Thursday, November 15, 2018

ઇસ્લામના આદર્શો અને વ્યવહાર–

ઇસ્લામના આદર્શો અને વ્યવહાર

( પાકીસ્તાનની સુપ્રીમ કોર્ટે ધાર્મીક નીંદાના(બ્લેસ્ફમી) ગુના હેઠળ મોતની સજા ભોગવતી એક ખ્રીસ્તી ખેતમજુર નામે " આશીયા બીબીને" ૩૧મી ઓક્ટોબરના રોજ સંપુર્ણ નીર્દોષ જાહેર કરી છે.)

 

 દરેક ધર્મોના આદર્શો (ઉપદેશો) કાંઇક હોય છે અને તેજ ધર્મોનો ખાસ કરીને ધાર્મીક લઘુમતીઓ સામે પોતાનો વ્યવહાર અને વર્તન બીલકુલ કેટલું બધું અમાનવીય. ગેરબંધારણીય, કાયદા વીરૂધ્ધનું  અને ઘાતકી હોય છે તેનાથી આપણે બધા પુરેપરા પરીચીત છીએ. થોડા દીવસ પહેલાં મારી પાસે પોસ્ટથી એક નાનકડી પુસ્તીકા મળી છે. જે મુસ્લીમ તહેવાર ' મહોરમનું મહત્વ' સમજાવે છે. પુસ્તીકાના લેખક છે ફાધર વાલેસ અને બીજા છે મોહમદ યાસર.

 માનનીય ફાધર વાલેસ સાહેબ લખે છે કે મને ઇન્ટરનેટમાં હુસેનની ઘણી પ્રેરણાત્મક ઉક્તીઓ વાંચવા મળી. અહીં તેમાંથી એક ઉક્તી નીચે મુજબ છે.

() બીજાની સતામણી કરવામાં આવે ત્યારે ચુપ રહેનાર માણસો પોતેજ  સતામણીના ગુનેગારો છે.

પુસ્તીકાના બીજા લેખક ' મોહમદ યાસર ખલીફાના નીચે મુજબના વાક્યો છે.

() માનવીય ઇતીહાસમાં ઇસ્લામ ધર્મના પયગંબર હજરત મુહમ્મદ (સલ્લે.) સાહેબને  અંતીમ પયગંબર ગણે છે. તેમણે એક ઉદાત્ત અને આદર્શ સમાજની સ્થાપના કરી છે. સમાજના અનુયાયીઓ અલ્લાહની આજ્ઞાઓને સમર્પીત હોય. તે સમાજ આર્થીક ન્યાય, સામાજીક સમાનતા અને રાજકીય સ્વતંત્રતાના સીધ્ધાંતો પર રચાયો હોય. તે માનવીના મુળભુત અધીકારોના સંરક્ષણની સંપુર્ણ ખાતરી આપતો હોય.

() ઇસ્લામમાં માનવીને સૌ પ્રથમ માનવી ગણવામાં આવે છે. ત્યાં ધર્મજાતી, કે વર્ણ આધારીત ઉંચનીચના ભેદભાવ ના હોય, સ્રી કે પુરૂષ પણ એક માનવી તરીકે  સમાન નજરે  જોવાતા હોય, ત્યાં અનાથો, વીધવાઓ, વૃધ્ધો અને લાચારોની સંભાળ અને દરકાર લેવાતી હોય, ત્યાં કાયદાની સમક્ષ સૌ સમાન હોય, દરેક વ્યક્તીને કોઇપણ જાતના ભેદભાવ વગર યોગ્ય અને સાચો ન્યાય મળી રહેતો હોય, અને જ્યાં એક સામાન્ય માનવી પછી ભલે તે મુસ્લીમ ના હોય  તો પણ એક સલામત જીવન  સ્વામાનભેર જીવી શકતો હોય તેવો સમાજ હોય.

 હવે આપણે પાકીસ્તાન નીવાસી આશીયા બીબીના ધાર્મીક નીંદાના ગુના સમજીએ.

આપણો પડોશી દેશ પાકીસ્તાન એક મુસ્લીમ દેશ છે. ઇસ્લામ તેનો બંધારણીય ધર્મ છે.ઉપરના બોધ વચનોનો અમલ વાસ્તીક સમાજજીવન અને રાજય વહીવટમાં કેવો થાય છે તે જાણીએ.

