Wednesday, December 28, 2022

હીંદુ બુઅર્ઝવાઝી(Hindu Bourgeoisie) કોને કહેવાય?

હીંદુ બુઅર્ઝવાઝી (Hindu Bourgeoisie) કોને કહેવાય? ભાગ–૧

 તેની ઓળખ કેવી હોય? તેની જીવન પધ્ધતી અને આર્થીક હીતો લોકશાહી કે બંધારણીય મુલ્યો આધારીત હોય કે વિરોધી?

    સૌ પ્રથમ આપણે આ ફ્રેન્ચ ભાષાના શબ્દ 'બુઅર્ઝવાઝી'ના અર્થને વિગતે સમજીએ. સને ૧૮મી સદીમાં થયેલ ફ્રાંસની જનક્રાંતીનો તે જન્મદાતા,અને પછીઅગ્રેસર(Vanguard) હતો. આ સુત્રધારે માનવ સમાજને અને વ્યક્તીગત ધોરણે વિશ્વભરના માનવીઓને વર્તમાન વ્યવસ્થામાં મુળભુત ફેરફારો કરવા માટેના સદાબહાર સુત્રોની દેન આપી હતી.  સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ.( Liberty or Freedom, Equality & Fraternity).

     બુઅર્ઝવાઝી તે જમાનામાં જમીનદારોનો ગુલામ ગણોતીયો નહતો, વળી તે રાજાશાહીથી પોષાતો પરોપજીવી નહતો. તે ખ્રીસ્તીચર્ચની મહેરબાની પર જીવતો નહતો.સાથે સાથે તે મુડીવાદે સર્જન કરેલો માર્કસવાદી સર્વહારા પણ ન હતો. બુઅર્ઝવાઝી એ ગણોતીયા અને જમીનદાર વચ્ચેની આર્થીક સાંકળ– કડીરૂપ વિનિમય કરતો સ્વતંત્ર આર્થીક હીત ધરાવતો શહેરની ચાર દિવાલની અંદર જીવન જીવતો એજંટ હતો. જેની બચત અને મુડી રોકણના ઉપયોગથી યુરોપના સમગ્ર દેશોમાં ઔધ્યોગીક ક્રાંતી થઇ હતી.

  બુઅર્ઝવાઝી વર્ગ,તે જમાનાના ફ્રાંસના તત્વજ્ઞાનીઓ રૂસો, વોલ્તેર, ડીડેરો અને જ્ઞાનપ્રબોધન મુલ્યો (Enlighten movement)પ્રસ્થાપીત વિચારો આધારીત ક્રાંતી કરવાનો ચાલક હતો.તે બધા તત્વજ્ઞાનીઓ પોષીત (nourish)ને પ્રસ્થાપીત ' જેકોબીયન કલ્બ'નો  સભ્ય અને વીચારોનો વાહક હતો. જે કલ્બોની સંખ્યા ફ્રાંસ દેશમાં તે જમાનામાં ૧૦૦૦૦ કરતાં વધારે હતી.પેલા ત્રણ, રાજા,(King) પાદરી( GOD's Agent) ને જમીનદારોના( Feudal Lord) હીતો તેના મધ્યમવર્ગીય બુઅર્ઝવાઝી હીતોની Class Interests) વિરૂધ્ધ હતા. જેકોબીયન કલ્બની વીચારધારાએ દેશના સાચા અર્થમાં દુશ્મનો કોણ છે તે ઓળખી બતાવ્યા અને જાહેર કર્યા હતા.

   બુઅર્ઝવાઝીને જમીન વિહોણા ગણોતીયા અથવા ખેડુતોનો સંપુર્ણ સાથ હતો.કારણકે જમીનદાર અને ચર્ચાના એજંટોના શોષણની તમામ પ્રકારની અમાનવીય દુ:ખદ અસરો રોજ ભોગવતો હતો. તે બંને વર્ગોની પકડમાંથી ખેડુત– ગણોતીયાને પોતાની જમીન મુક્ત કરાવવી હતી.જમીનના માલીક બનવું હતું.

     જે મુક્તી,ફ્રાંસની આ જનક્રાંતી હતી. જેમાં કેન્દ્રસ્થાને ફ્રાંસના તમામ નાગરીકોનું સર્વોપરી ભૌતીક, દુન્યવી અને વાસ્તવીક માનવ હીત હતું. કોઇ રાજા, જમીનદાર, કે પૃથ્વીપરના ઇશ્વરી એજંટોનું હીત ન હતું.

     ખરેખર તો સદર રૂઢીચુસ્ત ત્રણેય વર્ગોના હીતો ફ્રાંસની સંપુર્ણ પ્રજા (૯૮%)ના હીતોની વીરૂધ્ધના હતા. ફ્રાંસની ક્રાંતીએ માનવીને, ઇશ્વર અને ધર્મ સંચાલીત તમામ પરોપજીવી સમાજવ્યવસ્થામાંથી કાયમ માટે મુક્તી અપાવી દીધી હતી. રાજ્ય સત્તા અને ધર્મ સત્તાના સંવનનને કાયમ માટે નપુંસક બનાવી દીધુ હતું. જે સેક્યુલર વીચાર આજે પણ ફ્રાંસમાં સદાબહાર છે.

હવે આપણે ઉપરની ચર્ચાને આધારે ભારત દેશમાં ને ૨૧મીસદીથી ગુજરાતમાંથી શરૂ થયેલી ધર્મ અને રાજ્ય સત્તાના ગઠબંધનવાળી ઉન્માદી હીંદુત્વએ પેદા કરેલ બુઅર્ઝવાઝી મધ્યમવર્ગીય માનસીકતાને સમજીએ. જેથી તેના તમામ હીતોને પણ આપણે સમજી શકીશું.

(1) ફ્રાંસના તે જમાનાના વાતવરણે રૂસો, વોલ્તેર, દીદેરો જેવા તત્વજ્ઞાનીઓ મદદથી એ ધર્મપરસ્ત સમાજને કેવી રીતે મુક્ત કરાય  તેના માટેનો ભૌતીક વિચારસરણીનો (ધર્મનીરપેક્ષ Secular) પાયો નાંખ્યો. એટલું જ નહી ઉપરાંત ફ્રાંસની સામાન્ય પ્રજાને સમજાવવામાં સફળ થયા કે તેમના ખરાઅર્થમાં દુશ્મનો રાજાશાહી, સામંતશાહી અને ધર્મશાહીને કાબુ રાખી સિતમ ગુજારનારા પરોપજીવીઓ છીએ. દેશ અને ગુજરાતમાં સ્થાનીક હીંદુ મધ્યમવર્ગીય બુઅર્ઝવાઝી પોતે પેલા ફ્રાંસની ક્રાંતીના ત્રણ પરોપજીવીઓ( જમીનદાર, પાદરી અને રાજાશાહી) જેવા જ પ્રત્યાઘાતી પરીબળોનો પોષક છે.

(2) સૌ પ્રથમ આપણા માટે એ શોધવું સરળ છે કે કોણ હીંદુ મધ્યમવર્ગીય બુઅર્ઝવાઝી નથી.

(3) દેશની કુલ વસ્તીના ૮૦ ટકા પાંચ કીલોના માસીક અનાજની સરકારી મફત વહેંચણી પર જીવનારા આશરે ૧૦૦ કરોડ લોકો નવી વસ્તી ગણતરી પ્રમાણે હીંદુ મધ્યમવર્ગીય બુઅર્ઝવાઝી નથી.

(4) દેશના જંગલોમાં જીવતા "આદીવાસી મુળનીવાસી" આશરે કુલ વસ્તીના ૧૪ ટકા હીંદુ મધ્યમવર્ગીય બુઅર્ઝવાઝી નથી.

