Monday, October 30, 2017

જયપ્રકાશ નારાયણના આર એસ એસ પરના વીચારો–


જયપ્રકાશ નારાયણના આર એસ એસ પરના વીચારો–

તારીખ ૩૦મી ઓકટોબર સને ૧૯૭૭ ને દીવસે જયપ્રકાશ નારાયણે આર એસ એસ માટે નીચે મુજબના નીરીક્ષણો કર્યા હતા. જયપ્રકાશ નારાયણે કહ્યું હતું કે  દેશમાં જરૂર ઉભી થાય તો આર એસ એસમાટે ખાસ કાયદો ઉભો કરવો જોઇએ. આર એસ એસના ભવીષ્ય માટે સવાલ પુછતાં જયપ્રકાશજીએ કહ્યું હતું કે " હું આર એસ એસ સામે કોઇપણ કાયદાકીય પગલાં લેવાની વીરૂધ્ધ છું પણ જરૂર પડે તો તેની સામે ચોક્ક્સ કાયદેસરનાં પગલાં લેવા જોઇએ." વધુમાં તેઓએ જણાવ્યું હતું કે  આર એસ એસે તેની સંસ્થામાં દેશના બધીજ  કોમો માટે તેના બારણાં ખોલી નાંખવા જોઇએ. અથવા તેની આ દેશમાંથી પ્રવૃતીઓ સંકેલી નાંખવી જોઇએ. મારા મત મુજબઆ દેશમાં આર એસ એસના અસ્તીત્વને ટકાવી રાખવાનું કોઇ કારણવ્યાજબી કારણ નથી. ( સૌ. ઇન્ડીયન એકસપ્રેસ એડીટોરીઅલ પેજ ૩૦– ૧૦– ર૦૧૭. (જયપ્રકાશજી જ્યારે વિચારતા હતા ત્યારે સને૧૯૯૨નો બાબરી દ્વવ્સ થયો નહતો અને ગુજરાતના ૨૦૦૨ના કોમી તોફાનો થયા ન હતા.અને તે સમયે વડાપ્રધાન બાજપાઇજીએ ગુજરાતના મુખ્યમંત્રી મોદીજીને રાજ્યધર્મ બજાવીને રાજીનામું આપવાની વાત કરી હતી.)

 આર એસ એસ વડા મોહન ભાગવતને મોદી સરકાર ઝેડ કેટેગરીની સુરક્ષા ૨૪ કલાક ૬૦ કમાન્ડોઝ સાથે પુરી પાડે છે.

 JP on RSS
Jayaprakash Narayan said that if necessary, there should be law to deal with the RSS. Replying to a question on the future of the RSS, he said: "I am against any legal action, but if necessary, that should be done." He said that the RSS should either open its doors to other communities
or wind up its activities. "I am clear that the RSS has no justification to exist now,"
he said.

RSS chief Mohan Bhagwat gets 'Z' VVIP security cover

   Sun, Jun 7 2015 05:58:51 PM

New Delhi, Jun 7 (PTI): Rashtriya Swayamsevak Sangh (RSS) Chief Mohan Bhagwat has been extended top category 'Z ' security cover with the commandos of CISF having been tasked with the job.

--

Sunday, October 29, 2017

ગૌરી લંકેશને મરણોત્તર અન્ના પોલીતકવ્કા એવોર્ડ–

ગૌરી લંકેશને મરણોત્તર અન્ના પોલીતકવ્કા એવોર્ડ–

ગૌરી લંકેશ ભારતીય પહેલી જર્નાલીસ્ટ બની જેને આ એવોર્ડથી સન્માનીત કરવામાં આવી છે. આપણને સૌને સારી રીતે માહીતી છે કે ગૌરી લંકેશને તારીખ ૫ મી સપ્ટેમ્બરના દીવસે તેના ઘરની બહાર જ ગોળીઓનો વરસાદ વરસાવીને મારી નાંખવામાં આવી છે.

અન્ના પોલીતકવ્કા એવોર્ડને પત્રકારત્વના ક્ષેત્રે વેશ્વીક કક્ષાએ ઘણોજ સન્માનીય એવોર્ડ ગણવામાં આવે છે. સદર એવોર્ડ રશીયન રીપોર્ટર અને રાજકીય વીશ્ર્લેશક, જેને ગૌરી લંકેશની માફક જ પોતાની લોકશાહી મુલ્યો તરફી વૈચારીક પ્રતીબધ્ધતા ને કારણે ૪૮ વર્ષની ઉંમરે સને ૨૦૦૬માં ૭મી ઓકટોબરના રોજ  રશીયાના પાટનગર મોસ્કોમાં તેણીના ફેલ્ટની લીફ્ટમાંજ રશીયાના વર્તમાન પ્રમુખ પુટીનના સત્તાકાળમાં મારી નાંખવામાં આવી હતી. તેણી બે દીકરીઓની માતા હતી. ગૌરી લંકેશને આ એવોર્ડ સુંયુક્ત આપવામાં આવ્યો છે. પાકીસ્તાની શાંતી કર્મનીષ્ઠ ગુલાલી ઇસ્માઇલ ઉંમર વર્ષ ૩૧, જે તાલેબાન સામે શાંતી જાળવવામાં અને તાલેબાની હીંસક પ્રવૃત્તીઓ સામે કામ કરે છે અને જેને તાલેબાન તરફથી સતત ખુનની ધમકીઓ મળેલ છે તેણીની સાથે ભાગીદારીમાં આ એવાર્ડ આપવામાં આવ્યો છે.

 સદર એવોર્ડ આપનાર સંસ્થા ' થોમસન રાયટર્સ ફાઉન્ડેશન' લંડનને ગૌરી લંકેશની બહેન કવીતા લંકેશે જણાવ્યું હતું કે " આ એવોર્ડથી જે લોકો ગૌરીની માફક નીર્ભય અને હીંમતથી સત્ય માટે કલમ ચલાવનારા છે તે સૌ ને નૈતીક હીંમત ને શક્તી મળશે. ગૌરી તો સંદેશો આપતી ગઇ છે કે તમે બંદુકની ગોળીઓથી મારા અવાજ અને વીચારને દબાવી શકશો નહી."

એવોર્ડ આપનાર કમીટીએ પોતાનું નીરીક્ષણ કરતાં જણાવ્યું કે " ગૌરીનું કામ, તેણીનું વ્યક્તીત્વ, અને તેણીનું જે રીતે ખુન કરવામાં આવ્યું છે તે બીલકુલ અન્નાના જીવન સંઘર્ષ અને સત્ય માટેની શહીદીને મળતું આવે છે." આવો એવોર્ડ મેળવનાર ગૌરી લંકેશ પ્રથમ ભારતીય છે. ગૌરીની બહેન કવીતાએ આ સંદર્ભમાં બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે " આ એવોર્ડ ગૌરીને કે તેણીના કુટુંબને મળ્યો નથી પરંતુ જે કોઇ સર્વે ગૌરી જેવા મુલ્યો અને પ્રવૃત્તીઓ કરી રહ્યા છેઅને ગૌરીની શહાદતની સાથે રહ્યા છે તે સૌના સન્માન માટેનો આ એવોર્ડ છે." ( Addressing a press conference here, Kavitha said the award does not belong to the family but to "everyone who stood by Gauri".) ગૌરીએ તો ભારતીય પ્રેસ જગતની સ્વતંત્રતા માટે પોતાની શહીદી વહોરી લીધી છે.કારણકે સને ૨૦૧૪ પછી બીજેપીએ જે રાજકીય સત્તામેળવીને સપાટો બોલાવી દીધો છે, તેને કારણે ગૌરીએ સતત ધાર્મીક અસહીષ્ણુતા અને હીંસા,જ્ઞાતીવાદી સામાજીક અસમાનતા અને હીદુંત્વવાદી આક્રમક પરીબળોના પ્રભાવ ઉપર સતત લખતી રહી હતી.  ભલે સોસીઅલ મીડીયાપર સત્તારૂઢ બીજેપી અને હીંદુત્વના ટેકેદારો ગૌરીની વીરૂધ્ધની વાતો કરીને ઝેર ઓકતા હોય! અમને ગૌરીના કુટુંબીજનોની બે ઇચ્છાઓ છે. એક ગૌરીના ખુનીઓને ન્યાયતંત્ર સમક્ષ હાજર કરવામાં આવે અને ગૌરીનું ખુન કરવાનો હેતુ શું હતો તે જણાય!

