માનવતા વીરૂધ્ધ સંગઠીત ધર્મોના કુકર્મો.
(૧) વૈશ્વીક મહામારી કોરોના વાયરસની અસરોમાંથી બચવાનો સરળ ઉપાય છે લોકડાઉન અને સોસીઅલ ડીસ્ન્ટસીસ અથવા સમુહ સંપર્કમાં ન આવવું. ગઇકાલના ટા.ઓફ ઇંડીયાના એક ન્યુઝને સમજીએ. પડોશી દેશ પાકીસ્તાનમાં વડીલ ધર્મગુરૂઓએ વડાપ્રધાન ઇમરાનની સરકારને ચેતવણી આપી છે કે ઇસ્લામ પ્રમાણે શુક્રવારના દીવસે મસ્જીદમાં એકત્ર થતા નમાજીઓને કોઇપણ હીસાબે રોકવા નહી. ધર્મની નમાજ પડવામાં કોરોના વાયરસના સંક્રમણના કોઇપણ નીયમો લાગુ પાડવા નહી. ખરેખર તો આવા સમયમાં અલ્લાહની ઇબાદત વધારે કરવી જોઇએ!.
પાકીસ્તાનમાં વાફાક્યુ મદરીસ અલ–અરેબીઆ ( Wafaqul Madaris al- Arabia) નામની અતીશક્તીશાળી દેશભરમાં પ્રસરેલી ધાર્મીક સંસ્થા છે. તેની હકુમતમાં દેશના ૧૨૦૦૦ કરતાં વધુ મદરસા સ્કુલો (Seminaries) ચાલે છે. ઇમરાન સરકારે બે અઠવાડીયા પહેલાં મસ્જીદમાં જુમ્માની નમાજ માટે તથા અન્ય સ્થળો પર કોઇપણ પ્રકારની ધાર્મીક પ્રવૃત્તીઓ માટે ભેગા થવાપર પ્રતીબંધ મુકેલો હતો. આ ઉપરાંત બીજી જરૂરી ખાસ સુચનાઓનું પાલન કરવાનું ફરમાન બહાર પાડયું હતું. જેવી કે પ્રાર્થના હોલમાંથી મોટી શેતરંજીઓ, ધાબડાઓ તાત્કાલીક દુર કરી દેવા. તે હોલનું ફ્યુમીગેશન કરીને ધોઇ નાંખવા, અને કોરોના વાયરસથી બચવા એકબીજાથી ૧૦ ફુટ થી વધારે અંતર રાખવું.
સરકારની આ જાહેરતને ધર્મગુરૂઓએ શબ્દશ; વીરોધ કર્યો. અમે કોઇપણ હીસાબે સમુહ નમાજ માટે એકત્ર ન થવાના હુકમનો પુરેપુરો અનાદર કરીશું. તે સંસ્થાએ સરકારના મસ્જીદમાં ધાર્મીક પ્રવૃત્તીઓ કરવા એકત્ર નહી થવાના ફરમાનનો અનાદર કર્યો. સદર સંસ્થાના ધર્મગુરૂઓએ તો દેશ વ્યાપી એવી જાહેરાત કરાવી કે કોરોના વાયરસના સંક્રમણથી મુક્તી મેળવવા દીવસમાં વધારે નમાજ પડવાની અને ઇબાદત કરવાની જરૂર છે. વધુમાં એવી પણ જાહેરાત કરી કે મસ્જીદમાં દરરોજની પાંચ વાર નમાજ ઉપરાંત, જુમ્માની શુક્રવારની નમાજ ઉપરાંત થોડા સમયમાં શરૂ થતા રમઝાન માસની ખાસ નમાજ (Taraweeh Prayers during the holy month of Ramzan will also continue in Mosques.)પણ મસ્જીદોમાં પડીશું ! સરકારે આવતે અઠવાડીયે શરૂ થતા રમઝાન માસમા સમુહમાં ધાર્મીક પ્રવૃત્તીઓ ન કરવા માટે હજુ કોઇ જાહેરાત કરી નથી. સરકાર સમક્ષ સારા દેખાવા માટે આ બધા ધર્મગુરૂઓએ એવી જાહેરાત કરી છે કે મસ્જીદોમાંની બધી શેતરંજીઓ, ગાદીઓ ધોઇ નાંખીશું, હેન્ડ સેનીટાઇઝર્સનો ઉપયોગ કરીશું, હાથ સાબુથી ધોઇ નાખીશું, એક બીજા નમાજી સાથે નીયમ મુજબની દુરી રાખીશું, પણ નમાજ તો દરરોજ સમુહમાં મસ્જીદમાં જ પડીશું.