(5) દેશના હીંદુ ધર્મ પુરસ્કૃત કૃષ્ણ ભગવાને સર્જન કરેલ ભગવત ગીતાના ચાર વર્ણોમાં બ્રાહ્મણ– વૈશ્ય સિવાયની તમામ વર્ણોના શુદ્ર, ક્ષત્રીય,અને ઉપલી વર્ગોના હીતોના સંરક્ષણ કરતા તમામ વ્યવસાયો(વેઠ કરતા)લુહાર,મોચી, કુંભાર, સુથાર વિ. હીંદુ મધ્યમવર્ગીય બુઅર્ઝવાઝી નથી.

(6) દેશની કુલ વસ્તીમાં ૫૦ ટકાવારી ધરાવતી સ્રીઓ પણ હીંદુ મધ્યમવર્ગીય બુઅર્ઝવાઝી નથી.

(7) દેશની તમામ લઘુમતી ધર્મો ધરાવતી વસ્તી પણ હીંદુ મધ્યમવર્ગીય બુઅર્ઝવાઝી નથી.

(8) હવે તમે તમારી આજુબાજુ રહેનારા હીંદુ મધ્યમવર્ગીય બુઅર્ઝવાઝીને ઓળખી લો!. તેમની જીવન પધ્ધતી, રહેણીકરણી વિ. અને તમામ હીતો કોની સાથે છે? ખરેખર તે બધાને પેલી ફ્રાંસની ક્રાંતીના બુઅર્ઝવાઝી મુલ્યો સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ, તથા રાજ્ય સત્તા અને ધર્મ સત્તા વચ્ચે સંપુર્ણ વિયોજન વિ. ને કોઇ સ્નાનસુતકનો સંબંધ છે ખરો?

(9) અમને એ માહીતી છે કે ગુજરાતના નવાપ્રધાન મંડળને આશીર્વાદ આપવા ૧૭૨ ધર્મસંતો હાજર રહ્યા હતા.

(10)                  અમે દરરોજ પેલા પ્રમુખસ્વામી શતાબ્દી ઉજવણી પ્રસંગે સ્વામીઓને સાક્ષાતદંડવંત પ્રણામ કરતા રાજકીય સત્તાધારીઓના ફોટાઓ અખબારી દૈનીકોમાં જોઇએ છે.

(11)                  હીંદુ મધ્યમવર્ગીય પ્રત્યાઘાતી બુઅર્ઝવાઝીના સ્થાપીય હીતોથી બચવા માટે કોઇ રસ્તો છે ખરો?.... આવતા લેખમાં...

 

 

હીંદુ મધ્યમવર્ગીય પ્રત્યાઘાતી બુઅર્ઝવાઝી. ભાગ–૨.

 ગુજરાતી મધ્યમ વર્ગ અંબાણી કે અદાણી નથી. તે જમીનદાર કે ખેડુત પણ નથી. તેની વર્તમાન કે તેના પહેલાંની પેઢી ગ્રામીણ જીવનપધ્ધતીની માનસીકતા સાથે સ્થળાંતર કરીને શહેરી(ગુજરાતી)બની છે. સામાજીક સ્થળાંતર માનસીક અસલામતીની જન્મદાતા છે.પોષણકર્તા કરે છે.આ વર્ગનો સતત પ્રયત્ન વીશ્વભરમાં શહેરી સંસ્કૃતીની અસ્તીત્વ ટકાવી રાખવાની અસલામત જીવન પ્રથામાં સલામતી શોધવામાં હોય છે. પોતાની મુળ ગ્રામીણ સંસ્કૃતીએ બક્ષેલી સામાજીક સલામતી જેવી સંયુક્ત કુટુંબ, જ્ઞાતીપ્રથા,અને સામાજીક સંકુચીત માનસીકતાએ (Parochialism) બક્ષેલી સદીઓની સલામતી એક જ ઝાટકે શહેરીજીવન પધ્ધતીની વ્યક્તીવાદી સામાજીક પ્રથાએ તેને એકલો અટુલો (Alienated) અસલામત બનાવી દીધો છે.

શહેરી મધ્યમવર્ગના ટોળાને કાયદાના શાસનથી જે સલામતી મળતી નથી તે સલામતી ઉગ્રહીંદુત્વવાદી નેતાઓના ઉદ્રગારોમાં મલે છે. " બે દાયકા પહેલાં અમે પેલાઓને સબક શીખવાડી દીધો છે.માટે અમારા શાસનમાંજ તમારી મા– બહેનોની સલામતી છેં ".

૧૫૦ રૂ લીટર પેટ્રોલ,૧૪૦૦ રૂ ગેસનો બોટલ, મોંઘવારી કે બેરોજગારી જેવા કોઇ મુદ્દા મહત્વના છે જ નહી. આપણી ૮૦ ટકા હીંદુ બહુમતી વસ્તીને પેલા પંદર વીસ ટકાના ભયમાંથી સલામતી તો અમારા સિવાય કોણ આપી શકવાનું હતું?

શહેરી ઔધ્યોગીક સંસ્કૃતીની દેન રૂપ તમામ આધુનીક વ્યવસાયો જેવાકે વકીલાત,ચાર્ટડ– એકાઉન્ટન્ટ, પ્રોફેસર,તમામ પ્રકારના બુધ્ધીજીવીઓ, એન્જીન્યર,બેંન્કીંગ,તમામ ઔધ્યોગીક સાહસો જેવાકે હીરા અને ટેક્ષટાઇલ ઉધ્યોગના સંચાલકો,અને શહેરી બજારી માનસીકતા આધારીત, White collars People– વી. એ બીજેપી– આરએસએસ પ્રેરીત ઉગ્ર હીંદુ રાજ્યસત્તાને પોતાનો કમ્ફર્ટ ઝોન ગણે છે. બાકી તો આ ' ન્યુ રીચ' ને લોકશાહી–સંસદીય પ્રણાલીવાળા કલ્યાણરાજ્યમાં(Welfare State) ફક્ત રાજકીય અસ્થીરતા, સામાજીક અંધાધુધી, અને રાજ્ય સંચાલીત આર્થીક નાદારી જ દેખાય છે.

     ફ્રાંસની બુઅર્ઝવાઝી જનક્રાંતીએ વીકસાવેલા માનવ મુલ્યો(જેવા કે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ)સામે સતત બળવત્તર બની રહેલી આ મધ્યમવર્ગીય પ્રત્યાઘાતી માનસીકતાથી ભયંકર જોખમ પેદા થઇ ગયું છે. છેલ્લા ત્રણસો વર્ષમાં વીશ્વના તમામ લોકશાહી દેશોમાં (અમેરીકા, ઇગ્લેંડ અને ભારત સહીત)વીકસેલી લોકપ્રતીનીધી સ્વરૂપની સંસદીય કે પ્રમુખશાહી પ્રથાને બચાવપક્ષના પાંજરામાં ઉભી કરી દીધી છે.

       મધ્યમવર્ગીય માનસીકતા એક જમાનામાં જે તમામ પ્રકારના ' જેસે થે' વાદીઓ સામે ઉગ્રપરીવર્તનના મશાલચી તરીકે ઉભરી આવી હતી તે આજે લોકશાહી જગતમાં ઘડીયાળના કાંટા પાછા ફેરવવા સતત શક્તીશાળી બનતી જાય છે. સદર તમામ દેશોની રાષ્ટ્રીય– જાહેર સંપત્તીનું આધીપત્ય, ઉપભોગ અને વહેંચણીનું થોડાક ' ન્યુરીચ' વર્ગમાં કેન્દ્રીકરણ થઇ જાય તેવી રાજકીય વ્યવસ્થાને મધ્યીમ વર્ગીય માનસીકતાનો ફક્ત ટેકો નથી.તેનું પોતાનું હીત પણ તેમાં સમાયેલું છે તે હકીકત બરાબર સમજી ગયો છે.

