Wednesday, March 12, 2025
માનવી નૈતિક છે કારણકે તે તર્કવિવેકબુધ્ધીથી વિચારે છે.
Tuesday, March 11, 2025
ભાગ–૩ આપણામાંથી ગાંધીને મારશે કોણ?
ભાગ–૩ આપણામાંથી ગાંધીને મારશે કોણ? તા. ૨૧મી જાન્યુઅઅરીથી ૩૦ જાન્યુઆરી– બાપુની છેલ્લી અને આખરી વિદાય સુધી હવે પછી.
(1) ૨૦મી જાન્યુઆરી ના રોજ ગાંધીજીનું ખુન કરવાના નિષ્ફળ પ્રયાસ પછી,૨૩મી જાન્યુઆરી ૧૯૪૮ ના રોજ નારાયણ આપ્ટે અને નથ્થુરામ ગોડસે મુંબઇ આવી જાય છે.ગોડસે નક્કી કરે છે કે હવે હું જ ગાંધીનું ખુન કરીશ. આપ્ટે અને કરકરે આ નવા પ્લાનમાં મદદરુપ થશે.
(2) પાહવાએ પોલીસ તપાસમાં બધુ જણાવી દીધું.તેથી ગોડસે,આપ્ટે અને કરકરે ભુગર્ભમાં જઇને પોતાના નવા પ્લાન મુજબ આગળ વધવાનું શરુ કરી દીધુ. ગોડસેએ સમજી લીધું કે અહેમદનગરવાળા શસ્રોના વેપારી બરગે ની રિવોલ્વર કામમાં નહી લાગે. ગ્વાલીયરમાં જઇને પરચુરેએ ઓટોમેટીક ફુલ્લી લોડેડ બેરેટા રિવોલવર મળે તેવી વ્યવસ્થા કરી રાખી હતી.
(3) ૨૫મી જાન્યુઆરીના રોજ ફરી ગોડસે,આપ્ટે ને વિષ્ણુ કરકરે દિલ્હી આવીને એલફીસ્ટન હોટેલમાં ઉતરે છે. કરકરે સાંજે ગાંધીજીની પાર્થના સભાની સુરક્ષાની વ્યવસ્થાનું બારકાઇથી નિરિક્ષણ કરીને આવે છે.૩૦મી જાન્યુઆરીના રોજ બધા બિરલા હાઉસમાં પાંચ વાગે હાજર થઇ જાય છે. સાંજના બરાબર પાંચવાગે ગાંધીજીની પ્રાર્થના સભા ચાલુ થવાની હતી. તેની દસ મિનિટ પહેલાં ગોડસે ત્યાં પહોંચી ગયો.
(4) પ્રાર્થના પહેલાં ગાંધીજી સાથે સાડા ચાર વાગે સરદાર પટેલની મીટિંગ હતી.તે મીટીંગ પાંચ વાગીને દસ મિનિટે પુરી થઇ.તે સમયે કાઠીયાવાડથી બે માણસો ગાંધીજીને મળવા આવ્યા હતા. ગાંધીજીએ પૌત્રી મનુ સાથે કહેવાડાયું કે ' જો હું જીવતો હોઇશ પ્રાર્થના પછી હું ચાલવા જઉ છું ત્યારે ચાલતા ચાલતા મારી સાથે વાત થઇ શકશે."
(5) જેવા તે બિરલા હાઉસમાંથી પ્રાર્થના સભામાં આવવા નીકળ્યા ત્યારે ગાંધીજી પોતાની બે પૌત્રીઓના ખભા ઉપર હાથ મુકીને ચાલતા ચાલતા આવતા હતા. નથ્થુરામ ગોડસે ટોળામાંથી નીકળીને મનુ પાસે પહોંચી જાય છે. મનુ કાંઇપણ તેને રોકાવા કહે તે પહેલાં ગાંધીજીને પગે લાવવા નીચો પડે છે. અને ત્યાર બાદ ઉભો થઇને ધડાધડ એક પછી એક ત્રણ ગોળીઓ ગાંધીજીની છાતીમાં લગાવી દે છે. ગાંધીજી " હે! રામ બોલી" અને ઢળી પડે છે. તરતજ પોલિસે ગોડસેને પકડી લઇને પોલીસ કસ્ડીમાં પુરી દીધો. કરકરે અને આપ્ટે ત્યાંથી ભાગી નીકળવામાં સફળ થયા.
(6) ગાંધીજીની હત્યાથી દેશ વ્યાપી એક જબ્બર સન્નાટો છવાઇ ગયો. વડાપ્રધાન નહેરુનો પ્રથમ પ્રત્યાઘાત હતો." The light has gone out of our lives and there is darkness everywhere" જાણે અમારી જિંદગીમાંથી એકાએક પ્રકાશ જ હોલવાઇ ગયો. અને સર્વત્ર અંધકાર ફેલાઇ ગયો છે.
કેટલા માટી પગા હિંદુ મહાસભા અને આર એસએસ વાળા હતા.