(સૌ. હીન્દુસ્તાન ટાઇમ્સ).


--

ઇશ્ક કા કોઇ મજહબ નહી .

ઇશ્ક કા કોઇ મજહબ નહી .

("પ્રેમ કોઇ સીમાઓના બંધનોને ઓળખતો નથી. તે તેની સામેના અવરોધોને ઠેકી જાય છે, સમાજે ઉભી કરેલી વાડોને કુદકો મારીને કુદી જાય છે,અને તે બધી દીવાલોનું ઉલ્લઘન કરીને જે આશાનું અંતીમ સ્ટેશન છે ત્યાં યેનકેન પ્રકારે પહોંચી જાય છે." અમેરીકન કવીયત્રી માયા એન્જેલા. (The bench begins the judgment by quoting the great American poet, Maya Angelou:"Love recognises no barriers, it jumps hurdles, leaps fences, penetrates walls to arrive at its destination full of hope.")

 તાજેતરમાં કેરાલા હાઇકોર્ટની ડીવીઝન બેંચે એક ઐતીહાસીક ચુકાદો આપ્યો છે. તે ચુકાદામાં કોર્ટે આંતરધર્મીય લગ્નો સામે ઝુબેશ ચલાવનારાઓને ચેતવણી આપી છે. ' પ્રેમ એ સ્વતંત્રતા સાથે કદી છુટો ન પડે તેવો ગુંથાઇ ગયેલો એક અનીવાર્ય ભાગ છે'. આજ હાઇકોર્ટે મે ૨૦૧૭માં ૨૪વર્ષની હીંદુ સ્રીને પુખ્તવયની હોવા છતાં, તેની ઇચ્છા વિરૂધ્ધ, તેના મા– બાપની એવી અરજીને દાદ આપી હતી કે તેણીને બળજબરીથી મુસ્લીમ ધર્મ અંગીકાર કરાવીને પરણાવી દેવામાં આવી છે. તેણી 'લવજેહાદ' કાવતરાનો ભોગ બની છે. મા– બાપની દાદને કોર્ટે એ રીતે સ્વીકારી હતી કે તેઓનું  ફરજંદ ગમે તે ઉંમરનું હોય તો પણ મા– બાપને પોતાના ફરજંદની સ્વતંત્ર નીર્ણય કરવાના અધીકારની સામે જૈવીક મા–બાપને પોતાના વારસ માટે સારુ શું કે ખોટું શું તે નક્કી કરવાનો અધીકાર છે. કોર્ટે આ દલીલને સ્વીકારી  ૨૪વર્ષની સ્રીનો કબજો તેના પતી પાસેથી મા–બાપને સોંપ્યો હતો.આંતરધર્મીય લગ્નો એટલે બળજબરીપુર્વક ધર્માંતર કરીને કરેલાં લગ્નો એવી જે ' ઘરવાપસી અને લવ જેહાદ'ની સમાજમાં જે ધીક્કાર ફેલાવવાની ચળવળ ચાલુ થઇ છે તેને સદર ચુકાદાએ કાયદેસરતા આપી. આમ કોર્ટે જોખમી આયામ પર સમાજને મુકી દીધો હતો.

તારીખ ૧૯મી ઓકટોબરના રોજ આજ કેરાલા હાઇકોર્ટની ડીવીઝન બેંચે ઉપર જણાવેલા ચુકાદાને રદ બાતલ કરીને મક્ક્મ અને શાણપણ ભરેલા કારણો શોધી કાઢીને નવો ચુકાદો આપ્યો છે.( Last week on Thursday, a judgment by the same court brings us back to firmer and saner ground.)સદર અરજી કોર્ટમાં તેણીના પતીએ પોતાની પત્નીને તેણીના મા–બાપ પાસેથી પરત મેળવવા કરેલી હતી. ડીવીઝન બેન્ચે 'બંદી પ્રત્યક્ષીકરણ'(a habeas corpus petition)ની અરજી નો જવાબ આપતાં લાગતાવળગતા સૌને ચેતવણી આપી હતી કે ધર્માંધ અને મતાગ્રહી લોકો દ્રારા વ્યવસ્થીત રીતે ફેલાવવામાં આવતા માનસીક ભય અને વીવેકહીન (paranoia) પ્રવૃતીઓથી દોરવાઇ ન જવું. દરેક આંતરધર્મીય લગ્નો એ ધર્મ પરીવર્તનના હેતુઓથી કરવામાં આવતાં નથી. અમે ન્યાયતંત્ર તરીકે લોકોને અપીલ કરીએ છીએ કે આવી વાહીયત વાતોના બલી ન બનશો અને ઉશ્કેરાટમાં આવી ન જશો. નામદાર કોર્ટે ભારતીય દરેક નાગરીકનો બંધારણીય અધીકાર છે કે તેની ઇચ્છા મુજબનો જીવન સાથી પસંદ કરવો અને તે પ્રમાણે જીવનનો માર્ગ નક્કી કરવો. અમે ન્યાયતંત્ર તરફથી ફરીથી એકરાર કરીએ છીએ. (It reaffirmed the constitutional right of an Indian citizen to choose her life partner and determine the course of her life — even if her community and clan are ranged against her.)  ભલે આવા તમારા નીર્ણયથી તમારી જ્ઞાતી કે સામાજીક સમુહ ખફા હોય કે વીરુધ્ધ હોય. આવા લગ્ન કરનારાના મા– બાપો પોતાના પુખ્ત ઉંમરના દીકરા કે દીકરીના આંતરજ્ઞાતી કે આંતરધર્મીય લગ્નો ને સ્વીકૃતી ન આપતા હોય તો વધુમાં વધુ તો તેઓના મા– બાપો પોતાના દીકરા– દીકરીના સામાજીક સંબંધો કાપી નાંખે.( "If the parents of the boy or girl do not approve of such inter-caste or inter-religious marriage, the maximum they can do is that they can cut off social relations with the son or the daughter," it said.) નામદાર કોર્ટે રાજ્ય સરકારોને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે તમારો આવા પોતાના બંધારણીય હક્ક મુજબ નીર્ણય કરનારાની તરફેણમાં મક્ક્મ રીતે ઉભા રહેવું તે રાજ્યની ફરજનો એક ભાગ છે.ઇન્ડીયનએકસપ્રેસના તંત્રી પોતે લખે છે કે " ખરેખરતો કોર્ટે અતીઉત્સાહી બનીને સામાજીક કે આર્થીક રીતે નાનામાં નાના નાગરીકની સ્વતંત્રતાનું રક્ષણ કરવું જોઇએ. કોર્ટે, સમાજે તેના વીદ્રોહીઓ માટેની સ્વતંત્રતા માટેના બારણાં બંધ કરી દેવામાં આવ્યા છે તેને પોતાના ચુકાદાઓથી ખોલી નાંખવા જોઇએ." ("This court should be overzealous to protect the individual liberty of even the lowliest citizen… and unlock the door to [her] freedom," it said.).

