Saturday, January 20, 2018

રાષ્ટ્રવાદ એક કાલગ્રસ્ત વીચારધારા– એમ એન રોય.

રાષ્ટ્રવાદ એક કાલગ્રસ્ત વીચારધારા– એમ એન રોય.( લેખકે પોતાના પુસ્તક Essence of Royism complied by G. D. Parekh માંઆ લેખના વીચારો વ્યક્ત કર્યો છે. રોય સાહેબે સને ૧૯૧૫થી ૧૯૩૦ સુધી લેનીન–સ્ટાલીનના સોવીયેત રશીયા, જર્મની, ઇટલી, ફ્રાંસ, સ્વીસ વી યુરોપના દેશોમાં સક્રીય ક્રાંતીકારી તરીકે ભાગ ભજવ્યો હતો. જર્મનીના હીટલર અને મુસોલીનીના રાજ્કીય સત્તા વીકાસને ખુબજ નજીકથી અનુભવેલો હતો. તેમના રાષ્ટ્રવાદ અંગેના બૌધ્ધીક નીચોડમાંથી સદર લેખ તૈયાર કરવામાં આવેલ છે. રોય સાહેબના પત્ની એલન રોય મુળ જર્મન હતા.)

સમાજ વ્યવસ્થાની વધુ ઉચ્ચતર, વધુ ઉમદા અને વધુ ન્યાયી અવસ્થા માટે સ્થાન ખાલી કરવા, આગળ પ્રગતીની તમામ શક્યતાઓનાં બારણાં પુરેપુરા બંધ થઇ જવાથી, કોઇ સમાજ વ્યવસ્થા પડી ભાંગવાની અણી પર હોય ત્યારે  જુના વ્યવસાયથી જેમને ખરેખર લાભ થયો હોય તે બધા નવી વ્યવસ્થાથી ભયભીત થઇ જાય છે. અને જુની વ્યવસ્થાનું રક્ષણ કરવા તત્પર બને તે સ્વાભાવીક હોય છે. જુની વ્યવસ્થાનું રક્ષણ કરવા ખાતર, નવી વ્યવસ્થાનું નીર્માણ કરનાર પરીબળો ચોક્કસ અને નક્કર આકાર ધારણ કરે તે પહેલાં તેમને રોકવા જરૂરી બને છે. જુની વ્યવસ્થાના સમર્થકો અને નવી વ્યવસ્થા માટે લડવા તૈયાર થયેલા લડવૈયાઓ વચ્ચે સર્વપ્રકારનો સંઘર્ષ અનીવાર્ય બને છે. આજે વીશ્વ આ બે પ્રકારના સામ સામી હીતોના સંઘર્ષમાં વહેંચાઇ ગયું છે.

ભુતકાળમાંથી પ્રેરણા-

એક સમય હતો, જ્યારે રાષ્ટ્રવાદની એક ઐતીહાસીક જરૂરીયાત હતી.અને તેના જુના ઝંડા હેઠળ માનવ પ્રગતી સધાઇ પણ હતી.સમય જતાં જુદા જુદા રાષ્ટ્રોની આકંક્ષાઓ વચ્ચે સંપુર્ણ સંઘર્ષ ઉભો થયો. અને પોતપોતાની હરીફ આકંક્ષાઓ ને કારણે હરીફ રાષ્ટ્રો વચ્ચે સતત ઝઘડા થવા લાગ્યા.અને તેમાંથી  ઉદ્ભવતાં યુધ્ધોમાં આખું વીશ્વ ગરકાવ થઇ ગયું.

મનુષ્ય જાતીએ પ્રગતી સાધવી હોય તો રાષ્ટ્રીય સીમાડાઓથી ઉપર જ ઉઠવું રહ્યું. અન્ય પર આધીપત્ય ભોગવવા એકબીજા સામે લડવાને બદલે મનુષ્ય જાતીના એક બીજા વીભાગોએ એકબીજાની સાથે આવ્યા વીના છુટકો નથી.

આથી, સામાજીક અને આર્થીક પ્રગતીના પ્રભાવ હેઠળ સંકીર્ણ રાષ્ટ્રવાદ પર આધારીત વ્યવસ્થાને વીદાય થતી અટકાવવા માટે જુની વ્યવસ્થાના સમર્થકોએ મનુષ્ય પ્રગતીને રોકવી એટલું જ પુરતું નથી, પણ તેને પાછળ ધકેલવી, ઘડીયાળના કાંટાને પાછા ફેરવવા બહુજ જરૂરી બને છે. એક સમય એવો હતો જ્યારે રાષ્ટ્રવાદ પાસે અગ્રદ્ર્ષ્ટી હતી.પણ આજે તો રાષ્ટ્રવાદ ભુતકાળમાંથી પ્રેરણા પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રવાદ અનીવાર્યપણે પુનરુત્થાનવાદની તરફેણ કરે છે. .. ... આજે રાષ્ટ્રવાદના હીમાયતીઓ માટે એક યા બીજા સ્વરુપે ભુતકાળને ભવ્ય સાબીત કરવો જરૂરી બન્યુ છે.સાથે સાથે તે બધાએ એમ પણ પ્રસ્થાપીત કરવું જ રહ્યું કે છેલ્લાં ૧૦૦– ૨૦૦ વર્ષોની પ્રગતીને કારણે  માનવજાત વીનાશને આરે આવીને ઉભી છે. તેથી છેલ્લાં બસો વર્ષોમાં જે કંઇ સીધ્ધ થયું છે , તે બધુ ઉલટાવી દીધા વીના , તે બધું ફગાવી દીધા વીના તો  છુટકો જ નથી. મનુષ્ય જાતીએ  મધ્યયુગનીએ શાંત, પરમ આનંદદાયી અવસ્થાએ પાછા ફર્યા સીવાય  બીજો કોઇ છુટકો નથી......

સ્વાતંત્રયના ગળે ટુંપો–

રાષ્ટ્રની સાથે ભાવનાત્મક એકતા (અમુર્ત વીભાવના) એ ફાસીવાદની લાક્ષણીક ખાસીયત છે.ફાસીવાદ હેઠળ રાષ્ટ્ર અને રાજ્ય બંને એક જ બને છે. તેમની વચ્ચે કોઇ ભેદ પાડવામાં આવતો નથી. તેમાં રાજ્યને એક અમુર્ત શક્તી કે સત્તા ગણવામાં આવે છે. રાષ્ટ્ર જેનું બનેલું છે, તેને રાજ્યના નાગરીકો, જુદા જુદા વર્ગ સમુહો તથા સંસ્થાઓથી કંઇક વીશેષ કંઇક વધુ ચઢીયાતું ગણવામાં આવે છે. આ બધા ઘટકોનું કાર્ય તેમના પોતાના હીતોને ભોગે રાષ્ટ્રની મહાનતામાં વધારવામાં ફાળો આપવાનું છે. રાષ્ટ્રવાદની મુળભુત માન્યતા કે સારત્વ પણ એ જ છે. ભાવનાત્મક, અમુર્ત, દૈવીઅસ્તીત્વ ધરાવતું તે રાજ્ય. તેને સંપુર્ણ સમર્પણ કરવું તેની પુજા કરવી તે રાષ્ટ્રવાદ......

