Saturday, December 30, 2017

ગુજરાતની જનતા જનાર્દનના હાઇકમાન્ડની સુચનાથી અખબારી નીવેદન–

 ગુજરાતની જનતા જનાર્દનના હાઇકમાન્ડની સુચનાથી અખબારી નીવેદન–

હે! અમારા વહાલા ગુજરાતના મતદાર ભાઇઓ અને બહેનો,

કદાચ એ હકીકત હશે છે કે તમારા ડાબાહાથના અંગુઠાની બાજુની આંગળી ઉપરની મત આપેલાની નીશાની- શાહી હજુ  ભુંસાઇ નથી. ત્યાં સુધીમાં તો તમે જોઇ શકો છો આપણા મતથી બહુમતીથી જીતેલા ગુજરાતના બીજેપી પક્ષના ટોચના નેતાઓએ શું કરવા માંડયું છે ?  તેમનાથી ગુજરાતની પ્રજાનો છેલ્લા ૨૦–૨૨ વર્ષોમાં સર્વાંગી વીકાસ થઇ ગયો હતો. પણ આ બધા પસંદ પામેલા લોકનેતાઓ(?) અને તે બધાનો પોતાનો અને તેમની સાત પેઢીનો સર્વાંગી વીકાસ બાકી રહી ગયો હતો.  હાલનો તેઓનો અસંતોષનો ઉકળતો ચરૂ થોડાજ વખતમાં કરાર– સોદાઓ અને વહેંચણીના ફળોની ફોર્મીલા તૈયાર થઇ જતાં શાંત પડી જશો. આપણી મતદાર તરીકેની જરૂર તો પેલા જાદુગર અને તેની ટીમને હવે પાંચવર્ષ પછી સને ૨૦૨૨ માં જ પડવાની છે ને!.  હા કદાચ પેલા જાદુગરને સને ૨૦૧૯માં પણ પડે. રખે ભુલતા જાદુગરની વાંસળીના પ્રભાવને તક આવે ત્યારે જવાબ આપવાનું!


--Sent with Mailtrack

ગુજરાતની જનતા જનાર્દનના હાઇકમાન્ડની સુચનાથી અખબારી નીવેદન–

 ગુજરાતની જનતા જનાર્દનના હાઇકમાન્ડની સુચનાથી અખબારી નીવેદન–

હે! અમારા વહાલા ગુજરાતના મતદાર ભાઇઓ અને બહેનો,

કદાચ એ હકીકત હશે છે કે તમારા ડાબાહાથના અંગુઠાની બાજુની આંગળી ઉપરની મત આપેલાની નીશાની- શાહી હજુ  ભુંસાઇ નથી. ત્યાં સુધીમાં તો તમે જોઇ શકો છો આપણા મતથી બહુમતીથી જીતેલા ગુજરાતના બીજેપી પક્ષના ટોચના નેતાઓએ શું કરવા માંડયું છે ?  તેમનાથી ગુજરાતની પ્રજાનો છેલ્લા ૨૦–૨૨ વર્ષોમાં સર્વાંગી વીકાસ થઇ ગયો હતો. પણ આ બધા પસંદ પામેલા લોકનેતાઓ(?) અને તે બધાનો પોતાનો અને તેમની સાત પેઢીનો સર્વાંગી વીકાસ બાકી રહી ગયો હતો.  હાલનો તેઓનો અસંતોષનો ઉકળતો ચરૂ થોડાજ વખતમાં કરાર– સોદાઓ અને વહેંચણીના ફળોની ફોર્મીલા તૈયાર થઇ જતાં શાંત પડી જશો. આપણી મતદાર તરીકેની જરૂર તો પેલા જાદુગર અને તેની ટીમને હવે પાંચવર્ષ પછી સને ૨૦૨૨ માં જ પડવાની છે ને!.  હા કદાચ પેલા જાદુગરને સને ૨૦૧૯માં પણ પડે. રખે ભુલતા જાદુગરની વાંસળીના પ્રભાવને તક આવે ત્યારે જવાબ આપવાનું!


--Sent with Mailtrack

Thursday, December 28, 2017

“ જ્યારે ક્રાંતીકારીઓ જીવનને પ્રેમ કરવા માંડે છે ત્યારે ક્રાંતી મરણ પામે છે.

" જ્યારે ક્રાંતીકારીઓ જીવનને પ્રેમ કરવા માંડે છે ત્યારે ક્રાંતી મરણ પામે છે. જો દરેક અન્યાય સામે તમે થરથર કંપી રહ્યા હો તો તમે મારા સાથીદાર છો." ચે ગુએરા.

 ચે ગુએરાની ક્રાંતી અપુર્ણ રહી હતી.અપુર્ણતામાં જે ખેંચાણ હોય છે તે સંપુર્ણતામાં નથી હોતું. સંપુર્ણતા એ સમાપ્તી છે. જ્યારે અપુર્ણતા એ યાત્રા છે. જ્યારે કોઇ મહાન ધ્યેયનું સ્વપ્ન સીધ્ધ કરવા હેતુ મળી જાય છે ત્યારે જીંદગીને દાવ પર લગાવવાની  કે અરે! હારી જવાની એક અદભુત મઝા હોય છે. મોત ત્યારે ખૌફ નથી હોતું એક અદભુત તક હોય છે.

 શું ક્રાંતી અવીરત હોઇ શકે? હા, ક્રાંતી અવીરત જ હોય છે.અને હોવી જોઇએ. ક્રાંતી થાકતી નથી. ક્રાંતીકારીઓ થાકે છે. થાકેલા ક્રાંતીકારીઓ જ્યારે સત્તા સ્થાને બેસવા માંડે છે ત્યારે એમની અંદર ક્રાંતીની જ્વાળા ઠંડી પડવા માંડે છે. સત્તા સ્થાને બેઠેલા એક સમયના ક્રાંતીકારીઓની ચામડી એટલી જાડી થઇ જાય છે કે તે અંતે પ્રજાની સંવેદના  કે અનુકંપા અનુભવવા બહેરી કે જડ થઇ જાય છે. પછી બાકી રહેલાઓએ તેમને સત્તા સ્થાનેથી હટાવવા ફરી ક્રાંતી શરૂ કરવી પડે છે.

એ ઇતીહાસ એ ગવાહી પુરે છે કે ક્રાંતીકારીઓ સફળ અને સારા શાસક ભાગ્યેજ બની શકતા હોય છે. ક્રાંતી કરવી અને શાસન કરવું એ બંને જુદીજ બાબતો હોય છે.

" યુધ્ધ લડવા તલવારો અને ભાલાઓ જોઇએ છીએ. પરંતુ દર્દીનું ઓપરેશન કરવાતો નાની અણીદાર કાતર કે સ્કાલપેલ જોઇએ છીએ. તલવારો જ્યારે સર્જરી કરવા મંડી પડે છે ત્યારે દર્દી લોહી લુહાણ થઇ જાય છે. મોટે ભાગે તે મરી જાય છે."

" જ્યારે સરમુખત્યારી એ સત્ય હોય છે ત્યારે તેની ઉથલાવી નાંખવા ક્રાંતી કરવી એ પ્રજાનો અધીકાર બની જાય છે." વીકટર હ્યુગો.

" સ્વતંત્રતા ઇચ્છતા દરેક માણસ માટે ચે ગુએરા પ્રેરણા મુર્તી હતો. નેલસન મંડેલા." ( સૌ. દીવ્ય ભાસ્કર ૨૭મી ડીસેમ્બર બુધવારની પુર્તીમાંથી ટુંકાવીને.)

ક્રાંતીની નવી વીભાવના– ૧૯અને ૨૦મી સદીના ક્રાંતીકારીઓનો ખ્યાલ સત્તાધીશ રાજ્યને લશ્કરી શસ્રો અને હીંસક બળવાથી ઉથલાવી નાંખવાનો હતો. હવે આધુનીક રાજ્ય એટલું બધુ લશ્કર અને શસ્રોથી સંપન્ન હોય છે કે તેને શસ્ર બળવાથી ઉથલાવી શકાય નહી. બીજું આવા બળવાની નીષ્ફળતાએ હોય છે કે સત્તાના દાવપેંચમાં ક્રાંતી દરમ્યાન પ્રજાને જે ગુલાબી સ્વપ્ના બતાવ્યા હોય છે તે પ્રાપ્ત કરવાની વાત તો બાજુ રહી પણ હીંસક કે અન્યપ્રકારના બળવાથી મેળવેલી સત્તાને ટકાવી ક્રાંતીકારી રાજ્ય વધુ ને વધુ જુલ્મી અને હીંસક બનતું જાય છે. સત્તા પરીવર્તનથી વ્યક્તી પરીવર્તનનો ખ્યાલ જ અપ્રસતુત બની ગયો છે. વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત સમજ કેળવીને અહીંસક અને શાંતીમયમાર્ગે, તથા બૌધ્ધીક અને વીવેકપુર્ણ વર્તન સીવાય વ્યક્તી પરીવર્તનના કોઇપણ પ્રયત્નો નીષ્ફળ જવાને જ સર્જાયેલા છે. ભલે તે પ્રાપ્ત કરવાના હેતુઓ સારા હોય ! કારણકે કોઇપણ પ્રકારનો સમુહ(ટોળુ), ભલે તે રાજકીય, સામાજીક કે આર્થીક હોય તેનું કામ વીચારવાનું નથી. પણ બીજા એ વીચારેલું છે તેને હુકમ ગણીને અમલમાં મુકવાનું છે. આવી રીતે આવેલો ફેરફાર કે બદલાવને  ક્રાંતી કહેવાય જ નહી. આવો ફેરફાર પણ અલ્પજીવીજ હોય છે. કારણકે તેમાં સમજપુર્વકની લોકભાગીદારી હોતી નથી. આવા ફેરફારો લાવનારાઓનું તેમાં સ્થાપીત હીત બની જતાં તેમના હીતો ક્રાંતી કે ફેરફાર માટે જાહેર કરેલા આદર્શોથી બીલકુલ વીરૂધ્ધ્ના થઇ જાય છે. અને રાજ્યના દમનના હથીયારો આવી રીતે પ્રાપ્ત કરલી સત્તાઓ ટકાવી રાખે છે. માટે જ જ્ઞાન આધારીત માનવ પરીવર્તન સીવાયની ક્રાંતીની વાતો જ સમય જતાં અમાનવીય બની જાય છે.  (બીપીન શ્રોફ.)


--
Sent with Mailtrack

Sunday, December 17, 2017

ઇન્સાનીયત, દોસ્તી અને સંબંધોની પ્રતીબધ્ધતા– નીનાંદ વેનગૌરલેકર (Ninad Vengurlekar)

ઇન્સાનીયત, દોસ્તી અને સંબંધોની પ્રતીબધ્ધતા– નીનાંદ વેનગૌરલેકર (Ninad Vengurlekar)

 

 થોડાક દીવસ ઉપર જ ફીલ્મોમાં સ્ર્કીપ્ટ રાયટર તથા હાસ્ય કલાકાર નીરજ વોરાનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તે છેલ્લા ઘણા સમયથી કોમામાં સરી પડયા હતા. તેથી તેમના અવસાનથી આમ તો ખાસ આઘાત ન લાગે. પરંતુ મને આંખે ઉડીને વળગે તેવી માહીતીએ હતી, ફીલ્મ પ્રોડયુસર  ફીરોઝ નડીયાદવાલાએ સંપુર્ણ પથારીવશ નીરજભાઇની પોતાના ઘરે લઇ જઇને એક વરસ સુધી લાગણીસભર તરબોળ સારવાર અમાપ ખર્ચો કરીને કરી તે વાતે મને માનવી તરીકે હલબલાવી મુક્યો છે.

કેવીરીતે કરી તે ઇન્ડીયન એકસપ્રેસના સમાચારનોંધ ને આધારે જોઇએ.

એકાદ વરસ પહેલાં સને ૨૦૧૬ના ઓક્ટોબર માસમાં નીરજભાઇને બ્રેઇન હેમરેજનો હુમલો આવ્યો. તે બેશુધ્ધ અવસ્થામાં (કોમામાં) સરી પડયા હતા. તેઓને દીલ્હીની એઇમ્સ હોસ્પીટલમાં દાખલ કર્યા હતા. નીરજભાઇએ ફીરોઝ નડીયાદવાલાએ બનાવેલી ઘણી ફીલ્મોમાં જેવીકે ' હેરા ફેરી, આવારા પાગલ દીવાના, ફીર હેરા ફેરી' વી. ફીલ્મોની વાર્તા લખી હતી તેમજ દીગદર્શન પણ કર્યુ હતું. શ્રી નડીયાદવાલાનો નીરજભાઇ સાથેનો વ્યવહાર ભાઇ જેવો હતો.  તે નીરજભાઇને તેવી અવસ્થામાં વીમાનમાં દીલ્હીથી લાવીને પોતાને ઘેર લઇ આવ્યા. પોતાના ઘરમાંના એક રૂમને નીરજભાઇ માટે આઇસીયુમાં ફેરવી નાંખ્યો. એક વરસ સુધી શ્રી નડીયાદવાલાએ નીરજભાઇના તમામ દવા, ડૉક્ટર્સ, નર્સીસ, ડાયેટીસીયન, રસોઇઆ જેવા તમામ ખર્ચાઓ પ્રેમથી કર્યા હતા.

એટલું જ નહી પણ,તે રૂમમાં નીરજભાઇના મમ્મી–પપ્પાના ફોટા લગાવી દીધા હતા.નીરજભાઇને પસંદ ક્લાસીકલ સંગીત અને હનુમાનચાલીસા પણ દરરોજ ક્રમશ કેસેટો દ્રારા ગાવામાં આવતા હતા. આ બધી સારાવાર અને સવલતો પછી પણ નીરજભાઇ બચી શક્યા નહી.