પાકીસ્તાન સીવાય વીશ્વના મોટાભાગના મુસ્લીમ દેશોએ સાઉદી એરેબીઆ સહીત ( જ્યાં મક્કા– મદીના આવેલા છે.) મસ્જીદમાં સમુહમાં એકત્ર થવા અને નમાજ પડવા પર સખ્ત નીયંત્રણો મુકેલા છે. તુર્કી, ઇજીપ્ત, જોર્ડન અને ઇરાન દેશોએ તો સમુહમાં ધાર્મીક એકત્ર થવા પર સખ્ત નીયંત્રણો લાદી દીધા છે.
( સૌ. ટા.ઇ. ઓફ ઇંડીયા. પાનું ૯– તા. ૧૫મી એપ્રીલ સમાચારનો ભાવાનુવાદ.
હવે અમેરીકાના ખ્રીસ્તી ધર્મગુરૂઓ આ મુદ્દે બીલકુલ પાછળ નથી. કેવી રીતે તે ટુંકમાં જોઇએ.
અમેરીકન વ્યાઇટ ઇવૅજે'લીકલ પ્રોટેસ્ટન્ટ નામની અતીશક્તીશાળી ખ્રીસ્તી ધર્મની શાખા છે. જેમ આપણા વડાપ્રધાન મોદીજી પ્રછન્ન અને સીધા હીંદુ ધર્મના ટેકેદાર છે તેવી જ રીતે તેમના મોટાભાઇ નહી પણ બડા મીત્ર અમેરીકાના વર્તમાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ ખ્રીસ્તી ધર્મની શાખાના સીધા ટેકેદાર છે. આ પંથને બરાબર સમજાઇ ગયું છે કે વૈજ્ઞાનીક સંશોધન, વધતી જતી ' નોન બીલીવર્સ' અને ધર્મનીરપેક્ષ માનવવાદીઓની સંખ્યા ( સેક્યુલર હ્યુમેનીસ્ટસ) અમેરીકાને ઝડપથી એક નીરઇશ્વરવાદી દેશમાં બદલી નાંખશે.
અમેરીકાના કંટકી અને કનાસ રાજ્યમાં નીવાસ કરતા વ્યાઇટ ઇવૅજે'લીકલ પ્રોટેસ્ટન્ટ પંથીઓએ ૧૨મી એપ્રીલથી શરૂ થતા ઇસ્ટર તહેવારમાં ચર્ચમાં એકત્ર નહી થવાના સરકારના હુકમનો ' સ્ટે એટ હોમ'ના નીર્ણયનો સખત વીરોધ કર્યો હતો. અમને તેમાંથી મુક્તી મલવી જોઇએ. અમે તો અમેરીકાની મુળ વ્યાઇટ પ્રજા છીએ. રાજ્ય અમારી ધાર્મીક સ્વતંત્રતા પર આવું નીયંત્રણ લાદી જ કેમ શકે? રીપબ્લીકન પક્ષમાં વ્યાઇટ ખ્રીસ્તી ધર્મીઓની બહુમતી છે પણ ડેમોક્રેટીક પાર્ટીમાં અન્ય ધાર્મીક લઘુમતીઓ, વ્યાઇટ સેક્યુલર નોન બીલીવર્સ અને બીનખ્રીસ્તી ધર્મોમાં શ્રધ્ધા રાખતા અમેરીકન નાગરીકોની સંખ્યા ૭૫ ટકા જેટલી છે.
અમેરીકામાં પણ ધાર્મીક લોબીનું પ્રભુત્વ એટલું બધું શક્તીશાળી છે કે બાવન રાજ્યોના ડેમોક્રેટ અને રીપબ્લીકન ગર્વનરોએ ધાર્મીક સંસ્થાઓ નારાજ ન થાય અને પોતાના અનુયાઇઓ સમુહમાં ભેગા થાય તેવી છુટછાટો આપી દીધી છે. તેના પરીણામો આપણે સૌ જોઇ શકીએ છીએ. ૨૦,૦૦૦ મૃત્યુ અને એક લાખ થી વધુ કોરોનાના પોઝેટીવ દર્દીઓ.
