Wednesday, October 30, 2019

એક હતો આલ્બેરકામૂ

એક હતો આલ્બેર કામૂ– (શું ઇશ્વર વીના માનવી સંત બની શકે ખરો? નાસ્તીક સંત બની શકાય ખરૂ?)

આ કામૂ કોણ હતો? પહેલા વિશ્વયુધ્ધ પછી યુરોપીયન સાહીત્યમાં અસ્તીવાદી વૈચારીક ચળવળ ચાલી, તેનો તે અગ્રેસર હતો. તેમાં ઝયાંપોલ સાત્રે,( 1905-1980 ફ્રાન્સ) આલ્બેર કામૂ (1913-1960 જર્મની) ફ્રાંઝ કાફ્કા ( 1883-1924.પોલેંડ) જેવા લેખકો હતા.ઔધ્યોગીક મુડીવાદે જે એકલાવાયાપણાની ( Alienation) પશ્ચીમી સમાજને ભેટ આપી તેના પ્રતીકાર તરીકે જે અસ્તીત્વાદની તરફેણ કરતું સાહીત્ય પેદા થયું તેના તે બધા છડી પોકારનાર હતા. ખાસ કરીને સાત્રેને તો માર્કસના સામ્યવાદી ચીંતનમાં અને સોવિયેત રશીયામાં થઇ રહેલા તેના અમલમાં માનવ જાત માટે બીજો વીકલ્પ દેખાયો હતો. સાત્રે અને કામૂને તો સાહિત્યનું નોબેલ પ્રાઇઝ મળેલું હતું.

પણ આજે મારે વાત કરવી છે આલ્બેર કામૂની.

ગુજરાતી સાહીત્યમાં છેલ્લા સાડા છ વર્ષથી પ્રતી છ માસે એક (પુસ્તક) મેગેઝીન બહાર પડે છે. તેનું નામ છે 'સાર્થક જલસો'. જેની વીગત લેખના અંતે મુકી છે. તેની ટીમના સુકાનીઓ છે ઉર્વીશ કોઠારી, દીપક સોલીયા અને બીરેન કોઠારી. તેના ૧૩મા અંકમાં દીપક સોલીયાએ એક વીચારપ્રેરક લેખ લખ્યો છે. લેખનું ટાઇટલ છે ' આ કામૂ કોણ હતો' ? આ લેખના કુલ ૧૩ પાના મઝાના છે. દરેક પાનાને તેની આગવી વીશીષ્ટતાઓ છે. લેખના લેખક ભાઇ સોલીયાએ જે કામૂના પ્રથમ ફકરામાં જણાવેલ વૈચારીક સંઘર્ષનું નીરૂપણ કર્યું છે તે પોતેજ અતી કામણગારુ છે. તે લખાણ અને તેના લેખકના પ્રેમમાં ના પડી જવાય તો જ નવાઇ! વધુ ચર્ચાને બદલે સીધા આપણે સોલીયાએ કરેલ કામૂના વીચારોની કરેલ આતશબાજીને દીવાળીના દીવસોમાં અચુક માણી લઇએ.

(1) આ એક જુની જાણીતી મુંઝવણ છે કે અન્યાય, શોષણ, કુસંપ, સરમુખત્યારશાહી વગેરે સામે કઇ રીતે લડવું? શાસકો બહેરા હોય ત્યારે તેમને કઇ રીતે જગાડવા? આ માટે મુખ્ય બે રસ્તા વીચારાતા હોય છે. (અ)  ગાંધી માર્ગ જેમાં સત્યાગ્રહથી, સૌમ્ય મક્કમતાથી અન્યાયીઓને ઝુકવવાની નીતી અપનાવાય છે.

(બ) ભગતસીંઘનો માર્ગ, જેમાં બહેરા શાસકોને જગાડવા માટે મોટા ધમાકા કરવામાં આવે છે. આ થઇ સામાજીક મુંઝવણ. આ ઉપરાંત બીજી એક વ્યક્તીગત મુંઝવણ ઘણી જુની અને જાણીતી છે. તે એ છે કે  જીંદગી જો આટલી દુ;ખમય હોય, ગમે ત્યારે મોત ટપકી પડવાની સંભાવના ધરાવતું હોય, સરવાળે માણસ ગાંધી–કૃષ્ણ કે હીટલર સુધ્ધાં હોય તો પણ એમનું જીવનકાર્ય એક હદથી વધુ પ્રભાવ પાડી શકતું નથી. તો પછી સામાન્ય માણસ આ ધરતી પર સતત અસ્તીત્વ ટકાવવાનો કીડાઓ જેવો સંઘર્ષ વેઠીને  છેવટે શો કાંદો કાઢી લે છે? બીજા શબ્દોમાં કહીએ તો શું જીવન સાર્થક છે ખરૂ?

આ બંને મુદ્દે ઉડું ચીંતન કરનાર ૨૦મી સદીના વીચારકનું નામ છે ' આલ્બેર કામૂ'.  પાનુ ...૧.