આશીયા બીબી મુળે ધર્મે ખ્રીસ્તી,એવી એક ખેતમજુર હતી. તેણીએ ખેતરમાં કામ કરતાં તરસ લાગી હોવાથી એક જગમાંથી પાણી પીધું. ત્યારબાદ તેની સાથે ખેતરમાં કામ કરતી પણતેની પડોશી મુસ્લીમ ખેતમજુર બહેનોએ તેજ જગમાંથી પછી પાણી પીવા માટે આપ્યું. તેની સામે ધાર્મીક નીંદાની  ફરીયાદ કરવામાં આવી કે તેણીએ ઇરાદપુર્વક પોતાના પાણી પીધેલા જગમાંથી મુસ્લીમ બહેનોને પાણી પીવડાવીને વટલાવી છે. સને ૨૦૧૦માં સદર ધાર્મીક નીંદાના ગુના માટે ફાંસીની સજા જીલ્લા કોર્ટે ફરમાવી હતી. હાઇકોર્ટે તેના કૃત્યને ખુબજ નીંદનીય કૃત્ય ગણીને નીચલી કોર્ટની ફાંસીની સજા માન્ય રાખી. જેને પાકીસ્તાનની સર્વોચ્ચ અદાલતે  તેણીના ગુનાને બેબુનીયાદ ગણીને તેણીને ગુના મુક્ત કરીને પાકીસ્તાનને એક દેશ તરીકે અને વીશ્વને એક આંચકો આપ્યો છે.

On October 31, the Supreme Court of Pakistan took a monumental decision, against the grain of recent history in that country. By acquitting Asia Bibi, a Christian woman convicted of blasphemy on the flimsiest of grounds by a sessions court — a decision that was upheld by the Lahore High Court — the country's apex court showed great courage.

સૌ , ઇન્ડીયન એકપ્રેસ તંત્રી લેખ તા. ૧૨મી નવેંબર ૨૦૧૮.

 આશીયાની તરફેણમાં અને જીલ્લા કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાની વીરૂધ્ધમાં પોતાના અભીપ્રાયો જાહેરમાં જણાવ્યા હતા, તેવા પંજાબના ગવર્નર સલમાન તાસીર અને ભુતપુર્વ માઇનોરીટી એફર્સના પાકીસ્તાન સરકારના મીનીસ્ટર શાહબાઝ ભટટી બંનેના ખુન કરી નાંખવામાં આવ્યા છે.દેશની સર્વોચ્ચ અદાલતના જે ન્યાયધીશોએ (ડીવીઝન બેન્ચ) ચુકાદો આપ્યો છે, તેને મોત ની ધમકીઓ મળી ગઇ છે. સર્વોચ્ચ અદાલતમાં જે એડવોકેટે આશીયા બીબીનો કેસ લડયો તેને પોતાનો જીવ બચાવવા દેશ છોડીને ભાગી જવું પડયું છે.

તા૩૧મી ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે ચુકાદા આપ્યો જેને પાકીસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને તેને ટેકો આપ્યો. ત્યારબાદ દેશમાં મુદ્દા પર  જે ધાર્મીકઉગ્રવાદી રાજકીય પાર્ટી(તેહરીકે લબબીક પાકીસ્તાન) TLP ને  ઇમરાનખાનની પાર્ટી સામે તાજેતરના ઇલેક્શનમાં એક પણ સીટ મળી નહતી તેણે ધાર્મીક કટરવાદીઓની મદદ લઇને સુપ્રીમ કોર્ટના ચુકાદાની સામે દેશ વ્યાપી આંદોલન શરૂ કર્યું. દેશના લશ્કરના વડાઓને ઇમરાનખાન સામે બળવો કરવા હુકમ કર્યો. આશીયાબીબી દેશ છોડીને જઇ શકે તેવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાન ઇમરાન ખાનને આશીયાબીબીની તરફેણમાં અને સદર  ચુકાદા માટે સુપ્રીમ કોર્ટને બીરદાવી ત્રણ દીવસ પહેલાં હતી, તે બધા ઉચ્ચારણો પાછા ખેંચવા માટે મજબુર કરવામાં આવ્યા છે.

વધારામાં આ ટી એલ પી પાર્ટીએ ઇમરાન ખાનની સરકાર પાસેથી બાંહેધરી લઇ લીધી છે કે ટીલીપી આશીયા બીબીના સુપ્રીમ કોર્ટના ચુકાદા વીરૂધ્ધ રીવ્યુ પીટીશન દાખલ કરે તો તેનો વીરોધ નહી કરે.આ ઉપરાંત સખત બહુમતીથી ચુંટાયેલી ઇમરાન સરકારે લેખીત બાંહેધરી આપી છે કે જે લોકો દેશ છોડીને ભાગી જવા માંગતા હોય તેમાં આશીયા બીબીનું નામ ઉમેરવામાં વાંધો નથી.