 ભગ્નહ્રદયે શ્રી નડીયાદવાલા કહે છે કે (A heartbroken Nadiadwala said)  -

" આશરે એક વરસ પહેલાં હું નીરજને દીલ્હીથી મારે ઘેર લઇ આવેલો. દીલ્હીના ડૉકટરોએ તે બ્રેઇન ડેડ છે અને ચાર પાંચ કલાકમાં ગુજરી જશે એવું જાહેર કરેલું હતું." મને કઇ શક્તીએ મેં જે કામ કર્યું તે કરાવ્યું તેની મને ખબર પડતી નથી. હું તેને ની:સહાય સ્થીતીમાં કેવી રીતે ગુજરી જતો જોઇ રહું? તેને મદદ કરનાર કોઇ ન હતું. તેને એક ભાઇ હતો પણ તેની આર્થીક સ્થીતી એવી સારી નહતીકે તેનો આવડો મોટો બોજ ઉપાડી શકે?

. હું નીરજને છેલ્લા આશરે બાર એક વર્ષથી ઓળખું છું. અમે ઘણી ફીલ્મોમાં સાથે કામ કર્યુ છે. અમારી મૈત્રીનું જોડાણ ઘણું ઘનીષ્ટ હતું. હું તેને દીલ્હીમાં ની;સહાય છોડીને કેવી રીતે એકલો મુંબઇ આવી શકું? હું ફક્ત મારી સાથે નીષ્ઠુર કે સહાનુભુતી વીનાનો ઇન્સાન હોઉ તો જ આવું કરી શકું!

 આજે, ભાઇશ્રી ફીરોઝ નડીયાદવાલાએ  નીરજના અંતીમ સંસ્કાર માટે શાંતાક્રુઝ સ્મશાને લઇ જતાં પહેલાં હીંદુવીધી પ્રમાણે મૃતદેહને જે વીધી હવન પુજા કરવાની હોય તે બધી જ તેણે પોતાના ઘરમાં કરાવી. હું ભગવાનનો આભાર માનુ છું કે મને નીરજની સેવા કરવાની તક આપી. ઇશ્વરની ઇચ્છા હશે કે નીરજ જીવે અને તેને જીવત્તદાન આપવામાં હું નીમીત્ત બનું. હું પ્રમાણીક રીતે માનું છું કે આપણે બધા ઇશ્વર નીર્મીત કામો કરવા માટે જ ઇશ્વરે પૃથ્વી પર મોકલ્યા છે. શું આવું આપણા બોલીવુડ જગતમાં બની શકે? જ્યાં નામ, આબરૂ, કીર્તી,અરસપરસના સંબંધો તમે બોક્ષ ઓફીસમાંથી કેટલા નાણાં પેદા કરી શકો છો તેના પર જ આધારીત છે.

 પરંતુ ફીરોઝ નડીયાદવાલા એક જુદાજ પ્રકારનો ઇન્સાન છે. મેં તેની સાથે બે દાયકા પહેલાં કામ કરેલ છે. મને ખબર છે કે તેજ આવાં કામ કરી શકે. તે એક ખુબજ આકર્ષક વ્યક્તીત્વ ધરાવે છે. તેના શરીરનો બાંધો પેલા ગ્રીક દેવતાઓ જેવો છે.જેમાં એક લાગણીથી તરબોર સુર્વણ જેવું હ્રદય રહે છે. જે આજેય લેશ માત્ર બદલાયું નથી.એક સમયે મેં જે કામ કર્યું ન હતું તેના માટે મને ગુસ્સે થઇને કાઢી મુક્યો. પછી જ્યારે શ્રી નડીયાદાવાલાને ખબર પડી ત્યારે તેઓએ મારી માફી માંગી હતી. અમારા સંબંધો એકબીજા ભાઇ સગા ભાઇ હોય તેવા હતા.તેમાં તેઓનો રોલ મોટાભાઇ તરીકેનો હતો.

એક સમયે રાત્રે આશરે બારવાગ્યાના સમયે તે તેઓની મોંઘીદાટ કે અતી કીંમતી ગાડી પોર્સચે( Porsche)મને મળવા આવ્યા. કામ પતી ગયું. હું તેમની ગાડી સામે કામુક નજરે જોઇ રહ્યો હતો. તે સમજી ગયા અને મને કહ્યું ચલો હું તમને તમારા ઘરની નજીકના વીસ્તરમાં ગાડીમાં મુકી આવું. ત્યારબાદ મને વર્લી સીફેસથી લઇને  જુહુ સુધી લઇ ગયા.શ્રી નડીયાદવાલા માટે તે ભલે નાની વાત હોય પરંતુ મારા માટે તો એ જીવનનો મહાન પ્રસંગ બની ગયો હતો. કારણકે  તે મારા જીવનનો પ્રથમ કે છેલ્લો પ્રસંગ હતો કે જ્યારે હું આવી પોર્સેચ જેવી ગાડીમાં બેઠો હોઉ.

 નીરજભાઇ અને ફીરોઝભાઇની આ સ્ટોરી ઇન્ડીયન એક્ષપ્રેસમાં વાંચીને મારી આંખમાંથી આંસુ નીકળી ગયા.કારણકે ફીરોઝભાઇ પોતાના મીત્રની જીંદગી બચાવવા માટે જે કાંઇ પણ કરવું પડે તે બધું જ કરી શકે તેમ હતા. ફીરોઝભાઇની આસ્થા કે ધર્મ તેમાં બીલકુલ વચ્ચે આવે જ નહી. તમે વાંચક, તરીકે કલ્પના કરી શકો છો ખરા કે એક મુસ્લીમના ઘરમાં દરરોજ હનુમાન ચાલીસાના પાઠનું પઠન થાય?  હું તો તેવું વીચારી શકતો જ નથી. તે રીતે આજના દીવસોમાં કોઇ હીંદુના ઘરમાંથી દરરોજ કુરાનની આયાતો પઢાય તેની પણ હું કલ્પના કરી શકતો નથી. પણ આજે જે મારા દેશનું ધર્મો અને તેની આસ્થાઓને કારણે નાગરીકોનું જે ધ્રવીકરણ કે અલગતાવાદીકરણ થયું છે  તે હકીકતને નીરજભાઇ અને શ્રી નડીયાદવાલાની દોસ્તી સ્વીકારવાની ના પાડે છે. તે બંનેની એકબીજા સાથેની ભલાઇ અને પ્રેમ મને એવું માનવાની પ્રેરણા આપે છે કે આ દેશમાં તેઓના જેવા લાખો નાગરીકો છે જે 'ઇન્સાનીયત' ને પોતાની નીજી ધાર્મીક માન્યતોથી પર માને છે. તેમના આ સંબંધોએ મને માનતો કર્યો છે કે આ દેશમાં ભલે ' ઓરંગઝેબ કે અલાઉદ્દીન ખીલજીની' વાતો મતના રાજકારણને કારણે થતી હોય પણ હજું અહીંયા માનવતા મરી પરવારી નથી.

પ્રભુ, નીરજભાઇના આત્માને શાંતી બક્ષે, ફીરોઝભાઇ નડીયાદવાલા તમારો હ્રદયપુર્વકનો આભાર અને પ્રભુને પ્રાર્થના કરૂ છું કે દેશમાં આવી ઇન્સાયતની જ્યોતને બુઝાવા ન દે. ( સૌ. ઇન્ડીયન એકસપ્રેસ. ભાવાનુવાદ બીપીન શ્રોફ.)

 


--
Sent with Mailtrack

Wednesday, December 13, 2017

When banks fail: A “bail-in”

When banks fail: A "bail-in" can be provided without undermining depositor interests

December 13, 2017, 2:00 AM IST TOI Edit in TOI Editorials | EconomyEdit PageIndia | TOI

The current generation of economic reforms revolves around creating a sound institutional architecture for a market economy. In this regard, an important legislation was the insolvency and bankruptcy code which allows for a clean end to a business failure. In the same vein, a bill which deals with failure of financial intermediaries is currently being scrutinised by a parliamentary committee. Financial intermediaries are unique, which is why they need standalone legislation. Even rumours about problems of a single financial intermediary can lead to a contagion which cripples the entire banking system.

It is to the credit of RBI that it oversaw a resolution process for five troubled banks over the last 15 years, without allowing depositors to lose money or instability to creep in. Now, the central bank along with finance ministry feels we need to move to an institutionalised resolution mechanism which covers the entire spectrum of financial activity. Consequently, the Financial Resolution and Deposit Insurance bill was introduced in Lok Sabha in August. An effective resolution mechanism needs a wide variety of tools at its disposal which the bill provides. One of them, "bail-in", has triggered anxiety.

"Bail-in" refers to statutory power given to resolution authorities to convert existing creditors to shareholders. This has triggered fears that bank deposits, for instance, may not be safe. That need not be the case. An insured deposit cannot be bailed-in. India's Rs 1 lakh deposit insurance has remained unchanged for years. It should be immediately enhanced to cover the size of most deposits. For remaining deposits, a "bail-in" provision should apply only after consent of the deposit holder which will have to be compensated with higher interest rates. It's possible to simultaneously provide all resolution tools and safeguard depositor interests. That should be the focus of parliamentary debate on this legislation.

DISCLAIMER : Views expressed above are the author's own.

 


--
Sent with Mailtrack

Saturday, December 9, 2017

મોદી સરકાર! બાબરી તોડનારી ભુતાવળોના પુર્વગ્રહોમાંથી બહાર નીકળો!

  મોદી સરકાર! બાબરી તોડનારી ભુતાવળોના પુર્વગ્રહોમાંથી બહાર નીકળો!

 મંદીર વહી બનાયેગેં, ગોધરાના કારસેવકોનો બદલો લેવાનો છે. આ બધી શાણપણકે ડહાપણ વીનાની અને બદલાની માનસીકતાવાળી લાગણીઓની માયાજાળમાંથી બહાર નીકળો!... તંત્રી લેખ ટાઇમ્સ ઓફ ઇંડીયા ૮–૧૨–૧૭. નો ભાવાનુવાદ.

 મોદી સરકારે સ્પષ્ટરીતે ખુલ્લંમ ખુલ્લા આ મુદ્દે બહાર આવવું પડશે.

અયોધ્યાના કેટલાક પણ જુદા જુદા અખાડાઓના મહંતોઓ જેને ખરેખર આધ્યાત્મીકતા કોને કહેવાય તે જ ખબર નથી (કારણકે અખાડામાં શરીર બનાવવામાં આવે છે બુધ્ધી, શાણપણ કે તર્કવીવેક કેળવવામાં આવતો નથી.) તે બધાએ ભેગા મળીને દેશની બીજેપી સરકારને 'આખરી અને અંતીમ ચેતવણી' આપી દીધી છે. સને ૨૦૦૨ના ગોધરાના કારસેવકોના અપમૃત્યુનો બદલો લેવા બાબરી દ્વંવ્સની જગ્યા એ જ રામમંદીર બાંધવું. શું આપણે તે બધાને સમજાવી શકીશું ખરા કે બદલાના રાજકારણે જ (the politics of revenge) સને ૨૦૦૨ની સાલમાં ગુજરાતમાં ભયાનક અને વીનાશક કોમીરમખાણો પેદા કર્યા હતા.

આજે આપણે બધા તો ૨૧મી સદીમાં જીવી રહ્યા છે. આ સદી તો નવી સદી છે ને! દેશની પ્રજા  સને ૧૯૪૭ના ભાગલા સમયે થયેલી હીંસા અને લોહીયાળ ખુનામરકીના વારસામાંથી બહાર આવવાની સખત કોશીષ કરી રહી છે. દેશની ૨૧મી સદીની પ્રજાને સુખ,શાંતી, સમૃધ્ધી અને વીકાસ જોઇએ છીએ. આપણા વડાપ્રધાનના શબ્દોમાં કહીએ તો ' સબકા સાથ સબકા વીકાસ'. દેશની ભુતકાળની કબરોમાં દટાઇ ગયેલા તે ભુતો કાઢવાની જે લોકો કોશીષ કરી રહ્યા છે તેનો વીરોધ ખુબજ જોરદાર રીતે કરવો જ જોઇએ.

બાબરી મસ્જીદને સેંકડો માણસોની ગેરકાયદેસર મંડળી બનાવી, જમીન દોસ્ત કરવી તે જ ફોજદારી ગુનાહીત કૃત્ય હતું અને છે. તે ગુનાહીત કૃત્ય સામે રાજકીય સત્તાધીશો આંખઆડા કાન છેલ્લા ૨૫ વર્ષોથી કરી રહ્યા છે તે કેવી રીતે ચલાવી લેવાય! કાયદાના શાસન અને બંધારણના સમાનતા અને ધાર્મીક સ્વતંત્રતા જેવા મુલ્યોનો બહુમતી કોમનાલાગણીના કારણે બલી બનાવાય નહી. તેને પેલા મુલ્યોની સામે પ્રભુત્વ ક્યારે ન અપાય. આવા બહુમતી કોમની લાગણી દુભાઇને, કાયદાના શાસન અને બંધારણીય મુલ્યો સામે પંપરાવામાં આવશે તો દેશમાં મોટા પાયે અંધાધુધી, રાજકીય અને સામાજીક અસ્થીરતા ફેલાઇ જશે. તેમાં ખુદ લોકશાહી રાજ્ય અને સમાજ વ્યવસ્થાનું રૂપાંતર હીંદુધર્મ આધારીત સરમુખત્યારશાહીમાં થઇ જશે. ભારત આપણા પડોશી દેશ પાકીસ્તાનની બીબાઢાળ કોપી ઝડપથી બની જશે.(India will come to resemble neighbouring Pakistan.)

     તેથી જ મોદીની એનડીએ સરકારે  હીંદુ જમણેરી પરીબળોના આવા કાયદો હાથમાં લઇને પોતાની વાત દબાણપુર્વક થોપી બેસાડનારા પરીબળો સામે બીલકુલ નમવું ન જોઇએ. આવા પરીબળોના દબાણોનો જો રાજ્ય ભોગ બનશે તો દેશનું ભવીષ્ય પુરેપુરુ જોખમાઇ જશે. પડોશી દેશ પાકીસ્તાનના ધાર્મીક પરીબળો ત્યાંના લોકશાહી પરીબળો પર સંપુર્ણ રીતે હામી જશે. જે આપણા દેશ માટે વધુ ઘાતક સાબીત થશે.

