Sunday, May 21, 2017

રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમ–

(7)  રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમ–

 હું મારૂ પ્રવચન પુરૂ કરૂ તે પહેલાં વાણી સ્વાતંત્રય અને રાષ્ટ્રવાદના સંદર્ભમાં વધુ બે મુદ્દાઓની ચર્ચા કરવી છે. પ્રથમ મુદ્દો છે સર્વૌચ્ચ અદાલતના 'રાષ્ટ્રગીત' ' નેશનલ એથંમ' બાબતે કરેલા ચુકાદા અંગે. આ ચુકાદો એમ જણાવે છે કે દરેક સીનેમા થીયેટરમાં જનારે ચલચીત્ર શરૂ થાય પહેલાં રાષ્ટ્રગીત શરૂ થાય તેના માનમાં પોતાની સીટ પરથી ઉભા થવું ફરજીયાત છે. કેમ?  દરેકના મનમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રવાદ માટે પ્રતીબધ્ધ લાગણીનું સીંચન થાય માટે!( Instill a feeling within one a sense of committed patriotism and nationalism.)  આવો વચગાળાનો હુકમ, જેનો કોઇ અગાઉના સમયમાં રીવાજ કે નીયમ પ્રસ્થાપીત ન થયો હોય તેવો અને બંધારણના હાર્દથી તદ્દ્ન વીરૂધ્ધનો હુકમ અને આપણી તર્કવીવેકશક્તી (રીઝનનીંગ) સહેલાઇથી સ્વીકારતી ન હોય તેવા હુકમને  કેવી રીતે આપવામાં આવ્યો? તમે કોઇને રાષ્ટ્રગીત ગાવાની ફરજ કેવીરીતે પાડી શકો? જેમ દેશા નાગરીકને પોતાની અભીવ્યક્તીનું સ્વાતંત્રય છે, વાણી સ્વાતંત્રય છે તેમ નહી બોલવાનું કે કશું વ્યક્ત નહી કરવાનું  પણ સ્વાતંત્રય છે. આતો કોર્ટે કાયદાના ઓથા નીચે પ્રવેશ કરીને આપણા મુળભુત અધીકારો પર નીયંત્રણ લાવી દીધુ છે.

આ મુદ્દે ઇન્ડીયન એક્સપ્રેસના કોલનીસ્ટ ભાનુપ્રતાપે જણાવ્યું છે કે ઉદારમતવાળી લોકશાહીમાં એક પાયાની મુળભુત હકીકત ભુલાઇ ગઇ છે. ' લોકશાહીમાં જે દરેક સારૂ હોય , આવકારવાદાયક હોય તેને કાયદાથી ફરજીયાત બનાવાય નહી.' જ્યારે કોઇ નીયમને ફરજીયાત કરવામાં આવે છે ત્યારે તેનો હેતુ જ મરી પરવારે છે. આવા કોર્ટના નીર્ણયને આપણે 'ફરજીયાત રાષ્ટ્રવાદ' " Conscripted nationalism  "  તરીકે ઓળખીશું.  

મને સારી રીતે સમજાય છે કે જે લોકો રાષ્ટ્રપ્રેમી છે તે બધા જ્યારે સીનેમા હોલમાં રાષ્ટ્રગીત શરૂ થશે ત્યારે ચોક્ક્સ ઉભા થશે. પરંતુ દેશની સર્વોચ્ચ અદાલતના હુકમે પ્રજાના રાષ્ટ્રગીત સાથેના જે સંબંધો ક્રમશ: વીક્સેલા હતા તેને જ પોતાના હુકમથી બદલી નાંખ્યા છે. ખરેખર સદર હુકમે તેનું મહત્વ જ ઘટાડી દીધુ છે. જ્યારે સીનેમા હોલમાં રાષ્ટ્રગીત ગવાશે ત્યારે આ હુકમ મુજબ બધા ઉભા થશે. પણ નામદાર કોર્ટ એ  સમજવામાં ઉણી ઉતરી છે કે લોકોની રાષ્ટ્રગીતના માનમાં ઉભા થવાની ક્રીયા એક યાંત્રીક વર્તન બની ગયું છે. જે રાજ્યદંડના ભયથી અથવા બીજું કોઇ મારશે તેવા ભયથી અમલમાં મુકાય છે. તે વર્તનમાં સીનેમા જનારાના રાષ્ટ્રપ્રેમનું કોઇ પ્રતીબીંબ રજુ થતું નથી.

    તેવીજ રીતે લોકોને જે ખાવું છે તેને અટકાવાથી અથવા ન ખાવા દેવાથી, તે બધાને જે રીતે જીવવું છે તેને બદલે બીજી જીવન પધ્ધતી ભય, ધાક ધમકી કે અન્ય કૃત્યોથી થોપી દેવાથી કોઇ રાષ્ટ્રપ્રેમ પેદા થતો નથી. કે આવા કૃત્યોથી રાષ્ટ્રીય એકતાનું સમાજમાં સર્જન થતું નથી. આતો  દગાબાજીથી થોપી દેવાતો સાંસ્કૃતીક રાષ્ટ્રવાદ( Insidious form of cultural nationalism) છે. હમણાંજ આર એસ વડા મોહન ભાગવતે ગૌવંશ કતલ પર રાષ્ટ્રીય કાયદા દ્રારા પ્રતીબંધ મુકવાની તરફેણ કરી છે. ભારત જેવા વીવીધ સામાજીક અને અંગત જીવન પધ્ધતી જીવતા દેશમાં એક જ વીચારસરણી કે જીવન પધ્ધતી તે પણ કાયદાના જોરે તથા અને બીન લોકશાહી રીતરસમોથી થોપી દેવામાં આવે તે કેટલું વ્યાજબી છે? આ લોકોને ખબર છે ખરી કેરાલા અને ઉત્તરપુર્વી રાજ્યોની પ્રજાનો ગૌ માંસ (બીફ) મુખ્ય ખોરાક ( સ્ટેપલ ડાયેટ) છે? આપણે ઘણાબધા સમાચારોમાં સાંભળીએ છીએ કે ઉત્ત્રરપ્રદેશમાં ખાસ કરીને મુસ્લીમ કસાઇઓના કતલખાના બંધ કરાવવા તુટી (ક્રેકડાઉન)પડ્યા છે. લાખો લોકોમાં ભયંકર ભયનું વાતાવરણ પેદા થયું છે. તે બધાને પોતાની સ્થીર રોજગારીની તકો જાણે કાયમ માટે છીનવાઇ ગઇ હોય તેમ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. આપણી સમક્ષ તાજેતરમાં ગુજરાતના ઉના શહેરમાં સાત દલીત યુવાનોને કહેવાતી ગાયની કતલ કરી છે તેના ઓથા હેઠળ ગૌ રક્ષકો દ્રારા  તે બધાને બાંધીને મારવામાં આવ્યા હતા. આપણે  દાદરીના અખલખ કે જેને સંગઠીત  ટોળાએ ગાયનું માંસ ખાધુ છે તેવો આક્ષેપ કરીને રહેંસી નાંખ્યો હતો તેને કેવી રીતે ભુલી શકીએ! અને અખલખના કેસમાં ફોરેનસીક લેબમાં તપાસ માટે અખલખનું શરીર ન મોકલવામાં આવ્યું કે જેના પર ગૌમાંસ ખાવાનો આક્ષેપ હતો. પણ તેના ફ્રીજમાં મુકેલા ખોરાકને જે તે લેબમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યો હતો. ( શાબાશ, દેશના કાયદા રક્ષકોને!– લી.ભાવાનુવાદ કરનાર) શું આ દેશમાં માનવીની જીદંગીનું આટલું જ મુલ્ય છે! કોઇના પર ફરજથી લાદવામાં આવેલો રાષ્ટ્રવાદ શું સાચી જીવન સંસ્કૃતી ફેલાવી શકે? સાચા સાંસ્કૃતીક વારસાના વીકાસ માટે કોઇ ભૌગોલીક કે સામાજીક સીમાઓ બીલકુલ નડતી નથી.

" અન્યાય સામેના સંઘર્ષમાં જો તમે શાંતી રાખી મુગા બેસી રહો તો એમ સાબીત થાય છે કે તમે પેલા જુલ્મીની સાથે જ છો." ( ફાધર દેસમંડ ટુટુ. દક્ષીણ આફ્રીકામાં આઝાદીની ચળવળમાં નેલ્સન મંડેલાનો એક અગત્યનો સાથી. )

કોઇપણ રાષ્ટ્રની તાકાતનો માપદંડ નાગરીકોના એક સરખા સમાન બીબાઢાળ વીચારસરણીમાં સમાયેલો નથી. તેના નાગરીકો તરફથી  છાશવારે પ્રદર્શીત થતા રાષ્ટ્રવાદની જુમલાશાહીમાં પણ નથી. રાષ્ટ્રની સાચી તાકાતનું પ્રદર્શન તેમાં છે જ્યારે તેના નાગરીકો તરફથી ક્રાંતીકારી વીચારો વ્યક્ત કરવામાં આવે તેમ છતાં સામાન્ય પ્રજાજન આવા વીચારોથી લેશમાત્ર ગભરાય જ નહી. જ્યારે દેશમાં વૈચારીક સ્વાતંત્રય અને મુક્ત અખબારી સ્વાતંત્રય પ્રવર્તમાન હોય અને સરકારની ટીકા કોઇપણ જાતના ભય વીના કરી શકાતી હોય, જ્યારે નાગરીકો બીજા નાગરીકો સામે પોતાનાથી ભીન્ન મત રજુ કરવા હીંસા નો સહારો ન લેતા હોય  તેમાં જ દેશની સાચી તાકાત સમાયેલી  હોય છે.

હું મારૂ આ વ્યક્તવ્ય મારા પ્રીય કવી  ફૈઝ  અહેમદ ફૈઝની નીચે મુજબની પંક્તીઓથી પુરૂ કરીશ.

"  બોલ, કારણકે તારા હોઠો  હજુ બંધ થયા નથી.

 બોલ! કારણકે જીભ હજુ તારી જ છે, કોઇએ સીવી લીધી નથી.

બોલ! હજુ આ ટટ્ટાર શરીર તારૂ જ છે, હજુ આ જીંદગી પણ તારી જ છે.

તારા શરીર અને જીભનું મૃત્યુ થાય પહેલાં ઘણ બધુ બોલવા માટે થોડો સમય છે.

તને જે સત્ય લાગે તે બોલી નાંખ, હજુ તું મૃત્યુ પામ્યો નથી." ફૈજ અહેમદ ફૈજ.  


--

Saturday, May 20, 2017

રાષ્ટ્રવાદ રાજદ્રોહ અને આપણી યુનીવર્સીટીઓ.

(5) રાષ્ટ્રવાદ અને રાજ્દ્રોહ-

રાજ્યદ્રોહ એ શબ્દ દીલ્હીની કનૈયાકુમારવાળી જેએનયુની ઘટનાથી વધારે પ્રચલીત થઇ ગયો છે. એક જમાનામાં આપણા દેશમાં બ્રીટીશ સરકારે રાષ્ટ્રીય નેતાઓ તીલક અને ગાંધીજીને પોતાના મુખપત્રો અનુક્રમે 'કેસરી' અને ' યંગ ઇંડીયા'ના લખાણો માટે આ ગુના હેઠળ બંનેને સજા ફટકારી હતી. સને ૧૯૦૮માં તીલકે તેના પ્રત્યાઘાત રૂપે જેલ જતાં પહેલાં એવું કહ્યું હતું કે મારા મત મુજબ આખો દેશ જ તમારા રાજ્યમાં જેલ બની ગયો છે. હું તો મોટી જેલમાંથી નાની જેલમાં જઉ છું. ગાંધીજીએ  સને ૧૯૨૨માં આ  ગુના હેઠળ જેલમાં જતાં પહેલાં પોતાની પ્રતીક્રીયા આપી હતી કે ' હું આ શેતાની સરકાર સામે વીરોધ કરવામાં ગૌરવ અનુભવુ છું.'

 ખુબજ દુ;ખની વાત એ છે કે આ આઝાદ દેશની સરકાર, ૭૦ વર્ષ પછી પોતાના ૧૯–૨૦ વર્ષના જુવાન વીધ્યાર્થીઓને પોતાની યુનીવર્સીટીના કેમ્પસમાં દેશ સમક્ષની સમસ્યાઓ માટે જે બધાનો મત સરકારી મતથી જુદો છે, વીરોધી છે, અસંમતી ધરાવતો છે તે સંદર્ભમાં સુત્રો પોકારવા માટે રાજ્યદ્રોહની કલમ નીચે અટકાયત કરવામાં આવે છે.

આ રાજ્યદ્રોહના કાયદાની ઘણી ચર્ચાઓ ઘણા લાંબા સમયથી ચાલતી આવી છે. દેશના પ્રથમ વડાપ્રધાન નહેરૂજીનો તેની સામે સખત વીરોધ હતો. તેઓના મત મુજબ આ રાજ્યદ્રોહના કાયદાનું આપણા દેશમાં કોઇપણ પ્રકારનું સ્થાન ન હોવું જોઇએ. સને ૧૯૬૨ની બંધારણીય બેન્ચે રાજ્યદ્રોહ કોને કહેવાય તેના મુદ્દાઓ આપ્યા છે. (૧) દેશમાં અંધાધુધી ( ડીસઓડર બેઝડઓન ઇન્ટેનશન ઓર ટેન્ડન્સી) ફેલાવવાનો હેતુ કે વલણ, (૨) કાયદો અને વ્યવસ્થાના સંચાલનમાં ખલેલ પેદા કરવી, (૩) હીંસા કરવા અન્યોને ઉશ્કેરવા.  પણ તેમાં ક્યાંય સરકારની ટીકા કરવા જોરદાર,અને શક્તીશાળી શબ્દોનો ઉપયોગ કરી ભાષણ કરવું (વેરી સ્ટ્રોંગ સ્પીચ એન્ડ વીગરસ વર્ડસ') તેવું ક્યાંય સમાવવામાં આવ્યું નથી.

