Monday, November 27, 2023

જ્યોતિષ વિદ્યા એક બેવકૂફ બનાવવાનો અને બેવકૂફ બનવાનો સંગઠિત ધંધો છે?કેવી રીતે?

તમને ખબર છે  જ્યોતિષ વિદ્યા એક બેવકૂફ બનાવવાનો અને બેવકૂફ બનવાનો સંગઠિત ધંધો છે?કેવી રીતે?
 આ વીડિયો ધૃવ રાઠીએ તૈયાર કરેલ છે.(એ) જ્યોતિષ શાસ્ત્ર અથવા ફલજ્યોતિષ (Astrology not astronomy)લોકોને છેતરવા સિવાયનો બીજો કોઈ ધંધો નથી. (બ) જ્યોતિષઓની 100 ભવિષ્યવાણી  ખોટી પડે  પણ એક સાચી પડે તો તેને ગાઈવગાડીને જ્યોતિષ સાચું  છે તેવો દાવો કરવામાં આવે છે.(ક) ઇન્ડિયન એબીપી ન્યુઝ ચેનલે 10મી નવેમ્બર 2022નારોજ  ઈગ્લેંડ વિ ઇન્ડિયા ટવેન્ટી 20 સેમિફાઇનલમાં કોણ જીતશે? 11 જ્યોતિષ વિદોના અભિપ્રાય ટેપરેકોર્ડ કરેલ છે.(ડ) ક્વોવિદ 19 સમયે  બેજન દારૂવાલા જેવા જ્યોતિષથી માંડીને અન્ય જ્યોતિષીઓએ કેટલા સમયમાં આ ચેપી વાયરસ નાબૂદ થઈ જશે તેની ભવિષ્ણ વાણી આપણી સમક્ષ રજૂ કરી છે.(ઈ)પશ્ચિમી જગતના ભવિષ્યવેત્તાઓએ ક્યારે, કયા  દિવસે  આ વિશ્વનો નાશ  થઈ જશે તેવી આગાહી ખોટી પડવાના પુરાવા આપ્યા છે.(ફ) કેવા હકારાત્મક ને દ્વીર્રથી વાક્યો બોલીને તમને સંતોષ આપે છે તેના પુરાવા પણ આપ્યા છે.(જી) ભારતીય વૈજ્ઞાનિક અને નોબેલ વિજેતા ડૉ વેંકટરામન આર કૃષ્ણને  જ્યોતિષ વિદ્યા અંગે એક  તારણ કાઢેલ છે કે " અવકાશી તારાઓ અને ગ્રહો ની ગતિથી માનવના નસીબને અસર કરે છે તેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો મળતો નથી."
ધૃવ રાઠીની તર્કબદ્ધ દલીલોને માણવી અને સમજવાનો આનંદ અનેરો છે. મારી એકજ વિનંતી છે કે " હું તમને બધાને  જે વીડિયોની લિંક આ સાથે મોકલું છું  તેને સાંભળતી વેળા બેઠેલી ખુરશી પરથી ગબડી ન પડાય  તેવી વ્યવસ્થા પેદા કર્યા પછી વિડીયો સાંભળવાનું ચાલુ કરજો.
https://www.youtube.com/watch?v=9F1SooqB6zs





--

Tuesday, November 21, 2023

નૈતિકતા -ધાર્મિક નૈતિકતા - બંધારણીય નૈતિકતા -

નૈતિકતા -ધાર્મિક નૈતિકતા - બંધારણીય નૈતિકતા -


નાગરિક તરીકે શું પસંદ કરશો? કેમ? શાથી?

સૌ પ્રથમ ધર્મનિરપેક્ષ માનવવાદી તરીકે મારા ત્રણ પાયાના મૂલ્યો છે.સ્વતંત્રતા,રેશનાલિટી(તર્કવિવેકબુદ્ધિ)અને ધર્મનિરપેક્ષ નૈતિકતા.

  1.  સ્વતંત્રતા એક પાયાના માનવ મૂલ્ય તરીકે તે સજીવ ઉત્ક્રાતિની દેન છે.જીજીવિષા ટકાવી રાખવાના જૈવિક સંઘર્ષમાંથી તે વિકસી છે.આમ આ મુલ્ય બધા મૂલ્યોનું મૂલ્ય છે.બાકીના તમામ મૂલ્યો તેમાંથી વિકસ્યાં છે. સ્વતંત્રતા કોઈ પણ પ્રકારના સામાજિક, રાજકીય કે ધાર્મિક એકમની ભેટ કે દેન કે ઉપકાર નથી જ. તમામ સામુહિક એકમોની તે જનેતા છે. તે બધા સામુહિક એકમો માનવ કલ્યાણ માટે છે. માનવી તેમના કલ્યાણ કે હિતો માટેનું સાધન હરગિજ નથી.  