આવોજ એક કેસ(Hadiya case) સુપ્રીમ કોર્ટમાં હજુ અનીર્ણીત છે. તે અંગે ઇન્ડીયન એકસપ્રેસના તંત્રીએ પોતાના ૨૩–૧૦– ૧૭ના તંત્રી લેખમાં દેશની માનનીય સુપ્રીમ કોર્ટને વીનંતીપુર્વક જણાવે છે કે ' કેરાલા હાઇકોર્ટે જે નીર્ણય કર્યો છે તેને આધારે પોતાના તારણો કાઢે.' ( The honourable SC should take note of the wisdom in the Kerala HC's order, especially its unambiguous endorsement of the subversiveness and humanity of love.)

કેરાલા હાઇકોર્ટેને સલામ સાથે કહેવું પડે કે તેણે આ કેસમાં ચુકાદાની શરૂઆત મહાન અમેરીકન કવીયત્રી "માયા એન્જેલો" ની પંક્તીઓથી કરેલી છે. ' પ્રેમ કોઇ સીમાઓના બંધનોને ઓળખતો નથી. તે તેની સામેના અવરોધોને ઠેકી જાય છે, સમાજે ઉભી કરેલી વાડોને કુદકો મારીને કુદી જાય છે,અને તે બધી દીવાલોનું ઉલ્લઘન કરીને જે આશાનું અંતીમ સ્ટેશન છે ત્યાં યેનકેન પ્રકારે પહોંચી જાય છે.' (The bench begins the judgment by quoting the great American poet, Maya Angelou:"Love recognises no barriers, it jumps hurdles, leaps fences, penetrates walls to arrive at its destination full of hope.")

 તાજેતરના વર્ષોમાં ઇરાદાપુર્વક ખાસ કરીને આંતરજ્ઞાતીય અને આંતરધર્મીય પ્રેમ લગ્નો સામે દેશમાં સંપુર્ણ વ્યવસ્થીત રીતે ધીક્કારનો કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યો છે.તેની સામે નામદાર કેરાલા કોર્ટે આપણને  યુવાનપ્રેમીઓના પ્રેમ કરી લગ્નકરવાના અધીકાર પર જે ધબ્બો કે કાળો ડાઘ જેહાદી તરીકેનો ખાસ ધર્મ સામે લાગેલો હતો તેને દુર કરી આપ્યો છે. અમેરીકન કવીયત્રી એન્જેલાએ આપણને યાદ દેવડાવી છે કે  પ્રેમ અને સ્વતંત્રતા એક બીજા સાથે એટલા ઓતપ્રોત  થઇ ગયા છે. તે બેની જોડી હોઇ શકે નહી તેવા એકરૂપ (free radicals )થઇ ગયા હોય છે. દરેક લોકશાહી સમાજ વ્યવસ્થા આવા વધુ ને વધુ ઓતપ્રોત થઇ ગયેલા પ્રેમીઓના એકરૂપ એકમોને જન્મ આપીને વીકસાવવા જોઇએ જો તે સ્વતંત્રતામાં માનતા હોય તો!.ભાવાનુવાદતંત્રી લેખનો–By Courtesy-- I. Express—Editorial dated 23rd Oct-17.

 

 


--

Sunday, October 22, 2017

મેઇક ઇન ઇંડીયા– વાઘને કોણ કહે કે, ભાઇ! તારૂ મોં.......!

મેઇક ઇન ઇંડીયા– વાઘને કોણ કહે કે, ભાઇ! તારૂ મોં.......!

 સને ૨૦૧૪ના સપ્ટેમ્બર માસમાં મોદી સાહેબે ' મેઇક ઇન ઇંડીયા' નો તુક્કો રમતો મુકયો હતો. બીજા બધા નોટબંધીથી માંડીને તેમના ઘણા બધા વીચારો એ તઘલઘી તુક્કોમાં કેવી રીતે રૂપાંતર થાય છે તે આપણે મે .ઇ .ઇ. ( મેઇક ઇન ઇંડીયા નું ટુંકુ રૂપ) ના ફજેતાથી જોઇએ.

કોટક સીક્યોરીટીઝ ના સુવોદીપ રક્ષીત અને બીજા બે નાણાંકીય નીષ્ણાતોએ સપ્ટેમ્બર ૨૦૧૭માં મે.ઇ.ઇ.ના બરાબર ત્રણ વર્ષો પુરા થયા પછી એક ખુબજ ચોંકવનારો રીપોર્ટ બહાર પાડયો છે. તેમના પૃથ્થકરણ પ્રમાણે મોદી એન્ડ રાજ્ય કર્તા કુંપનીએ દેશના અર્થતંત્રની હકીકત વીરૂધ્ધનું દંભી અને આડંબરી ચીત્ર દેશ અને દુનીયાને બતાવી રહ્યા છે. પોતાના સંશોધીત રીપોર્ટનું નામ આપ્યું છે.

 "  between  scylla & charybdis ". ગ્રીક પુરાણ કથા મુજબ આ બે સીલ્લા અને ચેરીબ્ડીસ નામના બે દરીયાઇ  ખતરનાક પશુઓ હતા. બે માંથી જે પસંદ કરો તેમાં વીનાશ અનીવાર્ય હતો. હકીકતમાં તે ઇટાલી અને સીસેલી વચ્ચેની મસીહાની સમુદ્ર્ધુનીમાં આ બે એવા સાંકડા  પુર્વ– પશ્સીમના વીસ્તારો છે  જે  સમુદ્ર્ના નાવીકો માટે ખુબજ જોખમકારક આજે પણ છે.. એક બાજુ દરીયમાં ખડકો છે,અને બીજુ ચક્રવાક જેવાં ઘુમરાતા પાણી છે.નવી દીલ્હીની સરકાર માટે કાંતો બેંકોના દેવાળા કાઢીને ભભકા ચાલુ રાખો અથવા આર્થીક મજબુરીઓમાં દેશની પ્રજાને ગુંગળાવી નાંખો.

અગાઇ જણાવ્યું તે પ્રમાણે સને ૨૦૧૪ના સપ્ટેમ્બરમાં  મેક ઇન ઇંડીયાનો સીંહ સાથેનો ચક્ર અને ગીયર બતાવતો લોગોનો કોન્ટ્રાક્ટ ૧૧ કરોડમાં 'Weiden+Kennedy India Limited, 'પોર્ટલેંડ,ઓરેગોન યુએસ એની જાહેરાત કુંપનીને કોઇપણ જાતના ટેન્ડર મંગાવ્યા સીવાય ત્રણ વર્ષ માટે જાહેરાત કરવા આપી દીધો હતો. કોટક સીક્યોરીટીઝના લેખકો જણાવે છે જે  મે.ઇ.ઇ ની ગાડી પાટા પર ચડે તે પહેલાંજ ત્રણ વર્ષેની આખરે રેલનીપટરી પરથી નીચે ઉતરી ગઇ છે.