 બીજેપી જે દલીલો કરી રહી છે કે બાબરી દ્રંવ્સના જ સ્થળ પર રામમંદીર જ બાંધવું છે ' મંદીર વહી બનાયેંગે' તે કામથી કોઇ પ્રશ્રનો ઉકેલાવા નથી. તે તો બદલાના રાજકારણને ઉત્તેજન આપશે. તેવા રાજકારણને કાયદેસરતા આપશે. 'વેર વેરથી ક્યારેય સમ્યુ છે ખરૂ?' એક વાર તમે રાજ્યકર્તા તરીકે સત્તાની લાલચ માટે બદલાના રાજકારણને ટેકો આપશો તે પછી સામસામી બદલાનું રાજકારણ જ નીયમ બની જશે! ગીતાનો કર્મનો સીધ્ધાંત પણ એમ જ કહે છે ને જેવું વાવશો તેવું જ પામશો. જેવા કર્મ કરશો તેવાજ કર્મના ફળો મળશે. બાવળીયા ઉગાડવાથી કેરીઓ કોઇને મળી છે ખરી?

દલાઇ લામા જેણે ભારતીય તત્વજ્ઞાન પચાવ્યું છે અને જે આર્ષદ્ર્ષ્ટા છે. તેઓનું કહેવું છે " મા– બાપોના મનના નકારાત્મક વલણો તેમના બાળકો અને તેમના પણ બાળકોમાં (grandchildren) પેઢીગત ચાલુ રહે છે. જુની પેઢી પોતાના બદલો લેવાના કાલગ્રસ્ત થઇ ગયેલા પુર્વગ્રહો નવી પેઢીને હીંસા અને કાયદો હાથમાં લઇને પણ ઉકેલવાની પ્રેરણા વારસામાં આપે છે." માનવજાતના ઇતીહાસમાં ભારતને એક રાષ્ટ્ર તરીકે યુવાન દેશ છે. તેણે પોતાની જાતને ભુતકાળના 'મંદીર વહી બનાયેંગે ' જેવા ભુતવાળોમાંથી મુક્ત થવાની તાતી જરૂરત છે.  તે આજના દીવસનો (૬–૧૨–૧૭.) બાબરીદ્ર્વ્સના ૨૫વર્ષ પુરા થયાનો સંદેશ છે. જેને આપણા જોખમે નજર અંદાજ કરી શકીએ છીએ. (It deserves to be liberated from the obsessions the of the old.)

 

 

 

 


--Sent with Mailtrack

Monday, December 4, 2017

“ જેઓ બુલેટ ટ્રેઇનનો વીરોધ કરે છે તે બળદ ગાડુ વાપરી શકે છે.”

" જેઓ બુલેટ ટ્રેઇનનો વીરોધ કરે છે તે બળદ ગાડુ વાપરી શકે છે." જંબુસરની સભામાં વડાપ્રધાન બોલ્યા.

 બુલેટ ટ્રેઇનનો વીરોધ લોકો કેમ કરે છે?

 કારણકે તમારી પાસે અર્થશાસ્રના નીયમ મુજબ કોઇપણ દેશ માટે  નાગરીકોની જરૂરીયાત સંતોષવાના ઉપલબ્ધ સાધનો( Available Resources)  મર્યાદીત હોય છે. જ્યારે નાગરીકોની જરૂરીયાત અમર્યાદીત હોય છે.

મોદીજી! તમારા શાસનમાં પ્રજાની કઇ જરૂરીયાતો સંતોષવામાં દેશના સીમીત સાધનો વાપરવામાં આવે છે તે જાણવાનો અને તે અંગે મત જણાવવાનો અબાધીત અધીકાર નાગરીકો અને દેશના બૌધ્ધીકોને છે જ. તે રખે ભુલી જતા? દેશમાં લોકોની રોટી, કપડાં, મકાન, બેકારી, મોંઘવારી, ખેડુતોને પોષણક્ષમ ભાવ, આરોગ્યના ક્ષેત્રે કંગાળ સવલતોને કારણે બાળકોથી માંડીને અનેક દર્દીઓના અપમૃત્યુ , સરકારી શીક્ષણની તમારા સમયમાં ગુજરાત અને દેશમાં બનેલી, વધુને વધુ બનતી જતી કંગાળ સ્થીતી, સરકારની રોજગારની નીતીઓમાં ફીક્સપગાર અને કોન્ટ્રાક્ટ પધ્ધ્તી, દેશના નાગરીકોનું ધર્મ આધારીત વીભાજનની વધતી ખાઇ, આવા અનેક મુદ્દાઓ મોઢું ફાડીને ઉકેલની રાહ જોઇ રહ્યા છે. ત્યારે તમારી બુલેટ ટ્રેઇન લાવવા જેવી માનસીક્તાનો વીરોધ કરે તેમાં શું ખોટું છે ?

 દેશમાં તમારા જેવાના બુલેટ ટ્રેઇન લાવવાના નીર્ણયો અને તેવી પ્રજા વીરોધી માનસીકતાથી દેશની મર્યાદીત સાધન સંપત્તી એવા વૈભવી ક્ષેત્રોમાં વપરાઇ જશે કે એક દીવસે પ્રજા પાસે જીવવા માટે  કશું બાકી નહી રહેતાં ચોરી કરીને બુલેટ ટ્રેઇનના પતરાં, સીટો અને અન્ય ચીજો વેચીને પોતાના દહાડા કાઢશે? શું પ્રજા તમારા શાસનકાળમાં એવા દીવસો આવવાની રાહ જુએ? 


--Sent with Mailtrack

Saturday, December 2, 2017

મીસ્ટર શ્રોફ.

મીસ્ટર શ્રોફ,

 હું લોર્ડ શીવા, સોમનાથના મંદીરમાંથી બોલું છું.

બોલો, બોલો, લોર્ડ શીવા, મારા જેવા રેશનલ નાસ્તીકને, બાપુ! કેમ યાદ કરવો પડયો?

લોર્ડ શીવા–મને સારી રીતે ખબર છે કે તું ગુજરાતનો ઘણા બધામાંનો એક નખશીખ રેશનલ માણસ છું. માટે જ હું તને મારા અંગે એક ખાસ રેશનલ વાત કરવા માંગું છું. જો કે મારી વાત ખુબજ ખાનગી રાખવાની છે. પણ ખરેખર જોઇએ તો એ વાત આમ  " ઓપન સીક્રેટ" જેવી છે.

બાપુ! એવી મઝાની વાત સાલી શું હોઇ શકે? તે વાત, મને આમ પહેલે તબક્કે સમજાતી નથી. પણ બાપુ, અમે રેશનલ રીતે વીચારતાં ટેવાઇ ગયેલા એટલે મારી સમક્ષ તમારો ભુતકાળ અને દેશની આઝાદી પછીના બે ત્રણ વર્ષોમાં ફરી તમને વાજતે  ગાજતે આ સોમનાથના મંદીરમાં ' પ્રાણપ્રતીષ્ઠા' 'જીણોધ્ધાર' જેવા બહુ મોટા નામે કાયમ માટે પુરી દીધા છે એ બધું યાદ આવી ગયું છે. મને પણ બાપુ, તમારા માટે બહુ જ રેશનલ રીતે લાગી આવ્યું છે.

અમારા બાળપણમાં તમારા વીષે અમારા વડીલોએ અમારા નાના મગજમાં એવું ઠોકી બેસાડી દીધેલું કે અમારા કૃષ્ણ જેવા પરાક્રમો તમે નહી કરેલા, વધારામાં તમે કૃષ્ણ જેવી લીલા જેવું બધુ નહી કરેલું. પાછા તમે કપડાં બપડાં નામના જ પહેરતા, જંગલ કે સ્મશાનમાં  પેલા તમારા ભુત–પલીત જેવા મીત્રો સાથે, રખીયા, ભભુતી શરીર પર લગાવીને અને ડાકલાં વગાડતા ત્યાંજ નીવાસ કરતા. તેથી અમને ગમતા નહી. અમને એ પણ તે સમયે ખબર હતી કે તમારી સાસરી( પત્ની પાર્વતી દેવીજીનું પીયર) નાગાધીરાજ હીમાલયમાં કોઇક જગ્યાએ હતું. અને તમારા સાસરી પક્ષે સંબંધો સુમેળ ભર્યા ન હતા એવું ખબર હતી.પાર્વતી દેવીના પીતાજી ખાધે પીધે ખુબ સુખી હતા. તેથી બાપદીકરીએ તમારી સામે ગમે તેટલો અસંતોસ હોવા છતાં છુટાછેડા કે ખાધાખોરાકીના દાવા દુવી કરેલ નહી.

શ્રોફ, પણ મારી પાસે નહ્વાનુ કે નીચોવાનું  જેવું કશું જ ન હતું તો તે શું લઇ જાત.

 શ્રોફ, હવે તું તારૂ રેશનલ ડહાપણ બંધ કર અને મારી વાત જલદી સાંભળી લે. કારણકે કોઇ ભક્તના સ્માર્ટ ફોનના વોટસએપથી ફ્રીમાં વોઇસ મેઇલથી વાત કરૂ છું.

 બોલો, બોલો, સોરી ફોર ધી ઇન્ટરપ્શન. સુવીધા કી અવીધા માટે દુ:ખ હૈ.

તને નહી પણ આખી દુનીયાને ખબર છે કે આ સોમનાથના સ્થળે જ આશરે સાતસો આઠસો વરસ પહેલાં મારી મુર્તી તથા મારા મંદીર પર પરદેશીઓએ પાંચ સાત વાર હુમલા કરીને બધુ તોડી ફોડી નાંખ્યું હતું. લેવા જેવું બધું લુટીને લઇ ગયા હતા.

મારી દૈવી તાકાત પર અતુટ વીશ્વાસ રાખીને જે બધા ભક્તો મંદીરમાં રહ્યા હતા તે બધાનો પણ મંદીરના નાશ સાથે તેમનો પણ  નાશ થઇ ગયો હતો. હું પરદેશીઓના લશ્કરી હુમલા સામે મારા ભક્તો કે મંદીર અને તેમાં રહેલી મુર્તી વિ, ને  હું પોતે, લોર્ડ શીવા એક વાર નહી પણ પાંચ થી સાત વાર બીલકુલ બચાવી શકેલો નહી. આ રેશનલ હકીકત પુરાવા આધારીત છે.

મીસ્ટર શ્રોફ, તમારા રેશનાલીસ્ટો સીવાય મારી વાત કોઇ જ માનતા નથી. ભલે બધા જાણે છે. હજુ હું તેમનો તારણહાર હોઉં, ઉધ્ધારક હોઉં એવી અતુટ શ્રધ્ધા નહી પણ અંધશ્રધ્ધા મારામાં રાખે છે. અને હજારો માણસ નેતાઓ અભીનેતાઓ બધાજ મારી પુજાઅર્ચના રોજ કર્યા જ કરે છે.

મારી તારી સમક્ષ એક વીનંતી છે. મારી દૈવી તાકાતનો ફરી સાલુ ટેસ્ટીંગનો સમય આવે તેની ચીંતાથી મારૂ બીપી, હ્રદયના ધબકારા વી. ખાસ કરીને રાતના સમયે વધી જાય છે. સદીઓથી પડોશી મીત્ર દરીયાલાલના મોજાંનો અવાજ સાંભળતાં પાછું બધું શાંત પડી જાય છે. તમારા રેશનાલીસ્ટો પાસે મારા ભક્તો કરતાં વધુ વીવેકબુધ્ધીવાળો ઉપાય હશે જ એમ સમજીને તને ફોન કર્યો છે. બોલ રસ્તો બતાવીશ કે નહી?

 એટલામાં મંદીરમાં કોઇ ભક્ત પોતાનો ફોન ગુમ થઇ ગયાની બુમાબુમ કરે છે. સોરી, માફ કરજો! એ તો હીમાલયમાં મારી પત્ની પાર્વતીદેવી ઘણા સમયથી ગયા છે અને બાળબચ્ચાની ખબર પુછવા ફોનનો ઉપયોગ વોટસાઅપ ફ્રી હોવાથી કર્યો હતો. આભાર ભક્ત.

 


--

Thursday, November 30, 2017

રેશનલ અભીગમની દ્ર્ષ્ટીએ વર્તમાન ગુજરાતની વીધાનસભાની ચુંટણી–

રેશનલ અભીગમની દ્ર્ષ્ટીએ વર્તમાન ગુજરાતની વીધાનસભાની ચુંટણી–

આપણને સૌને માહીતી છે કે ગુજરાત વીધાનસભાની ચુંટણી બે તબક્કામાં  તારીખ ૯ અને ૧૪મી ડીસેમ્બરના રોજ થનાર છે. રાજકીય પક્ષો અને તે બધાના પક્ષીય ટેકેદારો જે કક્ષાએ એક બીજાને આક્ષેપો – પ્રતી આક્ષેપો (Below the belt) કરવા માંડ્યા છે ત્યારે આપણને એક સામાન્ય નાગરીક તરીકે  સવાલ થાય છે કે  આપણે આગામી પાંચવર્ષ માટે રાજ્ય કરવા કેવા વીધાનસભ્યોને ચુંટવાના છે? ચુંટણી લડતા બંને પક્ષોના ઉમેદવારો કરતાં તેમના નેતાઓજ ચુંટણી લડતા હોય તેમ લાગે છે.