(7) જ્યારે દેશમાં ખબર પડી ગઇ કે ગાંધીજીની હત્યા પાછળ હિંદુ મહાસભાને નાથ્થુરામ ગોડસેનો હાથ છે ત્યારે મુંબઇમાં સાવરકર ભવનની સામે હજારો લોકોની ભીડ ભેગી થઇ ગઇ. પોલીસ સભાન થઇને આવી ગઇ નહી તો ટોળાએ તે ભવનને સળગાવી દિધું હોત! નાગપુરમાં આર એસ એસની હેડઓફીસ તથા ગોલવાલકરના મકાન પર પથ્થર મારો કરવામાં આવ્યો. આ સંગઠનના દેશભરમાંના લોકો પોતાની જાન બચવાવા પોતાના રહેણાંકોમાંથી ભાગી છુટયા.
(8) સાવરકર અને ગોડસેએ એવું વિચાર્યુ હતું કે દેશની હિંદુપ્રજા ગાંધીની હત્યા પછી તમને કંકુ, ગુલાલ અને ફુલોથી વધાવશે પણ આતો તેમની કલ્પ્ના બહાર સારા દેશની દુશ્માનવટ તેમની સામે આવીને ઉભી રહી ગઇ.
(9) ગોડસેએ ખરેખર તો ગાંધીની હત્યા કરીને ગાંધીજીને હતા તેના કરતાં વધારે મહાન બનાવી દીધા.સાથે સાથે ગાંધી વિચારધારાને પણ વધુ મજબુત બનાવી દીધી.
(10) ચોવીસ કલાકમાં જ હિંદુમહાસભા અને આર એસ એસ ની ટોચની નેતાગીરીએ પોતાના બચાવના કારણો શોધવા મંડી પડી..બીજે દિવસે ૩૧મી જાન્યુઆરી સને ૧૯૪૮ને દિવસે ગોલવાલકરે એક લેખીત જાહેર નિવેદન કર્યું કે " ગાંધીજી એક મહાત્મા હતા. અને હું તો ગાંધીજીનો ટેકદાર હતો." હિંદુમહાસભા અને આર એસએસ પ્રકાશિત મુખપત્રોમાં ગોલવાલકર તરફથી સતત વ્યક્તિગત અને ગાંધી વિચારસરણી પર વર્ષોથી કાયમ ઝેર જ ઓકવામાં આવતું હતું. આર એસ એસએ તો જાહેર કરી દીધું કે તે તો ગાંધીના આદર્શોમાં માને છે.
(11) હિંદુમહાસભા અને આર એસ એસ બંનેએ જાહેર કરી દિધું કે નથ્થુરામ ગોડસે અમારી સંસ્થાનો કયારેય સભ્ય જ નહતો. અમારી સંસ્થાઓને નથ્થુરામ ગોડસેની પ્રવૃત્તીઓમાં ક્યારેય સીધો કે પરોક્ષ ટેકો ન હતો.
(12) ૫–૦૨–૪૮ ના રોજ સમગ્ર દેશમાં ગૃહપ્રધાન સરદાર પટેલે આર એસ એસ પર પ્રતિબંધ મુકી દીધો. આ સંસ્થાએ એવી બાંહેધરી સરકારને આપી કે તેમની સંસ્થા દેશના બંધારણને વફાદાર રહીને ફક્ત સાંસ્કૃતિક પ્રવૃત્તીઓ જ કરશે.તેથી ૧૧–૦૭–૪૯ ના રોજ પ્રતિબંધ ઉઠાવી લીધો. તેમ છતાં દેશ સને ૧૯૪૭માં આઝાદ થયા પછી પહેલીવાર નાગપુરની કચેરીપર ૨૦૦૨ની સાલમાં ૨૬મી જાન્યુઆરી ના રોજ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. તે પહેલા તેમની હેડઓફીસ પર પંચાવન વર્ષ સુધી પોતાનો ભગવો ઝંડો જ ફરકતો હતો.
(13) મુંબઇના સીઆઇડીઅધિકારી નગરવાલાની ટીમે એક પછી એક બડગે, ગોપાલ ગોડસે,ને પકડીને કસ્ટડીમાં પુરી દીધા. હજુ આપ્ટે અને કરકરે હાથમાં આવ્યા નહતા. પણ નથ્થુરામ ગોડસેએ જેલમાં તપાસ દરમ્યાન મરાઠી સીનેમાએકટર્સ મનોરમાની પુરા સહકારની હકીતત બતાવી દીધી. તેને આધારે વિષ્ણુ કરકરે અને નારાયણ આપ્ટેને પણ પકડી લીધા.આમ ગોડસે. આપ્ટે, કરકરે, બરગે, તેનો નોકર શંકર. ગોપાલ ગોડસે ને પાહવા બધાજ પોલીસ કસ્ટડીમાં આવી ગયા.છેલ્લે સમગ્ર કાવતરાના માસ્ટર માઇન્ડ તરીકે સાવરકરને પણ જેલમાં પુરી દેવામાં આવે છે. દાર્શીનીક પુરાવાના અભાવે કોર્ટ સાવરકરને છોડી મુકે છે.
