Saturday, January 8, 2022

અમારી સંસ્થા હ્યુમેનીસ્ટ એકેડેમીના પ્રબુધ્ધ મિત્રો વિક્રમસુર


  અમારી સંસ્થા હ્યુમેનીસ્ટ એકેડેમીના પ્રબુધ્ધ મિત્રો  વિક્રમસુર પાલનપુર, જાગૃતિબેન ઠક્ક્રર, એડવોકેટ તથા નરેન્દ્ર્ભાઇ શાસ્રી(અમદાવાદ) વિ, એક ચર્ચા શરૂ કરી છેસ. તેના મુદ્દાઓ નીચે મુજબ છે.

વિક્રમ સુરલોકોમાં  ત્યાગ અને સમર્પણ ભાવના અંગે જુદા જુદા ખ્યાલો પ્રવર્તમાન છે. તેની સાથે  સામુહિક સામાજીક કાર્ય ( Collective Welfare) અંગે માનવવાદનો ખ્યાલ પણ સમજાવો.

 નરેન્દ્ર્ શાસ્રીઆ મારો પણ પ્રશ્ન છે. હું આપણા માર્ગદર્શક બીપીન સરને વિનંતી કરૂ છું કે તે સમજાવે.

 જાગૃતિબેન ઠક્ક્રરમાનવવાદના અભ્યાસ ક્રમમાં આપણે જોઇ ગયા છે કે માનવવાદ, માનવકેન્દ્રી વિકાસને  અને માનવ પ્રશ્નોના ઉકેલ લાવી માનવ જીવનને સુખી બનાવવાને મહત્વ આપે છે. એટલે ત્યાગ, સમર્પણ, બલિદાન જેવા ખ્યાલોની વાતો માનવવાદમાં આવતી નથી. કેમ? સામે પક્ષે માનવવાદ કોઇનું પણ શોષણ ન થાય અને સૌ ને સમાન અધિકાર મળે  તેવી વ્યવસ્થા કરે છે. વધારે બીપીન સરને વિનંતી છે તે વિગતે સમજાવે.

ત્યાગ અને સમર્પણના ખ્યાલોને માનવવાદી મુલ્યોને આધારે સમજાવો.

 ઉપરના બંને શબ્દોના અર્થ સામાન્ય માણસની  દ્ર્ષટીએ ધાર્મીક છે. તે વધારે સાચુ છે. તેનો સામાજીક રણકો, માનવ માનવ વચ્ચે મદદ કરવાનો ખ્યાલ કદાચ હોય તો તે મર્યાદિત છે. બીજુ માનવ સહકારથી માનવ જાતનું કલ્યાણ થાય, વિકાસ થાય તે માટેનો આ ત્યાગ કે સમર્પણે બદલે તેમાં વ્યક્તીએ પોતાની સાધન સંપત્તિ કે અન્ય સુખોનુ બલિદાન આપવાનું નિહીત હોય છે. વધુમાં તેમાં જે સંતોષ મળે છે તે વધારે મૃત્યુ પછીના સંદર્ભના કપોળકલ્પિત અંધશ્રધ્ધાઓને પોષનારા છે.

 વ્યક્તિનો કોઇ સામુહિક હિત જેમ કે દેશ, ગ્નાતિ, જાતિ, ગામ કે પ્રદેશ, સંયુક્ત કુટુંબ, કબીલો, ખાનદાન જેવા સામુહિક સામાજીક એકમો માટે ત્યાગ કે સમર્પણને બિરદાવવામાં આવે છે. તમામ રૂઢીચુસ્ત અને પ્રાથમિક અવસ્થામાં જીવન પસાર કરતી સંસ્કૃતીઓમાં વ્યક્તિ સમુહ માટે છે  પણ સમુહ વ્યક્તિ માટે નથી. તેવી માનવ વિરોધી નૈતીક્તા આ ત્યાગ અને સમર્પણના ખ્યાલે આપણને વારસામાં આપેલી છે. જેનું ગૌરવ સાચવવામાં માનવીનો સતત બલી જ લેવાય છે. ઐતીહાસીક સત્ય એ છે કે જે સમાજ માનવના ત્યાગ અને સમર્પણ પર ટકી રહે છે તે સમાજ, દેશ કે પછૌ કોઇપણ સમુહ વિશેષ નિર્બળ, પછાત અને અંધશ્રધ્ધાળુ બની રહે છે. જ્યારે જે સમુહો દા:ત દેશ, સમાજ, શૈક્ષણીક સંસ્થાઓ , ટેકનોલોજીના સંશોધનો વિ, વિ, પોતાના વ્યક્તિગત નાગરીકોને  સર્વાંગી રીતે વિકસાવવા પોતાની સાધન સંપત્તિનો ઉપયોગ કરે છે તે જ દેશ કે સમુહ સતત ગતિશીલ બની રહે છે. જેનાથી વ્યક્તિ અને સમષટીનું બંનેનું ક્લ્યાણ થાય છે.

 મહાન ગ્રીક તત્વગ્નાની એપીક્યુરસનું એક સરસ વાક્ય  માનવીય નૈતીક્તાને વ્યાખ્યાતીત કરતું યાદ રાખવું જેવુ છે. હું બીજાને મદદ  કરું છું પણ તે દેવોને રીઝવવા નહી પણ તેમ કાર્ય કરવાથી મને આનંદ મળે છે.આવા ત્યાગ કે નૈતીક વર્તનને અંગ્રેજીમાં " Enlightened self interest"  તરીકે ઓળખાય છે જેને ગુજરાતીમાં આપણે તેને પ્રબુધ્ધ સ્વાર્થતરીકે સમજી શકીએ.

--