મોદી સરકારમાં દેશની લોકશાહીનું ભવીષ્ય શું? અશોક સ્વેન (સ્વીડન)
સને ૨૦૧૪ ના મે માસ પછી ભારત એક લોકશાહી દેશ તરીકે કામકરતો બંધ થઇ ગયો છે. India Has Already Ceased To Be A Democracy Since May 2014!
તાજેતરમાં દેશમાં પાંચ કર્મનીષ્ઠોની થયેલી ધરપકડથી કોઇને આશ્ચર્ય ન થવું જોઇએ! જેમ જેમ સને ૨૦૧૯ની લોકસભાની ચુંટણી નજીક આવતી જશે તેમ તેમ વર્તમાન મોદી સરકાર મળેલી સત્તા ટકાવી રાખવા બીનલોકશાહી રીત- રસમોનો વધુ ને વધુ ઉપયોગ કરશે. જે રીતે પોલીસ તંત્ર ( સીક્યોરીટી એજન્સીઝ) માનવઅધીકારો માટે સંઘર્ષ કરતા કર્મનીષ્ઠોની દેશભરમાંથી તાબડતોબ ધરપકડ કરવા તુટી પડી છે તે જોતાં આવા સરકારી પગલાના ટીકાકારો એમ કહે કે શું દેશ અઘોષીત કટોકટીમાંથી (undeclared emergency) પસાર થઇ રહ્યો છે તે વાત બીલકુલ વ્યાજબી છે.
વીશ્વભરના મીડીયા અને અખબારી જગતે, આવા માનવ મુલ્યો વીરોધી પગલા તરફ ભારતીય લોકશાહી ઝડપથી ધસી રહી છે તેની ગંભીર નોંધ લીધી છે. અત્યારે સમગ્ર વીશ્વ ફલક પર લોકશાહી ચુંટણી માર્ગે સત્તામાં આવેલી રાજકીય પણ પક્ષીય સરકારો (પશ્ચીમ જગતના દેશોની સરકારો સહીત) પોતાના દેશમાં સરીયામ પાયાના લોકશાહી મુલ્યો જેવાં કે ન્યાયતંત્રની સ્વતંત્રતા, અખબારી સ્વાતંત્ર્ય, નાગરીક તરીકે વ્યાજબી અને નીયમ મુજબનું પણ અબાધીત અભીવ્યક્તીનું સ્વાતંત્ર્ય જેવા પાયાના માનવ મુલ્યોનું સતત ઉલ્લઘન કરે છે. આ બધા દેશોનો માનવ કલ્યાણ ઇન્ડેક્ષ આંક સતત ઘટતો જાય છે. ત્યારે નરેન્દ્ર મોદીની એકહથ્થુ સત્તા (the authoritarian rule of Narendra Modi )વાળા કૃત્યો ' ન્યુ નોરમલ' બની ગયા છે.આપણા દેશમાં સરકારી ગૃહખાતાએ પોતાના પગલાને વ્યાજબી ઠેરવવા આ બધા " અર્બન નક્ષ્લવાદી" છે. જેવું રૂપાળુ નામ આપ્યુ છે. ભારત જેવા ધર્મ, જાતી જ્ઞાતી,પ્રદેશ અને સાંસ્કૃતીક વૈવીધ્ય ધરાવતા દેશમાં લોકશાહી જીવન પધ્ધતી અને રાજ્ય વ્યવસ્થાની પસંદગી કરવાનો સવાલ જ ઉભો થતો નથી. ખરેખરતો લોકશાહી પ્રથા તે આપણા દેશની એક અનીવાર્ય જરૂરીયાત છે. ભારતને એક દેશ તરીકે બીનલોકશાહી, રૂઢીચુસ્ત પરંપરાવાદી અને માનવ મુલ્યો વીરૂધ્ધ પ્રત્યાઘાતી દેશ બનવાનું કદી પોષાય તેમ જ નથી. (However, for a highly-segregated country like India to survive, democracy is not a choice, it is a necessity. India cannot afford to remain undemocratic like other mono-ethnic nations.)
