Tuesday, December 10, 2024

સને  1948માં  યુનો માં “માનવ અધિકાર ” ઉદઘોષણાઓ ( Declaration ) માં

સને  1948માં  યુનો માં "માનવ અધિકાર " ઉદઘોષણાઓ ( Declaration ) માં મહત્વનું પણ ક્રાંતિકારી અને પાયાનું સૂચન કરવામાં ભારતીય પ્રતિનિધિ હંસાબેન મહેતાનો જે તે સમયે અગત્યનો ફાળો.

માનવ અધિકારોની ચર્ચા માં વાક્ય " All men  are born equal  and  free" એક સર્વસ્વીકૃત અવતરણ વાક્ય તરીકે પસંદ કરવાનું નક્કી થયું હતું. ત્યારે આપણા દેશના ડેલિગેટ હંસાબેન  મહેતાએ તે વાક્યના એક શબ્દમાં સુધારો સૂચવ્યો હતો. જે સર્વાનુમતે સ્વીકારવામાં  આવ્યો હતો. "All  men"  ને બદલે All Human Beings શબ્દો મુકાવીને " Men " શબ્દ પિતૃસત્તાક માનસિકતાનું પ્રતિબિંબ છે  તે સમજાવીને એક વૈશ્વિક સમજ પેદા કરવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.માનવ અધિકારોની ઉદઘોષણામાં તેને કલમ એકમાં મૂકી દેવામાં આવેલ છે. સદર પેટ કમિટીનું " ચેરપર્સન ને બદલે  ચેરલેડી કે મેડમ " તેસમયના અમેરિકન પ્રમુખ રૂઝવેલના પત્નિ Eleanor Roosevelt હતા.

 Women Who Shaped the Declaration- Women delegates from various countries played a key role in getting women's rights included in the Declaration. Hansa Mehta of India (standing above Eleanor Roosevelt) is widely credited with changing the phrase "All men are born free and equal" to "All human beings are born free and equal" in Article 1 of the Universal Declaration of Human Rights.

(કલમ (1) બધા મનુષ્યો સ્વતંત્ર અને ગૌરવ અને અધિકારોમાં સમાન જન્મે છે. તેઓ તર્ક અને વિવેકથી સંપન્ન છે અને તેમણે એકબીજા પ્રત્યે ભાઈચારાની ભાવનાથી વર્તવું જોઈએ કે જેની પાસે તેમના સંરક્ષણ માટે જરૂરી તમામ બાંયધરી છે.

Article 1-All human beings are born free and equal in dignity and rights. They are endowed with reason and conscience and should act towards one another in a spirit of brotherhood which he has had all the guarantees necessary for his defence..

--

Monday, December 9, 2024

મારે ભારત દેશના નાગરિક બનવું છે! ભાગ-2.

  આજે આ લેખ ભાગ-2 માં હું ચર્ચા કરવા માગું છું કે   મને અને તમને નાગરિક બનવામાં કોણ રોકે છે ?  સાથે સાથે એવા ક્યાં ક્યાં પરિબળો છે જે આપણે નાગરિક બનવામાં મદદ કરે છે. તેની પણ ચર્ચા કરવા માગું છું .

મને અને તમને નાગરિક બનવામાં ક્યાં ક્યાં પરિબળો રોકે છે? .

મેં તા-25મી નવેંબરએ "મારે ભારત દેશના નાગરિક બનવું છે! ભાગ-1"લેખ  મારી ફેસબુક ની નવી પોસ્ટ પર મુકેલો છે. તેના અનુસંધાનમાં આ ભાગ -2 તૈયાર કર્યો છે.ઘણા મિત્રોની ધ્યાન બહાર ગયો હશે. તેથી તે જૂનો લેખ પણ આજના લેખના અંતમાં મુક્યો છે.