      તેણે તમામ પ્રકારના એટલકે સામાજીક, રાજકીય, આર્થીક અને ધાર્મીક એકહથ્થુસત્તાવાદને પોતાનો કાયમી સલામતી માટેનો બંકર (Bunker) બનાવી દીધો છે.તે સામાજીક અસમાનતાને ઇશ્વરદત્ત ગણે છે.સમાજમાં સ્થાપીત હીતોએ બે નાગરીકો વચ્ચે સર્જન કરેલી નફરતની દીવાલોમાં આ 'ન્યુરીચને'(હીંદુ મધ્યમવર્ગીય પ્રત્યાઘાતી બુઅર્ઝવાઝીને) અન્ય ની:સહાયોની ક્રુરતાના આર્તનાદમાં(Sadistic Pleasure)આનંદ માણવો ગમે છે.

 માનવવાદી મુલ્યોની વર્તમાનસદીમાં ચીંતાજનક પીછેહઠએ ફક્ત ભારતની સમસ્યા નથી. સમસ્યા વૈશ્વીક છે. રોગની અસરો જો કોવીડ–૧૯ની માફક વૈશ્વીક(Pandemic) હશે તો સ્થાનીક કક્ષાએ થાળી વગાડવાથી, મશાલ સળગાવવાથી કે ગો કોરોના ગો કોરોનાના નારા લગાવવાથી ઉપાય નહી સુઝે! .રેનેશાંવાળા વૈશ્વીક ચીંતનની જરૂરત છે.

 

 


--

Friday, December 16, 2022

આપણે બધા કેમ ભુલી ગયા આપણા ભવ્ય પાદુકા રાજ્ય સંચાલનના વારસા ને!


આપણે બધા કેમ ભુલી ગયા આપણા ભવ્ય પાદુકા રાજ્ય સંચાલનના વારસા ને!

 રામાયણનો એક હિંદુ ધર્મ પુસ્તક તરીકે સંદેશ હોય તો એક માત્ર સંદેશ છે કે ' ભારતને ફક્ત પાદુકા રાજ્ય વ્યવસ્થા જ માફક આવે છે. પાદુકા રાજ્ય એટલે રાજાની ગેરહાજરીમાં અને પણ પ્રજાની રાજાની ભક્તીથી ચાલતી રાજ્ય વ્યવસ્થા!

સને ૧૯૫૦થી દેશમાં બંધારણમાં આમેજ  લોકશાહી મુલ્યો આધારીત રાજ્યવ્યવસ્થા જેનો પાયો પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ શરૂ કરલો તેનો વિકલ્પ દેશે ' ગુજરાત મોડેલ' માં શોધી કાઢયો છે. ગુજરાત ,મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને આસામ વિ, રાજ્યોમાં 'પાદુકા'  દિલ્હીથી મોકલવામાં આવે છે. જ્યાંસુધી 'પાદુકા'ની પુજા, અર્ચના અને દિલ્હી માન્ય ગુણગાન ચાલુ રાખવમાં આવે ત્યાં સુધી 'પાદુકા' ને ભજનારા, પુજનારા, અર્ચના કરનારા બદલવામાં આવતા નથી.

ગજરાતના ' પાદુકા મોડેલ' નો દેશના સને ૨૦૨૪ના મતદારો માટેનો સંદેશો ' આપણા સલામતી ' પાદુકા રાજ્ય'ના વહીવટમાં છે. દેશના નાગરીકોનું ભાવી તેમના સશક્તીકરણમાં નહી પણ 'પાદુકા રાજ્ય'ના સશકતીકરણમાં છે. આપણા દેશમાં પશ્ચીમી લોકશાહી માનવકેન્દ્રી બંધારણીય રાજ્યવ્યવસ્થાએ શરૂ કરેલ તમામ આધુનીક સંસ્થાઓના કાયમી સર્વનાશ માટે ' પાદુકા રાજ્ય' અનીવાર્ય છે. " LONG LIVE PADUKA RAJAY."

--

Thursday, December 8, 2022

શું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મશ્લાઘા(Narcissism) અને આત્મરતીવૃત્તી(Narcissistic Attitude) જેવા માનસીક રોગના શિકાર બની ગયા છે?

શું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મશ્લાઘા(Narcissism) અને આત્મરતીવૃત્તી(Narcissistic Attitude) જેવા માનસીક રોગના શિકાર બની ગયા છે?

અમેરીકાના મેરીલેંડ રાજ્યની રાજધાની બાલ્ટીમોર શહેરમાં આવેલ જ્હોન હોપકીન્સ હોસ્પીટલના મનોચીકીત્સક ડૉ. જ્હોન ગાર્ટનરે( John Gartner, a psychotherapist at Johns Hopkins Hospital in Baltimore)અમેરીકન ભુતપુર્વપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વ્યક્તીત્વમાં ઉપર મુજબનું માનસીક વલણ તરતજ નજરે પડતું હતું. According to him, Donald Trump is a clear example of this disorder.સદર મનોચીકિત્સક ડૉનું બિનદાસ તારણ હતું કે આ રોગ માટેની કોઇ સારવાર નથી.આ રોગનો શિકાર બનેલ દર્દી જીંદગીભર ઇચ્છે તો પણ તેની અસરોમાંથી મુક્ત થઇ શકતો નથી. Moreover, something that he didn't hesitate to point out was that this condition has no treatment. It's irreversible.

 જર્મન  મનોવૈજ્ઞાનીકDr Eric fromm ડૉ એરીક ફ્રોમે Malignant Narcissism દુષ્ટ, કપટી, દ્વેષી, જીવલેણ આત્મશ્લાઘા અને Narcissistic Attitude- આત્મરતીવૃત્તી ધરાવતા વ્યક્તીના નીચે મુજબના લક્ષણો શોધી કાઢયા છે.એરીક ફ્રોમની દ્રષ્ટીએ માનવજાતે ચાર હાનીકારક અનીષ્ટો શોધી કાઢયા છે. જેવાકે ()માનવ સર્જીત અનીષ્ટ જેવાકે યુધ્ધ, પોતાના સીવાય અન્ય માટે નફરત, ખુન, જુઠ્ઠાણું, ભષ્ટાચાર(૨)દૈવી વળગાડ ભુત પ્રેત.નો શરીર પ્રવેશ,(૩) કુદરતી અનીષ્ટો જેવાં કે ધરતીકંપ, હરીકેન્સ, ટોરપીડો વિ.(૪) જંગલમાં થતો એકબીજા પ્રાણીઓની  સજીવ હીંસા. એરીક ફ્રોમના તારણ પ્રમાણે કપટી આત્માશ્લાઘા એ માનવજાતને મળેલું પાંચમું દુષણ છે. તેના લક્ષણો નીચે મુજબ વ્યક્તીમાં હોય છે.

