Tuesday, June 27, 2017

અરે! મારા મીત્ર તું તો યાર નાસ્તીક છે.

અરે! મારા મીત્ર તું તો યાર નાસ્તીક છે.

આપણા બે ને બનશે નહી. એક છે ઉત્તર ધ્રુવ અને બીજો છે દક્ષીણ ધ્રુવ.  એકદમ તારણ પણ આવતાં પહેલાં તું કહે તો ખરો કે નાસ્તીક વ્યક્તી કેવી હોય છે? સમાજમાં અરસપરસના વ્યવહારોમાં આ નાસ્તીક માણસોના સંબંધો કેવા હોય છે? આપણા દેશની સવા અબજની વસ્તીમાં આ નીરઇશ્વરવાદીઓની સંખ્યા કેટલી છે કે જેનાથી  તમે આટલા બધા ગભરાવ છો? શા માટે તેઓના ખુન અને હત્યા કરવા મેદાને પડયા છો? રાજકીય રીતે તેમનો કોઇ પક્ષ છે, તેમના ચુંટાયેલા એમ એલ એ કે એમ પી કેટલા છે?શું તેઓ કોઇ મોટા ઉધ્યોગપતી છે? દેશમાં તેમના કેટલા નાસ્તીક સંગઠનો ગ્રામ્ય,તાલુકા, જીલ્લા, રાજય કે રાષ્ટ્રીય કક્ષાએ છે જેના વ્યાપ કે વીસ્તારથી તમે આટલા બધા ધુંઆપુઆ થઇ ગયા છો?

 પણ મને ખબર છે તેમના વીચારો અને કાર્યો પેલા જપાનમાં નાગાસાકી અને હીરોશીમા પડેલા એટમબોંબ કરતાં પણ વધારે સ્ફોટક છે.અમેરીકામાં આ નાસ્તીકો જુદા જુદા નામે સંસ્થાઓ સ્થાપીને પોતાની પ્રવૃતીઓ કરે છે. અમેરીકાની બધીજ જુદા જુદા ફાંટાવાળી ખ્રિસ્તી ધર્મની સંસ્થાઓએ તેમને ઓળખવા માટે ધર્મનીરપેક્ષ માનવવાદીઓનું( Secular Humanist) એક લેબલ મારેલું છે. તેઓની આ માનવવાદી ચળવળને અમેરીકન ધાર્મીક રૂઢીચુસ્તોએ ' Most dangerous and influential intellectual and anti religious movement in USA in 21st century.' ઓળખાવી છે. કેમ?

(૧) તેઓએ ઇશ્વરની મદદ સીવાય દરેક સજીવની ઉત્પતી, સંવર્ધન અને વીકાસ વીજ્ઞાનની મદદથી સમજાવ્યો છે.તેને ખુબજ મોટા પ્રમાણમાં વૈશ્વીક સતત સ્વીકૃતી મળતી રહી છે. આવા ધર્મનીરપેક્ષ સંશોધનો, રીસર્ચ, અને શોધખોળોની મદદથી જ આપણે બધા ૨૧મી સદી સુધી પહોંચ્યા છે.

(૨) બાયબલ, કુરાન અને ગીતાકે રામાયણના ઉપદેશો અને તથ્યોનો ખુબજ વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત બારીકાઇથી અને ઉંડાણથી અભ્યાસ કરીને તે બધાજ ધર્મગ્રંથોની મર્યાદાઓને પ્રકાશીત કરી છે. તેમાંથી બોધપાઠ લઇને ધર્મ અને ઇશ્વરના આધાર સીવાયની નૈતીકતાનો ટેકો લઇને પોતાનું જીવન જીવે છે.

( નાસ્તીકોનો ધર્મનીરપેક્ષ નેતીક વ્યવહાર( Secular morality)નો આધાર તેની તર્કવીવેક શક્તી (રેશનાલીટી)માં સમાયેલો છે.તેની નૈતીકતાનો આધાર ઇશ્વરી ભય, મૃત્યુ પછીનો પાપ–પુન્ય, પુર્વજન્મ– પુર્નજન્મ કે ઇશ્વરના પૃથ્વીપરના એજંટો નક્કી કરતા નથી.

(૪) માનવીય રેશનાલીટી કે તર્કવીવેક શક્તીનું સર્જનમાં કશું દૈવી કે ઇશ્વરી નથી. પણ તેનું સર્જન દરેક સજીવની જીવવા માટેની અદ્મય ઇચ્છા તથા કુદરતી પરીબળોના નીયમોની સમજમાંથી પેદા થયેલ છે. આવી રેશનાલીટી અન્ય સજીવો કીડી, હાથી, સીંહ વી. માં પણ જોવા મળે છે. માનવીના નૈતીક વ્યવહારની જરૂર મર્યા પછી સ્વર્ગ, મોક્ષ કે જન્નત માટે બીલકુલ જરૂરી નથી. કારણકે તે બધુ વાસ્તવીક આધાર વીનાનું કાલ્પનીક કે તરંગી છે.રેશનલ નૈતીક વ્યવહારની જરૂર અહીંયા સારુ, સુખી અને સમૃધ્ધ જીવન જીવવા જરૂરી છે.

(૫) આમ, ધર્મનીરપેક્ષ માનવવાદીઓના, નાસ્તીકો, નીરઇશ્વરવાદીઓ અને સંશયવાદીઓના જીવનના પાયાના ત્રણ આદર્શો છે. એક વર્તમાન જીવનને જ મહત્વ, બે સ્વતંત્રતા અને ત્રણ આ જીંદગીમાં જ સુખ (તે પણ ભૌતીકવાદી પણ ભોગવાદી કે આધ્યાત્મીક નહી) મેળવવા યથાર્થ પ્રયત્ન ( Life ,Liberty, and Pursuit of Happiness).

(૬) માનવ સહીત કોઇપણ સજીવનું આ જીવન એક જ જીવન છે. તેના પહેલાં કોઇ જીવન હતું નહી અને મૃત્યુ પછી પણ કોઇ જીવન નથી. તેથી જે કોઇ સર્જન આ દેશ અને દુનીયામાં છે તે માનવીય પ્રયત્નોની ભૌતીકસુખની જરૂરીયાતમાંથી પેદા થયું છે. કુટુંબથી માંડીને જુદાજુદા સામાજીક, ધાર્મીક, રાજકીય કે આર્થીક જુથોની રચનાઓ માનવીય હીતો માટે માનવની તર્કવીવેકશક્તી અથવા રેશનાલીટી મદદથી થયેલી છે. જે સંબંધો માનવ સર્જીત હોય તેમાં માનવીની જરૂરીયાત પ્રમાણે સુધારો વધારો કે ફેરફાર કરવામાં આવે તેમાં કશું અનૈતીક, અધાર્મીક કે ઇશ્વરની મરજી વીરૂધ્ધનું કેવી રીતે કહેવાય? માનવીને સુખ, આનંદ,મોજ માટે માનવીય સંબંધો બનાવવાના હોય છે. મૃત્યુ પછીના જીવન માટે નહી. માનવી તરીકે જીવવું એટલે આનંદ માટે ભૌતીક સુખ માટે જીવવું. પણ સુખ અકરાંતીયા, કે બેફામ  કે શરીરને ભૌતીક રીતે પોતાને કે અન્યને નુકશાન પહોંચાડે તેવી જીવન પધ્ધતીમાં રહેલું નથી.

(૭) આત્મા અને શરીર બે જુદી ચીજ હોય તેમ કોઇ રેશનાલીસ્ટ સ્વીકારતો નથી. માનવ મન કે હ્યુમન બ્રેઇન તે ભૌતીક શરીરનો એક ભાગ જ છે. માનવીય સભાનતા કે ચેતના શરીરના ભૌતીક નાશ સાથે નાશ જ પામે છે.તેથી માનવીય યાદશક્તી પણ ભૌતીક નીપજ છે જે ભૌતીક શરીરના નાશ સાથે નાશ પામે છે.   આ માનવ જીવન સહીત જે કાંઇપણ છે તે બધું જ ભૌતીક છે.અને તેને માનવીય બુધ્ધી કે સમજથી સમજાવી શકાય તેમ છે. કદાચ કોઇ બનાવ કે કોયડો કે પ્રસંગ આજની માનવીય સમજ પ્રમાણે ન સમજાવી શકાય તેનો અર્થ એવો નથી કે તેમાં કશું દૈવી કે ઇશ્વરી છે અને માનવીય ઇન્દ્રીય સમજ, અનુભવથી પર છે.આવતી કાલે માનવીય સર્જનની નવી શોધખોળોથી તે બધા પ્રશ્નો પણ ચોક્કસ ઉકેલાઇ જશે. માનવ સંશોધન તે એક સતત ચાલતી પ્રક્રીયા છે.

(૮) અંગત અને અરસપર સંબંધો ખુબજ પ્રેમાળ, ઉષ્માભર્યા અને વિશ્વાસપાત્ર હોય છે. કારણકે સંબંધો પેદા કરવામાં અને ટકાવી રાખવામાં કોઇ હરીફાઇ, સત્તા, માલીકીભાવ અથવા તો બીજી કોઇ નીજી ખેવના ખુલ્લી કે પ્રછન્ન હોતી નથી.

(૯) ધર્મનીરપેક્ષ માનવવાદી વીચારો અન્ય સાથે રજુ કરવાનો અભીગમ અને પ્રયત્નો બીલકુલ જ્ઞાન આધારીત શાંતીમય,સહકારમય અને એકબીજાનું ગૌરવ જળવાઇ રહે તે પ્રમાણેના હોય છે. તેમાં કશું સંઘર્ષમય કે ઉગ્રપણુ હોતુ નથી. કારણકે સામા માનવીને પણ જ્ઞાન આધારીત સમજાવવામાં આવે તો તે પણ પોતાની રેશનાલીટીથી નૈતીક રીતે સારુ શું કે ખોટું શું તેનો નીર્ણય કરી શકવા સક્ષમ હોય છે.