(2)  એક દીવસ એવું બન્યું કે તેના પીતા સવારે વહેલા ઉઠયા અને નગરમાં એક જણનો શીરચ્છેદ થવાનો હતો એ ઘટનાજોવા ગયા..... આલ્બેરના પીતાએ તે વીધી જોઇ. પછી ઘેર પાછા આવ્યા ત્યારે કશી વાત કરવાને બદલે  એમણે થોડી વાર લંબાવ્યું અને પછી ઉભા થઇને ઉલટી કરી..... કામૂને સમજાયું કે  હીંસામાં કશોક લોચો છે તેનાથી ઉલટી થાય છે....પાનુ. ૨...

(3) શાસક ડાબેરી ( સામ્યવાદતરફી) હોય કે જમણેરી (ધાર્મીક) તે બધાને યેનકેન પ્રકારે  સત્તા મેળવવા– ટકાવવામાં જ રસ છે એવું સમજતાં કામૂએ સામ્યવાદી પાર્ટીનો સાથ તો છોડી દીધો. પરંતુ નૈતીકતા અને રાજનીતી વચ્ચે મેળ કેમ બેસાડવો એ વીશે કામૂનું મંથન જીવનભેર ચાલ્યું.... " કુદરત નીષ્પક્ષ છે. પ્રકૃતીમાં નૈતીકતા નથી. શીષ્ટાચાર નથી.અને સાર્થકતા પણ નથી." કામૂના એક પાત્રે સૃષ્ટી સામે બળવો પોકારવા  તમામ પ્રકારની નૈતીકતા ફગાવીને  બેફામ ક્રુરતાનો માર્ગ અપનાવ્યો. એણે કારણ વીના અનેક લોકોની હત્યા કરાવી... તેનું પાત્ર સંવાદમાં આગળ બોલે છે " ઇશ્વર સમકક્ષ બનવું હોય તો  એક જ રસ્તો છે...એના જેવુ ક્રુર બનવું પડશે... નાટકના અંતે તેજ પાત્ર હળવેકથી બોલે છે ' સાલો ખુનખરાબો પણ ઇલાજ તો નથી જ ' પાન ..૩.

(૪)   જીંદગી પોતે નીરર્થક હોય તો પણ એમાંના સંઘર્ષ માણસને જીવવા માટેનું બળ પુરું પાડે છે...પાન–૪

(૫) અંગત તેમ જ વ્યાપક નીરર્થકતાનો માણસ પર કેવો કેવો પ્રભાવ પડી શકે એ વીશે કામૂએ ખુબ વીચારેલું. અમુક ચોક્ક્સ પ્રકારની નીર્લેપતા ધરાવતો માણસ  કેવો હોઇ શકે  તેની કલ્પના કરીને  કામૂએ બે નવલકથા લખેલી. એમાંની પહેલી હતી ' એ હેપી ડેથ ' એક સુખી મોત ....તેમાંનો હીરો બોલે છે  ' ખુન એ મૌલીક છે કે પ્રેરીત એ બાબતે ભલે અસ્પષ્ટ છે'. એટલું સ્પષ્ટ છે કે આખી વાતમાં નૈતીકતા ક્યાંય નથી આવતી . ખુનનો હીસાબ સાદો છે; સુખી થવા માટે ' જે કરવા જેવું લાગે છે એ માટે પેલો હીરો ખુન કરે છે. તે અમીર બની જાય છે. પૈસાના જોરે ફુરસદ મેળવે છે '....પાન..૫.

(૬) પૈસાના જોરે ખરીદેલા સમયની મદદથી જાત અને જગત સાથેના લાંબા સંઘર્ષને અંતે  હીરો છેવટે સુખેને પામે છે ખરો? પછી એ માંદો પડે છે. અને મરી જાય છે. ઉત્પાતીયા માનવીની માટી છેવટે સ્થીર શાશ્વત માટીમાં મળી જાય છે... પાન.. ૬.

(૭) અ હેપી ડેથની નવલકથાનો હીરો ખુન કરે છે. તેની એક જ રીવોલ્વરની ગોળીએ સામાનું મૃત્યુ થાય છે. પણ થોડીવાર હીરો ઉભો રહી સામાના મૃત્ત શરીર પર બીજી ચાર ગોળીઓ છોડે છે. પછી પાછો સ્વગતોક્તી ( Soliloquy) બોલે છે; " એક ગોળીથી મરેલો માણસ બીજી ચાર ગોળીઓથી 'વધુ' થોડો મરી જવાનો છે."... તેના પર કેસ ચાલે છે. ફરીયાદી વકીલ કોર્ટને સમજાવવાની કોશીષ કરે છે કે ખુની લાગણી શુન્ય રાક્ષસ છે. કારણકે પેલો વકીલ દલીલ કરે છે કે મી લોર્ડ " આ માણસે તેની માતાના મોત સમયે સહેજ પણ લાગણી  નહોતી દર્શાવી! ખુનની ઘટનાને બદલે માતાની અંતીમવીધી વીશે કોર્ટમાં ચર્ચા વધુ થાય છે. છેવટે જજ ચુકાદો આપે છે " જાહેરમાં આ માણસનું માથુ ધડથી અલગ કરી દો..... પાછો તે બોલે છે કે મારી એકલતા ઓછી થાય એટલા ખાતર ઇચ્છું છું કે મને જ્યારે દેહાંત દંડ અપાય ત્યારે બહુ બધા લોકો હાજર રહી અને બરાડી બરાડી ને મને બદદુઆ દે....".. પાન..૭

