Saturday, August 19, 2017

પ્રાચીન ભારતમાં વીજ્ઞાન– દંતકથા અને સત્ય કથા. પ્રકરણ–૭ ઉપસંહાર

પ્રાચીન ભારતમાં વીજ્ઞાન– દંતકથા અને સત્ય કથા. પ્રકરણ–૭

                                ઉપસંહાર

પ્રાચીન ભારતમાં વીજ્ઞાન અને ટૅકનૉલૉજીનો નોંધપાત્ર વીકાસ થયો હતો. પણ ઇ.સ.પુર્વે છઠ્ઠી સદીથી ઇ.સ. દસમી સદી સુધીનો આશરે ૧૬૦૦ વર્ષનો સમય ગાળો આ ક્ષેત્ર માટે સુવર્ણકાળ હતો. આ ગાળામાં ભારતે વીજ્ઞાન અને ટૅકનૉલૉજીના ક્ષેત્રમાં ઘણી સીધ્ધીઓ મેળવી હતી.અને વીશ્વને શાશ્વત કાળ માટે ઉપયોગી જ્ઞાનની ભેટ ધરી હતી. તેનું આપણને ગૌરવ છે. પણ આ સમયગાળો વૈદીકયુગ ન હતો. આપણે એ બાબત ધ્યાનમાં રાખવી જોઇએ કે  ભારતીય સમાજની રૂઢીચુસ્ત જ્ઞાતીપ્રથાના કારણે,અવ્યવાહીરીક રીતીરીવાજોને કારણે તથા વેદાંત ફીલોસોફીનો પુનરોધ્ધાર થવાથી ભારતમાં વીજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાની ભવ્ય પરંપરા વીસરાઇ ગઇ. જે ઇ.સ. બારમી સદી પછી લગભગ મૃતપ્રાય; બની.

પ્રાચીન ભારતમાં વીજ્ઞાનની પ્રગતી વીશે અત્યારે જાતભાતના દાવા થઇ રહ્યા છે.. જેમ કે પ્રાચીન રૂષીમુનીઓએ એક ગ્રહમાંથી બીજા ગ્રહમાં જઇ શકાય તેવાં વીમાન બનાવ્યાં હતાં. માનવશરીર પર હાથીના માથાનું પ્રત્યારોપણ કરયું હતું. કર્ણનો જન્મ ટેસ્ટટયુબ પધ્ધતીથી થયો હતો વગેરે. આ પ્રકારના દાવા  વીજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતીયોને વીજ્ઞાનના ક્ષેત્રે હાસ્યાપદ બનાવે છે. અને તેનાથી ભારતે મેળવેલી સીધ્ધીઓનું મહત્વ ઘટાડે છે.સંતુલીત માનસીકતા અને યોગ્ય સમજણ ધરાવતી કોઇપણ વ્યક્તીએ ભારતીય વીજ્ઞાન–અને ટેકનોલોજીની વાસ્તવીક પ્રગતી વીશે જાગૃતી લાવવી જોઇએ. અને કાલ્પનીક મનઘડંત દાવાઓ અને જુઠ્ઠાણાંનો પર્દાફાશ કરવો જોઇએ.

કેટલાંક જુથ ભારતના ઇતીહાસ સાથે ચેડા કરી રહ્યાં છે. ઘણા પ્રસીધ્ધ બૌધ્ધીકો, વૈજ્ઞાનીકો તથા ઇતીહાસકારોએ ભારતના ઇતીહાસને ખોટી રીતે પ્રસ્તુત કરવાના આ પ્રકારના પ્રયોગોને જાહેરમાં વખોડી નાંખ્યા છે. જવાહરલાલ નહેરૂ યુનીવર્સીટીમાં ત્રણ દીવસનું પ્લેટીનમ જ્યુબીલી સત્ર યોજાયું હતું. જેમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને ભારતીય રાષ્ટ્રીય કૉગ્રેસે ' ઇતીહાસ ને બચાવવા અને વીજ્ઞાન–ટેકનોલોજીમાં ભારતીયોના પ્રદાનનું સંરક્ષણ' કરવા અપીલ કરી હતી. ભારતીય રાષ્ટ્રીય કૉગ્રેસના ઠરાવમાં કહેવાયું હતું કે , 'કમનસીબ બાબત એ છે કે આપણા દેશાના વડાપ્રધાન પણ સુચવે છે કે ભારતીય રૂષી મુનીઓ સદીઓ અગાઉ પ્લાસ્ટીક સર્જરીની પધ્ધતી જાણતા હતા. તેના પગલે અત્યારે એવી માન્યતા પ્રર્વતે છે કે હવે પાઠયપુસ્તકો  ફરી લખવામાં આવશે. જેથી આપ્રકારનો ગેરમાર્ગે દોરતો ઇતીહાસ શાળાઓમાં વીધ્યાર્થીઓને ભણાવી શકાય. હકીકતમાં રાજકીય સંસ્થાઓના તમામ સભ્યોએ સુસ્થાપીત ઐતિહાસીક હકીકતોથી વીપરીત નીવેદનો ન કરવા જોઇએ. તેમણે સમજવું જોઇએ કે આ પ્રકારનાં બેજવાબદાર કે પાયાવીહોણાં નીવેદનોથી આપણા દેશની છાપ ખરડાય છે.

કેલીફોર્નીયામાં સ્થીત નાસાના એમ્સ રીચર્સ સેન્ટરના વૈજ્ઞાનીક ડૉ. રામપ્રસાદ ગાંધીરામે  ઓનલાઇન અરજીમાં કહ્યું હતું કે  ' આપણા વૈજ્ઞાનીઓના સમુદાયે પ્રભાવશાળી રાજકીય પક્ષોના પીઠબળ સાથે  વિજ્ઞાનમાં અને વિજ્ઞાનના નામે પાયા વિહોણા –કાલ્પનીક ઇતીહાસની ઘુસણખોરી વીશે ગંભીરતાપુર્વક વીચારવું જોઇએ આપ્રકારના મુદ્દાઓની ચર્ચા કરવા રાજકીય સંસ્થાઓને મંચ આપવો એ વ્યવસ્થીત આક્રમણ કરતાં વધારે ખરાબ સ્થીતી છે. તાજેતરમાં રાજકીયરીતે  શક્તીશાળી પ્રચારકો સ્વયંભુ વૈજ્ઞાનીકો બની બેઠા છે. અને ભુતકાળની ભવ્યતાને  આરોપીત કરવા જાતજાતના મનઘડંત દાવા કરી રહ્યા છે. એ માટે વ્યવસ્થીત પ્રચાર અભીયાન શરૂ કરવામાં આવ્યું છે. જો આપણે નીષ્ક્રીય રહીશું તો  આપણે વીજ્ઞાનની સાથે આપણાં બાળકોને પણ અન્યાય કરીશું. તેમને ગેરમાર્ગે દોરીશું અને તેમની સાથે વીશ્વાસઘાત કરીશું.

હૈદરાબાદસ્થીત સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલીકયુલર બાયોલોજીના સ્થાપક ડીરેક્ટર અને સધન રીજનલ સેન્ટર ઓફ કાઉન્સીલ ફોર સોસીયલ ડેવલપમેન્ટના ચેરેમન, પ્રસીધ્ધ વીજ્ઞાનીક પુષ્પ એમ ભાર્ગવે ટીપ્પણી કરી છે કે ભારતમાં છેલ્લા ૮૫ વર્ષમાં કોઇ નૉબલ પ્રાઇઝ વીજેતા વૈજ્ઞાનીક પેદા કરી શક્યું નથી, તેના માટે  મુખ્યત્વે દેશમાં યોગ્ય વૈજ્ઞાનીક વાતાવરણનો અભાવ કારણભુત છે.

ધ બ્રેક થ્રુ સાયન્સ સોસાયટી, કોલકત્તા, વીજ્ઞાનની દુનીયામાં ભારતના વાસ્તવીક પ્રદાન અંગે જાગૃતી આણવાની અને અંધશ્રધ્ધા–ધર્માંધતા પ્રેરતા વાતવરણનો પ્રતીકાર કરવાની અપીલ કરે છે.

    


--

Friday, August 18, 2017

પ્રાચીન ભારતમાં વિજ્ઞાન– દંતકથા અને સત્યકથા, પ્રકરણ –૬

પ્રાચીન ભારતમાં વિજ્ઞાન– દંતકથા અને સત્યકથા,

પ્રકરણ –૬

ખોટા દાવાસત્ય હકીકત

 

આપણા દેશની વિજ્ઞાનની પરંપરાના અધઃપતન માટે મુસ્લિમ આક્રમણ જવાબદાર હતું?

છેલ્લા થોડા સમયથી એવા દાવા થઈ રહ્યા છે કે ભારતીય વિજ્ઞાનના અધઃપતન માટે મુસ્લિમ આક્રમણો જવાબદાર હતાંએવું કહેવાય છે કે મુસ્લિમ શાસકોએ વિજ્ઞાનનાં પુસ્તકો અને સંસ્થાઓનો નાશ કર્યો હતોજેના પરિણામે ભારતમાંથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીની પરંપરાનો અંત આવ્યોઆપણે જાણીએ છીએ કે મહાન વિજ્ઞાનીઆચાર્ય પ્રફુલ્લચંદ્ર રેએ તેમના પુસ્તકમાં ભારતમાં વિજ્ઞાનના પતન માટે સંપૂર્ણપણે અલગ કારણ ગણાવ્યાં છેપણ એક પ્રશ્ન ચકાસવો જોઈએ કે ખરેખર મુસ્લિમ શાસનથી ભારતમાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીનું અધઃપતન થયું હતું?

