Thursday, February 22, 2024

સાહેબ ઉવાચઃ-

સાહેબ ઉવાચઃ- 

" દેશની સર્વોચ્ચ અદાલતના ઇલોક્ટ્રલ બોન્ડ્સને ગેરબંધારણીય જાહેર કરતા ચુકાદાને સન્માન કે આવકારવાને બદલે 'મોદી તર્ક' સમજીએ!"  

સાહેબ ઉવાચઃ- કૃષ્ણ -સુદામાના સંબંધો (મુઠી તાંદુલ)=આજના આશરે 12000કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ્સ ભારતીય જનતા પાર્ટીને  દેશના ઉદ્યોગપતિઓએ આપેલા છે,તે બંને એકજ છે.

 હવે 'મોદી તર્ક' સમજીએ!"  

સાહેબના પક્ષને જે ઉધોગપતિઓએ 12000 કરોડની ઇલોક્ટ્રલ બોન્ડ્સની ગીફ્ટ આપી તે જો લાંચ  હોય તો પોતાના મિત્ર કૃષ્ણને પેલી સુદામાની તાંદુલની પોટલી પણ કોર્ટના મત મુજબ લાંચ ગણાય!  હિન્દી માં સદર યુટ્યુબમાં આ તર્ક સાહેબે રજૂ કર્યો છે.       

https://www.youtube.com/watch?v=VdULLoZ5v4w-

" हर किसी के पास देने का कुछ होता है ,मेरे पास कुछ नहीं है, में सिर्फ भावना व्यक्त कर  सकता  हू | जमाना ऐसा बदल गया है अगर आज के युग में "सुदामा श्री कृष्ण को एक पोटली चावल देते और उसकी वीडियो निकल आती , फिर सुप्रीम कोर्ट में PIL हो जाती  और जजमेंट आता-तो भगवन कृष्ण को भरष्ट साबित कर  देती |  




--

Friday, February 16, 2024

અમને તમારા સ્વૈચ્છિક મૃત્યુની ઈર્ષા આવે છે.

અમને તમારા સ્વૈચ્છિક મૃત્યુની ઈર્ષા આવે છે. 

એક સમાચાર - Dutch ex-PM, wife die 'hand in hand' by euthanasia.

નેધરલૅન્ડના માજી વડાપ્રધાન અને તેમના પત્નીએ એકબીજાના હાથમાં હાથ રાખીને સ્વૈચ્છિક મૃત્યુ  સ્વીકાર્યું. બંનેની તબિયત ઘણા સમયથી અતિશય નબળી પડી ગઈ હતી. તેમનું નામ ડ્રાઇએસ વેન એગત(Dries van Agt) સને 1977થી 1982 સુધી વડાપ્રધાન હતા.આ સમાચાર પોતે જ સ્થાપેલી "માનવ અધિકાર માટેની સંસ્થાએ " રાષ્ટ્રીય પ્રેસને આપ્યા હતા.

સ્વૈચ્છિક મૃત્યુ (euthanasia- યુથેન્સીયા)માં વ્યક્તિને એક સરસ મઝાની આરામદાયક ખુરશીમાં  બેસાડવામાં આવે છે.પછી આ ક્ષેત્રના નિષ્ણાત ડૉક્ટર એક ઇન્જેક્સન નસમાં આપે છે. એકમીનીટ કરતાં ઓછા સમયમાં  કોઈ પણ  જાતનો પીડા વિના દર્દી મૃત્યુ પામે છે. 

બંનેની ઈચ્છા મુજબ એકબીજાના ડાબા જમણી હાથ એકબીજાના હાથમાં રાખીને બાકી રહેલા હાથની નસમાં એકબીજાને આમને સામને છેલ્લી પ્રેમભરી ચુંબકીય નજર મિલાવીને બસ અલવિદા કરી.

બંનેની ઉંમર 93 વર્ષની હતી. માજી વડાપ્રધાને પત્ની યુજેની સાથેનું લગ્નજીવન 70 વર્ષ પસાર કર્યું અને મૃત્યુ પણ સાથે જ પસંદ કર્યું.

આ નિર્ણયથી તમે બંને અમારી  માનવવાદી -રેશનાલિસ્ટ ચળવળ ના રોલ મોડલ બની ગયા.અમારી માનવવાદી સેલ્યુટ !

અમે 82-81 વર્ષના છીએ.સેનચુરી મારવાની અપેક્ષા છે.ત્યાં સુધી ભારતમાં આવું અદભુત મૃત્યુ મળશે તે અપેક્ષા અસ્થાને તો નથી જ. 

( "He died hand in hand with his beloved wife Eugenie van Agt-Krekelberg, the support and anchor with whom he was together for more than 70 years.")

