Thursday, November 17, 2022

રેશનાલીસ્ટ દ્રષ્ટીએમૃત્યુના ખ્યાલની ચર્ચા.

રેશનાલીસ્ટ દ્રષ્ટીએ મૃત્યુના ખ્યાલની ચર્ચા.

ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસો ના પ્રમુખ શ્રી ડૉ સુજાત વલી દ્રારા સંચાલીત તા. ૧૬મી નવેંબરના રોજ આયોજીત વેબીનારમાં ' મૃત્યુ' સૈધ્ધાંતીક રીતે કોને કહેવાય તેની ચર્ચા હતી. ડૉ વલીએ સૌ પ્રથમ મેડીકલ અને વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત મૃત્યુના ખ્યાલને વાસ્તવીક રીતે સમજવતાં કહ્યુ હતું કે મૃત્યુ એટલે શરીરના અંગોનું કાયમી ધોરણે કામ કરતું બંધ થઇ જવું. અંગ્રેજીમાં તેમણે ખુબજ સરસ અને સહેલો શબ્દ વાપર્યો હતો."IrreversiblePermanent loss of functions.". શરીરના જે અંગો(Body Organs) કાયમ માટે ફરી કામ કરી શકે નહી તેવી સ્થિતી એટલે મૃત્યુ. વધુમાં તેઓએ શરીરના ચાર અગત્યના અંગોની કામ કરવાની પધ્ધતી સમજાવી હતી. હ્રદય, મગજ, ફેફસાં અને કીડની. ખાસ કરીને એકાએક હાર્ટ–ફેઇલયોર્સમાં તાત્કાલીક આશરે ચાર મીનીટની અંદર સીધુ હ્રદયના મસલ્સમાં ખાસ પ્રકારનું ઇજ્કેશન આપવામાં આવે તો હ્રદય સ્વયંસંચાલીત અંગ હોવાથી ચાલુ થઇ શકે છે તેવો દાવો મેડીકલ વીજ્ઞાનનો છે. જે ખોટો નથી.

(1)    ચર્ચા આગળ ચાલતાં બીપીન શ્રોફ તરફથી પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે હીંદુ માન્યતા પ્રમાણે જીવનભરના કર્મો (દુન્યવી નૈતીકતા કે વ્યવહાર) સાથે મૃત્યને કોઇ સંબંધ હોય છે કેમ? જવાબ. ડૉ વલીનો જવાબ હતો  બીલકુલ ના. શરીરના તમામ અંગોના સંચાલનમાં તેના પોતાના ભૌતીક નીયમો હોય છે. જેને શરીરની બાહ્ય વ્યક્તીગત કે સામાજીક પ્રવૃત્તીઓ સાથે કોઇ સંબંધ હોતો નથી.

(2)    શું કોઇ ઇશ્વરી કે આધ્યાત્મિક,કે અશરીર પરીબળો માનવ અંગોના સંચાલનમાં તે બધાની પુજા– અર્ચના, પ્રાર્થના, ભક્તિ ,કાકલુદી કરવાથી કે સોનાચાંદીની ભેટ ધરાવવાથી  માનવ અંગોના રોગો અટકાવી શકે? જ. ના.

(3)    શરીરમાં આત્માનું અસ્તીત્વ છે? હોય તો શરીરમાં તેનું ભૌતીક રીતે રહેવાનું અંગ કયું? શરીરમાં આત્મા ક્યારે પ્રવેશ પામે છે અને ક્યારે તે શરીરની બહાર નીકળી જાય છે? જવાબ. આત્માનું કોઇ અસ્તીત્વ નથી.પૃથ્વી પરના તમામ સજીવો માત્ર ને માત્ર ભૌતીક એકમો છે. ભૌતીક પદાર્થોના જ બનેલા છે.

(4)    મનીષીભાઇ જાની– હીંદુ ધર્મના પાયા પુસ્તક ગીતામાં તો એક શ્લોકમાં સ્પષ્ટ ઉપદેશ આપવામાં આવ્યો છે કે શરીર નાશવંત છે. આત્મા અમર છે,અવિનાશી છે. તે પાણીમાં ડુબતો નથી,અગ્ની તેને બાળી શકતો નથી.વી.જે તે શરીરના મૃત્યુ પછી તે ખોળીયુ બદલી(જુના શરીરમાંથી નીકળી) નવા શરીરમાં હીંદુ ચાર વર્ણવ્યસ્થા(જેને ગીતાના ઉપદેશ મુજબ શ્રી કૃષ્ણે બનાવી છે)પ્રમાણે તેના ભુતકાળના જીવનના કર્મો પ્રમાણેના વર્ણમાં જન્મ લે છે. જવાબ– દરેક ધર્મોમાં મૃત્યુ પછીના જીવનની માન્યતાઓ જેવીકે સ્વર્ગ– નર્ક, જન્નત– જહનમ, કયામતનો દિવસ, સાલવેશન, ચોરાસીલાખ યોનીનો ખ્યાલ વી, પુરાવા વીહીન ધાર્મીક અંધશ્રધ્ધાઓ છે.જેને માનવ પ્રત્યક્ષ જ્ઞાન અને સમજશક્તીથી સમજાવી શકાય નહી.

(5)     બીપીન શ્રોફ–  તો પછી સજીવ એટલે શું? આત્મા સીવાય શરીર સજીવ કેવી રીતે કામ કરતું થાય છે? સ્રી બીજ અને પુરૂષ વીર્યના સંયોજનમાંથી સજીવતા( જીવન-Life) કેવી રીતે ઉત્પન્ન થાય છે? શું કાળામાથાનો માનવી બે નીર્જીવ પદાર્થોમાંથી એક સજીવ કોષ બનાવી શકે છે?

(6)    જવાબ– તા. ૨૨મી નવેંબર સુધી આપને ઇંતેજાર કરવો પડશે! સોરી ફોર ધી ઇન્ટરપ્શન. વેબીનારનું પ્રતી બુધવારે ઇન્ડીયન ટાઇમ પ્રમાણે રાત્રીના ૯–૦૦ વાગે એક કલાક માટે આયોજન કરવામાં આવેલ છે. ત્યાંસુધી ઉપરની ચર્ચાને આધારે ફેસુબક સજ્જન અને સૌમ્ય ચર્ચાને આવકારીએ છીએ. 


--