        આજે તા 8મી ડિસેમ્બરે અંગ્રેજી દૈનિક સન્ડે ઇન્ડિયન એક્સપ્રેસમાં  વૈશ્વિક કક્ષાના માન્ય જાહેર બૌદ્ધિક "યુવલ નોઆ હરારી " હાલ ઈઝરાઈલના હિબ્રુ યુનિ ના ઇતિહાસના પ્રોફેસર સાથે  અનંત ગોયેન્કાએ (Executive Director) આપણા દેશ ની નાગરિકતા બાબતે (અન્ય પ્રશ્નો સાથે) પ્રશ્નોત્તરી પૂછતાં પ્રોફ-યુવલ હરારીએ પોતાના નીચે મુજબના નિરીક્ષણો વાતચીતમાં રજૂ કર્યા હતા.

હું ભારત વિશે જે વિચારું છું તેમાંથી એક એ છે કે આ દેશ મૂળભૂત સામાજિક રીતે  આપણે ખૂબ જ ઉંચનીચમાં શ્રેણીબદ્ધ રીતે વહેંચાઈ ગયેલા છે. કોઈ નાગરિક જ નથી. કર્મચારી-એમ્પ્લોયર; ગુરુ-શિષ્ય;  વૃદ્ધ -યુવાન ;  ભારતમાં હાયરાર્કી મહત્વની છે…તેની સામે  પછી અમેરિકન રીત છે, જે ખૂબ જ આકર્ષક છે અને વિશ્વની કલ્પનાને આકર્ષે છે: ત્યાં સામાજિક રીતે બધું સમાન છે. તો શું સમાનતા એ સાર્વત્રિક મૂલ્ય છે? શું અમેરિકામાં ભારત કરતાં અલગ રીતે વિચારવામાં આવે છે?

સમાનતાનો આદર્શ સમગ્ર વિશ્વમાં ખૂબ જ આકર્ષક છે કારણ કે તે ઊંડા સત્ય પર આધારિત છે. હા, બધા મનુષ્યો અનિવાર્યપણે સમાન છે, જૈવિક રીતે આપણે બધા સમાન છીએ. આપણી પાસે સમાન શરીર છે. આપણી પાસે સમાન માનસિક અને શારીરિક ક્ષમતાઓ છે. ધર્મોના આધાર પર બનેલી સંસ્કૃતિઓ  આ બધા તફાવતો બનાવે છે. ઓહ, તમે આ જૂથમાંથી છો. તમે આ જાતિના છો. તમે આ લિંગમાંથી છો. તેથી તમે ઉચ્ચ છો. પેલા  નીચા છો. આ બધું માનવીની કલ્પના છે. અલબત્ત, માનવીની કલ્પના દુનિયાને બદલી નાખે છે. અમારી કલ્પનાને કારણે, અમે કેટલાક જૂથને વધુ સારું શિક્ષણ, વધુ પૈસા, વધુ હોદ્દા આપીએ છીએ… (તેઓ) વધુ શક્તિશાળી, વધુ શિક્ષિત બને છે. આ બાયોલોજીમાંથી નથી આવતું. આ આપણી કલ્પનામાંથી આવે છે.

તા-25મી નવેંબરનો મારો લેખ-

મારે ભારત દેશના નાગરિક બનવું છે! ભાગ-1.

 મારે આ દેશના હિંદુ બનવું નથી. મુસલમાન પણ બનવું  નથી. ઈસાઈ, જૈન કે બૌદ્ધ કે શીખ પણ બનવું નથી. કેમ ભાઈ આવી વાત કરો છો ?

