના આમુખ મુજબના " અમે ભારતના નાગરિકો કે લોકો બનવું ? ".  

ગાંધીજીએ સને 1921ના ઑક્ટોબર માસના માસિક "યંગ ઇન્ડિયા " પોતે સનાતની હિંદુ છે તેવું જણાવી સનાતની હિંદુની ચાર લાયકાતો જણાવી હતી.

  1. I believe in the Vedas, the Upanishads, the Puranas and all that goes by the name of Hindu scriptures, and therefore in avatars and rebirth. હું વેદો ,ઉપનિષદો,પુરાણો અને હિંદુ ધર્મ પુસ્તકો તરીકે ઓળખતા તમામ સાહિત્યમાં મારી અખૂટ શ્રદ્ધા છે. તેથી હું ઈશ્વરી અવતારો અને પુનર્જન્મમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવું છું .

 (2) I believe in the Varnashram dharma in a sense in my opinion strictly Vedic, but not in its present popular and crude sense. હું વૈદિક ધર્મમાં જણાવેલ "વર્ણાશ્રમ ધર્મ" માં માનું છું . પણ તેના વર્તમાન પ્રચલિત અને અસંસ્કારી કે અસભ્ય ચીલાચાલુ ખ્યાલમાં બિલકુલ વિશ્વાસ ધરાવતો નથી.

(3) I believe in the protection of the cow in its much larger sense than the popular. હું ગૌરક્ષાના સંરક્ષણના વિશાળ ખ્યાલ અને વર્તનમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવું છું .

(4) I do not disbelieve in idol-worship. હું  મૂર્તિપૂજામાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવું છું. .

 હું ધર્મનિરપેક્ષ માનવવાદી તરીકે(અથવા નિરીશ્વરવાદી ,રેશનાલિસ્ટ માનવવાદી )હિંદુ નથી.કારણકે 

  1. I do not believe in the Vedas, the Upanishads, the Puranas and all that goes by the name of Hindu scriptures, and therefore in avatars and rebirth. હું વેદો ,ઉપનિષદો,પુરાણો અને હિંદુ ધર્મ પુસ્તકો તરીકે ઓળખતા તમામ સાહિત્યમાં મારી લેશમાત્ર શ્રદ્ધા ધરાવતો નથી. તેથી હું ઈશ્વરી અવતારો અને પુનર્જન્મમાં પણ  શ્રદ્ધા ધરાવતો નથી.

  2. I do not believe in the varnashram dharma or varna-vyavastha either in the sense in which it is explained in Hindu dharma shastras like Manusmriti or in the so-called Vedic sense. હું વૈદિક ધર્મમાં જણાવેલ "વર્ણાશ્રમ ધર્મ"અને વર્ણવ્યવસ્થાના ખ્યાલ અને વર્તન જેને હિન્દુધર્મ પુસ્તક "મનુસ્મૃતિ "માં ઉલ્લેખ કરેલ છે તેનો સંપૂર્ણ વિરોધી છું . 

  3. I do not believe in the Hindu taboo of not eating beef. હું ખોરાક તરીકે ગૌમાંસના ઉપયોગ ને હિંદુ વર્જ્ય કે નિષેધ  ગણે છે તેને હું માનતો નથી.

  4. I disbelieve in idol-worship. મને  મૂર્તિપૂજામાં બિલકુલ શ્રદ્ધા નથી.

( સૌજન્ય- Why I am Not a Hindu: Ramendra Nath-Amazon

https://www.amazon.com › Why-I-am-Not-Hindu.Professor Ramendra's bold manifesto in which he explains why he rejects the doctrine of the infallibility of the Vedas, varnashram dharma, moksha, karmavada, ..)


 




     




--

Tuesday, May 21, 2024

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।  ॥ २-४७ 

હિન્દુ ધર્મ પુસ્તક " ભગવદ્દ ગીતા" ના અધ્યાય  બે ના શ્લોક 47માં  તેનો ઉલ્લેખ  છે. આ શ્લોકનો સામાન્ય માનવીની સમજ માં અર્થ છે કે " હિન્દૂ વર્ણ-ધર્મ વ્યવસ્થામાં જન્મેલા માનવીએ તેના માથે આવેલી પડેલી ફરજ પ્રમાણે કામ કરવાનું છે  ફળની આશા રાખ્યા વિના. વર્ણ પ્રમાણે જન્મ નિર્મિત ફરજ પ્રમાણે "નિષ્કામ "કર્મ કરવાનું છે. વર્ણ -જન્મ પ્રમાણે કર્મ કરે તો સ્વધર્મ. પણ પોતાની કુશળતા પ્રમાણે અન્ય વર્ણમાં કામ કરવું તે અધર્મ.

 " Desire Less work" Physical Labour Yes but without wages or no wages."

શું ગીતામાં સદર શ્લોકનો ઉલ્લેખ શ્રી કૃષ્ણે ચાર વર્ણ -વ્યવસ્થા આધારિત હિન્દૂ સમાજમાં જન્મ પ્રમાણે કર્મ કરવા અનુરોધ કર્યો છે?

શું તે પ્રમાણે કર્મ કરવા નિર્માણ થયેલો છે? દરેક માનવીનું( સ્ત્રી -પુરુષ )ભાવિ પૂર્વનિર્ણિત છે? માનવીનો  વર્તમાન જન્મ તેના પૂર્વજન્મ ના કર્મોનું પરિણામ છે? પૂર્વજન્મ- વર્તમાન-જન્મ અને પુનર્જન્મ ના વિષચક્ર (  Vicious-circle)થી બનેલા સમાજને  कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।ની  થિયરીનો ટેકો છે?

શ્રમ કરીને વેતન કે બદલો મેળવવો કઈ રીતે અનૈતિક છે? શ્રમ અને મૂડી વચ્ચે તફાવત શું? મૂડી એ એકત્ર કરેલ શ્રમ નથી તો  બીજું શુ છે?