  2. જૈવિક સંઘર્ષમાં કુદરતી નિયમબધ્ધતાએ માનવીને રેશનલ બનાવ્યો છે. જીજીવિષા ટકાવી રાખવા તે સત્યશોધક બન્યો.જીવવા માટે સારું શું છે અને ખોટું શું છે તેવી તર્કવિવેકબુદ્ધિ તેણે કુદરતી પરિબળોના નિયમોને સમજીને વિકસાવી છે.

  3. " The man is moral because he is a rational being." માનવીય નૈતિકતા એટલે (સમૂહ જીવન જીવવા માટેના વ્યવહારો) માનવી તરીકે રેશનાલિટીને આધારે સારું અને સમૃદ્ધ જીવન જીવવું.

  4.  હવે આપણે ધાર્મિક નૈતિકતાના ખ્યાલને સમજીએ. માનવવાદી નૈતિકતાના ખ્યાલને કોઈ સ્નાનસૂતકનો સંબંધ ધાર્મિક નૈતિકતાના ખ્યાલ સાથે  હોઈ શકે નહીં. માનવીય નૈતિકતા ઐહિક છે.તેમાં  માનવ માનવ વચ્ચે સહકાર, સુમેળભર્યા અને સમૃદ્ધ સંબંધો કેળવાય તેવું અપેક્ષિત છે. તેને ક્યારેય ધાર્મિક નૈતિકતાના બીબામાં ગોઠવી શકાય નહીં. માટે તાર્કિક રીતે માનવ માનવ વચ્ચેના સંબંધો ક્યારેય ધાર્મિક હોઈ જ ન શકે ! 

  5. ધાર્મિક નૈતિકતા માનવીના મૃત્યુ પછીના વ્યવહારો માટે છે. કોઈપણ સમાજ,દેશ અને દુનિયામાં વસતા નાગરિકો માટે ધાર્મિક નૈતિકતાના સંબધો એક માનવીને બીજા માનવી સાથેના વ્યવહારમાં હિંસક અને  અસહિષ્ણુ બનાવે છે. એકબીજા સાથેના  નફરતભર્યા વ્યવહારોને પેદા કરે છે,પોષે છે અને પોતાના વારસોને તેના ઝેરી બીજ મિલ્કત તરીકે આપીને જાય છે. 

  6. દેશના સંક્રાંતિકાળમાં આજે સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયાધીશ શ્રી ચંદ્રચુડ સાહેબ બંધારણીય નૈતિકતાના(Constitutional Morality) ખ્યાલના સૌથી મોટા ટેકેદાર છે. આપણા દેશમાં જે ધર્મોના ટેકાવાળા નૈતિકતાના વ્યવહારો છે તે બંધારણીય નૈતિકતાના મૂલ્યોથી વિરોધી છે.ધાર્મિક,જ્ઞાતિય,જાતીય,અને વંશિય ઓળખો,ચિન્હો, નિશાનીઓ બંધારણીય આમુખના  મૂલ્યો જેવા કે સામાજિક ન્યાય,સમાનતા, બંધુત્વ અને સ્વતંત્રતાના અમલની વચ્ચે આવે છે. બંધારણીય નૈતિકતા આધારિત સમાજ સુધારાની રચના કરવામાં આ બધા ધાર્મિક નૈતિકતાની ઓળખો મોટા પાયે અડચણ રૂપ બની જાય છે.વૈજ્ઞાનિક અભિગમ, તાર્કિકવિચારપઘ્ધતિ અને માનવવાદી જીવનપદ્ધતિ આધારિત નાગરિકોની ફરજો વિકસાવવામાં બાધારૂપ બને છે. અસ્પૃશ્યતા નિવારણ,સમાન નાગરિકધારો,શિક્ષણ અને આરોગ્ય સેવાઓને મૂળભૂત અધિકારોનો દરજ્જો આપવો,વગેરે બાબતોમાં પેલી બધી ધાર્મિક ઓળખોના સામાજિક દબાણો લોકસભા અને રાજ્યસભાઓના કામકાજોને અવરોધે છે. રોકે છે.  

