Thursday, November 28, 2024

મારે ભારત દેશના નાગરિક બનવું છે!

મારે ભારત દેશના નાગરિક બનવું છે!

 મારે આ દેશના હિંદુ બનવું નથી. મુસલમાન પણ બનવું  નથી. ઈસાઈ, જૈન કે બૌદ્ધ કે શીખ પણ બનવું નથી. કેમ ભાઈ આવી વાત કરો છો ?

 શું હું એકી સાથે બે ઓળખને ન્યાય આપી શકું? હું જન્મથી મા-બાપે વારસામાં આપેલ ધાર્મિક ઓળખ અને બીજી બાજુએ  વૈજ્ઞાનિક જૈવિક ઉત્ક્રાતિ ને આધારે ભૌતિક પુરાવા આધારિત મને મળેલ જૈવિક ઓળખ( Biological identity) કે  આ વિશ્વના તમામ માનવીઓ સરખા છે સમાન છે. વિશ્વ પરના આશરે 200 દેશો કરતા વધારે દેશોમાં જીવન જીવતા તમામ માનવીઓની જીવન ટકાવી રાખવાની તમામ જરૂરિયાતો માત્ર માત્ર બિલકુલ સમાન છે એક છે !મને આ લેખ વાંચનાર બતાવી શકશે ખરો કે વિશ્વની આશરે આઠ અબજની વસ્તીમાં હિંદુ જે પ્રાણવાયુ લે છે તેનીથી તે જ દેશનો મુસ્લિમ,ઈસાઈ કે શીખ વિ પ્રાણવાયુને બદલે કાર્બન ડાયોક્સસાઈડ, હાઈડ્રોજેન કે સલ્ફર પોતાના શ્વાસ માં લે છે!  જો ખરેખર જુદા જુદા ધર્મોના ઈશ્વરો પોતાના સર્જેન કરેલા માનવ બીબાઓને તેમના જીવનના ભૌતિક સંચાલન માટે જેવાકે ખોરાક-પચનતંત્ર, શ્વાસો શ્વાસ ની ક્રિયા,પાંચેય ઇન્દ્રિયઓ ( આંખ,નાક,કાન, જીભ અને ત્વચા ),પ્રજોપ્તિ, વી જેવા તંત્રો ના કાર્યો કેમ શૂન્ય એક ટકો પણ ઈશ્વરી તાકાતથી લેશ માત્ર કેમ જુદા રાખી શકતા નથી? 

આપણે જૈવિક રીતે 100% સમાન હોઈએ તો  આપણને જુદા જુદા કૌટુંબિક,જ્ઞાતિ, જાતી, વર્ણ,પ્રદેશ, ભાષા, અને જુદા જુદા ધર્મોના લેબલો આપીને કોણ ભાગલા પડાવે છે? તેમાં હિત કોનું સધાય  છે કે કોનું ભલું થાય છે?નુકશાન કોનું થાય છે? આપણા દેશના કોઈપણ નાગરિકની બીજા અન્ય નાગરિક કરતાં મૂળભૂત જરૂરિયાતો (રોટી,કપડાં અને મકાન વી) કેવી  રીતે જુદી હોઈ શકે? આ બધી મૂળભૂત જરૂરિયાતો ને કોઈ માનવ,અન્ય માનવસર્જિત સંસ્થાઓ કે ધર્મોએ સર્જેલી દીવાલોથી  કોઈ ફેરફાર કરી શકતી નથી.

જ્યાં જ્યાં માનવ રહે છે ત્યાં ત્યાં મુળભૂત જરૂરિયાતો સમાન છે, તેના માટેનો એકબીજાનો સહકાર અને સંઘર્ષ પણ સમાન છે.માનવ તરીકે જીજીવિષા ટકાવવાના સંઘર્ષમાંથી જે માનવીય નીતિ નિયમો વિકસ્યા તે ઐહિક ( secular morality) હતા. આ પૃથ્વીપર  માનવજીવન ટકાવી રાખવા અને વિકસાવવા માટે હતા.તે તમામ ઐહિક નૈતિક વ્યવહારો  મૃત્યુ પછીના જીવન માટે સારી વર્ણમાં પુનર્જન્મ, સ્વર્ગ, મોક્ષ કે મુક્તિ (Salvation )માટે ન હતા.

માનવીય ઐહિક નૈતિકતાનો આધાર ( કયો વ્યવહાર નૈતિક અને કયો અનૈતિક )તે માનવી પોતે પોતાની તર્કવિવેક શક્તિ (rationality)નો ઉપયોગ કરીને પોતાના દુન્યવી સુખ માટે કુદરતી પરિબળોની નિયમબદ્ધતા સમજીને ક્રમશ: વિકસતો ગયો.

માનવીય સ્તર પર તેની જીવન ટકાવવાની જીજીવિષા (સ્વતંત્રતા)એટલે એવા તમામ સામાજિક, આર્થિક અને રાજકીય સંસ્થાઓનું સર્જેન જે કુદરતી પરિબળો સામે તેને સતત શક્તિશાળી  બનવામાં  મદદ કરે!

હવે આપણે આપણી જાતને સવાલ પૂછીએ કે ભાઈ કે બહેન ! બોલો! ધર્મ કેન્દ્રી માનવ વ્યવસ્થા અને નાગરિક કેન્દ્રી વ્યવસ્થા બે માંથી શું પસંદ કરશો? કેમ? શાથી? મારા તમારા જીવન જીવવાના અને તેને સમૃદ્ધ કરવા માટે નાગરિક જીવનના  મૂલ્યો પ્રમાણે કેવી રીતે અરસપરસના માનવીય વ્યવહાર અને સંબંધો વિકસાવશો? 

  1. માનવ માત્ર એક હોય તો હિન્દુ વર્ણવ્યવસ્થા આધારિત ચતુર્વર્ણવ્યવસ્થામાં પ્રવર્તમાન સામાજિક અસમાન વ્યવસ્થા અંગે તમારો અભિપ્રાય?

  2. बटेंगे तो कटेंगे? एक है तो सेफ है? 

  3. विधर्मी કોણ? જો બધાજ  નાગરિક હોય તો? નાગરિક તરીકે માનવીની મૂળ કે અસલી ઓળખ ( PRIMORDIAL ) કઈ ?

  4.  વધુ ચર્ચા વાંચકોના જવાબ પર આધારિત રહેશે!      


--