Tuesday, April 28, 2020

આ ગુજરાતના ગીરનોસીંહ, કોરોના સંક્રમણના સમયમાં કેમ ઘાસ ખાવાનું પસંદ કરે છે?


આ ગુજરાતના ગીરનો સીંહ, કોરોના સંક્રમણના સમયમાં કેમ ઘાસ ખાવાનું પસંદ કરે છે?

ચાલો સમજવાની કોશીષ કરીએ. પહેલા તેમના ગુરુના હ્રદય પરીવર્તનને સમજીએ પછી..

(૧) " અગર કોઇ ગલતી કરતા હૈ તો પૂરે સમૂહકો નહીં લપટેના, પૂરે સમાજ સે દૂરી નહી બનાની ચાહીએ. ૧૩૦ કરોડ કા સમાજ ભારત માતાકા પુત્ર હૈ ઔર અપના બંધુ હૈ " –––ડૉ મોહન ભાગવતજી.

(૨) " કોરાના વાયરસનો ,માનવીના શરીર પરનો હુમલો, કોઇ ધર્મ, જ્ઞાતી, જાતી, વંશ, માનવીના શરીરની ગોરી, કાળી ચામડી કે તેના રહેવાના ભૌગોલીક પ્રદેશ જોઇને કરવામાં આવતો નથી. માટે આપણે તે વાયરસ સામેનો પ્રતીકાર ફક્ત અને ફક્ત માનવીય એકતા અને ભાઇચારાથી જ કરી શકીશું. આપણે સૌ તે સંઘર્ષ સામે લડવા એક જ છીએ.આ પ્રમાણેની પોસ્ટ મોદીજીએ ' લીંકડીન' નામની નેટવર્કીંગ સાઇટ પર મુકી છે. (The COVId-19 pandemic affects everyone equally, " COVID-19 does not see race, religion, colour, caste,  language or border before striking. Our response and conduct thereafter should attach primary to unity and brotherhood. We are in this to gather." PM had said in a post on Linkedin.)

(૩)  Ramzan this year is taking place while  we are in the midst of the battle against COVID-19.

Let's take right precautions today so that the coming ID-ul-FITR can be marked in the same way as it has been done earlier,#MANKIBAAT.

 ઉપરના વાક્યોનો ગુજરાતી ભાવાનુવાદ– " આપણે જ્યારે કોવીદ–૧૯ના સંક્રમણની લડાઇ લડી રહ્યા છે ત્યારે આ વર્ષે રમઝાન માસ શરુ થઇ ગયો છે.ચાલો, આપણે આજે યોગ્ય સાવચેતી રાખીએ જેથી કરીને થોડા સમયમાં આવનારી ઇદ–ઉલ–ફીત્રને આ અગાઉના સમયમાં ઉજવતા હતા તે રીતે આનંદપ્રમોદ સાથે ઉજવી શકીએ."

દેશ અને દુનીયાના બૌધ્ધીકો, જે બધા મોદીજીના વ્યક્તીત્વને ઓળખે છે, સમજે છે તે બધા જ તેઓના આવા વાક્યોના ઉપયોગથી આશ્ચર્યચકીત થઇ ગયા છે. દેશમાં કોઇ ચોક્ક્સ એવી ઘટનાઓ સતત બનતી હોવી જોઇએ કે જેનાથી દેશની પોતાની કે તેમની અંગત આભા!( ઇમેજ) વૈશ્વીકસ્તર પર ભયમાં મુકાઇ હોય! જેને કારણે આવા લોકશાહી ધર્મનીરપેક્ષ મુલ્યોવાળા વાક્યોનો ( Secular Values) ઉપયોગ કરવો પડયો હોય!

' ધી પ્રીંટ' નામની યુ ટયુબ પરથી એકસમયના ઇંડીયન એકપ્રેસના તંત્રી અને વડીલ પત્રકાર શ્રી શેખર ગુપ્તાનું આજનું તારણ છે( તા.૨૦–૦૪–૨૦) કે ભાજપની અંદર એકજ લીબરલ, લોકશાહી, ધર્મનીરપેક્ષ મુલ્યોને વરેલો કોઇ નેતા થઇ ગયો હોય તો તે બાજપાઇજી હતા. મોદી તો ખુબજ ઉગ્ર જમણેરી હીંદુત્વવાદી છે. તેઓના પક્ષનું સંપુર્ણ રાજકારણ ક્યારેય ધર્મનીરપેક્ષ મુલ્યોનું ટેકેદાર છે નહી અને હશે પણ નહી. તો પછી કયા પરીબળોએ આવા સેક્યુલર અને બધા લોકો જન્મથી જ સમાન છે તેવા સત્યને આધારે કોરોનાના સંક્રમણ સામે એક બનીને સંઘર્ષ કરવાની મોદીજી વાત કરે છે. પ્રજાને એકત્ર કરવાને કે સંદેશ આપવા માટે કે પછી કોરોના સંક્રમણનો પ્રતીકાર કરવા જે પ્રતીકોનો મોદીજી ઉપયોગ કરે છે તે બધા તો સ્પષ્ટ રીતે હીંદુ ધર્મના જ પ્રતીકો છે. દા;ત થાળી વગાડો, ઘંટડી બજાવો, શંખનાદ કરો, દીયા જલાવો,કે પછી ગો બેક કોરોના માટે મશાલ પ્રગટાવો!

     સૌ–(૧) https://youtu.be/UuVewrPipRI–(૨)–

https://youtu.be/v1W7N2GK5yI.

 

 

 

--

Friday, April 17, 2020

ઉત્તર યુરોપીય દેશઆઇસલેંડની સંસદ કાયદો બનાવે છે કે વીશ્વભરના તમામ ધર્મો માનસીક વીકારી છે.(MentalDisorder)


ઉત્તર યુરોપીય દેશ આઇસલેંડની સંસદ કાયદો બનાવે છે કે વીશ્વભરના તમામ ધર્મો માનસીક વીકારી છે.(Mental Disorder)

આઇસલેંડની સરકારે પોતે જાહેર કર્યું છે કે ખ્રીસ્તી, યહુદી, ઇસ્લામ અને તેમના જેવી તમામ ધાર્મીક શ્રધ્ધાઓ માનસીક ચીત્તભ્રમની સ્થીતીથી વધારે કાંઇ નથી.તેના આધારીત વર્તણુકો માનસીક અને શારીરીક રીતે નુકશાન કર્તા છે. (Iceland officially states religious faith is delusional and harmful.)

