Friday, November 23, 2018

કલાનો રંગ ભગવો નથી, નથી લીલો.પણ તેનો રંગ છે સોનેરી.


કલાનો રંગ ભગવો નથી, નથી લીલો.પણ તેનો રંગ છે સોનેરી.

 ટી.એમ.ક્રીશ્ના (કાર્નેટીક મ્યુઝીશયન)

(The Colour of ART is not  SAFFRON. nor GREEN but  GOLD.)

કાર્નેટીક મ્યુઝીક તે દક્ષીણ ભારતમાં કર્ણાટકી સંગીત તરીકે ઓળખાય છે. કર્ણાટકમાં તેની શરૂઆત આશરે ૬૦૦ વર્ષ પહેલાં થઇ હતી. ટી. એન ક્રીશ્ના (રહેવાસી કર્ણાટક ઉંમર વર્ષ ૪૨) આ સંગીતના ખુબજ ઉંચીકક્ષાના ગાયક તરીકે જાણીતા છે. ક્રીશ્નાને કાર્નેટીક સંગીતમાં મેળવેલી અસાધ્ય નીપુણતાને કારણે તેઓને મેગ્નસાસ એવોર્ડથી સન્માનીત પણ કરવામાં આવ્યા છે.

તારીખ ૧૭ અને ૧૮નવેંબરના રોજ દીલ્હીના નહેરૂ પાર્કમાં એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇંડીયા અને સ્પીક મેકે નામની સાંસ્કૃતીક સંસ્થાના સંયુક્ત ઉપક્રમે અન્ય સંગીતના કાર્યક્રમો સાથે સંગીતકાર ક્રીશ્નાનો 'કાર્નેટીક સંગીત' નો કાર્યક્રમ અગાઉથી નક્કી કરી આયોજીત કરવામાં આવ્યો હતો. મોદી સરકારના બે મંત્રીઓ અને ઇન્ટર નેટ પર ધમકીઓ આપનાર ઉગ્રહીંદુવાદીઓ જેને અંગ્રેજીમાં ટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે તેમની સંયુક્ત દખલગીરીઓથી એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇંડીયાએ ૧૩મી નવેંબરની રાત્રે જાહેર કરી દીધું કે અમે સદર કાર્યક્રમ મુલતવી રાખેલ છે.

Airports authority scraps T M Krishna concert after trolls call him anti-India સૌ. ઇન્ડીયન એકપ્રેસ.

                

સંગીતકાર ક્રીશ્નાને પોતાનો કાર્યક્મ મુલતવી રહ્યો છે તેવી માહીતી મળતાં તેઓનો પ્રથમ પ્રત્યઘાત હતો કે  દીલ્હીમાં મને કોઇપણ સંસ્થા કાર્યક્રમ કરવા માટે આમંત્રણ આપે તો હું કાર્યક્રમ કરવા તૈયાર છું. હું આવીશ અને ગાઇશ. આવી ધમકીઓથી આપણે ક્યારેય ગભરાવું નહી અને ડરપોક બનવું નહી.

 ક્રીશ્નાનો કાર્યક્રમ મુલતવી રહ્યો છે તેવા સમાચાર મળતાં જ દીલ્હીમાં સત્તાધીશ આમ આદમી પાર્ટીના અગ્રણી મનીષભાઇ સીસોદીયાએ  પોતાની પ્રવૃત્તીના " અવામ કી આવાઝ" ભાગ રૂપે ' ગાર્ડન ઓફ ફાઇવ સેન્સીસ' દક્ષીણ દીલ્હીમાં આવેલા સ્થળે ક્રીષ્નાનો કાર્યક્રમ ગોઠવી દીધો. મુખ્યમંત્રી કેજરીવાલે પોતાના સાથી સીસોદીયાને ચીંતાતુર માનસીકતાથી પુછી લીધું કે શું આ બધું આટલા ટુંકા ગાળામાં ગોઠવાઇ જશે?