 (સૌ .ઇન્ડીયન એક્ષ 16 feb 24.)


--

Thursday, February 15, 2024

રેશનાલીઝમ” પર ખુબજ સરસ ચર્ચા -

અમારા સાથી કિરણભાઈ અપના અડ્ડાવાળાએ "રેશનાલીઝમ" પર ખુબ જ સરસ ચર્ચા શરૂ કરી છે. અન્ય સાથીદારોએ પોતાના પ્રત્યાઘાતો પણ આપ્યા છે.કિરણભાઇ સહિત ભાગ લીધેલા મિત્રોના વિચારોને ટૂંકમાં  મેં મૂળસ્વરૂપમાં મુકવાનો પ્રયત્ન કર્યો છે .  

(1)કિરણભાઈ -(અ )રેશનાલીસ્ટ હોય એ હ્યુમેનીસ્ટ (માનવવાદી) હોય જ એવું જરૂરી નથી. રેશનાલીટી કંઈ સાચી સામાજિક નિસ્બત ગેરંટી પણ નથી. એટલે રેશનાલીસ્ટ હોય છતાં એ વ્યક્તિ જાતીવાદી, પુરુષવાદી, મુડીવાદી અને મહાસ્વાર્થી તકવાદી હોઈ જ શકે. કારણ કે રેશનાલીટી માત્ર એક વૈચારિક અભિગમ છે, કોઈ મૂલ્યનિષ્ઠ વિચારધારા નથી.(બ) વાસ્તવીકતા પારખ્યા પછી તેના અર્થઘટન કે તેનો ઉપયોગ શું કરવો, તેને કઈ રીતે રજુ કરવી એનો આધાર તો એ વ્યક્તિ ની વેલ્યુ-સીસ્ટમ એટલે કે વિચાર ધારાકીય મૂલ્યનિષ્ઠા શું છે તેના પર જ હોય છે. 

(2) પી જ્યંતભાઈ- પણ કિરણભાઈ રેશનાલિઝમને માનવમૂલ્યથી અલગ ગણે છે. 

(3)જાગુ પટેલ - ધાર્મિક લોકો અસહિષ્ણુ હોય છે. વધારામાં તમામ ધર્મો માનવીને પોતાના હિત માટેનું સાધન ગણીને  ઉપયોગ કરતા આવ્યા છે.

(4)એ કુમાર- વ્યક્તિગત રીતે રેશનલ વ્યક્તિ પોતાના સમાજમાં ચાલી રહેલા સામાજિક અન્યાય સામેના સંઘર્ષનો ભલે અગ્રેસર( Vanguard)ન બને (દા.ત અન્યાયી અને અસમાન વર્ણવ્યવસ્થા)  પણ કમસે કમ તેનો વાસ્તવિક અને વૈચારિક ટેકેદાર તો અચૂક હોવો જોઈએ !

(5) આર.પરમાર- પાખંડ ની જનેતા જ ધર્મ છે.ધર્મ પોતે જ એક પાખંડ(પૃથ્વી પરનું)મહા જુઠ્ઠાણું છે.  

(6) કિરણભાઈ અને સ્વામી બોધ જાવેદની ચર્ચા ઘણી લાંબી છે. પણ તેના શક્ય તેટલા મુદ્દા મેં લીધા છે.

 પ્રિય હમસફર સાથી કિરણભાઈ,  મને આ ચર્ચામાં જે રચનાત્મક ઉમેરો કરવા યોગ્ય લાગે છે તે બને એટલું ટૂંકમાં રજૂ કરું છું.

  1. રેશનાલીઝમ શું છે ? શું તે કોઈ એક વિચારસરણી છે ? મારા મત મુજબ તે વિચારસરણી નથી. પરંતુ તે માનવવાદી વિચારસરણીના ત્રણ મૂલ્યો (સ્વતંત્રતા-Freedom, તર્ક વિવેકશક્તિ-Rationality or Reason,અને ધર્મનિરપેક્ષ નૈતિકતા(Secular Morality)માંથી એક પાયાનું માનવ મૂલ્ય છે.અથવા રેશનાલીઝમ ,તે માનવવાદી વિચારસરણીનો એક ભાગ છે, અગત્યનો આધાર સ્તંભ  છે. તે પૂર્ણ વિચારસરણી  ન કહેવાય.

