To Indian Muslims "Perish or Prosperous." Farhan Rahman:
નાશ પામો અથવા પ્રગતી કરો.
It is not the strongest of the species that survives, nor the most intelligent that survives. It is the one that is most adaptable to change.- Charles Darwin.
જૈવીક ઉત્ક્રાંતીવાદી વૈજ્ઞાનીક ચાર્લસ ડાર્વીનનું તારણ હતું કે જીંદગી ટકાવી રાખવાના સંઘર્ષમાં જે જૈવીક જાતીઓ શરીરે સૌથી મજબુત હોય તે ટકી શકતી નથી. સૌથી વધારે જે જાતી બુધ્ધીશાળી હોય તે પણ ટકી શકતી નથી.જે જાતી જીવન ટકાવી રાખવાના માટે કુદરતી વાતાવરણ સાથે પોતાના શરીરને અનુકુળ બનાવે છે તે જ ટકી રહે છે.
An extremely rare and intriguing perspective on Muslims in Modi-fied India by Farhan Rahman:
( નીચે કરેલ તેમના વીચારોનો ભાવાનુવાદ છે.)
"મોદીના મુસ્લીમ તીરસ્કૃત ભારતમાં ભાગ્યેજ ધ્યાનમાં આવતું બૌધ્ધીક ચીંતન–
મુસલમાનોએ દેશના રાજકારણમાંથી સંપુર્ણ બૌધ્ધીક પીછેહઠ કરવાની જરૂરત છે." "Time for U-Turn from Indian Politics"
ભારતના રાજકારણમાં મુસ્લીમ રાજકારણે મારા મત મુજબ તેના વીનાશ માટેનો રસ્તો સરળ બનાવ્યો છે. જેના વીશે શાંતી અને સ્વસ્થતાથી ઠંડા દીમાગથી વીચાર કરવાની જરૂર છે.
જે પ્રમાણમાં ઉત્તરપ્રદેશની ચુંટણીમાં બીજેપીએ અભુતપુર્વ જીત પ્રાપ્ત કરી છે તેનાથી આપણે સભાન થઇ જવાની જરૂર છે. તે આપણા સૌની આંખ ખુલ્લી કરવાની બીના બની જવી જોઇએ. ઉત્તરપ્રદેશ રાજ્યના ૧૫ ટકા મુસ્લીમ મતોની લેશમાત્ર ચીંતા કર્યા વીના બીજેપી ૭૫ ટકા જેટલી સીટો જીતી હીંદુમતોનું એક તરફી ધ્રુવીકરણ કરીને લાવી શકી છે. આ પરીણામોએ ઘણા બધા મુસ્લીમોના મનમાં આ દેશમાં પોતાના ભવીષ્ય માટે ગંભીર ચીંતા ઉભી કરી દીધી છે. બીજેપીના આ વીજયથી દેશ એક હીંદુરાષ્ટ્ર સહેલાઇથી બની જશે તેવી દહેશત મોટા પ્રમાણમાં ઉભી થઇ છે.
મારૂ આપ સૌ નીસ્બત ધરાવનારાઓને ઉપરની વાસ્તવીકતાનો કડવો ઘુંટડો પી જઇને શું થઇ શકે તેનું પૃથ્થકરણ કરવાની જરૂર છે. ચાલો, આપણે હળવાશથી મુસ્લીમ રાજકારણના ભુતકાળનું બૌધ્ધીક પૃથ્થકરણ આપણી વીવેકબુધ્ધીને ( Rationality) આધારે કરીએ. ભારતીય જનતા પાર્ટીએ કયા કયા મુખ્ય મુદ્દાઓની મદદથી ( Issues) રાજકીય મતોનું હીંદુ તરફી ધ્રુવીકરણ થાય તેવી તાકાત મેળવી.