 શું હું એકી સાથે બે ઓળખને ન્યાય આપી શકું? હું જન્મથી મા-બાપે વારસામાં આપેલ ધાર્મિક ઓળખ અને બીજી બાજુએ  વૈજ્ઞાનિક જૈવિક ઉત્ક્રાતિ ને આધારે ભૌતિક પુરાવા આધારિત મને મળેલ જૈવિક ઓળખ( Biological identity) કે  આ વિશ્વના તમામ માનવીઓ સરખા છે સમાન છે. વિશ્વ પરના આશરે 200 દેશો કરતા વધારે દેશોમાં જીવન જીવતા તમામ માનવીઓની જીવન ટકાવી રાખવાની તમામ જરૂરિયાતો માત્ર માત્ર બિલકુલ સમાન છે એક છે !મને આ લેખ વાંચનાર બતાવી શકશે ખરો કે વિશ્વની આશરે આઠ અબજની વસ્તીમાં હિંદુ જે પ્રાણવાયુ લે છે તેનીથી તે જ દેશનો મુસ્લિમ,ઈસાઈ કે શીખ વિ પ્રાણવાયુને બદલે કાર્બન ડાયોક્સસાઈડ, હાઈડ્રોજેન કે સલ્ફર પોતાના શ્વાસમાં લે છે!  જો ખરેખર જુદા જુદા ધર્મોના ઈશ્વરો પોતાના સર્જેન કરેલા માનવ બીબાઓને તેમના જીવનના ભૌતિક સંચાલન માટે જેવાકે ખોરાક-પચનતંત્ર, શ્વાસો શ્વાસ ની ક્રિયા,પાંચેય ઇન્દ્રિયઓ ( આંખ,નાક,કાન, જીભ અને ત્વચા ),પ્રજોપ્તિ, વી જેવા તંત્રો ના કાર્યો કેમ શૂન્ય એક ટકો પણ ઈશ્વરી તાકાતથી લેશ માત્ર કેમ જુદા રાખી શકતા નથી? 

આપણે જૈવિક રીતે 100% સમાન હોઈએ તો  આપણને જુદા જુદા કૌટુંબિક,જ્ઞાતિ, જાતી, વર્ણ,પ્રદેશ, ભાષા, અને જુદા જુદા ધર્મોના લેબલો આપીને કોણ ભાગલા પડાવે છે? તેમાં હિત કોનું સધાય  છે કે કોનું ભલું થાય છે?નુકશાન કોનું થાય છે? આપણા દેશના કોઈપણ નાગરિકની બીજા અન્ય નાગરિક કરતાં મૂળભૂત જરૂરિયાતો (રોટી,કપડાં અને મકાન વી) કેવી  રીતે જુદી હોઈ શકે? આ બધી મૂળભૂત જરૂરિયાતો ને કોઈ માનવ,અન્ય માનવસર્જિત સંસ્થાઓ કે ધર્મોએ સર્જેલી દીવાલોથી  કોઈ ફેરફાર કરી શકતી નથી.

જ્યાં જ્યાં માનવ રહે છે ત્યાં ત્યાં મુળભૂત જરૂરિયાતો સમાન છે, તેના માટેનો એકબીજાનો સહકાર અને સંઘર્ષ પણ સમાન છે.માનવ તરીકે જીજીવિષા ટકાવવાના સંઘર્ષમાંથી જે માનવીય નીતિ નિયમો વિકસ્યા તે ઐહિક ( secular morality) હતા. આ પૃથ્વીપર  માનવજીવન ટકાવી રાખવા અને વિકસાવવા માટે હતા.તે તમામ ઐહિક નૈતિક વ્યવહારો  મૃત્યુ પછીના જીવન માટે સારી વર્ણમાં પુનર્જન્મ, સ્વર્ગ, મોક્ષ કે મુક્તિ (Salvation )માટે ન હતા.

માનવીય ઐહિક નૈતિકતાનો આધાર ( કયો વ્યવહાર નૈતિક અને કયો અનૈતિક )તે માનવી પોતે પોતાની તર્કવિવેક શક્તિ (rationality)નો ઉપયોગ કરીને પોતાના દુન્યવી સુખ માટે કુદરતી પરિબળોની નિયમબદ્ધતા સમજીને ક્રમશ: વિકસતો ગયો છે .

માનવીય સ્તર પર તેની જીવન ટકાવવાની જીજીવિષા (સ્વતંત્રતા)એટલે એવા તમામ સામાજિક, આર્થિક અને રાજકીય સંસ્થાઓનું સર્જેન જે કુદરતી પરિબળો સામે તેને સતત શક્તિશાળી  બનવામાં  મદદ કરે!

હવે આપણે આપણી જાતને સવાલ પૂછીએ કે ભાઈ કે બહેન ! બોલો! ધર્મ કેન્દ્રી માનવ વ્યવસ્થા અને નાગરિક કેન્દ્રી વ્યવસ્થા બે માંથી શું પસંદ કરશો? કેમ? શાથી? મારા તમારા જીવન જીવવાના અને તેને સમૃદ્ધ કરવા માટે નાગરિક જીવનના  મૂલ્યો પ્રમાણે કેવી રીતે અરસપરસના માનવીય વ્યવહાર અને સંબંધો વિકસાવશો? 