 ખુબજ દુ:ખ સાથે લખવું પડે છે કે  તમા બધા રાજકીય પક્ષોના પ્રતીનીધીઓઓ (અમારા મતથી ચુંટાનાર) અમારી પસંદગીથી ગુજરાતનું રાજ્ય ચલાવવાનું છે. તેમાં સન્માનીય દેશના વડાપ્રધાન એમ કહીને મતદારોની લાગણીને બહેકાવવા ઉપયોગ કરી એમ કહે કે  'મને સામાવાળાએ એમ આક્ષેપ કર્યો કે ભાઇ! તમારા પક્ષ પાસે દેશનો સૌથી મોટો જાદુગર છે પછી બીજા ત્રીસ જેટલા જાદુગરો ચુંટણી પ્રચાર માટે શા માટે ઉતારવાની જરૂર છે?'  હવે આક્ષેપ અંગત રીતે મોદીજીના વ્યક્તીત્વ( પર્સનાલીટી કલ્ટ) પર કર્યો છે. તેમાં મોદી સાહેબ એમ તર્ક દોડાવીને દલીલ કરે કે ' મારા પરનો આક્ષેપ હું ગુજરાતનો હોવાથી આ આક્ષેપ સમગ્ર ગુજરાતની પ્રજા પરનો છે' તેવું ભાવુક બનીને આંખમાંથી આંસુ કાઢે, તે લુછે, પછી મારા પરનો આક્ષેપ સમગ્ર ગુજરાત પરનો હોવાથી આપણે કેવી રીતે સાંખી લઇએ. ' હું એટલે ગુજરાત' મારાપરનો આક્ષેપ એટલે સમગ્ર ગુજરાતની સાડા છ કરોડની જનતા પરનો આક્ષેપ!

 છેલ્લા વીસ વર્ષમાં તેમના પક્ષે ગુજરાતમાં સત્તા પર રહીને દેશના બીજા રાજ્યોની સરખામણીમાં આરોગ્ય, શીક્ષણ, બેકારી, નવી રોજગારી, ખેડુતોના પોષણક્ષમ ભાવ અને દલીતો વી.ના પાયાના પ્રશ્નો માટે શું કર્યુ તે બધી વાતો બાજુ પર મુકીને ગુજરાતના મતદારોને હજુ કયા વીકાસની આંબલી–પીપલી બતાવવા માંગો છો?

 સોમનાથના મંદીરમાં પ્રવેશ માટેના રાખેલા  રજીસ્ટરમાં રાહુલજીએ, પોતે હીંદુ રજીસ્ટારમાં સહી કરી હોય તેવું સ્પષ્ટ તેમના પોતાના શબ્દોની સ્ટાઇલમાં રજીસ્ટરમાં દેખાય છે. તેમા છતાં તેઓના નામેને અહેમદ પટેલ સાથેના નામની લીટી ઉપર બીજા શબ્દોમાં બીન હિંદુ રજીસ્ટરમાં કોઇની પાસે લખાવીને તમે શું મેળવવા અને ગુજરાતના મતદારોને આપવા માંગો છો! અને આવો પવીત્ર ધંધો! સોમનાથના મંદીરમાંથી થઇ શકે! 'દીવ્યભાસ્કર ' જેવું દૈનીક જે ' નો પેઇડ ન્યુઝ અને તટસ્થતા'નો દાવો કરનારૂ પેપર પહેલા પાને સમાચાર બનાવે છે.  " રાહુલજી તો હીંદુ નથી ખ્રીસ્તી છે". ભાઇ, પેપરવાળા, ગુજરાતના મતદારોને એટલું તો બતાવો કે મોદીજી જેટલીજ લાયકાતવાળા મતદાર તરીકે  રાહુલજીની છે.

મોદીજી, દેશના મતદારોએ તમને સને ૨૦૧૪ની ચુંટણીમાં ખોબે ખોબા ભરીને મતો હીંદુ કે આર એસ એસના પ્રચારક તરીકે નહી, અને હીંદુ રાષ્ટ્ર બનાવવા આપ્યા નહતા. પણ એક એવા રાષ્ટ્રીય નેતા તરીકે વીશ્વાસ મુકીને સત્તાની સોંપણી કરી હતી કે તમે દેશનો વીકાસ કરશો, નવી રોજગારી યુવાશીક્ષીત બેકારોને અપાવશો વી. આપ તો દેશના સ્રવૌચ્ચ નેતા છો. આપની પ્રજાલક્ષી યોજનાઓ વી ને આધારે મત માંગો. તમારી કક્ષાને એટલી નીચી કક્ષા એ ન ઉતારી દેશો કે તમારૂ વ્યક્તીત્વ એક સામાન્ય બજારૂ વ્યક્તીત્વ હાંસી પાત્ર બની જાય!.

 અમારી રેશનાલીસ્ટ તરીકે ઓળખ એવી છે કે અમારે મન દેશનો નાગરીક ફક્ત માનવ છે મતદાર છે. તે ધાર્મીક, જાતીય, જ્ઞાતી, પ્રદેશ અને રાષ્ટ્રીય ઉન્માદ ભરેલી વફાદારીઓથી સંપુર્ણ પર છે. તેની માનવ હોવાની પ્રતીબધ્ધતા વૈશ્વીક છે. રેશનાલીસ્ટ, દેશ અને દુનીયાના બધા જ ધર્મો–સંપ્રદાયો અને તેના ધંધાદારી વહીવટકતાઓને ( બીચારા માનવીએ જે મુઠી ફાકો બચત પોતાના બાળકોને દવા– આરોગ્ય,કે શીક્ષણ માટે વાપરવાને બદલે) સમાજની બચત ને કોરી ખાનારી ઉધઇથી વધારે ગણતા નથી. આ બધા આપણા સમાજના પરોપજીવીઓ છે. જે કોઇ ભૌતીક ઉત્પાદન ' રોટી ,કપડા મકાન' જેવું કરતા જ નથી. પણ નાગરીકોની મુડી–બચતનો પોતા ભવ્ય દેવસ્થાનો બનાવવા અને ભવ્ય જીવન શૈલીને ટકાવી રાખવા રાત દીન 24x7  રોકાયેલા રહીને તેન સફળ બનાવા રાજકીય સત્તા સહીતનો ઉપયોગ કરવામાં સહેજ પણ પાછી પાની કરતા નથી. તેમાં તે બધા પાવરધા છે. તેમાં આનંદ અને ગૌરવ અનુભવે છે. અને દરેક રાજકીય પક્ષના નેતાઓને પોતાને ઘુંટણીએ પડાવે છે.

રેશનાલીસ્ટ તરીકે અમારી સ્પષ્ટ પ્રતીબધ્ધતા છે કે આધુનીક રાજ્ય સત્તાને કોઇ સંબંધ ધર્મ અને તેના ઠેકેદારો સાથે બીલકુલ ન હોવો જોઇએ. કોઇપણ ધર્મમાં માનવું કે બીલકુલ અમારી માફક કોઇપણ ધર્મમાં નામે ન માનવું તે આ દેશના દરેક નાગરીકની અંગત કે નીજી બાબત છે. તે રીતે દરેક ભારતીયને જીવવાનો અબાધીત અધીકાર બંધારણે આપેલો છે.

રેશનાલીસ્ટ તરીકે, જૈવીક ઉત્ક્રાંતીને આધારે અમારૂ તારણ છે કે  દરેક માનવી ઇશ્વરનું સર્જન નથી અને ક્યારેય ભુતકાળમાં ન હતું. સમગ્ર વીશ્વની અને ભારત દેશની તો ખાસ સામાજીક, રાજકીય અને આર્થીક વ્યવસ્થાઓ, હીંદુ વર્ણવ્યવસ્થા સહીત,માનવ સર્જીત હતી અને છે. તે માનવ સર્જીત છે તેનો અર્થ એ છે કે  તે માનવ હીત માટે જ બનાવવામાં આવેલી છે. ૨૫૦૦ વર્ષ પુરાણા અને ૨૧મી સદીના દેશના નાગરીકોના સર્વ પ્રકારના હીતો કેવી રીતે એક હોઇ શકે! ૨૧મીસદીના માનવીય હીતો પ્રમાણે દેશ અને નાગરીકોને સજ્જ કરવા હશે તો કેવી રીતે આજના નેતાઓ જે બધાઓ રાતદીવસ પેલા જુદા જુદા મંદીર,મસ્જીદના ધાર્મીક વડાઓની પાછળ ઘુમતા અને ફોટા પડાવતા હોય તેમની પાસે શું અપેક્ષા રાખો છો? આ બધા ધાર્મીક સ્થાપીત હીતો તમને મંજીરા વગાડવાનું અને બાંગ પોકારવાનું શીખવાડશે પણ કેવીરીતે બીલગેટ્સ, ઝુકરબર્ગ બનવાનું નહી શીખવાડી શકે. ભાઇ કુવામાં હોય તો હવાડામાં આવે ને? એટલું તો સમજો અને સમજાવો!

 


--

Wednesday, November 15, 2017

અંકલ, તારા ગોડે તો તેના જીવનમાં બહુજ લવ કર્યો હતો. અને લવ નો સંદેશો પણ આપ્યો હતો.


અંકલ,

તારા ગોડે તો તેના જીવનમાં બહુજ લવ કર્યો હતો. અને લવ નો સંદેશો પણ આપ્યો હતો.

તો પછી લવ કરનારાઓને કેમ તારા દેશમાં મારી નાખે છે? એક બીજાના' હેન્ડ કેચ(હોલ્ડ)'કરીને ચાલે તો પોલીસ હેરાન કરે છે. આ બધુ શું છે? મને સમજાવ ને!

હું ગ્રેજયુએટ કક્ષાએ હીંદુ ફીલોસોફી અને ઇન્ડોલોજીનો મારી કોલેજમાં એક સીલેક્ટેડ સબજેક્ટ તરીકે અભ્યાસ કરૂ છું. અંકલ, મારા ડેડીએ કીધુ કે તું તેની સાથે કોલેજમાં ભણતો હતો અને હોસ્ટલમાં રહેતો હતો ત્યારથી નવરાશના ટાઇમમાં કે હોસ્ટલના તારી મેસના ટેબલ (ડાયનીંગ ટેબલ) પર આવા બધા વીષયોની ચર્ચા કરતો હતો. મારા ડેડીનું તું માથુ ખાતો હતો કારણકે તેને ડૉકટર બનવું હતું અને તારે, તો પેલો એથેન્સવાસીઓના યુવાનોને સમાજે ચીંધેલા રસ્તા કરતાં અવળે માર્ગે લઇ જઇને બગાડનાર સોક્રેટીસ બનવું હતું. તેથી મારો ડેડી હજુ કહે છે કે તે દીવસોથી તારો ધંધો, અંકલ, તારા ફળદ્રપ ભેજામાંથી (ફરટાઇલ બ્રેઇન) માંથી બીજા હોસ્ટલ્સના પાર્ટનર્સના મનની માથાકુટો ઓછી કરવાનો  હતો.

 અંકલ, તું બોલ, હજુ તારો એવો ધંધો ચાલુ છે ને? જો જો પાછું અંકલ રેડ વાઇનનો એક પેક થી વધારે લઇશ તો મારાપ્રશ્નોના જવાબ આપવામાં તારાથી ક્યારેય 'ડન' થશે નહી તું આઉટ થઇ જઇશ.. બીજુ, તારા માટે, મારા મોમે ફ્રાઇડ ચીકન, રેડ બોનલેસ મીટ અને બીફ સ્ટીક બધુ મસ્ત કુક કર્યું છે. કારણકે મારા ડેડ કહેતા હતા કે તું હોસ્ટલના દીવસોથી જ બગડેલો હતો ! પણ મારા ડેડ તો તે દીવસોમાં ભગત હતો.

બસ હવે અંકલ! મારા પેલા પ્રશ્નનો જવાબ આપો કે તારા ગોડ માટે હું એવું ભણયોં છું કે તેણે કોઇ દીવસ લગ્નની વીધી કે સપ્તફેરા ફરીને કે તેના ડેડ અને મોમ જે નક્કી કરે તેની સાથે લગ્ન કરવાને બદલે બધી બહેનપણી સાથે તેણે બસ લવ જ કર્યા જ કર્યો છે. બીજું મારા અભ્યાસમાં એવું આવે છે કે તે સમયના રાજાઓની જે બ્યુટીફુલ સ્રી પર નજર પડે(લવ એટ ફર્સટ સાઇટ) પછી તે હોર્સ ચેરીયેટ પર બેસાડીને લઇ જતા. મને તેમાં તારા પુરાણોના ઓલ્ડ રાયર્ટર્સે વાપરેલા શબ્દો જેવા કે " સીતા હરણ, રૂક્ષમણી હરણ, સુભદ્રાહરણ, ઓખા હરણ, દ્રૌપદીના વસ્રાહરણ( ફેમીલી વોર્સમાં કઝીન બ્રધર્સ વાઇફ)) " આ બધી ટરમીનોલોજીના અર્થો સમજાવજે.

માય ડીયર નેવ્યુ, તારો ભારતીય તત્વજ્ઞાન અને હીંદુશાસ્રોમાં ખરેખર જીનીયાઈન ઇન્ટરેસ્ટ છે. તે જાણી મને  એટલા માટે આનંદ થયો કે તારો એપ્રોચ સાયંટીફીક છે ભક્તીભાવવાળો કે લાગણી દુભાય તેવો નથી. અરે અંકલ.  હું તમને એક વાત કહેવાની ભુલી ગયો. અમે તમારા બેબી ગોડની માફક અમેરીકામાં  ટીન એજર્સના થઇ જઇએ ત્યારથી અમારૂ  છોકરા છોકરીઓનું ડેટીંગ શરૂ થઇ જાય છે. ઘરે રાત્રે મન ફાવે ત્યારે આવીએ. યુ સી ઇટ ઇઝ નોટ એ પ્રોબેલેમ્સ ઓફ પેરેન્ટસ. બીજું જેની જોડે ડેટીંગ કરીએ એનો અર્થ એવો નથી હોતો કે તેની સાથે મેરેજ કરવાનું. બંને પક્ષો માટે ડેટીંગ અને મેરેજ ઇન –બીટવીન ઘણું આવનજાવન બાદ મેરેજ માટેનો પાર્ટનર મળે. અને તે પણ તમારી માફક સાત જન્મ તક સાથે જ ચાલુ રહે તેવું નહી.આ જીવનમાં પણ સાથીઓ બદલાય પણ ખરા!