ઉપરની વૈચારીક સ્પષ્ટતા પછી ખબર પડે છે કે કડક શબ્દોમાં સરકારની ટીકા કરવી અને લોકોને અંધાધુધી ફેલાવવા ઉશ્કેરવા વચ્ચે કેટલો મોટો તફાવત છે. ખરેખર આપણે જેએનયુના કનૈયાકુમારના સુત્રો પોકારવાના બનાવને આ દાયરામાંથી મુલ્યાંકન કરવાની જરૂર છે.જેએનયુના વીધ્યાર્થીઓએ ધારોકે રાષ્ટ્રવીરોધી સુત્રો બોલાવ્યા હોય, સરકાર સામે ધીક્કાર, ઘૃણા,અનાદર બતાવવા કડક શબ્દોમાં ટીકા કરી હોય  તેથી રાજ્યદ્રોહનો ગુનો બની શકે નહી. ફરી જસ્ટીસ શાહ સાહેબ કાયદાવીદ્ ઉપેન્દ્ર બક્ષીના સરસ અને ખુબજ તાર્કીક વીભાવનાઓનો ઉલ્લેખ કરે છે. તે છે બંધારણીય રાષ્ટ્રપ્રેમ અને સરકારી રાષ્ટ્રપ્રેમ.( CONSTITUTIONAL pATROTISM & STATIST PATROTISM).આ મુદ્દે મને દીલ્હી હાઇકોર્ટ ' જામીન હુકમ' માં  જે શબ્દો રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રવાદ ખ્યાલના ટેકામાં વાપર્યા છે તે બીનજરૂરી છે.

આ સંદર્ભમાં ગાંધીજીએ કહ્યું છે કે કોઇના પ્રત્યે મમતા, કે પ્રેમ કારખાના ઉત્પાદનના એકમની માફક પેદા કરી શકાતો નથી. અથવા તો કાયદાથી તેનું નીયમન કરી શકાતું નથી. કોઇપણ હીંસા કે અંધાધુધી માટે ઉશ્કેરયા સીવાય વર્તમાન સરકાર સામે ચોક્કસ વીરોધ, અસહકાર,અને રાજકીય અસંતોષ વ્યક્ત કરી જ શકાય છે. જે લોકો જેવા કે જેએનયુના વીધ્યાર્થીઓ, બીનાયક સેન કે હાર્દીક પટેલ, કે પછી અરૂંધતીરોય જેવી લેખીકા કે પછી તામીલનાડુમાં અણુપ્રોજેકટ પોતાના રાજ્યમાં ન નાંખવા ચળવળ ચલાવતા કર્મનીષ્ઠો આ બધા દેશની કાયદાકીય રીતે અસ્તીત્વમાં આવેલ રાજ્યને ઉથલાવી પાડવા માંગતા નથી. પણ તેમનો વીરોધ વર્તમાન સત્તાધીશ સરકારની નીતીઓ સામે છે. જો આ બધી પ્રવૃત્તીઓ કરતા સામે રાજદ્રોહનો ગુનો દાખલ કરાય તો તે કાયદાનું ખોટું અર્થઘટન અને અયોગ્ય અમલનું વરવું પ્રદર્શન છે. રાજદ્રોહના ગુનામાં ભલે કોઇને નીર્દોષ સાબીત કરવામાં આવે પણ તે ફોજદારી ગુનાની પ્રક્રીયામાંથી પસાર થવું તે જ મોટી શીક્ષા છે. અને આવા રાજદ્રોહના કેસો સત્તાધીશ સરકારની નીતીઓ સામે લોકશાહી ઢબે પણ વીરોધ કરવા ભય, ડરનું વાતવરણ પેદા કરે છે. તે તો આ સત્તાધીશોને જોઇતું હોય છે.

આવો ભય નાગરીકોને પોતાના વાણી સ્વાતંત્રય અને અભીવ્યક્તીના સ્વાતંત્રયના બંધારણીય હક્ક પર દેખીતી તરાપ છે. તે એક અનધીકૃત સેન્સરશીપનું જ કામ કરે છે. તેથીજ આ રાજદ્રોહના કાયદાને સંપુર્ણ નાબુદ કરી દેવાની જરૂર છે.( That is why the law needs to be repealed)  જો કે કોઇ સરકારો આ કાયદા દ્રારા મળતી સત્તા છોડવાના નથી. પરંતુ તેથી જ દેશના ન્યાયતંત્રે આ કાયદાની બંધારણીય પ્રસતુતાને ફેર તપાસવાની જરૂર છે. આપણે ચારપાંચ વર્ષ પછી આ કાયદા હેઠળનો આરોપી નીર્દોષ છુટે તે પુરતું નથી. પણ આપણે આ કાયદાના ભય હેઠળ સરકાર પ્રજાને તેની નીતીઓ અને કાર્યક્રમોનો વીરોધ કરતાં ડરાવે છે, કૃત્રીમ નૈતીક નીયંત્રણ પેદા કરે છે, તે સત્તાના આધાર ને જ દુર કરવાની જરૂર છે. બ્રીટને સને ૨૦૦૯માં આ રાજદ્રોહનો કાયદો તથા ધાર્મીક નીંદા અને માનહાનીના કાયદા રદ બાતલ કરી નાંખ્યા છે.

(6)   રાષ્ટ્રવાદ અને વીશ્વવીધ્યાલયોમાં મોકળાશનું વાતવરણ–

આ દેશમાં ફેબ્રઆરી માસ જાણે  સરકારી વીરોધને દબાવી દેવાની સીઝન હોય તેમ અનુભવાય છે. સને ૨૦૧૬ના ફેબ્ર્આરીમાં જેએનયુ અને આઝાદીના વીરોધને કચડી નાંખવા સરકાર મેદાને પડી હતી. આ વર્ષે ફેબ્રુઆરી ૨૦૧૭માં આપણે રામદાસ–દીલ્હી યુનીવર્સીટીના વીરોધ સામે સત્તાધીશોનું વલણ જોયું. વીશ્વવીધ્યાલયો આપણા બૌધ્ધીક મતભેદો કે મતમતાંતરોને મોકળાશથી ચર્ચા અને ઉકેલવાના સ્થળો છે.તે વૈચારીક વીરોધોને સંવર્ધન કરી સંવાદ અને  માહીતીઓને આધારે સત્ય શોધવાનાં એકમો છે. ખરેખર વીશ્વમાં તે યુનીવર્સીટીઓ શ્રૈષ્ઠ કહેવાય જ્યાં મુક્ત વીચાર,વૈચારીક અસંમતી વીધ્યાર્થીઓ, પ્રોફેસરો અને વહીવટી તંત્રમાં હોય. ગમેતે કારણસર આ દેશમાં એવી મોકળાશને સત્તાતંત્રો પડકાર ગણે છે. હૈદ્રાબાદ યુની.ના રોહીત વેમુલા, જેએનયુના કનૈયાકુમાર અને દીલ્હી યુની.રામદાસ કોલેજના બનાવો અંગે સત્તાધીશોના વલણો અને પગલાં આપણને થોડામાં ઘણું બધું કહી જાય છે.

રામદાસ કોલેજની ગુલમેહર કૌર નામની ૨૧ વર્ષની વીધ્યાર્થીનીએ  પોતાના એક વીડીયોમાં પ્લેકાર્ડ સાથ જણાવ્યું કે ' હું એબીવીપીથી ગભરાતી નથી. મારા પીતાજીને પાકીસ્તાને મારી નાંખ્યા નથી. પણ તે બે દેશો વચ્ચેના યુધ્ધમાં તે મૃત્યુ પામ્યા છે. યુધ્ધ ન હોત તો મારા પીતાજી આજે જીવતા હોત! તેથી હું યુધ્ધનો વીરોધ કરૂ છું. '

આ વીડીયો દેશ ભરમાં વાયરલ થઇ ગયો. પછી તો દેશના ક્રીકેટરોથી માંડીને સીનેમાના એકટરો,અને રાજકારણીઓ બધાજ તે છોકરીની વીરૂધ્ધમાં ટીકા કરવા મેદાને પડી ગયા. ત્યારબાદ ગુલમહોર કૌરની દશા એવી થઇ કે  તેના પર સોસીયલ મીડીયા દ્રારા તેને ધમકી, હીંસા અને ધીક્કાર વરસાવવામાં આવ્યો. તેને પોલીસનું રક્ષણ આપવું પડયું અને આવી મજબુર સ્થીતીમાં દીલ્હી છોડીને પોતાના વતનમાં જતું રહેવું પડયું. શું આપણે એક દેશ તરીકે એવી અસલામત સ્થીતીએ પહોંચી ગયા છે કે ૨૧વર્ષની છોકરીના અભીપ્રાય સામે આવો હીંસક પ્રતીભાવ દેખાડવો પડે? દેશના ગૃહપ્રધાન સોસીલ મીડીઆ પર એવી ટીવ્ટ કરે છે કે આ ૨૧ વર્ષની છોકરીની બુધ્ધીને કોણ ભ્રષ્ટ કરે છે? ( Who is polluting this young girl's mind?)  જે રાજ્ય વાણી સ્વાતંત્રયને વ્યક્ત કર્યા પછી બચાવી ન શકે  તે વાણી સ્વાતંત્રય નો શું અર્થ?

આવી હીસાં અને કેટલાક નક્કી કરેલા ટોળાની દાદાગીરી સામે પોલીસ અને સરકારી તંત્રની નીષ્ક્રીયતા તે વીધ્યાર્થી જગતમાં માનસીક ભય ( ફીયર સાયકોસીસ) પેદા કરે છે. જો તેનો ઉપાય તાત્કાલીક નહી કરવામાં આવે તો દેશની એક આખી વીધ્યાર્થી પેઢી 'યસ મેન' ની બની જશે. જ્ઞાનના ક્ષેત્રે અસંમતીનો અવાજ ( વોઇસ ઓફ ડીસેન્ટ) રૂંધાઇ જશે. સર્જનાત્મક ચીંતન અને નવી શોધખોળ માટેનું વાતાવરણ જ ઠુંઠવાઇ જશે.  ગુગળાઇ જશે. રાષ્ટ્રનો આર્થીક વીકાસ અટકાઇ જશે અને સાથે સાથે દેશનું લોકશાહી નેતૃત્વ પણ ખતમ થઇ જશે.

 


--

Friday, May 19, 2017

વાણી સ્વાતંત્રય,બંધારણ અને ન્યાયતંત્ર.

(3) વાણી સ્વાતંત્ર્ય,બંધારણ અને ન્યાયતંત્ર

' સને ૧૯૨૫માં ગાંધીજીએ પોતાના મુખપત્ર " યંગ ઇન્ડીયા" માં લખ્યું હતું કે વાણીસ્વાતંત્ર્ય અને મંડળી અથવા સમુહમાં મુક્ત રીતે એકત્ર થવાના પ્રાથમીક અધીકારોને આપણે પ્રથમ ગમે તેટલા બલીદાન આપીને પણ પ્રાપ્ત કરી લેવા જોઇએ." મુક્ત વાણી બોલવાથી કોઇની લાગણી ઘવાતી હોય તેથી તેથી તેના પર હુમલો ન થઇ શકે અથવા તેના પર નીયંત્રણ મુકી શકાય નહી. તેઓના મત પ્રમાણે મંડળી અથવા કોઇ સંસ્થા રચીને તેના સભ્યોને ક્રાંતીકારી યોજના બનાવવાની ચર્ચા કરવાનો અધીકાર પણ હોવો જોઇએ. આપણા દેશની આઝાદીની ચળવળના ગાંધીજીની પહેલાંના રાજારામ મોહન રાય અને બાળગંગાધર તીલક જેવા રાષ્ટ્રીયનેતાઓએ પણ નાગરીક સ્વાતંત્રયને (સીવીલ લીબર્ટીઝ) આઝાદીની ચળવળનો અનીવાર્ય એક ભાગ ગણતા હતા. તેથી જ ભારતના બંધારણના ઘડવૈયાઓએ આ બધા અધીકારોને બંધારણના મુળભુત અધીકારો તરીકે તેમાં આમેજ કરેલા છે. જેમ બંદગી કે પુજા કરવાનો બંધારણીય મુળભુત અધીકાર છે તેવી રીતે જ આધુનીક લોકશાહીની ઇમારત બનાવવા અને તે ઇમારતને ટકાવી રાખવા અભીવ્યક્તીનું સ્વાતંત્રય, વાણી સ્વાતંત્રય અને મંડળી રચી ને  એકત્ર થવાની સ્વાતંત્રતા અનીવાર્ય છે. આપણું બંધારણ ખરેખર દુરંદેશી દ્રષ્ટીવાળું  આધુનીક માનવમુલ્યોથી બનેલું હકારાત્મક બંધારણ છે. જે તેના નાગરીકની અપેક્ષાઓ સંતોષી શકે તેમ છે. માનનીય બંધારણવીદ્ ફલી નરીમાને એક નોંધમાં જણાવ્યું છે કે બંધારણસભાના ૨૯૯ સભ્યોમાંથી ૨૫૫ સભ્યો હીંદુ હોવા છતાં આવું ધર્મનીરપેક્ષ, લોકશાહી બંધારણ ઘડીને લઘુમતીઓ, સામાજીક રીતે સદીઓથી દબાયેલા કચાડાયેલા વર્ગો અને વીરોધી મતો રજુ કરનારાના હીતો જળવાઇ શકે તેવું બંધારણ ઘડી શક્યા છે. આવા ભવ્ય અને સર્વાગ્રહી બંધારણમાં આમેજ કરેલા વાણી સ્વાતંત્રય અને અભીવ્યક્તીના સ્વાતંત્રય ને રક્ષણ કરવાની જવાબદારી દેશની સર્વોચ્ચ અદાલતને સોંપી છે.   

(4) વાણી સ્વાતંત્રય અને ન્યાયતંત્ર–

દેશની સર્વોચ્ચ અદાલતે વારંવાર પોતાના ચુકાદાઓમાં જણાવ્યું છે કે વાણી અને અભીવ્યક્તીના સ્વાતંત્રયના પાયા ઉપર જ બધીજ લોકશાહી સંસ્થાઓની ઇમારત ઉભી છે. મુક્ત રાજકીય ચર્ચા તો સમાજને રાજકીય શીક્ષણ પુરુ પાડે છે. જેનાથી સરકારી સંસ્થામાં નીર્ણય કરવાની પ્રક્રીયા સરળ અને મજબુત બને છે.વાણી સ્વાતંત્રય તો વ્યક્તીઓમાં સ્વંયશીસ્ત અને સ્વયંસીધ્ધ કર્યાનો આત્મસંતોષ વીકસાવે છે. આ મુલ્યથી સત્યનું રક્ષણ થાય છે અને તે સમાજમાં સરકારની નીરંકુશ સત્તા સામે ચોકીદાર (વોચડોગ)નું કામ કરે છે. અમેરીકન જસ્ટીસ હોલ્મસનું પ્રખ્યાત વાક્ય ક્વોટ કરીને જણાવે છે કે વાણી સ્વાતંત્રયનું મુલ્યતો ' વીચારોનું બજાર ( માર્કેટ પ્લેસ ઓફ આઇડીયાસ ) છે.' જ્યારે ઘણી સંઘર્ષમય માન્યતાઓ અને ખાસ કરીને ધાર્મીક માન્યતાઓ મુક્તરીતે સત્યની શોધમાં એકબીજા સામે ટકરાય છે ત્યારે વાણી સ્વાતંત્રયજ મુક્તવીચારોના બજારમાં સત્ય શોધવાનું માધ્યમ બની જાય છે. સત્યનો આધાર તો મુક્ત બજારના વીચારોની તાકાત પર અવલંબીત છે. આવી રીતે સંપન્ન થયેલું સત્ય જ ટકી રહે છે.