  7. સદર બંધારણીય નૈતિક મૂલ્યો વૈશ્વિક છે, માનવ સહજ છે. જયારે ધાર્મિક નૈતિકતાના મૂલ્યો પારલોકિક છે. તેથી આપણી દિશા અને ધ્યેય બંધારણીય મૂલ્યો આધારિત સમાજ સુધારાની તરફેણની જ હોઈ શકે.

—------------------------------------------------------------------------------         





--

Monday, November 20, 2023

એક રાષ્ટ્ર ,એક ભાષા અને એક ધર્મ= મજબુત રાષ્ટ્રીય એકતા

એક રાષ્ટ્ર ,એક ભાષા અને એક ધર્મ= મજબુત રાષ્ટ્રીય એકતા 

                                વિરુદ્ધ 

 વિવિધતા (Diversity) અને અનેકત્વ  (Plurality)= મજબુત રાષ્ટ્રીય એકતા  

રાષ્ટ્રીય એકતા નો આધાર શું? કેવી રીતે નક્કી કરીશું? તે નક્કી કરવા માટે ના પરિબળો ક્યાં ક્યાં?

ખરેખર આપણો દેશ એક રાષ્ટ્ર છે કે (મહા) ખંડ( Continent) છે? કાશ્મીરી ભારતીય અને કેરલા-તામિલનાડુના ભારતીય વચ્ચે  કેટલી સામ્યતા અને કેટલી વિવિધતા?કાશ્મીરી ભાષા અને કેરળ-તામિલનાડુ ની ભાષા તેલુગૂ -મલયાલમ કઇ  કઇ  સામ્યતા છે? તેમની શરીર ની ચામડી નો રંગ, ઉંચાઈ ,ખોરાક ,પહેરવેશ, રહેણીકરણીમાં, કેટલી સામ્યતા છે ? આપણા દેશના પશ્ચિમ કિનારે રહેતો ગુજરાતી અને પૂર્વ દિશા નિવાસી આસામી,નાગાલેન્ડ અને બંગાલીબાબુ  વચ્ચે  કેટલી સામ્યતા? દેશના નાભિકેન્દ્ર માં વસતા હિંદીભાષી( Cow Belt) નાગરિકોને પેલા ઉત્તર- દક્ષિણ,પૂર્વ-પશ્ચિમ નાગરિકો સાથે  કેટલી સામ્યતા? તે બધાના લોક ગીતો,રૂઢિ-રિવાજો,રહેણીકરણી કેટલી વિવિધતા અને કેટલી સામ્યતાઓ? દેશના 28 રાજ્યોમાં થી ક્યાં બે રાજ્યોનો રાજકીય કે ભૌગોલિક નકશો  ચોરસ કે સમચોરસ છે?

 એક બાજુ ઉત્તરે હિમાલય-નાગાધિરાજ અને દક્ષિણમાં ત્રણ સમુદ્રધૂનીથી બનેલું સેતબંધુ રામેશ્વર, એકબાજુ પૂર્વમાં આવેલ 500 ઇંચ સરેરાશ વરસાદવાળું ચેરાપૂંજી અને 5 ઇંચ વરસાદ પડે તો સંતુષ્ટ એવું કચ્છ અને રાજસ્થાનનું રણ.

ભારતમાં એક અમેરિકન સવારના નાસ્તા માટેની  ફ્રેન્ચાઈઝ કુંપનીએ પોતાની સંશોધન ટીમ  મોકલી કે આ દેશના નાગરિકો સવારે નાસ્તામાં સામાન્ય શું લે છે? પોતાની ફ્રેન્ચાઈઝનું માર્કેટ મળે કે કેમ? સંશોધનમાં તારણ નીક્ળ્યું કે દરેક ઘરનો નાસ્તો પડોશીના ઘરના નાસ્તા  કરતાં  જુદો હોય છે !

 આ દેશના બગીચાનો માલિક દિલ્હીમાં બેઠા  બેઠા  નક્કી  કરે કે " મારી હકૂમતમના બગીચામાં "ફક્ત આવતી કાલથી એક જ પ્રકારના  છોડ ઉગશે. અને તેમાં "ભગવા" સિવાયના બીજા કોઈ રંગના ફૂલો ઉગશે જ નહીં." તો શું થાય! 

આપણા પડોશી દેશમાં જઈને જુઓ તો ખરા કે જ્યાં આવા એક રંગવાળા છોડવા પોતાના બગીચામાં ઉગાડવા પ્રયત્નો છેલ્લા 70-75 વર્ષોથી કરે છે  ત્યાં બગીચાને બદલે ફક્ત બાવળીયા જ  ઉગે છે! 