અંકલ તમે સાચું કહેજો!  તમારા બેબી ગોડને ગોકુળ સીવાય વૃદાંવન, બરસાના અને તેની આજુબાજુની  પણ નજીકના ગામોની સ્રી મીત્રો સાથે કેવા સરસ, સુંદર અને સુવાળા સંબંધોના વર્ણનો તેમાં આવે છે. તેમાં બે ડેટીંગ કરનાર વચ્ચે ઉંમર મોટી છે નાની, પરણેલી છે કે અપરણીત, વીડો, કાળી ગોરી, ઉંચી નીચી લંબાઇમાં, ધર્મ સંપ્રદાય, શીવપંથી, વીષ્ણુપંથી એવા કોઇ માનસીક ,શારીરીક,સામાજીક, આર્થીક બાઉન્ડ્રીઝ ના લીમીટેશન તેમાં આવતા ન હતા. તમારે ત્યાં જે બે પાંચ હજાર વર્ષ પહેલાં હતું તે અમારે ત્યાં હાલમાં છે.

 હવે હું તને અંકલ તરીકે ખુબજ ટુંકમાં જવાબ આપી દઉં. એક, જેમ અત્યારે તમારો વીશ્વભરમાં સુવર્ણકાળ છે તેમ તે સમયે અમારા સમાજનો હતો તેવું પુરાણોમાં આવતું હતું.. છેલ્લા કેટલાય વર્ષોથી ઓલમ્પીક, નોબેલ પ્રાઇઝ, બ્રહ્માંડની શોધખોળો, બીજી અન્ય નવી નવી શોધખોળો ,જેવીકે મોબાઇલ. સ્માર્ટ ફોન, ઇન્ટરનેટ, ગુગલ મેંસેજંર, કૃત્રીમ બૌધ્ધીકતા (આર્ટીફીસીઅલ ઇન્ટેલીજન્ટ) બધા જ ક્ષેત્રે અમેરીકા અવ્વલ નંબરે છે અને રહેશે. કારણકે તમારે ત્યાં અમારા જેવું  લવ–જેહાદ, કાઉ લીંચીંગ. ઘરવાપસી નથી. અમેરીકા  દેશમાં કોઇપણ નાગરીક તેના ધર્મથી ઓળખાતો નથી. તેમજ કોઇપણ નાગરીક સાથે તેના ધાર્મીક ઓળખને આધારે દેશના સામાજીક, શૈક્ષણીક, રાજકીય કે વ્યવસાય રોજગારીમાં જો કોઇપણ ભેદભાવ રાખે તો જે તે કરનારની જીંદગી કાયમ માટે ખલાસ થઇ જાય. અમારે ત્યાં તો આવો સૌથી વધારે ભેદભાવ પેદા કરીને તેવું વાતવરણ પેદા કરે છે તે રાજ્યકર્તા બને છે. પ્રજા તેમને જ પ્રતીનીધી તરીકે ચુંટણીમાં ખોબે ખોબે મત આપીને વીજેતા બનાવે છે. તમારે જ્યાં સખત ગુનો બને છે તે અમારે ત્યાં દેશના નેતાઓની લાયકાત બને છે. પણ તમારા દેશના નાગરીકોની  સ્વતંત્રતામાં રાજ્ય બીલકુલ દખલ નથી કરતું. અમારા ભારત દેશમાં સત્તાધારી સરકારે સુપ્રીમમાં એફીડેવીટ કરીને જણાવેલું છે કે  સરકારને દેશના નાગરીકોની અંગત જીંદગીમાં દખલગીરી કરવાનો અબાધીત અધીકાર છે. જેને અમારી સુપ્રીમ કોર્ટે તે સ્વીકારેલ નથી.

 જો બેટા, છેલ્લે છેલ્લે રેડ વાઇનની બીજા પેકની આખરી ચુસકી ભરતાં  બોલી નાંખું છું કે ––

" હમ પુરબ હૈ તુમ પશ્ચીમ હો. દોનો કા મીલન કભી નહી હો સકતા. લેકીન  એક બહુત ખાનગી બાત કર લેતા હું–  હમારે દેશ કે સબ યુથ કો અમેરીકા આના મીલે તો મેરા દેશ મહાન ચીલ્લાને વાલા કોઇ ભારત દેશમેં રહેગા નહી. વો મેં હમારા બેબી ગોડકી કસમ ખા કર કહેતા હું."  બાય બાય.

--

Sunday, November 12, 2017

ભાઇ! અમારી લાગણી દુભાઇ છે.

 ભાઇ! અમારી લાગણી દુભાઇ છે.

 અમારા સમાજના ઐતીહાસીક વારસાને બુરી રીતે ફીલ્મમાં બતાવવામાં આવ્યો છે.

આ તો ભારતીય સંસ્કૃતી , તેની વીચારધારા અને પરંપરાનું હડહડતું અપમાન છે.  તે કેમ ચલાવી લેવાય?

 અમારા સંપ્રદાય, ધર્મ, તેના માન્ય દેવ, ગુરૂ, ગુરૂગ્રંથ વાણી ,પયગંબર કે ધાર્મીક, રાજકીય, સામાજીક નેતા તે બધાના વ્યક્તીત્વનું હનન કરવાના વ્યવસ્થીત પ્રયાસો છે તેને અમે નહીં સાંખી લઇએ. અમે અમારા ધર્મ,સંપ્રદાય કે અન્ય દ્રારા અમારી માન્યતા વીરૂધ્ધ પ્રકાશીત કરેલ લેખ, પુસ્તક, ટીકાત્મક મુલ્યાંકન, તેના પરની કવીતા વાર્તા, ફીલ્મ, સંવાદથી અમારી લાગણી ( Feeling & Sentiments) દુભાયતો અમે કાયદો હાથમાં લઇને પણ તે બધું ચાલવા નહી દઇએ. એક સમાચાર– " આજે ગાંધીનગરમાં રાજપુત સમાજના લોકો એક લાખની સંખ્યામાં પધ્માવતી ફીલ્મ રીલીઝ ન થાય તેના વીરોધમાં એકત્ર થશે." –

( સૌ. આજનું દીવ્ય્ભાસ્કર પાન નં–૧.)

લાગણી દુભાઇ અને તે દુભાવવાનું  વ્યાજબીપણું ( રીઝનેબલ) કેટલું?

 દેશના બંધારણે મુળભુત અધીકારોમાં દરેક નાગરીક કે સંસ્થાને અભીવ્યક્તીનું સ્વાતંત્રય કેટલીક વ્યાજબી મર્યાદાઓ સાથે બક્ષેલું છે. અભીવ્યક્તીની સ્વતંત્રતા એટલે કાયદાની મર્યાદામાં રહીને વાણી, વર્તન અને અભીવ્યક્ત કરવાની સ્વતંત્રતા. જે નીયમનો તેમાં મુકવામાં આવેલાં છે તેમાં શબ્દ ' વ્યાજબી' ( ટુ બી રીઝનેબલ) વાપરવામાં આવ્યો છે. પણ તેમાં લાગણી દુભાઇ ( નોટ હર્ટ ફીલીંગ કે સેન્ટીમેન્ટ ) શબ્દ વાપરવામાં આવ્યો નથી. કોઇપણ લખાણ, કવીતા, નાટક, ચલચીત્ર વી. વ્યાજબી છે કે નહી તે તપાસવાના કે મુલ્યાંકન કરવાના માપદંડો વાસ્તવીક રીતે છે તે પણ બંધારણે નક્કી કર્યો છે. જેના ઉપર ચર્ચા (ડીબેટેબલ) તર્કવીવેક શક્તી અને જ્ઞાન આધારીત થઇ શકે તેમ છે. પણ લાગણીને તર્કવીવેક કે જ્ઞાન આધારીત માપદંડોથી ક્યારેય મુલ્યાંકન થઇ શકે નહી. અભીવ્યક્તી સ્વાતંત્રય પરના વ્યાજબી નીયંત્રણોમાં (૧) રાજ્યની સલામતી (૨) પરદેશી મીત્ર રાજ્યો સાથેના સંબંધો (૩) જાહેર સલામતી માટે ભય પેદા કરવો (૪) ન્યાયતંત્રની અવહેલના, બદનક્ષી, નૈતીક અધ;પતન.) ટુકમાં લાગણી એટલે જેને વ્યાજબી રીતે તર્કવીવેક અને જ્ઞાન અધારીત તપાસી શકાય કે મુલ્યાંકન ન થઇ શકે તે.

અત્યારે આપણે " પધ્માવતી ફીલ્મ" અંગે  રાજપુત સમાજની જે લાગણી દુભાઇ છે અને તેના અંગે જે પ્રદર્શન– વીરોધ અને દેશના થીયેટરમાં રીલીઝ નકરવા દેવા જે ધમકીઓ અપાઇ રહી છે તેને પણ આપણે શાંતચીત્તે લાગણીના વહેણમાં તણાયાવીના તપાસીએ. એક લાગણી દુભાઇવાળા ગ્રુપે દેશની સુપ્રીમ કોર્ટમાં આ ફીલ્મ રીલીઝ ન થાય તે માટે રીટ–પીટીશન કરવામં આવેલી હતી તે કાઢી નાંખી. નામદાર કોર્ટે કારણ આપ્યું કે ' સદર ફીલ્મ ને રીલીઝ કરવી કે ન કરવી તેનો નીર્ણય કરવાની સત્તા દેશના બંધારણ મુજબ ફીલ્મ સેન્સર બોર્ડની છે અમારી નથી.' હજુ  દેશની સેન્સર બોર્ડે હજુ સદર ફીલ્મને તપાસીને દેશના થીયેટરોમાં રીલીઝ કરવાનું સર્ટીફીક્ટ પણ આપ્યું નથી તે પહેલાં તો લાગણીઓને આધારે કાયદો હાથમાં લેવાની ધમકીઓ આપી દેવામાં આવી છે.

 પરદેશમાં રહેતા ભારતીયો જે તે દેશમાં આપણા દેશમાં લાગણી દુભાઇને મુદ્દે ચર્ચાસ્પદ બનેલી ફીલ્મોને પરદેશની ભુમીમાં રીલીઝ ન કરવા કેમ કોઇ ટોળા ભેગા કરી શકતા નથી? પછી ભલે તે ભારતીયો હીંદુ,શીખ, મુસલમાન કે ખ્રીસ્તી કેમ ન હોય! સૌથી વધારે આ દેશીઓજ  આવી ફીલ્મોને પોતાના પરદેશના થીયેટરમાં પહેલે દીવસે જોવા પડાપડી કરતા હોય છે.દેશના રાજકીય પક્ષો માટે આવી લાગણીઓને બહેકાવાનું તો તે બધા માટે મતો અંકે કરવાની મુડી બની ગઇ છે. દેશના સામાજીક, રાજકીય અને બૌધ્ધીક વાતાવરણમાં વ્યાજબી જ્ઞાન આધારીત જાહેરસંવાદ( પબ્લીક ડીબેટ)ની ભુમીકા જ જાણે અદ્ર્શય થઇ ગઇ છે. લાગણીઓને બહેકાવીને એકત્ર કરેલા ટોળાઓ જ જાણે દેશ માટે સાચું શું અને ખોટું શું તે નક્કી કરીને દેશનું સંચાલન કરી, કબજો લેવા મેદાને પડી ગયા છે. તેમાં ખરેખર બલી બનતું હોય કે ભોગ લેવાતો હોયતો દેશના નાગરીકોનું બંધારણે બક્ષેલું અભીવ્યક્તીનું સ્વાતંત્ર્ય. દેશની કમનસીબી એ છે કે જે રાજ્યસત્તાને નાગરીકોના અભીવ્યક્તીના સ્વાતંત્રયનું સંરક્ષણ કરવાની જવાબદારી છે  તેની જ મોટેભાગે પેલા લાગણી દુભાયેલ ટોળામાં સામેલગીરી હોય છે અથવા છુપો ટેકો હોય છે.


--

હે ભારત દેશના નાગરીકો ! તમે બધા તો ગુનેગારો છો

 હે ભારત દેશના  નાગરીકો ! તમે બધા તો ગુનેગારો છો.– સાગરીકા ઘોષ.(ટા ઓફ ઇં ૮મી નવેંબર.)

જ્યારે મોદી સરકાર નામે દેશના નાગરીક ઉપર અવીશ્વાસ રાખે છે ત્યારે દેશમાં સુશાસન અશક્ય થઇ જાય છે. શુ તમે તમારા બેંક  એકાઉન્ટ સાથે તમારો મોબાઇલ ફોન અને આધાર કાર્ડ જોડવાનું ભુલી ગયા છો? તો તમે ગુનેગાર છો. શું તમને ગુંચવાડા ભરેલા જીએસટી ફોર્મને ભરવાનું ખુબજ મુશ્કેલ લાગે છે? તો તમે ચોકકસ ગુનેગાર છો. શું તમે તમારા ઘરમાં રોકડ નાણાં રાખો છો ? તો તમે ગુનેગાર છો. ઓહ! શું તમે માંસ ખાવ છો? તો તમે નક્કી ગુનેગાર છો. શું તમે મોગલોનો ઇતીહાસ વાંચો છો? તો તમે ગુનેગાર છો. કયા કારણોસર તમને લાગે છે કે સીનેમા થીયેટરમાં રાષ્ટ્રગીત ગાવામાં આવે ત્યારે ઉભા થવાની બીલકુલ જરૂરત નથી? તો તમે રાષ્ટ્રદ્રોહી જ છો. શું તમને માનવી તરીકે અંગત જીવવાનો અબાધીત અધીકાર( રાઇટ ટુ પ્રાયવસી)છે તેવું તમે માનો છો? તો તો તમે ચોક્કસ ગુનેગાર છો.

