Tuesday, February 21, 2017

પાકીસ્તાનમાં લાલ શાહબાઝ કલંદરની સુફી–મઝાર પર મુસ્લીમ આતંકીવાદીઓનો હુમલો.


પાકીસ્તાનમાં લાલ શાહબાઝ કલંદરની સુફી–મઝાર પર મુસ્લીમ આતંકીવાદીઓનો હુમલો.

   આપણું વીશ્વ હવે તાલેબાની કે ધર્મ આધારીત આતંકી હુમલાઓથી જાણે ટેવાતું જતું હોય એમ સતત અહેસાસ થાય છે. આવા આતંકી હુમલોઓ મોટાભાગે જુદી જુદી આતંકી સંસ્થાઓ કે જુથો દ્રારા હુમલાઓ કરીને તેની જવાબદારી પણ લેવામાં આવે છે. અલ–કાયદા, ઇસ્લામી બ્રધરહુડ, જૈસે મહંમદ, તાલીબાની પાકીસ્તાન, ISIS વી. નામો આતંકી હુમલાઓ કરનાર અને હુમલો કર્યા પછી જવાબદારી લેનાર સંસ્થાઓ તરીકે વધુ પ્રચલીત છે. આ બધા આતંકી જુથો દાવો એમ કરે છે કે તે કાંતો ઇસ્લામ ધર્મના સંરક્ષણ માટે અથવા– અને ઇસ્લામ ધર્મના સ્થાપક મહંમદ સાહેબની માનહાની થાય તેવી પ્રવૃત્તીઓ કરનારા પર આતંકી હુમલા કરે છે. તેવા હુમલાઓની જવાબદારી પણ લે છે. ઇસ્લામ સીવાયના ધર્મો સામે પણ તેઓ જેહાદી યુધ્ધો કે આતંકી હુમલાઓ કરે– કરાવે છે.

 પાકીસ્તાનમાં સુફી– મઝારો પર તથા સુફીવાદને સમજાવતી કવાલી ગાનારા પર તાજેતરમાં નીયમીત નીશાન બનાવીને હુમલા કરવામાં આવે છે. સુફી મઝાર પર બીન મુસ્લીમ ખાસ કરીને સીંધી હીંદુઓ, લઘુમતી શીયા અને સુન્ની મુસલમાનો મોટા પ્રમાણમાં ગુરૂવારે ભેગા થાય છે.તેથી આ ૧૬મી ફેબ્રુઆરી ને ગુરૂવારે સીંધ પ્રાંતમાં આવેલા શેહવાન ગામમાં લાલ શાહબાઝ કલંદરની સુફી–મઝાર પર મુસ્લીમ આતંકીવાદીઓએ હુમલો કરીને ૭૦ માણસોને મારી નાંખ્યા અને ૧૫૦ ઉપરને ઘાયલ કર્યા છે. આ હુમલા પહેલાં ૧૨મી નવેંબર ૨૦૧૬ના રોજ  દક્ષીણ–પશ્ચીમ પર્વતીય હારમાળામાં આવેલી સુફી મઝાર પર ISISએ (ઇસ્લામીક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરીયા) હુમલાની જવાબદારી લઇને આત્મઘાતી હુમલામાં બાવન નીર્દોષ માણસોને  મારી નાંખ્યા હતા. ૨૨મી જુન ૨૦૧૬ના રોજ પાકીસ્તાનના કેટલાકમાંથી વધુ સારા ગણાતા કવ્વાલી ગાયક અમજદ સાબ્રરીને કરાંચી શહેરમાં તેની મોટરમાં જ બે મોટરસાયક્લીસ્ટોએ ખુની હુમલો કરીને મારી નાખ્યો હતો. તેનો ગુનો એટલો જ હતો કે તે ઝુલેલાલ ઉપર સરસ કવ્વાલીઓ બનાવીને ગાતો અને ગવડાવતો હતો. તેને મારનાર ગ્રુપ 'પાકીસ્તાની તાલેબાને' જાહેર કર્યું હતું કે તે ઇસ્લામમાં જેને ધાર્મીક નીંદા (blasphemy) ગણાય છે તેવુ કામ કરતો હતો. એટલે કે ઇસ્લામ સીવાયના કોઇની બંદગી કે ભક્તી કરવી  જેનો ન્યાય ઇસ્લામ મુજબ  સજા યે મોતથી ઓછો હોતો નથી.

 

આ ઐતીહાસીક તારણોને આધારે ' લાલ શાહબાઝ કલંદરની સુફી મઝાર ઉપરના હુમલાનું મુલ્યાંકન  કરીએ. સૌ પ્રથમ આપણે એ સમજવું જરૂરી છે કે  સુફીવાદ કે સુફીઝમ એ ઇસ્લામનો એક ભાગ હોવા છતાં તે કઇ રીતે અને કેટલે અંશે ઇસ્લામના મુળ સીધ્ધાંતોથી ( Basic Tenets of Islam) જુદો છે. ઇસ્લામ એટલે કોઇપણ પ્રકારની મુર્તી, મઝાર ( કોઇપીરની કબર) કે વ્યક્તી પુજાનો વીરોધી. ઇસ્લામમાં અલ્લાહનો ખ્યાલ નીરાકાર અને અમુર્ત છે. સુફીવાદીઓ વારંવાર ' ધમા ધમ મસ્તકલંદર જેવો શબ્દ બોલીને પોતે સંમોહીત થઇને બોલ્યા કરે છે અને સાંભળનારાઓને સંમોહીત કરીને ધુણાવે છે, નચાવે છે.. તેમાં તે અલ્લાહ, પયગંબર, સુફી સંત વી.ની નામ બોલીને  તેની સાથે પોતાની એકરૂપતા જોડવા પ્રયત્ન કરતો હોય છે. શહેવાન ગામમાં લાલ શાહબાઝ કલંદરની સુફી સંતની દરગાહ નજીક એક તાજેતરમાં સાઉદી એરેબીયાની ખુબજ મોટી નાણાંકીય મદદ લઇને ચકચકતા આરસપાણ પથ્થરોનો ખુબજ વીશાળ મદરસો બનાવવામાં આવ્યો છે. તેના સંચાલક સલીમુલ્લાહ જે એક સારો શીક્ષીત યુવાન છે, તેણે' વીલીયમ ડેલરીમ્પ્લ 'ને ( William Dalrymple જે બ્રીટીશ ઇતીહાસકાર છે અને સુફી તત્વજ્ઞાન પર વીશ્વ વીખ્યાત પુસ્તકો લખ્યા છે) મુલાકાતમાં જણાવ્યું હતું કે 'અમે  રોજા કે મકબરાની પુજા બંદગીના વીરોધીઓ છીએ. ( We do not like tomb- worship. The Koran is quite clear about this. We must not pray dead man and asking things from them even from Aoliya Saint. In Islam we believe there is no power but God Allah.) વીલીયમે તેને વધુ પુછયું કે તારા ગામમાં આ તારી વાતો કોઇ સાંભળે છે  કે ટેકો આપે છે ખરા? સલીમુલ્લાહે જવાબ આખા ગામના લોકો આ સુફી મઝારને જ માને છે. તેથી બધાજ કાફર છે, નાસ્તીક છે અને કબરના ભક્તો બની બેઠા છે. મારા મદરસાનું મીશન ઇસ્લામમાંથી માર્ગ ભુલેલા લોકોને પાછા મુળ માર્ગે વાળવાનું છે.

 સુફીવાદ,સલાફીઝમ અને વહાબીઝમ–

ઇસ્લામમાં સુફીવાદ જે ખરેખર તત્વજ્ઞાનની દ્રષ્ટીએ ગુઢવાદ ( મીસ્ટીસીઝમ)અને એક અંધશ્રધ્ધા થી વધારે કાંઇ નથી .પણ તેની સામે ઇસ્લામના જન્મથી સલફીઝમ અને તેના ઉગ્ર ફાંટા વહાબીઝમનો સંદેશો એક જ છે કે આપણા પવીત્ર વડવાઓકે પુર્વજોએ આપણા માટે જે મુળ ઇસ્લામમાં ઉપદેશો બક્ષેલા છે તેમાં લેશ માત્ર ફેરફાર થવો જોઇએ નહી. અને તેમાં ફેરફાર કરનારાઓને ઇસ્લામના દુશ્મનો ગણીને તે બધાને મારી નાંખવામાં કોઇ વાંધો નથી.સલાફીવાદમાં ત્રણ માર્ગો છે જેવાકે શુધ્ધ ઇસ્લામી, બીજા તેને અમલમાં મુકનારા કર્મનીષ્ઠો અને ત્રીજા જેહાદી જે ધાર્મીક યુધ્ધોમાં માને છે જેના દ્રારા આતંકી હુમલા કરાવવામાં આવે છે.