(૮)આલ્બેર કામૂની એક બીજી વીશ્વવીખ્યાત નવલકથા છે ' ધ આઉટસાઇડર'. આ નવલકથામાં માણસ ટુંકમાં સૃષ્ટીમાં અમથેઅમથું જીવન જીવતો માણસ અમથેઅમથા નૈતીક નીયમોના વર્તુળની બહાર રહીને જીવે તો તેનું જીવન કેવું હોઇ શકે એની ચોંકાવનારી કલ્પના આ નવલકથામાં છે....પાનુ ૮

(૯) તેની બીજી નવલકથાનું નામ છે ' પ્લેગ'. એક ગામમાં પ્લેગ ફાટી નીક્ળે છે. માણસો ટપોટપ મરવા માંડે છે. આખા શહેરને જગતથી વીખૂટું પાડી દેવામાં આવે છે. ન કોઇ શહેરમાંથી બહાર જઇ શકે કે પછી ન કોઇ બહારનો માણસ શહેરમાં આવી શકે! ... ગામનો પાદરી પ્લેગને " માણસોના પાપની ઇશ્વરે ફટકારેલી સજા ગણાવે છે." રોગનો ભોગ સૌથી વધારે ગામના બાળકો બને છે. બાળકો તો હજુ પાપ કરવા જેટલા  મોટા પણ થયા નથી હોતાં તો પછી તેમને ઇશ્વર કયા પાપોની સજા આપતો હશે?  આ સવાલનો જવાબ પેલા પાદરી પાસે નથી. બાળમૃત્યુના મામલે પેલા પાદરીની શ્રધ્ધા સહેજ ડગે છે. અને તે માંદા પડે છે. તેને પ્લેગ થયો નથી. લેખકનો ઇશારો એવો છે કે  પાદરી પ્લેગથી નહી પણ શ્રધ્ધાના મોતથી મૃત્યુ પામે છે. પાનુ..૯

(૧૦) પ્લેગની નવલકથાના હીરોનું નામ છે ટેરો. તે ગામના ડૉ રીઓ ને પુછી નાંખે છે કે હે! ડૉકટર તમે આસ્તીક ન હોવા છતાં કઇ રીતે થાક્યાકંટાળ્યા વીના હોસ્પીટલમાં દર્દીઓની સારવાર બસ કર્યા જ કરો છો? હીરો ટેરોનું માનવું છે કે ઇશ્વરીય આદેશ ધમકી પ્રલોભનો ના નામે ધર્મ માણસને 'સીધો' રાખવા મથે છે. હીરો પોતાના મનમાં વીચારી રહ્યો છે કે " ધર્મને વચ્ચે લાવ્યા વીના સમાજમાં નૈતીકતા જાળવી શકાય?" શું ધર્મ અને ઇશ્વર વીના માણસના હ્રદયમાંથી પ્લેગના રોગ જેવા લોભ– ધીક્કાર– હીંસા દુર કરી શકાય ..ખરા? આપણો હીરો પેલા ડૉ રીઓને પુછી નાંખે છે ' શું ઇશ્વર વીના માનવી સંત બની શકે ખરો? નાસ્તીક સંત બની શકાય ખરૂ? ...પાનુ.૧૦

(૧૧) નવલકથામાં ગામના પ્લેગના રોગથી વ્યથીત માણસો જે બધાએ પોતાના આપ્તજનો ગુમાવ્યા છે. તેઓ વીચારે છે કે તર્કબધ્ધ અને અર્થસભર જીવન જ હોય નહી ( જેમ ગમેતે માણસ પેલા પ્લેગના ભરડાનો ભોગ બની જાય છે) તેનો અર્થ એટલો જ કે માણસના હાથમાં કશું છે જ નહી. આશા રાખવાનો કોઇ અર્થ નથી. માટે આ બધી વાતે ત્રાસેલા લોકો  છેવટે ધર્મને ફગાવી દઇને જલસા અને ઐયાશી પર ઉતરી આવે છે. પાનું.૧૧

(૧૨)કામૂની નવલકથા " ધી રીબેલ' પછી કામૂ અને વીચારક સાર્ત્રે વચ્ચે સાધન અને સાધ્યના મુદ્દે ખુબજ ગંભીર મતભેદો ફ્રાન્સના વીચાર જગતમાં બહાર આવે છે. કામૂ તેમાં ગાંધીજીના પક્ષે રહે છે. સાધ્ય ગમે તેટલું ઉમદા હોય તેમછતાં તે સીધ્ધ કરવા હીંસાને કામૂ વર્જય ગણે છે. કામૂને મન માનવતા પહેલી. ક્રાંતી કે બળવા પાછળનો આદર્શ ભલે ગમે તેટલો ઉંચો હોય ,પણ તેના પાયામાં નીતીમત્તા તો હોવીજ જોઇએ. પનુ. ૧૨..