––––––––––––––––––––––––વધુ માહિતી ભાગ–૪ માટે ઇંતેજાર કરો.–––––––––––––––––––––––––––––
Sunday, March 9, 2025
Re: આપણામાંથી ગાંધીને મારશે કોણ? ભાગ–૨
Sent: Saturday, March 8, 2025 7:02:04 PM
To: shekhar.shroff.manavvad@blogger.com <shekhar.shroff.manavvad@blogger.com>
Subject: આપણામાંથી ગાંધીને મારશે કોણ? ભાગ–૨
આપણામાંથી ગાંધીને મારશે કોણ? ભાગ–૨.
નાથુરામ ગોડસે અથવા નારાયણ આપ્ટે બે માંથી કોઇ ગાંધી ને મારવા તૈયાર ન હતા! ૦૨–૦૧–૧૯૪૮ના રોજ બંને અહેમદનગર જઇને વિષ્ણુ કરકરેને મળે છે.આ ભાઈ! પેલા બંને દોસ્તોને મદનલાલ પાહવાના નામનું સુચન કરે છે. કરકરેને મદનલાલ પાહવા પર એટલો ભરોસો હતો કે " આ બંદો! ચોક્કસ ગાંધીનું ખુન કરવા તૈયાર થશે. કેમ! કારણકે તે પાકિસ્તાનથી સર્વસ્વ ગુમાવીને જીવ બચાવવા નિરાશ્રીત તરીકે ભારતમાં આવ્યો છે. તેના દિલોદિમાગમાં હજુ બદલાની ભાવના બુઝાઇ નથી. તે ચોક્કસ આપણા પવિત્ર(!)હવનમાં બલી બનવા તૈયાર થશે. અહેમદનગરના મુસ્લીમોના ઘરો પર બોમ્બ ફેકવા ને તેમની દુકાનોમાં હલ્લાબલ્લી કરી લુંટફાટ કરવાની ક્ષમતા ધરાવે છે કે નહી, તે બધી પરિક્ષાઓમાં આ નિરાશ્રીત ભાઇ અવ્વ્લ નંબરે પાસ થઇ ગયા હતા. કરકરેએ પહેલીવાર પાહવાની ઓળખાણ પુરી લાયકાતો સાથે ગોડસે અને આપ્ટે ને કરાવી. પાહવાને પોતાના પ્લાનની લેશ માત્ર આ તબક્કે ગંધ સરખી પણ આવવા દીધી ન હતી." એક વાર ભારત માતાકી જય બોલ તો કરો!"
તા.૦૬–૦૧–૧૯૪૮ના રોજ(૩૦મી જાન્યુઆરીથી બરાબર ૨૪ દિવસ પહેલાં) પાહવાને ખબર પડી જાય છે કે આ લોકો ગાંધીનું ખુન કરવા નો પ્લાન બનાવી રહ્યા છે.પણ પેલા બે માસ્ટર માઇન્ડ હજુ સુધી પાહવાને બતાવતા નથી કે ગાંધીને ગોળીઓથી મારવાનું કામ પાહવાએ કરવાનું છે. પરંતુ ગાંધીજીને ગોળીથી મારવા રિવોલ્વર જોઈશે ને? તેની વ્યવસ્થાતો કેટલા મહિના પહેલાં કરવામાં આવેલી હતી.( Necessary arrangement for having a revolver has been done months before.)
તા–૮ મીઓગસ્ટ૧૯૪૭(સ્વતંત્ર દિવસ ના બરાબર સાત દિવસ પહેલાં).Air India Plane 438 મુંબઇ થી દિલ્હી આવવા ઉડ્ડાન ભરે છે.તે વિમાનમાં વિનાયક (પાનું૨) સાવરકર,નથ્થુરામ ગોડસે અને નારાયણ આપ્ટે મુંબઈ થી દિલ્હી આવવા રવાના થયા.હિંદુ મહાસભાની વર્કીંગ કમીટીમાં ભાગ લેવા આવ્યા હતા.
દિલ્હી આવતા પહેલાં અહેમદનગર(મહારાષ્ટ્ર)ની ખાસ મુલાકત લીધી હતી.તે શહેરમાં જઇને રાયફલ વેચનાર વેપારી દિગંબર બડગે ને મળે છે.જુલાઇ ૧૯૪૭માં ૧૨૦૦ રુપિયાની સ્ટેનગન બડગેની દુકાનથી નારયણ આપ્ટેએ ખરીદી હતી. આ સ્ટેનગન ખરીદતી વખતે વિષ્ણુ કરકરે પણ સાથે જ હતા.
દિલ્હી પ્લેનમાંથી ઉતરવાની સાથે જ ગ્વાલયરના દત્રાત્રય પરચુરે, હિંદુ આર્મીના વડા(He was the commander chief of Hindu Rashtra Army)ને ત્રણેય જણ મળે છે. આ પહેલી વાર નો પ્રસંગ હતો કે જ્યારે ગાંધીજીની હત્યા ના કાવતરામાં સંડોવાયેલા તમામ એકી સાથે ભેગા થયેલા હતા.ગાંધીજી નું ખુન કરવા નીચે મુજબના કામની વહેંણી કરવામાં આવી હતી.