(આવી વ્યક્તી પોતાની જાતને ભુતકાળમાં થઇ ગયેલા ને વર્તમાનમાં તેની સાથે જીવનારા તમામ કરતાં પોતાની જાતને હંમેશાં ચઢીયાતો જ મહેસુસ કરે છે. અને અન્ય પાસે સતત તેવી ખેવના રાખે છે. તેને ક્યારેય સાથીદારો(? ખરેખર તેને કોઇ સાથીદાર હોતો જ નથી.) સહીત કોઇના પ્રત્યે સહાનુભુતી કે સહભાવ હોતો નથી. જે હોય છે તે પોતાના સ્વાર્થની સીડી ચઢવા માટે જ હોય છે.સને ૧૯૬૪માં એરીક ફ્રોમે આત્મશ્લાઘી વ્યક્તીત્વના લક્ષણો જણાવતાં કહ્યું હતું કે તે ' શબ્દોનો આડંબર કરતો,સાચા અર્થમાં અસામાજીક( બીનલોકશાહી વલણો ધરાવતો) અને દુશ્મનાવટ ભરેલા વર્તનથી તેનું વ્યક્તીત્વ ખદબદ હશે. તેના વીચાર, વાણી અને વર્તનમાં ક્યારેય માનવ અનુકંપા લેશમાત્ર નહી હોય. હા! તે લાગણીશીલ દંભ બતાવવામાં શ્રૈષ્ઠ એકટર હોય છે.અને તે સતત કાવતરાખોર, કુટનીતીજ્ઞ અને આધુનીક ચાણક્ય તરીકે પોતાની જાતને ઓળખાવે છે.(He described it as a condition in which an individual is characterized by grandiloquent, antisocial, and hostile behavior.... The people who have it dehumanize every scenario they're in. Their lack of empathy and Machiavellianism( સતત ષડયંત્ર રચનાર, કુટનીતીજ્ઞ, ચાણક્ય) could harm people. આવા વ્યક્તીઓ હીંસક કાર્યો કરવા અને કરાવવા માહેર હોય છે.( The one where individuals are capable of performing violent acts. However, Fromm was a pioneer in his attempt to make it clear that narcissism is the root of many harmful human behaviors.)

આંત્યતીક આત્મશ્લાઘાવાળું વ્યક્તીત્વ અને અસામાજીક વર્તણુકો એક બીજાના સહોદર હોય છે.

(Extreme narcissism and antisocial behavior Hence, malignant narcissism is a combination between the most pronounced narcissism and that antisocial behavior so common in psychopathy It is a neuropsychiatric disorder marked by deficient emotional responses, lack of empathy resulting in persistent antisocial deviance and criminal behavior.)

·         A huge feeling of grandiosity (ભવ્ય, મોટાઇ, ભવ્યતાની છાપ ઉભી કરવી)

·         Lack of empathy.( સહાનુભુતીનો અભાવ)

·         Lack of remorse. ( પશ્ચાતાપ કે પરીતાપનો અભાવ)

·         Impulsiveness.( આવેગી, મનમોજી, લાગણીજન્ય)

·         Disdain( ધિક્કાર,નફરત, અણગમો, તિરસ્કાર) for other people's rights.

·         A tendency for deception (છેતરપીંડી, દગો કરવો,ખોટીવાત ગળે ઉતારવી, ઠગાઇ, છળકપટ કરવી) and destructive ( વિનાશક, ખંડનાત્મક, નાશકરનારો,) behavior.

 "They feel powerful due to those qualities that they believe were given to them at birth. I'm better than you, therefore I don't need to prove anything. I don't need to interact with anyone or make any effort either. I move further and further away from reality the more I maintain this image of greatness."

 

આવી વ્યક્તીઓને મનોવીજ્ઞાનમાં Paranoid તરીકે ઓળખવામાં આવે છે. તેના મુખ્ય લક્ષણો– અવિશ્વાસઅનેવહેમી, લોકોને નુકશાન પહોંચાડવાની પ્રવૃત્તીમાં સતત રસ ધરાવતા  હોય છે. પરપીડનનો ટેકેદાર, ક્રુરરીતે અન્યોને રંજાડવામાં આનંદ ધરાવનાર હોય છે. આત્મશ્લાઘી વ્યક્તીત્વ હીટલર ને મુસોલીની બનવા ફક્ત સંજોગો ને સમયની રાહ જોતા હોય છે.(Malignant narcissists only require the right circumstances to become tyrants)

: 5 Causes of Narcissistic Personality Disorder

આવી વ્યક્તીઓ સતત છુપી લઘુતાગ્રંથી સખત પીડાતા હોય છે. સાથીદારો તથા તમામ માનવ જીવનના ક્ષેત્રોમાં પોતાનીથી  અન્યોની સીધ્ધીઓને ક્યારેય સાંખી શકતા નથી.( Many hidden traits that denote feelings of inferiority.)

આત્મશ્લાઘી વ્યક્તીત્વના ઘડતરમાટે તેમનો બાળપણનો ઉછેર મુખ્યત્વે જવાબદાર હોય છે.સતત નીંદનીંય, ઠપકાપાત્ર અને નફરત સાથેનો બાળઉછેર,આવી ગુનાહીત લાગણીમાંથી વિકૃતી જન્મ લે છે કે હું તમારા બધા કરતાં ચઢીયાતો થઇશ. બાળઉછેરમાં મળેલો અનાદર,અવગણના અને ઉપેક્ષા બાળકના મનોજગતમાં પોતાની અને તેની દુનીયા વચ્ચે એક દિવાલ બનાવી દે છે.જે મનોવૈજ્ઞાનીક દિવાલનું નામ છે આત્મશ્લાઘા.સદર લક્ષણ તે વ્યક્તીની તમામ નબળાઇઓને માનસીક રક્ષણ આપતો કીલ્લો બની જાય છે.

આ મનોવૈજ્ઞાનીક વિષયમાં વધુ રસ ધરાવનાર મિત્રોને આ એરીક ફ્રોમની યુ ટયુબ વિડીયો જોવા વિનંતી છે.

U tube on Psychology of Narcissism by Eric fromm.

 

 


--

“ કોગ્રેંસ અને આમ આદમી પાર્ટી, બંનેને ફાંસીએ લટકાવી દો!

 

(૧) " કોગ્રેંસ અને આમ આદમી પાર્ટી, બંનેને ફાંસીએ લટકાવી દો! કારણકે બંને રાજકીય પક્ષો, (અથવા દેશના ભાજપ સીવાયના તમામ રાજકીય વિરોધ પક્ષો) દેશના સલામતી અને વિકાસ માટે અડચણરૂપ છે." યોગી આદિત્યનાથ ઉવાચ– અમદાવાદ જીલ્લાના ધોળકા શહેરની ચુંટણી સભામાં–

(૨) મારા ઉત્તરપ્રદેશમાં આવીને જુઓ– મેં ધંધાકીય હુલ્લડખોરોને બુલડોઝર ફેરવી નેસ્તનાબુદ કરી દીધા છે. ખેડાની સભામાં ઉવાચ.

(૩) "The Congress and Aam Aadmi Party, which are hurdles to the country's security and development, hang them to death and end their existence (usko phaansi par daal dijiye, samapt kardi jiye)," તે બંનેને ઉસકો ફાંસી પર ડાલ દીજીએ, સમાપ્ત કર દીજીએ. સૌ. તા. ૪–૧૨–૨૨ ઇન્ડીયન એકપ્રેસ.

(૪) આજ દિવસના ઇન્ડીયન એકપ્રેસમાં બીહારની રાજધાની પટના હાઇકોર્ટના માનનીય ન્યાયાધીશ શ્રી સંદીપ કુમારે પટના શહેરના આગમકુન પોલીસસ્ટેશન(the Agamkuan police of Patna)ના અધીકારીઓએ એક નાગરીકના ઘરપર જમીન માફીઆ પાસેથી લાંચ લઇને બુલડોઝર ફેરવી દીધા પર નીચે મુજબની સખત ટીપણી કરી હતી.( Tamasha bana diya hai: Patna High Court slams police for bulldozer action-)

 

(૫) શું યુપી ની માફક અહીયાં પણ કાયદો હાથમાં લઇને બુલડોઝરવાળી કરવા માંડી છે? તમે બધા શું સમજો છો? કોર્ટોજ બંધ કરાવી દો ને? સીવીલ કોર્ટ બંધ કરાવી દો? વધારામાં જેના ઘર પર બુલડોઝર ફેરવી દીધું છે તેના પર એફઆઇઆર દાખલ કરી દીધી છે?