" અવામ કી આવાઝ"નો કાર્યક્રમ આમ આદમી પાર્ટી તરફથી પોતાની પ્રવૃત્તીના ભાગરૂપે સને ૨૦૧૭ના ઓકટોબર માસથી શરૂ કરવામાં આવેલ છે. અત્યાર સુધી તેના નેજા હેઠળ ચાર કાર્યક્રમો તો થઇ ગયા હતા. આવા કાર્યક્રમોમાં ખાસ કરીને વીદ્રોહ અને વીરોધના (Protest & Dissent) ગીતો ગાવામાં આવે છે.

મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલે  સદર કાર્યક્રમમાં હાજર રહીને જણાવ્યું કે ' જે લોકો દેશમાં ભાગલા પાડીને દેશનો વીનાશ કરવા મેદાને પડેલા છે તેને ભાઇ ક્રીષ્નાનો કાર્યક્રમ જબ્બર જવાબ આપે છે.' સંગીતકાર ક્રીશ્નાએ ઇન્ડીયન એકપ્રેસમાં આ મુદ્દે મુલાકાત આપતાં જણાવ્યું કે ' આ કાર્યક્રમમાં ઉપસ્થીત થયેલા સૌ દીલ્હીવાસીઓ માટે આજનો દીવસ ખુબજ મહત્વનો દીવસ બની ગયો છે. મારી આપ સૌને નમ્ર અપીલ છે કે  આપણે બધા ભેગા મળીને ધીક્કાર, હીંસા અને ગુસ્સાનું વાતવરણ દેશમાં જે રીતે પેદા કરવામાં આવ્યું છે તેનો મુકાબલો કરીએ.

ટી.એન. ક્રીશ્નાના નક્કી કરલા કાર્યક્રમો સામે હીંદુત્વવાદી  ટેકેદારો તરફથી તેઓના કાર્યક્રમોને બંધ કરાવવા અને ધમકી આપવાનો આ પ્રથમ પ્રસંગ નથી. કારણકે ક્રીશ્નાની દેશના બંધારણીય મુલ્યો, જેવાકે ધર્મનીરપેક્ષતા, સામાજીક ન્યાય અને સમાનતાની તરફેણમાં અને વર્ણવ્યવસ્થાની વીરૂધ્ધના વીચારોથી સામાવાળા પુરેપુરા પરીચીત છે. સને ૨૦૧૮ના ઓગષ્ટ માસમાં અમેરીકાના મેરીલેંડ મંદીરમાં એન આર આઇ, હીંદુત્વવાદી કર્મનીષ્ઠોએ! ભાઇ ક્રીશ્નાનો કાર્યક્રમ એટલા માટે રદ કરાવ્યો હતો કે તે હીંદુ ભજન સાથે ખ્રીસ્તી અને ઇસ્લામના પણ ભજનો ગાય છે. પરંતુ તે જ દીવસે મેરીલેંડની નજીક આવેલા વોશીંગટન સ્ટેટના જયોર્જીયાટાઉનમાં તે કાર્યક્રમ ક્રીશ્નાના સંગીતપ્રેમીઓએ સરસ રીતે સંપન્ન કરેલ હતો.

આ વર્ષે તામીલનાડુના ત્રીચી શહેરમાં હીંદુત્વની જમણેરી પાંખે ક્રીશ્નાના કાર્યક્રમને બંધ રખાવવાના ખુબજ પ્રયત્નો કર્યા હતા. પરંતુ રાજય તરફથી કાયદો અને વ્યવસ્થાનો સખત બંદોબસ્ત પુરો પડાતાં પેલા પરીબળોની મેલી મુરાદો બળ આવી નહી. આ કાર્યક્રમમાં ક્રીશ્નાએ જીસસ, અલ્લાહ અને તમીલ લેખક પેરૂમલ મુગૃન જેના પર જમણેરી હીંદુત્વવાદી પરીબળોએ સખ્ત હુમલો કરીને હવે પછી કશું પણ નહી લખવાની પુરેપરી બાંહેધરી લઇ લીધી હતી તેના ગીતો પણ ગાયા હતા.

