Tuesday, July 16, 2019

ગુરૂમુક્તીમાં ભારતના યુવાનોનુ સર્વોત્તમ કલ્યાણ છે.

 ગુરૂમુક્તીમાં ભારતના યુવાનોનુ સર્વોત્તમ કલ્યાણ છે.

વીશ્વની સાત અબજની વસ્તી આશરે ૨૦૦ કરતાં વધારે દેશોમાં જીવે છે. આ બધા દેશામાં કોઇ પ્રજા ભારત સીવાય હીંદુ કેલેન્ડર મુજબનો અષાઢ સુદ ૧૫ને ગુરૂપુર્ણીમાના દીવસ તરીકેઉજવતી નથી. ભારતમાં પણ મુસ્લીમ, ઇસાઇ, આદીવીસી ને ગરીબી રેખા નીચે જીવતા દેશના કરોડો નાગરીકોને પોતાની જીજીવીષા ટકાવી રાખવાના સંઘર્ષમાં આ દીવસ ' દો ટંક કી આટે કી ફીકર' સીવાય માટેનો દરરોજ કરતાં જુદો દીવસ હોય તેમ બીલકુલ લાગતો નથી. તો આ ગુરૂપુર્ણીમાનો દીવસ કોના હીતમાં ઉજવવાનો છે તેનો શાંતીથી વીચાર કરવાની જરૂર છે.

તમારા ગુરૂ કોણ છે? મા–બાપ, શાળાનો શીક્ષક, તમારા મા– બાપના સંપ્રદાય કે ધર્મનો વડો અને અથવા તેમના જેવા બીજા પરોપજીવોઓ? મા– બાપ તમારા માટે પસંદગીનો વીષય નથી.

 આ ઉપરાંત મા–બાપોનો પોતાના બાળકો સાથેનો પ્રાથમીક સંબંધ  પોતાની ઉત્ક્રાંતીના વારસાની અન્ય સજીવોની માફક મળેલી વંશ ચાલુ રાખવાની નૈસર્ગીક વૃતીનું પરીણામ છે. તેનાથી વધુ કાંઇ નથી. જે અન્ય સજીવો દા.ત હાથી, સીંહ, કુતરૂ, બીલાડી ને પશુ પક્ષી ની માફક દરેક સજીવો જે ફરજ પોતાના બચ્ચોનૌ રાખે છે તેનાથી સહેજ પણ વધારે ફરજ આપણા મા– બાપો બજાવતા નથી.

 મઝાની શીખ એ છે કે પ્રાણીઓ ને અન્ય સજીવો પોતાના જૈવીક સંઘર્ષમાંથી આજે પણ શીખ્યા છે. તે માનવી પોતાના અંગત અને સામાજીક સ્વાર્થ માટે પોતાના ધર્મોના પરોપજીવીઓ વડાઓના ગુરૂપદોની મદદથી ન શીખ્યો. શું? દરેક સજીવોના બચ્ચાઓનું જન્મયા પછીનું પ્રથમ પસંદગીનું કામ જે માળામાંથી જન્મયા છે તેને છોડીને પોતાની નવી દુનીયા બસાવવાનું છે. કોઇ ચકલીનું બચ્ચુ માળામાંથી પોતાના ઇંડાના કોચલામાંથી બહાર નીકળ્યા પછી ભુખ લાગે તો તેનું કોચલું ખાવાને બદલે જે કાંઇ નવી નવી પાંખો મળી છે તેનાથી જોખમ કરીને જન્મદાતા માળો છોડીને કાયમ માટે જીવવાનો રસ્તો શોધે છે.

  હીંદુ પ્રજા પોતાના ઉધ્ધાર માટે ' ગુરૂ બીના જ્ઞાન નહી' ની શોધમાં પોતાની માનવી સહજબુધ્ધીને ગીરો મુકીને પાંચહજાર વર્ષોના ગુરૂ દક્ષીણામાં મળેલા વારસાથી અતીસંતૃપ્ત છે કે  નહી તે પુછોતા ખરા.  વધુમાં સમાજની તન,મન અને ખાસ ધનની બચત જેની તમારા ગુરૂઓને સૌથી જરૂર છે તે બધી વ્યક્તીગત અને સામાજીક બચતો ઉધઇની માફક ઓહીંયા કરી જનારા ગુરૂઓને સાક્ષાંત દંડવંત કરતાં પહેલાં પુછયું છે ખરૂ કે તમને બલ્ડપ્રેશર, ડાયાબીટીસ, ગુપ્તજાતીય રોગો કે ચામડીના રોગો છે ખરા? આ હકીકત અમને ૧૯મીસદીના વૈષ્ણવોના મહારાજ યુદુનાથ અને ૨૧મીસદીના આશારામ બાપુ અને રામા રહીમ સચ્ચા ડેરાવાળા પાસેથી મળી છે.

 ખાસ કરીને ૨૧મી સદીના ભારતીય કપ્મયુટરસેવી યુવાનો પુછું છું કે તમારી ઉચ્ચશીક્ષણની તમામ મુશ્કેલીઓનું નીવારણ 'ગુગલ સર્ચ' માં છે કે પેલા આ પૃથ્વીપર જન્મ લીધા પછી દાઢીવાળ ક્યારેય નહી કપાવનાર જટાધારી ગૂરુઓમાં છે? આ મહાગુરોઓને પુછો તો ખરા કે તમને બધાને ત્રીકાળ જ્ઞાન ફક્ત દાઢી વધારવાથી અને ભગવા કપડાં પહેરવાથી જ આપોઆપ મળી જાય છે. દેશમાં શીક્ષીત બેકારોની ફોજ વધતી જાય છે પણ તમારે ત્યાં આધુનીક લોલીપપ લગાડેલી અશીક્ષીત નવી રોજગારીઓની તકો કેમ વધતી જ જાય છે?

 

The Advantages of Being Asaram Bapu - The New York Times

india.blogs.nytimes.com/2013/08/30/the-advantages-of-being-asaram-bapu

Aug 30, 2013 ... Asumal Sirumalani, a popular Indian spiritual leader who is known to his followers as Asaram Bapu, has fought a long battle against sex.

 


--