  2. નાસ્તિકતા,નિરીશ્વરવાદ,કે ઈશ્વરના અસ્તિત્વ નો ઇન્કાર તે માનવીય તર્ક વિવેકશક્તિ(કારણની સર્વોપરિતા-Supremacy of reason)એ શોધી કાઢેલું ફક્ત એક દુન્યવી સત્યથી  વધારે કંઈ નથી,પરિણામ છે.માનવી, તેને તેના જેવા બીજાઓના  સહકારથી બનાવેલો સમાજ અને તમામ વૈશ્વિક સર્જન(કુદરતી સાધન સંપત્તિ ની મદદથી)માનવશ્રમ નું પરિણામ છે.તેમાં કશું ક્યારેય ઈશ્વરી, દૈવી કે ચમત્કારી હતું નહીં, છે નહીં, અને હશે પણ નહીં. માનવવાદી વિચારસરણી ઈશ્વર વાદી વિચારસરણીનો વિકલ્પ છે .

  3. ધર્મનિરપેક્ષ માનવવાદી(Secular Humanism) વિચારસરણી પોતાના એક અગત્યના માનવ મૂલ્ય તર્ક વિવેક શક્તિનો(Rationality)સાધન તરીકે ઉપયોગ કરીને ધર્મ વિહીન, ધર્મવિચાર પધ્ધતિનો (Religious mode of thought)સંપૂર્ણં વિકલ્પ પૂરો પડે છે.આ વિચારસરણી માનવ કેન્દ્રિત છે. સદર વિચારસરણીમાં દરેક માનવસર્જિત સંસ્થા જેવી કે કુટુંબ,કોઈપણ સામાજિક,રાજકીય અને આર્થિક વી.પ્રવૃત્તિનો માપદંડ વ્યક્તિગત માનવીનું ભૌતિક કે દુન્યવી કલ્યાણ સિવાય બીજું ક્યારેય હોઈ શકે નહીં.ભૌતિકવાદી સુખ (તર્ક વિવેકાધારીત કે નિયંત્રિત કાર્ય)એટલે ભોગવાદ બિલકુલ નહીં.

  1. સદર માનવીય સંઘર્ષમાં "રેશનાલીઝમ" એક સાધન તરીકે  કેવી રીતે ઉપયોગ થાય તે પણ સમજી લઈએ. સૌ પ્રથમ આપણે બધા એક સજીવ એકમ તરીકે જીવીએ છીએ. દુનિયાના તમામ સજીવ એકમોથી આપણોં સજીવ તરીકે જીવન ટકાવી રાખવાનો સંઘર્ષ સહેજ કે લેશ માત્ર જુદો નથી જ. આ સંઘર્ષ મૃત્યુ પછી ના કાલ્પનિક જીવન પ્રાપ્ત કરવા માટેનો નથી.

  2. માનવી સિવાય તમામ સજીવો બને તેટલું કુદરતી પરિબળો સાથે અનુકૂળ સાધીને પોતાનું ભૌતિક જીવન ટકાવી રાખવા સંઘર્ષ કરે છે. માનવીનો સંઘર્ષ જૈવિક અને બૌધ્ધિક બન્ને છે.રેશનાલિઝમની મદદથી સૌ પ્રથમ કુદરત કે પ્રકૃતિના નિયમો સમજીને માનવી જ્ઞાન પ્રાપ્ત કરે છે. ત્યારબાદ તેને ભૌતિક અને માનવ સર્જિત સામાજિક વાતાવરણના જકડી રાખતા પરિબળોના સકંજામાંથી મુક્ત થવામાં ઉત્તરોત્તર રેશનાલીઝમ મદદ કરે છે. સદર પરિબળોમાંથી મુક્તિ એટલે સ્વતંત્રતા માટેની ઝંખના( માનવીય સ્તર પર)અને તે માટે જ્ઞાન શોધવું એટલે સત્ય શોધવું !

  3.  તર્કવિવેકશક્તિ એટલે સત્ય શોધવું -માનવી માટે સારું શું કે ખોટું શું તે શોધવું કે નક્કી કરવું! માનવીનો અન્ય માનવી સાથેનો નૈતિક વ્યવહાર-સહકાર પણ પોતાની જીજીવિષા ટકાવી રાખવાની ક્ર્મશ વિકસેલી રૅશનાલિટીનું  પરિણામ છે. તેને આપણે પ્રબુદ્ધ સ્વાર્થ(Enlightened Self Interest) તરીકે ઓળખીશું. "માનવી જેટલો રેશનલ એટલો વધારે નૈતિક." કારણ કે તેને ખબર છે કે તેથી જ તે કુદરતી પરિબળો અને સામાજિક માનવહિત વિરોધી પરિબળો સામે ટકી શકશે!

