Friday, June 29, 2018

એક રેશનાલીસ્ટ તરીકે ઇશ્વરના ઇન્કાર પછી શું?

એક રેશનાલીસ્ટ તરીકે ઇશ્વરના ઇન્કાર પછી શું?

ગુજરાતમાં રેશનાલીસ્ટ ચળવળનું થોડુંક મુલ્યાંકન કરવાની જરૂર છે. આમ તો ગુજરાતમાં ઇશ્વર, તેના એજંટો અને તેમના દ્રારા સંચાલીત સંસ્થાઓ સામેનો  બળવો વીર નર્મદ, કરસનમુળજી અને નરસીંહભાઇ પટેલ જેટલો જુનો છે. તાજેતરમાં ચારેક દાયકા પહેલાં સીલોનવાળા અબ્રહામ કવુર,વડોદરાવાળા કમળાશંકર પંડયા, ગોધરાવાળા યાહ્યાભાઇ લોખંડવાલા અને બારડોલીવાળા રમણભાઇ પાઠકના સ્વતંત્ર અને સંયુક્ત પ્રયત્નોથી રેશનાલીઝમના વીચારોએ નવી યુવા પેઢીને નીરઇશ્વરવાદી બનાવવામાં ઘણું બૌધ્ધીક ઇંધન પુરુ પાડયું છે. માર્ગદર્શન પુરૂ પાડયું .

અબ્રહામ કવુર પ્રેરીત વીજ્ઞાન યાત્રાએ ગુજરાતમાં ઠેરઠેર વીજ્ઞાન કેન્દ્રો, ચમત્કાર ચકાસણી કેન્દ્રો, સત્યશોધક સભાઓ અને રેશનાલીસ્ટ એસોસીયેશનની સ્થાપનાઓ કરવામાં ઉદ્દીપક (પ્રેરકબળ) તરીકે કામ કર્યુ છે. રેશનાલીસ્ટ મીત્રો અને સંસ્થાઓની મદદથી, કપટ કે લુચ્ચાઇ વીના ચમત્કાર કરી આપનાર માટે લાખો નહી પણ કરોડો રૂપીયાના ઇનામો જાહેર કરવામાં આવ્યા છે. જે પડકારને હજુ સુધી કોઇએ પડકાર્યો નથી. કહેવાતા ચમત્કારોના  ઠેરઠેર પર્દાફાશ કરીને, ઉપરાંત સાથે સાથે વીજ્ઞાનના  પ્રયોગો ગ્રામ્ય અને શહેર સ્તરે બતાવીને લોકોને તર્ક અને પ્રયોગના આધારે ' દૈવી ચમત્કાર' જેવી કોઇ વસ્તુ હોઇ ન શકે તેવું જ્ઞાન સતત આપવામાં આવે છે. પોતાની આવી રેશનલ પ્રવૃત્તીના ટેકામાં પુસ્તકો, પ્રચારની પત્રીકાઓ, નાની ફીલ્મ કે ડોક્યુમેન્ટરી અને નીયમીત ' સત્યાનવેષણ (સુરત), વેશ્વીક માનવવાદ' (મહેમદાવાદ)અને વીવેકપંથી (મુંબઇ) માસીકો ત્રણ દાયકાઓથી નીયમીત રીતે બહાર પાડવામાં આવે છે. એરુ–નવસારીવાળા ગોવીંદ મારૂના ' અભીવ્યક્તી બ્લોગે' પણ ઇન્ટરનેટ અને આધુનીક સોસાઅલ મીડીયાનો ઉપયોગ કરીને ગુજરાત, અને દેશ–પરદેશમાં રેશનલ વીચારોના પ્રચાર પ્રસારનું ઘણું મોટું કામ કરેલ છે. બારડોલીવાળા રમણભાઇ પાઠકની સુરતના દૈનીક 'ગુજરાત મીત્ર'ની શનીવારની કોલમ 'રમણભ્રમણ' દ્રારા તો  ખાસ કરીને દક્ષીણ ગુજરાતની બે થી ત્રણ યુવા પેઢીને નીરઇશ્વરવાદી બનાવવામાં તે પ્રેરણામુર્તી બની ગઇ હતી.