આ માટે આપણે બંને સંસ્કૃતિઓ વચ્ચેના સંબંધ પર નજર દોડાવીએમુસ્લિમ વિદ્વાન અલ-ખ્વારિઝમીએ શૂન્ય અને દશાંશ પદ્ધતિનો પરિચય ઇસ્લામિક જગતને કરાવ્યો અને આરબ ગ્રંથો દ્વારા યુરોપને 12મી સદીમાં તેની જાણ થઈનવમી સદીમાં સુશ્રુત અને ચરકની સંહિતાના તરજુમા અરબી ભાષામાં થયામહાન વિદ્વાન અલ બરુની દેશનિકાલના ગાળામાં સંસ્કૃત ભાષા શીખ્યા હતા અને ઈ..1035માં બ્રહ્મગુપ્તના પુસ્તકનો અનુવાદ (સિંધ-હિંદકર્યો હતોઆ પુસ્તક ભારતીય વિજ્ઞાનફિલસૂફી અને અવકાશવિજ્ઞાન પર જ્ઞાન આપતો મહાગ્રંથ હતોઅલ-ખ્વારિઝમી અને અલ બરુનીના પ્રયાસોને પગલે બંને સંસ્કૃતિઓ વચ્ચે વિચારોનું આદાનપ્રદાન થયું હતું તથા અરબ દેશના લોકો ભારતીય વિજ્ઞાનને આદરથી જોતા હતાતેમણે તેમાંથી પ્રેરણા મેળવી હતી.આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખતાં લાગે છે કે મુસ્લિમ શાસકોનું ભારતમાં આગમન થયું ત્યારે તેમણે ભારતીય વિજ્ઞાનનાં પુસ્તકો અને સંસ્થાઓનો નાશ કર્યો હશે?

બીજો મુદ્દો સમય સાથે સંબંધિત છેઆપણે જોયું છે કે ભારતીય વિજ્ઞાનનું પતન નવમી-દસમી સદીની આસપાસ શરૂ થયું હતું અને બારમી સદી પછી આ ક્ષેત્રમાં લગભગ કોઈ પ્રગતિ થઈ નહોતીહકીકતમાં તે સમયે મુસ્લિમ શાસકો પશ્ચિમેથી ભારતમાં પ્રવેશ કરી રહ્યા હતા અને ભારતીય ઉપખંડના મોટા ભાગના વિસ્તારોમાં તેમનું શાસન સ્થાપિત પણ થયું નહોતુંગઝનીના મહમૂદે 11મી સદીમાં પહેલો વિજય મેળવ્યો અને ગાંધાર (આધુનિક અફઘાનિસ્તાનમાં કંદહાર)માં હિંદુ શાસક જયપાલને હરાવ્યો હતો. 1173માં મુહમ્મદ ઘોરીએ અફઘાનિસ્તાનના ઘોર પ્રાંતમાંથી આક્રમણ શરૂ કર્યું હતું અને ઈ. 1187 સુધીમાં ગઝનીના શાસકોને હરાવી દીધા હતા. 1192માં તેણે અજમેરના પૃથ્વીરાજને હરાવી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર પશ્ચિમ ભારતના એક ભાગ સુધી કર્યો હતોતેના વારસદારોએ ઈ. 1206ની આસપાસ દિલ્હી સલ્તનતની સ્થાપના કરીપણ અહીં શાસન સ્થાપિત કર્યું નહોતુંઘોરીનો એક ગુલામ કુત્બુદ્દીન ઐબક દિલ્હીનો પ્રથમ સુલ્તાન બન્યો હતોતૈમૂર લંગે . 1398માં દિલ્હી પર આક્રમણ કર્યું મોટા પાયે લૂંટ ચલાવી કત્લેઆમ કરી હતીતેણે પણ દિલ્હીમાં પોતાનું શાસન સ્થાપિત કર્યું નહોતુંબાબર ઈ. 1526માં ભારતમાં પ્રવેશ્યો હતો અને મુઘલ પાદશાહીની સ્થાપના કરીમુઘલ સામ્રાજ્યના શાસકો ભારતનો ઘણો વિસ્તાર જીતવામાં સફળ રહ્યા હતા.

કહેવાનો અર્થ એ છે કે જ્યારે ભારતમાં વિજ્ઞાનનું અધઃપતન શરૂ થયું હતુંત્યારે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં મુસ્લિમ શાસકોનું શાસન નહોતું. 13 સદીમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી અને 16મી સદીમાં મુઘલોએ પગદંડો જમાવ્યો હતોત્યાર પહેલાં ભારતીય વિજ્ઞાન પરંપરાનું પતન થઈ ચૂક્યું હતું.

આ રીતે ભારતીય વિજ્ઞાનના પતન માટેનાં કારણો સંપૂર્ણપણે આંતરિક હતાં તેવું માની શકાયએટલે કાલ્પનિક ગુનેગારોને દોષિત ઠેરવવા ઉચિત નથી.

 

 


--

ભારતીય વિજ્ઞાનનું અધઃપતન શા માટે થયું?

કલકત્તાની " Break through science society" તરફથી એકપુસ્તક નામે ' Science in ancient India; Reality versus myth' બહાર પાડેલું હતું. તેનો ગુજરાતી અનુવાદ, ભાઇ કેયુર કોટકે કર્યો છે. તેનું પુસ્તક રૂપે પ્રકાશન અમદાવાદ સાર્થક પ્રકાશને કર્યુ છે.(બુક વીક્રેતા ૧૬ સીટી સેન્ટર સ્વસ્તીક ચાર રસ્તાપાસે, સી.જી. રોડ નવરંગપુરા અમદાવાદ,૯) 'પ્રાચીન ભારતમાં વીજ્ઞાન– દંતકથા અને સત્યકથા ' નામથી કરવામાં આવેલો છે. અત્રે રજુ કરવામાં આવલી વીગત તેના પ્રકરણ–૫– ૬  અને ૭ માંથી સાભાર સાથે રજુ કરવામાં આવેલ છે.

પ્રકરણ 5

ભારતમાં વિજ્ઞાનનું અધઃપતન

ભારતીય સંસ્કૃતિ વિજ્ઞાન અને કળાનો ભવ્યસમૃદ્ધ વારસો ધરાવતી હોવા છતાં નવમી અને દસમી સદી પછી તેનું ક્રમશઃ અધઃપતન થયુંભાસ્કર વિજ્ઞાન-ટૅક્નૉલૉજીમાં છેલ્લો ટમટમતો તારો હતા તેવું કહી શકાયભાસ્કર પછી લગભગ 800 વર્ષ સુધી વિજ્ઞાન અને કળાના ક્ષેત્રમાં ભારતે લગભગ નહિવત્ પ્રદાન કર્યું હતું (અગાઉ ઉલ્લેખ કર્યા મુજબ બેત્રણ અપવાદને બાદ કરતા).

અહીં પ્રશ્ન એ છે કે ભારતીય વિજ્ઞાનનું અધઃપતન શા માટે થયું? 19મી સદીના પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી આચાર્ય પ્રફુલ્લચંદ્ર રેએ તેમના પુસ્તક 'ધ હિસ્ટ્રી ઑફ હિંદુ કેમિસ્ટ્રી'માં તેનાં કારણોની સમીક્ષા કરી છેતેમના જણાવ્યા મુજબભારતમાં વિજ્ઞાનટૅક્નૉલૉજીના અધઃપતન માટે મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર હતાં.

પ્રથમ કારણ ભારતીય સમાજમાં પ્રવર્તમાન જ્ઞાતિ વ્યવસ્થા હતીતેમના જણાવ્યા મુજબવિજ્ઞાનના સંવર્ધન માટે ચિંતકો-વિચારકો અને તેમના વિચારોનો વાસ્તવમાં અમલ કરનારા (સામાન્યલોકો વચ્ચે વિચારોનું આદાનપ્રદાન થવું જોઈએતે આવશ્યક પૂર્વશરત છેપણ જ્ઞાતિ વ્યવસ્થાથી આ પ્રક્રિયા અટકી ગઈ હતીપ્રફુલ્લચંદ્ર રે તેમના પુસ્તકમાં લખે છે કે, 'ભારતમાં જ્ઞાતિપ્રથાને કારણે કળા નીચલી જ્ઞાતિ પૂરતી મર્યાદિત થઈ ગઈ અને વ્યવસાય વારસાગત થઈ ગયાતેના પગલે વિવિધ પ્રકારની કળા માટે કુશળતાશ્રેષ્ઠતા અને કૌશલ્ય અમુક હદે સિદ્ધ થઈ શક્યાંપણ તેની મોટી કિંમત ચૂકવવી પડીભારતીયોમાંથી બૌદ્ધિક વર્ગ ધીમે ધીમે કળા પ્રત્યે ઉદાસીન થઈ ગયોવિજ્ઞાન-ટૅક્નૉલૉજીના વિકાસ માટે પ્રજામાં કાર્ય અને કારણ વચ્ચેનો સંબંધ જાણવાની ઉત્સુકતા હોવી જોઈએકોઈ ઘટના શા માટે અને કેવી રીતે બની તેની જાણકારી મેળવવાની જિજ્ઞાસા હોવી જોઈએપણ જ્ઞાતિપ્રથાના કારણે ભારતીયોમાં જિજ્ઞાસા અને ઉત્સુકતાની ભાવના ધીમે ધીમે નાશ પામીતેનું સ્વાભાવિક પરિણામ એ આવ્યું કે એક સમયે વિજ્ઞાનટૅક્નૉલૉજીનું સ્વર્ગ ગણાતા ભારતમાંથી પ્રાયોગિક અને અનુમાનજન્ય વિજ્ઞાનની કળા લુપ્ત થઈભારતની ભૂમિ બોઇલન્યૂટન જેવા વિજ્ઞાનીઓને જન્મ આપવા માટે યોગ્ય ન રહી અને વિજ્ઞાનજગતમાંથી ભારતનો એકડો નીકળી ગયો.'