ગ્વાલીયરવાળા દત્રાત્રય પરચુરેએ ખાસ જાતની રિવોલ્વર " બેરેટટા ગન" ની વ્યવસ્થા કરી આપી. જે ગનથી ગોડસેએ ગાંધીજીનું ખુન કર્યું હતું. નારાયણ આપ્ટેને ખુબજ ઝીણવટભરી રીતે સદર કાવતરું સફળ થાય માટે આયોજન કરવાનું હતું જેને અંગ્રેજીમાં LOGISTICS તરીકે ઓળખવામાં આવે છે. તા.૨૦ મી જાન્યુઆરીના રોજ ગાંધીજી પર દિલ્હી માં જે પહેલો ખુની હુમલો કરવાનો હતો તે માટે વિષ્ણુ કરકરેએ મદનલાલ પાહવાને ગોળી મારવા તૈયાર કરવાનો હતો. આ બધાનો પ્રેરણા સ્તોત્ર( Guiding Spirit) વિનાયક દામોદર સાવરકર હતા(તેને વર્તમાન મોદી સરકારે ભારત રત્નનો મરણોત્તર એવોર્ડ આપ્યો છે.)
આ કાવતરાથી સ્વતંત્ર નથ્થુરામ ગોડસેએ તારીખ ૨૦મી જાન્યુઆરીએ જ્યારે મદનલાલ પ્હાવા ગાંધીજી પર ગોળીઓ ચલાવે ત્યારે નાગપુરમાં પોતાના કુટુંબ ના સગા ની શાદી માં તે હાજર હતો તેવો પુરાવો (અન્યત્ર હોવાનો પુરાવો- ALIBI) તૈયાર (પાનું–૩)કર્યો હતો. તેના બહાના નીચે તે દેશને બતાવી શકે કે ગાંધીની હત્યામાં તેનો હાથ ન હતો.
૧૪ મી જાન્યુઆરીના રોજ પુના થી મુંબઇ જતી ટ્રેન માં ગોડસે અને નારાયણ આપ્ટેએ પોતે જ ગાંધી હત્યાના કાવતરાનો પ્લાન પોતે જ બહાર પાડી દીધો.પોતાની સીટની સામે મરાઠી સીનેમા એક્ટ્રેસ શાંતા મોદક બેઠી હતી.તેને નારાયણ આપ્ટે પોતાની ઓળખાણમાં બતાવી દીધું કે હું હિંદુ રાષ્ટ્ર દૈનીકનો માલિક અને ગોડસેને તેના તંત્રી તરીકે પરિચય કરાવ્યો. શાંતા મોદકની સાથે બંનેએ કોફી પીધી ને વધુમાં કહી દીધું કે તેઓ વિનાયલ દામોદર સાવરકરને ત્યાં સીધા ટ્રેઇનમાંથી ઉતરીને જવાના છે. શાંતાબેને બંનેને સાવરકરને દરવાજે પોતાની ગાડી માં લઇ જઇ ને ઉતારી દીધા.
તે જ દિવસે સાંજના ૭–૩ ૦ થી ૮–૩૦ સુધી ગોડસે,આપ્ટે ને બડગે સાવરકરેને મળે છે. અહેમદનગરના શસ્રોનો વેપારી બડગે બધાની વચ્ચે કહે છે કે " હું તમારા માટે રિવોલ્વર લઈને આવ્યો છું. હું સાવરકર સાહેબ ને ત્યાં મુકીને જઉ?" ના! ના! અહીંયા મારે ઘેર નહી. આપણી હિદું મહાસભાની ઓફીસ પર મુકી આવો! પેલી ત્રણેય ત્રિપુટી પક્ષની ઓફીસે જાય છે. ત્યાં પણ ઠેકાણું નહિ પડતાં છેવટે બડગે મુંબઇના સુપ્રખ્યાત ભુલેશ્વરના હિંદુમંદિરના મહારાજો બે ભાઇઓ દિક્ષિત મહારાજ અને દાદા મહારાજ પાસે જાય છે. તેઓ પોતાને ત્યાં શસ્રો રાખવાનું સહજતાથી બે કારણોથી સ્વીકારે છે. એક પોલીસને વિશ્વાસ હોય છે કે મંદિરમાં દેવનો નિવાસ હોય છે શસ્રો નહિ. બીજુ અમે બંને ભાઇઓ હિંદુ રાષ્ટ્રના ટેકેદાર છે. શું કહેશો આ બધા હિદું રાષ્ટ્રપ્રેમીઓને, દેશ ભક્તોને જેને મંદિરમાં ગેરકાયદેસર શસ્રો રાખવામાં કોઇ લેશ માત્ર છોછ નથી.
