Wednesday, May 26, 2021

આજે વર્ષનું પ્રથમ ખગ્રાસ ચંદ્રગ્રહણ– તા–૨૬–૦૫–૨૦૨૧.


(૧) આજે વર્ષનું પ્રથમ ખગ્રાસ ચંદ્રગ્રહણ–  તા– ૨૬–૦૫–૨૦૨૧.

(૨) ક્રીસ્ટ્રોફર કોલંબસે કેવી રીતે તા– ૨૯મી ફેબ્રુઆરી સને ૧૫૦૪ના ચંદ્રગ્રહણ એક અવકાશી ઘટનાનો ઉપયોગ કરીને તેનો અને તેના સાથીદારોનો જીવ બચાવ્યો?

પ્રથમ આજના ગ્રહણ અંગે– આજના દૈનીક દિવ્ય ભાસ્કરના સમાચાર– ગ્રહણ ગુજરાતમાં નહી દેખાય, પુર્વભારતમાં દેખાશે!–કુલ ત્રણ કલાક આશરે ચાલશે. ભારતમાં આ ગ્રહણનો સ્પર્શ પણ દેખાશે નહી. જ્યોતીષીના અનુસાર આગ્રહણની અશુભ અસર માનવ જીવનમાં બાળકો અને સ્રી જાતકો પર વધુ પડી શકે. જનમાનસમાં નકારાત્મક વિચારોનું વલણ વધી શકે. આવા ભેળસેળીયા જ્યોતિષ તારણો કેટલા સત્યથી વેગળા છે તેની પણ ચર્ચા કરીશું.

જ્યારે પૃથ્વી, સુર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે અને પૃથ્વી પડછાયો ચંદ્ર પર પડે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે.અને ચંદ્રનો રંગ લાલ બને છે. જ્યારે ચંદ્ર ,પુથ્વી અને સુર્યની વચ્ચે આવે છે ત્યારે સુર્યગ્રહણ થાય છે.  તે સંજોગોમાં ચંદ્ર ,સુર્યથી ખુબજ દુર હોય છે પણ પૃથ્વીથી પ્રમાણમાં તે સમયે સૌથી નજીક હોય છે.

 બંને અવકાશી ઘટનાઓ છે. વ્યક્તીગત રીતે મારા તમારાથી લાખો માઇલ દુર અવકાશમાં આ ખગોળીય ઘટના બને છે. તે ઇશ્વર સર્જીય નથી કે માનવ સર્જીય ! વધારામાં ખગોળ વિજ્ઞાન પ્રમાણે ચંદ્ર, પૃથ્વીમાંથી છુટો પડેલો ગ્રહ નહી પણ ઉપગ્રહ છે. તે પરપ્રકાશીત છે . તેવી ખગોળ વિજ્ઞાનની દ્રષ્ટીએ સુર્યમંડળના  તમામ ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરૂ, શનિ, નેપચ્યુન અને યુરેનસ વિ ની છે. તે બધા જ ગ્રહો પરપ્રકાશીત હોવાથી અને પૃથ્વીથી લાખ્ખો નહી બલ્કે કરોડો માઇલ દુર હોવાથી ફલજ્યોતીષ ( Astrology) પ્રમાણે  તે પૃથ્વી પરની સાત અબજની વસ્તીને વ્યક્તીગત અને રાશી પ્રમાણે અસર કરે છે તે વૈજ્ઞાનીક સત્ય નથી. તે તમામ જુઠઠાણા જ છે. આવા વૈજ્ઞાનીક અસત્યોનો ઉપયોગ કરીને કેટલાક પરોપજીવી સમુહોએ તેને ધંધા તરીકે વિકસાવીને લોકોની અંધશ્રધ્ધાઓ અને અજ્ઞાનનો લાભ ઉઠાવીને   આજીવીકાનું સાધન બનાવી દીધું છે. તેથી ચંદ્ર કે સુર્યગ્રહણની કોઇ અસર વ્યક્તીગત કે સામુહીક ધોરણે માનવજીવન પર થાય છે તેવી માન્યતા જ અવૈજ્ઞાનીક છે. જુઠઠાણું છે,તે એક અંધશ્રધ્ધા છે. રાહુ– કેતુ કોઇ ગ્રહો કે ઉપગ્રહો નથી. તેમનું સુર્યમંડળના કુટુંબમાં કોઇજ સ્થાન  નથી. તે કપોળકલ્પીત છે.