વિજ્ઞાન-ટૅક્નૉલૉજીના પતન માટે બીજું મુખ્ય કારણ 'શાસ્ત્રો' કે વિવિધ સંહિતાઓનું આગમન હતુંપવિત્ર ગણાતાં આ ગ્રંથોમાં વ્યક્તિએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છેપ્રફુલ્લચંદ્ર રેએ લખ્યું છે, 'પ્રથમ મનુસ્મૃતિમાં અને પછી પુરાણોમાં પૂજારીપુરોહિતબ્રાહ્મણ વર્ગનાં ગુણગાન ગાવામાં આવ્યાંમિથ્યા અને બનાવટી દાવાઓને સુયોજિત રીતે આગળ વધારવામાં આવ્યાસુશ્રુતના જણાવ્યા મુજબશસ્ત્રક્રિયા (સર્જરી)ના વિદ્યાર્થી માટે મૃતદેહોનું અંગવિચ્છેદન અનિવાર્ય હતુંશસ્ત્રક્રિયામાં કુશળતા પ્રયોગ અને વિશ્લેષણમાંથી પ્રાપ્ત થયેલી જાણકારી અને સમજણમાંથી મળે છેપણ મનુને તેની સાથે કોઈ સંબંધ નહોતોમનુના જણાવ્યા મુજબમૃતદેહનો સ્પર્શ પવિત્ર બ્રાહ્મણને દૂષિત કરવા માટે પૂરતો હતોએટલે વાગભટના સમય પછી શસ્ત્રક્રિયાની વિદ્યાને પ્રોત્સાહન મળ્યું નહીંધીમે ધીમે શરીરશાસ્ત્ર (એનટોમીઅને શસ્ત્રક્રિયા હિંદુઓ માટે અપવિત્ર બની ગઈ.'

પ્રફુલ્લચંદ્ર રે ભારતમાંથી વિજ્ઞાનના પતન માટે વેદાંત ફિલસૂફીના પ્રભાવને ત્રીજું મહત્ત્વપૂર્ણ કારણ ગણાવે છેતેજગતને-ભૌતિક વિશ્વને માયા કે ભ્રમ તરીકે જોવાનું શીખવે છેતેમણે પુસ્તકમાં લખ્યું કે 'શંકર દ્વારા સંશોધિત અને વિસ્તૃત વેદાંત ફિલસૂફી ભૌતિક જગતને અવાસ્તવિકમાયા કે ભ્રમ ગણવાનું શીખવે છેઆ ફિલસૂફીએ ભૌતિક વિજ્ઞાનના અભ્યાસથી લોકોને વિમુખ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છેશંકરે કણાદ અને તેમની પ્રણાલી પર પણ આકરા પ્રહારો કર્યા છેવેદાંત સૂત્રો પર શંકરની ટીકામાંથી એક કે બે ઉદાહરણ આ બાબત વધારે સ્પષ્ટ કરશે.' આચાર્ય રેના જણાવ્યા મુજબ કોઈ પણ વૈજ્ઞાનિકની જિજ્ઞાસા ભૌતિક જગતતેની પ્રક્રિયાઓ અને ઘટનાઓના કાર્ય-કારણ સંબંધ સાથે સંકળાયેલી હોય છેજો કોઈ વ્યક્તિ (ભૌતિકજગતને મિથ્યા તરીકે જુએતો તે વિજ્ઞાનની સમજણથી વંચિત રહી જશેશંકરાચાર્ય (. 8મી સદીદ્વારા વેદાંત ફિલસૂફીના પ્રસાર અને પ્રભાવને કારણે લોકાયત જેવી ભૌતિકવાદી વિચારસરણીઓ લુપ્ત થઈ ગઈ હતી અને સરવાળે ભારતીય વિજ્ઞાનનું અધઃપતન થયું હતું.

 

Monday, August 14, 2017

નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના વ્યક્તીત્વોનું મુલ્યાંકન

નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના વ્યક્તીત્વોનું મુલ્યાંકન

– ઝોયઝ હસન (પ્રો જે એન યુ,) અને સી.એન. માર્થા. ( પ્રો. શીકાગો યુની. અમેરીકા) ભાવાનુવાદ–બીપીન શ્રોફ.

 મોદીની સૌથી મોટી નીતીવીષયક નીષ્ફળતા તેઓના ત્રણ વર્ષના શાસનકાળમાં હોય તો તે નોટબંધી અથવા ડીમોનીટાઇઝેશન છે. નોટબંધીએ જે સમગ્ર ભારતીય અર્થતંત્રને નુકશાન કર્યુ છે તે અમાપ છે.આ નીર્ણયથી મોદીએ લોકોને ચુંટણી દરમ્યાન આપેલા ઝડપી વીકાસ અને રોજગારીનો તકો પુરી પાડવાના વચનો ક્યારેય પાર પાડી શકશે નહી.

·                થોડાજ સમય પહેલાં ડૉનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની વચ્ચે જે મુલાકત થઇ હતી તેને થોભો અને રાહ જુઓની નીતી પ્રમાણે મુલ્યાંકન કરીએ. બંને નેતાઓમાં કઇ કઇ સમાનતાઓ છે અને કયા કયા વીરોધાભાસ છે તેને સમજીએ. બંનેને દેશોની પ્રજાએ પ્રચંડ લોકમતથી પોતાના મજબુત નેતાઓને ચુંટયા છે.રાજ્યશાસ્રના વીસ્તૃત અને આદર્શ અભ્યાસી તરીકે બંને દેશોના આ ટોપના નેતાઓના વ્યક્તીત્વનું મુલ્યાંકન કરીએ. બંને પોતાના જુદા જુદા વ્યક્તીત્વથી જે તે દેશની પ્રજામાં ખુબજ લોકપ્રસીધ્ધી ધરાવે છે. મોદીની મજબુત રાજકીય નેતા તરીકે છાપ ભવીષ્યમાં દેશની લોકશાહી પ્રથાને ક્યાં લઇ જશે અને કેવા પરીણામ લાવશે તે નક્કી કરવું કસમયનું છે. મોદી અને ટ્રમ્પ બંને જે તે દેશના લાંબા સમયથી રાજકીય ભદ્રવર્ગીય નેતાગીરી સામે પ્રજાના પ્રચંડ પ્રકોપને કારણે સરળતાથી ગાંડીતુર લોકપ્રીયતાની રચના કરીને સત્તાપર આવ્યા છે.ભ્રષ્ટાચાર,આંતરીક રીતે રાજકીય હુંસાતુસી અને લોકાભીમુખને બદલે લોકવીમુખ સરકારો જેવા તે બંનેની ચુટણી પ્રચારના મુખ્ય મુદ્દાઓ હતા. બંનેએ ચુંટણી પ્રચારોમાં વંચીતોના દુ;ખો દુર કરવા માટેની આશા વ્યવસ્થીત રીતે ઉભી કરી હતી.

ભારતમાં કેટલાય દસકાઓથી શીક્ષણ દ્રારા સમાન સશક્તીકરણ અને રોજગારી જેવા પાયાના મુદ્દાઓ એક પછી એક આવતી સરકારો ઉકેલવામાં બીલકુલ નીષ્ફળ નીવડી હતી. મોદીએ પોતાના ચુંટણી વચનોમાં ઝડપી આર્થિક વીકાસ અને પ્રતીવર્ષે સવાકરોડ જેટલી નવી રોજગારીની તકો ઉભી કરવાનાં વચનો આપ્યા હતા. બેમાંથી કોઇ વચનો મોદી શાસન કાળના ત્રણ વરસમાં પુરા થયા નથી. અને આગામી બે વર્ષમાં પુરા થાય તેવી કોઇ નીશાનીઓ અત્યારે તો મોદીના વહીવટમાં દેખાતી નથી. તેની નીષ્ફળ ગયેલી નોટબંધીની નીતીને કારણે પેલા વીકાસ અને રોજગારીના વચનોનું સંપુર્ણ બાષ્પીભવન થઇ ગયું છે.

    અમેરીકામાં નીચલા મધ્યમવર્ગના આવક વધવાના સ્રોત્રો બીલકુલ સ્થગીત થઇ ગયા છે. વ્યક્તીગત હેલ્થકેરની વ્યવસ્થા બીલકુલ તળીયે પહોંચી છે. ત્યાં રોજગારીનો આંક ૧૦૦% પહોંચ્યો છે.જેને ઇચ્છા હોય તે બધાને રોજગારી મળી રહે છે.પણ આ નીચલા મધ્યમગોરા વર્ગના યુવાનોની કુશળ અને આધુનીક વ્યવસાયીક તાલીમ નહીં હોવાને કારણે( Skilled personnel) તે બધા રોજગારીની હરીફાઇમાં પાછળ પડી જાય છે.આ ઉપરાંત યુનીર્વસીટી શીક્ષણ અતીખર્ચાળ બનતાં તેમના માબાપોના ગજાબહારનું બની ગયું છે. તે દેશના આ બધા પાયાના પ્રશ્નો હતા તેમ છતાં ટ્રમ્પ પોતાના ચુંટણી પ્રચારમાં તે પ્રશ્નોને બાજુએ મુકીને કુલ બહુમતી પ્રજામત મેળવવામાં હારી ગયા તેમ છતાં પરોક્ષ ઇલેકટ્રોકોલજ મતોમાં સરસાઇ મળતાં રાષ્ટ્રપ્રમુખ તરીકે ચુંટાઇ આવ્યા છે.જયારે મોદી પોતે અને પોતાના લોકસભાના પક્ષીય ઉમેદવારોને જવલંત મતે જીતાડવામાં પુરેપુરા સફળ થયા છે.