  4. માનવ એક સજીવ તરીકે અગાઉ  સમજ્યા તે પ્રમાણે ઈશ્વરી સર્જન નથી. પણ કુદરતનો એક ભાગ છે.(The man is part of nature) હવે કુદરત નિયમબધ્ધ છે. માનવીની માફક તે પણ ઈશ્વરી સર્જન નથી. માટે માનવીનું જીવન પણ નિયમબધ્ધ છે. જેમ કુદરતી સંચાલનના નિયમો માનવીની રૅશનાલિટીની મદદથી સમજવા બિલકુલ સંભવ છે તેવી જ રીતે માનવીના શરીર અને માનસિક સંચાલન નિયમો પણ રૅશનાલિટીથી સમજવા શક્ય જ નહીં પણ સરળ પણ છે.   

  5. રૅશનાલિટી એટલે ફક્ત ઇન્દ્રિયજન્ય અનુભવ-પાંચયે ઇન્દ્રિયો દ્વારા મગજને મળેલ સંદેશા જ નહીં.(not only Sense- perception)પણ ઇન્દ્રિયજન્ય અનુભવને માનવ મગજકે હ્યુમન બ્રેઈનની મદદથી તર્કવિવેકનો ઉપયોગ કરીને તારણ (સત્ય)શોધવું કે નક્કી કરવું.દા:ત અગ્નિથી દઝાવાય અને બરફ ઠંડો લાગે! માનવ મનના આ નિર્ણયને સદ્વિવેક ( consciousness)તરીકે ઓળખવામાં આવે છે. ફક્ત માનવ ઉત્ક્રાંતિમાંજ નહિ પરંતુ સમગ્ર સજીવ સૃષ્ટિની ઉત્ક્રાંતિમાં જે સજીવો કુદરતી પરિબળોના નિયમોને સમજીને  પોતાના સદ્વિવેક ના આધારે નિર્ણય કરી શક્યા તે જ જૈવિક સંઘર્ષ માં ટકી રહ્યા બાકીની હજારો જાતિ - પ્રજાતિઓ નાશ પામી.અન્ય સજીવોની સરખામણીમાં માનવી એકજ એવું સજીવ સદર જૈવિક સંઘર્ષમાં કુદરતી પરિબળોના નિયમોને સમજીને ફક્ત પોતાનું અસ્તિત્વ ટકાવવામાં સફળ  થયું છે એટલું જ નહીં બલ્કે પોતાને અનુકૂળ કુદરતી પરિબળો અને તેના નિયમોમાં ફેરફાર કરી શક્યો. જે માનવ બુધ્ધિ તર્કવિવેક પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે તેને જ સ્વતંત્રતા પ્રાપ્ત થી શકે છે.

  6. બે ક્રાંતિકારી તારણો -

(ક) મનુષ્ય જ બધી વસ્તુઓનો માપદંડ છે.કોઈ કુટુંબ, જ્ઞાતિ, જાતિ,વંશ,સમાજ,ધર્મ,રાજ્ય, રાષ્ટ્ર કે તેના નેતા નહીં. (પ્રોટાગોરસ ગ્રીક તત્વજ્ઞાની)

(ખ)મનુષ્ય જ મનુષ્ય જાતિનું મૂળ છે.માનવીના મૂલ્યો, તેના  વ્યવહારો અને નૈતિકતા ક્યારેય ઈશ્વરદત્ત કે ધાર્મિક ન હોઈ શકે! (કાર્લ માર્ક્સ)                

—------------------------------------------------------



--

Friday, February 9, 2024

અમે અને તમે

                        અમે અને તમે 

(અ) 21મી સદીમાં અમે અમારા ધાર્મિક સ્થળો વેચીએ  છીએ.

      21મી સદીમાં તમે જુના મંદિરોને નવાં બનાવી પ્રાણ પ્રતિષ્ઠા

         કરો છો.  

(બ) અમે તમારું યુવાન સર્વોત્તમ બુદ્ધિધન સસ્તા ભાવે વિદ્યાર્થી વિઝા આપી લઈ જઈએ છીએ.અમારા જ દેશમાં તેમની જ સસ્તી મજૂરીથી બનાવેલા લશ્કરી શસ્ત્રો તમને અબજો ડોલરમાં વેચીને અમારી સમૃદ્ધિ અને જગત જમાદારી ટકાવી રાખીએ છીએ.

(ક) 1947 પહેલાં અમે તમને તમારા દેશમાં આવીને લૂંટતા હતા.હવે તમારું યુવાધન વાજતે ગાજતે તમારી સરકારના સહકારથી લૂંટાવવા  અમારા દેશમાં વર્ષોની લાંબી લાઈનમાં ઉભા રહીને પણ આવવા તૈયાર છે.

(ડ) તમને તમારો કર્મનો સિદ્ધાંત દુન્યવી સત્ય શોધવા નિર્ણયો લેવડાવે છે .અમારા દુન્યવી સત્ય શોધવા નિર્ણયો વૈજ્ઞાનિક અભિગમો લેવડાવે છે.