(1) Beef (ગો માંસ)
(2) Uniform civil code ( સમાન નાગરીક ધારો)
(3) Triple Talaq ( ત્રણ તલાક)
(4) Ram Mandir ( રામ મંદીર)
(5) Haij Subsidy ( હજ સબસીડી)
હવે આપણે એ વીચારવું જોઇએ કે ઉપર જણાવેલા મુદ્દાઓથી ભાજપ આસાનીથી રાજકીય સત્તા સ્થાને પહોંચી ગયો છે. તે અંગે સામાન્ય મુસ્લીમ કેવો પ્રતીભાવ ધરાવે છે?
આર એસ એસ, ભાજપ અને તેની માતૃસંસ્થાઓ આ બધા મુદ્દાઓના અમલથી મુસ્લીમ નાગરીકોની તેમની મુસ્લીમ ઓળખ ખલાસ થઇ જશે તેવો હાઉ કે ભય ઉભો કરવામાં પુરેપુરા સફળ થયા છે.(a threat to their identity). આમુદ્દાઓના આયોજનપુર્વકના માર્કેટીંગથી મુસ્લીમ સમાજનો વાંક કાઢવા, ફરીયાદ કરવાનું સાધન બનાવવા, સતાવવા, ત્રાસ આપવા અને તે બધાને ઉશ્કેરવામાં સફળ થયા છે.બીજેપી અને તેની ભગની સંસ્થાઓએ જેવી અપેક્ષા મુસ્લીમ સમાજના પ્રત્યાઘાતની રાખી હતી તે પ્રમાણેનો જ પેદા થયો.( What is the Muslim reaction? It is on the lines of expectation of BJP Vehement Protest.)
ભાજપ પાર્ટીના આયોજન(Well Planned) મુજબ જ દેશનો મુસ્લીમ સમાજ દોરવાયો. ભાજપે પોતાની અદભુત વ્યુહરચનાનો મુસ્લીમ સમાજને શાંતીથી પણ બુધ્ધીથી ભોગ બનાવી શકયો. આ ઉપર જણાવેલ બધા મુદ્દાઓ ઉત્તરપ્રદેશની ચુંટણી દરમ્યાન તેમજ દેશના સત્તાકીય રાજકારણમાં વર્ષોથી પ્રસાર પ્રચારના માધ્યમો દ્રારા રમતા મુકાયા હતા. જેનો મુસ્લીમો ભોગ બનતા રહ્યા અને છેક છેલ્લી ઘડી સુધી વીરોધ કરતા રહ્યા. બીજેપી હીંદુ મતદારોના ધ્રુવીકરણથી એવું સાબીત કરી શકી કે મુસ્લીમ પ્રજાનો વીરોધ બીજેપી સામે નથી પણ હીંદુ સમાજ સામે છે. જેનું અમે રક્ષણ કરવા તમારા મતોથી સક્ષમ બનીશું.
આ રીતે મુસ્લીમ પ્રજા દેશમાં કોમવાદી રાજકારણનો ભોગ બની ગઇ. આપણે જીવવૈજ્ઞાનીક ડાર્વીનનાલેખની શરૂઆતમાં મુકેલા તે ખુબજ મહત્વના વાક્યમાંથી બોધપાઠ લેવાનો છે.(Muslims, you need to take a clue from that.)
આર એસ એસ અને ભાજપે તમારી સામે રમતા મુકેલા મુદ્દાઓ જેવાકે ( Beef (ગો માંસ),Uniform civil code ( સમાન નાગરીક ધારો),Triple Talaq ( ત્રણ તલાક) Ram Mandir ( રામ મંદીર) અને Haij Subsidy ( હજ સબસીડી) તે બધાનું સાચા અર્થમાં શીર્ષાસન કરવી દો! તે આર એસએસ અને ભાજપના ફુગ્ગામાંથી બીલકુલ હવા જ કાઢી નાંખશે. કેવી રીતે? ચાલો,એક પછી તે બધા મુદ્દાઓ અંગે શાંત દીમાગથી વીચારીએ! જે આપણા સમાજને ખુબજ લાભદારી બની શકે તેમ છે.