--

Sunday, June 25, 2017

ત્રણ ચીંતા પ્રેરક સમાચાર–

ત્રણ ચીંતા પ્રેરક સમાચાર–

(૧) વધુ એક રેશનાલીસ્ટની હત્યા–

બધાજ ધર્મો ખ્રીસ્તી, મુસ્લીમ અને હીંદુ વી. રેશનાલીઝમની મુળભુત રીતે વીરૂધ્ધ જ હોય છે. તે બધાજ ધર્મો સામસામી એકબીજાના અનુયાઇઓ પ્રત્યે તો સ્વાભાવીક દુશ્મનાવટ ધરાવતા હોય છે. પણ તે બધા માટેનો કોઇ સામાન્ય દુશ્મન હોય તો તે રેશનાલીસ્ટ અને ધર્મનીરેપેક્ષ માનવવાદી( Secular Humanist) કે નાસ્તીક હોય છે. કારણકે ધર્મનીરપેક્ષ માનવવાદી વીચારસરણી જેનું બૌધ્ધીક શસ્ર ' રેશનાલીઝમ એટલેકે ' કોઇપણ સત્ય કે જ્ઞાન તે ઇન્દ્રીયજન્ય અનુભવ અને વૈજ્ઞાનીક અભીગમનું પરીણામ છે તેવું ગણે છે.' તે વાત કોઇપણ પ્રકારના ધર્મો સ્વીકારતા નથી. દરેક ધર્મનો આધાર ઇશ્વર, તે અંગેના પુસ્તકો અને તેમના પ્રતીનીધીઓમાં અબાધીત (અંધ)શ્રધ્ધા છે. જે લોકો ( રેશનાલીસ્ટ) આવી ઇશ્વરી આસ્થાને પડકારે તે બધાને સદીઓથી ધાર્મીક આસ્થાઓના ઠેકેદારો, મોટાભાગે રાજયશાસનની મદદથી, રંજાડતા, ખુન કરતા અને રીબામણી કરતા આવ્યા છે.

 છેલ્લા થોડા વર્ષોમાં ત્રણ રેશનાલીસ્ટો મહારાષ્ટ્રના નરેન્દ્ર દાભોલકર,અને ગોવીંદ પાનસરે અને કર્ણાટકના પ્રો કલબુર્ગી ની હત્યાઓ એકજ પધ્ધતીથી કરવામાં આવી હતી. હીંદુ સનાતન સંસ્થાનવાદીઓ એ કરી છે તેવા નક્કર પુરાવા પોલીસ તપાસ એજન્સીઓને મળેલ છે.

ચોથી રેશનાલીસ્ટ, એક જન્મે મુસ્લીમ ૩૧ વર્ષના યુવાન એમ ફારુક ની હત્યા તારીખ ૧૬મી માર્ચ ૨૦૧૭ ના રોજ કોઇમ્બતુર મુકામે તામીલનાડુ રાજયમાં ઇસ્લામના અનુયાઇઓ તરફથી કરવામાં આવી છે. રેશનાલીસ્ટ ફારૂકનો ગુનો એ હતો કે સમગ્ર દક્ષીણ ભારતના એક સમયના મહાન રેશનાલીસ્ટ અને મુર્તીભંજક રામસ્વામી પેરીયરના રેશનાલીસ્ટ વીચારોને સ્વીકારીને ફારુકે પોતાનું એક વોટ્સગ્રુપ તે વીચારોને ફેલાવવા માટે બનાવેલુ હતું. જેના આશરે ૫૦૦ ઉપર સમર્થક સભ્યો હતા.

ફારુકે પોતાના બાળકોને નીરઇશ્વરવાદી તરીકે ઉછેરવાના કરેલા નીર્ણયને કારણે કેટલાક મુસ્લીમ ધર્મઝનુનીઓ તેના પર ઉશ્કેરાયા હતા.ફારુકની હત્યાના પંદર દીવસ પહેલાં તેણે પોતાના બાળકોનો ફોટો વોટ્સગ્રપ ઉપર ' No God, No God ના  પ્લેકાર્ડ સાથે મુક્યો હતો. આ ધર્મના ઠેકેદારોએ ફારુકને ધર્મ વીરૂધ્ધની પ્રવૃત્તીઓથી દુર રહેવા સમજાવ્યા હતા.ફોન પર ધમકીઓ પણ આપી હતી. જેની ફારુકે અવગણના કરી હતી.

 મોટર સાયકલપર ઘરની બહાર નીકળતાં ચાર હુમલાખોરોએ ફારુકને ગળા અને પેટમાં છરીઓ મારીને હત્યા કરી. બીજે દીવસે એમ ઇર્શાદ નામની વ્યક્તીએ પોલીસ સ્ટેશનમાં હાજર થઇને ફારુકના ખુનની જવાબદારી લીધી હતી. કોઇમ્બતુરના પોલીસ અધીકારીનું એમ કહેવુ હતું કે ' ફારુકના સોસીયલ મીડીયા પર રેશનાલીસ્ટ વીચારોના પ્રસારણથી સ્થાનીક મુસ્લીમ સમાજ ઉશ્કેરાયો હતો. જેને કારણે આ પરીણામ આવ્યું હતું.'–––– (સૌજન્ય– ધી રેડીકલ હ્યુમેનીસ્ટ અંક મે–૨૦૧૭.)

(૨) ૧૬ વર્ષના જુનેદની ટ્રેઇનમાં હત્યા.

જુનેદ અને તેનાભાઇને પોતાના ગામની મસ્જીદમાં સંપુર્ણ કુરાને શરીફ મોઢે રમજાન દરમ્યાન પઠન કરવા માટે ' હાફીઝ' નો એવોર્ડ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. તેઓના માબાપ પોતાના બાળકોના આવા ગૌરવથી ખુશ થઇને બંને ભાઇઓને ઇદ માટે ખરીદી કરવા દીલ્હી મોકલ્યા હતા. કપડાં, મીઠાઇ વી, ખરીદી કરી તે દીલ્હી– મથુરા પેસેંજર ટ્રેઇનમાં પોતાના ગામમાં પરત આવવા નીકળ્યા હતા.  ડબ્બામાં જગ્યા માટે પેંસેંજરો સાથે ઝઘડો થતાં તેમની સામે ટોળુ બેકાબુ બની ગયું. તેઓને રાષ્ટ્રદ્રોહી, રાષ્ટ્રવીરોધી અને ગૌ માંસ ખાનારા જેવા શબ્દોથી સખત રીતે અપમાનીત કરવા માંડયા. તેવામાં કોઇ જુવાન પેસેંજરે છરી બહાર કાઢી  જુનેદ અને તેના ભાઇ પર લોહીયાળ હુમલા કરવા માંડયા. જેનું પરીણામ આખરે જુનેદના મૃત્યુમાં આવ્યું. વડીલ પીતા પોતાના જુવાન પુત્રનું અપમૃત્યું થતાં બીલકુલ અવાક બની ગયા. માતાએ પણ લીધું કે હવે હું જીવીશ ત્યાં સુધી કયારે ય ઇદ મનાવીશ નહી. શું આપણે સહીષ્ણુતા છોડી દઇને એક દેશઅને પ્રજા તરીકે અસહીષ્ણુતા તરફ ઝડપથી ધસી જતા તો નથી ને? સૌજન્ય. ટાઇમ્સ ઓફ ઇંડીયા અને ઇન્ડીયન એકસપ્રેસ.

(૩) રાષ્ટ્રપતીની ઇફતાર પાર્ટીનો ફીયાસ્કો !

માનનીય રાષ્ટ્રપતી પ્રણવમુકરજીએ રાષ્ટ્રપતીના હોદ્દાના રૂઢી કે રીવાજ પ્રમાણે  ( Custom & convention)  તેઓએ બે દીવસ પહેલાં રમઝાન માસના અંત પહેલાં એક ઇફતાર પાર્ટીનું આયોજન કરેલું હતું. બીજેપીના વડાપ્રધાન અને તેઓના પ્રધાન મંડળના દરેક પ્રધાનોને , વીરોધ પક્ષના નેતાઓ વગેરેને ખાસ આમંત્રણ આપી નીમંત્ર્યા હતા. ગમે તે કારણસર મોદીજી સહીત પ્રધાન મંડળના એક પણ પ્રધાન રાષ્ટ્રપતીએ આયોજીત કરેલ સદર ઇફતાર પાર્ટીમાં હાજર રહ્યા નહતા. તેઓના સીવાય બધાજ રાજકીય અન્ય આમંત્રીતો હાજર રહ્યા હતા. આપણે પ્રજા તરીકે શું સમજવાનું? સીજન્ય. ફેસબુક ન્યુઝ     

--

Monday, June 19, 2017

ભુઆઓની આવેલ કોમેન્ટ

ગુજરાત સરકારે કરેલા ૩૦૦ ભુઆઓના સન્માન વીરૂધ્ધ આવેલી કોમેન્ટ–

અમે ગુજરાત રેશનાલીસ્ટ એસો– ને ગુજરાતના માનનીય રાજયપાલને સરકાર તરફથી જે ૩૦૦ ભુઆઓનું સન્માન કરવામાં આવ્યું તે અંગે વીરોધ દર્શાવતું મેમોરન્ડમની કોપી ફેસબુક પર મુકી હતી.  તે વાંચીને ઘણા બધા મીત્રો એ 'લાઇક' કર્યું હતું. કેટલાક મીત્રોએ કોમેન્ટ પણ કરી હતી. તે સૌ નો આભાર.

 ગઇકાલે જે કોમેન્ટ મને 'વોટ્સ અપ' મળી તે નીચે મુજબ છે.