 

   ડોનાલ્ડ ટ્રમ્પનો ખુબજ જોશીલો વીરોધ બંને ડેમોક્રેટ અને તેના પોતાના પક્ષના કેટલાક સેનેટરો કર્યો હતો. તેથી અત્યાર સુધી ટ્રમ્પ કોઇ મહત્વના નીતી વીષયક ફેરફારો કરી શક્યા નથી.જ્યારે મોદી સામે તેના રાજકીય વીરોધપક્ષો વીકેન્દ્રીત અને અસંગઠીત છે.વધારામાં મોદીને તેના પક્ષનો કોઇ આંતરીક વીરોધ નથી. રાજકીય વીરોધીઓ મોદીને ગૌ–માંસ નામુદ્દે, લઘુમતી લોકોની બહુમતી ટોળા દ્રારા થતી હીંસા, ગૌ હત્યા, લવ જેહાદ, એન્ટી રોમીયો સ્કોવોડ વી મુદ્દાઓ પર યોગ્ય સંઘર્ષ કરી પ્રજામત કેળવવામાં નીષ્ફળ ગયા છે.તે બધા વીરોધી રાજકીય પક્ષોને એવો ભય છે કે તેવા વીરોધથી હીંદુ મતદારોની લાગણી ઘવાશે.અમેરીકાની સરખામણીમાં મોદીના ભગવા રાજકીય પ્રભુત્વ સામે આપણા દેશમાં તેની સામે ત્રણ વર્ષના શાસનકાળ પછી પણ મોટાપાયે રાજકીય વીરોધ સંગઠીત થઇ શક્યો નથી. ટ્રમ્પ અને મોદી બંને ઉદ્દામવાદી ઇસ્લામ સામે ખુબજ આકરૂ વલણ ધરાવે છે; તેવું તેમના તારીખ ૨૬મી જુને વોશીંગ્ટન મુકામે કરેલા સંયુક્ત નીવેદનથી પુરવાર થાય છે. બંને બોધ્ધીક વીરોધી અને પોતાની ટીકાઓ અને તેને કરનારા પ્રત્યે ખુબજ તીરસ્કાર અને નફ્ફ્ટ વલણ ધરાવે છે.(anti-intellectual and abhor criticism). બંનેએ પોતાના દેશના ઉધ્યોગ બેરોન (કોર્પોરેટ એલીટસ)ને છુટોદોર આપીને જુદી જુદી અનુકુળતાઓ કરી આપી દીધો છે.બીજી બાજુએ મોદીએ મતોનું એકતરફી ધ્રુવીકરણ થાય માટે અતી ઉગ્ર રાષ્ટ્રવાદી પ્રજામતને હાનીકારક રીતે સંગઠીત કરવા માંડયો છે. રાજકીય વીરોધીઓ જાણે રાતોરાત દેશ વીરોધી બની ગયા હોય તેવું વાયુમંડળ દેશમાં વ્યવસ્થીત કુપ્રચારથી સર્જન કરવામાં આવ્યું છે. સરકારની નીતીઓ,કાર્યો કે પરીણામોની કોઇપણ ટીકા કરે એટલે તે ટીકા કરનાર તરતજ દેશદ્રોહી બની જાય છે. બંને દેશના, આ બંને નેતાઓને ટીવી મીડીયા, પ્રેસ અને ન્યુઝપેપર પ્રત્યે સહેજ પણ માન કે ગૌરવ બીલકુલ નથી. બંને નેતાઓ સ્વપ્રસીધ્ધી માટે પોતાના તૈયાર કરેલ, ઇચ્છા મુજબની પોતાની પપુડી વગાડે તેવા સોસીઅલ મીડીયા અને ઇવેંટ મેનેજમેંટના ઉપયોગમાં રસ ધરાવે છે. ભરપેટ તે બધા સાધનોનો બેફામ ઉપયોગ કરે છે. અમેરીકાના ટીવી અને અન્ય મીડીયા સાધનોની સામે ભારતમાં મીડીયા મોદી સરકારનો હાથો બનીને સરકારી ઉગ્રરાષ્ટ્રવાદના રંગે રંગાઇને વીરોધપક્ષો સામે સરકારી તકેદાર (as watchdogs)ની ફરજ બજાવે છે.

    મોદી અને ટ્રમ્પ બંને ભીન્નપ્રકારના દ્રષ્ટાંતરૂપ લોકરંજક નેતાઓ છે.ટ્રમ્પ નેતા તરીકે સતત સ્વપ્રેમી ને આત્મશ્લાઘામાં(Narcissist) રચ્યાપચ્યા નેતા છે. જયારે નરેન્દ્ર મોદી પોતાની વીચારસરણીને વરેલા અસમાધાનકારી નેતા છે(Ideologue). ટ્રમ્પ એક ટેક્ષબુક ટાઇપનો સ્વપ્રેમમાં સતત ડુબેલો રહેતો નેતા છે. તેની બધી વાતો તેના પોતાના સ્વક્રેન્દી વ્યક્તીત્વની આસપાસ ગુંથાયેલી હોય છે. ફેસબુક પર તેની દરેક ટવીટ,પ્રવચનમાં તે જાહેર કરે છે કે તે કોણ છે, તેની પાસે શું છે, તે બધામાં સર્વોત્મ છે, તે જ શ્રૈષ્ઠ છે વગેરે વગેરે. ટ્રમ્પને બીજાઓ સાથે કામ કરવા– કરાવવાના આદાનપ્રદાનમાં કે બીજા સાથે પારસ્પરીક કર્તવ્યો નીભાવવામાં ખુબજ મુશ્કેલી પડે છે. તે એક ઉધ્યોગપતીની માફક 'હાયર અને ફાયર'માં માને છે. તે એક રાજકીય લોકનેતા નથી. તે વારંવાર ઉગ્ર, ક્રોધાવશ બની જાય છે. તે ચીડીયો બની જઇને ઘણીવાર બીભત્સ શબ્દો (petulant and vulgar words) બોલી નાંખે છે. ટ્રમ્પને લાગે કે તેના બરાબર વખાણ થયા નથી ત્યારે ગમે તેને અને કોઇનું પણ અપમાન કરી નાંખતાં સહેજ પણ વીચાર કરતો નથી. અત્યાર સુધીમાં ટ્રમ્પના આવા ચીડીયા સ્વભાવના બલી ન્યાયાધીશો, રાજકીય પક્ષોના નેતાઓ, જર્નાલીસ્ટો, સ્રીઓ,અને મીત્ર દેશોના વીશ્વાસપાત્ર નેતાઓ બન્યા છે. તેને સતત દરેક બાબતમાં માન્યતા મળે તેવી સીમાહીન તરસ છે. વાઇટ– હાઉસમાં નીતીઓ ઘડવામાં અને અમલ કરાવવામાંથી આવી તરસ તેની બુઝાતી નથી. પણ તેની આવી તરસ મતદારો તરફથી ચુંટણી સભામાં સતત મળતી તાલીયોથી બુઝાય છે. ટ્રમ્પની પાસે સેનેટ અને કોગ્રેસ બંને હાઉસમાં બહુમતી હોવા છતાં તે લગભગ કશું કરી શક્યા નથી. કારણકે તેની ખાટલે ખોડ બીજા સાથે લાંબા સમય સુધી જયાં સાચી નીતી પર નીર્ણય કરવાની જરૂરત છે ત્યાં એકાગ્રતાથી કામ કરી શકતાં આવડતું નથી. દરેક આત્મશ્લાઘાનો ભોગ બનેલા નેતા (narcissist)ની કોઇ નીતીઓ સ્થીર હોતી નથી. ટ્રમ્પને કાયમ માટે પોતાના વખાણ સાંભળવા જ ગમે છે. તે પોતાના કાર્યોની દીશા બેફામ રીતે બદલ્યા કરવામાં સરસ રીતે માહેર છે. તે નીચલા મધ્યમ વર્ગના ટેકાથી ચુંટાઇ આવ્યો છે પરંતુ તેના કાન હંમેશાં અમેરીકાના અતી સમૃધ્ધ પૈસાદારો શું બોલે છે તે સાંભળવા જ તૈયાર હોય છે. તે પોતાની સ્થીતીમાં અક્લ્પનીય રીતે ગુલાંટો(flip-flop unpredictably)મારી શકે છે. પોતાના ચુંટણીના એજન્ડામાં વારંવાર અમેરીકાના મતદારો સમક્ષ વચનો આપેલા કે તે અમેરીકન દુતાવાસ ઇઝરાઇલના જેરૂસલેમમાં શરૂ કરશે, ચીન સામે વેપાર યુધ્ધ શરૂ કરીને નાણાંકીય બેલેન્સ ઓફ પેમેંટ અમેરીકાની તરફેણમાં લાવી દેશે, તેવું જ વલણ તેનું કલાઇમેટ ચેંજ,અને ગે રાઇટસનામુદ્દાઓ પર આપેલાં  હતાં. જે હવે બીજી વાર કદાચ પ્રમુખ તરીકે ચુંટાય ત્યારે પાળી બતાવશે. હેલ્થ કેરના મુદ્દે તેની નીતીવીષયક અને નૈતીક સ્થીતી દરરોજ એટલી બધી બદલાયા કરે છે કે અમેરીકન કોંગ્રેસે તેને સાંભળવાનું જ બંધ કરી દીધું છે. આવુ તો ઘણું બધુ ટ્રમ્પ વીષે કહી શકાય તેમ છે. ટ્રમ્પ એક બાળક જેના મીત્રો અને દુશ્મનો કાયમી હોય તેમ વીશ્વના દેશોના સંબંધોને અંગત દ્રષ્ટીથી જુએ છે.  સાઉદી એરેબીયા સાથે તેની અંગત મીત્રતા  લાંબા સમયની હોવાને કારણે કતાર પર હુમલો કરીને પજવવાનું નક્કી કર્યુ છે. તેનું પરીણામ મધ્યપુર્વના અમેરીકન હીતોના સંદર્ભમાં લાંબાગાળામાં કેવા અને કેટલા ગુંચવાડા ભર્યા બનશે તેનો વીચાર લેશ માત્ર કર્યો નથી.

