Saturday, September 22, 2018

આર એસએસના વડા મોહન ભાગવતજીનું આત્મ પરીવર્તન કે આત્મ છલના.

આર એસએસના વડા મોહન ભાગવતજીનું આત્મ પરીવર્તન કે આત્મ છલના.

      તાજેતરમાં દીલ્હી મુકામે વીજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતજીએ ત્રણ દીવસ સુધી પોતાની સંસ્થાની દેશમાટેની દ્ર્ષ્ટી ' આર એસ એસ વીઝન ઓફ ઇંડીયા' દેશમાં બતાવવા માટે ગંભીર પ્રયત્ન કર્યો છે. તે બાબતે તેઓશ્રીએ જે વીધાનો કર્યા છે તે નીચે મુજબ છે.

(1)     અમારી સંસ્થા દેશના બંધારણ અને તેના આમુખમાં (પ્રીએમ્બલ) જણાવેલા મુલ્યોનો આદર કરીને સ્વીકારે છે.( મનુસ્મૃતી દેશના બંધારણાનો અમારો વીક્લ્પ નથી)

(2)    બંધારણમાં આમેજ કરેલા મુલ્યો જેવાકે ધર્મનીરપેક્ષતા (સીક્યુલારીઝમ) અને સમાજવાદ (સોસીયાલીઝમ) તે અમારી સંસ્થાની વીચારસરણીનો એક ભાગ બનશે.તેની સામે અમને વાંધો નથી.( એટલકે રેશનાલીસ્ટો, નીરઇશ્વરવાદીઓ, સામ્યવાદીઓ અને વીજ્ઞાનવાદીઓ અમારા એક નંબરના દુશ્મનો હવે નથી.) અન્ય ધાર્મીકરૂઢીચુસ્તો અંધશ્રધ્ધાઓને ટેકો આપનારાને અમારો હવે ટેકો નથી. આપણે હીંદુત્વવાદી રાષ્ટ્રવાદની ઓળખ, મુલ્યાંકન અને વર્તનમાંથી બહાર નીકળીને બંધારણીય મુલ્યો આધારીત રાષ્ટ્રવાદનો (Constitutional Nationalism)દેશમાં પ્રચાર– પ્રસાર કરવો પડશે.

(3)    આઝાદની ચળવળમાં કોંગ્રસે જે ફાળો આપ્યો હતો તેને અમારી સંસ્થા બીરદાવે છે. અને તેમ ભાગ લીધેલા ટોચના નેતાના ફાળાની નોંધ લે છે. અમે કોંગ્રેસમુક્ત ભારતના ખ્યાલ ને ટેકો આપતા નથી. દેશમાં જુદા જુદા વીચારો, પ્રવૃત્તીઓ , વીવીધતામાં એકતાના ખ્યાલને ટેકો આપીએ છીએ.

(4)     અમે કોંગ્રેસમુક્ત ભારતને બદલે  દેશમાં જુદા જુદા ભીન્ન ભીન્ન વીચારો, રુઢીરીવાજો અને ખાનીપીનીની વીવીધતાની 'યુક્તી' ને ટકો આપીએ છીએ.બધા એકસાથે મળીને વીકાસ કરે તેમાં માનીએ છીએ. હું દેશના નાગરીકોની 'ભારતીય' તરીકેની ઓળખને( હીંદુ તરીકે નહી) ગૌરવ ભેર સ્વીકારૂ છું.

(5)   પોતાની સંસ્થાના હીંદુ રાષ્ટ્રના ખ્યાલની સ્પષ્ટતા કરતાં કહ્યું કે  'આજથી ૯૦ વર્ષ પહેલાં એમ એસ ગોલવેકરજીએ પોતાના પુસ્તક 'બંચ ઓફ થોટ્ટસ' માં દેશના મુસ્લીમ અને ખ્રીસ્તીઓને દુશ્મનો તરીકે ઓળખાવ્યા હતા તેને ૨૧મીસદીના પરીવર્તન પામેલા વીશ્વમાં, તે વીચાર અને તેના આધારીત વર્તનને કોઇ સ્થાન નથી.' હીંદુ રાષ્ટ્રનો અર્થ હવે એ નથી કે આપણા દેશમાં મુસ્લીમોનું કોઇ સ્થાન જ નથી. વધુમાં ભાગવતે જણાવ્યું છે કે  જે દીવસે દેશમાં મુસ્લીમોનું કોઇ સ્થાન રહેશે નહી તે દીવસે હીંદુત્વ પણ મૃતપાય થઇ જશે. ( Bhagwat's clarification that Hindu Rashtra "does not mean there is no place for Muslims" and that Hindutva would stop existing if "Muslims are unwanted") આજે જ્યારે હીંદુત્વવાદી પરીબળો ઉગ્રબનીને મતના રાજકારણપર હાવી ગયા છે ત્યારે ભાગવતનો આ સંદેશો રૂકજાવની બ્રેક માળવામાં સફળ થશે? કોને પુછીશું? વડાપ્રધાન મોદીજીને કે બીજેપી પ્રમુખ અમીત શાહજીને?