                            એક અગત્યની જાહેરાત

ગુજરાત સરકારે શીક્ષણના ક્ષેત્રે ૧૦૦ ટકા સીધ્ધી મેળવી લીધી છે. તેથી આગામી ચુંટણીને લક્ષમાં રાખીને " રાજયનું શીક્ષણ મંત્રાલય તાત્કાલીક બંધ કરી દેવાનું નક્કી કર્યું છે. તેના સ્થાને નવું મંત્રાલય ' અંધશ્રધ્ધા વીકાસ મંત્રાલય' અને તેના નેજા હેઠળ સ્પેશીયલ જી આર બહાર પાડીને ચાલુવર્ષથી જ  અંધશ્રધ્ધા વીકાસ વીશ્વવીધ્યાલયની સ્થાપના કરવાનો નીર્ણય નાગરીકોના હીતમાં તાત્કાલીક કરવો પડયો છે. આ વીશ્વવીધ્યાલયનું મુખ્યસુત્ર છે.

                         " હવે શું કામ ભણે ગુજરાત, હવે તો ધુણશે ગુજરાત. "

                                       તાત્કાલીક જોઇએ છીએ

 અમારા નવા વીશ્વવીધ્યાલયમાં મંત્રોચાર અને ધુણવા/ ધુણાવવાથી દરેકપ્રકારના શારીરીક રોગો  દુર કરી શકે તેવા ૩૦૦ ભુઆઓ અને ડાકલા વગાડી શકે તેવા ૬૦૦ સંગીત તજજ્ઞોની તાત્કાલીક ભરતી વહેલો તે પહેલો ના ધોરણે કરવાની છે. નીર્ણાયક કે પસંદગી સમીતી સમક્ષ પ્રત્યક્ષ પરચો બતાવવો અનીવાર્ય રહેશે. અરજી કરવાની કોઇ છેલ્લી તારીખ નથી. કારણકે નીષ્ણાત અને ચુનંદા ભુઆઓ વી, ને રાષ્ટ્રહીતમાં દેશના જુદા જુદા રાજયોમાં ભરપટે નીકાસ કરવાની લાંબાગાળાની યોજના વીચારણા હેઠળ છે.

પડોશી રાજયની મહારાષ્ટ્ર સરકારે રેશનાલીસ્ટ નરેન્દ્ર દાભોલકરની હત્યા પછી, અંધશ્રધ્ધા ઉન્મુલન બીલ પસાર કરીને  ભુઆઓ અને બ્લેક મેજીકનો દાવો કરનારાને જેલ ભેગા કરવા માંડયા છે. તેની સામે આપણું રાજય ભુઆઓની 'દીવ્યશક્તી'નો ઉપયોગ કરનારુ  દેશમાં પ્રથમ નંબરનું રાજય બન્યું છે. તેથી દેશભરમાં આપણી રાજય સરકારની વાહ વાહ થઇ રહી છે. ટુંક સમયમાં કદાચ 'ગીનીસ બુક ઓફ વર્લડ રેકોર્ડસ અને નોબેલ પ્રાઇઝ આપનાર કમીટી આપણી સરકાર સાથે એમ ઓ યુ કરવા 'રીવર ફ્રંટ પર' મળશે.

આ અમને ફેસબુક પર મળેલી કોમેન્ટ છે, એટલું ન ભુલવા વીનંતી છે.   


--

Tuesday, June 13, 2017

ભુઆઓ સામે ગુજરાત રાજ્યના રાજ્યપાલને આવેદન પત્ર


રવાના–

બીપીન શ્રોફ,

 પ્રમખ, ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ અધીવેશન,

 ૧૮૧૦, લુહારવાડ, મહેમદાવાદ, (૩૮૭૧૩૦) જીં ખેડા,

તા. ૧૪મી જુન ૨૦૧૭. મો. 97246 88733.

માનનીય રાજ્યપાલ શ્રી,

ગુજરાત સરકાર, ગાંધીનગર.

વીષય-તાજેતરમાં   ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને શીક્ષણ ખાતા તરફથી ૩૦૦ ભુઆઓનો (OCCU'LT  અલૌકીક શક્તી હોવાનો દાવો કરનારાઓનું) બહુમાન કરવાના પગલા સામે વીરોધ–

અમારી સંસ્થા ગુજરાતમાં દેશના બંધારણની કલમ ૫૧ એચ મુજબ નાગરીકોમાં માનવવાદ, અને વૈજ્ઞાનીક અભીગમ જેવા મુલ્યો વીકસે તે માટે સતત કામ કરે છે.અમારી સંસ્થાના ઘણા એકમો નીયમીત રીતે ગામડામાં જઇને અંધશ્રધ્ધા અને વહેમો સામે  શાંતીમય અને શૈક્ષણીક પધ્ધતીથી વૈજ્ઞાનીક પ્રયોગો બતાવીને જાગૃતતા ફેલાવાનું કામ કરે છે. અમે ગ્રામીણ પ્રજાને કંકુ કેવીરીતે નીકળે,  પાણી રેડી કેવી રીતે અગ્ની પ્રગટાવાય તેવા અનેક પ્રયોગો બતાવીને ' ચમત્કારો થી ચેતો' , કોઇ ચમત્કારી દાવાઓથી છેતરાશો નહી તેવી માહીતી આપીએ છીએ.

હવે આવા અભીગમ સામે ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને શીક્ષણ વીભાગે  ગુજરાતભરના ગામડાઓમાંથી આશરે ૩૦૦ જેટલી મોટી સંખ્યામાં ભુઆઓને ગાંધીનગર મુકામે બોલાવીને સન્માન કરવાનું રાજ્ય સરકાર તરફથી નક્કી કર્યુ છે. જે નીર્ણયનો અમે નીચે જણાવેલા કારણોસર સખત વીરોધ કરીએ છીએ.

(૧) આ ભુઆઓ જે પોતાને દૈવી કે અલૌકીક શક્તી પ્રાપ્ત કરી હોવાનો દાવો કરે છે તેને વીજ્ઞાનનો કોઇ આધાર જ નથી. અમારી સંસ્થા તે બધાને તેમના ઇશ્વરી દાવાઓને જાહેરમાં પડકારીએ પણ છીએ.

(૨) દેશના બંધારણે ખાસ સુધારો કરીને  ૫૧ એચ કલમમાં દેશના નાગરીકોની ફરજોમાં વૈજ્ઞાનીક અભીગમ વીકસાવવાની દરેક નાગરીકની ફરજ છે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે. આ બધા ભુઆઓ ગામડાની અભણ, ગરીબ અને અંધશ્રધ્ધામાં ગળાડુબ પ્રજાની નબળી માનસીકતાનો લાભ લઇને  તેમાંય ખાસ કરીને બહેનોનું સર્વપ્રકારનું શોષણ કરે છે. બહેનોને શારીરીક શીક્ષા કરી જબ્બર ત્રાસ આપે છે. આવા સામાજીક પરીબળો  ગુજરાતના ગ્રામ્ય જીવનમાં કોઇપણ જાહેર અને વ્યક્તીગત આરોગ્ય, શીક્ષણ, વિજ્ઞાન આધારીત જાગૃતતા  માટે મથતા પરીબળોની સામે પડે છે. ઘણીવાર તેઓ હીંસક હુમલાઓ પણ કરે કરાવે છે. તેઓની પાસે આવેલા અબુધ દર્દીઓની જીંદગી જોખમમાં મુકાય ત્યાંસુધી તે જાતભાતના ચીત્રવીચીત્ર નુસ્ખાઓ કરે છે.માનવવીકાસ અને જાગૃતતા વીરોધી ગામડાના પરીબળોને આપણી બંધારણીય નીયમો મુજબ અસ્તીત્વમાં આવેલી ગુજરાત સરકાર કેવી રીતે  આવા ભુઆઓનું બહુમાન કેવી રીતે કરી શકે?

(૩) આપણા પડોશી પ્રગતીશીલ રાજ્ય મહારાષ્ટ્રની સરકારે તો આવા ભુઆઓ અને આવા કૃત્યો કરનારાઓ સામે બીલ લાવીને સજા અને દંડ થાય તેવો કાયદો  બનાવ્યો છે.

(૪) અમો અરજદારની આપને અમારા રાજ્યના બંધારણીય વડા અને બંધારણના રક્ષક તરીકે નમ્ર અરજ છે કે  રાજ્ય સરકારના સામાજીક ન્યાય તથા શીક્ષણ ખાતાના પ્રધાનોને આવા બંધારણ વીરૂધ્ધના કામ કરતા તાત્કાલીક અટકાવો.

શુભેચ્છા સાથે,

લીં

બીપીન શ્રોફ અને બીજા. 

--

Friday, June 9, 2017

ફલજયોતીષ ભાગ–૨.

ફળજયોતીષ લેખ –૨.

ફળજ્યોતીષ અને ખગોળશાસ્ર વચ્ચે શું તફાવત છે? કેમ ફળજ્યોતીષ

 ( astrology not astronomy )નો આધાર વૈજ્ઞાનીક શોધખોળો પર આધારીત નથી?

ફળજ્યોતીષ અને ખગોળશાસ્ર વચ્ચે કયા કયા તફાવતો છે? સામાન્ય રીતે લોકોને અવકાશી પદાર્થો અને તેમાં બનતી ઘટનાઓ પર શરૂઆતને તબક્કે જીજ્ઞાસા, કુતુહુલ કે આતુરતાથી રસ પેદા થયો હતો. તેઓને સુર્ય, ચંદ્ર, તારાઓ, પ્રકાશ, આકાશી વીજળી અને વાદળોના ગડગડાટોમાં માનવસહજતાથી રસ જાગ્યો હતો. સુર્ય કેવી રીતે ઉગે છે, આથમે છે, ચંદ્રના કદમાં કેમ નીયમીત રીતે ફેરફારો થાય છે, રૂતુઓ કેમ આવે છે અને બદલાય જાય છે. ઘણીવાર વરસાદ ખુબ પડે છે, ઘણીવાર બીલકુલ પડતો નથી. જો પૃથ્વીની આવી ભૌતીક ગતીવીધીઓ પર આ બધા અવકાશી પદાર્થો અસર કરતા હોય તો કેમ તે માનવીના ભાવીપર કેમ અસરો ન કરતા હોય?