 હવે આપણે ક્રીસ્ટોફર કોલંબસની વાત કરીએ.

સને ૧૨મી ઓક્ટોબર ૧૪૯૨થી  કોલંબસે અમેરીકાની શોધમાં ખરેખર ઇન્ડીયાની શોધમાં પશ્ચીમ દિશામાં જ વહાણ હંકારીને ઇન્ડીયા શોધી શકાય તેવો તેનું વૈજ્ઞાનીક સત્ય આધારીત તારણ હતું,; તેને આધારે છેલ્લા દસવર્ષોમાં ત્રણ વાર સમુદ્ર સફર દક્ષીણ અમેરીકાના ( નવા વિશ્વ) દેશો તરફ કરી હતી. કારણકે ગેલોલીયોએ સાબિત કરેલું સત્ય હતું કે પૃથ્વી ગોળ છે. માટે સતત પશ્ચીમ દિશામાં વહાણ હંકારવામાં જ આવ્યા કરેતો નાવિક ફરી એ જ સ્થળે પાછો આવે જ્યાંથી તેણે મુસાફરી શરૂ કરી હતી.

 હવે કોલંબસે  ૧૧મે સને ૧૫૦૨ના રોજ સ્પેન દેશના 'કેડીઝ' બંદરેથી ચાર વહાણોનો મોટો નૌકા કાફલો લઇને દરીયાઇ મુસાફરી શરૂ કરી. દરીયાની અંદર જ 'શીપવોર્મ'  દરીયાઇ ઉધઇ નામના મહામારીનામના રોગે   કોલંબસની બે સ્ટીમરોને નાકામીયાબ બનાવી દીધી. તે સ્ટીમરોને  તેના નાવીકો વી. ને બીજી સ્ટીમરોને લઇને દરીયામાં જ નાશ થવા માટે છોડી દીધી.૨૫મી જુન ૧૫૦૩ ના રોજ મજબુરીથી જમૈકા ટાપુ પર  ઉતરવું પડયું હતું.

શરૂઆતની અંદર સ્થાનીક લોકોએ મદદ કરી. ખોરાકપાણી અને વસવાટની સગવડ કરી આપી. છ માસ ઉપરનો સમય પસાર થઇ ગયો. કોલંબસના સાથીદારો કોલંબસની સામે જ બળવો શરૂ કરવા માંડયા. જમૈકાના ટાપુપર કોલંબસના માણસોએ લુંટફાટ અને ચૌરી કરવા માંડી. કોલંબસે આવી હતાશ સ્થિતીમાં કુશળતાપુર્વક ની એક યુક્તી શોધી કાઢી.

 તેની પાસે જર્મન ખગોળવિજ્ઞાનીનું વાર્ષીક પંચાગ હતું. જેમાં ખગોળ ઘટનાઓની વિગતે માહિતીઓ હતી.આ પંચાગની મદદથી કોલંબસે શોધી કાઢયું કે ૨૯મી ફેબ્રુઆરી સને ૧૫૦૪ના રોજ સાંજના ચંદ્ર ઉગવાના સમયથી જ ચંદ્રગ્રહણ શરૂ થવાનું છે. તે પુર્ણ ચંદ્રગ્રહણ (total lunar eclipse) છે.