માનવ સમાજ માત્ર કામની વહેંચણી કે શ્રમ -વિભાજને આધારે જ પથ્થર અને શિકારયુગ થી શરુ કરીને કૃષિ યુગ અને ઔદ્યોગિક યુગ સુધી  આવી શક્યો છે.હવે તો શ્રમની ફક્ત વહેંચણી કે વિભાજન થયું નથી પણ શ્રમનું સંસ્થાનીકરણમાં રૂપાંતર થઈ ગયું છે.શ્રમનું સામાજિકરણ થઈ ગયું છે જયારે વેતન  આધારિત સંતોષ વ્યક્તિગત છે. વંચિતને કહેવાનું કે તું ફળની આશા રાખ્યા વિના કામ કર અને જે ગણ્યાગાંઠયા વંચિતોના સમુહોના શ્રમને લૂંટી જનારાને સમાજે વર્ણ -જન્મે ને આધારે સત્તાના તમામ સુકાનો નું સંચાલન કરવા દેવાનું ! એ કઈ ન્યાયી કે ધાર્મિક વ્યવસ્થા ?

ફળની આશા રાખ્યા વિના શ્રમ ના ખ્યાલને ધાર્મિક, સામાજિક,અને કાયદેસરની માન્યતા આપે તેને માનવીય શોષણ જ કહેવાય કે બીજું ?

ફળની આશા રાખ્યા વિના શ્રમ (Barter Economy અને વિનિમય માટે શ્રમ ( Exchange Economy) બે માં આપણે શું પસંદ કરીશું?

     ---

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।  ॥ २-४७ 

હિંદુ ધર્મશાસ્ત્રના અગત્યના પુસ્તક ભગવદ- ગીતામાં અધ્યાય બે અને શ્લોક 47માં આ વાક્યનો ઉલ્લેખ છે. કોઈ હિંદુ બાકાત નહીં હોય કે તેને આ વાક્યનો અર્થ ખબર નહીં હોય! ગીતામાં આવું તત્વજ્ઞાનથી ભરેલું વાક્ય તો શ્રી કૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રના યુધ્ધના મેદાનની વચ્ચે સલાહ તરીકે કહ્યું હતું. હે ! અર્જુન! કોઈપણ હિંદુએ હિંદુ તરીકે મોક્ષ મેળવવો હોય તો કોઈપણ ફળ, વળતર કે શ્રમના બદલામાં દુન્યવી કે ભૌતીક કોઈપણ નાણાંકીય અપેક્ષા વિના પોતાની વર્ણ -જન્મ પ્રમાણે પૂર્વનિર્મિત (Predetermined or Predestined) કર્મ(શ્રમ) જીવનભર કર્યા જ કરવાનું છે. 

       चातुर्वर्ण्य  मया सृष्टं ४-१३।  અધ્યાય -4 શ્લોક 13 શ્રી કૃષ્ણ અર્જુનને સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે ચાર વર્ણ- બ્રાહ્મણ,ક્ષત્રિય ,વૈશ્ય અને શુદ્રનો જન્મદાતા કે સર્જક હું જ છું. મેં બ્રાહ્મણને મારા મુખમાંથી, ક્ષત્રીયને બાહુમાંથી,વૈશ્યને જાંઘમાંથી અને શુદ્રને પગમાંથી સર્જેન કરેલ છે. બીજી બાજુ ગીતામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે દરેક હિન્દુનો તેનો વર્તમાન વર્ણમાં જન્મ તેના પૂર્વજન્મના કર્મો કે ફળનું પરિણામ છે. વર્ણ -જન્મ - મૃત્યુ -ફરી વર્ણમાં જન્મના ફેરાના  વિષચક્કર જે કાલ્પનિક 84 લાખ યોનિનું  બનેલું છે તેમાંથી કાયમી મુક્તિ. જેને ગીતામાં "મોક્ષ " જેવું  રૂપાળું નામ આપવામાં  આવ્યું છે. 

     તે પ્રાપ્ત કરવા દરેક હિંદુએ હિંદુ સમાજે વર્ણ આધારિત શ્રમ -વિભાજન કરેલ છે તે પ્રમાણે નિષ્કામ કર્મ પુરી નિષ્ઠા સાથે સ્થિતપ્રાજ્ઞતાથી કરવાનું છે. સમગ્ર ગીતાના મોટા ભાગના અધ્યાયો અને શ્લોકો વર્ણ-જન્મ નિર્મિત કર્મો કેવી રીતે નૈતિક છે, અને ફળની આશા સિવાય કરી શકાય તેના કોયડાના ઉકેલમાં રચવામાં આવ્યા છે. જે કોઈએ  ગીતાનું સર્જન કરેલ હોય તેને માટે નિષ્કામ કર્મના ખ્યાલ ને માનવીય તર્કવિવેક શક્તિને આધારે વ્યાજબી ઠેરવવો  અશક્ય છે તે સ્વીકારી લીધેલું  છે. કારણ કે સદર સર્જકે એક બાજુ એવી સ્વીકારી લીધેલું છે કે " માનવનું સર્જન કુદરતી પ્રકૃતિજન્ય છે." દરેકની  પ્રકૃતિ પ્રમાણે માનવી જન્મ સાથે સત્વ,રજસ અને તમસ જેવા ગુણો લઈને મૃત્યુ સુધી જીવે છે.

 सत्वं रजस्तम इति गुण -प्रकृति संभव | અધ્યાય -14- શ્લોક 5.આ શ્લોકને જો ગીતાનો સર્જક સત્ય તરીકે સ્વીકાર કરે તો માનવીનું સર્જન ઈશ્વરી કે શ્રી કૃષ્ણે કરેલું છે તેના બદલે એવું સાબિત થઈ જાય છે કે માનવી તો કુદરતી ઉત્ક્રાંતિનું સર્જન છે. તો પછી હિંદુધર્મનો ચારવર્ણ અને તેના ટેકામાં પૂર્વ પૂર્વજન્મ -વર્તમાન જન્મ અને પુનર્જન્મ વર્તુળ આકાર સમયચક્ર અને તેના આધારે અસ્તિત્વમાં આવેલ નૈતિક વ્યવહારોનો પિરામિડ ગંજીફાનાં પત્તાના મહેલની માફક કડડભુસ થઈ ને તૂટી પડે!