વાણી સ્વાતંત્રયનું મુલ્ય લોકશાહી આદર્શોને ચરીતાર્થ કરવા માટે તે સમાજના સર્વપ્રકારના વ્યવહારોનું આંતરીક મુલ્ય અને સંસ્થાકીય વ્યવહાર બનવો જોઇએ. લોકશાહીમાં એ બીલકુલ જરૂરી નથી કે તેનો દરેક નાગરીક એક જ પ્રકારનું વાજુ વગાડે. વાણી સ્વાતંત્ર્ય દ્રારા રજુકરવામાં આવેલા વીચારોનો જવાબ બોલનારનું મોઢું સીવી લઇને ન અપાય! પણ જે તે માણસે રજુ કરેલા વીચારો સાથે સંવાદ અને વધુ નવી માહીતીની આપ લે કરીને જ અપાય. કાયદાવીદ્ ઉપેન્દ્ર બક્ષીના મત  પ્રમાણે તો 'નૈતીક પોલીસ'નું બંધારણીય રાજ્ય વ્યવસ્થા અને લોકશાહીમાં કોઇ સ્થાન જ નથી. વાણી સ્વાંતંત્રયના અધીકારનું રક્ષણ કરવાની જવાબદારી ફકત ન્યાયાલયોની જ નથી. તે જવાબદારી લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં અસ્તીત્વમાં આવેલ સંસ્થાઓ અને  મીડીયા જેવા અભિવ્યક્તીના સાધનોની પણ છે. ઘણીવાર ફીલ્મ સેન્સર બોર્ડ પોતાના અધીકારની રૂએ પોતાની કાતર(વાણીસ્વાતંત્રયના અધીકાર પર બીલકુલ ગેરબંધારણીય અને ગેરકાયદેસર રીતે કોઇ બહારના દબાણોને વશ થઇને કે લોકલાગણીની ટોળાશાહીનો ભોગ બનીને) ફેરવી નાંખે છે.

         અખબારી સ્વાતંત્ર્ય તો બંધારણે બક્ષેલા વાણીસ્વાતંત્ર્યના અધીકારનો એક મહત્વનો અનીવાર્ય ભાગ છે.અખબારી આઝાદીતો સમાજમાં જુદા જુદા વીચારો રજુ કરીને ફેલાવવાનું એક અગત્યનું માધ્યમ છે. તે તો લોકશાહી રાજ્ય અને સમાજવ્યવસ્થાના અંગોને ધબકતી રાખતી ધોરી નસ છે. આધુનીક મીડીયા અને ઇન્ટરનેટ જેવા માધ્યમો તો ખાસ સત્તાધીશોની હકુમતથી તો સંપુર્ણ નીયંત્રણ મુક્ત જ હોવા જોઇએ. તો જ તે બધા સરકારી સત્ય સામે વાસ્તવીક સત્યો મેળવી શકે.

આજના જમાનમાં મોટાપાયે પ્રજામતને શક્તીશાળી રીતે અસર કરી શકે તો તે આધુનીક મીડીયાના સાધનો છે.કમનસીબે છેલ્લા થોડા સમયથી આજ મીડીયાએ એક તરફી પુર્વગ્રહવાળા વીચારો ફેલાવવાનું શરૂ કરીને અખબારી સ્વતંત્રતાને પોતાના બાનમાં લઇ લીધું છે.એક ન્યુઝચેનલ બનાવટી અને ઉપજાવી કાઢેલા સમાચારોની ખાસ નીચેની લાઇનોમાં 'ફુટએજ' મુકે છે.બીજી ચેનલો રાષ્ટ્રવાદ અને દેશપ્રેમને ભડકાવતા અને રાષ્ટ્રવીરોધી ( એન્ટી–નેશનલ) સમાચારો મુક્યા કરે છે. જે મીડીયાએ સને ૧૯૭૫ની કટોકટીના સમયે પ્રજા સમક્ષ અભીવ્યક્તીના આઝાદી માટે લાંબી લડત આપી હતી, તેજ મીડીયા દેશના સ્થાપીત હીતોનું માઉથપીસ બની ગયું છે.

 આજે દેશમાં એવું સોસીઅલ મીડીયા સક્રીય બન્યું છે જે પોતાને ન ગમે તેવા વીચારને રાષ્ટ્ર વીરોધીનું લેબલ મારીને તે વીચારો સોસીઅલ મીડીયાપર મુકનારાઓને ખુન, બળાત્કાર વી. ની ધમકીઓ આપે છે.

ધર્મનીંદા, રાજ્યદ્રોહ અને બદનક્ષી જેવી ગુનાહીત કાયર્વાહીઓ દેશના કર્મનીષ્ઠો, સત્તાપક્ષ વીરોધી મત રજુકરનારા અને રાજકીય કાર્ટુનીસ્ટઓ સામે તે બધાના અવાજને દબાવી દેવા અને હેરાન કરવા માટે ભરપેટ ઉપયોગ કરવા માંડયો છે. આ સત્તાપક્ષની આવી રીતરસમો લાંબાગાળે લોકશાહીને ખુબજ ઘાતક નીવડે છે. આવી ધમકીઓ અને તેની કાતીલ (ચીલીંગ ઇફેક્ટ)અસરો અભીવ્યક્તીની આઝાદીનું ગરદન જ ટુંપાવી નાંખે છે.આવો ઇરાદાપુવક ફેલાવવામાં આવતો રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમનો ડીબેટ, પ્રજાના પાયાના મુદ્દાઓ જેવાકે બેરોજગારી અને અન્ય આથીક પ્રશ્નોની મુંઝવણોને અપ્રસતુત બનાવી દે છે.

 


--

Thursday, May 18, 2017

રાષ્ટ્રવાદ એટલે શું?


રાષ્ટ્રવાદ એટલે શું?

ગાંધી– નહેરૂનો રાષ્ટ્રવાદ બ્રીટીશ શાહીવાદની જંજીરોમાંથી  દેશને સ્વતંત્ર થવા વીકસ્યો હતો. તે બંનેના રાષ્ટ્રવાદમાં દેશની અંદરનો કોઇ દુશ્મન ન હતો. હકીકતમાં તો દેશના જુદા જુદા સામાજીક,ધાર્મીક રાજકીય અને આર્થીક પરીબળોને દેશની સ્વતંત્રતા કાજે એકજુથ અને સંગઠીત કર્યા હતા. તે બધાનો રાષ્ટ્રવાદ બ્રીટીશ સંસ્થાનવાદ વીરોધી ( ANTI-COLONIAL NATIONALISM) હતો. જેમાં દરેક ભારતીયની ઓળખ તેના જાતી, ધર્મ, પ્રદેશ, જ્ઞાતી, ભાષાથી ઉપર ઉઠીને ફક્ત અને ફક્ત ભારતીય હતી. જસ્ટીસ એ. પી .શાહ

એમ.એન.રોય માનતા હતા કે હવે રાષ્ટ્રવાદ એક સ્વાર્થી, સંકુચીત અને કાલગ્રસ્ત પુજવા જેવી ઘેલછા( ANTIQUATED CULT) બની ગઇ છે. ખરેખર હવે  વીશ્વના બધા દેશોએ સર્વના વીકાસ માટે આંતરરાષ્ટ્રીયવાદ અને આંતરરાષ્ટ્રીય સહકારની નીતી એકબીજા દેશો સાથે અમલમાં મુકવાની જરૂર છે. જુદા જુદા રાષ્ટ્રોની વીવેકબુધ્ધીહીન અને અતીશયોક્તી ભરેલી અપેક્ષાઓ એકબીજા રાષ્ટ્રોના હીતોને આમને સામને લાવીને મુકી દે છે. જેણે વીશ્વમાં ફાસીવાદી અને નાઝીવાદી વીચારસરણીને જન્મ આપીને જગતને બીજા વીશ્વયુધ્ધ તરફ ખેંચી ગયું.આમ રોયના મત મુજબ રાષ્ટ્રવાદ એક ધાર્મીક પુર્નઉત્થાનવાદી વીચારસરણી છે. જેના સમર્થકો ભુતકાળના ગૌરવને  હોય તેના કરતાં વધારે બતાવી તેના ગુણગાન ગાઇને તે તરફ પ્રજાને લઇ જવાની કોશીષો કરે છે.  આ ધાર્મીક પુર્નઉત્થાનવાદીઓ  સાદા જીવનની પ્રજા માટે હીમાયતી કરીને મધ્યયુગી શાંત અને આધ્યાત્મીક જીવન તરફ લઇ જવાની ખેવના રાખે છે. વાસ્તવમાં તેમની ' કરણી અને કથની' ક્યારેય એક હોતી જ નથી.

 જેને આપણા રાષ્ટ્રગીતની રચના કરેલી તે રવીન્દ્રનાથ ટાગોર રાષ્ટ્રવાદના ઉગ્ર ટીકાકાર હતા. તેમના મત મુજબ જે રાષ્ટ્રવાદના ઉત્સાહી કે તીવ્ર ટેકેદારો છે તે બધા એવું માને છે કે  તેમનું રાષ્ટ્ર બીજા રાષ્ટ્રોથી ચઢીયાતું છે.  તેમના પોતાના દેશના ભુતકાળનો વારસો ભવ્ય હતો. તેવી આ લોકોની દ્રઢ માન્યતા હોય છે. આમ બતાવીને તેઓ પોતાના નીજી સ્વાર્થી ટુંકા રાષ્ટ્રવાદી હીતને ન્યાયી ઠેરવે છે. સને ૧૯૧૭માં બરાબર આજથી ૧૦૦ વર્ષ પહેલાં ટાગોરે લખેલું હતું કે ' જ્યારે આ રાષ્ટ્ર પ્રજાની સંવાદીતા અને બહેતર જીંદગીના ભોગે સર્વસત્તાધીશ બને છે તે દીવસ માનવજાત માટે ખુબજ અનીષ્ટ અને હાનીકારક( An evil day for Humanity) દીવસ બની જાય છે.'  ટાગોરે આપણને આવા અલગતાવાદી અને ભવ્ય દેખાડો કરતા રાષ્ટ્રવાદથી ખુબજ સાવધાન રહેવાની વાત કરી છે. કારણકે આવો રાષ્ટ્રવાદ 'બીજાને ( Other) અને તેની સંસ્કૃતીને ધીક્કારવા યોગ્ય બતાવીને  રાષ્ટ્રના દુશ્મન તરીકે ઓળખાવે છે. બધાજ રાષ્ટ્રના પ્રાચીન અને વર્તમાન દુ;ખો માટે તે ' બીજાને' જવાબદાર ઠરેવે છે. બીજી બાજુએ આ ધાર્મીક સુધારાવાદીઓ ભારતની પુરાતન ભવ્યતાના ગુણગાન ગાવામાંથી ઉંચા આવતા નથી.

 વીનાયક દામોદર સાવરકરે ' હીંદુ રાષ્ટ્ર, હીંદુજાતી અને હીંદુ સંસ્કૃતી'ના વીચારો ફેલાવ્યા હતા. મુસ્લીમ અને ખ્રીસ્તી તેને દેશની મુળ પ્રજા કહેવાય નહી. એટલુંજ નહી તેમનો ધર્મ પણ વીદેશી જ છે. વધુમાં સાવરકરે હીટલરની યહુદીઓને દેશ બહાર કાઢી મુકવાની નીતીને યોગ્ય ઠેરવી હતી. કારણકે રાષ્ટ્ર તો તેની બહુમતીનું સર્જન હોય છે. વધુમાં સાવરકરનો મત હતો કે લઘુમતીઓએ બહુમતીઓના દેશમાં રહેવું હશે તો તે બધાએ તેઓની અલગ ઓળખ અને પહેચાન ભુલી જઇ ને જ રહી શકશે. બીજા વીશ્વના અંત પછી પણ સાવરકરના આવા વીચારો બદલાયા ન હતા. આ ભુમી તો હીંદુઓની પીતૃભુમી અને તેથી તે જમીન પુન્યભુમી છે

હવે વાંચો આખો લેખ–

(2) રાષ્ટ્રવાદ એટલે શું?

આપણે પ્રગતીશીલ અને લોકાભીમુખ રાષ્ટ્રવાદને બદલે પુરાણપંથી, માનવ વીકાસની ઘડીયાળના કાંટાને પાછળ લઇ જનારો અને પડોશી રાષ્ટ્રો સામે દુશ્મનાવટ રાખનારા રાષ્ટ્રવાદી વીચારો અને કાર્યોના ભોગ બની ગયા છે.હીટલરનો રાષ્ટ્રવાદ ગાંધીજી અને નહેરૂના રાષ્ટ્રવાદ કરતાં ઘણો જુદો હતો. યુરોપીયન રાષ્ટ્રવાદમાં દેશની અંદરના યહુદી અને પ્રોટેસ્ટન્ટ ધર્મપંથીઓને દેશના આંતરીક દુશ્મન ગણીને તેમનું સર્વપ્રકારનું નીકંદન કાઢવા રાષ્ટ્રવાદી વીચારો અને વર્તનોનો વ્યવસ્થીત માહીતી અને સંચારના સાધનોની મદદથી ઉપયોગ કરવામાં આવે છે. આપણા દેશમાં, આની સામે ગાંધી– નહેરૂનો રાષ્ટ્રવાદ બ્રીટીશ શાહીવાદની જંજીરોમાંથી  દેશને સ્વતંત્ર થવા વીકસ્યો હતો. તે બંનેના રાષ્ટ્રવાદમાં દેશની અંદરનો કોઇ દુશ્મન ન હતો. હકીકતમાં તો દેશના જુદા જુદા સામાજીક,ધાર્મીક રાજકીય અને આર્થીક પરીબળોને દેશની સ્વતંત્રતા કાજે એકજુથ અને સંગઠીત કર્યા હતા. તે બધાનો રાષ્ટ્રવાદ બ્રીટીશ સંસ્થાનવાદ વીરોધી ( ANTI-COLONIAL NATIONALISM) હતો. જેમાં દરેક ભારતીયની ઓળખ તેના જાતી, ધર્મ, પ્રદેશ, જ્ઞાતી, ભાષાથી ઉપર ઉઠીને ફક્ત અને ફક્ત ભારતીય હતી. સૌ ભારતીયોની સમગ્ર રાષ્ટ્રવ્યાપી એક જ સમાન માંગણી હતી અમારે જોઇએ "આઝાદી". આ આઝાદીની ચળવળમાં રાષ્ટ્રવાદી વીચારોનો પાયો કોઇ ધર્મ, સંપ્રદાય કે ભોગૌલીક પ્રદેશ આધારીત કે દેશની અંદરના કોઇ કાલ્પનીક કે સર્જેલા દુશ્મન સામે ન હતો.