(ક)અમારી ગેલોલીયો અને કોપર્નિક્સથી શરુ થયેલી ધાર્મિક સત્યોને અને તે આધારિત ધાર્મિક જીવન પદ્ધતિને પડકારીને ફગાવી દેવાની વૈજ્ઞાનિક, રેશનલ અને ભૌતિકવાદી માનસિકતાને અમે સ્વીકારી છે.

(ઈ) તમારો સમાજ છેલ્લા દશકાથી  "પુષ્પક વિમાન -માનવીના ધડ પર હાથી-પર ની પ્લાસ્ટિક ટેક્નોલોજી"ને ભજવામાં મસ્ત છે.

(ફ) અમે તમારા નેતાઓને અમારા દેશમાં લાલજાજમ બિછાવી "પિત્ઝા " ખવડાવી ચાંદીની કલ્લીઓ લઈ લેવાના કરાર પર હસ્તાક્ષરો કરાવી લઈએ છીએ. સાથે સાથે અમારા નાગરિક "પન્નુ " સામે કાવતરું કરવા-કરાવવા માટે લાલ આંખો કાઢીને અમારા બાયડન પ્રમુખ 26મી જાન્યુઆરીનું તમારું અગાઉથી નક્કી કરેલું આમંત્રણ ફગાવી દઈને  અમારે મન તમારૂ સ્થાન ફક્ત અમારી ઇકોનોમીને ટકાવવા કાચો માલ પૂરું પાડવાના સાધન સિવાય વિશેષ કાંઈ નથી તે પણ સમજાવી દે છે.

(જી) તમારી પાસે અમારી "જગતજમાદારી" સામે ઘૂંટણિયે પડ્યા સિવાયનો કોઈ ઉપાય હોય તો અમને નહીં પણ તમારા યુવા-બુદ્ધિધન ને સમજાવજો. 

(એચ) હા ઉપાય છે! પરમ દિવસની દિલ્હીમાંની સંસદની "આકાશવાણી" સાંભળી ? अबकी बार ३७० पार | પછી 2030 સુધી ફક્ત  દેશના 80કરોઃડ નાગરિકોને જ નહીં પણ દરેક ભારતવાસીને(140કરોડ) તે જીવે ત્યાંસુધી  પાંચ ટ્રિલિયાન ઇકોનોમીની ભેટ પાંચ કિલો અનાજ મફત!

 શુભેચ્છા સાથે .      



--

Wednesday, February 7, 2024

અમેરિકા(યુએસએ)ને એક દેશ તરીકે આ રીતે પણ સમજવાની જરૂર છે.

અમેરિકા(યુએસએ)ને એક દેશ તરીકે આ રીતે પણ સમજવાની જરૂર છે.

Nearly 1 in 3 Americans adults  has no religious affiliation: 

પી ઈડબ્લ્યુ રીસર્ચ સેન્ટર (PEW RESEARCH CENTER)

દ્વારા એક તાજેતરમાં એક સર્વે કરવામાં આવ્યો છે. આ સંસ્થા કોઈપણ રાજકીય રીતે કોઈ વિચારસરણી કે રાજકીય પક્ષ સાથે જોડાયેલી નથી.

 તે વિશ્વ અને અમેરિકાને સંબંધી પ્રશ્નો અને સમ્સ્યાઓ અંગે આંકડા અને માહિતી ભેગી કરનારી સંસ્થા છે.પોતાના સંશોધનો પર તે પોતે કોઈ નીતિવિષયક અભિપ્રાય લેતી નથી કે ઉભો કરતી નથી. It does not take policy positions.

"અમેરિકન સમાજનું ધાર્મિક બંધારણ(પોત,કે માળખું )" .

આ દેશ 1776માં બ્રિટિશ હકુમત પાસેથી સ્વતંત્ર થયો હતો. તે સમયથી તે દેશનું સંચાલન ધર્મનિરપેક્ષ,લોકશાહી બંધારણ મુજબ ચાલે છે. તેમાં એક અગત્યનો માર્ગદર્શક સુધારો છે કે રાજ્ય અને ધર્મ બંને વચ્ચે અબાધિત કાયમી વિયોજન (સેપરેશન) રહેશે.આશરે 250 વર્ષની લોકશાહી રાજ્યવ્યવસ્થા પછી જે દેશ એક સમયે સંપુર્ણ ઈસાઈ દેશ તરીકે અસ્તિત્વ ધરાવતો હતો તેનું આજે આ દેશનું ધાર્મિક માળખું કેવું છે તે સમજવાની જરૂર છે.