 રમણભાઇ પાઠકે પોતાની લાંબી પણ  ઇશ્વરના હોવા પણા સામે વીદ્રોહી જીંદગી જીવતાં જીવતાં ઇશ્વરનો  આ બ્રહ્માંડ, પૃથ્વી, સમાજ અને માનવીના સર્જનહાર તરીકે પુરેપુરી બાદબાકી કરી નાંખી હતી. આ હકીકતોને  લક્ષમાં લઇને પોતાની 'રમણભ્રમણ' કોલમમાં રમણભાઇએ હીંદુધર્મ સહીત બધાજ ધર્મોના ધર્મપુસ્તકોના ઇશ્વરના અસ્તીત્વ અને સર્જનહાર તરીકેના દાવોઓને બૌધ્ધીક પણ સજ્જન અને સુશીલ ભાષામાં અપ્રસતુત બનાવી દીધા હતા. દલીલોથી  તેના અવેજમાં બીગબેંગ થીયરી, ડાર્વીનનો ઉત્કાંતીવાદ અને કાર્લ માર્કસના ભૌતીકવાદના સીધ્ધાંતોને આધારે માનવ જીવનના સામાજીક અને વ્યક્તીગત પ્રશ્નો ઉકેલવામાં નીરંતર મથામણ કરી હતી. તેથી તેઓ આપણા બધાના મીત્ર, માર્ગદર્શક અને બૌધ્ધીક ચીંતક બન્યા હતા.નાગરીક જીવન, વ્યક્તીગત જીવન, સ્રી પુરૂષના અરસપરસના સંબંધો, બાળઉછેર, રાજકારણ, સમાજકારણ વગેરે વીષયો પર સતત રેશનાલીઝમ અને માનવમુલ્યોને આધારે પોતાની કલમ દ્રારા સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. કોઇની પણ શેહશરમ રાખ્યા વીના ઐહીક માનવીય સુખ અને વૈજ્ઞાનીક અભીગમને આધારે  સત્ય શોધી આપણી સમક્ષ મુકતા ગયા. તેમનું વ્યક્તીત્વ આપણા બધા માટે ધ્રુવતારક બની ગયું હતું. રમણભાઇનું નીવાસ સ્થાન ૪૦૧, નટરાજ એપાર્ટમેંટ બારડોલી, ગુજરાતભરના રેશનાલીસ્ટ અને વીદ્રોહી વીચાર ધરાવનારાઓ માટેનું એક બૌધ્ધીક આશ્રય સ્થાન હતું.

આવા વીચારપુરૂષની બૌધ્ધીક જ્યોતને જલતી કેવી રીતે રાખવી? જેથી ગુજરાત અને દેશ આજે જે હીંદુ ધર્મના પુન:ઉત્થાનવાદી ( રીલીજીયસ રીવાઇવાલીસ્ટ) પરીબળોની આઠપગા જેવી પકડમાંથી બહાર નીકળી શકે. રેશનલ અને વૈજ્ઞાનીક મીજાજ કેળવે. આ બધા માધ્યમોનો ઉપયોગ કરીને  માનવમુલ્યોને ધ્યેય બનાવી પોતાની માનવીય મંઝીલની હરહંમેશ નવી ક્ષીતીજોનું સંશોધન કરીને આગળ વધતો જ રહે.

ઉપરની ચર્ચાને આધારે આપણા ગુજરાત અને દેશની સાંપ્રત સમસ્યાઓ અને તે અંગેનો આપણો રેશનલ અભીગમ–

(1)    રાજ્યના સંચાલનમાં હીંદુધર્મ (બહુમતી કે અન્ય ધર્મની)ની દખલગીરી. કે પછી રાજ્ય અને ધર્મનું સંપુર્ણ વીયોજન (સેપરેશન)

(2)    રાજકીય પક્ષો અને તેના નેતાઓનો દેશની પ્રજાને આંતરીક રીતે જ્ઞાતી,જાતી, પ્રદેશ, સંપ્રદાય આધારીત રાજકીય સત્તા માટે ભાગબટાઇ.

(3)     રાજ્ય અને દેશની આધુનીક સંસ્થાઓ જેવીકે શીક્ષણ, આરોગ્ય, અર્થતંત્ર, બેંકીંગ, લશ્કર, ન્યાયતંત્ર, વહીવટી તંત્ર વગેરે સંસ્થાઓનું સરીયામ પક્ષીયકરણ અને ભગવાકરણ.

(4)     નાગરીક તરીકે તમારા રસોડામાં તમારે કઇ રસોઇ તૈયાર કરવી તે ખાસ વીશીષ્ટ જુથો દખલગીરી કરી શકે.

(5)    પહેરવેશ, દાઢી, ચોટી વી. ને આધારે નાગરીક ઓળખ નક્કી કરી હીંસક હુમલા કરવા.

(6)    ગામડાઓમાં દલીતો પર આયોજીત અન્ય શક્તીશાળી અને સંગઠીત કોમોના હુમલાઓ.

(7)    ડૉ નરેન્દ્ર્ દાભોલકર, ગોવીંદ પાનસરે, પ્રો. એમ એમ. કલબુર્ગી અને ગૌરી લંકેશ જેવા રેશનાલીસ્ટો પરના ખુની હુમલાઓ.