 ઉપરની ચર્ચાના સંદભમાં એમ.એન. રોયના રાષ્ટ્રવાદનો ખ્યાલ કેવો હતો? રોયનો રાષ્ટ્રવાદનો ખ્યાલ એ હતો કે રાષ્ટ્રવાદ તે કોઇ ચોક્કસ ભૌગોલીક વીસ્તારમાં વસતા લોકસમુહની આકંક્ષા અને આશાઓને  રજુ કરે છે. તે કોઇ આર્થીકવર્ગ સમુહ (કલાસ)નું પ્રતીનીધીત્વ રજુ કરતો નથી.આમ રાષ્ટ્રવાદ પોતાના રાષ્ટ્રના હીતને વીશ્વના હીતોની સામે મુકે છે. અને તેનો બચાવ કરે છે. ૧૯મી સદીમાં વીશ્વમાં હજુ જુદા જુદા દેશો એક બીજાથી આજના સંદર્ભમાં ટેલીકોમ્યુનીકેશન અને ઇન્ટરનેટ વી. થી જોડાયેલા ન હતા. તેથી રાષ્ટ્રવાદ કેટલાક સમય પુરતો જે તે પ્રજા અને દેશો માટે પ્રગતીશીલ પરીબળ તરીકે વીકસ્યો હતો. જે તે સમયની તે એક ઐતીહાસીક અનીવાર્ય વીચારણા હતી, જેના ઝંડા નીચે માનવજાતે પ્રગતી કરી હતી. પણ રોય આજે માનતા હતા કે હવે રાષ્ટ્રવાદ એક સ્વાર્થી, સંકુચીત અને કાલગ્રસ્ત પુજવા જેવી ઘેલછા( ANTIQUATED CULT) બની ગઇ છે. ખરેખર હવે  વીશ્વના બધા દેશોએ સર્વના વીકાસ માટે આંતરરાષ્ટ્રીયવાદ અને આંતરરાષ્ટ્રીય સહકારની નીતી એકબીજા દેશો સાથે અમલમાં મુકવાની જરૂર છે. જુદા જુદા રાષ્ટ્રોની વીવેકબુધ્ધીહીન અને અતીશયોક્તી ભરેલી અપેક્ષાઓ એકબીજા રાષ્ટ્રોના હીતોને આમને સામને લાવીને મુકી દે છે. જેણે વીશ્વમાં ફાસીવાદી અને નાઝીવાદી વીચારસરણીને જન્મ આપીને જગતને બીજા વીશ્વયુધ્ધ તરફ ખેંચી ગયું.આમ રોયના મત મુજબ રાષ્ટ્રવાદ એક ધાર્મીક પુર્નઉત્થાનવાદી વીચારસરણી છે. જેના સમર્થકો ભુતકાળના ગૌરવને  હોય તેના કરતાં વધારે બતાવી તેના ગુણગાન ગાઇને તે તરફ પ્રજાને લઇ જવાની કોશીષો કરે છે.  આ ધાર્મીક પુર્નઉત્થાનવાદીઓ  સાદા જીવનની પ્રજા માટે હીમાયતી કરીને મધ્યયુગી શાંત અને આધ્યાત્મીક જીવન તરફ લઇ જવાની ખેવના રાખે છે. વાસ્તવમાં તેમની ' કરણી અને કથની' ક્યારેય એક હોતી જ નથી.

 જેને આપણા રાષ્ટ્રગીતની રચના કરેલી તે રવીન્દ્રનાથ ટાગોર રાષ્ટ્રવાદના ઉગ્ર ટીકાકાર હતા. તેમના મત મુજબ જે રાષ્ટ્રવાદના ઉત્સાહી કે તીવ્ર ટેકેદારો છે તે બધા એવું માને છે કે  તેમનું રાષ્ટ્ર બીજા રાષ્ટ્રોથી ચઢીયાતું છે.  તેમના પોતાના દેશના ભુતકાળનો વારસો ભવ્ય હતો. તેવી આ લોકોની દ્રઢ માન્યતા હોય છે. આમ બતાવીને તેઓ પોતાના નીજી સ્વાર્થી ટુંકા રાષ્ટ્રવાદી હીતને ન્યાયી ઠેરવે છે. સને ૧૯૧૭માં બરાબર આજથી ૧૦૦ વર્ષ પહેલાં ટાગોરે લખેલું હતું કે ' જ્યારે આ રાષ્ટ્ર પ્રજાની સંવાદીતા અને બહેતર જીંદગીના ભોગે સર્વસત્તાધીશ બને છે તે દીવસ માનવજાત માટે ખુબજ અનીષ્ટ અને હાનીકારક( An evil day for Humanity) દીવસ બની જાય છે.'  ટાગોરે આપણને આવા અલગતાવાદી અને ભવ્ય દેખાડો કરતા રાષ્ટ્રવાદથી ખુબજ સાવધાન રહેવાની વાત કરી છે. કારણકે આવો રાષ્ટ્રવાદ 'બીજાને ( Other) અને તેની સંસ્કૃતીને ધીક્કારવા યોગ્ય બતાવીને  રાષ્ટ્રના દુશ્મન તરીકે ઓળખાવે છે. બધાજ રાષ્ટ્રના પ્રાચીન અને વર્તમાન દુ;ખો માટે તે ' બીજાને' જવાબદાર ઠરેવે છે. બીજી બાજુએ આ ધાર્મીક સુધારાવાદીઓ ભારતની પુરાતન ભવ્યતાના ગુણગાન ગાવામાંથી ઉંચા આવતા નથી. ભારતીય સંસ્કૃતીના ઉગમ સ્થાનને છેક આર્યસંસ્કૃતી સાથે જોડી દે છે.  તેમાંથી સાંસ્કૃતીક રાષ્ટ્રવાદનું અભીમાન ગણીને પશ્ચીમી વેલેન્ટાઇલ ડે અને બગીચામાં હાથમાં હાથ પરોવીને ફરતાં સ્રી–પુરૂષોનો સામાજીક બહીષ્કાર કરીને તેઓ પર હુમલા કરવા માંડયા છે. તે બધા ધાર્મીક રાષ્ટ્રવાદીઓએ અખંડ ભારત અને તે પણ હીંદુ રાષ્ટ્રની પરીકલ્પના( ENVISAGE) કરવા માંડી છે. તેઓની દલીલ છે કે બ્રીટીશરો પાસેથી ફક્ત હીંદુઓ જ સત્તાનું હસ્તાંતરણ કરી શકે કારણ કે દેશમાં બહુમતી પ્રજા હીંદુ છે.આ ભુમી તો હીંદુઓની પીતૃભુમી અને તેથી તે જમીન પુન્યભુમી છે. વીનાયક દામોદર સાવરકરે ' હીંદુ રાષ્ટ્ર, હીંદુજાતી અને હીંદુ સંસ્કૃતી'ના વીચારો ફેલાવ્યા હતા. મુસ્લીમ અને ખ્રીસ્તી તેને દેશની મુળ પ્રજા કહેવાય નહી. એટલુંજ નહી તેમનો ધર્મ પણ વીદેશી જ છે. વધુમાં સાવરકરે હીટલરની યહુદીઓને દેશ બહાર કાઢી મુકવાની નીતીને યોગ્ય ઠેરવી હતી. કારણકે રાષ્ટ્ર તો તેની બહુમતીનું સર્જન હોય છે. વધુમાં સાવરકરનો મત હતો કે લઘુમતીઓએ બહુમતીઓના દેશમાં રહેવું હશે તો તે બધાએ તેઓની અલગ ઓળખ અને પહેચાન ભુલી જઇ ને જ રહી શકશે. બીજા વીશ્વના અંત પછી પણ સાવરકરના આવા વીચારો બદલાયા ન હતા.

રોય, સાવરકરના વીચારોના આકરા ટીકાકાર હતા. તે જમાનામાં રોયે હીંદુમહાસભાના પ્રમુખના વીચારો ' બહુમતી એ જ રાષ્ટ્ર' ના ખ્યાલનો અસ્વીકાર કર્યો હતો. જો આ ખ્યાલને સ્વતંત્ર ભારતમાં અમલમાં મુકવામાં આવે તો મુસ્લીમ અને ખ્રીસ્તીઓને કોઇ સ્વતંત્ર અધીકારો દેશમાં હોઇ શકે જ નહી. રોયના મતે આવી આઝાદી કરતાં બ્રીટીશ હકુમત  ભલે ચાલુ રહે કે જેમાં દેશના બધા જ નાગરીકોને સમાન હક્કો છે. કોઇ બીજા નંબરના નાગરીકો નથી.

આપણે એ નજરઅંદાજ કરવાની જરૂર નથી કે રોય અને ટાગોરે પ્રથમ અને બીજા વીશ્વયુધ્ધ સમયે જે દેશ અને દુનીયાની સ્થીતી હતી તેને ધ્યાનમાં રાખીને પોતાના વીચારો અને તારણો રજુ કર્યા હતા. તેઓ બંનેને આ વીશ્વયુધ્ધોનો સ્વઅનુભવ હતો.,કે કેવી રીતે ' કોઇ દેશની પુરાણી ભવ્યતાનો પ્રચાર કરીને પ્રજાને અવીચારી રાષ્ટ્રવાદનું ઘેન પીવડાવીને વીશ્વ યુધ્ધોનો ભોગ બનાવીને ફ્રાંસ ક્રાંતીના અમુલ્ય માનવ મુલ્યો સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વને ફગાવી દેવામાં સફળ થાય છે.'

આઝાદ ભારતમાંતો ઉપરના બે સન્માનીય વડીલોના વીચારોને રાષ્ટ્રીય નીંદા( બ્લેસ્ફીમ) અને રાજ્યદ્રોહ ( સેડીશન)ના વર્ગમાં મુકી દેવામાં આવે!

આપણો દેશ વીવીધતામાં એકતા રાખીને પોતાનું અસ્તીત્વ ટકાવી રાખતો આવ્યો છે. તેની પ્રજાના રાષ્ટ્રવાદ, ભારત એક રાષ્ટ્ર એટલે શું તથા વીશ્વમાં આપણું એક દેશ તરીકે સ્થાન શું વી, બાબતે જુદા જુદા વીચારો પ્રવર્તમાન છે. આપણે આવી વૈચારીક વીવીધતા અને મતભેદોને ગૌરવભેર સ્વીકારવી જોઇએ. જેઓ આપણાથી જુદા મતો ધરાવે છે તેની યેનકેન પ્રકારે બોલતીબંધ કરાવી શકાય નહી. જે રાષ્ટ્રના વીચારને મુર્તીમંત કરે તે જ સાચુ અને તેની વીરૂધ્ધના વીચારો અસહ્ય અને અસ્વીકાર્ય. તેનું પરીણામ તો નાગરીકોનું આવા વીચાર અને પછી વર્તનભેદ થશે તો તેમનામાં ભાગલા પાડીને ધ્રુવીકરણ ઉભુ થશે.

ખરેખરતો આપણે ઉપરની ચર્ચાને આધારે એ સમજવાની જરૂર છે કે રાષ્ટ્ર કોને કહેવાય? તેના લક્ષણો કયા કયા હોઇ શકે? શું રાષ્ટ્ર એટલે નક્કી કરેલી દેશના નકશામાં બતાવવામાં આવતી સીમાબંધ જમીન? અથવા તેમાં નીવાસ કરતો લોકસમુહ? બંધારણમાં તો રાષ્ટ્ર એટલે ( wE THE PEOPLE OF iNDIA) અમે ભારતના લોકો. તેનો એવો અર્થ કાઢી શકાય ખરો કે જે સરકાર વીરોધી મત રજુ કરે છે તે રાષ્ટ્ર વીરોધી છે?  સરકાર એટલે રાષ્ટ્ર એ સમીકરણ તો ફાસીસ્ટ અને નાઝીવાદી સમીકરણ કહેવાય! લોકશાહી એટલે જ મતમતાંર વાળી રાજકીય પ્રથા. બીજું કે જે લોકો લઘુમતી અને વંચીતોના અવાજ અને હીતો માટે સંઘર્ષ કરે તે બધાને આપણે રાષ્ટ્રવીરોધી અને દેશદ્રોહીના લેબલ નીચે મુકી દઇશું? શું આપણે દેશના કોઇ વીશ્વવીધ્યાલય અને તેના વીધ્યાર્થી યુનીયનને રાષ્ટ્રવીરોધી કે દેશદ્રોહીની મ્હોર મારી શકીશું?

આઝાદીની ચળવળ અને બંધારણે આપણને સ્વતંત્રતા, સમાનતા, અભીવ્યક્તીનું સ્વાતંત્ર, પ્રેસની આઝાદી. ધમનીરપેક્ષતા જેવા લોકશાહીના પાયાના મુલ્યોની આપેલી ભેટની સામે વર્તમાન રાજ્યનો વ્યવહાર ઘણો જ દુ;ખદ અને ચીંતાજનક અનુભવાય છે. પાકીસ્તાનની માફક ભારતની એક રાજ્ય તરીકેની સ્થાપનામાં ધર્મનું કોઇ સ્થાન ન હતું. અભીવ્યક્તીની સ્વતંત્રતા અને વાણી સ્વાતંત્રય એ દેશની કોઇપણ સરકારે આપેલી ભેટ બીલકુલ નથી. જે ઇચ્છા થાય ત્યારે સત્તાધીશ સરકાર લઇ શકે અથવા તેના પર ગેરવ્યાજબી નીયંત્રણો લાદી શકે! આ બધા અધીકારો તો આપણને બંધારણે બક્ષેલા મુળભુત અધીકારો છે. જે આપણને દેશના નાગરીક તરીકે આઝાદીની એક લાંબી લડાઇ લડયા પછી અને દેશના લોકોના અસંખ્ય બલીદાનો પછી મળેલા છે.