" અવામ કી આવાઝ"ની કાર્યક્રમની સફળતા માટે  મુખ્યમંત્રી કેજરીવાલે દૈનીક પેપરમાં જાહેરાતો, ઉપરાંત સોશીઅલ માડીયા અને વોટ્ટસઅપ ગૃપ્સમાં નીચે મુજબનો સંદશો ફરતો કર્યો.

 

 

" આપ સૌને આ કાર્યક્રમમાં પધારવાનું અમારૂ આમંત્રણ છે. જો તમે દેશની અખંડતા અને સર્માવેશક ' એન ઇન્કલુઝીવ ઇંડીયા' માં માનતા હોય તો, તેમજ  ભારતદેશ બધાજ ધર્મો, શ્રધ્ધાઓ, જાતીઓ અને જ્ઞાતીઓનો દેશ છે,તો આપ સૌ ની હાજરીથી જે લોકો આ દેશને ધર્મ અને જાતીના નામે ભાગલા પાડી તોડી નાંખવા માંગે છે તેને યોગ્ય જવાબ મળશે."

" Krishna sings, Krishna is heard"  Curiosity, coincidence and love of Carnatic music draw over 1000 to T.M. Krishna"s consort.

સૌ પ્રથમ તેઓએ ગાંધીજીની સર્વધર્મ સમભાવની ભજનાવલીમાંથી ગીત ગાયું. આ ઉપરાંત મરાઠી સંત તુકારામના ભજનો મરાઠીમાં અને કન્નડના તત્વજ્ઞાની, કવી અને વીચારક બસાવાના ભજનો ગાયા હતા. આ ઉપરાંત સંત કબીર, જીસસ અને નાગુર સીદ્દીકી જેવા મુસ્લીમ સુફી લીખીત ને નાગુર હનીફાએ સ્વરબધ્ધ કરેલ પવીત્ર ઇસ્લામીક ગીત પણ ગાયું.

 

 સાંભળનારાઓથી સ્થળ એટલું બધું ખીચોખીચ ભરાઇ ગેયલું હતું કે ઘણા બધા આમંત્રીતો બે કલાક સુધી ઉભા જ રહ્યા. મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું હતું કે આ દેશ હીંદુ,મુસ્લીમ,ખ્રીસ્તી, શીખ, તમીલો,મલાયાલીઝ, હરીયાણીવીઝ, પંજાબી વી નો છે. વીશ્વમાં મને ખબર નથી કે આટલા બધા વૈવીધ્યવાળો બીજો કોઇ દેશ હશે. આ સામાજીક વૈવીધ્યતા આપણો ભવ્ય વારસો છે તેને સહેજ પણ ઉની આંચ આવે તે જાળવવાની આપણા સૌ ની જવાબદારી છે.

મુખ્યમંત્રી શ્રી અરવીંદ કેજરીવાલાની બાજુમાં સીતારામ કેસરી ( જનરલ સેક્રેટરી સી પીએમ માર્કસવાદી) બેઠા હતા. દીલ્હીમાં છેલ્લા આઠવર્ષોથી રહેતા ફ્રેન્ચ આર્ટીસ્ટ જુલીઇન સીગાર્ડ સહીત ક્રીશ્નાના કાર્યક્રમો હાજર રહેનાર મહાનુભાવોમાં નીવૃત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એ.પી.શાહ, આર ટી આઇ પાયોનીયર અરૂણા રોય, પર્યાવરણસંરક્ષક સુનીલ નરેઇન,સુપ્રીમ કોર્ટના સીનીયર વકીલ ઇંદીરા જેસીંગ, પ્રો ઝોયા હુસેન અને વૈજ્ઞાનીક ગોહર રઝા જેવા ઘણા બધા વીઆઇપી હતા. અને સૌ એ  કર્ણાટકી કાઇનેટીક મ્યુઝીક બે કલાક કરતાં વધારે સમય સુધી માણ્યુ હતું. હાજર રહેલા સંગીત માણવા આવેલા ટોળાના વડીલોનો મત હતો કે " We are here for a quiet evening of pure, divine music."  સવર્ણલાય નામનું સાંસ્કૃતીક કેન્દ્ર ચલાવતા ભાઇ અશોકનનું નીરીક્ષણ હતું કે ' હું ક્રીશ્નને આપણા સમયના શ્રૈષ્ઠ સંગીતકાર તરીકે ગણું છું. તે પોતા 'કાર્નેટીક મ્યુઝીક' માટે આપણા દેશની મહમુલ્યવાન મુડી છે. આપણે ભલે ક્રીશ્નના રાજકીય વીચારો સાથ સહમત ન થઇએ પણ  તેનું સંગીત તો આપણા સૌમાં એકતા પેદા કરનારૂ છે.'