 

આપણે ધોરણ આઠમા નવમા ધોરણની ભુગોળમાં ભણતા હતા કે ઉત્તર એટલાંટીક મહાસાગરમાં એક નાનો ટાપુ આવેલો છે. તે દેશનું નામ આઇસલેંડ છે. તેની રાજધાની રેકયાવીક (Reykyavik, Iceland) છે.ત્યાં અડધી રાત્રે સુર્ય દેખાય છે.  

 છેલ્લા બે ત્રણ વર્ષોથી આઇસલેંડ એક દેશ તરીકે, ખાસ કરીને ધાર્મીક વીવાદોનું કેન્દ્ર બની ગયો છે. તેની સરકારે તમામ વેચાણ પાત્ર બાયબલ પુસ્તકો પર એવી ચેતવણી મુખપત્ર પ્રકાશીત કરવાનું ફરજીયાત કરી દીધું છે કે ' તેનું વાંચન માનસીક વીકારીપણું પેદા કરે છે.' (. The country's parliament voted in 2017 to place mental health warnings on all Bibles.) તે જ વર્ષમાં સંસદે બીલકુલ ધર્મનીરપેક્ષ ( સેક્યુલર) કાયદો પસાર કર્યો છે કે અમેરીકન ઇવૅન્જલીસ્ટ ખ્રીસ્તી પંથીઓને દેશમાં પ્રવેશ જ ન કરવા દેવા.( અમેરીકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તે પંથી છે.) હવે આઇસલેંડે જાહેર કર્યું છે કે બધા જ ધર્મો માનસીક રીતે વીકારી છે. (Iceland is now declaring all religions to be psychological disorders.) દેશની સંસદ જેને ' અલપીંગી' (The Alþingi , the nation's parliament) તરીકે ઓળખવામાં આવ્યું છે તેણે પ્રચંડ બહુમતી ૬૦ વીરુધ્ધ ૩થી આ બીલ પસાર કર્યું છે. ત્રણ વીરોધ કરનારનો મત હતો કે આપણે અમેરીકા કે સાઉદી એરેબીયા જેવા આત્યંતીક ન બનવું જોઇએ.

સંસદમાં આ બીલ પસાર કરતા સમયે માનસીક વીકારીપણું કોને કહેવાય તેની વ્યાખ્યા ઉપર પણ લાંબી ચર્ચા કરવામાં આવેલી છે. જે નીચે મુજબ છે. વીશ્વભરની એકેડેમીક કે શૈક્ષણીક સંસ્થાઓએ માનસીક અસમતુલા કે વીકારીપણુ કોને કહેવાય તે શોધી કાઢયું છે. આ માનસીક બીમારીમાં માનવીની લાગણીઓ, વીચારો અને વર્તણુકો બદલાતી હોય છે. કેટલાકને શરુઆતને તબક્કે ત્રણમાંથી એકમાં ફેરફાર થાય છે અથવા તો એકી સાથે ત્રણેય વર્તણુકોની સંયુક્ત અસરો થાય છે. " આવી માનસીક બીમારી કે પીડા વ્યક્તીના સામાજીક જીવન, કામ કરવાના ક્ષેત્ર તથા કૌટુંબીક જીવનમાં પ્રશ્નો પેદા કરે છે. " અમેરીકન સાયકોલોજી એસોસીયેશનની ડીક્ષેનેરી વ્યાખ્યાએ ત્રણ લક્ષણો ઉપરાંત ઉમેર્યું છે કે વ્યક્તીનું આવું માનસીક વીકારીપણું કોઇ બાહ્ય વાતાવરણનું પરીણામ ક્યારેય હોતું નથી. પરંતુ આખરે આવા માનસીક વીકારી ફેરફારો શારીરીક, આનુવંશીક (genetic), રાસાયણીક (chemical), સામાજીક અને તેવા બીજા પરીબળોનું પરીણામ હોય છે. દા;ત તેથી માનવીના જીવનમાં આત્મવીશ્વાસનો અભાવ, નીરુત્સાહ, ચીંતાગ્રસ્ત વીકારીપણું, આચાર, વીચાર અને ભાવનાઓ વચ્ચે અસંગતીત માનસીક વીકૃતીઓ (schizophrenia), અકરાંતીયા બનીને ખાધાજ કરવું અને વ્યસની બની જવું, જેવી માનસીક વીકૃતીઓનો તે ભોગ બને છે. આખરે આ બધા રોગના ચીન્હોના પરીણામો નાગરીકની કામ કરવાની ક્ષમતા પર અસર કરે છે.

    આઇસલેંડના વડાપ્રધાન એનડ્રયુ કનાર્ડે સંસદમાં ચર્ચા બાદ તરતજ સહી પણ કરી અને ધર્મ કઇ રીતે નાગરીકોમાં માનસીક વીકાર ફેલાવે છે તેની બૌધ્ધીક, તર્કમય પણ શક્ય તેટલા મોટા અવાજે (a full-throated) રજુઆત કરી.

આશરે સાડાત્રણ વર્ષ પહેલાં અમેરીકન રાષ્ટ્રપતી ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા કે તરતજ આઇસલેંડ દેશે પોતાના ધર્મનીરપેક્ષ કે સેક્યુલર આદર્શો ટકાવી રાખવા (Iceland responded by protecting its godless culture.) કેટલીક ધાર્મીક પ્રવૃત્તીઓ પર નીયંત્રણો મુક્યા છે. તેમજ કેટલાક વીશીષ્ટ ખ્રીસ્તી આસ્થા ધરાવનાર પંથો જેવા કે અમેરીકન ઇવૅન્જલીસ્ટ ખ્રીસ્તી પંથીઓને દેશમાં પ્રવેશ જ ન કરવા દેવા તેવા નીર્ણય કર્યા છે.

નીચે મુજબની ધાર્મીક વીધીઓ પર ' ધી આઇસલેંડ ડીફેન્સ ઓફ હેરીટેજ એક્ટ' મુજબ આ દેશમાં પ્રતીબંધ મુકવામાં આવેલ છે. આ ઉપરાંત નીચેના સ્થળો પર ખ્રીસ્તી મુલાકાતીઓ માટે પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે.

