Thursday, May 27, 2021

કોરોનામહામારીને જ્યોતીષ ને શું સંબંધ–

કોરોના મહામારીને જ્યોતીષ ને શું સંબંધ–

દિવ્ય ભાસ્કર અમદાવાદ ફ્રંટ પેજ સમાચાર–  કોરોનાકાળમાં જ્યોતીષીઓને રોજની ૪૦ થી ૫૦ ઇન્કાવાયરી મળે છે. આવક પણ મહિને ૧૫૦૦૦/ થી વધીને ૩૦૦૦૦/ થઇ. નાગરીકોએ ઓનલાઇન કુંડળી માર્ગદર્શનમાં નોકરી,લગ્ન, વેપાર–ધંધા અંગે પ્રશ્નો પુછયા! ( સૌ. પાનું ૨ દી. ભાસ્કર તા. ૨૭–૦૫– ૨૧.)

" કોરોના વાયરસની વ્યાપક અસરોને કારણે જ્યારે આર્થીકપ્રવૃત્તીઓ ઠબ થઇ ગઇ છે, લાખો નહી પણ કરોડો લોકો બેરોજગાર બન્યા છે. બજારમાં ચીજવસ્તુઓનો પુરવઠો પુરતો છે પણ માંગ નથી. ખરીદનારા જ નથી."

ત્યારે ભાસ્કરના વિશેષ રીપોર્ટ પ્રમાણે " આ કપરા સમયમાં ઓન લાઇન કુંડળી માર્ગદર્શન માટે અનેક જ્યોતીષઓના સંપર્ક કરનારાઓની સંખ્યા વધી ગઇ છે. સામાન્ય નાગરીકોએ જ્યોતીષઓને જે પ્રશ્નો પુછયા હતા તે આ પ્રમાણે હતા. જેના પરથી ખબર પડે છે કે દેશનો નાચરીક કેટલો માનસીક રીતે હતાશ થઇ ગયો છે. (૧)  કોરોના વાયરસ ક્યારે જશે? (૨) અમારા પરિવારમાંથી કોઇનું કે નજીકના સગાવહાલાનું મૃત્યુ તો નહી થાય ને? (૩) મારી કુંપનીની કરકસર ની નીતિને કારણે મારી નોકરી તો નહી જાય ને? ( ૪) સંપુર્ણ લોકડાઉન દુર થઇને સામાન્ય પરિસ્થિતિનું સર્જન ક્યારે થશે?  (૫) શું કોરોના પછી ધંધામાં પહેલા જેવી બરકત જોવા મલશે? (૬) કોરોનાને કારણે જે બધું જોયુ, સાંભળ્યું અનુભવ્યું વિ ને કારણે રાત્રે ડરામણા સ્વપ્નાં આવે છે. ઉંઘમાંથી ઝબકી જવાય છે. માનસીક શાંતી કેવી રીતે મેળવવી?

આપણને ઉપરના પ્રશ્નો વાંચી, સમજીને અત્યંત  દુ;ખની લાગણી અનુભવાય છે. આવી ચિંતા કરનારાઓનો જાણે  હું અને તમે એકભાગ જ હોય તેવો સતત માનસીક અહેસાસ થાય છે.

 ચાલો, હવે! તે બધા પ્રશ્નોને સમજીએ. કોરોના વાયરસે તથા તેની સામેના સંઘર્ષમાં વર્તમાન રાજ્યો અને કેન્દ્ર ના સત્તા તંત્રોએ જે દેશના નાગરીકોના મનમાં જે દેહશત પેદા છેલ્લા દોઢ બે વરસ થી ઉભી કરી છે તેનું આ સીધુ પરીણામ છે. આ બધા પ્રશ્નો માનવ સર્જીત છે. તેમાં કોઇ દૈવી કે ઇશ્વરી પરિબળોનો સીધો કે આડકતરો હાથ ક્યારેય હોઇ શકે નહી. વધારમાં, કોરોનાના જ્યારે વૈશ્વીક મહામારી હોવાથી વીશ્વના બધાજ દેશો તેની વ્યાપક અને ઘાતક અસરોમાંથી બાકાત ન હોય ત્યારે  પેલા હતાશા અને ખાલીપો અનુભવ કરનારા નાગરીકો જ્યોતીષોઓ પાસેથી આવા પ્રશ્નોના ઉકેલને બદલે જે મુઠીફાકો નાણાં આ કટોકટીમાં બચ્યા હશે તે પણ પેલા લોકોને દાન–દક્ષીણામાં આપીને ગુમાવી દેશે.