(6) વીશ્વના જુદા જુદા દેશોમાં જ્યારે હીંદુઓએ પોતાનું બીજું ઘર બનાવ્યું છે ત્યારે ભાગતવજીનો સ્પષ્ટ સંદેશો છે કે હીંદુત્વ આધારીત જુનો ખ્યાલ ( વીધર્મીઓને દુશ્મન ગણતો વીચાર અને વર્તન) હવે અપ્રસતુત બની ગયો છે. આ બધા દેશોમાં હીંદુઓ પોતે જ લઘુમતીમાં છે. જે રીતે બહુમતી હીંદુત્વવાદી ભારતમાં લઘુમતીઓ અને ખાસ કરીને મુસ્લીમ ધર્મીઓ સાથેનો વ્યવહાર વર્તન કરી રહ્યા છે તેવો વ્યવહાર કે વર્તન જે તે દેશની બહુમતી ધર્મવાળી( ગોરી ખ્રીસ્તી પ્રજા) પ્રજા હીંદુ વસાહતીઓ (ઇમીગ્રંટ્ટસ) સાથે કરવા માંડશે તો તેમને કોણ બચાવશે. ત્યાં લવજેહાદ ( હિંદુ યુવાન છોકરો અને ખ્રીસ્તી ગોરી યુવાન છોકરી), અને તે અંગે 'ઘરવાપસી' ના પરીણામોમાં કોણ કોને બચાવશે! આર એસ એસના વડાને પુરેપુરી ખબર છે કે બીજા દેશોમાં પોતાની સંસ્થાના થયેલા વીકાસને ટકાવી રાખવો હશે અને અન્યત્ર  ફેલાવો હશે તો પોતાના દેશમાં કુપમંડુક જેવા વીચારો અને વર્તનોમાં ધરમુળથી ફેરફારો લાવવા પડશે. આ બધું દીલ્હીમાં  બેઠાબેઠા નહી થાય. દરેક સ્થાનીક શાખા સુધીની કેડરોના વીચારો અને વર્તનોમાં આમુલ પરીવર્તનો કરવા પડશે.

(Bhagwat's message of moderation needs to be heard and practised by the Sangh's different arms to significantly alter perceptions at the grassroots.Editorial Indian express)

બીલાડીને ઘરે કોણ ઘંટ બાંધશે! કોણ પેલી કેડર બેઝ વર્ષોથી તૈયાર કરેલા લશ્કરના જેવા એકમો,(બીજેપી, હીંદ મજદુર સંઘ, વીશ્વહીંદુપરીષદ, બજરંગદળ વી વી) ને સમજાવશે કે હવે લવજેહાદ, ઘરવાપસી, કાઉલીંચીંગ, જેટલા મોદીસરકારના વીરોધીઓ( ડીસેન્ટર્સ)તે બધા દેશદ્રોહીઓ જેવા વીચારો અને વર્તનોના દીવસો પુરા થઇ ગયા છે. અને ભાગવતજીના પ્રમાણે જો સંસ્થાને  વૈશ્વીક બનાવવી હશે તો દેશની સર્વપ્રકારની વીવીધતાઓને વાસ્તવીક ગણીને  તેમના સહઅસ્તિત્વને સ્વીકારીને જીવવું પડશે. નહીતો તમારા કૃત્યોની અસર બીજા દેશોમાંની હીંદુ લઘુમતીઓ પર પણ સામાવાળા પાડશે.

( The Sarsanghachalak (સરસંઘચાલક) is deemed the final word in the RSS. Bhagvat will now have to ensure that  Swayamsevaks( સ્વયંસેવકો) walk his talk. Times of India editorial)

આર એસ એસમાં એક સંસ્થા તરીકે આખરી શબ્દ કે સંદેશો સરસંઘચાલકનો હોય છે. હવે ભાગવતજીએ એવું સાબીત કરવું પડશે કે  તેમની સંસ્થાના સ્વયંસેવકો તેમના વીચારો પ્રમાણે ચાલશે!.

 


--