તો પછી સજીવ એટલે શું?
શરીરમાં આત્માનું અસ્તીત્વ છે? હોય તો શરીરમાં તેનું ભૌતીક રીતે રહેવાનું અંગ કયું? શરીરમાં આત્મા ક્યારે પ્રવેશ પામે છે અને ક્યારે તે શરીરની બહાર નીકળી જાય છે? જવાબ. આત્માનું કોઇ અસ્તીત્વ નથી.પૃથ્વી પરના તમામ સજીવો માત્ર ને માત્ર ભૌતીક એકમો છે. ભૌતીક પદાર્થોના જ બનેલા છે.
સદર ચર્ચા આપણે વિગતે કરી ચુક્યા છે. ૨૨ નવેંબરનારોજ ડૉ વલી સાહેબે તે વીષય અંગે ભાગ– બે માં નીચેના પ્રશ્નોના જવાબ આપ્યા છે.તેમજ અન્ય મીત્રોએ ચર્ચા કરી હતી.
તો પછી સજીવ એટલે શું? આત્મા સીવાય શરીર સજીવ કેવી રીતે કામ કરતું થાય છે? સ્રી બીજ અને પુરૂષ વીર્યના સંયોજનમાંથી સજીવતા( જીવન-Life) કેવી રીતે ઉત્પન્ન થાય છે? શું કાળામાથાનો માનવી બે નીર્જીવ પદાર્થોમાંથી એક સજીવ કોષ બનાવી શકે છે?
(1) દરેક સજીવ જન્મે છે એક ભૌતીક જૈવીક કોષ તરીકે નહી કે સ્રી કે પુરૂષ તરીકે? સ્રી કે પુરૂષ તરીકે જીવવું એ ઐતીહાસીક અને સાંસ્કૃતીક ઘટના છે. "Baby girls are manufactured as the woman by the Patriarchal society." – Simone de Beauvoir. Well-known Author of the book "The Second Sex."
(2) વલી સાહેબ, તમે એક ગાયનેકોલોજીસ્ટ તરીકે વેબીનારમાં સમજાવો કે કેવી રીતે કૃત્રીમ ગર્ભધાન( ટેસ્ટ ટયુબ) યુ ટયુબ વીડીયોની મદદથી થાય છે?
(3) સૌ પ્રથમ યુટયુબ વીડીયોની મદદથી કુદરતી રીતે ગર્ભધાનની પ્રકીયા સમજાવી. ગર્ભાશયમાંથી ગર્ભબીજ પ્રતી માસે એક વાર જ કેવી રીતે નીકળી ગર્ભનળી(ફેલોપાઇન ટયુબ) માં આવે છે તે બતાવ્યું. ગર્ભનળીમાં સ્રી–પુરૂષ સંભોગને કારણે હાજર રહેલી સલામત થાપણ,પુરૂષના લાખ્ખો શુક્રાણુઓમાંથી ફક્ત એક જ શુક્રાણુ ગર્ભનળીમાં રહેલા સ્રી બીજ ને મળીને ફલીન થાય છે. ફલીનીકરણ ગર્ભનળીમાં થઇને પોતાના સક્રીય પ્રયત્નોથી તે ગર્ભાશયમાં પ્રવેશ પામી તેની દિવાલ પર ચોંટી જાય છે અને પછી ક્રમશ; વીકાસ પામે છે. ફલીનીકરણ પછી પેલી ગર્ભનળીનો ગર્ભશાય સાથે જોડાયેલો માર્ગ નવમાસના સમય માટે બંધ થઇ જાય છે. માનવગર્ભ પછી માતાના ગર્ભશાયમાં વીકાસ પામે છે.
(4) ગર્ભધાનની સદર ક્રીયા દરેક સસ્તન પ્રાણીઓમાં અનિવાર્ય છે. કુદરતી છે. ભૌતીક છે.તેમાં કોઇ બહારની દૈવીકે ઇશ્વરી પરિબળ ચંચુપાત કરી શકતું નથી.( દરેક ધર્મોમાં અવતારી દેવ– દેવીઓ સદર જૈવીક પ્રક્રીયા સિવાય ચમત્કારીક રીતે જ જન્મેલાં હોય છે.) શરૂઆતને તબક્કે આશરે પ્રથમ એક માસના સમયગાળામાં કોઇપણ સસ્તન માદાપ્રાણીઓના ગર્ભમાં અને માનવ ગર્ભમાં જૈવીક રીતે ઓળખ એટલી એકસરખી અને એકરૂપ હોય છે કે તેમાં કોઇ જ તફાવત સુક્ષ્મ રીતે પણ ઓળખવો સરળ નથી.આ બધા જુદા જુદા પ્રાણીઓના ગર્ભોમાં તેટલી ભૌતીક સામ્યતા હોય છે. બતાવતો ફોટો અત્રે મુકેલ છે.
(5) માનવ ગર્ભની જાતિ, લિંગભેદ( સ્રી કે પુરૂષ) કેવી રીતે નક્કી થાય છે? લિંગભેદ નક્કી કરવા કોણ જવાબદાર? સ્રી કે પુરૂષ? કેવી રીતે? સદર યુ ટયુબ વીડીયોમાં સ્રી બીજ અને પુરૂષના શુક્રાણુનું સંયોજન કેવી રીતે થાય છે તે જીવંત બતાવવામાં આવ્યું હતું. સદર સંયોજન કોઇ નિયમને આધીન નથી.( It is totally the RANDOM ACT.) ફક્ત એક્ષ અને વાય રંગસુત્રોનું જ સંયોજન થાય તેવું સંશોધન થયેલ છે.પણ કાયદાકીય રીતે આપણા દેશમાં તે પ્રતીબંધ છે. તેવું નીવેદન ડૉ વલી સાહેબનું હતું. સ્રી બીજમાં ૨૩એક્ષએક્ષ (23XXChromosomes)જોડીનાં રંગસુત્રો હોય છે.જ્યારે પુરૂષના શુક્રાણુમાં ૨૩એક્ષવાય(23 XY)જોડીના રંગસુત્રો હોય છે.
