વેકસીનના સંશોધન ક્ષેત્રે ઇગ્લેંડની લંડન યુની. ને સીરીમ ઇન્સ્ટીટયુટ પુનાવાલા કુટુંબનું ૫૦૦ કરોડ રૂપીયાનું દાન.
લંડનમાંથી સમાચાર છે કે પુનાવાલા ફેમીલીએ ૫૦ મીલીયન પાઉંડનું દાન લંડન યુની. ને " વેક્સિનોલોજી" નું નવું સંશોધન કેન્દ્ર બનાવવા માટે આપેલ છે. તેમાં ૩૦૦ રીસર્ચ વૈગ્નાનીકો કામ કરી શકે તેટલું મોટું આ કેન્દ્ર્ હશે. આ સંશોધન કેન્દ્રનું નામ " પુનાવાલા વેકસીન રીસર્ચ બીલ્ડીંગ રહેશે. શીતળાની રસી શોધનાર એડવર્ડ જેનર (1749-1823 )ની યાદમાં બનાવેલ જેનર ઇન્સ્ટીટયુટની વડી ઓફીસને પણ આ નવા બીલ્ડીંગમાં સમાવી લેવામાં આવશે ; જેમાં કોવીડ–૧૯ની એસ્ટો્જેનેકા નામની વેકસીનને સંશોધિત કરીને વિકસાવવામાં આવી હતી. પુનાની સીરમ વેકસિન ઇન્સ્ટીટયુટે તે જ વેકસિનના ૧૦૦ કરોડ ડોઝ કોવીશીલ્ડના નામે બનાવીને આપણા દેશની પ્રજાને મોટી જાનહાનીમાંથી બચાવ્યા હતા.
લંડન યુની. ના વાઇસ ચાન્સેલર પ્રો. એલ રીચાર્ડસન આનંદ વિભોર બનીને આ માતબર દાન સ્વીકાર્તાં જણાવ્યું હતું કે આ દાનની મદદથી અમે વેકસીનને ક્ષેત્રે ઘણું સંશોધન કરી શકીશું. પુનાવાલા ફેમીલી સાથે અમારી યુની. ને ઘણો જુનો સંબંધ છે. સને ૨૦૧૯માં સાયરસ પુનાવાલાને લંડન યુની. એ વેકસીનના ક્ષેત્રે અદ્યતીય કામકરનાર તરીકે માનદ્ ડીગ્રી એનાયત કરીને બહુમાન કરેલુ હતું.
સૌ (ટા ઇ ઓફ ઇંડીયા તા. ૧૭ ડીસે ૨૦૨૧.)