નોટબંધી, ન. મોદી અને દેશનું અમાપ નુકશાન.
તંત્રી લેખ ગાર્ડીયન દૈનીક પેપર. બ્રીટન. તા. ૩૧મી ઓગસ્ટ ૨૦૧૮.
(The Guardian view on Modi's mistakes: the high costs of India's demonetization.Editorial )
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નીર્ણયો અને નીતીઓથી દેશને જે નુકશાન રોજગારી, વીકાસ અને માનવ જીવની જે હાની થઇ છે તેની જવાબદારી ચોક્ક્સ લેવી જોઇએ. જો તેઓને તે બધી ગંભીર ભુલો માટે પસ્તાવો ન થતો હોય, તે બધી જવાબદારી લેવા તૈયાર ન હોય તો સને ૨૦૧૯ની ચુંટણીમાં દેશના મતદારોએ પોતાને મળેલી તકનો ઉપયોગ કરીને તેઓને બરાબર સબક શીખવાડવો જોઇએ. નોટબંધીથી થયેલ નુકશાન માટે તેઓના સીવાય કોઇને જવાબદાર ગણાવી શકાય નહી. ( 'Mr Modi has no one else to blame.' )
આપણે સૌ, હવે ભારતની રીઝર્વ બેંકે નોટબંધી અંગે પ્રકાશીત કરેલા રીપોર્ટને આધારે તે હકીકતને સારી રીતે જાણીએ છીએ. વીશ્વની સૌથી મોટી વસ્તી ધરાવતા લોકશાહી દેશના વડાપ્રધાન તરીકે, દેશના અર્થતંત્ર પર નોટબંધીનો નીર્ણય લઇને કોઇ કારણવીના એક વીશાળ ફુગ્ગાનો વીસ્ફોટ કર્યો. તેઓની આ ગેરમાર્ગે દોરાયેલી નીતીનો અમલ પણ ખુબજ ઝડપથી બીલકુલ બફાટ અને લોચાવાળો હતો. (with a mistaken policy implemented at high speed in a bungling manner.) નોટબંધીથી દેશના અર્થતંત્ર પર જે કાયમી, પ્રચંડ અને મહત્વની અસર( Monumental Mistake) થઇ છે, તેથી તેના માટે કોઇ ઓફીસ– અધીકારીને(the office-bearer be held accountable)બલીનો બકરો બનાવવામાં આવશે. પણ એવું કાંઇ બનવાને બદલે પોતાના મુર્ખતા ભરેલા નોટબંધીના નીર્ણયને યેનકેન પ્રકારે વડાપ્રધાન મોદીએ સાચો છે તેમ ઠસાવવાના સતત પ્રયત્નો ચાલુ રાખ્યા છે.( Mr Modi is determined not to concede the folly of demonetization).
નોટબંધીના નીર્ણયની અસરને કારણે દેશમાં ૧૦૦ ઉપરાંત લોકોએ પોતાના જાન ગુમાવ્યા છે. ૧૫ લાખ લોકોએ પોતાની રોજગારી ગુમાવી છે.અને પંદર કરોડ લોકોએ કેટલાય અઠવાડીયાઓ સુધી કામ કર્યા પછી પણ પગાર કે વેતન મેળવી શક્યા ન હતા.
વડાપ્રધાન મોદીએ પોતાના સીવાય કોઇને સદર નીર્ણય માટે જવાબદાર ગણવાના નથી.( Mr Modi has no one else to blame.)સને ૨૦૧૬ના નવેંબર માસમાં જયારે સમગ્ર વીશ્વનું ધ્યાન સંપુર્ણ રીતે એકતરફી ડોનાલ્ડ ટ્રમ્પની ચુંટણીમાં કેન્દ્રીત થયેલું હતું, ત્યારે વડાપ્રધાન મોદીએ દેશના અર્થતંત્રના ચલણમાંથી ૫૦૦ અને ૧૦૦૦ની નોટોની નોટબંધી કરી દીધી. ભારત દેશના વડાપ્રધાને પોતાના એક જ પગલાથી બેંક બહાર ચલણમાં રહેલી ૮૬ ટકા નોટોને પસ્તીમાં નાંખવા લાયક બનાવી દીધી. જુની નોટોને મર્યાદીત પુરવઠાવાળી નવી નોટો સામે વીનીમય કરવાનું શરૂ કર્યુ. પ્રજા બેંકો સામે હજારોની સંખ્યામાં વહેલી સવારથી લાઇનમાં ઉભી રહેતી થઇ ગઇ. મોદીએ ગરીબોના નામે અગાઉ વચનોની લહાણી કરી હતી તેમ એક બીજી જુમલે બાજી શરૂ કરી.'હું તો આ બધું અર્થતંત્રમાંથી કાળુનાણું દુર કરવા અને જે ગેરકાયદેસર નોટોની થપ્પીઓ ભેગી કરી છે તે નાબુદ કરવા કામ કરુ છું. ૫૦ દીવસ પછી મારા કાર્યની સફળતા ન દેખાય તો જનતા જનાર્દન જે સજા નક્કી કરશે તે ભોગવવા તૈયાર છું.'( He had promised that "if any fault is found … I am willing to suffer any punishment".)