જાહેર જીવનમાં સાધ્ય અને સાધનની શુધ્ધીતો પેલા મુઠ્ઠી હાડકાવાળા ગાંધીને પોષાય! અમારે મન તો એ વેદિયાપણાથી વધારે કશું નથી.(૨૦૧૪થી ૨૦૨૪ સુધી) ગેરકાયદેસર જાહેર કરેલા ઇલેક્શન બોન્ડના ઉપયોગની અમારી સિધ્ધિ કેટલી ચમકદાર છે.) કરકરેને પાહવાને હથીયાર આપી બંનેને દિલ્હી જવા આપ્ટેએ સૂચના આપી. હજુ સુધી પાહવાને ખબર ન હતી કે " ગાંધી પર ગોળીઓ તો પાહવાને જ ચલાવવાની છે." નાથુરામ ગોડસે પોતની ડાયરીમાં તમામ વિગતો લખતો હતો. જે ડાયરી તેના મૂળ સ્વરૂપે ગાંધીજીના ખુન પછી આખરે પોલીસ ના હાથમાં આવે છે.
ગાંધીનું ખુન કરવામાં પાહવા ફેઇલ જોય તો નારાયણ આપ્ટેએ પ્લાન "B" બનાવ્યો હતો. નારાયણ આપ્ટેએ કહ્યું કે ગાંધીજીનું ખુન કરવાની જવાબદારી સાવરકરે મને સોંપી છે.(Savarkar had given me responsibility of killing Gandhi. N. Apte declared). પ્લાન"B" મુજબ ગાંધીની હત્યા આપ્ટે બડગે પાસે કરાવવા માંગતા હતા. પછી નથ્થુરામ ગોડસે પુના જાય છે. અને પોતાના ભાઇ ગોપાલ ગોડસેના આ કાવતરાને સફળ બનાવવા સામેલ કરી દે છે.
૧૭મી જાન્યુઆરી સવારે સાત વાગે ગોડસે, આપ્ટે, બડગે અને તેનો નોકર શંકર મુંબઇના વી.ટી સ્ટેશન પર ભેગા થાય છે. ગોડસેએ કહ્યું કે ચલો! આપણે ચારેય છેલ્લીવારના સાવરકરના દર્શન– આશાર્વાદ લઇને પછી દિલ્હી જઇએ. તે બધા સાવરકર સદન જાય છે. પાંચ–દસ મિનિટ માં જ બધા નીચે આવે છે. સાથે સાવરકરે પણ નીચે આવે છે. સાવરકર બોલે છે."Be Successful and return".
તેજ દિવસે ગોડસે અને આપ્ટેએ મુંબઈ થી અમદાવાદ થઇને દિલ્હી જતી ફ્લાઇટ પકડી. દિલ્હી પહોંચી 'મરીના હોટેલ માં બે દિવસ ૧૮અને ૧૯ જાન્યુઆરી રહે છે. બંને દિવસ બંને જણા બિરલા હાઉસની રેકી કરે છે. "They inspected area around Birla House too." બાકી હતું તેમાં ગોપાલ ગોડસે દિલ્હીમાં આવીને આ પ્લાનમાં જોડાઇ જાય છે.પણ તે હિંદુ મહાસભા પક્ષની ઓફિસ માં રહે છે. તે સમયે મદનલાલ પહાવા પોતાના મામા ને મળે છે. પહાવાને સમાચાર આપે છે કે તેના પિતાએ તેની શાદી તેની જ્ઞાતિમાં નક્કી કરી દીધી છે. ૧૮ મી જાન્યુઆરી એ તેની મંગેતરના ઘરે મળવા જાય છે.૧૯મી રાત્રે નારાયણ આપ્ટે પાહવાની રુમમાં બારણુ ખટખટાવે છે.તેને કહેવામાં આવે છે કે ગાંધી ઉપર ગોળી પાહવા જ ચલાવે તેવી આપણા ગ્રુપમાં બધાની ઇચ્છા છે.પાહવાએ બિલકુલ ના પાડી દિધી. " મારુ એ કામ નહિ" હું ગાંધી નો પ્રશંસક બની ગયો નથી. પણ મારા જીવનમાં હવે પસંદગી બીજી આવી ગઇ છે.હું હવે મારી જિંદગી એક ક્રીમીનલ નો ધબ્બો, દાગ લઇને જિવવા માંગતો નથી. આ ઘડીયે ગાંધીના ખુન કરવાનો પ્લાન જ રફે તફે થઇ જાય છે.ગોડસે ગાંધી પર ગોળી ચલાવવા તૈયાર ન હતો! નારાયણ આપ્ટેને પ્લાન "B" મજુબ બરગેને હવે જવાબદારી સોંપે છે. તેમ છતાં આ તબક્કે આપ્ટે પાહવાને પોતાની ચુંગાલમાંથી બહાર જવા દેવા તૈયાર ન હતો.
તા–૨૦મી જાન્યુઆરીએ સાંજે બિરલા ભવનની બહાર રોડ પર એક બોમ્બ ધડાકો કરવો જેથી કરીને લોકોનું ધ્યાન તે તરફ જાય અને જેને ગાંધી હત્યાનું કામ સોંપ્યુ હતું તે બરગે કામ પતાવી દે. આ પ્લાન "B" કેવી રીતે નિષ્ફળ ગયો એ પણ સમજીએ.
