Friday, March 2, 2018

About Shreedevi's last Funeral

માનવધર્મ બધા ધર્મોમાં સર્વશ્રૈષ્ઠ ધર્મ છે.

દુબઇમાં શ્રીદેવીના મૃતદેહને ભારત લાવવાની બધીજ જવાબદારી અસરફે પુરી કરી આપી.

 દુબઇની ભારતીય એલચી કચેરીએ શહેરમાં ભારતીયો અને અન્ય મૃત્યુ પામે ત્યારે જે તે મૃત્યુ દેહને વતનમાં પહોંચાડવાનું કામ કરનાર અસરફ થામારસેરીનો (એ.ટી) નો સંપર્ક સાધ્યો. આ કામ પણ તે કોઇપણ જાતના વેતન કે બદલાની આશા રાખ્યા વીના કરતો હતો. એ.ટી. મુળ કેરાલાના  ઉત્તરમાં આવેલા કોઝીકોડ જીલ્લાનો મલાયલી મુસ્લીમ છે. તેનો યુનાઇટેડ આરબ અમીરાતના શહેર દુબઇના એક પરગણામાં મોટર ગેરેજ છે. અસરફે છેલ્લા અઢારવર્ષોમાં દુબઇ  રોજગારી માટે કામ કરવા આવેલા બીનકુશળ કે બ્લુવર્કર થી માંડીને ઘણા બધાના આશરે ૪૫૦૦ મૃત દેહોને જે તે દેશોમાં મોકલી આપેલા છે.

જેના મૃત દેહને પરદેશ હવાઇ જહાજ કે સ્ટીમરમાં મોકલવાનો હોય તેના માટે યુ એ ઇના કાયદામુજબ

શબને ટકાવી રાખવા સુવાસીત કરવાની પ્રક્રીયા (Embalming ઇમ્બાલમીંગ) કરવી ફરજીયાત  (mANDATORY) ] છે. સરકારે તે માટે ખાસ ' ઇમ્બાલમીંગ સેન્ટર' ખોલેલું છે. પરદેશ મોકલાવનારા શબ માટે ત્યાં લઇ ગયા પછી સ્પેશીઅલ એરટાઇટ કોફીનમાં મુકી દેવામાં આવે છે. જે કોઇને મૃત્યુ પામેલ પોતાના સ્નેહીના અંતીમ દર્શન કે શ્રધ્ધાંજલી આપવી હોય તે માટેનું આ અંતીમ સ્થળ છે. ત્યારા પછી તે કોફીનેને ખોલી શકાય નહી. તે રીતે કોફીનમાં દેહને વીમાનામાં લઇ જવામાં આવે છે.

 દુ;ખ સાથે જણાવવું પડે છે કે શ્રી દેવી જેવી જાજરમાન એકટ્રરેસને આવા લાગણીવીભોર અપમૃત્યુના સમયે દુબઇના આ ' ઇમ્બાલમીંગ સેન્ટર' પર ફક્ત ૪૦ માણસો શ્રધ્ધાંજલી આપવા હાજર હતા. તેમાંથી મોટાભાગના  કેરલવાસી મુસ્લીમ હતા. બે માણસો ભારતની એમ્બેસી કચેરીના હતા.તેણીના કુટુંબનો તો ફક્ત એકજ માણસ હાજર હતો .

દુબઇની પોલીસ ગુનાશોધક સંસ્થા મુજબ શ્રી દેવીનું મૃત્યુ અપમૃત્યુ હતું. તેથી દુબઇ એરપોર્ટ નજીદીક આવેલા પોલીસના મરણઘર( મૉરચ્યુરી)માં લઇ જવામાં આવ્યો હતો. અસરફે ભારતીય એમ્બેસીના અધીકારીઓને જણાવ્યું કે હું આ બધી કાયદાકીય પ્રક્રીયાઓથી તે પરીચીત છે. પણ તેણીના મૃત–દેહ અંગે સ્થાનીક પોલીસ કાર્યવાહી કરી રહી હતી તેથી  મૃત શરીરનો કબજો મળતાં ત્રણ દીવસ પસાર થઇ ગયા. અસરફના કહેવા મુજબ પબ્લીક પ્રોસીક્યુટરની પોસ્ટ આપણા દેશના મેજીસ્ટ્રટે સાહેબની સમકક્ષ છે. આ બધાજ દીવસ અસરફ ખડાપગે પોતાની નીસ્વાર્થ સેવા આપી રહ્યો હતો. અસરફની નીગરાની નીચે તૈયાર થયેલ કોફીન કે શબપેટી પર અસરફનું નામ અને મોબાઇલ નંબર પોલીસ તરફથી અસરફના માનમાં લખવામાં આવતો હતો.

 પોલીસ કાર્યવાહી પુરી થતાં મૃતદેહને સાચવવાની ક્રીયા ((Embalming ઇમ્બાલમીંગ) તો ફક્ત ૩૫માં મીનીટમાં જ પુરી થઇ ગઇ હતી તેવું અસરફનું કહેવું હતું. ત્યારાબાદ તરતજ શ્રીદેવીના મૃતદેહને વીમાનમાં લઇ જવા એરટાઇટ કોફીનામાં ગોઠવી દેવામાં આવ્યો હતો.    

અસરફને પત્રકારોએ પુછયું કે ભાઇ, તું શ્રીદેવીની શબવાહીની સાથે એરપોર્ટ સુધી કેમ ગયો નહી? તેણે જવાબ આપ્યો કે મારે હજુ બીજા ચાર ભારતીયોના મૃતકોના શરીરોને અવ્વલ મંજીલેની વીધી કરવાની બાકી છે.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                           

Q, �z�Q��N

--



Sent with Mailtrack