(8)    ધર્મ કે સંપ્રદાય આધારીત સેનાઓ.દલ,વાહીનીઓ કે શેરીઓના બાહુબલીઓનો નીર્દોષ અને અસુરક્ષીત નાગરીકો પર વ્યવસ્થીયત અને આતંકી હુમલાઓ.

(9)    દેશમાં ગો–રક્ષકો દ્રારા ઢોરોના વેપાર કરનારા પર આયોજનબધ્ધ રીતે થતા હુમલાઓ.

(10) સતત પાકીસ્તાની બોર્ડર પરની તનાવ ભરી સ્થીતી.

(11) રાજકીય પક્ષો દ્રારા પરોક્ષ અથવા પ્રત્યક્ષ રીતે આશારામ, રામરહીમ શ્રી શ્રી રવીશંકર જેવા અનેક ને રાજ્ય આશ્રય અને નાણાંકીય સહાય.

આવા અને તેના જેવા બીજા ઘણા બધા પ્રશ્નોમાં આપણા સૌ રેશનલ મીત્રોનો અભીગમ કેવો  હોઇ શકે? તે માટે આપણી સ્થાનીક અને અન્ય સંસ્થાકીય પ્રવૃત્તો સાથે સાથે વૈચારીક સ્પષ્ટતા ઉપર જણાવેલા મુદ્દાઓ પર જરૂરી છે. તે માટે બૌધ્ધીક ચર્ચા અને તે આધારીત એકશન પણ અનીવાર્ય છે.

 લેખનો હેતુ આ જ છે. તે આશા રાખવી અસ્થાને નથી કે આ લેખને આધારે આપણા સ્થાનીક અને પ્રાદેશીક એકમોમાં ચર્ચા કરીને અમલમાં મુકવાનો એજન્ડા પણ નક્કી કરીશું.



--

Friday, June 22, 2018

· હમીદ દલવાઇ (મુસ્લીમ સુધારાવાદી.૧૯૩૩– ૧૯૭૭)અપ્રસીદ્ધ,અને પ્રશંસારહીત માનવવાદી. ‘Hamid: unsung Humanist.

·        

 

·         હમીદ દલવાઇ (મુસ્લીમ સુધારાવાદી.૧૯૩૩– ૧૯૭૭)અપ્રસીદ્ધ,અને પ્રશંસારહીત માનવવાદી. 'Hamid: unsung Humanist.

·         ડોક્યુમેન્ટરી ફીલ્મ બનાવાઇ. –વર્ષા તોરગાલકર.

·           

·         તાજેતરમાં મહારાષ્ટ્રના પુના શહેરમાં અપ્રસીધ્ધ અને પ્રશંસારહીત એક જમાનાના મોટા મુસ્લીમ સુધારક અને માનવવાદી( હ્યુમેનીસ્ટ) હમીદ દલવાઇ પર એક કલાકની ડોક્યુમેન્ટરી ફીલ્મ બનાવાઇ છે. તેને ૧૭મી જુન અને રવીવારના રોજ પુનાના નેશનલ ફીલ્મ આર્કાઇઝ ઓફ ઇંડીયાના હોલમાં કોલેજના યુવાનો સમક્ષ બતાવવામાં આવી છે. આ ફીલ્મનું દીગ્દર્શન જ્યોતી સુભાષ અને ઓમકાર અચ્યુત બર્વેએ કર્યુ છે. જ્યારે તેમાં એકટર તરીકે નસરૂદ્દીન શાહ,  એકટ્રેસ તરીકે જ્યોતી સુભાષની દીકરી અમૃતા સુભાષ છે. આ ઉપરાંત ડૉ નરેન્દ્ર દાભોલકરના( જેઓનું ખુન રેશનાલીસ્ટ તરીકે ૨૦મી ઓગસ્ટે ૨૦૧૩માં થયું પુના શહેરમાં થયુ હતું ) દીકરા હમીદ દાભોલકરે પણ નસરૂદ્દીન સાથે આ ડોક્યુમેન્ટરીમાં કામ કર્યુ છે. ડૉ નરેન્દ્ર દાભોલકરે પોતાના મીત્ર, માર્ગદર્શક, અને ચીંતક હમીદ દલવાઇની યાદમાં પોતાના દીકરાનું નામ 'હમીદ' પાડયું હતું.

·          

·         આ ડોક્યુમેન્ટરીમાં બંને દીર્ગદર્શકોએ હમીદ દલવાઇની એક રૂઢીચુસ્ત મુસ્લીમ કુટુંબમાંથી ઉછરીને સને ૧૯૬૦થી – ૧૯૭૦સુધીના મોટા ગજના મુસ્લીમ સુધારાવાદી કેવી રીતે બન્યા તેની જીવન કથાનું નીરૂપણ કરેલું છે.