તાજેતરના આરબીઆઇના રીપોર્ટ પ્રમાણે જુની નોટો ૯૯.૩૦ ટકા પરત આવી ગઇ છે. કાળા બજારીઆઓએ મોદીના જુગારને જાકારો આપ્યો છે. તે બધા લોકોએ પોતાના કાળા નાણાં સોનું, શેરબજાર અને જમીન,અને સ્થાવર મીલકતોમાં( રીયલ એસ્ટેટ)રોક્યા હતાં.અને છે. બેંકના નીરીક્ષણ પ્રમાણે જે નાણું નોટબંધી પહેલાં ચલણ અને વીનીમયના સાધન તરીકે હતું તે બધું નાણું પરત આવી ગયું છે. નોટબંધીની નીતીથી સરકાર અને વડાપ્રધાન મોદીને જે નાણાંકીય સીધા ફાયદાની આશા હતી તે બીલકુલ ઠગારી અને બોસ્ટફુલ નીકળી. (There was also no direct fiscal gain from demonetization. Mr Modi's government has been reduced to boasting).
શ્રીમાન(મીસ્ટર) મોદી પોતાને ધાર્મીક હોવાનો દાવો કરે છે.(Mr Modi claims to be a religious man. ) તેથી જ કદાચ આવી રાષ્ટ્રવ્યાપી દેશના અર્થતંત્રને ઉપરનીચે કરી નાંખતી ખોટીનીતીથી જરી કે ચલીત થતા નથી કે ઢીલા પડતા નથી. સને ૨૦૧૪માં વડાપ્રધાન તરીકે સત્તાપર આવ્યાં પહેલાં અને પછી પણ મોદીએ અસંખ્ય ભુલો કરી છે. તે બધી ભુલો સ્વીકારવાનું તેઓના સ્વભાવમાં જ નથી. તેમની એક જ નીતી છે કે સમય જતાં લોકોની યાદદાસ્ત ટુંકી હોવાથી પોતાની સામેની દલીલો લોકો ભુલી જશે. તેથી જ સંસદીય નાણાંકીય સમીતીને નોટબંધીના થયેલા ફીયાસ્કાનો રીપોર્ટ પ્રકાશીત કરવું અનીવાર્ય હોવા છતાં તે પ્રકાશીત થવા દેતા નથી. અથવા તો જયારે પ્રજાનું ધ્યાન તેમના લીધેલા એક નીર્ણય વીરૂધ્ધ બરાબર નક્કી થતું હોય તે પહેલાં જ આવા બીજા મુદ્દાઓને વચ્ચે લાવીને પેલી લોકક્લાયણની વાતોને ભુલાવે દેવામાં આવે છે. અથવા બીજે પાટે લઇ જવામાં આવે છે.(Or he changes the subject). અથવા તો પછી તાજેતરમાં જે કર્મશીલોની વીવેકહીન ધરપકડ( એબસર્ડ એરેસ્ટ) કરી તે સંદેશો આપે છે કે મારી સામેના વીરોધનું શું પરીણામ આવશે. અથવા સત્તા સામેના વીરોધને સહેજપણ સાંખી લેવામાં આવશે નહી.
લોકશાહી રાજયપ્રથામાં એક ખ્યાલ પ્રવર્તમાન હોય છે કે સરકારો જયારે સત્તામાં હોય છે,ત્યારે પોતાના કાર્યો અને નીર્ણયો માટે જવાબદાર હોય છે. મોદીને આ પ્રથા અસ્વીકાર્ય છે.(Mr Modi exposes this as hollow). તે પોતાની દલીલો, વાકચાતુર્યની કળાથી,સમસ્યાઓનો સામનો કરવાને બદલે પેલા પાણીમાં તરતા બતક માફક પોતાનું ડોકું સતત હલાવતું અને ફરતું રાખે છે.
વીશ્વ જગતમાં એ વાત નીર્વાવાદ સાબીત થઇ ચુકી છે ભારતીય અર્થતંત્રે તેની વીશ્વાસનીયતા ગુમાવી દીધી છે. ભારતમાંથી મોટાપ્રમાણમાં પરદેશી મુડી રોકાણકારોએ પોતાનાં નાણાં પરત લેવા માંડયા છે. મોદીના રાજકીય વીરોધીઓએ નોટબંધીની આળ થયેલા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માંડયો છે.
ભારતમાં બીજેપીના સત્તાવાળા ત્રણ મોટા રાજયોમાં આ વર્ષના અંત પહેલાં વીધાનસભાઓની ચુંટણીઓ આવે છે. કોંગ્રેસ પક્ષનો દેખાવ એવો છે કે ત્રણે રાજયોમાં બીજેપીના સુપડાં સાફ કરી નાખશે. એવા રીપોર્ટ છે કે મોદી આ ત્રણ રાજયોની નીયમ પ્રમાણે આવતી ચુંટણીને મુલતવી રખાવીને લોકસભાની ચુંટણી સાથે કરાવવા માંગે છે. જો કે આવી બેશરમ રાજરમતને ફગાવી દેવામાં આવી છે.(Such blatant, politicking has rightly been ruled out.)
મોદીએ સૌમ્ય બનીને પોતાની ભુલોને સ્વીકારવી જોઇએ. પરંતુ તે તો પોતાના સતત આત્મવીશ્વાસમાં જ રાચ્યા કરે છે અને ગાજતા રહે છે.. તેઓનું અતીશય ગુમાન આવતી લોકસભાની ચુંટણીમાં તેના પક્ષને તેના કર્મોનું ફળ આપશે (His hubris may mean his party meets its electoral nemesis. )
દેશના મતદારોએ પોતાને મળેલી તકનો ઉપયોગ કરીને મોદીને પોતાના વડાપ્રધાન પદના સમયકાળ દરમ્યાન કરેલ ભુલો બદલ શીક્ષા કરવી જોઇએ, કારણકે ભુલોને સ્વીકારવાનું તો તેઓના સ્વભાવ માં જ નથી.( Voters ought to take the opportunity to punish Mr Modi for his for his mistakes if he won't own them.) મુળ અંગ્રેજી લેખનો ભાવાનુવાદ કરવામાં આવેલો છે.