ધાર્મીક અસહીષ્ણુતા (ઇનટોલરન્સ) આધારીત યુધ્ધો જેને માનવજાત ' રીલીજીયસ વોર' તરીકે ઓળખાવે છે તે કાંઇ ફક્ત ઇસ્લામ ધર્મનો ઇજારો નથી. આ ધરતી ઉપરનો કોઇ સંગઠીત ધર્મ બાકી નથી જેણે બીજા ધર્મોના અનુયાઇઓ પર 'વીધર્મી' હોવાને કારણે ધાર્મીક યુધ્ધો ન કર્યા હોય! એટલું જ નહી પણ એકજ ધર્મમાંથી વીભાજીત થયેલા જુદા જુદા તેજ ધર્મના ફાંટાઓએ પણ ગળાકાપ યુધ્ધો કર્યા છે. આ સુફી મઝારપર હુમલો કરનારા ઇસ્લામ ધર્મી જ હતા.


યુ ટયુબ જોવા વીનંતી છે.https://www.youtube.com/watch?v=OPLHEkHXRwg&sns=em

 

 

 

--

Saturday, February 18, 2017

અમારા દેશની જેલો ખાલી છે. કોઇ દેશને જોઇએ તો ભાડે આપવાની છે!

 અમારા દેશની જેલો ખાલી છે. કોઇ દેશને જોઇએ તો ભાડે આપવાની છે!

વીશ્વના નકશામાં નેધરલેંડસ નામનો દેશ પશ્ચીમી યુરોપમાં આવેલો છે. ત્યાં લોકશાહી શાસન વ્યવસ્થા છે. ત્રણ રાજકીય પક્ષો છે. ગમે તે બે રાજકીય પક્ષો ભેગા મળીને બહુમતી મેળવી સંયુક્ત સરકારો બનાવી ને છેલ્લા ૧૫૦ વર્ષથી લોકાભીમુખ સુશાસન ચલાવે છે. બીજા દેશોના રાજ્યશાસન કર્તાઓને વીચાર કે સ્વપ્ન પણ ન આવે તેવો આ દેશ છે. નેધરલેંડસ દેશની કુલ જેલોમાંથી ૩૩ ટકા જેલો બીલકુલ ખાલી પડેલી છે. આવતા ચાર વર્ષોમાં દેશના ૨૬૦૦ જેલઅધીકારીઓને કાયમ માટે છુટા કરવાના છે. કારણકે તેઓ માટે કોઇ અર્થપુર્ણ કામ જેલોમાં રહ્યું જ નથી.  પડોશી દેશ નોર્વે સાથે ત્રણવર્ષનો કરાર આ મુજબનો કરવામાં આવ્યો છે. " નોર્વે દેશના ૨૪૨ કેદીઓને અઢી કરોડ યુરો ડોલર પ્રતીવર્ષના ભાડે પોતાની જેલમાં રાખવાના છે." આ પહેલાં બીજા પડોશી દેશ બેલજીયમે પોતાના ૫૦૦ કેદીઓને  નેધરલેંડસની જેલોમાં રાખ્યા હતા. ખાલી પડેલી જેલોમાં સરકારે રહેઠાણ માટેના ફેલ્ટસ, રમતગમતના મેદાનો અને રાજકીય શરણાર્થીઓ માટેની સુવીધા પુરી પાડવા ઉપયોગ કરે છે.

પોતાના દેશમાં ઓછા ગુનાઓ થવા પાછળના ઘણા કારણો જવાબદાર છે. ત્યાંની પ્રજા સંપુર્ણ ૧૦૦ ટકા શીક્ષીત છે. સૌથી વધુ જે ઉંમરમાં ગુના બને છે  તે ૧૨ થી ૧૮ વર્ષના વીધ્યાર્થીઓ પોતાના ઘરમાં કમ્પ્યુટર બંધાણી ( કમ્પ્યુટર સેવી) થઇ ગયા છે. શહેરની શેરીમાં રખડતા જ બંધ થઇ ગયા છે. તેને કારણે ગુનાઓનું પ્રમાણ જ ઘણું ઓછું થઇ ગયું છે.આ સ્થીતીએ પહોંચતાં નેધરલેંડસને વીસ વર્ષ થયાં છે. ગુનેગારને કારાવાસમાં પુરી રાખવાને બદલે તેમનો અભીગમ પુર્નવસન (રીહેબીલીટેશન) કરવાનો છે.

 આ દેશને હોલેંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની કેટલીક વીશીષ્ટતાઓ જોઇએ. તેનું અર્થતંત્ર મીશ્રઅર્થતંત્ર એટલેકે જાહેર –ખાનગી ક્ષેત્રોમાં વહેંચાઇ ગયેલું છે. તેની માથાદીઠ આવકમાં વીશ્વમાં ૧૩મા નંબરે છે. વીશ્વનાવીકસીત મુક્તઅર્થતંત્રોમાં ૧૭૭ દેશમાંથી નેધરલેંડસનો નંબર ૧૭મો છે. તેની કુલ વસ્તી કફ્ત એક કરોડ છે. યુનાઇટેડ નેશન્સ વર્લડ હેપીનેસ ઇન્ડેક્ષ પ્રમાણે તે વીશ્વનો સૌથી આનંદી તથા સુખીસમૃધ્ધ  દેશ તરીકે ૭ મે નંબરે આવે છે. તેના જીવનની રહેણીકરણીની સમૃધ્ધીની ગણનામાં તે ટોચના શીખરે આવે છે.વૈશ્વીક કક્ષાએ માનવ વીકાસ આંકમાં તે દેશમાં લેશમાત્ર સામાજીક અસમાનતા નથી. પ્રતી કીલોમીટરે ત્યાં ૪૦૦ માણસો રહે છે. વીશ્વમાં વસ્તીની ગીચતામાં આ દેશનો નંબર ચોથો છે.

નેધરલેંડસ ભૌગોલીક દ્રષ્ટીએ બીલકુલ સપાટ દેશ છે.ત્યાં કોઇ પર્વત નથી, દેશની બધીજ જમીન દરીયાની સપાટી થી ફક્ત ત્રણ ફુટ ઉંચી છે. દેશની ખેતી લાયક જમીનમાંથી ૧૮ ટકાજમીન એવી હતી કે જે દરીયાઇ ખારાશવાળી હતી. તેને ખેતીલાયક દરીયાને ભીતીક રીતે દુર કરીને બનાવી છે. તે માનવ સર્જીત છે. આવી ખેતીલાયક બનેલી જમીનનું લેવલ હજુ દરીયા કરતાં નીચુ છે. આવી ખેતીલાયક જમીનની વાસ્તવીક સ્થીતી હોવા છતાં નેધરલેંડસ અનાજ અને ખેતપેદાશોની નીકાસ કરવામાં વીશ્વમાં અમેરીકા પછી બીજે નંબરે છે.

નેધરલેંડસ સામજીક સહીષ્ણુતામાં ( સોસીયલ ટોલરન્સ)માં પણ વીશ્વમાં અવ્વલ નંબરે છે.વીશ્વમાં તેની પહેચાન એક મોટા ઉદારમતવાદી રાષ્ટ્ર તરીકેની છે. આ દેશમાં ગર્ભપાત,વેશ્યાવૃતી (prostitution) અને સ્વૈચ્છીક મૃત્યુ (euthanasia) કાયદેસર છે. તેની નશીલી દવાઓ અંગેની નીતી પ્રગતીશીલ છે.સને ૨૦૦૧ની સાલથી તે વીશ્વનો પ્રથમ દેશ છે જ્યાં સજાતીય સંબંધોને કાયદેસરની માન્યતા  આપેલી છે. દારૂબંધી નામની નથી.

નેધરલેંડસ યુરોપમાં યુરોપીયન યુનીયનની( ઇ યુ) સ્થાપના કરનાર આધ્યસ્થાપક દેશ છે. આ ઉપરાંત જી–૧૦, વર્લડ ટ્રેડ ઓરગેનાઇઝેશન ( ડબલ્યુ ટી ઓ), વી. નો પણ ફાઉન્ડર મેમ્બર છે. આ ઉપરાંત તેના પાટનગર હેગમાં આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટીસ જેવી પાંચ વૈશ્વીક સંસ્થાઓનું હેડક્વાટર્સ આવેલું છે. નેધરલેંડનું પાટનગર હેગ આમ :વૈશ્વીક ન્યાયતંત્રનું પાટનગર પણ બની ગયું છે. 