·              સને ૧૯૬૦ના એપ્રીલ માસમાં હમીદ દલવાઇએ ઇસ્લામ કાયદા પ્રમાણે પ્રવર્તમાન ત્રણ તલાકના કાયદા વીરૂધ્ધ એક જબ્બરજસ્ત રેલીનું મુંબઇ શહેરમાં આયોજન કરેલું હતું. આ કાયદામાં મુસ્લીમ પુરૂષને એક તરફી પોતાની પત્નીની સંમતી વીના લગ્નવીચ્છેદ કરવાનો જે અધીકાર હતો તેની વીરૂધ્ધ હમીદ દલવાઇએ સદર રેલીનું આયોજન કરેલું હતું. આ રેલીમાં મુસ્લીમ સમાજમાં પ્રવર્તમાન બહુપત્નીત્વની પ્રથા તેમજ નીકાહ હલાલાની વીરૂધ્ધ પણ પ્રચાર કરવામાં આવેલો હતો. ૬૦ –૭૦ના દાયકામાં હમીદ દલવાઇના મુસ્લીમ સમાજની પ્રવર્તમાન ત્રણ તલાક અને અન્ય કુરીવાજો સામે જે ચળવળ ઉપાડી હતી તેને દેશની સર્વોચ્ચ અદાલતે સને ૨૦૧૭માં ગેરબંધારણીય જાહેર કરી. આ ઉપરાંત મુસ્લીમ બહુપત્નીત્વ અને નીકાહ હલાલાની બંધારણીય કાયદેસરતા તપાસવાનું પણ સર્વોચ્ચ અદાલતે નક્કી કર્યું છે.

·         સુપ્રસીધ્ધ અને દાયકોથી જાણીતા મરાઠી નાટયકાર અને ફીલ્મએકટેર્સ અમૃતા સુભાષે હમીદ દલવાઇને મરણોત્તર એવોર્ડ આપતા એક સમારંભમાં હાજરી આપી હતી. તેણીને તે સમયે તેઓની કારકીર્દીનો પરીચય થતાં હમીદ દલવાઇ પર એક ડોક્યુમેન્ટરી ફીલ્મ બનાવવાનો વીચાર આવ્યો.

·          અમૃતા સુભાષ વધુમાં જણાવે છે કે તેણીનો ઉછેર એક સમાજવાદી કુટુંબમાં થયો હતો. જ્યાં હમીદ દલવાઇ અને અન્ય રેડીકલ હ્યુમેનીસ્ટ ચીંતકો વારંવાર આવતા હતા. હમીદ દલવાઇએ બે નવલકથા ઇંધન અને લાટ નામની લખી હતી.આ ઉપરાંત તેમણે ચીંતનશીલ પુસ્તકો જેવાકે  મુસ્લીમ પોલીટીક્સ ઇન સેક્યુલર ઇંડીયા, ભારતીયની દ્ર્ષ્ટીએ ઇસ્લામ, અને રાષ્ટ્રીય એકતા અને ભારતીય મુસલમાન. દલવાઇના આ બધા પુસ્તકો અમૃતા સુભાષ લખે છે કે તેણીએ કોલેજકાળના અભ્યાસકાળ દરમ્યાન જ વાંચી નાંખ્યા હતા.પરંતુ દલવાઇ ઉપર ડોક્યુમેન્ટરી ફીલ્મ બનાવતાં પહેલાં ફરી એકવાર આ બધાજ પુસ્તકોના લખાણો અને વીચારોમાં તરબોળ થઇ ગઇ.  આ બધા પુસ્તકોમાં રજુ કરેલા દલવાઇના રેશનલ વીચારો અમૃતા પર હાવી થઇ ગયા. તેમના લખાણોની સ્ટાઇલ એવી હતી કે વાંચકને આર્કષી જાય. કાયમી તેમનો ફેન બની જાય. મુસ્લીમ સ્રીઓ માટેની તેમના સમાજમાં સમાનતા માટેનો સંઘર્ષ અદ્રીતીય હતો.તેમના લખાણો ખરેખર બીલકુલ તર્કબધ્ધ ઉપરાંત અસાધારણ અને અપવાદરૂપ ગુણવત્તા ધરાવતા હતા.

·         આ ડોક્યુમેન્ટરીમાં નસરૂદ્દીન શાહ, અમૃતા સુભાષ અને હમીદ દાભોલકર જોનારાઓને હમીદ દલવાઇના કોંકણ પ્રદેશના રત્નાગીરી જીલ્લાના મીરજોરી નામના ગામડામાં લઇ જાય છે. આ ગામ દલવાઇનું જન્મ સ્થળ હતું. આ ડોક્યુમેન્ટરી બનાવનાર ત્રીપુટી દલવાઇના બાળપણ સાથે જોડાયેલી હકીકતો ઉપરાંત જે લોકો સાથે દલવાઇએ તે ગામમાં પોતાનું જીવન પસાર કરેલું તે બધાના ઇન્ટરવ્યુ ફીલ્મમાં મુકેલ છે. તેમાં હમીદના ભાઇ અને  કોંગ્રેસ પાર્ટીના સાંસદ હુસેન દલવાઇનો પણ ઇન્ટરવ્યુ છે.