ફલજ્યોતીષનો આધાર એ છે કે દરેક અવકાશી પદાર્થ ખાસ કરીને સુર્યમંડળના ગ્રહો  જેવા કે મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શની, ઉપરાંત કાલ્પનીક રાહુ અને કેતુ વગેરે એક દેવ ( Deity)  સ્વરૂપે અસ્તીત્વ ધરાવે છે. તે બધા વ્યક્તીગત ધોરણે માનવીના ભાવીને , નસીબને ઘડે છે. તેમાં રસ ધરાવે છે. તેમની બુરીનજર કે પનોતી વ્યક્તીગત ધોરણે માનવીની જીંદગીને વેરાનછેરન કરી શકે છે. ઘણાબધા ધર્મો, ખાસ કરીને હીંદુ ધર્મ માને છે કે દરેક હીદુનું ભાવી જન્મ સાથે નક્કી થઇને આવે છે. ' વીધાતાના છઠ્ઠીના લખ્યા લેખ કોઇથી મીથ્યા થઇ શકતા નથી.' હીંદુ આસ્થા પ્રમાણે હીંદુનું ભાવી, તેનો વર્તમાન જન્મ અને તે ચાર વર્ણોમાંથી કયા વર્ણમાં જન્મ છે તે બધું જ તેના પુર્વજન્મોના કર્મ પર આધારીત છે. પુર્વજન્મ, શરીરમાં આત્માનું અસ્તીત્વ, પછી વર્તમાન જન્મ અને પુર્નજન્મ  આ બધુ જ હીંદુ ધર્મે પોતાની વર્ણવ્યવસ્થા આધારીત જે બીલકુલ અસમાન અને શોષણખોર સમાજ પેદા કર્યો છે તેને ટકાવી રાખવા માટે  ઉભી કરવામાં આવી છે.

 પરંતુ વૈશ્વીકક્ક્ષાએ ગેલેલીયો, કોપરનીકસ, બ્રુનો અને ન્યુટનથી શરૂ થયેલી અવકાશી પદાર્થીના સંશોધનોએ ફલજ્યોતીષની બધી માન્યતાઓનો આધાર જ વૈજ્ઞાનીક માહીતીઓના આધારે તોડી નાંખ્યો છે. ખગોળવીધ્યા એક વૈજ્ઞાનીક જ્ઞાનની શાખા તરીકે વૈજ્ઞાનીક પધ્ધતીને આધારે સતત વીકસતી રહી અને આપણને અવકાશી પદાર્થો અને તેની ગતી વી. અંગે આપણને બૌધ્ધીક રીતે સજ્જ કરતી રહે છે. તેની સામે ફલજ્યોતીષ ના દાવાઓ પોકળ સાબીત થતા જાય છે. તેને ક્રમશ; નવા અવકાશી જ્ઞાન અને શોધખોળો આધારીત પશ્રીમી અને ભારત સહીત પુર્વના દેશોમાંથી જાકરો મળતો રહ્યો છે.

 હવે આપણે ફલજ્યોતીષના દાવાઓ કેવી રીતે અવૈજ્ઞાનીક છે તે એક પછી એક જોઇએ.

(૧) ખાસ કરીને સુર્યમંડળના નવ ગ્રહો જેમાં બે કાલ્પનીક ગ્રહો રાહુ અને કેતુ જેનું કોઇ ભૌતીક અસ્તીત્વ નથી તે બધાજ ગ્રહો પૃથ્વીપરના દરેક માનવીના રોજબરોજના જીવનમાં રસ ધરાવે છે. નવ ગ્રહો ( સુર્ય,ચંદ્ર, રાહુ, કેતુ, બુધ, શુક્ર, મંગળ, ગુરૂ,ને શની.) માંથી આપણે બે  ભૌતીક અસ્તીત્વ નહી ધરાવતા ગ્રહો રાહુ –કેતુની બાદબાકી કરીએ તો સાત રહ્યા. બીજુ પ્લેટો,યુરેનસ,નેપચ્યુન, જે ખરેખર સુર્યમંડળના દા.ત બુધ,શુક્ર,પૃથ્વી કે મંગળ ગુરૂ, શની જેવા જ ગ્રહો છે તે બંનેનું હીંદુ ફલજ્યોતીષમાં કોઇ સ્થાન નથી. તે બધાનું સર્જન પણ સુર્યમંડળના બીજા ગ્રહોની માફક સુર્યમાંથી જ થયેલું છે.આ બધા ગ્રહો સુર્યમંડળના સભ્યો છે. તેનો જન્મ સુર્યની સાથે જ થયેલો છે. તે બધાજ અન્ય અવકાશી પદાર્થોની માફક બીલકુલ ભૌતીકરીતે જડ છે. તેમાં કશુંય દેવી,ઇશ્વરી કે ચમત્કારી તત્વ અસ્તીત્વ ધરાવતું નથી.પૃથ્વી સીવાય સુર્યમંડળના કોઇ ગ્રહ પરમાનવ સહીત કોઇપણ પ્રકારની સજીવ જીવો પણ અસત્ત્વ ધરાવતા નથી.

(૨) સાતગ્રહોમાં  હીંદુ ફળજ્યોતીષ પ્રમાણે ચંદ્ર અને સુર્યને પણ ગ્રહો ગણ્યા છે. ખરેખર ચંદ્ર ગ્રહ છે જ નહી. તે આપણી પૃથ્વીમાંથી છુટો પડેલો એક ઉપગ્રહછે અને સુર્યની માફક તારો નહી હોવાથી ચંદ્ર સ્વયંમ પ્રકાશીત બીલકુલ નથી.. તે સુર્યમાંથી છુટો પડલા ગ્રહો જેવાકે બુધ,શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરૂ, શની જેવો ગ્રહ પણ નથી. વધારામાં સુર્ય પણ ગ્રહ જ નથી. તે એક સ્વયંમપ્રકાશીત તારો ( આકાશ ગંગામાં જે અબજો તારાઓ છે તેમાંનો એક) છે.સુર્યમંડળના બધાજ ગ્રહો તારાઓ નહી હોવાથી તે સ્વયંપ્રકાશીત નથી. તે આપણને જે પ્રકાશમય રાત્રીને સમયે દેખાય છે તે સુર્યના પ્રકાશનું પરાવર્તન હોય છે.ફલજ્યોતીષને પ્રકાશની ઝડપ અને તેની અસરો વીષે ખરેખર કોઇ માહીતી જ નથી. તેની સામે ખગોળશાસ્રે વૈજ્ઞાનીક પધ્ધતીને આધારે પ્રકાશની ઝડપ,વી ગણીને તેને આધારે ભવીષ્યમાં આવી રહેલી અવકાશી ઘટનાઓ અંગે સચોટ ગણતરી કરી આગાહી કરી શકે છે.

(૩) ફળજ્યોતીષનો અવૈજ્ઞાનીક આધાર એ છે કે આ બધા નવ ગ્રહો પૃથ્વીપરના સાત અબજની વસ્તીનું ભાવી ઘડે છે. સુર્ય સીવાય કોઇ ગ્રહોને પોતાના પ્રકાશના કીરણો જ નથી. તો આ બધા ગ્રહો માનવીને ભાવીને કેવી રીતે અસર કરી શકે? કોઇ આ ફલ જ્યોતીષીઓને પુછી શકે ખરા કે માનવીના રોજબરોજના જીવનને અસર કરવા ગ્રહો પાસે કયું માધ્યમ છે? આપણને ખબર છે ખરી કે આ બધા ગ્રહો આપણી પૃથ્વીથી કેટલા કેટલા દુર દુર અંતરે અવકાશમાં આવેલા છે? બુધ.૫૭. ૯મીલીયન કી.મી, શુક્ર ૧૦૮.૨ મી કી.મી. મંગળ ૨૨૭.૯ મી. કી.મી, ગુરૂ ૭૭૦.૦ મી કી મી. શની ૧૪૩૦ મી કી ( પૃથ્વી અને સુર્યના વચ્ચેના અંતરથી આઠ ઘણો દુર.) સુર્ય ૧૪૯.૬ મી. કી. મી. યુરેનસ ,નેપચ્યુન અને પ્લુટો અતી અતી દુર છે. સુર્ય આપણી પૃથ્વીથી નવલાખ માઇલ દુર છે. તેના પહેલા કીરણને પૃથ્વી પર આવતાં આઠ મીનીટ અને વીસ સેંકડ લાગે છે. પ્રકાશના કીરણની એક સેકંડની ઝડપ(સ્પીડ) ત્રણ લાખકી મી પ્રતી સેંકડની છે. જે ગ્રહોને પોતાનો પ્રકાશ જ ન હોય તે આપૃથ્વી પરની સાત અબજની વસ્તીને વ્યક્તીગત ધોરણે કેવી, ક્યાં અને કેટલે સુધી અસર કરી શકે?

(૪) આપણી પાસે સમયના માપ માટે નાનામાં નાનું સાધન સેંકડ છે. વિશ્વમાં પ્રતી સેંકડે ૪૦ બાળકો જન્મે છે. ફલજ્યોતીષ પ્રમાણે આ પ્રતી સેંકડે જન્મેલા બધાજ બાળકોની રાશી,નક્ષત્ર અને ભાવી પણ એક સરખાં જ હોવા જોઇએ. તેવું બને છે ખરૂ? સમાન સેંકડે જન્મ્લા બધાજ ગાંધી, નેલસન મંડેલા કે આઇનસ્ટાઇન બનતા નથી. કેમ? ફલજ્યોતીષ પ્રમાણે જો જન્મ સમય પ્રમાણે ગ્રહોની સ્થીતી આપણું ભાવી નક્કી કરતું હોય તો?