નેધરલેંડસ દેશમાં આટલી ઉંચી નૈતીક્તા કેમ છે કે જયાં ગુના બનતા નથી માટે જેલો બંધ કરવી પડે છે?


આ દેશમાં નૈતીકતાનું પ્રમાણ આટલુ બધુ ઉચું કેમ છે?  દેશની ૬૬ ટકા વસ્તીને કોઇપણ ધર્મ નથી. અથવા ધર્મમાં બીલકુલ શ્રધ્ધા નથી. મોટાભાગના નાગરીકોનો સ્પષ્ટ મત છે કે ધર્મ અને રાજય વચ્ચે કોઇ સંબંધ જ ન હોવો જોઇએ. આ બધામાંથી દેશના ૨૫ ટકા નાગરીકોએ જણાવ્યું છે કે તે બધા જ સંપુર્ણ નીરઇશ્વરવાદી કે નાસ્તીક છે. દેશના ૨૫ ટકા નાગરીકો ખ્રીસ્તી ધર્મ પાળે છે.૫ ટકા વસ્તી મુસ્લીમ છે. ૨ ટકા લોકો અન્ય ધર્મોમાં શ્રધ્ધા રાખે છે.

 

 

 

 

Bipin Shroff

Friday, February 17, 2017

અમારા દેશની જેલો ખાલી છે.


 અમારા દેશની જેલો ખાલી છે. કોઇ દેશને જોઇએ તો ભાડે આપવાની છે!

વીશ્વના નકશામાં નેધરલેંડસ નામનો દેશ પશ્ચીમી યુરોપમાં આવેલો છે. ત્યાં લોકશાહી શાસન વ્યવસ્થા છે. ત્રણ રાજકીય પક્ષો છે. ગમે તે બે રાજકીય પક્ષો ભેગા મળીને બહુમતી મેળવી સંયુક્ત સરકારો બનાવી ને છેલ્લા ૧૫૦ વર્ષથી લોકાભીમુખ સુશાસન ચલાવે છે. બીજા દેશોના રાજ્યશાસન કર્તાઓને વીચાર કે સ્વપ્ન પણ ન આવે તેવો આ દેશ છે. નેધરલેંડસ દેશની કુલ જેલોમાંથી ૩૩ ટકા જેલો બીલકુલ ખાલી પડેલી છે. આવતા ચાર વર્ષોમાં દેશના ૨૬૦૦ જેલઅધીકારીઓને કાયમ માટે છુટા કરવાના છે. કારણકે તેઓ માટે કોઇ અર્થપુર્ણ કામ જેલોમાં રહ્યું જ નથી.  પડોશી દેશ નોર્વે સાથે ત્રણવર્ષનો કરાર આ મુજબનો કરવામાં આવ્યો છે. " નોર્વે દેશના ૨૪૨ કેદીઓને અઢી કરોડ યુરો ડોલર પ્રતીવર્ષના ભાડે પોતાની જેલમાં રાખવાના છે." આ પહેલાં બીજા પડોશી દેશ બેલજીયમે પોતાના ૫૦૦ કેદીઓને  નેધરલેંડસની જેલોમાં રાખ્યા હતા. ખાલી પડેલી જેલોમાં સરકારે રહેઠાણ માટેના ફેલ્ટસ, રમતગમતના મેદાનો અને રાજકીય શરણાર્થીઓ માટેની સુવીધા પુરી પાડવા ઉપયોગ કરે છે.

પોતાના દેશમાં ઓછા ગુનાઓ થવા પાછળના ઘણા કારણો જવાબદાર છે. ત્યાંની પ્રજા સંપુર્ણ ૧૦૦ ટકા શીક્ષીત છે. સૌથી વધુ જે ઉંમરમાં ગુના બને છે  તે ૧૨ થી ૧૮ વર્ષના વીધ્યાર્થીઓ પોતાના ઘરમાં કમ્પ્યુટર બંધાણી ( કમ્પ્યુટર સેવી) થઇ ગયા છે. શહેરની શેરીમાં રખડતા જ બંધ થઇ ગયા છે. તેને કારણે ગુનાઓનું પ્રમાણ જ ઘણું ઓછું થઇ ગયું છે.આ સ્થીતીએ પહોંચતાં નેધરલેંડસને વીસ વર્ષ થયાં છે. ગુનેગારને કારાવાસમાં પુરી રાખવાને બદલે તેમનો અભીગમ પુર્નવસન (રીહેબીલીટેશન) કરવાનો છે.

 આ દેશને હોલેંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની કેટલીક વીશીષ્ટતાઓ જોઇએ. તેનું અર્થતંત્ર મીશ્રઅર્થતંત્ર એટલેકે જાહેર –ખાનગી ક્ષેત્રોમાં વહેંચાઇ ગયેલું છે. તેની માથાદીઠ આવકમાં વીશ્વમાં ૧૩મા નંબરે છે. વીશ્વનાવીકસીત મુક્તઅર્થતંત્રોમાં ૧૭૭ દેશમાંથી નેધરલેંડસનો નંબર ૧૭મો છે. તેની કુલ વસ્તી કફ્ત એક કરોડ છે. યુનાઇટેડ નેશન્સ વર્લડ હેપીનેસ ઇન્ડેક્ષ પ્રમાણે તે વીશ્વનો સૌથી આનંદી તથા સુખીસમૃધ્ધ  દેશ તરીકે ૭ મે નંબરે આવે છે. તેના જીવનની રહેણીકરણીની સમૃધ્ધીની ગણનામાં તે ટોચના શીખરે આવે છે.વૈશ્વીક કક્ષાએ માનવ વીકાસ આંકમાં તે દેશમાં લેશમાત્ર સામાજીક અસમાનતા નથી. પ્રતી કીલોમીટરે ત્યાં ૪૦૦ માણસો રહે છે. વીશ્વમાં વસ્તીની ગીચતામાં આ દેશનો નંબર ચોથો છે.

નેધરલેંડસ ભૌગોલીક દ્રષ્ટીએ બીલકુલ સપાટ દેશ છે.ત્યાં કોઇ પર્વત નથી, દેશની બધીજ જમીન દરીયાની સપાટી થી ફક્ત ત્રણ ફુટ ઉંચી છે. દેશની ખેતી લાયક જમીનમાંથી ૧૮ ટકાજમીન એવી હતી કે જે દરીયાઇ ખારાશવાળી હતી. તેને ખેતીલાયક દરીયાને ભીતીક રીતે દુર કરીને બનાવી છે. તે માનવ સર્જીત છે. આવી ખેતીલાયક બનેલી જમીનનું લેવલ હજુ દરીયા કરતાં નીચુ છે. આવી ખેતીલાયક જમીનની વાસ્તવીક સ્થીતી હોવા છતાં નેધરલેંડસ અનાજ અને ખેતપેદાશોની નીકાસ કરવામાં વીશ્વમાં અમેરીકા પછી બીજે નંબરે છે.

નેધરલેંડસ સામજીક સહીષ્ણુતામાં ( સોસીયલ ટોલરન્સ)માં પણ વીશ્વમાં અવ્વલ નંબરે છે.વીશ્વમાં તેની પહેચાન એક મોટા ઉદારમતવાદી રાષ્ટ્ર તરીકેની છે. આ દેશમાં ગર્ભપાત,વેશ્યાવૃતી (prostitution) અને સ્વૈચ્છીક મૃત્યુ (euthanasia) કાયદેસર છે. તેની નશીલી દવાઓ અંગેની નીતી પ્રગતીશીલ છે.સને ૨૦૦૧ની સાલથી તે વીશ્વનો પ્રથમ દેશ છે જ્યાં સજાતીય સંબંધોને કાયદેસરની માન્યતા  આપેલી છે. દારૂબંધી નામની નથી.

નેધરલેંડસ યુરોપમાં યુરોપીયન યુનીયનની( ઇ યુ) સ્થાપના કરનાર આધ્યસ્થાપક દેશ છે. આ ઉપરાંત જી–૧૦, વર્લડ ટ્રેડ ઓરગેનાઇઝેશન ( ડબલ્યુ ટી ઓ), વી. નો પણ ફાઉન્ડર મેમ્બર છે. આ ઉપરાંત તેના પાટનગર હેગમાં આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટીસ જેવી પાંચ વૈશ્વીક સંસ્થાઓનું હેડક્વાટર્સ આવેલું છે. નેધરલેંડનું પાટનગર હેગ આમ :વૈશ્વીક ન્યાયતંત્રનું પાટનગર પણ બની ગયું છે.