·         અમૃતા સુભાષે આ ડૉક્યુમેન્ટરી બનાવવાનો નીર્ણય સમજાવતાં કહ્યું કે  અમારી ત્રીપુટીમાં નસરૂદ્દીન પોતે જ એક વીચારક અને રેશનાલીસ્ટ છે. દલવાઇની માફક તેનો પણ ઉછેર એક મુસ્લીમ રૂઢીચુસ્ત કુટુંબમાં થયો હતો. આ ડૉક્યુમેન્ટરીમાં નસરૂદ્દીન શાહની ભુમીકાને લીધે ઘણી લોકપ્રસીધ્ધી પ્રાપ્ત થઇ છે. હું અને હમીદ દાભોલકર સારી રીતે જાણીએ છીએ કે સામાજીક સભાનતા કેળવવા કલા એક સારામાં સારુ માધ્યમ છે. આ ઉપરાંત નરેન્દ્ર દાભોલકરે પોતાના સાથી હમીદ દલવાઇની સ્મૃતીમાં પોતાના દીકરાનું નામ હમીદ દાભોલકર રાખ્યુ હતું.

અમૃતાની ટીમે આશરે ૫૩ કલાકની સંવાદ આધારીત ડોક્યુમેન્ટરી બનાવી અને તેને આખરે એક કલાકની બનાવી દીધી. દલવાઇની જીંદગી એટલી બધી માહીતીસભર અને વૈવીધ્યપુર્ણ હતી કે તે બધાને અમે સમાવી શક્યા નહી તેનો અમને સૌને રંજ છે.

 તેમાં એક રસપ્રદ પ્રસંગ બન્યો હતો. હમીદ દલવાઇને આર એસ એસના બીજા સરસંચાલક એમ એસ ગોલવાલકર, જે ૫મી જુન ૧૯૭૩માં ગુજરી ગયા હતા, તેમની શોક સભામાં બોલવા માટે આમંત્રણ આપ્યું હતું. દલવાઇએ આર એસ એસની સંસ્થા તરીકે એ રીતે ટીકા કરી હતી કે આ સંસ્થાના મુલ્યો ભારતના બંધારણની વીરૂધ્ધના છે. "At the meeting, Dalwai criticised the RSS, saying its values are against the Constitution. એક કર્મનીષ્ઠે અચંબો પામીને પોતાનો મત જણાવતાં કહ્યું કે દલવાઇ જેવો માણસ આવું ધર્મનીરપેક્ષ, નાસ્તીક અને પ્રગતીશીલ વીચારો ધરાવનાર માણસનું  કુદરતી રીતે મૃત્યુ કેવી રીતે થાય! તેનું ખુન કેમ કરવામાં આવ્યું નથી?

અમૃતા સુભાષે ઘણાં બધામરાઠી નાટકો તેમજ ફીલ્મોમાં કામ કરેલ છે. તેણીએ હીંદી ફીલ્મો જેવીકે ફુંક,(૨૦૦૮) ઐયા,(૨૦૧૨) પદમાન (૨૦૧૮)માં કામ કરેલ છે. તેણી માટે ભલે હમીદ દલવાઇ ઉપરની ડોક્યુમેન્ટરી પ્રથમ હતીં પણ તેને ધમાકેદાર બનાવવામાં  સહેજ પણ મુશ્કેલી પડી નહતી. કારણ કે એક તો તેણીની ટીમ આધુનીક સોસીઅલ મીડીઆનો ભરપેટ ઉપયોગ કરનારા ટેકનો– સેવી યુવાનોની બનેલી હતી. બીજુ ખાસ તો  સમાજવાદી અને પ્રગતીશીલ મહારાષ્ટ્રના વીચારકોનો આ કામમાં સક્રીય ટેકો હતો. જેથી આ ડોક્ય્મેન્ટરી બનાવવામાં સરળતા રહી.

