આપણા બાળકમાં ગ્રેડ કે માર્કસ કરતાં મનુષ્યત્વ વીકસે એ વધારે મહત્વનું છે.
આમીરખાન. સુપ્રસીધ્ધ સીનેમા એક્ટર.
એક સ્કુલમાં આપેલા આમીરખાનના પ્રવચનને ટુંકાવીને–
હું શીક્ષણ જગતનો માણસ નથી. હું એક કલાકાર છું. એક ક્રીએટીવ ઇન્સાન છું...... મેં શીક્ષણ ઉપર કેટલીક ફીલ્મ બનાવી છે. ' તારે જમી પર અને થ્રી ઇડીય્ટસ' આ બંને ફીલ્મો શીક્ષણના વીષય પર છે. તેમાં જણાવેલ વીચારો કેટલા તમને બધાને સાચાકે ખોટ લાગ્યા તે મને ખબર નથી. પરંતુ આજે હું તમારી સમક્ષ શીક્ષણ અંગેના મારા વીચારો રજુ કરવા માગું છું.
મારા સંશોધનથી જાણ્યું છે કે દરેક બાળક ખાસ અદ્રીતીય હોય છે. દરેક બાળકની કઇંક કાબેલીયત,કમજોરી, અલગપણું અને વીશીષ્ટતા સાથે જ આ પૃથ્વી પર આવે છે.આપણી એક મા–બાપ, વડીલ અને શીક્ષણવીદ્ તરીકે આપણે બાળકને મદદ કરવાની છે. શું મદદ કરવાની છે? આપણા સહકારથી તેનામાં શું કાબેલીયત અને શું કમજોરી છે તે શોધવામાં મદદ કરવાની છે.
બધીજ શીક્ષણ સંસ્થાઓ અને વાલીઓ એમ જ રટ્યા કરે છે અમારે ત્યાં તો બધાજ બાળકો પ્રથમ શ્રેણીમાં જ આવે છે. મારે આપ સૌ ને એક પ્રશ્ન પુછવાનો છે કે ' આપણા બાળકો કેટલા ખુશ કે હેપી હોય છે?' હાઉ મેની ચીલ્ડ્રન આર હેપી? મારા મત મુજબ 'હેપીનેસ' એજ બાળકોના વીકાસને માપવાની સાચી પારાશીશી છે. લખવા વાંચવાનું તો ક્રમશ; તે બધા શીખી લેશે.
મારી " થ્રી ઇડીય્ટસ' ફીલ્મ રીલીઝ થવાની હતી તે પહેલાં સમાજના જુદા જુદા વર્ગોના તે ફીલ્મ અંગે શું અભીપ્રાયો છે તે જાણવા છે તે સમજવા માટે અમે જુદા જુદા સમાજના સામાજીક સ્તરોમાં ફીલ્મ બતાવી. તેમાં મુંબઇની એક ફેકટરીના કારીગરોને ફીલ્મ બતાવી. ફીલ્મ જોયા પછી એક કારીગરે મને સવાલ પુછયો કે સાહેબ! આ ફીલ્મનું સર્ટીફીકેટ તો જાવેદ જાફરી સાહેબને મળ્યું છે: તમને તો મળ્યું નથી.
પેલા કારીગરનો પ્રશ્ન ઘણો વીચારવા લાયક છે. જયારે હું ગોખણપટ્ટી કરૂ છું, પછી પુછેલા સવાલોના જવાબ લખી નાંખું છું, પાસ થઇ જઉ છું, પછી મારા હાથમાં સર્ટીફીકેટ આવી જાય છે. તેના આધારે મને અને મારી આજુબાજુની દુનીયાને ખબર પડે છે કે હું કેટલું ભણેલો છું.પરંતુ તમે જયારે એમ ઇચ્છો છો કે મને જ્ઞાન મળે , વીધ્યા મળે ત્યારે પેલા કાગળના સર્ટીફીકેટની કોઇ કીંમત હોતી નથી.
પેલા કારીગરને મેં બે પ્રશ્ચો પુછયા. ભાઇ! તું મને સારો એકટર ગણું છું? તેણે જવાબ આપ્યો કે હા,' તમે દેશભરમાં સારા એકટર તરીકે જાણીતા છો. તેને મેં જવાબ આપ્યો કે ભાઇ!, હું સારો એકટર છું તેનું કોઇ સર્ટીફીકેટ મારી પાસે નથી. તેમ છતાં બધા લોકો મને સારા એકટર તરીકે સ્વીકારે છે.
મારો બીજો પ્રશ્ન હતો કે ભાઇ!, મેં તારા બોસ પાસેથી જાણયું છે કે તું આ કારખાનામાં બધા કરતાં સારામાં સારો કટર છું. તારી પાસે તે અંગે સાબીતી બતાવતું કોઇ સર્ટીફીકેટ છે? નહી 'સર' મારી પાસે આવું કોઇ સર્ટીફીકેટ નથી. જો ભાઇ! મારા પ્રશ્નનો જવાબ તને મળી ગયો ને!