જ્યોતીષીઓ તમારી વ્યક્તીગત રાશી, કુંડળી, નક્ષત્રોની સ્થિતિ જોઇને તમને શું મદદ કરવાના છે? પેલા અવકાશી ગ્રહો બિચારા લાખો કરોડો વર્ષ પહેલાં સુર્યમાંથી છુટા પડી કુદરતી કે ભૌતીકશાસ્રના નિયમો પ્રમાણે (આપણા માટે સંપુર્ણ હેતુવીહીન) પોતાની ધરી પર અને સુર્યની આસપાસ પ્રદક્ષીણા કર્યા કરતા હોય ત્યારે આ જ્યોતીષીઓ તમારી વર્તમાન કોરોનાથી સર્જન પામેલી માનસીક સ્થિતીઓ કઇ રીતે દુર કરી શકવાના છે?  ખરેખરતો તમારી માનસીક સ્થિતિ તો ક્યારે દુર થશે તે કોરાના પરનું નિયંત્રણ મોટા પાયે કેવી રીતે અને કેટલી ઝડપથી દુર થશે તેના પર આધાર છે. ખરેખરતો તેનો ઉપાય વર્તમાન સરકારોના  આ વિષયને નિયંત્રણમાં લાવવા તેમની માનસીક સ્થિતિ પર વધારે આધાર રાખે છે. આપણે તો જ્યોતીષીઓમાં અંધશ્રધ્ધા રાખીને  " કહી પે નિશાના ઓર કહી પે ગોલી ચલાના" જેવી સ્થિતીમાં છીએ. તેનાથી પરિણામ શું આવશે.. હવામાં ગોળીબારથી વધારે નહી!


--

Wednesday, May 26, 2021

આજે વર્ષનું પ્રથમ ખગ્રાસ ચંદ્રગ્રહણ– તા–૨૬–૦૫–૨૦૨૧.


(૧) આજે વર્ષનું પ્રથમ ખગ્રાસ ચંદ્રગ્રહણ–  તા– ૨૬–૦૫–૨૦૨૧.

(૨) ક્રીસ્ટ્રોફર કોલંબસે કેવી રીતે તા– ૨૯મી ફેબ્રુઆરી સને ૧૫૦૪ના ચંદ્રગ્રહણ એક અવકાશી ઘટનાનો ઉપયોગ કરીને તેનો અને તેના સાથીદારોનો જીવ બચાવ્યો?

પ્રથમ આજના ગ્રહણ અંગે– આજના દૈનીક દિવ્ય ભાસ્કરના સમાચાર– ગ્રહણ ગુજરાતમાં નહી દેખાય, પુર્વભારતમાં દેખાશે!–કુલ ત્રણ કલાક આશરે ચાલશે. ભારતમાં આ ગ્રહણનો સ્પર્શ પણ દેખાશે નહી. જ્યોતીષીના અનુસાર આગ્રહણની અશુભ અસર માનવ જીવનમાં બાળકો અને સ્રી જાતકો પર વધુ પડી શકે. જનમાનસમાં નકારાત્મક વિચારોનું વલણ વધી શકે. આવા ભેળસેળીયા જ્યોતિષ તારણો કેટલા સત્યથી વેગળા છે તેની પણ ચર્ચા કરીશું.

જ્યારે પૃથ્વી, સુર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે અને પૃથ્વી પડછાયો ચંદ્ર પર પડે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે.અને ચંદ્રનો રંગ લાલ બને છે. જ્યારે ચંદ્ર ,પુથ્વી અને સુર્યની વચ્ચે આવે છે ત્યારે સુર્યગ્રહણ થાય છે.  તે સંજોગોમાં ચંદ્ર ,સુર્યથી ખુબજ દુર હોય છે પણ પૃથ્વીથી પ્રમાણમાં તે સમયે સૌથી નજીક હોય છે.

 બંને અવકાશી ઘટનાઓ છે. વ્યક્તીગત રીતે મારા તમારાથી લાખો માઇલ દુર અવકાશમાં આ ખગોળીય ઘટના બને છે. તે ઇશ્વર સર્જીય નથી કે માનવ સર્જીય ! વધારામાં ખગોળ વિજ્ઞાન પ્રમાણે ચંદ્ર, પૃથ્વીમાંથી છુટો પડેલો ગ્રહ નહી પણ ઉપગ્રહ છે. તે પરપ્રકાશીત છે . તેવી ખગોળ વિજ્ઞાનની દ્રષ્ટીએ સુર્યમંડળના  તમામ ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરૂ, શનિ, નેપચ્યુન અને યુરેનસ વિ ની છે. તે બધા જ ગ્રહો પરપ્રકાશીત હોવાથી અને પૃથ્વીથી લાખ્ખો નહી બલ્કે કરોડો માઇલ દુર હોવાથી ફલજ્યોતીષ ( Astrology) પ્રમાણે  તે પૃથ્વી પરની સાત અબજની વસ્તીને વ્યક્તીગત અને રાશી પ્રમાણે અસર કરે છે તે વૈજ્ઞાનીક સત્ય નથી. તે તમામ જુઠઠાણા જ છે. આવા વૈજ્ઞાનીક અસત્યોનો ઉપયોગ કરીને કેટલાક પરોપજીવી સમુહોએ તેને ધંધા તરીકે વિકસાવીને લોકોની અંધશ્રધ્ધાઓ અને અજ્ઞાનનો લાભ ઉઠાવીને   આજીવીકાનું સાધન બનાવી દીધું છે. તેથી ચંદ્ર કે સુર્યગ્રહણની કોઇ અસર વ્યક્તીગત કે સામુહીક ધોરણે માનવજીવન પર થાય છે તેવી માન્યતા જ અવૈજ્ઞાનીક છે. જુઠઠાણું છે,તે એક અંધશ્રધ્ધા છે. રાહુ– કેતુ કોઇ ગ્રહો કે ઉપગ્રહો નથી. તેમનું સુર્યમંડળના કુટુંબમાં કોઇજ સ્થાન  નથી. તે કપોળકલ્પીત છે.