(1)  સ્ટારબક્સ કોફી હાઉસ,

    (૨)પેગન સાઇટસ, જ્યાં ખ્રીસ્તી, યહુદી અને મુસ્લીમ ધર્મોએ ત્રણેય ધર્મો વીરૂધ્ધની હકીકતો બતાવતું સંગ્રહસ્થાન છે. જેમાં     આ બધા ધર્મોએ પેગન ધર્મ કે જે હીંદુ ધર્મની માફક અસંખ્ય દેવદેવીઓમાં સ્થાનો અને મુર્તીઓમાં શ્રધ્ધા ધરાવતો હતો તેના સ્થાપ્તયોમાંથી પોતાના ચર્ચ, સીનેગોગ અને મસ્જીદો બનાવી હતી.

(૩) પુસ્તકાલયો,

(૪) વીમેન હેલ્થ સેન્ટર્સ.

(૫) રીચાર્ડ ડોકીન્સ ફાઉડેશન ઓફ રીઝન– સંગ્રહસ્થાન.

(૬) ગરમ પાણીના ઝરણા.

વધારામાં અમેરીકાના ' ધી સધર્ન બેપટીસ્ટ કન્વેન્સનને આતંકવાદી સંગઠનોની યાદીમાં આઇસલેંડની સરકારે સમાવી દીધું છે.કારણકે તે માનવ અધીકારો વીરુધ્ધની પ્રવૃત્તીઓને ટેકો આપી રહ્યું છે.

આઇસલેંડની સંસદે પોતાના નાગરીકોને ' પવીત્ર પુસ્તક(?) બાયબલ જેને ઘણા બધા લોકો 'ગુડબુક' તરીકે માને છે તેની સામે નીચે મુજબની જનતા જોગ જાહેર ચેતવણી આપી છે. ( In 2017, Iceland's parliament chose to warn its citizens of the inherent dangers of taking the "Good Book" seriously.)

·      જો તમે શબ્દશ; બાયબલ વાંચશો અને વર્તન કરશો તો તમારા નીર્ણયો અતાર્કીક હશે.( Irrational decision making.)

·      જો તમારા બાળકો બાયબલ વાંચશે તો તે બધાને નઠારા સ્વપ્નાં આવેશે અને ઉંઘમાં બીકને કારણે પથારીમાં પેશાબ થઇ જશે. (cause nightmares and bedwetting.)

·      આ પુસ્તકમાં ઇશ્વર માન્ય આખી કોમ કે જાતીનો સંહાર,સ્રીઇર્ષા, અને આખા પુસ્તકમાં ક્યાંય  રમુજ, વીનોદ કે આનંદની વાતો નહી દેખાય!  (The Bible contains God approved genocide, misogyny, and a serious lack of humor.)

·       રાષ્ટ્રપતી ડોનાલ્ડ ટ્રમ્પના બરાડા બાયબલ વાંચવાનું એક અગત્યનું કારણ છે.   Reading the Bible has been shown to cause an outbreak of Donald Trump.

નવા નીયમ પ્રમાણે બાયબલ વેચનાર કોઇપણ વીક્રેતાએ તે પુસ્તકને પ્લાસ્ટીક કવરમાં બરાબર એવી રીતે પેક કરવું પડશે જેથી પ્રથમ તબક્કે  બાયબલ જોનાર બાળક તેને ખોલી શકે નહી. કારણકે બાયબલમાં પ્રાર્થના ગીત નં ૧૩૭;૯ના શ્લોકમાં એવું લખવામાં આવ્યું છે કે " આવો માણસ સુખી હશે જે તમારા બાળકોને ખુંચવી લઇને તેઓ બધાને પથ્થરો કે ખડકો સાથે અફાળીને મારી નાંખશે." (reading verses like Psalm 137:9 Happy is the one who seizes your infants and dashes them against the rocks.)

સૌ. Iceland Declares All Religions Are Mental Disorders

Link: https://www.patheos.com/blogs/laughingindisbelief/2020/01/iceland-declares-all-religions-are-mental-disorders/?utm_medium ભાવાનુવાદ. બીપીન શ્રોફ.

 

 

 


--

Thursday, April 16, 2020

માનવતા વીરૂધ્ધસંગઠીત ધર્મોના કુકર્મો.

માનવતા વીરૂધ્ધ સંગઠીત ધર્મોના કુકર્મો.

(૧) વૈશ્વીક મહામારી કોરોના વાયરસની અસરોમાંથી બચવાનો સરળ ઉપાય છે લોકડાઉન અને સોસીઅલ ડીસ્ન્ટસીસ અથવા સમુહ સંપર્કમાં ન આવવું. ગઇકાલના ટા.ઓફ ઇંડીયાના એક ન્યુઝને સમજીએ. પડોશી દેશ પાકીસ્તાનમાં વડીલ ધર્મગુરૂઓએ વડાપ્રધાન ઇમરાનની સરકારને ચેતવણી આપી છે કે ઇસ્લામ પ્રમાણે શુક્રવારના દીવસે મસ્જીદમાં એકત્ર થતા નમાજીઓને કોઇપણ હીસાબે રોકવા નહી. ધર્મની નમાજ પડવામાં કોરોના વાયરસના સંક્રમણના કોઇપણ નીયમો લાગુ પાડવા નહી. ખરેખર તો આવા સમયમાં અલ્લાહની ઇબાદત વધારે કરવી જોઇએ!.

પાકીસ્તાનમાં વાફાક્યુ મદરીસ અલ–અરેબીઆ ( Wafaqul Madaris al- Arabia) નામની અતીશક્તીશાળી દેશભરમાં પ્રસરેલી ધાર્મીક સંસ્થા છે. તેની હકુમતમાં દેશના ૧૨૦૦૦ કરતાં વધુ મદરસા સ્કુલો   (Seminaries) ચાલે છે. ઇમરાન સરકારે બે અઠવાડીયા પહેલાં મસ્જીદમાં જુમ્માની નમાજ માટે તથા અન્ય સ્થળો પર કોઇપણ પ્રકારની ધાર્મીક પ્રવૃત્તીઓ માટે ભેગા થવાપર પ્રતીબંધ મુકેલો હતો. આ ઉપરાંત બીજી જરૂરી ખાસ સુચનાઓનું પાલન કરવાનું ફરમાન બહાર પાડયું હતું. જેવી કે પ્રાર્થના હોલમાંથી મોટી શેતરંજીઓ, ધાબડાઓ તાત્કાલીક દુર કરી દેવા. તે હોલનું ફ્યુમીગેશન કરીને ધોઇ નાંખવા, અને કોરોના વાયરસથી બચવા એકબીજાથી ૧૦ ફુટ થી વધારે અંતર રાખવું.