સને ૧૯૭૦માં હમીદ દલવાઇએ મુસ્લીમ સમાજમાં પોતાની ધાર્મીક સુધારાવાદી પ્રવૃત્તીઓ અસરકારક રીતે ફેલાવવા માટે 'મુસ્લીમ સત્યશોધક સભા' ની સ્થાપના કરી. નાગરીકોના જુદા જુદા ધર્મો પ્રમાણે ઐહીક દુનીયાના પ્રશ્નો જેવાકે લગ્ન વીચ્છેદ, ભરણપોષણ, વારસાઇ માટેના 'પર્સનલ લો' થી ઉકેલે છે તેને બદલે 'સમાન નાગરીક ધારો' ( યુનીફાર્મ સીવીલ કોડ') પસાર કરીને તેનાથી ઉકેલાય તેવો પ્રજામત રચવાના પ્રયત્નો  શરૂ કર્યા. હમીદભાઇના મૃત્યુ બાદ તેઓની પત્ની મહેરૂનીસ્સા દલવાઇએ પોતાના પતીની મુસ્લીમ સમાજ સુધારાની પ્રવૃત્તીઓ પોતાના (સને ૨૦૧૭ સુધી) મૃત્યુ તક ચાલુ રાખી હતી. હમીદભાઇ ૪૪ વર્ષની ઉમરે બંને કીડની ફેલ થતાં સને ૧૯૭૭માં અકાળે ગુજરી ગયા હતા. તેમના પત્ની મહેરૂનીસ્સાએ હમીદભાઇના બધાજ લખાણો અને અન્ય ચીજ વસ્તુઓ સાચવીને રાખી હતી. જે અમને સદર ફીલ્મ બનાવવામાં ઘણીજ કામમાં લાગી.

 ૧૭મી જુન ના રોજ રવીવારે નેશનલ ફીલ્મ આર્કાઇઝ ઓફ ઇંડીયાના હોલમાં  ટેકનોસેવી યુવાનોને ડોક્યુમેન્ટરી ખુબજ ગમી. હવે અમારો હેતુ મહારાષ્ટ્ર અને દેશના બીજા રાજ્યની કોલેજોના યુવાનો સમક્ષ આ ફીલ્મ પ્રદર્શીત કરવાનો છે. જેથી હમીદ દલાવઇના મુસ્લીમ સુધારાવાદી અને માનવવાદી વીચારોનો પ્રચારપ્રસાર કરવાનું માધ્યમ મળી રહે. તે રીતે તેમના માનવવાદી મુલ્યોનો પ્રચાર અને મુસ્લીમ સમાજમાં સુધારાવાદી પ્રવૃત્તી કરનારાઓને નૈતીક બળ મળી રહે!

 સૌ. સ્ક્રોલ.ઇન ની માહીતીની મદદથી.



--
Mailtrack Sender notified by
Mailtrack 06/22/18, 11:24:57 AM

Monday, June 18, 2018

પશ્ચીમના દેશોમાં ચર્ચો વેચાય છે. પુર્વના વસાહતીઓ ખરીદે છે!

પશ્ચીમના દેશોમાં ચર્ચો વેચાય છે. પુર્વના વસાહતીઓ ખરીદે છે! ભાગ–૧.

અમેરીકા અને ખાસ કરીને યુરોપના દેશોમાં ખ્રીસ્તી ધર્મના જુદા જુદા પંથવાળાઓ પોતાની માલીકીના ચર્ચો વેચે છે. કારણ એ છે કે ખ્રીસ્તી માબાપોની નવી પેઢીએ મોટે ભાગે ચર્ચમાં જવાનું બંધ કરી દીધુ છે. ચર્ચમાં કોઇ જ પ્રાર્થના કરવા કે માસ માટે આવતું જ ન હોય તો આવા ચર્ચોનો નીભાવ પણ બોજારૂપ બની ગયો છે.

 અમેરીકાના દક્ષીણના ન્યુયોર્ક ગણાતા શહેર અટલાંટાના એક પરગણા(સબર્ન)માં એક વીશાળ વૈષ્ણવ પંથનું હવેલીનું મંદીર બનાવ્યું છે. જેમાં એક ગુજરાતી એન આર આઇ એ ફક્ત પાંચ લાખ ડોલરનું દાન કરેલ છે. અટલાંટામાં આવેલ સરદાર પટેલ ગુજરાતી સમાજ એક વીશાળ ચર્ચને સ્થાનીક ગુજરાતીઓએ માતબર ડોલર આપીને ખરીદીને તૈયાર કરવામાં આવ્યો છે. જેનો ગુજરાતી તહેવારોની ઉજવણીમાં અમેરીકન બોર્ન કોઇ ગુજરાતી મા– બાપોના યુવાન દીકરા– દીકરીઓ  તેમાં પગ જ મુકતા નથી. આ સાંસ્કૃતીક (!) કેન્દ્ર્માં ૯૯ ટકા હાજરી ફક્ત વડીલોની જ હોય છે.

અટલાંટા ફ્રી થોટ સોસાયટી જેનો હું એક સમયે સભ્ય હતો તેનું નવું મકાન જુના ચર્ચને ખરીદીને બનાવેલ છે. જુના ચર્ચની પાટલીઓ અને સ્ટેજ વી ચાલુ રાખ્યુ છે. ફક્ત મેરી અને જીસસની  મુર્તીઓ કાઢી નાખી છે.