(૧) Beef-ગૌ માંસ–
મુસ્લીમ સમાજ એક અવાજે સંગઠીત સંદેશો મોકલે કે આવતી કાલથી દેશમાં કોઇ અમારો મુસ્લીમ બીરાદર ગાય અને તેના વંશ સાથે જોડાયેલી પહેલાં કે મૃત્યુ પછીની કોઇ આર્થીક પ્રવૃતી નહી કરે. તે સીવાયના પ્રાણીઓની આવી આર્થીક પ્રવૃતીઓમાં જોડાવવામાં આ હીંદુત્વવાદીઓને મતનું રાજકારણ કે બંધારણના ધ્યેય નડે તેમ નથી.અને પેલા લોકોને ફળે તેમ નથી. આ ગૌ–માંસના ધંધા અને તેની પેદાશોની નીકાસમાંથી સૌથી વધારે આર્થીક નફો આ ઉધ્યોગો ચલાવતા ઔધ્યોગીક ગૃહો તેમજ તેની નીકાસની આવકમાંથી કેન્દ્ર અને રાજ્ય સરકારોને કરોડો રૂપીયાનો કરવેરો અને હુંડીયામણ ડોલરના ચલણમાં મળે છે. વીશ્વમાં સૌથી વધારે ગાયનું માંસ અને તેની પેદાશો નીકાસ કરતો એક નંબરનો દેશ કોઇ હોય તો તે ભારત છે. જુઓ તમારા આ સંદેશાથીજ કેવી આ પરોપજીવી ઉધ્યોગ જગતની અને રાજ્ય સરકારોની કરોડરજજુ ધ્રુજવા માંડે છે.
(૨) સમાન નાગરીકધારો (યુનીફોર્મ સીવીલ કોડ)
મુસ્લીમ સમાજ જ ચળવળ ચલાવે કે અમારે સમાન નાગરીક ધારો જોઇએ છે. આ તો તમારા દીવાનખાનાના સુશોભીત કબાટમાં પ્રર્દશનમાં મુકેલી એક ચીજથી વધારે કાંઇ નથી. તમે લેશમાત્ર ચીંતા ન કરશો ને મારામાં વીશ્વાસ રાખો કે આ કાયદો ક્યારે તમારૂ અહીત કરશે નહી. પણ સામાવાળાના ફુગ્ગામાંથી હવા કાઢવા જબ્બરજસ્ત સ્ફોટક આતંકવાદી કરતાં પણ જોરદાર હથીયાર સાબીત થશે. કેવી રીતે તે જોઇએ. હીંદુસમાજ, આદીવાદી પ્રજા, દેવીપુજક સમાજતથા જૈન, પારસી,શીખ ધર્મ અને અન્ય હીદું સમાજના ફીરકાઓમા લગ્ન, તલાક, ભરણપોષણ,દત્તવીધાન અને વારસાઇની અનેક રૂઢીઓ અને રીવાજો આજેય પ્રભાવશાળી છે. તે સંદર્ભમાં પોતાના સમાજની લગ્નનોત્તર સમસ્યઓ ઉકેલે છે.શા માટે આ બધાજ સમાજોને દઝાડે તેવી સમસ્યામાં મુસલમાનો જ ફક્ત વીરોધ કરે છે. તેવા બલીના બકરા બનવાની આપણે શું જરૂર છે?