(6) આ ફલીનીકરણની ક્રીયામાં બે એક્ષ રંગસુત્રોનું ફલીનીકરણ થાય( એક એક્ષ રંગસુત્ર સ્રીનું અને બીજું એક્ષ રંગસુત્ર પુરૂષનું) તો તે સ્રી–લીંગ ગર્ભ બને છે. અને જો એક એક્ષ(સ્રીનું) અને એક વાય(પુરૂષનું) રંગસુત્રોનું સંયુક્ત ફલીનીકરણ થાય તો પુરૂષ–લીંગ અસ્તીત્વમાં આવે! આમ ફલીનીકરણ બીજની જાતી કે લીંગ પુરૂષના એક્ષ કે વાય રંગસુત્રો નક્કી કરે છે તે સનાતન વૈજ્ઞાનીક સત્ય છે. જેને કોઇપણ ધર્મોએ સ્વીકાર્યું નથી.અને દીકરીના જન્મ માટે તેની માતાને જવાબદાર ગણીને સદીઓથી સ્રીઓને ધાર્મીક સત્યોએ અને ધર્મોએ પેદા કરેલ પુરૂષપ્રધાન સંસ્કૃતીએ ભયંકર અમાનુષી અત્યાચારો સ્રીઓને કર્યા છે અને હજુ કરતા આવ્યા છે.
(7) ભારતમાં તમામ આર એસ એસ અને ભાજપના નેતૃત્વના વીચારો અને વર્તનમાં, હીંદુ સ્રીઓનું મહત્વ ફક્ત ને ફક્ત પુરૂષ બાળકો પેદા કરનારી ફેકટરીથી વધારે લેશમાત્ર નથી.(ભલે દંભ તેનાથી વીરૂધ્ધનો કરે!) અંગત કૌટુબીક જીવનમાં આ હીંદુધર્મના ઠેકેદારોને ત્યાં પ્રમાણમાં વધુ બાળકો હોય છે. કુટુંબનીયોજન તે બધાને વર્જય હોય છે.
(8) આફ્રીકાના જંગલમાં સૌથી વધુ વસ્તી ઘાસચારા પર જીવન જીવનાર હરણ, ભેંસો વિ.પ્રાણીઓની હોય છે. તે બધાના ટોળા હોય છે. જ્યારે તેમની હીંસા કરી જીવનારા સીંહ,ચીંતા વી.ની વસ્તી પેલા બધા ટોળાની સરખામાણીમાં ઘણી મર્યાદિત હોય છે. તેનું કારણ મારો લેખ વાંચનારે શોધી કાઢવું પડશે!
(9) રંગસુત્રોના જીવકોષના કેન્દ્રની જોડીમાં આનુવંશિક લક્ષણો(GENES)વહન કરનારાં હોય છે. સદર રંગસુત્રો(DNA) જૈવીક ઉત્ક્રાંતીની દેન છે. તે બધા લાખો વર્ષોના જૈવીક સંઘર્ષમાંથી દર પેઢી દીઠ ઉતરી આવેલા છે.તેમાં થતાકુદરતી– ભૌતીક ફેરફારોને ડાર્વીને તેના ઉત્ક્રાંતીવાદવાદમાં સમજાવ્યા છે. સદર રંગસુત્રોની સામ્યતા અન્ય સસ્તન અને સજીવો સાથે છે. તેને કોઇ લેવાદેવા હીંદુ, મુસ્લીમ કે ખ્રીસ્તી ઓળખ કે વ્યવહારો સાથે લેશ માત્રનો સંબંધ હતો નહી અને આજે પણ નથી જ. રંગસુત્રો(DNA) આધારીત માનવીય વારસો વૈશ્વીક છે, અને રાષ્ટ્રની સીમોથી સંપુર્ણ સ્વતંત્ર છે. ' તેમાં મેરા દેશ મહાન જેવું વાયરસ ગેરહાજર હોય છે' . આ સનાતન પણ જૈવીક સત્ય પેલા ધર્મ અને સંસ્કૃતીઓનું રક્ષણ કરવા નીકળી પડેલા અને તેને આધારે રાજકીય રોટલો શેકવા નીકળી પડેલાને રૂકજાવ કરવા કયા કયા રંગસુત્રોની જરૂર છે?
(10) અમારા સદર વેબીનારનું તારણ હતું કે દરેક ભૌતીક સજીવ જૈવીક કોષના લક્ષણો– કાર્યોને કોઇ સંબંધ કપોળકલ્પીત પુર્વજન્મ, પુન:જન્મના કર્મો સાથે ક્યારેય હોઇ શકે જ નહી.
(11) મીત્રો, ખાસ સમજી લો કે માનવ બાળ જન્મ સાથે અન્યસજીવોની માફક તેના રંગસુત્રો આધારીત લક્ષણો લઇને જન્મે છે નહી કે પુર્વજન્મના કર્મો! ગીતા અને હીંદુધર્મ આધારીત વર્ણ– જાતી વ્યવસ્થાને નેસ્તનાબુત કરવા માટે આ નાનુ સરખું વૈજ્ઞાનીક જૈવીક સત્ય બને તેટલી ઝડપે સામાજીક ક્રાંતીની આધારશીલા તરીકે પ્રચાર પ્રસાર કરવાની તાતી જરૂરીયાત સૌથી વધારે આજે છે તેટલી ક્યારેય નહતી !