Friday, November 29, 2019

આપણા બૌધ્ધીક પછાતપણાની શરૂઆત ક્યારે થઇ?

આપણા બૌધ્ધીક પછાતપણાની શરૂઆત ક્યારે થઇ?

જે દિવસે રામરાજ્યમાં રુષીમુનીઓ અને પંડિતોના ઉપદેશથી શ્રી રામે શમ્બુક નામના અબ્રાહ્મણને તપ કરતો ( જ્ઞાન મેળવતો) અટકાવ્યો, કૌરવ– પાંડવ રાજ્યમાં રાજગુરૂ દ્રોણાચાર્યે અર્જુન અને બીજા રાજકુંવરોની તરફેણમાં સ્વબુધ્ધી અને સ્વપુરૂષાર્થથી બાણવિધ્યામાં નિપુણતા મેળવેલ એકલવ્યનો જમણા હાથનો અંગુઠો હોંશીયારીથી ગુરૂદક્ષિણામાં પડાવી લીધો તે દિવસથી હીદું સમાજમાં જ્ઞાનપ્રાપ્તીનો હક્ક ફક્ત બ્રાહ્મણો સિવાય કોઇનો નથી ત્યારથી દેશમાં જ્ઞાનનો અંધકારયુગ શરૂ થઇ ગયો છે.

બ્રીટીશરોના આગમનપછી અને રાજારામમોહનરાય, મહાત્મા જ્યોતીબા ફુલે અને બાબાસાહેબ આંબડકર જેવા અનેક માનવવાદીઓના અથાગ પ્રયત્નો પછી પણ વર્તમાન રાજ્યકર્તાઓની અને સમાજની  આધુનીક જ્ઞાન વિરોધી માનસિકતા હજુ અકબંધ છે. તેનો પુરાવો આપણને બનારસ હીંદુ યુની ના પ્રો. ફીરોજખાનની સંસ્કૃતના પ્રોફેસર તરીકેની નિમણુકના વિવાદમાં, અને જેએનયુ સામેની મોદી સરકારની શિક્ષણનિતીમાં આંખે ઉડીને વળગે છે.

અરે, આપણા દેશના તમામ નાગરીકોને સરળતાથી અને સસ્તુ પ્રાથમીક શિક્ષણથી માંડીને ઉચ્ચશિક્ષણનું જ્ઞાન ઉપલબ્ધ થાય તે માટેની નાણાંકીય સગવડો પુરી પાડવામાં આઝાદી પછીની તમામ રાજ્ય અને કેન્દ્ર સરકારોએ અક્ષમ્ય ઘોર બેદરકારી ઇરાદાપુર્વક કરી છે. દરેક બજેટમાં શિક્ષણ માટે કેટલા નાણાં ફાળવવામાં આવે છે તેના પરથી પણ સાબિત થશે. સને ૨૦૧૪ પછીની મોદી સરકારનો તેમાં પ્રથમ નંબર આવે છે. આ સરકારે તો શિક્ષણનું ઇરાદાપુર્વક ખાનગીકરણ કરીને તે સમાજના કયા વર્ગો અને હિતો માટે રાજ્ય કરે છે તે સાબિત કરવાની આપણા માટે જરૂર જ નથી.

આમ સદીઓ અને પરંપરાથી ચાલુ રહેલી જ્ઞાનવીરોધી માનસીકતા આપણા સર્વપ્રકારના પછાતપણા માટે સંપુર્ણ જવાબદાર છે.


--