( "મદ્રાસ હાઇકોર્ટના નામાંકીત એડવોકેટ એ. જે. જાવેદે જણાવ્યું છે કે દેશમાં સમાન નાગરીકધારા માટે દેશના સર્વોચ્ચ કાયદા પંચે જે પ્રશ્નોતરી બહાર પાડી છે તેનો ઓલ ઇંડીયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડે સંપુર્ણ બહીષ્કાર કરવાની જે જાહેરાત કરી છે તે આપણા સમાજ માટે બીલકુલ આત્મઘાતી સાબીત થવાની છે. પ્રશ્નોત્તરીના જવાબો જ બીલકુલ નહી આપવાના કે પોતાને ઠીક લાગે તે સુધારા પણ નહી સુચવવાના તે અભીગમ તો કેવી રીતે ચાલે? આવા નીર્ણયથી કોણ કોની ચાલમાં ફસાય છે. વધારામાં દેશભરમાંથી જ મુસ્લીમ મહીલા સંગઠનોએ મુસ્લીમ પર્સનલ લોમાંસુધારા કરવાની પીટીશન હજુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે. ત્યારે મુસ્લીમ સમાજના બની બેઠેલા સેલ્ફ એપોંઇન્ટેડ રક્ષકો 'ઇસ્લામ ખતરે મેં હૈ ની ગુલબાંગો પોકારવાથી શું મેળવશે." સૌ. રેડીકલ હ્યુમેનીસ્ટ નવેંબર ૨૦૧૬ લેખનું મથાળું–" Choice before Indian Muslim; Reform now or repent later" A.J. Jawad. page no 24.)
અખીલહીંદ મુસ્લીમ પર્સનલ લો બોર્ડના અભણ મૌલાનાઓ સમાન નાગરીક ધારાના વીચારને મહત્વ આપીને પેલા સંઘવાળાની સુવ્યવસ્થીત આયોજીત કાવતરાનો ભોગ બને છે. પણ સાથે સાથે મુસ્લીમોને પણ જેનું પ્રતીનીધીત્વ કરવાનો દાવો કરે છે તે સમાજને પણ બરબાદ કરે છે.
તમે દેશની બીજેપીની સરકાર ને પુછો તો ખરાકે આ સમાન નાગરીકધારો શું છે તે બતાવો તો ખરા? તેનો મુસદ્દો પ્રજા સમક્ષ મુકો તો ખરા? સરકાર કે ભાજપ પક્ષ તરફથી તેની કોઇ કોપી મળે તેમ છે ખરી? અત્યારસુધી કેમ એક, બે ત્રણ, ચાર વી. તેના નીયમો લોકો સમક્ષ મુકવામાં કેમ આવતા નથી? આર એસ એસ અને બીજેપીને પુછો તો ખરા કે આ સમાન નાગરીક ધારો કોને કહેવાય? તેની વ્યાખ્યા શું? તેનું કાર્યક્ષેત્ર શું? તે દેશના સમાન નાગરીક એટલે દેશના બધાજ ધાર્મીક ફીરાકઓને લાગુ પડે કે કોઇ એક ને? તે બધુ તો અમને જણાવો તો ખરા? ખરેખર જે વસ્તુ કે બીલ હજુ સુધી કાયદો પણ બન્યું નથી તેનો ભોગ વ્યવસ્થીત રીતે મતોના ધ્રુવીકરણ માટે કેવો ઉપયોગ કરવામાં આવે છે તે આપણેને કોણ સમજાવશે? પેલા મુસ્લીમ પર્સનલ બોર્ડવાળાને તે તેમની દાલ રોટી જ પકાવવાની લાગેછે. (We are fighting over something which does not even exist. Dear Maulanas, first ask the government to come up with a draft policy over UCC.) જે વસ્તુ કે નીયમનું અસ્તીત્વ જ નથી તેના પર લાગણીઓને ઉશ્કેરવાથી તો તમારી અ–જ્ઞાનતા જ સાબીત થાય છે.અથવા તે મુદ્દે તમારા જ્ઞાનનો અભાવ છે.