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः અધ્યાય-2-શ્લોક 23. ગીતાના સર્જકે હિંદુધર્મના ટેકામાં અસ્તિત્વમાં આવેલ શરીર અને આત્માની થિયેરીને સ્વબચાવમાં લાવી દીધી છે.આત્મા શું છે? તેના લક્ષણો કે ગુણોનું વર્ણન કરતાં ગીતાના સર્જક જણાવે છે કે " આત્મા ને અગ્નિ બાળી શકતો નથી,પાણીમાં તે ડૂબતો નથી,શસ્ત્રો તેને છેદી શકતા નથી,તે અમર છે, નાશવંત નથી. માનવ શરીર નાશવંત છે .માનવીનું મૃત્યુ થતાં આત્મા તેના દેહ કે ખોળિયામાંથી બહાર નીકળી જઈને બીજાના  દેહમાં પૂર્વજન્મ ના કર્મોને આધારે જે તે વર્ણમાં જન્મ લે છે. ભૌતિકતત્વોથી બનેલા શરીરમાં આત્મા જેવી સમજાવવામાં આવેલી અભૌતિક,અલૌકિક,અવિનાશી તત્વ કેવી રીતે રહી શકે? અને તે પણ જન્મ થી શરૂ કરીને મૃત્યુ પર્યંત? માનવ મગજ્માં જીવન દરમ્યાન ભેગી થયેલી યાદ ભૌતિક કે અલૌકિક ? યાદદાસ્તન ભૌતિક હોય તો શરીર સાથે તે પણ નાશવંત અને તે અલૌકિક હોય તો ભૌતિક શરીરમાં કેવી રીતે રહી શકે?  

यद्द चछालाभ संतुष्टो द्वन्दतीतो विमस्तर :અધ્યાય-४ શ્લોક-२२ સુખ,દુખ,રાગ દ્વેષ,ઈર્ષા રહિત સમભાવ રાખીને પોતાના જન્મ -વર્ણ પ્રમાણે ફળની આશા રાખ્યા સિવાય કર્મ કરવાનું. 

संशयात्मा विनश्यति - અધ્યાય-४- શ્લોક ४०. શ્રી કૃષ્ણ ઉપદેશ આપે છે (ખરેખર ગીતાના લેખક)મારા ઉપદેશોમાં જે શંકા સેવે છે તેવા સંશયી વ્યક્તિનો હું વિનાશ કરું છું .હિંદુઓએ ગીતાના મારા ઉપદેશોનું મૂલ્યાંકન તેમની તર્કવિવેકશક્તિ( rationality)અને સમજશક્તિ (Cognition)થી   ક્યારેય કરવાનું નથી. આવીજ (संशयात्मा विनश्यति) કુરાનની આયાતો અને બાયબલના ઉપદેશો વી, જે તે ધર્મગ્રંથોમાં પણ અઢળક છે. નહીં તો તેમની દુકાનો ક્યારનીય બંધ થઈ ગઈ હોય!

ગીતાના ઉપદેશ આધારિત અસ્તિત્વમાં આવેલ હિંદુ -વર્ણવ્યવસ્થાને ટકાવી રાખવા મનુસ્મૃતિ મુજબનું વર્ણ -વ્યવસ્થાનું શાસન આપણા દેશમાં સદીઓથી અમલમાં છે. મનુસ્મૃતિ પ્રમાણે વર્ણવ્યવસ્થામાં દરેકે વર્ણે પોતાની વર્ણના સભ્યો સાથે અંદર અંદર એકબીજા સાથે સામાજિક વ્યવહારો કેવી રીતે અમલમાં મુકવા અને તેના ઉલ્લઘન માટે શું શિક્ષા હોય તેના નિયમો બનાવ્યા છે. ઉપરાંત એકવર્ણના સભ્યોએ બીજી વર્ણના સભ્યો સાથે કેવો સામાજિક વ્યવહાર કરવો તેના પણ નિયમો અને ઉલલંઘનની સજાઓ નક્કી કરવામાં આવી છે. આમ મનુસ્મૃતિ ગીતાના ઉપદેશો જેવા કે " कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। "ને અમલમાં મુકવા માટેનું એક અમોઘ-શક્તિશાળી નૈતિક અને દંડનાત્મક હથિયાર સદીઓથી બની ગયું છે. દા.ત હિંદુ વર્ણની છેલ્લી અને ચોથી વર્ણ શુદ્વ(દલિત)પોતાના પૂર્વજન્મના કર્મોની શિક્ષા કે ફળો ભોગવવા ઉપલી વર્ણોની સુખાકારી માટે "વેઠ" ( ફળ કે વળતર,બદલાની આશા રાખ્યા વિના) કરે  તેમાં અનૈતિક કે અધાર્મિક શું? વર્ણ -જન્મ આધારિત ફરજ દલિત ફરજ ન બજાવે તો તેને મનુસ્મુતીના કાયદા પ્રમાણે શિક્ષા કરવામાં આવે તો તેમાં અનૈતિક કે અધાર્મિક શું? મનુસ્મૃતિ તો મનુ ભગવાન કે ઈશ્વર સર્જિત દંડ સંહિતા છે. તેના અમલ સામે વિદ્રોહ કે બળવો  કરવામાં આવે તે તો હિંદુધર્મ પર  કઠુરાઘાત જ ગણાય! મનુસ્મૃતિ પ્રમાણે દરેક વર્ણો સાથેનો વ્યવહાર "હિંદુરાષ્ટ્ર" ને અમલમાં મુકવાની પૂર્વશરત છે. હિંદુ રાષ્ટ્ર માં ચાર વર્ણ ના લોકો જ  રહી શકે! તેમાં સને 1950ની 26મી જાન્યુઆરીએ અસ્તિત્વમાં આવેલ બંધારણના  "આમુખ"ના " અમે ભારતના લોકો" અમાન્ય છે!                         


           



--

Wednesday, May 1, 2024

બાબાસાહેબ આંબેડકર રચિત બંધારણે કેવી રીતે હિન્દૂ રાષ્ટ્રનો ગરાશ લૂંટી લીધો છે?

બાબાસાહેબ આંબેડકર રચિત બંધારણે કેવી રીતે હિન્દૂ રાષ્ટ્રનો ગરાશ લૂંટી લીધો છે?

હિન્દૂ રાષ્ટ્ર એટલે હિન્દૂ ધર્મ આધારિત રાજ્ય અને સમાજ વ્યવસ્થા. હિન્દૂ ધર્મ એટલે ચાર વર્ણમાં તમામ માનવ માપદંડોથી અસમાન રીતે વહેંચાઈ ગયેલો હિન્દૂ સમાજ અને તેના રોજબરોજના વ્યવહારો! આ ચાર વર્ણ વ્યવસ્થાને શ્રી કૃષ્ણ પ્રેરિત ભગવદ ગીતાનો અબાધિત બિનશરતી અનુમોદન છે.ગીતાના તે બધા ઉપદેશોને ઈશ્વરી ટેકો છે. માટે પૂર્વજન્મ-વતર્માન જન્મ અને પુનર્જન્મ ઉપરાંત આત્માનું અસ્તિત્વ( ન  છેઃદાનતી, વી ના વિશેષણોથી આભુષિત),જગત મિથ્યા બ્રહ્મ સત્ય,કર્મનો સિદ્ધાંત,નિષ્કામ કર્મ વિ મોટામોટા પૂરાવાવિહન ગપગોળા !