સરકારની આ જાહેરતને ધર્મગુરૂઓએ શબ્દશ; વીરોધ કર્યો. અમે કોઇપણ હીસાબે સમુહ નમાજ માટે એકત્ર ન થવાના હુકમનો પુરેપુરો અનાદર કરીશું. તે સંસ્થાએ સરકારના મસ્જીદમાં ધાર્મીક પ્રવૃત્તીઓ કરવા એકત્ર નહી થવાના ફરમાનનો અનાદર કર્યો. સદર સંસ્થાના ધર્મગુરૂઓએ તો દેશ વ્યાપી એવી જાહેરાત કરાવી કે કોરોના વાયરસના સંક્રમણથી મુક્તી મેળવવા દીવસમાં વધારે નમાજ પડવાની અને ઇબાદત કરવાની જરૂર છે. વધુમાં એવી પણ જાહેરાત કરી કે મસ્જીદમાં દરરોજની પાંચ વાર નમાજ ઉપરાંત, જુમ્માની શુક્રવારની નમાજ ઉપરાંત થોડા સમયમાં શરૂ થતા રમઝાન માસની ખાસ નમાજ (Taraweeh  Prayers during the holy month of Ramzan will also continue in Mosques.)પણ  મસ્જીદોમાં પડીશું ! સરકારે આવતે અઠવાડીયે શરૂ થતા રમઝાન માસમા સમુહમાં ધાર્મીક પ્રવૃત્તીઓ ન કરવા માટે હજુ કોઇ જાહેરાત કરી નથી. સરકાર સમક્ષ સારા દેખાવા માટે આ બધા ધર્મગુરૂઓએ એવી જાહેરાત કરી છે કે મસ્જીદોમાંની બધી શેતરંજીઓ, ગાદીઓ ધોઇ નાંખીશું, હેન્ડ સેનીટાઇઝર્સનો ઉપયોગ કરીશું, હાથ સાબુથી ધોઇ નાખીશું, એક બીજા નમાજી સાથે નીયમ મુજબની દુરી રાખીશું, પણ નમાજ તો દરરોજ સમુહમાં મસ્જીદમાં જ પડીશું.

પાકીસ્તાન સીવાય વીશ્વના મોટાભાગના મુસ્લીમ દેશોએ સાઉદી એરેબીઆ સહીત ( જ્યાં મક્કા– મદીના આવેલા છે.) મસ્જીદમાં સમુહમાં એકત્ર થવા અને નમાજ પડવા પર સખ્ત નીયંત્રણો મુકેલા છે. તુર્કી, ઇજીપ્ત, જોર્ડન અને ઇરાન દેશોએ તો સમુહમાં ધાર્મીક એકત્ર થવા પર સખ્ત નીયંત્રણો લાદી દીધા છે.

( સૌ. ટા.ઇ. ઓફ ઇંડીયા. પાનું ૯– તા. ૧૫મી એપ્રીલ સમાચારનો ભાવાનુવાદ.

હવે અમેરીકાના ખ્રીસ્તી ધર્મગુરૂઓ આ મુદ્દે બીલકુલ પાછળ નથી. કેવી રીતે તે ટુંકમાં જોઇએ.

અમેરીકન વ્યાઇટ ઇવૅજે'લીકલ પ્રોટેસ્ટન્ટ નામની અતીશક્તીશાળી ખ્રીસ્તી ધર્મની શાખા છે. જેમ આપણા વડાપ્રધાન મોદીજી પ્રછન્ન અને સીધા હીંદુ ધર્મના ટેકેદાર છે તેવી જ રીતે તેમના મોટાભાઇ નહી પણ બડા મીત્ર અમેરીકાના વર્તમાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ ખ્રીસ્તી ધર્મની શાખાના સીધા ટેકેદાર છે. આ પંથને બરાબર સમજાઇ ગયું છે કે વૈજ્ઞાનીક સંશોધન, વધતી જતી ' નોન બીલીવર્સ' અને ધર્મનીરપેક્ષ માનવવાદીઓની સંખ્યા ( સેક્યુલર હ્યુમેનીસ્ટસ) અમેરીકાને ઝડપથી એક નીરઇશ્વરવાદી દેશમાં બદલી નાંખશે.

અમેરીકાના કંટકી અને કનાસ રાજ્યમાં નીવાસ કરતા વ્યાઇટ ઇવૅજે'લીકલ પ્રોટેસ્ટન્ટ પંથીઓએ ૧૨મી એપ્રીલથી શરૂ થતા ઇસ્ટર તહેવારમાં ચર્ચમાં એકત્ર નહી થવાના સરકારના હુકમનો ' સ્ટે એટ હોમ'ના નીર્ણયનો સખત વીરોધ કર્યો હતો. અમને તેમાંથી મુક્તી મલવી જોઇએ. અમે તો અમેરીકાની મુળ વ્યાઇટ પ્રજા છીએ. રાજ્ય અમારી ધાર્મીક સ્વતંત્રતા પર આવું નીયંત્રણ લાદી જ કેમ શકે? રીપબ્લીકન પક્ષમાં વ્યાઇટ ખ્રીસ્તી ધર્મીઓની બહુમતી છે પણ ડેમોક્રેટીક પાર્ટીમાં અન્ય ધાર્મીક લઘુમતીઓ, વ્યાઇટ સેક્યુલર નોન બીલીવર્સ અને બીનખ્રીસ્તી ધર્મોમાં શ્રધ્ધા રાખતા અમેરીકન નાગરીકોની સંખ્યા ૭૫ ટકા જેટલી છે.

અમેરીકામાં પણ ધાર્મીક લોબીનું પ્રભુત્વ એટલું બધું શક્તીશાળી છે કે બાવન રાજ્યોના ડેમોક્રેટ અને રીપબ્લીકન ગર્વનરોએ ધાર્મીક સંસ્થાઓ નારાજ ન થાય અને પોતાના અનુયાઇઓ સમુહમાં ભેગા થાય તેવી છુટછાટો આપી દીધી છે. તેના પરીણામો આપણે સૌ જોઇ શકીએ છીએ. ૨૦,૦૦૦ મૃત્યુ અને એક લાખ થી વધુ કોરોનાના પોઝેટીવ દર્દીઓ.