(૩) ત્રણ તલાક–
આપણે જ ત્રણ તલાક અને બહુપત્નીત્વનીપ્રથાની નાબુદી માટેની ચળવળ ચલાવવાની છે. અમે તે બંધ કરવા માંગીએ છીએ. આ મુદ્દાઓનો સૌથી વધારે વીરોધ કાળગ્રસ્ત, જીર્ણ,અને મરવાનેવાંકે ડચકાં ખાતી 'મુસ્લીમ પર્સનલ બોર્ડ' જે વાસ્તવીકમાં મુસ્લીમ સમાજનું કોઇ પ્રતીનીધત્વ કરતી નથી તે જ વીરોધ કરે છે.
"मानो न मानो मुसलमानों, जितना नुकसान तुम्हे (और इस्लाम को) इन दाढ़ी वाले AIMPLB के मौलानाओं ने पहुँचाया है, शायद ही किसी और संगठन ने पहुँचाया हो! " ખરેખર અસાદુદ્દીન ઓવેસી જે ખરેખર પોતાની જાતને ઇસ્લામીક ન્યાયવીદ માને છે તે ખરેખર તેટલા ન્યાયવીદ છે ખરા? અખીલહીંદ મુસ્લીમ પર્સનલ લો બોર્ડના અભણ મૌલાનાઓ પેલા સંઘવાળાના સુવ્યવસ્થીત આયોજીત કાવતરાનો ભોગ બને છે. પણ સાથે સાથે મુસ્લીમ સમાજનું, જેનું પ્રતીનીધીત્વ કરવાનો દાવો કરે છે તે સમાજને પણ બરબાદ કરે છે.
(૪) રામમંદીર–
અયોધ્યાની અંદર રામમંદીર બનાવવા માટે આપણે મોટુ મન અને બાંધકામમાં મોટા પાયે મદદ કરવાની જરૂર છે. અત્યારસુધીમાં આ મુદ્દે ઘણી જાનફેસાની નીર્દોષ લોકોની થઇ છે. આપણે માટે સમગ્ર વીશ્વમાં કોઇપણ સ્થળ પર નમાઝ અદા કરવા મસ્જીદ છે. કોઇપણ દેશ દુનીયા કે શહેરનો કે રેલ્વેગાડીના ડબ્બામાં કે ઘરમાં ખુણો શોધી કાઢીને આપણે નમાઝ પડી શકીએ છીએ. અલ્લાહ તો નીરાકાર છે. તેની બંદગી માટે સ્થળ તો આપણે માનવોએ બનાવ્યા છે. આપણી ઔરતો કે દીકરીઓ નમાઝ અદા કરવા ક્યાં મસ્જીદમાં આવે છે? પરવરદીગાર શું ફક્ત મસ્જીદમાં જનારાનીજ બંદગી સ્વીકારે અને ઘરમાં નમાઝ પડનારાની નહી? જો આપણે અયોધ્યાના મુદ્દે તુટેલા મનને સાંધી શકીશું તો કશું ગુમાવવાનું નથી? જ્યાં આપણે કે આપણા ફરજંદ ક્યારેય પોતાની જીંદગીમાં નમાઝ પડવા જવાના નથી તે ટુકડા માટે જંગે ચઢવા કરતાં આપણા ઘરની નજીકમાં આવેલ મસ્જીદમાં નમાઝ પડીશું તો વધારે યોગ્ય સાબીત થશે. ઇસ્લામ પણ આપણને સંદેશ આપે છે કે જેની સાથે સંબંધ બગડયો છે તેની સાથે સુધારવામાં જ આપણું ક્લ્યાણ છે. જે ખુદાને પણ પ્યારૂ એટલા માટે છે કે તેનાથી બંને ને અમન મળે છે.
