Thursday, November 30, 2017

રેશનલ અભીગમની દ્ર્ષ્ટીએ વર્તમાન ગુજરાતની વીધાનસભાની ચુંટણી–

રેશનલ અભીગમની દ્ર્ષ્ટીએ વર્તમાન ગુજરાતની વીધાનસભાની ચુંટણી–

આપણને સૌને માહીતી છે કે ગુજરાત વીધાનસભાની ચુંટણી બે તબક્કામાં  તારીખ ૯ અને ૧૪મી ડીસેમ્બરના રોજ થનાર છે. રાજકીય પક્ષો અને તે બધાના પક્ષીય ટેકેદારો જે કક્ષાએ એક બીજાને આક્ષેપો – પ્રતી આક્ષેપો (Below the belt) કરવા માંડ્યા છે ત્યારે આપણને એક સામાન્ય નાગરીક તરીકે  સવાલ થાય છે કે  આપણે આગામી પાંચવર્ષ માટે રાજ્ય કરવા કેવા વીધાનસભ્યોને ચુંટવાના છે? ચુંટણી લડતા બંને પક્ષોના ઉમેદવારો કરતાં તેમના નેતાઓજ ચુંટણી લડતા હોય તેમ લાગે છે.

 ખુબજ દુ:ખ સાથે લખવું પડે છે કે  તમા બધા રાજકીય પક્ષોના પ્રતીનીધીઓઓ (અમારા મતથી ચુંટાનાર) અમારી પસંદગીથી ગુજરાતનું રાજ્ય ચલાવવાનું છે. તેમાં સન્માનીય દેશના વડાપ્રધાન એમ કહીને મતદારોની લાગણીને બહેકાવવા ઉપયોગ કરી એમ કહે કે  'મને સામાવાળાએ એમ આક્ષેપ કર્યો કે ભાઇ! તમારા પક્ષ પાસે દેશનો સૌથી મોટો જાદુગર છે પછી બીજા ત્રીસ જેટલા જાદુગરો ચુંટણી પ્રચાર માટે શા માટે ઉતારવાની જરૂર છે?'  હવે આક્ષેપ અંગત રીતે મોદીજીના વ્યક્તીત્વ( પર્સનાલીટી કલ્ટ) પર કર્યો છે. તેમાં મોદી સાહેબ એમ તર્ક દોડાવીને દલીલ કરે કે ' મારા પરનો આક્ષેપ હું ગુજરાતનો હોવાથી આ આક્ષેપ સમગ્ર ગુજરાતની પ્રજા પરનો છે' તેવું ભાવુક બનીને આંખમાંથી આંસુ કાઢે, તે લુછે, પછી મારા પરનો આક્ષેપ સમગ્ર ગુજરાત પરનો હોવાથી આપણે કેવી રીતે સાંખી લઇએ. ' હું એટલે ગુજરાત' મારાપરનો આક્ષેપ એટલે સમગ્ર ગુજરાતની સાડા છ કરોડની જનતા પરનો આક્ષેપ!

 છેલ્લા વીસ વર્ષમાં તેમના પક્ષે ગુજરાતમાં સત્તા પર રહીને દેશના બીજા રાજ્યોની સરખામણીમાં આરોગ્ય, શીક્ષણ, બેકારી, નવી રોજગારી, ખેડુતોના પોષણક્ષમ ભાવ અને દલીતો વી.ના પાયાના પ્રશ્નો માટે શું કર્યુ તે બધી વાતો બાજુ પર મુકીને ગુજરાતના મતદારોને હજુ કયા વીકાસની આંબલી–પીપલી બતાવવા માંગો છો?

 સોમનાથના મંદીરમાં પ્રવેશ માટેના રાખેલા  રજીસ્ટરમાં રાહુલજીએ, પોતે હીંદુ રજીસ્ટારમાં સહી કરી હોય તેવું સ્પષ્ટ તેમના પોતાના શબ્દોની સ્ટાઇલમાં રજીસ્ટરમાં દેખાય છે. તેમા છતાં તેઓના નામેને અહેમદ પટેલ સાથેના નામની લીટી ઉપર બીજા શબ્દોમાં બીન હિંદુ રજીસ્ટરમાં કોઇની પાસે લખાવીને તમે શું મેળવવા અને ગુજરાતના મતદારોને આપવા માંગો છો! અને આવો પવીત્ર ધંધો! સોમનાથના મંદીરમાંથી થઇ શકે! 'દીવ્યભાસ્કર ' જેવું દૈનીક જે ' નો પેઇડ ન્યુઝ અને તટસ્થતા'નો દાવો કરનારૂ પેપર પહેલા પાને સમાચાર બનાવે છે.  " રાહુલજી તો હીંદુ નથી ખ્રીસ્તી છે". ભાઇ, પેપરવાળા, ગુજરાતના મતદારોને એટલું તો બતાવો કે મોદીજી જેટલીજ લાયકાતવાળા મતદાર તરીકે  રાહુલજીની છે.

મોદીજી, દેશના મતદારોએ તમને સને ૨૦૧૪ની ચુંટણીમાં ખોબે ખોબા ભરીને મતો હીંદુ કે આર એસ એસના પ્રચારક તરીકે નહી, અને હીંદુ રાષ્ટ્ર બનાવવા આપ્યા નહતા. પણ એક એવા રાષ્ટ્રીય નેતા તરીકે વીશ્વાસ મુકીને સત્તાની સોંપણી કરી હતી કે તમે દેશનો વીકાસ કરશો, નવી રોજગારી યુવાશીક્ષીત બેકારોને અપાવશો વી. આપ તો દેશના સ્રવૌચ્ચ નેતા છો. આપની પ્રજાલક્ષી યોજનાઓ વી ને આધારે મત માંગો. તમારી કક્ષાને એટલી નીચી કક્ષા એ ન ઉતારી દેશો કે તમારૂ વ્યક્તીત્વ એક સામાન્ય બજારૂ વ્યક્તીત્વ હાંસી પાત્ર બની જાય!.

 અમારી રેશનાલીસ્ટ તરીકે ઓળખ એવી છે કે અમારે મન દેશનો નાગરીક ફક્ત માનવ છે મતદાર છે. તે ધાર્મીક, જાતીય, જ્ઞાતી, પ્રદેશ અને રાષ્ટ્રીય ઉન્માદ ભરેલી વફાદારીઓથી સંપુર્ણ પર છે. તેની માનવ હોવાની પ્રતીબધ્ધતા વૈશ્વીક છે. રેશનાલીસ્ટ, દેશ અને દુનીયાના બધા જ ધર્મો–સંપ્રદાયો અને તેના ધંધાદારી વહીવટકતાઓને ( બીચારા માનવીએ જે મુઠી ફાકો બચત પોતાના બાળકોને દવા– આરોગ્ય,કે શીક્ષણ માટે વાપરવાને બદલે) સમાજની બચત ને કોરી ખાનારી ઉધઇથી વધારે ગણતા નથી. આ બધા આપણા સમાજના પરોપજીવીઓ છે. જે કોઇ ભૌતીક ઉત્પાદન ' રોટી ,કપડા મકાન' જેવું કરતા જ નથી. પણ નાગરીકોની મુડી–બચતનો પોતા ભવ્ય દેવસ્થાનો બનાવવા અને ભવ્ય જીવન શૈલીને ટકાવી રાખવા રાત દીન 24x7  રોકાયેલા રહીને તેન સફળ બનાવા રાજકીય સત્તા સહીતનો ઉપયોગ કરવામાં સહેજ પણ પાછી પાની કરતા નથી. તેમાં તે બધા પાવરધા છે. તેમાં આનંદ અને ગૌરવ અનુભવે છે. અને દરેક રાજકીય પક્ષના નેતાઓને પોતાને ઘુંટણીએ પડાવે છે.

રેશનાલીસ્ટ તરીકે અમારી સ્પષ્ટ પ્રતીબધ્ધતા છે કે આધુનીક રાજ્ય સત્તાને કોઇ સંબંધ ધર્મ અને તેના ઠેકેદારો સાથે બીલકુલ ન હોવો જોઇએ. કોઇપણ ધર્મમાં માનવું કે બીલકુલ અમારી માફક કોઇપણ ધર્મમાં નામે ન માનવું તે આ દેશના દરેક નાગરીકની અંગત કે નીજી બાબત છે. તે રીતે દરેક ભારતીયને જીવવાનો અબાધીત અધીકાર બંધારણે આપેલો છે.

રેશનાલીસ્ટ તરીકે, જૈવીક ઉત્ક્રાંતીને આધારે અમારૂ તારણ છે કે  દરેક માનવી ઇશ્વરનું સર્જન નથી અને ક્યારેય ભુતકાળમાં ન હતું. સમગ્ર વીશ્વની અને ભારત દેશની તો ખાસ સામાજીક, રાજકીય અને આર્થીક વ્યવસ્થાઓ, હીંદુ વર્ણવ્યવસ્થા સહીત,માનવ સર્જીત હતી અને છે. તે માનવ સર્જીત છે તેનો અર્થ એ છે કે  તે માનવ હીત માટે જ બનાવવામાં આવેલી છે. ૨૫૦૦ વર્ષ પુરાણા અને ૨૧મી સદીના દેશના નાગરીકોના સર્વ પ્રકારના હીતો કેવી રીતે એક હોઇ શકે! ૨૧મીસદીના માનવીય હીતો પ્રમાણે દેશ અને નાગરીકોને સજ્જ કરવા હશે તો કેવી રીતે આજના નેતાઓ જે બધાઓ રાતદીવસ પેલા જુદા જુદા મંદીર,મસ્જીદના ધાર્મીક વડાઓની પાછળ ઘુમતા અને ફોટા પડાવતા હોય તેમની પાસે શું અપેક્ષા રાખો છો? આ બધા ધાર્મીક સ્થાપીત હીતો તમને મંજીરા વગાડવાનું અને બાંગ પોકારવાનું શીખવાડશે પણ કેવીરીતે બીલગેટ્સ, ઝુકરબર્ગ બનવાનું નહી શીખવાડી શકે. ભાઇ કુવામાં હોય તો હવાડામાં આવે ને? એટલું તો સમજો અને સમજાવો!

 


--

Wednesday, November 15, 2017

અંકલ, તારા ગોડે તો તેના જીવનમાં બહુજ લવ કર્યો હતો. અને લવ નો સંદેશો પણ આપ્યો હતો.


અંકલ,

તારા ગોડે તો તેના જીવનમાં બહુજ લવ કર્યો હતો. અને લવ નો સંદેશો પણ આપ્યો હતો.

તો પછી લવ કરનારાઓને કેમ તારા દેશમાં મારી નાખે છે? એક બીજાના' હેન્ડ કેચ(હોલ્ડ)'કરીને ચાલે તો પોલીસ હેરાન કરે છે. આ બધુ શું છે? મને સમજાવ ને!