સ્વામીનાથ એ. ઐયર ' સ્વામીનોમીક્સ' નામની દર રવીવારે પ્રકાશીત થતી ટાઇમ્સ ઓફ ઇંડીયાની ૧૮મી નવેંબરની કોલમમાં લખે છે કે ક્યારેય હીંદુ માર્શલ મ્યુઝીકની દાદાગીરીના અવાજ પ્રમાણે નાચશો નહી. મારે દુ;ખ સાથે જણાવવું પડે છે કે બીજેપી પક્ષ અને સરકારમાં એટલા બધા ધાર્મીક ઝનુની વીદુષકો છે કે (so much clout) જેને કારણે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇંડીયાને ક્રીશ્નનો કાર્યક્રમને કેન્સલ કરવો પડયો છે.  આ તો બીલકુલ સાંસ્કૃતીક જંગલીયાત જ છે.( This was cultural barbarism.) આપણો દેશ તો બહુવીધ ભાષાઓ અને વીવીધ ધર્મોનો બનેલો દેશ છે. આ સામાજીક અને સંસ્કૃતીક વીવીધતતા જ આ પણા દેશનું મહામુલ્ય નજરાણું છે. જેને કોઇપણ ભોગે આપણે પ્રજાતરીકે સુરક્ષીત રાખવું પડે અને વીકસાવું પડે!

સ્વામીનાથન વધુમાં લખે છે કે  ભારતીય સંગીતનાં મુળ ઘણાં ભવ્ય છે.તેજ આપણા માટેનું પ્રેરણાસ્રોત છે. દા.ત. આધુનીક સીતારએ મુળ ત્રણ તારવાળી પર્શીયન સીતારનું જ વીકસેલું સ્વરૂપ છે. તે જ રીતે આપણું સંગીત વાજીંત્ર સરોદના જન્મદાતા અફઘાનીસ્તાનનું વાજીંત્ર રૂઆબ છે. હાર્મોનીયમ તે યુરોપીયન એકોર્ડમાંથી વીકસેલું છે. તેથી આ બધા વાજીંત્રો મુસ્લીમ, ક્રીશ્ચન કે પરદેશી બની જતા નથી. તે હીદુસ્તાની સંગીતનો બીલકુલ અંતર્ગત અને અનીવાર્ય ભાગ છે. બીસમીલ્લાખાન, અમજદ અલી ખાન જેટલા ભારતીય સંગીત માટે અનીવાર્ય છે તેટલાજ અનીવાર્ય પંડીત રવીશંકર અને હરીપ્રસાદ ચોરસીયા છે. તે બધાના ધર્મો આ મુદ્દે બીલકુલ અપ્રસતુત છે.  