 તેની સામે નરેન્દ્ર મોદી ભારત માટે આ દસકાનો સૌથી શક્તીશાળી રાજકીય નેતા તરીકે ઉભરી આવ્યો હોય તેમ દેખાય છે. તે એક રાજકારણી તરીકે ત્રણ મુદત સુધી ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે હતા. મોદીની કારર્કીદીનો આધાર તેમની આર એસ એસની વીચારસરણી છે. જે વીચારસરણી સ્પષ્ટરીતે માને છે કે દેશમાં હીંદુ રાષ્ટ્ર હોવું જોઇએ અને તેમાં ખ્રીસ્તીઓ અને મુસલમાનોનું સ્થાન બીજાવર્ગના નાગરીકથી વધારે ન હોવું જોઇએ.સને ૨૦૦૨ના ગુજરાતના કોમી તોફાનોમાં મોદીનો જે રોલ હોય તે; પણ તે એક સજ્જન કે નોબલ માણસને ગૌરવ અપાવે તેવો ન હતો. તેથી અમેરીકન સ્ટેટ ડીપાર્ટમેંટે તેઓને વીઝા નહી આપવા માટે જે કારણ આપ્યું હતું કે મોદી ધાર્મીક ભેદભાવને(to deny him a visa for religious discrimination) ટેકો આપે છે તે યોગ્ય હતું. તેમ છતાં તે ભારતીયોને સમજાવી શક્યા કે છેલ્લા છ દાયકાઓથી દેશનો વીકાસ જ નથી થયો. જો મતદારો તેઓને ચુંટશે તો તે દેશનો આર્થીક વીકાસ કરશે. તેઓ નીચલા મધ્યમ વર્ગને ટ્રમ્પની માફક તે વર્ગનો મસીહા હોય તેમ મત મેળવવામાં આકર્ષી શક્યો. ભલે મોદીની નોટબંધીની નીતીએ દેશના સૌથી મોટા સામાજીક વર્ગને નુકશાન કર્યુ હોય તો તે આ નીચલા મધ્યમ વર્ગને કર્યુ છે. સામી બાજુએ દેશનો મધ્યમ વર્ગ મોદીને એવા નેતા તરીકે સ્વીકારે છે કે જે તેમની ભાષા બોલે છે અને તે બધા જેવું વીચારે છે તેવું જ મોદી વીચારે છે. તેમના મત પ્રમાણે મોદી સરકાર 'હીદું હીત' માટે કામ કરે છે. મોદીનો આર એસ એસ સાથે લાંબા સમયથી જે 'નાભી–નાળ'  સંબંધ છે તેને કારણે શીસ્તબધ્ધ અને આયોજનપુર્વક કામ કરનાર માણસ છે. તેઓની પાસે  હીંદું રાષ્ટ્રના નીર્માણ માટે જરૂરી ધીરજ અને ચોક્કસ ધ્યેયને સમર્પીત લાંબાગાળાનું આયોજન છે. તેઓને હલકી ખુશામત ગમે છે પણ પેલા ટ્રમ્પની માફક મોદી આત્મશ્લાઘામાં (but not in the manner of the narcissist:)) રાચતા નથી.મોદી ક્યારેય પોતાની આર એસ એસની વૈચારીક પ્રતીબધ્ધતાથી દુર જતા નથી કે તે વીચારસરણી બાજુપર મુકીને ક્યારેય કામ કરતા નથી. તે પવનની દીશા પ્રમાણે પોતાનું નાવ હંકારનાર માણસ નથી. ભારત એક દેશ તરીકે મજબુત હીદું રાષ્ટ્ર બને તે માટે દેશમાં મુળભુત પરીવર્તન લાવવા કામ કરી રહ્યા છે.( working for a radical transformation of India so that it becomes a strong Hindu nation). આવું પાયાનું પરીવર્તન લાવવા માટે ધીક્કાર અને બદલાની ભાવાનાવાળુ હીંસક વાતાવરણ મન મુકીને દેશમાં પેદા થાય તે પ્રાપ્ત કરવા કોશીશ કરવામા આવી રહી છે. તે માટેનો છુટો દોર આપી દેવામાં આવ્યો છે.( A permissive climate of hate and retributive violence has been cultivated to achieve this.) હીદુંબહુમતી ફક્ત ચુંટણી પુર્તી મુસ્લીમ સામે પડીને અટકી જાય તેવી વ્યુહ રચના બીલકુલ નથી. ખરી હકીકત તો એ છે કે દરેક ચુંટણીના પરીણામ પછી મુસ્લીમો સામે ધીકકાર અને બદલાની ભાવનાનું વાતાવરણ ક્રમશ: વધતું ગયું છે. પહેલાં ગૌ–વધ હવે બફેલોના માંસના નીકાસ વેપાર વીરૂધ્ધ હીદું મતોનું મોટા પાયે ધ્રુવીકરણ થઇ રહ્યું છે. અમેરીકાના સ્વપ્રેમમાં રાચતા ડોનાલ્ડ ટ્રમ્પ અને શક્તીશાળી હીદુરાષ્ટ્ર બનાવવાની આર એસ એસ વીચાસરણીને પ્રતીબધ્ધતાથી સમર્પીત નરેન્દ્ર મોદી બંને લોકશાહી રાજ્ય અને સમાજ વ્યવસ્થા માટે જોખમરૂપ સાબીત થવાના છે.( Both the narcissist and the ideologue pose threats to democracy.).

 

 

 

ટ્રમ્પનો ભય વીશ્વ માટે એ છે કે તે તેના તરંગો, તુક્કાઓ અને મુર્ખામીભર્યા નીર્ણયોમાંથી કોઇ મોટી વેશ્વીક કટોકટી પેદા કરે! પોતાના દેશમાં તે પોતાની નીતીઓ અને વર્તનોથી મુક્તપ્રેસ અને વ્યક્તીગત અભીવ્યક્તીના અધીકારો પર હુમલા કરે. જ્યારે અમેરીકા જેવા દેશ માટે આંતરીક પ્રશ્નો ઉકેલવા માટે કંઇજ ન કરીને દેશને અંધાધુધીમાં ધકેલી દે. પરંતુ ટ્રમ્પની નીતીઓની પસંદગીમાં કાંઇજ ન કરવાનું હોય તો તે અમેરીકા માટે પ્રમાણમાં આશીર્વાદરૂપ બની રહેશે. (But, given Trump's policy preferences, getting nothing done is probably good for America.)

બીજી બાજુએ લોકશાહી માળખામાંથી જ ચુંટણીની પ્રક્રીયામાં એવી પક્ષીય સત્તાકીય શતરંજના પ્યાદાઓની ગોઠવણ લાંબાગાળાની કરતા જવું કે જેનાથી મોદી પેલા શકતીશાળી હીદું રાષ્ટ્રની સ્થાપનાનો માર્ગે કુદકે ને ભુસકે આગળ વધતો જઇને આધુનીક ધર્મનીરપેક્ષ રાજ્યને જ તોડી પાડે. આની સાથે સાથે સામાજીક ચીંતામાં વધારો કરે તેવી બાબત એ છે કે મોદીએ સમજપુર્વક પોતાની વ્યક્તી પુજા આધારીત વ્યક્તીત્વ બની રહે તેવા પરીબળોને પહેલીથી જ પ્રોત્સાહીત કર્યા છે.વ્યક્તીપુજાનું ઉત્તેજન સમજપુર્વક વીકસાવવામાં આવ્યું છે. આને કારણે એકહથ્થુસત્તાના વીકાસ માટેનું યોગ્ય બીબું તૈયાર થવા માંડયું છે. ખરેખરતો તે  થઇ જ ગયું છે.તેના પરીણામ સ્વરૂપે બહુમતી હીદુંવાદે લોકશાહીના મુળભુત મુલ્યો જેવાકે દરેક નાગરીક તેની જ્ઞાતી,જાતી, ધર્મ કે લીંગ વગેરેના તફાવત સીવાય સમાન અધીકારો ધરાવે છે તે બંધારણીય અધીકાર પર જ કઠુરાઘાત કરેલ છે.