હું ગ્રેજયુએટ કક્ષાએ હીંદુ ફીલોસોફી અને ઇન્ડોલોજીનો મારી કોલેજમાં એક સીલેક્ટેડ સબજેક્ટ તરીકે અભ્યાસ કરૂ છું. અંકલ, મારા ડેડીએ કીધુ કે તું તેની સાથે કોલેજમાં ભણતો હતો અને હોસ્ટલમાં રહેતો હતો ત્યારથી નવરાશના ટાઇમમાં કે હોસ્ટલના તારી મેસના ટેબલ (ડાયનીંગ ટેબલ) પર આવા બધા વીષયોની ચર્ચા કરતો હતો. મારા ડેડીનું તું માથુ ખાતો હતો કારણકે તેને ડૉકટર બનવું હતું અને તારે, તો પેલો એથેન્સવાસીઓના યુવાનોને સમાજે ચીંધેલા રસ્તા કરતાં અવળે માર્ગે લઇ જઇને બગાડનાર સોક્રેટીસ બનવું હતું. તેથી મારો ડેડી હજુ કહે છે કે તે દીવસોથી તારો ધંધો, અંકલ, તારા ફળદ્રપ ભેજામાંથી (ફરટાઇલ બ્રેઇન) માંથી બીજા હોસ્ટલ્સના પાર્ટનર્સના મનની માથાકુટો ઓછી કરવાનો  હતો.

 અંકલ, તું બોલ, હજુ તારો એવો ધંધો ચાલુ છે ને? જો જો પાછું અંકલ રેડ વાઇનનો એક પેક થી વધારે લઇશ તો મારાપ્રશ્નોના જવાબ આપવામાં તારાથી ક્યારેય 'ડન' થશે નહી તું આઉટ થઇ જઇશ.. બીજુ, તારા માટે, મારા મોમે ફ્રાઇડ ચીકન, રેડ બોનલેસ મીટ અને બીફ સ્ટીક બધુ મસ્ત કુક કર્યું છે. કારણકે મારા ડેડ કહેતા હતા કે તું હોસ્ટલના દીવસોથી જ બગડેલો હતો ! પણ મારા ડેડ તો તે દીવસોમાં ભગત હતો.

બસ હવે અંકલ! મારા પેલા પ્રશ્નનો જવાબ આપો કે તારા ગોડ માટે હું એવું ભણયોં છું કે તેણે કોઇ દીવસ લગ્નની વીધી કે સપ્તફેરા ફરીને કે તેના ડેડ અને મોમ જે નક્કી કરે તેની સાથે લગ્ન કરવાને બદલે બધી બહેનપણી સાથે તેણે બસ લવ જ કર્યા જ કર્યો છે. બીજું મારા અભ્યાસમાં એવું આવે છે કે તે સમયના રાજાઓની જે બ્યુટીફુલ સ્રી પર નજર પડે(લવ એટ ફર્સટ સાઇટ) પછી તે હોર્સ ચેરીયેટ પર બેસાડીને લઇ જતા. મને તેમાં તારા પુરાણોના ઓલ્ડ રાયર્ટર્સે વાપરેલા શબ્દો જેવા કે " સીતા હરણ, રૂક્ષમણી હરણ, સુભદ્રાહરણ, ઓખા હરણ, દ્રૌપદીના વસ્રાહરણ( ફેમીલી વોર્સમાં કઝીન બ્રધર્સ વાઇફ)) " આ બધી ટરમીનોલોજીના અર્થો સમજાવજે.

માય ડીયર નેવ્યુ, તારો ભારતીય તત્વજ્ઞાન અને હીંદુશાસ્રોમાં ખરેખર જીનીયાઈન ઇન્ટરેસ્ટ છે. તે જાણી મને  એટલા માટે આનંદ થયો કે તારો એપ્રોચ સાયંટીફીક છે ભક્તીભાવવાળો કે લાગણી દુભાય તેવો નથી. અરે અંકલ.  હું તમને એક વાત કહેવાની ભુલી ગયો. અમે તમારા બેબી ગોડની માફક અમેરીકામાં  ટીન એજર્સના થઇ જઇએ ત્યારથી અમારૂ  છોકરા છોકરીઓનું ડેટીંગ શરૂ થઇ જાય છે. ઘરે રાત્રે મન ફાવે ત્યારે આવીએ. યુ સી ઇટ ઇઝ નોટ એ પ્રોબેલેમ્સ ઓફ પેરેન્ટસ. બીજું જેની જોડે ડેટીંગ કરીએ એનો અર્થ એવો નથી હોતો કે તેની સાથે મેરેજ કરવાનું. બંને પક્ષો માટે ડેટીંગ અને મેરેજ ઇન –બીટવીન ઘણું આવનજાવન બાદ મેરેજ માટેનો પાર્ટનર મળે. અને તે પણ તમારી માફક સાત જન્મ તક સાથે જ ચાલુ રહે તેવું નહી.આ જીવનમાં પણ સાથીઓ બદલાય પણ ખરા!

અંકલ તમે સાચું કહેજો!  તમારા બેબી ગોડને ગોકુળ સીવાય વૃદાંવન, બરસાના અને તેની આજુબાજુની  પણ નજીકના ગામોની સ્રી મીત્રો સાથે કેવા સરસ, સુંદર અને સુવાળા સંબંધોના વર્ણનો તેમાં આવે છે. તેમાં બે ડેટીંગ કરનાર વચ્ચે ઉંમર મોટી છે નાની, પરણેલી છે કે અપરણીત, વીડો, કાળી ગોરી, ઉંચી નીચી લંબાઇમાં, ધર્મ સંપ્રદાય, શીવપંથી, વીષ્ણુપંથી એવા કોઇ માનસીક ,શારીરીક,સામાજીક, આર્થીક બાઉન્ડ્રીઝ ના લીમીટેશન તેમાં આવતા ન હતા. તમારે ત્યાં જે બે પાંચ હજાર વર્ષ પહેલાં હતું તે અમારે ત્યાં હાલમાં છે.

 હવે હું તને અંકલ તરીકે ખુબજ ટુંકમાં જવાબ આપી દઉં. એક, જેમ અત્યારે તમારો વીશ્વભરમાં સુવર્ણકાળ છે તેમ તે સમયે અમારા સમાજનો હતો તેવું પુરાણોમાં આવતું હતું.. છેલ્લા કેટલાય વર્ષોથી ઓલમ્પીક, નોબેલ પ્રાઇઝ, બ્રહ્માંડની શોધખોળો, બીજી અન્ય નવી નવી શોધખોળો ,જેવીકે મોબાઇલ. સ્માર્ટ ફોન, ઇન્ટરનેટ, ગુગલ મેંસેજંર, કૃત્રીમ બૌધ્ધીકતા (આર્ટીફીસીઅલ ઇન્ટેલીજન્ટ) બધા જ ક્ષેત્રે અમેરીકા અવ્વલ નંબરે છે અને રહેશે. કારણકે તમારે ત્યાં અમારા જેવું  લવ–જેહાદ, કાઉ લીંચીંગ. ઘરવાપસી નથી. અમેરીકા  દેશમાં કોઇપણ નાગરીક તેના ધર્મથી ઓળખાતો નથી. તેમજ કોઇપણ નાગરીક સાથે તેના ધાર્મીક ઓળખને આધારે દેશના સામાજીક, શૈક્ષણીક, રાજકીય કે વ્યવસાય રોજગારીમાં જો કોઇપણ ભેદભાવ રાખે તો જે તે કરનારની જીંદગી કાયમ માટે ખલાસ થઇ જાય. અમારે ત્યાં તો આવો સૌથી વધારે ભેદભાવ પેદા કરીને તેવું વાતવરણ પેદા કરે છે તે રાજ્યકર્તા બને છે. પ્રજા તેમને જ પ્રતીનીધી તરીકે ચુંટણીમાં ખોબે ખોબે મત આપીને વીજેતા બનાવે છે. તમારે જ્યાં સખત ગુનો બને છે તે અમારે ત્યાં દેશના નેતાઓની લાયકાત બને છે. પણ તમારા દેશના નાગરીકોની  સ્વતંત્રતામાં રાજ્ય બીલકુલ દખલ નથી કરતું. અમારા ભારત દેશમાં સત્તાધારી સરકારે સુપ્રીમમાં એફીડેવીટ કરીને જણાવેલું છે કે  સરકારને દેશના નાગરીકોની અંગત જીંદગીમાં દખલગીરી કરવાનો અબાધીત અધીકાર છે. જેને અમારી સુપ્રીમ કોર્ટે તે સ્વીકારેલ નથી.

 જો બેટા, છેલ્લે છેલ્લે રેડ વાઇનની બીજા પેકની આખરી ચુસકી ભરતાં  બોલી નાંખું છું કે ––

" હમ પુરબ હૈ તુમ પશ્ચીમ હો. દોનો કા મીલન કભી નહી હો સકતા. લેકીન  એક બહુત ખાનગી બાત કર લેતા હું–  હમારે દેશ કે સબ યુથ કો અમેરીકા આના મીલે તો મેરા દેશ મહાન ચીલ્લાને વાલા કોઇ ભારત દેશમેં રહેગા નહી. વો મેં હમારા બેબી ગોડકી કસમ ખા કર કહેતા હું."  બાય બાય.

--

Sunday, November 12, 2017

ભાઇ! અમારી લાગણી દુભાઇ છે.

 ભાઇ! અમારી લાગણી દુભાઇ છે.

 અમારા સમાજના ઐતીહાસીક વારસાને બુરી રીતે ફીલ્મમાં બતાવવામાં આવ્યો છે.

આ તો ભારતીય સંસ્કૃતી , તેની વીચારધારા અને પરંપરાનું હડહડતું અપમાન છે.  તે કેમ ચલાવી લેવાય?

 અમારા સંપ્રદાય, ધર્મ, તેના માન્ય દેવ, ગુરૂ, ગુરૂગ્રંથ વાણી ,પયગંબર કે ધાર્મીક, રાજકીય, સામાજીક નેતા તે બધાના વ્યક્તીત્વનું હનન કરવાના વ્યવસ્થીત પ્રયાસો છે તેને અમે નહીં સાંખી લઇએ. અમે અમારા ધર્મ,સંપ્રદાય કે અન્ય દ્રારા અમારી માન્યતા વીરૂધ્ધ પ્રકાશીત કરેલ લેખ, પુસ્તક, ટીકાત્મક મુલ્યાંકન, તેના પરની કવીતા વાર્તા, ફીલ્મ, સંવાદથી અમારી લાગણી ( Feeling & Sentiments) દુભાયતો અમે કાયદો હાથમાં લઇને પણ તે બધું ચાલવા નહી દઇએ. એક સમાચાર– " આજે ગાંધીનગરમાં રાજપુત સમાજના લોકો એક લાખની સંખ્યામાં પધ્માવતી ફીલ્મ રીલીઝ ન થાય તેના વીરોધમાં એકત્ર થશે." –

( સૌ. આજનું દીવ્ય્ભાસ્કર પાન નં–૧.)

લાગણી દુભાઇ અને તે દુભાવવાનું  વ્યાજબીપણું ( રીઝનેબલ) કેટલું?