(૬)જજજ સાહેબે વધુમાં સરકારી વકીલ ને ક્હયુ કે તમારા જીલ્લા પોલીસ વડાને જાણ કરજો કે સદર પોલીસ સ્ટેશનના ઘુસલેનારા તમામ પોલીસ અધીકારીઓની જાન લઇને' બારાત લેકર' તા.૮મી ડીસેમ્બરે આવી જજો. હું દરેક ઘુસ લેનારને તેમની અંગત મુડી કે મીલકતમાંથી પાંચ લાખનો દંડ કરવાનો છું. બીજો સખત હુકમ એવો કરીશ જે તમારા આવા કૃત્યો કાયમી નહી કરવાનો સબબ શીખવાડશે!

(૭) સરકારી નોકરશાહી તંત્રનો રાજકીય સત્તા ટકાવવા અને અમર્યાદીત રાજકીય એકહથ્થુ સત્તા એક કે બે નેતાઓના હાથમાં એકત્ર કરવામાં આવે તો લાંબે ગાળે નીર્દોષ નાગરીકોનું શું થાય ? તેનો દાખલો બીહારનું પોલીસ તંત્ર પુરુ પાડે છે.

(૮) ડબલએન્જીનવાળી મોદી–અમીત શાહ સરકારે ગુજરાતના સુરત શહેરમાં તા. ૧લી ડીસેમ્બરના રોજ મતદારોની મતદાન કર્યાની નીશાનીની  હજુ સહી સુકાય તે પહેલાં કાપડ અને હીરા ઉધ્યોગના વેપારીઓ પર ઇનકમટેક્ષના દરોડા પાડીને સાબીત કર્યુ કે જોઇલો! અમરા એક જ ઇશારે કોને કેટલા કઠપુતલીની માફક નચાવી શકીએ છીએ!

(૯) માટે જ યોગીજી ને કોગ્રેંસ અને આપ પાર્ટીને દેશની નહી પણ ભાજપની સલામતી અને વીકાસ માટે ફાંસીએ લટકાવવા છે!

 


--

તો પછી સજીવ એટલે શું?

તો પછી સજીવ એટલે શું?

શરીરમાં આત્માનું અસ્તીત્વ છે? હોય તો શરીરમાં તેનું ભૌતીક રીતે રહેવાનું અંગ કયું? શરીરમાં આત્મા ક્યારે પ્રવેશ પામે છે અને ક્યારે તે શરીરની બહાર નીકળી જાય છે? જવાબ. આત્માનું કોઇ અસ્તીત્વ નથી.પૃથ્વી પરના તમામ સજીવો માત્ર ને માત્ર ભૌતીક એકમો છે. ભૌતીક પદાર્થોના જ બનેલા છે.

 સદર ચર્ચા આપણે વિગતે કરી ચુક્યા છે. ૨૨ નવેંબરનારોજ ડૉ વલી સાહેબે તે વીષય અંગે ભાગ– બે માં નીચેના પ્રશ્નોના જવાબ આપ્યા છે.તેમજ અન્ય મીત્રોએ ચર્ચા કરી હતી.

તો પછી સજીવ એટલે શું? આત્મા સીવાય શરીર સજીવ કેવી રીતે કામ કરતું થાય છે? સ્રી બીજ અને પુરૂષ વીર્યના સંયોજનમાંથી સજીવતા( જીવન-Life) કેવી રીતે ઉત્પન્ન થાય છે? શું કાળામાથાનો માનવી બે નીર્જીવ પદાર્થોમાંથી એક સજીવ કોષ બનાવી શકે છે?

(1)  દરેક સજીવ જન્મે છે એક ભૌતીક જૈવીક કોષ તરીકે નહી કે સ્રી કે પુરૂષ તરીકે? સ્રી કે પુરૂષ તરીકે જીવવું એ ઐતીહાસીક અને સાંસ્કૃતીક ઘટના છે. "Baby girls are manufactured as the woman by the Patriarchal society." – Simone de Beauvoir. Well-known Author of the book "The Second Sex."

(2)  વલી સાહેબ, તમે એક ગાયનેકોલોજીસ્ટ તરીકે વેબીનારમાં સમજાવો કે કેવી રીતે કૃત્રીમ ગર્ભધાન( ટેસ્ટ ટયુબ) યુ ટયુબ વીડીયોની મદદથી થાય છે?

(3)   સૌ પ્રથમ યુટયુબ વીડીયોની મદદથી કુદરતી રીતે ગર્ભધાનની પ્રકીયા સમજાવી. ગર્ભાશયમાંથી ગર્ભબીજ પ્રતી માસે એક વાર જ કેવી રીતે નીકળી ગર્ભનળી(ફેલોપાઇન ટયુબ) માં આવે છે તે બતાવ્યું. ગર્ભનળીમાં સ્રી–પુરૂષ સંભોગને કારણે હાજર રહેલી સલામત થાપણ,પુરૂષના લાખ્ખો શુક્રાણુઓમાંથી ફક્ત એક જ શુક્રાણુ ગર્ભનળીમાં રહેલા સ્રી બીજ ને મળીને ફલીન થાય છે. ફલીનીકરણ ગર્ભનળીમાં થઇને પોતાના સક્રીય પ્રયત્નોથી તે ગર્ભાશયમાં પ્રવેશ પામી તેની દિવાલ પર ચોંટી જાય છે અને પછી ક્રમશ; વીકાસ પામે છે. ફલીનીકરણ પછી પેલી ગર્ભનળીનો ગર્ભશાય સાથે જોડાયેલો માર્ગ નવમાસના સમય માટે બંધ થઇ જાય છે. માનવગર્ભ પછી માતાના ગર્ભશાયમાં વીકાસ પામે છે.

(4)   ગર્ભધાનની સદર ક્રીયા દરેક સસ્તન પ્રાણીઓમાં અનિવાર્ય છે. કુદરતી છે. ભૌતીક છે.તેમાં કોઇ બહારની દૈવીકે ઇશ્વરી પરિબળ ચંચુપાત કરી શકતું નથી.( દરેક ધર્મોમાં અવતારી દેવ– દેવીઓ સદર જૈવીક પ્રક્રીયા સિવાય ચમત્કારીક રીતે જ જન્મેલાં હોય છે.) શરૂઆતને તબક્કે આશરે પ્રથમ એક માસના સમયગાળામાં કોઇપણ સસ્તન માદાપ્રાણીઓના ગર્ભમાં અને માનવ ગર્ભમાં જૈવીક રીતે ઓળખ એટલી એકસરખી અને એકરૂપ હોય છે કે તેમાં કોઇ જ તફાવત સુક્ષ્મ રીતે પણ ઓળખવો સરળ નથી.આ બધા જુદા જુદા પ્રાણીઓના ગર્ભોમાં તેટલી ભૌતીક સામ્યતા હોય છે. બતાવતો ફોટો અત્રે મુકેલ છે.  

(5)  માનવ ગર્ભની જાતિ, લિંગભેદ( સ્રી કે પુરૂષ) કેવી રીતે નક્કી થાય છે? લિંગભેદ નક્કી કરવા કોણ જવાબદાર? સ્રી કે પુરૂષ? કેવી રીતે? સદર યુ ટયુબ વીડીયોમાં સ્રી બીજ અને પુરૂષના શુક્રાણુનું સંયોજન કેવી રીતે થાય છે તે જીવંત બતાવવામાં આવ્યું હતું. સદર સંયોજન કોઇ નિયમને આધીન  નથી.( It is totally the RANDOM ACT.) ફક્ત એક્ષ અને વાય રંગસુત્રોનું જ સંયોજન થાય તેવું સંશોધન થયેલ છે.પણ કાયદાકીય રીતે આપણા દેશમાં તે પ્રતીબંધ છે. તેવું નીવેદન ડૉ વલી સાહેબનું હતું. સ્રી બીજમાં ૨૩એક્ષએક્ષ (23XXChromosomes)જોડીનાં રંગસુત્રો હોય છે.જ્યારે પુરૂષના શુક્રાણુમાં ૨૩એક્ષવાય(23 XY)જોડીના રંગસુત્રો હોય છે.