વીસકોન્સીઆ સ્ટેટના ગર્વનરે  પોતાની કારમાં બેઠા બેઠા પણ ચર્ચના કમ્પાઉંડમાં રહીને કારમાંથી ઉતર્યા સીવાય (agree to allow drive-in services) ધર્મગુરૂ પ્રાર્થના કરે કરાવે તેવી સગવડ કરી આપી છે. કોરોના સંક્રમણે અમેરીકન નાગરીકોમાં શ્રધ્ધાળુ અને નોન બીલીવર્સ જુથો વચ્ચે સામસામી અસમાધાનકારી ધ્રુવીકરણ (polarization) કરી દીધું છે. આવો અભીપ્રાય એક્રોન યુની.ના પોલીટીકલ સાયંટીસ્ટ સામાજીક –ધાર્મીક ધ્રુવીકરણના વીષય નીષ્ણાત પ્રો.જ્હોન સી ગ્રીન નો છે.

અમેરીકાનો રેશનલ અને બૌધ્ધીક સમાજ, દેશના ધાર્મીક જુથોના દબાણોની પ્રભાવશાળી અસરોથી જે નુકશાન અમેરીકન પ્રજાના સામુહીક– જાહેર આરોગ્યને થઇ રહ્યું છે તેનાથી ખુબજ ચીતીંત છે. જે નુકશાનમાં સીધો જ ટેકો બીનજવાબદાર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો છે. અમેરીકન નાગરીકોએ પ્રમુખ ટ્રમ્પના જુઠઠાણાઓની નોંધ લેવાની જ હવે બંધ કરી દીધી છે ! વીકસતા જતા અમેરીકન સેક્યુલર સમાજની સામે ધાર્મીક લોબીને ' અપનેવાલા' ટ્રમ્પના આવા નીર્ણયોથી હજારો અમેરીકન નાગરીકોના મૃત્યુના ભોગે તેમનું અને તેઓના ધાર્મીકપંથનો પ્રભાવ વધ્યો તેમાં આનંદ છે. અમેરીકન બંધારણનો પહેલો સુધારો (First Amendment ) દરેક નાગરીકને અધીકાર આપે છે કે ધર્મ અને રાજ્ય વચ્ચે સંપુર્ણ વીયોજન( સેપરેશન) રહેશે. કોરોના વાયરસના સંક્રમણથી રાજ્ય કેવીરીતે નાગરીકોની ધાર્મીક સ્વતંત્રતા પર નીયંત્રણ મુકી શકે? ભલે આવી સ્પેશીઅલ સગવડનો ઉપયોગ કરવાથી હજારો અમેરીકન લોકોની જીંદગી જોખમાઇ જતી હોય! (They are saying some of us get special treatment because of our religious beliefs even when that special treatment puts lives at risk.) તમને ખબર છે ખરી કે આવા ધાર્મીક જોડાણો, જે આજે રાતો રાત ઉભા થઇ ગયા છે તે બધાએ અમેરીકન સમાજમાં જાતી, રંગભેદ, ઉંમર અને ભૌગોલીક મતભેદો પેદા કરીને કાયમી દીવાલ ઉભી કરી દીધી છે.

આવા ધાર્મીક ઉન્માદો સામે ડહાપણનો અવાજ (સેન વોઇસ) મીશીગન સ્ટેટના ડેમોક્રેટ પક્ષનાપણ રાજ્યગર્વનર(આપણા રાજ્યના મુખ્યમંત્રીનો હોદ્દો ગણાય) શ્રી ગ્રેતચેન વ્યીટમરે પોતાના રેડીયો બ્રોડકાસ્ટમાં ખ્રીસ્તી ચર્ચઓ શરૂ કરેલી 'કારની ઇનર સર્વીસ'ના મુદ્દે અંગ્રેજીમાં આ પ્રમાણે શબ્દો વાપર્યા છે. " dangerous, irresponsible, and frankly it's infuriating.".

અંતમાં અમેરીકાના બાવન રાજ્યોમાંથી ચાલીસ રાજ્યોએ લોકડાઉન અને સ્ટે એટ હોમને ટેકો આપ્યો છે. પરંતુ આવી ખુબજ જોખમી રાષ્ટ્રીય કટોકટીના સમયે એક બાજુ ધાર્મીક સ્વતંત્રતા અને સામે પક્ષે નાગરીકોનું જાહેર સ્વાસ્થય, તે બે સંઘર્ષો વચ્ચે સમતોલપણુ બનાવી રાખવામાં અમેરીકન સરકાર અને પ્રજાની નીષ્ફળતા આંખે ઉડીને વળગે તેવી છે. અમેરીકન પ્રજાનો ભવીષ્યનો ઇતીહાસ નક્કી કરશે કે આખરે કયું પરીબળ કોને હાવી જશે.

 

 

 


--

Wednesday, April 15, 2020

હૈ ભારતમાતાનાસપુતો!

હૈ ભારતમાતાના સપુતો!

(સદર લેખ આદરણીય બાબાસાહેબ આંબેડકરની ૧૪મી એપ્રીલ જન્મજયંતીની સ્મૃતીમાં અર્પણ.)

 તમે લોકડાઉન કરીને કોને બચાવવા નીકળ્યા છો? પહેલાં ૨૧ દીવસનું પછી હવે ૨૦ દીવસનું ! અમે સને ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૩૭ ટકા સ્થળાંતરીત પ્રજા છે. જેને ઘર જ નથી. 'હોમ'  'HOME' જ ન હોય તેનું લોકડાઉન કેવું? અમારે તો ઘર જ નથી તેથી ઘરને તાળું ( લોક)મારવાનું કેવું? આજે સને ૨૦૨૦માં અમે હોમલેસ, એટલે ઘરવીહોણાની સંખ્યા વસ્તીગણતરી થશે ત્યારે ફક્ત ૫૦ કરોડની આસાપાસ હોઇશું. હૈ! બહાદુરો! ઘરમાં રહીને તમે અંદરથી લોકડાઉન કરીને સલામત રહો છો, અમે તો ઘરવીહોણા હોવાથી, ઘરને લોક જ મારવાનું નહી. તેથી ૧૦ કરોડ થી ૧૨ કરોડ તાળાની બચત કરીને દેશનું કેટલું બધું લોખંડ બચાવીએ છીએ. તેવીજ રીતે ઘરવીહોણા હોવાને કારણે, અમે દેશની કેટલી બધી સંપત્તી જેવીકે ઇંટો, સીમેંટ, સ્ટીલ, પાણી, ઇલેકટ્રીક પંખા, લાઇટ, પેલાં સ્ટેન્ડીંગ કીચન, તમારા બાળકોની ભણવાની ચોપડીઓ વત્તા મોબાઇલ, કમ્પ્યુટર જેવું ઘણું બધું પણ વગેરે વગેરે. સાલુ, યાદ બહુ રહેતું નથી. કારણ કે નામે મીલકતની વ્યાખ્યા પ્રમાણે કશી જ મીલકત જ નહોય! તો ભાઇ શું યાદ રહે! તમે જ કહો! આ ઉપરાંત અમારે માથે છાપરા તરીકે પેલા અમારી મહેનત અને પસીનાથી બનેલા ટુ(બે)બીએચકે (બેડરૂમ્સ), થ્રીબેચકે વાળા હાઇરાઇઝ ફેલ્ટસ પણ નથી કે વીશાળ ટેરસ ગાર્ડનવાળા ધાબા કે પછી વીશાળ ધાબા જેના પર લોકડાઉનમાં 'વોલીબોલ' રમાય આવું કશું જ નથી.