મે.ઇ.ઇ.નો સૌથી મોટા અને આશાસ્પદ પ્રોજેક્ટનું શું થયું તે જોઇએ.૨.૫ બીલીયન ડોલર્સનો એક રેલ્વેના ડીઝલ કમ ઇલેટ્રીક એન્જીન બનાવવાનો પ્રોજેકટ યુએસએની કુંપની જનરલ ઇલેટ્રીક કું( જી ઇ) ને આપેલો હતો.તે પ્રોજેક્ટ બીહાર રાજ્યના મરહોરા અને છાપરાવીસ્તારમાં શરૂ કરવાનો હતો.આશરે ચાલુ વર્ષમાં સપટેમ્બર માસની ૧૫મી તારીખની આસપાસ મોદી સરકારે આ પ્રોજેક્ટ એમ કારણ બતાવીને બંધ કર્યો કે હવે દેશને ઇલેકટ્રીક રેલ્વે એન્જીનોની જરૂર છે ડીઝલ કમ ઇલેકટ્રીક એન્જીનોની નહી. આવું જ્ઞાન સાહેબને અમેરીકાની જી ઇ કું સાથે કરાર કર્યો ત્યારે શું ખબર નહતી? એક તરફી કરાર ભંગના નાણાં રૂપીયા ૧૩૦૦ કરોડ ભારતીય રેલ ખાતું (દીલ્હી સરકાર) અપમાનીત થયેલ જી ઇ કુંની ને ચુકવશે. આપણે બીહારના મહાગઠબંધન સાથે છેડો ફાડીને આવેલા બીહારના મુખ્યમંત્રી નીતીશકુમારની કેવી દશા  મોદી– અમીત શાહની બેલડીએ હવે કરી દીધી તેની વાત નહી કરીએ. તેની સામે બે ટર્મ સુધી રેલ્વે મંત્રી રહી ચુકેલા લાલુ પ્રસાદ યાદવ કહે છે કે દેશના૧,૧૦૦૦૦ કીલો મીટર્સના રેલ્વે ટ્રેક્સનું વીજળીકરણ કરતાં કેટલાય યુગો નીકળી જશે. ભારત સરકારનો બીહાર માટે એવો દાવો છે કે ત્યાં રાજ્યમાં ૯૬ ટકા ઘરોમાં વીજ– જોડાણ છે. હકીકતમાં સને ૨૦૧૫માં તે અંગે થયેલા સર્વે મુજબ બીહાર રાજ્યના ફક્ત આઠ ટકા ઘરોમાં વીજ– જોડાણ છે અને તે દીવસમાં ૨૦ કલાક આવે છે. તે રાજ્યની આશ્ચર્યચકીત કરનારી હકીકત એ છે રાજ્યના ૮૦ ટકા ઘરોમાં રાત્રે કેરોસીન– ફાણસ વાપરીને અજવાળુ કરવામાં આવે છે.

 બીજી બાજુ વીશ્વના બધાજ દેશોમાં  રેલ્વો એન્જીનો વધુ ભાર (લોડ) ખેંચી શકે માટે વીજળીથી ચાલતા એન્જીનો બંધ કરી દેવામાં આવ્યા છે.  જનરલ ઇલેકટ્રીક કું એ અમેરીકા,ઇરાન, ચાઇના અને સોવીયેત રશીયામાં ગેસ, કે ડીઝલ અને વીજળી બંનેના સંયુક્ત ઉપયોગથી અનુક્રમે ૪૪૦૦, ૪૩૦૦, ૬૨૫૦ અને ૧૧૩૦૦ હોર્સ પાવર સુધીના એન્જીનો બનાવી આપ્યાં છે.

 દીલ્હી સરકાર એમ વીચાર કરે છે કે  વીજળીના ઉપયોગથી ડીઝલનો ખર્ચ બચશે! પણ તેઓને કોણ પુછવાની હીંમત કરે કે શું વીજળીનું ઉત્પાદન  કોઇપણ જાતના ખર્ચ વીના હવાનો ઉપયોગ કરીને થાય છે? દેશના રેલ્વે ખાતાના સંશોધન મુજબ બધાજ રેલ્વે એન્જીનો ડીઝલથી ચલાવવામાં આવે તો રેલ્વેના વીજળી બીલમાં કુલ ૨૦ ટકાની બચત થાય! અને બચત થયેલી વીધ્યુત શક્તી દેશના ઉધ્યોગો, વેપાર ધંધા, રહેણોકો અને ખેતીક્ષેત્રોને પહોંચાડી શકીએ. મેઇક ઇન ઇંડીયાની મૃતકબરના કોફીન પર મોદી સરકારે જી ઇ કું સાથેનો રેલ્વે એન્જીનનો કરાર રદ કરીને છેલ્લો ખીલો મારી દીધો છે કે જેથી તે ફરી જીવીત કે બેઠુ જ થાય નહી.

કેટલાક શેખી મારે છે કે ઇંડીયા ફાર્મસીના ક્ષેત્રે વીશ્વમાં બીજા દેશોની સરખામણીમાં સૌથી ટોચની કક્ષાએ છે.હકીકતમાં  આ ક્ષેત્રના હરીફ ચીનની સાથે સરખામણી કરીએ તો આપણો દેશ કુલ જીડીપીના ૦.૯ ટકા, એક ટકો પણ નહી દવાક્ષેત્રમાં સંશોધન માટે વાપરે છે. જ્યારે ચીન ૨.૧ ટકો પોતાના કુલ જીડીપીનો વાપરે છે. આપણાથી ડબલ. એક સંશોધન પ્રમાણે દેશના ૬૦ ટકા મેડીકલ ઇન્સ્ટીટયુટ કોઇપણ જાતના સંશોધન કામ કરતા નથી. દેશમાં જે કોઇ મેડીકલ ક્ષેત્રે રીસર્ચ થાય છે તે સરકારી સંસ્થા ઓલ ઇંડીયા ઇન્સ્ટટીયુટ ઓફ મેડીસીન દ્રારા જ થાય છે.જેના નાણાંનો ખર્ચ આપણા કરવેરામાંથી થાય છે. મેડીકલ ક્ષેત્રે નવા રીસર્ચ પેપર વીશ્વ સમક્ષ મુકવામાં આપણું સ્થાન ન ગણય છે. પણ વીશ્વ કક્ષાએ મેડીકલ ક્ષેત્રોમાં જે સંશોધન થાય છે તેમાં પ્રયોગ કરવા ભારત દેશના ગરીબ દર્દોનો ભરપેટ 'પેલા ગુઆના– પીગ્સ અથવા સફેદ ઉંદર ' તરીકે કરવામાં સરકાર મદદ કરી રહી છે.