(૧૩) સાર્ત્રે ઉવાચ– ક્રાંતીકારી સત્તા જો પ્રેસ પર થોડો અંકુશ લાદે, લોકો પાસે  બળજબરીથી મજુરી કરાવે અને જરૂર લાગે તો ફટાફટ  મોતની સજા પણ ફટકારી દે ..તો એમાં ખોટું શું છે? ક્રાંતીને આગળ ધપાવવા આવું બધું કરવું પડે...ક્રાંતીના લડવૈયાઓએ નેતાને અનુસરવું જ રહ્યું....શીસ્ત તો જોઇએ..સાચા ખોટા અંગે  સૌ જાતે જ નીર્ણય લેવા લાગે એ તો કેમ ચાલે? ...પાનું ૧૩.

સૌજન્ય–સાર્થક જલસો–૧૩. તેમાં જુદા જુદા લેખોમાં કેટલાક ' ફીલ્મ હેલ્લારો,( લે. અભીષેક શાહ) હોમાયા વ્યારાવાલા તમારા શું થાય? (પરેશ પ્રજાપતી) જ્યારે અસ્તીત્વની સમગ્ર ચેતના સ્પંદન બનીને  વહેવા માંડે ( આશીષ કક્ક્ડ) મેમરી ટ્રઝર( રજનીકુમાર પંડયા) હોંગકોંગનો સંઘર્ષ( રૂતુલ જોષી), માધવબાગની સભા ખરેખર કેવી હતી ( ઉર્વીશ કોઠારી) છે. સંપર્ક– બુકશેલ્ફ, ૧૬ સીટી સેન્ટર, સ્વસ્તીક ચાર રસ્તા પાસે, સીજી રોડ, નવરંગપુરા, અમદાવાદ–(૩૮૦૦૦૯) ફોન–૦૭૯–૨૬૪૪ ૧૮૨૬.

  


--

Saturday, October 26, 2019

હાઉડી મોદીનો અમેરીકન ડોલર મહારાષ્ટ્ર અને હરીયાણામાં કેમચાલ્યો નહી?