નકકી કરેલા સમય પ્રમાણે પાહવાએ તો બીરલા ભવનની બહાર બોમ્બ ધડાકો કરી નાંખ્યો. પણ બરગેના માનસિકતા એવી હતી કે તે ઇરાદાપુર્વક પોતાની રીવોલ્વર જ જે ભાડે ટેક્ષીમાં તે આવ્યો હતો તેનીપાછલી સીટ નીચે જ રીવોલ્વર મુકીને જ બીરલા ભવન આવ્યો. ત્યાં જ બોમ્બ ધડાકાને કારણે જે ભાગ દોડ મચી ગઇ હતી તેથી નારાયણ આપ્ટે, નથ્થુરામ ગોડસે અને ગોપાલ ગોડસે પેલી બરગેવાળી ટેક્ષીમાં જ ભાગી ગયા. જ્યાં તેઓએ ટેક્ષીની પાછલી સીટ નીચે બરગે વાળી રિવોલ્વર સંતાડેલી જોઇ!
જ્યારે બીરલા ભવનમાંથી બહાર આવે છે ત્યારે બરગે જુએ છે કે ત્યાં પેલાચારમાંથી કોઇ સાથીદાર,આપ્ટે, નથ્થુરામ, ગોપાલ કે પાહવા ત્યાં ન હતા. તે બધા હિંદુ મહાસભાની ઓફીસ પર આયોજન મુજબ ભેગા થયા. બિરલા ભવન પર શું થયું તે બરગેને પુછે છે? બરગે સખત મા–બેન સમી ગંદીમાં ગંદી ગાળો તે બધાને ગુસ્સામાં સંભળાવે છે. બરગેને સમજણ પડી ગઇ હતી કે આ બધા પોતે ભાગી જઇ ને તેને ફસાવવા માગતા હતા!. કોના હિતો માટે કોને પ્રતિબધ્ધતા હતી? પોતાની જાત બચાવવાના કે પેલા પ્લાનને અમલમાં મુકવાની! બરગે તરત જ ત્યાંથી નીકળી જાય છે.
બીરલા ભવન પર ભાગદોડ જબ્બ્રરજસ્ત મચી ગઇ હતી. પોલીસ મદનલાલ પાહવાને પકડી લે છે. ગાંધીજી પણ ત્યાં પ્રાર્થના સભા માં હાજર હતા. આવા સંજોગોમાં પણ તે તરતજ પોતાની બૌધ્ધીક પરિપક્વ(Mature) પ્રતિક્રીયા આ શબ્દોમાં આપે છે. " આવા ધડાકાથી જો આપણે ડરી જઇશું તો ખરેખર કાંઇ થઇ જાય તો આપણા હાલ કેવા હશે?" માટે "ડરો મત" !
जिस भाई ने यह काम किया है, उससे आपको कोई नफरत करने की कोई जरूरत नहीं हैा " We don't need to hate him." Gandhiji spoke at that very moment. In the midst of death life persists, in the midst of untruth truth persists, in the midst of darkness light persists."
ભાગ–૩ આપણામાંથી ગાંધીને મારશે કોણ? તા. ૨૧મી જાન્યુઅઅરીથી ૩૦ જાન્યુઆરી– બાપુની છેલ્લી અને આખરી વિદાય સુધી હવે પછી.
આપણામાંથી ગાંધીને મારશે કોણ? ભાગ–૨

Friday, March 7, 2025
રોયના રાષ્ટ્રવાદી ધક્કાને માર્ક્સવિચારના સંપર્કવશ વ્યાપક વિશ્વસંદર્ભ સાંપડયો.
રોયના રાષ્ટ્રવાદી ધક્કાને માર્ક્સવિચારના સંપર્કવશ વ્યાપક વિશ્વસંદર્ભ સાંપડ્યો. મેક્સિકોની સમાજવાદી હિલચાલનું એમનું નેતૃત્વ એમને લેનિન થકી નિમંત્રાઈ કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ લગી લઈ ગયું

પ્રો. જયંતીલાલ કે. પટેલ
બારમી ફેબ્રુઆરીના દિવસે જોગાનુજોગ ગાંધી શ્રાદ્ધ પર્વે જે.કે. (પ્રોફેસર જયંતી કે. પટેલ) ગયા. બાણુમે વરસે એટલે કે પાકટ પાન સહજ ખરે તે રીતે એ ગયા. વર્ષોથી એક પ્રકારે ઘરબંધ જિંદગી બસર કરી રહ્યા હતા, પણ એક મસ્તી અને સોશિયલ મીડિયા સાથે એ વ્યાપક સંપર્કોમાંયે હતા. ખાસ કરીને, રેશનલિસ્ટ વર્તુળમાં એ કંઈક ખાસંખાસ જેવા હતા.
જો કે, મારો અને એમનો પહેલો પરિચય રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકેનો, અને સ્વાધ્યાય ક્ષેત્રે એ રૂસોના 'સોશિયલ કોન્ટ્રેક્ટ'ના અનુવાદથી માંડી આગળ ચાલતાં આફ્રિકાના વિશેષ અભ્યાસથી ઝળક્યા. અહીં ઝળકવાની જિકર કરી તે સાથે એમનો એક ઝબકાર પણ સાંભરી આવ્યો – તેવીસેક વરસ પર બે હજાર બેના ઘટનાક્રમ સંબંધે ત્યારના રાજકીય નેતૃત્વને એમણે પોતાના પૂર્વ વિદ્યાર્થી તરીકે ધરાર 'ડિસઓન' કર્યું હતું, સરા જાહેર.