 હવે આપણે ક્રીસ્ટોફર કોલંબસની વાત કરીએ.

સને ૧૨મી ઓક્ટોબર ૧૪૯૨થી  કોલંબસે અમેરીકાની શોધમાં ખરેખર ઇન્ડીયાની શોધમાં પશ્ચીમ દિશામાં જ વહાણ હંકારીને ઇન્ડીયા શોધી શકાય તેવો તેનું વૈજ્ઞાનીક સત્ય આધારીત તારણ હતું,; તેને આધારે છેલ્લા દસવર્ષોમાં ત્રણ વાર સમુદ્ર સફર દક્ષીણ અમેરીકાના ( નવા વિશ્વ) દેશો તરફ કરી હતી. કારણકે ગેલોલીયોએ સાબિત કરેલું સત્ય હતું કે પૃથ્વી ગોળ છે. માટે સતત પશ્ચીમ દિશામાં વહાણ હંકારવામાં જ આવ્યા કરેતો નાવિક ફરી એ જ સ્થળે પાછો આવે જ્યાંથી તેણે મુસાફરી શરૂ કરી હતી.

 હવે કોલંબસે  ૧૧મે સને ૧૫૦૨ના રોજ સ્પેન દેશના 'કેડીઝ' બંદરેથી ચાર વહાણોનો મોટો નૌકા કાફલો લઇને દરીયાઇ મુસાફરી શરૂ કરી. દરીયાની અંદર જ 'શીપવોર્મ'  દરીયાઇ ઉધઇ નામના મહામારીનામના રોગે   કોલંબસની બે સ્ટીમરોને નાકામીયાબ બનાવી દીધી. તે સ્ટીમરોને  તેના નાવીકો વી. ને બીજી સ્ટીમરોને લઇને દરીયામાં જ નાશ થવા માટે છોડી દીધી.૨૫મી જુન ૧૫૦૩ ના રોજ મજબુરીથી જમૈકા ટાપુ પર  ઉતરવું પડયું હતું.

શરૂઆતની અંદર સ્થાનીક લોકોએ મદદ કરી. ખોરાકપાણી અને વસવાટની સગવડ કરી આપી. છ માસ ઉપરનો સમય પસાર થઇ ગયો. કોલંબસના સાથીદારો કોલંબસની સામે જ બળવો શરૂ કરવા માંડયા. જમૈકાના ટાપુપર કોલંબસના માણસોએ લુંટફાટ અને ચૌરી કરવા માંડી. કોલંબસે આવી હતાશ સ્થિતીમાં કુશળતાપુર્વક ની એક યુક્તી શોધી કાઢી.

 તેની પાસે જર્મન ખગોળવિજ્ઞાનીનું વાર્ષીક પંચાગ હતું. જેમાં ખગોળ ઘટનાઓની વિગતે માહિતીઓ હતી.આ પંચાગની મદદથી કોલંબસે શોધી કાઢયું કે ૨૯મી ફેબ્રુઆરી સને ૧૫૦૪ના રોજ સાંજના ચંદ્ર ઉગવાના સમયથી જ ચંદ્રગ્રહણ શરૂ થવાનું છે. તે પુર્ણ ચંદ્રગ્રહણ (total lunar eclipse) છે.