(૫) હજ સબસીડી–
મુસ્લીમ સમાજે પોતેજ હજ સબસીડીની નાબુદી માટે જાહેરાત કરવી જોઇએ કે અમારે હજ પડવા સરકારી સબસીડીની જરૂર નથી. ખરેખર દરેક હજ પડવા જતા બીરાદરને ખબર છે કે આ સબસીડી તો સીધી "એર ઇંડીયા" ના ખાતામાં જ જમા થાય છે.જે વીમાની કુંપની ભારત સરકાર દ્રારા ચલાવવામાં આવે છે. તેની બદનામી આખો મુસ્લીમ સમાજ ભોગવે છે. આપણે હજ સબસીડી સાથે હજ કમીટીની નાબુદ કરવાની માંગ પણ કરવાની જરૂર છે. જેની પાસે કાયદેસરનો ભારતીય પાસપોર્ટ અને સાઉદી એરેબીયાનો વીસા હશે તે કોઇની પણ મદદ વીના પોતાની મન પસંદ વીમાની કુંપની પસંદ કરી હજ પડવા જઇ શકશે. વીશ્વભરમાં બધા વીમાની મુસાફરો પોતાને પસંદ હોય, જેમાં સુવીધા સારી હોય અને અન્ય વીમાની કુંપનીની હરીફાઇમાં વ્યાજબી ભાડુ લેતી હોય તેવી વીમાની કુંપનીની સેવા લઇને સાઉદી એરબીયામાં હજ પડવા આવે છે. સાઉદી એરેબીયામાં દુનીયાભરમાંથી હજ પડવા આવતા કોઇ બંદાઓ "એર ઇંડીયા" ના વીમાનોમાં આવતા નથી. આ તો ભારત સરકારની વીમાની કુપની છે જે આપણને માથે મારે છે! એર ઇડીંયાને જગતમાં કોઇવીમાની સેવા માટે પસંદ કરતું નથી માટે જ તે સબસીડીનો ઉપકાર બતાવી આપણને તેમાં મુસાફરી કરવા મજબુર કરે છે. સબસીડી કાઢી નાંખો પછી તમારી વીમાની સેવાનો ખર્ચ આંતરરાષ્ટ્રીય બહુવીધ કુપનીઓની હરીફાઇ નક્કી કરશે. જે સબસીડી વીના પણ સસ્તો થઇ જશે. અત્યારે દરેક હાજી પોતાની હજયાત્રાની વીમાની મુસાફરીના ખર્ચ પેટે બે થી અઢી લાખ રૂપીયા તો ખર્ચ કરે જ છે ને?
આપણે ફક્ત ઉપરના રાજકારણમાંથી ફક્ત પીછેમુઢ (યુટર્ન) કરવાની જરૂર છે. ખરેખર બીજેપી સામેના આપણા અભીગમને બદલવાની જરૂર છે. આપણા પ્રતીસ્પર્ધીને સૌથી વધારે આપણું અક્ક્ડ કે જડવલણ જ સતત માથાનો દુખાવો બની ગયું છે.જેટલું આપણે મોદી વિરૂધ્ધ બોલીશું તેનો અર્થ એવો જોડી દેવાશે કે આપણે હીંદુ લોકોના વીરોધીઓ છીએ.. જ્યારે દેશની મોટાભાગની પ્રજાએ ગમે તે કારણોસર પોતાની વીવેકબુધ્ધી, સમજશક્તી કે સુઝબુઝ ગુમાવી દીધી હોય, પેલા વાંસળી વગાડનારાની માફક (Pied Piper) મોદીએ બતાવેલા કાલ્પનીક સ્વર્ગ તરફ આંધળીયુકીંયા કરીને દોડતા હોય તો તમારે શા માટે તે બધાને તેમના ઘેનમાંથી જગાડવાની તસ્દી લેવી છે?