લેખકો– ( Hasan is Professor Emerita, Jawaharlal Nehru University and Nussbaum is Ernest Fruend Distinguished Service Professor of Law and Ethics at the University of Chicago. )

 


--

Friday, August 11, 2017

ઉપયોગી બેવકુફ ભાગ–૨

મારા મત મુજબ આ બધા ઉપયોગી બેવકુફો શા માટે બેવકુફ રહેવાનું પસંદ કરે છે તેના ચાર કારણો છે.

એક–પોતાની બુધ્ધીથી ખોટી વાતને સુયોજીત રીતે સાચી છે તે રીતે સમજાવવી. ( Rationalisation)

આ ઉપયોગી બેવકુફો સારી રીતે સમજે છે કે જાહેરમાં મોદી અને તેની સત્તાને ટેકો આપવાથી તે બધાની આજદીન સુધીની જે જાહેર આબરૂ ને સ્વાભીમાન છે તે જોખમમાં મુકાશે. તે બધા સહેલાઇથી પોતાના મગજ બદલી શકે તેમ નથી. તેમને ખરેખર સત્યવાદી દેખાવું છે. તેથી મોદીની નીષ્ક્રીયતાને પોતાની બુધ્ધીના ઉપયોગથી સાચી ઠેરવવા પ્રયત્ન કરે છે. જયારે મોદી પોતાના ચુંટણી વચનો પ્રમાણે સુધારા લાવી શકતા નથી ત્યારે આ બધા ઉપયોગી બેવકુફો એમ લોકોને વીશ્વાસ અપાવે છે કે આવા બધા સુધારાતો ક્રમશ; જ થાય. જરૂરી પરીવર્તન તો ધીમેથી જ આવે.મોદીને હજુ રાજ ગાદી પર બેસવા તો દો. તેને શ્વાસ લેવાનો તો સમય આપવો જોઇએ ને! રાજકીય અર્થતંત્રને સમજવું કોઇ સરળ ચીજ નથી. તે વીષયતો ઘણો ગુંચવાડાથી ભરેલો છે. આવી બધી વાહીયાત દલીલો પેલા ઉપયોગી બેવકુફો કરતા જાય છે. ખરેખર આ માણસ સાચી દીશામાં પ્રયત્ન જ કરતો નથી. તે બધા હાજી હા કરનારા ભક્તો છે. જે નીતી કે કાર્યક્રમો જો જુની સરકારે બહાર પાડયા હોયતો ટીકા કરે તેવા બધી બાબતો જયારે મોદી તરફથી બોલાય છે ત્યારે તેં બીલકુલ મુંગામસ બની જાય છે. જયારે દેશમાં કોઇપણ સ્થળે દંગા ફસાદ,હુલ્લડકે હીંસા મુસ્લીમ, દલીત કે હવે ગાય નામે ફાટી નીકળે છે ત્યારે આ બધા એવી દલીલો રમતી મુકે છે કે આવું બધુ કરનારા તો છુટા છવાયા તત્વો છે, આ કોઇ સંગઠીત, યોજનપુર્વકના હુમલા નથી. મોદીઅને તેની સરકારમાં જે થાય તે બધુ યોગ્ય જ હોય!

બે– ગાજર બતાવતા રહેવું.( Two: The Carrot)

 મોદી સરકારમાં આવ્યા પછી રાજકીય ખૈરાતોના અર્થતંત્રની બોલબોલા ખુબજ મોટા પાયે વધી ગઇ છે. આમાં હું બીજેપીના આઇ ટી સેલના કર્મચારીઓની જે પેરોલ પર છે તેની રોજગારીની વાત કરતો નથી. તે બધી ખેરાતોને તો કાયદામુજબની બનાવી દેવામાં આવી છે. પણ હું તો એવી રાજકીય ખૈરાતોની વાત કરૂ છું જેવીકે રાજયસભાનું સભ્યપદ,પધ્મશ્રી એવોર્ડો, સરકારી સંસ્થાઓમાં મોટા આર્થીક વળતર સાથેના માનદ્ વેતન સાથેની નીમણુકો, સરકારી સાહસો (પીએસયુ)માં તગડા ભાડાભથ્થાસ સાથેના માનદ્ વેતનો,અને નીતી આયોગ જેવાના સભ્ય પદો. આ રાજકીય ખૈરાતોની યાદીનું લીસ્ટનો છેડો જ આવે તેમ નથી. મેં હમણાં એક મેગેઝીનનો, જે બીજેપીને ટેકો આપે છે તેનો લેટેસ્ટ અંક ખરીદયો છે. જેના અંકમાં મોટાભાગની જાહેરાતો સરકાર દ્રારા સંચાલીત જાહેર કુંપનીઓની જ છે. જે માસીકના તંત્રીઓ મુક્ત અર્થતંત્રના મુકત ગાનાં ગાય છે. ખરેખર તો તે પરોપજીવી છે જે કરદાતાના પૈસાથી અપાતી સરકારી જાહેરાતો પર જીવે છે.અને તે મેગેઝીનમાં  સરકારી સાહસો વીરૂધ્ધના વીચારોની જોરદાર રજુઆત કરે છે. કેવી વક્રોક્તી!!

મને ખબર છે કે છેલ્લા ઘણા દાયકાઓથી આવી સત્તાની લ્હાણી અગાઉની સરકારો આજ પ્રમાણે કરતી હતી. સારો રસ્તો તો નવી સરકાર પાસે  હતો કે તે બધી સત્તાની લ્હાણીઓ (a Patronage Economy) કાયમ માટે બંધ કરી દેવી.

ત્રણ સત્તાની ચાબુક.Three: The Stick

સરકાર ભયંકર કીન્નાખોરી કરે છે. અને તે ઘણા લાંબાસમય સુધી સત્તામાં રહે તેમ લાગે છે.તેની સામે બાથ ભીંડવાથી શું લેવાનું છે? આયોજન પંચને બદલે અસ્તીત્વમાં આવેલ નીતી આયોગમાં હું જે બે માણસોની નીમણુક કરવામાં આવેલી છે તેઓને હું ઓળખુ છું(પાનગરીયા સીવાય) તે.બંને મુક્ત બજાર ( free-market)ના ટેકેદાર છે. તે બંને મોદીની નીતીઓને ટેકો આપે તેવુ જાહેરમાં કહેવામાં આવ્યું. બંનેએ તેમ જ કર્યું. તે બંને જણે ખુશામતભર્યું કે પળશી કરવા જેવું  વર્તન(cringe) કર્યું છે. જે લોકો વર્તમાન સરકારમાં છે તેઓમાંના મીત્રૌએ મને જણાવ્યું છે કે આવા હુકમ સરકાર તરફથી દરેક ઉપયોગી બેવકુફોને આપી દેવામાં આવ્યાછે. મુગા રહેવાની છુટ આપવામાં આવી નહતી. એક સમયના આદરણીય અને સન્માનીય ગણાતા જગદીશ ભગવતી હવે તેઓને અનુભવાય છે કે તે સત્તાની કીલ્લેબંધીમાં ઉતરતી કક્ષાના બની ગયા છે. ( ભગવતીની વર્તમાન સ્થીતી માટે ઉપર જણાવેલા ત્રણ કારણોમાંથી ગમે તે એક જવાબદાર હશે.) તે કયું કારણ હશે તે બીલકુલ મહત્વનું નથી. સત્તામાટેની સરહદો પર ફરતા ઘણા બધા ઉપયોગી બેવકુફો હોય છે કે જેઓએ આવા દીવાસ્વપ્નોની પાછળ આખી જીંદગી પસાર કરી છે. હવે તે બધા સરકારી બૌધ્ધીકો છે. હવે કયા કારણોસર તેમને મળેલી સત્તાની મહેરબાની ગુમાવે? સત્ય અને સીધ્ધાંતો કઇ બલા છે. આગળ વધો, રાહ કોની જુઓ છો!

ચાર– સત્તા માટેની લાલસા– (Four: The Lust For Power)

આપણા જેવાઓ માટે સત્તા અને ખાસ કરીને રાજકીય સત્તા તો પ્રજાના કલ્યાણ કરવાનું એક સાધન છે,( the means to an end). જયારે બીજાઓ માટે તે સાધન અને ધ્યેય બંને છે. તમે જે બધું ખુરશી માટે કરો છો તે તો નર્યો દંભી ને ઉપરછલ્લો દેખાડો (a facade) માત્ર છે. છેલ્લા કેટલાક મહીનાઓમાં મારા જાણીતા એટલા બધા લોકોને મેં સત્તાની સમીપ કે નીકટ જોયા(transformed by proximity to power ) જેથી મને સખત આઘાત લાગ્યો ને ખુબજ દુ;ખ થયુ. આ ઉપયોગી બેવકુફોને ફક્ત પોતાના સ્વાર્થ સીવાય બીજુ કશું હોતું નથી; તેમના સીધ્ધાંતતો એટલે સગવડભર્યા સીધ્ધાંતો; આવા લોકો જ્યારે બધા સત્તાની નજીક આવે છે, ત્યારે સીધ્ધાંતો છોડી દે છે. જેમ તેમના સત્તાધીશ માલીક આવા ઉપયોગી બેવકુફોને તે બધાની જરૂરીયાત પુરી થતાં એક દીવસે છોડી દે છે.