 જમૈકા ટાપુના મુખીયા કે આદીવાસી ટોળીના વડાને બોલાવ્યો. તેને કહ્યું કે અમારા ખ્રિસ્તીઓના દેવ તમારા લોકો પર ભયંકર કોપાયમાન થયા છે. ક્રોધે ભરાયા છે. કારણકે તમે તેમના ધર્મીઓના ખોરાક પાણી બંધ કરી દીધા છે. તે દેવ આજથી ત્રણ દિવસ પછી તેની નારાજગીનો પરચો સાંજના ચંદ્ર ઉગવાના સમયથી બતાવશે. બરાબર ત્રણ દિવસ પછી જે તે સમયે ચંદ્રગ્રહણની અસરો થવા માંડી. તે ઉગતા ચંદ્રના નામો નિશાન મીટાવી દેશે. અને પોતાનો ગુસ્સો ચંદ્ર ને લાલચોળ બનાવીને દેખાડશે. ટાપુપર સંપુર્ણ અંધકાર છવાઇ ગયો. પછી ચંદ્ર શિયાળાના દુધ જેવા ચળકતા ચંદ્રને બદલે લાલચોળ દેખાવા માંડયો.( In place of the normally brilliant late winter full moon there now hung a dim red ball in the eastern sky. )

 ટાપુ પરના આદીવાસીઓનો મુખીયા અન્ય સાથીઓને લઇને ખાવાપીવાની સામગ્રી લઇને  કોલંબસની સ્ટીમર પાસે આવી ગયા કરગરવા લાગ્યા. અમને બચાવો અને દેવના કોપમાંથી બચાવો!

 અગાઉથી કોલંબસે પોતાના સાથોને જણાવેલું તે પોતાની કેપ્ટનની કેબીનમાં જતો રહેશે. દેવને મનાવવા માટે.( He then shut himself in his cabin for about 50 minutes. ) તેની પાસેની સમય માપવાની રેતીનો પ્યાલો હતો (An hour glass) તેની મદદથી ગણતરી કરીને  ટાપુ પરના મુખીયા વિ.માં જબ્બરજસ્ત ભય પેદા કરવામાં સફળ થયો. બરાબર ચંદ્રગ્રહણ પુરુ થવાના સમય પહેલાં તે ટાપુ પરની મુખીયા સાથેની આદીવાસી સભા સમક્ષ તે સ્ટીમરમાંથી બહાર આવ્યો. તે બધાને સંબોધન કરીને જણાવ્યું કે  મેં મારા અંગત દેવને મનાવી લીધા છે. અને તમે હવે ફરી અમારી સાથે ખોરાકપાણી બંધ નહી કરો વિ. વિશ્વાસ અપાવ્યો છે. જમૈકા ટાપુપર કોલંબસ તેની ટીમ સાથે  ૭મી નવેંબર ૧૫૦૪ સુધી રહ્યો.

 ચંદ્રગ્રહણના ભયમાંથી જમૈકાની અને દક્ષીણ અમેરીકા પ્રજા એજ કોલંબસના વારસદારો સામે બળવો કરીને મુક્ત થઇ ગઇ. કોલંબસની તમામ પ્રતિમાઓ, બાવલાઓ અને પુતળાઓનો( Statues) જે ગુલામીઅને શોષણના પ્રતીકો હતા તે બધાનો નાશ કરી દીધો. સ્પેનની રાજા શાહી સામે બળવો કર્યો. પણ ભારતની પ્રજા હજુ ક્યારે મુક્ત થશે તે કોને ખબર!  હજુ અમેરીકા ( યુએસએ)  ઓક્ટોબર માસના બીજા સોમવારને 'કોલંબસ ડે ' તરીકે રજા રાખીને ઉજવે છે.

 હવે ગ્રહણ ભલે ગુજરાતમાં ન દેખાય પણ પૃથ્વી પર ચાલુ થઇ ગયું હોવાથી મેં લખવાનું બંધ કરી દીધું..... સમય ૩–૩૦. બપોરના

 

--

Tuesday, May 25, 2021

બાબારામદેવની એલોપેથી અંગે અવૈજ્ઞાનિક ઉચ્ચારણો– હકીકતમાંબફાટ

બાબારામદેવની  એલોપેથી અંગે અવૈજ્ઞાનિક ઉચ્ચારણો– હકીકતમાં બફાટ

બાબારામદેવને આ દેશનો સામાન્ય નાગરિક યોગગુરૂ કે લોમ– અનલોમ શીખવાડનાર તરીકે ઓળખે છે. એક જ વાક્યમાં આ જટાધારી બાવાની ઓળખ આપવી હોય તો આ રીતે અપાય. " તે હિંદુ ધર્મ આધારીત જીવન પધ્ધતીનો જિર્ણોધ્ધાર કરનાર એક બાવો છે. તેના હિતો આર્થીક ગમે તેટલા હોય પણ તે એક રૂઢીચુસ્ત કાલગ્રસ્ત થઇ ગયેલી  સમાજ વ્યવસ્થા, તેના આધારીત નૈતીક વ્યવહારો અને અવૈજ્ઞાનીક જ્ઞાનનો મોટા પાયે તમામ ૨૧મી સદીના આધુનીક ટેકનોલોજીની મદદથી બેફામ પ્રચાર કરનાર એક ભગવા કપડામાં વિચરતું મોટું અનિષ્ટ છે.