રાજકારણથી બીલકુલ અલીપ્ત, નીસ્પૃહ્ય થઇ જાવ.(Turn apolitical.) ફેસબુક ટવીટર પર મોદી વીરૂધ્ધ કોમેન્ટ લખવાની મોકુફ રાખો. તેવું લખવાથી હજુ સુધી કોઇ ફેર પડયો નથી. જેટલું મોદી વીરૂધ્ધ લખવામાં આવ્યું તેનાથી મોદીની પોપ્યુલારીટી વધી છે ઘટી નથી. માનસીક રીતે મગજ પર બરફ મુકી દીધો હોય તેટલા ઠંડા થઇ જાવ. કોઇ સર્વનાશ થવાનો નથી. દેશના લોકશાહી કે બીન–સાપ્રંદાયીક (સેક્યુલર) માળખાને પણ કાંઇ થવાનું નથી. આપણે આપણા હીદુંભાઇની બૌધ્ધીકતા પર વીશ્વાસ ગુમાવવાની જરૂર એટલા માટે નથી કે તે બધાએ જ ઇંદીરા ગાંધીની કટોકટી સામે જાનફેસાનીની બાજી લડાવીને હજારો લોકો મીસી હેઠળ જેલમાં ગયા હતા.( Trust your secular Hindu brothers.) ખરેખર તે બધા આજે પણ આપણા દેશમાં સૌના લોકશાહી અધીકારોને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.( In fact, it is they who are fighting for you, trying to protect your democratic rights.) બાબરી દ્રંસ કે બીજા અન્ય મુસ્લીમ વીરોધી દંગા ફસાદ સામે કયા મુસ્લીમ ધારાસભ્યે કે સંસદસભ્યે પોતાનું રાજીનામું આપ્યું હતું? મહેરબાની કરીને તમારા પોતાના કે અન્ય રાજકારણીઓ કે તેવા ધાર્મીક નેતાઓના રાજકારણથી બીલકુલ નીસ્પહ્યુ બની જાવ. તેમના હાથા બનાવાનું બંધ કરી દો. તાજેતરની જ યુપીની ચુંટણીમાં કેટલી બધી સીટોપર મુસ્લીમ ઉમેદવારો એકબીજાની સામે ઉભા રહીને કયા પક્ષના ઉમેદવારને જીતવાનો માર્ગ સરળ કરી આપ્યો હતો?
આપણા અને આપણી આવનારી પેઢીઓ માટે રાજકીય, સામાજીક,શૈક્ષણીક, આર્થીક અને ધાર્મીક રીતે પીછે મુઢ કે 'યુ ટર્ન કરીને વીચારીને જીવવાની તાતી જરૂર છે. ઉપર જણાવેલા વીચારોને આધારે નવો સમય પેદા કરીને કેવીરીતે આપણા કુટુંબ અને સમાજનું શૈક્ષણીક અને આર્થીક સશક્તીકરણ (એમપાવરમેંટ) સત્વરે થાય તે માટે પ્રયત્નો કરવાની જરૂર છે.ઓલવીન ટોફલર નામના વીચારકે કહ્યું છે કે "૨૧મા સદીમાં અભણ એ છે કે જે જુનું ભુલતો નથી અને નવું શીખતો નથી." વર્તમાન રાજકારણથી બીલકુલ વેગળા થઇ જાવ. શીખ અને જૈન ધર્મી લોકોએ આવું સશક્તીકરણ લઘુમતીમાં હોવા છતાં કોઇપણ રાજકીય પક્ષોની કે રાજ્યની મદદ વીના પોતાના સમાજ માટે મેળવી શક્યા છે. તો આપણે તેજ પ્રકારનું સશક્તીકરણ કેમ પ્રાપ્ત ન કરી શકીએ? વીચારો કે તે બધા લઘુમતી ધર્મોમાં તે પ્રજાના ઉત્થાનમાં તેમના ધર્મગરૂઓનો ફાળો નકારાત્મક કે હકારાત્મક હતો? રોજબરોજના જીવનમાં આ ધર્મગુરૂઓની દખલગીરી વધારે હતી કે ઓછી? ઉપરના વીચારો ફક્ત આપણા કુટુંબ કે સમાજ માટે નહી પણ આપણા રાષ્ટ્રને મજબુત કરવા પણ ખુબજ જરૂરના છે.( Not just for your betterment, but for the betterment of this country as well.")
--