સીરમ ઇન્સ્ટી્ટયુટ પૂના( ઇંડીયા)એ વેક્સીન ક્ષેત્રે ઇતીહાસ બનાવી દીધો છે.
આપણા દેશને "કોવીશીલ્ડ" વેકસીનનો જથ્થો પુરતા પ્રમાણમાં નિયમીત પુરો પાડીને દેશના નાગરીકોને મોતના મુખમાંથી બચાવી લીધા છે. દેશના નાગરીકો, સરકાર અને વિશ્વ માટે ગંભીર ચીંતાનો વિષય હતો કે આશરે ૧૩૫થી ૧૪૦ કરોડની વસ્તીવાળો દેશ કોવીડ–૧૯ના હુમલા સામે કેટલી ઝડપથી આટલી મોટી વસ્તીને આ વાયરસની પકડમાંથી જીવતદાન આપી શકશે?
જેમ એક જમાનામાં ફ્રાંસના નેતા નેપોલીયન બોનાપાર્ટ માટે કહેવત હતી કે " તેના શબ્દકોષમાં અશક્ય(Imposssible)શબ્દજ ન હતો. " Everything is possible ". તેવું આપણા દેશમાં વેક્સીનના ક્ષેત્રે ' સીરમે' વૈશ્વીક કક્ષા એ સાબિત કરી બતાવ્યું કે આ કુંપનીમાં " તકલીફોને તકોમાં બદલવાની પુરેપુરી ક્ષમતા છે."
સદર કુંપનીના પરાણે આશરે ૪૦ વર્ષની ઉંમરના ચીફ એક્ઝીક્યુટીવ શ્રી આદર પુનાવાલાએ વેક્સીનના ક્ષેત્રે બહુ મોટા આર્ષદ્રષટા (A Great Visionary) છે તે પુરવાર કરી દીધું. કેવી રીતે?
ભારત સરકારને જાન્યુઆરી–૨૦૨૧થી ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં પુરા પાડેલા વેકસીન ડોઝીઝ પરથી સમજવાની કોશીશ કરીએ.
ભારત સરકારે ગઈકાલે જાહેર કર્યુ છે કે ઑગસ્ટના અંત સુધીમાં કુલ ૬૫ કરોડ વેક્સીન ડોઝ નાગરીકોને આપ્યા છે, તેમાંથી ૬૦ કરોડ ડોઝ ફક્ત સીરમ ઇન્સ્ટીટયુટ પુના એ પુરા પાડયા હતા.
*January 2 crore 10 lakh*
February 2 crore 50 lakh
March 4 crore 73 lakh
April 6 crore 25 lakh
May 5 crore 96 lakh
June 9 crore 68 lakh
July 12 crore 37 lakh
*August 16 crore 92 lakh* So far provided to Govt.of India.
સપ્ટેમ્બર માસમાં સરકારને ૨૦ કરોડ વેકસીનના ડોઝ પુરા પાડવાની ક્ષમતા કુંપની ધરાવે છે.
વિશ્વ વ્યાપી વાયરસમાંથી દેશની પ્રજાને મુક્તિનો માર્ગ પુરો પાડનારનું મુલ્ય આપણી સરકાર અને દેશના નાગરીકો કેવી રીતે સમજશે અને બીજાને સમજાવશે.