 આ દેશની અંદર, મોદી સરકારના રાજ્યમાં દરેક નાગરીક સંભવીત ગુનેગાર છે( રાજ્યકર્તા અને તેમની મીલીભગત ટોળકી સીવાય). દરેકે પોતે સાબીત કરવું પડશે કે કેવી રીતે તે ગુનેગાર નથી અને નીર્દોષ છે. સુશાસન માટે 'ગુનાહીત માનસ મુક્ત'  " પવીત્ર ભારત" બનાવવું અનીવાર્ય છે. તમારે દરરોજ એવું સાબીત કરવું પડશે કે આજે છેલ્લા ચોવીસ કલાકમાં તમે નીર્દોષ છો અને કોઇ  ગુનો કરવાનો વીચાર પણ તમારા મનમાં પેદા થયો નથી ને? તમને ખબર છે વર્તમાન સરકારે એવા 'બીગ બ્રધર' તંત્રની રચના કરી છે કે તે બધા નાગરીકોના ભુત, ભવીષ્ય અને વર્તમાન કાર્યો પર નજર રાખી શકે છે.રાજ્યકર્તા શાસન તરફથી જે મનકીબાત રજુથાય એજ લોકશાહી સંવાદ બાકીનું બધુ રાષ્ટ્રવીરોધી....

 ( લેખ ટુંકાવીને તેનો ભાવાનુવાદ કરેલ છે.)

 

 


--

Wednesday, November 8, 2017

સને ૨૦૧૪ પછી દેશમાં મોદી સત્તાએ પેદા કરેલા લોકશાહી માટેના ગંભીર પડકારો–

                સને ૨૦૧૪ પછી મોદીજી અને તેઓની સરકારે ભારતીય લોકશાહી વ્યવસ્થા માટે કેવા પડકારો ઉભા કરી દીધા છે? – (સૌ. ટાઇમ્સ ઓફ ઇંડીયા તંત્રી લેખ– કાન્તી બાજપાઇ ૪–૧૧–૧૭. નો ભાવાનુવાદ)

 એક વાત સાચી છે કે મોદીજીની વીચારસરણી જમણેરી લોકશાહી વીચારોને વળેલી છે. પણ દેશમાં લોકશાહી તો રહેવી જોઇએ ને?

" ભારતીય લોકશાહીને , એક રાજકીય પ્રથા તરીકે તથા જીવન પધ્ધતી સામે ભયંકર ખતરો ( Democracy as a way of life)  ઉભો થઇ ગયો છે. સૌથી મોટો પ્રશ્ન એ નથી કે પક્ષીય નીર્ણય પધ્ધતીમાં આંતરીક લોકશાહી છે કે નહી. તેઓના તરફથી સૌથી મોટો ગંભીરભય અનુભવહીન, મુર્ખ, જડ, મંદબુધ્ધીવાળા અને જાડા બરછટ પોતવાળા, માણસની ભલમનસાઇ કે સારાપણા વીશે શંકાશીલ એવા દંભી રાષ્ટ્રવાદનો છે. (The great danger is crass and cynical pseudo-nationalism.) તેના ટેકામાં જે બીજા ખરાબ તત્વો એકત્ર થયા છે તે છે ક્રુર, પાશવી, ધર્મ આધારીત બહુમતીવાદ,આત્યંતીક ધાર્મીકતા, હીંદુ સમાજની ઉપલી જ્ઞાતીઓનું રાજકીય સત્તાના ઉપયોગમાં બેફામ વર્ચસ્વ, અનીયંત્રીત,પણ પ્રચંડ,પ્રબળ, ભયાવહ સામાજીક અસમાનતા આધારીત ગુનાહીત વર્તનો, દેશના યુવાનોની વીકરાળ મોઢું ફાડીને ઉભેલી બેરોજગારીની સમસ્યાઓ, સત્તા પ્રત્યે ખુશામતખોરી,કે ચાપલુસી, ભય, ધમકીઓ,અને સામાજીક હીંસાઓ વી. છે."

           બહુ થોડા ભારતીયો દેશના વડાપ્રધાનને તેમની ભરપુર રમુજવૃત્તી માટે કદર કરશે. ( કુવામાં હોય તો હવાડામાં આવે ને!) કારણકે મોદી એક એવા નેતા તરીકે હવે વીશ્વભરમાં જાણીતા થઇ ગયા છે કે તે આપખુદ છે. તે આપખુદ રીતે જ નીર્ણયો લેવા ઉછેરેલા છે, ટેવાયેલા છે. તેઓના નીર્ણયો જો કે બીજેપી પક્ષ માટેના હોય છે. પણ જેનું સુકાન કે વહીવટ પડછાયામા રહીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરે છે. (on behalf of a party operating in the shadow of the Rashtriya Swayamsevak Sangh (RSS).)

 ખરેખરતો દરેક રાજકીય પક્ષનું સંચાલન લોકશાહી ઢબે અને પ્રજાને તેનું સંચાલન ખુલ્લીરીતે થાય છે તેવો અહેસાસ થવો જોઇએ. આજે દેશમાં કોઇપણ રાજકીય પક્ષ તે રીતે કામ કરતો નથી. ફક્ત નહેરૂના સમયમાં કોંગ્રેસપક્ષ બીલકુલ પારદર્શક અને બહુમતમતાંતરને આવકાર આપતો પક્ષ હતો. અરે નહેરૂ ખુદે,પોતે પક્ષના સર્વેસર્વા ન બની જાય તેવી લાલચો સામે પ્રમાણીક રીતે સંઘર્ષ કર્યો હતો.( Even Nehru fought the temptation to boss his party around.)

મોદી ખુબજ હોંશીયારીપુર્વક પણ આંગળી બતાવીને નહી તે રીતે દેશમાં મીડીયાને એમ નથી જણાવતા કે તમે કોંગ્રેસ પક્ષનું સંચાલન વંશવાદ કરી રહ્યે છે તેવો પ્રશ્ન ઉઠાવો!. કારણકે બાકીની ચાર આંગળીઓ પોતાની સામે આવે છે જેમાં એમ પુછવામાં આવે કે તમારા પક્ષમાં ક્યાં આંતરીક લોકશાહી પ્રથા છે?( તમારો પક્ષ અને નેતાઓ ગુજરાતમાં આગમી ચુંટણીમાં કોના હાથ હજુ મજબુત કરવા મત માંગી રહ્યો છે?)

આ માણસની નેતા તરીકેની રાજકીય કારકીદીનો નકશો જોશો તો ખબર પડશે કે તેમાં પક્ષીય લોકશાહી કે અન્યના મતને સહીષ્ણુ કરવા તેવું તેમના સ્વભાવમાં જ નથી. 'માય વે ઇઝ હાઇવે.' મોદીની નેતા તરીકેની બાદબાકી કરીને બીજેપી પક્ષનું ભાવી શું? તેનો કોણ અને કેવો જવાબ આપશે?

તેઓનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને દેશના વડાપ્રધાન તરીકેનો જગજાહેર સ્પષ્ટ રીપોર્ટીંગ છે કે તેઓએ ભાગ્યે જ પોતાની કેબીનેટ કે તેના મંત્રીઓ, વીધાનસભાકે લોકસભાની ચર્ચાને આધારે,તથા દેશના મીડીયા કે પ્રેસે સુચવેલી બાબતોને ધ્યાનમાં લીધી હશે.(Modi's remarks about party democracy contrast to his record. As chief minister of Gujarat and Prime Minister of India he is widely reported to have governed with little heed to the cabinet, legislature or media.) પોતાના પ્રધાન મંડળની બૌધ્ધીક કક્ષા સામાન્ય ( Mediocrity)  હોવાથી તે આ બધાની દલીલોને સ્વીકારે નહી તે ક્ષમ્ય છે અને સ્તુત્ય કે વખાણવાલાયક છે (Commendable).

પણ કાયમ માટે પોતાની માફક જ ચુંટણી જીતીને ચુંટાયેલા અનુભવી ને વડીલ સાથીઓને કાયમ માટે રાજ્ય કે કેન્દ્ર સરકારના કેબીનેટ કક્ષાના મંત્રીઓ બનાવ્યા બાદ નીર્ણયો લેવાની પ્રક્રીયાઓમાંથી બાકત કરવા( બાયપાસ કરવા) અને સીનીયર સરકારી અધીકારીઓ દ્રારા સરકાર ચલાવવી તે તો લોકશાહી રાજ્યપ્રથા માટે ખુબજ ખતરનાક છે. શું મોદીજીને પ્રતીનીધીત્વ માળખાની લોકશાહી રાજ્ય વ્યવસ્થામાંજ વીશ્વાસ નથી? નહેરૂજી સીવાય અને મોદી સહીત દેશના બધાજ વડાપ્રધાનોને લોકસભાની ચર્ચામાં ભાગ લેવો એ જાણે તે સંસદપર મહેરબાની કરતા હોય કે કૃપા કરતા હોય એમ તે બધાને લાગતું હશે. વધુમાં આપણા વડાપ્રધાનો સંસદમાં આવે પછી સંસદને માથે પોતાની લાંબી સ્પીચ આપે અને ત્યારબાદ સંસદના ગૃહમાંથી અલોપ થઇ જાય. આની સામે બ્રીટનના વડાપ્રધાનો  ત્યાંની સંસદ( જે વેસ્ટમીનીસ્ટર તરીકે જાણીતી છે)ના પ્રશ્નોત્તરી કલાકમાં  પોતાના સાંસદ સભ્યોએ કેવા પ્રશ્નો પુછયા છે, પ્રજાની કઇ મુસીબત કે વીડંબનાઓ છે તે જાણવા અને પછી તેનો જવાબ આપીને ગંભીર પગલાં લેવા તત્પર હોય છે. અને તેમાં પોતાની ફરજ બજાયાનો સંતોષ અને આનંદ પણ હોય છે. તેની સામે મોદી પોતાના એક બીજાહાથોની અદબવાળીને  આકાશમાં જોતા હોય તેવા ફોટા તેઓની સંસદની હાજરીમાં લોકોએ જોયા છે.

 મોદીએ ક્યારેય પ્રેસકોન્ફ્રરન્સને સંબોધી નથી. ભાગ્યેજ  કોઇને ઇન્ટરવ્યું આપ્યો છે. આ બાબતમાં મોદી નહેરૂજી સીવાયના બધાજ વડાપ્રધાનોની રૂઢીરીતીઓ પ્રમાણે જ ચાલે છે. મોદી એમ દાવો કરે છે કે તેઓના માથે દેશ ચલાવવાની એટલી મોટી જવાબદારી છે કે પ્રેસ, મીડીયા વી. સાથે વાતચીત કરવી કે વીચારોની આપ લે કરવાનો સમય જ નથી. ખરેખર તેઓને ખબર નથી કે પછી દરકાર જ નથી કે પ્રેસ સાથેનો સંબંધ અને સંવાદ સુશાસનનો એક અનીવાર્ય ભાગ છે.

 વડાપ્રધાનનો પક્ષીય લોકશાહીની હીમાયાત કરતો પ્રમાણીક સંદશો રમુજથી વધારે કાંઇ નથી. કારણકે તે એવા પક્ષના સભ્ય છે  જે પોતાના  અસ્તીત્વ માટે આર એસ એસ ઉપર પુરેપુરો આધારીત છે. જે સંસ્થામાં ક્યારેય ચુંટણી થતી નથી અને તેમાં સત્તાના હુકમો ક્યાંથી આવે છે તે હંમેશાં રહસ્યમય જ હોય છે. શું કોઇ એવી શંકા કરી શકશે કે આર એસ એસના નીર્ણયોજ બીજેપીમાં  આખરી હોતા નથી? દેશની કેબીનેટના મીનીસ્ટરની પસંદગીથી માંડીને કોઇપણ મહત્વનો નીતી વીષયક નીર્ણય ખુલ્લી કે ગર્ભીત આર એસ એસના વડીલોની મંજુરી સીવાય લેવાતો નથી. જ્યારે તે સંસ્થા બીજેપીના નેતા કે પક્ષની નીતીઓ વીરૂધ્ધ નીર્ણય કરે છે ત્યારે  લોકશાહી રીતે ચુંટાયેલ દેશના સવાઅબજની વસ્તીના પ્રતીનીધી વડાપ્રધાનને પણ પોતાના નીર્ણયો બદલવા પડે છે. અર્થતંત્ર માં જીએસટીના નીયમોમાં ફેરફારો અને બીજા નીતીવીષયક નીર્ણયો તેના જીવતાજાગતા પુરાવા છે.

      ભારતીય લોકશાહીને , એક રાજકીય પ્રથા તરીકે તથા જીવન પધ્ધતી સામે ભયંકર ખતરો ( Democracy as a way of life)  ઉભો થઇ ગયો છે. સૌથી મોટો પ્રશ્ન એ નથી કે પક્ષીય નીર્ણય પધ્ધતીમાં આંતરીક લોકશાહી નથી. તેઓના તરફથી સૌથી મોટો ગંભીર ભય અનુભવહીન, મુર્ખ, જડ, મંદબુધ્ધીવાળા અને જાડા બરછટ પોતવાળા, માણસની ભલમનસાઇ કે સારાપણા વીશે શંકાશીલ એવા દંભી રાષ્ટ્રવાદનો છે. (The great danger is crass and cynical pseudo-nationalism.) તેના ટેકામાં જે બીજા ખરાબ તત્વો એકત્ર થયા છે તે છે ક્રુર, પાશવી, ધર્મ આધારીત બહુમતીવાદ,આત્યંતીક ધાર્મીકતા, હીંદુ સમાજની ઉપલી જ્ઞાતીઓનું રાજકીય સત્તાના ઉપયોગમાં બેફામ વર્ચસ્વ, અનીયંત્રીત,પણ પ્રચંડ,પ્રબળ, ભયાવહ સામાજીક અસમાનતા આધારીત ગુનહીત વર્તનો, દેશના યુવાનોની વીકરાળ મોઢું ફાડીને ઉભેલી બેરોજગારી, સત્તા પ્રત્યે ખુશામતખોરી,કે ચાપલુસી, ભય, ધમકીઓ,અને સામાજીક હીંસાઓ વી. છે.