 

 

 

--

Sunday, February 12, 2017

ચાર્લસ ડાર્વીનો ઉત્ક્રાંતીવાદ.

ચાર્લસ ડાર્વીનનો ઉત્ક્રાંતીવાદ–

ઉત્ક્રાંતીવાદના આધ્યસ્થાપક ચાર્લસ ડાર્વીનનો જન્મ સને ૧૮૦૯ના ૧૨મી ફેબ્રુઆરી ના રોજ થયેલો હતો. તે  દીવસ આકસ્મીક રીતે અમેરીકામાં ગુલામી નાબુદી કરનાર ક્રાંતીકારી રાષ્ટ્રપ્રમુખ અબ્રહામ લીંકનનો પણ જન્મ દીવસ છે.

ઉત્કાંતીવાદ શું છે? તે સમજાવે છે કે કોઇપણ પ્રાણી વર્ગ, જાતી વીશેષ માનવજાત સમેતનું કોઇ ખાસ સર્જનના ફળસ્વરૂપે અસ્તીત્વમાં આવેલ નથી. કીંતુ તે કોઇને કોઇ પ્રકારના આગોતરા–પ્રાથમીક કે સાદા સ્વરૂપમાં થયેલ ક્રમીક વીકાસને પરીણામે આજની વર્તમાન સ્થીતીએ પહોંચી શક્યો છે– એવો સીધ્ધાંત કે વાદ એટલે ઉત્ક્રાંતીવાદ. ઉપરના વાક્યો એમ સુચવે છે કે  સમગ્ર સજીવ સૃષ્ટીનું સર્જન કોઇ ઇશ્વરી પરીબળની ખાસ ઇચ્છા કે હેતુ નું પરીણામ નથી. દરેક સજીવનું અસ્તીત્વ અને વીકાસ ક્રમશ, તબક્કાવાર થયેલ છે. ડાર્વીન વીશ્વનો એવો પ્રથમ જીવવૈજ્ઞાનીક હતો કે જેણે જૈવીક ઉત્કાંતીના નીયમો શોધી કાઢીને આ ક્રમીક વીકાસ સમજાવ્યો છે. આ નીયમોને કુદરતીપસંદગીના નીયમો(Laws of Natural selection) તરીકે ઓળખવામાં આવે છે.

કુદરતી પસંદગીના નીયમો એટલે શું? ડાર્વીનના મત મુજબ આ નીયમો પાંચ છે.

(૧) સજીવ ઉત્ક્રાંતી એ હકીકત છે. દરેક જૈવીક સજીવોનો જન્મ અને વીકાસ કોઇ ગણીતના ચતુષ્કોણ,વર્તુળ, કાટખુણો કે ત્રીકોણની માફક બીબાઢાળ થયો નથી. પણ તે એક સજીવ જાતીમાંથી બીજી જાતીમાં ફેરફાર થઇને થયેલ છે.

(૨)સજીવ જાતીઓમાં ગણીતક વૃધ્ધી માતૃ સજાતીમાંથી વીભાજન ફુલની કળી કે મા– દીકરીની માફક વારસાગત લક્ષણો ચાલુ રાખીને થાય છે.

(૩) કુદરતી પસંદગી; દરેક માદા જૈવીક અસ્તીત્વના સંઘર્ષમાં ટકી શકે તેના કરતાં ઘણા વધારે પોતાના બચ્ચા પેદા કરે છે. તેથી દરેક પેઢીમાં ખુબજ ઓછા સજીવો,જે વારસાગત આનુવંશીક લક્ષણો સાથે બહારના વાતવરણમાં ટકી શકે તેવા ફેરફારો કરીને બીજી પેઢીને જન્મ આપે છે. નવી પેઢીના વીશીષ્ટ લક્ષણો પોતાની જુની પેઢીના સામાન્ય લક્ષણોથી જુદા હોય છે.

(૪) જૈવીક ઉત્ક્રાંતીમાં સજીવ જાતીઓ– પ્રજાતીઓમાં ફેરફારો ક્રમશ આપણે વીચારી પણ ન શકીએ તેટલા લાંબા સમય બાદ થતા હોય છે. જૈવીક ફેરફારો ક્યારેય એકાએક,આકસ્મીક કે પ્રાસંગીક બનતા નથી.

(૫) સમાન વારસો(Common descent) –તેથી દરેક વર્તમાન સજીવોનો વારસો એક જ છે. તે બધાજ સજીવો એક જ પુર્વજ કે વડવાઓમાંથી ઉતરી આવેલા છે.

   ચાર્લસ ડાર્વીને જૈવીક ઉત્ક્રાંતીના જુદા જુદા ફાંટાઓ– વીભાગો શોધી કાઢયા. એટલું જ નહી પણ દરેક સજીવ જાતીને બીજી સજીવ જાતીની ઉત્ક્રાંતીના સીધ્ધાંત મુજબ શું સંબંધ તે શોધી કાઢયું છે. આ વીભાગીય સજીવ જૈવીક જાતીઓના દરેક ફાંટા એક બીજાની સાથે કેવી રીતે જોડાયેલા છે તે પણ શોધી કાઢયું. છેલ્લે તેણે આ પૃથ્વી પરની દરેક સજીવ જાતીનું મુળ એક કોષી જીવમાં હતું તે શોધી કાઢયું. આમ ડાર્વીને જીવવીજ્ઞાનમાં જૈવીક ઉત્કાંતી નામની નવી જ્ઞાનશાખાની શોધ કરી.આ જ્ઞાનની નવી શાખાની શોધની વ્યાપક અસરો જીવવીજ્ઞાનના ક્ષેત્રની બહાર પણ ઘણીજ અસરકારક પેદા થઇ છે.

ડાર્વીને વીજ્ઞાનમાં એતીહાસીક સંશોધનોને આધારે ભૌતીકશાસ્ર કે રસાયણશાસ્રની પ્રયોગશાળાની બહાર પણ વૈજ્ઞાનીક સત્ય શોધી શકાય છે તેવા નવા જ્ઞાનનો વીષય શોધી કાઢયો છે. ઉત્ક્રાંતીવાદે જે પ્રસંગો, બનાવો, હકીકતો કે પ્રક્રીયાઓ હજારો લાખો વર્ષો પહેલાં બની ગયા છે તે સમજાવવાની કોશીષ વૈજ્ઞાનીક પ્રયોગશાળાની બહાર પણ આધારભુત જૈવીક પણ ભૌતીક નમુના એકત્ર કરીને સાબીત કરી.

     આ કુદરતી પસંદગીના સીધ્ધાંતની ક્ષમતા (પોટેન્સાયાલીટી) એટલી બધી છે કે  જો કુદરતી વાતાવરણમાં  ફેરફારો થાય ( દા;ત ઠંડા પ્રદેશોના સજીવોને ગરમ પ્રદેશોમાં જીવવું પડે તેવા સંજોગો પેદા થાય) તો એક પેઢીની જાત તેની બીજી નવી આવનારી પેઢીથી પણ જુદી પડે અથવા તો તે નવી પેઢી નવા વાતવરણને અનુકુળ આનુવંશીક (જેનેટીકલ)જરૂરી નવા ફેરફારો સાથે જ જન્મે. પૃથ્વી પર જે જૈવીક જાતીઓમાં ફેરફારો થયા છે તે કોઇ પુર્વઆયોજીત નથી. પરંતુ તે બધા ફેરફારો આડાઅવળા(રેન્ડમ), કે જૈવીક જરૂરીયાતમાંથી અથવા બંનેના સંમીશ્રણની સંયુક્ત પેદાશ છે.અ બધી હકીકતો ડાર્વીને સને ૧૮૫૯માં પ્રકાશીત કરેલા પુસ્તક 'ઓરીજનઓફ સ્પીસીસ' માં વીગતે કરી છે.સદર સીધ્ધાંતની સત્યતાને આધારે આશરે ૮૦ વર્ષ પછી સને ૧૯૪૦માં આપણે ડી એન એ શોધી શક્યા છીએ. ઉત્ક્રાંતવાદના નીયમોનું કોઇ હ્રદય હોય તો તે ડી એન એ છે.