ખરેખર ભારતીય ફલજ્યોતીષ પ્રમાણે ગ્રહો આપણા જીવનને કોઇપણ પ્રકારે અસર કરે છે તે માન્યાતાને વીજ્ઞાનનો કોઇ આધાર જ નથી. તે માન્યતા જ બોગસ છે. તેવી જ રીતે હસ્ત રેખા અને મુર્હુતની માન્યતા પણ અવૈજ્ઞાનીક હોવાથી બોગસ જ છે.

 

 

 

 

 

 

 

 

 

 


--

Wednesday, June 7, 2017

શું ફળ જયોતીષનો આધાર વૈજ્ઞાનીક છે?


ફળ જ્યોતીષ( એસ્ટ્રોલોજી)ના સત્યનો આધાર શું છે?

આ ચર્ચા શરૂ કરીએ તે પહેલાં કેટલીક વ્યક્તીઓ અંગે  વાત કરીએ જેઓએ પોતાની કારર્કીદી જયોતીષીઓની સલાહ કે તારણો ફગાવી દઇને પોતાની ક્ષેત્રમાં સફળતાઓ પ્રાપ્ત કરી હતી.

૧. માઉન્ટ એવરેસ્ટ પ્રથમ પ્રયત્ને સર કરનાર તેંનસીંગ નોરગે અને એંડમંડ હીલેરી. માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ શરૂ કર્યું તે પહેલાં બંને નેપાલની રાજધાની ખટમડુંમાં આવેલ પશુપતીનાથ મંદીરના સૌથી વડા પુજારીની પોતાના પ્રવાસની સફળતા અંગે સલાહ લેવા ગયા. વડા પુજારી ( હેડ પ્રીસ્ટ)એ બેંનેની હથેળીની રેખાઓ જોઇને ક્હયું કે 'તમારા આ ચઢાણનો પ્રવાસ નીષ્ફળ જશે અને બે માંથી એક આ કઠોર ચઢાણ ( grueling  expedition) દરમ્યાન મૃત્યુ પામશે.' આ બંનેની જુગલ જોડીએ પેલા વડાપુજારીની સલાહને નકારીને પોતાનો પ્રવાસ ચાલુ રાખ્યો. સને ૧૯૫૩ મે માસની ૨૫મી તારીખે બંને પર્વતઆરહકોએ વીશ્વના સૌથી ઉંચા પર્વત શીખર' માઉન્ટ એવરેસ્ટ' સર કરનાર પ્રથમ વીજેતા બન્યા.( સૌ.ટાયગર ઓફ ધી સ્નો પુસ્તકમાંથી સાભાર.)

૨. સને ૧૫૨૬માં પાણીપતનુ યુધ્ધ શરૂ કરતાં પહેલાં જુવાન જહરૂદ્દીન બાબરે હસ્તરેખા શાસ્રી જેને અરબીમાં 'નુજુમ્મી' કહે છે તેને પોતાનો હાથ બતાવ્યો હતો. તેનો મત હતો કે ' બાબર આ લડાઇ હારી જશે અને યુધ્ધમાં મૃત્યુ પામશે.' બાબરથી શરૂ થયેલી મોગલ સલ્તનત સને ૧૮૫૭નામાં બહાદુરશાહ જફરની બ્રીટીશ સરકાર સામેની હાર સુધી ચાલુ રહી.

૩. વેસ્ટઇંડીઝના બારબોડોઝ ટાપુ ના એક ગામમાં  એક ગરીબ કુટંબમાં એક બાળક બે હાથ અને બંને પગ પર છ આંગળીઓ અને મોઢામાં કેટલાક દાંત સાથે જન્મયુ હતું. ગામના પાદરી જે જ્યોતીષ પણ જોતો હતો તેણે જાહેર કર્યું કે આ બાળક દાનવ કે ડેવીલનું સંતાન છે. અને ૧૦ વર્ષની ઉંમરે પહોંચતા પહેલાં જ તે ગુજરી જશે. આ બાળક અત્યારે વીશ્વ શ્રૈષ્ઠ ઓલ રાઉન્ડર ક્રીકેટર નો ઇલ્કાબ મેળવીને ૮૧ વર્ષની ઉંમરે સરસ તંદુરસ્તી સાથે જીવે છે. તેનું નામ છે ગાર્ફીલ્ડ સોબર્સ. ( ફળજ્યોતીષ અને ખગોળશાસ્ર વચ્ચે શું તફાવત છે તથા ફળજ્યોતીષનો આધાર કેમ વૈજ્ઞાનીક સત્યો પર નથી તેની ચર્ચા આવતી કાલે).

 

 

 

 

 

 

 

 

 

 

--

J. Nehru & S Bose Part 2.

આશરે અઢી વર્ષ પછી સને ૧૯૪૫ના ઓગસ્ટમાસના અંત ભાગમાં સુભાષચંદ્ર બોઝની પત્ની એમીલીએ એક રાત્રે વીયેના શહેરના પોતાના ઘરમાં રેડીયો પર સાંભળ્યું કે ' બોઝ વીમાની અકસ્માતમાં તૈપેઇ( તાઇવાન દેશનું એક શહેર) મુકામે મૃત્યુ પામ્યા છે.' તેણે સખત આઘાત અનુભવ્યો અને પછી બેડરૂમમા જ્યાં પોતાની દીકરી અનીતા ગાઢ નીંદ્રામાં સુતી હતી ત્યાં જઇને ધ્રુસકે ને ધ્રુસકે ખુબ જ રડી.

જીંદગીતો જીવવાની જ હતી. જે પોસ્ટઓફીસમાં તે કામ કરતી હતી ત્યાં એમીલીએ નોકરી કરવાનું   શરૂ કર્યું. બીજા વીશ્વયુધ્ધે પેદા કરેલી જબ્બરજસ્ત પાયમલી ને કારણે યુધ્ધ પછીના વીયેનામાં સામાન્ય નાગરીકો માટે આર્થીક નીર્વાહ કરવો ખુબજ કપરૂ કામ હતું. (She later remembered that there was "no milk for the baby for weeks" and the family had been effectively starving.). નાની બેબી અનીતાને કેટલાય અઠવાડીયા સુધી દુધ જ પીવાનું મળતું નહી. ખરેખર તે કુટુંબ હકીકતમાં ભુખે મરતું હતું. આવા સંજોગોમાં એમીલીએ સુભાષચંદ્ર બોઝના ભાઇ શરતચંદ્રને પોતાની ઓળખ બતાવતો પત્ર મોકલ્યો. સને ૧૯૪૮માં શરતચંદ્ર પોતાના કટુંબ સાથે વીયેના ગયા અને પોતાનાજ કુટુંબના નવા સભ્યોને ખુબજ હેતસભર મળ્યા અને પ્રેમથી સ્વીકાર્યા.

" સુભાષચંદ્ર બોઝના ભત્રીજા અમૈયાનાથ બોઝે નહેરૂને વડાપ્રધાન તરીકે એક પત્ર લખ્યો હતો.  જેમાં તેણે નહેરૂજીને નીચે મુજબની વીનંતી કરી હતી. મારી કાકીને મારે નાણાંકીય મદદ કરવી છે. તેણી ઓસ્ટ્રીયા દેશના પાટનગર વીયેનામાં પોતાની દીકરી સાથે રહે છે. જો હું રીર્ઝવબેંક ઓફ ઇંડીયા અને મારી કાકી જે દેશમાં રહે છે તે ઓસ્ટ્રીયીન નેશનલ બેંક દ્રારા આ નાણાંકીય ટ્રાન્સફર કરૂ, કરાવું તે કામ સરળતાથી અને ઝડપથી થશે નહી, માટે મારી વીનંતી છે કે દીલ્હીમાં આવેલ ઓસ્ટ્રીયન વાઇસ કાઉન્સેલરની કચેરી દ્રારા આ કામ થાય તેવી સગવડ કરી આપોને? આપણે તેમની ફોરેન બેંકમાં નાણાં જમા કરાવી દઇએ જે બ્રીટીશ પાઉંડમા રૂપાંતર કરીને મારી કાકીને મળે. મારે નીયમીત રીતે મારી કાકીને આ પ્રમાણે નાણાંકીય મદદ કરવી છે.

 પત્ર મળ્યા પછી બે જ દીવસમાં નહેરૂજીએ  નાણાંમંત્રાલય અને પરદેશ મંત્રાલયને અમૈયાનાથ બોઝના પત્ર અંગે યોગ્ય માર્ગ શોધવા પત્ર લખ્યો.બંને વીભાગોએ તે કામ થઇ શકશે તેવું લેખીત વડાપ્રધાનને જણાવ્યું. નહેરૂજીએ અસફઅલી જે વીયેના જતા હતા તેમને પોતાના ગુમાવેલા સહ્રદયી બીરાદર,સાથી બોઝના કુટુંબની મુલાકત લેવા જણાવ્યું. ( To meet the widow and child of his long-lost comrade or 'opponent' as many would believe). અસફઅલીએ એમીલીને મળીને એવો જવાબ નહેરૂજીને આપ્યો કે ' તેણી કોઇ સરકારી મદદ લેવા તૈયાર નથી.' પરંતુ અસફઅલી નહેરૂજીને લખે છે કે મેં તેણીને સરકારી નહી તો કોઇ અન્ય સ્વરૂપની મદદ તેણીના માટે નહી પણ બેબી માટે લેવાનું સ્વીકારે.