 દેશના બંધારણે મુળભુત અધીકારોમાં દરેક નાગરીક કે સંસ્થાને અભીવ્યક્તીનું સ્વાતંત્રય કેટલીક વ્યાજબી મર્યાદાઓ સાથે બક્ષેલું છે. અભીવ્યક્તીની સ્વતંત્રતા એટલે કાયદાની મર્યાદામાં રહીને વાણી, વર્તન અને અભીવ્યક્ત કરવાની સ્વતંત્રતા. જે નીયમનો તેમાં મુકવામાં આવેલાં છે તેમાં શબ્દ ' વ્યાજબી' ( ટુ બી રીઝનેબલ) વાપરવામાં આવ્યો છે. પણ તેમાં લાગણી દુભાઇ ( નોટ હર્ટ ફીલીંગ કે સેન્ટીમેન્ટ ) શબ્દ વાપરવામાં આવ્યો નથી. કોઇપણ લખાણ, કવીતા, નાટક, ચલચીત્ર વી. વ્યાજબી છે કે નહી તે તપાસવાના કે મુલ્યાંકન કરવાના માપદંડો વાસ્તવીક રીતે છે તે પણ બંધારણે નક્કી કર્યો છે. જેના ઉપર ચર્ચા (ડીબેટેબલ) તર્કવીવેક શક્તી અને જ્ઞાન આધારીત થઇ શકે તેમ છે. પણ લાગણીને તર્કવીવેક કે જ્ઞાન આધારીત માપદંડોથી ક્યારેય મુલ્યાંકન થઇ શકે નહી. અભીવ્યક્તી સ્વાતંત્રય પરના વ્યાજબી નીયંત્રણોમાં (૧) રાજ્યની સલામતી (૨) પરદેશી મીત્ર રાજ્યો સાથેના સંબંધો (૩) જાહેર સલામતી માટે ભય પેદા કરવો (૪) ન્યાયતંત્રની અવહેલના, બદનક્ષી, નૈતીક અધ;પતન.) ટુકમાં લાગણી એટલે જેને વ્યાજબી રીતે તર્કવીવેક અને જ્ઞાન અધારીત તપાસી શકાય કે મુલ્યાંકન ન થઇ શકે તે.

અત્યારે આપણે " પધ્માવતી ફીલ્મ" અંગે  રાજપુત સમાજની જે લાગણી દુભાઇ છે અને તેના અંગે જે પ્રદર્શન– વીરોધ અને દેશના થીયેટરમાં રીલીઝ નકરવા દેવા જે ધમકીઓ અપાઇ રહી છે તેને પણ આપણે શાંતચીત્તે લાગણીના વહેણમાં તણાયાવીના તપાસીએ. એક લાગણી દુભાઇવાળા ગ્રુપે દેશની સુપ્રીમ કોર્ટમાં આ ફીલ્મ રીલીઝ ન થાય તે માટે રીટ–પીટીશન કરવામં આવેલી હતી તે કાઢી નાંખી. નામદાર કોર્ટે કારણ આપ્યું કે ' સદર ફીલ્મ ને રીલીઝ કરવી કે ન કરવી તેનો નીર્ણય કરવાની સત્તા દેશના બંધારણ મુજબ ફીલ્મ સેન્સર બોર્ડની છે અમારી નથી.' હજુ  દેશની સેન્સર બોર્ડે હજુ સદર ફીલ્મને તપાસીને દેશના થીયેટરોમાં રીલીઝ કરવાનું સર્ટીફીક્ટ પણ આપ્યું નથી તે પહેલાં તો લાગણીઓને આધારે કાયદો હાથમાં લેવાની ધમકીઓ આપી દેવામાં આવી છે.

 પરદેશમાં રહેતા ભારતીયો જે તે દેશમાં આપણા દેશમાં લાગણી દુભાઇને મુદ્દે ચર્ચાસ્પદ બનેલી ફીલ્મોને પરદેશની ભુમીમાં રીલીઝ ન કરવા કેમ કોઇ ટોળા ભેગા કરી શકતા નથી? પછી ભલે તે ભારતીયો હીંદુ,શીખ, મુસલમાન કે ખ્રીસ્તી કેમ ન હોય! સૌથી વધારે આ દેશીઓજ  આવી ફીલ્મોને પોતાના પરદેશના થીયેટરમાં પહેલે દીવસે જોવા પડાપડી કરતા હોય છે.દેશના રાજકીય પક્ષો માટે આવી લાગણીઓને બહેકાવાનું તો તે બધા માટે મતો અંકે કરવાની મુડી બની ગઇ છે. દેશના સામાજીક, રાજકીય અને બૌધ્ધીક વાતાવરણમાં વ્યાજબી જ્ઞાન આધારીત જાહેરસંવાદ( પબ્લીક ડીબેટ)ની ભુમીકા જ જાણે અદ્ર્શય થઇ ગઇ છે. લાગણીઓને બહેકાવીને એકત્ર કરેલા ટોળાઓ જ જાણે દેશ માટે સાચું શું અને ખોટું શું તે નક્કી કરીને દેશનું સંચાલન કરી, કબજો લેવા મેદાને પડી ગયા છે. તેમાં ખરેખર બલી બનતું હોય કે ભોગ લેવાતો હોયતો દેશના નાગરીકોનું બંધારણે બક્ષેલું અભીવ્યક્તીનું સ્વાતંત્ર્ય. દેશની કમનસીબી એ છે કે જે રાજ્યસત્તાને નાગરીકોના અભીવ્યક્તીના સ્વાતંત્રયનું સંરક્ષણ કરવાની જવાબદારી છે  તેની જ મોટેભાગે પેલા લાગણી દુભાયેલ ટોળામાં સામેલગીરી હોય છે અથવા છુપો ટેકો હોય છે.


--

હે ભારત દેશના નાગરીકો ! તમે બધા તો ગુનેગારો છો

 હે ભારત દેશના  નાગરીકો ! તમે બધા તો ગુનેગારો છો.– સાગરીકા ઘોષ.(ટા ઓફ ઇં ૮મી નવેંબર.)

જ્યારે મોદી સરકાર નામે દેશના નાગરીક ઉપર અવીશ્વાસ રાખે છે ત્યારે દેશમાં સુશાસન અશક્ય થઇ જાય છે. શુ તમે તમારા બેંક  એકાઉન્ટ સાથે તમારો મોબાઇલ ફોન અને આધાર કાર્ડ જોડવાનું ભુલી ગયા છો? તો તમે ગુનેગાર છો. શું તમને ગુંચવાડા ભરેલા જીએસટી ફોર્મને ભરવાનું ખુબજ મુશ્કેલ લાગે છે? તો તમે ચોકકસ ગુનેગાર છો. શું તમે તમારા ઘરમાં રોકડ નાણાં રાખો છો ? તો તમે ગુનેગાર છો. ઓહ! શું તમે માંસ ખાવ છો? તો તમે નક્કી ગુનેગાર છો. શું તમે મોગલોનો ઇતીહાસ વાંચો છો? તો તમે ગુનેગાર છો. કયા કારણોસર તમને લાગે છે કે સીનેમા થીયેટરમાં રાષ્ટ્રગીત ગાવામાં આવે ત્યારે ઉભા થવાની બીલકુલ જરૂરત નથી? તો તમે રાષ્ટ્રદ્રોહી જ છો. શું તમને માનવી તરીકે અંગત જીવવાનો અબાધીત અધીકાર( રાઇટ ટુ પ્રાયવસી)છે તેવું તમે માનો છો? તો તો તમે ચોક્કસ ગુનેગાર છો.

 આ દેશની અંદર, મોદી સરકારના રાજ્યમાં દરેક નાગરીક સંભવીત ગુનેગાર છે( રાજ્યકર્તા અને તેમની મીલીભગત ટોળકી સીવાય). દરેકે પોતે સાબીત કરવું પડશે કે કેવી રીતે તે ગુનેગાર નથી અને નીર્દોષ છે. સુશાસન માટે 'ગુનાહીત માનસ મુક્ત'  " પવીત્ર ભારત" બનાવવું અનીવાર્ય છે. તમારે દરરોજ એવું સાબીત કરવું પડશે કે આજે છેલ્લા ચોવીસ કલાકમાં તમે નીર્દોષ છો અને કોઇ  ગુનો કરવાનો વીચાર પણ તમારા મનમાં પેદા થયો નથી ને? તમને ખબર છે વર્તમાન સરકારે એવા 'બીગ બ્રધર' તંત્રની રચના કરી છે કે તે બધા નાગરીકોના ભુત, ભવીષ્ય અને વર્તમાન કાર્યો પર નજર રાખી શકે છે.રાજ્યકર્તા શાસન તરફથી જે મનકીબાત રજુથાય એજ લોકશાહી સંવાદ બાકીનું બધુ રાષ્ટ્રવીરોધી....

 ( લેખ ટુંકાવીને તેનો ભાવાનુવાદ કરેલ છે.)

 

 


--

Wednesday, November 8, 2017

સને ૨૦૧૪ પછી દેશમાં મોદી સત્તાએ પેદા કરેલા લોકશાહી માટેના ગંભીર પડકારો–

                સને ૨૦૧૪ પછી મોદીજી અને તેઓની સરકારે ભારતીય લોકશાહી વ્યવસ્થા માટે કેવા પડકારો ઉભા કરી દીધા છે? – (સૌ. ટાઇમ્સ ઓફ ઇંડીયા તંત્રી લેખ– કાન્તી બાજપાઇ ૪–૧૧–૧૭. નો ભાવાનુવાદ)

 એક વાત સાચી છે કે મોદીજીની વીચારસરણી જમણેરી લોકશાહી વીચારોને વળેલી છે. પણ દેશમાં લોકશાહી તો રહેવી જોઇએ ને?

" ભારતીય લોકશાહીને , એક રાજકીય પ્રથા તરીકે તથા જીવન પધ્ધતી સામે ભયંકર ખતરો ( Democracy as a way of life)  ઉભો થઇ ગયો છે. સૌથી મોટો પ્રશ્ન એ નથી કે પક્ષીય નીર્ણય પધ્ધતીમાં આંતરીક લોકશાહી છે કે નહી. તેઓના તરફથી સૌથી મોટો ગંભીરભય અનુભવહીન, મુર્ખ, જડ, મંદબુધ્ધીવાળા અને જાડા બરછટ પોતવાળા, માણસની ભલમનસાઇ કે સારાપણા વીશે શંકાશીલ એવા દંભી રાષ્ટ્રવાદનો છે. (The great danger is crass and cynical pseudo-nationalism.) તેના ટેકામાં જે બીજા ખરાબ તત્વો એકત્ર થયા છે તે છે ક્રુર, પાશવી, ધર્મ આધારીત બહુમતીવાદ,આત્યંતીક ધાર્મીકતા, હીંદુ સમાજની ઉપલી જ્ઞાતીઓનું રાજકીય સત્તાના ઉપયોગમાં બેફામ વર્ચસ્વ, અનીયંત્રીત,પણ પ્રચંડ,પ્રબળ, ભયાવહ સામાજીક અસમાનતા આધારીત ગુનાહીત વર્તનો, દેશના યુવાનોની વીકરાળ મોઢું ફાડીને ઉભેલી બેરોજગારીની સમસ્યાઓ, સત્તા પ્રત્યે ખુશામતખોરી,કે ચાપલુસી, ભય, ધમકીઓ,અને સામાજીક હીંસાઓ વી. છે."

