અમેરીકામાં ઉગ્રધાર્મીક રાષ્ટ્રવાદીઓની ચળવળ––
મુડીવાદી વીશ્વ વીજેતા અમેરીકા રેશનલ. વૈજ્ઞાનીક અને ધર્મનીરપેક્ષ માનવવાદી દેશ બનવામાં સરીયામ નીષ્ફળ ગયો. આપણો દેશ પણ સને ૨૦૧૯ના ચુંટણીના પરીણામો પછી હીંદુવાદી રાષ્ટ્રવાદના રંગે રંગાઇને તે દીશામાં ઝડપથી ગતી કરે તો નવાઇ નહી!.
અમેરીકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સત્તા આવ્યા પછી ઉગ્ર કેથોલીક ખ્રીસ્તી પરીબળોએ પોતાના ધાર્મીક પુન;ઉત્થાન માટે સમાજનો કબજો લેવા માંડયો છે. છેલ્લા ત્રણચાર માસમાં તેના કેટલાક રાજયોએ પોતાના સ્ટેટ લોઝમાં લાંબાગાળાના સુધારા કરવા માંડયા છે.
(૧) દક્ષીણમાં આવેલ અલબામા રાજ્યમાં ઉપરના ધાર્મીક પરીબળોએ કોઇપણ પ્રકારના ગર્ભપાત પર સખત કાયદાકીય પ્રતીબંધ મુકી દીધો છે. તે કામ કરતા ડૉકટરને ૯૦ વર્ષના સખત કારાવાસની સજા જાહેર કરી દીધી છે.
(૨) તેવાજ દક્ષીણના બીજારાજ્ય જયોર્જીઆ જેનું પાટનગર અટલાંટા છે તેની રાજ્ય સરકારે પણ અલબામાની રાજ્ય સરકારની માફક ગર્ભપાત પર કાયદેસરનો પ્રતીબંધ મુકી દીધો છે. બંને રાજ્યોના સદર કાયદાઓ દેશની ફેડરલ ( કેન્દ્ર) સરકારના કાયદા વીરૂધ્ધના છે. નાગરીકના મુળભુત બંધારણીય હક્કો વીરૂધ્ધ છે. વધુમાં જ્યોર્જીઆ રાજ્યની ત્રણ કાઉન્ટીસ ( જીલ્લા પંચાયતો) એ પોતાના વીસ્તારમાં સદર કાયદાનો સરીયામ અમલ નહી કરવાની ફક્ત જાહેરાત નથી કરી પણ જ્યોર્જીયા રાજ્યની બીજી કાઉન્ટીસને જાહેરાત કરીને કહ્યું છે કે ગર્ભપાત સ્રી નો કુદરતી અબાધીત અધીકાર છે. માટે જેને ગર્ભપાત કોઇ કારણોસર કરાવવો હોય તો તે આ ત્રણ કાઉન્ટીસની સેવાઓનો લાભ લઇ શકે છે. તેમાંની એક 'ગુનીસ કાઉન્ટી' જેમાં ભુતપુર્વ ડેમોક્રેટીક રાષ્ટ્રપ્રમુખ જીમી કાર્ટર રહે છે.
(૩) આ ઉપરાંત અમેરીકાના આ બધા રાજયો જેવાકે,કંટકી, મીસીસીપી. ઓહાયો, લુઝીયાના વી. એ ગર્ભપાત માટે એવો કાયદો પસાર કર્યો છે કે માતાના પેટમાં બે માસનો ગર્ભ થાય પછી ગર્ભપાત થઇ શકે નહી. કારણકે તે ગર્ભના બે માસ પછી હ્રદયના ધબકારા શરૂ થઇ ગયા હોય છે. માટે તેનો ગર્ભપાત કરવો તે રોમન કેથોલીક ધર્મની નૈતીકતા વીરૂધ્ધ છે.
(૪) લુઝીયાના રાજયની સત્તા ડેમોક્રેટીક પક્ષ પાસે છે. તો પણ ત્યાંના ડેમોક્રેટીક પક્ષના ગવર્નરે ખુબજ આનંદ સાથે આ બીલ પર સહી કરતાં જણાવ્યું હતું કે ભલે મારો પક્ષ ગર્ભપાત અંગે કોઇપણ પ્રકારનો કાયદો કરવાની વીરૂધ્ધમાં હોય તેમ છતાં મારી ધાર્મીક માન્યતા 'પ્રો લાઇફ' છે અને ગર્ભપાતની વીરૂધ્ધની છે.માટે હું આ બીલને કાયદો બનાવવામાં સહી કરૂ છું.
(૫) અલબામા. જીયોર્જીઆ, લુઝીઆના ,મીસીસીપી,કંટકી , ઓહાયો વી. રાજયોમાં મેડીકલ વ્યવસાય કરતા ડૉક્ટરોએ જાહેર કર્યું છે કે આ બધા રાજયોમાંથી પોતાની વ્યવસાયી પ્રેકટીસ બંધ કરી દેવા માંગે છે. વીમા કુંપનીએ તે બધા રાજયોના ડૉકટરોનો વ્યવસાયી વીમો લેવાની ના પાડી દીધી છે. જો આ ગર્ભપાત વીરોધી કાયદાનો અમલ ચાલુ રહેશે તો તે બધા ડૉકટરો પોતાનો તબીબી વ્યવસાય કરવા મોટાપાયે અન્ય રાજયોમાં સ્થળાંતર કરશે.