તેની સામે વિશ્વ ઓલ્મિકના 100 મીટરના ટ્રેક પર દોડનારા " ભારતનો  ઉડતો  શીખ " મિલખાસિંગ " કે પી.ટી ઉષા કે પછી ક્રિકેટના મેદાન  પર સચિન ,સૌરભ , બેદી કે સિદ્ધુ ની સફળતા જોઈને આનંદ વિભોર બનનારા કાશ્મીરી, કેરાલિયન,અમદાવાદી કે મુંબઈગરા અને કલકત્તાના બાબુમાં એકજ સમાન આંનદની લહેરો વહે છે.આજની અમદાવાદની ક્રિકેટ ફાઇનલમાં ઓસ્ટ્રલિયા સામેની હારમાં  દેશ ના ક્યાં ખૂણામાં  દુઃખ નથી! આ ભારતીય વિવિધતામાં એકતા ના પ્રવાહો વહે છે.

હા! સમય સંજોગો અનુસાર " પેલી વિવિધતામાં એકતાના પ્રવાહોને  રોકવાના પ્રયાસો થાય છે. કોઈવાર ધર્મને નામે, કોઇવાર પ્રદેશના નામે તો કોઈવાર  ભાષા નામે. "નદીના વહેતા પાણીમાં લાકડી મારીને વિભાજન  કરવાના પ્રયત્નો  થતા રહ્યા છે. જે સમય ની દોડ માં અલ્પજીવી જ  રહે છે." 

પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે જ્યારે કોઈ સંગઠિત જૂથ અતિદ્વેષ પૂર્વક 

 "Malignancy" ધર્મ,જાતિ, પ્રદેશ કે ભાષા આધારિત  સમાજના "અંખંડ પોત" ને વિભાજીત કરવા નફરત ફેલાવી  કટિબદ્ધ થઈને મેદાને પડે છે  ત્યારે  સમાજના વિકાસ ની દોડ ફક્ત સ્થગિત જ નહીં પાછળ પણ જઈ  શકે છે.


     " पंछी, नदियां या पवन के झोके  कोई सरहद इसे न रोक पायेगा "   

मेरा भारत महान मगर वो  भी विश्व के हर भारत जैसे देशों का एक भाग ही है | चलो सब मिलकर  देश के भीतर और बाहर के अंधेरे मे  भी चिराग की रौशनी नया वर्ष में  फैलाओ | साल मुबारक |     

                



--

જે દેશની નસીબવાદી ,કુદરતી પરિબળોને ભજનારી,

 જે દેશની નસીબવાદી ,કુદરતી પરિબળોને ભજનારી,અને જગત મિથ્યા બ્રહ્મ સત્ય ને  આધારે 5000 વર્ષોથી ગુલામીમાં સબડનારી સંસ્કૃતિમાંથી કેવું નેત્તૃત્વ  જીવન ના દરેક ક્ષેત્ર માં ભારતમાં પેદા થાય.! જે દેશની યુવા મહિલા વિશ્વ વિજેતા  કુસ્તીબાજોનું જાતીય શોષણ કરનારાઓને  " मोदी है तो मुमकिन है |"  દિલ્હીના સત્તાધીશોના ચાર  હાથ હોય ,તે દેશમાં " જીવનના સંઘર્ષોમાં જ્ઞાન -વૈજ્ઞાનિક અભિગમ અને-કુનેહપૂર્વકનો શ્રમ કેળવી" વિજય પ્રાપ્ત કરવા બીજી એકાદ સદી રાહ જોવી પડશે !

મોદીજી ! અમને આશા હતી કે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ  જીવેત જીવ ઝૂંટવી લઈને " નરેન્દ્ર મોદી સ્ટેડિયમ" નામ રાખવાથી અને "અદાણીના પૈસા" થી ઓસ્ટેલિયાની ટીમને ખરીદી લેવાથી  તમારો ફોટો વર્લ્ડકપ સાથે આવશે!

સાલું! કેમ! તમારી અયોધ્યાના રામજી અને હિમાલયના શિવજીની કૈલાશ ગુફાનીકૃપા આ મેચ માં' ફળી નહીં.

આ તો પેલી ગોરી વસાહતી,ઉપનિવેશક પ્રજા ના વંશજોએ " વર્લ્ડ કપ જીતી લીધો! 

સાહેબ! સદર એતિહાસિક સત્યને વિદ્યાર્થીઓના અભ્યાસ ક્રમમાંથી  ભૂંસી નાખવાનું સને 2024 પહેલાં ભૂલતા નહીં.      



--