 જ્યારે કોરોના–૧૯ની મહામારીના બેકાબુ બનેલા સેંકંડ વેવના સંક્રમણથી આપણો દેશ જબ્બર માનવમૃત્યુના પરિણામો ભોગવતો હોય ત્યારે આ બાવો પોતાની ચેનલો અને યુ ટયુબ પરથી બુમો પાડે છે કે કોરાના સંક્રમણથી પીડાતા દર્દીઓના મૃત્યુનું કારણ ઓક્સીજન અને વેન્ટીલેટરનો ઉપયોગ છે. ત્રણ દિવસ પહેલાં આ બાવાએ ચિત્તભ્રમ કે સભાનતાની સ્થિતીમાં બોલી નાંખ્યું કે " એલોપેથી એ ફર્જી  બનાવટી કે જુઠઠા ડૉકટરોનો સમુહ છે.સાચો ડૉકટર તો હું જ છું." બ્રહ્માંડમાં  એટલો બધો ઓક્સીજન છે જે કુદરતી રીતે મલે છે તો પછી શા માટે ઓક્સીજનના સીલીંડરની જરૂર છે?

 આ બાવાએ કોવીડ–૧૯ સામે પ્રતીકાર કરવા માટે " કોરોનિલ " નામની કેપસ્યુલ બહાર પાડી છે. તેના ઉદ્ઘાટન કાર્યક્રમમાં દેશના આરોગ્ય મંત્રી શ્રી હર્ષવર્ધન હાજર રહ્યા અને કોરોનિલ દવા એ કોવીડ–૧૯ સામે આધારભુત દવા છે તેવું પ્રમાણપત્ર આપ્યું છે.( Union health minister Harsh Vardhan went one step further when he endorsed Coronil as an effective medicine against Covid-19. In February 2021, Baba Ramdev launched Coronil in the presence of Vardhan, whose ministry had certified it.) આરોગ્ય મંત્રીને કોણ જણાવશે કે સાહેબ ! તો પછી દેશ વ્યાપી વેકસીન આપવાનો કાર્યક્રમ જ બંધ કરી દો ને ! વિશ્વ હેલ્થ સંસ્થાએ આ કેપસ્યુલને કોવીડ–૧૯ સામેની ઉપાય દવા તરીકે માન્યતા આપેલ નથી. વિશ્વના કોઇપણ દેશે પણ આ બાવાની દવાને સર્ટીફાય દવા તરીકે માન્યતા આપેલ નથી. 'કોરોનિલ દવા આ બાવાએ ' ફુડ કે ડાયેટરી સપ્લીમેંન્ટ' તરીકે બજારમાં મુકી છે. જેથી ઇન્ડીયન ડ્રગ કંટ્રોલરની પરવાનગી લેવી ન પડે.  કોરોનાના પ્રતીકાર માટે આ બાવાએ ફક્ત ૯૦૦ કરોડ રૂપીયાની કોરોનિલ દવાની કેપસ્યુલ  વેંચી નાંખી છે. જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ વર્તમાન સરકારનો ટેકો  છે. ખરેખરતો સત્તા પક્ષનું તેના બચાવવા માટેનું કવચ છે. ઇન્ડીયન મેડીકલ એસો ભારત સરકારના આરોગ્ય મંત્રાલય સામે સખત લેખીત નારાજગી ફક્ત વ્યક્ત કરી નથી પણ  જાહેર હિતની અરજી આ બાબા સામે કરી છે. પોલીસમાં એફ આઇ આર કરી છે અને સુપ્રીમકોર્ટમાં પણ રીટ પીટીશન દાખલ કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે એવું સંસ્થાના મંત્રી શ્રી ડૉ જયંતભાઇ લેલે પોતાના ઇન્ટરવ્યુંમાં જણાવ્યું છે. આઇ એમ એ નો આ પ્રમાણેનો અંગ્રેજીમાં લેખીત વિરોધ હતો.("Being Health Minister of the country, how justified is it to release such falsely fabricated unscientific product …can you clarify the timeframe, timeline for the so-called clinical trial of this said anti-corona product?") આવનારો સમય નક્કી કરશે કે ઇન્ડીયન મેડીકલ એસો એલોપથી ને બચાવે છે કે મોદી સરકારને  ઘુંટણીએ પડી જાય છે?

   સત્તાપક્ષના આવા વલણની ટીકા કરતાં કહ્યું છે કે બાબા રામદેવ, આશારામ અને શ્રી શ્રી રવિશંકરના અનુયાઇઓ તો સત્તા પક્ષની વોટ બેંક છે. માટે  આવી સોનાની ઇંડુ આપતી મરઘીને સત્તાપક્ષ કેવી રીતે મારી નાંખે!( The government endorsed many other pseudo-remedies. For instance, it supported the clinical trial of a medicine derived from panchgavya — cow's milk, butter, ghee, dung and urine.  ભલે તે બધાજ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વૈજ્ઞાનીક વલણ કે અભીગમ ન ધરાવતા હોય!. )' પંચગૌવા' નામની અવૈજ્ઞાનીક દવા જે ગાયનું ઘી, માખણ, દુધ, છાણ અને મુત્રથી બનેલી છે તેને પણ માન્યાતા આપી છે.