આપણા દેશનો ભારતીય રાષ્ટ્રવાદ સંત– સરમુખ્તયારના જબ્બરજસ્ત પ્રભાવ હેઠળ આવી ગયેલો છે. તે કેવળ કોઇ અકસ્માત નથી. સરમુખત્યારશાહીની મોહીની  ભારતીય રાષ્ટ્રવાદની ચળવળનું  એક આગળ પડતું લક્ષણ પહેલેથી જ રહેલ છે. રાષ્ટ્રવાદી વીચારધારામાં નેતા પ્રત્યેનું આવું વલણ અંતર્ગત  હોવાને કારણે ફાસીવાદના પાયાના સીધ્ધાંતો  તેમજ સુપરમેન  હીટલરની ચમત્કાર કરવાની શક્તી( હાલમાં વડાપ્રધાન મોદીની ચમત્કાર કરવાની શક્તી) દેશના રાષ્ટ્રવાદીઓને અપીલ કરે તેમાં કશું આશ્ચર્ય પામવા જેવું નથી. રાષ્ટ્ર રાજ્ય પર અંકુશ ધરાવતી નાની લઘુમતી જેણે સત્તા પચાવી પાડી છે,તે સત્તાનો ઉપયોગ મોટાભાગના લોકોના સ્વાતંત્રયને ગળે ટુપો દેવામાં તદ્દ્ન આપખુદ રીતે અને બીલકુલ નીરંકુશપણે કરે છે. રાષ્ટ્ર હીતોનું રક્ષણ, રાષ્ટ્રના ગૌરવ અને પ્રભાવ વૃધ્ધી, આ બધા ધ્યેયો ખાતર  કોઇપણ સત્તા કે સ્વતંત્રતા વગરની વીશાળ બહુમતી પાસેથી અનંત બલીદાનો માંગવામાં આવે છે. લોકોને ઓપચારીક રીતે  હક્કો આપવામાં આવે છે. પણ વ્યવહારમાં ફરજો અને જવાબદારીઓના બોજા હેઠળ તેમનો(નાગરીક હક્કોનો) ભોગવટો માત્ર નામનો જ રહે છે. દેશના દરેક નાગરીકે આ ફરજો અને જવાબદારીઓ તો રાષ્ટ્રની મહાનતા વધારવા ખાતર કોઇપણ ભોગે બજાવવી જ રહી.ફાસીવાદ અને રાષ્ટ્રવાદ બન્ને માટે આ સીધ્ધાંતો સરખા જ છે.કારણકે  બન્ને મુળે તો એક જ સરખા વીચારોની જુદી જુદી અભીવ્યક્તી છે. એક બાજુ દેશની અંદર પ્રગતીની અસરને પ્રસરતી રોકવામાં આવે છે. તો બીજી બાજુએ રાષ્ટ્રવાદી પુર્વગ્રહને કારણે પ્રગતીના મુક્તીદાયી અસરોને બહારથી આવવા દેવામાં આવતી નથી.આ બધાને કારણે પરીણામ એ આવે છે કે દેશમાંના જે સામાજીક અને સાસ્કૃંતીક પરીબળો છે તે ઉલટાના વધારે મજબુત અને ધ્દ્ઢ બને છે.  

સને ૧૯૧૭માં(બરાબરઆજથી ૧૦૦વર્ષ પહેલાં) રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું કે, " રાષ્ટ્રનો વીચારએ મનુષ્યએ શોધેલી સૌથી શક્તીશાળી ઘેનપ્રદ દવાઓમાંની એક છે.એની પ્રચંડ અસર હેઠળ આખો લોક સૌથી બેશરમ કહેવાય એવા સ્વાર્થની સાધના કરે છે.આખરે તેમાં એવી ભયંકર નૈતીક વીકૃતી આવે છે તેનો ખ્યાલ સુધ્ધાં તે બધાને સહેજ માત્ર આવતો નથી. હકીકતમાં જ્યારે કોઇ તેમનાં આવાં કૃત્યો તરફ ધ્યાન દોરે છે ત્યારે તેઓ ભયાનક રીતે ગુસ્સે થાય છે."

જર્મન તત્વજ્ઞાની ગોઇથેના રાષ્ટ્રવાદ અંગેના વીચારો " રાષ્ટ્રીય દુશ્મનાવટ કેવી વીચીત્ર બાબત છે! સભ્યતાની સૌથી નીમ્નકક્ષાએ તે હંમેશાં સૌથી પ્રબળ અને સૌથી ઘાતક હોય છે." ( સૌજન્ય–પુસ્તક રોય વીચાર દોહન–અનુવાદક પ્રો. દીનેશ શુક્લ અનેપ્રો. જયંતી પટેલ.ના કેટલાક અગત્યના અવતરણો.)

 


--



Sent with Mailtrack

Tuesday, January 16, 2018

વીચારોનું આયુધ (શસ્રો) વીચારો જ હોઇ શકે.

                 વીચારોનું આયુધ (શસ્રો) વીચારો જ હોઇ શકે.

" wEAPONS OF IDEAS ARE ideas THEMSELVES "

' જગત મીથ્યા બ્રહ્મ સત્ય ' વાળી બ્રાહ્મણવાદી હીદુંવીચારસરણીમાંથી, એટલે કે નસીબવાદી વીચારસરણીમાંથી બહાર નીકળવાના છુટાછવાયા ઘણા પ્રયત્નો આપણા દેશમાં સદીઓથી થતા આવ્યા છે. આ બ્રાહ્મણવાદી હીદું સંસ્કૃતીમાં ઉપરછલ્લા થોડા સુધારા કરવાના પ્રયત્નો તેના કર્મકાંડોની અપ્રસતુતતા માટે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અસમાન જાતીયપ્રથા અને વ્યક્તીગત શોષણના વીરોધમાં પણ થયા હતા. પરંતુ ઉપરના સીધ્ધાંત આધારીત સમગ્ર હીદું વીચારસરણી (ચારવર્ણવ્યવસ્થાને આમેજ કરેલી) અવૈજ્ઞાનીક, અભૌતીક છે. અને માનવકેન્દ્રીત નથી તે વાત ગાંધીજીથી માંડીને કોઇએ કરી નથી. તેનો સંકલીત વીકલ્પ પ્રજા સમક્ષ મુકવો અને તેને ચરીતાર્થ કરવા કોઇએ વ્યવસ્થીત પ્રયત્ન કર્યો હોય તો એક પ્રયત્ન મહાન ક્રાંતીકારી વીચારક માનવેન્દ્ર નાથ રોય (૧૮૮૭–૧૯૫૪) અને તેમના સાથીદારોએ કર્યો  છે. રોયની વીચારસરણીને 'રેડીકલ હ્યુમેનીસ્ટ' ફીલોસોફી અંગ્રેજીમાં ગુજરાતીમાં તેને " નવમાનવવાદી વીચારસરણી" તરીકે ઓળખવામા આવે છે.

 આજના હીંદુ સંતો અને ધાર્મીક વીચારકોના હીદું સંસ્કૃતી અંગે નીચે મુજબના ખ્યાલો તારીખ ૬ઠ્ઠી જાન્યુઆરીના દીવ્ય્ભાસ્કરના અમદાવાદ આવૃત્તીના નવમા પાને આ પ્રમાણે વ્યક્ત કરવામાં આવ્યા છે.

પુજ્ય શ્રી ભાઇ રમેશભાઇ ઓઝા–હીન્દુત્વ એક વીચારધારા છે અને સંસ્કૃતીનું નામ છે.તેને કોઇ ધર્મ સાથે કે મજહબ સાથે જોડી શકાય નહી.

જૈનાચાર્ય હેમચંદ્રસાગર સુરીશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે – હીદું હોવાની વ્યાખ્યા ખુબજ વ્યાપક છે. તેને સરળ શબ્દોમાં કહેવું હોય તો  એક કહી શકાય કે " આત્માના એક શરીરમાંથી બીજા શરીરમાં અવતરણની માન્યતામાં વીશ્વાવાસ રાખનાર દરેક હીદું છે.પુર્વજન્મ અને પુનર્જન્મમાં જેની આસ્થા છે તે હીદું છે."