આની સામે  દેશના બંધારણમાં આમેજ  માનવકેન્દ્રી આ જીવનમાં કલ્યાણ માટેના મૂલ્યો. માનવ ઈશ્વરી સર્જન નથી. દેશના તમામ નાગરિકો એક જ છે. કોઈ જન્મથી કે સંપત્તિ થી અસમાન નથી. ભારત એક પ્રજાતાંત્રિક સમાજવાદી ધર્મનિરપક્ષ લોકશાહી દેશ છે. સામાજિક,આર્થિક અને રાજકીય ન્યાય વ્યવસ્થાની રચના કરવી અને તેનો અમલ કરાવવો તે સરકાર સંચાલનનો ઉદ્દેશ રહેશે. બંધારણીય નૈતિકતા દેશના નાગરિકોના સમાન અને સર્વાંગી વિકાસ માટે છે.ધાર્મિક નૈતિકતા માનવી અને મૃત્યુ પછીના જીવન માટે જરૂરી છે તેવી માન્યતાને  લેશ માત્ર ટેકો બંધારણ અને ન્યાયતંત્રનો હોઈ શકે નહીં.

સને 1950માં  26મી જાન્યુઆરીના દિવસે  દેશના નાગરિકોએ હિન્દૂ વર્ણવ્યવસ્થાએ સદીઓથી જે દલિતો,આદિવાસીઓ, તમામ હિન્દૂ સ્ત્રીઓ સહિત તમામ મિલ્કીત વિહીન બહુમતી પ્રજાને આ ધર્મના અહિંસક હથિયારની(જે વધારે શક્તિશાળી સાબિત થયેલું છે) મદદથી પશુ કરતાં બદ્તર સ્થિતિમાં  જીવવા મજબુર કરી હતી તેમાંથી કાયમી મુક્તિ મેળવવાનો પરવાનો પ્રાપ્ત કરેલ છે.

લોકસભાની ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું  છે. હજુ બીજા પાંચ તબક્કા બાકી છે.એક બાજુ પેલા અયોઘ્યામાંથી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરીને હિન્દુ રાષ્ટ સ્થાપવા 400 પાર સીટો જીતવા મેદાને પડેલા છે. બીજીબાજુએ  બાબાસાહેબ આંબેડકરે દેશના દરેક નાગરિકની વર્તમાન સ્થિતિ બદલવા માટેની આશા નું પ્રતીક સમા બંધારણના સંરક્ષણ માટે ચૂંટણી લડવાની માટેની તમામ સાધનોની કમીવાળો ભારતીય સંયુક્ત મોરચો ( ઇન્ડીયા એલાયન્સ) છે.      

 તારીખ 6ઠ્ઠી મે ને દિવસે,ગુજરાત મતદારો પાસે બે માંથી એક જ પસંદગી  છે.કાં તો ગુજરાતના પનોતા પુત્ર ગાંધીને મારનારા ગોડસે અને સાવરકરના વારસદારોને  વારંવાર ચૂંટીને મોકલો છો તેમ મોકલવાનું ચાલુ રાખીને હિન્દૂ રાષ્ટ્ર સ્થાપવાનો માર્ગ મોદીજીનો સરળ કરી આપવો ! અથવા પછી બાબાસાહેબ આંબેડકર રચિત બંધારણના સંરક્ષણ માટે રાહુલ ગાંધીના  નેતૃત્વ વાળા "ઈન્ડયા એલાયન્સ"ને મત આપવો .જોઈએ! હવે ! ગુજરાતના મતદારો !આ નિર્ણાયક ઘડીએ  પોતાની વિવેકશક્તિનો કેવો ઉપયોગ કરે છે?  



--

Monday, April 29, 2024

અમેરિકાના વિશ્વ વિદ્યાલયોમાં અમેરિકન સરકારની પેલેસ્ટાઇન-ગાઝા લશ્કરી નીતિઓ સામે વિદ્યર્થિઓનો જબબરજ્સ્ત વિદ્રોહ -

અમેરિકાના ઉત્તરના છેડે ન્યુયોર્ક થી શરૂ કરીને દક્ષિણમાં ફ્લોરિડા અને પૂર્વમાં સાઉથ કેરોલિના થી શરૂ કરીને પશ્ચિમ માં કેલિફોર્નિયા અને લોસાએન્જીલીસ માં વિદ્યાર્થીઓ  કલાસરૂમની બહાર આવી ગયા છે. દેશની કોઈ કોલેજ કે યુનિ  બાકી નથી જ્યાં વિધાર્થીઓ ઈઝરાઈલ તરફી અમેરિકન સરકારની નીતિઓ સામે સડક પર બેસી ગયા ન હોય! તેમનો વિરોધ શાંત અને વિવેકપૂર્ણ હોવા છતાં યુનિ નું વહીવટી તંત્ર એટલું દિશાહીન અને અનિર્ણયતા નો કેદી બની ગયું છે કે લગભગ દરેક કેમ્પસ માં પોલીસ બોલાવી લીધી છે. વિધાર્થીઓને ખબર છે કે પોતાનું આંદોલન લાંબુ ચાલવાનું હોવાથી યુનિ કેમ્પસમાં રહેવા માટે ઘાસની લોન પર તંબુઓ  (ટેન્ટ્સ ) મોટી સંખ્યામાં ઉભા કરી દીધા છે.પેલેસ્ટાઇનના રાષ્ટ્ર ધ્વજ સાથે ગીતો ગાવાના-ડ્રમ વગાડવાના શરૂ કરી દીધા છે. જાહેર રસ્તા પરથી પોતાની મોટરમાં પસાર થતા નાગરિકોના ધ્યાન આકર્ષવા માડ્યા છે.( Students brought Palestinian flags and drums to play for passing cars honking support.)  
  1.  સમાચાર પ્રમાણે નોર્થવેસ્ટર્ન યુનિ ના  વિદ્યાર્થીની નેતા A student leader-Megha Summer Pappachen-મેઘા સમર પાપાચેન આ ચળવળ ની પ્રણેતા છે. પોતાની યુનિ માં  વિદ્યાર્થીઓએ લગાવેલા ટેન્ટ્સ પોલીસ દૂર કેવા માંડી  કે તરતજ અહિંસક  રીતે 200 વિદ્યર્થિઓના  હાથની સાંકળ બનાવીને  તમામ ટેન્ટને પેલી  ગૃપ સાંકળની અંદર સમાવી લીધા. પોલીસ તે સાંકળને તોડીને  ટેન્ટ દૂર કરવા આવી નહીં. મેધા સમરે આ વીડિયો અમેરિકાની  તમામ યુનિમાં  વાયરલ કરી દીધો!"We'll see if they're interested in arresting their own students and employees," Pappachen said. By nightfall, more than 500 protesters had gathered on the lawn, and she was telling students through a bullhorn( Recruitment agency) about what to do if they were arrested.