વર્તમાન સરકારે  સ્વંય બાબા રામદેવને આવા બનાવટી વૈજ્ઞાનીક દાવા માટે જેલ ભેગો કરવાને બદલે તેને એલોપેથી સામે ગાજાવાની તકો પુરી પાડે છે. બાબાની સંસ્થા પતાંજલી સને ૨૦૦૬માં અસ્તીત્વમાં જુદી જુદી દવાઓ અને અન્ય ચીજ વસ્તુઓ લઇને આવી હતી. ગઇ સાલ સને ૨૦૨૦માં તેનું વેચાણ ૯૦૦૦ કરોડનું હતું.

સૌજન્ય– લીંક સાથેની બે યુ ટયુબ વીડીયો– (૧)https://mail.google.com/mail/u/0/#inbox/KtbxLvGzbQMvVQBvmNDxFqKQQdDqTRNHDB?projector=1

(૨) https://mail.google.com/mail/u/0/#inbox/KtbxLwHPxWrxXfjMQGtbSpPslmTtXcxsVB?projector=1

 અને તા. ૧૭–૦૫ –૨૧ ના ઇન્ડીયન એકપ્રેસના  લેખક Christophe Jaffrelot ના લેખમાંથી.


--

Saturday, May 1, 2021

શું મોદી સરકાર સંચાલિત રાજ્યવ્યવસ્થા તુટી ગઇ છે?


શું મોદી સરકાર સંચાલિત રાજ્યવ્યવસ્થા  તુટી ગઇ છે? How far is it true that the Indian state has collapsed? રાજ્યવ્યવસ્થાનું પડી ભાગવું, ધબડકો થઇ જવું એટલે શું?

ભારતના બંધારણના મુળભુત અધિકારોમાં અધિકારની કલમ ૨૧ મુજબ  ' આપણા દેશના દરેક નાગરીકને  'ગૌરવભેર જીવવાનો'( Right to life with dignity) મુળભુત અધિકાર છે. સદર અધિકાર કોઇને તબદીલ કે ટ્રાન્સફર ન થઇ શકે ( Inalienable Individual rights) તેવો અધિકાર છે.. નાગરીક તરીકે જીવવું એટલે શું ઓકસિજન વિના જીવવું શક્ય છે?  જે કોઇ સરકારો અને તેના સંચાલકોની બંધારણીય ફરજ થઇ પડે છે કે  દેશના નાગરીકોમાંથી જેને જરૂર હોય તો તેને બિલકુલ સરળતાથી અને વિના મુલ્યે પ્રાણવાયુ મલી રહે. દેશના સત્તાધીશોને એ માહિતી તો હોય જ કે નાગરીકોએ રાજ્યના સંચાલકોને પોતાનો સાર્વભૌમત્વનો અધિકાર ચુંટાયેલા પ્રતિનિધિઓને  નાગરીકોની સુખાકારી માટે વાપરવા આપેલો છે. હવે રાજ્યના સત્તાધીશો જેના હાથમાં નાગરીકોનું જીવન બચાવવાની કાયદાકીય પહેલી અને બીજી નૈતીક ફરજ હોય તે બધા પોતે પોતાની અક્ષમ્ય બેદરકારી, સંચાલનની સંપુર્ણ બિનકાર્યક્ષમતા અને ભવિષ્યના આયોજનમાં માટે નિષ્ફળ જઇને કરોડો નાગરીકોના જીવનને ભયમાં મુકી દે તે સત્તાધીશો કેવી રીતે રાજ્ય ચલાવવાને લાયક છે?

આ લખાણ લખી રહ્યો છું ત્યારે સમાચાર મલે છે કે આજે ૧લી મે ૨૦૨૧ની સાંજના ૪–૦૦વાગે રાજધાની દીલ્હીમાં આવેલી બાત્રા હોસ્પીટલમાં ૮ દર્દીઓનું ઓક્સીજન નહી મલવાને કારણે મોત થયું છે. તેમાં  તે જ હોસ્પીટલના ગેસ્ટ્રોએન્ટરીટિસ ડૉ .આર. કે હીમથાનીનું  ઓછા દબાણવાળા ઓકસીજન મલવાથી મોત થયું છે. તેવી હકકીત સદર હોસ્પીટલના મેડીકલ ડીરેક્ટર ડૉ એસસીએલ ગુપ્તા સાહેબે ફોન ઉપર ઇન્ડીયન એક્સપ્રેસને જણાવી છે. હજુ બીજા ૪૮ દર્દીઓ સદર હોસ્પીટલના ICU વોર્ડમાં આજ કારણોસર જીવન અને મૃત્ય વચ્ચે ઝોલાં ખાય છે.