મારા એક નજીકના મીત્રે કહ્યું કે " અમીત, દેશમાં મુડીવાદી અને જમીનદારી વર્ગે(economic  right )સામાજીક રીતે ધાર્મીક પ્રત્યાઘાતી પરીબળો (social right)સાથે ચોક્કસ હાથ મીલાવવા જોઇએ. તેથી અમે એક અજેય પરીબળ બની જઇશું." હું તે સાથે  બીલકુલ સંમત નથી. હવે કોઇ જમણેરી કે ડાબેરી નથી. તે ખ્યાલો બીનઉપયોગી બની ગયા છે. હું મુકત બજારના અર્થતંત્રવાળી વીચારસરણીનો ટેકેદાર છું. કારણકે હું વ્યક્તીગત સ્વતંત્રતાની અબાધીત તરફેણ કરનાર છું. આપણા દેશમાં સામાજીક જમણેરીનો ખ્યાલ અને પ્રવૃત્તીઓ વ્યક્તીગત સ્વતંત્રતાના વીચાર સાથે ક્યારેય સુસંગત હોઇ શકે નહી મુળભુતરીતે તેમના વીચારો અને ખ્યાલો ધર્માંધ,મતાંધ અને સ્રી પ્રત્યે દ્રેષભાવ રાખનારા હોય છે (bigots and misogynists). મેં મારા મીત્રને કહ્યુ કે ભાઇ! તું ખોટો છે. આવા પરીબળો  હવે અસરહીન  બનવા માંડયા છે. તે બધાને મહત્વ આપવાની જરૂર નથી.

એક સમાચાર મુજબ અરવીંદ પાનગારીયે 'નીતી આયોગના વાઇસ ચેરમેન તરીકે  રાજીનામુ સ્વદેશી જાગરણ મંચના દબાણને કારણે આપ્યું છે.' જેને કારણે તેની આબરૂને લીરેલીરા ઉડી ગયા છે. મોદી અને તેની ટોળકીએ તેઓનો ઉપયોગ કરીને જરૂરી મજબુત રાજકીય મુડી પેદા કરી લીધી છે. હવે આવા ઉપયોગી બેવકુફોની જરૂર નહી હોવાથી એક પછી એકને ફગાવી દેવામાં આવ્યા છે.

(and no longer need these Useful Idiots.) આ ઉપયોગી બેવકુફો પોતાના નીર્ણયોને વ્યાજબી ઠેરવવા ઉપજાવી કાઢેલું બૌધ્ધીક કારણ આપશે. સત્તા અને નાણાં જે પદવીસુચક વસ્રાભુષણથી મેળવ્યાં તેનો આનંદ ભોગવશે. અને અંતે સાવચેતી ભરી રીતે પેલા સુપ્રીમ લીડરની નજરથી દુર જતા રહેશે. આવા સંજોગોમાં માનવ સ્વભાવ પ્રમાણે સ્વ–ભ્રમણાના ગુણધર્મ મુજબ રાત્રે સરસ રીતે સુઇ પણ જશે. મને તો તેઓએ જે કાંઇપણ કર્યું તેનાથી દુ;ખ થયું છે. પણ તેનાથી વધારે તો મને આ દેશમાં જે બની રહ્યુ છે તેનાથી વધારે દુ;ખ થાય છે.(I feel sad for what they have done to themselves. But I feel sadder for what is happening to this country.)

 

 


--

Beware of Useful idiots- Part-1.

ઉપયોગી બેવકુફોથી સાવધાન રહો! ભાગ–૧–અમીત વર્મા.

(Beware of the Useful Idiots)

 

https://www.thinkpragati.com/wp-content/uploads/2017/03/IMG_2149-128x128.jpg

 ૨૦૧૪ની લોકસભાનીચુંટણી સમયે અને ત્યાર પછી, દેશના જે બૌધ્ધીકોએ નરેન્દ્ર મોદીને ટેકો આપેલો તે બધાને હવે તેમની ભુલ સમજાતી હશે. ઘણા બધાને હજુ પણ પોતાની ભુલ નહી સમજાતી  હોય. કેમ?  તેના કારણો આ પ્રમાણે છે.

 આશરે એક સદી પહેલાં રશીયન ક્રાંતીના અગ્રેસર લેનીને 'ઉપયોગી બેવકુફ''Useful Idiots.' વીશેષણનો ઉપયોગ કર્યો હતો. આ વીશેષણને તેવા બૌધ્ધીકો અને દેશના પ્રતીષ્ઠીત લોકો માટે વાપર્યો હતો જે બધાએ લેનીનની સામ્યવાદી ચળવળમાં જોડાઇને તે ચળવળને ગૌરવ અપાવ્યુ હતું. પણ રશીયન ક્રાંતીના વાહકોના આંતરીક સક્રીય જુથમાં 'ઉપયોગી બેવકુફો'નો કોઇ માન મરતબો કે મહત્વ ન હતું. વીકીપીડીયામાં આ 'ઉપયોગી બેવકુફ' તેને કહેવાય છે જે આવેલ પરીવર્તનની કોઇ એક બાજુને ટેકો આપે છે.જયારે પરીવર્તનના વાહકો આ બધા ઉપયોગી બેવકુફોનો પોતાની ચળવળની મુજબુતાઇ માટે ચાલાકીપુર્વકનો ઉપયોગ કરે છે અને ખરેખર આવા લોકોને તે બધા સખત રીતે ધીક્કારે છે. આ ઉપયોગી બેવકુફોને તે પણ ખબર નથી હોતી કે આ પરીવર્તનની વીચારધારા કઇ છે અને તે દેશને કઇ દીશામાં લઇ જવા માંગે છે.આવા ઉપયોગી બેવકુફોની જરૂરીયાત સમય જતાં નહી રહેતાં તે બધાને લેનીન અને સ્ટાલીને સાઇબીરીયાની જેલોમાં ( many were sent to the Gulag once their utility diminished) ધકેલી દીધા હતા.વીશ્વના ઘણા સરમુખ્તયાર જેવા કે હીટલર, માઓત્સેતુંગ, ચેવાઝ. વી એ પોતાની અનુકુળતા પ્રમાણે ઉપયોગ કરીને તે બધાને ફગાવી દીધા હતા. તમે આ લેખ વાંચનાર તરીકે સને ૨૦૧૭માં ભારતમાં રહેતા હશો તો તમને પણ ખબર પડશે કે અહીંયાપણ ઉપયોગી બેવકુફો વસે છે.

 હું તમારી પાસે ચોખવટ કરી લેવા માંગું છું કે આ લેખમાં જેના નામોનો ઉલ્લેખ કર્યો છે તે ઉપયોગી બેવકુકો નથી. મેં ઉપયોગી બેવકુફનું વીશેષણ ઉપર જે રીતે તેને તમારી સમક્ષ ઓળખાવ્યું છે તે પ્રમાણે ઉપયોગ કરીશ. મારા મનમાં કેટલાક ઉપયોગી બેવકુફોનો જે વીચાર આવે છે તે એવા છે કે જેઓએ ઉપયોગી બેવકુફની કળાસરસ રીતે હસ્તગત કરેલી છે. તેમાંના કેટલાક તો એવા છે જેઓએ પોતાના જ્ઞાનના ક્ષેત્રોમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેબધાની વર્તણુકો માર્મીક, ભેદી અને દુ;ખદ છે. કેટલાકને તો હું તેમની સીધ્ધીઓ માટે ચાહુ છું, વખાણ કરૂ છું. ઘણા બધાની તો પોતાના ક્ષેત્રોમાં એવી સીધ્ધીઓ છે કે તેમાં મારુ સ્થાન તેમના પગના જુતા બરાબર કે નગણ્ય છે.

નાટકનો પ્રથમ ભાગ–

 અચ્છે દીન આનેવાલે હૈ! માટેની તીવ્રઆતુરતા કે સતત ઝંખના–(Act 1: The Longing for Better Days )

જયારે નરેન્દ્ર મોદીએ કહ્યુ કે અચ્છેદીન આનેવાલે હૈ ત્યારે લોકોમાં તે વાતનો જબ્બર પડઘો પડયો હતો. તેનો લોકસભાની ચુંટણીમાં મોદીની તરફેણમાં લોકોએ પ્રતીસાદ પણ આપ્યો હતો. અહીયાં કેટલીક હકીકતો એવી રીતે મુકવામાં આવી છે કે જે લોકોને વ્યાજબી લાગે.દા;ત છેલ્લા છ દાયકાથી દેશ, કોંગ્રેસની સત્તા હેઠળ બરબાદ થયેલ છે. નહેરૂ આમ મોટાગજના નેતા હતા પણ તેઓની આર્થીક નીતીઓ અને ઇંદીરા ગાંધીની ગરીબી હઠાવોના કાર્યક્રમો હેઠળ દેશની પ્રજા ખરેખર દસકાઓ સુધી ગરીબ જ રહી છે.

લાયસન્સ પરમીટ રાજય ખરેખર માફીયા,ચોરઅને ભ્રષ્ટાચારીઓનું જ રાજય હતું,( (we were ruled by a kleptocracy). તે રાજય પ્રજાહીતાર્થે કામ કરનારા નેતાઓનું રાજય ન હતું. સને ૧૯૯૧માં પરદેશી હુંડીયામણની કટોકટી ઉભી થતાં મજબુરીથી કોંગ્રેસી રાજયકર્તાઓએ ઉદારીકરણની આર્થીક નીતીઓ અમલમાં મુકવી પડી હતી. તેને કારણે થોડી રાહત રહી. પણ હજુ ઘણાબધા આર્થીક સુધારા કરવાના બાકી રહ્યા છે. વર્તમાન સરકારની નવા સુધારા કરવાની કોઇ દાનત લાગતી નથી.સરકારે અમને ચુસીને એવા ઢીલા ઢસ બનાવી દીધા છે કે જાણે મરવાના વાંકે જીવનારા પરોપજીવી બની ગયા છે.