(6)   આ ફલીનીકરણની ક્રીયામાં બે એક્ષ રંગસુત્રોનું ફલીનીકરણ થાય( એક એક્ષ રંગસુત્ર સ્રીનું અને બીજું એક્ષ રંગસુત્ર પુરૂષનું) તો તે સ્રી–લીંગ ગર્ભ બને છે. અને જો એક એક્ષ(સ્રીનું) અને એક વાય(પુરૂષનું) રંગસુત્રોનું સંયુક્ત ફલીનીકરણ થાય તો પુરૂષ–લીંગ અસ્તીત્વમાં આવે! આમ ફલીનીકરણ બીજની જાતી કે લીંગ પુરૂષના એક્ષ કે વાય રંગસુત્રો નક્કી કરે છે તે સનાતન વૈજ્ઞાનીક સત્ય છે. જેને કોઇપણ ધર્મોએ સ્વીકાર્યું નથી.અને દીકરીના જન્મ માટે તેની માતાને જવાબદાર ગણીને સદીઓથી સ્રીઓને ધાર્મીક સત્યોએ અને ધર્મોએ પેદા કરેલ પુરૂષપ્રધાન સંસ્કૃતીએ ભયંકર અમાનુષી અત્યાચારો સ્રીઓને કર્યા છે અને હજુ કરતા આવ્યા છે.

(7)   ભારતમાં તમામ આર એસ એસ અને ભાજપના નેતૃત્વના વીચારો અને વર્તનમાં, હીંદુ સ્રીઓનું મહત્વ ફક્ત ને ફક્ત પુરૂષ બાળકો પેદા કરનારી ફેકટરીથી વધારે લેશમાત્ર નથી.(ભલે દંભ તેનાથી વીરૂધ્ધનો કરે!) અંગત કૌટુબીક જીવનમાં આ હીંદુધર્મના ઠેકેદારોને ત્યાં પ્રમાણમાં વધુ બાળકો હોય છે. કુટુંબનીયોજન તે બધાને વર્જય હોય છે.

(8)   આફ્રીકાના જંગલમાં સૌથી વધુ વસ્તી ઘાસચારા પર જીવન જીવનાર હરણ, ભેંસો વિ.પ્રાણીઓની હોય છે. તે બધાના ટોળા હોય છે. જ્યારે તેમની હીંસા કરી જીવનારા સીંહ,ચીંતા વી.ની વસ્તી પેલા બધા ટોળાની સરખામાણીમાં ઘણી મર્યાદિત હોય છે. તેનું કારણ મારો લેખ વાંચનારે શોધી કાઢવું પડશે!

(9)    રંગસુત્રોના જીવકોષના કેન્દ્રની જોડીમાં આનુવંશિક લક્ષણો(GENES)વહન કરનારાં હોય છે. સદર રંગસુત્રો(DNA) જૈવીક ઉત્ક્રાંતીની દેન છે. તે બધા લાખો વર્ષોના જૈવીક સંઘર્ષમાંથી દર પેઢી દીઠ ઉતરી આવેલા છે.તેમાં થતાકુદરતી– ભૌતીક ફેરફારોને ડાર્વીને તેના ઉત્ક્રાંતીવાદવાદમાં સમજાવ્યા છે. સદર રંગસુત્રોની સામ્યતા અન્ય સસ્તન અને સજીવો સાથે છે. તેને કોઇ લેવાદેવા હીંદુ, મુસ્લીમ કે ખ્રીસ્તી ઓળખ કે વ્યવહારો સાથે લેશ માત્રનો સંબંધ હતો નહી અને આજે પણ નથી જ. રંગસુત્રો(DNA) આધારીત માનવીય વારસો વૈશ્વીક છે, અને રાષ્ટ્રની સીમોથી સંપુર્ણ સ્વતંત્ર છે. ' તેમાં મેરા દેશ મહાન જેવું વાયરસ ગેરહાજર હોય છે' . આ સનાતન પણ જૈવીક સત્ય પેલા ધર્મ અને સંસ્કૃતીઓનું રક્ષણ કરવા નીકળી પડેલા અને તેને આધારે રાજકીય રોટલો શેકવા નીકળી પડેલાને રૂકજાવ કરવા કયા કયા રંગસુત્રોની જરૂર છે?

(10)         અમારા સદર વેબીનારનું તારણ હતું કે દરેક ભૌતીક સજીવ જૈવીક કોષના લક્ષણો– કાર્યોને કોઇ સંબંધ કપોળકલ્પીત પુર્વજન્મ, પુન:જન્મના કર્મો સાથે ક્યારેય હોઇ શકે જ નહી.

(11)  મીત્રો, ખાસ સમજી લો કે માનવ બાળ જન્મ સાથે અન્યસજીવોની માફક તેના રંગસુત્રો આધારીત લક્ષણો લઇને જન્મે છે નહી કે પુર્વજન્મના કર્મો! ગીતા અને હીંદુધર્મ આધારીત વર્ણ– જાતી વ્યવસ્થાને નેસ્તનાબુત કરવા માટે આ નાનુ સરખું વૈજ્ઞાનીક જૈવીક સત્ય બને તેટલી ઝડપે સામાજીક ક્રાંતીની આધારશીલા તરીકે પ્રચાર પ્રસાર કરવાની તાતી જરૂરીયાત સૌથી વધારે આજે છે તેટલી ક્યારેય નહતી !

 


--

રેશનાલીસ્ટ દ્રષ્ટીએ મૃત્યુના ખ્યાલની ચર્ચા.

રેશનાલીસ્ટ દ્રષ્ટીએ મૃત્યુના ખ્યાલની ચર્ચા.

ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસો ના પ્રમુખ શ્રી ડૉ સુજાત વલી દ્રારા સંચાલીત તા. ૧૬મી નવેંબરના રોજ આયોજીત વેબીનારમાં ' મૃત્યુ' સૈધ્ધાંતીક રીતે કોને કહેવાય તેની ચર્ચા હતી. ડૉ વલીએ સૌ પ્રથમ મેડીકલ અને વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત મૃત્યુના ખ્યાલને વાસ્તવીક રીતે સમજવતાં કહ્યુ હતું કે મૃત્યુ એટલે શરીરના અંગોનું કાયમી ધોરણે કામ કરતું બંધ થઇ જવું. અંગ્રેજીમાં તેમણે ખુબજ સરસ અને સહેલો શબ્દ વાપર્યો હતો."IrreversiblePermanent loss of functions.". શરીરના જે અંગો(Body Organs) કાયમ માટે ફરી કામ કરી શકે નહી તેવી સ્થિતી એટલે મૃત્યુ. વધુમાં તેઓએ શરીરના ચાર અગત્યના અંગોની કામ કરવાની પધ્ધતી સમજાવી હતી. હ્રદય, મગજ, ફેફસાં અને કીડની. ખાસ કરીને એકાએક હાર્ટ–ફેઇલયોર્સમાં તાત્કાલીક આશરે ચાર મીનીટની અંદર સીધુ હ્રદયના મસલ્સમાં ખાસ પ્રકારનું ઇજ્કેશન આપવામાં આવે તો હ્રદય સ્વયંસંચાલીત અંગ હોવાથી ચાલુ થઇ શકે છે તેવો દાવો મેડીકલ વીજ્ઞાનનો છે. જે ખોટો નથી.