હાઉડી મોદીનો અમેરીકન ડોલર મહારાષ્ટ્ર અને હરીયાણામાં કેમ ચાલ્યો નહી? પેલી કાશ્મીરની ૩૭૦ની કલમનો નાશ અને સ્વરચીત રાષ્ટ્રવાદના વીસા સર્ટીફીકેટ પણ બંને રાજયોના મતદારોને બીજેપીની તરફેણમાં મત આપવા કેમ પ્રેરણાસ્રોત ન બન્યા? મોદીશાહની બેલડીની વીધ્યુતવેગી ચુંટણી સભાઓ કેમ અમને અર્થશાસ્રમાં ભણાવવામાં આવતા Father of Economics- Adam Smithના ' ઘટતી સીમાંન્તતાના સીધ્ધાંત ( The law of diminishing return)નો ભોગ બન્યા.? " જેટલી વધુ ચુંટણી સભાઓ એટલી બીજેપીની ઓછી સીટોની જીત. બંને રાજ્યોમાં તમામ વીરોધ પક્ષોની ચુંટણી લડવા માટેની ગણી ગણાય નહી તેટલી મજબુરીઓ છતાં મતોનો કળશ (કમળ નહી) તે બધાના શીરપર જ કેમ ઢોળ્યો? બીજેપીનું નહી પણ મોદીજીનું અંગત વોટ કેચીંગ મશીન 'વ્યક્તી પુજા' ( Personality Cult) ના અફીણી ઘેનનો જાદુ પેલા ઇવીએમ ચુંટણી મશીનોમાં મતદારોને આકર્ષવામાં કેમ સફળ ન થયો? છેલ્લે ઘણા સમયથી બીજેપીનું રાજકીય પ્રચાર કાર્ડ કાયમ માટે મતદારોની વાસ્તવીક આર્થીક મજબુરીઓ પર હાવી જતું હતું તેમાં કેમ પંચર પડયું? મહારાષ્ટ્રના મરાઠાવાડા, વીદર્ભ, આર એસ એસ ના નાગપુર જેવા વીસ્તારો જેમાં બીગ શોટ નીતીન ગડકરી, વર્તમાન મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડન્વીસ વી. ની ગૃહભુમીમાં તેમના બીજેપીના પ્રધાનો અને વર્તમાન ધારાસભ્યો કેમ હાર્યા?
મોદીજી, સમજીલો કે તમારા નોટબંદી અને કમસમયની અણઘઢ જીએસટીના અમલે તમારી સંપુર્ણ રાજકીય કારકીર્દીની અને તમારા રાજકીય પક્ષના ભવીષ્યની ઘોર ખોદી નાંખી છે. આપ સાહેબ! કેમ હમેંશાં હાર્વર્ડ અને ક્રેમબ્રીજનાના આર્થીક ભારતીય તજજ્ઞનો અને અન્ય બૌધ્ધીકોની સરખામણીમાં કેવા માણસોને પસંદ કરો છો?
જુઓ ભાઇ! વીશ્વના જુદા જુદા દેશોના ટોચના નેતાઓ, તમારા જેવા સમાજ અને વ્યક્તીના આમુલ પરીવર્તનમાં રાજકીય સત્તાના ઉપયોગથી પ્રમાણીક રીતે મથનારઓને મુડીવાદી બજાર વ્યવસ્થાએ ફગાવી દીધા છે.કારણકે તમે બજારના નીયમોની સામે પડેલા છો. જે નગ્ન સત્યને હજુ પણ તમે, તમારી સરકાર અને આર એસ એસના વડા મોહન ભાગવત સ્વીકારવા તૈયાર નથી.
સામ્યવાદના પ્રણેતા કાર્લમાર્કસ, ત્યારબાદ તેના સૈધ્ધાંતીક ચીલે ચાલનાર, લેનીન, સ્ટાલીન, માઉત્સે તુંગ, અને સ્વદેશી અર્થકારણના પ્રણેતા ગાંધીજી વગેરે બજાર વ્યવસ્થાની સામે પડયા તો તે બધા અત્યારે ક્યાં છે?. સામ્યવાદી સોવીયેત સોશીયાલ્સ્ટ રશીયામાંથી ફક્ત રશીયા થઇ ગયુ. ચીને સામ્યવાદ છોડયો અને મુડીવાદ પસંદ કર્યો તો તાકાતવાન બન્યો છે. વીશ્વના શેર બજારોમાં(શેર માર્કેટ) એક સત્ય શાશ્વત છે. " જે બજારની સામે પડે છે તેની કબર પણ શેર બજારનાં પગથીયા નીચે જ બને છે."
તમારા આર્થીક નીર્ણયોથી જે મંદી દેશમાં પેદા થઇ છે તેની જવાબદારીમાંથી છટકવા મહેરબાની કરીને જુદા જુદા બાના ન શોધશો.મંદી કોર્પોરેટ ક્ષેત્રના કરવેરા ઘટાડવાથી ક્યારે દુર નહીં થાય! તે ક્ષેત્રની કુંપનીના માલીકોને પુછો તો ખરા ભાઇ! કેમ તમે ઉત્પાદન ઓછું કરી દીધું કે બંધ કરી દીધું છે? " અમારા માલ કે ઉત્પાદનને ખરીદનાર નથી!" મંદીને ઓળખવાનું એક જ લક્ષણ છેસતત માંગનો ઘટાડો. દેશના ખેતી ક્ષેત્રથી માંડીને ટોચના પાંચ ટકા માલેતુજાર વર્ગને બાદ કરતાં તમામ આર્થીક સંગઠીતઅસંગઠીત ક્ષેત્રો (Unorganized sectors)પર આધારીત પ્રજાની આવકમાં જબ્બરજસ્ત ઘટાડો થઇ ગયો છે. લોકો પોતાની ખરીદશક્તીના ઘટાડાને કારણે જીવવા માટે જેટલું મજબુરીથી ખરીદવું પડે તેનાથી વધુ ખરીદવાનો નીર્ણય મુલતવી રાખે છે. અથવા લંબાવે છે.
દેશની મોટાભાગની પ્રજાની આવકમાં સતત ઘટાડો, સરકારની ખેતી ક્ષેત્રની સમસ્યો સુલઝાવવામાં સરીયામ નીષ્ફળતાઓ અને અસંગઠીત ક્ષેત્રના લોકોની આવકમાં (નોટબંધી અને જીએસટીના પરીણામોને કારણે) સતત અચોક્ક્સતાઓ, દેશની મંદી માટે કારણભુત બનેલ છે. બેરોજગારી,યુવાનોમાટેનું અનીશ્ચીત ભાવી જેવા પરીબળોમાં તેમાં ઇધન પુરુ પાડે છે.
ખાલી હરીયાણા રાજ્યમાં બીજેપીનો કુલ મતદાનમાં લોકસભાની ચુંટણી સમયે ફાળો ૫૮ ટકા હતો તે ઘટીને વીધાનસભામાં ૩૬ ટકા થઇ ગયો છે. તેવુંજ મહારાષ્ટ્રમાં પણ બન્યું છે. કોઇપણ દેશમાં મંદીના પરીબળો રાતોરાત પેદા થતાં નથી તેજ પ્રમાણે મંદીને કોઇ રાતોરાત દુર કરી શકતું પણ નથી. ક્રમશ; મંદીનો અસરો તમારી સૌનું રાજકીય ભવીષ્ય આ બે રાજ્યોના પરીણામોની માફક નક્કી કરશે. આવા સંજોગોમાં તમારા ચુંટણી જીતવવાના તમામ જુના સાધનો અને વ્યુહ રચનાઓ કામમાં ઉપયોગી નીવડતી નથી તે બોધપાઠ આપણને સૌને આ બે રાજ્યોની ચુંટણીના પરીણામો આપે છે.