ઘણા બધાએ સુભાષચંદ્રના બોઝના આ લગ્ન અંગે શંકાઓ ઉભી કરી હતી. પણ નહેરૂજીનું સ્પષ્ટ મંતવ્ય હતું કે ' આપણને નીસ્બત છે ત્યાંસુધી અમે એમીલીને બોઝની પત્ની તરીકે સ્વીકારી છે. માટે તે અંગેની વાત ત્યાં પુરી થઇ જાય છે. ("So far as we are concerned we have acknowledged her to be Subhas's wife and there the matter ends.") તેણીએ અલીને કહ્યું હતું કે તેઓ અનીતાના ભવીષ્ય માટે કંઇક નાણાંકીય જોગવાઇ કરે!  નહેરૂજીનું સ્પષ્ટ વલણ હતું કે આપણે બોઝની દીકરી અનીતા માટે તેણીના ભવીષ્યને ધ્યાનમાં રાખીને અત્યારે નાણાંકીય સગવડ કરી આપીએ અને તે નાણાં ભવીષ્યમાં અનીતાની જરૂરીયાત માટે વપરાય. જો આ રીતે એમીલી તૈયાર હોયતો હું ( નહેરૂજી) આગળ વધવા તૈયાર છું. જો તેણી સંમત ન હોય તો પછી તેણી પર બધું છોડી દો! વારંવાર ૧૦૦ બ્રીર્ટીશ પાઉન્ડ હું તે બાળકી માટે મોકલવા તૈયાર છું. પણ તે નાણાં સરકારની તીજોરીમાંથી નહી મોકલ;ય પણ અમારી પાર્ટી કોગ્રેંસના ફંડમાંથી મોકલવામાં આવશે. (. This money will not be from official sources. It will be from the Congress.")  આ બધી હકીકતો પેલી અધીકૃત રીતે ફાઇલોમાં છે.

જે તે સમયે નહેરૂ અખીલ ભારતીય કોંગ્રેસના પણ પ્રમુખ હતા. તેઓએ નકકી કર્યું કે કોંગ્રેસ પાસે જે 'આઝાદ હીદ ફોજ' ના નાણાં હતાં તેમાંથી બોઝની દીકરીને નીયમીત નાણાં મળે તેવી સગવડ કરવી. સને ૧૯૫૨થી તેઓએ ઉપર મુજબની વ્યવસ્થા કરી હતી. સને ૧૯૫૩થી પશ્રીમબંગાળના મુખ્ય પ્રધાન બીધેનચંદ્ર રોય નહેરૂજીના આ કાર્યમાં મદદરૂપ થયા. તેઓએ એક કાયદેસરનું ટ્રસ્ટ બનાવીને બોઝની દીકરીને નીયમીત નાણાંકીય મદદ મળે તેવી વ્યવસ્થા કરી. તે ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી નહેરૂજી અને બીધેન રોય બન્યા. આ ટ્રસ્ટમાં સાક્ષી તરીકે સહીઓ વીવાદાસ્પદ વર્તમાન રીટાયર્ડ જસ્ટીસ માર્કંડ કાત્જુના દાદા કૈલાસનાથ કાત્જુ અને રફીઅહેમદ કીડવાઇની હતી.

આ ટ્રસ્ટના સમાચાર એક લાંબા સમયથી સુભાષચંદ્ર બોઝના પંજાબના ટેકેદાર સરદાર શાર્દુલસીંગ મળતાં તેઓનો પ્રતીભાવ હતો કે 'આવા સજ્જન કાર્ય માટે ભગવાન તમને આશીર્વાદ આપે' બોઝની પત્ની એમીલીએ પણ નહેરૂ અને અન્ય મીત્રોના આવા સદ્ભાવના ભર્યા કાર્ય માટે આભાર માન્યો કે જેનાથી હવે મારી દીકરીના આર્થીક નીભાવની ચીંતામાંથી હુ મુક્ત થઇ. તે અંગે એમીલી ભારત આવીને નહેરૂજી અને અન્યનો રૂબરૂમાં આભાર વ્યક્ત કરવા માંગતી હતી. એમીલીના માતાની ઝડપથી તબીયત બગડતી હતી તેથી તે નહેરૂજીના ભારતમાં રજાઓ ગાળવાનું આમંત્રણ સ્વીકારી શકી નહી. સને ૧૯૫૫ના ૧લી ફેબ્રુઆરીના પત્રમાં જણાવ્યુ કે દીકરી અનીતાએ ભારતના પ્રશ્નોમાં ખુબજ માહિતી ભેગીકરવા માંડી છે અને સ્કુલના શીક્ષકો તેને ભારત અંગે વીષય–નીષ્ણાત માનવા માંડયા છે. બીધન રોય (૧૯૬૨– જુલાઇ) અને નહેરૂજીના (૧૯૬૪–મે)ના અવાસાન બાદ લાલબહાદુર શાસ્રીઅને પશ્રીમ બંગાળના મુખ્યપ્રધાન પ્રફુલચંદ્ર સેને પણ આ જવાબદારી નીભાવવાનું ચાલુ રાખ્યું હતું.

સને ૧૯૬૦ના ડીસેમ્બરમાં અનીતા ભારત આવી. નહેરૂજીની ભત્રીજી નયનતારા સહેગલ તેણીને દીલ્હીના એરોડ્રમા પર લેવા ગયાં હતાં.  અનીતાની નહેરૂજીએ પોતાના મહેમાન તરીકે વડાપ્રધાન નીવાસમાં સરભરા કરી હતી.

લંડનના એકપેપર ' ડેઇલી એકસપ્રેસે' નહેરૂજી અનીતાને એક વડાપ્રધાન તરીકે આવકારે છે તેવા ફોટા નીચે લખ્યું હતું કે ' ભારત દેશપર લશ્કર લઇને હુમલો કરનારની પુત્રીને નહેરૂ મળે છે. ' ('Quisling's daughter meets Nehru'.) જ્યારે નહેરૂજીને કોઇએ પુછયું કે આ ટીકા સામે તમારો જવાબ શું છે?દેશની પ્રજા (સુભાષચંદ્ર બોઝ) જે વ્યક્તીને આટલા બધા ઉચ્ચ અને પુજનીય ભાવથી સન્માનથી હોય તેને આવી રીતે ઓળખાવો તે બીલકુલ અયોગ્ય છે.

જ્યારે સરદાર પટેલ– રાજેન્દ્રપ્રસાદ અને પંતની પાંખ બોઝને અખીલ ભારતીય કોંગ્રેસ સમીતીમાંથી બહાર કાઢવા મેદાને પડી હતી ત્યારે નહેરૂને તે બનાવો અંગે કોઇ પશ્ચાતાપ કે સંતાપ થયો હતો ખરો ? તે જમાનામાં આઝાદીની ચળવળના રાષ્ટ્રીય ફલક પર નહેરૂજી અને બોઝનો વૈચારીક ઝુકાવ ' ડાબેરી વીચારસરણી' તરફ હતો. તે બંને પ્રખર અને અસમાધાનકારી ધર્મનીરપેક્ષ ( Staunchly secular leaders) નેતા હતા.પોતાના વીચારોને કારણે તેઓ બંનેને  એકબીજાનો સહકાર અપેક્ષીત હતો.

સને ૧૯૩૦થી નહેરૂજી અને બોઝના પત્ર વ્યવહારોથી એવુ ફલીત થાય છે કે તેઓની મીત્રતા ખુબજ વૈચારીક અને બૌધ્ધીક હતી. બોઝ નહેરૂજી પુસ્તકો માંગતા હતા જ્યારે નહેરૂજી બોઝે લખેલા પુસ્તક 'ધી ઇંડીયા સ્ટ્રગલ' માં કેટલાક જરૂરી સુધારા સુચવતા હતા. સને ૧૯૩૭–૩૮ની સાલથી બંને એ ભારતમાં રાષ્ટ્રીય આયોજન કેવી રીતે કરવું તે અંગેના ચીંતન કરવામાં અગ્રેસર હતા. તેને આધારે સ્વતંત્રતા પછી ભારતનું આયોજન થયું. કદાચ નહેરૂને તે નીમીત્તે આઝાદી પછી બોઝની ગેરહાજરી ઘણી અનુભવાતી હશે.

બોઝ અને નહેરૂજીના કૌટુબીક સંબંધો પણ ઘણા લાગણીસભર અને ઘનીષ્ટ હતા. જ્યારે નહેરૂજી દેશની જેલમાં હતા ત્યારે બોઝે  કમલા નહેરૂ ની સ્વીઝરલેંડમાં ટીબી સેનીટોરીયમમાં સૌજન્યભરી મુલાકતો કરી હતી.જ્યારે કમલા નહેરૂ સને ૧૯૩૬માં ગુજરી ગયા ત્યારે તે સમયે નહેરૂજી સાથે બોઝ હતા. નહેરૂજીનો સુભાષબાબુના કુટુંબ પ્રત્યેનો આટલો બધો પ્રેમાળ ઝુકાવ શું સુચવે છે? શું તે એક ભાંગી પડેલા બીરાદર ( કોમરેડ)ના કુટુંબ પ્રત્યેનો કુદરતીસહજ નીસ્બત છે કે પછી બાળકો સાથેનો નહેરૂચાચાના પ્રેમની અભીવ્યક્તી છે. તે આપણે ક્યારેય જાણી શકીશું નહી.( અંગ્રેજી લેખક અનીરબન મિત્રા, મોલેક્યુલર બાયોલોજીસ્ટ કોલકત્તા) 


--

J. Nehru & S Bose par -2

આશરે અઢી વર્ષ પછી સને ૧૯૪૫ના ઓગસ્ટમાસના અંત ભાગમાં સુભાષચંદ્ર બોઝની પત્ની એમીલીએ એક રાત્રે વીયેના શહેરના પોતાના ઘરમાં રેડીયો પર સાંભળ્યું કે ' બોઝ વીમાની અકસ્માતમાં તૈપેઇ( તાઇવાન દેશનું એક શહેર) મુકામે મૃત્યુ પામ્યા છે.' તેણે સખત આઘાત અનુભવ્યો અને પછી બેડરૂમમા જ્યાં પોતાની દીકરી અનીતા ગાઢ નીંદ્રામાં સુતી હતી ત્યાં જઇને ધ્રુસકે ને ધ્રુસકે ખુબ જ રડી.

