Tuesday, December 10, 2024

સને  1948માં  યુનો માં “માનવ અધિકાર ” ઉદઘોષણાઓ ( Declaration ) માં

સને  1948માં  યુનો માં "માનવ અધિકાર " ઉદઘોષણાઓ ( Declaration ) માં મહત્વનું પણ ક્રાંતિકારી અને પાયાનું સૂચન કરવામાં ભારતીય પ્રતિનિધિ હંસાબેન મહેતાનો જે તે સમયે અગત્યનો ફાળો.


માનવ અધિકારોની ચર્ચા માં વાક્ય " All men  are born equal  and  free" એક સર્વસ્વીકૃત અવતરણ વાક્ય તરીકે પસંદ કરવાનું નક્કી થયું હતું. ત્યારે આપણા દેશના ડેલિગેટ હંસાબેન  મહેતાએ તે વાક્યના એક શબ્દમાં સુધારો સૂચવ્યો હતો. જે સર્વાનુમતે સ્વીકારવામાં  આવ્યો હતો. "All  men"  ને બદલે All Human Beings શબ્દો મુકાવીને " Men " શબ્દ પિતૃસત્તાક માનસિકતાનું પ્રતિબિંબ છે  તે સમજાવીને એક વૈશ્વિક સમજ પેદા કરવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.માનવ અધિકારોની ઉદઘોષણામાં તેને કલમ એકમાં મૂકી દેવામાં આવેલ છે. સદર પેટ કમિટીનું " ચેરપર્સન ને બદલે  ચેરલેડી કે મેડમ " તેસમયના અમેરિકન પ્રમુખ રૂઝવેલના પત્નિ Eleanor Roosevelt હતા.

 Women Who Shaped the Declaration- Women delegates from various countries played a key role in getting women's rights included in the Declaration. Hansa Mehta of India (standing above Eleanor Roosevelt) is widely credited with changing the phrase "All men are born free and equal" to "All human beings are born free and equal" in Article 1 of the Universal Declaration of Human Rights.

(કલમ (1) બધા મનુષ્યો સ્વતંત્ર અને ગૌરવ અને અધિકારોમાં સમાન જન્મે છે. તેઓ તર્ક અને વિવેકથી સંપન્ન છે અને તેમણે એકબીજા પ્રત્યે ભાઈચારાની ભાવનાથી વર્તવું જોઈએ કે જેની પાસે તેમના સંરક્ષણ માટે જરૂરી તમામ બાંયધરી છે.

Article 1-All human beings are born free and equal in dignity and rights. They are endowed with reason and conscience and should act towards one another in a spirit of brotherhood which he has had all the guarantees necessary for his defence..



--