   એક એવી ખોટી માન્યતા ફેલાવવામાં આવી છે કે આપણા દવા ઉત્પાદકો વીશ્વના જુદા જુદા દેશોના દવા ઉત્પાદકો કરતાં ઘણા શ્રૈષ્ઠ છે.  હકીકતમાં આ બધાજ ભારતીય દવા ઉત્પાદકો દવામાં વપરાતો કાચો માલ ( Active Pharmaceutical Ingredients or API ) ચીનથી મંગાવી પોતાના પેંકીગમાં પેક કરીને નીકાસ તરીકે પરદેશ મોકલે છે. સને ૨૦૦૦ની સાલમાં ચીનથી આવો કાચો માલ ફક્ત ૨૦ ટકા આયાત કરવામાં આવતો હતો. સને ૨૦૧૪–૧૫ની સાલમાં જ્યારે મેઇક ઇન ઇંડીયા પ્રોજેકટ તેની સોળે કળાયે દેશમાં ધબકતો હતો ત્યારે તે કાચા માલની આયાત ચીનમાંથી બાવન ટકા હતી.

 બીજેપી પક્ષ ડોકલમના મુદ્દે ચાઇના સામે સ્વ આનંદ માણે છે પણ તેમને સહેજ પણ ખબર નથી કે ભારતમાં દવા ક્ષેત્રે કાચોમાલ બનાવવાનું સને ૧૯૬૨ના ચીન સાથેના યુધ્ધ પછી જ શરૂ થયું હતું. મેઇક ઇન ઇંડીયાના ટેકામાં ચીનની મોબાઇલ બનાવતી કુંપનીઓ ભારતમાં તેમના મોબાઇલ બનાવવાના કારખાના સ્થાપે માટે ચીનમાંથી આયાતી મોબાઇલ ફોન પર દસ ટકા આયાત ડયુટી નાંખવામં આવી છે. પણ આ મે ઇ ઇ વાળા ચૈન્નાઇની સ્વદેશી 'નોકીયામોબાઇલ' કુંપની ચીનના મોબાઇલ સામે ટકી રહે માટે સીધા કે પરોક્ષ કોઇ પ્રોત્સાહનો આપતી નથી. ગઇસાલ સને ૨૦૧૬માં દેશની સૌથી મોટી મેન્યુફેક્ચરીંગ કું એલ એન્ડ ટી એ ૧૪૦૦૦ પોતાના કર્મચારીઓને હરીફાઇવાળા બજારમાં ટકી રહેવા "લે ઓફ' આપી દીધો અથવા છુટા કરી દીધા છે. દેશમાં દરરોજ ૩૦,૦૦૦ યુવાનો નોકરી મેળવવા પ્રયત્નો કરે છે. પણ તેઓને નોકરી નહી મળતાં નીરાશ થઇને પાછા ઘેર આવે છે.આવો મેઇક ઇન ઇંડીયાના પ્રોજેક્ટ દેશના યુવાન બેકારોને દરરોજ ગાલે લાફો મારે છે. તે લાફો ખાનાર પેલા યુવાનને પુછી તો જુઓ કે તે લાફાની અસર તે જુવાન અને તેના કુટુંબ પર દરરોજ કેવી પડે છે!  સૌ. ટાઇમ્સ ઓફ ઇંડીયા. તા.૧લી ઓકટોબર ૨૦૧૭, પાન નં ૧૭.)


--

Thursday, October 19, 2017

આ માણસને તમારા અને દેશના જોખમે ઓળખવાની ભુલ કરતા!

આ માણસને તમારા અને દેશના જોખમે ઓળખવાની ભુલ કરતા!

 ' મંદીર વહીં બનાયેગે' બાબરી મસ્જીદ ધ્વંસ, સને ૨૦૦૨ના તેમના મુખ્યમંત્રી પદ હેઠળ થયેલા તોફાનો, કેટલા MOU ગુજરાતમાં તેમની જુમલેબાજીમાં થયા અને તેનાં પરીણામ કેવા આવ્યા કે હજુ ૧૬મી ઓક્ટોબરના ૨૦૧૭ના રોજ પણ જાત જાતના શીલાન્યાસ અને MOU ગુજરાતમાં વારંવાર આવીને કરવા પડે છે. ત્યારબાદ સને ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં આપેલા વચનો, પછી નોટબંધી અને જીએસટીની રાત્રે બાર વાગે દેશની સંસદમાં ઉજવણી, તેમના સાડાત્રણ વર્ષના શાસનમાં એકસો કરતાં વધારે  બૌધ્ધીકોએ કરેલ એવોર્ડ વાપસી. નોબેલ વીજેતા અમર્તસેનનું તક્ષશીલા યુનીર્વસીટીમાંથી વી. સી તરીકે રાજીનામું, નીતી આયોગમાંથી રંગરાજનની સ્વનીવૃતી, પ્રધાન મંત્રીને દેશના હાર્વર્ડના અર્થશાસ્રીઓ કરતાં પોતાના 'હાર્ડવર્ક' માં વીશ્વાસ, આ ઉપરાંત પેલા અખ્લાખ, જુનેજ. જેએનયુના નબીજ જંગનું ઐતીહાસીક કે રહસ્યમય ગુમથવું, મોહન ભાગવતની લવજેહાદ અને 'કાઉ લીંચીંગ' મોદીનું પેલુ સુત્ર ' મીનીમમ ગર્વનમેંટ અને મેક્ષીમમ ગર્વન્નસ' બદલે મેક્સીમ ગવર્મેંટ અને મીનીમમ ગર્વન્નસ, કેન્દ્ર સરકાર દીવસ ને રાત મહત્તમ સત્તા એકત્ર કરીને પક્ષ અને પક્ષ બહારના વીરોધીઓને ડામવાજ ઉપયોગ કરવો. અરૂણ શૌરીના મતે દેશની સરકાર ફક્ત અઢી માણસથી ચાલે છે, એક મોદી પોતે, બીજા અમીત શાહ અને અડધા નાણાંમંત્રી અરૂણ જેટલી.આ ઉપરાંત  બીજી ઘણી વાતો અહી રજુ કરી શકાય પણ તેમના નવા દાવને ઓળખવાની મારે વાત કરવી છે.

હવે આ સાહેબને કાયમ માટે લોકસભા અને રાજ્યોની વીધાનસભાની ચુંટણીઓ સાથે થાય તેવું તંત્ર ચુંટણી પંચનો પોતાની સત્તાનો ઉપયોગ કરીને કરવું છે. દેશના બંધારણે ભારતને એક દેશ તરીકે યુનીયન ઓફ સ્ટેટસ એટલે સમવાયી તંત્ર છે તે પ્રમાણે કાયદેસરનું અસ્તીત્વ બક્ષેલુ છે. તેને ક્રમશ નાબુદ કરવું છે. રાજ્યો પોતાની મેળે પોતાની ચુંટાયેલી સરકાર દ્રારા જે સને ૧૯૫૦થી રાજ્યશાસન ચલાવતા આવ્યા છે તેને નાણાંકીય સાથે તમામ વહીવટી અને નીતી વીષયક નીર્ણયોની સત્તા જે બંધારણે આપી છે તેને નાબુદ કરીને કેન્દ્ર હસ્તક લઇ લેવી છે. દેશની પ્રજાની વીવીધતા તો જુઓ. એક બાજુ ઉત્તરપુર્વના રાજ્યો ની સાંસ્કૃતીક અને જીવનમાં દક્ષીણ અને ઉત્તર ભારતના રાજ્યો કરતા કેટલો મોટો તફાવત. કાશ્મીરનાપ્રશ્નો, મધ્યભારતના રાજ્યોની આગવી વીશીષ્ટતા. આ બધાને કાયદાથી કે બુંદુકની અણીએ કેવીરીતે એકરૂપ બનાવાય.! આ માણસે તે માટે રમતા મુકેલા મુદ્દાઓને સમજીએ.