રામચંદ્ર ગુહા ( જાણીતા ઇતીહાસવીદ્ જેઓને તાજેતરમાં ગુજ.યુનીના એબીવીપીના નેતાઓએ ફોન પર ધમકીઓ આપીને યુનીર્વસીટીમાં જોબ સ્વીકારતા અટકાવ્યા હતા.) ક્રીષ્ના વીષે લખે છે કે તેને મળેલ સંગીત એક કુદરતી દેન છે. સંગીતના ક્ષેત્રમાં તે ખુબજ જાણીતા છે તે ઉપરાંત પણ તે એક જાહેર પ્રજાલક્ષી નીસ્બત ધરાવતા મોટાગજાના બૌધ્ધીક છે. દીલ્હીમાં જે જમણેરી પરીબળોએ ક્રીષ્નાને સંગીતને કારણે નહી પણ વીચારોને કારણે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇંડીયા અને સ્પીક મેકે સંસ્થાના સંયુક્ત ઉપક્રમે તેનો સંગીતનો પોગ્રામ બંધ કરવા મજબુર કરી છે તે બીના દેશના પાટનગરમાં બની છે તે બીલકુલ અસંસ્કૃત, જંગલી ( અનસીવીલાઇઝડ વર્લડ) દુનીયામાં બનેલી ઘટના છે. ગુહા વધુમાં લખે છે કે " હું તો ફક્ત ચોપડીઓ લખું છું જયારે ક્રીષ્નાએતો પોતાના સંગીતમાં ભારતીય સંસ્કૃતીની મહાનતા, વીવીધતા અને સમૃધ્ધીને આમેજ કરેલી છે. તેઓનું સમગ્ર વ્યક્તીત્વ અને કલામાં તો સતત ભારતીય સંસ્કૃતીનો ધબકાર જ સંભળાય છે." Unlike Hindutva barbarians, these musicians know that music and musical instruments have no borders."

 મારા એક સાથી મીત્ર જે હીંદી ફીલ્મ સંગીતના સારા એવા જાણકાર છે તેઓ જણાવે છે કે ભજનને આપણે હીંદુ ધાર્મીક સંગીત ગણવું જોઇએ. તે રીતે જોઇએ તો મુસ્લીમ સંગીત ગાયકોએ આપણા સર્વ શ્રૈષ્ઠ ભજનો ગાયા છે. તેમાં મહંમદ રફી સાહેબ સૌથી મોટાગજના ભજનના ગાયક હતા. દા. તરીકે બૈજુ બાવરા ફીલ્મનું અતી પ્રચલીત અને સદા બહાર ગીત ' દુનીયા કે રખવાલે સુન દર્દ ભરે મોરે...ને લખનાર શકીલ બદાયુની, સંગીતકાર નૌષાદ અને ગાનાર રફી સાહેબ હતા.  ભજન ત્રણે મોટા ગજાના મુસ્લીમ બીરાદરોનું સર્જન છે. જે આપણે સૌ હીંદુઓ તે ભજનને ચાહીએ છીએ. કારણકે સંગીતને કોઇ સીમાઓમાં બાંધી શકાતું નથી.

તેવીજ રીતે 'અમર' ( સને ૧૯૫૦) ફીલ્મનું ભજન ' ઇન્સાફ કા મંદીર હૈ યે ભગવાન કા ઘર હૈ' ઉપર જણાવેલે મુસ્લીમ ત્રીપુટીએ જગવીખ્યાત બનાવ્યું છે. પણ આ ફીલ્મની વીશેષતા એ હતી કે તેના પ્રોડયુસર મહેબુબખાન હતા. અને અભીનેતા અને અભીનેત્રીઓમાં 'દીલીપકુમાર (યુસુફખાન) મધુબાલા( મુમતાઝ જેહન દેહલ્વી) અને નીમ્મી ( નવાબ બાનુ). શું આ બધા ફીલ્મ પ્રોડ્યુસરમાંથી અન્ય કલાકારો અને સંગીતકારો મુસ્લીમ હોવાને કારણે શું આ ભજનમાં કોઇ લેશ માત્ર ફેર પડયો હતો? તે તો એક વીજયી અદભુત નીર્દશન હતું જે સંદેશો મુકતું ગયું છે કે સંગીત માનવ સર્જીત બધીજ સીમાઓ ને જીતી શકે છે. ' સારે જહાંસે અચ્છા હીંદુસ્તાં હમારા'ના રચનાર કવી મોહમંદ ઇકબાલ હતા. ટુંકમાં રાષ્ટ્રપ્રેમ અને સંગીત બંનેને ધર્મ સાથે કોઇલેવા દેવા નથી.

 

 

--