 

 

--

Wednesday, May 17, 2017

(1) દેશની વર્તમાન પરીસ્થીતી–

(1) દેશની વર્તમાન પરીસ્થીતી–  આજે આપણા દેશમાં એમ નક્કી કરવામાં આવ્યું છે કે તમારે સીનેમા થીયેટરમાં રાષ્ટ્રગીત શરૂ થાય એટલે ઉભા થવાનું છે. આપણે શું ખાવું કે શું ન ખાવું તે પણ કહેવામાં આવે છે. આપણે શું જોવું અને શું ન જોવું તે પણ રાષ્ટ્રવાદના નામે નક્કી કરવામાં આવે છે. આપણે શું બોલવું અને શું ન બોલવું તે પણ આપણને કહેવામાં આવે છે. ખાસ કરીને દેશના વીશ્વવીધ્યાલયોમાં વીચારભેદ, મતભેદ કે અન્યના વીચાર સાથે અસંમતી હોઇ શકે તેવા વાણીસ્વાતંત્રયના અધીકાર પર કાપ મુકી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્રના નામના સુત્રો પોકારવા અને ઝંડા ફરકાવવા. આપણા દેશમાં એક ૨૧ વર્ષની વીધ્યાર્થીનીને સોસીયલ મીડીયામાં ઓન લાઇન તેના પર ઘૃણા, ધીક્કાર અને ધમકીઓ આપવામાં આવી છે. કારણકે તેણીએ શાંતીથી સજ્જન ભાષામાં પોતાના વીચારો રજુ કર્યા છે.

કોઇપણ સમાજમાં, કોઇપણ સમયે કેટલાક લોકો તો એવા હશે જ કે સમાજની ચીલાચાલુ માન્યતાઓથી ભીન્ન વીચારો ધરાવતા હશે.  આવા વીચારો તો ખરેખર સરળ અને તંદુરસ્ત લોકશાહીના સંચાલન માટે અનીવાર્ય છે. તે તો લોકશાહી સમાજ અને રાજ્યવ્યવસ્થાનો એક અનીવાર્ય ભાગ છે.

" ઇતીહાસનો બોધ પાઠ છે કે સમાજ જીવનના દરેક ક્ષેત્રોમાં વીચાર ભેદ, મતભેદ અને વૈચારીક અસંમતી તો તેના ઉત્ક્રાંતીક વીકાસ માટે પાયાની જરૂરીયાત છે. તેમાંથી જ સમાજ અને તેથી વ્યક્તીનો વીકાસ થાય છે. જે લોકો પ્રશ્નો પુછવામાંથી બાકી રહી ગયેલી ધારણાઓ પર શંકા કરે છે તે જ સમાજના ધારા ધોરણો નવા જ્ઞાનને આધારે બદલી શકે છે. લોકશાહીની સ્થાપના તે હીંમત ને કારણે જ  થઇ છે. રાજ્ય તરફથી વાણીસ્વાતંત્રયના અધીકાર પરના નીયંત્રણને કોઇપણ હીસાબે ચલાવી લેવો ન જોઇએ."

દેશના કમનસીબે આજે દેશની શીક્ષણ સંસ્થાઓ પર રાજકીય સત્તાધીશો તરફથી સતત હુમલા કરવામાં આવે છે. દેશમાં આયોજનપુર્વક મુક્તવીચારને દબાવી દેવાની મોટાપાયે પ્રવૃત્તીઓ શરૂ થઇ ગઇ છે. જે દેશને હું પ્રેમપુર્વક ચાહું છું તે અંગે મારે દુ;ખ સાથે કહેવું પડે છે કે ' જે કોઇ નાગરીક સરકારના સ્વીકૃત મતથી જુદો અભીપ્રાય વ્યક્ત કરે છે અને તેનો પ્રચાર કરે છે તેને પર રાષ્ટ્રવીરોધી અને દેશદ્રોહીના લેબલનો સીક્કો મારી દેવામાં આવે છે.તેને યેનકેન પ્રકારે ડરાવી ધમકાવી અને તેની બોલતી બંધ કરી દેવામાં આવે છે. તેના સત્ય આધારીત પણ વીરોધી અવાજને  શાંત પાડી દેવામાં આવે છે. વધારે ચીંતાજનક હકીકત તો એ છે કે આ વીરોધી અવાજ રજુ કરનારા પર રાજ્યદ્રોહનો (સેડીશન) આરોપ મુકીને તેના પર ફોજદારી ગુના દાખલ કરવામાં આવે છે.

ઉપર મુજબની દેશની સ્થીતી હોવાને કારણે મેં આ વીષય ' વાણી સ્વાંતંત્રય, રાષ્ટ્રવાદ અને રાજ્યદ્રોહ ' પર મારા વીચારો રજુ કરવાનું પસંદ કર્યુ છે.

 


--

Tuesday, May 16, 2017

વાણીસ્વાતંત્ર્ય, રાષ્ટ્રવાદ અને રાજ્યદ્રોહ (Sedition)–

વાણીસ્વાતંત્ર્ય, રાષ્ટ્રવાદ અને રાજ્યદ્રોહ (Sedition)–  

વક્તા–નીવૃત્ત માનનીય ચીફ જસ્ટીસ(દીલ્હી હાઇકોર્ટ) એ.પી. શાહ.

મેમોરીઅલ પ્રવચનના સમારંભના પ્રમુખ હતા– સુપ્રીમ કોર્ટના સીટીંગ જસ્ટીસ માનનીય શ્રી જે ચેલામેશ્વ્રર.

તા. ૧૯મી એપ્રીલે જસ્ટીસ શાહ સાહેબે દીલ્હી મુકામે સને ૨૦૧૭નું એમ. એન. રોય મેમોરીઅલ પ્રવચન આપ્યું. પ્રવચનનો વીષય હતો " વાણીસ્વાતંત્ર્ય, રાષ્ટ્રવાદ અને રાજ્યદ્રોહ." શ્રી શાહ સાહેબે પોતાના પ્રવચનની શરૂઆત ક્રાંતીકારી ચીંતક એમ. એન.રોયના રાષ્ટ્રવાદ ઉપરના વીચારને રજુ કરીને કરી. રોય ના મત મુજબ રાષ્ટ્રવાદ એક સંકીર્ણ કે મર્યાદીત, સ્વાર્થી અને મતલબી વીચારસરણી છે. આ વીચારસરણીએ વીશ્વમાં અમાપ કંગાલીયત પેદા કરીને અને કરોડો નો માનવસંહાર કર્યો છે. હાલને તબક્કે તે એક ગાંડી, ઉન્માદી ,ભયાવહ અને નીંરકુંશ વીચારસરણી બની ગઇ છે." આ વાક્ય રોયે સને ૧૯૪૨માં લખ્યું હતું. આપણા દેશની વર્તમાન સ્થીતી જેમાં આપણે સૌ જીવી રહ્યા છે તેને બરાબર લાગુ પડે છે.

એમ એન રોય ( ૧૮૮૭– ૧૯૫૪) નો ટુંકમાં પરીચય–

 રોય એક બૌધ્ધીક પણ માર્ગદર્શક અને કર્મનીષ્ઠ વીચારક હતા. તે માનવવાદી ચળવળના વીકાસમાં ખુબજ સક્રીય હતા. તે ભારતનો રાષ્ટ્રવાદ જે પાયા ઉપર વીકસી રહ્યો હતો તેના આકરા ટીકાકાર હતા. જે રીતે અને ઝડપથી બીજા વીશ્વયુધ્ધના સમયગાળામાં જર્મનીના હીટલરનો નાઝીવાદ અને ઇટાલીના મુસોલીનીનો ફાસીવાદ રાષ્ટ્રવાદના નામે વીશ્વભરના દેશોપર છવાઇ જતો હતો તેના રોય ટીકાકાર હતા.

 રોયે પ્રથમ વીશ્વયુધ્ધના પ્રારંભીક સમયમાં એક ઉગ્ર અને અતી આક્રમક રાષ્ટ્રવાદી તરીકે દેશ છોડી દીધો હતો. પરંતુ ઘણા બધા નવા રાજકીય અનુભવો અને ફેરવીચારોને કારણે તેઓ પોતાના વીચારો બદલતા રહ્યા હતા. રોયે, સને ૧૯૧૭ની રશીયન સામ્યવાદી ક્રાંતી પછી રશીયા બહાર અને રશીયાની સીધી કે આડકતરી મદદ સીવાય સને ૧૯૧૯માં અમેરીકાના પડોશી દેશ મેક્ષીકોમાં પ્રથમ સામ્યવાદી પક્ષની સ્થાપાના કરી હતી. સને ૧૯૨૨માં બીજી વૈશ્વીક કોંગ્રેસ ઓફ કોમ્યુનીસ્ટ ઇન્ટરનેશનલ માટે પ્રખ્યાત 'નેશનલ એન્ડ કોલોનીયલ ક્વેશ્ચેન' પર ડ્રાફ્ટ ઘડવામાં લેનીનને રોયે મદદ કરી હતી. આ વીષયમાં રોયનો મત લેનીનથી જુદો હતો. બ્રીટન અને તેના જેવા શાહીવાદી દેશો દા.ત ફ્રાંસ, પોર્ટુગલ વી.ની હકુમત નીચેના ગુલામ દેશો( સંસ્થાનો–કોલોનીઝ)માં ગાંધીજી જેવા રાષ્ટ્રવાદી નેતા જે આઝાદીની ચળવળ ચલાવતા હતા તેના વર્ગીય સ્વરૂપ (ક્લાસ કંપોજીશન) અંગે લેનીન અને રોયમાં મતભેદ હતો. ક્રમશ; ત્યારબાદ સ્ટાલીન સાથે મતભેદ થતાં તે સને ૧૯૩૦ના ડીસેમ્બરમાં ભારત પાછા આવ્યા હતા.

 તે ભારતમાં આવતાની સાથે જ બ્રીટીશ સરકારે ' કાનપુર બોલશેવીક કમ્યુનીસ્ટ કાવત્રરા કેસ' માં બચાવની તક આપ્યા સીવાય સને ૧૯૩૧માં પકડી લઇને બાર વર્ષની સજા કરી. પછી તે સજા ઘટાડીને છ વર્ષની કરીને સને ૧૯૩૬માં દહેરાદુન જેલમાંથી મુક્ત કર્યા. બીજા વીશ્વયુધ્ધના સમય દરમીયાન રોયના મત પ્રમાણે  હીટલર –મુસોલીનીના નાઝીવાદ–ફાસીવાદનો વૈશ્વીક ભય દેશની આઝાદીની ચળવળ કરતાં વધારે ગંભીર હતો. રોય, હીટલર વી. સામેના બ્રીટન, ફ્રાંસ રશીયા અને અમેરીકા જેવા મીત્ર રાજયો તરીકે ઓળખાતા જુથને મદદ કરવાનું કહેતા હતા. જે તે સમયની ગાંધીજીના નેતૃત્વવાળી કોંગ્રેસને માન્ય ન હતું. તેથી રોય અને તેમના સાથીદારોએ કોંગ્રેસ છોડી દીધી.

આઝાદી પછી રોય 'નવમાનવવાદ'ની વીચારસરણી જેને અંગ્રેજીમાં ' રેડીકલ હ્યુમેનીઝમ' તરીકે ઓળખાય છે તેના આધ્યસ્થાપક અને પ્રચારક બન્યા. જો કે તેઓએ સતત રાષ્ટ્રવાદના રાજકીય અને આર્થીક પાસાઓ પર પોતાના વીચારો રજુ કરવાનું ચાલુ રાખ્યું હતું. સને ૧૯૪૪માં આઝાદ ભારતના બંધારણ ( CONSTITUTION  OF  FREE INDIA) નો મુસદ્દો પ્રકાશીત કર્યો. આ બંધારણીય મુસદ્દામાં રોયે ' નાગરીકોના મુળભુત અધીકારોના પ્રકરણમાં સ્પષ્ટ લખ્યું હતું કે આપખુદશાહી અને જુલ્મી સરકાર સામે બળવો કરવાના અધીકાર( RIGHT TO REVOLT AGAINST TYRANNY AND OPPRESSION  IS  SACRED) ને પવીત્ર ગણ્યો હતો.

 


--

Wednesday, May 10, 2017

ત્રણ તલાકના સંદર્ભમાં આજનો અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો–

ત્રણ તલાકના સંદર્ભમાં આજનો અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો–

(૧) ભારતમાં કોઇપણ ધર્મનો 'પર્સનલ લો' બંધારણથી ઉપર નથી. બંધારણ સર્વોપરી છે. બીજુ મુસ્લીમ પર્સનલ લૉ પ્રમાણે લગ્ન જો બે વ્યક્તી વચ્ચેનો કરાર હોય તો તે કેવી રીતે ફક્ત પુરુષથી એકતરફી રદબાતલ(Rescind) થઇ શકે?

(૨) જે સમાજમાં મહીલાઓનું સન્માન નથી તે સમાજ સભ્ય સમાજ હોઇ શકે જ નહી.

(૩) કોર્ટનું વધુમાં કહેવું છે કે  મુસ્લીમ મહીલાઓ સહીત દેશના તમામ નાગરીકોને બંધારણની કલમ ૧૪, ૧૫, અને ૨૧ હેઠળ મળેલા અધીકારોનું પર્સનલ લો ના નામ પર ઉલ્લંઘન કરી ન શકાય. કોઇપણ મુસ્લીમ પતી એ રીતે તલાક આપી શકે નહી, કે જેનાથી સમાનતા અને જીવનના તમામ મુળભુત અધીકારોનું હનન થતું હોય. કોઇપણ પર્સનલ લો બંધારણના દાયરામાં જ લાગુ કરી શકાય.

(૪) વધુમાં કોર્ટે જણાવ્યું કે તેને ન્યાય વ્યવસ્થાની વીરૂધ્ધનો કોઇ ફતવો માન્ય નથી.

આ ચુકાદાની વીરૂધ્ધમાં ઓલ ઇંડીંયા મુસ્લીમ પર્સનલ લૉ બોર્ડના જનરલ સેક્રેટરી મૌલાના વલીમ રહેમાની જણાવે છે કે ' ત્રણ તલાક મુસ્લીમ મહીલાને મુશ્કેલીઓમાંથી બચાવવા માટે છે. અમે જો અન્ય ધર્મમાં દખલ નથી કરતા તો અમારા ધર્મની બાબતોમાં અન્ય ધર્મીઓએ કોઇપણ પ્રકારનો હસ્તક્ષેપ ન કરવો જોઇએ.'   હજુ આ ભાઇ એવા દીવા સ્વપ્ન જોઇ રહ્યા છે કે તેમનો મુસ્લીમ પર્સનલ લૉ આ દેશના બંધારણથી પણ સર્વોપરી છે. અને કાયદાની કોર્ટમાં આ બાબતે દાદ માંગવી એ મુસ્લીમ ધર્મની વીરૂધ્ધની બાબત છે.