           બહુ થોડા ભારતીયો દેશના વડાપ્રધાનને તેમની ભરપુર રમુજવૃત્તી માટે કદર કરશે. ( કુવામાં હોય તો હવાડામાં આવે ને!) કારણકે મોદી એક એવા નેતા તરીકે હવે વીશ્વભરમાં જાણીતા થઇ ગયા છે કે તે આપખુદ છે. તે આપખુદ રીતે જ નીર્ણયો લેવા ઉછેરેલા છે, ટેવાયેલા છે. તેઓના નીર્ણયો જો કે બીજેપી પક્ષ માટેના હોય છે. પણ જેનું સુકાન કે વહીવટ પડછાયામા રહીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરે છે. (on behalf of a party operating in the shadow of the Rashtriya Swayamsevak Sangh (RSS).)

 ખરેખરતો દરેક રાજકીય પક્ષનું સંચાલન લોકશાહી ઢબે અને પ્રજાને તેનું સંચાલન ખુલ્લીરીતે થાય છે તેવો અહેસાસ થવો જોઇએ. આજે દેશમાં કોઇપણ રાજકીય પક્ષ તે રીતે કામ કરતો નથી. ફક્ત નહેરૂના સમયમાં કોંગ્રેસપક્ષ બીલકુલ પારદર્શક અને બહુમતમતાંતરને આવકાર આપતો પક્ષ હતો. અરે નહેરૂ ખુદે,પોતે પક્ષના સર્વેસર્વા ન બની જાય તેવી લાલચો સામે પ્રમાણીક રીતે સંઘર્ષ કર્યો હતો.( Even Nehru fought the temptation to boss his party around.)

મોદી ખુબજ હોંશીયારીપુર્વક પણ આંગળી બતાવીને નહી તે રીતે દેશમાં મીડીયાને એમ નથી જણાવતા કે તમે કોંગ્રેસ પક્ષનું સંચાલન વંશવાદ કરી રહ્યે છે તેવો પ્રશ્ન ઉઠાવો!. કારણકે બાકીની ચાર આંગળીઓ પોતાની સામે આવે છે જેમાં એમ પુછવામાં આવે કે તમારા પક્ષમાં ક્યાં આંતરીક લોકશાહી પ્રથા છે?( તમારો પક્ષ અને નેતાઓ ગુજરાતમાં આગમી ચુંટણીમાં કોના હાથ હજુ મજબુત કરવા મત માંગી રહ્યો છે?)

આ માણસની નેતા તરીકેની રાજકીય કારકીદીનો નકશો જોશો તો ખબર પડશે કે તેમાં પક્ષીય લોકશાહી કે અન્યના મતને સહીષ્ણુ કરવા તેવું તેમના સ્વભાવમાં જ નથી. 'માય વે ઇઝ હાઇવે.' મોદીની નેતા તરીકેની બાદબાકી કરીને બીજેપી પક્ષનું ભાવી શું? તેનો કોણ અને કેવો જવાબ આપશે?

તેઓનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને દેશના વડાપ્રધાન તરીકેનો જગજાહેર સ્પષ્ટ રીપોર્ટીંગ છે કે તેઓએ ભાગ્યે જ પોતાની કેબીનેટ કે તેના મંત્રીઓ, વીધાનસભાકે લોકસભાની ચર્ચાને આધારે,તથા દેશના મીડીયા કે પ્રેસે સુચવેલી બાબતોને ધ્યાનમાં લીધી હશે.(Modi's remarks about party democracy contrast to his record. As chief minister of Gujarat and Prime Minister of India he is widely reported to have governed with little heed to the cabinet, legislature or media.) પોતાના પ્રધાન મંડળની બૌધ્ધીક કક્ષા સામાન્ય ( Mediocrity)  હોવાથી તે આ બધાની દલીલોને સ્વીકારે નહી તે ક્ષમ્ય છે અને સ્તુત્ય કે વખાણવાલાયક છે (Commendable).

પણ કાયમ માટે પોતાની માફક જ ચુંટણી જીતીને ચુંટાયેલા અનુભવી ને વડીલ સાથીઓને કાયમ માટે રાજ્ય કે કેન્દ્ર સરકારના કેબીનેટ કક્ષાના મંત્રીઓ બનાવ્યા બાદ નીર્ણયો લેવાની પ્રક્રીયાઓમાંથી બાકત કરવા( બાયપાસ કરવા) અને સીનીયર સરકારી અધીકારીઓ દ્રારા સરકાર ચલાવવી તે તો લોકશાહી રાજ્યપ્રથા માટે ખુબજ ખતરનાક છે. શું મોદીજીને પ્રતીનીધીત્વ માળખાની લોકશાહી રાજ્ય વ્યવસ્થામાંજ વીશ્વાસ નથી? નહેરૂજી સીવાય અને મોદી સહીત દેશના બધાજ વડાપ્રધાનોને લોકસભાની ચર્ચામાં ભાગ લેવો એ જાણે તે સંસદપર મહેરબાની કરતા હોય કે કૃપા કરતા હોય એમ તે બધાને લાગતું હશે. વધુમાં આપણા વડાપ્રધાનો સંસદમાં આવે પછી સંસદને માથે પોતાની લાંબી સ્પીચ આપે અને ત્યારબાદ સંસદના ગૃહમાંથી અલોપ થઇ જાય. આની સામે બ્રીટનના વડાપ્રધાનો  ત્યાંની સંસદ( જે વેસ્ટમીનીસ્ટર તરીકે જાણીતી છે)ના પ્રશ્નોત્તરી કલાકમાં  પોતાના સાંસદ સભ્યોએ કેવા પ્રશ્નો પુછયા છે, પ્રજાની કઇ મુસીબત કે વીડંબનાઓ છે તે જાણવા અને પછી તેનો જવાબ આપીને ગંભીર પગલાં લેવા તત્પર હોય છે. અને તેમાં પોતાની ફરજ બજાયાનો સંતોષ અને આનંદ પણ હોય છે. તેની સામે મોદી પોતાના એક બીજાહાથોની અદબવાળીને  આકાશમાં જોતા હોય તેવા ફોટા તેઓની સંસદની હાજરીમાં લોકોએ જોયા છે.

 મોદીએ ક્યારેય પ્રેસકોન્ફ્રરન્સને સંબોધી નથી. ભાગ્યેજ  કોઇને ઇન્ટરવ્યું આપ્યો છે. આ બાબતમાં મોદી નહેરૂજી સીવાયના બધાજ વડાપ્રધાનોની રૂઢીરીતીઓ પ્રમાણે જ ચાલે છે. મોદી એમ દાવો કરે છે કે તેઓના માથે દેશ ચલાવવાની એટલી મોટી જવાબદારી છે કે પ્રેસ, મીડીયા વી. સાથે વાતચીત કરવી કે વીચારોની આપ લે કરવાનો સમય જ નથી. ખરેખર તેઓને ખબર નથી કે પછી દરકાર જ નથી કે પ્રેસ સાથેનો સંબંધ અને સંવાદ સુશાસનનો એક અનીવાર્ય ભાગ છે.

 વડાપ્રધાનનો પક્ષીય લોકશાહીની હીમાયાત કરતો પ્રમાણીક સંદશો રમુજથી વધારે કાંઇ નથી. કારણકે તે એવા પક્ષના સભ્ય છે  જે પોતાના  અસ્તીત્વ માટે આર એસ એસ ઉપર પુરેપુરો આધારીત છે. જે સંસ્થામાં ક્યારેય ચુંટણી થતી નથી અને તેમાં સત્તાના હુકમો ક્યાંથી આવે છે તે હંમેશાં રહસ્યમય જ હોય છે. શું કોઇ એવી શંકા કરી શકશે કે આર એસ એસના નીર્ણયોજ બીજેપીમાં  આખરી હોતા નથી? દેશની કેબીનેટના મીનીસ્ટરની પસંદગીથી માંડીને કોઇપણ મહત્વનો નીતી વીષયક નીર્ણય ખુલ્લી કે ગર્ભીત આર એસ એસના વડીલોની મંજુરી સીવાય લેવાતો નથી. જ્યારે તે સંસ્થા બીજેપીના નેતા કે પક્ષની નીતીઓ વીરૂધ્ધ નીર્ણય કરે છે ત્યારે  લોકશાહી રીતે ચુંટાયેલ દેશના સવાઅબજની વસ્તીના પ્રતીનીધી વડાપ્રધાનને પણ પોતાના નીર્ણયો બદલવા પડે છે. અર્થતંત્ર માં જીએસટીના નીયમોમાં ફેરફારો અને બીજા નીતીવીષયક નીર્ણયો તેના જીવતાજાગતા પુરાવા છે.

      ભારતીય લોકશાહીને , એક રાજકીય પ્રથા તરીકે તથા જીવન પધ્ધતી સામે ભયંકર ખતરો ( Democracy as a way of life)  ઉભો થઇ ગયો છે. સૌથી મોટો પ્રશ્ન એ નથી કે પક્ષીય નીર્ણય પધ્ધતીમાં આંતરીક લોકશાહી નથી. તેઓના તરફથી સૌથી મોટો ગંભીર ભય અનુભવહીન, મુર્ખ, જડ, મંદબુધ્ધીવાળા અને જાડા બરછટ પોતવાળા, માણસની ભલમનસાઇ કે સારાપણા વીશે શંકાશીલ એવા દંભી રાષ્ટ્રવાદનો છે. (The great danger is crass and cynical pseudo-nationalism.) તેના ટેકામાં જે બીજા ખરાબ તત્વો એકત્ર થયા છે તે છે ક્રુર, પાશવી, ધર્મ આધારીત બહુમતીવાદ,આત્યંતીક ધાર્મીકતા, હીંદુ સમાજની ઉપલી જ્ઞાતીઓનું રાજકીય સત્તાના ઉપયોગમાં બેફામ વર્ચસ્વ, અનીયંત્રીત,પણ પ્રચંડ,પ્રબળ, ભયાવહ સામાજીક અસમાનતા આધારીત ગુનહીત વર્તનો, દેશના યુવાનોની વીકરાળ મોઢું ફાડીને ઉભેલી બેરોજગારી, સત્તા પ્રત્યે ખુશામતખોરી,કે ચાપલુસી, ભય, ધમકીઓ,અને સામાજીક હીંસાઓ વી. છે.