 

મારૂ સ્પષ્ટ માનવું છે કે ઉપરના બે ધર્મગુરૂઓએ જે વ્યાખ્યા હીંદુત્વ વીષે જણાવી છે  તેમાં ભાગ્યેજ કોઇને વાંધો હોઇ શકે. હવે બે હજાર વર્ષો કરતાં વધુ સમયથી આ વીચારસરણીનો ઉપયોગ કર્યા પછી આપણે કેમ આર્થીક, રાજકીય, સામાજીક, શૈક્ષણીક,આરોગ્ય,આધુનીક ટેકનોલોજી અને તમામ માનવીય વીકાસના માપદંડોનાક્ષેત્રે ( Human Development Index) બીજા બધા વીકસીત દેશો કરતાં કેમ નબળા છે? જેથી આપણા વડાપ્રધ!ન મોદી સાહેબ ને " વીકાસ વીકાસ વીકાસ" 24x7   ચોવીસે કલાક અને અઠવાડીયાના સાતેય દીવસ તેનું જ સ્મરણ કમસે કમ મળેલી સત્તા ટકાવી રાખવા સતત કર્યા જ કરવું પડે છે.

નવમાનવવાદી વીચારસરણી જે હીદુંત્વવાળી પરંપરાગત વીચારસરણીનો ચોક્ક્સ વીકલ્પ બની શકે તેમ છે અને જેને છેલ્લા પાંચસો વર્ષોમા પશ્રીમના દેશો સહીત વીશ્વના અનેક દેશોએ અપનાવી છે તેના મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે.

·         માનવ શરીરમાં આત્માનું કોઇ અસ્તીત્વ વૈજ્ઞાનીક પુરાવાને આધારે નથી. માટે તેના ટેકામાં હીદુંત્વની વીચારસરણી જે પુર્વજન્મ, પુનર્જન્મ અને માનવીનો વર્તમાન જન્મ તેના પુર્વજન્મના કર્મોનું પરીણામ છે તેવી માન્યતા બીલકુલ ખોટી છે. તેના ઉપર બનાવવામાં કે રચવામાં આવેલ સુપરસ્ટક્ચર પાયાવીહીન છે.

·         હીદું ધર્મ ઉપરાંત મુસ્લીમ અને ખ્રીસ્તી ધર્મમાં,સ્વર્ગ, નર્ક, દોજખ અને જન્નત, કયામતનો દીવસ તથા સેલ્વેશન, હેલ, હેવન વી. કલ્પના સીવાય કાંઇ નથી.

·         માનવીના જન્મ પાછળ કોઇ દૈવી, ઇશ્વરી હેતુ નથી. તે એક પશુ, પંખી ઝાડ–પાન અને બીજી જૈવીક એકમોની ક્રીયાઓ જેવીજ એક સજીવનો વંશવેલો ચાલુ રાખવા માટેની કુદરતી સહજ પ્રવૃતી છે.

·         માનવીનું વર્તમાન જીવન જ એકજ અને આખરી જીવન છે. આ જન્મ પહેલાં અને આ જન્મ પછી કોઇ જ જીવન નથી.

·         સમગ્ર માનવ જીવન કે તેના બધાજ માનવીય સંબંધો, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર તથા સામાજીક, આર્થીક અને રાજકીય સંબંધો માનવ સર્જીત હોવાથી માનવ જરૂરીયાત પ્રમાણે તેમાં ફેરફાર અનીવાર્ય અને આવશ્યક છે. તે અપરીવર્તનશીલ, કાયમી અને ઇશ્વરદત્ત નથી.

·         હીદુંસંસ્કૃતીની વર્ણવ્યવ્સથા, જ્યારે માનવસમાજ શીકારી યુગમાંથી કૃષીસંસ્કૃતીમાં સ્થીર થયો ત્યારે તે જીવનપધ્ધતીને ટકાવી રાખવા અસ્તીત્વમાં આવેલી સમાજ વ્યવસ્થાથી વીશેષ કંઇ નથી. જે સમાજો અને રાષ્ટ્રોએ પોતાની સમાજ વ્યવસ્થાઓ ઔધ્યોગીક, મુડીવાદી અને ટેકનોલોજી આધારીત બનાવી છે તે બધાએ કુષીજીવન આધારીત સામંતશાહી સમાજપ્રથા, ધર્મપ્રથા અને રાજાશાહી ફગાવી દીધી છે. પણ તેને ફગાવવા માટે તે બધા રાષ્ટ્રોને આશરે ૫૦૦ વર્ષનો સંઘર્ષ કરવો પડયો હતો. જેમાંનો શરૂઆતનો સમય લોહીઆળ હતો. કારણકે જુના સ્થાપીતહીતોને પોતાની સત્તા ગુમાવવી ન હતી.

·         હીદું સંસ્કૃતીમાં કુદરતી પરીબળો જેવાંકે સુર્ય, નદી, પવન, અગ્ની, પૃથ્વી,પ્રકાશ, વરસાદ, ઠંડી, ગરમી, અવકાશી પદાર્થો વી.ને ભજવા માટેના એકમો ગણયા છે.( Nature is an object of worship).  તે બધાના સંચાલનના નીયમો જાણવાને બદલે તેની પુજા અર્ચના કરવાથી તે રાજી રહેશે એવું જ્ઞાન દરેક હીદું બાળકને જન્મથી જ આપવામાં આવેલ છે.

·         સામે પક્ષે પશ્ચીમી દેશોમાં આ કુદરતી પરીબળોને જ્ઞાન મેળવવાના એકમો ગણી,તેના નીયમો સમજીને તેનો માનવ કલ્યાણ માટે મોટા પાયે ઉપયોગ કરીને તે બધા દેશોએ કૃષીસંસ્કૃતી આધારીત સંયુક્ત અને સામંતશાહી કુટુંબપ્રથા, સમાજ વ્યવ્સ્થા, નૈતીકતા વી ખ્યાલોમાંથી બહાર નીકળીને ઘણા આગળ નીકળી ગયા. ( They consider nature as an object of knowledge not of worship like us.) જેના ફળો મબલખ પ્રમાણમાં કૃષી સંસ્કૃતીવાળા પોતાની વીકાસની ઐતીહાસીક દોડમાં પાછળ પડી ગયેલા દેશો ( પેલા પશ્ચીમી દેશોને ભૌતીકવાદી, ભોગવાદી કહીને આપણા સંતો–સ્વામીઓ અને બાબાઓ ભાંડે છે) પાસેથી તે બધાનો મબલખ ફાયદો ઉઠાવે છે.

·         જગત મીથ્યા બ્રહ્મ સત્યવાળા તત્વજ્ઞાને સદીઓથી ભારત દેશની પ્રજાને પોતાના વર્તમાન અને વાસ્તવીક પ્રશ્નો ઉકેલવામાંથી હડસેલી દઇને કાલ્પનીક અને મૃત્યુ પછીના જીવનના કલ્યાણ માટે જે કોઇ બચત પેદા કરવામાં આવતી હતી તેનો ઉપયોગ કરી નાંખ્યો.જેણે દેશમાં એક બાજુ ભવ્ય મંદીરો અને બીજી બાજુ કંગાળ માનવીની ઝુંપડીઓનું સર્જન કર્યું છે.