કઇ લાખો નીરાશામાં કોઇ એક આશા છુપાઇ હોય તેમ લોકસભાના બીજેપીના વડાપ્રધાન ઉમેદવાર મોદીની લલચાવનારી વાક્છટા જે બીલકુલ પ્રમાણીક ન હતી (It was easy to be seduced) તેની પ્રજા ભોગ બની. ' મીનીમમ ગવર્નમેંટ અને મેક્ષ્સીમમ ગવર્નન્સ' સરકારની ઓછામાં ઓછી દખલગીરી સાથે મહત્તમ સરકારી વહીવટ. આવા સુત્રોમાં બૌધ્ધીકતા અને તર્કનીષ્ઠાપર આધારીત કશું નથી હોતું. તેને આધારે કશું અમલમાં મુકવા જેવી પ્રતીબધ્ધતા પણ સુત્રો આપનારા પાસે હોતી નથી.પણ ગુજરાતના સને ૨૦૦૨ના દંગા–હુલ્લડો સામે મોદીને ક્લીન ચીટ એટલા માટે આપવાની હતી કે ઉદારમતવાદના સીધ્ધાંત પ્રમાણે જયાંસુધી માનવી ગુનેગાર સાબીત ન થાય ત્યાંસુધી નીર્દોષ છે. લોકોને લલચાવવા માટે મોદીને ભાવી તારણહાર (મસીહા) બનાવવો હતો.

 હું એવું કહેવા માંગતો નથી કે ઉપરની બધી માન્યતાઓ સાચી છે.( હું તે પુરેપુરૂ સાચું છે તેવું પણ માનતો નથી.) હું તેમ કહું છું કે તે બધુ વ્યાજબી(રીઝનેબલ) છે. ખરેખરતો આપણે છેલ્લા ૬૭ વર્ષનાં લેખાંજોખાં કાઢીને પુછવું જોઇએ શું આના કરતાં વધારે ખરાબ કશું હોઇ શકે ખરૂ?( What could be worse?)ખરેખર તો તે સઢવીનાની કે નધણીયાતી યુપીએની સરકારનેપુછવું જોઇએ કે આનાથી વધારે ખરાબ તમે શું કરી શકો? સાથે સાથે આપણે તે પણ સમજી લેવાની જરૂરત છે કે મોદીનો રાજય વહીવટ યુપીએની સરકારના વહીવટને સારો કહેવડાવશે! પણ મોદીની તરફેણમાં એક ચાન્સ તો લેવો જોઇએ.

ઉપરની વાતો તો રાંડ્યા પછીના ડહાપણ જેવી છે. આ તો જે લોકોએ ખોટું કર્યુ છે તેની તરફ સ્વાર્થી આનંદ માણવા જેવું છે. કોઇપણ માણસ એકાદ સમયે ખોટો હોઇ શકે. પરંતુ જયારે તમારી સમક્ષ બધાજ સત્યો ખુલ્લા હોય, પડકારો બીહામણા હોય, ત્યારે વારંવાર ભુલો કરનારાઓને માફ કરી શકાય નહી.

 ઘણાબધાએ, જેઓએ મોદીને ચુંટણીમાં ટેકો આપ્યો હતો તેમની એવી માન્યતા હતી કે મોદી બધાને લાંબા સમયથી મુલતવી રહેલ આર્થીક સુધારાઓને અમલમાં મુકીને, વીકાસ દ્રારા રોજગારી અપાવશે અને હીંદુત્વના સામાજીક એજન્ડાને નીયંત્રણમાં રાખશે. સુવીખ્યાત અર્થશાસ્રીઓ જેવા  જગદીશ ભગવતી અને નીતી આયોગના ભુતપુર્વ વાઇસ ચેરમેન અરવીંદ પાનગરીયા ( જેણે ભારતીય અર્થતંત્રનું ઉત્તમ પૃથ્થકરણ કરતાં અને દેશના ભવીષ્યના વિકાસનો રોડમેપ સુચવતાં પુસ્તકો લખ્યા છે) તે બધાએ મોદીની તરફેણ કરી હતી.મોદીને ચુંટણીમાં આપેલા વચનો મુજબ આર્થીક સુધારા કરવા માટેનો ભવ્ય વીજય મળ્યો. પણ તેણે કંઇજ કર્યું નહી.

 

 નાટકનો બીજો ભાગ–Act 2: Mugged by Reality

મેં થોડાક મહીનાઓ પહેલાં, મોદી સરકારની સને ૨૦૧૪ પછીની નીષ્ફળતાના બધા પુરાવા મારા મુખ્ય પ્રવચનમાં (in a keynote speech) જણાવેલા છે. જેનું પુનરાવર્તન અહીં કરવા માંગતો નથી. હું તે માટે વધુ સમય બગાડવા માંગતો નથી. તેમ છતાં તે આ પ્રમાણે હતા. આર્થીક સુધારા નહી, ફરી નહેરૂ સમય જેવીજ  સત્તા,અને નીયંત્રણોની કેન્દ્ર સરકારના હુકમોની દેશના અર્થતંત્ર પર પસ્તાર,જુની સરકારની નીષ્ફળ નીવડી ચુકેલી યોજનાઓનો વધુ વીસ્તારપુર્વક નવા આકર્ષક નામો સાથે જોરશોરથી અમલ, ઓછામાં ઓછી સરકારી દખલગીરી સાથે મહત્તમ વહીવટ (maximum government, minimum governance;) જે જીએસટી કરવેરાનો જોરદાર વીરોધ એકવાર વીરોધ પક્ષ તરીકે કરેલો તેનો વાજતેગાજતે અમલ માટેની જાહેરાત, આ ઉપરાંત ઇન્સપેક્ટર રાજ અને ડીમોનીટાઇજેશન,આ બધી વાતો તો મેં દેશના અર્થતંત્રને લગતી કરી છે. મોદીના આવ્યા પછી કાશ્મીરની સમસ્યા વધુ વણસી છે અને તે રાજયમાં હીંસા પણ વધી છે. હીંદુત્વની સામાજીક શાખા સ્પસ્ટ રીતે માને છે કે મોદી દેશના ધર્મ આધારી ધ્રુવીકરણને ટેકો આપે છે.આ દેશમાં એવો ટોણો મારવામાં આવે છે અથવા કટાક્ષ કરવામાં આવે છે કે સ્રીઓ કરતાં ગાયો વધારે સલામત છે.અરૂણ શૌરી જેવાએ મોદી સરકાર એટલે શું તેની ઓળખ આપી છે.

 

મોદી સરકાર = જુની યુપીએ સરકાર + ગાય.( NDA=UPA + COW.)

જે લોકોએ સને ૨૦૧૪ની ચુંટણીમાં મોદી પર વીશ્વાસ મુક્યો હતો તે બધાને હવે ભાન થાય છે કે તેઓએ અપાત્ર કે ખોટા માણસપર ભરોસો મુક્યો હતો. ધીમે ધીમે તેની અતીદુષ્ટ અને બીહામણી વૃત્તીઓ બહાર આવતી જાય છે.સદાનંદ ધુમે જેવા જાહેર જીવનના બૌધ્ધીકને આપણે શાબાશી આપવી જોઇએ કે તે જોઇ શક્યા કે આ માણસ કઇ રીતે વાસ્તવીકતા સાથે ચેડા કરી રહ્યો છે. સત્તા સામે સત્ય જણાવવાની હીંમત તેઓએ કરી છે. જે બીજાઓ હજુ પણ કરી શક્યા નથી.

       મારા એક મીત્રે કહ્યું કે નોટબંધીના મુદ્દે દેશના બૌધ્ધીકો ખુલ્લા પડી ગયા કે કોણ પોતાના સીધ્ધાંતોને વળગી રહે છે અને કોણ સત્તા સાથે સંવનન કરે છે. નોટબંધી પર મેં ઘણા લેખો લખ્યા છે. માનવજાતના ઇતીહાસમાં આવો કોઇ હુમલો સત્તાધીશો તરફથી પ્રજાના મીલકતનો અધીકાર છીનવી લેવા થયો નથી. જુની નોટોના બદલામાં નવી નોટો લેવા માટે લાઇનમાં ઉભા રહેલા કેટલા બધા માણસો પોતાના કોઇપણ જાતના વાંકગુના વીના મરી ગયા હતા. ધંધા રોજગારો પર તાળાં વાગી ગયાં. કેટલાય બીચારાનો કાયમી જીવન નીર્વાહ છીનવાઇ ગયો. મોદીએ નોટબંધી માટે બતાવેલા કોઇ ધ્યેયો સફળ થયા નથી. કારણકે એકદમ અડધી રાત્રે દેશના નાણાંકીય લેણદેણ માંથી ૮૬ ટકા નોટો ચલણમાંથી બંધ કરી દેવી એ પગલું જ પહેલીથી જ ખોટું હતું. તેણે દેશના નાણાંકીય પુરવઠા તંત્રનો ખાત્મો જ બોલાવી દીધો.

 

 

 દેશનો કોઇપણ અર્થશાસ્રી આ મોદીના નોટબંધીને (આ લેખક અંગ્રેજીમાં DeMon કહે છે) ટેકો આપે તો એમ કહેવાય કે તે બૌધ્ધીક નથી અથવા તે તેના જ્ઞાનને બદલે સત્તાને વફાદાર છે. આ નીર્ણયમાં લોકહીત શું હતું તે હજુ મને સમજાતું નથી.

નાટકનો ભાગ નં– ૩. શા માટે આ બધા ઉપયોગી બેવકુફો દંભમાં જીવે છે.(Living in Denial)v 


--