માનનીય દીલ્હી હાઇકોર્ટે આ જીવવાના અધિકારના સંરક્ષણ માટે ઓકસિજનના પુરવઠા અંગે દીલ્હીની કેજરીવાલ સરકારને સત્તા આપી છે કે " Buy, borrow or steal ; It is a national emergency " ખરીદો, ઉછીનો લાવો, અરે ચોરી કરીને પણ જીવન–મૃત્યુ વચ્ચે ઝોલા ખાતા દર્દીઓને ઓક્સિજન પુરો પાડો. જે લોકો આવા કાર્યમાં રૂકાવટ કરતા હોય તેને અમે ફાંસીએ લટકાવી દઇશું. ત્યાં સુધી જાહેર કરી દીધુ છે.

ભારતનું કોઇ રાજ્ય બાકી નથી જેમાં રાજધાની દિલ્હીથી જુદી પરિસ્થિતિ કોરાનાથી સંક્રમીત દર્દીઓની હોય! ગઇકાલે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર પાસે કોરાના મહામારીના જુદા જુદા અગત્યના ક્ષેત્રો અંગે તાત્કાલીક માહિતી માંગી છે. જેમાં રાષ્ટ્રીય હોસ્પીટલમાં કોરોના દર્દીઓને દાખલ થવા માટેની નીતી, વેક્સીનની કિંમત અને પુરવઠા નીતી,,રાજ્ય અને જીલ્લાવાર ICU બેડની ઉપલબ્ધી,, સ્મશાનનો વહીવટ,તેના કર્મચારીઓની સંખ્યા, જરૂરી દવાઓના વિતરણની પારદર્શક વ્યવસ્થા આ બધા પ્રશ્નોના કોઇ જવાબ કેન્દ્ર સરકારના એટોર્નીજનરલ તુષાર મહેતા સાહેબ પાસે ન હોવાથી સત્વરે આપવા ૧૦મી મે ની તારીખે જણાવ્યું છે.

યોગી આદીત્યનાથની સરકારે  ઓકસીજન બાબત રાજયની ટીકા કરનાર સામે નેશનલ સીક્યોરીટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અંગે સર્વોચ્ચ અદાલતે તે નિર્ણયની સખત ટીકા કરી છે. દેશના તમામ રાજ્યોના  ડીજીપી એસપીને કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી છે કે  " દેશના તમામ નાગરીકોને  ઓક્સીજન, વેક્સીન, વેન્ટીલેર અને કોવીડ–૧૯ના સંક્રમણ અંગે જે સોસીઅલ મીડીયામાં લખવું હોય  તે નાગરીકોને મળેલા માહીતી અધીકાર કલમ ૧૯ મુજબ છે." કોઇપણ પોલીસ તંત્ર દ્રારા  તેને અટકાવવાની કોશીષ કરવામાં આવશે તો જે તે અધિકારી સામે સર્વોચ્ચ અદાલતના હુકમનો અનાદર ગણીને ( કન્ટેમ્ટ) સખત કાર્યવાહી કરવામાં આવશે. સર્વોચ્ચ અદાલતે પોલીસતંત્રને જે આડેહાથ લઇને ગંભીર સુચના આપી ત્યારે કેન્દ્ર સરકારના એટોર્ની જનરલે તેની વિરૂધ્ધમાં એક પણ શબ્દ બોલ્યા ન હતા.

દેશની મોદી સરકાર નાગરીકોને જણાવે કે તમે દેશના નાગરીકોમાંથી અડધી વસ્તી કે પચાસ ટકાને કેટલા સમયમાં બંને ડોઝ પુરા પાડવાના છો? બજેટમાં વેક્સીન માટે નાણાંમંત્રીએ ૩૫૦૦૦ કરોડની સ્પષ્ટ જોગવાઇ કરી હતી તેમાંથી કેટલા વપરાયા અને બાકીના નાણાંનું વેક્સીન ખરીદવા શું આયોજન છે?  શા માટે કેન્દ્ર ,રાજ્ય અને ખાનગી નાગરીકો માટેના વેકસીન બનાવતી બંને કુંપનીઓના જુદા જુદા ભાવો છે? વિશ્વભરના દેશો અને તેના વડાપ્રધાનો કે રાષ્ટ્રપ્રમુખો પોતાના તમામ નાગરીકોને મફત કે ફ્રી માં વેક્સીન આપતા હોય તો આ મુદ્દે મોદી સરકાર તમે ક્યાં ઉભા છો? ' ગરીબ રસીનો ખર્ચ ઉઠાવી શકે નહી ' સુપ્રીમ કોર્ટ ! શું આ બધું અમારે સરકારને સમજાવવાનું હોય!. તા ૧૦મી મે ને દિવસે કે તે પહેલાં જવાબ આપો.