    ડાર્વીનના જીવ ઉત્પતીના આ ધર્મનીરપેક્ષ ખ્યાલે (સીક્યુલર વે ઓફ લાઇફ) બધાજ ધર્મોએ પોતાના ધર્મપુસ્તકોમાં લખેલા જીવઉત્પતીના અને માનવીય સર્જનના દાવાઓને બીલકુલ ખોટા, વાહીયાત અને પોકળ એટલે કે વાત્સવીક પુરાવા વીનાના સાબીત કરી દીધા.તેના ઉત્ક્રાંતીવાદે પૃથ્વી પરની સમગ્ર સજીવ ઉત્પતીને વૈજ્ઞાનીક આધાર આપ્યો. ટુંકમાં એક જૈવીક વંશમાંથી સમગ્ર જગત પેદા થયું છે તેવો ધર્મના આધાર સીવાયનો સીધ્ધાંત શોધનાર ડાર્વીન પ્રથમ વૈજ્ઞાનીક હતો.આ ઉત્ક્રાંતી પ્રક્રીયાનો વીકાસ ક્રમશ; હજારો નહી પણ લાખો વરસથી થતો આવ્યો છે. આ જીવવીકાસની સાંકળ કોઇ જગ્યાએથી તુટેલી કે વેરણછેરણ થયેલી નથી. આ ઉત્ક્રાંતીનું કારણ ઉપર ચર્ચા કર્યા મુજબનો ડાર્વીનનો કુદરતી પસંદગીનો સીધ્ધાંત છે.

વૈજ્ઞાનીક તત્વજ્ઞાનની મુડીમાં ઉત્ક્રાંતીવાદનો ક્રાંતીકારી અપરીવર્તનશીલ પ્રદાન–

ડાર્વીનના આ કુદરતી પસંદગીના સીધ્ધાંતની શોધ પહેલાં આશરે ૨૦૦૦ વર્ષ સુધી ગ્રીક, ભારતીય તત્વજ્ઞાન અને૧૮મી સદીના સ્કોટલેંડના ફીલોસોફર ડેવીડ હ્યુમ(૧૭૧૧–૧૭૭૬) સુધી માનવજાત તમામ જૈવીક સર્જનનોને ઇશ્વરી દેન સમજીને દરેક કુદરતી ઘટનાઓનું મુલ્યાંકન કરતી હતી.આવા તત્વજ્ઞાનમાં સત્યના બે ભાગ પાડવામાં આવતા હતા. એક ભૌતીક પદાર્થ (Matter)અને બીજું આત્મા(Spirit). ડાર્વીને પોતાના ઉત્ક્રાંતીવાદના તારણોમાં સાબીત કર્યું કે બધાજ સજીવો ફક્ત એકજ ભૌતીક પદાર્થમાંથી બનેલા છે. ભૌતીકતામાં કશું આધ્યાત્મીક કે અશરીરી હોતું નથી. માનવ શરીર અને તેના મગજમાં રહેલું મન પણ ભૌતીક શરીરનો એક ભાગ જ છે.(The mind is a part of body because it does not exist without body).શરીરના બીજાઅંગો જેવાકે હ્ર્દય, ફેફસાં, મુત્રપીંડ,અને જઠરની જેમ માનવ મગજ પણ સજીવ ઉત્ક્રાંતીની માફક ક્રમશ વીકસેલું છે. તેમાં કશુ બહારથી ( ઇશ્વ્રરદ્રારા) કે કોઇ બાહ્ય અશરીરી પરીબળ દાખલ કરવામાં આવતું નથી. તે જમાનાની દ્રષ્ટીએ ડાર્વીનનું આ તારણ ખુબજ ધાર્મીક અને સામાજીક રીતે ઘણું જ સ્ફોટક હતું. તેના પરીણામોની શું અસર થશે તેની ગંભીરતાની ડાર્વીનને પુરી માહીતી હતી. તેથી ડાર્વીને પોતાનું પુસ્તક ' ઓરીજીન ઓફ સ્પીસીસ' સને ૧૮૩૯માં સુંપુર્ણ પ્રકાશીત કરીને બહાર પાડી શકાય તેમ હતું તેમ છતાં તેણે ઘણા મનોમંથન પછી વીસ વર્ષ પછી સને ૧૮૫૯માં બહાર પાડયું.  

 આ વીશ્વની માનવ જીવન સાથેની દરેક ઘટનાઓ પુર્વનીર્ણીત છે( Predetermine) તે સત્યને ચાર્લસ ડાર્વીને પોતાના ઉત્ક્રાંતીવાદના નીયમોના આધારે પડકાર્યું. ડાર્વીનના સંશોધનોએ સાબીત કર્યુ કે હવે આ પૃથ્વી પર કોઇ સર્જનહાર કે ઇશ્વરની જરૂર નથી. ખરેખરતો તે પહેલાં પણ ન હતી. સમગ્ર સજીવ સૃષ્ટીનું સર્જન ઇશ્વરી શક્તીનું પરીણામ છે તેવા ખ્યાલની બાદબાકી થતાં જ જ્ઞાન–વીજ્ઞાનના દરેક ક્ષેત્રોમાં હકારાત્મક રીતે કુદરતી પરીબળોને સમજવાનું અને તે જ્ઞાન આધારીત સમજાવવાનું સંશોધનાત્મક પ્રવૃત્તીઓ દુનીયાના ખુણે ખુણે વીસ્તરતી ગઇ. ડાર્વીનના ભૌતીક્વાદી તત્વજ્ઞાને વીશ્વના સર્જનમાંથી ઇશ્વરની બાદબાકી કરીને માનવીને તેના કેન્દ્રમાં મુકી દીધો.

     આધુનીક સમયકાળ પર ડાર્વીના વીચારોની અસર–

૧૮મી અને ૧૯મી સદીના માનવીની આ વીશ્વને સમજવાની દ્રષ્ટી કરતાં ૨૧મી સદીના માનવીની જગતને સમજવાની દ્રષ્ટી બીલકુલ જુદી છે. સામાન્ય રીતે તેનું કારણ ટેકનોલોજી અને ડીજીટલ શોધોની અસરો જવાબદાર છે. પરંતુ આ ફેરફારો ડાર્વીનના વીચારો અને વૈજ્ઞાનીક તારણોનું પરીણામ છે તેવું બહુ ઓછા માણસોને ખબર છે.ડાર્વીનના ઉત્ક્રાંતીવાદના વીચારોની અસરે માનવીને જ પોતાના ભાગ્યનો વીધાતા બનાવી દીધો છે.માનવ માત્ર એક જાતી(સ્પીસી) છે. કોઇ આફ્રીકન, અમેરીકન, યુરોપીયન,એશીયન વંશીય રીતે જુદા જુદા છે તે માન્યાતાને આધાર વીહીન સાબીત કરી દીધી. કાળા, ગોરા, ઉંચાઇમાં લાંબા કે ટુંકા, સ્રી કે પુરુષ બધાજ જેવીક રીતે બીલકુલ જુદા નથી. તેથી એક છે તે સત્યને બહાર લાવવાનું કામ ડાર્વીનના ઉત્ક્રાતીવાદે કર્યું છે.માનવીય વંશીતા તે એક જેવીક ઉત્ક્રાંતીની સામાન્ય વંશીતાનો એક ભાગ છે તેવું સાબીત થતાં જ ધર્મોએ માનવીને બીજા પ્રાણીઓની સરખામણીમાં આપેલા વીશીષ્ટ્ટ સ્થાનની અપ્રસતુતા સાબીત થઇ ગઇ.

ડાર્વીને તેનું બીજું જગવીખ્યાત પુસ્તક'ડીસેન્ટ ઓફ મેન'સને ૧૮૭૧માં પ્રકાશીત કરેલું. તેમાં ડાર્વીને  માનવ ઉત્ક્રાંતી કેવીરીતે અન્ય સજીવ પ્રાણીઓની સરખામણીમાં સમાન હોવા છતાં કેવી રીતે વીશીષ્ટ છે તે સમજાયું છે. તેમાં કશું દૈવી કે અલૌકીક નથી.પણ જૈવીક જગતના અન્ય પ્રાણીઓની સરખામણીમાં માનવીની બુધ્ધીમતા ( ઇન્ટેલીજન્સ) સર્વશ્રૈષ્ઠ છે તે સાબીત કર્યુ છે.માનવી ફક્ત એક એવું જૈવીક એકમ છે જે ભાષા,વ્યાકરણ અને વાક્ય રચના બનાવવાની કળા લાંબા ઉત્ક્રાતીવાદના સંઘર્ષ પછી ક્રમશ: રીતે વીકસાવી શક્યું છે. ઉંચી બુધ્ધીશક્તી, ભાષા અને લાંબા સમય સુધી પોતાના બાળકોની મા–બાપ તરીકે સારસંભાળ લેવાના જૈવીક લક્ષણોને કારણે માનવજાતે તેની સમગ્ર સંસ્કૃતી પેદા કરી છે. તેને કારણે માનવ જાતે સમગ્ર વીશ્વ પર બીજા અન્ય શારીરીક રીતે શક્તીશાળી સજીવો કરતાં પોતાનું પ્રભુત્વ મેળવેલું છે અને ટકાવી રાખ્યું છે.