·         જ્ઞાન મેળવવાની અને વીતરણની એક હથ્થુસત્તા બ્રાહ્મણ વર્ગે કબજે કરી લીધી હતી . તેમાં મોટામાં મોટી ભુલ એ કરી કે જ્ઞાન મેળવવાનો આધાર અંર્તજ્ઞાન,અંર્તદ્ર્ષ્ટી, તપ–જપ શરીર દમન( Intuition became the source of knowledge)ને બનાવી દીધા. જ્ઞાનને ઇન્દ્રીયોના અનુભવ, તેના આધારીત નીરીક્ષણ અને ત્યારપછી મેળવેલુ નીષર્કશ જ્ઞાન તે સત્યને બદલે જ્ઞાનને ઇન્દ્રીયાતીત બનાવી દીધુ. રેશનલને બદલે ઇરેશનલ બનાવી દીધું.

·         નવમાનવવાદી તત્વજ્ઞાનના આધાર સ્તંભો ત્રણ છે.

·          એક, સ્વતંત્રતા, (Freedom) માનવીનું ભૌતીક જીવન ટકાવી રાખવાનો સંઘર્ષ( Biological urge to exist) એ માનવીય સ્તરપર સ્વતંત્રતા માટેનો સંઘર્ષ છે. આવતા જન્મમાં મોક્ષ કે મુક્તી કે સ્વર્ગ મેળવવાનો નહી. તેની માનવીય સંભાવીત શક્તીઓના વીકાસને જે પરીબળો રોકે તેમાંથી મુક્તી  અને જે પરીબળો  તેની સંભવીત શક્તીઓના વીકાસમાં મદદ કરે તેવી સ્વતંત્રાતાને ઉજાગર કરે  તેવી સમગ્ર માનવ જીવનની વ્યવસ્થા.( Freedom from & freedom for)

·         બે, તર્કવીવેક શક્તી (Rationality) જેમ સ્વતંત્તા માટેની ઝંખના માનવની જૈવીક ઉત્ક્રાંતીની દેન છે તેવી જ રીતે માનવીની સત્ય શોધવાની મુળભુતવૃત્તી પણ એટલે કે તેની રેશનલવૃત્તી પણ જૈવીક ઉત્કાંતીની જ દેન છે.આ રેશનલવૃત્તી માનવીનI કોઇ દૈવી પરીબળો કે ઇશ્વરી દેન નથી પણ અન્ય સજીવપ્રાણીઓની માફક લાખો વર્ષોના જૈવીક ઉત્કાંતીના સંઘર્ષમાંથી વીકસેલી વૃત્તી છે. ( M.N. Roy concluded in his fourth thesis out of twenty two thesis of Humanist Manifesto that  " Rising out of the background of the law-governed physical nature, the Human being is essentially or  potentially Rational. )

·         ત્રણ ધર્મનીરપેક્ષ નૈતીકતા કે નીતી.( Secular morality) માનવીય નેતીકતાની વૃત્તી પણ તેને મળેલ ઉત્કાંતીનું જ સર્જન છે. માનવી નૈતીક છે કારણકે તેમાં તેના માટે સારૂ શું કે ખોટું શું તે નક્કી કરવાની વીવેકશક્તી વીકસેલી છે.( The man is moral because he is rational. M.N. Roy) માનવી તરીકે સમુહમાં એક બીજાના સહકારમાં  જીવવું તે તેનું અસ્તીત્વ ટકાવી રાખવા અનીવાર્ય હતું.આમ માનવીય નૈતીક્તાનો આધાર કોઇ ધર્મ કે ઇશ્વરની બીક નહી પણ બીજાને મદદ કરવાથી પોતાની જીવવા માટેની જીજીવીષાને સંરક્ષણ મળતું હતું. તેમજ એકબીજાની જરૂરીયાતમાં મદદરૂપ થવાનો સંતોષ મળતો હતો. આવી બીજાને મદદ કરવાની સહજવૃત્તી અન્યપ્રાણીઓમાં પણ ઉત્ક્રાંતીના સંઘર્ષમાં વીકસેલી છે.

·         માનવવાદી વીચારસરણી કઇ રીતે ધર્મના આધાર સીવાય માનવ જીવનને વધુ સમૃધ્ધ બનાવી શકે છે તે માટે ઘણી માહીતી આજે વૈશ્વીક અને રાષ્ટ્રીયસ્તર પર મોટાપ્રમાણમાં ઉપલબ્ધ છે.

 

 


--
Sent with Mailtrack

Monday, January 15, 2018

શું હીદું ધર્મ, હીદુંસંસ્કૃતી,અને હીદુત્વ એક જ વીચાર છે?.

શું હીદું ધર્મ, હીદુંસંસ્કૃતી,અને હીદુત્વ એક જ વીચાર છે?.

 છેલ્લા ઘણા વર્ષોથી વીચાર કરતા દેશના નાગરીકના મન પર આ શબ્દો વારંવાર આવ્યા કરે છે. શું છે હીદું ધર્મ ? તેની ઓળખ શું હોઇ શકે? તેના પાયાના લક્ષણો કયા કયા છે જે બીજા ધર્મોથી  તેને જુદા પાડે છે.

સામાન્ય રીતે હીદુંધર્મ એક સંસ્કૃતી તરીકે આશરે ચારથી પાંચ હજાર વર્ષ જુની છે . પણ તેના વૈચારીક રીતે બે ભાગ પડે છે. એક વેદીક સમયની હીદું સંસ્કૃતી અને બીજી લગભગ સાતમી સદીથી શંકરાચાર્ય પ્રેરીત  અસ્તીરત્વમાં આવેલી બ્રાહ્મણવાદી હીદું સંસ્કૃતી. જે ભાગ પાડવામાં આવ્યા છે તે સમજણ માટે પાડવામાં આવ્યા છે. પણ શંકરાચાર્ય પ્રેરીત બ્રાહ્મણવાદી હીદું સંસ્કૃતીના ઘણા બધા લક્ષણો વેદીક સંસ્કુતીમાંથી ઉતરી આવેલ છે. તેમાં એક અગત્યનું લક્ષણ ચારવર્ણવ્યવસ્થા( સમાજના બ્રાહ્મણ,ક્ષત્રીય,વૈશ્ય અને શુદ્ર) છે. આ ઉપરાંત મુર્તીપુજા, યોગ વીધ્યા અને સંસાર છોડવાની વૈરાગ્યવૃત્તી જેવા રૂઢીરીવાજો પણ વૈદીક સમયની દેણ છે. જે બુધ્ધ, જૈનધર્મો તથા બ્રાહ્મણવાદી હીદું સંસ્કૃતીમાં આજદીનસુધી ચાલુ રહેલ છે.