--

Comment & Reply

 ·         Rajul P Desai Respected Bipinbhai,

I couldn't resist myself from reacting to your post , but as such I strongly believe it is a waste of time , instead of doing something constructive for the society.
From sometime I am observeing -- For all self proclaimed rationalist and pseudo intellectual, soft target is Modi Govt. only , Why so biased approach by a rationalist person like you ? You have become so blind folded that you cannot see anything good work of this government ? You people do not have sense of appreciation to applude the global achievement of a person who is in your hate list !
In the recent past Modiji received many International awards, even from Muslim Countries but you people overlook to it.
You people consider yourself champion of Human rights and freedom of speech. If you will take trouble to case study of 80 years old Social activist IITian Mr.H.S.Sharma , who was put behind the bars for exposing scandals of Nehruji !
You didn't find anything wrong when Mrs.Sonia ruled as Proxy P.M. ! Straight from P.M.O files.
In March 2013 GDP Rate was 4-3 % with Inflation 14.72% and Fiscal Deficit 4.9%.
Now it's Deep to GDP Rate 5% with Inflation 3.18 and Fiscal Deficit 3.19% despite Global Recession.
I M F reported Global economy is in a synchronised slowdown.
In India Business News :
In the gloomy global economic picture painted by I M F, India retains it's rank as the world's fastest - growing major economy tying with China.
Since my childhood I am travelling a lot in train and at different places but never ever seen this type of cleanliness. Is this not making of new India with the ideology of clean India ?
Don't behave like agent of some political party. How we can consider Uttambhai as Rationalist when we see his affiliation with a political party ?
You better need to understand that counting Modi's fault will not take you anywhere. You need to introspect why MANAVWAD had to be closed down ?
You people always seem to be waiting for mistakes to be committed by Modi like Dogs waiting outside the restaurant for the left over.
Here I w'd like to response about the education / qualifications. Like Indiraji there are many great personality who where successful in their respective fields inspite of not having adequate education / degree. Why single out one person ?

Don't be so quick to believe what you hear because lies spread faster than the fact.  

સ્નેહી ભાઇ રાજુલભાઇ,

તમારો પત્ર અંગ્રેજીમાં છે. પણ હું જવાબ ગુજરાતીમાં આપું છું. જેથી અન્ય વાચકો પણ મારી વાત સમજી શકે. મેં મારા લેખમાં બે વાત લખી છે. (૧) મહારાષ્ટ્ર અને હરીયાણાની વીધાનસભાના ચુંટણીના પરીણામો. (૨) આવા પરીણામો માટે મોદી સરકારની આર્થીક નીતીઓ જવાબદાર છે તેવું મારૂ તારણ હતું. ખાસ કરીને નોટબંધી અને જીએસટી. આશરે છ માસ પહેલાં લોકસભાના ચુંટણીના આ બે રાજ્યોના પરીણામોમાં બીજેપીને જબ્બરજસ્ત બહુમતી મળી હતી. અને એકદમ શું થયું કે મહારાષ્ટ્રમાં ૨૮૮માંથી બીજેપીને ૧૦૩ સીટ મળી અને હરીયાણામાં ૯૦ સીટોમાંથી ફક્ત ૪૦ સીટો મળી! બંને રાજ્યોમાં જે વીસ્તારો ખેતી અને નાના ઉધ્યોગોવાળા હતા તેમાં બીજેપીના ઉમેદવાર હાર્યા છે. મહારાષ્ટ્ર રાજ્યનો વીદર્ભ વીસ્તાર એવો છે કે જેમાં દેશમાં સૌથી વધારે આપઘાત તાજેતરના વરસોમાં તેના ખેડુતોએ પોતાનું બેંકનું દેવુ ચુકવવા અસમર્થ બનવાથી કર્યા છે. દેશના ઉધ્યોગપતીઓએપોતાનું બેંકોનું દેવુ ચુકવવા આપઘાત નથી કર્યા એ મને, તમને અને સૌ ને ખબર છે. તે ન ચુકવવા બીજી કઇ રીતરસમોનો ઉપયોગ કર્યો છે તેના વી[i]શે કોણ અજાણ છે!

o     બીજી અગત્યની માહીતી એ હતી કે વીરોધ પક્ષોનું કોઇ અસરકારક ચુંટણીના પરીણામલક્ષી આયોજન અને સાધન સંપત્તી બીજેપીની સરખામણીમાં નહીવત હતું. તેવા સંજોગોમાં બીજેપીના ઉમેદવારો અને તેપણ વર્તમાન સરકારના પ્રધાનકક્ષાના ઉમેદવારો હારે તેની પાછળ આપણે કયા પરીબળોને જવાબદાર ગણીશું?

·           રેશનાલીસ્ટ તરીકે અમે સ્પષ્ટ છીએ. શેના માટે? ભક્તી અને જ્ઞાન વચ્ચે તફાવત છે. ભક્તી કરવા માટે જ્ઞાન, તર્કવીવેક (રેશનાલીટી),કે વૈજ્ઞાનીક માહીતીની જરૂર નથી. ભક્તોની દ્રઢ માન્યતા હોય છે કે ભગવાનને મેળવવા માટે તેના વિષે જ્ઞાન વી. પ્રાપ્ત કરવાની જરૂર નથી. ફક્ત તેનું રટણ કર્યા કરીશું તો પણ ભગવાન આપણને મલી જશે. વ્યક્તી પુજા, ભગવાનની હોય કે કોઇ નેતા કે અન્યની હોય તેમાં બલીદાન ફક્ત જ્ઞાનનું જ લેવાતું હોય છે.  