આપણી નજર સમક્ષ જ ,જેમ જેમ ચુંટણીના દીવસો નજીક આવતા જશે, તેમ તેમ મોદી સરકાર પોતાની સત્તા ટકાવી રાખવા વધુ ને વધુ બીનલોકશાહી રીતરસમોનો ભરપેટ ઉપયોગ કરશે. તેની વ્યુહ રચનાનો હુમલો બે પ્રકારનો રહેશે. એક તે પોતાના આપખુદ વર્તનોથી વીરોધીઓના અવાજને યેનકેન પ્રકારે ગુંગળાવી નાંખશે. બીજી બાજુએ સત્તાપક્ષનું તંત્ર ધર્મ અને રાષ્ટ્રવાદના મુદ્દાઓ પર પ્રજાને આડો અને ઉભો વેતરતો અને વહેંચતો રહેશે. મોદી સરકાર સામે વીરોધ કરનાર જો મુસલમાન, ખ્રીસ્તી, દલીત કે આદીવાસી નહી હોય તો તેને રાષ્ટ્રવાદ વીરોધી ' શહેરી નક્ષલવાદી' (called 'urban Naxal') તરીકેનું લેબલ મારીને તેના અવાજને બંધ કરવાનો જોરદાર પ્રયત્ન કરવામાં આવશે. અત્યારે દેશમાં સત્તાપક્ષના પુરેપુરા સંરક્ષણ નીચે તેમના પક્ષીય અને સમાન હીત ધરાવતી અન્ય સાથી સંસ્થાના ટેકેદારોની મદદથી દેશમાંથી નીકળતા પોતાની સામેના વીરોધી અવાજ ને દબાવી દેવા સખત રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે. ગાયના સંરક્ષણના નામે લીંચીંગ કરવામાં આવે છે. મારી નાંખવામાં આવે છે. તે બધાને પ્રત્યક્ષ કે પરોક્ષ સત્તાપક્ષની રહેમ નજર નીચે, સમાજમાં ધીકકાર અને ભયનું વાતાવરણ પેદા કરવા છુટ્ટોદોર આપી દેવામાં આવ્યો છે. નવાઇની વાત કે આશ્ચર્યજનક વાત તો એ છે કે ઘણાબધા રાજકીય ટીકાકારોને હવે સમજાઇ ગયું છે ભારતીય લોકશાહી નરેન્દ્ર મોદીના હાથ નીચે ગંભીર ખતરામાં આવી ગઇ છે.
આપણને બધાને તે હકીકત પર આશ્ચર્ય થવું ન જોઇએ કે નરેન્દ્રમોદી એક વડાપ્રધાન તરીકે સૌથી વીવાદાસ્પદ વ્યક્તી છે. તે દેશને સંપુર્ણ રીતે હીંદુ– મુસ્લીમ ધ્રુવીકરણ તરફ ઢસેડી રહ્યો છે. લગભગ સને ૨૦૦૨થી તેનો રાષ્ટ્રીયફલક પર કમનસીબ પ્રવેશ થયો છે. ત્યારથી તેના એકહથ્થુ, આપખુદ સ્વભાવ અને સરમુખ્ત્યારભરી ( બીજા અન્ય સમકક્ષો સાથે હોવા છતાં તે બધાને હોંસીયામાં ધકેલી દઇને) વહીવટી નીતીઓના રીપોર્ટ પ્રજા સમક્ષ સતત આવતા જ રહ્યા છે.
મોદીએ પોતે જ તેની કાલ્પનીક, સાચી નહી તેવી છપ્પન ઇંચની છાતી છે તેવી બડાઇ કે આત્મસ્તુતી જાહેરમાં સને ૨૦૧૪ની લોકસભાની ચુંટણી પહેલાં કરી હતી. તેના પક્ષના ટેકેદારો અને પરેશરાવલ જેવા બીજેપી પક્ષના લોકસભાના સભ્યે તેને દેશના એક નીર્ણાયક નેતા તરીકે ચુંટણી પહેલાં જાહેર કર્યા હતા. વધુમાં પરેશ રાવલે કહ્યું હતું કે દેશને એક હીતકારી સરમુખત્યારની (A benevolent dictatorship is what India needs.) જરૂર છે.
પણ વીરોધપક્ષના કેટલાક દુરંદેશી દ્ર્ષ્ટી ધરાવતા નેતાઓ જેવાકે પ્રમુખ, નેશનલ કોન્ફરન્સ કાશ્મીર, ફારૂક અબદુલ્લાએ સને ૨૦૧૪ની લોકસભાની ચુંટણી પહેલાં જણાવ્યું હતું કે " જો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનશે તો ભારત ભવીષ્યમાં તેના નેતુત્વ નીચે એક સરમુખત્યાર દેશ બનશે. ભગવાન જાણે તેના આવા બીનલોકશાહી નેતૃત્વ હેઠળ દેશમાં કોણ જીવશે! " તેથી છેલ્લા ચાર વર્ષોની મોદીની વડાપ્રધાન તરીકેની બીનલોકશાહી અને એકહથ્થુ વર્તણુકોથી કોઇને આશ્ચર્ય ન દેખાવું કે ન લાગવું જોઇએ. તેના આવા વલણ અને વર્તણુકોને મોદીએ એક મજબુત અને નીર્ણાયક નેતા તરીકે દેશના વડાપ્રધાનના ઉમેદવાર તરીકે પોતાની છબી ઉપસાવી છે.