કેન્દ્રની લોકસભા અને બાકીના બધા રાજ્યોની વીધાનસભાની ચુંટણીઓ એકી સાથે જ થવી જોઇએ. કેમ? કારણકે અલગ અલગ ચુંટણી થતાં ચુંટણી કરવાનો ખર્ચ, તથા રાજકીય પક્ષોને ખુબજ મુસીબત પડે છે. " મારો મંત્ર છે, સમગ્ર દેશ માટે એક ટેક્ષપ્રથા, એકજ ચુંટણી, એક ધર્મ,એક ભાષા,, એક નેતા,અને એક જ સાંસ્કૃતીક મુલ્યોવાળી પ્રજા. સદીઓથી વીકસેલી બહુધર્મ, બહુ રીતરીવાજો અને અનેક ખાનીપીણીના વ્યવહારો અને સેંકડોભાષાઓ અને બોલીઓથી સંપન્ન દેશ ક્યારેય મજબુત રાષ્ટ્ર બની શકે નહી. છેલ્લા કેટલાય વર્ષોથી જે સમવાયી રાજ્ય વ્યવસ્થાને કારણે જે વીકેન્દ્રીત મજબુત રાજ્યો, તેમજ જીલ્લાપંચાયત અને સહકારી સંગઠનો વીકસ્યા છે,અને તેના રાજ્ય, જીલ્લા કે પંચાયત અને સહકારી ક્ષેત્રે નેતો પેદા થયા છે તે કેન્દ્રની એકહથ્થુ નેતાગીરીના સત્તાકીય પ્રભાવ ક્ષેત્રમાં મોટાપાયે અડચણરૂપ બને છે. 'કેન્દ્રીય નેતાગીરી મજબુત હોવી જોઇએ. નહીકે રાજ્યના સુબાઓની સત્તા. દેશના ગામડાઓથી માંડીને દરેક રાજ્યોના વીકાસ માટે  શું જરૂરી છે તે કેન્દ્ર્ની નેતાગીરીએ જ નક્કી કરવું જોઇએ. આધુનીક મીડીયા અને ઇન્ટરનેટ જેવા સાધનોની મદદથી એવી માયાજાળ પેદા કરવાની તેઓની નેમ છે કે દેશના બધાજ ગામડા નું ભાવી સીધું દીલ્હીથી જ નક્કી થાય! " મેં ડીમોનીટાઇઝેશન કે નોટબંધી કરી તેમાં ક્યાં મેં કોઇ રાજ્યોને પુછયું હતું કે  તેમની મીટીંગ બોલાવી હતી. મને મારી સત્તાના નીર્ણયમાં કોઇની મંજુરી લેવી પડે, ચર્ચા કરીને સંયુક્ત નેતૃત્વ વીકસાવવું તે મારા સ્વભાવમાં જ નથી. મારો બૌધ્ધીક અને નેતૃત્વનો વીકાસ તે રીતે થયોજ નથી." બીજા ઘણા બધા વચનો અને સુત્રો પ્રજાને મેં સને ૨૦૧૪થી આપતો આવ્યો છું તેમ આ સુત્ર પણ ભુલી જાવ. " મીનીમમ ગર્વમેંન્ટ અને મેક્સીમમ ગર્વનન્સ". મારા સાચાસ્વરૂપને ઓળખવું હોય તો " મેક્સીમમ ગર્વમેંન્ટ અને મીનીમમ ગર્વનન્સ ના સંદર્ભેમાં જ મારા દરેક પગલાં અને નીતીઓને મુલવશો તો જ તમે મને ઓળખી શકશો. મારી નીતીઓ અને પગલાના અમલ માટે મને સીબીઆઇ, ઇન્ક્મટેક્ષ તંત્ર, અને મારા ઇશારે ચાલતું કેન્દ્ર્નું વહીવટીઅને ગૃહખાતાનું માળખું પુરતું છે. ડીમોનીટાઇઝેશન વખતે મેં જરૂરત પડી તેમ આશરે ૩૦ થી ૪૦ વાર નીયમો બદલ્યા હતા. જીએસટી અંગે કોઇ બાંધછોડ નહી પણ હમણાં જ આવી રહેલી ગુજરાતની ચુંટણી ના સંદર્ભ જે કોઇ છુટછાટો આપવી પડે તેમાં મને કશું અજુગતુ લાગતું નથી. કારણકે સત્તા મેળવવા અને મળેલી સત્તા લોકોના હીતમાં(!) ટકાવી તો રાખવી પડેને.


--

Monday, October 2, 2017

દેશનું પોલીસ તંત્ર કોને વફાદાર? કાયદાના શાસનને કે પક્ષીય શાસનને! ––જુલીયો રીબેરો


દેશનું પોલીસ તંત્ર કોને વફાદાર? કાયદાના શાસનને કે પક્ષીય શાસનને!

– જુલીયો રીબેરો. ( સૌ. ઇન્ડીયન એકપ્રેસ ૧૮મી સપ્ટેમ્બર.)  લેખનો ભાવાનુવાદ.

આજે દેશમાં પોલીસ તંત્ર કાયદાના શાસનને સમર્થન આપવાને બદલે રાજકીય સત્તા જે રાજકીય પક્ષની હોય તેના હુકમના સમર્થનમાં કામ કરે છે. હું ગુરમીત સીંઘની ધરપકડ માટે (જેને હું બાબા કે રામ રહીમ કહેવા તૈયાર નથી) તેના પંચકુલા બનાવમાં હરીયાણા સરકારે ડીરેક્ટર જનરલ ઓફ પોલીસ( ડીજીપી)ને બદલી કરી નાંખવાની ધમકી આપી છે. આ તો ન્યાયતંત્રની હાસ્યાસ્પદ મશ્કરી કહેવાય કે જેના હાથમાં રાજ્ય સંચાલન કરવાની જવાબદારી લોકોએ સોંપી છે તે પોતે જ  મારીમચેડીને પોતાની જવાબદારીમાંથી છટકી જઇને પોતાના રાજ્યના જ પોલીસ તંત્ર પર ઢોળી દે છે. આજે દેશમાં પોલીસ પાસેથી કોઇ જાણે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું અપેક્ષા જ રાખતું નથી. તે માટે તો પોલીસને તાલીમ આપવમાં આવે છે. પણ જેવા જ અધીકારીઓ પોલીસ તંત્રમાં ગોઠવાઇ જાય છે કે તરતજ તે શીખી જાય છે કે તેમણે તો કાયદાના શાસન ને બદલે જે પક્ષ સત્તા પર છે તેના શાસકની ઇચ્છા મુજબ કામ કરવાનું છે.