 ડાર્વીને જેમ શરીરમાંથી ચેતના, આધ્યાત્મીક્તા, કે આત્મા વગેરેના અસ્તીત્વને ફગાવી દીધા તેવીજ રીતે માનવ માનવ વચ્ચેના એક બીજાના નૈતીક વ્યવહાર માટે પુર્વજન્મ. પાપ, પુન્ય, સ્વર્ગ, નર્ક, જન્નત, દોજખ, મોક્ષ,મુક્તી વી, ધાર્મીક ખ્યાલોને તરંગી અને કાલ્પનીક સાબીત કરી દીધા. માનવીય નૈતીકતાના ખ્યાલને તેણે ઐહીક, દુન્યવી, આ જીવન માટે સુખ મેળવવાનો બનાવી દીધો.માનવીય નૈતીકતાના આધારને ધર્મનીરપેક્ષ કે નીરઇશ્વરવાદી બનાવી દીધો. જો માનવ ઉત્ક્રાંતીવાદ પ્રમાણે ઇશ્વરી સર્જન ન હોય તો સમાજમાં એકબીજા સાથે માનવીય સંબંધો વીકસાવવા કે ટકાવવા માટેની નૈતીકતા કેવી રીતે ઇશ્વરી કે ધાર્મીક હોઇ શકે? અન્ય સજીવોની માફક માનવીએ પોતાના માટે સારૂ શું કે ખોટું શું (વીવેકબુધ્ધી, રેશનાલીટી) તે અસ્તીત્વ ટકાવી રાખવાના સંઘર્ષમાંથી (સ્ટ્રગલ ફોર એક્સીસ્ટન્સ) શીખ્યો છે. તેના જેવા બીજા અન્ય માનવીઓના સહકારથી તે વીઘાતક કુદરતી પરીબળો તેમજ તેના કરતાં બાહુબળમાં વધુ શક્તીશાળી પ્રાણીઓ સામે કેવી રીતે જીવવું તે પણ શીખી ગયો હતો. કુટુંબ, ટોળી, કબીલો,સમાજ અને રાજ્ય– રાષ્ટ્ર માનવીના અસ્તીત્વ ટકાવી રાખવા માટેના નૈતીક વલણો કે નીર્ણયોનું જ સર્જન છે. ( આજે વાસ્તવીક્તા એ છે કે આ બધા સામુહીક એકમોએ પોતાના સ્વાર્થ માટે માનવીને તે બધાનો ગુલામ બનાવી દીધો છે.) અસ્તીત્વ ટકાવી રાખવાની જીજીવીષા (અર્જ ટુ એક્સીસ્ટ) એ તેને પોતાના સ્વાર્થનું ઉર્ધ્વગમન (ઉચ્ચ સામાજીક સ્વાર્થમાં રૂપાંતર) કરી બીજા સાથી માનવો સાથે સહકાર ભર્યુ વર્તન કરવા મજબુર કર્યો. આવા કુટુંબોની રચના અન્ય સજીવો જેવાકે હાથી, સીંહ, કીડી, મધમાખી વગેરે પણ પેઢી દર પેઢી કરતા આવ્યા જ છે. તે ફક્ત ઉત્ક્રાંતીની માનવી માટેની દેન નથી.  ડાર્વીને આવા માનવીના નૈતીક વલણ માટે શબ્દ વાપર્યો છે' પ્રબુધ્ધ સ્વાર્થ' (એનલાઇટેડ સેલ્ફ ઇન્ટરેસ્ટ).

અંતમાં આપણે કહી શકીએ કે ડાર્વીનના ઉત્ક્રાંતીવાદે બધાજ સજીવોનો સામાન્ય જૈવીક વારસો, ક્રમશ: ઉત્ક્રાંતી, કુદરતી પસંદગીનો સીધ્ધાંત જગત સમક્ષ મુકી, નવી રીતે વીચારવા આપણને સક્ષમ કર્યા છે. તેણે ઉત્ક્રાંતીનો સીધ્ધાંત આપી જગતના સર્જનને ઇશ્વરની મદદ વીના આપણને સમજાવ્યું છે. સમગ્ર વીશ્વ અને તેમાં વસતી માનવજાત  કાયમ માટે ચાર્લસ ડાર્વીનનું જ રૂણી રહેશે........................  બીપીન શ્રોફ પ્રમુખ, ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસોસીયેશન.     ......................................................................................................

 

 

   

 

 

.

 

 

 


--

Friday, February 10, 2017

ચાર્લસ ડાર્વીનના જન્મ(૧૨–૨–૧૮૦૯) દીવસ ૧૨મી ફેબ્રુઆરીની વીશ્વ વ્યાપી ઉજવણી.ચાર્લસ ડાર્વીનના જન્મ(૧૨–૨–૧૮૦૯) દીવસ ૧૨મી ફેબ્રુઆરીની વીશ્વ વ્યાપી ઉજવણી.

૧૨મી ફેબ્રુઆરી સને ૧૯૦૯માં જગતે ડાર્વીનની એકસોમી જન્મ શતાબ્દી તથા તેના પુસ્તક' ઓરીજન ઓફ સ્પીસીસ'(પ્રકાશીત વર્ષ ૧૮૫૯)પચાસમી જન્મ જયંતી ઉજવી હતી. ત્યાર બાદ આ દીવસને સમગ્ર વીશ્વમાં ડાર્વીનના વીજ્ઞાનના વીકાસમાં ફાળા તરીકે ' ડાર્વીન્સ ડે' તરીકે ઉજવવામાં આવે છે.સને ૧૯૦૯માં વીશ્વના ૧૬૭ દેશોના ૪૦૦ વૈજ્ઞાનીકો ઇગ્લેંડમાં લંડનમાં આવેલી ક્રેમબ્રીજ યુનીર્વસીટીમાં ડાર્વીનના ઉત્ક્રાંતીવાદના સીધ્ધાંતોને આધારે થયેલી તાજેતરની વૈજ્ઞાનીક શોધખોળોનું મુલ્યાંકન કરવા એકત્ર થયા હતા.તે જ દીવસે અમેરીકામાં'ન્યુયોર્ક શહેરમાં આવેલા અમેરીકન મ્યુઝીયમ ઓફ નેચરલ હીસ્ટ્રીમાં અમેરીકન એકેડેમી ઓફ સાયન્સ તરફથી ડાર્વીનની કાંસાની અર્ધપ્રતીમા(હાફબસ્ટ સ્ટેચ્યુ )મુકવામાં આવી હતી. આ બંને સ્થળોએ ખુબજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ત્યારબાદ સને ૧૯૫૯માં પુસ્તક " ઓરીજન ઓફ સ્પીસીસ" એકસોમી જન્મ જયંતી વીશ્વભરમાં ઉજવવામાં આવી હતી. છેલ્લે સને ૨૦૦૯માં વીશ્વમાં ઠેર ઠેર ડાર્વીનના ૨૦૦મા જન્મ દીવસ અને 'ઓરીજીન ઓફ સ્પીસીસ' પુસ્તકની ૧૫૦મી જન્મ્ જયંતી ઉજવવામાં આવી હતી. વીશ્વ ફલક પર આવી ઉજવણી ભાગ્યેજ કોઇ વીશ્વ વીભુતીની અને તે પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર નીયમીત રીતે પ્રતીવર્ષે ભાગ્યેજ ઉજવાતી હશે.

 હજુ ચાર્લસ ડાર્વીનના જન્મ દીવસ ૧૨મી ફેબ્રુઆરી ને આવવાની ચારેક દીવસની વાર છે. તેમ છતાં તારીખ ૬ઠ્ઠી ફેબ્રુઆરીથી વીશ્વના બૌધ્ધીક જગતે આખું અઠવાડીયું ૧૨મી ફેબ્રઆરી સુધી કેવી રીતે ઉજવવા માંડયું છે તે જોઇએ.