સમગ્ર અમેરીકામાં ચર્ચની મીલકતો ખરીદનારા હીદું અને મુસ્લીમ લોકો હોય છે.

ઇગ્લેંડના પાટનગર લંડન અને આજુબાજુના શહેરોમાં પણ આજ રીતે ચર્ચની મીલકતો વેચાય છે અને ખરીદાય છે. ( London Closes 500 Churches; Opens 423 New Mosques .March 5, 2018 Baxter Dmitry NewsUK 19 8 )

 લંડન જેવા શહેરમાં ૫૦૦ની સંખ્યામાં ચર્ચોએ પોતાની ધાર્મીક પ્રચાર– પ્રસારની પ્રવૃતીનું ફીડલું વાળીને બંધ કરી અને મીલકતો વેચી દીધી છે. તેમાંથી મોટાભાગના ચર્ચો ખરીદીને ૪૨૩ નવી મસ્જીદો બનાવવામાં આવી છે. ("London is more Islamic than many Muslim countries put together", ) ટુંક સમયમાં લંડન શબ્દને બદલે લંડનસ્તાન શબ્દથી આ શહેર ઓળખાશે!. માનવ અધીકાર આધારીત વીક્સેલો  વીશ્વ વીખ્યાત ' કોમન લો' નું સ્થાન શરીયા કોર્ટો લઇ લેશે.  શરીયાને આધારે મુસ્લીમ કુટુંબોના કેસો જેવાકે લગ્ન, તલાક, મીલકતમાં સ્રીઓનો હક્ક વી. અધાર્મીક મતભેદો નક્કી થશે. માનવજાતના વીકાસના ઘડીયાળના કાંટા પાછા ફેરવવાનું કામ જે ઇગ્લેંડને લોકશાહીનું પારણું કહેવાતું હતું  ત્યાંથી જ કદાચ શરૂ થાય!

પશ્ચીમના દેશોમાં ચર્ચો વેચાય છે. પુર્વના વસાહતીઓ ખરીદે છે! ભાગ–૨.

આપણા માટે સવાલ એ ઉભો થાય છે કે પશ્રીમના  દેશામાં ખ્રીસ્તી સમાજની નવી પેઢી ઇશ્વરમાં અશ્રધ્ધા રાખનાર ( Non-Believers) કેવી રીતે બની ગઇ?
 પશ્રીમના દેશોમાં શીક્ષણનું પ્રમાણ લગભગ ૧૦૦ ટકા જેટલું છે. આ ઉપરાંત ત્યાં રાજ્ય સરકારોની મુખ્ય સંચાલનની ફરજ પોતાના દેશના નાગરીકોનું સશક્તીકરણ કેવી રીતે થાય તે છે. દરેક દેશોના બજેટોમાં શીક્ષણ, સામાજીક સુરક્ષા( સોશીઅલ સીક્યોરીટી), અંગત અને જાહેર આરોગ્ય સેવાઓ માટે  સૌથી વધારે નાણાં ફાળવવામાં આવે છે. યુરોપના કેટલાક દેશોમાંતો કે જી થી માંડીને ઉચ્ચશીક્ષણ સુધી શીક્ષણ તમામ વીધ્યાર્થીઓ માટે બીલકુલ ફ્રી છે. સંપુર્ણ આધુનીક આરોગ્ય સેવાઓ દેશના દેરક નાગરીકો માટે મફત હોય છે. દરેક પુખ્ત ઉંમરના બેકાર કે નીવૃત્ત નાગરીકને રાજ્ય તરફથી નીયમીત બેકારી એલાઉન્સ ( નાણાંકીય સોસીઅલ સીક્યોરીટી) મળે છે. જો નાગરીકની બધીજ શીક્ષણથી થી માંડીને તમામ અચોક્કસતાઓ ( અનસરટેનટીસ) ની જવાબદારી રાજ્યની ચુંટાયેલી સરકારો લેતી હોયતો પછી ધર્મ કે ચર્ચની શા માટે  જરૂર છે? પુખ્ત ઉંમરના દીકરા દીકરીઓ પુખ્ત ઉંમરના થતાંજ મા– બાપના માળામાંથી ઉડી જઇને પોતાનો નવો માળો બનાવવા મચી પડતા હોય તો પછી મા– બાપના અને ચર્ચના ધર્મગુરૂઓના ધાર્મીક બોધ(!) વચનોની શું જરૂર છે? આર્શીવચનો કે બોધ વચનો સાંભળનારા જ ન હોય તો તે તોતોંગ ચર્ચની ઇમારતોની કઇ જરૂર છે? ચર્ચો મરશે તો તેના આધારીત જીવતા પરોપજીવીઓ કેવી રીતે બચવાના હતા?