  2.  (મેઘા સમર પાપાચેન કેવી બૌદ્ધિક રીતે સક્ષમ વિદ્યર્થીની નેતા છે તેની નોંધ લેખના અંતમાં  ફોટા સાથે મુકીછે.)

  3.  દેશભરમાં  દરેક યુનિ કેમ્પસ ને  જોતજોતામાં લશ્કરી છાવણીમાં  તબદીલ  થતો અને નાગરિક અધિકારો અને અભિવ્યક્તિના સ્વંતંત્રનું  સરિયામ ઉલ્લઘન થતું દેખાયું.

  4. યુનિ વહીવટી તંત્ર અને પોલીસે શૈક્ષણિક જગતને રફેતફે  કરવા  કેવા પગલાં  લેવા માંડ્યાં છે તેને ટૂંકમાં જોઈએ.From California to New York, from Texas to Illinois, hundreds of students have been arrested after college presidents called police. કેટલાક કોલેજ કેમ્પસમાં પોલીસ ટીયરગૅસ  સેલ, રબાબર બુલેટ, ટોળાને ખસેડવા- ખદેડવા માટે ઘોડેસવાર પોલીસ વી નો પણ ઉપયોગ કર્યો છે.

  5.  કોલમ્બિયા યુનિ ના વહીવટી પ્રમુખ, વિદ્યાર્થી ચળવળની તરફેણ કરતા કહે છે કે "I fully support the importance of free speech, respect the right to demonstrate, and recognize that many of the protestors have gathered peacefully,".

  6. મેઘા સમર પાપાચેમેં દેશના તમામ વિદ્યાર્થીઓને અપીલ કરી છે આપણે વર્ગમાં જવાનું છે, ભણવાનું ચાલુ રાખવાનું છે.યુનિ સત્તાધીશોને કોઈ ધાકધમકી ક્યારેય આપવાની નથી.શાંતિ અને અહિંસક આયોજનબદ્ધ રીતે અમેરિકન સરકારની પેલસ્ટાઇન વિરુદ્ધ સતત પ્રજામત તૈયાર કરતા જવાનું  છે.આપણે 1968ની અમેરિકન સરકારની વિયેતનામ વિરુદ્ધની યુદ્ધખોર નીતિઓ સામે વિધાર્થીઓએ તૈયાર કરેલ પ્રજામતને ભૂલવાનો નથી. 

  7. મેઘા સમર પાપાચેનને  એક બૌદ્ધિક તરીકે વિદ્યાર્થી નેતા તરીકે સમજીએ. તેણીની ઉંમર 25 વર્ષની છે. તેની શેક્ષણિક નિપુણતા માર્ક્સવાદ,નારીવાદ,આંતરરાષ્ટ્રીય રાજકીય અર્થશાસ્ત્રમાં છે.તેણે ઐતહાસિક ભૌતિકવાદ ("Historical Materialism: A Postdigital Philosophical Method." Postdigital Research, 2023. ) કરેલ છે .ક્રાંતિકારીઓએ સૈદ્ધાંતિક અને વાસ્તવિક ક્રાંતિ કરવા કેવું ગૃહકાર્ય  કરવું  જોઈએ તે વિષય પર રિચર્ચ પેપર પ્રકાશિત કરેલ છે. આ બધુ તેને અમેરિકાની નોર્થન  વેસ્ટર્ન યુનિ ના વિષયોમાંથી શીખવા મળેલ છે.  

  8. મેધા સમરની ચળવળનું હથિયાર " On September 25, 1789, અમેરિકાના બંધારણનો આ પ્રથમ સુધારો છે." 

જેમાં દેશની સંસદને વાણી સ્વાતંત્ર્ય ,અખબારી અને પ્રેસની આઝાદી અને લોકોનો શાંતિપૂર્ણ રીતે ભેગા થવાનો અધિકાર અબાધિત છે. તેનાપર કોઈ રાજ્યસત્તા તરફથી નિયમન ક્યારેય ન હોઈ શકે.

Students protest in USA.


https://www.usatoday.com/videos/news/politics/2024/04/24/mike-johnson-speaks-at-columbia-university-amid-pro-palestine-protests/73446041007/



http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com

Monday, April 22, 2024

Chat GTP-Yes, I agree that the Christian Bible is unethical.

Chat GTP-Yes, I agree that the Christian Bible is unethical.

 ધાર્મિક પુસ્તકો આધારિત સત્યોને  ચેટ -જીપીટી -કૃત્રિમ બુદ્ધિ (Chat GPT-AI )ની મદદથી  બચાવવાનો ઉપયોગ કરવામાં આવે તો શું પરિણામ આવે?

વિશ્વના તમામ ધર્મોના પુસ્તકોમાં ઈશ્વરના અસ્તિત્વથી શરૂ કરીને  જે અગડમબગડમ અવૈજ્ઞાનિક નિયમો, અંધશ્રદ્ધાઓ અને પુરાવા વિહીન રજુઆતો કરવામાં આવી છે તે બધાને વૈજ્ઞાનિક નિયમો, સત્યો અને કુદરતી પરિબળોના સંચાલનના નિયમોને સમજીને માનવજાત 21મી સદી સુધી આગળ વધી છે.

અમેરિકામાં  તાજેતરમાં અમેરિકન  હ્યુમેનીસ્ટ એસી ના  માસિકમાં  "The Humanist.com Spring issue.17th April 2024 એક લેખ  પ્રકાશિત કરવામાં આવ્યો છે. તે લેખના બે યુવાન લેખકો અનુક્રમે  ગેબ્રિયલ મોથ  અને માઈકલ કિર્ચેનેર  Ohio Northern Universityમાં  Secular Student Allianceના સ્થાપક પ્રમુખ અને ઉપપ્રમુખ છે. 