(૫) આની સામે વડા મુલ્લા મૌલાના સૈયદ શહાબુદ્દીન સલાફી ફીરદૌસીનો મત છે કે' હું ત્રણ તલાક અને હલાલા લગ્ન પધ્ધતીઓની સખ્ત ટીકા કરૂ છું. નીંદા કરૂ છું. તે ગેરમુસ્લીમ( Un- Islamic) સાધનો છે જેનાથી મુસ્લીમ  સ્રીઓનું સખત શોષણ (Oppress) થઇ રહ્યુ છે. મારા મત મુજબ એકદમ તાત્કાલીક બોલીને ત્રણ તલાક આપી દેવા એ તો ઇસ્લામની મશ્કરી સમાન જ છે. અને તે ઇસ્લામની દીકરીઓ સામે ક્રુર વ્યવહાર છે. વધુમા તેઓએ જણાવ્યું હતું કે  હલાલા લગ્ન પધ્ધતી તો એક પ્રકારની મુસ્લીમ સ્રી સામે બળજબરીભરી લુંટ અને ડેકોઇટી છે. મુસ્લીમ સ્રીઓના  ગૌરવ અને આત્મ સન્માનને મુળમાંથી ઘા કરનારો રીવાજ છે. ફીરદૌસી ઇન્ડીયન મુસ્લીમ ફોર સેક્યુલર ડેમોક્રેસીનો એક સક્રીય કર્મનીષ્ઠ છે.તેના શબ્દો અંગ્રેજીમાં આ પ્રમાણે હતા. ( Instant divorce by uttering talaq thrice is a mockery of Islam and act of cruelty against  the daughters of Islam. Halala is like a dacoit on the dignity of Muslim women and an assault on their honour and self-esteem.)

જ્યારે ફીરદૌસીને ટાઇમ્સ ઓફ ઇંડીયાના પ્રતીનીધીએ સવાલ કર્યો કે આટલા લાંબા સમય સુધી તમે કેમ મૌન ધારીને બેસી રહ્યા હતા?  ' મેં અત્યાર સુધી ઘણાબધા અગ્રેસર મુસ્લીમ મૌલવીઓને પુછયું તો  તે બધા જ ખાનગીમાં ત્રણ તલાકની વીરૂધ્ધ હતા. પણ પોતાને મળતી નાણાંકીય સખાવત બંધ થઇ જવાની બીકે  તે લોલમાં લોલ પુરાવી રહ્યા હતા.(I have been speaking to leading clerics. Many of them privately agree that triple talaq and halala should be banned but are afraid to say so publicly for fear of losing funds.)

 આજ મુદ્દે સક્રીય સંઘર્ષ કરતી ઇસ્લામીક સ્કોલર કુતુબ જહાન કીડવાઇ કહે છે કે ' ત્રણ તલાક અને હલાલા મુસ્લીમ પુરૂષ પ્રધાન સમાજની સદીઓની પરંપરા અને જુનવાણીની દેન છે.  તેને રાજકીય પક્ષોએ રાજકીય મુદ્દો બનાવીને હોહા કરવાની જરૂર નથી. અમે આ મુદ્દે છેલ્લા ચાલીસ કરતાં વધુ સમયથી સંઘર્ષ કરતા આવ્યા છીએ. તે રાજકીય મુદ્દા કરતાં સ્રી– પુરૂષ સમાનતા મુદ્દે સમજવાની જરૂરત છે. (સૌ. ટાઇમ્સ ઓફ ઇંડીયા પાન નં ૧, ૧૨ અને ૧૩ તા. ૧૦ મે ૨૦૧૭,

તસલીમા નસરીનના તલાક તલાક તલાક પર વીચારો–

મુસ્લીમ સમાજમાં ત્રણ તલાકના સામાજીક રીવાજને સંપુર્ણ નીંદાને પાત્ર ગણું છું. મુસ્લીમોના હીત માટે ઓલ ઇંડીયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડને નેસ્ત નાબુદ કરવાની જરૂરત છે. તમે આ સંસ્થાને ઓળખો! જ્યારે ચારેય બાજુથી તેના પર ફીટકાર વરસવા માંડયો ત્યારે તેણે જાહેર કર્યું છે કે " જે પુરૂષો ત્રણ તલાકનો દુરઉપયોગ કરતા હોય તેનો સામાજીક રીતે બહીષ્કાર કરો પણ આ પ્રથા તો ચાલુ રાખો" . યેનકેન પ્રકારે તેને તેની આબરૂ બચાવવી છે. મુસ્લીમ સમાજમાં તેનું સ્થાન કોઇપણ હીસાબે ટકાવી રાખવું છે. આ બની બેઠેલા મુસ્લીમ સમાજના ઠેકેદારે " જણાવ્યું છે કે જે પુરૂષ એક જ બેઠકમાં પોતાની પત્નીને તલાક આપવાનું નક્કી કરે તેનો બહીષ્કાર કરો." ખરેખર તો તે આ તીરસ્કાર યુક્ત પ્રથાને ચાલુ રાખવાની વાત કરે છે તે હકીકત જ અસહ્ય છે. તેમની વૃત્તી તો આ સ્રીદ્રેષપ્રથા (મીસૉજેની) ધર્મના નામે ચાલુ રાખવાની છે.

આ લૉ બોર્ડને ઇસ્લામમાં કોઇ સુધારો તેમના ધર્મના અનુયાઇઓના સામાજીક અને દુન્યવી હીતમાં કરવો જ નથી. અત્યારસુધી જે કોઇ આવા સામાજીક સુધારા કરવાના પ્રયત્નો થયા છે તેનો આ બોર્ડે વીરોધ જ કર્યો છે. ખરેખર તો અમે સુધારાની તરફેણ કરીએ છીએ તેવો આ બધા ડોળ કરે છે. મારા મત મુજબ આ બોર્ડનું આંખે ઉડીને દેખાય તેવું વલણ હોય તો તે એકજ તે સંપુર્ણ મુસ્લીમ સ્રીદ્રેષી સંસ્થા છે. આધુનીક ધર્મનીરપેક્ષ સમાજમાં તે કાળગ્રસ્ત(Anachronism) થઇ ગયેલી સંસ્થા છે. જે ખરેખર મુસ્લીમ સમાજને પછાત રાખવાનું જ કામ કરી રહી છે.

મારા મત મુજબ ત્રણ તલાકમાં સુધારો કરવાની જરૂર એટલા માટે છે કે તે ફક્ત મુસ્લીમ પુરૂષોને તલાકનો અધીકાર આપે છે, મુસ્લીમ સ્રીઓને તેમના પુરૂષ સામે ત્રણ વાર તલાક તલાક તલાક બોલવાનો અધીકાર આપતો નથી. આમ આ કાયદો પુરૂષ તરફી ને સ્રી વીરોધી છે. મારા મત મુજબ ખરો પ્રશ્ન તલાક,તલાક નો નથી પણ  મુસ્લીમ સ્રીની તેના પુરૂષ પરની આર્થીક કે નાણાંકીય અવલંબનનો છે. જો સ્રી માત્ર શીક્ષીત અને આર્થીક રીતે સ્વતંત્ર બને તો તેઓને તલાક કે છુટાછેડાનો કોઇ ભય બીલકુલ સતાવશે જ નહી. હાલમાં તો આ પુરૂષ આધારીત આર્થીક નીભાવનો ખ્યાલ જ તેમને રહેવાનું ઘર ને જીવવા માટે કાયમી નાણાંકીય સવલત ક્યાંથી મેળવવી  તેનો વીચાર માત્ર જ તે બધાને દરેક પ્રકારના સમાધાન કરવા મજબુર કરે છે.

 જો દુનીયાના ઘણા બધા મુસ્લીમ દેશોએ ત્રણ તલાક પ્રથા નાબુદ કરી દીધી હોય તો ભારતમાં તેને કોના કોના હીતોને ટકાવી રાખવા આ પ્રથામાં ચાલુ રાખવામાં  આવી છે? બંગલાદેશ,પાકીસ્તાન, તુર્કી, ઇરાક, ટયુનીસીયા, ઇજીપ્ત, ઇન્ડોનેશીયા,વી. દેશોમા ત્રણ તલાક પ્રથા પર નીષેધ છે." બંગ્લાદેશમાંતો આ પ્રથા મારા જન્મ પહેલાંની રદ કરવામાં આવેલી હતી."  ભારતમાં મુસ્લીમ રાજકીય તૃષ્ટ્ટીકરણના કારણે ચાલુ રહી છે. આ તૃષ્ટીકરણની નીતી ને કારણે લઘુમતી કોમને સતત ભયના નેજા નીચે રાખવામાં આવી છે. પણ તેમને ધાર્મીક સ્વતંત્રતા બંધારણની કલમ ૨૫મુજબ એક મુળભુત અધીકાર તરીકે આપવામાં આવેલ છે જે કોઇ સરકાર લઇ શકે તેમ નથી. તે રીતે તેમનું સશક્તીકરણ કરવામાં આવેલ જ નથી. મુસ્લીમ સમાજમાં આ મૌલવી અને મુલ્લા સ્વયંભુરીતે ( સેલ્ફ એપોંઇન્ટેડ રીપ્રેઝનટેટીવ) પ્રતીનીધીઓ બનીને આ બધાને સતત ભયમાં જ જીવવા મજબુર કરે છે. આ બધા મુલ્લાઓની માનસીકતા મધ્યયુગની છે.જેનાથી સમગ્ર મુસ્લીમ સમાજનો વીકાસ જ રૂંધાય છે.

શું ત્રણ તલાક ઇસ્લામ ધર્મનો એક ખુબજ અનીવાર્ય ભાગ છે? ઘણા બધા ઇસ્લામી દેશોએ આગળ જણાવ્યું તેમ ત્રણ તલાક પધ્ધતીને સમાજ જીવનમાંથી રૂકસદ આપી દીધી છે. જે કાયદો કે સમાજની રૂઢી માનવીય ગૌરવ (ડીગનીટી ઓફ ધી હ્યુમન બીઇંગ) ને હલકુ પાડે તે કાયદો કે રૂઢી કોઇપણ વ્યક્તી કે સમાજ માટે જરૂરી હોઇ શકે જ નહી. જે ધર્મમાં સ્રીઓને પુરૂષ જેટલા જ તલાક લેવા માટેના અધીકાર ન હોય તે ધર્મમાં ત્રણ તલાક તેના ધર્મનો અનીવાર્ય ભાગ હોય તો પણ તેને દુર કરવો જોઇએ.

જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ કહેતા હોય કે મુસ્લીમ સ્રીઓને ન્યાય મળે તે માટે બધાજ પ્રયત્નો કરવા જોઇએ તે અંગે તમારો કેવો પ્રત્યાઘાત છે? દેશના વડાપ્રધાનના આ સંદેશાને હું આવકારું છું. હું આશા રાખું છું કે  આપણા દેશમાં જ નહી, સમગ્ર વીશ્વની મુસ્લીમ સ્રીઓને પણ ન્યાય મળશે. તેઓ સદીઓથી સહન કરતી આવી છે.તે બધી સ્રીઓએ પોતાના બુરખા, હીજાબ ઉતારીને ફેંકી દેવા જોઇએ. તેઓએ સ્કુલ, કોલેજ અને વીશ્વવીધ્યાલયોમાં જઇને સરસ અભ્યાસ કરવો જોઇએ. અને પોતાની મનપસંદ જીંદગી જીવવી જોઇએ. જે લોકો સ્રીઓને સામાજીક, કૌટુમ્બીક કે અન્ય રીતે શોષણ કરતા હોય તે બધાને સખ્તમાં સખ્ત સજા થવી જોઇએ. ખરેખર તો સ્રીઓએ પોતે જ આ બધામાંથી મુકત થવા સંઘર્ષ કરવો પડશે. આ રૂઢીચુસ્ત,પુરાણપંથી,જ્ઞાન,વીજ્ઞાન અને જીજ્ઞાસાનાવીરોધી મુલ્લાઓ મુસ્લીમ બહેનોને મુક્તી આપશે તેવા દીવા સ્વપ્નો જોવાની કોઇએ જરૂર નથી. ઓલ ઇંડીયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડના વીચારો ખુબજ હદ વીનાના જુનવાણી ( Antediluvian) છે તે તલાક, બાળ લગ્નો અને સજાતીય સંબંધોનો વીરોધ કરે છે. તે કોઇપણ તલાકના કાયદાને  જે મુસ્લીમ સ્રીને મુસ્લીમ પુરૂષની સમકક્ષ ગણશે તેનો વીરોધ કરે છે.આ બોર્ડ મુસ્લીમ સમાજમાં કોઇપણ પ્રકારની જાગૃતતા કે સામાજીક ચેતના પેદા થાય તેવા પરીબળોને રોકવા માટે જાત જાતના ફતવા બહાર પાડતી આવી છે. મુસ્લીમમાં કોઇપણ જાતનો આધુનીક સુધારો પેસી ન જાય તેના માટે પોતાની સત્તાનો ઉપયોગ કરતા આવ્યા છે. આ સ્રી દ્રેષી બોર્ડને કાયમ માટે નામશેષ કરી નાંખવાની જરૂરત છે. મુસ્લીમ સમાજને આવા સ્રી અને અંતે માનવવીરોધી કાયદાને બદલે દેશના બધાજ નાગરીકોને સમાન ગણતા આધુનીક નાગરીક હીતોનું રક્ષણ કરે તેવા કાયદાઓની જરૂર છે.( By Coutsey T O I. 5th May 2017)  ભાવાનુવાદ કર્યો છે.


--

Saturday, May 6, 2017

ભારતીય બંધારણનો ખ્યાલ બંધુતા ( Fraternity)

ભારતીય બંધારણનો ખ્યાલ બંધુતા ( Fraternity)

વક્તા– ઘનશ્યામ શાહ.

ભારતીય બંધારણનું હાર્દ તેનું આમુખ છે. પણ આમુખ તેમાં આમેજ કરેલા સીધ્ધાંતોથી જેવા કે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, સામાજીક ન્યાય વી. બંધારણના માર્ગદર્શક સીધ્ધાંતો બની ગયા છે. તે બંધારણનું તત્વજ્ઞાન છે. ખાસ કરીને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા મુલ્યો તે વીશ્વને ફ્રાંસની ક્રાંતી એ આપેલી અમુલ્ય ભેટ છે. આ ત્રણેય મુલ્યો માનવ મુલ્યો એકબીજાના પુરક છે. કોઇપણ એકની ગેરહાજરીમાં બીજા બે મુલ્યો અર્થવીહીન બની જાય છે.સ્વતંત્રતાને સમાનતાથી છુટી પડાય જ નહી. તેવી જ રીતે સમાનતાને સ્વતંત્રતાથી છુટી પડાય જ નહી.  સ્વતંત્રતા અને સમાનતાને બંધુત્વથી અલગ પડાય નહી. સમાનતા સીવાયની કોરી સ્વતંત્રતા આવક અને સંપત્તીની અસહ્ય અસમાનતા પેદા કરશે. તેમાંથી તો થોડા લોકોનું બહુમતી પ્રજાપર સર્વપ્રકારનું વર્ચસ્વ પેદા થશે. જયારે સ્વતંત્રતાની ગેરહાજરીમાં સમાનતાતો વ્યક્તીગત સાહસ કરવાની પહેલને જ મારી નાંખે છે.બંધુત્વ સીવાય સ્વતંત્રતા અને સમાનતાનો મુલ્યો જ બીનઅસરકારક બની જશે. આમ ત્રણેય મુલ્યોના પાલન માટે કાયદાના શાસનની અનીવાર્યતા છે. ગૌતમ બુધ્ધે આ માટે સરસ શબ્દોનો ઉપયોગ કર્યો હતો " કરૂણા, પ્રજ્ઞા અને સમતા."