 દેશના દરેક વીરોધપક્ષના નેતા સામે  મોદી સરકારે  ભ્રષ્ટાચાર વીરૂધ્ધ તપાસની તોપો માંડી દીધેલી છે. જાણેકે પોતાની સત્તાધીશ પાર્ટીના નેતાઓ દુધે ધોયેલા છે. દેશની દરેકપ્રકારની ટીવી ચેનલો ચલાવતા મીડીયા ગ્રૃહો અને અખબારી આલમના માલીકી ગૃહો સતત ચીંતાજનક સ્થીતીમાં દીવસો પસાર કરી રહ્યા છે. કારણકે આ જમણેરી જુથો એક દીવાના કે પાગલ બની ગયેલા માણસની માફક કોના પર હુમલો કરશે તેની ભવીષ્યવાણી કરવી જ અશક્ય બની ગઇ છે. અને પછી તે બધાપર સરકાર તપાસ કરવાના હુકમો છોડશે. દેશના તમામ પ્રકારના બૌધ્ધીકો, તજજ્ઞનો, લેખકો, કલાકારો પણ સતત તપાસના તેમના દાયરામાં હોય છે.તેમના તૈયાર કરેલ તકેદારી મંડળના સભ્યો(Vigilantes) દા;ત ગૌરક્ષકો,એન્ટી રોમીયો સ્કોડના જુથો, લવજેહાદવાળાઓ આબધા નક્કી કરે તે બધાને સહેજ પણ દયા કરૂણા બતાવ્યા સીવાય રહેંસી નાંખી શકે છે. મારી નાંખી શકે છે. દેશમાં કાયદાનું શાસન (Rule of law) ને બદલે જે કાયદો હાથમાં લઇને ઉપયોગ કરે તેનું શાસન  ચાલે છે.

 આબધાજ દેશની લોકશાહી સામે સાચા પડકારો છે.( These are the real challenges of democracy in India.)

 

 

 

 

 


--

Tuesday, November 7, 2017

મોદી સરકાર!-- મોદી સરકાર!

કેમ તમે ચુંટાયેલા પણ ગુનાહીત કારર્કીદી ધરાવતા ધારાસભ્યો અને સંસદ સભ્યો સામે સ્પેશીઅલ કોર્ટની રચના કરી કેસ ચલાવતા નથી? સુપ્રીમ કોર્ટ ઓફ ઇંડીયા.

      આજની તારીખે દેશની વીધાનસભાઓ અને લોકસભામાં થઇને આ મહાનુભાવોની કુલ સંખ્યા આશરે ૩૩% ટકા છે. ટુંકમાં આ દેશની લોકશાહી પ્રથામાં વીધાનસભા કે સંસદમાં ચુંટાયેલો દર ત્રીજો ધારાસભ્ય અને સંસદ સભ્ય ગુનાહીત કારર્કીદી ધરાવે છે. કેમ તમે દેશમાં પેદા થયેલ રાજકારણી નેતા અને ગુનેગારોની ટોળકીની સાંઠગાંઠને તોડવા માંગતા નથી? કેમ તમે લોકપ્રતીનીધી ધારામાં (a provision in the Representation of the People Act) જેનો ગુનો સાબીત થઇ ગયો હોય તેમ છતાં તે ધારાસભ્ય કે સંસદ સભ્ય તરીકે પોતાના પદ પર ચાલુ રહી શકે છે તે કાયદાને રદબાતલ કેમ કરતા નથી? બહુમતી તો છે પછી  તમને લોકપ્રતીનીધી ધારાની સદર કલમને રદબાતલ કરતાં કોણ રોકે છે? મોદી સરકારની સુપ્રીમ કોર્ટે એ દલીલને સ્વીકારી નથી કે  તે અમારી એટલે કેન્દ્ર સરકારની જવાબદારી નથી પણ રાજ્ય સરકારની જવાબદારી છે.(વધુમાં માહીતી માટે દેશના ૧૮ રાજ્યોમાં તો બીજેપીની સરકારો રાજ્ય ચલાવે છે.) સુપ્રીમ કોટે વધુ મોદી સરકારને આડેહાથ લેતાં પુછયું છે કે તમે રાષ્ટ્રીય ચુંટણી પંચની દરખાસ્ત કે જે એમ સુધારો કરવા માંગે છે કે જેનો ગુનો સાબીત થયેલો છે તે નેતા કે મતદાર  જીંદગીભર ચુંટણી નહી લડી શકે તેવું બીલ સંસદમાં લાવીને કેમ કાયદો પસાર કરતા નથી?

રાજ્યકર્તાઓની સંવેદનશુન્યતા, લાપરવાહી કે  ઉદાસીનતા આ મુદ્દે એમ સાબીત કરે છે ન્યાયતંત્રની સક્રીયતા કે ( Judicial activism) ની વાત દંભી છે. શું રાજકારણનું ગુનાહીતકરણ દરેક રાજકીય પક્ષના હીતમાં જ છે? શું અત્યારે ચુંટણી જીતવા ફક્ત બે પરીબળો પુરતા છે?  એક નાણાં કોથરી અને બીજુ બાહુબળ ( મનીપાવર અને મસલ્સ પાવર).

એસોસીયેટેડ ઓફ ડેમોક્રેટીક રીફોર્મ નામની સંસ્થાએ જે તે સમયે ઉમેદવાર તરીકે  પોતાના ચુંટણી ફોર્મમાં પોતે જણાવેલું કે સાહેબ! કેટલા ફોજદારી ગુનાઓમાં સંડોવાયેલા છે તેને આધારે નીચેનું તારણ કાઢેલું છે. દેશભરમાંથી ચુંટણી જીતીને જે ધારાસભ્યો કે સંસદ સભ્યો કાયદો ઘડનારાઓ તરીકે વીધાનસભા કે સંસદમાં બીરાજમાન છે તેમાંથી કુલ ૧૫૮૧ સામે ક્રીમીનલ ગુનાઓ માટે એફ આઇ આર દાખલ થયેલી છે.  આ લોકપ્રતીનીધીઓ સામે ફોજદારી ગુના બે પ્રકારના દાખલ થયા છે. એક જેમાં તે બધા ખુન, લુંટ, બળાત્કાર, સ્રીઓ સામે ગુનાઓ અને બીજા બીન–ફોજદારી ગુનાઓ રાજકીય વીરોધ કરવા ૧૪૪મી કલમને આધારે થયેલા ગુનાઓ. સારા, યોગ્ય રાજકીય નેતાઓ અને ક્રીમીનલ રેકોર્ડ ધરાવતા રાજકારણીઓને, બંનેની એકબીજામાં ભેળસેળ થવા દેવી પ્રજાના હીતમાં બીલકુલ નથી.

 એસોસીયેટેડ ઓફ ડેમોક્રટીક રીફોર્મ સંસ્થાએ આ બધા ઉમેદવારોના ફોર્મસની ચકાસણી કરતાં એવું ચોંકાવનારૂ અને આઘાતજનક તારણ કાઢયું છે કે દેશમાં દરેક નવી ચુંટણીમાં ગુનાહીત કારર્કીદી ધરાવતા રાજકારણીઓની તેવી ગુણવત્તા નહી ધરાવતા રાજકારણી કરતાં બે ગણી જીતવાની શક્યતાઓ  વધારે હોય છે. બીજુ તે સંસ્થાનું તારણ છે કે આ ગુનાહીત કારર્કીદી ધરાવનાર રાજકારણી ઉમેદવાર પેલા ચોખ્ખી કારર્કીદી ધરાવનાર રાજકારણી ઉમેદવાર કરતાં સહેલાઇથી ચુંટણી એટલા માટે જીતી શકે છે કે સરકારી બાબુઓને પણ તેમનાં કામો કરવામાં મઝા આવતી હોય છે! લોકો આવા બાહુબલીઓને જ પછી વીજેતા બનાવે ને.

 દેશની જનતાએ જ્યારે  ગુનાહીત  નેતૃત્વ અને રાજકારણ બંને એકબીજામાં ભેળસેળ થઇ જાય ત્યારે ક્યાં સારા સરકારી વહીવટ માટે (good governance) કોની પાસે જવાનું? તારીખ ૩જી નવેંબરના ટાઇમ્સ ઓફ ઇંડીયા,આ તંત્રી લેખમાં વધુ દલીલ કરે છે કે ગુનાહીત રાજકારણીઓ માટેની સ્પેશીઅલ કોર્ટની રચના અને ફોજદારી ગુનો સાબીત થઇ ગયેલા ધારાસભ્ય કે સંસદ સભ્યની જીંદગીભર ચુંટણી ન લડી શકે તેવો લોકપ્રતીનીધી ચુંટણીધારામાં સુધારો, ચોક્ક્સ રાજકીય પક્ષોને આવા માણસોને ટીકીટ નહી જ આપવામાં મજબુર કરશે. આજના આ મુદ્દે જે સે થે રાજકારણને ચાલુ રાખવાને બદલે  ગુનેગાર–નેતાની સાંકળને તોડવા માટે  મોદી સરકાર !દેશની સર્વોચ્ચ અદાલતના ચુકાદાને અમલમાં મુકો. ( સૌં ટા.ઓફ ઇ. ૩–૧૧–૧૭ ના તંત્રી લેખનો ભાવાનુવાદ.)

 

 

 

 

Saturday, November 4, 2017

શું ઘરડા ગાડાં વાળી શકે? શીવ વીશ્વનાથન.

શું ઘરડા ગાડાં વાળી શકે? શીવ વીશ્વનાથન.

( શીવ વીશ્વનાથન, નીવૃત રાજ્યશાસ્રી છે. હાલ તે ચેન્નાઇમાં રહે છે. પોતાનો  શૈક્ષણીક અભ્યાસ દીલ્હી યુની. અને  વ્યવસાયી જીવન દીલ્હીમાં રાજ્યશાસ્રના ક્ષેત્રે વૈશ્વીક કક્ષાએ સુપ્રસીધ્ધ " સેન્ટર ફોર સ્ટડી ઓફ ડેવલપીંગ સોસાયટી સી ડી એસ"માં પસાર કરેલ છે. આ સેન્ટરના આધ્યસ્થાપક પ્રો. રજની કોઠારી તેમના બૌધ્ધીક મેન્ટર હતા તેવું  તેઓએ રજનીભાઇની શ્રધ્ધાંજલીમાં લખ્યુ હતું. આ લેખ તેઓએ પોતાની વાત એક વડીલ પણ શાણપણથી પરીપક્વ તેવા સજ્જનના મુખે કહેવડાવી છે. જેનો ટુંક સાર અત્રે રજુ કરેલ છે.)

શીવ– આ દેશના રાજકારણને બીજેપીએ શુષ્ક, આશાવીહીન અને સુનકાર બનાવી દીધું છે. નોટબંધી અને જીએસટીએ તો દેશમાં સામજીક અને આર્થીક અંધાધુધી ફેલાવી દીધી છે. આપણા તમીલ રાજ્યમાં તો તેની સામે કોઇ રાજકીય પક્ષ તરફથી વીરોધ પણ થતો નથી. સને ૨૦૧૪ પછી રાજકારણ એટલે ફક્ત દેશના નાગરીકો માટે નેતાઓના સતત શબ્દોના આડંબરથી ભરેલ ભાષણો અને ગર્જનઓ સીવાય બીજુ કશું જ નહી. મારી સામે બેઠેલા વડીલના મોંઢાપર કોઇ જાતની લાગણી કે આવેગો જોવાના મળતા ન હતા. તે તો ફક્ત બીસ્કુટના ટુકડા ખાવામાં અને બ્લેક કોફીની ધીમી ધીમી ચુસ્કીઓ ભરવામાં જ મસ્ત હતા. મારી દલીલો અડધો કલાક સુધી સાંભળ્યા પછી વડીલ ઉવાચ!