વીસકોન્સીઆ સ્ટેટના ગર્વનરે પોતાની કારમાં બેઠા બેઠા પણ ચર્ચના કમ્પાઉંડમાં રહીને કારમાંથી ઉતર્યા સીવાય (agree to allow drive-in services) ધર્મગુરૂ પ્રાર્થના કરે કરાવે તેવી સગવડ કરી આપી છે. કોરોના સંક્રમણે અમેરીકન નાગરીકોમાં શ્રધ્ધાળુ અને નોન બીલીવર્સ જુથો વચ્ચે સામસામી અસમાધાનકારી ધ્રુવીકરણ (polarization) કરી દીધું છે. આવો અભીપ્રાય એક્રોન યુની.ના પોલીટીકલ સાયંટીસ્ટ સામાજીક –ધાર્મીક ધ્રુવીકરણના વીષય નીષ્ણાત પ્રો.જ્હોન સી ગ્રીન નો છે.
અમેરીકાનો રેશનલ અને બૌધ્ધીક સમાજ, દેશના ધાર્મીક જુથોના દબાણોની પ્રભાવશાળી અસરોથી જે નુકશાન અમેરીકન પ્રજાના સામુહીક– જાહેર આરોગ્યને થઇ રહ્યું છે તેનાથી ખુબજ ચીતીંત છે. જે નુકશાનમાં સીધો જ ટેકો બીનજવાબદાર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો છે. અમેરીકન નાગરીકોએ પ્રમુખ ટ્રમ્પના જુઠઠાણાઓની નોંધ લેવાની જ હવે બંધ કરી દીધી છે ! વીકસતા જતા અમેરીકન સેક્યુલર સમાજની સામે ધાર્મીક લોબીને ' અપનેવાલા' ટ્રમ્પના આવા નીર્ણયોથી હજારો અમેરીકન નાગરીકોના મૃત્યુના ભોગે તેમનું અને તેઓના ધાર્મીકપંથનો પ્રભાવ વધ્યો તેમાં આનંદ છે. અમેરીકન બંધારણનો પહેલો સુધારો (First Amendment ) દરેક નાગરીકને અધીકાર આપે છે કે ધર્મ અને રાજ્ય વચ્ચે સંપુર્ણ વીયોજન( સેપરેશન) રહેશે. કોરોના વાયરસના સંક્રમણથી રાજ્ય કેવીરીતે નાગરીકોની ધાર્મીક સ્વતંત્રતા પર નીયંત્રણ મુકી શકે? ભલે આવી સ્પેશીઅલ સગવડનો ઉપયોગ કરવાથી હજારો અમેરીકન લોકોની જીંદગી જોખમાઇ જતી હોય! (They are saying some of us get special treatment because of our religious beliefs even when that special treatment puts lives at risk.) તમને ખબર છે ખરી કે આવા ધાર્મીક જોડાણો, જે આજે રાતો રાત ઉભા થઇ ગયા છે તે બધાએ અમેરીકન સમાજમાં જાતી, રંગભેદ, ઉંમર અને ભૌગોલીક મતભેદો પેદા કરીને કાયમી દીવાલ ઉભી કરી દીધી છે.
આવા ધાર્મીક ઉન્માદો સામે ડહાપણનો અવાજ (સેન વોઇસ) મીશીગન સ્ટેટના ડેમોક્રેટ પક્ષનાપણ રાજ્યગર્વનર(આપણા રાજ્યના મુખ્યમંત્રીનો હોદ્દો ગણાય) શ્રી ગ્રેતચેન વ્યીટમરે પોતાના રેડીયો બ્રોડકાસ્ટમાં ખ્રીસ્તી ચર્ચઓ શરૂ કરેલી 'કારની ઇનર સર્વીસ'ના મુદ્દે અંગ્રેજીમાં આ પ્રમાણે શબ્દો વાપર્યા છે. " dangerous, irresponsible, and frankly it's infuriating.".
અંતમાં અમેરીકાના બાવન રાજ્યોમાંથી ચાલીસ રાજ્યોએ લોકડાઉન અને સ્ટે એટ હોમને ટેકો આપ્યો છે. પરંતુ આવી ખુબજ જોખમી રાષ્ટ્રીય કટોકટીના સમયે એક બાજુ ધાર્મીક સ્વતંત્રતા અને સામે પક્ષે નાગરીકોનું જાહેર સ્વાસ્થય, તે બે સંઘર્ષો વચ્ચે સમતોલપણુ બનાવી રાખવામાં અમેરીકન સરકાર અને પ્રજાની નીષ્ફળતા આંખે ઉડીને વળગે તેવી છે. અમેરીકન પ્રજાનો ભવીષ્યનો ઇતીહાસ નક્કી કરશે કે આખરે કયું પરીબળ કોને હાવી જશે.