મોદીજીના નવા પ્રધાન મંડળની કેટલીક વિશિષ્ટ લાયકતો–
( 1) કાયદા મુજબ કુલ પ્રધાનોની સંખ્યાની ૮૧રાખી શકાય છે. મોદીજીના પ્રધાન મંડળમાં તે સંખ્યા ૭૮ છે.
(2) એસોસીયેશન ઓફ ડેમોક્રેટીક રીફોર્મ સંસ્થાના આંકડા પ્રમાણે કુલ ૭૮પ્રધાનોમાંથી ૩૩પ્રધાનો (૪૨ ટકા) સામે ફોજદારી ગુના નોંધાયેલા છે. તેમાંથી ૨૪ પ્રધાનો સામે ગંભીર ગુનાઓ જેવા કે ખુન, ખુન કરવાનો પ્રયત્ન ને લુંટમાં સંડોવયેલા છે.(Of these 78, however, as many as 33 ministers (42%) have criminal cases against them. Of these, 24 have serious ones related to murder, attempt to murder and robbery, a report published by poll rights group Association for Democratic Reforms (ADR) stated.)
(3) નવા પ્રધાનોની શૈક્ષણીક લાયકાતો– બે પ્રધાનો ધો. ૮ પાસ છે, ત્રણ ૧૦ ધો. પાસ છે, ૭ પ્રધાનો ધો. ૧૨ પાસ છે. પણ ૯ પ્રધાનો પીએચડી, ૨૧ પ્રધાનો પોસ્ટગ્રેજ્યુએટ અને ૧૭ પ્રધાનો ગ્રેજ્યુએટ અને પ્રોફેશનલ ગ્રેજયુએટ છે.
(૪) ૭૮ પ્રધાનોમાંથી ૭૦ પ્રધાનો કરોડપતી છે. તેમાંથી જ્યોતીરાવ સિંધીયાની સંપત્તી ૩૭૯ કરોડ,પિયુષ ગોહેલની સંપત્તી ૯૫ કરોડ, નારાયણ રાને ૮૭ કરોડની સંપત્તી,અને રાજીવ ચંદ્રશેખરની ૬૬ કરોડની સંપત્તી છે.
(૫) ત્રિપુરામાંથી ચુંટાઇને આવેલ કેબીનેટ મંત્રી પ્રતિમા ભૌમીકની સંપત્તી ફક્ત ૬ લાખ છે, પશ્ચીમબંગાળનાજ્હોન બર્લાની ૧૪લાખ,રાજસ્થાનના કૈલાષ ચૌધરીની ૨૪લાખ, ઓડિસાના બિશેશ્વર તેડુ તધા મહારાષ્ટ્રના વી. મુરલીધરનની સંપતી બંનેની ૨૭ લાખ છે. ( સૌ. ઇન્ડીયન એકસપ્રેસ તા. ૧૦–૦૭–૨૧.)
--