 ટુંકમાં વૈદીક સંસ્કૃતીના માણસોએ માનવી તરીકે જીવન જીવવાના સંઘર્ષ માટે એક બાજુ સમાજની ચાર ભાગમાં પોતાની વસ્તીની વહેંચણી કરેલ હતી. અને બીજી બીજુએ કુદરતી પરીબળો જેવાકે સુર્ય, આકાશ, અગ્ની, વરસાદ જમીન, નદી, જેવી ભૌતીક પરીબળોને સમજવા કોશીષ કરતો હતો. ઉપરાંત જન્મ, જીવન, મૃત્યુ જેવી ઘટનાઓ કેમ બને છે તેના કારણો શોધવા – સમજવા સતત પોતાની મથામણ આ બધા સમયમાં સતત કરતો રહ્યો હતો.  તે બધાની ક્રીયાઓ પાછળના નીયમો વગેરેને સમજવા બૌધ્ધીક પ્રયત્નો કરેલા હતા. આવી વૈચારીક બૌધ્ધીકતાને માટે તે બધાએ શબ્દ શોધી કાઢયો હતો આધ્યાતીમકતા( સ્પીરીચ્યુઅલ). પણ તેમાં કશું ઇશ્વરી કે દૈવી ન હતું. પરંતુ આધ્યાત્મીક રીતે જે વીચારવામાં આવતું હતું તે પણ એટલા માટે ભૌતીક જ હતું કે વીચારવાની ક્રીયા માટે  મન–મગજ વગેરે જોઇએ. જે ભૌતીક શરીરનો એક અગત્યનો ભૌતીક ભાગ હતો અને આજે પણ છે. ભૌતીકતા અને આધ્યાતીમકતા એ મનુષ્યના કુદરતી નીયમો અને ઘટનાઓને સમજવા માટે પાડેલા કૃત્રીમ ભાગ છે.( The division, the materialistic & spiritualistic components of culture is purely notional. It is there to facilitate thought.)

તે બે ક્યારેય સ્વતંત્ર પ્રવૃત્તીઓ નથી. આધ્યાત્મીકતાના જ્ઞાનની જરૂર માનવીની ભૌતીક સમસ્યાઓના ઉકેલ માટે છે. તે સમાજનું સુપરસ્ટ્રક્ચર છે.  માનવી અને સમાજ સીવાય આધ્યાત્મીકતાનું અસ્તીત્વ જ શક્ય નથી. આમ વીચાર પોતે જ એક ભૌતીક તત્વ છે. ભારતીય સંસ્કૃતીનો વૈદીકયુગ સુવર્ણકાળ એટલા માટે હતો કારણકે તે સમયમાં માનવીના ભૌતીક અને આ દુનીયના પ્રશ્નો ઉકેલવા માટે આધ્યાત્મીકતાનો ભરપેટ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે વીચારસરણીને  શંકરાચાર્યના 'જગત મીથ્યા અને બ્રહ્મ સત્ય'ના ખ્યાલે મરણતોલ ફટકો માર્યો હતો. જેની અસરોમાંથી હજુ આપણે આજે બહાર તો નીકળી શક્યા નથી. પણ હવે પાછા એ તરફ કુદકે ને ભુસકે આગળ વધી રહ્યા છે.

આજના હીદું સમાજના ઘણા બધા લક્ષણોના મુળ શંકરાચાર્યવાળી બ્રાહ્મણવાદી હીદું વીચારસરણીમાં (સંસ્કૃતી) પડેલાં છે. સમગ્ર બ્રાહ્મણવાદી વીચારસરણીને એકજ વાક્યમાં સમજાવવી હોય તો  આ જગપ્રસીધ્ધ વાક્યથી સમજાવી શકાય. " જગત મીથ્યા અને બ્રહ્મ સત્ય".  જે હકીકત છે , પુરાવા અધારીત છે, તપાસી શકાય છે, માનવ બુધ્ધીથી સમજી અને સમજાવી શકાય છે તે મીથ્યા છે , અસત્ય છે. માટે તે માનવ કલ્યાણ, તેના અસત્તીત્વ ટકાવવા અને વીકાસવવા માટે જરૂરનું નથી. અને  જેનો કોઇ પુરાવો આજદીન સુધી મળેલો નથી, જે વીચારને ભૌતીક રીતે તપાસી શકાય નથી તેને આ વીચારસરણીએ વાસ્તીક બતાવીને હીદું સમાજ પર એવી ભુરકી નાંખી દીધી છે કે આ વીચાર તેની સર્વપ્રકારની મીલકત બની ગયો છે. તેને બચાવવા ખુના મરકી કરવા તૈયાર થઇ ગયો છે.

હવે આપણે ખુબજ ટુંકમાં તથા સરળતાથી આ વીચારસરણીના કેટલાક મુળ લક્ષણો કયા કયા છે તે જાણીએ . તે બધાને પરીણામે છેલ્લા બે હજાર વર્ષોમાં દેશની શું સ્થીતી થઇ હતી અને હજુ થઇ રહી છે તેનો અંદાજ કાઢીએ.

·         જગત મીથ્યા ને બ્રહ્મ સત્ય.

·         આ જન્મનો ઉપયોગ મૃત્યુ પછીના જીવન અને ઉચ્ચજ્ઞાતીમાં પુનર્જન્મ માટે કરવાનો અને અંતીમ મોક્ષ પ્રાપ્ત કરવા જ કરવો. .

·         માટે શરીરમાં આત્માના અસ્તીત્વના ખ્યાલનું સર્જન કરવામાં આવ્યું છે.

·         પુર્વજન્મ, તેના કર્મો આધારીત વર્તમાન જન્મ અને પછી પુનર્જન્મ.

·         કહેવાતા કર્મનો અફળ સીધ્ધાંત કર્મેણ વાધીકારસ્તે મા ફલેષુ કદાચન.

·         ગીતામાં કૃષ્ણે અર્જુન ઉપદેશમાં કહ્યુ કે હીદું સમાજની ચાર વર્ણોનું સર્જન મેં કર્યુ છે.

·          તેથી દરેક હીદુંએ પોતાના પુર્વજન્મના કર્મો પ્રમાણે આ જન્મ–જાતી –વર્ણ પ્રમાણે ફળની આશા રાખ્યા સીવાય પોતાનું કર્મ કરવામાં આનંદ માણવો.

·         ગીતામાં આ બ્રાહ્મણવાદી હીદું વ્યવસ્થાને આધારે સદીઓથી અસ્તીત્વમાં આવેલી સંસ્કૃતીને ટકાવી રાખવા ચાર મુખ્ય મુદ્દાઓ વીકસાવવામાં આવેલ છે.

·         દરેક હીંદુનું ભાવી પુર્વનીર્મીત છે.અપરીવર્તનશીલ છે. તેથી તેની વર્તમાન સ્થીતીને બદલવા વીદ્રોહ કે બળવો કરવો નહી.

·         પોતાની હર કોઇ સ્થીતીમાં દરેક હીદું એ " સ્થીતપ્રજ્ઞતા" રાખવી અને ન હોય તો કેળવવી.

·         પોતાને માથે આવી પડેલું કામ " નીષ્કામ કર્મ" ફળ, વળતર કે અવેજની અપેક્ષા વીના જ કરવું.

  જગત મીથ્યા બ્રહ્મ સત્યવાળા તત્વજ્ઞાને એવો હીદું સમાજ છેલ્લા બે હજાર વર્ષોમાં પેદા કર્યો કે જેમાં દેશ આઝાદી પહેલાં સેંકડો નાના મોટા રજવાડામાં વહેંચાઇ અને વહેરાઇ ગયો હતો.  જે કોઇ પરદેશી આક્રમણો થયા તેનો દેશની પ્રજા સરળતાથી ભોગ બનતી રહી હતી.

છેલ્લા ત્રણચાર વર્ષોમાં દેશમાં જે હીદુંત્વના નામે જે ખુલ્લેઆમ પ્રવૃત્તીઓ થઇ રહી છે તે ચોક્કસ રીતે વ્યક્તી અને સામુહીક નાગરીકોના ભાવીને ભયંકર જોખમકારક દીશામાં ઝડપથી કદાચ પાછા નાવાળી શકાય તે દીશામાં ઢસડી રહી છે. આવનારા દીવસોમાં દેશનું ભાવી વધુ હીંસક સઘર્ષમય દેખાઇ રહ્યું છે.

 આનો ઉપાય શું?