વડીલ– તે બધા સામે વીરોધ તો શરૂ થઇ ગયો છે. તને ખબર છે ખરી કે હમણાં જ ગીતકાર એ. આર. રહેમાને, નોટબંધી " ડીમોટાઇઝેશન" પર એક સરસ ગીત કંપોઝ કરેલ છે.

શીવ– તમે ગંભીરતાથી વાત કરો છો? ("Are you serious?") તે ખુબજ માર્મીકતાથી હસ્યા!

વડીલ– જુઓ! રહેમાન, તમને રસ્તો બતાવે છે. મુક્ત રીતે વીચારો! બીજેપી વીખરાઇ જશે! તેણે મારી આંખોમાં બીજેપી પ્રત્યેની જે પારાવાર ઘૃણા છે તેને વડીલે શંકાશીલ રીતે નીરખી.

 વડીલે– વધુમાં બીજેપી અંગે પોતાનું નીરીક્ષણ કહ્યું કે, બૌધ્ધીક રીતે તે હલકી કક્ષાની વીચારો પર અવલંબીત (mediocre)રાજકીય પાર્ટી છે. આ દેશની બહુમતી પ્રજા જે નવા વીચારો અને નવા પરીવર્તનો સ્વીકારવા તૈયાર નથી તે બધાએ આ પાર્ટીને જીવતી રાખેલી છે. તે પ્રજા પોતાના અપ્રસતુત થઇ ગયેલા વીચારો, હીતો, વર્તનો અને રૂઢીરીવાજો સીવાય દુનીયામાં બીજા અનેક વીકલ્પો શક્ય છે, ઉપલબ્ધ છે, તે સ્વીકારવા જ તૈયાર નથી.

    શીવ. તું તારા જ્ઞાતી આધારીત અને ચુંટણી લક્ષી રાજકારણની માનસીકતામાંથી બહાર નીકળ! બીજેપીની સફળતા એ દેશના મધ્યમ વર્ગની લઘુતાગ્રંથી, સામાજીક રીતે નીષ્ફળતાનો ભય અને પૌરાણીક સંસ્કૃતીના ખોટા, કે માની લીધેલા ગૌરવ પર સંપુર્ણ આધારીત છે. આ બધા પર આધારીત તેમના આડંબરીત ભભકો કે ડોળ તથા અણીયારા સ્થાનને રાષ્ટ્રવાદના નામે ઓળખાવે છે.

 વડીલ– પોતાના બીજેપીના પૃથ્થકરણમાં ધારદાર રીતે આગળ વધે છે. "  જુઓ અહીંયા એક પાર્ટી એવી છે કે દેશમાં તેની પાસે  ભુતકાળમાં કોઇ મહાન જમણેરી વીચારવાળા નેતા જ ન હતા. આવા મહાન નેતા વીનાના આ વંચીતો બીજાના નેતો જેવા કે સરદાર વલ્લ્ભભાઇ પટેલ, મહાત્મા ગાંધીજી ( સ્વચ્છતા અભીયાનના પ્રતીકમાં ગાંધીજીના ચશ્મા) અને ભગતસીંહને ચોરી લઇને પોતાના નેતા હોય તે રીતે પોતાની રાજકીય મુડી બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ("Here is a party that does not even have great leaders and is so bereft that it tries to steal Bhagat Singh, Gandhi and Patel.")

વધુમાં વડીલ જણાવ્યું કે તને મનોવીજ્ઞાનમાં વ્યક્તીના વ્યક્તીત્વને(પર્સનાલીટી) ઓળખવા માટે જે રોરશાચ પર્સનાલીટી ટેસ્ટ(Rorschach a personality test ) જેમાં ભય બતાવીને બીજાને હરાવી શકાય છે તેવું જ કામ બીજેપી કરી રહી છે.

 શીવ– આર એસ એસ અને અમીત શાહનું શુ?

વડીલ– હસતાં હસતાં કહ્યું કે આર એસ એસની શાખાઓ તો તેમની અબૌધ્ધીક અને નીમ્નપ્રકારની વીચારસરણીને શેરીના હેતુવીહોણા ટોળાને ભેગા કરવાની પ્રવૃતી છે.

("A shakha is a lumpenisation of mediocrity. It is ideology at its worst." )

વડીલે ફરીથી વધુમાં જણાવ્યું કે તમે જ્ઞાતી અને ચુંટણીલક્ષી રાજકારણને ભુલી જાવ. કલ્પના કરો કે તમે કોંગ્રેસ પાર્ટી જે નકામો એક અવશેષ બની ગઇ છે તેને સમી સુધરી કરવા રાહુલ ગાંધીની નજરે જોઇ રહ્યા છો. તમે કેવી રીતે આપક્ષને સુધારી શકવાના છો? તે કામ તમે વર્તમાન કોંગ્રેસમેન જેવાકે સચીન પાયલોટ કે શશી થરૂર જેવા નેતાઓથી પાર્ટીને સજીવ કે ધબકતી બનાવી શકશો નહી.  તે બધા અમીત શાહ કે આદીત્ય્નાથ સામે  લોકમત ઉભો કરવા પાંચ મીનીટ પણ ટકી શકે તેમ નથી.તેઓ ઇંડીયા ઇન્ટરનેશનલ સેન્ટરના રાજકારણમાં ચાલે તેમ છે. કોંગ્રેસના પુન; ઉત્થાન માટે નવાપ્રકારની નસલ જે નવી ભાષામાં પોતાના વીચારો રજુ કરે તે જોઇએ છીએ.

 બીજેપીની સફળતા તેના મધ્યમ વર્ગીય લઘુમતી ગ્રંથીની આજુબાજુથી ઉભી થયેલી છે. તમે એક લીસ્ટ બનાવો કે બીજેપીની નીતીઓ કેવી રીતે સામાન્ય પ્રજાથી વીમુખ, વીશ્વાસઘાતી છે. જવાબમાં હીંદુત્વ, ઓબીસી, વીકાસ વી માં તેનો પડઘો નહી પડે. શાંતીથી વીચારો!

વડીલે તેના ચોથા કપમાંથી ચુસકી ભરવા માંડી, જાણે કે કોફી તેઓની જીંદગીને અનંતકાળ સુધી ટકાવી રાખવા માટેનું અમૃત હોય!

વડીલ– આ સંદર્ભમાં દેશના નકશાને નવેસરથી જોવો પડશે. તેને સીધો સંબંધ નોટબંધી અને દેશના અર્થતંત્ર સાથે છે. મને ચોક્ક્સ વીશ્વાસ છે તે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે બીજેપી સામે નવાજ પ્રકારનો વીરોધ દેશમાં જરૂરથી ઉભો કરી શકો. કેવી રીતે!

 બીજેપીની પહેલી દુ;ખદ સ્થીતી એ છે કે તેણે દેશના સમગ્ર ખેતીક્ષેત્રથી પોતાની જાતને સંપુર્ણ વીમુખ બનાવી દીધી છે. તે એક એવો પક્ષ છે જે ગાયને પ્રેમ કરે છે, નદીઓને પુજે છે પણ અર્થતંત્રના બીજા ક્ષેત્રોની સરખામણીમાં ખેતીને ધીક્કારે છે. ખેતીની પડતી અને તેની સાથે જોડાયેલી જીવન પધ્ધ્તીને આ પક્ષે ધીમું ઝેર આપીને તોડી નાંખી છે. ખેતીની જમીનને વીકાસના નામે સંપાદન કરવાની સતત નીતીએ બીજેપી પક્ષે દેશમાં એક નવા હીતવાળો મતવીભાગ બનાવી દીધો છે.

ખેતી ક્ષેત્રની વાત–

બીજેપી સરકાર અને તેની પક્ષીય પાંખને ખેતી અને ખેત આધારીત જીવન પધ્ધતી શું છે તેની લેશ માત્ર ખબર જ નથી.  આર એસ એસ અને બીજેપીનો પક્ષીય ઉછેર ફક્ત બે જ મુદ્દા ' લઘુમતી કોમ પ્રત્યેના ધીક્કાર' અને ભારતના પૌરાણીક વારસાનો જીર્ણોધ્ધારમાંથી વીક્સેલો છે. મોદી સરકાર એવી નીતીઓ પર મુસ્તાક છે કે 'ટેકનોલોજી' દેશના ખેડુતોના આપઘાતનો વીકલ્પ છે.' તે વીચારી શકતી જ નથી કે દેશનું ખેતીક્ષેત્ર એ તો તેની જીવન પધ્ધતી છે.(A way of life)  દેશના દરેક રાજ્યોના ખેડુતોને ખબર પડી ગઇ છે કે આ સરકારના બધાજ પ્રયત્નો ખેતીક્ષેત્ર તથા ખાસ કરીને તેના નાના ખેડુત–સમુહનો સર્વપ્રકારનો વીનાશ કરવા મેદાને પડી છે. નાના ખેડુતની ખેતીને તેણે સંપુર્ણ બીનનફાકારક બનાવી દીધી છે.( They had made agriculture unviable, This regime has little sense of farm or farming and thinks technology is the solution to agricultural suicides.) મોદી તંત્રને ઓળખવા માટે ખેડુતોના આપઘાત પ્રત્યે જે નફ્ફ્ટ, લાગણીવીહીન અને બેદરકાર ભર્યું વલણ બતાવ્યું છે તે પુરતું છે.

મને એકદમ ખબર પડી ગઇ છે કે મોદીની મુર્ખામીભરી આધુનીકતાની દોડ( બુલેટ ટ્રેઇન)થી ભારતનું સદીઓથી જેનું અસ્તીત્વ ટકી રહ્યું છે તે સામાજીક માળખાને તોડી નાંખવાનો છે. નોટબંધી તે દેશની અસંગઠીત અને પરંપરાગત આધારીત ખેતીને વ્યવસ્થીત રીતે તોડી નાંખવાનો મોદી સરકારનો સંગઠીત પ્રયાસ છે. આ ઉપરાંત નોટબંધીએ ખેતમજુર જે દૈનીક આવકપર જીવતો હતો તેને, પરપ્રાંત–રાજ્યમાંથી આવતા મજુરોને, ધાબાવાલા,દેશી પણ કુશળઉધ્યોગો જેવા કે ભરતકામ, પીત્તળના વાસણો પર નક્ષીકામ કરનારા કારીગરો ઉપરાંત કાપડ ઉધ્યોગના છુટક કારીગરોને મરણતોલ ફટકો માર્યો છે. તે બધાની આર્થીક પ્રવૃતીઓ સરળ અને સંપુર્ણ રોકડ દૈનીક વેતન પર આધારીત હતી તેને નોટબંધીએ ખલાસ કરી નાંખી છે.