રહો, હું અહીં કોઈ વૈયક્તિક વિશેષાંજલિ આપવા નથી ઈચ્છતો. એમ તો, જનતા મોરચાને ધોરણે અમે 1975ની ધારાસભાની ચૂંટણી લડ્યા ત્યારે પાટડી-દસાડા પંથકમાં ભીમાભાઈ રાઠોડની ઉમેદવારીને યશસ્વી બનાવવા એ મહિનો માસ મચી પડ્યા હતા એ પણ કેમ ન સંભારું? પણ એમને વિશે નહીં પરંતુ એમને મિશે લખવા કલમ ઉપાડી છે, એ તો ગુજરાતમાં એક આખી ચળવળ, નાની પણ રાઈના દાણા શી એક મળતાં મળે એવી બિરાદરી પરત્વે આદર ને કૃતજ્ઞતા વ્યક્ત કરવા વાસ્તે : 'મહાગુજરાત આંદોલનમાં જયન્તિ દલાલ આદિના સથવારાથી માંડી કટોકટી પ્રતિકાર સહિત આ બધી જે જે.કે.ની સંડોવણી રહી એની પૂંઠે એમનું રેડિકલ હ્યુમેનિસ્ટ હોવું એ ચાલના ઓછેવત્તે અંશે હતી. આ રેડિકલ હ્યુમેનિસ્ટ વિચારધારાના અગ્નયાયી એમ.એન. રોય (1887-1954) હતા એટલે રોયિસ્ટ તરીકે ઓળખવાનો ચાલ છે.

એમ.એન. રોય
બે શબ્દો કહું રોય વિશે. સ્વાતંત્ર્ય ચળવળના શરૂ શરૂના અંગાર અને બંકિમ-વિવેકાનંદના સંસ્કાર, આગળ ચાલતાં ક્રાંતિકારી ચળવળમાં ભળ્યા અને શસ્ત્રખોજ સારુ દેશ બહાર ગયા. અમેરિકામાં ત્યારે દેશનિકાલ લાજપતરાય પણ હતા. એમણે સંભાર્યું છે કે મને મળેલા ક્રાંતિકારી તરુણોમાં રોય એમની મેધા અને સમર્પિતતાથી જુદા તરી આવતા. આખી દાસ્તાંમાં તો અહીં ક્યાંથી જઈ શકાવાનું હતું, પણ મારતી કલમે એટલું જરૂર કહી દઉં કે એમના રાષ્ટ્રવાદી ધક્કાને માર્ક્સવિચારના સંપર્કવશ એક વ્યાપક વિશ્વસંદર્ભ સાંપડ્યો. મેક્સિકોની સમાજવાદી હિલચાલનું એમનું નેતૃત્વ એમને લેનિન થકી નિમંત્રાઈ કોમિન્ટર્ન (કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ) લગી લઈ ગયું. લાંબા વિદેશવાસ પછી પરત થઈ એ કાઁગ્રેસ મારફતે સ્વાતંત્ર્યલડતમાં સક્રિય બન્યા પણ એમનું વિચારવલોણું એમને માર્ક્સવાદની પેલી મેર (બિયોન્ડ માર્ક્સિઝમ) લઈ ગયું અને એમાંથી મૂળગામી માનવવાદ(રેડિકલ હ્યુમેનિઝમ)નો ઉદ્દભવ થયો. કોઈ ઈશ્વરની આસપાસ અગર 'રાષ્ટ્ર'ની ફરતે અગર તો એવી કોઈ બીજી 'કલેક્ટિવિટી'માં નહીં પડતાં માનવકેન્દ્રી ચિંતન એ એમનો મૂળગામી અભિગમ હતો.
એમનો આ વિચારઝુકાવ ગુજરાતમાં પહેલવહેલો તૈયબ શેખ મારફતે આવ્યો. શેખ એમના વિદેશવાસ દરમ્યાન સંપર્કમાં આવેલા વિચારબંધુ તરીકે વિકસી રહ્યા હતા. મૂળે કપડવંજના ગુજરાતી, વોરા. અસહકારની ચળવળ દરમ્યાન જેલવાસી થયેલા કેટલાક ગુજરાતી યુવાનોની ભાળ મેળવી, પોતે અંગ્રેજ સરકારના વોરંટ હેઠળ હતા એ દિવસોમાં ગુજરાતની મુલાકાત લીધી હતી.
