ધર્મ, એક ફક્ત નાણાં કમાવવા માટે સારામાં સારો ધંધો છે એટલું જ નહી . કારણકે તેમાં શરૂઆતનું મુડી રોકાણ ઓછામાં ઓછુ હોય છે. તેમાં ક્યારેય તૈયાર માલનો પુરવઠો વધી ગયો હોય તેવો પ્રશ્ન થતો જ નથી. આ ધંધો કરનાર પાસે કેટલો પુરવઠો વપરાઇ ગયો અને કેટલો પુરવઠો વપરાવાનો બાકી છે તેની કોઇ સુચી– યાદી( સ્ટોક–ઇનવેન્ટરી રજીસ્ટર) પણ બનાવવી પડતી નથી. આધ્યાત્મીક વાતો કરવાની અને ભૌતીક ચીજ વસ્તુઓ બદલા કે અવેજમાં હોંશે હોંશે લઇ જવાની. માલની ગુણવત્તા જાળવવાની કે જીએસટી ક્યારેય ભરવાનો ઉજાગરો નહી. આ માલની માંગ સ્થાનીક,પ્રાદેશીક, રાષ્ટ્રીય અને વૈશ્વીક હંમેશાં હોય છે. તેના ગ્રાહકો કોણ નથી એ મુળભુત સવાલ છે. રાષ્ટ્રના નાણાંમંત્રી કે અર્થશાસ્રીઓ રાષ્ટ્રીય આવકમાં અને જીડીપી બીડીપીમાં ગણે છે કે નહી તેની અમને માહીતી નથી.–સૌ. The God Market ( In India) by Meera Nanda પાન નં ૧૦૮ના પ્રથમ ફકરાનો મુક્ત ભાવાનુવાદ.