(1) ચર્ચા આગળ ચાલતાં બીપીન શ્રોફ તરફથી પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે હીંદુ માન્યતા પ્રમાણે જીવનભરના કર્મો (દુન્યવી નૈતીકતા કે વ્યવહાર) સાથે મૃત્યુને કોઇ સંબંધ હોય છે કેમ? જવાબ. ડૉ વલીનો જવાબ હતો  બીલકુલ ના. શરીરના તમામ અંગોના સંચાલનમાં તેના પોતાના ભૌતીક નીયમો હોય છે. જેને શરીરની બાહ્ય વ્યક્તીગત કે સામાજીક પ્રવૃત્તીઓ સાથે કોઇ સંબંધ હોતો નથી.

(2) શું કોઇ ઇશ્વરી કે આધ્યાત્મિક,કે અશરીર પરીબળો માનવ અંગોના સંચાલનમાં તે બધાની પુજા– અર્ચના, પ્રાર્થના, ભક્તિ ,કાકલુદી કરવાથી કે સોનાચાંદીની ભેટ ધરાવવાથી  માનવ અંગોના રોગો અટકાવી શકે? જ. ના.

(3) શરીરમાં આત્માનું અસ્તીત્વ છે? હોય તો શરીરમાં તેનું ભૌતીક રીતે રહેવાનું અંગ કયું? શરીરમાં આત્મા ક્યારે પ્રવેશ પામે છે અને ક્યારે તે શરીરની બહાર નીકળી જાય છે? જવાબ. આત્માનું કોઇ અસ્તીત્વ નથી.પૃથ્વી પરના તમામ સજીવો માત્ર ને માત્ર ભૌતીક એકમો છે. ભૌતીક પદાર્થોના જ બનેલા છે.

(4) મનીષીભાઇ જાની– હીંદુ ધર્મના પાયાના પુસ્તક ગીતામાં તો એક શ્લોકમાં સ્પષ્ટ ઉપદેશ આપવામાં આવ્યો છે કે શરીર નાશવંત છે. આત્મા અમર છે,અવિનાશી છે. તે પાણીમાં ડુબતો નથી,અગ્ની તેને બાળી શકતો નથી.વી.જે તે શરીરના મૃત્યુ પછી તે ખોળીયુ બદલી(જુના શરીરમાંથી નીકળી) નવા શરીરમાં હીંદુ ચાર વર્ણવ્યસ્થા(જેને ગીતાના ઉપદેશ મુજબ શ્રી કૃષ્ણે બનાવી છે)પ્રમાણે તેના ભુતકાળના જીવનના કર્મો પ્રમાણેના વર્ણમાં જન્મ લે છે. જવાબ– દરેક ધર્મોમાં મૃત્યુ પછીના જીવનની માન્યતાઓ જેવીકે સ્વર્ગ– નર્ક, જન્નત– જહનમ, કયામતનો દિવસ, સાલવેશન, ચોરાસીલાખ યોનીનો ખ્યાલ વી, પુરાવા વીહીન ધાર્મીક અંધશ્રધ્ધાઓ છે.જેને માનવ પ્રત્યક્ષ જ્ઞાન અને સમજશક્તીથી સમજાવી શકાય નહી.

(5)  બીપીન શ્રોફ–  તો પછી સજીવ એટલે શું? આત્મા સીવાય શરીર સજીવ કેવી રીતે કામ કરતું થાય છે? સ્રી બીજ અને પુરૂષ વીર્યના સંયોજનમાંથી સજીવતા( જીવન-Life) કેવી રીતે ઉત્પન્ન થાય છે? શું કાળામાથાનો માનવી બે નીર્જીવ પદાર્થોમાંથી એક સજીવ કોષ બનાવી શકે છે?

(6) જવાબ– તા. ૨૨મી નવેંબર સુધી આપને ઇંતેજાર કરવો પડશે! સોરી ફોર ધી ઇન્ટરપ્શન. વેબીનારનું પ્રતી બુધવારે ઇન્ડીયન ટાઇમ પ્રમાણે રાત્રીના ૯–૦૦ વાગે એક કલાક માટે આયોજન કરવામાં આવેલ છે. ત્યાંસુધી ઉપરની ચર્ચાને આધારે ફેસુબક સજ્જન અને સૌમ્ય ચર્ચાને આવકારીએ છીએ.

(7) દરેક સજીવ જન્મે છે એક ભૌતીક જૈવીક કોષ તરીકે સ્રી કે પુરૂષ તરીકે બીલકુલ નહી. સ્રી કે પુરૂષ તરીકે જીવવુ એ ઐતીહાસીક અને સાંસ્કૃતીક ઘટના છે.Baby girls are manufactured as the woman. Does it mean biological difference does not play any role? Does play its role. But we do not want to be subded by the existing socio- political order… Decolonization of anti- women order—Question of liberty & legalizing abortion.- Direction action for promoting Feminism—Mobilization of Public opinion in favor of feminism. Women have to take matters in their own hands without resorting to Laws Enactments..- Even in Communist organization women are treated unequal. .Left parties are dominated by the male.  Feminist issues non- existence in their agenda--. Sexism discrimination on the basis of sex- Racism discrimination based on Races—We have to fight all forms of sexism—Law for anti – sexism discrimination- Reforming entire anti –women mentality-male perspective history should be changed—to what! Fight for two slaveries namely that of Household work & motherhood- washing dishes & open mindedness of men.

 

પ્રીય સાથી ડૉ. સુજાતભાઇ,મનીષીભાઇ જાની અને અવીનાષભાઇ,

 તા. ૧૬મી નવેંબરના 'મૃત્યુ' વિષય પરના વેબીનારની ચર્ચા મેં ફેસબુક પર મુકતાં ઘણો સારો અને હકારાત્મક પ્રતીભાવ મળેલ છે. જે તમે " Bipin Shroff Facebook" પર જોઇ શકશો.

(1)  હવે આપણે તા. ૨૨મી નવેંબરના રોજ ચર્ચા આગળ ચલાવીએ ત્યારે સૌ પ્રથમ સુજાતભાઇ તમારે પ્રથમ IVF દ્રારા ફલીનીકરણ યુટયુબથી સમજાવવાનું છે. આ ઉપરાંત વિષયને અનુકુળ હોય તે બધુ જ.

(2)  મારો,મનીષીભાઇ અને અન્ય સાથી મીત્રોનો અભીગમ આપના જ્ઞાનની મદદથી, જન્મ અને મૃત્યુના ખ્યાલ (Concept)ની આસપાસ જે ધાર્મીક અંધશ્રધ્ધા, વહેમો અને ધાર્મીક રૂઢી– રીવાજો અંગે જુદા જુદા ધાર્મીક સમાજોમાં પ્રવર્તમાન છે તેને વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત સૌમ્ય અને રેશનલ દ્રષ્ટીબીંદુથી રજુ કરવાનો હશે. સમજાવવાનો રહેશે.

(3)  માનવ ગર્ભની જાતિ, લિંગભેદ( સ્રી કે પુરૂષ) કેવી રીતે નક્કી થાય છે? લિંગભેદ નક્કી કરવા કોણ જવાબદાર? સ્રી કે પુરૂષ? કેવી રીતે?

(4)  દરેક સજીવ જન્મે છે એક ભૌતીક જૈવીક કોષ તરીકે સ્રી કે પુરૂષ તરીકે બીલકુલ નહી. સ્રી કે પુરૂષ તરીકે જીવવુ એ ઐતીહાસીક અને સાંસ્કૃતીક ઘટના છે.