જીંદગીતો જીવવાની જ હતી. જે પોસ્ટઓફીસમાં તે કામ કરતી હતી ત્યાં એમીલીએ નોકરી કરવાનું શરૂ કર્યું. બીજા વીશ્વયુધ્ધે પેદા કરેલી જબ્બરજસ્ત તારાજી અને પાયમલી ને કારણે યુધ્ધ પછીના વીયેનામાં સામાન્ય નાગરીકો માટે આર્થીક નીર્વાહ કરવો ખુબજ કપરૂ કામ હતું. (She later remembered that there was "no milk for the baby for weeks" and the family had been effectively starving.). નાની બેબી અનીતાને કેટલાય અઠવાડીયા સુધી દુધ જ પીવાનું મળતું નહી. ખરેખર તે કુટુંબ હકીકતમાં ભુખે મરતું હતું. આવા સંજોગોમાં એમીલીએ સુભાષચંદ્ર બોઝના ભાઇ શરદચંદ્રને પોતાની ઓળખ બતાવતો પત્ર મોકલ્યો. સને ૧૯૪૮માં શરદચંદ્ર પોતાના કટુંબ સાથે વીયેના ગયા અને પોતાનાજ કુટુંબના નવા સભ્યોને ખુબજ હેતસભર મળ્યા અને પ્રેમથી સ્વીકાર્યા.

" સુભાષચંદ્ર બોઝના ભત્રીજા અમૈયાનાથ બોઝે નહેરૂને વડાપ્રધાન તરીકે એક પત્ર લખ્યો હતો.  જેમાં તેણે નહેરૂજીને નીચે મુજબની વીનંતી કરી હતી. મારી કાકીને મારે નાણાંકીય મદદ કરવી છે. તેણી ઓસ્ટ્રીયા દેશના વીયેના શહેરમાં પોતાની દીકરી સાથે રહે છે. જો હું રીર્ઝવબેંક ઓફ ઇંડીયા અને મારી કાકી જે દેશમાં રહે છે તે ઓસ્ટ્રીયીન નેશનલ બેંક દ્રારા આ નાણાંકીય ટ્રાન્સફર કરૂ, કરાવું તે કામ સરળતાથી અને ઝડપથી થશે નહી, માટે મારી વીનંતી છે કે દીલ્હીમાં આવેલ ઓસ્ટ્રીયન વાઇસ કાઉન્સેલરની કચેરી દ્રારા આ કામ થાય તેવી સગવડ કરી આપોને? આપણે તેમની ફોરેન બેંકમાં નાણાં જમા કરાવી દઇએ જે બ્રીટીશ પાઉંડમા રૂપાંતર કરીને મારી કાકીને મળે. મારે નીયમીત રીતે મારી કાકીને આ પ્રમાણે નાણાંકીય મદદ કરવી છે.

 પત્ર મળ્યા પછી બે જ દીવસમાં નહેરૂજીએ  નાણાંમંત્રાલય અને પરદેશ મંત્રાલયને અમૈયાનાથ બોઝના પત્ર અંગે યોગ્ય માર્ગ શોધવા પત્ર લખ્યો.બંને વીભાગોએ તે કામ થઇ શકશે તેવું લેખીત વડાપ્રધાનને જણાવ્યું. નહેરૂજીએ અસફઅલી જે વીયેના જતા હતા તેમને પોતાના ગુમાવેલા સહ્રદયી બીરાદર,સાથી બોઝના કુટુંબની મુલાકત લેવા જણાવ્યું. ( To meet the widow and child of his long-lost comrade or 'opponent' as many would believe). અસફઅલીએ એમીલીને મળીને એવો જવાબ નહેરૂજીને આપ્યો કે ' તેણી કોઇ સરકારી મદદ લેવા તૈયાર નથી.' પરંતુ અસફઅલી નહેરૂજીને લખે છે કે મેં તેણીને સરકારી નહી તો કોઇ અન્ય સ્વરૂપની મદદ તેણીના માટે નહી પણ બેબી માટે લેવાનું સ્વીકારે.

ઘણા બધાએ સુભાષચંદ્રના બોઝના આ લગ્ન અંગે શંકાઓ ઉભી કરી હતી. પણ નહેરૂજીનું સ્પષ્ટ મંતવ્ય હતું કે ' આપણને નીસ્બત છે ત્યાંસુધી અમે એમીલીને બોઝની પત્ની તરીકે સ્વીકારી છે. માટે તે અંગેની વાત ત્યાં પુરી થઇ જાય છે. ("So far as we are concerned we have acknowledged her to be Subhas's wife and there the matter ends.") એમીલીએ અલીને કહ્યું હતું કે તેઓ અનીતાના ભવીષ્ય માટે કંઇક નાણાંકીય જોગવાઇ કરે!  નહેરૂજીનું સ્પષ્ટ વલણ હતું કે આપણે બોઝની દીકરી અનીતા માટે તેણીના ભવીષ્યને ધ્યાનમાં રાખીને અત્યારે નાણાંકીય સગવડ કરી આપીએ અને તે નાણાં ભવીષ્યમાં અનીતાની જરૂરીયાત માટે જ વપરાય. જો આ રીતે એમીલી તૈયાર હોયતો હું ( નહેરૂજી) આગળ વધવા તૈયાર છું. જો તેણી સંમત ન હોય તો પછી તેણી પર બધું છોડી દો! વારંવાર ૧૦૦ બ્રીર્ટીશ પાઉન્ડ હું તે બાળકી માટે મોકલવા તૈયાર છું. પણ તે નાણાં સરકારની તીજોરીમાંથી નહી મોકલાય પણ અમારી પાર્ટી કોગ્રેંસના ફંડમાંથી મોકલવામાં આવશે. (. This money will not be from official sources. It will be from the Congress.")  આ બધી હકીકતો પેલી અધીકૃત ફાઇલોમાં છે.

જે તે સમયે નહેરૂ અખીલ ભારતીય કોંગ્રેસના પણ પ્રમુખ હતા. તેઓએ નકકી કર્યું કે કોંગ્રેસ પાસે જે 'આઝાદ હીદ ફોજ' ના નાણાં હતાં. જેની સ્થાપના બોઝે કરી હતી. તેમાંથી બોઝની દીકરીને નીયમીત નાણાં મળે તેવી સગવડ કરવી. સને ૧૯૫૨થી તેઓએ ઉપર મુજબની વ્યવસ્થા કરી હતી. સને ૧૯૫૩થી પશ્રીમબંગાળના મુખ્ય પ્રધાન બીધેનચંદ્ર રોય નહેરૂજીના આ કાર્યમાં મદદરૂપ થયા. તેઓએ એક કાયદેસરનું ટ્રસ્ટ બનાવીને બોઝની દીકરીને નીયમીત નાણાંકીય મદદ મળે તેવી વ્યવસ્થા કરી. તે ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી નહેરૂજી અને બીધેન રોય બન્યા. આ ટ્રસ્ટમાં સાક્ષી તરીકે સહીઓ વીવાદાસ્પદ વર્તમાન રીટાયર્ડ જસ્ટીસ માર્કંડ કાત્જુના દાદા કૈલાસનાથ કાત્જુ અને રફીઅહેમદ કીડવાઇની હતી.

આ ટ્રસ્ટના સમાચાર એક લાંબા સમયથી સુભાષચંદ્ર બોઝના પંજાબના ટેકેદાર સરદાર શાર્દુલસીંગને મળતાં તેઓનો પ્રતીભાવ હતો કે 'આવા સજ્જન કાર્ય માટે ભગવાન તમને આશીર્વાદ આપે' બોઝની પત્ની એમીલીએ પણ નહેરૂ અને અન્ય મીત્રોના આવા સદ્ભાવના ભર્યા કાર્ય માટે આભાર માન્યો કે જેનાથી હવે મારી દીકરીના આર્થીક નીભાવની ચીંતામાંથી હુ મુક્ત થઇ. તે અંગે એમીલી ભારત આવીને નહેરૂજી અને અન્યનો રૂબરૂમાં આભાર વ્યક્ત કરવા માંગતી હતી. એમીલીના માતાની ઝડપથી તબીયત બગડતી હતી તેથી તે નહેરૂજીના ભારતમાં રજાઓ ગાળવાનું આમંત્રણ સ્વીકારી શકી નહી. સને ૧૯૫૫ના ૧લી ફેબ્રુઆરીના પત્રમાં જણાવ્યુ કે દીકરી અનીતાએ ભારતના પ્રશ્નોમાં ખુબજ માહિતી ભેગી કરવા માંડી છે અને સ્કુલના શીક્ષકો તેને ભારત અંગે વીષય–નીષ્ણાત માનવા માંડયા છે. બીધન રોય (૧૯૬૨– જુલાઇ) અને નહેરૂજીના (૧૯૬૪–મે)ના અવાસાન બાદ લાલબહાદુર શાસ્રી અને પશ્રીમ બંગાળના મુખ્યપ્રધાન પ્રફુલચંદ્ર સેને પણ આ જવાબદારી નીભાવવાનું ચાલુ રાખ્યું હતું.

સને ૧૯૬૦ના ડીસેમ્બરમાં અનીતા ભારત આવી. નહેરૂજીની ભત્રીજી નયનતારા સહેગલ તેણીને દીલ્હીના એરોડ્રામ પર લેવા ગયાં હતાં.  અનીતાની નહેરૂજીએ પોતાના મહેમાન તરીકે વડાપ્રધાન નીવાસમાં સરભરા કરી હતી.