 " wEAPONS OF IDEAS ARE THEMSELVES "

વીચારોનું આયુધ( શસ્રો) વીચારો જ હોઇ શકે.  આપણે ભારતીય સમાજને એ સમજાવવું પડશે કે ૨૧મી સદી જે જ્ઞાનના વીસ્ફોટની સદી તરીકે ઓળખાય છે તો તે જ્ઞાન– માહીતીને આધારે આપણે શંકરાચાર્ય પ્રેરીત ' જગત મીથ્યા બ્રહ્મ સત્ય'ની વીચારસરણીનો વીકલ્પ બતાવવો પડશે.

 

 

 

 

 


--
Sent with Mailtrack

Sunday, January 7, 2018

ભગવાનને ખુશ કરવા નહી...પણ

ભગવાનને ખુશ કરવા નહી ...પણ

 

અમારા રીસોર્ટમાં સ્વીસ દેશમાંથી આવેલી મહેમાનોની ટીમને વીદાય કરવામાં અમે રોકાયેલા હતા. ત્યાંતો અમે દુરથી એક સાદડીની શેતરંજીઓ વેચવા માટે માણસને અમારી તરફ ઝડપથી સાયકલ પર આવતો જોયો. મેં તેનું ધ્યાન અમારી તરફ દોરાય માટે તે માટે હાથ હલાવ્યો.  તેણે પાછળ જોઇને તપાસી લીધું કે મારા સીવાય બીજા કોઇને તો બોલાવા માટે હાથનો ઇશારો કરતા નથીને!

અમે તેને રાહ જોવાની સુચના આપી. કારણકે અમારે અમારા પરદેશી મહેમાનોને 'ગુડ બાય ' કરવાની હતી. મેં જોયું કે સાદડીવાળાએ તેની સાયકલ પરથી બધી સાદડીઓ પ્રદર્શનમાં બતાવવા મુકી હોય તેમ સરસ રીતે અમારા કંમ્પાઉન્ડમાં સાઇઝ અને ડીઝાઇન પ્રમાણે ગોઠવી દીધી હતી.

 

 મઝાની વાત હવે શરૂ થાય છે. અમે એકબીજાની ભાષા જાણતા નહતા. તેમ છતાં હાથની સંજ્ઞા અને મોઢાના હાવભાવથી અમે એક બીજાને સમજાવવાનું  શરૂ કર્યું હતું. મને તેની સાદડીઓના ઢગલામાંથી એક લાલ પાઇપીનના છેડાવાળી સાદડી ગમી ગઇ. પરંતુ તપાસ કરતાં ખબર પડી કે તે સાદડી લંબાઇ– પહોળાઇ (૬ ફુટ બાય ૪ ફુટ ) મારી જરૂરીયાત કરતાં ઓછી છે. મારી જરૂરીયાતની સાદડીનું માપ ૮ફુટ બાય ૪ ફુટનું હતું. તેથી મારે તેને ના કહીને વીદાય કરવો પડે.

 

   ત્યાં તો તેણે પોતાની આંગળીઓ પર કંઇક ગણવાનું શરૂ કર્યું. પછી તેણે જવાબ આપ્યો કે હું તમારી જરૂરીયાતની સાદડી મારા ઘરે જઇને ૨૦ દીવસ પછી બનાવીને લેતો આવીશ. તેને કોઇપણ હીસાબે નવો ઓડર મળે તે માટે ખુબજ આતુર હતો.

મોટી સાદડીની કીંમત તેણે ૮૦૦ રૂપીયા કહી હતી. અને બીજું તેણે ૨૦ દીવસનો વાયદો કર્યો હતો. આ બંને જરૂરીયાતો તેની કેવી રીતે પુરી કરવી તેની ચીંતામાં હું હતો.  તેની ઉંચાઇ સાથે તેના શરીરનું આખું માળખું  મોટું હતું. પણ તેનું શરીર તેના ભુખમરાને કારણે ઘણું જ નબળું દેખાતું હતું. તેનો પોષાક ચોખ્ખો અને વ્યવસ્થીત હતો. પણ તેના શરીર પર તેની ગરીબાઇની અસરોએ આંખે ઉડીને વળગે તેવી હતી. આ બધુ જોતાં અમે નક્કી કર્યું કે કમસે કમ તેને મદદ કરવા પણ તેની પાસેથી ચોક્કસ ખરીદી લઇએ તેવો ઓડર તો આપીએ. તેથી તે ઓડર મુજબની મોટી સાદડી તૈયાર થાય ત્યારે લઇને આવે! હું પછી ઘરમાં જતો હતો ત્યારે તેણે પીવાનું પાણી માંગ્યું.

 મારા નોકર રઘુએ તેને પાણી આપીને આવજો કહ્યું. પણ રઘુએ ભીની આંખોએ મને કહ્યું કે પેલા સાદડીવાળાએ તો આખી પાણીની બોટલ એકી શ્વાસે એકદમ જ ગટગટાવી ગયો.

      અમને બંને ખબર પડી કે શું થયુ છે? હું અને રઘુ ખુબજ દુ;ખી થઇને રડતા રડતા એક બીજાને ભેટી પડયા. અમારા બંનેનું એ તારણ હતું કે તે સાદડીવાળો એકી સાથે પાણીની આખી બોટલ એટલા માટે ગટગટાવી ગયો કે જેથી તેનું પેટ પાણીથી ભરાઇ જતાં પોતાની ભુખને તેટલા સમય પુરતું તો રોકી શકે!

મેં રઘુને કહ્યું કે તેને જલ્દી બુમ પાડીને બોલાવ! તેની પાસે જે સાઇઝની સાદડી છે તે ખરીદી લઇશું. આ ઉપરાંત અમે પ્રેશર કુકરમાં ઝડપથી ચોખા બાફી નાંખ્યા, સાથે સાંભર અને સવારના અમારા નાસ્તામાં વધેલી બટાટાની સુકી ભાજીનું શાક બધુ તેને જમાડવા માટેનું તૈયાર કરી દીધું. સાદડીવાળો અમારા દરવાજા પાસે ઉભો રહ્યો. તેને સહેજ પણ ખબર ન પડી કે તેની સાદડીની ખરીદી સાથે તેના માટે  જમવાનું પણ આપવાનું અમે નક્કી કયું છે. તે દરવાજે ઉભો રહ્યો હતો ત્યારે તેનું શરીર ભુખમરાથી અધમુઉં થઇ ગયેલું હતું અને ઘણા બધા કીલોમીટર સુધી સતત પેડલ મારવાથી તેના પગના સુજી ગયેલા ગોટલા ક્ષણીક રાહત મેળવવા દબાવતો હતો. અમે તેના માટે  ખોરાક લઇને આવ્યા કે તરતજ તેણે  હ્રદયપુર્વકનો અમારો આભાર માન્યો. પણ ત્યાંસુધીમાં તો ખોરાક જોઇને તેના મોંઢામાંથી લાળ પડવા માંડી. આ ઉપરાંત તેને ગરમ ગરમ ચા અને કેળા આપ્યા. જેથી રસ્તામાં ભુખ લાગે તો કામમાં લાગે.

 મારા હ્રદયને સંતોષ થયો કે ચલો! એક ખુબજ ભુખ્યા માણસનું અમે કમસે કમ પેટતો ભરાવી શક્યા છીએ ને! હું લાગણી વીભોર એવો બની ગયો હતો કે તેને આવજો કહેવા માટે પણ બહાર નીકળી શક્યો નહી. જ્યારે તે માણસ અમારો આભાર માનવા રઘુના પગે પડયો તે જોઇને હું જ દીગ્મુઢ બની ગયો.