  1. માનવ માત્ર એક હોય તો હિન્દુ વર્ણવ્યવસ્થા આધારિત ચતુર્વર્ણવ્યવસ્થામાં પ્રવર્તમાન સામાજિક અસમાન વ્યવસ્થા અંગે તમારો અભિપ્રાય?

  2. बटेंगे तो कटेंगे? एक है तो सेफ है? 

  3. विधर्मी કોણ? જો બધાજ  નાગરિક હોય તો? નાગરિક તરીકે માનવીની મૂળ કે અસલી ઓળખ ( PRIMORDIAL ) કઈ ?

  4.  વધુ ચર્ચા વાંચકોના જવાબ પર આધારિત રહેશે!      

What yuval noah harari says about India & religion.One of the things that I think about India is that we are a very hierarchical place. Employee-employer; guru-shishya; old-young; hierarchy matters in India… then there's the American way, which is so attractive and captures the imagination of the world: everything is equal. So is equality a universal value? Is it thought about differently in America than in India?The ideal of equality is very attractive all over the world because it is based on a deep truth. Yes, that all humans are essentially the same, biologically we are all the same. We have the same bodies. We have the same mental and physical capabilities. Culture creates all these differences. Oh, you're from this group. You're from this caste. You're from this gender. So you are higher. You are lower. All of this is human imagination. Of course, human imagination changes the world. Because of our imagination, we give some groups better education, more money, more positions… (they) become more powerful, more educated. This is not coming from biology. This is coming from our imagination.

.

મારે ભારત દેશના નાગરિક બનવું છે! ભાગ-1.

 મારે આ દેશના હિંદુ બનવું નથી. મુસલમાન પણ બનવું  નથી. ઈસાઈ, જૈન કે બૌદ્ધ કે શીખ પણ બનવું નથી. કેમ ભાઈ આવી વાત કરો છો ?

 શું હું એકી સાથે બે ઓળખને ન્યાય આપી શકું? હું જન્મથી મા-બાપે વારસામાં આપેલ ધાર્મિક ઓળખ અને બીજી બાજુએ  વૈજ્ઞાનિક જૈવિક ઉત્ક્રાતિ ને આધારે ભૌતિક પુરાવા આધારિત મને મળેલ જૈવિક ઓળખ( Biological identity) કે  આ વિશ્વના તમામ માનવીઓ સરખા છે સમાન છે. વિશ્વ પરના આશરે 200 દેશો કરતા વધારે દેશોમાં જીવન જીવતા તમામ માનવીઓની જીવન ટકાવી રાખવાની તમામ જરૂરિયાતો માત્ર માત્ર બિલકુલ સમાન છે એક છે !મને આ લેખ વાંચનાર બતાવી શકશે ખરો કે વિશ્વની આશરે આઠ અબજની વસ્તીમાં હિંદુ જે પ્રાણવાયુ લે છે તેનીથી તે જ દેશનો મુસ્લિમ,ઈસાઈ કે શીખ વિ પ્રાણવાયુને બદલે કાર્બન ડાયોક્સસાઈડ, હાઈડ્રોજેન કે સલ્ફર પોતાના શ્વાસ માં લે છે!  જો ખરેખર જુદા જુદા ધર્મોના ઈશ્વરો પોતાના સર્જેન કરેલા માનવ બીબાઓને તેમના જીવનના ભૌતિક સંચાલન માટે જેવાકે ખોરાક-પચનતંત્ર, શ્વાસો શ્વાસ ની ક્રિયા,પાંચેય ઇન્દ્રિયઓ ( આંખ,નાક,કાન, જીભ અને ત્વચા ),પ્રજોપ્તિ, વી જેવા તંત્રો ના કાર્યો કેમ શૂન્ય એક ટકો પણ ઈશ્વરી તાકાતથી લેશ માત્ર કેમ જુદા રાખી શકતા નથી? 