બંધુતાનું સામાજીક મહત્વ ખાસ કરીને એટલા માટે છે કે જે સમાજમાં કેટલાક લોકો વીકાસની દોડમાં ગમે તેવા ઐતીહાસીક કારણોસર પાછળ રહી ગયા છે તેમને હકારાત્મક મદદ રાજય તરફથી થાય " હેલ્પીંગ હેન્ડસ" મળે તેવી નૈતીક ફરજ આધુનીક રાજયે પુરી પાડવાની છે.  જેમ સ્વતંત્રતા અને સમાનતા માનવીના અંગત અસ્તીત્વ અને વીકાસ માટે જરૂરના છે તેવી જ રીતે સમાજના માળખાને ટકાવી અને સંવર્ધન કરવા માટે રાખવા માટે બંધુતાનું નૈતીક અને સામાજીક મુલ્ય છે. આજનો આધુનીક સમાજ પણ બંધુતાના વાસ્તવીક અમલમાંથી જ વીક્સેલો છે. ભલે તેમાં કેટલાક વીરોધાભાસ પણ હોય! ફાસીવાદ અને નાઝીવાદ પણ આધુનીક સમાજે પેદા કરેલ ઉગ્રરાષ્ટ્રવાદના પરીણામો છે.

બીજી બાજુએ વીસમી સદીના પ્રથમ પાંચ છ દાયકામાં વૈશ્વીક કક્ષાએ જુદા જુદા રાષ્ટ્રો દ્રારા કલ્યાણ રાજ્યના સીધ્ધાંત પ્રમાણે કામ કરતા હતા. તે કારણે ઘણું બધું કાર્ય 'બંધુત્વ'ના ખ્યાલને અમલમાં મુકવામાં થયું છે. આમ રાજકીય લોકશાહીની સાથે સાથે સામાજીક લોકશાહીનો વીચારને પણ અમલમાં મુકવામાં આવ્યો હતો.આપણા દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂનો ખ્યાલ પણ હતો કે દેશમાં જેમ જેમ ઔધ્યોગીકરણ વધશે તેમ તેમ સામાજીક અન્યાય (સોસીઅલ ઇનજસ્ટીસ)  ઘટતો જશે.

આપણા દેશમાં  સત્તાધીન ધાર્મીક ઉગ્રવાદી રાષ્ટ્રવાદીઓનો ' સમરસ' નો ખ્યાલ દેશાના સામાજીક રૂઢીચુસ્ત માળખાને ટકાવી રાખવાનો જ નહી પણ મજબુત કરવાનો છે. તેમાંતો 'સમરસ' ના બહાને સામાજીક રીતે પ્રભુત્વ અને સંપન્ન ધરાવતા ઉપલાવર્ગના વચસ્વ ને  ટકાવી રાખવાનો અને તેનું સંરક્ષણ કરવાનો છુપો એજન્ડા છે. વંચીતોના વર્ગને તે બહાને રાજકીય સત્તા અને સામાજીક સાધનોના ઉપયોગમાંથી સીફતપુર્વક બાકાત રાખવાની જ યોજના છે. તેથી આપણા દેશમાં બંધુતાના માળખામાં મોટી તીરાડ પડેલી છે. કારણકે તેમાં દલીતો, આદીવાસીઓ, સ્રીઓ અને અન્ય લઘુમતીઓના હીતોનું કોઇ રક્ષણ નથી. તેમના પ્રત્યે સંપન્ન વર્ગોની કોઇ નીસ્બત અને અનુકંપા જ નથી.

બીજા વક્તા– ચંદુભાઇ મહેરીઆ.

આજે હું મારા અનુભવને આધારે બંધુત્વના વીચારો આપની સમક્ષ મુકવા માગું છું.સામાન્ય સભાન નાગરીકના મત પ્રમાણે બંધુત્વ એટલે વસંત–રજબ સ્મારક, કોમી એકતા અને કોમી એખલાસ. પરંતુ જરી પુરાણા વર્ણવ્યવસ્થાના માળખાએ જે સામાજીક ઉંચનીચના માળખાગત સ્તરો ઉભા કર્યા છે તેની માનસીકતામાંથી આપણે બહાર નીકળી શકતા નથી. ભલે આપણે ઓફીસમાં સંજોગોવશાત કે મજબુરીથી  જુદી જુદી જ્ઞાતી અને ખાસ કરીને કહેવાતી ઉપલી જ્ઞાતી અને નીચલી જ્ઞાતીના કર્મચારી સાથે  બંધુત્વના ભાવે કામ કરતા હોઇએ છીએ. પણ ઓફીસ બહાર નીક્ળતાજ પેલું ઉચનીચનું કે આભાડછેટનું ભુત વ્યવહાર કરવા આપણા પર સવાર થઇ જાય છે. આવા સામાજીક ઉંચનીચના ભેદભાવ દલીત જાતીઓની અંદર પણ સહજતાથી દેખાતા હોય છે.સ્વતંત્રતા અને સમાનતાનો અમલ કાયદાથી શક્ય છે . પણ બંધુતાનો અમલ કાયદાથી કરવો શક્ય નથી. સરળ પણ નથી.કારણકે તે આપણા સામાજીક જીવનનો એક રોજબરોજનો ભાગ બની ગયો છે.

બીપીન શ્રોફ.–આપણે ડાર્વીનના ઉત્ક્રાંતીવાદમાં જોયું કે માણસ માત્ર સજીવ તરીકે એક જ છે. તે કોઇ ઇશ્વરી સર્જન નથી.આ ઉપરાંત માનવી એક સજીવ સૃષ્ટીના ભાગ તરીકે જ  પોતાનું અસ્તીત્વ ધરાવે છે. તેથી માનવ માત્ર સમાન છે. માનવીય બંધુત્વના ખ્યાલ અને વ્યવહારે તેને અરસપરસમાં એકબીજા સાથે કેવી રીતે જીવવું એ શીખવાડયું છે. બંધુતા એક માનવ મુલ્ય તરીકે નૈતીક મુલ્ય છે. કોઇપણ  આધુનીક રાષ્ટ્રને રાષ્ટ્ર બનાવનાર ( બાઇન્ડીંગ ફોર્સ) કોઇ પરીબળ હોય તો તે બંધુતા છે. જે રાષ્ટ્ર પોતાના આંતરીક સામાજીક અને ધાર્મીક મતભેદોમાં વહેંચાયેલું અને વીખરાયેલું હશે ત્યાં સુધી તે આધુનીક મજબુત રાષ્ટ્ર નહી બને. રાષ્ટ્ર બનવા માટે તેની પ્રજાએ પોતાના સામાજીક સંકુચીત જુથોમાંથી ઉપર ઉઠવું પડે છે. આવા સામાજીક સંકુચીત જુથોની ઓળખમાંથી પોતાની સમાન નાગરીક ઓળખ વીકસાવવી પડે છે. નાગરીક ઓળખ જ્ઞાનઆધારીત ઓળખ છે જે આપણને રૂઢીચુસ્ત ઓળખમાંથી બહાર કાઢે છે.

સમાજમાં નાગરીક ઓળખ અને નાગરીક સમાજ ( સીવીલ્ સોસાયટી) બનાવવા માટે આધુનીક સંસ્થાઓ જેવીકે ફેકટરી, યુનીવર્સીટી, શહેરીકરણ,બેંકીંગ સર્વીસીસ,  ધર્મનીરપેક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર  વી. નો વ્યાપક અમલ અનીવાર્ય છે.

ખેતીક્ષેત્રમાંથી ઔધ્યોગીક અને સર્વીસ ક્ષેત્રો તરફ મોટા પાયે વસ્તીનું સ્થળાંતર અનીવાર્ય છે. આધુનીક રાજ્ય મુલ્લા,મૌલવી, પંડીત પાદરી, જમીનદાર અને રાજાશાહીના પ્રભુત્વવાળી સમાજ વ્યવસ્થામાંથી ક્યારેય પેદા ન થઇ શકે! તે બધાની કબરો પર જ નાગરીક સમાજ અને આધુનીક રાષ્ટ્ર બની શકે.

સત્ર પ્રમુખ– ડૉ એન કે ઇન્દ્રાયન.–

જેમ જેમ આધુનીક પરીબળોની અસરો અને ખાસ કરીને શીક્ષણનો પ્રચાર વધારે થતો જશે તેમ માનવ સમાજ વધુ ને વધુ રેશનલ બનતો જશે. તે અંગે મને શંકા નથી. બંધુતા આપણો બંધારણીય આદર્શ છે, પણ દેશમાં રાજકારણીઓ પોતાના સત્તાકીય હીતો માટે  પ્રજાને પોતાની સંકુચીત ધાર્મીક કે સામાજીક ઓળખને સભાન બનાવીને આપસ આપસમાં લડાવે છે. બંધુતાને ધ્યેયને પ્રાપ્ત કરવા આપણે તે બધી સંકુચીતતો અને સંકીર્ણતાઓમાંથી બહાર નીકળવાનું છે. તેમાંજ આપણા રાષ્ટ્ર અને સમગ્ર નાગરીકોનું હીત સમાયેલું છે.

 


--

Concept of fraternity as defined in our constitution.

Concept of fraternity as defined in our constitution.

Speaker- Prof. Gahnshayam Shah. ( Sociologist).

These are human values so they are complementary of each other. They cannot exist in the absence of other. Freedom as the value has no utility in the absence of equality and vice versa. But freedom and equality are personal or individual values where as the fraternity has its social value. The concept fraternity as the social value gives the message that all men are born equal. So it is the duty of the modern state to take care of its citizen who has been marginalized in the process of development because of many historical reasons. This is the moral commitment of the modern state. It cannot escape from this responsibility.

 The development modern society is also the result of the wider application of the value of fraternity. It has its binding value in the society. There is no human value of any society where it has political democracy but no social democracy at large. The wide spread social injustice in the society will create conditions for political injustice. It will lead to chaos and lawlessness in the society.

 Second speaker- Chandu Mheriya ( Editor Dalit Adhikar)

  The concept fraternity does not mean communal harmony among different religious community in the society. Our society has been divided on the basis of Varna and caste hierarchy from ages to gather.  The member of one caste considers other caste member as socially higher or lower strata and keeps his social relation accordingly. This age old social inequality keeps all forces of modernity and urbanisms total away from its day to day social intercourse among themselves.  We can implement laws related to the application of freedom and equality. But it is not easy to implement fraternity value legally because it is dependent on more social and group behavior of the people.     

 From the Chair- DR. N.K Indrayan   (EX- law director Saurashtra University.)

I have full confidence that forces of modernism and spread of education will bring the rational society in our country. Fraternity as the concept is our constitutional ideal.   But our present day power seekers politicians exploit the traditional and parochial identity of the people. They play the game of identity politics for getting political power.  It brings political polarization of Indian society which is converted into social and economic polarization.  Our people remain as the caste and creed ridden people than become the civilians. We have in India Hindus, Muslims and Christians, Jains, Shikhs etc but no citizen.     

 

 


--

Friday, May 5, 2017

ડોનાલ્ડ ટ્રમ્પનો ઉગ્રરાષ્ટ્રવાદ અને તેની વેશ્વીક અસરો–

ડોનાલ્ડ ટ્રમ્પનો ઉગ્રરાષ્ટ્રવાદ અને તેની વેશ્વીક અસરો–

 વક્તા–સ્વાતી જોશી.

મને વીચાર કરતાં તે વ્યાજબી લાગ્યું છે કે કેમ તમારી જેવી રેશનાલીસ્ટ સંસ્થાએ વીશ્વ સમક્ષ વધતા જતા ધર્મ કે જમણેરી રાષ્ટ્રવાદી પરીબળોની અસરો અંગે ચર્ચા કરવાનું પસંદ કર્યુ છે. વીશ્વ અને ખાસ કરીને માનવજાત સમક્ષ સૌથી ભયાનક સ્થીતી પેદા થઇ હોય તો તે જુદા જુદા દેશોમાં સત્તાપર આવતા જમણેરી રાષ્ટ્રવાદી પરીબળોને કારણે છે. જાણે આ જગત તેના નજીકના ભુતકાળમાં ઉગ્રરાષ્ટ્રવાદી પરીબળોએ રાજકીય સત્તા કબજે કરીને જે  બે વીનાશક વીશ્વયુધ્ધોમાં માનવજાતને ગરકી દીધી હતી, તેમાંથી બોધપાઠ લેવાનું જ ભુલી ગઇ છે. ૨૧મી સદીમાં આવા રાષ્ટ્રવાદે જુદા જુદા દેશોમાં રાજકીય સત્તા પ્રાપ્ત કરીને જે પડકારો ઉભા કર્યો છે તેને વીગતે સમજવાની જરૂર છે.તો જ આપણે તેનો પ્રતીકાર કરી શકીશું.

આવા રાષ્ટ્રવાદને લોકશાહી શાસન વ્યવસ્થા, બંધારણીય શીસ્ત અને કાયદાના શાસન પ્રત્યે કોઇ જવાબદારી જ જાણે બીલકુલ નથી. આ બધા પરીબળો ખરેખર તો રાષ્ટ્રવાદના વીસ્તારવાદી કાર્યોની સામે છે તેવું તે જે તે દેશની પ્રજાને સતત અહેસાસ કરાવે છે. ટુંકમાં તે સર્વપ્રકારના માનવવાદી મુલ્યો અને તેના સંવર્ધન માટે વીક્સેલી બધી સંસ્થાની નેસ્તનાબુદીને પોતાનું પવીત્ર કાર્ય ગણે છે.