 સાદડીવાળાની વીદાય પછી હું અને રઘુ એક બીજાને ભેટીને અમારા હ્રદયમાં જે ડુમો ભરાયો હતો તેને રડીને હળવો કર્યો.  મેં આ બ્રહ્માંડનો આભાર માન્યો કે જેણે મને સામેથી કોઇએ માંગ્યા વગર મને મદદ કરવાની ઇચ્છા પેદા કરી અને તે ઇચ્છા પુરી કરવાની સાધન સંપત્તી આપી.

 તમારે પેલા સાધુઓને કે ગુરૂઓને શ્રાધ ખવડાવવાની જરૂર નથી!

 લક્ષ્મીદેવીની કૃપા મેળવવા સાત કુંવારીકાઓને જમાડવાની જરૂર નથી!

 પુન્ય મેળવવા ચારધામની યાત્રા કરવાની પણ જરૂર નથી!

  ફક્ત તમારી આંખો ખોલો, બીજાની જરૂરીયાત તેનાથી જુઓ તેનાથી તમને બધું જ પ્રાપ્ત થઇ જશે.
Don't have to feed priests for Shraadh !

Don't have to call 7 virgins to please goddess laxmi !

Don't have to go chaar dhaam !

Just open your eyes to see the ' need ' of another and you would have achieved it all
️ .સૌજન્ય– ફેસબુક Bodhisatvayamyohu.

 

  અંતે મને ૨૫૦૦ વર્ષ પહેલા થઇ ગયેલા ગ્રીક તત્વજ્ઞાની એપીક્યુરસનું વાક્ય યાદ આવે છે. ' હું જ્યારે બીજાને મદદ કરૂ છું તે ભગવાનને  ખુશી કરવા નહી પણ મારી જાતને  આનંદ પમાડવા મદદ કરૂ છું. તેમાં મારો પ્રબુધ્ધ સ્વાર્થ રહેલો છે. કેવળ સ્વાર્થ નહી.

 

I want to be moral, not to please Gods but to please myself. Greek Philosopher Epicurus.

 Because moral behavior is a source of self- satisfaction.

 It is an enlightened self – interest.

How nice it is to know that working for others is a source of satisfaction not only for others but also to one-self.

 




 

 

 


--
Sent with Mailtrack

Wednesday, January 3, 2018

ખ્રીસ્તી ધર્માના સ્થાપક જીસસ કુંવારી માતાના પેટે જન્મ્ લે તો તે નૈતીક્ અને પુજનીય પણ....

ખ્રીસ્તી ધર્મના સ્થાપક જીસસ કુંવારી માતાના પેટે જન્મ લે,

 તો એ નૈતીક અને પુજનીય(Moral) પણ––

 

તાજેતરમાં કેરાલા રાજ્યના એક શહેર નામે થીરૂવાઅનંતાપુરમની એક ખાનગી ખ્રીસ્તીશાળા ' સંત

થોમસ સેન્ટલ સ્કુલ' માં એક બનાવ બન્યો હતો. ૧૨મા ધોરણમાં ભણતા એક વીધ્યાર્થીએ પોતાની સ્કુલની ૧૧મા ધોરણમાં ભણતી એક વીધ્યાર્થીને જાહેરમાં આલીંગન(hugging) કરી લીધું. ચુંબન નહી.

આ બનાવે શીક્ષણ જગતમાં તથા ન્યાયના ક્ષેત્રે ઘણા બધા પ્રશ્નો પેદા કરી દીધા હતા. સ્કુલના સંચાલક મંડળે આ મુદ્દાને નૈતીકતાનો મુદ્દો ગણીને પેલા બંનેને તાત્કાલીક સસ્પેન્ડ કરી દીધા. વધુમાં  પરીક્ષામાં બેસવા માટેની મનાઇ ફરમાવી દીધી.

નીર્ણય કરનારા જુદા જુદા સત્તા મંડળોઓ જેવાકે સ્કુલ સંચાલક મંડળ, કેરાલા સ્ટેટ કમીશન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ, કેરાલા હાઇકોર્ટે જાણે બહુ મોટો ગુનો બની ગયો હોય તેમ મુર્ખામી ભર્યા  સવાલોની ઝડીઓ વર્ષાવા માંડી. શું આ વીધ્યાર્થીએ બહુ લાંબા સમય સુધી આલીંગન ચાલુ રાખ્યું હતું? વીગેરે.

ઇન્ડીયન એકપ્રેસ દૈનીકે પોતાના પહેલી જાન્યુઆરીના તંત્રી લેખમાં સ્કુલ સંચાલકો અને કોર્ટવાળા સામે આક્રોશમય વલણ અપનાવીને બનાવની ક્ષુલ્લકતા બતાવવા માટે અંગ્રેજીમાં એક અદભુત શબ્દ વાપર્યો છે. તે શબ્દ છે ""Kafkaesque" કેફ્કએસ્ક  આ શબ્દનું સર્જન ઝેક સાહીત્યકાર ફ્રાન્ઝ કાફકા (૧૮૮૩–૧૯૨૪)ની નવલકથાઓના(The Trial અને The Metamorphosis) નીચોડ સ્વરૂપે અંગ્રેજી અને જર્મન સાહીત્યમાં વપરાય છે. જેની વાત ફરી કરીશું.

.કેફ્કએસ્ક શબ્દનો ગુજરાતીમાં અર્થ,વહીવટકર્તા અને નોકરશાહીનું મુર્ખામીભર્યુ, અમાનવીય અને મુઢ વર્તન કહેવાય. તેમાં અસરકર્તાને બીલકુલ વાંકગુના વીના ની:સહાય અને મજબુર સ્થતીમાં મુકી દેવામાં આવે છે. પેલા ૧૨મા ધોરણના વીધ્યાર્થીને સ્વપ્નામાંપણ ખબર નહી હોય કે પોતાના આવેગ અને લાગણીભર્યા વર્તનને આ વીક્ટોરીયન યુગના ધર્મ અને નૈતીકતાના ઠેકેદારો–રક્ષકો કેવું અર્થઘટન કરીને પોતાના પર કેવા સખત પગલાં ભરશે? આ ઠેકેદારોને કાયદામાં સગીરપણું કોને કહેવાય શું તેની ખબર નહી હોય?

 શું આપણા સ્કુલના સંચાલકોને તેઓએ નક્કી કરેલી નૈતીકતાના સંરક્ષણ માટે નૈતીક પોલીસ(Moral Police) બનાવી દેવામાં આવ્યા છે? જેમાં તે કોઇના અંગત જીવનની બાબતમાં સાચું શું અને ખોટું શું તે નક્કી કરી શીક્ષા કરવાનો અબાધીત અધીકાર પણ આપી દેવામાં આવ્યો છે?કયા કારણોસર અને કયા નૈતીક્તાના માપદંડોથી વીધ્યાર્થીઓને સ્કુલમાં વૈજ્ઞાનીક ઢબે  જાતીય વૃત્તી શું છે અને જનેન ઇન્દ્રીયોનો જૈવીક રોલ શું છે તે મુક્ત રીતે ભણાવવામાં આવતું નથી?  આ બધા વીવેકપુર્ણ બૌધ્ધીક અભીગમની ગેરહાજરીમાં યુવાન છોકરા–છોકરીઓની ધર્મ અને નીતીના ચીલાચાલુ ઉપદેશોથી દબાવી દેવામાં આવતી જાતીયવૃતીની વીકૃતીના પરીણામો શાળાઓમાં બીજા કેવા આવી શકે?