એ રીતે શરૂઆતમાં રોયમાં ભરતી થયેલા પૈકી ચંપકલાલ ભટ્ટ, ભગવતીપ્રસાદ ભટ્ટ, દશરથલાલ ઠાકર અને ઠાકોરપ્રસાદ પંડ્યા હતા. વાંસોવાંસ, આગળપાછળ, ચંદ્રકાન્ત દરુ ને થોડે અંતરે નડિયાદના વિનુભાઈ પટેલ (બાબુભાઈ જશભાઈના ભાઈ) પણ ખરા. કાઁગ્રેસની અંદર એક સમાંતર વિચારકેન્દ્ર તરીકે રોયની પ્રતિભા ખાસી ઊંચકાઈ એ અરસામાં એમણે અમદાવાદનીયે મુલાકાત લીધી હશે. (ઉમાશંકર લાંબા સમય લગી એ એક સોનેરી સંભારણું ટાંકતા કે પોતે એક રૂપિયાની ટિકિટ લઈને પ્રેમાભાઈ હૉલમાં રોયને સાંભળા ગયા હતા.)
આ આરંભકારો કેવુંક ગજું કાઢી શક્યા હશે એનો એક દાખલો આપું. ગુજરાત કાઁગ્રેસમાં ડેલિગટની ચૂંટણીમાં દરબાર ગોપાળદાસ અને ભક્તિબાને હરાવીને ચંપકલાલ ચૂંટાઈ આવ્યા હતા! પહેલી ઘાલના રોય સાથીઓમાં એમ તો જેમ દરુ-દશરથલાલ તેમ દુર્ગાશંકર ત્રિવેદી પણ ખરા. સરખેજના આ યશસ્વી સરપંચ પાછા પ્રવૃત્તિ સારુ પ્રેસ ચલાવી જાણે અને પાછલાં વર્ષોમાં જરૂર પડ્યે રોય દંપતીનું દફતર (આર્કાઈવ્ઝ) તૈયાર કરવામાંયે ખૂંપી શકે. પ્રોપાયટરી (દીવાન બલ્લુભાઈ) હાઈસ્કૂલના વિજ્ઞાન શિક્ષક દરુ કાયદો ભણી બંધારણીય ક્ષેત્રે અકુતોભય વિલસ્યા ને કટોકટી દરમ્યાન 'ભૂમિપુત્ર'ને 'સાધના'ના કેસોમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને મુદ્દે એક રાષ્ટ્રીય સ્તરે પ્રતિમાન પુરુષ તરીકે ઉભર્યા.
આ બધા સીનિયર રોયમાર્ગીઓ પછીની અગ્રપેઢીમાં જયંતી પટેલ અને બિપિન શ્રોફનું સહજ સ્મરણ થઈ આવે. કટોકટી પછી બિપિન શ્રોફે પોતાના જિલ્લામાં જનતા નેતૃત્વ સાહ્યું અને તે પછી તરતનાં વરસોમાં પ્રગતિશીલ ને વૈજ્ઞાનિક કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર પ્રયોગ પણ કર્યો. છેલ્લાં પંદર-વીસ વરસથી સંયોગવશ ને સ્વાસ્થ્યવશ એ અમેરિકામાં વધુ સમય ગાળે છે, પણ વૈશ્વિક માનવવાદથી માંડી લોકશાહી દૃષ્ટિએ વર્તમાન શાસનસમીક્ષા સહિતની લેખી સામગ્રીની એમની સાતત્યમંડિત સોશિયલ મીડિયાઈ, વધતી વય અને ઘટતી સક્રિયતાના સમીકરણને ભોંઠું પાડે છે.
કોને સંભારું, કોને ભૂલું. પ્રસન્નદાસ પટવારી શા કર્મશીલ, 'ભૂમિપુત્ર'નો ઐતિહાસિક ચુકાદાના પ્રકાશક તરીકે પકડાવું નક્કી હતું. બુઝુર્ગ રમેશ કોરડે હજુ થોડાં વરસ પર જ ગયા. બીજા પણ હશે બલકે છે. પણ જે.કે. અને શ્રોફ પછીની પેઢીના, મુકાબલે વહેલા ગયેલા ગૌતમ ઠાકરનો ઉલ્લેખ તો કરું જ.
નટવરલાલ શાહ વિધાનસભાના અધ્યક્ષપદે ગયા ત્યારે એમના પછી બેંક યુનિયનના પ્રમુખ તરીકે ઊપસી રહેલું નામ ગૌતમભાઈનું હતું. ઠીક ઠીક વરસો એમણે જનતંત્ર સમાજ (સી.એફ.ડી.), નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન વગેરેમાં પ્રબંધન સેવા આપી. નામોની યાદી અને થોડાએક પ્રવૃત્તિ નિર્દેશ, હું જાણે એમ જ ગગડાવી ગયો! ભાઈ, રાજકીય રંગમંચ પર કે સામાજિક તડકભડકની રુશનાઈમાં રહેનારા અચ્છાસચ્ચા અને લચ્છેલચ્છા મળી આવે છે. એમને આ કટારચી જેવાની અછો અછો ગાયકીનીયે જરૂર નથી હોતી. તેઓ તો એ બાબતે સ્વાવલંબનસિદ્ધ હોય છે. પણ જેઓ પ્રકૃતિએ ને પ્રવૃત્તિએ દોમ દોમ સત્તાપાયરીએ નથી હોતા એવાં વસુધાનાં વહાલાં, ઓછામાં ઓછું એમનાં નામ તો લઈએ.