 

દેશના વડાપ્રધાન બન્યા પછીના ત્રણ માસમાં ઇમરાન ખાન માટે દેશના હીતમા યોગ્ય નીર્ણય લીધા પછી ઇસ્લામીક ધાર્મીક  કટરવાદીઓના દબાણને વશ થઇને પોતાનો નીર્ણય બદલવાનો પ્રથમ નીર્ણય નથી.

In his three months in office, this is Imran Khan's second visible cave-in. Earlier, he asked Princeton professor Atif Mian to resign from his Economic Advisory Council when hardline elements, notably the TLP, objected to the latter's Ahmadi heritage.( સૌ.તંત્રી લેખ. ઇ એકપ્રેસ તા.૧૨–૧૧–૧૮.) વડાપ્રધાન ઇમરાન ખાનને સારી રીતે ખબર છે કે આર્થીક રીતે દેશની શું સ્થીતી છે. પાકીસ્તાની નાગરીક અમેરીકાની વીશ્વવીખ્યાત પ્રીન્સટોન યુની.માં અર્થશાસ્રના પ્રોફેસર આતીફ મીયાન  તરીકે કામ કરતા વીદ્ધવાનને  નાણાંકીય સલાહકાર તરીકે આમંત્રણ આપ્યુતે પણ ઉગ્રધાર્મીક પરીબળોના વીરોધને કારણે  કેન્સલ કરવું પડયું. કારણકે પેલો અર્થશાસ્રનો પ્રોફેસર પાકીસ્તાની નાગરીક હતો પણ તે મુસ્લીમ નહતો. દેશની લઘુમતી કોમ અહેમદીયા તેનો વારસો હતો.

ઇટાલીના નાયબ વડાપ્રધાન એમ સલવીનીએ આશીયાબીબીના કેસની તરફેણમાં મજબુત લાગણી પ્રદર્શીત કરતાં જણાવ્યું છે કે સને૨૦૧૮માં અને તે પણ ૨૧મી સદીમાં " We cannot allow a situation like this in 2018,, women and children should not be in danger." ( T O I page 9 8th Nov 2018.) આશીયા બીબીના પતિ આશીક મસિહે ખુબજ દુ;ખ સાથે જણાવ્યું છે કે તેની પત્નિ અને તેના બે બાળકો ગમે ત્યારે ધાર્મીક ઉગ્રવાદીઓના હુમલાનો ભોગ બની શકે તેમ છે. તે બધાને રાજકીય આશ્રય આપવા યુકે, યુએસએ અને કેનેડાની સરકારોને વીનંતી કરી છે. યુરોપીયન પાર્લામેંટના પ્રમુખ એનટોનીયોએ આશીયા બીબીના કુટુંબને રાજકીય આશ્રય આપવાની તૈયારી બતાવી છે.વીશ્વગુરૂ અને વારંવાર ' વસુધૈવ કુટુંબની દુહાઇ જુદા જુદા દેશો સમક્ષ પોતાના વીદેશ પ્રવાસોમાં પુકારનાર ભારતના વડાપ્રધાન મોદીજીએ બીજા ઘણા બધા મુદ્દાઓની માફક આ મુદ્દે પણ મૌન સેવવાનું યોગ્ય માન્યું છે.

For Pakistan, and even beyond its borders, the dangers of relying on religion for political ends are becoming starkly clear from the Asia Bibi episode: Sooner or later, such a politics undermines state sovereignty, constitutional morality and the rule of law. સૌ. ઇ એકપ્રેસ ના તંત્રી લેખની છેલ્લી લીટોઓનો ભાવાનુવાદ.

ફક્ત પાકીસ્તાન માટેજ નહી પણ તેની સરહદોની પેલેપાર પણ ' રાજકીય હેતુઓ માટે ધર્મ અને ધાર્મીક લાગણોનો ઉપયોગ આશીયાબીબીના કેસ પરથી કેવાં ગંભીર પરીણામો લાવી શકે છે તેવો બોધ પાઠ આપે છે. આવું રાજકારણ આજે નહીતો કાલે  રાજયના સાર્વભૌમત્વ,બંધારણીય નૈતીકતા અને કાયદાના શાસનને અપ્રસતુત બનાવી દે છે. 


--