આપણા દેશના સર્વગુણસંપન્ન વડાપ્રધાન મોદીજીએ તારીખ ૨૪મી માર્ચે ( ભુલચુક લેવીદેવી તારીખમાં લોચો હોયતો) ઘરવાળા દેશના નાગરીકોને જણાવી દીધું કે ભાઇઓ અને બહેનો! હવે સાલું થાળીઓ, મંજીરા વગાડવાથી , દીવાબત્તી ઉંચીનીચી કરવાથી કે મોટી મશાલો સળગાવીને ' કોરોના ગો બેક' ની બુમો પાડવાથી કોરોના વાયરસ તો નીયંત્રણમાં આવતું નથી. જો કે એવું સહેજ પણ ન માનશો કે પછી ભ્રમ ન રહેશો કે તમારા વડાપ્રધાનને આ નવા દુશ્મન સામે સજ્જ થવા માટેની યોગ્ય 'ફીડબેક' ન હતી. તમે મારા વ્યક્તીત્વને જો સને ૨૦૦૨ની સાલથી અભ્યાસપુર્ણ, તમારી તર્કવીવેકબુધ્ધી, કોગનીટીવ શક્તી અને બારકાઇથી (પણ ભક્તીભાવથી નહી) ઓળખતા હોય તો તમને ચોક્કસ  ખબર પડી જ જશે કે હું કેવી રીતે મારી સામેની ' દરેક આફતને અવસર' માં ફેરવી નાંખતો આવ્યો છું. આફત ગમે તેવી હોય પણ પડકારને ઉકેલવા માટે મારે કોઇ વીષયને લગતું, આધુનીક જ્ઞાન–વીજ્ઞાન, સંશોધનો કે હાર્વડ યુની.ના વીષય નીષ્ણાતો કે નોબેલ પ્રાઇઝ વીનર્સની વાંઝણી ને એકેડેમીક એડવાઇઝની બીલકુલ જરૂર જ હોતી નથી. ' માય વે ઇઝ ધી ઓન લી વે' . તેની સામે વીરોધ કરનારાનું શું થયું ,શું થાય છે અને ભવીષ્યમાં શું થશે તેની ખબર જ ન હોય તે પરીણામ ભોગવવા તૈયાર રહે.

બોલો! હવે આવી મહાશક્તી જેણે નોટબંધી, જીએસટી અને હવે લોકડાઉન જેવા પગલાં બીનદાસ લીધા છે. જે નીર્ણયો લેવા માટે લોકશાહીમાં સંવાદ, ચર્ચા, અભીપ્રાય વી. અનીવાર્ય માધ્યમોને ક્યારેય ભુલથી પણ ધ્યાનમાં ન લીધા હોય! તે પેલા ઘરવીહોણા સ્થળાંતરીત મજુરોની રાતોરાત પેદા થયેલી બેહાલી માટે આ નેતા બહુ બહુ તો વાંઝીયા શબ્દોથી દુ;ખ વ્યક્ત કરે! પણ તેનો અમલ તો થાય જ નહી. ખુબજ મોટો વડલો પડે તો આજુબાજુની જમીન થોડાક સમય માટે ધ્રુજે તેની ચીંતા શીદ કરવાની. સર આઇઝેક ન્યુટન, જેણે ગુરૂત્વાકર્ષણનો નીયમ વીશ્વને આપ્યો છે તેણે સ્પષ્ટ સમજાવી દીધું છે ' એકશ્ન એન્ડ રીએશ્ન આર ઇકવલ એન્ડ ઓપોઝીટ'. કોઇ નીર્ણય કરીએ ત્યારે તેની પ્રતીક્રીયા થવાની જ છે તે સમજીને ઓછો કોઇ નીર્ણય ન લેવાય ! તો તો રાજ્ય જ ન કરાય. પછી તો હીમાલયમાં તપ કરવા જવું પડે.

તો આ દેશના પેલા લાખ્ખો, કરોડો, ઘરવીહોણા સ્થળાંતરીત મજુરોનું શું થશે? તેમનું નસીબ! તેમાં રાજ્યકર્તા શું કરી શકે? ભારતમાં જન્મ લીધેલો દરેક, ખાસ કરીને હીંદુ નાગરીક ભલે તે સ્થળાંતરીત ઘરવીહોણો મજુર કેમ ન હોય! તે હીંદુધર્મ પ્રમાણે તેના ગયા જન્મના( પુર્વજન્મના) કર્મો પ્રમાણે તેનો  વર્ણ (જ્ઞાતી) અને તે આધારીત કયા કર્મો કરવાના છે તે નકકી કરીને જ જન્મે છે. વર્ણ (જ્ઞાતી)માં જન્મ લીધા પછી તે પ્રમાણે કર્મ આધારીત ફરજ ન બજાવે તો તો તેનો પાછો આવતો જન્મ આ જન્મથી પણ બદ્તર વર્ણ( જ્ઞાતી) માં જન્મ થાય.આ દેશમાં ગયાજન્મમાં સારા કર્મો કરીને જન્મ લીધેલા વર્તમાન રાજ્ય, આર્થીક અને સમાજ વ્યવસ્થાના તમામ માલીકોએ પેદા કરેલા યંત્રો અને તેના અન્ય ભાગોને ચલાવવાનું 'નીષ્કામ કર્મ' જ તમારે બધા સ્થળાંતરીત મજુરોએ કરવાનું હોય!