છેલ્લા ૫૦ મહીનાઓમાં મોદીએ સને ૨૦૧૪ની ચુંટણી પહેલાં 'અચ્છે દીન' લાયેગાના વચનો આપ્યા હતા તે બીલકુલ બુરી રીતે નીષ્ફળ સાબીત થયાં છે. આ ઉપરાંત, પોતાના મુખ્ય માણસો દ્રારા એવું બોલાવડાવામાં આવે છે કે દેશ બહારનું બધુંજ કાળુ નાણાં પરત લાવીશું અને દરેક નાગરીકના બેંકખાતામાં ૧૫ લાખ રૂપીયા જમા કરાવીશું એ એક ચુંટણી જીતવાનો અને લોકોને મુર્ખ બનવાવાનો ચુનાવી જુમાલા થી વીશેષ કંઇ જ નહતું. સરકારી દખલગીરી ઓછામાં ઓછી અને સુશાસન
('less government more governance') નેબદલે મોદીના શાસનમાં તેની વહીવટી કીન્નાખોરી ભરેલી દખલગીરીથી દેશના નાગરીક જીવનનું એક પણ અંગ બાકી રહ્યુ નથી. (However, one thing Modi had promised at the time of election and has delivered it lock, stock and barrel is his ability to take a decision, even if the quality of the decision is extremely dangerous for the country and its people.)
મોદીએ બીજા કોઇપણ નાણાંમત્રીથી માંડીને આરબીઆઇ, કે અન્ય કેબીનેટ મંત્રીઓની સાથે પરામર્શ કર્યા વીના પોતેજ નોટબંધીનો નીર્ણય કર્યો હતો. જે દેશને માથે ભયંકર નુકશાનકારી સાબીત થયો છે. મોદીએ પોતે ૮મી નવેંબરની સાજે નોટબંધીની તરફેણમાં જે કોઇ ધ્યેયો બતાવ્યા હતા તેમાંથી એક પણ સફળ થયા નથી. " મોદીનો અંગત જુલ્મી (despotic action ) અને બંધારણીય અંકુશ વીનાનો નીર્ણય હતો. આતો એવો નીર્ણય હતો જે ફક્ત ઠંડા કલેજે કોઇ સંપુર્ણ સરમુખ્તયાર સરકાર જ પ્રજાને મોટા પાયા પર રંજાડવા માટે જ લઇ શકે!" –અમર્તસેન, નોબલ વીજેતા અર્થશાસ્રી.
મોદીસરકાર તરફથી આવો બીજો દેશના સંરક્ષણ માટે જોખમી અને નાણાંકીય ગેરરીતીઓ કરતો નીર્ણય લેવામાં આવ્યો છે. જે 'રેફલ ડીલ સ્કેમ ' તરીકે પ્રચલીત થયો છે. સને ૨૦૧૫ના જુલાઇમાસમાં મોદી પોતે ફ્રાંસ ગયો ત્યારે તેણે પોતે વ્યક્તીગત રીતે ૩૬ ફ્રાંસની બનાવટના રેફેલ ફાયટર જેટ વીમાનો ખરીદવાનો નીર્ણય કર્યો.( On his visit to France in April 2015, Modi decided on his own to purchase 36 French-made Rafale fighter jets.) આ નીર્ણય કરતે સમયે ભુતકાળની સરકારે દરેક રેફેલ ફાયટર જેટની કીંમત નક્કી કરવા જે ચર્ચા કરવામાં આવી હતી તેને બીલકુલ નજરઅંદાજ કરવામાં આવી. ભારત સરકારની પોતાની દેશના સંરક્ષણના ક્ષેત્રે છેલ્લા ૭૮વર્ષોથી કામ કરતી હીંદુસ્તાન એરોનોટીક લીમીટેડ નામની સંસ્થાને પણ હોંશીયામાં ધકેલી દઇને બીલકુલ બીનઅનુભવી ખાનગી કંપનીને આ કામ માટે પસંદ કરવામાં આવી.(. He overlooked previous price negotiations, and not only decided the number of the fighters to buy but also bypassed the state-owned HAL with 78 years of experience in the business, to select a private company with no experience to be the Indian partner. This can only be termed 'decisive', but it can never be considered democratic. Only a dictator can take this highly arbitrary and extremely controversial decision.) હું ખાતો નથી અને ખાવા દેતો નથી તેવી સુફીયાણી વાતોનું બાષ્પીભવન આવા ૫૬ ઇંચની છાતી ધરાવતા બહાદુર નેતા પાસેથી કેવી રીતે થઇ ગયું! ' સત્તા ભ્રષ્ટાચારી છે. પણ સંપુર્ણ સત્તા સંપુર્ણ ભ્રષ્ટાચારી છે." –––લોર્ડ એક્ટન બ્રીટીશ ન્યાયવીદ્.