(૧) ન્યુયોર્ક અમેરીકામાં કોએલીશન ઓફ રીઝન નામની નીરશ્વ્રરવાદી સંસ્થાએ તારીખ ૮મી ફેબ્રુઆરીના રોજ ' બૌધ્ધીક જ્ઞાન સાથે ગમ્મત– ઉત્ક્રાંતીનો દેવ ડાર્વીન' (Evolution of God) રાખી હતી.એક અઠવાડીયા સુધી ઉત્ક્રાંતીના વીષય પર પ્રવચનો ને વીડીયો ફીલ્મ બતાવવાનું આયોજન કરેલું છે.

(૨) કેલીફોર્નીયા–અમેરીકામાં આવેલ લારન્સા શહેરમાં' કીટીઓન પ્લેનીટોરીયમ કમ ઓબર્સવેટરીમાં ડાર્વીનના કુદરતી પસંદગીના સીધ્ધાંત ( Laws of Natural selection) પર એક ડોક્યુમેન્ટરી ફીલ્મ તથા આકાશદર્શન તથા અવકાશમાં કેવીરીતે ચાલી શકાય,વી. કાર્યક્રમો રાખવામાં આવેલા છે.

 (૩) યુનાઇટેડ કીંગ્ડમ (બ્રીટન)માં શ્રેવસબરી ( Shrewsbury) શહેરમાં તારીખ ૯મીથી ૨૩મી ફેબ્રુઆરી સુધી જે શહેરની સાથે ડાર્વીનના ભુતકાળની યાદો જોડાયેલી છે ત્યાં ખુલ્લા મેદાનમાં ડાર્વીનના ઉત્ક્રાંતીવાદના ઐતીહાસીક વારસાના વીશાળ ૪૦ ફોટોગ્રાફ્સ પ્રજાશીક્ષણ માટે મુકવામાં આવ્યા છે.જેમાં માનવીને આધુનીક મંઝીલ સુધી લઇ જનાર ટેકનોલોજી, સામાજીક ફેરફારો, વેજ્ઞાનીક શોધખોળો અને ઐતીહાસીક ઘટનાઓ પ્રદર્શીત કરવામાં આવી છે.

 

(૪) રશીયન ફેડરેશનના શહેર , Ulyanovsk, 432027 Russian Federation

     ૯ અને ૧૦ ફેબ્રુઆરીના રોજ શૈક્ષણીક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. ડાર્વીનના પુસ્તક 'ઓરીજન ઓફ સ્પીસીસ' ની બીજા અન્ય શૈક્ષણીક વીષયો પર શું અસર પડી છે તેના ચર્ચા રાખી છે.ગ્લોબલ સાયન્સ સોસાયટી દ્ર્રારા ડાર્વીનના તત્વજ્ઞાનથી ઇતીહાસની પુ;ન રચના કેવીરીતે થઇ તે વીષે પ્રદર્શન સહીત સેમીનારનું આયોજન  કરેલ છે.

બીજારશીયન શહેરમાં Тольятти, Russian Federation " Who was the grandmother of a crocodile?" Hour of knowledge «In the footsteps of Charles Darwin»/ . આ બે વીષયોપર સેમીનારનું આયોજન કરેલ છે.

(૫) યુનીવર્સીટી ઓફ ટેક્ષાસ(અમેરીકા)માં ૯મીઅને ૧૧મી ફેબ્રુઆરીના રોજ 'ડાર્વીન ડે સેલીબ્રેશન રાખવામાં આવ્યું છે.

(૬) L.I.T.C. Russian-English Private School

340-342 Agiou Andreou str.,, Limassol , Limassol 3035 Cyprus

ઉપરની સ્કુલમાં ૯મી ફેબ્રુઆરીના રોજ પૃથ્વી સીવાયના બ્રહ્માંડમાં આપણા જેવું જીવન શક્ય છે? તે વીષય પર પરીસંવાદ રાખવામાં આવ્યો છે.કેવા વીષયો પસંદ કર્યા છે તે માણવા ભાવાનુવાદને બદલે અંગ્રેજીમાં સમજીએ.

(1)   Weight and pressure conditions on celestial bodies suitable for the existence of life.

 

     (2) Thermal conditions on celestial bodies suitable for life.

 

     (3)Detecting of life and extraterrestrial mind with the help of electro-       magnetic .

 

    (4) BBC Documentary "  Charles Darwin and the tree of life".

 

(૭) દુરહામ રીસર્ચ સેન્ટર, ઓમાહા શહેર નેબ્રાસ્કા, યુએસએ, પોતાનો ૧૮મો 'રીઝન ડે' ઉજવે છે.૯મી ફેબ્રુઆરીએ તેઓ, જેમાં દસ લાખ વર્ષો પહેલાં ડીનોસર જેવા પ્રાણીઓના નાશ કેવી રીતે થયો અને તેના પરીણામો કેવા આવ્યા તેની ચર્ચા ૯મી ફેબ્રુઆરીએ રાખી છે. વીષયનું નામ અંગ્રેજીમાં ' Our lost world ; The causes and consequences of the loss of  Dinosaurs before one million years.

 

(૮) બ્રીજવોટર સ્ટેટ યુનીવર્સીટી, મેસેચ્યુટસ સ્ટેટ યુએસએમાં ડાર્વીન ડે– ૧૦મી ફેબ્રુઆરીને દીવસે વીધ્યાર્થીઓ અને સ્ટાફ નેચરલ હીસ્ટ્રી અને એનથ્રોપોલોજીના ( માનવશાસ્ર)  તૈયાર કરેલ જુદા જુદા નમુના યુનીવર્સીટી કેમ્પસમાં દરેક ફેકલ્ટી નજીક તૈયાર કરેલ જુદા જુદા બુથો દ્રારા વીધ્યાર્થીઓને સમજાવશે.

(૯) એલેકઝેંડ્રીયા ફ્રી થીંકરર્સ, લુઝીયાના સ્ટેટ યુની, લુઝીયાનાસ્ટેટ યુએસએમાં ડાર્વીન ડે ૧૦મી ફેબ્રુઅઅરીના રોજ ઉજવશે. જુનીયર–સીનીયર હાઇસ્કુલના વીધ્યાર્થીઓને અશ્મીઓના નમુનાને આધારે ઉત્ક્રાંતીવાદ સમજાવશે.

(૧૦) ૧૦મી ફેબ્રુઆરીના રોજ ઓસ્ટ્રલીયામાં આવેલ ચાર્લસ ડાર્વીન યુની. માં ' થીયેરી ઓફ ઇવોલ્યુશન' પર આધુનીક જ્ઞાન આધારીત નવેસરથી વીચાર કયા કયા મુદ્દા ઉપર થઇ શકે તેની ચર્ચા કરવામાં આવશે.

(૧૧)  નેચરલએન્ડ કલચરલ હીષ્ટ્રી–યુજેન ઓરગાઉન સ્ટેટ યુએસએમાં ૧૦મી ફેબ્રુઆરીના રોજ જ્વાળામુખીની નીચે દબાઇ ગયેલ પ્રાણીઓના જાતીઓના અશ્મીઓની, તે સમયનું ભૌગોલીક અને કુદરતી વાતવરણ વી.ની સ્લાઇડો બતાવીને ઉત્ક્રાંતીવાદની સમજ આપવામાં આવશે.

(૧૨)  બ્રીટીશ હ્યુમેનીસ્ટ એસો. દ્રારા પ્રતીવર્ષે સને ૨૦૦૩થી લંડનમાં ૧૨મી ફેબ્રઆરીના રોજ ચાર્લસ ડાર્વીનના જીવન તથા કુદરતી પસંદગીના સીધ્ધાંતને આધારે ઉત્ક્રાંતીવાદની ઉજવણી થાય છે. વીશ્વભરમાંથી આશરે ૧૦૦૦ કરતાં પણ વધારે માણસો ૧૫ પાઉન્ડની ટીકીટ( જે બધી જ અગાઉથી વેચાઇ જાય છે) વેચાતી લઇને સાંભળવા તથા જોવા આવે છે.આ વીષય પર યુ કેમાં આ મોટી ઘટના ગણાય છે.