' ધી એજયુકેશન ઇઝ બીયોન્ડ માર્કસ, બીયોન્ડ ગ્રેડસ એન્ડ બીયોન્ડ સર્ટીફીકેટસ. ઇટ ઇઝ વોટ યુ લર્ન.' મારી ઇચ્છા છે કે આપણા દેશમાં આપણે બધા શીક્ષણને આ રીતે જોઇએ. આપણે આપણા બાળકોને ખરેખરૂ શીક્ષણ આપીએ. કારણકે શીક્ષણ એ કેવળ જ્ઞાન હોતું નથી. આપણાં બાળકો એક મનુષ્ય તરીકે વીકસીત થાય એવું કરીએ. શીક્ષણને પરીણામે વીધ્યાર્થી આગળ જતાં એક ઉત્તમ મનુષ્ય બને તે જોઇએ કે જેથી આગળ જતાં પોતાના પગ પર ઉભો રહી શકે. આગળ જતાં તે કોઇના ચહેરા પર ખુશી લાવી શકે, બીજાઓને મદદ કરી શકે. આ મારી શીક્ષણની ભાવના છે.
મારી સાથે પણ બાળપણમાં ઉલટું થયું છે. બધાં બાળકો સાથે જાય છે. તેઓ ઘેર આવે એટલે માબાપ પુછે છે કે તને કેટલા માર્ક્સ મળ્યા? પહેલો નંબર આવ્યો કે બીજો? જો બીજો નંબર આવ્યો હોય તો ઠપકો મળે.અને જો દસમો નંબર આવ્યો હોય તો હાલત જ ખરાબ થઇ જાય.એનાથી બાળકને લાગે છે કે ફર્સ્ટ આવવું બહુ જરૂરી છે. જેમ રેસમાં પહેલો આવ્યો કે બીજો તેમ લોઅર કે જી માંથી આ રેસ શરૂ થઇ જાય છે.લોઅર કે જી માં મોંમાં ચમચી લઇને લીંબુ લઇને બાળક દોડે ત્યારથી પુછવાનું શરૂ થઇ જાય છે કે તું પહેલો આવ્યો કે બીજો? બાળક મોંમાં ચમચી લઇને દોડતો હોય ત્યારે માબાપ રાડો પાડીને ને કહે છે કે બેટા ભાગો હજુ તેજ, પહેલો નંબર લાવ. આમાંથી બાળકને લાગે છે કે મારે ફર્સ્ર્ટ નંબરે આવવું જરૂરી છે.બીજા કરતાં મારે આગળ નીકળવાનું છે. શીક્ષકો પણ આવું જ પુછે છે.
આને કારણે જયારે બાળક ૨૧ વર્ષનું થાય છે ત્યારે ખુબજ સ્વાર્થી બની જાય છે. તેને એવો સ્વાર્થી બનાવ્યો કોણે? મેં અને તમે તેને આવો સ્વાર્થ્ બનાવ્યો છે. આપણી શીક્ષણ પધ્ધતીએ તેને આવો સ્વાર્થ્ બનાવ્યો છે. આપણે સૌ એ તેને પહેલેથી જ શીખવ્યું છે કે તું પહેલે નંબરે જ આવવો જોઇએ. બાકીનાને ભુલી જા. પછી જયારે તે યુવાન થાય છે ત્યારે તેને લાગે છેકે મારે બીજાની ચીંતા કરવાની જરૂર જ નથી. મારે તો માત્ર આ જગતની ફરીફાઇમાં સફળ થવાનું છે.
મારી તો અહીંયા હાજર રહેલા વીધ્યાર્થીઓ, શીક્ષકો અને વાલીઓને વીનંતી છે કે આવતી કાલે તમે બધા માબાપ બનો ત્યારે પોતાના બાળકોને ક્યારે ન પુછશો કે બેટા! તું કેટલા માર્કસ લાવ્યો? કયે નંબરે પાસ થયો? પરંતુ ચોક્ક્સ પુછજો કે બેટા! આજે તેં કોઇને મદદ કરી છે કે નહી? તે બીજાના ચહેરા પર ખુશી લાવે તેવું કોઇ કામ કર્યું છે કે કેમ? તો બાળકને લાગશે કે મારા માબાપને મારા માર્કસ કરતાં હું બીજાને મદદ કરૂ બીજાને ખુશી આપું તે વધારે ગમે છે.તો હું એવું કરૂ.બાળક આવી માનસીક્તા સાથે સ્કુલે જશે, મોટું થશે તો તે બાળક ભણશે પણ ખરૂ. સાથે સાથે તેનો જીવન પ્રત્યેનો અભીગમ પણ બદલાઇ જશે.
આવાં બાળકો જયારે નવજુવાન થશે ત્યારે આપણો આખો સમાજ બદલાઇ જશે. ત્યારે આપણા સમાજમાં એવી વ્યક્તીઓ હશે જે પોતાને માટે નહી પણ બીજાને માટે વીચારતા હશે. જો આવો ફેરફાર થશે તો આપણો દેશ ખુબજ બદલાશે, મોટું પરીવર્તન વી શકશે. સૌ. ગોરસ ત્રી માસીક.