  1. તાજેતરના(24-01-2024)પી.ઈ.ડબ્લ્યુ રીસર્ચ સેન્ટર સર્વે મુજબ આ દેશનો દરેક પુખ્ત ઉંમરના ત્રીજા નાગરિકને કોઈ ધર્મ નથી. (In U.S., roughly three-in-ten adults now religiously unaffiliated) તે ⅓ ભાગમાંથી 17% સંપુર્ણ નિરીશ્વરવાદી, (atheists) 20%સંશયવાદી(agnostic) જેને ઈશ્વરના અસ્તિત્વ અંગે શંકા છે તેવા,અને 63%ને કોઈ ધર્મ નથી (Nones).

  2. આ બધા શરીરમાં આત્મા છે તેમાં માનતા નથી,ઈશ્વરના અસ્તિત્વને નકારે છે અને તેની પાસે દૈવી શક્તિ હોવાનો ધરાર ઇન્કાર કરે છે. સદર કુદરતી પૃથ્વી સિવાય કોઈ ઈશ્વરી જગતના સામ્રાજ્યના અસ્તિત્વને નકારે છે. સ્વર્ગ અને નર્કના ખ્યાલને પણ તરંગી ગણે છે. મૃત્યુ પછીના જીવનના અસ્તિત્વને પુરાવા વિહીન હોવાથી નકારે છે.  

  3. આ બધા ત્રણ કારણોસર નિરીશ્વરવાદી છે .એક,તેમાંથી 60% યુવાનો કહે છે કે અમને તમામ ધર્મોના ઉપદેશો જ અસ્વીકાર્ય છે.તે બધું અગડમબગમ,અવૈજ્ઞાનિકઅને પુરાવા વિહીન છે. તે બધામાંથી 47% ને તો તમામ ધર્મોની સંસ્થાઓ માટે જ ભારોભાર નફરત છે.41% કહે છે કે અમારા જીવનમાં ધર્મની કોઈજ જરૂર જ નથી.(Because they do not see a need for religion in their lives.)

પ્રેષકની નોંધ -પૂર્વના દેશોમાંથી આયાતી વસાયતી સાથે આવેલ ધર્મોની દુકાનો અહિયાં શનિ-રવિ નિવૃત એનઆરઆઈથી(દેશીઓથી)ચાલે છે.કારણકે તેમાં ભજન ફરજીયાત -જમવાનું મફત -પ્રસાદ ડોલરમાં મળે છે.

  1. સદર ⅓ અમેરિકન યુવાનોની શેક્ષણિક લાયકાત,વંશ અને જાતિ -

આ જૂથમાંથી 77% નાસ્તિકો અને સંશયવાદીઓ ઓછામાં ઓછી ગ્રેજ્યુએટ સુધીના ડિગ્રી ધરાવનારા ગોરા અમેરિકન( પહેલા તેમનો ધર્મ પ્રોટેસ્ટન્ટ હતો કેથોલિક નહીં.)હોય છે.સદર જૂથના 70% ની ઉંમર 50 વર્ષથી ઓછી છે.ફક્ત 2%નાસ્તિક અને 4% સંશયવાદી આફ્રિકન અમેરિકન (બ્લેક પીપલ) હોય છે. 

  1. આ જૂથની રાજકીય વિચારસરણી અને રાજકીય પક્ષ-

 70% ઉપરના લોકો ઉદારમતવાદી લોકશાહી રાજકીય

 વિચારસરણી ધરાવે છે.અને ડેમોક્રેટિક પક્ષના સભ્યો અને ટેકેદારો છે.

—---------------------------------------=---------------------





--

Monday, February 5, 2024

ગ્રીક તત્વજ્ઞાની એપિક્યુર્સના ઈશ્વર અંગેના વિચારો

Epicurus said- If we are, death is not;If death is, we are not.

ચાર્વાક(ભારત )અને એપિક્યુર્સ (ગ્રીક,Greek)ઐતિહાસિક સમય ગાળો  લગભગ એક. પરંતુ બન્નેના ભૌતીકવાદી,ઇહલોકવાદી તત્વજ્ઞાન વચ્ચે ગજબની સામ્યતા.બંને દેશો વચ્ચે હજારો માઈલોનું અંતર. તે જમાનામાં કોઈપણ સંદેશા વ્યવહારની કે જ્ઞાનની આપલેની સગવડતા શૂન્ય. પરંતુ માનવ જીજીવિષા માટેનો સંઘર્ષ અને સવાલો એક. માટે તેના ઉપાયો ના વિચારો પણ એક જ. બંને વિચારસરણીને નામશેષ કરવાનો યશ પણ સ્થાનિક ધર્મોનો !   

