Wednesday, December 22, 2021

અનૈતીક સંબંધો એટલે શું?

 અનૈતીક સંબંધો એટલે શું? આ સાથે ગુ. હાઇ કોર્ટે તાજેતરમાં ખાધાખોરાકી ના કેસમાં આપેલ ચુકાદાને આધારે. સર, તમે લિગલ બાજુને બદલે માનવીય દ્ર્ષટીકોણથી અનૈતીક સંબંધોના ખ્યાલ કે વિભાવનાને સમજાવો. હ્યુર્મેનીસ્ટ એકેડેમીના વિધ્યાર્થીએ પુછેલો પ્રશ્ન.

 દિ ભા. દૈનીકની તા. ૨૧૧૨૨૧. મહેસાણા આવૃતિના સમાચાર છે. સમચારનું મથાળુ ,

ફેમીલી કોર્ટે મંજુર કરેલા  છુટાછેડા સામે  પત્નીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.  પત્નીના અન્ય સાથે અનૈતીક સંબંધ હોય તો પણ તેણી ભરણપોષણ મેળવવા હકદાર છે ;  હાઇકોર્ટ.

જવાબમારા મત મુજબ તો પ્રથમ આપણે એ જાણવું રહ્યું કે  નામદાર ગુજરાત હાઇકોર્ટે અનૈતીક સંબંધો ' જેવો શબ્દ વાપર્યો છે કે કેમ? અથવા તો પછી દૈનીક પેપરના  અખબારી પ્રતીનિધિએ પોતે સમાચાર લખતા સમયે આ શબ્દ વાપર્યો છે? આપણે તે બાબતનું સત્ય શોધવા માટે નામદાર હાઇકોર્ટે  પોતાના અંગ્રેજી ચુકાદામાં અનૈતીક સંબંધોમાટે કયો શબ્દ અંગ્રેજીમાં પોતાના ચુકાદામાં વાપર્યો છે તે જાણવું પડે!

 તે બધાની પરોજણમાં પડયા વિના આપણા  સમાજના અનૈતીક સંબંધોઅંગે જે ખ્યાલો છે  તેમાં લગ્ન પહેલાના કે પછીના સંબંધોને તે અનૈતીક સંબંધો તરીકે જ જુએ છે.  હવે આપણે તે બે શબ્દોમાંથી એક શબ્દ અનૈતીક (Immoral) કોને કહેવાય તે સમજવાની કોશીષ કરીએ. સામાન્ય માણસને પુછીએ કે  ભાઇ! તું કોઇ વર્તનને અનૈતીક વર્તન કોને કહીશ!  સમાજે કે ધર્મે જેનો અસ્વીકાર કે વર્જ્ય ગણયુ હોય તે્ને અનૈતીક કહેવાય!  આ રિવાજ માનવજાતના બધા દેશો, બધી પ્રજાઓ માટે ફરજીયાત, સર્વસ્વીકૃત કે પછી ?

 નૈતીક્તા ધાર્મીક કે ધર્મનિરપેક્ષ ? Is morality religious or secular? માનવીના નૈતીક વ્યવહારો માનવ માનવ વચ્ચે હોય કે માનવી અને મૃત્યુ પછીના જીવન માટે? જો માનવની વ્યવહારો ખરેખર માનવ માનવ વચ્ચે હોય તો તે વ્યવહારોનો હેતુ શું હોવા હોઇએ? માનવીની તર્કવિવેકબુધ્ધી ( Rationality)  તેને બોધ આપે છે કે  હે! માનવ! જો તારે તારૂ અસ્તિત્વ ટકાવી રાખવું હશે, તેનો તારી બુધ્ધીશક્તી મુજબ વિકાસ કરવો હશે જે તે તારી જૈવીક જરૂરીયાત છે, દૈવી કે ઇશ્વરી જરૂરીયાત નથી, તો તારે એક બીજા સાથે સહકારથી , શાંતીથી કેવી રીતે જીવવું તે શીખવું પડશે. તારે પોતે જ  નક્કી કરવું પડેશે. " The man is moral because he is rational not because he is religious. બે પુખ્ત ઉંમરના વિજાતીય સ્રીપુરૂષો, સજાતીય કે સમલૈગીંક કોઇપણ જાતના લગ્નના બંધનો સિવાય એકબીજાની ઇચ્છાથી સાથે રહીને જીવન જીવે તેમાં અનૈતીક શું? થોડા સમય માટે કે કાયમ માટે આવા સંબંધોથી કોઇ કાયદાનું ઉલ્લઘન ન થતું હોય તો પછી તેમાં અનૈતીક શું?

 ૨૦મી સદીના મહાન તત્વગ્નાની બર્ટાન્ડ રસેલે પોતાની વિશ્વ વિખ્યાત પુસ્તક " Marriage & Morals" માં આ સંબંધો માટે અંગ્રેજીમાં બહુ જ વિચારપુર્વક શબ્દ શોધી કાઢયો છે " Extra marital relations" તેનો ગુજરાતી અર્થ થાય છે લગ્નોત્તર સંબંધો ", આ સંબંધોની સામાજીક જરૂરીયાત સમજાવતાં રસેલ લખ્યું છે કે  તે આપણા શહેરી અને ઔધ્યોગીક સમાજની દેન છે જેણે સ્રી ને ઘરની બહાર બૌધ્ધીક કુશળતા પ્રાપ્ત કરીને સ્વતંત્ર રીતે જીવન જીવવાનું શીખવાડી દીધું છે.

આ સંબંધોને અનૈતીક સંબંધો જાહેર કરવાનું ધર્મ અને તેના ઠેકેદારોને એટલા માટે અનિવાર્ય દેખાય છે  કારણકે તેમાં તેમની સત્તા અને અધિકૃતતાને સીધો પડકાર છે. સદીઓથી તેમની પાપપુન્યના ભય વિ.ને બતાવી જે પરોપજીવી જીવન ચાલતું હતું તેના અસ્તિત્વનો ભય પેદા થયો છે.

વિદેશમાં સ્થાયી થયેલા આપણા દેશી વડીલોને આપણે એટલું જ પુછી જુઓ કે તમારા પુખ્ત ઉંમરના     દિકરા કે દિકરી ને કોઇ દિવસ પુછવાની હિંમત કરી છે ખરી કે જેની સાથે લગ્ન સિવાય દિવસો નહી પણ વર્ષો સુધી સાથે જીવન જીવો છો તો ક્યારે તમારી " Ring Ceremony" રાખી (લગ્ન માટેની દરખાસ્ત) છે?  કદાચ એવું હશે ભાઇ! દેશમાં જે અનૈતીક છે તે વિદેશમાં જતા નૈતીક સંબંધ થઇ જતો હશે.  


--