 દેશના દરેક વીરોધપક્ષના નેતા સામે  મોદી સરકારે  ભ્રષ્ટાચાર વીરૂધ્ધ તપાસની તોપો માંડી દીધેલી છે. જાણેકે પોતાની સત્તાધીશ પાર્ટીના નેતાઓ દુધે ધોયેલા છે. દેશની દરેકપ્રકારની ટીવી ચેનલો ચલાવતા મીડીયા ગ્રૃહો અને અખબારી આલમના માલીકી ગૃહો સતત ચીંતાજનક સ્થીતીમાં દીવસો પસાર કરી રહ્યા છે. કારણકે આ જમણેરી જુથો એક દીવાના કે પાગલ બની ગયેલા માણસની માફક કોના પર હુમલો કરશે તેની ભવીષ્યવાણી કરવી જ અશક્ય બની ગઇ છે. અને પછી તે બધાપર સરકાર તપાસ કરવાના હુકમો છોડશે. દેશના તમામ પ્રકારના બૌધ્ધીકો, તજજ્ઞનો, લેખકો, કલાકારો પણ સતત તપાસના તેમના દાયરામાં હોય છે.તેમના તૈયાર કરેલ તકેદારી મંડળના સભ્યો(Vigilantes) દા;ત ગૌરક્ષકો,એન્ટી રોમીયો સ્કોડના જુથો, લવજેહાદવાળાઓ આબધા નક્કી કરે તે બધાને સહેજ પણ દયા કરૂણા બતાવ્યા સીવાય રહેંસી નાંખી શકે છે. મારી નાંખી શકે છે. દેશમાં કાયદાનું શાસન (Rule of law) ને બદલે જે કાયદો હાથમાં લઇને ઉપયોગ કરે તેનું શાસન  ચાલે છે.

 આબધાજ દેશની લોકશાહી સામે સાચા પડકારો છે.( These are the real challenges of democracy in India.)

 

 

 

 

 


--

Tuesday, November 7, 2017

મોદી સરકાર!-- મોદી સરકાર!

કેમ તમે ચુંટાયેલા પણ ગુનાહીત કારર્કીદી ધરાવતા ધારાસભ્યો અને સંસદ સભ્યો સામે સ્પેશીઅલ કોર્ટની રચના કરી કેસ ચલાવતા નથી? સુપ્રીમ કોર્ટ ઓફ ઇંડીયા.

      આજની તારીખે દેશની વીધાનસભાઓ અને લોકસભામાં થઇને આ મહાનુભાવોની કુલ સંખ્યા આશરે ૩૩% ટકા છે. ટુંકમાં આ દેશની લોકશાહી પ્રથામાં વીધાનસભા કે સંસદમાં ચુંટાયેલો દર ત્રીજો ધારાસભ્ય અને સંસદ સભ્ય ગુનાહીત કારર્કીદી ધરાવે છે. કેમ તમે દેશમાં પેદા થયેલ રાજકારણી નેતા અને ગુનેગારોની ટોળકીની સાંઠગાંઠને તોડવા માંગતા નથી? કેમ તમે લોકપ્રતીનીધી ધારામાં (a provision in the Representation of the People Act) જેનો ગુનો સાબીત થઇ ગયો હોય તેમ છતાં તે ધારાસભ્ય કે સંસદ સભ્ય તરીકે પોતાના પદ પર ચાલુ રહી શકે છે તે કાયદાને રદબાતલ કેમ કરતા નથી? બહુમતી તો છે પછી  તમને લોકપ્રતીનીધી ધારાની સદર કલમને રદબાતલ કરતાં કોણ રોકે છે? મોદી સરકારની સુપ્રીમ કોર્ટે એ દલીલને સ્વીકારી નથી કે  તે અમારી એટલે કેન્દ્ર સરકારની જવાબદારી નથી પણ રાજ્ય સરકારની જવાબદારી છે.(વધુમાં માહીતી માટે દેશના ૧૮ રાજ્યોમાં તો બીજેપીની સરકારો રાજ્ય ચલાવે છે.) સુપ્રીમ કોટે વધુ મોદી સરકારને આડેહાથ લેતાં પુછયું છે કે તમે રાષ્ટ્રીય ચુંટણી પંચની દરખાસ્ત કે જે એમ સુધારો કરવા માંગે છે કે જેનો ગુનો સાબીત થયેલો છે તે નેતા કે મતદાર  જીંદગીભર ચુંટણી નહી લડી શકે તેવું બીલ સંસદમાં લાવીને કેમ કાયદો પસાર કરતા નથી?

રાજ્યકર્તાઓની સંવેદનશુન્યતા, લાપરવાહી કે  ઉદાસીનતા આ મુદ્દે એમ સાબીત કરે છે ન્યાયતંત્રની સક્રીયતા કે ( Judicial activism) ની વાત દંભી છે. શું રાજકારણનું ગુનાહીતકરણ દરેક રાજકીય પક્ષના હીતમાં જ છે? શું અત્યારે ચુંટણી જીતવા ફક્ત બે પરીબળો પુરતા છે?  એક નાણાં કોથરી અને બીજુ બાહુબળ ( મનીપાવર અને મસલ્સ પાવર).

એસોસીયેટેડ ઓફ ડેમોક્રેટીક રીફોર્મ નામની સંસ્થાએ જે તે સમયે ઉમેદવાર તરીકે  પોતાના ચુંટણી ફોર્મમાં પોતે જણાવેલું કે સાહેબ! કેટલા ફોજદારી ગુનાઓમાં સંડોવાયેલા છે તેને આધારે નીચેનું તારણ કાઢેલું છે. દેશભરમાંથી ચુંટણી જીતીને જે ધારાસભ્યો કે સંસદ સભ્યો કાયદો ઘડનારાઓ તરીકે વીધાનસભા કે સંસદમાં બીરાજમાન છે તેમાંથી કુલ ૧૫૮૧ સામે ક્રીમીનલ ગુનાઓ માટે એફ આઇ આર દાખલ થયેલી છે.  આ લોકપ્રતીનીધીઓ સામે ફોજદારી ગુના બે પ્રકારના દાખલ થયા છે. એક જેમાં તે બધા ખુન, લુંટ, બળાત્કાર, સ્રીઓ સામે ગુનાઓ અને બીજા બીન–ફોજદારી ગુનાઓ રાજકીય વીરોધ કરવા ૧૪૪મી કલમને આધારે થયેલા ગુનાઓ. સારા, યોગ્ય રાજકીય નેતાઓ અને ક્રીમીનલ રેકોર્ડ ધરાવતા રાજકારણીઓને, બંનેની એકબીજામાં ભેળસેળ થવા દેવી પ્રજાના હીતમાં બીલકુલ નથી.

 એસોસીયેટેડ ઓફ ડેમોક્રટીક રીફોર્મ સંસ્થાએ આ બધા ઉમેદવારોના ફોર્મસની ચકાસણી કરતાં એવું ચોંકાવનારૂ અને આઘાતજનક તારણ કાઢયું છે કે દેશમાં દરેક નવી ચુંટણીમાં ગુનાહીત કારર્કીદી ધરાવતા રાજકારણીઓની તેવી ગુણવત્તા નહી ધરાવતા રાજકારણી કરતાં બે ગણી જીતવાની શક્યતાઓ  વધારે હોય છે. બીજુ તે સંસ્થાનું તારણ છે કે આ ગુનાહીત કારર્કીદી ધરાવનાર રાજકારણી ઉમેદવાર પેલા ચોખ્ખી કારર્કીદી ધરાવનાર રાજકારણી ઉમેદવાર કરતાં સહેલાઇથી ચુંટણી એટલા માટે જીતી શકે છે કે સરકારી બાબુઓને પણ તેમનાં કામો કરવામાં મઝા આવતી હોય છે! લોકો આવા બાહુબલીઓને જ પછી વીજેતા બનાવે ને.

 દેશની જનતાએ જ્યારે  ગુનાહીત  નેતૃત્વ અને રાજકારણ બંને એકબીજામાં ભેળસેળ થઇ જાય ત્યારે ક્યાં સારા સરકારી વહીવટ માટે (good governance) કોની પાસે જવાનું? તારીખ ૩જી નવેંબરના ટાઇમ્સ ઓફ ઇંડીયા,આ તંત્રી લેખમાં વધુ દલીલ કરે છે કે ગુનાહીત રાજકારણીઓ માટેની સ્પેશીઅલ કોર્ટની રચના અને ફોજદારી ગુનો સાબીત થઇ ગયેલા ધારાસભ્ય કે સંસદ સભ્યની જીંદગીભર ચુંટણી ન લડી શકે તેવો લોકપ્રતીનીધી ચુંટણીધારામાં સુધારો, ચોક્ક્સ રાજકીય પક્ષોને આવા માણસોને ટીકીટ નહી જ આપવામાં મજબુર કરશે. આજના આ મુદ્દે જે સે થે રાજકારણને ચાલુ રાખવાને બદલે  ગુનેગાર–નેતાની સાંકળને તોડવા માટે  મોદી સરકાર !દેશની સર્વોચ્ચ અદાલતના ચુકાદાને અમલમાં મુકો. ( સૌં ટા.ઓફ ઇ. ૩–૧૧–૧૭ ના તંત્રી લેખનો ભાવાનુવાદ.)

 

 

 

 

Saturday, November 4, 2017

શું ઘરડા ગાડાં વાળી શકે? શીવ વીશ્વનાથન.

શું ઘરડા ગાડાં વાળી શકે? શીવ વીશ્વનાથન.

( શીવ વીશ્વનાથન, નીવૃત રાજ્યશાસ્રી છે. હાલ તે ચેન્નાઇમાં રહે છે. પોતાનો  શૈક્ષણીક અભ્યાસ દીલ્હી યુની. અને  વ્યવસાયી જીવન દીલ્હીમાં રાજ્યશાસ્રના ક્ષેત્રે વૈશ્વીક કક્ષાએ સુપ્રસીધ્ધ " સેન્ટર ફોર સ્ટડી ઓફ ડેવલપીંગ સોસાયટી સી ડી એસ"માં પસાર કરેલ છે. આ સેન્ટરના આધ્યસ્થાપક પ્રો. રજની કોઠારી તેમના બૌધ્ધીક મેન્ટર હતા તેવું  તેઓએ રજનીભાઇની શ્રધ્ધાંજલીમાં લખ્યુ હતું. આ લેખ તેઓએ પોતાની વાત એક વડીલ પણ શાણપણથી પરીપક્વ તેવા સજ્જનના મુખે કહેવડાવી છે. જેનો ટુંક સાર અત્રે રજુ કરેલ છે.)

શીવ– આ દેશના રાજકારણને બીજેપીએ શુષ્ક, આશાવીહીન અને સુનકાર બનાવી દીધું છે. નોટબંધી અને જીએસટીએ તો દેશમાં સામજીક અને આર્થીક અંધાધુધી ફેલાવી દીધી છે. આપણા તમીલ રાજ્યમાં તો તેની સામે કોઇ રાજકીય પક્ષ તરફથી વીરોધ પણ થતો નથી. સને ૨૦૧૪ પછી રાજકારણ એટલે ફક્ત દેશના નાગરીકો માટે નેતાઓના સતત શબ્દોના આડંબરથી ભરેલ ભાષણો અને ગર્જનઓ સીવાય બીજુ કશું જ નહી. મારી સામે બેઠેલા વડીલના મોંઢાપર કોઇ જાતની લાગણી કે આવેગો જોવાના મળતા ન હતા. તે તો ફક્ત બીસ્કુટના ટુકડા ખાવામાં અને બ્લેક કોફીની ધીમી ધીમી ચુસ્કીઓ ભરવામાં જ મસ્ત હતા. મારી દલીલો અડધો કલાક સુધી સાંભળ્યા પછી વડીલ ઉવાચ!

વડીલ– તે બધા સામે વીરોધ તો શરૂ થઇ ગયો છે. તને ખબર છે ખરી કે હમણાં જ ગીતકાર એ. આર. રહેમાને, નોટબંધી " ડીમોટાઇઝેશન" પર એક સરસ ગીત કંપોઝ કરેલ છે.

શીવ– તમે ગંભીરતાથી વાત કરો છો? ("Are you serious?") તે ખુબજ માર્મીકતાથી હસ્યા!

વડીલ– જુઓ! રહેમાન, તમને રસ્તો બતાવે છે. મુક્ત રીતે વીચારો! બીજેપી વીખરાઇ જશે! તેણે મારી આંખોમાં બીજેપી પ્રત્યેની જે પારાવાર ઘૃણા છે તેને વડીલે શંકાશીલ રીતે નીરખી.

 વડીલે– વધુમાં બીજેપી અંગે પોતાનું નીરીક્ષણ કહ્યું કે, બૌધ્ધીક રીતે તે હલકી કક્ષાની વીચારો પર અવલંબીત (mediocre)રાજકીય પાર્ટી છે. આ દેશની બહુમતી પ્રજા જે નવા વીચારો અને નવા પરીવર્તનો સ્વીકારવા તૈયાર નથી તે બધાએ આ પાર્ટીને જીવતી રાખેલી છે. તે પ્રજા પોતાના અપ્રસતુત થઇ ગયેલા વીચારો, હીતો, વર્તનો અને રૂઢીરીવાજો સીવાય દુનીયામાં બીજા અનેક વીકલ્પો શક્ય છે, ઉપલબ્ધ છે, તે સ્વીકારવા જ તૈયાર નથી.