·           આપની જાણ માટે હું કોઇ પક્ષનો સભ્ય કે ટેકેદાર છેલ્લા પચાસ વરસોથી નથી. મારી રાજકીય પક્ષો અંગે કેવી વીચારસરણી છે તે સમજવા ગઇ તા. ૨૦મી ઓકટોબર અને આવતીકાલ ૨૭મી ઓકટોબરનો  Bipin Shroff you tube video જોવા અને સમજવા વીનંતી છે.

 

--

Bipin Shroff


http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com

 



[i]


--

Thursday, October 24, 2019

મદ્રાસ હાઇકોર્ટનીડીવીઝન બેંચનો ચુકાદો

મદ્રાસ હાઇકોર્ટની ડીવીઝન બેંચનો ચુકાદો––

 "  રામસ્વામી પેરીયરની પ્રતીમા નીચે આ પ્રમાણે જે લખાયેલું છે તેમાં કશું બંધારણીય રીતે ગેરકાયદેસર નથી. There is no God, the inventers and preachers are fools and rouges & those who worship God are barbarous. God does not exist."  ઇશ્વર નથી. તેને શોધનારા અને તેનો પ્રચાર કરનારા મુર્ખાઓ ને બદમાશ છે. ઇશ્વરની ભક્તી કરનારા સુસંસ્કૃત નથી. ઇશ્વરનું કોઇ અસ્તીત્વ નથી.. આવું લખાણ રાજ્યભરમાં જુદા જુદા સ્થળોએ મુકવામાં આવેલી પેરીયરની પ્રતીમા નીચે કોતરાવીને લખેલું છે.

સદર ડીવીઝન બેંચે વધુમાં જણાવ્યું છે કે પેરીયર જે માનતા હતા તે પ્રમાણે જ લખ્યું છે તેવો ચુકાદો આપવામાં અમને કશો વાંધો નથી. અમે પેરીયરના વીચારો કેવા હતા તે અંગે જે સંપુર્ણ પુરાવા કોર્ટ સમક્ષ રજુ કર્યા છે (ઓન રેકોર્ડ છે) તેનો અભ્યાસ કર્યો છે. He was known for Atheism. તેઓ નાસ્તીક વીચારક તરીકે જ જાણીતા હતા. આ સંદર્ભમાં પેરીયર સામાજીક્ ન્યાય, અસમાનતાની નાબુદી, સ્રીઓની તેમની સામેના કુરીવાજોમાંથી મુક્તી,અને વંચીતોના હક્કો માટેનો સંઘર્ષ જેવા બંધારણીય અનીષ્ટો સામે જીંદગીભર સંઘર્ષ કર્યો હતો. તેમ કરવાના તેમના બંધારણીય અધીકારનું અમે સંરક્ષણ કરીએ છીએ. તેઓએ તો પોતાનો ઇશ્વર અને ધર્મ પર નાસ્તીક તરીકે મત જણાવ્યો છે. અમે તેમની વીરૂધ્ધની પ્રતીમા નીચેનું લખાણ રદબાતલ કરવાની રીટપીટીશન ખારીજ કરીએ છીએ. ડીવીઝન બેંચમાં ન્યાયધીશ તરીકે શ્રી એસ મનીકુમાર અને શ્રી .સુબ્રમોનીયમ હતા. સૌ. ન્યુ ઇન્ડીયન એક્પ્રેસ તા–૦૬–૦૯–૧૯. ભાવાનુવાદ બીપીન શ્રોફ.

Tuesday, October 15, 2019

૨૧મી સદીમાં તમામધર્મોની અપ્રસુતતા–કેમ?


૨૧મી સદીમાં તમામ ધર્મોની અપ્રસુતતા–કેમ?

આપણે કોઇપણ સામાન્ય માણસને પુછીએ કે, ભાઇ! તારે શા માટે ઇશ્વર અને તેના આધારીત ધર્મની જરૂરીયાત છે? શું જવાબ મળશે? મોટાભાગે જવાબ હશે મારે મારી ભૌતીક જરૂરીયાતો પુરી કરવા ઇશ્વર,ધર્મ અને તેના એજંટની જરૂરીયાત છે. તમે શાંતીથી વીચાર કરશો તો ખબર પડશે કે મારી વાત ખોટી નથી. ઇશ્વર સામેની માનવી તરીકેની તમારી જરૂરીયાતોનું લીસ્ટ બનાવો! તેમાં શોધી કાઢો કે આપણામાંથી કેટલાને આ જીવનના અંત પછી સ્વર્ગ, મોક્ષ, જન્નત, હેવન, મુક્તી જોઇએ છીએ.તેથી તમે વર્તમાનમાં ઇશ્વરની બંદગીથી માંડીને પુજા અર્ચના વગેરે કરો છો!