સરમુખ્ત્યારશાહી નો અર્થ છે દેશનું સંચાલન એક વ્યકતી ચલાવે છે. કોઇપણ વ્યક્તીની સરકાર સારો કે ખોટો કોઇપણ નીર્ણય લઇ શકે છે. જ્યારે કોઇ સરમુખ્ત્યાર નીર્ણય લે છે ત્યારે તે નીર્ણય બહાદુર અને નીર્ણાયક લાગે છે. પરંતુ આવા નેતાના નીર્ણયોમાં સારુ નરસું દેશના હીતમાં મુલ્યાંકન કરવાની પ્રથા કે ચેક્સ એન્ડ બેલેન્સીસ નો સંપુર્ણ અભાવ હોય છે. લોકશાહીમાં હોય તેવો સેફટી વાલ્વ(it lacks checks and balances) આવી એકજ વ્યક્તીની સરમુખ્ત્યારશાહીમાં હોતો જ નથી. કોઇપણ સરકાર પછી ગમે તે પક્ષની કે તેના નેતાની હોય, જ્યારે તે પોતાની વ્યક્તી કે નેતાના નીર્ણયને સમગ્ર દેશના હીતનો નીર્ણય ગણે છે ત્યારે આવું સમીકરણ દેશ માટે અત્યંત જોખમી બની જાય છે.
જે દીવસથી પ્રજાએ મોદીના નેતૃત્વ નીચે દેશને સોંપી દીધો છે ત્યારથી એટલે કે સને ૨૦૧૪થી ભારત એક લોકશાહી રાષ્ટ્ર તરીકે અસ્તીત્વ ધરાવતો બંધ થઇ ગયો છે. મારા મત મુજબ નરેન્દ્ર્ મોદી પાસે એક 'કોપીબુક ડીક્ટેટર' (of a copybook dictator) તરીકે જરૂરી હોય તેવા જ બધા લક્ષણો છે. સરમુખ્તયારોનું વ્યક્તીત્વ પ્રજાપર ભુરકી નાંખનારૂ કે મુગ્ધ કરનારૂ પણ સાથે સાથે લુચ્ચુ (Dictators are usually charismatic and cunning )હોય છે. આવા નેતા સ્વકેન્દ્રી, આત્મશ્લાઘાવાળા અને તેમને અતીશય નહી પણ અમર્યાદીત રાજકીય સત્તાની ભુખ હોય છે. કે જેને લીધે તે પોતાની સામેના કોઇપણ વીરોધને સાંખી શકતા નથી. તેવા વીરોધોનો કચડી નાંખવા તેઓ કોઇપણ પગલાં લેતા અચકાતા નથી. કારણકે તેમને પોતાનું રાજકીય પ્રભુત્વ ગુમાવવું બીલકુલ પોષાય તેમ જ નથી. આવી અમર્યાદીત વ્યક્તીગત સત્તા ભુખ આવા નેતાઓને સત્તાના સીંહાસેને બેસાડે પણ છે અને બુરી રીતે ફગાવી પણ દે છે.
આવી સરમુખ્ત્યાર નેતાગીરીના રાજકીય પક્ષોના વીરોધીઓ અને ટીકાકારોએ આ હકીકત સમજીને પોતાની વ્યુહ રચનાનું આયોજન કરવું પડશે. મને ચોક્ક્સ દેખાય છે કે ભારતમાં આવતી સને ૨૦૧૯ની લોકસભાની ચુંટણી એક સામાન્ય ચુંટણી હોવાની નથી. તાજેતરમાં જે રીતે પેલા પાંચ કર્મનીષ્ઠોની રાષ્ટ્રવ્યાપી ધરપકડ કરવામાં આવી છે તે મોદીના મનમાં ચુંટણી જીતવા માટે ચાલી રહેલી ગડભાંજનું એક માત્ર પગલું છે.
સૌજન્ય. Scroll.in
The writer is professor of Peace and Conflict Research at Uppsala University, Sweden.
--