તમને સૌ ને ખબર ન હોય તો બરાબર સમજી લે જો કે આ બધા તમામ માલીકોને પોતાના હીતમાં સારી રીતે આધુનીક જ્ઞાન આધારીત અનુભવપુર્ણ માહીતી છે કે જુના ઘરડા થઇ ગયેલા ગુલામોને બદલવાથી અને તાજામાજા ગ્રામ્યભારતના નવા યુવાનોને પલોટવાથી નફાનો દર વધે છે ઘટતો નથી. નફો વધતાં તમામ પ્રકારના વીદ્રોહનું સંચાલન કેવી રીતે થઇ શકે તેવું નવું નવું જ્ઞાન પણ આ દેશની તમામ પ્રકારની ધુરા સંભાળનારાઓ મેળવી લે છે. આવું વીષચક્ર અનંતકાળથી ચાલ્યાજ કરે છે. આપણા દેશના તમામ સ્થળાંતરીત મજુરો સમજી લો કે વર્તમાન સત્તાધીશોના માળખામાં તમે બધા ક્યાં ઉભા છો? તેથી રાજ્ય તમને શું મદદ કરી શકે? દુ;ખી થયા વીના ઝડપથી કામે ચડી જાવ. તમને ખબર છે ખરી કે આ આફતમાંથી અમારે નવો અવસર એવો પેદા કરવો છે કે ' જબ તક ચાંદ ઓર સુરજ રહેગા તબ તક...... રાજ રહેગા


--

Saturday, April 11, 2020

હુકમ (Command)ના રાજ્યમાંથી વીશ્વાસ(confidence)ના વહીવટ તરફ!


હુકમ (Command)ના રાજ્યમાંથી વીશ્વાસ(confidence)ના વહીવટ તરફ!

દેશ કોરોના વાયરસના સંક્રમણને નીયમનમાં રાખવાની વ્યુહ રચના જેવીકે સોસીઅલ લોકડાઉનની અંતીમ ઘડી ૧૪મી એપ્રીલની છે. જે ઘડી ખુબજ નજીક ઝડપથી આવી રહી છે. હવે કોરોના સામેનો સંઘર્ષ વાસ્તવીક બનીને, વડાપ્રધાન મોદીજીની કેન્દ્ર સરકારના હાથમાંથી રાજ્ય સરકારોના વહીવટ અને નીતીઓનો એક ભાગ બની ગયો છે. આ સંક્રમણની અસરો દેશના જુદા જુદા રાજ્યોમાં એક સરખી નથી. સંજોગો પ્રમાણે જુદી જુદી છે. બીજુ હવે આ સંક્રમણની અસર પરદેશથી આવેલા શંકાસ્પદ દર્દીઓથીના સંપર્કથી ફેલાવાને બદલે સ્થાનીક નાગરીકોના સંપર્કથી ફેલાવા માંડી છે. મેટ્રો શહેરો અને શહેરી વીસ્તારોને બદલે દેશના આંતરીક દુર દુરના ગામડાઓ, તાલુકા અને જીલ્લાઓ સુધી સતત વીસ્તરી રહી છે. જે ખુબજ ચીંતાજનક માહોલ પેદા કરી શકે તેમ છે.

રાજ્ય માટે નીતીવીષયક ખુબજ ગંભીર પ્રશ્ન ઉભો થઇ ગયો છે. હવે શું કરવું છે? લોકડાઉન ઉઠાવી લઇને, અર્થતંત્રને ફરી પાટે ચલાવવાની મહેનત કરીને લાખો લોકોને રોજગારી આપીને જાન બચાવવા છે કે પછી લોકડાઉન ચાલુ રાખીને કોરોના સંક્રમણને નીયંત્રણમાં રાખીને નાગરીકોના જાન બચાવવા છે? આજના ગુજરાતી દૈનીક દીવ્યભાસ્કરે સમાચાર આપ્યા છે કે ' ગુજરાતના ઔધ્યોગીક શહેર સુરતમાં ફેકટરીના હજારો કામદારોએ લોકડાઉન અને કરફ્યુનું ઉલ્લઘંન કરીને પંદર પંદર દીવસોથી પગારો નહી મલવાને કારણે કાયદાની એસીતેસી કરીને અરાજકતા ફેલાવી છે. આવી આર્થીક અરાજકતાનો તણખો સમગ્ર દેશમાં સરળતાથી ફેલાઇ જાય તેવું વાતાવરણતો લોકડાઉન પછી પેલા લાખો મજુરોના સ્થળાંતરથી પેદા થયેલ વાતાવરણે પેદા તો કરેલું જ છે.કેન્દ્ર અને રાજ્ય સરકારો એક વીચાર સાથે પુરેપુરા સહમત છે કે જેવી રીતે એકજ ઝાટકે દેશને લોકડાઉનની સ્થીતીમાં મુકી દીધો હતો તેવી જ રીતે એકજ ઝાટકે કોઇપણ કાળે દેશમાંથી લોકડાઉન ઉઠાવવું નથી. દરેક સ્થાનીક રાજ્યો અને તેમના સ્થાનીક વીસ્તારોની સ્થીતીઓને લક્ષમાં લઇને તબક્કાવાર કે ક્રમશ; લોકડાઉન ઉઠાવવું. જેથી આ દેશવ્યાપી ૨૧ દીવસોના લોકડાઉનની સીધ્ધીઓ ધુળમાં ના મળી જાય. આ બધુ લખવું કે બોલવું જેટલું સરળ છે પણ તે પ્રમાણે દેશના નાગરીકોએ જે વર્તન સતત લોકડાઉનનું વારંવાર ઉલ્લંઘન કરીને બતાવ્યું છે તે જોતાં સરકારો માટે માથાના દુ;ખાવા સમાન છે. હુકમની ગેરહાજરીમાં( લોકડાઉન ઉઠાવી લીધા પછી) સમજથી નાગરીકો આ લડત લડશે તેવો વીશ્વાસ પ્રજા તરીકે આપણે પેદા કરી શક્યા જ નથી.