ડાર્વીન્સ ડે લગભગ વીશ્વના દરેક વીકસીત દેશના જુદા જુદા શહેરોની યુનીવર્સીટીઓ અને નેચરલ હીસ્ટોરીકલ મ્યુઝીયમો ઉજવાય છે. ટોકીયો, જપાન, ટોરંટો કેનેડા, સ્ટોકહોમ સ્વીડન, નેધરલેંડ, જર્મની, ન્યુઝીલેંડ, બ્રાઝીલ વગેરે દેશોમાં નીયમીત રીતે ઉજવાય છે. અમેરીકાના તો બાવન રાજ્યોમાંના દરેક મુખ્ય શહેરોમાં આ દીવસ નીયમીત રીતે ઉજવાય છે.

ફક્ત ભારત, બંગ્લા દેશ, પાકીસ્તાન અને બધાજ આરબ દેશોમાંથી કોઇપણ દેશમાં ડાર્વીન કોણ હતો, તેની ઉત્ક્રાતીવાદ અને કુદરતી પસંદગીના સીધ્ધાંતની થીયેરી શું છે વી. બાબતે સામાન્ય માણસતો ઠીક પણ યુનીવર્સીટી કક્ષાએ પણ શું મહત્વ છે તે ખબર પડતી નથી. શું તેમાં આપણા વૈજ્ઞાનીક પછાતપણાનો જવાબ નથી?( તા.ક. પરમ દીવસે,૧૨મી ફેબ્રુઆરી ને રવીવારે મેં ચાર્લસ ડાર્વીન અને તેના ઉત્ક્રાંતીવાદને ગુજરાતીમાં સમજાવવા માટે એક લેખ તૈયાર કર્યો છે. જે ફેસબુક પર ડાર્વીનને સ્મ્રણાંજલી તરીકે અર્પણ કરીશ.)

 

--

Sunday, February 5, 2017

ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટના બે અઠવાડીયા–

 ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટના બે અઠવાડીયા–

નવા વર્ષની વીસમી જાન્યુઆરીના દીવસે અમેરીકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ બન્યા.  આજે તે હકીકતને બે અઠવાડીયા પુરા થયા છે. ' પુત્રના લક્ષણ પારણામાંથી'ની માફક એક પછી એક  ટ્રમ્પના નીર્ણયોની અસર અમેરીકા દેશમાં તેમજ વીશ્વ ફલક પર આંખે ઉડીને વળગે તેવી દેખાવા માંડી છે. વીશ્વ અને તેમના દેશમાં પણ, માનવ અધીકારો, લોકશાહી મુલ્યો,અખબારી સ્વાયતત્તા,અને અમેરીકામા પ્રવેશ બંધી વગેરે મુદ્દાઓ, બાબતે તેઓએ લીધેલા નીર્ણયોને કારણે જાણે એકદમ રાજકીય અંધાધુધી જેવો મોહોલ પેદા થઇ ગયો છે. તેની સામે વીશ્વના કેટલાક ખાસ દેશોએ ટ્રમ્પના નીર્ણયોને આવકાર્યા છે. જુદા જુદા દેશના વડાઓએ કયા કયા કારણોસર ડોનાલ્ડ ટ્રમ્પ અને તેઓના નીર્ણયોને આવકાર્યા છે તે આપણે સમજી શકીશું તો આપણે નવા અમેરીકાના પ્રમુખને વધુ સરળતાથી ઓળખી શકીશું. તે બધાએ તો ટ્રમ્પના સુરે નાચવાનું શરૂ કરી દીધું છે.

(૧) ફીલીપાઇન્સ, ઇજીપ્ત અને તુર્કી (Turkey), ત્રણેય રાજયોના વડાઓએ ટ્રમ્પ અને રશીયાના પ્રમુખ પુટીનના 'મૈત્રી કરાર'ને  'બીગ બ્રધર'ના સંબંધો ગણીને આવકાર્યા છે. કારણકે સ્થાનીક રીતે આ બધા દેશોના વડાઓને એવું લાગવા માંડયું છે કે માનવ અધીકાર, અખબારી સ્વાતંત્રય, કાયદાના શાસન તથા શરણાર્થીઓના માનવીય હીતોના ઉલ્લંઘનના મુદ્દે તે એકલા જ નથી.

(૨) કમ્બોડીયાના વડાપ્રધાન એસ.હુન. સેન જેણે પોતાના દેશની પ્રજાતથા મીડીયા વી.ને છેલ્લા ત્રીસ કરતાં વધારે વર્ષોથી લોખંડની બેડી નીચે ગુલામ રાખ્યો છે તેણે ટ્રમ્પને ખાસ અભીનંદન પાઠવ્યા છે.

·         (૩) જે પોતાની જાતને 'યુરોપના છેલ્લા સરમુખ્તયાર તરીકે ઓળખાવે છે તે યુરોપના નાના દેશ 'બેલારૂસીઅન' પ્રમુખ એલેકઝેન્ડર લુકાશેનકો જે સને ૧૯૯૪થી સત્તારૂઢ છે તેણે ટ્રમ્પને  આવકાર્યા છે કારણકેપોતાના દેશની પ્રજા માટે કોઇ રાજકીય અને આર્થીક આઝાદી નામ સરખી પણ રાખી નથી.આજ પ્રકારનો હ્રદયનો ઉમંગ ઝીમ્બાવેના પ્રમુખ રોબર્ટ મુગાબે જે વર્ષોથી લશ્કરી સરમુખત્યાર છે તેણે બતાવ્યો છે.

(૪) અરે! વીશ્વમાં સૌથી વધારે મુસ્લીમ વસ્તી ધરાવતા દેશ ઇન્ડોનેશીયા અને તેના પડોશી દેશ મલેશીયા જેની બહુમતી વસ્તી મુસ્લીમ છે, તે બંને દેશોએ અમેરીકન પ્રમુખ ટ્રમ્પના મુસ્લીમ વીરોધી બાનનો વીરોધ કર્યો નથી. આ બંને દેશો માટે એ ભુલવાની જરૂર નથીકે તે દેશોમાં માનવઅધીકારોને સતત ડબાવી દઇને પોતાની સત્તાઓ ટકાવી રાખી છે. તે બંને દેશોને એમ લાગે છે કે નવા પ્રમુખ ટ્રમ્પ સાથે સારા સંબંધો રાખવાથી તેમની આપખુદશાહીને કોઇ મુશ્કેલી પડવાની નથી.

(૫) કુવૈતએ પાંચ આરબ દેશોને વીસા નહી આપવાનો નીર્ણય કર્યો છે, જયારે યુનાઇટેડ આરબ અમીરાતે ટ્રમ્પના પરદેશી વસાહતીઓના પ્રવેશબંધના નીર્ણયને આવકાર્યો છે. જે

પરદેશી નીર્વાસીતો પોતાનાદેશમાં પેદા થયેલા મજબુર સંજોગોને કારણે રાજકીય આશ્રય અમેરીકમાં શોધતા હતા તે બધાનાં ભાવીપર ઘોર નીરાશાના કાળાવાદળો છવાઇ ગયા છે.

(૬) માનવ અધીકારો માટે વૈશ્વીક સ્તરપર સૌથી આધારભુત અને ગૌરવશાળી સંસ્થા 'હ્યુમન રાઇટસ વોચ'એ પોતાના તાજેતરના રીપોર્ટમાં જણાવ્યું છે કે છેલ્લા ૨૭ વર્ષના તેના ઇતીહાસમાં અમેરીકા એક રાષ્ટ્ર તરીકે માનવ અધીકારોના જતન અને સંવર્ધનમાં છેક તળીએ બેસી ગયું છે જેના માટે નવા પ્રમુખ ટ્રમ્પ જવાબદાર છે. હ્યુમન રાઇટ વોચ સંસ્થાના વડા કેનેથ રોથનું તારણ છે કે ટ્રમ્પ એવું માને છે કે અમેરીકના માનવીય સ્વતંત્રતાનો વારસો, અમેરીકન નાગરીકોએ ડોનાલ્ડ ટ્રમ્પને આપેલા જનઆદેશની વીરૂધ્ધ છે. જેને કારણે તેઓએ આપેલા ચુંટણી વચનોને અમલ કરાવવામાં મોડુ થાય છે.

આવા અમેરીકન રાષ્ટ્રપ્રમુખના ફોનથી આપણા વડાપ્રધાન ગેલમાં આવી જઇને ગૌરવ ન અનુભવે અને દેશના નાગરીકો સમક્ષ પોતાનું ગૌરવ (અહમ) ન દેખાડે તો જ નવાઇ કહેવાય!

 

 

 


--