દેશના જાહેર શિક્ષણ, આરોગ્ય, સ્થળાંતરીત મજદુરો, નાગરીકોનું સામાન્ય જીવન ક્યારે શરૂ થશે? શું આયોજન છે તમારી પાસે? તમે ૧૦૮ સિવાય આવનાર દર્દીઓને કેમ દાખલ કરતા નથી? આવા તરંગી, તઘલગી, અને બેજવાબદાર નિર્ણયો કરી મોતની લાશોના ઢગલા પર શું તમે રાજ્ય કરી શકશો? હોસ્પીટલની બહાર રેકડીમાં, લારીઓમાં સડકો પર અને સ્મશાનોની અંદર લાશોના ઢગલાઓ ના ફોટાઓ, અધિકૃત સમાચારો, મોદીજી, તમારા આવા વહીવટના સમાચારો વીશ્વવ્યાપી સોસીઅલ મીડીઆ પર વાયરલ થઇ ગયા છે. અમારા પરદેશ સ્થિત સગાવહાલા, ભાઇભાંડુઓ અને ભારતના નાગરીકોની સુખાકારી ઇચ્છતા ભારતીયમુળના લોકો આ બધુ ' વીશ્વગુરૂ' ભારતમાં થઇ રહેલું નરી આંખે જોઇ શકતા નથી. અમને જણાવી શકશો ખરા કે વીશ્વના તમામ દેશોએ જેવા કે અમેરીકા, કેનેડા, ઇગ્લેંડ, ફ્રાન્સ, ઇટાલી, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેંડ, જપાન , ચીન, અરે ઇન્ડોનેશિયા, બંગલા દેશ જેવા દેશોએ ભારતમાં આવતી તમામ વિમાની સેવાઓ બંધ કરી દિધી છે. તે તમારી સરકાર ક્યારે ચાલુ કરાવી શકશો? અમેરીકાની જો બાઇડન સરકારે ભારતમાં રહી ગયેલા તમામ અમેરીકન નાગરીકોને  પોતાના દેશમાં આવી જવા ખાસ સ્પેશીઅલ કાયદા હેઠળ જાહેરાત કરી છે.

આવા સંજોગોમાં  આપણા દેશમાં કોણ સ્થાનીક કે વિદેશી મુડી રોકાણકારો ગરીબ અને અસંગઠીત કામદારોની ઝુંટવાઇ ગયેલી રોજીરોટી પાછી લાવી આપશે? આપશ્રીને માહિતી તો હશે જ કે સમગ્ર વિશ્વ આજે ૧લી મે ને શ્રમજીવી દિવસ (Labour Day) તરીકે  ઉજવે છે. ત્યારે આપણા દેશના આ શ્રમજીવીઓના ભવિષ્ય અંગે આપની સરકાર શું કરવા માંગે છે?  અમને  માહિતી છે કે તમારી ગુજરાત રાજ્ય અને ઉત્તરપ્રદેશની બીજેપી સરકારોએ મજુરોને ૧૨ કલાક કામ અને ૮કલાકમાં મલતું હતું તે જ વેતન મલે તેવી જોગવાઇ વટહુકમ બહાર પાડીને કરી છે.

 મોદી સરકાર અને તમારી રાજ્ય સરકારોના કોઇપણ પ્રકારના આંકડાઓ આધારીતે સત્યો પર દેશની કોઇપણ હાઇકોર્ટસ કે સર્વોચ્ચ અદાલતોને બિલકુલ વિશ્વાસ નથી. છેલ્લાં સાત વર્ષોમાં આ દેશને તમે ક્યાં લઇ ગયા છો? દેશને તમે પાછા ન આવી શકાય તેવી સ્થિતિએ દેશને ( Point of no return)  પહોંચાડી દીધો છે.

હું તો કોઇ રાજકીય પક્ષનો ટેકેદાર કે સભ્ય નથી પણ દેશના ભુતપુર્વ વડાપ્રધાન મનમોહનસીંહે સને ૨૦૧૪ મોદીજી આપના માટે એક ભવિષ્યવાણી પોતાના જ્ઞાન આધારીત કરેલી હતી .  Narendra Modi as the Prime Minister of the nation will lead to the nation towards a MOMUMENTAL GREAT DISASTER after 7 years of his rule.

 સાત વર્ષ પછી  માનનીય મનમોહનજી સાચા પડતા લાગે છે કારણકે ભારતીય રાજ્ય ચારે ય બાજુથી ત્રણ સાંધે અને તેર તુટે તેવી દિશામાં ઝડપથી રાજ્યવિહિનતા તરફ ઢસડાઇ રહ્યુ છે. ઉપર જણાવેલા વાસ્તવીક કારણોના પરિણામોમાંથી બચવા કોઇ ચમત્કાર થવાનો નથી. મોટી માનવહાનિની કિંમત ચુકવી ક્યારે બહાર નીકળીશું તે પણ અત્રે જાણી શકાય તેમ નથી જ.  

--