વૈદિક સમય પછી અને તથાગત બુદ્ધ સમય પહેલાં લોકાયન નામની ભૌતિકવાદી ચળવળ આશરે 3000થી 3500વર્ષ પહેલાં ભારતમાં શરૂ થઈ હતી. તેને  ચાર્વાક ચિંતનનો સમય ગણાય છે. એપિક્યુર્સનો જન્મ ઈ સ પૂર્વે આશરે 400 વર્ષ પહેલાં ગણાય છે.

જેમ ચાર્વાક ચિંતન અને બુદ્ધ ધર્મને ભારતમાંથી નામશેષ કરવામાં શંકરાચાર્યના બ્રાહ્મણવાદે(જગત મિથ્યા બ્રહ્મ સત્ય) પાયાનો રોલ 

ભજવ્યો હતો.તેવી જ રીતે એપિક્યુરીયન વિચારસરણીને નામશેષ કરવામાં જીસસના કેથોલિક ધર્મે પ્રતિક્રાંતિકારી ઐતિહાસિક ફરજ બનાવી હતી.એપિક્યુર્સના "ગાર્ડન કમમ્યુન"નો નાશ કરીને તે જ સ્થળ પર ( मंदिर वही बनायेंगे -अब तो बन गया) ખ્રિસ્તી ધર્મે પોતાની મોનેસ્ટ્રીઓ( Monasteries)હજારો ની  સંખ્યામાં બનાવી દઇને ઈશુના સંદેશનો ફેલાવો શરૂ કરી દીધો હતો. ભૂમધ્ય સમુદ્રના દેશોથી શરુ કરીને ગ્રીસ (Greece)દેશના પાટનગર એથેન્સ સુધી આશરે 4લાખ એપિક્યુર્સની વિચારસરણીને આધારે "ગાર્ડન ક્મયુન્સ"માં જીવન જીવતા માનવો સદીઓ સુધી હતા.

સમાજવાદી ચિંતક કાર્લ માર્ક્સએ પોતાનો પીએચડી નો  મહાનીમ્બંધ એપિક્યુર્સના તત્વજ્ઞાન  પર લખ્યો હતો. જે પુસ્તકની ફોટો કોપી લેખને અંતે  મુકેલ છે.             

આજે આપણે સૌ પ્રથમ એપિક્યુર્સના વિચારો -ચિંતનની વિગતે વાત કરીશું.અને ચાર્વાકના વિચારોને જરૃર પડે બંને  વચ્ચેની સામ્યતા કે એકરૂપતા માટે સાથે જોડીશું કે મુકીશું.

  1. આપણા દેશની માફક પશ્ચિમી સંસ્કૃતિમાં પણ માન્યતા હતી કે એપિક્યુરસ ભોગવાદી(ચાર્વાકની માફક)વિચારસરણી (Hedonism)નો પ્રચારક  હતો. " Eat now,drink now, have sex, be merry because tomorrow you will die." ખાઉ,પીઓ અને જલસા કરો આવતી કાલ કોણે જોઈ!

  2.  ચાર્વાક " यावत्जीवेत सुखम जीवेत; रुणम कृतवा धृतम् पिवेत; भस्मी भूतस्य देहस्य पुनरागमन कृत;જેટલું જીવો એટલું સુખથી જીવો! દેવું કરીને ઘી પીવો, મનુષ્ય દેહ એક વાર નાશ પામશે પછી તે પાછો આવવાનો નથી.

ઉપરના બંને વિચારકોના તારણો નીચે મુજબના ભૌતિકવાદી પુરાવા આધારિત તારણોને  નાશ કરવા માટે વિરોધીઓએ ચલણમાં  મુકેલા હતા. 

  1. એપિક્યુર્સે  પોતાની વિચારસરણીને યથાર્થવાદી (Physical Realist)સાબિત કરવા એક ગ્રીક(Greek Language)વિશેષણનો ઉપયોગ કર્યો છે. " ATARAXIA" ( peace of mind or Mental wellness).માનવ જીદંગીનો હેતુ "માનસિક શાંતિ મેળવવાનો છે. તેમાં કોઈ ભોગવાદની બદબૂ આવતી નથી.બીજું  આવી શાંતિ માનવીએ જીવતે જીવ આ જીવનમાં મેળવવાની છે એકબીજાના માનવીય સહકારથી મૃત્યુ બાદ નહીં. " Good life must be attained here in this world but not after death.આ જીવન ઈશ્વરી પરિબળો અસર કરશે  તેવા ભય નીચે પસાર કરવું  તે જ એક મોટામાં મોટો  દૈવી ત્રાસ છે.એપિક્યુરસે તર્કબદ્ધ રીતે પોતાની વિચારસરણીમાં આવી મનની શાંતિ સદહે કેવી રીતે મેળવી શકાય  તેની ચર્ચા કરી છે.

