Thursday, November 28, 2019

દેશ તરીકે કઇ દિશામાં જવું છે?


દેશ તરીકે કઇ દિશામાં જવું છે?

બે રસ્તા છે.એક ચીલા ચાલુ ને બીજો આર્ષદ્રષ્ટા ( Visionary)

(1)    સુપ્રીમ કોર્ટે રામમંદીર–બાબરી મસ્જીદ કેસમાં મિલકત કોની છે ( ટાઇટલએન્ડ પઝેશન સુય્ટ) તે નક્કી કરતાં સાબીત થયું કે દાવાવાળી મીલકતની માલીકી ઝઘડતા પક્ષકરોમાંથી કોઇની નથી.

(2)    કાયદા પ્રમાણે ચુકાદો આપવાને બદલે સુપ્રીમ કોર્ટે તેની સત્તાની ખાસ કલમ ૧૪૨નો ઉપયોગ કરીને વિવાદિત સ્થળ જેનો હાલનો કબજો સંપાદિત કરેલ જમીન કેન્દ્ર સરકારના કબજા–માલીકીની હોવાથી તેને હુકમ કર્યો કે સદર સ્થળ પર એક ટ્રસ્ટ બનાવી ત્યાં રામમંદિર બનાવવું અને યોગ્ય સ્થળે અયોધ્યામાં જ પાંચ એકર જમીન મસ્જીદ બનાવવા વિવાદિત સ્થળના પક્ષકાર સુન્ની વક્ફ બોર્ડને આપવાનું ઠરાવ્યું.

(3)    સમગ્ર વિવાદના અગત્યના પક્ષ કરતા સુની વક્ફ બોર્ડે સદર ચુકાદા પર રીવ્યુપિટીશન કે અપીલ ન કરાવાનો શાણપણ ભરેલો યુગવર્તક અને આર્ષદ્રષ્ટ્રા નિર્ણય લીધો. જે દેશના તમામ નાગરીકો માટે અને ખાસ કરીને હીંદુઓ માટે સંપુર્ણ આવકાર્ય અને હિતાવહ છે.

(૪) તેની સામે એક બીજો ગંભીર બનાવ બનારસ હીંદુ વીશ્વવિધ્યાલયમાં બન્યો છે. બનારસ હીંદુ વીશ્વવિધ્યાલયમાં એક સંસ્કૃતના પ્રોફેસરની પોસ્ટ ખાલી પડી હતી. પસંદગી સમિતિએ સર્વાનુમતે પ્રો. ફીરોજખાનને તમામ અન્ય ઉમેદવારોની સરખામણીમાં શ્રૈષ્ઠ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. સંસ્થાના ચાલુ પ્રોફેસરોએ માહિતિ મુજબ વડાપ્રધાન અને રાષ્ટ્રપતીને પ્રો ફીરોજખાનની નીમણુક રદ કરવા ઘણા બધા મેમોરન્ડમ મોકલ્યા છે. જાણે કે દેશમાં કાયદાનું શાસન જ ન હોય. અને દરેક નિર્ણયની અબાધિત અને આખરી સત્તા વડાપ્રધાન વી. પાસે જ હોય! વીશ્વવિધ્યાલયના વિધ્યાર્થોનI દલીલ છે કે વૈદીક ધર્મ એક જન્મે મુસ્લીમ માણસ કેવી રીતે ભણાવી શકે? આ બધાને કોણ સમજાવે કે પ્રોફેસરે સંસ્કૃત એક વિષય અભ્યાસ ક્રમના ભાગ તરીકે ભણાવવાનો છે. કોઇ ધર્મના પ્રચાર કે વિરોધ માટે ભણાવવાનો નથી. અમેરીકા જેવા દુનિયાના સર્વોચ્ચ મુડીવાદી દેશમાં કાર્લ માર્કસ, લેનીન અને સામ્યવાદના વિષયો દરેક વિશ્વવિધ્યાલયમાં સંપુર્ણ વિગતે ભણાવવામાં આવે છે. તેમ છતાં ત્યાં કોઇ અર્બન નક્ષલો પેદા થતા નથી!

આપણા માટે પ્રશ્ન એ છે કે આધુનીક જ્ઞાન ને ધર્મ અને માનવીના જન્મની કોમ,જ્ઞાતિ, જાતિ,પ્રદેશ કે રાષ્ટ્ર સાથે શું સંબંધ? આપણા બંધારણના આમુખમાં પહેલા શબ્દો છે " અમે ભારતના લોકો ". બંધારણે અમે શબ્દનો ઉલ્લ્ખ કર્યો છે. ઉપર જણાવેલી સંકિર્ણ ઓળખોનો ઉલ્લ્ખ કરેલો નથી. જો આપણા દેશમાં કોઇપણ નાગરીકોને જે તે સંકિર્ણ ઓળખોને આધારે જે બધાએ સખત શૈક્ષણીક મહેનત કરીને મેળવેલ જ્ઞાન, કુશળતા અને વિશિષ્ટતાને ધોરણે કામ કરતા રોકવામાં આવશે તો દેશનું ભવિષ્ય કોના હાથમાં જશે અને તેના પરિણામો કેવા આવશે તે આજુબાજુના પડોશી દેશોના નાગરીકોને પુછી જુઓ? તાલેબાનો અને આતંકવાદીઓને બનાવવાની ફેકટરીઓ દેશના વીશ્વવિધ્યાલયો નથી તે સમજી લેવાની તાત્કાલીક જરૂર આજે પહેલાં ક્યારે નહતી.

--