  1. ચેટ જીપીટી ને પેલા બે યુવાનોએ પ્રશ્ન પૂછયો - શું બાયબલ નૈતિક પુસ્તક છે?

જવાબ- જે લોકો બાઈબલના ઉપદેશોને નૈતિક સ્વરૂપે માર્ગદર્શક તરીકે સ્વીકારે છે તેના માટે બાયબલ નૈતિક પુસ્તક છે.

  1. ચેટ જીપીટી- તારી કોઈ અંગત માન્યતા કે જીવન મૂલ્યો છે?

જવાબ- મારી કોઈ અંગત માન્યતા, લાગણી કે બૌદ્ધિક સભાનતા આધારિત નિર્ણય શક્તિ નથી. હું તો એક માનવ સર્જિત પોતે શીખતું અને બીજાને તે પ્રમાણે શીખવાડતું મશીન છું. માનવીની માફક મારો કોઈ અંગત અભિપ્રાય હોતો નથી. હું ચેટ જીપીટી સર્જિત ફક્ત(પઢાવેલો પોપટ) કૃત્રિમ મશીન છું .મારામાં લેશ માત્ર સંવેદના નથી. 


  1. અમે  ચેટ જીટીપીને સમંત કરવા નીચેના ત્રણ પ્રશ્નો પૂછ્યા.

(અ ) જે ધર્મ પુસ્તક ગુલામી (slavery)ની તરફેણ કરે તે અનૈતિક છે.( Any document which advocates for slavery is unethical.) 

(બ) ઈસાઈ બાયબલ ગુલામીની તરફેણ કરે છે.(The Christian Bible advocates for slavery.)

(ક) માટે ઈસાઈ બાયબલ અનૈતિક પુસ્તક છે.( Therefore, the Christian Bible is unethical.) 

Chat GTP-Yes, I agree that the Christian Bible is unethical.




--

Friday, April 19, 2024

આપણા સૌનો એક નંબર નો દુશ્મન નરેન્દ્ર મોદી છે કે આરએસસએસ વાદી હિન્દુત્વવાદી વિચારસરણી ?

આપણા સૌનો  એક નંબર નો દુશ્મન  નરેન્દ્ર મોદી છે કે આરએસસએસ વાદી  હિન્દુત્વવાદી વિચારસરણી ? શું રોગના ચિન્હો અને રોગ એક હોય છે? નમો તો હિન્દૂ રાજ્ય સ્થાપવા માટેનું સાધન છે. કઠપૂતળી છે! નમોને કહીએ કે  તમે અટલજીની માફક લાહોર -દિલ્હી સમજોતા એક્પ્રેસ્સ શરૂ કરો અને બાકી નું કામ પાકિસ્તાનમાં  જઈને  ઝીણાની મઝર પર ચાદર ચઢાવી આવો ! પછીના ભવિષ્ય  માટે તમારી  હસ્તરેખા ભાજપના  માર્ગદર્શક મંડળના વડા અડવાણીજીની બતાવી દેજો!   

What is the purpose of fighting for the signs & symptoms of Hindutva & keeping & not making sincere  efforts to eradicate it ? Is there any possibility of NAMO surviving in the absence of HINDUTVA?

સિનિયર પત્રકાર શ્રવણ ગર્ગ ની આયુટ્યૂબને  સાંભળવા અને સમજવા વિનંતી છે! દસથી બાર મિનિટની યુ ટ્યુબ છે.

Sharvan Gagr- https://youtu.be/g8BxRnPjlH4?si=LAHjAnKopapEEWDC



--

Saturday, April 13, 2024

તમે લેટેસ્ટ સમાચાર સાંભળ્યા ? શું?


તમે લેટેસ્ટ સમાચાર સાંભળ્યા ? શું?

 21મી સદીનાં એક મહાન દેશના મહાન રાજાના મહાન ઉદ્ગારો !

મારા દેશમાં કેટલાક દેશ દ્રોહીઓ શ્રાવણ મહિનામાં " ચિકન " ખાય છે અને ચૈત્રી નવરાત્રિમાં "મચ્છઈ" આરોગે છે .પણ  હું કેટલો પવિત્ર રાજા છું  તમને ખબર છે? સને 2002ના મારા રાજ્યાભિષેક પછી 2024 સુધી મને સાલી ! માણસને ખાવાની ટેવ પડી ગઈ છે! સતત મારી આજુબાજુ હું શોધતો રહું છું  તે પણ 24x 7 કે હવે પછી કોને બલી નો બકરો બનાવવાનો છે ? મારી આજુબાજુ,ઉપર નીચે અત્રે સર્વત્રે  હું નજીકના દૂરના  બધાજ મને મારા સિંહાસન પર  ફક્ત અને ફક્ત હુમલો કરનારા સિવાય કોઈ દેખાતા નથી. ઉંઘમાં મને મારો પડછાયો ઘણીવાર મારા પર હુમલો કરતો મને દેખાય છે!  બોલો ! હું તેમનો ઘડો લાડવો ના કરું તો બીજું શું કરું! મારુ આ માણસ ખાઊ નું મિશન આખરે મારા 140 કરોડના પરિવાર ના કલ્યાણ માટે જ છે ને? પેલા મટન મચ્છી ચિકન ખાનારા કરતાં  કેટલો બધો ધાર્મિક અને  પવિત્ર માણસ છું ?   

મારા દેશવાસીઓ ! મારી ઉપરમૂજબની ચિત્તભરમની સ્થિતિ સમજી ભૂલેચૂકે મારી ભક્તિ કરવાની છોડી ન દેશો? સ્વપીડન અને પરપીડનની જેમ પ્રજાનો સત્તાત્યાગ  અને પછી મારી સત્તાનો ત્યાગ શું બન્ને સજૉડીયા ભાઈઓ છે?    


--

Friday, April 12, 2024

માનવવાદી તત્વજ્ઞાન

 માનવવાદી તત્વજ્ઞાન -( ભૌતિકવાદ અથવા અદ્વૈતીક પ્રકૃતિવાદ )

તેના ત્રણ સિદ્ધાંતો છે.