લંડનના એકપેપર ' ડેઇલી એકસપ્રેસે' નહેરૂજી અનીતાને એક વડાપ્રધાન તરીકે આવકારે છે તેવા ફોટા નીચે લખ્યું હતું કે ' ભારત દેશપર લશ્કર લઇને હુમલો કરનારની પુત્રીને નહેરૂ મળે છે. ' ('Quisling's daughter meets Nehru'.) જ્યારે નહેરૂજીને કોઇએ પુછયું કે આ ટીકા સામે તમારો જવાબ શું છે?દેશની પ્રજા (સુભાષચંદ્ર બોઝ) જે વ્યક્તીને આટલા બધા ઉચ્ચ અને પુજનીય ભાવથી સન્માનતી હોય તેને આવી રીતે ઓળખાવો તે બીલકુલ અયોગ્ય છે.

જ્યારે સરદાર પટેલ– રાજેન્દ્રપ્રસાદ અને પંતની પાંખ બોઝને અખીલ ભારતીય કોંગ્રેસ સમીતીમાંથી બહાર કાઢવા મેદાને પડી હતી ત્યારે નહેરૂને તે બનાવો અંગે કોઇ પશ્ચાતાપ કે સંતાપ થયો હતો ખરો ? તે જમાનામાં આઝાદીની ચળવળના રાષ્ટ્રીય ફલક પર નહેરૂજી અને બોઝનો વૈચારીક ઝુકાવ ' ડાબેરી વીચારસરણી' તરફ હતો. તે બંને પ્રખર અને અસમાધાનકારી ધર્મનીરપેક્ષ ( Staunchly secular leaders) નેતા હતા.પોતાના વીચારોને કારણે તેઓ બંનેને  એકબીજાનો સહકાર અપેક્ષીત હતો.

સને ૧૯૩૦થી નહેરૂજી અને બોઝના પત્ર વ્યવહારોથી એવુ ફલીત થાય છે કે તેઓની મીત્રતા ખુબજ વૈચારીક અને બૌધ્ધીક હતી. બોઝ નહેરૂજી પાસે પુસ્તકો માંગતા હતા જ્યારે નહેરૂજી બોઝે લખેલા પુસ્તક 'ધી ઇંડીયા સ્ટ્રગલ' માં કેટલાક જરૂરી સુધારા સુચવતા હતા. સને ૧૯૩૭–૩૮ની સાલથી બંને એ ભારતમાં રાષ્ટ્રીય આયોજન કેવી રીતે કરવું તે અંગેના ચીંતન કરવામાં અગ્રેસર હતા. તેને આધારે સ્વતંત્રતા પછી ભારતનું આયોજન થયું. કદાચ નહેરૂને તે નીમીત્તે આઝાદી પછી બોઝની ગેરહાજરી ઘણી અનુભવાતી હશે.

બોઝ અને નહેરૂજીના કૌટુબીક સંબંધો પણ ઘણા લાગણીસભર અને ઘનીષ્ટ હતા. જ્યારે નહેરૂજી દેશની જેલમાં હતા ત્યારે બોઝે  કમલા નહેરૂ ની સ્વીઝરલેંડમાં ટીબી સેનીટોરીયમમાં સૌજન્યભરી મુલાકતો કરી હતી.જ્યારે કમલા નહેરૂ સને ૧૯૩૬માં ગુજરી ગયા ત્યારે તે સમયે નહેરૂજી સાથે બોઝ હતા. નહેરૂજીનો સુભાષબાબુના કુટુંબ પ્રત્યેનો આટલો બધો પ્રેમાળ ઝુકાવ શું સુચવે છે? શું તે એક ભાંગી પડેલા બીરાદર ( કોમરેડ)ના કુટુંબ પ્રત્યેનો કુદરતીસહજ નીસ્બત હતી કે પછી બાળકો સાથેનો નહેરૂચાચાના પ્રેમની અભીવ્યક્તી છે. તે આપણે ક્યારેય જાણી શકીશું નહી.( અંગ્રેજી લેખક અનીરબન મિત્રા, મોલેક્યુલર બાયોલોજીસ્ટ કોલકત્તા)

 

 


--

Tuesday, June 6, 2017

Relation between J. Nehru & S. Bose

દેશના પ્રથમ વડાપ્રધાન જ. નહેરૂના સુભાષચંદ્રબોઝ સાથેના સંબંધો આઝાદીની ચળવળ દરમ્યાન  કેવા હતા?

           એક હરીફ જેવા કે પછી રાષ્ટ્રીય હીતમાં પ્રતીબધ્ધ, બૌધ્ધીક અને લાગણીસભર.

 

વર્તમાન વડાપ્રધાન મોદીએ સને ૨૦૧૬માં ૨૩મી જાન્યુઆરી ને દીવસે સુભાષચંદ્ર બોઝ સંબંધી " Netaji files" ૧૦૦ ફાઇલો ઉપરની પાબંધી દુર કરી ( Declassify) પબ્લીક ડોક્યુમેંટ બનાવી દીધી.. સદર ફાઇલો વડાપ્રધાન કાર્યાલય અને વીદેશી મંત્રાલયની તીજોરીઓમાં કેટલીય લોંખડની પેટીઓમાં કપડામાં લપેટેલી પડી હતી. એક લોકવાયકા એવી હતી ( જેને સત્યનો આધાર ન હતો.) કે આઝાદીની ચળવળમાં નહેરૂ અને બોઝના સંબંધ સમેળભર્યા ન હોવાથી દેશની નહેરૂ સરકાર પોતાના શાસનકાળ દરમ્યાન બોઝકુટુંબ પર જાસુસી કરતી હતી. વધુમાં ઘણા દેશપ્રેમીઓ(!)ની તરંગી પણ  ઉગ્ર ભાવનાત્મક દલીલો હતી કે " નહેરૂ– ગાંધીએ સુભાષબોઝને મારી નંખાવ્યા હોવાથી આ બધી ફાઇલોને પ્રજાસમક્ષ ખુલ્લી કરવામાં આવતી નથી. તે બંનેએ સુભાષબોઝને પોતાના હરીફ તરીકે કાયમ માટે દુર કરવાનું કાવતરૂ કર્યુ હતું." 

 આ બધી ફાઇલોમાથી તો એવી હકીકત બહાર આવી છે કે (જે સત્ય દેશ અને દુનીયાના તટસ્થ ઇતીહાસકારોએ વાંરવાર કહ્યા હતા.)  ગાંધી–નહેરૂનું કોઇ કાવતરૂ બોઝ સામેનું હતું જ નહી. આ બધી ફાઇલોમાંની  સરકારી નોંધો, અને કાયદાકીય પુરાવાઓ જે હવે 'ડીજીટલ' સ્વરૂપમાં સામાન્ય નાગરીક માટે સહેલાઇથી મળે તેમ છે તેમાં તો નહેરૂજીના સરકારી તંત્રનો અને અંગત ખુબજ લાગણીસભર દેખરેખ જણાવતો સર્વશ્રેષ્ઠ પુરાવો છે.

 

 આ બધી ફાઇલોમાથી ' The file PMO 1956-71: 2(67)56-71-PM, Vol 1 contains a letter dated June 10, 1952.' સદર ફાઇલમાં નીચેની હકીકત છે.

 

હવે આપણે સૌ પ્રથમ સુભાષચંદ્ર બોઝ દેશ છોડી જર્મનીના હીટલર અને રશીયાના સ્ટાલીનની લશ્કરી મદદ લેવા ગયા તે સમયે તેમના અંગત કુટુંબની વીગત જોઇએ.

 સુભાષચંદ્રે જર્મનીના વસવાટ દરમ્યાન એક જર્મન સ્રી સાથે લગ્ન કર્યું હતું. જેની બોઝના ભારતના કુટુંબને બીલકુલ ખબર ન હતી. તેનું નામ હતું એમીલી ચેનકલ (Emilie Schenkl ) . તેણીએ નવેંબર ૧૯૪૨માં એક દીકરીને જન્મ આપ્યો હતો, જેનું નામ બોઝે અનીતા પાડયું હતું. આઝાદીના યોધ્ધા તરીકે પોતાના કઠીન કામ ને ન્યાય આપવા ૮મી ફેબ્રુઆરી ૧૯૪૩ના રોજ બોઝે કાયમ માટે જર્મન કુટુંબ ને છોડી હીટલરે જે સગવડ કરી હતી તે પ્રમાણે જપાન તરફ એક સબમરીનમાં નીકળી પડયા.  પરંતુ પોતાના જર્મન કુટુંબની ફરજના ભાગરૂપે પોતાના ભાઇ શરદચંદ્ર બોઝ, જે બંગાળ કોગ્રેસના તે સમયના પ્રમુખ હતા અને ઓલ ઇંડીયા નેશનલ કોંગ્રેસના કારોબારીના સભ્ય હતા તેઓને સંબોધીને એક પત્ર લખ્યો હતો.જેમાં પોતાના આ જર્મન કુટુંબની સારસંભાળ લેવાનું લખ્યુ હતું. બંને ભાઇઓ વચ્ચેના સંબંધો ખુબજ સુમેળ ભર્યા હતા.

આ  ફાઇલમાંથી જે મુળપત્ર સુભાષચંદ્ર બોઝે પોતાના ભાઇને લખ્યો હતો તે અંગ્રેજીમાં નીચે પ્રમાણે છે. "With exquisite sensitivity, Bose wrote that this could be the last time anyone would hear from him. He wrote, "I have married and we have a daughter" and then earnestly requested, "In my absence, please give my wife and daughter the same love and affection with which you have always blessed me."

સુભાષચંદ્ર બોઝના હાથે લખાયેલો આ કદાચ છેલ્લો પત્ર હશે. " મેં લગ્ન કરી લીધું છે.અમારે એક દીકરી છે. મારી ગેરહાજરીમાં મહેરબાની કરીને મારી પત્ની અને દીકરીને તમે બધાએ મને જે પ્રેમ અને હુંફ આપી છે તેવો પ્રેમ અને હુફ તે બંનેને આપજો. " 


--