એક બાજુએ લાખો નાગરીકો પોતાની આર્થીક મજબુરીઓને કારણે પોતાના કુટુંબને માટે રસોડાનો ચુલો સળગાવી શકતા ન હોય અને ભુખમરાથી મૃત્યુ તરફ ધકેલાતા હોય અને બીજી બાજુએ જેવું લોકડાઉન ઉઠાવ્યું કે તરતજ લોકોના અનીયંત્રીત સંપર્કોથી રોગનું પ્રમાણ બેકાબુ બની જવાની ૧૦૦% શક્યતા છે. તેથી કોરોનાના સંક્રમણથી મૃત્યુનો આંકડો કુદકે ને ભુસકે વધી જવાનો છે. બંને નીર્ણયોની અસરો વાસ્તવીક છે. રાજ્યકર્તાઓની દલીલ એવી પણ છે કે આજે જો રાજ્ય ૨૧ દીવસનું સંપુર્ણ લોકડાઉન ઉઠાવી લે છે તો ફરી રોગ બેકાબુ બનતાં આ લોકડાઉન કરતાં પણ વધારે સમય માટે લોકડાઉન માટે નાગરીકો તરીકે આપણે તૈયાર રહેવું પડશે!

નાગરીકો માટે ચીંતાનો વીષય છે કે સરકાર કોરોના સંક્રમણ સામે પોતાની તૈયારીમાં જોઇએ તેટલી સજ્જ નથી.તેથી પોતાની ઢીલાશને લોકડાઉનનામે બચાવવા માંગે છે. કેન્દ્ર સરકાર અને જુદી જુદી રાજ્યોના સરકારોના આ સંક્રમણ સામે લડવા માટે જે સ્થાનીક મેડીકલ સ્ટાફના પર્સનલ પ્રોટેક્ટીવ ઇકીવ્પમેંટ, ટેસ્ટીંગ કીટ, દવાખાનાની પથારીઓની સંખ્યા, ક્વોરાનટાઇન માટેની જરૂરીયાતો કેટલી છે તે અંગે કોઇ આધારભુતઅને પારદર્શક (TRANSPARENT)માહીતી ઉપલબ્ધજ નથી. કેન્દ્ર સરકાર પ્રમાણીક અને વીશ્વાસનીય માહીતીના સ્રોત પુરા પાડવાને બદલે તે ઢાંકવાના પ્રયત્નો કાયદાના ઓથા નીચે કરી રહી છે. જે બીલકુલ લોકશાહી સરકાર માટે વ્યાજબી નથી.અમેરીકા, ઇગ્લેંડ, ફ્રાંન્સ, જર્મની, ઇટલી, સ્પેન વી, દેશોની આ બધા સરકારોએ કોરોનાના સંકમણના કોઇ સમાચારને સેન્સર કર્યા જ નથી.  કોરાના સંક્રમણને કારણે રાજ્ય તરફથી કરવામાં આવેલા લોકડાઉન પછી, સરકાર નાગરીકોને ગેરંટી આપી શકશે ખરી કે અમે તમારા કામ કરવાની તમામ ફેકટરીઓ, બેંકો, શાળાઓ, ટ્રેઇન, બસો,ઔધ્યોગીક એકમો અને બીલ્ડીંગો બાંધવાની સાઇટો, વગેરે વગેરે આ રોગના સંક્રમણથી સંપુર્ણ મુક્ત કરી દીધી છે. જો જવાબ નકારાત્મક જ હોય તો જે નાગરીકો પાસે હજુ બે ત્રણ માસ માટે પોતાના કુટુંબનું ભરણપોષણ કરવા પુરતી બચતો છે તે બધા શા માટે રોજી રળવા આવશે?

( A lockdown requires a command, an opening will require confidence.)

વધારામાં પાટાપરથી સંપુર્ણ ઉતરી ગયેલી અર્થવ્યવસ્થા અને કરારના સંબંધોવાળી સમાજ વ્યવસ્થાને ફરી કામ કરતી કરવા ફક્ત વડાપ્રધાન અને રાજ્ય સરકારોના મુખ્યમંત્રીઓની વીડીયો કોન્ફરન્સો પુરતી નથી. દા;ત હાલમાં પંજાબ રાજ્યને ઘંઉનો તૈયાર થયેલો પાક લણવા માટે બીહારના મજુરો અને ઘંઉ ભરવા બંગાળ રાજ્યના શણના બારદાનોની લાખોની સંખ્યામાં અનીવાર્ય અને તાતી જરૂરીયાત છે. સરકારોના વહીવટો નીર્ણયો અને પ્રજાની જરૂરીયાતોને લક્ષમાં લઇને ધ્યાનમાં લેવાના નીર્ણયો વચ્ચે કોઇ સંકલનનો સેતુ અસ્તીત્વમાં છે ખરો? લેખનો ટુંકાવીને ભાવાનુવાદ કરેલ છે.(We will require broad-based administrative and consultative mechanisms to move us from command to confidence

સૌ.Bhanu Pratap Mehta. ઇન્ડીયન એકસપ્રેસતા. ૦૯–૦૪–૨૦૨૦. લેખનો ટુંકાવીને ભાવાનુવાદ કરેલ છે.

--

Saturday, April 4, 2020

સન્માનીય બાજપાઇજી,


સન્માનીય બાજપાઇજી,

 આપની, અમારી પૃથ્વી પરની કાયમી વીદાય પછી અહીંના રાજકર્તાઓએ ' રાજધર્મ' ની વ્યાખ્યા અને વીભાવના જ બદલી નાંખી છે.

રાજકીય સત્તા પ્રાપ્તી માટે ' બસ્તીયાં જલાઉ ઔર ઘરવાલોં ઔર બાલબચ્ચેવાલોકો બેઘર બના કે સડકપર બેબસ હોકર ની;સહાય ફેંક દો.'

એસા રાજધર્મકી સુચના સે હમ લોંગ કૈસે " દીપ જલાએ–જબ હમારા દીલ કે સાથ સબકુછ જલાયા ગયા હૈ."

બાજપાઇજી , હમારે પાસ દીપ જલાને કે લીએ માચીસ ઔર રૂઇ ભી બચી નહી હૈ.

કોરોનાસે હમારી ઇશ્વરકી શ્રધ્ધા ભી ચલી ગઇ હૈ ઔર વો નયા રાજધર્મ પ્રાપ્ત કર જો સીંહાસન પર બૈઠ ગયે હૈ વો સબ પર તો કૈસે અહેસાસ કરે !

હીન્દીમાં ભાષા તરીકે ભુલ હોય તો ક્ષમા કરજો. સને ૧૯૬૦માં હું પુના બોર્ડની મેટ્રીકની પરીક્ષામાં  ફક્ત હીન્દીના વીષયમાં જ નપાસ થયો હતો.

--