  2. એપિક્યુર્સ જાદુટોણા,જ્યોતિષ,અને ભવિષ્યવેત્તાઓનો સખ્ત વિરોધી હતો. સુખી જિંદગી કોને કહેવાય? એપિક્યુર્સના મત મુજબ જે જિંદગીમાં દુઃ;ખ ન હોય તે જિંદગી સારી કહેવાય.તેઓ આત્યન્તિક સુખના( Intense Pleasure or Extreme Hedonism)વિરોધી હતા. સત્તા અને કીર્તિ માટેની આંધળી દોટ ક્યારેય એપિક્યુરિયન જીવન પદ્ધતિનો ધ્યેય ન હોઈ શકે! એપિક્યુર્સનો સંઘર્ષ મનની શન્તિ કેવી રીતે દુન્યવી જીવન જીવતાં કેવી રીતે મેળવવી તે હતો. દુનિયાનો ત્યાગ કરીને નહીં.તેના ખ્યાલ પ્રમાણે સારી જિદંગી માટે પૂરતો આરોગ્યદાયક  ખોરાક,સારું ઘર , મહેલ નહીં, શાંતિભર્યા સંબંધો ,અને મનગમતા મિત્રો. સાદું જીવન પણ તત્વજ્ઞાનીય સંવાદથી ભર્યુંભર્યું.અસંતોષી જીવન તરફની  દોડ માનવીય સર્વ દુ;ખોનું મૂળ છે.

  3. હું બીજાને  મદદ એટલા માટે કરું છું કે મને તે મદદ કરવાથી આનંદ  મળે છે.પણ હું ભગવાનને ખુશી કરવા અન્યને મદદ કરતો નથી.તે મારો ધર્મનિરપેક્ષ નૈતિકતાનો માપદંડ છે. " I help others not to please God but to please myself."Epicurus. મોજશોખભરું જીવન ક્યારેય માનવીને શાંતિ અપાવે નહીં.

  4. એપિક્યુર્સના મત પ્રમાણે "મનની શાંતિ" માટે ચાર માર્ગદર્શકો છે.

(અ) કોઈ ઈશ્વરી શક્તિનું અસ્તિત્વ નથી જે આપણને ભય પમાડે.

(બ) મૃત્યુ પછી કોઈ જીવન નથી.

(ક)માનવી તરીકે આપણી જરૂરિયાતો સહેલાઈથી સંતોષી શકાય તેમ છે.

(ડ)દુઃખ આપણે સહન કરી શકીયે તેમ છે.તેને અન્યના સહકાર અને જ્ઞાનની મદદથી દૂર પણ કરી શકીયે તેમ છે. 

(7) ચાર્વાક શબ્દનો સંસ્કૃતમાં અર્થ ચાર એટલે સારુ અને સુંદર, વાક એટલે દર્શન. સારુ દર્શન.ચાર્વાક દર્શન એક એવું ભારતીય દર્શન છે જે વેદને ઇશ્વરી સર્જન છે તેનો સંપુર્ણ અસ્વીકાર કરે છે.તેથી ચાર્વાક દર્શન  વેદ, ઉપનિષદ, ઇશ્વર, પાપ–પુન્ય, સ્વર્ગ–નર્ક, મોક્ષ અને કર્મના સિધ્ધાંતને સ્વીકારતું નથી.

(8) "કદાચ તમે સુખી હોય તે ફક્ત અકસ્માત હોઈ શકે. પરંતુ તમે જો તત્વજ્ઞાનનો અભ્યાસ  કરશો અને તે વિષયને સમજશો તો ચોક્કસ સુખી થઈ શકશો."-એપિક્યુરુસ 

(9) ઈશ્વરની ઈચ્છા દુઃખોને દૂર કરવાની હોય  તેમ છતાં માનવજાતના દુઃખો દૂર ન કરી  શકતો હોય તો તેને સર્વશક્તિમાન (Omnipotent)ગણાય નહીં.

(10)  જો તે દુઃખો દૂર કરવા લાયક હોય પણ ખરેખર ઈચ્છા  ન ધરાવતો હોય તો  તે બીજાનું બૂરુ ઇચ્છનાર અને દુષ્ટ કહેવાય!

(11)જો તે દુઃખ  દૂર કરવાની લાયકાત ધરાવતો ન હોય અને ઇચ્છાશક્તિ પણ  ન ધરાવતો હોય તો પછી  તેને આપણે  ઇશ્વર તરીકે  શા માટે ગણવો જોઈએ ? સ્વીકારવો જોઈએ?

https://www.youtube.com/watch?v=6X2MGkiIKNM



—----------------------------------------------------

  

                   



--