ફ્રાન્ઝ કાફ્કા  અને તેના શબ્દ Kafkaesque" કેફ્કએસ્ક અને વીક્ટોરીયા યુગની નૈતીક્તાનો ખ્યાલ, તે બે વીષયો પર ટુંક સમયમાં જ ચર્ચા ફરી કરીશું.

 કેરાલા રાજ્યના સંસદ શ્રી શશી થરૂરની સમયસરની દરમ્યાનગીરીને કારણે  બંને બાળકોને પોતાની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે એવું સમાધાન કરીને આ પ્રકરણનો અંત લાવવામાં આવ્યો છે.


--
Sent with Mailtrack

Monday, January 1, 2018

Save Constitution - બંધારણ બચાવો.

પહેલું પગલું–અમને દેશનું બંધારણ માન્ય નથી. ભલે અમે બંધારણની પવીત્રતા અને રક્ષણના સોંગદ લઇને સત્તાનું સુકાન સંભાળ્યું હોય!

બીજુ પગલું– દેશમાં સને ૧૯૫૦ની ૨૬ મી જાન્યુઆરીને દીવસથી બંધારણ પ્રમાણે છેલ્લા ૬૭ વર્ષોમાં જે સંસ્થાઓ અને તંત્રો ઉભા થયા છે તે બધાને નામશેષ કરવાનું અમારૂ મીશન છે.

ત્રીજુ પગલું– કોઇપણ કીંમતે દેશનો વહીવટ અને નીતીઓ મનુસ્મૃતી આધારીત હીંદુ કાયદાઓ પ્રમાણે થશે જ.

ચોથું પગલું – જે આનો વીરોધ કરી રહ્યા છે તે બધા હીંદુ વીરોધી છે. અને દેશની ૮૫ ટકા વસ્તી હીદું હોવાથી તે બધા દેશવીરોધી( હીંદુ વીરોધી) હોવાથી દેશદ્રોહીઓ છે. જે દેશમાં રહેવાને લાયક નથી.

 યદા યદા હી.....,

 જ્યારે જ્યારે કેન્દ્રમાં બહુમતી સરકાર આર એસ એસ સંચાલીત ભારતીય જનતા પાર્ટીની આવે છે

ત્યારે ત્યારે તે બધાને બંધારણ બદલાવાની ઇચ્છાઓ બેકાબુ બનીને વીસ્ફોટ થઇને બહાર આવે છે. સને ૧૯૯૯માં બાજપીયજીની સરકાર સત્તા પર આવી હતી અને સંચાલન કરવાની સ્થીરતા પણ માંડ માંડ શરૂ કરી હતી ત્યાંતો બંધારણ બદલવાનો મુસદ્દો બહાર પાડી દેવામાં આવ્યો હતો.

 સને ૨૦૧૪માં આર એસ એસ સંચાલીત બીજેપીની મોદી સરકાર સત્તા પર આવતાં વેંત જ  બંધારણને ફગાવી દેવાની વાતો પ્રેસમીડીયામાંથી ક્યારેય  ઓછી થતી નથી. છેલ્લે છેલ્લે મોદીની દીલ્હી સરકારના મંત્રી મુળ કર્ણાટકના શ્રી હેગડેએ તો સ્પષ્ટ જાહેર કરી દીધું કે અમને દેશનું આ બંધારણ બીલકુલ માન્ય નથી.તેથી તે બંધારણ મુજબનું જે જે સંચાલન થાય છે તે અમાન્ય છે. ટુંક સમયમાંજ અમે બંધારણ બદલીને જ રહીશું.

સને ૧૯૯૯માં જ્યારે દેશનું બંધારણ બદલવાનું જોર શોરથી ચાલુ હતું ત્યારે  દેશના અતી બાહોશ બંધારણ નીષ્ણાત કાયદાવીદ્ સન્માનીય  ફલી નરીમાને એમ એન રોય મેમોરીઅલ લેક્ચરમાં આજ મુદ્દા પર એક મહત્વનો પ્રસંગ ટાંકયો હતો. જે નીચે મુજબ છે.

" અત્યારે ભારતમાં જેમ બંધારણને તોડમરોડ કરવાની જોરદાર વાતો ચાલે છે. તેવીજ રીતે અમેરીકામાં પણ બંધારણને ફગાવી દેવાનું યુધ્ધ સને ૧૮૬૧માં રાષ્ટ્રપ્રમુખ લીંકનના સમયે થયું હતું. તે મુદ્દે દેશના બે વીભાગો, ઉત્તરના રાજ્યો અને દક્ષીણના રાજ્યો વચ્ચે યુધ્ધ જ શરૂ થઇ ગયું હતું. અમેરીકાની બંધારણીય લોકશાહીને આશરે ૮૫ વર્ષ જ થયેલ હતા. સને ૨૦૧૮માં ભારતની બંધારણીય પ્રજાસત્તાક લોકશાહીને ૬૮વર્ષ પુરા થશે. અમેરીકા, બંધારણ મુજબ પોતાના રાજ્યનો વહીવટ કરતો ઇગ્લેંડ કે ફ્રાન્સ કરતાં યુવાન દેશ હતો. આપણી તો આજની સ્થીતી તે બધા કરતાં પણ યુવાન છે.

 તે સમયે ફ્રાંસના એમ્બેસડરે અમેરીકાના કાયદાશાસ્રી સર જેમ્સને પુછયું હતું કે આ બંધારણ સામેના સંઘર્ષનું પરીણામ શું આવશે? તમારો દેશ કયાં સુધી આ સંઘર્ષમાં ટકી રહેશે?

સર જેમ્સનો જવાબ હીંમતવાન, વીનમ્ર અને ભાવીની આગાહી સુચક હતો. " જ્યાં સુધી અમારા ચુંટાયેલા પ્રતીનીધીઓ અને રાજકીય નેતાઓ બંધારણના ઘડવૈયાઓના આદર્શ પ્રમાણે દેશનું સુકાન ચલાવશે ત્યાંસુધી મારા દેશના અસ્તીત્વને ટકાવી રાખવામાં કોઇ વાંધો આવવાનો નથી. "

The answer was as courageous and courteous, and as  it was prophetic:

"Sir, so long as our leaders live up to and cherish the ideals of  its  Founding Fathers."

 ઉપરનું અવતરણ જણાવ્યા પછી નરીમાન સાહેબે વીનમ્રતાપુર્વક શાસનકર્તાઓને કહ્યુ હતું કે તમે તમારા ચુંટણીના કે બીજા મુસદ્દાઓને બાજુ પર મુકીને બંધારણમાં સમાવેલા આદર્શો પ્રમાણે શાસન ચલાવો." ઉપરછલ્લો મત બાંધીને દેશના બંધારણ જોડે છેડછાડ મહેરબાની કરીને ન કરશો. તેનાથી તમે કારણવીનાની અપેક્ષાઓ લોકોમાં પેદા કરશો. તેમાંથી તો નીરાશા, હતાશા અને આખરે ભારતનું એક રાષ્ટ્ર તરીકે  ઘટન, ખંડન,( perhaps even (God forbid) ultimate disintegration.) જ થશે. આપણા દેશમાં બંધારણમાં ઘણા સુધારાવધારા  થયા છે. પણ તે બધા સુધારા દેશની સાંસ્કૃતીક વીવીધતા અને રાજકીય એકતાને ભોગે નહી. આ હકીકતને ધ્યાનમાં રાખશો તો જ તમે બંધારણના ઘડવૈયાઓને ન્યાય પ્યો છે તેમ ગણાશે.

 


--
Sent with Mailtrack