  1. પ્રકૃતિવાદ- કુદરતવાદ  ( NATURALISM)-તે કુદરતના (પ્રકૃતિના) અસ્તિત્વનું પ્રતિપપાદન કરે છે. તે એવો દાવો કરે છે કે જે કંઈ છે , અથવા જે કંઈ અસ્તિત્વ ધરાવે છે તે કુદરતનો ભાગ જ છે. અનુભવ જગત તે માયા નથી. કુદરતવાદ માયાનો ( ઈલ્યુઝન)અસ્વીકાર કરે છે.

  2.  નિયતિવાદ (DETERMINISM)- નિયતિવાદનો સાદો અર્થ છે કે સમગ્ર બ્રહ્માંડ નિયમશાષિત(લો ગવેર્નેડ છે.) આજે જે પથ્થર કઠણ છે તે કોઈ કારણ વિના કાલે નરમ બની જાય નહીં.કારણ વિના કશી ઘટના બની શકે જ નહીં.

 " કારણની સર્વોપરિતા નો નિયમ."

  1. ભૌતિકવાદ અથવા અદ્વૈતવાદ ( Monism)-પ્રકૃતિ એકાત્મવાદ -સમગ્ર અસ્તિત્વ એક જ મૂળ પદાર્થ કે તત્વનું બનેલું છે.પછી તે પદાર્થ કે તત્વનું સ્વરૂપ ગમે તે હોય! આ ભૌતિકવાદની પાયાની ધારણા છે.વિશ્વ બે કે વધુ તત્વોનું બનેલું છે(શરીર અને આત્મા)તેનો તે ઇન્કાર કરે છે.અથવા જડ અને ચેતન જેવા બે ભાગ પડતો નથી. કશું આધિભૌતિક,અશરીરીનો પણ અસ્વીકાર કરે છે. જે કંઈ પ્રકૃતિ કે કુદરત તરીકે અનુભવ કરીએ છીએ તે વાસ્તવિક છે. માયા કે ભરમ કે આભાસ નથી.

  2. પ્રકૃતિવાદ, નિયતવાદ અને એકત્વવાદના આધાર સિદ્ધાંતો પર વૈગ્યનિક અભિગમનો પાયો છે.જેના પર આધુનિક જગતનો પિરામિડ ઉભો થયેલો છે.


—-------------------------------------------------------------

 The base of Humanist philosophy is science. There are three basic postulates of H Philosophy namely (a) Naturalism (b) Determinism © Monism.


  1. NATURALISM-  Naturalism asserts the existence of nature & claims that everything that exists is part of nature. -nothing supernatural & above nature.  The world we experience is real in existence not MAYA.

  2. DETERMINISM- It implies that the universe is law governed. Nature is an orderly process. Events do not take place without a case. For example- It does not happen that  a stone which is hard found today will be soft tomorrow, without there being any cause which explains the change. No events can take place without cause behind it. "SUPREMACY OF REASON"

(C)         Monism- Humanist Philosophy is materialist philosophy, not spiritual philosophy but a naturalist monism philosophy. It means the whole living organism as well as non-living organism are material substances- whatever may be the basic substance. It means logically that the universe is not made up of more than one substance. Monism repudiates the duality  of matter & spirit. It does not admit of anything being supernatural. 

According to naturalism, whatever is experienced is part of nature.  Above three postulates namely naturalism, determinism & monism are basic to the approach of science.They are the backbone of humanist philosophy.

By courtesy- Radical Humanism- Philosophy of Freedom & democracy. Book in English By. V. M. Tarkunde. અંગ્રેજી અને  ગુજરાતીમાં ભાવાનુવાદ કરેલ પુસ્તકો અપ્રાપ્ય છે. અમે બંને પુસ્તકો Reprint published કરવાનો ગંભીર પ્રયત્નો કરવાના છીએ. જે તે સમયે નાણાકીય મદદ માટે સહકાર આપવાની ટેલ નાખીશું. 



--

Thursday, April 4, 2024

શું કોઈપણ રેશનાલિસ્ટ હિંદુ અને રેશનાલિસ્ટ બન્ને એકી સાથે હોઈ શકે?

શું  કોઈપણ રેશનાલિસ્ટ હિંદુ અને રેશનાલિસ્ટ બન્ને એકી સાથે હોઈ શકે?અથવા હિંદુ,જૈન,મુસ્લિમ,ઈસાઈ કે કોઈ પણ ધર્મમાં અને તેના સર્વસત્તાધીશ ઈશ્વરમાં માનનાર (Believer)રેશનાલિસ્ટ હોઈ શકે ? હા, તો કેમ? ના તો શાથી? માનવી તરીકે જન્મગત કે મેળવેલી ધાર્મિકતા અને તેના તમામ રિતીરિવાજોનાં માળખા વ્યક્તિગત અને સામુહિક રીતે સંપૂર્ણ નામશેષ કર્યા સિવાય કોઈ રેશનાલિસ્ટ બની શકે? કારણની સર્વોપરતી અને ધર્મના આધાર સિવાયની નૈતિકતા ( Achievement of  mental attitude unreservedly accepts the " SUPREMACY of REASON  "SECULAR MORALITY") તે બન્ને મૂલ્યોને દુન્યવી સત્ય શોધવાના માર્ગદર્શક સાધનો તરીકે સ્વીકારવા તૈયાર છો ખરા?    

--

Monday, April 1, 2024

! મારા દેશના 97 કરોડ મતદાતાઓ ! (પેલા 140 કરોડ મારા પરિવારના સભ્યો નહીં)! મારો વડાપ્રધાન પદનો પટો ત્રીજીવાર કેમ રીન્યુ કરી આપવો જોઈએ


હૈ ! મારા દેશના 97 કરોડ મતદાતાઓ ! (પેલા 140 કરોડ મારા પરિવારના સભ્યો નહીં)! મારો વડાપ્રધાન પદનો પટો ત્રીજીવાર કેમ રીન્યુ કરી આપવો જોઈએ ? તે તમને ખબર છે?

 હું 10 વર્ષ  સુધી દેશના  વડાપ્રધાન પદે અને આશરે 15 વર્ષ સુધી ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી તરીકે બે બેરોકટોક ચાલુ રહ્યો છું. એ તો મારે તમને જણાવવાનું હોય જ નહીં! જુઓ! તમે બધા એક વાત સમજી લો કે, " સત્તાના રાજકારણમાં " મેં કદી હાર શું છે એ જોયું જ નથી! સૌ પ્રથમ મેં મારા ગુજરાતના ભાજપ પક્ષમાંથી જ મને હરાવવા નીકળી પડેલા ને વારાફરથી હરાવતો આવ્યો છું. કેટલાકને તો મેં નામશેષ જ કરી નાખ્યા હતા.