એક એ પણ જમાનો હતો કે જ્યારે રાજકારણીઓ  સીનીયર પોલીસ અધીકારીઓને પોતાના હુકમ પ્રમાણે કામ કરવવા સાવચેતી રાખતા હતા. અધીકારીઓ આજની માફક તેમના ઇશારે નાચતા નહી. આજે તો સ્થીતી બીલકુલ બદલાઇ ગઇ છે. બધાજ રાજકીય પક્ષોના રાજકારણીઓ સરકારીબાબુઓ અને પોલીસને પોતાના રજવાડાના તાબેદાર ગણીને તેમની ઇચ્છાઓ, હુકમો પ્રમાણે ઝુકાવે છે. તે પ્રમાણે કામ કરાવે છે. એવી સ્થીતી તંત્રની પહેલાં ન હતી. જો સીનીયર અધીકારીઓ રાજકારણીઓના હુકમોનો અનાદર કરે તો પણ તેમને પોતાની બદલી થશે અને તે પણ કીન્નાખોરીથી થશે તેવો ભય તેમને ન હતો. હકીકતમા આવા સીનીયર અધીકારીઓના રાજકારણીઓના દબાણની સામે મક્ક્મ રહેવાના નીર્ણયને  રાજકારણીઓ બીરદાવવાતા હતા. જે રાજકારણીઓને પોતાની સુચના મુજબ કામ નહી કરનાર, કે બાંધછોડ નહી કરનાર અધીકારી પ્રત્યે નારાજ થતા હતા. પણ પોલીસ અધીકારીઓએ મજબુત કાયદાના અર્થઘટન પ્રમાણે લીધેલ પગલાને પડકારવાનું ડહાપણ કરતા નહી.

   મારા અંગત મત મુજબ, મને બીલકુલ શંકા નથી કે હરીયાણા સરકારે ડીજીપીને મૌખીક સુચના આપી હશે કે પોલીસ તંત્રે શાંતી માટે ગુરમીત સીંઘના ડેરાની આંતરીક મુખ્ય સલાહકાર સમીતીએ જે વીશ્વાસ આપ્યો છે તેનો ભંગ નહી થાય. હું હરીયાણાના મુખ્યમંત્રી મદનલાલ ખટ્ટરને ગુરમીત સીંઘ સાથેના ઘણા આત્મીય અને પ્રેમાળ સંબંધો રાખવામાં કશું અજુગતું જોતો નથી. કારણકે રાજકારણ આખરે તો સત્તા માટેની લડાઇ છે. અને ગુરમીતની એ તાકાત હતી કે તે ખટ્ટરની પાર્ટીને થોકડા બંધ મતો ચુંટણીમાં અપાવી શકે!  બીજા કોઇપણ રાજકીય પક્ષે કોગ્રેંસ સહીત ખટ્ટરે  જે સંબંધો ગુરમીત સાથે રાખ્યા હતા તેનાથી શું જુદા સંબંધો રાખ્યા હોત!? મારે આ દેશમાં આ બાબા અને ગોડમેનના ગુણો કે અપગુણોની ચર્ચા કરવી નથી.અથવા તે બધાનો તેમના અનુયાયીઓની વીચાર પ્રક્રીયા પર જે કમાન્ડ છે તેની પણ વાત કરવી નથી. આ બાબતમાં રાજકીય નેતાઓની નૈતીકતા અને તેને આધારે લેવાતા તેમના નીર્ણયો અંગે પણ ચર્ચા કરવી નથી. તે બધું તો આ ક્ષેત્રના ઘણા બધા જ્ઞાની અને સક્ષમ માણસોએ કરી દીધુ છે. મારેતો મારા વાંચકોને એ જણાવવું છે કે વર્તમાનમાં દરેક રાજ્યના મુખ્યમંત્રી પાસે પોલીસ અધીકારીઓની નીમણુકો અને બદલી કરવાની અબાધીત સત્તા છે. તેની સામે આશરે દસ વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે પોલીસ અધીકારીઓ કાયદા મુજબ રાજકારણીઓની દખલ સીવાય સ્વતંત્ર રીતે કામ કરી શકે, ગુનાઓની તપાસ ગુણવત્તા પર આધારીત કરી શકે અને ચીફ મીનીસ્ટરનો પાવર અબાધીત પણ ન રહે માટે સ્પષ્ટ હુકમ કરેલ છે. કમનસીબે આ કામ જ થતું નથી. આપણે નાગરીકો તરીકે સારી રીતે જાણીએ છે કે, આ દેશની બધીજ રાજ્ય સરકારોને પોતાની સત્તામાં જરીકે કાપ મુકાય અથવા તો પોતાની સત્તા પરની પકડ સહેજ પણ ઓછી થાય તે માન્ય નથી.

 હું તમને મારી વાતને સારી રીતે સમજાવવા માટે કેટલાક પ્રસંગોની વાત એટલા માટે કરવા માગું છું કે જો પોલીસ તંત્રને તેની બંધારણીય અને કાયદા મુજબની ફરજ બજાવવામાં રાજકારણીઓએ આડખીલી ન કરી હોત તો ઘણા બધા નીર્દોષ નાગરીકોની જાન હાની અટકાવી શકાઇ હોત!

     સને ૧૯૮૪માં ઇંદીરા ગાંધીના ખુનના સમયે દીલ્હીમાં જે શીખોનો નરસંહાર થયો તેમાં એક જગજાહેર હકીકત છે કે કોંગ્રેસની જીલ્લા કક્ષાની નેતાગીરીની પુરેપુરી ઉશ્કેરણી જવાબદાર હતી. આ હકીકતનો પર્દાફાશ સંજય સુરીની ચોપડીમાં '1984: The Anti-Sikh Violence and After 'માં કરેલ છે. તેમાં એમ પણ જણાવેલું છે કે જે પોલીસ અધીકારીઓએ કોગ્રેંસના હુકમોને તાબે ન થયા અને કાયદોને વ્યવસ્થા જાળવી તે બધાના પોલીસ વીસ્તારમાં શીખોના ખુનો થયા નથી. તેની સામે જે પોલીસ અધીકારીઓ રાજકારણીઓના ગેરકાયદેસર હુકમોને તાબે થયા અને જેના પોલીસવીસ્તારમાં શીખોની સમુહ કત્લો કરવામાં આવી હતી તે પોલીસ અધીકારીઓને પેલા રાજકીય નેતાઓએ તેમની સામેની ફોજદારી ફરીયાદો અને તેના પરીણામોમાંથી બચાવી લીધા. ખરેખરતો આ નેતાઓ સામે જ ક્રીમીનલ પ્રોસીક્યુશન થાય તેમ હતું.

સને ૨૦૦૨ના ગુજરાત રાજ્યમાં ગોધરાની દુ;ખદ ઘટના પછી નીર્દોષ મુસ્લીમોને અમદાવાદ અને અન્ય જીલ્લાઓમાં રેહેંસી નાંખવામાં આવ્યા હતા. તે રાજ્યના બે મંત્રીઓએ પોલીસ કમીશ્નરની ઓફીસ અને કંટ્રોલરૂમનો કબજો લઇ લીધો હતો. આ કામ કરવાનો તેમનો હેતુ સ્પષ્ટ  (with an obvious intent) હતો. હું ખુબ જ સ્પષ્ટ પણે આ હકીકત લખું છું  કારણ કે જે ત્રણ પોલીસ અધીકારીઓએ કાયદો અને શાંતી જળવાઇ રહે તે માટે કામ કર્યું અને રાજકારણીઓના તાબે ન થયા તેમની પંદર દીવસ પછી જ બદલીઓ કરી નાંખવામાં આવી હતી.(આપ સૌ ને યાદ હશે કે તે સમયે ગુજરાતના મુખ્ય મંત્રી આજના વડાપ્રધાન હતા.)મારા મત મુજબ તેમાંથી શું તારણ નીકળી શકે તે સૌને દેખાય તેમ છે.