દેશના યુવાનો, (પણ તેવા આશાસ્પદ રાષ્ટ્રવાદી યુવાનો નહી જે આઇ આઇ ટી અને આઇ આઇ એમ વી. ડીગ્રી સ્રર્ટીફીકેટની ગ્રીન કાર્ડ લેવા રાહ જોઇને બેસી રહ્યા છે) એટલે જે સ્કુલ કોલેજ માં ભણે છે,ડીગ્રી મેળવે છે પણ જે ડીગ્રીથી રોટલો મેળવવો બીલકુલ અશક્ય છે તેવા યુવાનો.. દેશના યુવાનોની બેકારી કેવી બીહામણી ,ભયાનક અને મૃત્યુ તરફ ધકેલનારી છે તેનો સહેજ પણ અંદાજ મોદી અને બીજેપીની સત્તારૂઢ કંપનીને લેશ માત્ર નથી.

 તે પોતાના બજરંગ દળના સભ્યોનો પોતાની સામેના વીરોધોને કચડી નાંખવા અસામાજીક અને ગેરકાનુની રીતે ઉપયોગ કરે છે. પણ આ ગેરમાર્ગે દોરાઇ ગયેલા યુવાનોને ગૌરવભરી નોકરીઓ કેવી રીતે આપવી તે આવડતું નથી. આ એવી સત્તા છે જે પોતાની સામેના વીરોધ ને સહી શકતી નથી. કારણકે વીરોધી રજુઆતમાં પોતે લીધેલા પગલાં અને નીતીઓના વીકલ્પ હોય છે. સત્તાધીશોએ ખાસ યાદ રાખવાની જરૂર છે કે 'બેકારોની ફૌજ' ક્યારેય ગ્રાહકો  બની શકે નહી. " તમારા વીકાસ મોડેલે કદાચ જો કોઇ માલ ઉત્પન કરેલો હશે તો તેને ખરીદનાર ગ્રાહક તો જોઇશે ને" !

 લઘુમતીઓ–

 હું, એકદમ વડીલની વાતોથી આ સમયે બીલકુલ દીગ;મુઢ બની ગયો. આ વડીલ તો કોઇક નવાજ પ્રકારનું મોદી–બીજેપી સામેના વીરોધનું મોડેલ બતાવી રહ્યા છે. તે આ કે તે સામાજીક, ધાર્મીક કે જ્ઞાતી આધારીત જુથોને બદલે એક નવાજ પ્રકારના વીકલ્પનો વીચાર મુકે છે. વડીલે તો લઘુમતીના ખ્યાલને એક ચોક્કસ ઘટના બતાવીને દેશના બીમાર લઘુમતીઓના સમુહના સંખ્યાબળને સમગ્ર ઉપખંડ જેટલી વસ્તી તેમાં સમાઇ ગઇ હોય છે તેવું સ્પસ્ટ રીતે બતાવી દીધું. આમ મોદી સરકારે, તો આ બધા જુદાજુદા સમુહોને, જેવાકે નાના ખેડુતો, સર્વપ્રકારના અસંગઠીત મજુરો, નાના કુશળ કારીગરોનો સમુહ, નાના ઉધ્યોગો, અને ડીગ્રી સર્ટીફીકેટવાળા બેકાર યુવાનોની ફોજ વી. બધાને વ્યવસ્થીત રીતે પોતાની નોટબંધી અને જીએસટીની નીતીઓથી પાયમાલ કરી દીધા છે.

બીજેપીએ આમ નાગરીક સમાજને તોડી નાંખીને તેનો વીકલ્પ જાણે આર એસ એસ અને તેની શાખાઓ હોય તેમ વીચારીને વર્તન કરવા–કરાવવા માંડયું છે. નાગરીક સમાજને અને તેની કોઇપણ નાગરીક લક્ષી વીચારો અને પ્રવૃતીઓને, બીજેપીએ રાષ્ટ્ર વીરોધી લેબલનો સીક્કો મારી દીધો છે. નાગરીકો એટલે રાજ્યના સત્તાકીય હીતો માટેના ફક્ત સાધનો! 

 વડીલે થોડોક વીરામ લઇને વધુમાં વાત કરી કે – અજંપાગ્રસ્ત દેશના કૃષીતંત્રની અસંખ્ય પ્રજા, અસંગઠીત કામદારોનો અર્થતંત્રમાંનો સમુહ, શીક્ષીત બેકારોની ફોજ અને પ્રભુત્વહીન બનાવેલો નાગરીક સમાજ, આબધા જ વંચીતો છે તેમાંથી નવી કોંગ્રેસની કેડર બનાવો. બીજેપી તો દેશના પૌરાણીક કાળ અને તેના ટેકાવાળા સત્તાના સમીકરણો જે આઉટડેટેડ બની ગયા છે તેને પાછા લાવવા માંગે છે. કારણકે આજને તબક્કે તો દેશમાં બધાજ પ્રકારની મહેનતકશ પ્રજાના સર્વપ્રકારના જીવન જીવવાના સાધનોને (destruction of livelihoods) ખલાસ કરી નાંખ્યા છે. અને દેશ સંગઠીત હીંસાના અનેક સ્વરૂપમાં ક્રમશ; ગરકાવ થઇ રહ્યો છે.

 છેલ્લે આપણો વડીલ કોફી ટેબલ પર જ સુઇ ગયો. ( સૌ. (Courtesy of Mail Today)

 

 

 

 


--

Wednesday, November 1, 2017

જમણેરી વીચારસરણી કેમ અસંસ્કૃત,અત્યાચાર કરનારી અને સ્રી પ્રત્યે દ્વેષભાવ રાખનારી છે?


 
  જમણેરી વીચારસરણી કેમ અસંસ્કૃત,અત્યાચાર કરનારી અને સ્રી પ્રત્યે દ્વેષભાવ રાખનારી છે?  તેની પાછળના મનોવૈજ્ઞાનીક કારણો કયા કયા છે? – અશોક સ્વઇન.(The writer is professor of Peace and Conflict Research at Uppsala University, Sweden.)

આ દેશમાં આપણને સૌ ને સારી રીતે માહીતી છે કે છેલ્લા કેટલાય સમયથી હીંદુત્વ આધારીત વીચારસરણીને વળેલું જુથ, જેને બૌધ્ધીક રીતે ' જમણેરી જુથ' તરીકે ઓળખવામાં આવે છે તે સોસીઅલ મીડીયા, એટલે કે ફેસબુક, ટવીટર, વોટસઅપ, મેસેંજર વી પર જેને સજ્જન ભાષામાં –  ' અશીષ્ટ ' કહીએ તેવી પોસ્ટ પોતાના બચાવમાં મુક્યા કરે છે. કેમ? તેમાંના મોટાભાગના લોકો પોતાના જીવનમાં ધાર્મીકરીતે ચુસ્ત પણ પોતાને ખુલ્લા પાડયા સીવાય અનામી કે પછી બનાવટી નામેની પોસ્ટ કરતા હોય છે. જ્યારે કેટલીક જાણીતી નામાંકીત વ્યક્તીઓ કોમી લાગણીઓ ઉશ્કેરાય તેવી બીલકુલ આક્રમક પોસ્ટ સોસીઅલ મીડીયાના ઉપર જણાવ્યું તે બધા માધ્યમો દ્રારા મુકે છે. એવું બીલકુલ નથી કે આવી અશીસ્ટ પોસ્ટ મુકનારા હીંદુત્વના ટેકેદારો ઓછું ભણેલા હોય છે.અને એવું પણ નથીકે તે બધા ટેકેદારો ફક્ત સોસીઅલ મીડીયા પર જ આવી પોસ્ટ મુકે છે.
       મારા હીંદુત્વના રાજકારણની ટીકાઓને  અશીષ્ટ રીતે નીયમીત વીરોધ કરનારા વીશ્વભરની જુદી શૈક્ષણીક સંસ્થાઓમાં કામ કરે છે. પણ તે બધા વીરોધ કરનારા મુળવંશીય ભારતીય બૌધ્ધીકો છે. તેમાંથી ઘણાબધા સાથે મેં અભ્યાસ કર્યો છે તેમજ સાથે કામ પણ કર્યું છે. આ ઉપરાંત બૌધ્ધીક  રીતે તે બધાને મદદ પણ કરેલ છે. હાલમાં હું સ્વીડનમાં રહું છું ત્યાં મને આ બધામાંથી કેટલાક સુગચડે તેવી બીભત્સ, અશ્લીલ. ત્રાસદાયક કે અધમ કક્ષાની ઇ–મેઇલસ મોકલે છે. મને દેશદ્રોહીના લેબલથી નવાજ્યો છે. સ્વીડનની ઇન્ડીયન એમ્બેસી અને અન્ય સ્થળોએ પણ ભારતીય સત્તાવાળાઓ સમક્ષ આ બધાએ મારી વીરૂધ્ધ ફરીયાદ કરી છે. જ્યારે હું આ અંગે વીચાર કરૂ છું ત્યારે એમ મહેસુસ થાય છે કે શું ઉચ્ચ અભ્યાસ કરીને સારૂ સ્થાન પ્રાપ્ત કરેલા ભારતીય બૌધ્ધીકો આવી નાજુક અને સુંદર કોમેન્ટ પણ પસાર કરી શકે છે!

 એ સામાન્ય હકીકત છે કે બૌધ્ધીકો, વૈચારીક રીતે  ઉદારમતવાળા ડાબેરી વલણ ધરાવનારા હોય છે. ઉદારડાબેરી વલણ તે બધાને કરૂણા, દયા અને  સમતાવાદી વ્યક્તીગત ધોરણે બનાવે છે. આ બધા મુલ્યો તેમના અંગત અને જાહેર વર્તનમાં સહજતાથી આમેજ થયેલાં હોય છે. જ્યારે જમણેરીઓ  રૂઢીચુસ્તતા અને જે સે થે વાદી હોય છે. પુરાપર્વથી ચાલી આવતા સામાજીક અન્ય વ્યવસ્થાઓને ટકાવી રાખવાના તરફેણ કરે છે.. જમણેરી બૌધ્ધીકોના વલણો રૂઢીચુસ્તાને ટકાવવા તે બધાને ઉગ્ર હીંદુત્વવાદી બનાવે છે. તે તેમને અશીષ્ટ વર્તન. વીચાર અને કાર્ય તરફ ઢસેડી જાય છે.

જ્યારે ઉચ્ચ શીક્ષણ સામાન્યરીતે સામાજીક ઉદારવાદી બનાવે છે. બીજાના વીચારો અને મતો પ્રત્યે ખુલ્લાપણુ વીકસાવવામાં મદદ કરે છે, પ્રોત્સાહીત કરે છે. બ્રીટનમાં તાજેતરમાં થયેલા સર્વે મુજબ આઠમાંથી દસ પ્રોફેસરો ડાબેરી ઉદારમત ધરાવતા હતા.

