Thursday, March 22, 2018

આઇનસ્ટાઇનનો ઇશ્વરના અસ્તીત્વ અંગે એક મૌલીક પત્ર–––


આઇનસ્ટાઇનનો ઇશ્વરના અસ્તીત્વ અંગે એક મૌલીક પત્ર–––

( Two things are infinite. The universe  & human stupidity. I am not so sure about the Universe but ----બે વસ્તુઓ અનંત છે. એક બ્રહ્માંડ અને બીજી માનવીય મુર્ખતા. મને બ્રહ્માંડ અંતહીન છે કે નહી તેની ખબર નથી પણ......) આઇસ્ટાઇન.

સને ૧૯૫૪ની ૩જી ઓગસ્ટના રોજ આલબર્ટ આઇનસ્ટાઇને તત્વજ્ઞાની એરીક ગુટકીંડને એક પત્ર લખ્યો હતો. જે જગમશહુર થઇ ગયો છે. ખરેખર બીના એ બની હતી કે ગુટલીંડે પોતાની નવી એક ચોપડી લખી હતી. જેનું નામ હતું '  Choose life ! The Bibelical call to revolt ' . આ ચોપડીનું મુલ્યાંકન કરવા ગુટલીંડે આઇનસ્ટાઇનને ભલામણ કરેલી હતી. જે ચોપડી વાંચીને આઇનસ્ટાઇને પોતાના વીચારો નીચે મુજબ રજુ કર્યા હતા.

આઇનસ્ટાઇન જન્મે યહુદી હતા. તેઓને બીજા રાષ્ટ્રપતી બનવાનું આમંત્રણ ઇઝરાઇલ દેશની સરકારે યહુદી હોવાને નાતે આપ્યું હતું. સદર આમંત્રણને આઇનસ્ટાઇને તરતજ ફગાવી દીધું હતું. કારણકે યહુદી ધર્મ એમ શીખ આપે છે કે તેમનો ધર્મ જગતના બીજા ધર્મો કરતાં એટલા માટે શ્રૈષ્ઠ છે તેમના અનુયાઇઓ ઇશ્વરના સૌથી પ્રીય સંતાનો છે. બીજા એક પ્રસંગે આઇનસ્ટાઇન જેરૂસલેમ ગયા હતા. ત્યાંના દેવળની 'વેલીંગ વોલ'  (પવીત્ર સ્થળ) ને અડકીને કેટલાક યહુદીઓ પોતાનું નાક ઉપર નીચે ઘસતા હતા અને પછી લાગણીવશ થઇને સમુહમાં રડતા હતા. આવું દશ્ય જોઇને આઇનસ્ટાઇને કહ્યું કે આ બધા લાગણીસભર યુવાનો જે હકીકત ભુતકાળની થઇ ગઇ છે તેને ગાંડાની માફક પકડી રહ્યા છે. યહુદી પ્રજા આ રીતે પોતાનો ભુતકાળ વીસરાઇ ન જાય માટે  તેને બોચીમાંથી પકડી રાખ્યો છે. સાથે સાથે પોતાના ભવીષ્ય તરફ સામુહીક રીતે પીઠ ફેરવી દીધી છે.

 આટલા નીરીક્ષણ પછી ગુટકીંડને લખેલા પત્રનો ઉલ્લેખ છે.

" મારા માટે ભગવાન શબ્દનો અર્થ ફક્ત મનુષ્યની કમજોરી સીવાય બીજો કશો થતો નથી. ઘણા બધા માટે બાયબલ આદરીણ પુસ્તક ભલે રહ્યું. પણ તેની બધી જ વાર્તાઓ કે પ્રસંગો બાળક બુધ્ધી માટેનાજ છે. તેનાથી વધારે કાંઇ જ તેમાં નથી. ( શું બીજા ધર્મોના પુસ્તકોમાં તેનાથી જુદી વાર્તા હોય છે? ભાવાનુવાદ કરનારનો મત). ભલે કોઇ બાયબલનું અર્થઘટન ગમે તે કરે, પણ મારો મત આ મુદ્દે જે મે પ્રદર્શીત કર્યો છે તેનાથી જુદો ક્યારે હોવાનો નથી. બીજા ધર્મોના ધર્મ પુસ્તકોની માફક  બાયબલ પણ તેના અનુયાઇઓમાં અંધવીશ્વાસ ફેલાવવાનો સંગઠીત પ્રયાસ સીવાય બીજુ કશું નથી. યહુદી પ્રજા વીશ્વભરની બીજા ધર્મની પ્રજાઓ કરતાં કોઇપણ રીતે વીશીષ્ટ પ્રજા હતી નહી અને આજે પણ નથી. તે રીતે વીશ્વના કોઇપણ ધર્મની પ્રજા બીજા કોઇપણ ધર્મની પ્રજાની સરખામણીમાં શ્રૈષ્ઠ કે વીશીષ્ઠ માને તે માનસીક ગાંડપણ સીવાય બીજું કશું હોઇ ન શકે! માનવી તરીકે જે સારૂ– ખોટું જે બધી પ્રજઓમાં હોય છે તેનાથી લેશ માત્ર જુદુ અમારી યહુદીપ્રજામાં નથી. સાચી હકીકત એ છે કે યહુદી પ્રજા તરીકે સદીઓથી રાજ્ય સત્તાથી વંચીત હતી તેને કારણે પોતાના અસ્તીત્વની જરૂરીયાતમાંથી તે અતી સંવેદનશીલ પ્રજા બની છે. તમે સત્તાવીહીનતાની માનસીકતા કાઢી નાંખો તો યહુદી પ્રજા પાસે બીજુ કશું વીશીષ્ટ તમને મલશે નહી. એક બાજુ સત્તાવીહીનતાની માનસીકતા અને બીજીબાજુ અમે ઇશ્વરનું પ્યારુ સંતાન આવી વીરોધાભાસી સ્થીતી કેવી રીતે હોઇ શકે? ઇશ્વરનું પ્યારૂ સંતાન હજારો વર્ષોથી કેવીરીતે સત્તાવીહીન સ્થીતીમાં રહી શકે? ( તો પછી પેલો ઉપર બેઠો બેઠો શુ કરે છે? ભાવાનુવાદક.) આતો સંગઠીત રીતે પોતાના દંભને સંતાડવાનો રસ્તો દરેક ધર્મોએ શોધી કાઢયો છે.

       હું જાહેરમાં આઇસ્ટાઇન તરીકે સ્પષ્ટ કહું છું કે જ્યાંસધી મારી બૌધ્ધીક પ્રતીબધ્ધતાને લાગેવળગે ત્યાંસુધી મારાવીચારો તમારા બધા કરતા બીલકુલ જુદા છે. ભીન્ન છે. તેમાં ક્યારેય મેળ ખાય તેમ નથી.

 પણ માનવ માનવ તરીકે આ વીશ્વમાં એકબીજા સાથે કેવા સંબંધો હોવા જોઇએ તે અંગે મારા અને તમારા વીચારોમાં કોઇ તફાવત નથી. ખરેખર તેમાં સામ્યતા છે, સરખાપણું છે. એકબીજાની સમસ્યાઓ કેવીરીતે ઉકેલી શકાય તે માટે આવો! આપણે સહીયારો પુરૂષાર્થ કરીએ!–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

O Ϲ����_
--
Sent with Mailtrack