ખરેખર આ જમણેરી રાષ્ટ્રવાદ એ ધાર્મીક કટ્ટરવાદની પેદાશ છે. તે પ્રજાની લાગણીઓ બહેકાવીને તેમની વીવેકબુધ્ધીને યેનકેન પ્રકારે લકવાગ્રસ્ત બનાવી દેવામાં સફળ થાય છે.આવા રાષ્ટ્રવાદીઓ પોતાના દેશની પ્રજાને સમજાવવામાં સફળ થાય છે કે તેમની બધીજ આર્થીક સામાજીક અને બેકારી જેવી સમસ્યઓ માટે કોણ જવાબદાર છે. તે પ્રજાને તેનો દુશ્મન ઓળખાવામાં સફળ થાય છે. જર્મનીના એડોલ્ફ હીટલર દેશની પ્રજાને યહુદીઓ દુશ્મન છે તે સમજાવવામાં સફળ થયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરીકન ગોરી પ્રજાને પડોશી મેક્ષીકન દેશની પ્રજા, બહારથી આવેલા જુદા જુદા દેશોના ઇમીગ્રન્ટસ અને ચીન જેવા દેશમાંથી આવતી ચીજ વસ્તુઓને તેમની પ્રજાના દુશ્મનો છે તેવું સાબીત કરીને અને સત્તા કબજે કરી છે. અત્યારે બ્રીટન, ફ્રાન્સ અને જર્મનીની પ્રજાને જે તે દેશના સત્તાધીશો ' યુરોપીયન કોમન માર્કેટ( યુનીયન)' જ તેમની બેરોજગારી, આર્થીક વીટંબણો અને  ત્રાસવાદ માટે જવાબદાર છે  તેવું સમજાવવામાં સફળ થયા છે. ભારતમાં ભારતીય જનતા પાટી દેશની પ્રજાને  પેલા વીધર્મી  આપણાથી જુદા 'અધર' ને દુશ્મન બતાવી ને હીંદુમતોનું એકત્રીકરણ કરીને સત્તા મેળવવામાં સફળ થયો છે. તાજેતરની ઉત્તરપ્રદેશની ચુંટણીમાં ભાજપે ' કબ્રસ્તાન વીરૂધ્ધ સ્મશાન અને દીવાળી માં વીજળી કટ અને ઇદમાં વીજળી' આવા બધા લાગણીશીલ પ્રતીકોનો ઉપયોગ કર્યો હતો.

   ઉગ્રરાષ્ટ્રવાદી પરીબળો જ્યાં હોય ત્યાં ધીક્કાર અને જુઠ્ઠાણાનું રાજકારણ દેશ વ્યાપી પેદા કરીને સત્તા પ્રાપ્ત કરે છે. તેઓ સૌ પ્રથમ સત્યનો જ ભોગ લે છે. હકીકત અને માહીતીઓને વીકૃત રીતે રજુ કરવામાં તે માહેર હોય છે.માહીતીના બધા જ સાધનોનો બેલગામ ઉપયોગ કરવામાં તેમને સહેજ પણ સંકોચ કે દુ:ખ થતું નથી. ઇતીહાસ ભુલી જાવ . અમે જે રજુ કરીએ છીએ તેને જ સત્ય માનીને સ્વીકારો.

ઉપભોગવાદ, પુંજીવાદ અને જમણેરી (ધાર્મીક)રાષ્ટ્રવાદના હીતો સમાન હોય છે. તે બધા સંસ્કૃતી અને શીક્ષણનું બજારીકરણ કરી નાંખે છે.દેશના બૌધ્ધીકો અને વીચારવંત માણસોને આવા ધાર્મીક ઉન્માદ પર આધારીત રાષ્ટ્રીય પ્રવાહોને અટકાવવાનું અશક્ય બની જાય છે. સમાજમાં અસ્તીત્વ ધરાવતા તમામ પ્રકારના સર્જનાત્મક અને કલ્પનાશક્તી ધરાવતા પરીબળોને નામશેષ કે અપ્રસતુત બનાવી દેવામાં આવ્યા છે. સમાજના કોઇપણ ખુણેથી આવા સત્તાધીશોની નીતીરીતીઓ સામે કોઇ વીરોધનો અવાજ જ ન નીકળવો જોઇએ તેની પુરેપુરી કાળજી લઇ શકાય તેવું તંત્ર વ્યવસ્થીત રીતે કામ કરતું હોય છે. વીરોધી અવાજને કેવીરીતે ચુપ કરી દેવો તેનું વ્યવસ્થીત રીતે આયોજન કરવામાં આવે છે. તેની સામે વીક્લ્પ શોધવો અને તે પ્રમાણે નવી આશા સમાજમાં પેદા કઇ રીતે કરવી તે સરળ નથી.

 

પ્રકાશ શાહ–

ડોનાલ્ડ ટ્રમ્પના ચુટણીના સુત્રો હતા ' બાય ઓનલી અમેરીકન ગુડસ, અમેરીકા ઇઝ ઓનલી ફોર અમેરીકન, અમેરીકન ફર્સ્ટ,મેક્સીકન, મુસ્લીમઅને અન્ય ઇમીગ્રન્ટસ માટે નો પ્લેસ વગેરે' ' હું અમેરીકન રાષ્ટ્રવાદની તરફેણ વૈશ્વીક્રરણના ભોગે પણ કરીશ.'

 ઉપરના વીચારો હીંદુત્વવાદી વીચારધારાના સ્થાપક સાવરકર અને ગોલવેલકરના વીચારોથી બીલકુલ જુદા નથી.તેમના પુસ્તક ' અવર નેશનહુડ ડીફાઇન્ડ'માં આવી વાતો અને દલીલો જ કરવામાં આવી છે. આવા રાષ્ટ્રવાદના ટેકેદારોને સત્તા ન સોંપી દેવાય!

સત્ર અધ્યક્ષ રોહીત શુક્લ–

મારા ચીંતન મુજબ ધાર્મીક ઉગ્રરાષ્ટ્રવાદી પરીબળોનો સામનો આપણે માનવવાદી મુલ્યો, રેશનાલીઝમ અને વૈજ્ઞાનીક અભીગમો સમાજમાં મોટા પાયે વીકસાવી અને વીસ્તારી ને જ કરી શકીએ. જે લોકોને છેલ્લા વીસ પચીસ વર્ષના  ભાજપી ગુજરાતના રાજકારણનો અનુભવ છે તે બધા માટે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રવાદી પરીબળોને સમજવા મુશ્કેલ નથી. અમેરીકાના પ્રમુખ તરીકે ટ્રમ્પે જે સ્રી ઓ વીષે જે ગંદી અને બીભત્સ વાતો કરી છે તે મારા જેવા માટે બોલી કે લખીને તેનું વર્ણન કરવું પણ અયોગ્ય લાગે છે. રાજયને પોતાના વીચારો પ્રમાણે હાઇજેક કરીને તેઓએ એવો બોલકો શક્તીશાળી વર્ગ પેદા કરી દીધો છે કે તેમાં સમાજના વીકાસની દોડમાં પાછળ રહી ગયેલા ગરીબો, આદીવાસી, દલીત અને અસંગઠીત વર્ગોના અસ્તીત્વને જ નામશેષ કરવા રાજય સત્તાનો મોટેપાયે ઉપયોગ કરવા માંડયો છે. રાજય સત્તાની મદદથી તે બધાએ શીક્ષણ અને આરોગ્યની જાહેર સેવોઓને કચડી નાંખી છે.  તેમના વીકાસનું મોડેલ  અંગ્રેજીમાં જેને ' જોબલેસ ગ્રોથ' રોજગારીની તકોનું સર્જન કર્યા સીવાયનો વીકાસ છે.. જેનું પરીણામ દેશ અને દુનીયામાં ભયંકર આર્થીક આવક અને તકોની અસમાનતામાં પેદા થવા માંડયું છે. રાજકીય સત્તાની સાથે સંપત્તી અને આવકનું ખુબજ થોડા લોકોના હાથમાં કેન્દ્રીકરણ થવા દેવું તે તંદુરસ્ત સમાજની નીશાની નથી. તે તો માંદા સમાજ ( સીક સોસાયટી)નું સર્જન કરશે. તે તો લોકશાહી મુલ્યો અને સંસ્થાઓને પોતાના નીજી હીતો સાધવા બલીનો બકરો બનાવશે અને તે પણ પ્રજાના ટેકા સાથે! તે બધાને લોકશાહી વ્યવસ્થા સીવાયનો રાષ્ટ્રવાદ ખપે છે. મારૂ તારણ છે કે કદાચ આવો રાષ્ટ્રવાદ વૈશ્વીકરણના હકારાત્મક પ્રવાહોને પણ રૂધીં નાંખશે.

 


--

Militant Nationalism of Donald Trump and its global trends.

Militant Nationalism of Donald Trump and its global trends.

Speaker  Prof Svati Joshi, (Delhi University.)

 I observe that rightist nationalist forces come to political power in one after another country in the world. I read all their political power march with shivering hands. Is it true that we have forgotten the lessons of the two world wars of the 20th century?

 Let us understand how these nationalist forces rule their people in their own country. These militant rulers have no faith in rule of law, constitutional discipline and democratic governess. They consider all of them as obstacles in their rule. These people have no respect for the modern institutions which have been evolved since last many centuries.

These rightists' nationalists' forces are the product of religious militancy. They have been nurtures on people's populist's slogans and propaganda. They give tall promises to people to come to power which are never going to be fulfilled. They convince people that are responsible for their all ills like unemployment and other social problems. They target some minority communities from their own states as people's enemy. Adolf Hitler found Jews as German's people enemy. RSS and BJP found all religious minorities, and some political forces (communists) and rationalists as people's enemy. Donald Trump found Mexican, some immigrants, and imported goods of some countries as people's enemy. In Europe, particularly in countries like Britain, France and Germany, they saw immigrants and religious terrorists as people's enemy. Immigrants from European common union member countries disturb their economic conditions and sources of employment. They divide people in US and OTHER.

These political forces get power as the hate mongers. They can spread any sort of wrongs  to cheat people. They want power by all means. Truth is the first and foremost casualty in their grand design to capture power. They have common interests with consumerism, capitalism and religious rights. They will commercialize culture and education for their pretty interest. It is not possible for intellectuals of the nation to stop the march of such militant nationalist forces. These sections of the people feel themselves powerless and isolated. People like creative artists, the man of science, literature have no place in their social order. These state rulers want their people to behave like identical units of factory productions without any brain to think. They destroy all forms oppositions by all means. It is very difficult to combat such a powerful concentrated political and militarily immoral might in a short time.

 Second speaker-  Prakash Shah (Well known Journalist and editor of fortnightly NIRIKHAK.)

Let us remember slogans gave by D Trump at the time of his election campaign.   "Buy only American Goods, America First, and No place for Muslims, Mexicans and immigrants in America."  I am against Globalization for America as the nation.

I see no difference between thoughts of D Trump and M.S. Golwalkar and V.D.Savrkar. These two founders of Rashtriya  Swaymsevak  Sangh (RSS) developed the concept of the nation from the western nations. M.S. Golwalkar wrote in his book "Bunch of Thoughts" very precisely that non- Hindus should have no place in India after independence. He put all non- Hindus like Muslims, Christians and communists in this category. He considered them as the internal threat of security to the nation. He considered these people as the more dangerous as the external aggressor from outside. He challenged the very patriotic values of these groups. He considered the concept of democracy as the myth. He advocated the Indian state (Hindu State) on the basis of Hindu religion. He was deadly against the very concept of individual freedom which is the basic value of any democratic political, social and economic order. His book    "We or our nationhood defined "as the Bible of RSS. He explained what the role of Militant Hinduism in Indian Politics is. In this book, Golwalkar endorses the Nazi campaign targeting Jews,

We, as the enlighten citizen of the country know very well the emerging trends of Hindu militancy in the name love jihad, beef, cow protection in the name Gau-Rakha etc after the BJP came to power in the centre and other federal states since 2014. These are very bad omen for the basic framework of democracy.

From the chair Prof Rohit Shukla (Editor Dharstti)

 It is very easy for the people of Gujarat to understand views of American President Donald trump. We ruled by same militant nationalist forces of BJP and its allied since last more than 25 years in the state of Gujarat. I am sincerely disturbed very much by the remark made by D. Trump on women.            As the student of economics I know that present international trends of "My nation first" will lead to two things namely use of scarce national resources for military war preparation and investment in those industries which will create jobless growth. These nationalist leaders have no commitment for their own marginalize people of their nations.

This nationalist economics will create isolated islands of wealth and income in their own countries. It will not serve very purpose for which these forces have captured political power. In short, concentration of economic power in the hands of few will enhanced concentration of political power in the hands of same coterie. It is a social sign of not sane society but a sign of sick society. This will empower all types of anti-globalization forces in the world.

To my mind the best way to challenge militant religious based nationalism is to spread humanist values and spirit of scientific inquires in the society.

 

 


--

Thursday, May 4, 2017

Our Democratic Values


(1) Our Democratic values-

Speaker Uttam Parmar (The Chairman, Kim education society.)

To my mind the secular state is the precondition for the democratic polity. It is only in the secular democratic state, citizen gets the opportunities to develop them. We must as the citizen of the nation has the rational attitude towards all individual and public problems. Our attitude towards any phenomena should be amenable to reason. If new knowledge provides better alternatives to our age- old problems we must act accordingly. It is in the larger interest of the society.

There is wide difference between rational truth and religious truth. The concept of rational truth is based on evidence while religious truth requires no evidence. It is matter of unverifiable faith for religious people. The religious truth is based on religious books and authority of religious head. It is not negotiable on the basis of knowledge and evidence. 

The Indian society is passing through a most dangerous state of its existence since its inception as the civilization. The most extremely militant religious forces with 21st centuries all types of technology at their disposal have captured the Indian polity and social fabric of the society. They are deadly against all modern forms of life. They want to establish Hindu religious state in the country. Everyday there are reactionary forces who take law in their hands and decides what is good and truth for others particularly against the all venerable and deprived sections of the society. We as the humanist, atheists and rationalists have a very difficult time to carry out our activities peacefully and lawfully in such a lawless society. Our many activists friends have been murdered and rampant threats have been given by organized committed mob that carry out their mission. 

(2)   Secularism as the Constitutional value-

  Speaker Prof- Aswin Karia (Director, Law College Palanpur.)

There are three meanings of the concept secularism.

(1) Non-religious (2) complete separation between the modern state and religion (3) this worldly means the affairs of the state related to                                                                                                                                       people's welfare only.

The modern secular state has come into existence to serve the worldly affairs of its citizen. It runs through the rule of law but not at the whims of its ruler. The state has no religion of its own. It cannot promote or discourage any religion. Its action in relation to religion should be neutral and impartial. The state considers its entire people as the citizen only. The state does not see any separate identity of its citizen on the basis of religion, caste, creed and gender etc.

No one as the state representative can take part in any religious activity. They cannot support directly or indirectly any religious activity. They represent the secular state.

 What is the reality of this concept in practice? By and large no representative of the state follows this secular practice. This very important value of our constitution is continuously violated openly by its defenders.

Secondly Prof Karia said that no government can ask its citizen to declare its religion.  Many state high courts have upheld this principle in relation to declaring the religion of the individual.

 

--