 યુનીવર્સીટી કક્ષાએ સામાજીક વીધ્યાશાસ્રો તથા માનવવીધ્યાઓ કે સાહીત્ય વીધ્યાઓમાં ભાગ્યેજ કોઇ જમણેરી બૌધ્ધીકતા ધરાવનારા મળે! બીજું સામાન્ય રીતે ઉદારમતવાદી ડાબેરી વીચાર ધરાવનારા વ્યવસાયીક રીતે તે એકેડેમીક લાઇફ જ પસંદ કરે છે. બીજીબાજુ એકેડેમીક વાતવરણ પણ એવુંજ હોય છે જે સામાન્ય રીતે જમણેરી વીચારો અનેવલણોને પસંદ કરતું નથી.

 રાજકારણમાં જમણેરી વીચારસરણીવાળા રાજકીય નેતાઓને લોકો પેલા ડાબેરી ઉદારવાદીઓ કરતાં વધારે પસંદ કરે છે. જમણેરી નેતાઓની બોડી લેંગવેજ પણ પેલા બધા કરતાં વધુ આકર્ષક હોય છે. જમણેરી તરફી સ્કોલર્સ વધારે બૌધ્ધીકરીતે સજ્જ હોય છે. પણ એકેડેમીક જગતમાંતો ડાબી તરફ ઢળેલા સ્કોલર્સ જ વધારે આકર્ષક મનાય છે. તાજેતરના અભ્યાસ મુજબ જમણેરી લોકો બૌધ્ધીક ગુણાંક માપનમાં ઓછા હોય છે. કેમ? શા માટે? કારણકે તેઓ હંમેશાં રૂઢીચુસ્ત વીચારસરણીને પસંદ કરે છે.. તે વીચારસરણી વર્તમાન સામાજીક ,રાજકીય અને આર્થીક માળખાને ટકાવી રાખવામાં માને છે. આ જમણેરી લોકો બીજા અન્ય સામાજીક, ધાર્મીક,  જાતીય અને વંશીય સમુહો સાથે ઓછામાં ઓછો સંબંધ રાખે છે. તેમની એવી માન્યતા હોય છે કે તેવા સંબધો બોજારૂપ અને અન્યરીતે નુકશાનકારક(નફાકારક નહી) હોય છે. જેમાં મેળવવા કરતાં ગુમાવવાનું વધારે હોય છે. સામાજીક રીતે રૂઢીચુસ્ત વીચારસરણીના ઘણા બધા લક્ષણો બીજા સામાજીક સમુહો પ્રત્યે સખત પુર્વગ્રહયુક્ત વલણો રાખે છે. આવા પુર્વગ્રહોનું પછી એક વીષચક્ર બની જાય છે. તે વીષચક્ર તેના વીરોધી પરીબળોને અતીક્રમી જાય છે.આજે ભારતમાં જમણેરી પરીબળોએ ઉભી કરેલી ક્રાંતી (Right wing revolution) તેનું પરીણામ છે. મારા મત મુજબ ફક્ત મંદબુધ્ધી વાળો માણસ જ એવી માન્યતા ધરાવી શકે કે તે દેશની ૮૦ ટકા વસ્તીનો એક ભાગ હોવા છતાં તે અસલામત છે.         ખરેખરતો આ બહુમતી વસ્તીએ જ આઝાદી પછીના ૭૦ વર્ષમાં વીકાસના ફળો પોતાના રાજકીય અને આર્થીક પ્રભુત્વને કારણે વહેંચી લીધા છે. ઉપરની ચર્ચાનું તારણ એ છે કે રૂઢીચુસ્તતા અને બૌધ્ધીકતાને વ્યસ્ત સંબંધ છે. અથવા તે બંને એકબીજાની આમને સામને છે. પરંતુ કોઇ એવું તારણ પણ ચર્ચાનું ન કાઢી લે કે બધાજ જમણેરી બૌધ્ધીકો બુધ્ધી વીનાના અને બધાજ ઉદારમતવાદી ડાબેરીઓ હોંશીયાર કે સ્માર્ટ છે.બંને પક્ષે અપવાદો હોઇ શકે પણ સામાન્ય પ્રવાહ તો ઉપર મુજબની ચર્ચા પ્રમાણેનો જ રહેવાનો. જમણેરીઓ પોતાના લખાણોમાં અને સોસીઅલ મીડીઆના ઉપયોગમાં લઘુમતી વીરોધી અભીપ્રાયો ખુલ્લંમ ખુલ્લા પ્રદર્શીત કરવામાં તેમને કોઇ છોછ નથી. આવા લોકો ફક્ત પોતાના પુર્વગ્રહો આક્રમક રીતે સોસીઅલ મીડીયામાં લખતા નથી પણ સાથે સાથે અશીષ્ટ ભાષામાં લઘુમતીઓના સામાજીક–ધાર્મીક રીવાજો માટે પણ અભદ્ર ભાષા  મીડીયામાં વાપરે છે.આ બધા જમણેરીઓને ભારતના ઇતીહાસ અને દેશની વીવીધતામાં જે એકતા સદીઓથી ટકી રહી છે તેની સંપુર્ણ માહીતી છે. તેમ છતાં ઇરાદાપુર્વક તે બધા વીરોધાભાસી તથ્યોનો ઉપયોગ કરે છે. તેઓ પોતે નવી બનાવટી હકીકતો ને આંકડાઓને પેદા કરેછે. તેઓને બધાને હીંદુત્વ બ્રાન્ડના એક નેતા, એક ધર્મ અને દેશની એજ ભાષા હોવી જોઇએ તે પ્રકારની માનસીકતાની રચના કરવા મચી પડેલા છે. આ માટે તે જાહેરમાં લોકશાહી વીરોધી અસહીષ્ણાતાને ટેકો આપે છે. અને હિંદુત્વ વીરોધી અવાજને સમાજનો સદીઓથી ચાલુ રહેલો સામાજીક વ્યવસ્થાનું ( social  order) માળખું તુટી જશે  તેવો માનસીક ભય બતાવીને દબાવી દે છે. રાષ્ટ્રીય સલામતી ના નામે આ જમણેરી તત્વો મયન્મારથી (બ્રહ્મદેશથી) શરણાર્થી તરીકે આવેલા નાના બાળકો અને સ્રીઓને આંતકવાદી તરીકે ઓળખાવે છે.આ બધા જમણેરી ટેકેદારોમાં બૌધ્ધીકતા ઓછી હોવાથી તે અસંસ્કૃત,અત્યાચાર કરનારા અને સ્રી પ્રત્યે દ્વેષભાવ રાખનારા છે. (It is not unexpected from right-wing supporters with low intelligence to be openly uncivil, abusive and misogynistic.) જ્યારે આ બધા ઉચ્ચ શૈક્ષણીક લાયકાત ધરાવનારા જમણેરીઓ, ઘોડાની આંખે પહેરેલા ડાબલામાંની માફક જુએ છે ત્યારે તેઓ તેમની રાજકીય માનસીકતા જ છતી કરે છે. રાજકીય માનસશાસ્રીઓએ કરેલા છેલ્લા પંદર વર્ષ ઘણા બધા સર્વે એવું સાબીત કરે છે કે  જમણેરી રૂઢીચુસ્તો અને ડાબેરીતરફી ઉદારમતવાદીઓનું વ્યક્તીત્વ અને માનસીકતાની કક્ષા બીલકલ ભીન્ન ભીન્ન હોય છે.

જમણેરી રૂઢીચુસ્તોની ચીંતન કે મનન કરવાની પધ્ધતી તદ્દન અલગ હોય છે. વીશ્વમાં  જુદી જુદી પ્રયોગશાળામાં અને જુદી જુદી પધ્ધતીઓ અને ટેકનીક્થી (a variety of methodological techniques) કરેલ પરીણામોનું તારણ છે કે જમણેરી લોકોમાં નકારાત્મક પુર્વગ્રહોનુંપ્રમાણ(a huge negative bias) ભરપુર હોય છે. સામાજીક રૂઢીચુસ્તો માનસીક રીતે સરળતાથી પોતાના વાતવરણમાં સહેલાઇથી ઉશ્કેરાટ, ઘૃણા વી. સર્જી શકે છે. અગાઉ જણાવયું તે પ્રમાણે તેઓ  જડબેસલાક સામાજીક ઓડર અને તેના આધારીત ચોક્કસતાના ટેકેદાર હોય છે. પણ તેઓ કોઇપણ પ્રકારના પરીવર્તન માટે અસહીષ્ણુ હોય છે. તેઓ કાલ્પનીક કે માની લીધેલા ભયની વાસ્તવીકતાથી સખત રીબાતા હોય છે પીડાય છે. દેશમાં રાજકીય વીચારસરણી માનવઅધીકારોના ભંગની ચીંતા કર્યા વીના પણ તેઓ મુજબત લશ્કર અને સખત કાયદાના શાસનની હીમાયત કરે છે. તેમાં નીર્દોષ લઘુમતીઓ અને દલીતોને મારી નાંખવામાં આવે કે જેલમાં પુરી દેવામાં આવે તેમાં આ લોકોને લેશમાત્ર રંજ હોતો નથી. થોડાક જમણેરી અતી બૌધ્ધીકોની નકારાત્મક રાજકીય વીચરસરણી તે પેલા નબળી જમણેરી બૌધ્ધીકતાવાળા ટોળાને પ્રજા સાથેના સંવાદમાં મતાંધ, મતાગ્રહી અને સ્રી પ્રત્યે દ્રેષભાવવાળા બનાવે છે.

  ડાબેરી ઉદારમતવાદીઓ વર્તમાન સામાજીક વ્યવસ્થાના આંતરીક સંબંધો અને રાજકીય વીચારસરણી અને સત્તા પ્રત્યે તુલનાત્મક અને ટીકાત્મક ( Comparative & critical approach) અને તાત્વીક ચીંતનમય અભીગમ લે છે. સને ૧૮૬૧માં કેટલાય વર્ષો પહેલાં જે એસ મીલે પોતાની ચોપડી 'ઓન લીબર્ટી' માં લખ્યું છે કે " રૂઢીચુસ્ત વીચારો, તેના રૂઢીરીવાજો અને જે સે થે વાદને ટકાવી રાખવા બહુ બૌધ્ધીક ચપળતા, કલ્પના કે ટીકાત્મક અભ્યાસની જરૂરત નથી.". કયા કારણોસર ભારતીય બૌધ્ધીકો ખુબજ મોટી સંખ્યામાં, જે બધા રૂઢીચુસ્તો જેવો નકારાત્મક અભીગમ ધરાવતા નથી તે લોકોએ પણ પોતાના ક્રીટીકલ માઇન્ડને ફ્રોઝન કરી દીધું છે. અને પેલા જમણેરી પ્રમાણમાં હલકી બૌધ્ધીક્તા ધરાવનારાઓની સાથે  ભેગા મળીને દેશમાં જમણેરી ક્રાંતી લાવવા સહકાર આપે છે.(Unfortunately, an increasing number of academics and intellectuals in India, who even do not suffer from negative bias have succumbed to the trend of taking a mental rest and joining the right-wing revolution of people with low intelligence.) સૌ. Outlook !5th October 2017.  ભાવાનુવાદક બીપીન શ્રોફ.

 

 

 


--