      ઉપરના બે દાખલાપરથી કોઇપણ લાગણીસભર નાગરીકોને સમજ પડે જ કે કેવી રીતે રાજકારણીઓની પોલીસ સત્તા પર પકડ હોય તો પ્રજાની જાન અને મીલકતોનું શું થાય! ખરેખર મારા મત મુજબ સુપ્રીમ કોર્ટના પ્રકાશસીંગ વાળા કેસમાં રાજકારણીઓની સત્તા નાબુદ કરવા અને પોલીસ તંત્રને કાયદા મુજબ કામ કરવા ફરજ પડે તે પ્રમાણે આપેલ સુચનોના અમલ કરવાની જરૂર છે. આ કામ ક્યારેય,  કદાપી કોઇપણ રાજકીયપક્ષના રાજકારણીઓ કરવાના નથી. તે માટે નાગરીકોએ રાજકારણીઓ પર દબાણ લાવી શકાય તેવું વાતવરણ દેશમાં પેદા કરવું પડશે.

જે પંચકુલા અને હરીયાણાના બીજા વીસ્તારોમાં થયું તે દેશના કોઇપણ રાજ્ય અને તેના વીસ્તારોમાં  થઇ શકે! હવે આવી બધી હીંસાઓ સંગઠીત સ્વરૂપની થઇ ગઇ હોવાથી થોડાક સમયમાં તે મોટા પાયે નાગરીકો અને તેની મીલકતોની જાનફેસાની કરી શકશે તેમાં મને શંકા નથી. આપણે દેશના રાજકારણીઓ પાસેથી એવી અપેક્ષા ન રાખી શકીએ કે તે બધા ગુરમીત સીંગ જેવા ગોડમેનોની લાખો મતદારોને પોતાની ઇચ્છા મુજબ મતદાન કરાવવાની તાકાતને નજર અંદાજ કરે! વધુમાં તમે રાજકારણીઓને મત મેળવવાના રાજકારણમાં પ્રમાણીક, નૈતીક કે કાયદામુજબ કામ કરે તેવી અપેક્ષાઓ પણ તે બધાની પાસેથી છોડી દો.. આપણા માટે તો ઉપાય એટલો જ છે કે પોલીસ તંત્ર પોતાને ફાળે આવતી કાયદા મુજબની ફરજ બજાવવામાંથી ચલીત ન થાય કે પાછા ન પડે! પોલીસનું ટોચનું નેતૃત્વ જો રાજકારણીઓના સત્તાના કોચલામાંથી બહાર નીકળે તો જ આ શક્ય બને. પોલીસ ઓફીસર્સે પોતાના રાજકીય માલીકોના હુકમનો અનાદર કે ઉપેક્ષા કરવી પડે. અને કાયદા અને બંધારણીય મુલ્યો પ્રમાણે નીર્ણયો લેવા પડે. તેમને એવો વીશ્વાસ સંપાદન થવો જોઇએ કે તે જો બંધારણ અને કાયદા મુજબ પોતાની ફરજ બજાવશે તો તેની બદલી નહી થાય છે કે પછી સજા નહી થાય! આ માટે ગુજરાતના ૨૦૦૨ના તોફાનો પછી યુવાન આઇ પી એસ અધીકારી રાહુલ શર્માનો દાખલો મોજુદ છે. જેના પરથી એમ લાગે કે હવે દેશમાં કાયદાનું શાસન પ્રસ્થાપીત થયું છે.

 મેં મારા લેખની શરૂઆતમાં જણાવ્યું હતું કે જ્યાં રાજકારણીઓ અમારી વાતને મહત્વ આપે છે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થીતી વણસતી નથી.

 મને યાદ છે કે એક વારના મહારાષ્ટ્ર સરકારના કોગ્રેંસના મંત્રીએ મારી પાસે માંગણી મુકી કે બોમ્બે મ્યુનીસીપાલીટીની ચુંટણી આવે છે. કોંગ્રેસ પાર્ટીને ચુંટણીમાં મદદ કરવા બોમ્બેના જુદા જુદા વીસ્તારના જે ક્રીમીનલ ગેંગ લોર્ડસ છે, જે બધા જેલમાં છે, તેમને જેલમાંથી છુટા કરવાની જરૂર છે. 

 હું તે સમયે બોમ્બેનો પોલીસ કમીશ્નર હતો. મેં તે કામ ક્યારેય નહી બને તેવું ઘસીને કહી દીધું. પણ આ બધી ત્રીસ વરસ પહેલાંની વાત છે.

 પંજાબમાં દેશના ગૃહમંત્રી બુટાસીંગે શીખ ગુરૂદ્રારા પ્રબંધક સમીતીની ચુંટણીમાં પોતાના ઉમેદવાર જીતે માટે કેટલા શીખ મતદારોની અટકાયત કરવાની જરૂર છે. તેવી દરખાસ્ત મારી પાસે મોકલી હતી. મેં તેમને જણાવી દીધું કે તે કામ મારૂ નથી. બુટાસીંગ ઘણા નીરાશ થયા. પણ મેં તેમની ગેરકાયદેસર દરખાસ્તને ફગાવી દીધી હતી. પરંતુ આ બધા લખવાની સાથે મને ખબર છે કે પોલીસ અધીકારીઓની ખુબજ મુશ્કેલીઓ વધી ગઇ છે. હવે તે આવા રાજકારણીઓની દરખાસ્તોને ટ્રાન્સફર અથવા અન્ય શીક્ષા માટેની તૈયારી સીવાય અમલ કરી શકતા નથી.

 હું એક સમયે મુંબઇનો મુકાયેલો એક યુવાન ડીએસપી હતો. મારા કાર્યક્ષેત્રમાં મજુર નેતા જ્યોર્જ ફરન્નાડીસે એક જાહેર સભાનું આયોજન કરેલું હતું. અમારી ઇન્ટેલીજ્નસ શાખા એ માહીતી આપી કે આ મીટીંગમાં તોફાન કરીને ભાંગફોડ કરવાનું શીવસેનાના વડા બાલઠાકરે એ આયોજન કરેલ છે.અમે આ માહીતી રાજ્યના મુખ્યમંત્રીને પહોંચાડી.તેમનો જવાબ હતો કે શીવસેનાને તેના આયોજનમાં રોકશો નહી.મારા હાથમાં તે વીસ્તારનો બંદોબસ્ત હતો. મેં નક્કી કર્યુ કે  હું મારા કાર્યક્ષેત્રમાં તોફાન નહી થવા દઉં! વધારે સઘન અને ટાઇટ બંદોબસ્ત રાખ્યો અને તોફાન ન થવા દીધું. મેં તો મારા કાયદાના શાસન પાળવાની ફક્ત બંધારણીય ફરજ બજાવી છે ને! આજે કોઇ પોલીસ અધીકારી રાજ્યના મુખ્યમંત્રીના હુકમનું અનાદર કરવાની હીંમત કરી શકે ખરો? અને કરે તો પરીણામ શું આવે?

The writer, a retired IPS officer, was Mumbai police commissioner, DGP Gujarat and DGP Punjab, and is a former Indian ambassador to Romania

 

 

 

--