Thursday, September 2, 2021

“ जिस जगह पैदा हुए, उस जगह निकले दम “

 કાબુલીવાલા ફીલ્મના ગીતની વચ્ચેથી લીધેલી લીટીઓ છે.

जिस जगह पैदा हुए, उस जगह निकले दम "

 માનવી તરીકે મારૂ ઘર કયું? મારૂ રહેઠાણ કયું? મારુ ગામ, રાજ્ય, દેશ, મારો સમાજ, મારી ખાસ સંસ્કૃતી, ધર્મ, વિ શું છે? આ બધી વળગણો શા માટે? આ બધી જંજીરો, બેડીઓ જે માનવ સર્જીત છે તે ૨૧ સદીમાં તો મને ચોક્કસ લાગે છે કે મને હવે તારવાને બદલે ડુબાડવા માટેનું કામ કરે છે.

 હજારો વર્ષો પહેલાં શિકાર યુગમાં અસ્તિત્વ ટકાવી રાખવા બનાવેલી ટોળીઓ કે ટોળાશાહી માનસિકતામાંથી મારી મુક્તિ ક્યારે?

મારી પંજાબી પ્રિય લેખીકા અમૃતા પ્રિતમની એક કવિતા

        " મેરા પતા

આજે મેં મારા ઘરનો નંબર ભુસી નાંખ્યો છે.

અને ગલીને નાકે લગાડેલું ગલીનું નામ દૂર કર્યું છે.

અને દરેક સડકની દિશાનું નામ ભુંસી નાંખ્યું છે.

 પણ જો તમારે મને મળવું જ હોય તો,

દરેક દેશના, દરેક શહેરની, દરેક ગલીનું દરેક બારણું ખખડાવો,

આ એક શાપ છે, એક વરદાન છે.

અને જ્યાં એક સ્વતંત્ર આત્માની ઝલક દેખાય,

 સમજી જજો તે એ મારુ ઘર છે.

(સૌ. પાનુ ૨૦૮, પુસ્તકનું નામરેવન્યુ સ્ટેમ્પ, જીવન કથાઅમૃતા પ્રિતમ)   


--