 જમૈકા ટાપુના મુખીયા કે આદીવાસી ટોળીના વડાને બોલાવ્યો. તેને કહ્યું કે અમારા ખ્રિસ્તીઓના દેવ તમારા લોકો પર ભયંકર કોપાયમાન થયા છે. ક્રોધે ભરાયા છે. કારણકે તમે તેમના ધર્મીઓના ખોરાક પાણી બંધ કરી દીધા છે. તે દેવ આજથી ત્રણ દિવસ પછી તેની નારાજગીનો પરચો સાંજના ચંદ્ર ઉગવાના સમયથી બતાવશે. બરાબર ત્રણ દિવસ પછી જે તે સમયે ચંદ્રગ્રહણની અસરો થવા માંડી. તે ઉગતા ચંદ્રના નામો નિશાન મીટાવી દેશે. અને પોતાનો ગુસ્સો ચંદ્ર ને લાલચોળ બનાવીને દેખાડશે. ટાપુપર સંપુર્ણ અંધકાર છવાઇ ગયો. પછી ચંદ્ર શિયાળાના દુધ જેવા ચળકતા ચંદ્રને બદલે લાલચોળ દેખાવા માંડયો.( In place of the normally brilliant late winter full moon there now hung a dim red ball in the eastern sky. )

 ટાપુ પરના આદીવાસીઓનો મુખીયા અન્ય સાથીઓને લઇને ખાવાપીવાની સામગ્રી લઇને  કોલંબસની સ્ટીમર પાસે આવી ગયા કરગરવા લાગ્યા. અમને બચાવો અને દેવના કોપમાંથી બચાવો!

 અગાઉથી કોલંબસે પોતાના સાથોને જણાવેલું તે પોતાની કેપ્ટનની કેબીનમાં જતો રહેશે. દેવને મનાવવા માટે.( He then shut himself in his cabin for about 50 minutes. ) તેની પાસેની સમય માપવાની રેતીનો પ્યાલો હતો (An hour glass) તેની મદદથી ગણતરી કરીને  ટાપુ પરના મુખીયા વિ.માં જબ્બરજસ્ત ભય પેદા કરવામાં સફળ થયો. બરાબર ચંદ્રગ્રહણ પુરુ થવાના સમય પહેલાં તે ટાપુ પરની મુખીયા સાથેની આદીવાસી સભા સમક્ષ તે સ્ટીમરમાંથી બહાર આવ્યો. તે બધાને સંબોધન કરીને જણાવ્યું કે  મેં મારા અંગત દેવને મનાવી લીધા છે. અને તમે હવે ફરી અમારી સાથે ખોરાકપાણી બંધ નહી કરો વિ. વિશ્વાસ અપાવ્યો છે. જમૈકા ટાપુપર કોલંબસ તેની ટીમ સાથે  ૭મી નવેંબર ૧૫૦૪ સુધી રહ્યો.

 ચંદ્રગ્રહણના ભયમાંથી જમૈકાની અને દક્ષીણ અમેરીકા પ્રજા એજ કોલંબસના વારસદારો સામે બળવો કરીને મુક્ત થઇ ગઇ. કોલંબસની તમામ પ્રતિમાઓ, બાવલાઓ અને પુતળાઓનો( Statues) જે ગુલામીઅને શોષણના પ્રતીકો હતા તે બધાનો નાશ કરી દીધો. સ્પેનની રાજા શાહી સામે બળવો કર્યો. પણ ભારતની પ્રજા હજુ ક્યારે મુક્ત થશે તે કોને ખબર!  હજુ અમેરીકા ( યુએસએ)  ઓક્ટોબર માસના બીજા સોમવારને 'કોલંબસ ડે ' તરીકે રજા રાખીને ઉજવે છે.

 હવે ગ્રહણ ભલે ગુજરાતમાં ન દેખાય પણ પૃથ્વી પર ચાલુ થઇ ગયું હોવાથી મેં લખવાનું બંધ કરી દીધું..... સમય ૩–૩૦. બપોરના

 

--