આજની આપણી ૨૧મી સદી તે માનવી માટે પોતાના વીકાસ કે તકોની સદી છે.માનવી તરીકે તે પોતાના પ્રયત્નો અને અન્ય તેના જેવા માનવીઓના સહકારથી આપણા માબાપો, વડીલો અને પુર્વજોએ જે ભૌતીક સીધ્ધીઓ ન મેળવી હોય તેવી સીધ્ધીઓ તે બધાની સરખામણીમાં ઘણા સરળ પ્રયત્નોથી પ્રાપ્ત કરવા ઉત્તરોત્તર વધુ ને વધુ સશ્કત અને સફળ બનતો જાય છે.

આ અંગે થોડું વધુ ચીંતન કરીએ. આપણા દેશમાં અને વીશ્વમાં સરેરાશ માનવીનો આયુષ્ય દર વધતો જાય છે. બાળમુત્યુ અને સ્રીઓની પ્રસુતા સમયનો મુત્યુદર પણ ઘટતો જાય છે. ઘણા બધા સામુહીક ચેપી રોગો પર નીયંત્રણ મેળવી લીધું છે. બાકીના ચેપીરોગો પર નીયંત્રણ પ્રાપ્ત કરવાના સખત પ્રયત્નો ચાલુ છે. તે અંગે સભાનતા પણ છે. ટુંકમાં જેને રોટી કપડાં મકાન ગણીએ તેવી બધીજ જરૂરીયાતોના પ્રશ્નો માનવજાત લગભગ ઉકેલી શકે તેવી તમામ ક્ષમતા ધરાવે છે.

બધાજ ધર્મો, સંપ્રદાયો,વર્ણો,જ્ઞાતી અને સામાજીક સમુહોઓની નવી યુવાન પેઢીઓના સંબંધો અને ઓળખો અરસપર કેવી છે? તેમની ઓળખો એક બીજા સદર સમુહોના યુવાનો સાથે, વધુ ને વધુ ધર્મનીરપેક્ષ,સહીષ્ણુ, ભૌતીક ( ભોગવાદી નહી) અને લાગણી પ્રધાન બનતી જાય છે. આવા આધુનીકતાના પ્રવાહોને, રોકવાનું કામ વીશ્વના દરેક દેશો અને પ્રદેશોમાં પેલા જુના બધાજ ધર્મોના રૂઢીચુસ્તો સંગઠીત બનીને રોકવા માટે મેદાને પડેલા છે.

ભારત જેવા દેશ માટે કાંતો વીનાશ પામો અથવા સમૃધ્ધ બનો (Perish or prosper). બીજો કોઇ માર્ગ ઉપલબ્ધ છે જ નહી. તમારી પાસે એક પ્રજા તરીકે  ઉપર જણાવેલ વૈશ્વીક આધુનીક ધર્મનીરપેક્ષ સંસ્કૃતીના ભાગીદાર બન્યા સીવાય બીજો કોઇ વીકલ્પ નથી. વૈશ્વીક સંસ્કૃતીના છડીદારો બે છે. આધુનીક ઓધ્યોગીક ટેકનોલોજી અને જ્ઞાન આધારીત વૈજ્ઞાનીક અભીગમ. પ્રજા તરીકે આપણે આધ્યાત્મીક છે માટે નહી. પણ માનવી તરીકે આપણો જૈવીક વારસો તર્કવીવેક અને બૌધ્ધીક છે માટે આપણે પેલા પ્રવાહોનો ઉપયોગ કરીને ધાર્મીક પરીબળોની અપ્રસતુતા સમજી વીચારીને તેમાંથી રસ્તો કાઢી શકીએ તેમ છીએ. બાકી ૨૧મી સદીના આધુનીક પ્રવાહોને પોતાના તાર્કીક પરીણામોમાં કોઇ લાગણી કે માનવીય ઓળખ હોતી નથી. બે જ વીકલ્પ. તેની સામે પડીને વીનાશ પામો અથવા તે બધાને સમજીને અનુકુળ થઇને અન્ય પ્રજા અને સંસ્કૃતીઓની માફક સમૃધ્ધ બનો.આપણી યુવા પેઢીએ સમૃધ્ધ (PORSPER) કેવી રીતે થવું તે માર્ગ પસંદ કર્યો છે. કારણકે તે બધાએ ફક્ત જીવવું જ નથી પણ સારી રીતે જીવવું છે. તે માટે દેશના યુવાનોની પ્રથમ પસંદગી કોઇપણ હીસાબે ભારત છોડીને  વીશ્વના કોઇપણ ખુણે સ્થાયી થવુ! તે શક્ય ન બને તો આધુનીક શહેરીકરણના ધસમસતા પ્રવાહમાં પોતાની સ્વઓળખના ભોગે સંપુર્ણ ભળી જવું....... વાચક મીત્રોને વીનંતી, તમારી પાસે વીકલ્પ હોય તો જણાવવા આગ્રહભરી વીનંતી છે.

 

 


--

Friday, October 4, 2019