    શીવ. તું તારા જ્ઞાતી આધારીત અને ચુંટણી લક્ષી રાજકારણની માનસીકતામાંથી બહાર નીકળ! બીજેપીની સફળતા એ દેશના મધ્યમ વર્ગની લઘુતાગ્રંથી, સામાજીક રીતે નીષ્ફળતાનો ભય અને પૌરાણીક સંસ્કૃતીના ખોટા, કે માની લીધેલા ગૌરવ પર સંપુર્ણ આધારીત છે. આ બધા પર આધારીત તેમના આડંબરીત ભભકો કે ડોળ તથા અણીયારા સ્થાનને રાષ્ટ્રવાદના નામે ઓળખાવે છે.

 વડીલ– પોતાના બીજેપીના પૃથ્થકરણમાં ધારદાર રીતે આગળ વધે છે. "  જુઓ અહીંયા એક પાર્ટી એવી છે કે દેશમાં તેની પાસે  ભુતકાળમાં કોઇ મહાન જમણેરી વીચારવાળા નેતા જ ન હતા. આવા મહાન નેતા વીનાના આ વંચીતો બીજાના નેતો જેવા કે સરદાર વલ્લ્ભભાઇ પટેલ, મહાત્મા ગાંધીજી ( સ્વચ્છતા અભીયાનના પ્રતીકમાં ગાંધીજીના ચશ્મા) અને ભગતસીંહને ચોરી લઇને પોતાના નેતા હોય તે રીતે પોતાની રાજકીય મુડી બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ("Here is a party that does not even have great leaders and is so bereft that it tries to steal Bhagat Singh, Gandhi and Patel.")

વધુમાં વડીલ જણાવ્યું કે તને મનોવીજ્ઞાનમાં વ્યક્તીના વ્યક્તીત્વને(પર્સનાલીટી) ઓળખવા માટે જે રોરશાચ પર્સનાલીટી ટેસ્ટ(Rorschach a personality test ) જેમાં ભય બતાવીને બીજાને હરાવી શકાય છે તેવું જ કામ બીજેપી કરી રહી છે.

 શીવ– આર એસ એસ અને અમીત શાહનું શુ?

વડીલ– હસતાં હસતાં કહ્યું કે આર એસ એસની શાખાઓ તો તેમની અબૌધ્ધીક અને નીમ્નપ્રકારની વીચારસરણીને શેરીના હેતુવીહોણા ટોળાને ભેગા કરવાની પ્રવૃતી છે.

("A shakha is a lumpenisation of mediocrity. It is ideology at its worst." )

વડીલે ફરીથી વધુમાં જણાવ્યું કે તમે જ્ઞાતી અને ચુંટણીલક્ષી રાજકારણને ભુલી જાવ. કલ્પના કરો કે તમે કોંગ્રેસ પાર્ટી જે નકામો એક અવશેષ બની ગઇ છે તેને સમી સુધરી કરવા રાહુલ ગાંધીની નજરે જોઇ રહ્યા છો. તમે કેવી રીતે આપક્ષને સુધારી શકવાના છો? તે કામ તમે વર્તમાન કોંગ્રેસમેન જેવાકે સચીન પાયલોટ કે શશી થરૂર જેવા નેતાઓથી પાર્ટીને સજીવ કે ધબકતી બનાવી શકશો નહી.  તે બધા અમીત શાહ કે આદીત્ય્નાથ સામે  લોકમત ઉભો કરવા પાંચ મીનીટ પણ ટકી શકે તેમ નથી.તેઓ ઇંડીયા ઇન્ટરનેશનલ સેન્ટરના રાજકારણમાં ચાલે તેમ છે. કોંગ્રેસના પુન; ઉત્થાન માટે નવાપ્રકારની નસલ જે નવી ભાષામાં પોતાના વીચારો રજુ કરે તે જોઇએ છીએ.

 બીજેપીની સફળતા તેના મધ્યમ વર્ગીય લઘુમતી ગ્રંથીની આજુબાજુથી ઉભી થયેલી છે. તમે એક લીસ્ટ બનાવો કે બીજેપીની નીતીઓ કેવી રીતે સામાન્ય પ્રજાથી વીમુખ, વીશ્વાસઘાતી છે. જવાબમાં હીંદુત્વ, ઓબીસી, વીકાસ વી માં તેનો પડઘો નહી પડે. શાંતીથી વીચારો!

વડીલે તેના ચોથા કપમાંથી ચુસકી ભરવા માંડી, જાણે કે કોફી તેઓની જીંદગીને અનંતકાળ સુધી ટકાવી રાખવા માટેનું અમૃત હોય!

વડીલ– આ સંદર્ભમાં દેશના નકશાને નવેસરથી જોવો પડશે. તેને સીધો સંબંધ નોટબંધી અને દેશના અર્થતંત્ર સાથે છે. મને ચોક્ક્સ વીશ્વાસ છે તે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે બીજેપી સામે નવાજ પ્રકારનો વીરોધ દેશમાં જરૂરથી ઉભો કરી શકો. કેવી રીતે!

 બીજેપીની પહેલી દુ;ખદ સ્થીતી એ છે કે તેણે દેશના સમગ્ર ખેતીક્ષેત્રથી પોતાની જાતને સંપુર્ણ વીમુખ બનાવી દીધી છે. તે એક એવો પક્ષ છે જે ગાયને પ્રેમ કરે છે, નદીઓને પુજે છે પણ અર્થતંત્રના બીજા ક્ષેત્રોની સરખામણીમાં ખેતીને ધીક્કારે છે. ખેતીની પડતી અને તેની સાથે જોડાયેલી જીવન પધ્ધ્તીને આ પક્ષે ધીમું ઝેર આપીને તોડી નાંખી છે. ખેતીની જમીનને વીકાસના નામે સંપાદન કરવાની સતત નીતીએ બીજેપી પક્ષે દેશમાં એક નવા હીતવાળો મતવીભાગ બનાવી દીધો છે.

ખેતી ક્ષેત્રની વાત–

બીજેપી સરકાર અને તેની પક્ષીય પાંખને ખેતી અને ખેત આધારીત જીવન પધ્ધતી શું છે તેની લેશ માત્ર ખબર જ નથી.  આર એસ એસ અને બીજેપીનો પક્ષીય ઉછેર ફક્ત બે જ મુદ્દા ' લઘુમતી કોમ પ્રત્યેના ધીક્કાર' અને ભારતના પૌરાણીક વારસાનો જીર્ણોધ્ધારમાંથી વીક્સેલો છે. મોદી સરકાર એવી નીતીઓ પર મુસ્તાક છે કે 'ટેકનોલોજી' દેશના ખેડુતોના આપઘાતનો વીકલ્પ છે.' તે વીચારી શકતી જ નથી કે દેશનું ખેતીક્ષેત્ર એ તો તેની જીવન પધ્ધતી છે.(A way of life)  દેશના દરેક રાજ્યોના ખેડુતોને ખબર પડી ગઇ છે કે આ સરકારના બધાજ પ્રયત્નો ખેતીક્ષેત્ર તથા ખાસ કરીને તેના નાના ખેડુત–સમુહનો સર્વપ્રકારનો વીનાશ કરવા મેદાને પડી છે. નાના ખેડુતની ખેતીને તેણે સંપુર્ણ બીનનફાકારક બનાવી દીધી છે.( They had made agriculture unviable, This regime has little sense of farm or farming and thinks technology is the solution to agricultural suicides.) મોદી તંત્રને ઓળખવા માટે ખેડુતોના આપઘાત પ્રત્યે જે નફ્ફ્ટ, લાગણીવીહીન અને બેદરકાર ભર્યું વલણ બતાવ્યું છે તે પુરતું છે.

મને એકદમ ખબર પડી ગઇ છે કે મોદીની મુર્ખામીભરી આધુનીકતાની દોડ( બુલેટ ટ્રેઇન)થી ભારતનું સદીઓથી જેનું અસ્તીત્વ ટકી રહ્યું છે તે સામાજીક માળખાને તોડી નાંખવાનો છે. નોટબંધી તે દેશની અસંગઠીત અને પરંપરાગત આધારીત ખેતીને વ્યવસ્થીત રીતે તોડી નાંખવાનો મોદી સરકારનો સંગઠીત પ્રયાસ છે. આ ઉપરાંત નોટબંધીએ ખેતમજુર જે દૈનીક આવકપર જીવતો હતો તેને, પરપ્રાંત–રાજ્યમાંથી આવતા મજુરોને, ધાબાવાલા,દેશી પણ કુશળઉધ્યોગો જેવા કે ભરતકામ, પીત્તળના વાસણો પર નક્ષીકામ કરનારા કારીગરો ઉપરાંત કાપડ ઉધ્યોગના છુટક કારીગરોને મરણતોલ ફટકો માર્યો છે. તે બધાની આર્થીક પ્રવૃતીઓ સરળ અને સંપુર્ણ રોકડ દૈનીક વેતન પર આધારીત હતી તેને નોટબંધીએ ખલાસ કરી નાંખી છે.

દેશના યુવાનો, (પણ તેવા આશાસ્પદ રાષ્ટ્રવાદી યુવાનો નહી જે આઇ આઇ ટી અને આઇ આઇ એમ વી. ડીગ્રી સ્રર્ટીફીકેટની ગ્રીન કાર્ડ લેવા રાહ જોઇને બેસી રહ્યા છે) એટલે જે સ્કુલ કોલેજ માં ભણે છે,ડીગ્રી મેળવે છે પણ જે ડીગ્રીથી રોટલો મેળવવો બીલકુલ અશક્ય છે તેવા યુવાનો.. દેશના યુવાનોની બેકારી કેવી બીહામણી ,ભયાનક અને મૃત્યુ તરફ ધકેલનારી છે તેનો સહેજ પણ અંદાજ મોદી અને બીજેપીની સત્તારૂઢ કંપનીને લેશ માત્ર નથી.

 તે પોતાના બજરંગ દળના સભ્યોનો પોતાની સામેના વીરોધોને કચડી નાંખવા અસામાજીક અને ગેરકાનુની રીતે ઉપયોગ કરે છે. પણ આ ગેરમાર્ગે દોરાઇ ગયેલા યુવાનોને ગૌરવભરી નોકરીઓ કેવી રીતે આપવી તે આવડતું નથી. આ એવી સત્તા છે જે પોતાની સામેના વીરોધ ને સહી શકતી નથી. કારણકે વીરોધી રજુઆતમાં પોતે લીધેલા પગલાં અને નીતીઓના વીકલ્પ હોય છે. સત્તાધીશોએ ખાસ યાદ રાખવાની જરૂર છે કે 'બેકારોની ફૌજ' ક્યારેય ગ્રાહકો  બની શકે નહી. " તમારા વીકાસ મોડેલે કદાચ જો કોઇ માલ ઉત્પન કરેલો હશે તો તેને ખરીદનાર ગ્રાહક તો જોઇશે ને" !

 લઘુમતીઓ–

 હું, એકદમ વડીલની વાતોથી આ સમયે બીલકુલ દીગ;મુઢ બની ગયો. આ વડીલ તો કોઇક નવાજ પ્રકારનું મોદી–બીજેપી સામેના વીરોધનું મોડેલ બતાવી રહ્યા છે. તે આ કે તે સામાજીક, ધાર્મીક કે જ્ઞાતી આધારીત જુથોને બદલે એક નવાજ પ્રકારના વીકલ્પનો વીચાર મુકે છે. વડીલે તો લઘુમતીના ખ્યાલને એક ચોક્કસ ઘટના બતાવીને દેશના બીમાર લઘુમતીઓના સમુહના સંખ્યાબળને સમગ્ર ઉપખંડ જેટલી વસ્તી તેમાં સમાઇ ગઇ હોય છે તેવું સ્પસ્ટ રીતે બતાવી દીધું. આમ મોદી સરકારે, તો આ બધા જુદાજુદા સમુહોને, જેવાકે નાના ખેડુતો, સર્વપ્રકારના અસંગઠીત મજુરો, નાના કુશળ કારીગરોનો સમુહ, નાના ઉધ્યોગો, અને ડીગ્રી સર્ટીફીકેટવાળા બેકાર યુવાનોની ફોજ વી. બધાને વ્યવસ્થીત રીતે પોતાની નોટબંધી અને જીએસટીની નીતીઓથી પાયમાલ કરી દીધા છે.

બીજેપીએ આમ નાગરીક સમાજને તોડી નાંખીને તેનો વીકલ્પ જાણે આર એસ એસ અને તેની શાખાઓ હોય તેમ વીચારીને વર્તન કરવા–કરાવવા માંડયું છે. નાગરીક સમાજને અને તેની કોઇપણ નાગરીક લક્ષી વીચારો અને પ્રવૃતીઓને, બીજેપીએ રાષ્ટ્ર વીરોધી લેબલનો સીક્કો મારી દીધો છે. નાગરીકો એટલે રાજ્યના સત્તાકીય હીતો માટેના ફક્ત સાધનો! 

 વડીલે થોડોક વીરામ લઇને વધુમાં વાત કરી કે – અજંપાગ્રસ્ત દેશના કૃષીતંત્રની અસંખ્ય પ્રજા, અસંગઠીત કામદારોનો અર્થતંત્રમાંનો સમુહ, શીક્ષીત બેકારોની ફોજ અને પ્રભુત્વહીન બનાવેલો નાગરીક સમાજ, આબધા જ વંચીતો છે તેમાંથી નવી કોંગ્રેસની કેડર બનાવો. બીજેપી તો દેશના પૌરાણીક કાળ અને તેના ટેકાવાળા સત્તાના સમીકરણો જે આઉટડેટેડ બની ગયા છે તેને પાછા લાવવા માંગે છે. કારણકે આજને તબક્કે તો દેશમાં બધાજ પ્રકારની મહેનતકશ પ્રજાના સર્વપ્રકારના જીવન જીવવાના સાધનોને (destruction of livelihoods) ખલાસ કરી નાંખ્યા છે. અને દેશ સંગઠીત હીંસાના અનેક સ્વરૂપમાં ક્રમશ; ગરકાવ થઇ રહ્યો છે.

 છેલ્લે આપણો વડીલ કોફી ટેબલ પર જ સુઇ ગયો. ( સૌ. (Courtesy of Mail Today)

 

 

 

 


--