(5)  દરેક ભૌતીક સજીવ જૈવીક કોષના કાર્યો શું પુર્વજન્મના કર્મો, જે તે ધર્મના ઇશ્વરો, તેના એજંટો( ધર્મગુરૂઓ, પાદરી,પેગંબર, મોલવી, અને ધાર્મીક પુસ્તકો અને ઉપદેશો આધારીત હોય છે કે કેમ? જૈવીક કોષના કાર્યો કેવી રીતે નક્કી થાય છે? દરેક સજીવ જૈવીક કોષના કાર્યોમાં સમાનતા હોય છે કે ભીન્નતા? શું માનવી ખાસ હેતુ માટે બનાવેલું અન્ય સજીવોથી સ્વતંત્ર કે અલગ ઇશ્વરી સર્જન છે? રંગસુત્રો(Chromosomes) એટલે શું? તેનાં લક્ષણો તે એક પેઢીમાંથી બીજી પેઢીમાં કેવી રીતે હસ્તાંતર (Transfer) થાય છે?

મનીષીભાઇને વીનંતી કે તમે સ્રી મુક્તીને ઉજાગર કરતું નાનું સરખુ પણ અતિમહત્વનું પુસ્તક' ' પીંજરના પંખી' ગુજ રે એસો ના સહકારથી ગુજરાતી ભાષામાં પ્રકાશીત કરેલ છે. સુજાતભાઇએ શરૂ કરેલી ચર્ચાને વધુ જ્ઞાનવર્ધક ને તર્કપુર્ણ બનાવવા માટે આ નીચે રજુ કરેલ વાક્યના સંદર્ભમાં હવે પછીનો વેબીનાર કરો. તેવી મારી સૌને આગ્રહભરી વિનંતી છે. 

--

Thursday, November 17, 2022

રેશનાલીસ્ટ દ્રષ્ટીએમૃત્યુના ખ્યાલની ચર્ચા.

રેશનાલીસ્ટ દ્રષ્ટીએ મૃત્યુના ખ્યાલની ચર્ચા.

ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસો ના પ્રમુખ શ્રી ડૉ સુજાત વલી દ્રારા સંચાલીત તા. ૧૬મી નવેંબરના રોજ આયોજીત વેબીનારમાં ' મૃત્યુ' સૈધ્ધાંતીક રીતે કોને કહેવાય તેની ચર્ચા હતી. ડૉ વલીએ સૌ પ્રથમ મેડીકલ અને વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત મૃત્યુના ખ્યાલને વાસ્તવીક રીતે સમજવતાં કહ્યુ હતું કે મૃત્યુ એટલે શરીરના અંગોનું કાયમી ધોરણે કામ કરતું બંધ થઇ જવું. અંગ્રેજીમાં તેમણે ખુબજ સરસ અને સહેલો શબ્દ વાપર્યો હતો."IrreversiblePermanent loss of functions.". શરીરના જે અંગો(Body Organs) કાયમ માટે ફરી કામ કરી શકે નહી તેવી સ્થિતી એટલે મૃત્યુ. વધુમાં તેઓએ શરીરના ચાર અગત્યના અંગોની કામ કરવાની પધ્ધતી સમજાવી હતી. હ્રદય, મગજ, ફેફસાં અને કીડની. ખાસ કરીને એકાએક હાર્ટ–ફેઇલયોર્સમાં તાત્કાલીક આશરે ચાર મીનીટની અંદર સીધુ હ્રદયના મસલ્સમાં ખાસ પ્રકારનું ઇજ્કેશન આપવામાં આવે તો હ્રદય સ્વયંસંચાલીત અંગ હોવાથી ચાલુ થઇ શકે છે તેવો દાવો મેડીકલ વીજ્ઞાનનો છે. જે ખોટો નથી.

(1)    ચર્ચા આગળ ચાલતાં બીપીન શ્રોફ તરફથી પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે હીંદુ માન્યતા પ્રમાણે જીવનભરના કર્મો (દુન્યવી નૈતીકતા કે વ્યવહાર) સાથે મૃત્યને કોઇ સંબંધ હોય છે કેમ? જવાબ. ડૉ વલીનો જવાબ હતો  બીલકુલ ના. શરીરના તમામ અંગોના સંચાલનમાં તેના પોતાના ભૌતીક નીયમો હોય છે. જેને શરીરની બાહ્ય વ્યક્તીગત કે સામાજીક પ્રવૃત્તીઓ સાથે કોઇ સંબંધ હોતો નથી.

(2)    શું કોઇ ઇશ્વરી કે આધ્યાત્મિક,કે અશરીર પરીબળો માનવ અંગોના સંચાલનમાં તે બધાની પુજા– અર્ચના, પ્રાર્થના, ભક્તિ ,કાકલુદી કરવાથી કે સોનાચાંદીની ભેટ ધરાવવાથી  માનવ અંગોના રોગો અટકાવી શકે? જ. ના.

(3)    શરીરમાં આત્માનું અસ્તીત્વ છે? હોય તો શરીરમાં તેનું ભૌતીક રીતે રહેવાનું અંગ કયું? શરીરમાં આત્મા ક્યારે પ્રવેશ પામે છે અને ક્યારે તે શરીરની બહાર નીકળી જાય છે? જવાબ. આત્માનું કોઇ અસ્તીત્વ નથી.પૃથ્વી પરના તમામ સજીવો માત્ર ને માત્ર ભૌતીક એકમો છે. ભૌતીક પદાર્થોના જ બનેલા છે.

(4)    મનીષીભાઇ જાની– હીંદુ ધર્મના પાયા પુસ્તક ગીતામાં તો એક શ્લોકમાં સ્પષ્ટ ઉપદેશ આપવામાં આવ્યો છે કે શરીર નાશવંત છે. આત્મા અમર છે,અવિનાશી છે. તે પાણીમાં ડુબતો નથી,અગ્ની તેને બાળી શકતો નથી.વી.જે તે શરીરના મૃત્યુ પછી તે ખોળીયુ બદલી(જુના શરીરમાંથી નીકળી) નવા શરીરમાં હીંદુ ચાર વર્ણવ્યસ્થા(જેને ગીતાના ઉપદેશ મુજબ શ્રી કૃષ્ણે બનાવી છે)પ્રમાણે તેના ભુતકાળના જીવનના કર્મો પ્રમાણેના વર્ણમાં જન્મ લે છે. જવાબ– દરેક ધર્મોમાં મૃત્યુ પછીના જીવનની માન્યતાઓ જેવીકે સ્વર્ગ– નર્ક, જન્નત– જહનમ, કયામતનો દિવસ, સાલવેશન, ચોરાસીલાખ યોનીનો ખ્યાલ વી, પુરાવા વીહીન ધાર્મીક અંધશ્રધ્ધાઓ છે.જેને માનવ પ્રત્યક્ષ જ્ઞાન અને સમજશક્તીથી સમજાવી શકાય નહી.

(5)     બીપીન શ્રોફ–  તો પછી સજીવ એટલે શું? આત્મા સીવાય શરીર સજીવ કેવી રીતે કામ કરતું થાય છે? સ્રી બીજ અને પુરૂષ વીર્યના સંયોજનમાંથી સજીવતા( જીવન-Life) કેવી રીતે ઉત્પન્ન થાય છે? શું કાળામાથાનો માનવી બે નીર્જીવ પદાર્થોમાંથી એક સજીવ કોષ બનાવી શકે છે?

(6)    જવાબ– તા. ૨૨મી નવેંબર સુધી આપને ઇંતેજાર કરવો પડશે! સોરી ફોર ધી ઇન્ટરપ્શન. વેબીનારનું પ્રતી બુધવારે ઇન્ડીયન ટાઇમ પ્રમાણે રાત્રીના ૯–૦૦ વાગે એક કલાક માટે આયોજન કરવામાં આવેલ છે. ત્યાંસુધી ઉપરની ચર્ચાને આધારે ફેસુબક સજ્જન અને સૌમ્ય ચર્ચાને આવકારીએ છીએ. 


--