મસ્જીદો અને મંદીરોને જીવવા માટેના પ્રાણવાયુનો પુરવઠો કદાચ હજુ તેમના અનુયાઇઓની માનસીક અને ભૌતીક અસલામતીને કારણે બીજી બે એક પેઢી સુધી ચાલશે! પશ્રીમી સમાજ જેમ અન્ય બાબતોમાં અગ્રેસર છે તેમ પોતાની ધાર્મીક સંસ્થાઓના કાયમી વીલીનકરણ માટે પણ અગ્રેસર બની રહ્યો છે. બાકીની પ્રજા માટેતો ઘેટા ચાલ ( ભેંડીયો કી તરહ નીચે મુંહ રખ કે ચલના) જ લખેલી છે. પશ્રીમી સમાજનો ધર્મ, ધાર્મીક નેતાઓ અને તેના ગ્રંથો સામેનો બળવાનો ઇતીહાસ પાંચસો વર્ષ પહેલાં શરૂ થયેલો છે. આપણે ત્યાં તો આ બળવો માંડ ડૉ નરેન્દ્ર દાભોલકર, ગોવીંદ પાનસરે, પ્રો. કલબુર્ગી અને ગૌરી લંકેશ જેવાઓની શહાદતથી હજુ થરૂ થયો છે. જો કે ભારતીય ઇતીહાસમાં ધાર્મીક સત્યોને વાસ્તવીક જ્ઞાન આધારીત પડકારવાની શરૂઆત તો ગૌતમ બુધ્ધ અને ચાર્વીકથી થયેલી હતી.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

 

 



Have & Hold: UNT graduates launch secular premarital counseling

Payton Birlew, left, and Michelle Larva, shown April 5, are co-owners and founders of Have & Hold. They offer relationship and marriage education from a social-constructionist perspective using evidence-based practices and curricula. They are committed to being leaders in revolutionizing family life education by bringing it in to the 21st century.

Jeff Woo/DRC

Putting it into practice

Couples who register for the premarital education have choices.

Couples can register for relationship coaching, which places one couple with one relationship educator, or they can choose a class. Each class can include up to 10 couples.

"No matter what, each individual member of the couple will take an assessment," Birlew said. "The assessment is really great. It taps into the personality, couple relationship dynamics, family of origin dynamics. It hits all those little sub-skills and those topics, like finances and sex and child rearing and all those things."

The assessment allows the educators to take a snapshot of the relationship and identify strengths and areas that need grow.

"That way we're able to tailor the curriculum and the instruction in the classes to these couples, and we're able to specifically say, 'This is how you scored in this area and this is how you can grow.'"

And like any counseling curriculum, "Prepare/Enrich" tackles communication.

Have & Hold's premarital classes cost $250. Coaching costs $300. Class sessions are two hours long for four weeks. Couples can customize the relationship coaching sessions. There are also weekend courses that are more marathon-style, with two days of four-hour sessions. The idea is to fulfill the eight-hour Texas requirement for the discount and three-day waiting period waiver.

Birlew and Larva said they recommend that couples take premarital courses even if they've lived together for years.

"First and foremost, we know that completing premarital education improves your chances of relationship success," Birlew said. "And the curriculum we use claims a 30 percent reduction in risk of divorce. So that's No. 1."

"You will improve communication and conflict resolution," Larva said. "That's been proven by research."

Couples who skip premarital education might get locked in habits of relating that erode their relationships because the demands of life — making a home, work, paying bills and rearing children — take up all the front burners. And busy, harried adults might not understand why they can't resolve conflicts over money, sex and parenting because they haven't asked important questions.

"It can be incredibly illuminating and helpful to hold up a mirror to yourself and your relationship," Birlew said. "It can be so useful to take a step back and see what it is we're working with here. And when you can do that, you can take what you have and improve it."

Larva said there is more at stake than a discount on the license. When couples learn how to build common values from those they learned at home, they have a better chance at raising emotionally healthy children who know how to disagree, how to compromise and how to create their own families in the future.

"Research shows that there are economic benefits to marriage," Birlew said. "The joining together of finances, of social capital, all of that. Marriages form the foundations of families, which form the foundations of communities. And all of that plays in together."

"And research shows that people in dissatisfied marriages are unhealthier," Larva said. "There is so much research about how family impacts us. How marriage impacts us. A part of our mission is that when we help to strengthen a healthy marriage, then that helps to create healthy relationships for generations to come."

The courses will be in Lewisville. The curriculum is suitable for couples who aren't religious, couples of different faiths, same-sex couples and married couples who want to improve their relationships.

Coaching sessions can take place in different locations. Birlew and Larva will conduct research from the courses and coaching.

Courses are open for registration now. For more information, visit www.haveandhold.co.

 



--