    સને 2014 પછી મેં કબ્જે કરેલી દેશની આધુનિક હસ્તિનાપુર રાજધાનીમાં મારા પક્ષના અને વિરોધ પક્ષના તમામ દુશમ્નોથી  મુક્ત થવાનો મારો એક માત્ર "રાજધર્મ"ની નિસરણી ચઢવાના થોડાં પગથિયાં હજુ બાકી છે. મારુ તે  "મિશને  હિન્દ" હજુ પૂરું થયું નથી. બહુ લાંબી- ચોંઢી વાત કરવાને બદલે પેલા 97 કરોડ મતદારોને સમજાવી દેવા માંગુ છું  હું " મારા ખોળિયામાં " જીવ છે ત્યાં સુધી કેમ  સત્તા  છોડીશ નહીં?

  1. ગુજરાતના 2002ના દેશને લઘુમતી -બહુમતીને ધાર્મિક નફરતપેદા કરીને આડો ઉભો વેતરી નાખવાના પવિત્ર મિશનમાં રણધીરપુરના  બિલકિસ બાનું , બરોડાના બેસ્ટ બેકરી કેસ, નરોડા પાટિયા અને નરોડા ગામ,અહેસાન જાફરીસાહેબ વાળી  ગુલબર્ગ સોસાયટી ના રહીશોની અને બીજા અનેક ઇતિહાસની નોંધ બહાર રહી ગયેલાઓની શાનને  ભાનમાં લાવવાના સુઆયોજિત યોજનામાં " नींव कि इट " બનનારા  મારા હિંસક સાથીદારોની મુક્તિ અને તેમના કુટુંબોના હિતો સાચવવાની  જવાબદારી માટે મારો વડાપ્રધાન નો પટો રીન્યુ કરવાની  જરૂર છે.

  2.  છેલ્લા 10 વર્ષોમાં મેં  દેશને  કાયદાના શાસનમાંથી ( RULE OF LAW)મુક્ત કરી  શાસનકર્તાની મરજી મુજબનું કાયદાનું રાજ્ય લાવવા    ( LAW OF RULER) મારી ઈચ્છા વચ્ચે  ઘણા વિઘ્નો છે. જે મારા " ઈલેક્શન બોન્ડ " પ્રજા કલ્યાણ લક્ષી પગલાંને રાષ્ટ્ર વિરોધ - બંધારણ વીરોધી ગણીને રદબાતલ કરે છે.

  3. મારો સત્તાનો પટો જો રીન્યુ કરવામાં નહીં આવે તો  દેશને 'મનુસ્મૃતિ' આધારિત  " હિંદુ દેશ" બનાવવાનું  ભૂલી જજો!   

  4. પેલા 82 કરોડ દેશવાસીઓ ને  તો મેં  5કિલો અનાજ બીજા 10 વર્ષો સુધી મફત આપવાના વચન આપી મત આપવા પટાવી લીધા છે.તે બધા ની તો મેં મૂઠ્ઠી ચણા આપીને  કાયમ માટે ચાંદીની કલ્લીઓ કાઢી લીધી છે.પણ મારા દેશના  બિચારા અદાણી-અંબાણી જેવા તમામ " Crony Capitalism"ના હિતો જે મારી સત્તા, મારા પક્ષના કાર્યકરોની સમૃધ્ધિ અને  દેશવાસીઓના વધતી જતી યુવા બેકારી ની ફોજનું  કલ્યાણ  કોણ કરશે? તેમના શેરહોલ્ડર્સ અને મુંબઈ શેર બજારનું શું  થશે?

  5. મારા  તમામ પક્ષની અંદરના વિરોધીઓ અને સામા પક્ષના વિરોધીઓને  લકવાગ્રસ્ત અને કાયમ માટે નેસ્તનાબૂદ કરવાના પગલાં  તો મેં  હમણાં જ લેવાના શરુ કર્યા છે. કોઈકના  નાણાંકીય ખાતાં  અટકાવ્યા છે કે પછી ફક્ત એકલ દોકલ એક બે મુખ્ય મંત્રીઓને જેલમાં પૂર્યા છે. તમે 31મી માર્ચની મારા પાટનગર હસ્તિનાપુરની  ગઈકાલની વિરોધ પક્ષ ની સંયુક્ત રેલી જોઈ ? બોલો !એકી સાથે  તે વિરોધ પક્ષના  નેતાઓ એ બે  હાથ એકબીજાના  હાથો પકડીને  ઉભા હતા તે લાઈનની  સંખ્યા  ગણી? બોલો કેટલા બધાને  જેલમાં પુરવાના બાકી છે?

  6.  નોઈડાના મીડિયા કોન્ક્લેવ અને ગોદી -મોદી-મીડિયાના એન્કરોની  સત્તા ગયા પછીની  પેદા થવાની બેકારીનું  શું થશે? ઇડી, ઈ- ટેક્સ અને સીબીઆઈ ઉપરાંત મોદી યુગમાં  ફૂલેલી -ફાલેલી  નોકરશાહી શું થશે?

  7. આ બધાનું  જેવું વાવ્યું  હશે  તેવું  બધા લણશે ! પણ સત્તા  ગયા પછી  મોદી - શાહ ની બેલડીને  દુનિયાનો  રશિયાના પુતિન સિવાય કયો દેશ  રાખશે? પશ્ચિમના  તમામ લોકશાહી દેશો ઉપરાંત ઓસ્ટ્રેલિયા તો  તેમને  વિઝીટર વિઝા પણ આપશે કે કેમ તે સવાલે  તે બેલડીની  નિંદર જ  હરામ કરી દીધી છે?               

  8. મતદાર ભાઈઓ ! મારી સત્તાનો પટ્ટો રીન્યુ  કરી આપશો ને? અયોધ્યાના પેલા મારી જ પ્રાણપ્રતિષ્ઠ્ઠાથી બિરાજમાન  થયેલા  ફક્ત મારા જ "રામજી" એ હવે તો  સને 2024ની  ઈવીએમ મશિનવાળી ચૂંટણીની  સારસંભાળ  રાખવાનું મને 22મી જાન્યારીના દિવસે " Promise" તેમની આરતી ઉતારતે સમયે આપેલ છે! " રામજી" એ તથાસ્તુઃ  - કહ્યું કે નહીં તે મેં સાંભળ્યું  નથી! 

--